ANM-HCM-SAMPLE PAPER SOLUTION

ANM-HCM-SAMPLE PAPER SOLUTION (આ માત્ર સેમ્પલ પેપર છે,પૂરું પેપર અ માટે unlock કરો)

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-

  1. પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
  2. પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
  3. પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
  4. પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
  5. કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
  6. કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.

Date: 16-02-2018

પ્ર.1 નીચેના પ્રશ્નોના જવાબ આપો

🔸અ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રખાતે એ.એન.એમ. તરીકે લેબર રૂમ ની સંભાળ કેવી રીતે રાખશો ? 03

  • આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આદેશ લેબરરૂમ કહેવાય છે.
  • આદર્શ લેબર રૂમમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઈએ.

પોસ્ટર:

  • મેનેજમેન્ટ ઓફ પી.પી.એચ.
  • એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
  • કાંગારૂ મધર કેર
  • બ્રેસ્ટ ફીડીંગ
  • હેન્ડ વોશિંગના સ્ટેપ્સ
  • બાયો મેડીકલ વેસ્ટ

નિયમો :

  • લેબરરૂમ હમેશા ઓટો ડોર મારફતે બંધ હોવો જોઈએ તથા ડબલ ડોર વાળો હોવો જોઈએ.
  • કલીન હોવો જોઈએ.
  • દરેક સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ.
  • હોસ્પિટલ સ્ટાફ, માતા તથા મમતા સખી સિવાય કોઈને પ્રવેશ હોવો જોઈએ નહી.
  • ટેબલ વર્ક કરવા માટે અલગ જગ્યા હોવી જોઈએ.
  • એન્ટ્રી કરતા પહેલા સ્ક્રબ થવુ જોઈએ.
  • બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
  • ૨૪ ક્લાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.

સાધન સામગ્રીઓ :

  • સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
  • એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
  • ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
  • રીસસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
  • પલ્સ ઓકિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
  • ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
  • રેડીઅન્ટ વોર્મર
  • ઓકિસજન સીલીન્ડર
  • બેબી રીસકસીટેશન ટ્રે
  • સકશન મશીન
  • સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
  • મ્યુક્સ સકર
  • સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
  • બેબી ટ્રે
  • ડીલેવરી ટ્રે
  • એપીઝીયોટોમી ટ્રે
  • મેડીસીન ટ્રે
  • ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
  • પી.પી. આઈ.યુ.સી.ડી. ટ્રે
  • ડી.એન.ઈ. ટ્રે
  • બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.

રેકોર્ડ અને રજીસ્ટર :

  • લેબર રજીસ્ટર
  • રીફર રજીસ્ટર
  • ઓવર બૂક
  • પાર્ટોગ્રાફ
  • કેશ પેપર
  • જન્મ મરણ રજીસ્ટર
  • ઓટોકલેવ રજીસ્ટર
  • ક્લીનીનેસ ચાર્ટ

લેબર ટેબલ :

  • ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
  • ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
  • મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
  • લીથોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
  • કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )

લાઈટ :

  • પુરતો પ્રકાશ હોવો જોઈએ.
  • સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.

સ્ટરાઈલ ડ્રમ :

  • દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.
  • ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.

કલીનીનેશ:

  • દરરોજ સફાઈ થવી જોઈઅ. (દર ત્રણ કલાકે)
  • દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડે અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
  • દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
  • બ્લડ સ્ટેઈનને નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
  • ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
  • રેગ્યુલર ઈન્ટરવલ પર સ્યોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.

🔸બ.એ.એન.એમ. તરીકે ગામની મુલાકાત દરમ્યાન કરવાની જુદી જુદી પ્રવૃતિ વિશે લખો. 04

આંગણવાડીની મુલાકાત : (નંદઘર)

દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખુબ જ જરૂરી છે. આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લો.તેઓના આરોગ્ય અને જરૂરીયાતને અનુલક્ષીને સેવાઓ આપો.તેમને સાંભળો અને આરોગ્ય શિક્ષણ આપવાની તક ઝડપી લો.

  • ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ જોવો.
  • ઓછા વજનવાળા બાળકોને રીફર કરવા.
  • કુપોષિત બાળકોને વી.સી.એન.સી. સેન્ટરમાં સેવાઓ આપવી.
  • રસીકરણ સેશન ચલાવવુ.

ગૃહ મુલાકાત :

  • પેટાકેન્દ્ર વિસ્તારના દરેક ગામમાં દરેક કુંટુંબની મુલાકાત લો.અગાઉ આપેલ સેવાઓનું ફોલોઅપ કરો દાતઃ સગર્ભામાતાને આર્યન ફોલીક એસીડની ગોળી આપેલ છે તે ખાય છે કે કેમ તે તપાસ કરવી.
  • રસીકરણ માટે ચેક કરવું તથા હવે પછીના સેશનમાં આવવા માટે જણાવવું.કુટુંબ નિયોજનના કેશની તપાસ કરવી. પોસ્ટનેટલ માતા હોયતો તેની મુલાકાત દરમિયાન તેની તકલીફો સાંભળવી તથા યોગ્ય સલાહ આપવી.વિસ્તાર માં કોઈ નવું આવેલ હોય કે કોઈ બહાર રહેવા જતુ રહેલ હોય તો તેની નોંધ લેવી અને ગૃહ મુલાકાત રોજનીશીમાં લખવી.
  • જોખમી જુથોની મુલાકાત લેવી.
  • જરૂર પડે તો રેકરલ સેવાઓ આપવી

શાળાની મુલાકાત :

  • ગામની શાળાઓમાં પણ સમય અંતરે મુલાકાત ગોઠવવી અને બાળકોના આરોગ્યનું નિરિક્ષણ કરવું તથા જરૂર જણાય ત્યાં આરોગ્ય શિક્ષણ આપવું. કુપોષણ થી પીડાતા બાળકોના વાલીને જાણ કરવી જરૂર જણાયતો વિટામીન – એ ના ડોઝ આપવા અને આર્યન ફોલીક ગોળીનું વિતરણ કરવું.બાળકમાં કાઈ અસામાન્ય પણું જણાયતો સંદર્ભકાર્ડ ભરી વધુ સેવા માટે રીફર કરવું. શિક્ષકોને સાચી સમજણ આપવી.
  • આરોગ્ય શિક્ષણ આપવુ.
  • પર્સનલ હાઈઝીનની સમજણ આપવી.
  • સામાન્ય રોગોની સારવાર આપવી.

મહિલા સ્વાસ્થય સંધ : (એમ.એસ.એસ.)

  • આવી બેઠકોમાં દરેક સભ્યોના વિચારો જાણવા માટેના પ્રયત્ન કરવો જોઈએ.આરોગ્ય અને ગર્ભનિરોધક પધ્ધતિઓ વિશેની સમજણ આપો અને સંપરામર્શ કરો.સમાજમાં પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અને ગેરસમજણો વિશે ચર્ચા કરો અને સાચું માર્ગદર્શન આપો.જેમ કે સગર્ભાવસ્થામાં અમુક ખોરાક ખવાય અને અમુક ન ખવાય.
  • નવી ફેમીલી પ્લાનીંગ પધ્ધિતીઓથી વાકેફ કરવા.
  • સમાજમાં પ્રવર્તતી કુટેવો અંગેની સમજણ આપવી.
  • ખોરાક અંગેની સમજણ આપવી.
  • સમાજમાં આરોગ્યની પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ ની સમજણ આપવી.

પંચાયતના સભ્યોની મુલાકાત :

  • પંચાયતના સભ્યો સાથે મુલાકાત કરવી અને આરોગ્યની તમામ સેવાઓમાં તેનો સાથ લેવો.સભ્યો ડેપો હોલ્ડર તથા ડ્રગ ડીસ્ટીબ્યુટર સેન્ટર તરીકે આપણને ઉપયોગી થશે. સભ્યોના સાથ સહકારથી આરોગ્યની ઉતમ સેવાઓ આપી શકાય છે. આ વ્યવસ્થાથી લાભાર્થી આરોગ્યની સેવાઓ કયા કયારે અને કઈ કઈ સેવાઓ લઈ શકશે તે પણ સારી રીતે જાણી શકે છે. આ ઉપરાંત નિરીક્ષક પણ તમને ફોલોઅપ વખતે સારી રીતે શોધી શકશે

🔸ક .સબ સેન્ટર પર નિભાવવામાં આવતી દવાઓ, સાધન સામગ્રી ની જાળવણીમાં એ.એન.એમ.ના રોલ વિષે લખો. 05

  • (૧) દવાઓનો સ્ટોરરૂમ નર્સિસ સ્ટેશનથી બીલકુલ નજીક હોવો જોઈએ.
  • ૨) દવાઓ હમેંશા કપબોર્ડમાં રાખવી જોઈએ.
  • ૩) દવાનો કપબોર્ડ ભેજવાળી જગ્યાથી દુર રાખવો જોઈએ.
  • ૪) પુરતી લાઈટની સગવડતા હોવી જોઈએ.
  • ૫) બાજુમાં હાથ ધોવા માટેની સગવડતા હોવી જોઈએ.
  • 6)ઝેરી દવાઓ માટે અલગ કપબોર્ડ અલગ રાખવો જોઈએ. તેની પર ઝેરી દવાઓ એવ લાલ અક્ષરે લખવુ.
  • ૭) કપબોર્ડમાં દવાઓ આલ્ફાબેટીકલી ગોઠવેલી હોવી જોઈએ.
  • ૮) દરેક દવાઓની બોટલ પર સારૂ સુવાચ્ય લેબલ હોવુ જોઈએ.
  • ૯) ટેબ્લેટસ, કેપ્સુલ અને લીકવીડ દવાઓ અલગ અલગ રાખવી જોઈએ.
  • ૧૦) વધારાની હોય તો તે અંગેની જાણ સ્ટોરમાં કરવી જોઈએ. ૧૧) સ્પીરીટ, ડેટોલ, સાવલોન જેવી દવાઓ બહાર રાખવી જોઈએ.
  • ૧૨) દરેક દવાઓના ઢાંકણ ચુસ્તરીતે બંધ હોવા જોઈએ.
  • ૧૩) દવાઓની બનાવટ તારીખ(Manufacture date) તથા વા૫૨વાની છેલ્લી તારીખ (Expiry date)ખાસ જોવી જોઈએ.
  • ૧૪) દવાઓ હંમેશા પહેલા આવેલી પહેલા વાપરવી તથા પછી આવેલી ત્યારબાદ વાપરવી (FIFO- First In & First Out)
  • ૧૫) જો દવાનો રંગ બદલાય ગયેલ હોય તો અથવા કાઈ ફેરફાર જોવા મળેતો વાપરવી નહી અને જે તે આરોગ્ય કેન્દ્રને જાણ કરવી કે પરત મોકલવી.
  • ૧૬) મેળવેલ તમામ દવાઓનું આવક રજીસ્ટર તથા વપરાશ ૨જીસ્ટર બરાબર નિભાવવું.અને દર ત્રણ મહીને તેને વેરીફાય કરવુ.
  • (૧૭) વપરાયેલ કે વણવપરાયેલ દવાઓની ઓન લાઈન એન્ટ્રી થવી જોઈએ.
  • સ્ટોક રજીસ્ટર :

દરેક રજીસ્ટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રખાતે થી મેળવેલ જથ્થો અને મળ્યાની તારીખ તેમજ વપરાશની નોંધ સ્ટોક રજીસ્ટરમાં કરવી અને માસના અંતે ભૌતિક ચકાસણી કરી જે તે અધિકારી ની સહિ લેવી.જેને એકસ્પેન્સ રજીસ્ટર પણ કહેવામાં આવે છે.

પ્ર-૬) અ. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં, તે લખો. 05

1.રજીસ્ટર નં ૧ માં ગૃહ મુલાકાતની માહિતી હોય છે. ✅

2.મમતા કાર્ડ પાંચ વર્ષ સુધી ઉપયોગ માં આવે છે.✅

૩ . બી.સી.જી. ની રસી બાળક ને નવ માસ પછી આપવામાં આવે છે. ❌

4.પહાડી અને દુર્ગમ વિસ્તાર માં પી.એચ.સી.ની વસ્તી ૨૫૦૦૦ ની હોય છે ❌

5.વાષિક આયોજન તૈયાર કરી માર્ચ માસનાં અંત સુધીમાં મોકલવાનું હોય છે. ✅

બ.) ખાલી જગ્યા પુરો :- 05

1.) લેપ્રસીમાં……….સારવાર અપાય છે. M.B.T

२.) વર્લ્ડ ટી.બી.દિવસ………દિવસે ઉજવવામાં આવે છે. 24.MARCH

૩.) રસીકરણ ને…….સારવાર ગણવામા આવે છે. પ્રિવેન્ટીવ

4.) ’ખ’ વર્ગ નો રેકોડ……..વર્ષ સુધી સાચવવો જોઈએ. 30 વર્ષ

૫.) મેલેરીયા…….મચ્છર કરડવા થી થાય છે. અનોફીલીશ માદા મચ્છર

ક. નીચેના જોડકા જોડોઃ- 05

1.6 1.રજીસ્ટર નં ૮ ૧ એ. એન. એમની કામગીરી ની નોંધણી

2.4 2.મમતા કલીનીક ૨.કામગીરી નો મ. પ્સિક રિપોર્ટ

3.5 3.ફોર્મ નં ૬ ૩.ન્યુટ્રીશન પ્રોગ્રામ

4.1 4.ડેઇલી ડાયરી ૪. સબ સેન્ટર પર દર બુધવારે

5.3 5.I.C.D.S. ૫.કુટુંબ કલ્યાણ ૨જીસ્ટર

૬.જન્મ મરણ નોંધણી

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

Published
Categorized as ANM-HCM-PAPER SOLUTIONS, Uncategorised