શરીરમાં શ્વાસ લેવાનું અને શરીરના દરેક ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રેસ્પીરેટરી સિસ્ટમ કરે છે. એ જ રીતે શરીરનો કચરો વાયુ સ્વરૂપે આ સિસ્ટમ દ્વારા બહાર નીકળે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનો સમાવેશ થાય છે.
આમ, શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર લેવાની ઉચ્છવાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ જે અવયવો મારફતે થાય છે તે બધા ભેગા મળીને એક સિસ્ટમ બનાવે છે જેને રેસ્પીરેટરી સિસ્ટમ કહે છે.
🔸રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો
નાક (nose-nasal cavity)
ગળાનો નીચેનો ભાગ (pharynx)
સ્વરપેટી (Larynx)
શ્વાસનળી (trachea)
શ્વાસવાહીની (bronchi)
શ્વાસ કેસિકાઓ (bronchioles)
ફેફસા (lungs)
ડાયાફ્રામ
રીબ્સ
ઇન્ટર કોસ્ટલ મસલ્સ
(૨) બેડશોર અટકાવવાના ઉપાવો સમજાવશે.(04 માર્ક્સ)
બેડસોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તેથી ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે. તેના પરિણામ રૂપે સોર જોવા મળે છે જેને બેડસોર કહે છે.
🔸બેડસોર અટકાવવાના ઉપાયો
ખાસ કરીને પેશન્ટને લાંબી માંદગીમાં કે સિરિયસ કન્ડિશનમાં એકની એક સ્થિતિમાં સૂઈ રહેવાથી બેડસોર થાય છે. પેશન્ટને બેડસોર થતા અટકાવવાની જવાબદારી નર્સની રહે છે. આ માટે નીચેના પગલાં લેવા જોઈએ.
1. પ્રેસરને રીલીવ કરવું
ઓશિકું અથવા એર રિંગનો ઉપયોગ કરવો.
સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે બેક કેર કરવી.
પેશન્ટની પોઝીશન દર બે કલાકે ચેન્જ કરવી.
કોણી, ઘૂંટણ અને પગના તળિયે આગળના ભાગ પાસે કોટન રીંગ મૂકી દબાણ ઓછું કરવું.
બેડપાન કાળજીપૂર્વક આપવું અને લેવું.
બેન્ડેજ ટાઇટ હોય તો લુઝ કરવું.
પ્લાસ્ટર કરેલ જગ્યાએ અંદર બાજુએ દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું.
પ્લીન્ટ (splint ) મૂકેલી હોય અને દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું. ડોક્ટર ને જાણ કરવી.
2. પ્રીવેન્ટીંગ મોઇસચર(preventing moisture)
કોઈપણ કારણસર દર્દીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
દર્દીને જો વધારે પરસેવો થતો હોય તો દર્દીને ડ્રાય કરી ભીના કપડા બદલી નાખવા.
પથારીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
યુરીન પાસ કરતું હોય તો તેને કેથેટેરાઈઝેશન કરી દેવું. જેથી પથારી ભીની થાય નહીં.
3. ફ્રિકશનને અવોઇડ કરવું
રફ અને તૂટેલા બેડ પાનનો ઉપયોગ કરવો નહીં.
બેડ પાન આપતી અને લેતી વખતે દર્દીને ઊંચકવું જેથી ફ્રિકશન ન થાય.
બોડીના જે ભાગ એકબીજા સાથે ઘસતા હોય ત્યાં પેડ મૂકવા જોઈએ.
બેડને કરચલી વગરનું અને સ્વચ્છ રાખવું જોઈએ.
સિરિયસ દર્દી માટે સ્મુથ મેટ્રેસ અને સ્મુથ ક્લોથનો ઉપયોગ કરવો.
સુપીરિયર વેના કેવા અને ઇન્ફેરીયર વેના કેવા શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ લોહીને ત્રિદલ વાલ્વ દ્વારા રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે.
રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી વાલ્વ મારફતે અશુદ્ધ લોહી પલ્મોનરી આર્ટરીમાં જાય છે. પલ્મોનરી આર્ટરીમાંથી અશુદ્ધ બ્લડ ફેફસામાં જાય છે.
ફેફસામાં એલ્વીઓલાઇ નામની રચના આવેલી છે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આપ લે થાય છે. જેથી ઓક્સિજન બ્લડમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
આમ, શુદ્ધ થયેલું લોહી (પલ્મોનરી વેન) મારફતે લેફ્ટ એટ્રીયમમાં લાવે છે. લેફ્ટ એટ્રીયમ માંથી શુદ્ધ લોહી દ્વિદલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રીકલમાં જાય છે.
લેફ્ટ વેન્ટ્રિકલ માંથી એઓર્ટીક વાલ્વ મારફતે શુદ્ધ લોહી એઓર્ટામા જાય છે. એઓર્ટા એ ઓક્સિજીનેટેડ લોહી સ્વીકારતી શરીરની સૌથી મોટી આર્ટરી છે.
અથવા
(૧) પ્રોટીનના પ્રાપ્તિસ્થાનો અને કાર્યો લખો.(03 માર્ક્સ)
🔸પ્રોટીનના પ્રાપ્તિસ્થાનો
૧. પ્રાણીજન્ય ખોરાક: જેમાં માંસ, ચરબી, ઈંડા, માછલી વગેરે માંથી પૂરતા પ્રમાણમાં આપણને વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.
૨. વનસ્પતિજન્ય ખોરાક: જેમાં મગ, મઠ અને સોયાબીન જેવા કઠોળો અને દાળ, દૂધ અને દૂધની બનાવટો, કાજુ, મગફળી તેમજ કેટલાક અંશે અમુક ફળોમાંથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.
🔸પ્રોટીનના કાર્યો
શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે.
લોહીનું દબાણ જાળવી રાખે છે.
પાચકરસો અને ઉત્સેચકો બનાવે છે.
અંતઃસ્ત્રાવો બનાવવામાં મદદ કરે છે.
ચયાપચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રતિદ્રવ્યો (એન્ટીબોડી) બનાવે છે, જે ચેપ સામે રક્ષણ આપે છે.
ઘસાઈ ગયેલ ટીશ્યુને રિપેર કરે છે.
ઘા રૂઝાવામાં મદદ કરે છે.
હિમોગ્લોબીનની રચના માટે પ્રોટીન જરૂરી છે.
૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલરી મળે છે.
(૨) કવોશિયોકોર અને મરાસ્મસ વચ્ચેનો તફાવત સમજાવો.(04 માર્ક્સ)
ખોરાકને પાણીમાં રાખી ગરમી પર મુકતા ખોરાક રંધાય છે તેને બોઇલિંગ મેથડ કહે છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ પાણીને એકદમ તાપ આપી ઉકાળવું.
ઉકાળેલા પાણીમાં ખોરાક નાખો અને તાપ ઓછો કરી ઢાંકી દેવું આથી બળતણ ઓછું વપરાય છે જરૂર પ્રમાણેનું જ પાણી લેવું. દાળ, ચોખા, કઠોળ, બટેટા આ રીતે રાંધવામાં આવે છે.
2.સ્ટીમિંગ (વરાળ)
વરાળની મદદથી ખોરાકને રાંધવાની આ ઉત્તમ રીત છે.ખોરાકને બાફવાથી તેમાંના પોષક તત્વો જળવાઈ રહે છે.આમાં એક વાસણમાં પાણી લઈ તેને ઉકાળવામાં આવે છે.પછી તેના ઉપર જાળી મૂકવામાં આવે છે. જાળી ઉપર ખોરાકને મૂક્યા બાદ વાસણને ટાઇટ બંધ કરી દેવાનું. આ રીતે પાણીની વરાળથી ખોરાક બફાય છે. દા.ત. ઈડલી, ઢોકળા, મુઠીયા આ રીતે બફાય છે. આ રીતમાં ઘરના સાધારણ વાસણો ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ તેમાં વરાળનું દબાણ સામાન્ય રહે છે તેથી સમય અને બળતણ વધુ વપરાય છે. આ ઉપરાંત કુકરમાં પણ પદાર્થો મૂકી બાફવામાં આવે છે. આ પદ્ધતિમાં ખોરાકના મૂલ્યો નષ્ટ થતા નથી.
3.સ્ટેવિંગ (ધીમા તાપે ઉકાળીને બનાવવું)
પાણીને ઉકાળ્યા બાદ ઓછું તાપ કરી 80 થી 84 સેલ્સિયસ તાપમાને માંસ અને માછલી વગેરેને ધીમા તાપે ઉકાળીને બનાવવામાં આવે છે. ખોરાકને રાંધવા માટે આ પદ્ધતિમાં વાસણમાં થોડું વધારે પાણી લઈ તેમાં પદાર્થ મૂકી તેના ઉપર ઢાંકણ મૂકો તેનાથી પદાર્થમાં ના પોષક મૂલ્યો પાણીમાં જ રહે છે.
4.ડીપ ફ્રાઈંગ (વધારે તેલમાં તળવું)
મોટી કઢાઈમાં પદાર્થ પૂરેપૂરો ડૂબે તે રીતે તેલ અથવા ઘી નાખ્યા પછી તેને તળવામાં આવે છે. પુરી, ભજીયા, પાપડ, વડા વગેરે પદાર્થ તરતી વખતે નીચે ભરપૂર તાપ રહેવો જોઈએ. તાપ ઓછો રાખવાથી પદાર્થમાં તેલ વધારે પ્રમાણમાં શોષાય છે અને તે સ્વાદમાં પણ સારા લાગતા નથી.
5.શેલો ફ્રાય
છીછરા તવા કે પેન પર થોડું તેલ કે ઘી મૂકીને ખોરાકને શેકવામાં આવે છે. ખોરાકને થોડીવારે શેકાઈ જાય એટલે ફેરવવાથી તે ચોંટતો નથી જેમ કે થેપલા, પરોઠા, પુલ્લા વગેરે તે તવામાં થોડું તેલ મૂકીને તેલ ગરમ થયા પછી રાંધવામાં આવે છે. આ રીતે મરચા, ભીંડાનું શાક વગેરે બનાવી શકાય છે.
6.બેકિંગ (શેકવું)
A. પદાર્થ પર તેલ લગાડવું અથવા તો તેલ ન લગાડીને ધીમા તાપે શેકવામાં આવે છે. દા.ત. બટાટા, તંદુર, રોટલી, મકાઈ, રતાળુ વગેરે પદાર્થને આ પદ્ધતિથી શેકવામાં આવે છે.
B. વાસણમાં શેકવું: આ ખોરાકને શેકવાની બીજી પદ્ધતિ છે. તવો, કઢાઈ અથવા જાડા તળિયાવાળા તપેલાને ધીમી આંચ આપીને તેમાં પદાર્થને શેકવો. દા.ત. થેપલા, સીંગદાણા, રોટલા
7.રોસ્ટિંગ (ગરમ તાપ પર શેકવું)
આમાં ગરમ તાપ પર શેકવામાં આવે છે જેમાં ઢાંકણનો ઉપયોગ થતો નથી. પાણી અને પ્રવાહીની જરૂર રહેતી નથી. અગ્નિ પર માટીની તાવડી કે લોખંડની લોઢી મૂકીને તેના ઉપર ખોરાક શેકવામાં આવે છે. જેમકે ફૂલકા રોટલી, રોટલા, ભાખરી તેમજ મગફળીને આ રીતે શેકવામાં આવે છે. આ રીતમાં ખોરાકમાં રહેલું પાણી ઘટી જાય છે.
8.ભઠ્ઠીમાં શેકવું
ભઠ્ઠીમાં પદાર્થ મૂકીને તેને છોડવામાં આવે છે. આ ભઠ્ઠીનું તાપમાન 125 થી 200 સેલ્સિયસ સુધી તાપમાન રાખવામાં આવે છે. કોરી ગરમી બધી બાજુએથી એક સરખી રીતે એક સરખી ખોરાકને મળે છે આ રીતથી બિસ્કીટ, બ્રેડ, કેક, પાઉં બનાવી શકાય છે.
9.સિમેરીંગ (ધીમા તાપે ઉકાળવું)
આ પદ્ધતિમાં ભોજન બનાવવા માટે ખોરાકને ધીમા તાપે ઉકાળવામાં આવે છે દા.ત. માંસ અને માછલી. 84 સેલ્સિયસ ઉષ્ણ તાપમાને ખોરાકને ઉકાળ્યા પછી તેમાંથી પરપોટા નીકળે ત્યાં સુધી ઉકાળાય છે. પદાર્થને ધીરે ધીરે બાફવામાં આવે છે. પ્રવાહીની ઉષ્ણતા હંમેશા ઓછી રહે છે. તેમાં પાણી નાખવામાં આવતું નથી તેમાં જાતે જ પાણી છૂટે છે.
10.પોચિંગ
આ પદ્ધતિ સિમેરિંગ જેવી જ છે. આમાં વાસણમાં પાણી ભરી અથવા તેલ રેડીને 80 સેલ્સિયસ તાપમાને પદાર્થને તેમાં મૂકી રાંધવામાં આવે છે અને પછી તરત જ ઉતારી લેવામાં આવે છે. દા.ત. ઈંડા અને માછલી.
11.ગ્રીલિંગ
તેમાં ખોરાક ડાયરેક્ટ સૂકી ગરમીથી રંધાય છે જેમ કે ઓવન અથવા તો ખાસ પ્રકારનો ચૂલો કે સ્ટવ તેમાં ગ્રીલની પ્લેટ વપરાય છે. જેમાં ડાયરેક્ટ હીટથી ખોરાક રંધાય છે.
12.પ્યુરી
બાફેલા અનાજને જાળીદાર કપડાં કે ચારણી વડે ગાળવામાં આવે છે. આ રીતે દબાવીને ગાળવાથી ખોરાક એકદમ પાતળો બની જાય છે. નાના બાળકો કે વૃદ્ધો માટે ઉપયોગી છે.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) મોટા જથ્થામાં પાણીના શુધ્ધિકરણની રીત સવિસ્તાર વર્ણવો.(08 માર્ક્સ)
🔸મોટા જથ્થામાં પાણીના શુદ્ધિકરણની રીત (purification of water on a large scale)
અર્બનમાં વોટર સપ્લાય લાર્જ સ્કેલમાં થાય છે. તેના ત્રણ સ્ટેજીસ છે. તે નીચે પ્રમાણે છે.
જ્યારે વરસાદ આવે ત્યારે પાણીનો સ્ટોર કરવો પડે છે. જેમાં ડેમ, ચેકડેમ, નદી, તળાવ, સરોવર, કુવા વગેરેમાં અશુદ્ધ વોટર હોય છે. જેમાં ઘણી અશુદ્ધિઓ ભરેલી હોય છે. તેમાં નેચરલી ત્રણ રીતે પાણી ચોખ્ખું થાય છે.
a) નેચરલ મેથડ b) કેમિકલ મેથડ c) મેકેનિકલ મેથડ
🔸નેચરલ મેથડમાં ત્રણ ટાઈપનો સમાવેશ થાય છે.
✓ભૌતિક કુદરતી પદ્ધતિ: જેમાં ૯૦% સસ્પેન્ડેડ ઇમ્પ્યુરિટી સેટલ થઈ નીચે બેસી જશે. ૨૪ કલાકની અંદર આ ઇમ્પ્યુરિટી નીચે બેસી જાય છે. ત્યાર પછી પાણી ક્લિયર થાય છે. તેમાં સૂર્યના કિરણો પડે છે. જે પાણી ફિલ્ટર થવા લાયક બને છે.
✓રાસાયણિક કુદરતી પદ્ધતિ: સ્ટોર થયેલા પાણીમાં કેમિકલ ચેન્જીસ થાય છે. પાણીમાં રહેલા ઓક્સિજનને કારણે એરોબિક બેક્ટેરિયા પર અસર થાય છે. પાણીમાં એમોનિયા નું પ્રમાણ ઘટે છે અને નાઈટ્રોજનનું પ્રમાણ વધે છે.
✓જૈવિક કુદરતી પદ્ધતિ: સ્ટોરેજ પાણીમાં ૫ થી ૭ દિવસમાં તેમાં રહેલા ૯૦% બેક્ટેરિયા મરી જાય છે. લાંબા સમય સુધી નદીનું પાણી સ્ટોર કરવામાં આવે તો અલગી વનસ્પતિ થાય છે. જેનાથી પાણી ગંધાય છે અને કલરવાળું થાય છે.
૨) ગારણ (filtration)
આ સેકન્ડ સ્ટેજ છે. આમાં ૯૮% થી ૯૯% બેક્ટેરિયા ફિલ્ટરેશનથી દૂર થાય છે. જેમાં નીચેની બે મેથડનો સમાવેશ થાય છે.
a) ધીમી ગતિએ ગારણ b) ઝડપી ગારણ
a) ધીમી ગતિએ ગારણ
ધીમી ગતિએ ગારણ પ્રથમ વખત 1804 માં સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું હતું. હાલમાં દરેક જગ્યાએ આ મેથડનો ઉપયોગ થાય છે. પાણીના શુદ્ધિકરણ માટે સારામાં સારી મેથડ છે. સ્ટાન્ડર્ડ મેથડ છે.
સૌપ્રથમ રો વોટરને સેટલમેન્ટ ટેન્કમાં બે દિવસ સ્ટોર કરવામાં આવે છે. આ ટેન્કમાં નેચરલી પાણીનું શુદ્ધિકરણ થાય છે. જેમાં ૯૦% અશુદ્ધિ દૂર થાય છે.
b) ઝડપી ગારણ
પ્રથમ ઝડપી ગારણ ની શરૂઆત 1985 માં યુ.એસ.એ માં થઈ હતી.
ઝડપી ગારણમાં નીચે દર્શાવેલ અમુક સ્ટેપનો ઉપયોગ કરવામાં આવે છે.
✓ઘટીભવન
✓રેપીડ મિક્સિંગ
✓હલન ચલન
✓ઠારણ
✓ગારણ
૩) ક્લોરિનેશન(chlorination)
ક્લોરીનેશન એ પાણીના શુદ્ધિકરણ માટે એડવાન્સ પદ્ધતિ છે.
ક્લોરિનેશન એ પાણીના શુદ્ધિકરણનું ફાઈનલ સ્ટેપ છે.
તે નુકસાન કરતા બેક્ટેરિયાને મારે છે. તેઓ ઓક્સીડાઈઝીંગ એજન્ટ છે.
તે આર્યન, મેગેનીઝ, હાઈડ્રોજન સલ્ફાઈડને ઓક્સીડાઇઝ કરે છે.
તે ટેસ્ટને ડિસ્ટર્બ કરે છે. પાણીમાં તેની સ્મેલ આવે છે.
(૨) સપ્લીમેન્ટરી ફુડ માટે એ.એન.એમનો રોલ જણાવો .(04 માર્ક્સ)
મહિલાઓ, દંપતિઓને પ્રસુતિ અગાઉ, પ્રસુતિ દરમિયાન અને પ્રસુતિ પછી સુરક્ષિત માતૃત્વ અને બાળ સંભાળ વિશેની જાણકારી અને સેવાઓ આપવી.
સલામત પ્રસુતિ માટે ડિસ્પોઝેબલ ડીલીવરી કીટ, મમતા કીટ, અંગે મહિલાઓ તથા એના ઘરના લોકોને માહિતી આપવી.
પ્રસુતિની ગંભીર સમસ્યાઓ દરમિયાન મહિલાઓને તાત્કાલિક સારવાર સંદર્ભ સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
પ્રસુતિ દરમિયાન કે તે પછી લોહીની ઉણપ અથવા કોઈ ગંભીર સમસ્યાના ચિહ્નો જણાય તો તે અંગેની પ્રાથમિક સારવાર અને ડોક્ટરને જાણ કરવી.
સ્ત્રીઓને પ્રસુતિ પૂર્વ, દરમિયાન તેમજ સ્તનપાન સમયે સમતોલ આહાર લેવાની સલાહ આપવી તેમજ યોગ્ય ઉંમરે ગર્ભધારણ તથા બાળકોના જન્મ વચ્ચે અંતર રાખવા પ્રોત્સાહિત કરવી.
નવજાત શિશુની સંભાળ લેવી.
વિવિધ રોગોથી બાળકને બચાવવા માટે સમયાંતરે રસીઓ આપવી. સગર્ભા માતાઓને ધનુરની રસી અને લોહતત્વની ગોળીઓ અને બાળકોને વિટામીન એ ના ડોઝ આપવા.
પોતાના ક્ષેત્રમાં આવતા આંગણવાડી કેન્દ્ર ઉપર ઉજવાતા “આરોગ્ય દિન” પ્રસંગે મહિલા અને બાળ આરોગ્ય વિષયક સમસ્યાઓનું સમાધાન કરવું.
પોતાના ક્ષેત્રમાં સમાવિષ્ટ મહિલા મંડળોના કાર્યક્રમમાં હાજર રહી આરોગ્ય અંગેના પ્રશ્નોનું સમાધાન કરવું. આવા કાર્યક્રમમાં નીચેની બાબતો વિશે જાણકારી આપવી.
ઉધરસ, શરદી, ન્યુમોનિયા, ઝાડા, અતિસાર જેવી માંદગીમાં જરૂરી સંભાળ અને ખોરાક વિશે માર્ગદર્શન.
રસીકરણ અને વૃદ્ધિ માપન (ગ્રોથ મોનિટરિંગ) નું મહત્વ
મહિલાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે બે બાળકો વચ્ચે અંતર રાખવાની જરૂરિયાત અને તેના ઉપાયો.
બાળકોના પોષણ અને સગર્ભા ધાત્રી માતાઓને સમતોલ આહાર અંગે સમજ આપવી.
પોતાના કામ અંગે કે સહકાર્યકરોના પ્રશ્નોના ઉકેલ માટે મહિલા મંડળો અથવા સહકાર્યકારોનો સહયોગ લેવો.
મહિલા અને બાળકોની નિયમિત આરોગ્ય તપાસ કરતી વખતે જરૂર જણાય તો હોસ્પિટલમાં રીફર કરવું.
વાલીને બાળકોના જન્મ નોંધાવવા માટે જણાવો અને તેની ખાતરી કરવી.
છ માસ પછી ઉપરી ખોરાક વિશે સમજાવવું. ઉપરી ખોરાક કેવી રીતે બનાવો અને તેમાં બાળકને કેટલો જરૂરી છે તે વિશે માતાને સમજ આપવી.
દરેક બાળકના સમયાંતરે વજન અને ઊંચાઈ કરાવવા જેથી કયા બાળકને પૂરતો ખોરાક મળે છે અથવા કયા બાળકનો વિકાસ બરાબર નથી થતો તેની જાણકારી મેળવી તેવી માતાઓને ઉપરી ખોરાક વિશે જાણકારી પૂરેપૂરી આપવી.
અથવા
(1) શરીરમાં આવેલા સેન્સરી અંગો વિશે જણાવી કોઈપણ એક વિશે સમજાવો.(08 માર્ક્સ)
🔸શરીરમાં આવેલા સેન્સરી અંગો :
આપણા શરીરમાં જુદી જુદી સંવેદનાઓનું ભાન કરાવતા અવયવોના સમૂહને સંવેદના તંત્ર કહે છે.
સેન્સરી સિસ્ટમમાં આવેલા અવયવોને સેન્સરી ઓર્ગન કહે છે.
આપણા શરીરમાં પાંચ સેન્સરી ઓર્ગન આવેલા હોય છે.
1. આંખ
2. કાન
3. નાક
4. જીભ
5. ચામડી
🔸સ્કીન (ચામડી)
સ્કીન એ સૌથી ઉપરનું કવર છે તે શરીરના અવયવોનું રક્ષણ કરે છે તે સ્પર્શનું જ્ઞાન કરાવે છે.
આ માટે તેમજ જ્ઞાનતંતુ આવેલા હોય છે આમ ચામડી અગત્યનું સેન્સરી અંગ છે.
ચામડીના મુખ્ય બે લેયર આવેલા છે.
A. એપીડર્મીસ
B. ડર્મીસ
A. એપીડર્મીસ
જે ચામડીનું બહારનું પડ છે જે ચામડીની સપાટી તૈયાર કરે છે તેના ઉપરના કોષો ઘસાઈને નાશ પામે છે અને તેની જગ્યાએ નીચેના કોષો નવી ચામડી તરીકે ઉપર આવે છે.
તેના ઊંડાણમાં આવેલા કોષોમાં પીગમેન્ટ આવેલા છે જેને મેલેનીન કહે છે.
જે ચામડીને રંગ આપે છે તેમજ ગરમીનું શોષણ કરે છે.
જેમ તેની સંખ્યા વધુ તેમ ચામડીનો રંગ વધુ બ્લેક હોય છે આ પડમાં બ્લડ વેસલ્સ કે જ્ઞાનતંતુઓના છેડાઓ આવેલા હોતા નથી તેથી આપણને ઈજા થાય તો બ્લીડિંગ કે દુખાવો થતો નથી.
ચામડી પર વાળ આવેલા હોય છે જ્યાં પરસેવાની ગ્રંથિના છિદ્રો ખુલ્લા થાય છે.
ચામડી પર ખાસ પ્રકારની રેખાઓ જન્મથી મૃત્યુ સુધી જોવા મળે છે તેના વમળો ફિંગર પ્રિન્ટમાં જોવા મળે છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.
B. ડર્મીસ
આ બાહ્ય ત્વચા છે એપીડર્મીસ કરતા ડર્મીસ એ આઠ ગણું જાડું હોય છે.
તે ફાઇબર ઇલાસ્ટિક ટીસ્યુથી બનેલ છે તેથી મજબૂત અને ઇલાસ્ટિક હોય છે.
જેમાં ઉંડા સબક્યુટેનિયસ ટીશ્યુ આવેલા હોય છે.
તેમાં પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે જે પરસેવો ઉત્પન્ન કરે છે આશરે 24 કલાકમાં 500 સીસી જેટલો પરસેવો શરીરના નકામા કચરાને બહાર કાઢે છે જેને એક્સક્રીટરી ઓર્ગન પણ કહે છે.
🔸સીબેસીયસ ગ્રંથિ
આ તેલીય ગ્રંથિ છે જે વાળના છિદ્રમાં ખુલે છે.
તે સીબમ નામનો ચીકણો સ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
જે ફેસ, માથા પર , નાક, કાન વગેરે જગ્યાએ વધુ આવેલી છે.પરંતુ પાલ્મ કે સોલમાં હોતી નથી.
તે ચામડી અને વાળને સુવાળા, ભીના, તૈલી તેમજ ચળકતા રાખે છે.
તેના લીધે ચામડી ચીકણી રહેવાથી ધૂળ તેમજ જંતુ ત્યાં ચોંટી જાય છે.
તે ચામડીમાંથી વધુ પડતું બાષ્પીભવન અટકાવે છે.
🔸કાર્યો
શરીરના અવયવોનું રક્ષણ કરે છે અને શરીરને કવર કરવાનું કામ કરે છે.
શરીરને આકાર અને શોભા આપે છે.
સ્પર્શ, તાપમાન અને દુખાવાનું જ્ઞાન કરાવે છે.
શરીરનું ઉષ્ણ તાપમાન જાળવી રાખે છે.
પાણી અને ચરબીનું શોષણ કરે છે અને સંગ્રહ કરે છે.
પરસેવા રૂપે નકામો કચરો બહાર કાઢે છે આ રીતે સ્કિન અને કિડનીના કાર્યમાં મદદ કરે છે.
શરીરના અંદરના અવયવોને ઈજાથી અને માઈક્રો ઓર્ગેનિઝમથી બચાવે છે. સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી તૈયાર કરે છે.
(૨) મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે જણાવો.(04 માર્ક્સ)
મેન્સ્ટ્રુએશન એ નોર્મલ ફિઝિકલ પ્રોસેસ છે. જે સ્ત્રીના સ્ત્રીત્વની ઓળખ છે.
મેન્સ્ટ્રુએશન સાથે ઘણી બધી માન્યતાઓ, શરમ, સંકોચ, ફીયર ઓફ અનનોન, વગેરે રૂઢિગત રીતે સંકળાયેલ છે.
મેન્સ્ટ્રુએટીંગ વુમનને અનક્લિન ગણવામાં આવે છે.
અમુક સમાજમાં ઘરમાં ચાલતી ડેઈલી એક્ટિવિટીમાં તેમને પાર્ટિસિપેટ થવા દેવામાં આવતી નથી.
હકીકતમાં આવી માન્યતા પાછળ વૈજ્ઞાનિક કારણ આ દિવસો દરમિયાન ફિમેલને ફિઝિકલ રેસ્ટ મળે તે હોય છે.
કારણકે મેન્સ્ટ્રુએશનને કારણે બ્લડ લોસ થવાથી ફિમેલ થાક અનુભવે છે.
આ સાથે હોર્મોન ચેન્જીસને કારણે મસલ્સમા દુખાવો, પગમાં દુખાવો, પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.જેથી ફિમેલ રેસ્ટ કરે તે અગત્યનું છે.
મેન્સ્ટ્રુએશન પ્રોસેસ એટલે દર મહિને પ્યુબર્ટી પછીના ગાળામાં યુટ્રસ ફર્ટિલાઇઝ ઓવમના માટે એમબેડિંગ તૈયાર કરે છે. પરંતુ ઓવમ ફર્ટીલાઇઝ ન થાય તો આ એમબેડિંગ રપચર થઈ અને બ્લડિંગ દ્વારા બહાર નીકળે છે.
આ સાયકલ જનરલી 25 થી 26 દિવસની હોય છે.
આમ મેન્સ્ટ્રુએશન એ પોલ્યુટિંગ વિષય નથી.
આ સમય દરમિયાન નહાવું, વાળ ધોવા, નોર્મલ ડેઈલી એક્ટિવિટી કરવી હાનિકારક નથી તેવું સમજાવું જોઈએ.
મેન્સ્ટ્રુઅલ ડિસ્ચાર્જનો કંટ્રોલ કરવા એબસોરબન્ટ સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે.
તે દર ચાર કલાકે ચેન્જ કરવાના હોય છે.
અન્ય ઉપાયમાં એબસોરબન્ટ કોટન નેપકીનનો યુઝ કરવામાં આવે છે.
હોર્મોનલ ચેન્જીસને કારણે આવતા બિહેવિયરલ પ્રોબ્લેમ, રિલેક્સેશન, પ્રાણાયામ દ્વારા અટકાવી શકાય છે.
(1) ડિફેન્સ મિકેનીઝમ એટલે શું? તેના પ્રકારો જણાવી કોઈ પણ ત્રણ ડિફેન્સ મિકેનિઝમ વિશે લખો.
ડિફેન્સ મિકેનિઝમ એટલે સ્વ બચાવ પ્રયુક્તિઓ
Definition: દરેક વ્યક્તિ પાસે એવું સાધન કે હથિયાર કે માનસિક શક્તિ હોય કે જેની મદદથી પોતાની જાતને માનસિક ખતરાથી અને નિરાશાથી રક્ષણ આપી શકીએ.
🔸ડિફેન્સ મિકેનિઝમના ટાઈપ
૧) મેજર મેકેનિઝમ ૨) માયનોર મેકેનિઝમ
૧) મેજર મેકેનિઝમ
રીગ્રેશન(પીછે હઠ/પ્રતિ ગમન)
સબ્લીમેશન (ઉત્ક્રાંતિ)
રેશનલાઈઝેશન (યુક્તિ કરણ)
કન્વર્ઝન (રૂપાંતરણ)
રિપ્રેશન (પ્રતિગમન,અત્યાચાર,દમન)
રિએક્શન ફોર્મેશન (પ્રતિક્રિયાનું નિર્માણ)
૨) માયનોર મેકેનિઝમ
ડિસ્પ્લેસમેન્ટ (વિસ્થાપન)
નેગેટિવિઝમ (નિષેધવૃત્તિ)
પ્રોજેક્શન (પ્રક્ષેપણ, દોષ આરોપણ)
આઇડેન્ટિફિકેશન (ઓળખાણ)
ડે ડ્રીમિંગ/ફેન્ટસી (દિવાસ્વપ્ન, કાલ્પનિક)
કમ્પાર્ટમેન્ટલાઈઝેસન (વિભાજન)
કમ્પેનસેશન (વળતર)
કન્ડેન્સેશન (ઘનીકરણ)
ડીનાઈલ (અસ્વીકાર)
સબસ્ટીટ્યુશન(ના બદલે મૂકવું)
વિથડ્રોઅલ(પાછું લેવું, વિમુખતા)
ઇન્ટેલેક્ટટ્યુલાઇઝેશન (બૌદ્ધિકરણ)
૧) ડે ડ્રીમિંગ
ડે ડ્રીમિંગ એ વિથડ્રોવલનું જ એક ઉદાહરણ છે.
ઉત્પન્ન થયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે આપણે એમાંથી છટકવાનો પ્રયત્ન કરીએ છીએ અને જુદી જ દુનિયા બનાવીએ છીએ કે જેમાં નિષ્ફળતાને કોઈ જ સ્થાન નથી.
કરવામાં આવતા દરેક વિચારોમાં સફળતા મળતી જાય છે.
આ રીતે એક સફળતાની દુનિયા કરીને જ્યાં બધું જ શક્ય છે અને આવી પડેલી મુશ્કેલીને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ આ દિવા સ્વપ્નની દુનિયામાં તમે ધાર્યું કરી શકો છો જેમકે ડે ડ્રીમ એ ખૂબ જ આનંદ આપવાનો મિકેનિઝમ છે અને જીવનની રોજબરોજની મુસીબતોથી થોડીવાર માટે તે બધું જ બોલાવીને આપણને આનંદ આપે છે.
ઘણી વખતે જેના વિશે ખરાબ સ્વપ્નો જોતા હોઈએ એ પ્રાપ્ત કરવા માટે માણસને પ્રેરણા મળે તો આગળ વધે છે જો કે તેના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા વધારે છે.
જો તેનો વધારે ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણી વાસ્તવિકતાને ભૂલી જઈએ છીએ અને આ રીતે આ વાસ્તવિક અને કાલ્પનિક દુનિયાઓની સફળતાઓ સુધી જ સંતોષ માની લઈએ છીએ જેથી તેઓ હકીકતથી દૂરને દૂર જતા રહે છે અને જીવનમાં ખાસ સત્યો અને મુસીબતોનો સામનો કરી શકતા નથી.
ઉદાહરણ
બીમાર વ્યક્તિ કે જે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં વિચારે છે કે જ્યારે સાજો થઈ જઈશ ત્યારે બધું જ સારું થઈ જશે.
બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય તો તે એવું વિચારે છે કે જ્યારે હું મુસીબતમાંથી ઉગરીશ ત્યારે બધી જ બાબત જતી રહેશે.
૨) કમ્પેનસેશન
જીવનમાં કોઈપણ ખામી કે ઉણપ હોય તેને પહોંચી વળવા માટે મનુષ્ય પોતાની બધી શક્તિઓ બીજી બાજુ વાળીને આ ખામીને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે જેને વળતર કહેવામાં આવે છે.
જીવનમાં કોઈપણ એક ભાગમાં મળેલી નિષ્ફળતા કે ખામીને જીવનમાં બીજા કોઈ ભાગમાં સફળતા મેળવીને પૂરી કરે છે અને આ રીતે ખામીને લીધે ઉપસ્થિત થયેલી માનસિક ચિંતા અને ભયને દૂર કરે છે.
ઉદાહરણ
નબળો માણસ સમ્રાટ બન્યો.
વિદ્યાર્થી જે ભણવામાં નબળો છે તે સંગીત અથવા રમતગમતમાં સફળ થવા માટે વધુ સમય અને શક્તિનો ઉપયોગ કરે છે.
વિકલાંગ છોકરો કે જે રમતોમાં ભાગ લેવા માટે અસમર્થ છે, તે મહાન વિદ્વાન બને છે.
૩) સબસ્ટીટ્યુશન
આ એક એવી જાતનું મેકેનિઝમ છે કે જેમાં નક્કી કરવામાં આવેલ ઈચ્છાઓ આપણે પૂરી ન કરી શકીએ ત્યારે એના જેવી જ બીજી કોઈ ઈચ્છાઓને પૂરી કરી તે એડજસ્ટ કરીએ છીએ.
નક્કી કરવામાં આવેલ ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મહેનત કર્યા પછી પણ નિષ્ફળતા મળશે એવો ખ્યાલ હોય ત્યારે આ મેકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ
સ્ટુડન્ટ કે જેને ખબર છે કે મને મેડિકલમાં એડમિશન નહીં મળે એ પોતાની જાતને નર્સિંગમાં એડમિશન લઈને સંતોષ મેળવે છે.
એક વ્યક્તિ મોટી ઇન્ડસ્ટ્રીનો માલિક બનવા ઇચ્છતો હોય પરંતુ એ નહીં બની શકે એના લીધે એને મૂંઝવણ અને ટેન્શન થાય છે આ ટેન્શનને દૂર કરવા તે નાની ઇન્ડસ્ટ્રીનો માલિક બને છે અને પોતાની જાતને સંતોષ માને છે.
(૨) કચરાનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિઓ લખો અને તેમાં એ .એન . એમ .તરીકે રોલ જણાવો .
🔸કચરાનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિઓ
1. અનુવર્તનપાત્ર (Biodegradable) અને અનુવર્તનઅયોગ્ય (Non-biodegradable) કચરાનું વિભાજન
ભિન્ન-ભિન્ન રંગના ડસ્ટબિનનો ઉપયોગ (હરો, વાદળી, લાલ વગેરે)
ઘરેલુ અને આરોગ્ય સંબંધિત કચરાનું જુદું વિભાજન.
2. ઇન્સિનેરેશન પદ્ધતિ (Incineration Method)
ખાસ કરીને હોસ્પિટલના ચેપી કચરાને ઇન્સિનેરેટરમાં બાળી નાખવો.
આ પદ્ધતિ ચેપી રોગો અટકાવે છે.
3. લેન્ડફિલ પદ્ધતિ (Landfill Method)
શહેરી અને ઉદ્યોગોનો કચરો જમીનમાં દફનાવવામાં આવે છે.
જમીનને સુરક્ષિત બનાવવામાં આવે છે.
4.ગોબર ગેસ પ્લાન્ટ / કમ્પોસ્ટિંગ (Composting)
ઘરેલું ભાજીપાલાનું બાકી રહેતું જૈવ કચરું
ફર્ટિલાઇઝર (ખાતર) રૂપે ઉપયોગી
5. બર્નિંગ / બળતર (Open Burning)
કેટલાક વિસ્તારોમાં કચરો બાળીને નિકાલ કરાય છે.
આ પદ્ધતિનો ઉપયોગ ખાસ જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.
6. રી-યુઝ અને રિસાયકલ પદ્ધતિ (Reuse and Recycle)
સ્ટિક, ધાતુ, કાગળ વગેરેનો ફરીથી ઉપયોગ
પર્યાવરણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ
🔸એ.એન.એમ. (ANM) તરીકે રોલ
સમુદાયમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી.
પરિવારને ઘરના કચરાનું વિભાજન શીખવવું.
બાયોમેડિકલ કચરાનું જુદું નિકાલ કેવી રીતે કરવું તેનું પ્રદર્શન.
રંગવાર બિનના ઉપયોગ માટે માર્ગદર્શન.
સ્વચ્છ ભારત અભિયાન / શાળામાં સફાઈ કાર્યક્રમોમાં સહભાગ.
આરોગ્ય શિક્ષણ દ્વારા શૌચાલયના ઉપયોગ અને દૂષિત પાણીને દૂર રાખવાનું મહત્વ સમજાવવું.
રોગચાળાની માહિતી મેળવી ફીલ્ડમાં સફાઈ અને દવા છંટકાવ સુનિશ્ચિત કરવો.
(૩) વેન્ટિલેશન એટલે શું? તેના પ્રકારો જણાવો.
Definition : વેન્ટિલેશન એટલે હવાની અદલાબદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય છે.
વેન્ટિલેશનના બે પ્રકાર છે
૧) કુદરતી વેન્ટિલેશન
હવા
ફેલાવ
તાપમાનમાં અસમાનતા
૨) કૃત્રિમ વેન્ટિલેશન
એક્ઝોસ્ટ ફેન
પ્લેનમ
બેલેન્સ
એર કન્ડિશન
૧) કુદરતી વેન્ટિલેશન
A. હવા, વાયુ, પવન
પવન એ નેચરલ વેન્ટિલેશન માટે મહાન વસ્તુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે અશુદ્ધિ દૂર થાય છે. ઘણીવાર હવામાન કોઈપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીઓ થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકસાન થાય છે.
B. ફેલાવ
આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે. તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે પણ આ સ્લો પ્રોસેસ છે.
C. તાપમાનમાં અસમાનતા
ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે. અંદરનું હવામાન બહાર કરતા ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે. જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આમ ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે. ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટિલેશન હોય છે. ઘરની અંદર બારી બારણા સામસામા અથવા ક્રોસમાં રાખવા જોઈએ. ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટિલેશન ઉપર આધારિત હોય છે.
૨) કૃત્રિમ વેન્ટિલેશન
A. એક્ઝોસ્ટ વેન્ટિલેશન
ઘરની અંદરની હવાને એકઝોસ્ટ ફેન દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેકાય છે અને બહારની ઠંડી હવા રૂમમાં આવે છે. આવા એક્ઝોસ્ટ ફેન ઘરમાં, સિનેમા હોલમાં, સભાખંડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. આ ફેનને ઘરમાં ઊંચે બહારની તરફ હવા ફેકે એ રીતે ફીટ કરવામાં આવે છે.
B. પ્લેનમ વેન્ટિલેશન
આ સિસ્ટમમાં હવાને ફોર્સફૂલી રૂમમાં દાખલ કરવામાં આવે છે. એક્ઝોસ્ટની ઓપોઝિટ કામ કરે છે.ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે.
C. બેલેન્સ વેન્ટિલેશન
આ વેન્ટિલેશન એક્ઝોસ્ટ અને પ્લેનમનું મિક્સ સ્વરૂપ છે. ફેન દ્વારા અંદરની હવા બહાર ફેકવાની અને બહારની હવા અંદર લેવાની ક્રિયા થાય છે. જેથી બેલેન્સ બરાબર જળવાઈ રહે છે. જ્યારે કુદરતી વેન્ટિલેશન ન ચાલતું હોય ત્યારે આનો વિશેષ ઉપયોગ થાય છે.
D. એર કન્ડિશનિંગ
આધુનિક યુગમાં આ સિસ્ટમનો ખૂબ ઉપયોગ થાય છે. હાલમાં જુદી જુદી ટાઈપના નાના-મોટા એસી જોવા મળે છે. જે દિવાલ ઉપર લગાડી શકાય છે અને બારીમાં ફીટ કરી શકાય છે. હાલમાં પાવર સેલર એસી આવે છે. જેથી ઓછા વિદ્યુતથી ચાલે છે. એસીથી વ્યક્તિને બરાબર કમ્ફર્ટ લાગે છે. એસીથી હવાનું તાપમાન, ભેજ અને ડસ્ટ વગેરેની કંટ્રોલ કરવામાં આવે છે.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો.(કોઈપણ ત્રણ)(12 માર્ક્સ)
(૧) આદર્શ કુવો
આદર્શ કુવો એને કહેવાય જે
✓યોગ્ય જગ્યાએ હોય ✓બરાબર સારી રીતે બાંધેલ હોય ✓પ્રદૂષિત વાતાવરણથી રક્ષિત હોય ✓સલામત પાણીનો પુરવઠો મળતો હોય
આવા કુવાને આદર્શ કુવો કહેવામાં આવે છે.
🔸આદર્શ કુવો બાંધતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.
કુવા માટે એવી જગ્યા પસંદ કરવી કે 15 મીટર અથવા 50 ફૂટ સુધી તેની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ તેમ જ ઉંચી જગ્યાએ બાંધવો જોઈએ. કુવાના આકાર પ્રમાણે અંદરની સાઈડ પાકું પ્લાસ્ટર કરવું જોઈએ. જેથી સાઈડમાંથી દૂષિત પાણી કૂવામાં ન આવે.
2.લાઇનિંગ
લાઇનિંગ એટલે કુવાની અંદરની અને કુવાની ઉપરની લાઇનિંગ 6 મીટર અથવા 20 ફૂટ ઊંડે સુધી ઈંટ અથવા પથ્થરની સિમેન્ટ કોક્રીટથી ચણતર કરી પાકું પ્લાસ્ટર કરવું જોઈએ. આ પાળી બનાવવાથી કોઈપણ પ્રદૂષણ અંદર જઈ શકતું નથી.
3. પ્લેટ ફોર્મ
કુવાની આજુબાજુ સિમેન્ટ કોક્રીટનુ ત્રણ ફૂટ પહોળું પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને તેમાં ઢાળ બહારની બાજુએ હોવો જોઈએ. જેથી પાણી ભરાઈ ન રહે.
4. ડ્રેઇન (ગટર)
કુવાના ઢાળ આગળ એક પાકી ગટરની વ્યવસ્થા હોવી જોઈએ. જેથી નકામું પાણી ગટરમાં જતું રહે.
5. કવરિંગ (ઢાંકણ)
કુવાની ઉપર એક સિમેન્ટ કોંક્રીટનું કવર હોવું જોઈએ અથવા તો જાળી તેમજ પતરાનું કવર હોવું જોઈએ. જેથી ઉપરથી કચરો અંદર ન પડે અને કુવાનું પાણી દૂષિત ન થાય.
6. હેન્ડ પંપ
કુવા ઉપર હંમેશા હેન્ડ પંપ મુકેલો હોવો જોઈએ અથવા કૂવામાંથી પાણી કાઢવા માટે એક જ ડોલ અને દોરી હોવી જોઈએ. અલગ અલગ વાસણ વાપરવાથી પાણી દૂષિત થાય છે.
7. ક્વોલિટી (ગુણવત્તા)
પાણીનો ટેસ્ટ કેવો છે તે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પીવા લાયક પાણી છે કે નહીં તેની ખબર પડે પાણી ત્રણ પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે.
ફિઝિકલ
કેમિકલ
બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ
અને ત્યાર પછી ઉપયોગમાં લેવામાં આવે છે.
8. હેલ્થ એજ્યુકેશન (આરોગ્ય શિક્ષણ)
જ્યારે કૂવો બનાવીને લોકાર્પણ કરવામાં આવે ત્યારે ઓથોરિટીવાળાએ લોકોને કુવાની સાચવણી તેમ જાળવણી વિશે માહિતગાર કરવા જોઈએ.
જેમાં વ્યક્તિગત, ફેમિલી અને કોમ્યુનિટીની જવાબદારી છે.
કુવાની ચોખ્ખાઈ કેવી રીતે રહી શકે જેમાં કપડાં ધોવાની, વાસણ ખસવાની તથા સ્નાન કરવાની મનાઈ કરવી.
કુવા સોંપે ત્યારે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી કે આ પાણીથી રોગ નહીં થાય.
ચોખા વાસણથી કુવામાંથી પાણી બહાર કાઢવાની એડવાઇઝ આપવી.
સમયાંતરે કૂવામાં ક્લોરીનેશન કરાવવું.
કુવાની આજુબાજુ હવાડો કે લેટ્રીન ન હોવા જોઈએ.
(2 ) સ્ટમક
સ્ટમક એ j શેપનું હોય છે. અને પાચનતંત્રનું મુખ્ય અવયવ છે. સ્ટમક એ પેટના પોલાણમાં એબડોમિનલ કેવીટીમાં એપીગેસ્ટ્રીક, અંબેલીકલ અને લેફ્ટ હાઇપોકોન્ડ્રીયાક રીજીયન માં આવેલું હોય છે.
સ્ટમક એ પોલી કોથળી જેવું ઓર્ગન છે. જઠરની આગળની બાજુએ લીવરનો ડાબો લોબ અને પાછળની બાજુએ સ્વાદુપિંડ, ગોલબ્લેડર વગેરે આવેલા હોય છે.
જઠરમાં 1.5 લીટર જેટલો ખોરાક એકી સાથે સમાય શકે છે.
🔸સ્ટમકના ભાગો
સ્ટમકના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે. ૧)ફંડસ ૨)બોડી ૩)પાયલોરસ
1. ફંડસ : સ્ટમકના ઉપરના ભાગને ફંડસ કહે છે જે અન્નનળી સાથે જોડાયેલું હોય છે તેમજ ત્યાં આગળ કાર્ડિયાક સ્પીન્ટર આવેલું હોય છે.
2. બોડી : સ્ટમકની વચ્ચે આવેલા પોલા ભાગને બોડી કહે છે.
3. પાયલોરસ : પાયલોરસ એ સ્ટમકનો અંતિમ ભાગ છે.
🔸સ્પીન્ટર
સ્ટમકમાં મુખ્યત્વે બે સ્પીન્ટર આવેલા હોય છે.
૧) કાર્ડિયાક સ્પીન્ટર ૨) પાયલોરીક સ્પીન્ટર
🔸સ્ટમકમાં મુખ્યત્વે બે વળાંક (curvature) આવેલા હોય છે.
ગેસ્ટ્રીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે તેમજ અશુદ્ધ બ્લડ સપ્લાય ગેસ્ટ્રીક વેન દ્વારા પાછું જાય છે.
🔸નર્વ સપ્લાય
સીમ્પેથેટિક નર્વ સપ્લાય થાય છે જ્યારે વેગસ નર્વ દ્વારા સ્ટમકના પાચક રસો ઉત્તેજિત થાય છે.
🔸સ્ટમકના કાર્યો
ખોરાકને થોડા સમય માટે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે એટલે કે સંગ્રહ તરીકેનું કાર્ય કરે છે.
ગેસ્ટ્રીક જ્યુસને તૈયાર કરી પ્રોટીનના રાસાયણિક પાચનમાં મદદ કરે છે. (પેપ્સીન, રેડીન)
ખોરાકને ગેસ્ટ્રીક જ્યુસ સાથે મિક્સ કરી ખોરાકને આગળ ધકેલવાનું કાર્ય કરે છે.
ખોરાકને વલોવાની ક્રિયા કરે છે.
સ્ટમકમાં તૈયાર થતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકને એસિડીક બનાવે છે જેથી સ્ટમકમાં મોટાભાગના માઇક્રો ઓર્ગેનિઝમ નાશ પામે છે.
(૩) માનસિક રીતે સ્વસ્થ વ્યકિતના લક્ષણો
વ્યકિત પોતે પોતાની લાગણીઓ સમજી શકે છે.
પોતે પોતાની ઈચ્છાઓ જાણતો હોય.
પોતાનામાં શું ખામી છે તેની તેને ખબર હોય છે.
પોતાનામાં તેને પુરો ભરોસો હોય છે.
કોઈપણ પ્રકારના સંઘર્ષમાં તે શાંતીથી રહી શકે છે.
પોતાનું ગૃપ પણ જાળવી શકે છે.
પોતાના પર પુરેપુરો કાબુ હોય છે.
કયારેય પણ સરળતાથી અપસેટ થતો નથી.
દરેક પ્રકારની લાગણીને કંટ્રોલ કરી શકે જેવી કે દુ:ખ,ગુસ્સો,પ્રેમ,અફેર વગેર..
હમેશા દરેકને માન આપે તથા દરેક તરફથી માન મેળવી શકે છે.
હતાશા જેવી સ્થિતીમાંથી કાઈક શીખી શકે અને બહાર આવી શકે.
પોતાનું ધ્યેય નકકી કરી શકે છે.
જીંદગીમાં આવતા દરેક પ્રશ્નોનો મુકાબલો દઢતાથી કરી શકે છે.
જીંદગીના દરેક કામ અર્થવાળા હોય અને હેતુસભર હોય છે.
સમયનો પુરેપુરો સદઉપયોગ કરતો હોય.
પોતાની ફરજ પ્રત્યે સભાન અને નિષ્ઠાવાન હોય.
દરેક સાથે હળીમળીને રહે છે.
પોતાની થતી સાચી ટીકાઓ ને સહર્ષ સ્વીકાર કરે છે.
દરેકના સારા કાર્યોને બીરદાવે છે.
લોકો સાથે એડજેસ્ટ થઈ રહે
સારા મિત્રો બનાવી શકે તથા નિભાવી શકે
પોતાની લાગણી અને જરૂરીયાત પ્રત્યે હમેશા જાગૃત રહે.
હમેશા હકારાત્મક વિચારો કરતો હોય છે.
સારૂ વાંચન અને સારા મિત્રો હોય છે.
(૪) ફુડ એડલ્ટ્રેશન (ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ)
Definition : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડીને વેચવો. તેમજ ખાદ્ય પદાર્થ વેચાણમાં મુક્તિ વખતે તેમાં અખાદ્ય પદાર્થો ઉમેરીને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે તેને ખોરાક કહેવામાં આવે છે.
ખાદ્ય પદાર્થની શુદ્ધતાનો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળવાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળવાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્યને નુકસાન કરતા બને છે.
ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેનાથી ગ્રાહકના આરોગ્યને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહકની જાન પણ જોખમમાં મુકાય છે.
આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી એ કાનૂની ગુનો ગણાય છે.
૨) સબસ્ટીટ્યુશન : હલકો માલ વેચવો (એક ને બદલે બીજો માલ આપવો) દા.ત. વસ્તુની કિંમત ચૂકવીએ છીએ તેના બદલે આપણે ઓછી કિંમતની વસ્તુ પકડાવી દે છે.
૩) એબસ્ટ્રેક્સન : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી દા.ત. દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે, બોગસ કંપનીનું લેબલ લગાવી સાગરના જેવું એનિમલ ફેટનું વેચાણ કરી દેશી ઘીની કિંમત જેટલા જ પૈસા પડાવે.
૪) કોન્સેલિંગ ડીકમ્પોઝ ફૂડ : બગડી ગયેલો માલ વેચવો
૫) મિસ બ્રાન્ડિંગ : ખોટા લેબલ હેઠળ માલ વેચવો
૬) કેન્સલિંગ ઓફ ક્વોલિટી : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી
૭) એડિશનલ ઓફ પોઈઝન : કેટલીક ભેળસેળ આપણા શરીરને નુકસાન કરે છે દા.ત. આરજીમન ઓઇલ (ભીંડાનું ઓઇલ) આપણા શરીરને નુકસાન કરે છે. જેનાથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે, દૂધમાં પાણી ઉમેરવું વગેરે.
🔸ખોરાકમાં થતી સામાન્ય ભેળસેળ
દૂધ : જેમાં પાણી ઉમેરવું, મલાઈ કાઢી લે, સ્ટાર્ચ પાવડર ઉમેરવો, દૂધનો પાવડર ભેળવવો તેમજ પેપરનો માવો નાખવો, કેમિકલ મિલ્ક બનાવવું
ચોખા અને ઘઉં : જીણી કાકરી કપચી નાની પથરી કે રેતી ભેળવવી
લોટ : ચોખાનો ભૂકો, શીંગોડાનો લોટ, સિંગદાણાનો લોટ અને મકાઈનો લોટ ભેળવવો જે કિંમતમાં સસ્તો હોય છે.
ખાદ્ય તેલ : સસ્તા અખાદ્ય તેલ, અમુક પ્રકારના ડાય અને આરજીમોન તેલ ઉમેરવું.
ચા અને કોફી : જેમાં વપરાયેલી ચા ની ભૂકી, લાકડાનો વેર, ચણાના ફોતરા અને ચિકોરી વગેરે
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12 માર્ક્સ)
(1) વેન્ટીલેશન : વેન્ટિલેશન એટલે હવાની અદલા બદલી અથવા હવાની ફેર બદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહે છે.
વેન્ટીલેશનના બે પ્રકાર છે.
કુદરતી વેન્ટિલેશન
કૃત્રિમ વેન્ટિલેશન
(૨) ડિપ્રેશન :ડિપ્રેશન (Depression) એ માનસિક આરોગ્યની એક ગંભીર સ્થિતિ છે જેમાં વ્યક્તિને લાંબા સમય સુધી દુઃખ, નિરાશા, શૂન્યતા, થાક અને જીવનમાં રસ ન હોવા જેવી લાગણીઓ અનુભવાય છે અને તેને રોજિંદી પ્રવૃત્તિઓમાં રસ ઘટી જાય છે, જે કાર્યક્ષમતા અને દૈનિક જીવન પર પ્રતિકૂળ અસર કરે છે.
(3) બેડશોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તેથી ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે. તેના પરિણામ રૂપે સોર જોવા મળે છે જેને બેડસોર કહે છે.
(૪) રીટેઈન્ડ એનીમા :રીટેઈન્ડ એનીમા એ એવી એનીમાની પદ્ધતિ છે જેમાં પ્રવેશિત કરાયેલ દ્રવ પદાર્થને શરીરમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે, મોટાભાગે તેનો ઔષધિય અથવા પોષણ આધારિત લાભ મેળવવા માટે થાય છે.
ઉદાહરણ તરીકે:
ઓઈલ એનીમા (Oil Enema) – પેટ સફાઈ માટે
ન્યૂટ્રિટીવ એનીમા (Nutritive Enema) – પોષણ માટે
મેડિકેટેડ એનીમા (Medicated Enema) – દવા આપવાનો માર્ગ
(5) ફૂડ એડેટીવ્સ : જુદા જુદા ખોરાકમાં એડેટીવ્ઝ ઉમેરવામાં આવે છે જે ખૂબ જ જુના સમયની સાચવવાની રીત છે. દા.ત. કેરી, મીઠું, અથાણું બનાવીએ ત્યારે તેમાં મીઠા ને ઉમેરીએ છીએ જેના કારણે ખોરાક લાંબા સમય સુધી સચવાય છે.
આજના યુગમાં મોટાભાગના પ્રોસેસ ફૂડ જેવા કે બ્રેડ, બિસ્કીટ, જામ, જેલી, સોફ્ટડ્રિંક્સ વગેરેમાં ફુડ એડેટીવ્ઝ જેવા કે સુક્રોઝ, હળદર, વેનીલા એસેન્સ, એસ્કોર્બિક એસિડ, સાઈટ્રિક એસિડ, વિનેગાર આ બધા એસેન્સ આપણી બોડીમાં સ્ટોર થાય છે અને તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે.
(6) કલોરીનેશન :પાણીમાં કલોરીન કે હાઇપોકલોરાઈટ ઉમેરવાની પ્રક્રિયા એટલે પાણીનું કલોરીનેશન
કલોરીન જંતુનાશક તરીકેનો ગુણ ધરાવતું હોવાથી ટેપ વોટરમાં અમુક પ્રકારના જીવાણુઓ અને સુક્ષ્મજીવાણનો નાશ કરવા માટે કલોરીનેશન જરૂરી છે.
ટૂંકમાં, કલોરીનેશન એ કોલેરા, ટાઈફોઈડ, મરડો જેવા પાણીજન્ય રોગોને અટકાવવા માટે જરૂરી છે.
કલોરીનેશનની મૂળભૂત અગત્યતા પાણીને જંતુમુકત કરવાની છે.
(૭) સમતોલ આહાર (બેલેન્સ ડાયેટ) : સમતોલ આહાર એટલે કે જે ખોરાકમાંથી શરીરને જરૂરી તમામ ઘટકો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામીન તથા મિનરલ્સ અને પાણી તેમજ શરીરની તંદુરસ્તી જાળવવા માટેની તમામ આવશ્યક ક્રિયા કરવા માટેની શક્તિ અને બીમારીના સમયે સંગ્રહ કરેલ શક્તિનો ઉપયોગ થઈ શકે તેવા પ્રકારના ખોરાકને સમતોલ આહાર (બેલેન્સ ડાયટ) કહે છે.
(8 ) હેલ્થ : હેલ્થ એ એવી પરિસ્થતિ છે કે જેમાં શારીરિક, માનસિક અને સામાજિક રીતે તેમજ આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય તેમજ તેનામાં કોઈપણ રોગ કે ખોડખાંપણ ન હોય તેને હેલ્થ કહેવાય. તેમજ વ્યકિત આર્થિક ઉપાર્જન માટે સક્ષમ હોય તેને હેલ્થ કહેવાય છે.
Health as dynamic state of Physical, Mental Social and Spiritual well being and not merely absence of disease or deformity by WHO
પ્રશ્ન-૬ (અ) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.(05 માર્ક્સ)
(૧) એનિમા આપવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે?
(અ) સુપાઈન પોઝીશન
(બ) લેફટ લેટરલ પોઝીશન
(ક) રાઈટ લેટરલ પોઝીશન
(ડ ) પ્રોન પોઝીશન
(૨) બીટોટ સ્પોટ શેની ઉણપથી થાય છે?
(અ) વિટામીન એ
(બ) પ્રોટીન
(ક) વિટામીન સી
(ડ) કેલ્શીયમ
(૩) શરીરની રચનાના અભ્યાસને શું કહે છે?
(અ) એનાટોમી
(બ ) બાયોલોજી
(ક ) ફીઝીયોલોજી
(ડ ) પેથોલોજી
((૪) કયા પોષણ તત્વની ઉણપથી બાળકમાં ન્યુરલ ટયુબ ડીફેકટ જોવા મળે છે?
(અ ) આર્યન
(બ) કેલ્શીયમ
(ક) ફોલિક એસીડ
(ડ) ફોરફરસ
(૫) લેકચર સાંભળવું અને લખવું એ માઈન્ડની કઈ અવસ્થા છે?
(અ) કોન્સીયસ
(બ) અનકોન્સીયસ
(ક) સબકોન્સીયસ
(ડ) એકપણ નહિ
(બ) ખાલી જગ્યા પુરો.(05 માર્ક્સ)
(1) પુખ્ત વયની વ્યક્તિમાં………હાડકા આવેલા હોય છે. 206 હાડકા
(૨) ફોલીક એસિડની ઉણપથી………….ઍનીમીયા થાય છે. મેગાલોબ્લાસ્ટિક ઍનીમિયા
(૩) નેફ્રોન …………………અવયવમાં આવેલા હોય છે. મૂત્રપિંડ (કિડની)
((૪) ૧૫ થી ૨૦ લીટર પાણીને શુધ્ધ કરવા પાણીમાં કલોરીનની……………. ગોળી નાખવી જોઈએ.એક 0.5 ગ્રામની કલોરીનની ગોળી
5 )………………………. ઈટીંગ ડીસઓર્ડરમાં વધારે ભૂખ લાગે છે. બુલીમિયા નર્વોસા (Bulimia Nervosa)