skip to main content

Bacterial infection of skin disease(juhi)

Bacterial infection of skin (બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓફ સ્કીન)

બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શનને પાયોડર્મા (Pyoderma) તરીકે ઓળખવામાં આવે છે.

પાયોડર્મા નો અર્થ ‘પસ ઇન ધ સ્કિન’ એટલે કે સ્કીનની અંદર પસ એવો થાય છે.

પસ ફોર્મિંગ બેક્ટેરિયાને કારણે જોવા મળતા ક્યુટેનિયસ ઇન્ફેક્શનને પાયોડર્મા તરીકે ઓળખવામાં આવે છે. આ પસને હંમેશા નરી આંખે જોઈ શકાતુ નથી.

આ ઇન્ફેક્શન પ્રાઇમરી અથવા સેકન્ડરી હોઈ શકે છે.

પ્રાઇમરી સ્કીન ઇન્ફેક્શન એ સ્કીન ઇન્ટીગ્રિટી બ્રેક થવાને કારણે અને ડાયરેક્ટ કોઈ ઓર્ગેનિઝમના કોન્ટેક્ટમાં આવવાથી જોવા મળે છે.

જ્યારે સેકન્ડરી સ્કિન ઇન્ફેક્શન એ પ્રાઇમરી સ્કિન ઇન્ફેક્શનને કારણે અથવા તો સ્ક્રીન પર કોઈ ટ્રોમા, ઇન્જરી કે સર્જરી થવાને કારણે જોવા મળે છે.

બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ સ્ટેફાયલોકોકસ ઓરિયસ અને બીટા હીમોલાઈટીક સ્ટ્રેપ્ટોકોકાય બેક્ટેરિયાને કારણે જોવા મળે છે.

Write a Factors associated with bacterial skin disease (ફેક્ટર એસોસિએટેડ વિથ બેકટેરિયલ સ્કીન ડીઝીસ)

  • મોઈશ્ચર, પરસ્પીરેશન, ફ્રીકશન
  • ઓબેસીટી
  • પૂર હાયજીન અને પૂર ન્યુટ્રીશન
  • સિસ્ટેમિક ડીઝીસ જેમકે ડાયાબિટીસ
  • ઇમ્યુનોસપ્રેસન

Pathophisiology of bacterial skin infection (પેથોફિઝિયોલોજી ઓફ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન)

સ્કિન પર આવેલ કટ, હેર ફોલીકલ અથવા અન્ય ઓપનીંગ મારફતે બેક્ટેરિયા બોડીમાં એન્ટર થાય છે.
|
બેક્ટેરિયાને અનુકૂળ વાતાવરણ મળતા તે મલ્ટિપ્લિકેશન થાય છે અને તેની સંખ્યામાં વધારો કરે છે
|
જેને કારણે પ્રાઇમરી (લોકલાઈઝ) ઇન્ફેક્શન જોવા મળે છે.
|
જો પ્રાઈમરી ઇન્ફેક્શનને ટ્રીટ કરવામાં ન આવે તો તે ડીપ ટીશ્યુ અને બ્લડ સુધી પહોંચે છે.
|
જેને કારણે સિસ્ટમેટિક ઇન્ફેક્શન અથવા સેકન્ડરી ઇન્ફેક્શન જોવા મળે છે.

Explain Sign & symptoms seen in bacterial skin disease (સાઈન અને સિમ્ટમ્સ સીન ઇન બેક્ટેરિયલ સ્કીન ડીઝિસ)

  • પેપ્યુલ અને પસચ્યુલ
  • નોડ્યુલ અને બમ્પ
  • ઈરીથેમા (Erythema)
  • રેડનેસ
  • સ્વેલિંગ
  • એબસેસ (Abcess)
  • પેઈન
  • ટેન્ડરનેસ
  • ઈચિંગ
  • ફીવર
  • ચીલ્સ (Chills)
  • મલેઈશ (Malaise)

Diagnosis of bacterial skin infection (ડાયગ્નોસીસ ઓફ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન)

  • હિસ્ટ્રી કલેક્શન (કોઈ સિસ્ટેમિક ડીઝીસ અથવા ઈમ્યુનોસપરેસન થેરાપી ચાલુ છે કે નહીં તે જાણવા)
  • ફિઝિકલ એક્ઝામિનેશન (લીઝન અને વુંડની કેરેક્ટેરિસ્ટિક જાણવા)
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (ખાસ કરીને વાઈટ બ્લડ સેલનું પ્રમાણ જાણવા)
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ (કયા પ્રકારનું ઇન્ફેક્શન છે તે જાણવા તેમજ કયા પ્રકારની મેડિસિન વધારે ઇફેક્ટિવ છે તે જાણવા માટે)
  • અલ્ટ્રાસોનોગ્રાફી (સોફ્ટ ટીસ્યુમાં એબસેસ પ્રેઝન્ટ છે કે નહીં તે જાણવા માટે)

Medical management of bacterial skin infection (મેડિકલ મેનેજમેન્ટ ઓફ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન)

  • લીઝન અથવા વુંડ પર ટોપિકલ એન્ટિબાયોટિક એપ્લાય કરવી.
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે સિસ્ટેમિક એન્ટિબાયોટિક પેનિસિલિન, ક્લોક્સાસિલિન, ડાયકલોક્સાસિલિન, એરિથ્રોમાયસીન અને સીફાલોસ્પોરિન ડ્રગનો ઉપયોગ કરવો.
  • વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન એપ્લાય કરવું.
  • એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ વડે વુંડને બરાબર ક્લીન કરવું.
  • ફીવર રીડયુસ કરવા માટે એન્ટિપાયરેટિક ડ્રગ નો ઉપયોગ કરવો.
  • પેઈન દૂર કરવા એનાલજેસીક મેડિસિન નો ઉપયોગ કરવો. Surgical management of bacterial skin infection (સર્જીકલ મેનેજમેન્ટ ઓફ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન)
  • સ્કીન એબસેસને દૂર કરવા માટે ઇન્સીઝન અને ડ્રેનેજ પ્રોસિજર નો ઉપયોગ કરવામાં આવે છે.

Nursing management of bacterial skin infection (નર્સિંગ મેનેજમેન્ટ ઓફ બેક્ટેરિયલ સ્કીન ઇન્ફેક્શન)

  • વાઈટલ સાઇન અસેસ કરવા.
  • લીઝનનો કલર, ટાઈપ નોટ કરવા.
  • પેશન્ટને હાઈજીન અને હેન્ડ વોશ નું ઈમ્પોર્ટન્સ સમજાવવું.
  • પેશન્ટને એડવાઇસ આપવી કે એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ અને એન્ટિસેપ્ટિક સોલ્યુશન વડે વુંડ ક્લીન કરવું.
  • વુંડ પર રેગ્યુલર ડ્રેસિંગ કરવું.
  • પેશન્ટને વુંડ કેર સમજાવવી.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે વારંવાર વુંડને ટચ ન કરવું.
  • પેશન્ટના ફેમિલી મેમ્બરને એડવાઇઝ આપવી કે દરેક મેમ્બરે સેપરેટ ટોવેલ અને વોશ ક્લોથ નો ઉપયોગ કરવો.
  • વુંડ અથવા લિઝન સાથે ડીલ કરતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરવો.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે શેવિંગ કરતી વખતે ઈલેક્ટ્રિક રેઝરનો ઉપયોગ કરવો. શેવિંગ કર્યા બાદ તે એરિયા પર લોશન અપ્લાય કરો.
  • દર બે કલાકે પેશન્ટની પોઝિશન ચેન્જ કરવી જેથી બેડસોર અને પ્રિવેન્ટ કરી શકાય.
  • પ્રોસિજર કરતાં પહેલાં પેશન્ટને પ્રોસિજર એક્સપ્લેન કરવી.
  • ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલી મેડીસીન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.
  1. Impetigo (ઈમ્પેટીગો)(Define Impetigo)
  • ઈમ્પેટીગોને ‘સ્કૂલ સોર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ઈમ્પેટીગો બાળકોમાં વધારે જોવા મળે છે અને એકબીજામાં સ્પ્રેડ થાય છે તેમજ તેમાં સોર જોવા મળે છે.
  • ઈમ્પેટીગો એ કનટેજિયસ સુપરફિશિયલ સ્કિન ઇન્ફેક્શન છે જે ગ્રામ પોઝિટિવ સ્ટેફાયલોકોકસ ઓરિયસ અને ગ્રુપ એ બીટા હિમોલાઈટીક સ્ટ્રેપ્ટોકોકસ અને બીજા બેક્ટેરિયાને કારણે જોવા મળે છે.
  • ઈમ્પેટીગો એ ગમે તે એજ માં થઈ શકે છે પરંતુ બાળકોમાં (બે થી પાંચ વર્ષ) વધારે જોવા મળે છે.
  • ઈમ્પેટીગો મોટાભાગે ફેસ, હેન્ડ, નેક અને એક્સક્રીમિટીસમાં જોવા મળે છે.

write Types of impetigo (ટાઈપ્સ ઓફ ઈમ્પેટીગો)

ક્લિનિકલ પ્રેઝન્ટેશન ના આધારે ઈમ્પેટીગોના ત્રણ ટાઈપ પડે છે.

i) Non bullous impetigo (નોન બુલસ ઇમ્પેટીગો)

નોન બુલસ ઇમ્પેટીગો એ ઇમ્પેટીગોનું મોસ્ટ કોમન ફોર્મ છે. જેમાં માઉથ અને નોઝ ની આજુબાજુ રેડીસ ઈચી સોર જોવા મળે છે.આ સોર બ્રેકડાઉન થતા તેમાં બ્રાઉનીસ યલો કલરનું ક્રસ્ટ જોવા મળે છે.

ii) Bullous impetigo (બુલસ ઇમ્પેટીગો)

બુલસ ઇમ્પેટીગોમાં ઓરીજનલ વેસીકલમાંથી લાર્જ ફ્લુઇડ ફિલેડ બ્લિસ્ટર ડેવલોપ થાય છે. આ બ્લિસ્ટર પેઈનલેસ હોય છે. આ બ્લિસ્ટર બ્રેક ડાઉન થવાથી ત્યાં રો અને રેડ એરિયા જોવા મળે છે.

iii) Ecthyma (એક્થિમા)

એક્થિમા એ ઇમ્પેટીગોનું સિવીયર ફોમ છે. જ્યારે ઇમ્પેટીગોને ટ્રીટ કરવામાં ન આવે ત્યારે એક્થિમા જોવા મળે છે. જેમાં સ્કીનમાં ડીપ સુધી પેઈનફુલ બ્લિસ્ટર જોવા મળે છે. આ બ્લિસ્ટર એ પસ ફીલેડ શોર અને ક્રસ્ટમાં ફેરવાય છે.

Write Sign & symptoms seen in impetigo (સાઇન એન્ડ સીમટમ્સ સીન ઈન ઈમ્પેટીગો)

  • સ્ટાર્ટિંગમાં સ્મોલ અને રેડ કલરનું મેક્યુઅલ જોવા મળે છે.
  • ત્યારબાદ તે થીન વોલયુક્ત વેસીકલ માં ફેરવાય છે.
  • આ વેસીકલ પેઈનલેસ હોય છે.
  • આ વેસીકલ રફ્ચર થતા તેમાં હની યલો કલરનું ક્રસ્ટ જોવા મળે છે.
  • આ ક્રસ્ટને રીમુવ કરતા સ્મૂથ રેડ કલરની મોઈસ્ટ સરફેસ જોવા મળે છે.
  • જો તેને ટ્રીટ કરવામાં ના આવે તો આ બ્લિસ્ટર પેઈનફૂલ બને છે અને પશ ફિલેડ સોર જોવા મળે છે.

Diagnosis of impetigo (ડાયગ્નોસીસ ઓફ ઈમ્પેટીગો)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ

Write Medical management of impetigo (મેડિકલ મેનેજમેન્ટ ઓફ ઇમ્પેટીગો)

  • સિસ્ટેમિક એન્ટિબાયોટિક પ્રોવાઇડ કરવી.
  • નોન બુલસ ઇમ્પેટીગોમાં બેનઝાથીન પેનિસિલિન પ્રોવાઈડ કરવી.
  • બુલસ ઇમ્પેટીગોમાં ક્લોક્સાસિલિન અને ડાયક્લોક્સાસિલિન નો ઉપયોગ કરવો.
  • જે લોકોને પેનિસિલિનની એલર્જી હોય તેવા લોકો માટે એરિથ્રોમાયસીન મેડિસિન નો ઉપયોગ કરવો.
  • ટોપિકલ એન્ટીબાયોટિક – મુપીરોસિન ઓઈન્ટમેન્ટ દિવસમાં બે થી ત્રણ વાર લગાવવું.
  • લીઝનને એન્ટિસેપ્ટિક સોલ્યુશન અથવા સોપ વડે બરાબર વોશ કરવું અને ક્રસ્ટ દૂર કરવું.

Write Nursing management of impetigo (નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ઈમ્પેટીગો)

  • સ્કીન લીઝન નું લોકેશન અને ટાઈપ નોટ કરવા.
  • વાઈટલ સાઇન અસેસ કરવા.
  • પેશન્ટને પર્સનલ હાઈજીન મેન્ટેન કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ વડે નહાવું અને લીઝનને એન્ટિસેપ્ટિક સોલ્યુશન વડે બરાબર ક્લીન કરવું.
  • પેશન્ટને વુંડ કેર વિશે સમજાવવું.
  • સોર પર ટોપીકલ મેડિસિન એપ્લાય કરવી.
  • પેશન્ટને એડવાઇઝ આપવી કે લીઝનને વારંવાર ટચ ન કરવું અને ટચ કરતા પહેલા હેન્ડ વોશ કરવા.
  • પેશન્ટના ફેમિલી મેમ્બરને એડવાઈઝ આપવી કે દરેક મેમ્બરે સેપરેટ ટોવેલ અને વોસ ક્લોથ નો ઉપયોગ કરવો.
  • પેશન્ટ દ્વારા વપરાયેલી વસ્તુનો ઉપયોગ ટાળવો અને બીજા સાથેનો કોન્ટેક અવોઇડ કરવો.
  • ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.

2.Folliculitis (ફોલીક્યુલાયટિસ)

ફોલિકલ એટલે હેર ફોલિકલ અને આઇટીસ એટલે ઇન્ફ્લામેસન

હેર ફોલિકલના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેસનને ફોલીક્યુલાયટિસ તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્ફેક્શન એ હેર ફોલીકલના ઓપનિંગ થી સ્ટાર્ટ થાય છે અને ફોલિકલમાં નીચે સુધી લંબાયેલ જોવા મળે છે.

ફોલીક્યુલાઈટીસ થવા માટે સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયા જવાબદાર છે.

ફોલીક્યુલાઈટીસ વધારે પડતું ફ્રીકસન, મોઈશ્ચર અને રબિંગ પ્રેઝન્ટ હોય તેવા એરિયામાં વધારે જોવા મળે છે.

ફોલીક્યુલાઈટીસ મુખ્યત્વે મેલમાં દાઢીના એરિયામાં કે જ્યાં તે સેવિંગ કરે છે આ ઉપરાંત એકઝિલ્લા, ગ્રોઇન, બટકસ અને ટ્રંકના એરિયામાં વધારે જોવા મળે છે.

જે લોકો પૂર હાઇજિન ધરાવતા હોય તેમજ ટાઈટ હેવી ફેબ્રિક કપડા પહેરતા હોય તેવા લોકોમાં ફોલીક્યુલાઈટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે.

write short notes on Type of folliculitis (ટાઈપ ઓફ ફોલીક્યુલાયટિસ)

ફોલીક્યુલાયટિસના નીચે મુજબ ટાઈપ પડે છે.

i) Bacterial folliculitis (બેક્ટેરિયલ ફોલીક્યુલાયટિસ)

બેક્ટેરિયલ ફોલીક્યુલાયટિસ એ સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયાને કારણે થાય છે આથી બેક્ટેરિયલ ફોલીક્યુલાયટિસને ‘સ્ટેફાયલોકોકસ ઓરિયસ ફોલીક્યુલાયટિસ’ પણ કહે છે. બેક્ટેરિયલ ફોલીક્યુલાયટિસમાં હેર ફોલીકલમાં ઇન્ફેક્શન જોવા મળે છે. જેમાં હેર ફોલિકલની આજુબાજુ સ્મોલ રેડ અને વાઈટ કલરનું પસ ફિલેડ પીમ્પલ જોવા મળે છે.

ii) Hot tube folliculitis (હોટ ટ્યુબ ફોલીક્યુલાયટિસ)

હોટ ટ્યુબ ફોલીક્યુલાયટિસ એ સ્યુડોમોનાસ એરુગિનોસા નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ બેક્ટેરિયા હોટ ટ્યુબ, હિટ પુલ અને વોટર સ્લાઇડ વાળી જગ્યાએ જોવા મળે છે. આથી આવી જગ્યાએ બાથિંગ કર્યા પછીના એક થી ચાર દિવસમાં સ્કીન પર રાઉન્ડ ઈચી બમ્પ જોવા મળે છે.

iii) Pseudofolliculitis barbae (સ્યુડોફોલિક્યુલાટીસ બાર્બે)

સ્યુડોફોલિક્યુલાટીસ બાર્બેને ‘રેઝર બમ્પ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્યુડો એટલે આભાસી. સ્યુડોફોલિક્યુલાટીસમાં હેર ફોલિકલમાં ઇન્ફેક્શન જોવા મળતું નથી પરંતુ ઇન્ફેક્શન જેવા સાઇન જોવા મળે છે. સ્યુડોફોલિક્યુલાટીસ બાર્બે મુખ્યત્વે દાઢી વાળા એરિયામાં જોવા મળે છે. જેમાં રેઝર વડે સેવિંગ કર્યા બાદ તે એરિયામાં ઈરીટેશન જોવા મળે છે. સ્યુડોફોલિક્યુલાટીસ બાર્બે એ કરલી હેર અને બ્લેક કલર ધરાવતા વ્યક્તિમાં વધારે જોવા મળે છે.

iv) Sycosis barbae (સિકોસિસ બાર્બે)

સિકોસિસ બાર્બે એ સેવિંગ રિલેટેડ ફોલીક્યુલાઇટિસને કારણે જોવા મળતું એક સિવીયર ટાઈપનું ફોલીક્યુલાઇટિસ છે. સિકોસિસ બાર્બેમાં આખું હેરફોલીકલ ઇન્ફેકટ થાય છે જેને કારણે લાર્જ રેડ કલરનું પસચ્યુલ જોવા મળે છે.

v) Pityrosporum folliculitis (પીટીરોસ્પોરમ ફોલીક્યુલાઇટિસ)

પીટીરોસ્પોરમ ફોલીક્યુલાઇટિસને ‘મલેસીઝિયા ફોલીક્યુલાઇટિસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીટીરોસ્પોરમ ફોલીક્યુલાઇટિસ એ યીસ્ટ ઇન્ફેક્શન ને કારણે જોવા મળે છે. જેને કારણે ઇચી પસ ફિલેડ બમ્પ જોવા મળે છે. જે મોટાભાગે અપર ચેસ્ટ અને બેક ના ભાગે જોવા મળે છે.

vi) Eosinophilic folliculitis (ઇઓસિનોફિલિક ફોલીક્યુલાઈટીસ)

ઇઓસિનોફિલિક ફોલીક્યુલાઈટીસ એ ઇમ્યુનો સપ્રેશન વાળા પેશન્ટમાં જોવા મળે છે જેમકે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ (HIV) ધરાવતા લોકો. જેમાં નેક, અપર આર્મ, સોલ્ડર, ફોર હેડ માં ઇચિંગ પસચ્યુલ બમ્પ જોવા મળે છે.

vii) Gram negative folliculitis (ગ્રામ નેગેટિવ ફોલીક્યુલાઇટિસ)

ગ્રામ નેગેટિવ ફોલીક્યુલાઇટિસ એકને ને ટ્રીટ કરવા માટે વપરાતી એન્ટીબાયોટિકનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાને પરિણામે જોવા મળે છે. આ મેડીસીન વધારે પડતી યુઝ કરવાથી તેનાથી બેક્ટેરિયા રેજીસ્ટન્સ પામી જાય છે અને આ રેજીસ્ટન્સ પામેલા બેક્ટેરિયા ગ્રો અને મલ્ટીપ્લાય થાય છે જેથી ફોલીક્યુલાઈટીસ ની કન્ડિશન સર્જે છે. જેમાં નોઝ અને માઉથની આજુબાજુ પસ ફિલેડ બમ્પ જોવા મળે છે.

viii) Furuncle (boil) & Carbuncle (ફુરુનકલ અને કાર્બનકલ)

ફુરુનકલ અને કાર્બનકલમાં સ્ટેફાયલોકોકસ ઓરિયસ બેક્ટેરિયા દ્વારા હેરફોલીકલમાં ડીપ સુધી ઇન્ફેક્શન જોવા મળે છે. ફુરુનકલમાં પેઈનફૂલ ઇન્ફલેડ બમ્પ જોવા મળે છે. જ્યારે કાર્બનકલમાં બોઈલનું ક્લસ્ટર જેવા મળે છે.

Sign & symptoms seen in folliculitis (સાઇન એન્ડ સીમટમ્સ સીન ઈન ફોલીક્યુલાઇટીસ)

  • હેરફોલિકલની નજીકમાં એક અથવા એકથી વધારે પેપ્યુલ અને પસચ્યુઅલ જોવા મળે છે.
  • હેરફોલીકલની આજુબાજુ ઈરીથેમા જોવા મળે છે.
  • ઈન્ફેક્ટેડ હેરફોલીકલની જગ્યાએ ઇચિંગ અને ઇરીટેશન જોવા મળે છે તેની સાથે થોડું બર્નિંગ સેન્સેશન પણ જોવા મળે છે.
  • તેની સાથે ટેન્ડરનેસ પણ જોવા મળે છે.

Diagnosis of folliculitis (ડાયગ્નોસીસ ઓફ ફોલીક્યુલાઇટિસ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • બ્લડ કલ્ચર
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ
  • પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ટેસ્ટીંગ

Medical management of folliculitis (મેડિકલ મેનેજમેન્ટ ઓફ ફોલીક્યુલાઇટિસ)

  • ટોપિકલ એન્ટીબાયોટિક ક્લિન્ડામાયસિન અને બેક્ટ્રોબન નો ઉપયોગ કરવો.
  • બાથિંગ કરતી વખતે એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ નો ઉપયોગ કરવો.
  • અફેક્ટેડ એરિયા પર વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન પ્રોવાઈડ કરવું.

Prevention of folliculitis (પ્રિવેન્શન ઓફ ફોલીક્યુલાઇટિસ)

  • સ્કીનને ડેઇલી વોશ કરવી.
  • પ્રોપર હાઈજીન મેન્ટેન કરવી.
  • ક્લીન ટોવેલ અને વોસક્લોથનો ઉપયોગ કરવો.
  • સ્કિન પર ફ્રિક્સન અને પ્રેશર અવોઇડ કરવું.
  • ટાઈટ હેવી ફેબ્રિક કપડા પહેરવાના અવોઈડ કરવા.
  • પોસિબલ હોય તો શેવિંગ અવોઈડ કરવું.
  • હેર રિમૂવ કરવા માટે બીજી મેથડ નો ઉપયોગ કરવો.
  • શેવિંગ કરતી ઈલેક્ટ્રીક લેઝર નો ઉપયોગ કરવો અને શેવિંગ કરતી વખતે પૂરી સંભાળ રાખવી.
  • સેવિંગ કર્યા બાદ તે એરિયામાં લોશન અપ્લાય કરવું.
  • ક્લીન હોટ ટ્યુબ અને હીટ પુલનો ઉપયોગ કરવો.

3.Furuncle (ફુરુનકલ)

  • ફુરુનકલને ‘બોઈલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ફુરુનકલમાં એક અથવા એકથી વધારે હેર ફોલીકલ ઇન્ફેકટ જોવા મળે છે અને આ હેર ફોલિકલ ડીપ સુધી ઇન્ફેક્ટેડ જોવા મળે છે અને આ ઇન્ફેક્શન ડર્મિસ લેયર સુધી લંબાયેલ હોય છે.
  • એટલે કે ફુરુનકલ એ ડીપ ફોલીક્યુલાઇટીસ છે.
  • ફુરુનકલ થવા માટે સ્ટેફાયલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયા જવાબદાર છે.
  • ફુરુનકલ મોટાભાગે નેક, એકઝિલ્લા, થાઈ, બટકસ અને પેરિનિયમ એરીયામાં જોવા મળે છે.
  • મલ્ટીપલ અને રીકરંટ જોવા મળતાં
    લીઝનને ફુરુનક્યુલોસિસ તરીકે ઓળખવામાં આવે છે.
    Sign & symptoms seen in furuncle (સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન ફુરુનકલ)
  • શરૂઆતમાં ડીપ, હાર્ડ, પિંક અથવા રેડ કલરનું પેઈનફુલ પિમ્પલ જોવા મળે છે.
  • જેનો ડાયામીટર એક થી પાંચ સેન્ટિમીટર હોય છે.
  • થોડાક દિવસો બાદ આ પિમ્પલની સાઈઝમાં વધારો થાય છે અને સિસ્ટીક નોડ્યુલ બને છે. જેમાં પસ કલેક્શન જોવા મળે છે એટલે કે એબ્સેસ નું ફોર્મેશન થાય છે.
  • અફેક્ટેડ એરીયાની આજુબાજુ ટેન્ડરનેસ પણ જોવા મળે છે.

Diagnose of furuncle (ડાયગ્નોસ ઓફ ફુરુનકલ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • બ્લડ કાઉન્ટ
  • કલ્ચર અને સેન્સિટિવિટી ટેસ્ટ

Medical management of furuncle (મેડિકલ મેનેજમેન્ટ ઓફ ફુરુનકલ)

  • બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા સિસ્ટેમિક એન્ટિબાયોટિક નો ઉપયોગ કરવો.
  • અફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટીબાયોટિક એપ્લાય કરવી.
  • એફેકટેડ એરિયા પર વાર્મ કમ્પ્રેસીસ પ્રોવાઇડ કરવું.
  • લિઝન અથવા વુંડને એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ વડે ક્લીન કરવું.

Surgical management of furuncle (સર્જીકલ મેનેજમેન્ટ ઓફ ફુરુનકલ)

  • એબસેસ ને દૂર કરવા માટે ઇન્સીઝન અને ડ્રેનેજ પ્રોસિજરનો ઉપયોગ કરવો.

Nursing management of furuncle (નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ફુરુનકલ)

  • સ્કીન નોડ્યુલની સાઈઝ અને કલર નોટ કરવા.
  • વાઈટલ સાઇન અસેસ કરવા.
  • પેશન્ટને એડવાઈઝ આપવી કે બોઈલ અને પીમ્પલને ક્વિઝ ન કરવું.
  • પેશન્ટને એડવાઈઝ આપવી કે એન્ટિસ્ટાફાયલોકોકલ સોપ અને એન્ટીસેપ્ટિક સોલ્યુશન વડે વુંડને બરાબર ક્લીન કરવું.
  • પેશન્ટને વુંડ કેર વિશે સમજાવવું.
  • વુંડ પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
  • પેશન્ટને હોમ કેર વિશે સમજાવવું.
  • પેશન્ટને હેન્ડ વોશ અને હાઈજીન વિશે સમજાવું.
  • ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.

4.Carbuncle (કાર્બનકલ)

  • બોઈલના ક્લસ્ટરને કાર્બનકલ તરીકે ઓળખવામાં આવે છે.
  • કાર્બનકલમાં એક સાથે ઘણા બધા હેર ફોલીકલ માં ઇન્ફેક્શન જોવા મળે છે અને આ ઇન્ફેક્શન તેની આજુબાજુ આવેલ સ્કીન અને સબક્યુટેનિયસ ટીશ્યુ સુધી લંબાયેલ હોય છે અને એબ્સેસ ફોર્મેશન જોવા મળે છે.
  • કાર્બનકલ એ સ્ટેફાયલોકોકસ ઓરિયસ બેક્ટેરિયાને કારણે જોવા મળે છે.
  • કાર્બનકલ મુખ્યત્વે થીક અને ઈનલાસ્ટિક વાળા એરિયામાં જોવા મળે છે.
  • કાર્બનકલ મોટાભાગે નેક, અપર આર્મ, બટકસ, લેટરલ થાય માં જોવા મળે છે.
  • કાર્બનકલ અને ફુરુનકલ એ ઇમ્યુનોસપ્રેશન, ડાયાબિટીસ અને સિસ્ટમેટિક ડિસીઝ ધરાવતા લોકોમાં વધારે જોવા મળે છે.

Sign & symptoms seen in carbuncle (સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન કાર્બનકલ)

  • અફેક્ટેડ એરિયામાં રેડ કલરનું પેઈનફૂલ પસ ફીલેડ બમ્પ જોવા મળે છે.
  • આ બમ્પની સાઈઝ વટાણાના દાણાથી લઈને ગોલ્ફના બોલ જેટલી જોવા મળે છે.
  • પસ કલેક્ટ થવાને કારણે સેન્ટર વાળો પાર્ટ વ્હાઈટ અથવા યલો કલરનો જોવા મળે છે.
  • આ ઉપરાંત લ્યુકોસાઇટોસિસ, ફીવર, ચિલ્સ અને ફટીગ જોવા મળે છે.
  • સ્કાર ફોર્મેશન જોવા મળે છે.

Diagnosis of carbuncle (ડાયગ્નોસીસ ઓફ કાર્બનકલ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ
  • અલ્ટ્રા સોનોગ્રાફી

Medical management of carbuncle (મેડિકલ મેનેજમેન્ટ ઓફ કાર્બનકલ)

  • અફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટીબાયોટિક એપ્લાય કરવી.
  • સિસ્ટમિક એન્ટિબાયોટિક ડાયક્લોક્સાસિલિન અથવા ક્લોક્સાસિલિનનો ઉપયોગ કરવો.
  • પેઈન રીલીવ કરવા એનાલજેસીક મેડિસિન લેવી.
  • ફીવર દૂર કરવા એન્ટિપાયરેટિક ડ્રગ નો ઉપયોગ કરવો. Surgical management of carbuncle (સર્જીકલ મેનેજમેન્ટ ઓફ કાર્બનકલ)
  • એબસેસને બહાર કાઢવા માટે ઈનસીઝન અને ડ્રેનેજ કરવું.
  • ઈનસીઝન અને ડ્રેનેજ કરેલા એરિયા પર રેગ્યુલર ડ્રેસિંગ કરવું.

Home care of carbuncle (હોમ કેર ઓફ કાર્બનકલ)

  • અફેકકેટ એરીયા પર ક્લીન, વાર્મ, મોઈસ્ટ ક્લોથ એપ્લાય કરવું.
  • એફેકકેટ એરિયાને એન્ટીબેક્ટેરિયલ શોપ વડે ક્લીન કરવું.
  • રેગ્યુલર ડ્રેસિંગ ચેન્જ કરવું.
  • અફેક્ટેડ એરીયા ને ટચ કરતા પહેલા હેન્ડ વોશ કરવા.
  • પ્રોપર હાઇજિન મેન્ટેન કરવી.
  • રેગ્યુલર મેડિસિન લેવી અને ચેકપ કરાવવું.

5. Cellulitis (સેલ્યુલાઇટિસ)

  • સેલ્યુલાઇટિસ એ કોમન અને સીરિયસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે.
  • સેલ્યુલાઇટિસ એ સેકન્ડરી સ્કીન ઇન્ફેક્શન છે.
  • જેમાં સ્કિન અને સબક્યુટેનિયસ ટીશ્યુમાં ઇન્ફેક્શન જોવા મળે છે.
  • સેલ્યુલાઇટિસ થવા માટે સ્ટેફાયલોકોકસ અને સ્ટેપટોકોકાય નામના બેક્ટેરિયા જવાબદાર છે.
  • સેલ્યુલાઇટિસ મોટાભાગે લોવર લેગમાં જોવા મળે છે. આ ઉપરાંત ફેસ, આર્મ અને બીજા એરિયામાં પણ જોવા મળે છે.
  • જો સેલ્યુલાઇટિસને ટ્રીટ કરવામાં ન આવે તો ઇન્ફેક્શન બ્લડ અને લિમ્ફનોડ સુધી સ્પ્રેડ થાય છે અને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જોવા મળે છે. Sign & symptoms seen in Cellulitis (સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન સેલ્યુલાઇટિસ)
  • સાઇન અને સીમટમ્સ બોડીની કોઈપણ એક બાજુ જોવા મળે છે.
  • અફેક્ટેડ એરીયામાં રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે છે.
  • ઈનફેક્ટેડ એરિયા હોટ અને ટેન્ડર જોવા મળે છે.
  • ઈનફેક્ટેડ એરિયામાં સ્પોટ અને બ્લિસ્ટર જોવા મળે છે.
  • લિમ્ફનોડમાં સ્વેલિંગ જોવા મળે છે.
  • ફીવર, ચિલ્સ અને ફટીગ પણ જોવા મળે છે. Diagnosis of Cellulitis (ડાયગ્નોસીસ ઓફ સેલ્યુલાઇટિસ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • બ્લડ કાઉન્ટ
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ
  • સી-રીએક્ટિવ પ્રોટીન Medical management of Cellulitis (મેડિકલ મેનેજમેન્ટ ઓફ સેલ્યુલાઇટિસ)
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા સિસ્ટેમિક એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવો.
  • અફેકટેડ એરીયા પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
  • વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન પ્રોવાઈડ કરવું.
  • એન્ટિસેપ્ટિક સોલ્યુશન ઈનફેક્ટેડ એરિયાને ક્લીન કરવું.
  • પેઈન રીલીવ કરવા એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • ફીવર દૂર કરવા એન્ટિપાયરેટીક ડ્રગ આપવી. Nursing management of Cellulitis (નર્સિંગ મેનેજમેન્ટ ઓફ સેલ્યુલાઇટિસ)
  • વાઈટલ સાઇન અસેસ કરવાં.
  • ઇન્ફેક્ટેડ એરિયાને ટેન્ડરનેસ અને સ્વેલિંગ માટે ચેક કરવું.
  • સ્કીનને ડ્રાય અને ક્લીન રાખવી.
  • સેલ્યુલાઇટિસ વાળા પાર્ટને ઇમમોબિલાઈઝ અને એલીવેટ કરવો.
  • દર બે કલાકે પેશન્ટની પોઝિશન ચેન્જ કરવી.
  • ઈન્ફેક્ટેડ એરિયાને એન્ટીસેપ્ટિક સોલ્યુશન વડે ક્લીન કરવું અને ત્યારબાદ ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
  • પેશન્ટને એડવાઈઝ આપવી કે પ્રોપર હાઈજીન મેન્ટેન કરવી.
  • ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.
Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised