ANTISEPTIC SOLUTIONS
બીટાડીન એ ટોપીકલ એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે. કે જેમાં ઇન્ગ્રિડિયન્ટ તરીકે પોવિડિન આયોડિન પ્રેઝન્ટ હોય છે.આયોડિન એ તેની બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી માટે જાણીતુ છે. જે બેક્ટેરિયા,ફંગાઇ,તથા પ્રોટોઝોઆ ને કીલ કરવામાટે નુ વર્ક કરે છે.
બીટાડીન એ વાઇડલી એન્ટિસેપ્ટિક સોલ્યુશન તરીકે વર્ક કરે છે. કે જે સ્કિન, વુંડ તથા મ્યુકસ મેમ્બરેન ને ડિસઇન્ફેક્ટ કરવા માટે નુ વર્ક કરે છે.
બીટાડીન એ જ્યારે સ્કિન તથા ટિસ્યુઝ ના કોન્ટેક મા આવે ત્યારે ફ્રી આયોડિન ને રિલીઝ કરવા માટે નુ વર્ક કરે છે. કે જે માઇક્રોઓર્ગેનિઝમ ના ગ્રોથ ને ઇન્હીબીટ કરે છે તથા માઇક્રોઓર્ગેનિઝમ ને કિલ કરવા માટે નુ વર્ક કરે છે.
બીટાડીન એ જુદાજુદા ફોમ મા અવેઇલેબલ હોય છે જેમ કે,
સોલ્યુસન,ઓઇન્ટમેન્ટ, ક્રિમ, સ્પ્રે, તથા સર્જીકલ સ્ક્રબ.
બીટાડીન એ રુમ ટેમ્પરેચર પર સ્ટોરડ કરવામા આવે છે તથા ડાયરેક્ટ સનલાઇટ અને હિટ સોર્સ થી દુર રાખવુ જોઇએ.
🙂યુઝ ( uses )
બીટાડીન નો યુઝ એ કોઇપણ સર્જીકલ પ્રોસિજર પહેલા સ્કીન ને પ્રોપરલી પ્રીપેરેશન કરવા માટે યુઝ થાય છે.કે જેના કારણે ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
વુંડ ને ક્લીંઝિંગ કરવા માટે તથા ડીશઇન્ફેક્ટન્ટ કરવા માટે કે જેના કારણે ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકાય.
બીટાડીન નો યુઝ એ માઇનર કટ્સ, સ્ક્રેપ્સ, તથા સ્કિન ઇન્ફેક્શન ના ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે.
મ્યુકસ મેમ્બરેન ના એન્ટીસેપ્ટિક ઇરિગેશન માટે જેમ કે,માઉથ, થ્રોટ તથા વજાઇનલ એરિયા.
જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન ના પ્રિવેન્શન તથા ટ્રીટમેન્ટ માટે.
બીટાડીન એ જુદી જુદી જગ્યાએ જેમ કે હોમ,સ્કુલ તથા આઉટડોર એક્ટિવિટી મા એમરજન્સી ફસ્ટ એઇડ તરીકે વર્ક કરે છે.
બીટાડીન એ સ્કીન તથા મ્યુકસ મેમ્બરેન ના માઇનર ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે વર્ક કરે છે તથા પેથોજન્સ ને ગ્રોથ થતા તથા સ્પ્રેડ થતા પ્રિવેન્ટ કરે છે તથા હિલીંગ ને પ્રમોટ કરે છે.
🙂બેનિફિટ ( Benefit )
1)બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ
બીટાડીન એ જુદા જુદા માઇક્રોઓર્ગેનિઝમ ના જેમ કે,વાઇરલ,બેક્ટેરિયા,
ફંગાઇ તથા પ્રોટોઝોઆ ના અગેન્સ્ટ મા વર્ક કરે છે.તથા જુદા જુદા પ્રકાર ના ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે હેલ્પ કરે છે.
2) પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન
બીટાડીન એ સ્કીન, વુંડ તથા મ્યુકસ મેમ્બરેન ના ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
બિટાડીન નો યુઝ કરી પ્રીઓપરેટીવ સ્કિન પ્રીપેરેશન કરવાથી સર્જીકલ સાઇટ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે.
3) રેપિડ એક્શન
બીટાડીન એ ક્વીકલી વર્ક કરી માઇક્રોઓર્ગેનિઝમ ના ગ્રોથ ને ઇન્હીબીટ કરે છે તથા તેને કિલ કરવા માટે નુ વર્ક કરે છે.
આ રેપીડ એક્શન ના કારણે ઇન્ફેક્શન નુ રિસ્ક એ મીનીમાઇઝ થાય છે તથા વુંડ અને અધર સ્કિન કન્ડિશન ના ફાસ્ટર હિલીંગ મા હેલ્પ કરે છે.
બીટાડીન એ લોંગલાસ્ટીંગ ઇફેક્ટ પ્રોવાઇડ કરે છે.
🙂સાઇડ ઇફેક્ટ (side effects)
સ્કિન ઇરિટેશન,
એપ્લિકેશન સાઇટ રેડનેસ તથા ઇચિંગ,
એલર્જીક રિએક્શન(રેશિસ, હાઇવ્સ,સ્વેલિંગ, બ્રિધિંગ ડિફીકલ્ટી ),
સિસ્ટેમીક એબ્સોર્બશન,
થાઇરોઇડ ડિસ્ફંકશન ( હાઇપોથાઇરોઇડિઝમ,
હાઇપોથાઇરોઇડિઝમ, )
મ્યુકસ મેમ્બરેન ઇરિટેશન ઓર ડિસ્કંફર્ટ.
🙂ટાઇપ ઓફ બીટાડીન ( Types of betadine)
બિટાડિન, અથવા પોવિડીન-આયોડિન, વિવિધ મેડીકલ નીડ ને અનુરૂપ વિવિધ ફોર્મ્યુલામાં ઉપલબ્ધ છે.
બીટાડીન ના ટોટલ 7 ટાઇપ પડે છે.
1) બિટાડીન સોલ્યુશન,
બિટાડીન સોલ્યુશન એ પોવીડિન આયોડિન નુ જ લિક્વિડ ફોરમ્યુલેશન હોય છે.જેનો ઉપયોગ સામાન્ય રીતે વુડ ને ક્લીન કરવા,
પ્રિ ઓપરેટીવ સ્કિન પ્રીપેરેશન અને મ્યુકસ મેમ્બ્રેન એન્ટિસેપ્સિસ માટે યુઝ થાય છે.
2) બિટાડીન ઓઇન્ટમેન્ટ/ ક્રિમ,
બિટાડીન ઓઇન્ટમેન્ટ અથવા ક્રીમ માં પોવિડોન-આયોડિન હોય છે.આ ઓઇન્ટમેન્ટ એ સ્કિન, વુંડ, તથા બનૅ ના ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે એક ટોપીકલ એન્ટિસેપ્ટિક તરીકે વર્ક કરે છે.તે એન્ટીમાઇક્રોબિયલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે તથા હિલીંગ ને પ્રમોટ કરવા મા હેલ્પ કરે છે.
3) બિટાડીન સર્જીકલ સ્ક્રબ ,
બીટાડીન સર્જીકલ સ્ક્રબ એ પોવિડોન-આયોડીન ધરાવતો મેડીકેટેડ સોપ છે,કે જે હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા ઓપરેટિવ સ્કિન ના પ્રીપેરેશન માટે રચાયેલ છે. તે ત્વચા પરના માઇક્રોબીયલ કાઉન્ટ ને ઇફેક્ટીવલી રીતે ઘટાડે છે, કે જે સર્જિકલ સાઇટ ના ઇન્ફેકશન ને પ્રિવેન્ટ કરવામાં મદદ કરે છે.
4) બિટાડીન ડૂચ ,
બેટાડીન ડૂચ એ પોવિડોન-આયોડીન નું સોલ્યુશન છે,કે જેનો ઉપયોગ વજાઇનલ એન્ટિસેપ્ટિક ઇરિગેશન માટે થાય છે. તેનો ઉપયોગ વજાઇનલ ઇન્ફેકશન ની ટ્રીટમેન્ટ માટે અથવા અમુક મેડિકલ પ્રોસિઝર પહેલાં વજાઇના ને પ્રિપેર કરવા માટે થઇ શકે છે.
5)બિટાડીન સ્પ્રે ,
બિટાડિન સ્પ્રે એ પોવિડોન-આયોડિન નું કન્વિનીયન્ટ એરોસોલાઇઝ્ડ ફોર્મ્યુલેશન છે, જે વુંડ ને ક્લિન કરવા અને માઇક્રોઓર્ગેનિઝમ ને કિલ કરવા માટે , ડિસઇન્ફેક્શન, સાથે સાથે પ્રીઓપરેટીવ સ્કીન ને પ્રીપેર કરવા માટે યોગ્ય છે. તે ટાર્ગેટ એરિયા ને બનાવવા માટે ઇઝી અને પ્રિસાઇઝ એપ્લિકેશન મા મદદ કરે છે.
6)બિટાડીન સ્વેબસ્ટિક્સ ,
બિટાડિન સ્વેબસ્ટિક્સ એ ઇન્ડીવિઝ્યુઅલ રીતે પેક્ડ થયેલા અને પોવિડોન-આયોડિન એપ્લીકેટર્સ સાથે પ્રિસોક્ડ થયેલા હોય છે. તેનો યુઝ એ એન્ટિસેપ્ટિક સ્કિન ના પ્રીપરેશન માટે , વુંડ ને ક્લીંઝિંગ કરવા અને મેડિકલ સેટિંગ્સમાં મ્યુકસ મેમ્બરેન ને એન્ટિસેપ્સિસ કરવા માટે થાય છે.
7)બેટાડિન એન્ટિસેપ્ટિક સોલ્યુશન
આ બીટાડીન સોલ્યુશન નુ ડાયલ્યુટેડ વઝૅન છે.
જે હેલ્થકેર સેટિંગ્સ અને હોમ એન્વાયરમેન્ટ માં સામાન્ય એન્ટિસેપ્ટિક યુઝ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ વુંડ ની કેર કરવા માટે , સ્કિન ને ડિસઇન્ફેક્ટ કરવા માટે અને મ્યુકસ મેમ્બ્રેન ના એન્ટિસેપ્સિસ માટે થઇ શકે છે.
સેવલોન એ એક એન્ટિસેપ્ટિક પ્રોડક્ટ છે કે જે જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામા આવ્યુ હતુ.
સેવલોનમાં એક કરતાં વધારે ઇન્ગ્રિડિયન્ટ કે જે એન્ટીસેપ્ટિક પ્રોપર્ટીસ ધરાવતા હોય તે પ્રેઝન્ટ હોય છે.સેવલોન ફોર્મ્યુલેશન માં સૌથી કોમન ઇન્ગ્રિડિયન્ટ મા ક્લોરહેક્સિડાઇન ગ્લુકોનેટ, સેટ્રિમાઇડ અને પોવિડોન-આયોડિન નો સમાવેશ થાય છે. આ ઇન્ગ્રીડીયન્સ એ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સહિતના માઇક્રોઓર્ગેનિઝમ્સ ને કિલ કરે છે અથવા તેના ગ્રોથ ને અટકાવે છે.
🙂ટાઇપ્સ ઓફ સેવલોન ( Types of Savlon)
સેવલોન એ ડિફરન્ટ ફોરમ્યુલેશન મા અવેઇલેબલ હોય છે.જેમ કે,
1) એન્ટિસેપ્ટિક લિક્વિડ,
2) એન્ટિસેપ્ટિક ક્રીમ,
3) એન્ટિસેપ્ટિક સ્પ્રે,
4) એન્ટિસેપ્ટિક વાઇપ્સ,
5) એન્ટિસેપ્ટિક સોપ.
1) એન્ટિસેપ્ટિક લિક્વિડ,
આ એન્ટિસેપ્ટિક લિક્વિડ એ વુંડને ક્લીન કરવા માટે, સ્કિન ને ડીશઇન્ફેક્શન કરવા માટે,
તથા જનરલ એન્ટિસેપ્ટિક પર્પઝ માટે યુઝ થાય છે.
2) એન્ટિસેપ્ટિક ક્રીમ,
ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા , હીલિંગને પ્રમોટ કરવા માટે નાના કટ, બર્ન અને એબરેશન્સ માટે ટોપીકલ એન્ટિસેપ્ટિક ક્રીમ નો યુઝ થાય છે.
3) એન્ટિસેપ્ટિક સ્પ્રે,
આ કન્વિનીયન્ટ સ્પ્રે એ વુંડ, કટ્સ તથા એબરેશન મા ઇઝીલી એપ્લીકેબલ હોય છે. કે જે એન્ટિસેપ્ટિક પ્રોટેકશન તથા સુથીંગ ઇફેક્ટ પ્રોવાઇડ કરે છે.
4) એન્ટિસેપ્ટિક વાઇપ્સ,
એન્ટિસેપ્ટિક સોલ્યુશન થી સેચ્યુરેટેડ પ્રિ-મોઇસ્ટેન્ડ કરેલા વાઇપ્સ એ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા સ્કીન ને ક્લિન કરવા માટે,વુંડ ની કેર તથા જનરલ હાઇજીન ના પર્પઝ માટે એન્ટિસેપ્ટિક તરીકે વર્ક કરે છે.
5) એન્ટિસેપ્ટિક સોપ.
બાર સોપ અથવા લિક્વિડ સોપ એ એન્ટિસેપ્ટિક એજન્ટો ધરાવે છે કે જે
ઇન્ફેક્શન ના રિસ્ક ને ઘટાડવા માટે ,હેન્ડ વોશિંગ કરવા માટે અને જનરલ હાઇજીન માટે ઉપયોગમાં લેવાય છે.
🙂યુઝ ( uses)
સેવલોન પ્રોડક્ટ એ જુદા જુદા પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે જેમ કે,
જો કોઇ માઇનર કટ્સ હોય,સ્ક્રેપ્સ હોય ,બનૅ થયુ હોય ,તથા ઇન્સેક્ટ બાઇટ કર્યુ હોય તો ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ તરીકે ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા તથા હીલિંગને ઇમ્પ્રુવ કરવા માટે યુઝ થાય છે.
વુંડને ક્લીન્સિંગ કરવા માટે તથા વુંડ માં રહેલા કોઇપણ ડટૅ, ડેબ્રિસ, તથા બેક્ટેરિયા ને સ્કિન સરફેસ પરથી રીમુવ કરવા માટે યુઝ થાય છે.
કોઇપણ મેડિકલ પ્રોસિઝર ઇન્જેક્શન, કે કોઇ માઇનર
સર્જીકલ પ્રોસિઝર પહેલા સ્કિન ને ડિસઇન્ફેક્ટ કરવા યુઝ થાય છે તેના કારણે, કંટામીનેશન તથા ઇન્ફેક્શન ના રિસ્ક ને રિડ્યુસ કરી શકાય છે.
પર્સનલ હાઇજીન માટે જનરલ એન્ટિસેપ્ટિક યુઝ માટે જેમ કે,હેન્ડ વોશિંગ, બાથિંગ માટે કે જેના કારણે ક્લિનલિનેસ ને મેઇન્ટેન કરી શકાય છે તથા હામૅફુલ માઇક્રોઓર્ગેનિઝમ ને સ્પ્રેડ થતુ પ્રિવેન્ટ કરી શકાય છે.
🙂બેનિફિટ ( Benefit )
1) ઇફેક્ટિવ ઇન્ફેક્શન પ્રિવેન્શન
સેવલોન પ્રોડક્ટ એ સામાન્ય રીતે માઇક્રોઓર્ગેનિઝમ જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફંગાઇ , તથા પેરાસાઇટ ના ગ્રોથ ને ઇન્હીબીટ તથા તેને કિલ કરવા માટેનુ વકૅ કરે છે.
સેવલોન એ સામાન્ય રિતે સ્કિન ને ક્લિન તથા વુંડ ને ડિસઇન્ફેક્શન કરવા માટે યુઝ થાય છે તથા જનરલ હાઇજીન માટે તથા ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા તથા હિલીંગ ને પ્રમોટ કરવા માટે હેલ્પ કરે છે.
2) રેપિડ એક્શન
સેવલોન એ સ્કિન ના કોન્ટેક મા આવ્યા બાદ રેપિડ એક્શન કરે છે સાથે રેપિડ એન્ટિસેપ્ટિક પ્રોટેકશન પ્રોવાઇડ કરે છે.
આ ફાસ્ટ એક્ટિંગ પ્રોપર્ટીસ ના કારણે ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરી શકાય છે તથા બોડી ની નેચરલ હિલીંગ પ્રોસેસ ને સપોર્ટ મડે છે.
સેવલોન એ જુદા જુદા ફોરમ્યુલેશન મા અવેઇલેબલ છે જેમ કે ક્રિમ , સ્પ્રે, લિક્વિડ, વાઇપ તથા સોપ કે જે જુદા જુદા પ્રોસિઝર માટે યુઝ થાય છે.
સેવલોન પ્રોડક્ટ એ વુંડ,કટ્સ, સ્ક્રેપ્સ, તથા અધર અફેક્ટ એરિયા મા ઇઝી તથા કન્વિનીયન્ટ યુઝ હોય છે.
સેવલોન એ હોમ તથા હેલ્થકેર સેટિંગ્સ મા ફસ્ટએઇડ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે.
સેવલોન એ ડિસઇન્ફેક્ટ તરીકે ઇફેક્ટીવ રીતે વર્ક કરે છે.
🙂સાઇડ ઇફેક્ટ ( Side effects)
સ્કિન ઇરિટેશન થવુ,
સ્કિન મા રેડનેસ, ઇચિંગ તથા બર્નિંગ સેન્સેશન થવુ.
એલર્જીક રિએક્શન જોવા મળવી જેમ કે રેસિસ, હાઇવ્સ,સ્વેલિંગ,તથા બ્રિધિંગ ડિફીકલ્ટી થવી.
કોન્ટેક્ટ ડર્મેટાઇટીસ જેમ કે ઇન્ફ્લામેશન,ઇચિંગ,સ્કિન લિઝન્સ,તથા એક્ઝીમા જોવા મડવુ.
સ્કિન એ ડ્રાય થવી,
બર્નિંગ સેન્સેશન થવુ,
ક્યારેક સિસ્ટેમિક ઇફેક્ટ જોવા મળવી.
હાઇડ્રોજન પેરોક્સાઇડ (H2O2) એ એક કેમીકલ કમ્પોનન્ટ છે જેમા બે હાઇડ્રોજન અણુ અને બે ઓક્સિજન અણુઓ થી બનેલું છે. તે એક ક્લિયર, કલરલેસ લિક્વિડ છે કે જે સ્લાઇટલી એસિટીક હોય છે અને સાથે સ્પષ્ટ રંગહીન પ્રવાહી છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડ એ એક પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જેનો અર્થ છે કે તે કેમિકલ રિએક્શન માં ઓક્સિજન પરમાણુઓ નું ડોનેશન કરે છે.
તે અનસ્ટેબલ હોય છે અને સ્લોલી વોટર અને ઓક્સિજન ગેસ માં ડિકમ્પોસિસ કરે છે, ખાસ કરીને જ્યારે લાઇટ અથવા હિટ ના સંપર્કમાં આવે છે.
🙂યુઝ ( Uses )
એન્ટિસેપ્ટિક
હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ સામાન્ય રીતે નાના કટ, સ્ક્રેપ્સ અને બનૅ થયેલુ હોય તો એન્ટિસેપ્ટિક તરીકે થાય છે. જ્યારે તે બોડી માં એન્ઝાઇમ ના સંપર્કમાં આવે છે ત્યારે તે ઓક્સિજન રિલીઝ કરીને બેક્ટેરિયા ને કિલ કરે છે.
ડિસઇન્ફેક્ટન્ટ
તેનો યુઝ એ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગને કિલ કરવા ની ક્ષમતા ને કારણે, ખાસ કરીને મેડિકલ અને હાઉસહોલ્ડ સેટિંગ્સ માં સરફેસ ને ડિસઇન્ફેક્ટ કરવા માટે થાય છે.
વુંડ ક્લિનીગ
હાઇડ્રોજન પેરોક્સાઇડ નો ઉપયોગ સામાન્ય રીતે નાના કટ્સ, સ્ક્રેપ્સ અને વુંડ ને ક્લિન કરવા માટે થાય છે. તે વુંડ માંથી ડટૅ ,ડેબ્રિસ, અને બેક્ટેરિયા રિમુવ કરવામાં મદદ કરે છે, તથા ઇન્ફેક્શન નુ રિસ્ક ઘટાડે છે.
એન્ટિસેપ્ટિક સ્કિન ના ઇન્ફેક્શન માટે
તે બેક્ટેરિયાને કિલ કરવા અને હિલીંગ ને પ્રમોટ કરવા માટે એકને અથવા ઇમ્પેટીગો જેવા સ્કિન ના ઇન્ફેક્શન પર ટોપીકલ રીતે અપ્લાય કરી શકાય છે.
ઓરલ કેર
હાઇડ્રોજન પેરોક્સાઇડ નો ઉપયોગ માઉથ ના રિન્ઝીંગ માટે અને ઓરલ એન્ટિસેપ્ટિક સોલ્યુશન તરીકે બેક્ટેરિયા ને અને પ્લેગ ને રિડ્યુસ કરવા, ઓરલ હાઇજીન ને પ્રમોટ આપવા અને ગમ્સ ના ડિસીઝ ને પ્રિવેન્ટ કરવામાં માટે યુઝ કરવામા આવે છે.
ઇયર વેક્સ ને રિમુવ કરવા
જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ને પાણી સાથે પ્રોપર રીતે ડાયલ્યુટ કરવામા આવે ત્યારે ઇયર ના એક્સટ્રા વેક્સ ને રિમુવ કરવા માટે તેનો યુઝ થાય છે.
માઉથ અને થ્રોટ ના ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ માટે
હાઇડ્રોજન પેરોક્સાઇડ ગાર્ગલ્સ અથવા માઉથવોશ નો ઉપયોગ એ બેક્ટેરિયાના ગ્રોથ ને ઘટાડીને થ્રોટ પેઇન અથવા ઓરલ ઇન્ફેકશનના સિમ્પટોમ્સ ને દૂર કરવામાં મદદ કરે છે.
મેડિકલ ઇક્વીપમેન્ટ ને ડિસઇન્ફેક્ટ કરવા માટે
હેલ્થકેર સેટિંગ્સ માં ઇન્ફેક્શન ના ટ્રાન્સમિશન ને પ્રિવેન્ટ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન્સ નો ઉપયોગ કરીને મેડિકલ ઇક્વીપમેન્ટ ને ડિસઇન્ફેક્ટ કરી શકાય છે.
નેઇલ ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ માટે
હાઇડ્રોજન પેરોક્સાઇડ નો ઉપયોગ નેઇલ ના ફંગલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ મા ઇફેક્ટિવ રીતે યુઝ કરી શકાય છે.
સાઇનસ ઇનફેક્શન ની ટ્રીટમેન્ટ માટે
ડાયલ્યુટેડ હાઇડ્રોજન પેરોક્સાઇડ ધરાવતા નેઝલ સ્પ્રે નો ઉપયોગ એ નેઝલ પેસેજ ને ક્લિન કરીને અને બેક્ટેરિયાની ગ્રોથ ને ઘટાડીને સાઇનસ ઇનફેક્શન ના સિમ્પટોમ્સ ને દૂર કરવામાં યુઝ થાય છે.
પ્રિવેન્ટિવ મેઝર્સ હાઇડ્રોજન પેરોક્સાઇડ નો યુઝ એ મેડીકલ ટ્રીટમેન્ટ અને હોસ્પિટલો માં ઇન્ફેક્શન ના ટ્રાન્સમિશન ને પ્રિવેન્ટ કરવા માટે સરફેસ અને મેડિકલ ઇક્વીપમેન્ટ માટે ડિસઇન્ફેક્ટ તરીકે થઇ શકે છે.
🙂સાઇડ ઇફેક્ટ ( Side effects)
સ્કિન ઇરિટેશન થવુ,
સ્કિન મા બનૅ તથા રેડનેસ થવુ,
આઇ ઇરિટેશન થવુ,
આઇ મા બર્નિંગ તથા રેડનેસ થવું.
મ્યુકસ મેમ્બરેન મા ઇરિટેશન થવુ.
એલર્જીક રિએક્શન જોવા મડવી.
સિસ્ટેમિક ઇફેક્ટ જોવા મળવી.
ટિસ્યુઝ ડેમેજ થવી.
🙂ટાઇપ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ ( Types of Hydrogen Peroxide)
1)ટોપીકલ સોલ્યુશન,
2)માઉથવોશ અને ઓરલ રિન્સેસ,
3)ઇયર ડ્રોપ્સ
4)નેઝલ સ્પ્રે
5)ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન
6)ગાર્ગલ્સ
7)ટોપિકલ એપ્લિકેશન
હાઇડ્રોજન પેરોક્સાઇડ એ જુદા જુદા ફોમૅ મા અવેઇલેબલ હોય છે.
1)ટોપીકલ સોલ્યુશન
હાઇડ્રોજન પેરોક્સાઇડ નો યુઝ એ સામાન્ય રીતે વુંડ, કટ્સ અને સ્ક્રેપ્સ ને ક્લિન કરવા માટે ટોપીકલ સોલ્યુશન તરીકે થાય છે. તે સામાન્ય રીતે 3% થી 6% સુધીની કોન્સન્ટ્રેશન મા ફાર્મસીસ માં ઓવર-ધ-કાઉન્ટર સોલ્ડ થાય છે. સ્કિન પર સેફ્ટલી રિતે યુઝ કરવા માટે આ સોલ્યુશન્સ ને વોટર સાથે ડાયલ્યુસન કરવામા આવે છે.
2)માઉથવોશ અને ઓરલ રિન્સેસ
ઓરલ કેર પ્રોડક્ટ મા , હાઇડ્રોજન પેરોક્સાઇડ ને ઘણીવાર માઉથવોશ અને ઓરલ રિન્ઝ માં એક્ટિવ ઇન્ગ્રીડીયન્સ તરીકે ઇન્ક્લુડેડ કરવામાં આવે છે. આ સોલ્યુશન ને ઓરલી યુઝ માટે યોગ્ય એડિકયુટેડ કોન્સન્ટ્રેશન મા ડાયલ્યુટ કરવામા આવે છે અને તેનો યુઝ એ ઓરલ બેક્ટેરિયા, પ્લેક અને જીન્જિવાઇટિસ ને રિડ્યુસ કરવા માટે થાય છે.
3)ઇયર ડ્રોપ્સ
હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇયર ડ્રોપ્સ નો યુઝ એ કેટલીકવાર ઇયર ના વધારાના વેક્સ ને સ્મુથ કરવા અને રિમુવ કરવા માટે યુઝ થાય છે. આ ઇયર ડ્રોપ્સ ને વોટર સાથે ડાયલ્યુસન કરીને ઇયર કેનાલ મા ઇન્સ્ટિલ કરવામા આવે છે જેથી કાનનું વેક્સ એ બ્રેકડાઉન થય જાય, જેથી તેને રિમૂવ કરવામાં સરળતા રહે છે.
4)નેઝલ સ્પ્રે
સાઇનસ ઇનફેક્શન અથવા નેઝલ કંજેશન ના સિમ્પટોમ્સ ને દૂર
કરવા માટે ડાયલ્યુટેડ હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન એ નેઝલ સ્પ્રે તરીકે યુઝ થાય છે. આ સ્પ્રે એ નેઝલ પેસેજ ને ક્લિન કરવામાં અને બેક્ટેરિયાના ગ્રોથ ને ઘટાડવામાં મદદ કરે છે.
5)ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન
મેડીકલ સેટિંગ્સમાં, હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન્સ નો યુઝ એ મેડીકલ ઇક્વીપમેન્ટ, સરફેસ તથા ઇન્સ્ટ્રુમેન્ટ ને ક્લિન કરવા અને ડિસઇન્ફેક્ટન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. સ્પેસિફીક એપ્લિકેશન ના આધારે આ સોલ્યુશન ને વિવિધ કોન્સન્ટ્રેશન મા ડાયલ્યુટ કરવામા આવે છે.
6)ગાર્ગલ્સ
થ્રોટ પેઇન અથવા ઓરલ ના ઇન્ફેક્શન ના સિમ્પટોમ્સ ને દૂર કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ ગાર્ગલ્સ નો યુઝ કરવામાં આવે છે. આ ગાર્ગલ્સ ને પાણી સાથે ડાયલ્યુસન કરવામા છે અને તેનો ઉપયોગ માઉથ અને થ્રોટ માં બેક્ટેરિયાનો ગ્રોથ ને ઘટાડવા માટે થાય છે.
7)ટોપિકલ એપ્લિકેશનો હાઇડ્રોજન પેરોક્સાઇડ એ સ્કિન ના ઇન્ફેક્શન, એકને અથવા ફૂગ ના ઇન્ફેક્શન માટે ટોપીકલ રીતે એપ્લિકેશન કરી શકાય છે. બર્નિંગ સેન્સેશન ને રિડ્યુસ કરવા તથા ઇફેક્ટીવ નેસ ને વધારવા માટે તેને વોટર સાથે ડાયલ્યુસન કરી યુઝ કરવામા છે અથવા અન્ય ઇન્ગ્રિડિયન્ટ સાથે મિક્સ કરવામા આવે છે.
પોટેશિયમ પરમેગ્નેટ(KMnO4) એ જુદા જુદા પ્રકારની સ્કીન કન્ડિશનને ટ્રીટ કરવા માટે એક એન્ટિસેપ્ટિક તરીકે વર્ક કરે છે.
પોટેશિયમ પરમેગ્નેન્ટ નો યુઝ એ ડિફરન્ટ મેડિકલ કન્ડિશન મા,ડિફરન્ટ સ્કિન ની કન્ડિશન મા ,તથા માઉથ ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ માટે એન્ટીએન્ટિસેપ્ટિક તરીકે વર્ક કરે છે.
🙂યુઝ (Use)
પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4)એ તેના એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ ગુણધર્મો ને કારણે ઘણી મેડિકલ કન્ડિશન કન્ડિશન મા ઉપયોગી થાય છે.
1)વુંડ કેર
પોટેશિયમ પરમેગ્નેન્ટ એ વુંડ,કટ્સ તથા અલ્સર ને ક્લિન કરવા માટે યુઝ થાય છે.તે બેક્ટેરિયા ,ફુગ તથા અન્ય સુક્ષ્મજીવોને કિલ કરવામા મદદ કરે છે તથા ઇન્ફેકશન થતુ પ્રિવેન્ટ કરે છે. તેને સોલ્યુશન તરીકે પણ અપ્લાય કરી શકાય છે અથવા વુંડ ના હિલીંગ ને પ્રમોટ કરવા તથા સેકન્ડરી ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ માટે વેટ ડ્રેસિંગમાં યુઝ કરી શકાય છે.
2.સ્કિન કન્ડિશન પોટેશિયમ પરમેંગેનેટ એ સ્કિન મા સ્વેલિંગ,એક્ઝીમા અને ફંગલ ઇન્ફેક્શન સહિત સ્કિન ની વિવિધ કન્ડિશન ની ટ્રીટમેન્ટ મા ઇફેક્ટિવ રહે છે. ડાયલ્યુટેડ પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન માં સોકિંગ કરવાથી સ્કિન મા થતી ઇચિંગ, બર્નિંગ, ઇન્ફ્લામેશન તથા ડિસ્કોમ્ફર્ટ ને દૂર કરવામાં મદદ કરી શકાય છે.
3.ફંગલ ઇન્ફેક્શન માટે ફુટ સોક્સ
એથ્લેટન ફુટ (ટીનિઆ પેડિસ) જેવા ફંગલ ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ માટે સામાન્ય રીતે ફુટ સોક માં પોટેશિયમ પરમેંગેનેટ નો યુઝ થાય છે. પોટેશિયમ પરમેંગેનેટ ના સોલ્યુસન માં ફુટ ને પલાળવાથી સિમ્પટોમ્સ મા રાહત મળે છે અને ફૂગના ગ્રોથ ને અટકાવવામાં મદદ મળે છે.
4.ડરમેટોલોજીકલ ટ્રીટમેન્ટ
પોટેશિયમ પરમેંગેનેટ નો યુઝ એ સ્કિન કન્ડિશન, જેમ કે અલ્સર અને ફોલ્લાઓ ને ડ્રાય કરવા અને ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે યુઝ થાય છે. તેનો યુઝ એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને ઘટાડી ને અને હીલિંગ ને પ્રમોટ કરીને ઇમ્પેટીગો (બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન) જેવી કન્ડિશન ની ટ્રીટમેન્ટ માટે પણ યુઝ થાય છે.
5.માઉથવોશ અને ગાર્ગલ્સ
પોટેશિયમ પરમેંગેનેટ માઉથવોશ અથવા ગાર્ગલ્સ એ ઓરલ ઇન્ફેક્શન, સ્ટોમેટાઇટિસ અથવા થ્રોટ પેઇન જેવી કન્ડિશન ની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. તે બેક્ટેરિયા ના ગ્રોથ ને ઇન્હીબીટ કરવા અને માઉથ અને ગળા માં થતી બર્નિંગ સેન્સેસન ને દૂર કરવામાં મદદ કરે છે.
6.પોઇઝન માટે એન્ટિડોટ
પોઇઝનિંગ ના અમુક કેસિસ માં, જેમ કે અમુક ઝેરી પદાર્થો અથવા કમીકલ્સ નું ઇન્જેશન કરેલુ હોય તો પોટેશિયમ પરમેંગેનેટ નો એન્ટિડોટ તરીકે યુઝ કરી શકાય છે. તે વોમિટિંગ ને ઇન્ડ્યુસડ કરીને પોઇઝનિયસ સબસ્ટન ને ઓક્સિડાઇઝ કરવા માટે નુ વર્ક કરે છે, અને પોઇઝનિયસ સબસ્ટન ને બોડી માટે ઓછું હામૅફુલ બનાવે છે.
🙂સાઇડ ઇફેક્ટ (Side effects)
સ્કિન ઇરીટેશન થવુ,
સ્કિન મા રેડનેસ અને બર્નિંગ સેન્સેશન થવુ,
મ્યુકસ મેમ્બરેન મા ઇરીટેશન થવુ,
ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સીમટોમ્સ જોવા મડવા જેમ કે,નોઝીયા, વોમિટિંગ તથા એબડોમીનલ પેઇન,
રેસ્પિરેટરી ઇરીટેશન થવુ જેમ કે કફિંગ,વિઝીંગ,સોટૅનેસ ઓફ બ્રીધ,તથા ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ થવુ,
એલર્જીક રિએક્શન થવી,
આઇ ઇરિટેશન થવુ.
🙂ડિફરન્ટ ફોમૅ ઓફ પોટેશિયમ પરમેંગેનેટ ( Different form of Potassium permanganate)
પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4) મુખ્યત્વે સોલિટ ક્રિસ્ટલિય ફોમૅ માં અવેઇલેબલ હોય છે, પરંતુ તે સ્પેસિફીક એપ્લિકેશન માટે અન્ય ફોમૅ માં પણ અવેઇલેબલ હોય છે.
1.સોલિડ ક્રિસ્ટલ્સ પોટેશિયમ પરમેંગેનેટ નું સૌથી કોમન સ્વરૂપ સોલિડ ક્રિસ્ટલ્સ અથવા ગ્રેન્યુલ્સ છે. આ ક્રિસ્ટલ્સ એ ડાકૅ પર્પલ કલર ના હોય છે અને તેમાં લાક્ષણિક સ્મેલ પ્રેઝન્ટ હોય છે. સોલિડ પોટેશિયમ પરમેંગેનેટ એ વોટર મા ખૂબ જ સોલ્યુએબલ હોય છે, જે ડિપ પર્પલ સોલ્યુશન બનાવે છે.
2. પાઉડર
પોટેશિયમ પરમેંગેનેટ એ પાવડર સ્વરૂપ માં પણ અવેઇલેબલ હોય છે. આ ફોર્મ લેસ કોમન હોય છે પરંતુ તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ અથવા લેબોરેટરી સેટિંગ્સ માં સ્પેસિફીક એપ્લિકેશ નો માટે યુઝ થઇ શકે છે જ્યાં પોટેશિયમ પરમેંગેનેટનું ડ્રાઇ ફોર્મ પ્રિફરડ કરવામાં આવે છે.
3.ટેબલેટ્સ
અમુક કેસિસ મા , પોટેશિયમ પરમેંગેનેટ ને હેન્ડલિંગ અને ડોઝ ની સરળતા માટે ગોળીઓમાં મેડવી શકાય છે. આ ગોળીઓ પોટેશિયમ પરમેંગેનેટનું જાંબલી સોલ્યુશન બનાવે છે.
4.સોલ્યુશન્સ પોટેશિયમ પરમેંગેનેટ નુ સોલ્યુશન એ વોટર માં સોલિડ ક્રિસ્ટલ્સ અથવા ગ્રેન્યુલ્સ ને ઓગાળી ને તૈયાર કરી શકાય છે. આ સોલ્યુશન નો યુઝ એ સામાન્ય રીતે મેડીકલ અને લેબોરેટરી સેટિંગ્સ માં વિવિધ એપ્લિકેશનો માટે થાય છે, જેમાં વુંડ ની કેર અને ડિસઇન્ફેક્ટન્ટ નો સમાવેશ થાય છે.
સોફ્રામાઇસીન નો યુઝ એ સામાન્ય રીતે જુદી જુદી સ્કિન કંડીશન ને ટ્રીટ કરવા માટે જેમ કે બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન , બર્ન, કટ્સ અને વુંડ ની ટ્રીટમેન્ટ માટે થાય છે. સોફ્રામાઇસીન એ બેક્ટેરિયાના ગ્રોથ ને અટકાવવા નુ કામ કરે છે.
🙂ગ્રુપ( Group)
સોફ્રામિસિન એ એન્ટિબાયોટિક ગ્રુપ નુ ઓઇન્ટમેન્ટ છે જે એન્ટિબાયોટિક્સ ના એમિનોગ્લાયકોસાઇડ ગ્રુપ માથી આવે છે.
🙂કન્ટેઇન ( Contain)
જેમાં કન્ટેઇન તરીકે ફ્રામાયસેટિન સલ્ફેટ પ્રેઝન્ટ હોય છે.
🙂યુઝ ( Uses)
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ નો યુઝ એ મુખ્યત્વે બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન ની ટ્રીટમેન્ટ માટે થાય છે, જેમ કે:
વુંડ્સ:
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ એ કટ્સ, સ્ક્રેપ્સ અને નાના વુંડ માં ઇનફેક્શન ને પ્રિવેન્ટ કરવા તથા ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
બર્ન્સ:
ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા માટે , હીલિંગ ને પ્રમોટ કરવા માટે માટે ફર્સ્ટ-ડિગ્રી બર્ન અને સનબર્ન પર પણ યુઝ કરી શકાય છે.
સર્જિકલ ઇન્સિઝન:
તેનો યુઝ એ ક્યારેક સર્જિકલ ઇન્સિઝન માં ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ માટે થાય છે.
સ્કિન ઇન્ફેક્શન:
સોફ્રામિસિન નો યુઝ એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન
જેમ કે ઇમ્પેટીગો, ફોલિક્યુલાઇટિસ , ઇન્ફેક્ટેડ એક્ઝીમા તથા ડર્મેટાઇટીસ માટે થઇ શકે છે.
ઇયર ઇન્ફેક્શન:
કેટલાક કેસિસ માં, સોફ્રામિસિન એ અમુક પ્રકાર ના ઇયર ઇન્ફેક્શન માટે યુઝ કરવામા આવે છે, જો કે તે ટ્રીટમેન્ટ ના અધર ફોર્મ કરતાં લેસ કોમન હોય છે.
😊ડોઝ ( Dosage )
સોફ્રામાઇસીન એ અફેક્ટેડ એરિયા મા થીન લેયર મા એપ્લાઇ કરવામા આવે છે.
અને તે દિવસ મા બે થી ત્રણ વાર એપ્લાઇ કરવામા આવે છે.
🙂રુટ( Route )
ટોપીકલ એપ્લિકેશન.
🙂મોડ ઓફ એક્શન ( mode of Action)
સોફ્રામિસિન ઓઇન્ટમેન્ટ એ એન્ટિબાયોટિક ના એમાયનોગ્લાયકોસાઇડ ગ્રુપ ની ઓઇન્ટમેન્ટ છે તે બેક્ટેરિયલ પ્રોટીન સિન્થેસિસ ને ઇન્હીબીટ કરવાનુ કામ કરે છે. ખાસ કરીને, ફ્રામાયસેટિન સલ્ફેટ એ બેક્ટેરિયલ રિબોઝોમ સાથે બાઇન્ડ થાય છે, જે બેક્ટેરિયાના ગ્રોથ અને સર્વાઇવ માટે જરૂરી પ્રોટીન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. રિબોઝોમ સાથે જોડાઇને, ફ્રામાયસેટિન એ પ્રોટીન સિન્થેસિસ ની પ્રોસેસ મા ઇન્ટરપ્સન કરે છે, જે આખરે બેક્ટેરિયાના ગ્રોથ અને મલ્ટીપ્લીકેશન ને અટકાવે છે.
🙂ઇન્ડિકેશન ( Indication )
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ એ સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન ના બેક્ટેરિયલ ઇન્ફેકશન ની ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન માટે યુઝ કરવામા આવે છે.
કટ્સ, સ્ક્રેપ્સ અને નાના વુંડ:
સોફ્રામાઇસીન એ નાના કટ્સ, સ્ક્રેપ્સ અને વુંડ માં ઇનફેક્શન ને રોકવા અને ટ્રીટમેન્ટ કરવામાં મદદ કરે છે.
બર્ન્સ:
તે ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા ,
હીલિંગ ને પ્રમોટ કરવા માટે, ફર્સ્ટ-ડિગ્રી બર્ન, અને સનબર્ન પર એપ્લાઇ કરી શકાય છે.
સર્જિકલ વુંડ:
સોફ્રામાઇસિન નો યુઝ એ સર્જિકલ વુંડ માં ઇનફેક્શન ને પ્રિવેન્ટ કરવા માટે થઇ શકે છે, ખાસ કરીને માઇનર પ્રોસિઝર માં યુઝ કરવામા આવે છે.
સ્કિન ઇન્ફેક્શન:
તે બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન જેમ કે ઇમ્પેટીગો, ફોલિક્યુલાઇટિસ, ઇન્ફેક્ટેડ એક્ઝીમા, ડર્મેટાઇટીસ માટે યુઝ થાય છે.
ઇન્ફેક્શન પ્રિવેન્શન:
સોફ્રામિસિન નો યુઝ એ માઇનર ઇન્જરી તથા કટ્સ માં ઇન્ફેકશન ના રિસ્ક ને ઘટાડવા માટે પ્રિવેન્ટીવ મેઝર્સ તરીકે પણ યુઝ થઇ શકે છે.
🙂કોન્ટ્રાઇન્ડિકેશન ( Contraindications)
હાઇપરસેન્સિટીવીટી,
એલર્જીક રિએક્શન,
વેરી ડિપ વુંડ,
પ્રેગ્નેન્સી એન્ડ બ્રેસ્ટફિડીંગ,
ઓર્ગેનિઝમ રેઝિસ્ટન્ટ ટુ એની કન્ટેઇન ઓફ સોફ્રામાઇસીન,
એની ટાઇપ ઓફ આઇસ ઇન્ફેક્શન.
🙂સાઇડ ઇફેક્ટ ( Side effects)
સ્કિન ઇરિટેશન થવું,
સ્કિન માં એપ્લિકેશન સાઇટ પર રેડનેસ, ઇચિંગ તથા બર્નિંગ સેન્સેશન થવું,
એલર્જીક રિએક્શન જોવા મળવી જેમકે,
ઇચિંગ, સ્વેલિંગ, રેસીસ, તથા હાઇવ્સ.
કોન્ટેક્ટ ડર્મેટાઇટીસ થવું,
સિસ્ટેમિક એબ્સોર્બશન થવુ.
સ્કિન એ સેન્સિટીવ થવી.
🙂સ્ટોરેજ ( Storage)
ઓઇન્ટમેન્ટ ને ડાયરેક્ટલી એર,લાઇટ ,તથા સન લાઇટ ના કોન્ટેક માં આવવાથી અવોઇડ રાખવું.કે જેના કારણે મેડીકેશન ને ડેમેજ થતી પ્રિવેન્ટ કરી શકાય છે.
આ ઓઇન્ટમેન્ટ ને રુમ ટેમ્પરેચરે એટલે કે 68°F થી 77°F (20°c થી 25° c ) પર રાખવુ.
🙂નર્સિંગ રિસ્પોન્સિબિલિટી(Nursing responsibility)
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ નું એપ્લિકેશન કરતી સમયે નીચે પ્રમાણેની નર્સિંગ રિસ્પોન્સિબ્લીટી નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1) અસેસમેન્ટ
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ નું એપ્લિકેશન કરતા પહેલા પેશન્ટ ની કમ્પ્લીટ હિસ્ટ્રી લેવી જેમાં પેશન્ટ ને કોઇપણ પ્રકારની એલર્જી છે કે નહીં તથા મેડીકેશન ની સેન્સિટીવીટી છે કે નહી તે અસેસ કરવુ.
2) એજ્યુકેશન
પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ ને કેવી રીતે એપ્લાય કરવી, કેટલા અમાઉન્ટ મા એપ્લાય કરવી,કેટલી વખત એપ્લાઇ કરવી,તથા ઓઇન્ટમેન્ટ ને એપ્લાઇ કરતા પહેલા જે અફેક્ટેડ સાઇડ હોય તેને પ્રોપર્લી ક્લિન કરવા માટે એડવાઇઝ આપવી.
3)મોનિટરિંગ
પેશન્ટ ને એપ્લાય કરવામાં આવેલી સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તેનુ અસેસમેન્ટ કરવું.કે જેમા પેશન્ટ ને વુંડ તથા ઇન્ફેક્શન મા કોઇપણ પ્રકારનુ ઇમ્પ્રુવમેન્ટ છે કે નહી તથા પેસન્ટ ને મેડીકેશન ની કોઇપણ સાઇડ ઇફેક્ટ છે કે નહી તે અસેસ કરવુ.
4) ડોક્યુમેન્ટેશન
સોફ્રામાઇસીન ઓઇન્ટમેન્ટ એના એપ્લિકેશન નુ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવુ, જેમા તેનો ટાઇમ,ડેટ એન્ડ એપ્લિકેશન નુ લોકેશન તથા ટ્રીટમેન્ટ પ્રત્યે પેશન્ટ નો રિસ્પોન્સ વગેરે નુ ડોક્યુમેન્ટેશન કરવુ.
5) એડવર્સ રીએક્શન
પેશન્ટને ઓઇન્ટમેન્ટ ની કોઇપણ એલર્જીક રિએક્શન ,સાઇડ ઇફેક્ટ, જેમ કે ,સ્કિન મા બર્નિંગ સેન્સેશન, સ્કિન ઇરિટેશન છે કે નહી તે અસેસ કરવુ.
6) પ્રિકોશન
જ્યારે ઓઇન્ટમેન્ટ નુ એપ્લિકેશન કરવામા આવે ત્યારે એસેપ્ટીક ટેકનીક નુ પ્રોપર્લી પ્રિકોશન્સ રાખવુ. કે જેના કારણે ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
સાઇડેક્સ ને ગ્લુટેરાલ્ડીહાઇડ ( Gluteraldehyde 2%) પણ કહેવામાં આવે છે.
🙂ગ્રુપ ( Group)
આ એક કેમીકલ ડિસઇન્ફેક્ટ છે કે જેને આલ્ડીહાઇડ કહે છે.જે
બેક્ટેરિયોસાઇડલ,
વાઇરોસાઇડલ,
ટ્યુબરક્યુલોસાઇડલ,
ફંગીસાઇડલ હોય છે.
🙂યુઝ ( uses )
સાઇડેક્સ તથા ગ્લુટેરાલ્ડીહાઇડ એ હેલ્થ કેર સેટિંગ્સ માં હાઇલેવલના ડીશઇન્ફેકટન્ટ તરીકે વર્ક કરે છે.
સાઇડેક્સ એ એક કેમિકલ સોલ્યુશન છે કે જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ને ઓટોક્લેવ મેથડ દ્વારા સ્ટરીલાઇઝેશન કરી શકાતું નથી તથા જે ઇન્સ્ટ્રુમેન્ટ એ હીટ સેન્સિટીવ હોય તેવા ઇન્સ્ટ્રુમેન્ટ ને સ્ટરીલાઇઝેશન કરવા માટે સાઇડેક્સ નો યુઝ થાય છે.
જેમ કે, એન્ડોસ્કોપ,પ્લાસ્ટિક, તથા રબર આઇટમ્સ, બ્રોન્કોસ્કોપ, એનેસ્થેશિયા ઇક્વિપમેન્ટ, રેસ્પીરેટ્રીથેરાપી ઇક્વિપમેન્ટ,
ઓપ્થેલ્મિ ઇન્સ્ટ્રુમેન્ટ્સ,
ડેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ,
રીયુસેબલ સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે.
સાઇડેક્સ એ ડિફરન્ટ માઇક્રોઓર્ગેનિઝમ્સ ને કિલ કરવા માટે વર્ક કરે છે જેમ કે,બેક્ટેરિયા, વાયરસ, ફંગાઇ, તથા તેના સ્પોર્સ.
🙂બેનિફિટ્સ ( Benefits)
બ્રૉડ-સ્પેક્ટ્રમ ડિસઇન્ફેક્ટન્ટ :
સાઇડેક્સ એ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને સ્પોર્સ સહિત ના માઇક્રોઓર્ગેનિઝમ્સ ને કિલ કરવા માટે ઇફેક્ટિવ હોય છે.
કંપેટીબીલીટી :
તે સામાન્ય રીતે મેડીકલ ઇક્વીપમેન્ટ માં જોવા મળતા વિવિધ મટીરિયલ્સ સાથે કંપેટીબલ હોય છે, જેમાં પ્લાસ્ટિક, રબર અને મેટલ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે, જે ડિફરન્ટ પ્રકાર ના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને ડિસઇન્ફેક્ટ કરે છે.
કોલ્ડ સ્ટરિલાઇઝેશન:
સાઇડેક્સ નો યુઝ એ કોલ્ડ સ્ટરિલાઇઝેશન માટે થય શકે છે, એટલે કે તે હાઇ ટેમ્પરેચર ની નીડ વગર ના ઇન્સ્ટ્રુમેન્ટ ને ડિસઇન્ફેક્ટ કરવા માટે સાઇડેક્સ નો યુઝ થાય છે.
ફાસ્ટ એક્ટિંગ:
તે સરફેસ પર મના પેથોજેન્સ ને કિલ કરવા માટે ઝડપ થી વકૅ કરે છે.
રિલાયેબીલિટી:
સાઇડેક્સ એ હેલ્થકેર સેટિંગ્સ માં લોંગ ટાઇમ ડિસઇન્ફેક્ટ તરીકે ઇફેક્ટીવ રીતે વર્ક કરે છે.
🙂એક્ટીવેશન ( Activation)
સાઇડેક્સ ના એક્ટીવેશન માટે 5 liter મા 100 ml એક્ટિવેટર્સ એડ કરવામા આવે છે.સાઇડેક્સ એ એવરી 14 days
(2 વિક) મા ચેન્જ કરવામા આવે છે.