GNC.ANM-F.Y-ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ-સેમ્પલ પેપર સોલ્યુશન
ANM-F.Y-કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ-સેમ્પલ પેપર (ફૂલ સોલ્યુશન માટે સબ્સક્રાઈબ કરો)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
GNC-26-09-2024-પેપર સોલ્યુશન નંબર-06
(૧) રમકડાની પસંદગી કરતી વખતે કયાં કયાં મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? (03 માર્ક્સ )
રમકડાની પસંદગી બાળકની ઉંમર તથા તેના માનસિક વિકાસ પર આધારિત હોય છે.
રમકડાની પસંદગી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે:
(૨) બાળ મજુરી અને બાળ અત્યાચાર અટકાવવાના પ્રાથમિક પગલા લખો.(04 માર્ક્સ)
બાળ અત્યાચાર અને બાળમજૂરી અટકાવવાના પ્રાથમિક પગલાંઓ ( Primary level prevention of child abuse and child labours )
આમાં નીચેના પગલાંઓનો સમાવેશ થાય છે:
(૩) બાળકના વૃધ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો લખો.(05 માર્ક્સ)
બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો
( Factor affecting growth and development )
પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.
1. આનુવંશિકતા ( hereditary )
2. પર્યાવરણ ( environment )
3. પોષણ ( Nutrition )
4. જાતિ ( sex )
5. હોર્મોન્સ ( Hormones )
6. સામાજિક – આર્થિક સ્થિતિ ( socio – economic status )
7. અધ્યયન અને મજબૂતીકરણ (learning and reinforcement)
પ્રશ્ન-૫ વ્યાખ્યા આપો. (કોઈપણ છ)(12 માર્ક્સ )
(૧) ન્યુબોર્ન બેબી : નવજાત શિશુ એટલે એવો શિશુ જેનું જન્મ થતી ક્ષણથી લઈ 28 દિવસ સુધીનું જીવનકાલ હોય છે. આ અવધિમાં બાળકને “નવજાત શિશુ” અથવા “નિયોનેટ” (Neonate) કહેવામાં આવે છે.
અથવા
જન્મથી લઈને 28 પૂર્ણ થયેલા દિવસો સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે, ભલે તે સમયપૂર્વ જન્મેલું હોય (Preterm), સમયસર (Term) કે મોડું (Post-term).
(૨) ચાઈલ્ડ એબ્યુઝ : બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનાર, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે જેનાથી બાળકનો શારીરિક, માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા ખોડખાપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચાર(child abuse) કહે છે.
(૩) ટોન્સીલાઈટીસ : ટોન્સિલાઈટિસ એ એક વાયરસ અથવા બેક્ટેરિયાના સંક્રમણને લીધે થતું ટોન્સિલ્સનું સોજોવાળું ઈન્ફેક્શન છે. ટોન્સિલ્સ (Tonsils) એ ગળાની પાછળ બંને બાજુએ આવેલા લિમ્ફોઇડ ટિશ્યૂના નાના ગુલ્લા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
(૪) એનીમીયા : એનિમિયા (પાંડુરોગ) એવો રોગ છે જેમાં લોહીમાં રહેલા રક્તકણોમાં રક્તરંજક (hemoglobin) દ્રવ્યની ઉણપ હોય છે. હિમોગ્લોબિન શરીરના તમામ અવયવો તથા પેશીઓને ઓક્સિજન પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. એનીમિયામાં અગત્યના અવયવોને ઓક્સિજન ખૂબ ઓછો પહોંચે છે અને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય છે. એનીમીયા વાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંફવા લાગે છે. આવા બાળકો વારંવાર બીમાર પડી જાય છે. એનીમિયાના ગંભીર કેસોમાં ચેપ કે હૃદય રોગની શક્યતા વધે છે, જેને લીધે મૃત્યુ પણ થઈ શકે છે.
(૫) રીકેટર્સ : વિટામિન ડી ની ઉણપથી રીકેટસ થાય છે. વિટામિન ડી ની ખામીના કારણે બાળકના આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ થતું નથી. આથી બાળકના હાડકા નરમ અને નબળા પડી જાય છે.રીકેટસમા હાડકા અને સ્નાયુમાં દુખાવો થાય, હાડકા નબળા પડે અને ફ્રેક્ચર થવાનું જોખમ વધે, બાળકની વૃદ્ધિ ધીમી પડે વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
(6 ) કબજીયાત : કબજિયાત એટલે આંતરડાનું હલનચલન ઓછું થઈ જાય જેના કારણે સામાન્ય મળક્રિયા ન થાય, ઘણા કિસ્સામાં દુખાવા સાથે મળક્રિયા થાય તેવી પરિસ્થિતિને કબજિયાત કહેવાય છે. કબજિયાત એ બાળક પાણી અને પ્રવાહી ઓછા પ્રમાણમાં પીતું હોવાથી, કુપોષણ અને ખોરાકમાં રેશાની ઉણપ, દવાની આડઅસર વગેરેના કારણે થઈ શકે છે.
(૭) મેન્સ્ટ્રુઅલ સાઈકલ : માસિક આવવાની પ્રક્રિયા, માસિક આવવું અથવા માસિક ચક્ર એ છોકરીઓમાં જાતીય પરિપક્વતા આવવાની નિશાની છે. તેને રજોપ્રવેશ પણ કહે છે. તેની શરૂઆત સામાન્ય રીતે યૌવનપ્રવેશ દરમિયાન છોકરીઓમાં ઝડપથી થતી શારીરિક વૃદ્ધિની પ્રક્રિયા ચરમ સીમાએ હોય ત્યારે થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે છોકરીઓના શરીરને ભવિષ્યમાં ગર્ભધારણ કરવા માટે તૈયાર કરે છે.
પ્રશ્ન-૬ : (અ) પૂર્ણ રૂપ લખો.(05 માર્ક્સ)
(1) ARI :(Acute Respiratory Infection)એક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન
(2 ) IMNCI :(Integrated Management of Neonatal and Childhood Illness)ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઈલનેસ
(3 ) PEM :(Protein Energy Malnutrition) પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
(4 ) ORS :(Oral Rehydration Solution)ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન
(5 ) COTPA-2003: (Cigarettes and Other Tobacco Products Act, 2003)સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ,૨૦૦૩
(બ) ખાલી જગ્યા પુરો.(05 માર્ક્સ)
(1)બાળકનું વજન જન્મ પછી ……………મહિને ડબલ થાય છે. 5 મહિનામાં
(૨) પોસ્ટીરીયર ફોન્ટાનેલ ………………….. માસે પુરાય છે. 2 થી 3 મહિને
(૩) વિટામીન-એ ના ટોટલ ડોઝ ………………….IUછે . 20,00,000 IU (International Units)
(૪) જન્મથી …………….. દિવસના બાળકને નિયોનેટલ કહેવાય. 28 દિવસ
(૫) બાળકમાં દર વર્ષે ……………………..સેમી ઉંચાઈ વધે છે. 5 થી 7 સેન્ટીમીટર
(ક) નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)
(૧) રાત્રી દરમ્યાન બાળકને સ્તનપાન કરાવવાની જરૂર નથી.❌
(૨) મેન્સ્ટ્રુઅલ સાઈકલના ૪ ફેઝ હોય છે.✅
(૩) ધનુર એ કલોસ્ટેડીયમ ટીટેનીથી થતો રોગ છે.✅
(૪) તરુણાવસ્થાનો સમયગાળો ૧૧ થી ૧૭ વર્ષનો છે.❌
(૫) ઔરીની રસી બાળકને ૯ માસ પૂર્ણ થતા અપાય છે.✅