skip to main content

ARTICLES/EQUIPMENT-VIVA TABLE GNM.SY

1.Thermometer:

Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.
Temperature ના 2 ટાઈપ છે.

Surface temperature (સર્ફેસ ટેમ્પ્રેચર)

Core body temperature (કોર બોડી ટેમ્પ્રેચર)

1.Surface temperature:
આમાં temperature એ skin, subcutaneous tissue અને fat માં લઈ શકાય છે.
Eg. Axillary temperature

2.Core body temperature:
આમાં temperature Deep tissue જેવા કે abdominal cavity ,pelvic cavity માં થી temperature લેવાય છે.
Eg. Temporal
Tympanic
Oral
Urinary bladder
Rectal
pulmonary

Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature: 37°C / 98.6° F

Rectal temperature:
37.5°C/ 99.5°F(oral temperature ૦.5° Cકરતા વધારે)

Axillary temperature:
36.5°C/ 97.7°F(oral temperature કરતા ઓછું)

Conversion Formula for temperature:-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9

Thermometer ના ઘણા બધા type છે કે જે નીચે મુજબ છે.

Clinical thermometer or glass thermometer or mercury thermometer

electronic thermometer

digital thermometer

tympanic thermometer

Non contact digital infrared thermometer or forehead thermometer

Disposable thermometer strip

Clinical thermometer:
Clinical thermometer એ body temperature લેવા માટે ઉપયોગ માં લેવાય છે.Clinical thermometer એ એક કાચ ની tube આકાર નુ બનેલું છે કે જેમાં Mercury ભરેલું હોય છે કે જેના દ્રારા body નું તાપમાન માપી શકાય છે.
આ થર્મોમીટર થી oral, axillary etc.. temperature લઈ શકાય છે.

Electronic thermometer:
આ thermometer એ oral અને rectal temperature લેવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
કે જેમાં blue tipp Oral temperature માટે અને
Red tipp rectal temperature માટે ઊપયોગ માં લેવામાં આવે છે.

Digital thermometer:
Digital thermometer એ physical examination દરમિયાન બોડી temperature લેવા માટે ઊપયોગ માં લેવામાં આવે છે.
Digital thermometer થી oral, axillary,rectal,etc.. body temperature લઈ શકાય છે.

Tympanic thermometer:
આ thermometer એ physical examination દરમિયાન કાન માંથી temperature લેવા માટે ઊપયોગમાં લેવામાં આવે છે.

જો કાન માં ceruman (ear wax) હોય તો તાપમાન માં ફેરફાર આવી શકે છે

આ thermometer ને કાન માં Tympanic membrane સુધી રાખવામાં આવે છે અને તાપમાન માપવામાં આવે છે.
આ thermometer માં રહેલા ઇન્ફ્રારેડ કિરણો દ્રારા તાપમાન માપવામાં આવે છે.

Non – contact digital infrared thermometer:

આ thermometer ને વ્યક્તિ ના માથા ના ઉપર ના ભાગ પર અને માથા touch કર્યા વગર બોડી નુ તાપમાન માપવામાં આવે છે.
આ thermometer દ્વારા વ્યક્તિ ના શરીર ને touch કર્યા વગર બોડી temperature લેવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન આ thermometer નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો.

Disposable thermometer strips:
આમાં આ strip ને વ્યક્તિ ના mouth માં જીભ નીચે મૂકવામાં આવે છે અને After 60 seconds તેને mouth માંથી remove કરી ને temperature જોવામાં આવે છે

Thermometer ને clean કઈ રીતે કરવું..?

  • thermometer ને normal saline or spirit દ્વારા cotton swab થી clean કરવામાં આવે છે.
  • તેમાં digital અને clinical thermometer ને …
    Thermometer નો ઉપયોગ કર્યા પહેલા bulb to stem clean કરવામાં આવે છે.
    અને use કર્યા બાદ stem to bulb clean કરવામાં આવે છે.

NOTE:
Procedure દરમિયાન thermometer ને savlon solution ma cotton swab સાથે રાખવામાં આવે છે.
તેમાં cotton swab રાખવાનો main goal એ છે કે cotton swab હોય તો જ્યારે procedure દરમિયાન thermometer ને savlon વાળા bowl માં રાખવામાં આવે તો thermometer નો tip (bulb) નો ભાગ તૂટી ના જાય અને Mercury ઢોળાય ના જાય.

(PROCEDURE મા વધુ ઊપયોગ સમજાવ્યો છે)

  • Bp mercury instruments(sphegmomenometer-મર્ક્યુરિ સ્ફેગમોમેનોમીટર)

Introduction

બીપી મર્ક્યુરી ઇન્સ્ટ્રુમેન્ટ નું બીજું નામ સ્ફેગમોમેનોમીટર છે.
તેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે.

જ્યાં સ્ફેંગમોમેનોમીટર એ ગ્રીક વર્ડ ‘સ્ફેગમસ’ જેનો અર્થ એ હાર્ટનો ધબકારો એવો થાય છે, અને ‘મેનોમીટર’ નો અર્થ એ ડાયમેન્શનલ એનાલિસિસ નો ઉપયોગ કરીને પ્રેશર માપવા માટેનું સાધન એવો થાય છે.

તેની શોધ સેમ્યુઅલ સિફ્રેઈડ કર્લ ફાઈટર વોન બેસચ દ્વારા 1881 થઈ છે.

સ્ફેગમોમેનોમીટર એક પ્રકારનું સાધન છે જેના દ્વારા બ્લડપ્રેશરને માપી શકાય છે.

મર્ક્યુરિ સ્ફેગમોમેનોમીટર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સ્ફેગમોમેનોમીટર છે.

તેમાં મર્ક્યુરી (પારો) ધરાવતી એક ક્રમઆંકિત ટ્યુબ નો સમાવેશ થાય છે જે અપર આર્મ( હાથ )પર ઇન્ફીલેટેબલ રબર દ્વારા લાગુ પડતા પ્રેશરને માપે છે.

યોગ્ય મેજરમેન્ટ માટે સાધનને સપાટ સપાટી પર રાખવામાં આવે છે.

તેઓ મર્ક્યુરીના કોલમની હાઈટ નું નિરીક્ષણ કરીને ડાયરેક્ટ બીપી માપે છે તેથી તેમાં માપવામાં ભૂલો થઈ શકતી નથી.

સ્ફેગમોમેનોમીટરના ત્રણ ટાઈપ છે

1.મર્ક્યુરી સ્ફેગમોમેનોમીટર

2.એનેરોઇડ્સ સ્ફેગમોમેનોમીટર

૩. ડિજિટલ સ્ફેગમોમેનોમીટર

Use-ઉપયોગ

1.લોકોનું બ્લડપ્રેશર માપવા

2.બ્લડ પ્રેશરમાં કોઈ પણ એબનોર્માલિટી શોધવા માટે જે કોઈપણ રોગ વિશે કહી શકે.

3.લોકોમાં બ્લડપ્રેશરમાં ફેરફાર કરતી દવાઓની અસરકારકતા નું નિરીક્ષણ કરવા માટે.

4.એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર તરીકે બ્લડ પ્રેશર ના આધારે પીડિત પેશન્ટને મદદ કરવા માટે વિવિધ ટેકનિકોના ઉપયોગ કરી શકાય છે.

સ્ફેગમોમેનોમીટર દ્વારા બ્લડપ્રેશર માપવા માટેના સ્ટેપ નીચે પ્રમાણે છે

1.અપર આર્મ (હાથને) ઇન્ફલેટેબલ કફ સાથે બાંધવામાં આવે છે ત્યારે એ ધ્યાનમાં રાખવું કે અપર આર્મ (હાથના) ઓછામાં ઓછા 80% એરિયાને કવર કરેલ હોય અને કફનો નીચેનો ભાગ એ એનટીક્યુબાઈટલ ફોસા અથવા કોણેથી બે સેન્ટીમીટર ઉપર હોવું જોઈએ.

2.બીપી ઇન્સ્ટ્રુમેન્ટના બલ્બનાો વાલ્વ લુઝ હોય તો તેને ટાઇટ કરવો મીડીયમ ટાઈટ કરવું વધારે ટાઇટ ન કરવું.

૩.હવા ને કફના બ્લડરમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર કરતા પણ વધારે પ્રેશર સુધી પંપ કરવામાં આવે છે.

4.ત્યારબાદ સ્ટેથોસ્કોપને હાથની બ્રેકીયલ આર્ટરી ઉપર રાખવામાં આવે છે.

5.પછી બલ્બના વાલ્વને થોડો થોડો લુઝ કરીને હવા ધીમે ધીમે છોડવામાં આવે છે અને તેને કારણે કફ દ્વારા લાગતું પ્રેસર પણ ઘટે છે જ્યાં સુધી પ્રેશર ઘટીને 180 mmHg સુધી ન આવે ત્યાં સુધી હવાને છોડવામાં આવે છે.

6.સ્ટેથોસ્કોપનો ઉપયોગ એ અવાજ સાંભળવા માટે થાય છે કે જ્યારે કફમાંથી પ્રેસરને ઓછું કરતા હોઈએ ત્યારે અવાજ સંભળાય ત્યારે પ્રેશરનું પણ મેનોમીટરમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને આ અવાજ સંભળાય તે સિસ્ટોલિક પ્રેસર છે.

નોર્મલ સિસ્ટોલ પ્રેશર 120 mmHg છે.

7.જ્યાં સુધી સ્ટેથોસ્કોપ દ્વારા કોઈ અવાજ સંભળાતો નથી ત્યાં સુધી કફની અંદરના પ્રેસરને હવાને મુક્ત કરીને વધુ ઘટાડવામાં આવે છે .

જે પ્રેસરમાં બ્લડમાં ફલોનો અવાજ સંભળાતો નથી તે ડાયસ્ટોલિક પ્રેશર હોય છે, તે પણ મેનોમીટરમાં જોવામાં આવે છે કે જ્યારે અવાજ બંધ થઈ જાય ત્યારે.

નોર્મલ ડાયસ્ટોલિક પ્રેશર 90 mmHg છે .

પ્રિન્સિપલ્સ ઓફ સ્ફેગમોમેનોમીટર

કફના બ્લાડરમાં પ્રેસર એ આર્ટરીના પ્રેશર જેટલું હોવું જોઈએ એ તેનો મુખ્ય સિદ્ધાંત છે.

બ્લડપ્રેશર સામાન્ય રીતે બ્રેકયલ આર્ટરીમાંથી માપવામાં આવે છે કારણ કે તે અપર હાથની મેઈન બ્લડ વેસલ છે.

જ્યાં સુધી બ્રેકઅલ આર્ટરી એ કમ્પ્રેસ (સંકુચિત) ન થાય અને બ્લડ નો ફ્લો બંધ ન થાય ત્યાં સુધી તેને ફુલાવવામાં આવે છે.

એક્યુરેટ બીપી માપવા માટે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા

ટાઈટ કપડાં દૂર કરવા.

બીપી માપવાના 30 મિનિટ પહેલા કંઈ પણ ખાવું કે પીવું નહીં તથા કસરત પણ ન કરવી નહીંતર બીપી હાઈ (વધારે) આવે.

બીપી માપતા પહેલા કફમાંથી વધારાની હવાને દૂર કરવી નહીંતર બીપી ખોટું આવે.

બંને પગને જમીન પર સપાટ રાખવા અને પગને ક્રોસિંગ ન રાખવા.

પેશન્ટનું બીપી માપતા હોય ત્યારે પેશન્ટ સાથે વાતો ન કરવી.

પેશન્ટને ચેર પર બેસાડવું અને પાછળથી સીધું બેસાડવું.

પેશન્ટના હાથને ટેબલ પર પેશન્ટના હાર્ટ લેવલે રાખવું.

બીપી માપતા પહેલા 5 મિનિટ પેશન્ટને આરામ કરવા કહેવુ.

કફને અપર હાથમાં કોણીથી બે સેન્ટીમીટર દૂર બાંધવો.

કફ અપર હાથમાં વધુ ટાઈટ ન બાંધવો તેમાં સરળતાથી બે ફિંગર પસાર થઈ જતી હોવી જોઈએ.

બીપી માપવા માટે યોગ્ય કફ ઉંમર વાઇઝ નક્કી કરી ને લેવું.

After care

મેનોમીટર ના કફને સાફ કરવા માટે અને સૂકા કપડાથી લૂછવા માટે નરમ શુષ્ક કાપડ અથવા હળવા ડિટરજન્ટ થી ભેજવાળા નરમ કાપડનો ઉપયોગ કરવો.

બીપી ઇન્સ્ટ્રુમેન્ટના કફ તથા અન્ય પાર્ટસને પાણીમાં ધોવું નહીં આ ઉપરાંત ગેસોલીન કે અન્ય ઘટકોનો પણ ઉપયોગ કરવો નહીં.

  • Stethoscope -સ્ટેથોસ્કોપ:

યુઝ:

સ્ટેથોસ્કોપ નો ઉપયોગ બ્લડ પ્રેશર મેજર કરવામાં થાય છે.
હાર્ટ,લંગ , આંતરડાના ટ્રેકના (ઇન્ટેસ્ટાઇનલ મુવમેન્ટ જેને પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કહે છે ) સાઉન્ડ સાંભળવા માટે થાય છે.

After care
વધારે પડતી ગરમીથી અને ઓઇલ થી દૂર રાખવું.
70% આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ વડે ક્લીન કરવું. ક્લીન કરતી વખતે ઓર્ગેનિક મટીરીયલ રીમુવ કરવા

Stethoscope એ મેડીકલ instrument છે કે human body ની અંદર ના સાઉન્ડ સાંભળવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Mainly stethoscope થી lung,heart, intestine sound ને સાંભળવામાં આવે છે.
એ સિવાય fetal na heart sound સાંભળવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Stethoscope એ manually blood pressure ચેક કરવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે.

  • કિડની ટ્રે (Kidney Tray):-

કિડની ટ્રે એ કિડની આકારનું બેઝિન છે. મોટેભાગે તેનો ઉપયોગ સર્જીકલ પ્રોસિજરમાં થાય છે. જેમાં ડ્રેસીંગ બેન્ડેજ નાના ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા મેડિકલ વેસ્ટ માં થાય છે.

કિડની ટ્રેને બીજું કિડની ડીશ અથવા ઈમેસિસ બેસિન આ તેના બીજl નામ છે.

યુઝ
વેટ વેસ્ટ ને કલેક્ટ કરવા થાય છે. ડ્રેસિંગ સર્જરી વગેરેમાં થાય છે.
તેના ઘણા બધા ફંક્શન છે જેમ કે, ડ્રગ કોટન ડ્રેસિંગ સિરીંજ નીડલ વગેરેને hold અથવા ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે.
મેડિકલ વેસ્ટ ને કલેક્ટ કરવા ડેન્ટલ પ્રોસીજર માં હ્યુમન ટિસ્યુ અને બ્લડ વગેરે ને કલેક્ટ કરવા થાય છે.
શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને સેફલી ટ્રાન્સફર કરવા થાય છે.

આફ્ટર કેર
સૌપ્રથમ સોફ્ટ બ્રશ અથવા સોફ્ટ કપડાથી તેને ક્લીન કરવી.
માત્ર થોડાક પ્રમાણમાં ક્લીન કરવા. મેટલના બ્રશનો ઉપયોગ ન કરવો.
ત્યારબાદ તેનું ઓટો ક્લેવ દ્વારા સ્ટરીલાઈઝેશન કરવું.

  • સિરીંજ (Syringe):-

આ એક એવું ડિવાઇસ છે જેનો ઉપયોગ મેડીકેશન ને બોડીમાં ઇન્જેક્ટ કરવા અને બોડી ના ફ્લૂઈડ ને વિથડ્રોલ કરવા થાય છે.

ટાઈપ ઓફ સીરિંઝ
ઇન્સ્યુલીન સિરીંજ, ટયૂબરક્યુલીન સિરીંજ ,ઓરલ સિરીંજ ,ડેન્ટલ સિરીંજ
ડીસ્પોઝેબલ સિરીંજ ,ઇંજેક્શન પેન

સાઈઝ: 1 , 2 ,3 ,5, 10 ,20, 50, 60 ml

બિગેસ્ટ સાઈઝ: 500 ml

આફટર કેર:

ડીસ્પો ઝેબલ સિરીંજ માં હબ કટ કરી , પ્લંજર ને રિમુવ કરી, કટ કરી . રેડ બિન માં ડીસ્કાર્ડ કરવું.

  • Needle:

આ એક single-use neddle છે.
જેનો ઍક વાર use કરી શકીએ એ રીતે design કરવામાં આવ્યું છે.
Neddle નો ઉપયોગ ampule અને vial માંથી medication withdrawal કરવા, blood sample collect કરવા માટે, એ સિવાય one time medication administration કરવા, vaccination માટે,
Im,iv, sc injection આપવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
જૉ neddle નો reuse કરવામાં આવે તો infection લગવાના chance રહેલા છે.

  • IV CANNULA:

Iv cannulation એ એક એવી technique છે કે જેમાં cannula ને vein ની અંદર place કરવામા આવે છે કે જેનાં દ્વારા venous access provide કરે છે.
Venous access દ્વારા blood sample લેવામાં આવે છે.
એ સિવાય fluid, medication, parenteral nutrition, chemo therapy અને blood transfusion કરવામાં આવે છે.
Iv cannula ને forearm, back of hand અને antecubital fossa માં cannulation કરવામાં આવે છે.

  • Glucometer (ગ્લુકોમિટર):

Glucometer એ blood માં રહેલ sugar નું લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Glucometer દ્રારા blood sugar level ને 3 રીતે માપવામાં આવે છે.

  1. Invasive method
  2. Non- invasive method (manually)
  3. CGM(continuous glucose monitoring)

Mainly હાલમાં invasive method નો ઉપયોગ કરી ને blood sugar level check કરવામા આવે છે.
તેમાં finger tip પર થી lancet દ્વારા blood sample લેવામાં આવે અને ત્યારબાદ તેને lancing device ,test strips દ્વારા blood sugar level check કરવામા આવે છે.
regular blood sugar level check karta લોકો pen જેવા આવતા glucometer નો ઉપયોગ કરે છે જે pain વગર નું હોય છે અને વ્યક્તિ પોતાની જાતે જ કરી શકે છે.

Normal blood sugar level: 70- 130 mg/DL

Blood sugar level 130 mg/DL કરતા વધારે હોય તો HYPERGLYSEMIA
કહેવાય છે.

Blood sugar level 70 mg/DL કરતા ઓછું હોય તો HYPOGLYCEMIA કહેવાય છે.

  • Ophthalmoscope -ઓપ્થલ્મોસ્કોપ:

Opthalmoscopy એ આંખ નુ ક્લિનિકલી examination છે કે જેમાં interior eye નું opthalmoscope દ્રારા examination કરવામાં આવે છે.

Opthalmoscope દ્વારા fundus નું status અને ocular media ની opacities વિષે જાણી શકાય છે.
Opthalmoscope દ્વારા ratina ની degree વિષે જાણી શકાય છે.
Opthalmoscope એ eye ના disease જેવા કે glucoma, retinal detachment વગેરે નુ screening કરી શકાય છે.

Ophthalmoscope એ 1850 માં von helmholtz દ્વારા શોધવામાં આવ્યું હતું.

  • Pulse oximeter (પલ્સ ઓક્સિમીટર)

તેમા બોડી મા ઓક્સિજન ના સેચ્યુરેશન સાથે પલ્સ અને રેસ્પિરેશન પણ પણ દર્શાવે છે

Pulse oximeter નો ઉપયોગ blood માં oxygen નુ લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Pulse oximeter ને 1974 માં Takuo Aoyagi નામ ના વ્યક્તિ એ શોધ્યું હતું.
Pulse oximeter ને કોરોના વાઇરસ pandemic વખતે વધારે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
Pulse oximeter એ painless અને Non- invasive method છે કે જેના દ્રારા blood માં રહેલ oxygen નું લેવલ ચેક કરી શકાય છે.

  • RYLE’S TUBE (રાઇલ્સ ટ્યુબ)

RYLE’S TUBE એ stomach માં છે તે check કરવા માટેની method નીચે મુજબ છે:

  1. Aspirate
  2. Immerse
  3. Asucultate
  4. X-ray
  5. Aspirate:
    RYLE’S TUBE ના end સાથે syringe ને attach કરવી ત્યારબાદ syringe દ્વારા small amount aspirate કરવું અને જો rule’s tube માં stomach માં રહેલ contain tube માં આવે તો તે tube stomach માં છે તે confirm છે.
  6. Immerse:
    Rule’s tube ના છેડા ના ભાગને પાણી ભરેલા bowel માં રાખવું.
    જો તે પાણીમાં air ના bubble જોવા મળે તો તે trachea માં છે અને જો કંઈ moment ના જૉવા મળે તો તે stomach માં છે તે confirm કરી શકાય છે.
  7. Auscultate:
    Rule’s tube ના end ના ભાગ માં syringe attach કરવી અને stethoscope ને stomach ના left hypocondrium પર place કરવું, અને syringe દ્વારા 10 ml Air inject કરવી અને stethoscope દ્વારા stomach માં gasing sound સાંભળવા.
    જો gasing sound સંભળાય તો તે stomach માં છે તે confirm કરી શકાય.
  8. X-ray
    X-ray માં ryle’s tube નું placement બરાબર છે કે નહિ તે નક્કી કરી શકાય છે.

રાઈલ્સ ટ્યુબ એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ ટ્રેક ( પાચનમાર્ગ ) માં ડાયગ્નોસીસ અથવા સારવાર માટે તેમજ ફિડિંગ આપવા માટે જરૂરી છે. અત્યાર સુધીમાં ઘણી બધી ટ્યુબ ડિઝાઇન કરવામાં આવી છે , પરંતુ Ryle of Guy’s hospital medical school એ ડિઝાઇન કરેલી ટ્યુબ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટ્યુબ છે.

PRINCIPAL OF CONSTRUCTION

  • ટ્યુબ એ ફ્લેક્સિબલ અને ફાઈન હોવી જોઈએ
  • ઉપરના ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક ના અલગ અલગ પાર્ટ સુધી પહોંચવા માટે ટ્યુબની પૂર્તિ લંબાઇ હોવી જોઈએ
  • તેમાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર ટિપના સ્થાનને તપાસવા માટે માર્કિંગ હોવા જોઈએ
  • ટ્યુબમાંથી મટીરીયલને પસાર થવા માટે ટીપ ખુલ્લી હોવી જોઈએ
  • ટીપને થોડી વજન વાળી રાખવી જેથી ખોરાક ગળતી વખતે સરળતા રહે
  • ટ્યુબ વધારે અનકમ્ફર્ટેબલ ન હોવી જોઈએ.

PARTS OF RYLE’S TUBE

Tip , body and base

1 – TIP
~ તે બલન્ટ છે ( અંદર ઇન્જૂરી ન થાય તે માટે )
~ તેની બધી બાજુએ અલગ અલગ લેવલ પર છિદ્રો છે ( ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં ફ્લૂઈડને દાખલ કરવા અથવા તેમાંથી મટીરીયલ કલેક્ટ કરવા )
( જો બધા છિદ્રો એક લેવલ પર હોય તો ટ્યુબ નાખતી વખતે ફાટી જવાની શક્યતા રહે )
~ તેમાં લીડનો નાનો ટુકડો હોય છે
( ટિપની અંદર ધાતુનો ટુકડો હોય છે જે તેને ભારે બનાવે છે તેનાથી ગુરુત્વાકર્ષણ ના કારણે ગળવાની પ્રક્રિયા વધુ સરળ બને છે )
( ધાતુ રેડિયો ઓપેક [અપારદર્શક] છે એટલે રેડિયોલોજી દરમિયાન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર રહેલી ટીપની સ્થિતિને જાણી શકાય છે )

.2 – Body

તેમાં ચાર માર્કિંગ હોય છે.

માર્ક – ૧

તે ટીપથી 40 cm ના અંતરે આવેલ હોય છે અને એક ટ્રાન્સપોર્ટ ગ્રુવ દ્વારા માર્ક થયેલ છે. આ માર્ક એ સૂચવે છે કે ટ્યુબ કાર્ડિયાક ઓરીફીસ સુધી પહોંચી ગઈ છે.

માર્ક – ૨

તે 50 cmના અંતરે હોય છે અને બે ટ્રાન્સવર્સ ગ્રુવ વડે માર્ક થયેલ છે. આ સૂચવે છે કે ટ્યુબ જઠરની કેવીટી સુધી પહોંચી ગઈ છે.

માર્ક – ૩

તે ટીપથી 57 cmના અંતરે હોય છે અને ત્રણ ટ્રાન્સવર્સ ગ્રુવ વડે માર્ક થયેલ હોય છે અને તે સૂચવે છે કે ટીપ એ પાયલોરસ એ સ્થિત છે.

માર્ક – ૪

તે ટીપ થી 65 cmના અંતરે આવેલ છે અને ચાર ટ્રાન્સવર્સ ગ્રુવ
દ્વારા માર્ક થયેલ છે. તે સૂચવે છે કે ટ્યુબ ડ્યુઓડેનમ સુધી પહોંચી ગઈ છે.

૩ – Base

તેમાં એક ઓપનિંગ છે જેમાથી સિરીંજ વડે મટીરીયલને અંદર નાખવા અથવા બહાર કાઢવામા આવે છે.

રાઇલ્સ ટ્યુબને કેવી રીતે નાખવામાં આવે છે
જો વ્યવસ્થિત રીતે અનુસરવામાં આવે તો આ પ્રોસિજર સરળ છે.

પેશન્ટને પથારીમાં બેસવા માટે કહેવું. ટ્યુબની ટિપને જીભના ડોરસમ પાર્ટ પર મૂકવી ( લુબ્રિકેશનની જરૂર નથી , લાળ અને બીજા કુદરતી સ્ત્રાવો લુબ્રિકન્ટ તરીકે વર્તે છે.) જ્યાં સુધી ટ્યુબ અંદર ઇચ્છિત નિશાન સુધી ન પહોંચી જાય ત્યાં સુધી પેશન્ટને ટ્યુબ ગળવામાટે કહેવું.

આ સિવાય , સુતી અવસ્થામાં તેને નાખવા માટે રાઈલ્સ ટ્યુબને સારી રીતે લુબ્રિકેટ કરીને નાક વડે નાખવામાં આવે છે , તે ફેરિંગ્સ સુધી પહોંચી જાય પછી પેશન્ટને ગળવા માટે કહેવામાં આવે છે.

રાઈલ્સ ટ્યુબના ઉપયોગો.

૧ – ડાયગ્નોસીસ કરવા માટે

ગેસ્ટ્રિક જ્યૂસ બહાર કાઢવા માટે , નીચેના રોગોમાં ગેસ્ટ્રિક જ્યૂસ અને શોષણની પ્રક્રિયા ને જાણવા માટે ;
ક્રોનિક ગેસ્ટ્રીક અલ્સર
ક્રોનિક ડ્યુઓડીનલ અલ્સર
પાયલોરીક ઓબસ્ટ્રકશન
ગેસ્ટ્રીક કાર્સીનોમાં
ઝોલિન્ગર ઈલિસન સિન્ડ્રોમ
ગેસ્ટ્રીક એચિલિસ

બેક્ટેરિયલ ડાયગ્નોસીસ માટે ડયુઓડીનલના કન્ટેન્ટને ભેગું કરવા
ઉદાહરણ તરીકે : ટાઈફોઈડના વાહક ને ઓળખવા

કન્ટેન્ટને ભેગું કરવામાં આવે છે બાળકોમાં tubercle bacili ની હાજરી તપાસવા માટે ( જે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસના ડાયગ્નોસીસ માટે મદદરૂપ છે ) અને પેશન્ટ કે જે સુતા હોય ત્યારે ગળુ સાફ કરી શકતા નથી અને વસ્તુને અંદર ગળી જાય છે.

પરનીસીયસ એનીમિયાના ડાયગ્નોસીસને કન્ફર્મ કરવા માટે કે જે achlorhydria ( જઠગેસ્ટ્રિક જ્યૂસ મા હાઇડ્રોક્લોરિક એસિડ ગેરહાજર હોય છે ) સાથે સંકળાયેલ છે.

પાયલોરસની ઉપર અને પાયલોરસની નીચે થતા બ્લીડિંગ ને અલગ પાડવા માટે.
જો સ્ટમક માથી aspirate ( શોષવા , બહાર કાઢવા ) કરવામાં આવેલ બધા સેમ્પલમાં બ્લડ હાજર જોવા મળે તો બ્લીડિંગની જગ્યા એ પાયલોરીક સ્ફિન્કટર થી ઉપર છે ( જેમ કે , malaena ) . જો ડ્યુઓડીનલ સેમ્પલમાં બ્લડ પ્રેઝન્ટ જોવા મળે તો બ્લેડિંગ ની જગ્યા એ પાયલોરીક સ્ફિન્કટરથી નીચે છે.

૨ – થેરાપ્યુટીક ( સારવાર માટે ) ઉપયોગ

  • ગેસ્ટ્રીક લવાજના પ્રોસિજર માટે
  • ડ્રીપ ફીડિંગ ને તપાસવા . ઉદાહરણ તરીકે : ઇન્ટ્રા ગેસ્ટ્રીક મિલ્ક ફીડિંગ
  • બેભાન અને કોમાવાળા પેશન્ટને ઇન્ટ્રા ગેસ્ટ્રીક ન્યુટ્રીશન આપવા માટે
  • જઠરને સંકોચવા માટે ; જેમ કે એક્યુટ ગેસ્ટ્રીક ડાયલેટેશન હોય ત્યારે
  • ઓપરેશન પછી આરામ માટે નેઝો-ગેસ્ટ્રીક સકસન કરવા માટે ( પેરાલાઈટીક ઇલિયસ હોય ત્યારે ઓપરેશન પછી રિકવરી ને આગળ વધારવા માટે આ ખૂબ જ ઉપયોગી બને છે ).

Rule’s tube નું stomach માં insert કરતી વખતે measurement:

Ryle’s tube ના એક end ને tip of nose પર રાખવી.

ત્યારબાદ ryle’s tube ના center part ને ear ના pinna સુધી લઇ જવું.

અને ત્યારબાદ ત્યાંથી લઇ ને xiphoid process સુધી ryles tube લઈ જવી.

આ part પર marking કરવું.

આ marking સુધી tube ને stomach માં insert કરવી.

આ procedure સિવાય અન્ય રીત પણ છે. જે નીચે મુજબ છે:
Ryle’s tube પર blue colour નું marking પહેલે થી જ જૉવા મળે છે..

આ marking સુધી tube ને insert કરવી અને આ વધારા ના tube ના part ને બહાર રાખવો.

  • Rubber tube (રબ્બર ટ્યુબ):

Rubber tube એ synthetic અથવા natural rubber tube ની બનેલી હોય છે.
તેનો primary use liquid અને gases ના transport અને circulation માટે થાય છે.

તેમાં ઘણી બધી rubber tube જોવા મળે છે.

  • Urinary catheter:
  • Urine ના નિકાલ માટે

Suction tube:
Suction કરવા માટે

વગેરે માં rubber tube જોવા મળે છે.

  • Urinary catheter:


Urinary catheter એ plastic અથવા silicon નું બનેલું હોય છે.

Urinary catheter એ એવી tube છે કે જેના દ્રારા bladder (urethra) માં રહેલ urine ને drain કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.

એ સિવાય જ્યારે દર્દી ને naturally urination માં difficulty હોય તેને urinary catheter કરવામાં આવે છે.

Urinary catheter માં two way અને three way માં urinary catheter આવેલ હોય છે.

એ સિવાય renal failure, post operative patient, stricture, trauma વગેરે ના patient માં continuous urine output measure કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.

Two way urinary catheter:
તેમાં 2 tube channel આવેલ હોય છે.
તેમાં ઍક દ્વારા bollon ને ફૂલાવવામાં આવે છે જેના દ્રારા catheter ને bladder માં fix કરવામાં આવે છે.
અને એક channel દ્વારા urobag attach કરેલ હોય છે,જેના દ્વારા urine collect કરવામાં આવે છે.

Three way urinary catheter:
આમાં 3 channel આવેલ હોય છે.
તેમાં ઍક દ્વારા bollon ને ફૂલાવવામાં આવે છે જેના દ્રારા catheter ને bladder માં fix કરવામાં આવે છે.
અને એક channel દ્વારા urobag attach કરેલ હોય છે,જેના દ્વારા urine collect કરવામાં આવે છે.
તેમાં ત્રીજી channel antiseptic soultion દ્વારા bladder irrigation માટે ઉપયોગ માં લેવામાં આવે છે.

Size:
Children: 8-10 french
Women: 14-16 french
Men: 16 – 18 french

After care:
જ્યારે દર્દીને discharge થયો હોય અથવા દર્દીનો urine output measure ન કરવાનું હોય ત્યારે cathertet ને remove કરવામા આવે છે.
તેમાં પહેલા 10 ml syringe દ્વારા ballon spot માં રહેલ saline water ને withdrawal કરવામાં આવે ત્યારબાદ round motion માં slowly remove કરવામા આવે છે.

ત્યારબાદ catheter ને urobag થી અલગ કરવામાં આવે છે અને catheter ને red bin માં discard કરવામાં આવે છે

  • Urobag:


Urobag એ urinary catheter કરેલ હોય ત્યારે drain થયેલ urine ને collect કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે..

Urobag ને catheter ના tubing સાથે attach કરેલ હોય છે.

તેનો main ઉપયોગ urine output measure કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.

એ સિવાય urine sample લેવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.

Urobag માં 50 ml થી 2000 ml સુધી urine store કરી શકાય છે.

એ સિવાય urobag માં ઉપરના ભાગે measuring cup આવેલ હોય છે કે જે દર કલાક દરમિયાન નું fix urine output measure કરી શકાય.

  • Tourniquets (ટુર્નીકેટ):


આ નામ પેટીટ (petit) દ્વારા 1978 માં બનાવવામાં આવ્યું હતું. લિસ્ટરે( lister) લિમ્બ ની સર્જરીમાં સૌપ્રથમ તેનો ઉપયોગ કર્યો હતો.

યુઝ:
ટુર્નીકેટ નો ઉપયોગ ઓર્થોપેડિક અને પ્લાસ્ટિક સર્જરીમાં થાય છે .તે કમ્પ્રેસીવ ડિવાઇસ છે .તે બ્લડને લોસ થતો અટકાવે છે અને પેરીઓપરેટિવ બ્લડ લોસ ને ઓછું કરે છે.

સાઇટ:
હાથ અને થાઇ માં સામાન્ય રીતે.
ફિંગર માં (ડિજિટલ ટુરનીકેટ).

ટુર્નીકેટ નું પ્રેશર
અપર લિંબ: સિસટોલિક પ્રેસર:+ 50 mmHg
Lower limb: સિસ્ટોલિક પ્રેસર કરતાં બમણું.

ટાઇમ:
ટુરનીકેટ સોર્ટ ટાઈમ માટે એપ્લાય કરવું. સૌથી સેફ(safe )ટાઈમ 1 કલાક છે. તેને દોઢ કલાક અથવા 2 કલાક સુધી વધારી શકાય છે. વૃદ્ધો, આલ્કોહોલિક, ડાયાબિટીસ, અને એથેરોસ્કલેરોસીસ માટે સ્પેશિયલ કેર લેવી જોઈએ.

કોમ્પ્લિકેશન

  1. પેરાલિસિસ : મોલ્ડે વર(moldaver) 1954 દ્વારા વર્ણવવામાં આવેલ છે કે ઇસ્ચેમિયા ના બદલે પ્રેશર ના કારણે પેરાલીસીસ થાય છે.
    (a) મોટર પેરાલીસીસ એટ્રોફી વગર
    (b) ટચ, પ્રેશર, વાઇબ્રેશન અને સેન્સ લોસ થાય.
    (c) સિમ્પેથેટિક ફંકશન લોસ થાય.
    (D) પેરીફેરલ પલ્સ નોર્મલ
  2. નર્વ બ્લોક
  3. સ્કીન ડેમેજ (વધારે tight apply)
  4. કેમિકલ બર્નસ
  5. સબક્યુટેનિયસ નર્વ ડેમેજ
    6.arterial સ્પાઝમ
  6. પોસ્ટ ઓપરેટિવ બ્લીડિંગ
  7. કાર્ડિયાક અરેસ્ટ (બંને લોવર લિંબ પર જ્યારે એપ્લાય કરવામાં આવે.)
  8. વેસલ્સ ડેમેજ
  9. પોસ્ટ ટુરનીકેટ સિન્ડ્રોમ: ટીશયુમાં સ્વેલિંગ, આ કન્ડિશન બે કલાકથી વધી જાય ત્યારે ઇસ્ચેમિયા ને કારણે થાય છે.
    જેમાં હાથ અને ફિંગરમાં સોજો ,જોઈન્ટ માં સ્ટીફનેસ ,નમ્બનેસ સેન્સેસન અનેસ્થેસિયા વગર ,અને વીકનેસ રિયલ પેરાલિસિસ વગર વગેરેનો સમાવેશ થાય છે.

કોન્ટ્રાઇન્ડિકેશન

  1. પેરિફેરલ artery ડીસીઝ
  2. સિવીયર ક્રસ injury
  3. સિકલ સેલ ડીસીઝ
  • AMBU BAG:

AMBU BAG એ emergency condition માં જેવી કે cardiac arrest જેવી condition માં resusitation અથવા positive airway pressure આપવા ઉપયોગમાં લેવામાં આવે છે.
એ સિવાય temporary અને short term માટે emergency condition માં દર્દીને respiratory support આપવા માટે AMBU BAG નો ઉપયોગ કરવામાં આવે છે.

Sterilization method of plastic articles:
પહેલા articles નો ઉપયોગ કર્યા બાદ તેને tap water થી clean કરવામાં આવે છે.
ત્યારબાદ તેને ethiline oxide માં sterilize કરવામાં આવે છે.

  • Endotracheal tube:

Et tube એ plastic ની બનેલ છે.
ET TUBE એ emergency condition માં airway maintain રાખવા માટે ET TUBE incubation કરવામાં આવે છે.
Endotracheal incubation એ hypoxia માં, hypercarbia માં, poor respiratory drive માં, airway patency વગેરે જેવી condition માં et tube incubation કરવામાં આવે છે.
એ સિવાય જ્યારે ventilator failure હોય, oxygenate failure હોય ત્યારે એટ tube incubation કરવામાં આવે છે.

  • Oropharyngeal airway:


Oropharngeal airway એ plastic નું બનેલું છે.
Oropharngeal airway એ unconcious અથવા minimally responsive દર્દીમાં place કરવામા આવે છે.
એ સિવાય tongue ને drop થતા અટકાવે છે.
Airway એ mainly aspiration અટકાવવા માટે ઉપયોગી છે.

Use:
Airway open રાખવા
Tongue bite prevent કરવા
Suction કરવા
Endoteacheal tube નું occlusion (blood જામી જતું અટકાવવા) prevent કરવા

  • Oxygen mask:

Oxygen mask નો ઉપયોગ જે દર્દી proper oxygen proper ના મળતું હોય તો દર્દીને oxygen deliver કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Oxygen mask ને tubing દ્વારા connect કરીને oxygen cylinder સાથે attach કરવામાં આવે છે.

  • Tracheostomy tube:

ટ્રકીયોસ્ટોમીમાં સર્જીકલી હોલ એ create કરવામાં આવે છે .

અને એ મુખ્યત્વે ત્રીજા અને ચોથા કાર્ટીલેજની વચ્ચે કરવામાં આવે છે અને આ ઓપનિંગને સ્ટોમા( stoma) કહેવામાં આવે છે.

Trachiostomy એ ત્યારે કરવામાં આવે છે જ્યારે ઓરલ અને નેઝલ intubation insufficient હોય Airway નુ ઓપ્ટ્રક્શન ને દૂર કરવા માટે.


Tracheostomy એ trachea માં surgically opening કરવામા આવે છે જેનાં દ્વારા lungs માં properly oxygen deliver કરવામા આવે છે.
Tracheostomy tube દ્વારા airway provide કરવામા આવે છે
એ સિવાય lungs માં collect થયેલ secretion ને remove કરવામા આવે છે.
જ્યારે દર્દીને injury કે accident થયું હોય ત્યારે દર્દી ના muscles weak થઈ ગયા હોય છે ત્યારે tracheostomy tube place કરવામા આવે છે અને oxygen provide કરવામા આવે છે.
એ સીવાય upper neck cancer, chronic aspiration, prolonged ventilator dependent જેવી condition માં tracheostomy કરવામા આવે છે.

  • Tuning fork:


Tuning fork એ metal, stainless Steel અને aluminium નું બનેલું છે.
તેનો ઉપયોગ mainly vibratory sensation અને hearing assessment ( air conduction, bone conduction) કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Tuning fork દ્વારા ear નું hearing માટેના rinne test અને weber test કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

  • Otoscope-ઓટોસ્કોપ

ઓટોસ્કોપ શું છે

ઓટોસ્કોપ એ એક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઉપકરણ છે. તે સ્પષ્ટ અને તીવ્ર પ્રકાશ ધરાવે છે Earની canal ની સારી તપાસ કરવામાં અમને મદદ કરશે. કારણ કે તે જે કરે છે તે અમને તે વિસ્તારની તેમજ Ear ના પડદાની વધુ સારી છબીઓ બતાવે છે. સામાન્ય રીતે કહીએ તો, અમે ઉમેરી શકીએ છીએ કે આ ઉપકરણ વડે તમે Middle અને External Ear બંને જોઈ શકશો, જેનાથી અભ્યાસ વધુ સંપૂર્ણ થશે. માથાના ભાગમાં, અમે ઘણી સમાપ્તિ શોધી શકીએ છીએ, જે પોલાણને અનુકૂલિત કરશે. ત્યાંથી આપણે જે પ્રકાશનો ઉલ્લેખ કર્યો છે અને બૃહદદર્શક કાચથી વધુ મોટી સાઈઝમાં ઈમેજીસ રાખવાનું શરૂ થશે

આ શેના માટે છે

ઓટોસ્કોપનો ઉપયોગ External અને Middle Ear બંનેને નજીકથી જોવા માટે થાય છે. તેથી આ રીતે, ડૉક્ટર કોઈપણ પ્રકારની સમસ્યાઓ અથવા Infection માટે તપાસ કરશે. જેમ આપણે ઉલ્લેખ કર્યો છે તેમ, આ બધું બૃહદદર્શક કાચને કારણે વધુ સ્પષ્ટ રીતે જોવામાં આવશે જે પ્રકાશની મદદથી શોધી શકશે કે Earની canalમાં સમસ્યા છે કે કેમ.  ઓટિટીસ, Ear વીંધવા અથવા વેક્સ પ્લગ જેવી સમસ્યાઓ અથવા ડિસિઝનું નિદાન કરી શકે છે જે આપણા Earમાં સૌથી સામાન્ય કારણોમાંનું એક છે.

ઓટોસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરવો

ઓટોસ્કોપનો ઉપયોગ કરતી વખતે, આપણે જે પહેલું પગલું લેવા જઈ રહ્યા છીએ તે છે તેને સારી રીતે પકડી રાખવું અને આ માટે, આપણે તેને પેન અથવા પેન્સિલની જેમ સમજવું જોઈએ. જો કે તે કંઈક બિનમહત્વપૂર્ણ લાગે છે, તે એટલું મહત્વનું નથી, કારણ કે તે પરીક્ષણ હાથ ધરતી વખતે અમને મદદ કરશે. દર્દીના ચહેરા પર તમારા બાકીના હાથને ટેકો આપવા માટે તમે તેને તમારા અંગૂઠા અને તર્જની સાથે પકડી રાખો. શા માટે બાદમાં મહત્વપૂર્ણ છે? કારણ કે જો વ્યક્તિ આગળ વધે તો તેને નિયંત્રિત કરવા માટે આપણી પાસે જરૂરી સ્થિરતા હશે.

હવે સમય આવી ગયો છે કે, તમારા મુક્ત હાથથી, Earને પાછળ અને ઉપર બંને તરફ સહેજ ખેંચો, જેથી આપણે canalને સારી રીતે સંરેખિત કરી શકીએ અને ઓટોસ્કોપના પ્રવેશદ્વારમાં કોઈ સમસ્યા ઊભી ન થાય. જો તપાસવામાં આવનાર વ્યક્તિ બાળક છે, તો પાછળ અને આડી રીતે ખેંચવું વધુ સારું છે.

તે મહત્વનું છે કે, જો એક Earમાં કોઈપણ પ્રકારનો દુખાવો અથવા Infection હોયહંમેશા બીજાથી શરૂઆત કરો જે સ્વસ્થ છે. વધુમાં, મૂલ્યાંકન કરતી વખતે, તે અમને એક અને બીજામાં શું છે તેની વધુ સારી રીતે તુલના કરશે. હવે તમારે ફક્ત એ તપાસવું પડશે કે તમે External શ્રાવ્ય canal, તેમજ Earનો પડદો વગેરે જુઓ છો કે નહીં. હંમેશા તપાસો કે અમારા ઉપકરણ પરની લાઇટ સાચી છે કે જેથી તે ભૂલો તરફ દોરી ન જાય.

.

Published
Categorized as GNM SY MSN PRACTICAL, Uncategorised