રમકડાની પસંદગી બાળકની ઉંમર તથા તેના માનસિક વિકાસ પર આધારિત હોય છે.
રમકડાની પસંદગી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે:
રમકડા એવા હોવા જોઈએ કે જેનાથી બાળકની બુદ્ધિનો વિકાસ થાય.
બાળકને રમકડામાં રસ પડે તેવા હોવા જોઈએ.
રમકડા સલામત હોવા જોઈએ.
પોસાય તેવી કિંમતના હોવા જોઈએ.
આકર્ષક હોવા જોઈએ.
બાળકની ઉંમર મુજબના હોવા જોઈએ.
એકસીડન્ટ અને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેવા હોવા જોઈએ.
રમકડા તીક્ષ્ણ, ખરબચડી સપાટીવાળા ન હોવા જોઈએ.
સળગી ઊઠે તેવા ન હોવા જોઈએ.
તેમાંથી નાના ટુકડા થઈ જાય તેવા ન હોવા જોઈએ.
(૨) બાળ મજુરી અને બાળ અત્યાચાર અટકાવવાના પ્રાથમિક પગલા લખો.(04 માર્ક્સ)
બાળ અત્યાચાર અને બાળમજૂરી અટકાવવાના પ્રાથમિક પગલાંઓ ( Primary level prevention of child abuse and child labours )
આમાં નીચેના પગલાંઓનો સમાવેશ થાય છે:
બાળકોના કલ્યાણ અને તેની સુરક્ષા સંબંધિત બાબતોને પ્રોત્સાહન આપવું.
બાળકોની પાયાની જરૂરિયાતને સમજવી અને તેને કેવી રીતે પૂર્ણ કરી શકાય તે જોવું.
પ્રચાર પ્રસાર ( mass media ) દ્વારા લોકોમાં બાળકના મૂંઝવતા પ્રશ્નો વિશે જાગૃતિ લાવવી. બાળકોના મૂંઝવતા પ્રશ્નોના અટકાવ અને અંકુશ માટે લોકોને શિક્ષણ આપવું.
સમાજમાં ઉછરતા તમામ બાળકોને સમાન અધિકાર મળે અને તેની જાતીયતાને લીધે તેમાં કોઈ ભેદભાવ ન થાય તે જોવું.
બાળ અધિકારો વિશે સમાજના લોકોને જાણકારી આપી જાગૃત કરવા.
દિવ્યાંગ બાળકો કે જે માનસિક અને શારીરિક રીતે અસક્ષમ છે તેને મળતા વિશિષ્ટ લાભ વિશે જાણકારી આપવી.
બાળક અને કુટુંબનો દરજજો વધે અને બાળકની જરૂરિયાતો પૂરી થાય તે માટે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ શીખવાડવી અને શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પગલાં લેવા.
બાળકોને મુશ્કેલીમાં સંપર્ક માટે મદદરૂપ નમ્બરનો ઉપયોગ શીખવવો.(હેલ્પલાઈન નંબર – 1098)
(૩) બાળકના વૃધ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો લખો.(05 માર્ક્સ)
બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો ( Factor affecting growth and development )
પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.
1. આનુવંશિકતા ( hereditary )
આનુવંશિકતા એ માતા પિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે.
તે ઊંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.
2. પર્યાવરણ ( environment )
વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે બાળકને પ્રાપ્ત થતી શારીરિક અને માનસિક ઉત્તેજના રજૂ કરે છે.
જેમાં ઘર અને શાળાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, સ્વચ્છતા, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ- બાળકોને કુશળ બનાવે છે.
તેવી જ રીતે તણાવ પૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ ખરેખર અલગ હશે.
3. પોષણ ( Nutrition )
પોષણ એ બુદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે.
કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.
બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદય રોગ જેવા રોગ અને લાંબાગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
મગજ અને શરીરના વિકાસ માટે વિટામીન, ખનીજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.
4. જાતિ ( sex )
બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી મુખ્ય બીજી બાબત છે.
છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે, ખાસ કરીને તરુણાવસ્થાની નજીક છોકરાઓ છોકરીઓ કરતા ઊંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે.
જોકે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે.
તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટીક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે.
તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.
5. હોર્મોન્સ ( Hormones )
અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે.
તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
હોર્મોન સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણુકની સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે.
તરુણાવસ્થા દરમિયાન ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
જે લિંગીક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.
કુટુંબની સામાજિક – આર્થિક સ્થિતિ બાળકને મળેલી તકની ગુણવત્તા નક્કી કરે છે.
વધુ સારી શાળાઓમાં અભ્યાસ કરવાથી ચોક્કસપણે લાંબા ગાળે લાભ થાય છે.
કુટુંબીઓ તેમના બાળકો માટે વધુ સારા શિક્ષણ સંસાધનો પણ પ્રદાન કરી શકે છે અને જો બાળકોને જરૂર હોય તો તેઓ વિશેષ સહાય લે છે.
ગરીબ પરિવારોના બાળકોને તેમની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવા માટે શૈક્ષણિક સંસાધનો અને સારા પોષણની જરૂરિયાતો સંતોષાતી નથી.
તેમની પાસે કાર્યકારી માતા-પિતા પણ હોઈ શકે છે જેઓ ઘણા કલાકો કામ કરે છે અને તેમના વિકાસમાં ગુણવત્તાવાળા સમયનું રોકાણ કરી શકતા નથી.
7. અધ્યયન અને મજબૂતીકરણ (learning and reinforcement)
ભણતરમાં માત્ર ભણતર કરતા ઘણું બધું સામેલ છે.
તે માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે બાળકના નિર્માણ સાથે પણ સંબંધિત છે જેથી તેઓ સમાજમાં સ્વસ્થ કાર્યાત્મક વ્યક્તિઓ તરીકે કાર્ય કરે.
આથી મગજનો વિકાસ થાય છે અને બાળક પરિપક્વતા મેળવી શકે છે.
મજબૂતીકરણ એ શીખવાનું એક ઘટક છે જ્યાં પ્રવૃત્તિ અથવા કસરતનું પુનરાવર્તન કરવામાં આવે છે અને શીખ્યા પાઠોને મજબૂત કરવામાં આવે છે.
તેથી જે પાઠ શીખવામાં આવે છે તે યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી પુનરાવર્તિત કરવું પડે છે.
અથવા
(૧) કોપ્લીમેન્ટરી ફીડિંગ એટલે શું?(03 માર્ક્સ )
કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ (complementary feeding)
૬ મહિના સુધી બાળકને માત્રને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે છે તેને “એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ” કહે છે.
Definition : ૬ મહિના પછી બાળકને બ્રેસ્ટ ફીડીંગની સાથે સાથે ફેમિલીના રૂટીન ખોરાક આપવાની શરૂઆત કરવામાં આવે છે, એટલે કે છ માસ બાદ સ્તનપાનની સાથે અપાતા ખોરાકને ઉપરી આહાર(complementary feeding) કહે છે.
છ મહિના બાદ ફક્ત એકલા માતાનું દૂધ શિશુની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતું નથી અને તેથી માતાના દૂધની સાથે અન્ય ખોરાક અને પ્રવાહીની જરૂર પડે છે.
🔸ઉપરી આહાર (complimentary feeding) કેવો હોવો જોઈએ
શક્તિથી ભરપૂર હોય, જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન,ફેટ અને બાળકોને જરૂરી એવા તમામ પ્રકારના પોષકતત્વો હોવા જોઈએ.
સારી ગુણવત્તાવાળો અને ચોખ્ખો હોવો જોઈએ.
બાળક સહેલાઈથી ગળી શકે તેવો નરમ હોવો જોઈએ.
બનાવવામાં સરળ અને સહેલાઈથી પચે એવો હોવો જોઈએ.
હાનિકારક તત્વો અને કેમિકલ ન હોવા જોઈએ.
સ્થાનિક વિસ્તારમાં સહેલાઈથી મળતો હોવો જોઈએ.
(૨) બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ વિશે લખો.(04 માર્ક્સ)
સ્તનપાન ને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ અને WHO એ ૧૨ દેશોની આગેવાનીમાં બાળ મિત્ર હોસ્પિટલ ( BFHI – baby friendly hospital initiative) ની પહેલ કરી.
1992 માં આ પ્રોગ્રામ ચાલુ થયો અને 1993માં સુધીમાં તે 171 દેશોમાં ફેલાયો.
1995 માં ભારતે આ કાર્યક્રમનો સ્વીકાર કર્યો અને 1998 માં આવા દવાખાનાની સંખ્યા 1372 જેટલી થઈ.
કોઈપણ દવાખાનાને બાળ મિત્ર દવાખાનું જાહેર કરવા માટે બી.એફ.એચની નીતિના 10 પગલાં અનુસરવા જરૂરી છે.
આ 10 પગલાની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.
🔸આ પગલાં નીચે મુજબ છે:
સ્તનપાનની લેખિત માહિતી હોવી જોઈએ, જેના વિશે બધા જ કર્મચારીઓ માહિતગાર હોવા જોઈએ.
અને તેના અમલ માટે બધા જ આરોગ્ય કર્મચારીઓને જરૂરી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ.
બધી જ સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનના ફાયદા અને તે કેવી રીતે સફળ બનાવી શકાય તે જણાવો.
જન્મ પછી એક કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવામાં માતાને મદદ કરો.
સ્તનપાન કેવી રીતે કરાવવું અને શિશુથી અલગ રહેવું પડે ત્યારે ધાવણ કેવી રીતે આપવું તે માતાને જણાવો.
૧ થી ૩ વર્ષના બાળકમાં થતા અકસ્માતો (toddler and preschool)
ઉપર વર્ણવેલા તમામ પ્રકારના અકસ્માત આ ઉંમરના બાળકોમાં જોવા મળે છે, આ ઉંમરમાં બાળક ચાલતા શીખે છે એટલે પડી જવાનું જોખમ વધારે રહે છે.
શાળાએ જતા બાળકોમાં અકસ્માત (school going child)
શાળાએ જતા બાળકો વધારે સાહસિક અને પ્રયત્નશીલ હોય છે. આથી તેમાં પણ અકસ્માતનું જોખમ વધારે જોવા મળે છે. આ ઉંમરના બાળકોમાં રોડ પર થતા અકસ્માત, રમતગમતમાં થતી ઇજાઓ, ઝઘડવાથી થતી ઇજાઓ વગેરે જોવા મળે છે.
🔸બાળકોમાં આકસ્મિક ઇજાઓને અટકાવવાના પગલાંઓ નીચે મુજબ છે:
બાળક પર પૂરતું ધ્યાન આપો, તેને એકલું ન મૂકો.
બાળકના રમકડાની પસંદગી તેની ઉંમર મુજબ કરો.
ધારવાળા કે અણીવાળા રમકડા કે વસ્તુઓથી બાળકને દૂર રાખો.
ચાલતા, શીખતા ટોડલરમાં અકસ્માતના જોખમો વધારે હોય છે, આથી પૂરતું ધ્યાન આપો.
પાણીના ટાંકા કે કુંડીને ઢાંકણ રાખવું જોઈએ. પાણી ભરેલું હોય તેવી ખુલ્લી જગ્યાઓ પર બાળકને રમવા દેવું જોઈએ નહીં.
બાળકને સળગતી વસ્તુથી દૂર રાખવું જોઈએ. રસોઈ બનાવતી વખતે બાળકનું ધ્યાન રાખવું જોઈએ.
બાળકના હાથમાં ઈલેક્ટ્રીક ઉપકરણ કે માચીસ ન આવે તે જોવું જોઈએ.
બાળકને એસિડ જેવી જલદ વસ્તુઓથી દૂર રાખવું.
પશુ કે જીવજંતુઓ કરડવાનો ભય હોય તેવી જગ્યાએ બાળકને રાખવું નહીં.
ભોય તળિયાની સપાટી લપસી ન જાય તેવી રાખવી અને ફર્નિચરથી બાળકને ઇજા ન થાય તેવી રીતે રાખવું.
ઈલેક્ટ્રીક વસ્તુઓથી દૂર રાખવું.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) શાળા આરોગ્ય કાર્યક્રમ વર્ણવો.(08 માર્ક્સ)
🔸શાળા આરોગ્ય કાર્યક્રમ
શાળા આરોગ્ય કાર્યક્રમ, આરોગ્ય એટલે આરોગ્યપ્રદ વાતાવરણ ઉપરાંત મનુષ્યની સામાજિકતા, લાગણીતંત્ર, આધ્યાત્મિકતા એવા તમામ આવરણો ઉપર પણ પૂરતું સકારાત્મક પ્રભુત્વ હોય તેવી સંતોષકારક પરિસ્થિતિનું નિર્માણ કરવું.
શાળા આરોગ્ય કાર્યક્રમએ રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો તેમજ તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું અનુકરણ કરાવવાનો આરોગ્ય વિભાગનો એક સરાહનીય પ્રયાસ છે.
જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઈને સુપર સ્પેશિયાલિટી સુધીની સારવારનો સમાવેશ થાય છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ એક અતિ મહત્વનો સમાજલક્ષી કાર્યક્રમ છે.
જે અંતર્ગત પ્રતિવર્ષ અંદાજે દોઢ કરોડ જેટલા બાળકોમાં રોગોની તપાસણી કરવામાં આવે છે.
તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ બાળકોની તંદુરસ્તી જાળવવાનો છે.
🔸હેતુઓ
શાળાના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓની તપાસ અને સ્થળ પર સારવાર.
જરૂરી સંદર્ભ સેવાઓ માટે બાળકોની તપાસણી અને અલગ તારવણી.
જરૂરિયાતવાળા બાળકોની સંદર્ભ સેવા કેન્દ્રમાં વિગતવાર તપાસણી, સારવાર તથા ફોલો અપની વ્યવસ્થા.
સુપર સ્પેશિયાલિટી સારવાર.
શાળાના બાળકો દ્વારા સમાજમાં આરોગ્ય અંગે સમજદારી ઊભી કરવી.
ગામ તથા શાળામાં આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું કરવું.
🔸લાભાર્થી
નવજાત શિશુથી છ વર્ષના આંગણવાડીના બાળકો.
પ્રાથમિક શાળાના બાળકો.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ.
નવજાત શિશુથી ૧૪ વર્ષના શાળાએ ન જતા બાળકો.
ચિલ્ડ્રન હોમના બાળકો.
🔸સેવાઓ
આરોગ્ય તપાસ
સ્થળ પર સારવાર
સંદર્ભ સેવા
ચશ્મા વિતરણ
કિડની પ્રત્યારોપણ સહિતની સુપરસ્પેશિયાલિટી સેવાઓ
આરોગ્ય શિક્ષણ
🔸કાર્ય પદ્ધતિ
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ટીમ આયોજન મુજબ શાળા, આંગણવાડી અને ગામની મુલાકાત લઇ તમામ બાળકોની આરોગ્ય તપાસ કરે છે.
તપાસણી દરમિયાન જે બાળકો બીમાર જણાય તેઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે.
તબીબી અધિકારી દ્વારા બીમારીવાળા તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર જણાય તેવા બાળકોને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં, સા.આ. કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાત દ્વારા ચકાસણી કરીને સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવે છે.
જેમકે બાળ રોગ નિષ્ણાંત, આંખના સર્જન, કાન, નાક, ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત વગેરે નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે સારવારની સાથે સાથે જે બાળકને દ્રષ્ટિની ખામી હોય અને ચશ્માની જરૂર હોય તેવા બાળકોને વિનામૂલ્યે ચશ્મા પુરા પાડવામાં આવે છે.
હૃદય,કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોને વધુ સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.
આ હોસ્પિટલમાં બાળકોને ઓપરેશન અને કિડની પ્રત્યારોપણ સેવા સહિતની તમામ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
રાજ્યમાં સારવાર શક્ય ન હોય તેવા હૃદયની જટિલ બીમારીવાળા બી.પી.એલ. કાર્ડ ધારકોને રાજ્ય અને બહારની ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે છે.
🔸આરોગ્ય કાર્યકરની ભૂમિકા
બાળકોની બેઝિક આરોગ્ય તપાસ અને સ્થળ પર સારવાર.
આરોગ્ય તપાસણીની આરોગ્ય કાર્ડ અને રજીસ્ટરમાં નોંધણી.
તબીબી અધિકારી દ્વારા તમામ જરૂરિયાતવાળા બાળકોને સંદર્ભ સેવા અપાવવી.
રિપોર્ટિંગની કામગીરી.
આરોગ્ય શિક્ષણ.
સંકલન અને સહયોગ.
ફોલોઅપ કામગીરી.
(૨) વિટામીન-એ ની ઉણપથી થતા ચિહ્નનો, લક્ષણો અને સારવાર લખો.(04 માર્ક્સ )
દ્રષ્ટિ (આંખો) માટે વિટામીન એ જરૂરી છે. તે શરીરની વૃદ્ધિને ઉત્તેજે છે અને બાળકને ચેપ સામે રક્ષણ આપે છે. વિટામીન એ ની ઉણપના લક્ષણો પૈકી રતાંધળાપણું એક છે. જો રતાંધળાપણાની સારવાર કરવામાં ન આવે તો બાળક કાયમ માટે અંધ બની શકે.
🔸વિટામીન એ ની ઉણપથી થતા ચિન્હો લક્ષણો અને સારવાર નીચે મુજબ છે:
લક્ષણો (sign and symptom)
બાળક એ અંધારામાં કે ઓછા પ્રકાશમાં ન જોઈ શકવાની ફરિયાદ કરે છે.
આ લક્ષણ લોકોમાં જાણીતું છે અને તે રતાંધળાપણું જેવા પ્રાદેશિક નામોથી ઓળખાય છે.
સારવાર (treatment)
આરોગ્ય કેન્દ્ર પરથી ૨ લાખ IU વિટામીન એ નુ દ્રાવણ આપવું.
સંદર્ભ સેવાઓ: વધુ તપાસ માટે આંખના ડોક્ટર પાસે મોકલો.
આરોગ્ય કાર્યકર દ્વારા પગલાં
ખોરાકમા પૂરતા પ્રમાણમાં આપવામાં ન આવે તો વિટામીન એની ઉણ પેદા થાય છે, આવા સંજોગોમાં લીલા પાંદડાવાળા શાકભાજી, અને ઘાટા પીળા રંગના ફળ અને વિટામિન એ સીરપ આપવાની સલાહ અપાય છે.
નવ મહિનાની ઉપર દર છ મહિને વિટામીન એ ની સીરપ આપવામાં આવે છે.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ 1971 માં પસાર કરવામાં આવ્યો હતો.
આ અધિનિયમ કરવા પાછળનો હેતુ ખાસ કરીને સામાજિક નિંદાનો ભોગ બનવાની અથવા તબીબી દ્રષ્ટિએ કોઈ જોખમ હોવાની સંભાવના રહેલી હોય ત્યારે અનિચ્છનીય ગર્ભથી સ્ત્રીને મુક્તિ મેળવવાની પરવાનગી આપવાનો હતો.
આ અધિનિયમથી ગર્ભપાત કરાવવા માટેની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ અધિનિયમનો ઉદ્દેશ્ય રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર દ્વારા કેટલીક પરિસ્થિતિઓમાં ગર્ભ દૂર કરવાની પરવાનગી આપવાનો છે.
રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર ન હોય એવી કોઈ વ્યક્તિ દ્વારા ગર્ભ દૂર કરવામાં આવે તો ભારતીય દંડ સહિતા હેઠળ એ એક સજાપાત્ર ગુનો બને છે.
🔸એમ.ટી.પી. અથવા તબીબી રીતે ગર્ભ દૂર કરવાની પરવાનગી ક્યારે મળી શકે
આ અધિનિયમ મુજબ અમુક જ સંજોગોમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી શકાય.
જ્યારે ગર્ભ ૧૨ અઠવાડિયાથી વધુ સમયનો હોય પરંતુ 20 અઠવાડિયાથી વધુ સમયનો ન હોય અને ઓછામાં ઓછા બે રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનરના અભિપ્રાય મુજબ
સંબંધિત સગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે સ્ત્રીને શારીરિક અથવા માનસિક ઇજા થવાનો ભય હોય અથવા
ગર્ભસ્થ શિશુને ગંભીર શારીરિક અથવા માનસિક વિકૃતિઓ ઊભી થવાનું જોખમ હોય અથવા
ગર્ભ બળાત્કાર કે નજીકના સગા સાથેના જાતીય સંબંધને કારણે રહ્યો હોય અથવા
સગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે સ્ત્રીની સામાજિક અથવા આર્થિક પરિસ્થિતિઓ પર ગંભીર અસર પડી શકે તેમ હોય.
20 અઠવાડિયાની ગર્ભાવસ્થા બાદ મેડિકલ પ્રેક્ટિસનર અન્ય કોઈ મેડિકલ પ્રેક્ટિસનર અથવા જેને નિર્દિષ્ટ તાલીમ અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એવી કોઈ નોંધાયેલી દાયણ સાથે પરામર્શન કર્યા બાદ એવો અભિપ્રાય ધરાવતા હોય કે સંબંધિત ગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે..
✓સ્ત્રીનું જીવન જોખમમાં મુકાશે,
✓ગર્ભસ્થ શિશુ ગંભીર વિકૃતિનો ભોગ બનશે અથવા
✓ ગર્ભસ્થ શિશુને ઈજા થવાની સંભાવના રહેશે.
ઉપરની શરતો પુરી થતી હોય ત્યાં સુધી ડોક્ટર ભારતીય દંડ સહિતા હેઠળ ફોજદારી કાર્યવાહીને પાત્ર થવાના ડર વિના ગર્ભ દૂર કરી શકે છે.
(2) તરૂણાવસ્થા દરમ્યાન થતા શારીરિક વિકાસ વિશે લખો.
🔸તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક વિકાસ
શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે.
જેમાં જાતિય ફેરફારોનો સમાવેશ પણ થાય છે.
આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે.
તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે.
🔸તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતોશારીરિક વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય છે.
સ્નાયુઓ વધારે મજબૂત બને.
ચામડી તૈલી બને.
ખભા પહોળા થાય.
અવાજ ઘાટો થાય.
છાતી, બગલ, પ્યુબિક એરિયામાં વાળ આવે અને દાઢી મુછ આવવાની શરૂઆત થાય.
પેનીશ અને ટેસ્ટીસ મોટા થાય છે.
વિર્યનુ ઉત્પાદન શરૂ થાય અને વીર્યાસ્ખલનની શરૂઆત થાય.
🔸તરુણાવસ્થા દરમિયાન છોકરીઓના શરીરમાં થતો વિકાસ :
શરીરના દરેક અંગમાં વિકાસ થાય.
સ્તનનો વિકાસ થાય.
ચામડી તૈલી બને.
સાથળ અને હિપનો ભાગ પહોળો થાય.
અવાજ તીણો થાય.
બગલ અને પ્યુબીક એરિયામાં વાળ આવે.
બહારના જાતીય અવયવો મોટા થતા જણાય.
ઓવ્યુલેસનની શરૂઆત થાય અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય.
(૩) બાળકોમાં જોવા મળતા શ્વશનતંત્રના રોગોના નામ લખી ન્યુમોનીયાના પ્રકાર અને સારવાર વિશે લખો.
બ્રેસ્ટ ફીડિંગ બાળક માટે ઉત્તમ ખોરાક છે, તેના પરથી બાળકના ઉછેર એટલે કે વૃદ્ધિ અને વિકાસનો આધાર છે.
બ્રેસ્ટ ફીડિંગએ બાળકની ન્યુટ્રીશનલ નીડ, સાયકોલોજિકલ નીડ અને ઈમોશનલ નીડ પૂરી પાડે છે.
યુનિસેફ દ્વારા બ્રેસ્ટ ફીડિંગને બાળકની પાયાની જરૂરિયાત ગણી જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં બ્રેસ્ટ ફીડિંગ વીક (૧-૭ ઓગસ્ટ) ઉજવવામાં આવે છે.
Definition :
એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ: બાળકને જન્મથી છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે છે, પાણી પણ નહીં જરૂરિયાત જણાય તો ડોક્ટરની સલાહ મુજબ દવાઓ આપી શકાય છે. છ મહિના બાદ ઊપરી આહાર ચાલુ કરવામાં આવે છે.
બ્રેસ્ટ ફીડિંગના ફાયદા
🔸બ્રેસ્ટ ફીડિંગ થી બાળકને થતા ફાયદા
બ્રેસ્ટ મિલ્કમાં પ્રમાણમાં અને યોગ્ય માત્રામાં બાળકને જરૂરી એવા તમામ પોષક તત્વો હોય છે, જે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
બ્રેસ્ટ મિલ્ક જંતુમુક્ત ચોખ્ખો ખોરાક છે, જેમાં કોઈ પ્રિપેરેશનની જરૂરિયાત હોતી નથી તે બાળકની જરૂરિયાત મુજબ કોઈપણ સમયે મળી રહે છે. બ્રેસ્ટ મિલ્કનું તાપમાન થોડું હુંફાળું હોય છે, જે બાળકમાં હાઇપોથર્મિયાને પ્રિવેન્ટ કરે છે.
તે સહેલાઈથી પચી જાય તેવું છે.
બ્રીસ્ટ મિલ્ક પ્રોટેક્ટિવ વેલ્યુ ધરાવે છે, જે બાળકમાં થતા જી. આઈ ટ્રેકના ઇન્ફેક્શન, રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શન, એલર્જી, અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે.
એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના લીધે માતા અને બાળક વચ્ચેનું ઈમોશનલ બોર્ડિંગ સારું રહે છે.
🔸બ્રેસ્ટ ફીડિંગથી માતાને થતા ફાયદા
બ્રેસ્ટ ફીડિંગથી પી.પી.એચ(પ્રસુતિ પછી રક્તસ્ત્રાવ) ની શક્યતા ઘટે છે, અને યુટરસ ઇનવોલ્યુશન સારી રીતે થાય છે. જેથી માતામાં થતા એનીમિયાને નિવારી શકાય છે.
માતાને ઈમોશનલ સેટીસફેક્શન મળે છે.
માતાને બ્રેસ્ટ અને ઑવેરિયન કેન્સર થવાની સંભાવના ઘટે છે.
માતા બાળકને ટૂંક સમયમાં તાજો અને તૈયાર ખોરાક આપી શકે છે.
તે ગર્ભ નિરોધક તરીકે પણ કામ કરે છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના કારણે માતા પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરી શકે છે.
(૨) અટલ સ્નેહ યોજના
અટલ સ્નેહ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી એક આરોગ્ય કાર્યક્રમ છે, જે નવજાત શિશુઓમાં જન્મજાત (congenital) ખામી પ્રથમ 2 માસમાં જ ઓળખી શરૂઆતમા જ સારવાર આપવાનો ધ્યેય ધરાવે છે.
શરૂઆત : 25 ડિસેમ્બરે, પૂર્વ-પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે, 2016માં મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આ યોજના જાહેર કરી.
હેતુ: નવજાત બાળકોમાં જન્મજાત ખામીઓ શોધીને અનુકૂળ સારવાર શરૂ કરવી.
🔸ખામીઓ
ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ
હાર્ટ ડીસીસ
જન્મથી કેટરેક્ટ (congenital cataract)
જન્મથી ડેફનેસ (congenital deafness)
ક્લેફટ લિપ/પેલેટ
ક્લબ ફુટ
ડેવલોપમેન્ટ ડિસ્પ્લેજીયા ઓફ હીપ
રટાઇનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી
ડાઉન સિન્ડ્રોમ
અન્ય જીનેટીક ડિસઓર્ડર
🔸લાભાર્થીની ઉમર
0–2 માસ (પ્રારંભિક 48 કલાકમાં સ્ક્રીનિંગ ખાસ મહત્વનું)
જરૂરી સારવાર, referral, અને follow‑up પૂરા પાડવામાં આવે છે.
(૩) કાંગારૂ મધર કેર
કાંગારૂ મધર કેર(KMC)
Definition :
જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ માપવાની પદ્ધતિને કાંગારું મધર કેર કહે છે. તેનાથી બાળક અને માતા બંનેના આરોગ્ય સુધરે છે, અસરકારક રીતે ઉષ્ણ તાપમાનનું નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત, વજનમાં ખૂબ વધારો અને માતા અને બાળકનો મમતા સેતુ બંધાઈ રહે છે.
🔸કાંગારૂ મધર કેરના પાસાઓ
ચામડીથી ચામડીનો સ્પર્શ
ફક્ત સ્તનપાન
🔸કાંગારૂ મધર કેરના ફાયદા
બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળકને ઠંડુ પડી જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
સ્તનપાન કરાવવાનું પ્રમાણ વધી જાય છે જેથી વજનમાં વધારો થાય છે.
આરોગ્ય સુવિધાથી વહેલા રજા આપી શકાય છે.
શ્વાસની તકલીફ અને ચેપ જેવી બીમારીઓનું પ્રમાણ ઘટાડી શકાય છે.
માનસિક તણાવ માતા અને બાળક બંનેમાં ઓછો થાય છે.
બાળક અને માતા વચ્ચે મમતાનો સેતુ સારી રીતે બંધાઈ રહે છે.
🔸કાંગારૂ મધર કેર કોને આપી શકાય
કાંગારૂ મધર કેર દરેક બાળકને આપી શકાય છે.
ઓછા વજનવાળા બાળક માટે તે વધુ જરૂરી અને અસરકારક છે.
ગંભીર રીતે બીમાર બાળકને પહેલા સારવાર આપવી જરૂરી છે, તેની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ બીમાર બાળકને પણ કાંગારુ મધર કેર આપી શકાય છે.
🔸કાંગારૂ મધર કેર આપવાની રીત
બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભું રહે તે રીતે ગોઠવો.
બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે. બાળકના બંને પગ એવી રીતે ગોઠવો જેથી તે દેડકા જેવી સ્થિતિમાં રહે અને બંને હાથ પણ ઉપર તરફ ગોઠવા.
બાળકનું પેટ માતાના પેટને સ્પર્શે તે સ્થિતિએ બાળકને ગોઠવો.
માતાના શ્વાસોચ્છવાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે અને આમ બાળકને ગુંગણામણ થતી અટકાવી શકાય છે.
બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.
(૪) વહેલા લગ્નથી થતા નુકશાન અને ફાયદાઓ
🔸વહેલા લગ્નથી થતા નુકસાન
દરેક બાળકને સારા અને સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવાનો અધિકાર છે. તેને પોતાના વ્યક્તિગત જીવનને પોતાની ઈચ્છા મુજબ જીવવાનો અધિકાર છે. બાળ લગ્ન એ બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વહેલા લગ્ન થી થતા નુકસાન નીચે મુજબ છે:
બાળ લગ્નથી બાળકોના મૂળ અધિકારો જેવા કે ભણતર, પોષણ, આઝાદી અને સુરક્ષા છીનવાઈ જાય છે.
નાની ઉંમરના બાળકો માનસિક રીતે સામાજિક જવાબદારીઓ લેવા માટે પરિપક્વ હોતા નથી અને તેઓ માનસિક તણાવ અનુભવે છે.
બાળકીઓ માટે વહેલા લગ્નથી વધારે પ્રમાણમાં અસુરક્ષિત જાતીય સમાગમ થાય છે. એના માટે તેનું શરીર તૈયાર હોતું નથી. ઉપરાંત તે નાની ઉંમરે માતા બને છે અને તેને જાતીય રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે.
નાની ઉંમરે માતા બનવાથી તે નબળા બાળકોને જન્મ આપે છે, આથી બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં વધારો થાય છે.
🔸વહેલા લગ્નથી થતાફાયદાઓ
વહેલા લગ્નથી દંપતી પોતાનું ઘરસંસાર વહેલું શરૂ કરી શકે છે, જેને લીધે જીવનની મુખ્ય જવાબદારીઓ વહેલી ઉંમરે જ સંભાળી શકાય છે.
સ્ત્રી માટે જાતીય-પ્રજનન ક્ષમતા યુવાન ઉંમરે વધુ હોય છે, તેથી સંતાનધારણ માટે શારીરિક રીતે યોગ્ય સમય હોય છે.
ઘણા સમાજોમાં વહેલા લગ્નને સાંસ્કૃતિક રીતે માન્યતા છે, જેથી કુટુંબ અને સમાજની અપેક્ષાઓ પૂર્ણ થાય છે.
જો યુવાન ઉંમરે લગ્ન થાય, તો સંભવિત અનૈતિક યૌન સંબંધોની શક્યતા ઓછી રહે છે.
દંપતી ઘરના વડીલોના માર્ગદર્શન હેઠળ જીવન જીવવાની શરુઆત કરે છે, જે અનુભવે ભરપૂર હોય છે.
મુદ્દો
ફાયદા
નુકશાન
શૈક્ષણિક દૃષ્ટિકોણ
શરુઆતમાં અવકાશ મળે
શિક્ષણ અધૂરૂં રહી જાય
આરોગ્ય
પ્રજનન ક્ષમતા વધુ
માતૃત્વ જોખમ, કુપોષણ, બાળકોમાં મુશ્કેલી
આર્થિક
ઘરસંસાર શરુ કરી શકાય
આવક ન હોવાને કારણે દબાણ
સામાજિક
પારંપરિક અનુરૂપ
સમકક્ષ જીવનસાથી ન મળવો, તલાક શક્ય
ભાવનાત્મક
સાથે સાથે જીવી શકે
અસહનશીલતા, માનસિક અસ્વસ્થતા
પ્રશ્ન-૫ વ્યાખ્યા આપો. (કોઈપણ છ)(12 માર્ક્સ )
(૧) ન્યુબોર્ન બેબી: નવજાત શિશુ એટલે એવો શિશુ જેનું જન્મ થતી ક્ષણથી લઈ 28 દિવસ સુધીનુંજીવનકાલ હોય છે. આ અવધિમાં બાળકને “નવજાત શિશુ” અથવા “નિયોનેટ” (Neonate) કહેવામાં આવે છે.
અથવા
જન્મથી લઈને 28 પૂર્ણ થયેલા દિવસો સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે, ભલે તે સમયપૂર્વ જન્મેલું હોય (Preterm), સમયસર (Term) કે મોડું (Post-term).
(૨) ચાઈલ્ડ એબ્યુઝ: બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનાર, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે જેનાથી બાળકનો શારીરિક, માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા ખોડખાપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચાર(child abuse) કહે છે.
(૩) ટોન્સીલાઈટીસ: ટોન્સિલાઈટિસ એ એક વાયરસ અથવા બેક્ટેરિયાના સંક્રમણને લીધે થતું ટોન્સિલ્સનું સોજોવાળું ઈન્ફેક્શનછે. ટોન્સિલ્સ (Tonsils) એ ગળાની પાછળ બંને બાજુએ આવેલા લિમ્ફોઇડ ટિશ્યૂના નાના ગુલ્લા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
(૪) એનીમીયા: એનિમિયા (પાંડુરોગ) એવો રોગ છે જેમાં લોહીમાં રહેલા રક્તકણોમાં રક્તરંજક (hemoglobin) દ્રવ્યની ઉણપ હોય છે. હિમોગ્લોબિન શરીરના તમામ અવયવો તથા પેશીઓને ઓક્સિજન પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. એનીમિયામાં અગત્યના અવયવોને ઓક્સિજન ખૂબ ઓછો પહોંચે છે અને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય છે. એનીમીયા વાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંફવા લાગે છે. આવા બાળકો વારંવાર બીમાર પડી જાય છે. એનીમિયાના ગંભીર કેસોમાં ચેપ કે હૃદય રોગની શક્યતા વધે છે, જેને લીધે મૃત્યુ પણ થઈ શકે છે.
(૫) રીકેટર્સ: વિટામિન ડી ની ઉણપથી રીકેટસ થાય છે. વિટામિન ડી ની ખામીના કારણે બાળકના આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ થતું નથી. આથી બાળકના હાડકા નરમ અને નબળા પડી જાય છે.રીકેટસમા હાડકા અને સ્નાયુમાં દુખાવો થાય, હાડકા નબળા પડે અને ફ્રેક્ચર થવાનું જોખમ વધે, બાળકની વૃદ્ધિ ધીમી પડે વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
(6 ) કબજીયાત: કબજિયાત એટલે આંતરડાનું હલનચલન ઓછું થઈ જાય જેના કારણે સામાન્ય મળક્રિયા ન થાય, ઘણા કિસ્સામાં દુખાવા સાથે મળક્રિયા થાય તેવી પરિસ્થિતિને કબજિયાત કહેવાય છે. કબજિયાત એ બાળક પાણી અને પ્રવાહી ઓછા પ્રમાણમાં પીતું હોવાથી, કુપોષણ અને ખોરાકમાં રેશાની ઉણપ, દવાની આડઅસર વગેરેના કારણે થઈ શકે છે.
(૭) મેન્સ્ટ્રુઅલ સાઈકલ: માસિક આવવાની પ્રક્રિયા, માસિક આવવું અથવા માસિક ચક્ર એ છોકરીઓમાં જાતીય પરિપક્વતા આવવાની નિશાની છે. તેને રજોપ્રવેશ પણ કહે છે. તેની શરૂઆત સામાન્ય રીતે યૌવનપ્રવેશ દરમિયાન છોકરીઓમાં ઝડપથી થતી શારીરિક વૃદ્ધિની પ્રક્રિયા ચરમ સીમાએ હોય ત્યારે થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે છોકરીઓના શરીરને ભવિષ્યમાં ગર્ભધારણ કરવા માટે તૈયાર કરે છે.