URINARY SYSTEM
KEY TERMS
1) Renal cortex ( રીનલ કોર્ટેકસ) := કિડનીનુ સૌથી આઉટર લેયર( ભાગ).
2) Bowman s capsule ( બાઉમેન કેપ્સ્યુલ):= nephron ( નેફ્રૉન કે જે કિડનીનું બેઝિક ફંકશનલ યુનિટ છે) બાઉમેન કેપ્સ્યુલ એ નેફ્રૉન સૌથી આગળ નો કપ શેપ માઉથ જેવો ભાગ છે.
3) Nephron (નેફ્રૉન):= તે કિડની નું બેઝિક ફંકશનલ એકમ છે. તે કિડની નુ માઇક્રોસ્કોપીક સ્ટ્રકચરલ યુનિટ છે અને કિડની માં બૈજિક કાર્ય કરતુ યુનિટ છે.
4) Renal medulla ( રીનલ મેડ્યુલા):= આ કિડનીનું સૌથી અંદરનું લેયર છે.
5) Glomerulus (ગ્લોમેરુલસ):= આ ગલોમેરૂલસ એ એકદમ પાતળી કેપીલરીસ નુ ગુચડુ છે. જે બાઉમેન capsule ની અંદર ની તરફ આવેલી હોય છે.
6) osmolarity (ઓસ્મોલારીટી):= ઑસ્મોલારીટી મા કોઈપણ સોલ્યુશનન (પ્રવાહી) નુ ઓસ્મોટિક પ્રેશર એક્સપ્રેસ કરવામાં આવે છે. જેમા પર કિલોગ્રામ વોટરમા કેટલા નંબર ઓફ મોલ્સ પ્રેઝન્ટ છે.
7) ureters (યુરેટર્સ):= આ એક પ્રકારનું ટ્યુબયુલર સ્ટ્રક્ચર છે. જે ટ્યુબ કિડની થી યુરીનરી બ્લેડર ને જોડે છે. તે યુરીન ને કિડની માંથી બ્લેડર તરફ પાસ કરાવે છે.
8)urethra (યુરેથ્રા):= આ એક પ્રકારનુ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે કે જે યુરીનરી બ્લેડર થી બોડીના એક્સટર્નલ એન્વાયરમેન્ટ સુધી કનેકટ થાય છે. તેની બહાર ના ઓપનિંગ દ્વારા યુરિન બોડી માંથી બહાર એક્ષક્રીટ થાય છે.
9)Bifurcation( બાયફૂર્કેશન):= બાયફૂર્કેશન એટલે કે કોઈપણ બ્રાન્ચીસ નુ બે ભાગમા ડિવાઇડ થવુ.
10) Diuresis (ડાઇયુરેશીસ):= યુરિન નુ વધારે પ્રમાણમા પ્રોડક્શન થવુ.
11) Renal artery ( રીનલ આર્ટરી):= આ એવી બ્લડ વેસલ છે કે જે કિડની મ। ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પહોંચાડે છે.
12)Excretion (એક્સક્રીશન):= આમા બોડીનુ જે કાંઈ પણ વેસ્ટ પ્રોડક્ટ હોય (યુરિન) તેને શરીરની બહાર કાઢવુ.
13) Renal vein (રીનલ વેઇન) := આ બ્લડ વેસલ્સ એ ફિલ્ટર થયેલુ બ્લડ (ડીઑક્સીજનેટેડ બ્લડ) એ ફરી રિટર્ન સર્ક્યુલેશનમા પહોંચાડે છે. તે કિડની તરફડ થી બ્લડ પાછુ રિટર્ન લાવે છે.
14) Renin (રેનીન) := આ હોર્મોન એ સિસ્ટમિક બ્લડ પ્રેશર નુ અલ્ટ્રેશન કરે છે. આ કિડની દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે.
15) Sphincter (સ્ફીન્કટર) := આ રીંગ જેવા મસલ્સ ફાઇબર છે કે જે સંકોચાવા માટેની ક્ષમતા ધરાવે છે.
યુરીનરી સિસ્ટમ એ એ એક પ્રકારની બોડી ની એક્સક્રીટરી સિસ્ટમ છે. તે બોડી ની વેસ્ટ પ્રોડક્ટ ને બોડી ની બહાર રીમુવ કરે છે. બોડીના જે પણ પદાર્થો કે જેનો બોડીમા યુઝ થતો નથી (મેટાબોલિક વેસ્ટ) તેને બોડીની બહાર કાઢે છે. તેમા નીચે પ્રમાણેના ઓર્ગન્સ નો સમાવેશ થાય છે.
2 kidneys := જે યુરિન નુ ફોર્મેશન કરે છે. તે રાઇટ અને લેફ્ટ 2 હોય છે.
2 ureters:= જે યુરીન ને કિડની માંથી યુરીનરી બ્લેડર તરફ લાવે છે. તે રાઇટ અને લેફ્ટ 2 હોય છે.
1urinary bladder := આ એવુ ઓર્ગન છે કે જેમા યુરીન નુ કલેક્શન થાય છે. તે 1 ની સંખ્યા મા હોય છે.
1 urethra:= જેના દ્વારા યુરીનરી બ્લેડર મા એકઠુ થયેલુ યુરીન એ બોડીની બહાર Excretion થાય છે.
કિડનીએ હ્યુમન બોડીમા 2 ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટીરીયર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે.
કિડનીએ બિન (Bean) શેપ નુ અવયવ છે. તે 12 મા થોરસિક વર્ટીબ્રાના લેવલથી 3 લંબર વર્ટીબાના લેવલ સુધી આવેલ હોય છે.
કિડની એ 11 સેન્ટિમીટર લાંબી 5 થી 6 સેન્ટીમીટર પહોળી હોય છે. તેનુ વજન અંદાજિત 150 ગ્રામ જેટલુ હોય છે. જમણી કીડની એ ડાબી કિડની કરતા થોડી નીચે ગોઠવાયેલી હોય છે કારણ કે જમણી બાજુએ લીવર એ મોટો ભાગ રોકે છે.
કિડની ની આજુબાજુએ આવેલા આવયવો.
કિડની એ એબડોમીનલ કેવીટીમા આવેલુ અવયવ છે. જમણી અને ડાબી બંને બાજુએ એક એક આવેલી હોય છે. બંને કિડની ની આજુબાજુએ એબડોમિનલ કેવિટીના અવયવો જેવા કે લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એડ્રીનલ ગ્લેન્ડસ, સ્ટમક, સપ્લિન, પેનક્રિયાઝ વગેરે અવયવો બંને કિડનીની આજુબાજુએ આવેલા હોય છે.
Structure of the kidney..(સ્ટ્રકચર ઓફ ધ કિડની..)
કિડની એ બિન શેપ નુ અવયવ છે. જેની વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે તેને હાઈલમ અથવા તો રીનલ હાઇલમ કહેવામા આવે છે. જે ખાચ માથી રીનલ આર્ટરી, રિનલ વેઈન, નર્વસ, લિમફ વેસલ્સ અને યુરેટર નુ સ્ટ્રક્ચર અંદર દાખલ થાય છે તથા બહાર નિકડે છે.
કિડની ની ઇનર બોર્ડર અથવા તો હાઈલમ એ વર્ટીબ્રલ કોલમ ની બાજુએ જોવા મળે છે. તેની આઉટર બોર્ડર એ કોનવેક્સ હોય છે. કિડની એબડોમીનલ કેવીટીમા બંને બાજુ લટકતુ અવયવ છે. તેને તેની પોઝીશનમા રાખવા માટે તેની આજુબાજુએ ફેટી ટીશ્યુ તથા ફાઇબ્રોઇલાસ્ટિક કનેક્ટિવ ટીશ્યુ નુ નેટવર્ક આવેલુ હોય છે જેને રીનલ ફેશિયા કહેવામા આવે છે. આની મદદ થી કિડની પોતાની પોઝીશન જાળવી શકે છે અને તેને પ્રોટેક્શન પણ મળે છે.
કિડનીને લોનજીટ્યુડીનલ સેક્શનમા જોવામા આવે ત્યારે કિડનીના ત્રણ સ્ટ્રક્ચર મા ડિસ્ટ્રીબ્યુટ થયેલ જોવા મળે છે.
1. ફાઇબ્રસ કેપ્શયુલ.
તે કિડનીની ફરતે આવેલુ ફાઇબ્રસ ટિસ્યુ નો બનેલ એક ભાગ છે. આ મેમ્બ્રેન એ કિડનીની ફરતે ગોઠવાયેલી હોય છે. જે કિડની નો શેપ જાળવવા માટે તથા તેને રક્ષણ આપવા માટે ના પડ તરીકે કાર્ય કરે છે.
2. કોર્ટેક્સ.
તે રેડીસ બ્રાઉન કલરનો ટીસ્યુનો બનેલો ભાગ છે. જે કિડનીની કેપ્શયુલ ની નીચે આવેલો હોય છે.
3.મેડ્યુલા.
કિડનીમા કોર્ટેક્સ થી અંદરના ભાગને મેડયુલા કહેવામા આવે છે. તે પણ રેડીસ બ્રાઉન કલર ધરાવે છે. જેમા ત્રિકોણ આકાર ના પિરામિડ જેવા સ્ટ્રક્ચર આવેલા હોય છે તેને રીનલ પિરામિડ કહેવામા આવે છે. આ રીનલ પિરામિડના બેઝ નો ભાગ એ કોર્ટેક્સ તરફ હોય છે અને પિરામિડ નો પોઇન્ટેડ ભાગ એટલે કે રીનલ પેપીલા નો ભાગ એ અંદર ની બાજુએ હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે.
આ રીનલ પેપીલા એ આગળની બાજુએ કપ જેવુ સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેને કેલિક્સ કહેવામા આવે છે. મોટી સ્પેસ ધરાવતા ભાગને મેજર કેલિક્સ અને નાની સ્પેસ ધરાવતા ભાગને માઈનર કેલિક્સ કહેવામા આવે છે. માઇનર કેલીક્સ એ મેજર કેલિકસ મા ઓપન થાય છે. આ કેલિક્સ થી આગળ ફનેલ શેપ ના પહોળા ભાગને રીનલ પેલ્વિસ કહેવામા આવે છે.
કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન આ કેલિક્સના ભાગે થઈ ફનેલ શેપના પહોળા ભાગે એટલે કે રીનલ પેલવીસ ના ભાગે આવે છે. અહી યુરીન કલેક્ટ થાય છે અને ત્યારબાદ આગળની બાજુએ રીનલ પેલવીઝથી સાંકડુ કિડની માથી બહાર નીકળતુ સ્ટ્રક્ચર કે જેને યુરેટર કહેવામા આવે છે તેના દ્વારા યુરિન કિડની માથી બહાર નીકળે છે અને યુરીનરી બ્લેડર મા પોહચે છે.
કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન માઈનર કેલિક્સ થી મેજર કેલિક્સ અને મેજર કેલિક્સથી રીનલ પેલ્વીસ ના ભાગે આવે છે. ત્યાથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચે છે. આ ક્રિયા કોઈપણ પ્રકારના નર્વસ સિસ્ટમના કંટ્રોલની થતી નથી રીનલ પેલ્વિન ની દિવાલમાં સ્પેશિયલ મસલ્સ અને પેસમેકર સેલ્સ આવેલા હોય છે જેના કોન્ટ્રાકશનના કારણે આ યુરિન એ આગળની તરફ વહે છે.
માઈક્રોસ્કોપીક સ્ટ્રકચર ઓફ કિડની.or
Structure Of Nephron
કિડનીના માઇક્રોસ્કોપિક્સ સ્ટ્રક્ચર જોતા ઘણુ કમ્પોઝિશન જોવા મળે છે. જેમા કિડની ને માઇક્રોસ્કોપ નીચે જોતા માઈક્રોસ્કોપિક ફંકશનલ સ્ટ્રક્ચર એટલે કે નેફ્રોન જોવા મળે છે જે કિડનીનુ મુખ્યત્વે કાર્ય કરતુ યુનિટ છે. કિડનીમા નેફ્રોન એ મિલિયન્સ ની સંખ્યામા આવેલા હોય છે.
નેફ્રોનના માઈક્રોસ્કોપિક સ્ટ્રક્ચર મા નીચે મુજબના સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામા આવે છે.
1. બાવમેન્સ કેપ્સુલ..
નેફ્રોનના આગળના ભાગે કપ શેપ નુ એક માઉથ હોય છે જેને બાઉમેન્સ કેપ્શયુલ કહેવામા આવે છે. આ કેપ્શયુલ ની દિવાલમા સ્પેશિયલ પ્રકારના એપીથેલીયલ સેલ્સ આવેલા હોય છે જેને પડોસાઈટ્સ કહેવામા આવે છે. આ બાઉમેન કેપ્શયુલ ના પરાઈટલ અને વિશેરલ એમ બંને લેયર જોવા મળે છે.
બાઉમેન્સ કેપ્શયુલ ના કપ આકારના ભાગ ની વચ્ચે આર્ટિરિયલ કેપેલરી નુ નેટવર્ક આવેલુ હોય છે તેને ગ્લોમેરુલસ કહેવામા આવે છે. અહી આવેલા પોડોસાઈટ સેલ્સ એ ફિલ્ટ્રેશન પ્રોસેસમા હેલ્પ કરે છે. બાઉમેન્સ કેપ્શયુલ થી આગળના ત્રણ સેન્ટીમીટર લાંબા ભાગને ટ્યુબ્યુલર પાર્ટ કહેવામા આવે છે. આ ટ્યુબ્યુલર પાર્ટને નીચે મુજબના ભાગમા વિભાજિત કરી શકાય છે.
2. પ્રોક્ઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ..
બાઉમેન્સ કેપ્શયુલ થી આગળના શરૂઆતના ટ્યુબ્યુલર પોર્શનને પ્રોકઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ તરીકે ઓળખવામા આવે છે. તે નેફ્રોન ની ટ્યુબ્યુલ્સ ના શરૂઆત ના ભાગ તરીકે હોય છે. તેની દીવાલમા એપીથેલીયમ સેલ્સ આવેલા હોય છે. આ ભાગ એ કિડનીના કોર્ટેક્સમા આવેલો હોય છે.
3. લૂપ ઓફ હેનલે..
પ્રોક્ઝીમલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલસ પછીના U આકારના ભાગને (Sharp U Turn) લૂપ ઓફ હેનલે કહેવામા આવે છે. તેને મેડ્યુલરી લુપ પણ કહેવામા આવે છે. લુપ ઓફ હેનલે મા એસએન્ડિંગ અને ડીસેન્ડીંગ લૂપ જોવા મળે છે વચ્ચેના ભાગે શાર્પ વળાંક જોવા મળે છે જે યુ આકારનો ભાગ બનાવે છે. લુપ ઓફ હેનલેનો ભાગ એક કિડનીના મેડ્યુલામા આવેલો હોય છે.
4. ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ.
લૂપ ઓફ હેનલે પછીના નેફ્રોનના ટ્યુબ આકાર ના ભાગને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ કહેવામા આવે છે. આ ટ્યુબ આકાર નો ભાગ એ એસએન્ડિંગ લીમ્બ બનાવે છે. જે આગળ જતા કલેક્ટિંગ ડકટ સાથે જોઈન્ટ થાય છે..
5. કલેકટીંગ ડકટ ..
કલેકટીંગ ડકટ એ સ્ટ્રેટ ટ્યુબ છે. જે ઘણા નેફ્રોનના ડિસ્ટલ કોનવોલ્યુટેડ ટ્યુબયુલ ના ભાગ ને જોડે છે. આ ટ્યુબ એ લાર્જ ડક્ટ તરીકે ઓળખાય છે. આ કલેક્ટિંગ ટ્યુબ એ એકબીજા સાથે જોડાય રીનલ પિરામિડના ભાગે માઈનર કેલિક્સમા ખુલે છે.
જ્યારે રીનલ આર્ટરી એ હાઈલમના ભાગમાથી કિડની ની અંદર પ્રવેશે છે, ત્યારબાદ તે ઘણી નાની નાની આર્ટીરીઓલ્સમા ડિવાઇડ થાય છે . જ્યારે આ આર્ટરીઓલ્સ એ બાઉમેન કેપ્સુલ ની અંદર દાખલ થાય છે તે અર્ટરીઓલ્સ ને અફેરંટ આર્ટરીઓલ્સ કહેવામા આવે છે. જે ગ્લોમેરૂરલ કેપ્સ્યુલ મા કેપેલરીઝ ના નેટવર્કમા વિભાજીત થાય છે તેને ગ્લોમેરૂલસ કહેવામા આવે છે. આ કેપેલરીનુ નેટવર્ક ની જે આર્ટરીઓલ્સ બાવમેન્સ કેપ્સુલ ની બહાર નીકળે છે તેને ઈફેરન્ટ આર્ટરીઑલ્સ કહેવામા આવે છે..
અફેરન્ટ આર્ટરીઑલ્સ ના ડાયામીટર કરતા ઇફેક્ટ આર્ટરીઑલ્સ નો ડાયામીટર નાનો હોય છે જેના લીધે ગ્લોમેરુલસ મેમ્બ્રેન પર પ્રેશર ક્રિએટ થાય છે અને ફિલ્ટ્રેશનના પ્રોસેસ ને વેગ મળે છે અને યુરીન ફોર્મેશન ની ક્રિયા શરૂ થાય છે.
ઈફેરંટ આર્ટરીઑલ્સ એ ફરી નાની નાની કેપેલારિઝ મા ડીવાઈડ થાય છે અને ન્યુટ્રીયન્ટ અને વોટર એબ્સોર્બ કરી બ્લડ સર્ક્યુલેશન સાથે ભેળવે છે. આ નાની-નાની વેસલ્સ એ બ્લડને રીનલ વેઇન મારફતે કિડની માથી બહાર ડ્રેઇન કરે છે.
Functions of the Kidney..(ફંકશન્સ ઓફ ધ કિડની..)
કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.
કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.
કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.
બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.
કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.
કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
કિડની નુ મુખ્ય કામ એ યુરીન દ્વારા વેસ્ટ પ્રોડક્ટ નુ બોડી માથી એક્સક્રીશન કરવાનુ છે. કિડની દ્વારા તૈયાર કરેલ યુરિન યુરીનરી બ્લેડરમા કલેક્ટ થાય છે. ત્યારબાદ યુરેથ્રા દ્વારા બોડી માથી બહાર નીકળે છે. આ યુરીન ફોર્મેશન નીચે મુજબના તબક્કાઓમાથી તૈયાર થાય છે.
સિમ્પલ ફીલ્ટ્રેશન.
કિડનીમા ફિલ્ટ્રેશન નુ કાર્ય એ નેફ્રોન દ્વારા થાય છે. આ નેફ્રોનના સ્ટ્રક્ચરમા રહેલ બાઉમેન્સ કેપ્સુલ ની અંદર અફેરન્ટ આર્ટિરિયોલ એ અંદર દાખલ થાય છે અને તેનો ડાયામીટર ઈફેરન્ટ આર્ટિરિયોલ કરતા મોટો હોય છે. આ આર્ટરી ના નેટવર્ક ને ગ્લોમેરુલસ કહેવામા આવે છે.
આ ગલોમેરુલસ મેમ્બ્રેન પર આર્ટરીઓલ્સ ના ડાયામીટરના તફાવતના કારણે પ્રેશર ક્રિએટ થાય છે. જેના લીધે ફિલ્ટરેશન પ્રોસેસને વેગ મળે છે.
ગ્લોમેરુલસ મેમ્બ્રેન અને બ્લડ કેપેલેરી ની મેમરેન્સ બંને સેમી પરમીએબલ હોવાના કારણે બ્લડ તરફ થી બાઉમેન્સ કેપ્સુલ તરફ પ્રેશર વધે છે અને બ્લડમા રહેલા યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનીન અને બીજા ઘણા બધા સબસ્ટન્સ એ બાઉમેન્સ કેપ્સ્યુલ મા ફિલ્ટર થાય છે. બ્લડમા રહેલા મોટા અણુઓ અને પ્રોટીન પ્લાઝમા પ્રોટીન એ ફિલ્ટર થતા નથી જેના કારણે બ્લડ કેપેલરીમા પ્રેશર વધારે હોય છે.
ગ્લોમેરુલસ મેમ્બ્રેન પરથી એક મિનિટમા ફિલ્ટર થતા યુરીનને ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ (GFR) કહેવામા આવે છે. જે નોર્મલી 120ml જેટલો હોય છે.
ટ્યુબ્યુલર સિક્રીશન..
ગ્લોમેરુલસ મેમ્બ્રેન પર બ્લડ એ લાંબો સમય સુધી ત્યા બ્લડ કેપેલરીમા ન રહેવાના કારણે અમુક સબસ્ટન્સ એ ફિલ્ટર થઈ શકતા નથી એ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ની આજુબાજુએ આવેલી પેરીટ્યુબ્યુલર કેપેલરિઝ માથી ડાયરેક્ટલી ટ્યુબ્યુલ્સ મા સિક્રેટ થાય છે.
પેરીટ્યુબ્યુલર કેપેલરીઝ માથી અમુક પ્રકારની મેડિસિન્સ અમુક ટોકસિક સબસ્ટન્સ અમુક વધારાના ઇલેક્ટ્રોલાઇટ અને બ્લડ મા રહેલા અન્ય વધારાના સબસ્ટન્સ એ અહી ટ્યુબ્યૂલર એરિયામા સિક્રીશન થઈ અને યુરિન સાથે ભડે છે. આ ફેસને ટ્યુબ્યુલર સિક્રીશન નો ફેસ કહેવામાં આવે છે
ટ્યુબ્યુલર રીએબ્સોર્પસન..
ગ્લોમેરુલસ દ્વારા ફિલ્ટર થયેલ યુરિન એ બાઉમેન્સ કેપ્સુલ મા આવે છે. દર મિનિટે અંદાજિત 120 ml જેટલુ યુરિન ફિલ્ટર થઈ અને આ કેપ્સ્યુલ મા આવે છે. 24 કલાકમા તે 150 થી 200 લીટર જેટલુ યુરિન બ્લડ દ્વારા ફિલ્ટર થઈ બાઉમેન્સ કેપ્સ્યુલ મા આવે છે. પરંતુ બધુ યુરિન મારફતે બહાર નીકળતુ નથી. ટ્યુબ્યુલર પોર્શનમા મુખ્યત્વે આ ફ્લૂઈડ એ ફરી રીએબ્સોર્પશન થાય છે અને દિવસ દરમિયાન અંદાજિત એક થી દોઢ લીટર જેટલુ યુરિન સ્વરૂપે બોડી માંથી બહાર ફેકાય છે.
રીએબસોર્પશન નુ મુખ્યત્વે કાર્ય પ્રોક્ઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યૂલ્સ મા થાય છે. આ ટ્યુબની મેમ્બ્રેન દ્વારા ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ, વોટર વગેરે ટ્યુબ્યુલર પોર્શન દ્વાર એબ્સોર્પશન થાય છે.
બોડીમા આવેલા કોઈપણ સબસ્ટન્સ અને વોટર એ નોર્મલ પ્રમાણમા હોય તો ફિલ્ટ્રેશન દ્વારા એ એક્સસ્ક્રીટ થતા નથી. પરંતુ બોડીમા નોર્મલ પ્રમાણ કરતા વધારાનુ ફ્લૂઈડ અને સબસ્ટન્સ એ ફિલ્ટ્રેશન દ્વારા ફિલ્ટર થઈ અને ટ્યુબયુલર પોર્શનમા આવે છે. આ ટ્યુબ્યુલર પોર્શન એ શરીરમા જોઈતા પ્રમાણમા વોટર અને અલગ અલગ સબસ્ટન્સ નુ રિએબ્સોર્પશન કરે છે.
બ્લડમા રહેલો ઍલ્ડેસ્ટેરોન હોર્મોન એ સોડિયમ ના રિએબ્સોર્પશન અને પોટેશિયમ ના એક્સક્રીશન માટે ખૂબ અગત્યનુ કાર્ય કરે છે.
એન્ટી ડાયાબિટીસ હોર્મોન એ વોટરના રીએબ્સોર્પશન માટે ખૂબ અગત્યનુ કાર્ય કરે છે.
ઉપરોક્ત બધા તબક્કાઓમાંથી પસાર થયા બાદ જે ફ્લુઇડ કલેકટીંગ ડક્ટ મા પહોંચે છે તે યુરીન કહેવામા આવે છે.
આ કલેકટીંગ ડક્ટ માથી યુરિન માઇનોર કેલિક્સ અને ત્યાથી મેજર કેલીક્સમા પહોંચ્યા બાદ ત્યાંથી રીનલ પેલ્વિસમા પહોંચે છે. ત્યાંથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચી અને યુરિન યુરેથ્રા દ્વારા બોડીમાથી એક્સક્રીટ આઉટ થાય છે
યુરીન ના બંધારણમા સૌથી વધારે 96% વોટર આવેલુ હોય છે અને 2% યુરિયા નુ પ્રમાણ હોય છે.
છેલ્લા 2% યુરિન મા ક્રિયેટિનીન, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, યુરિક એસિડ, સલ્ફેટ અને બીજી અન્ય વેસ્ટ પ્રોડક્ટ રહેલી હોય છે.
યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી 1.0 10 થી 1.025 હોય છે.
યુરિન ની પીએચ સ્લાઇટ એસીડીક એટલે કે 4.5 થી 8 જેટલી હોય છે.
આ સિસ્ટમ જ્યારે આપણી બોડીમા બ્લડ પ્રેશર ઓછુ થયુ હોય અથવા બ્લડ વોલ્યુમ ઓછુ થયુ હોય ત્યારે તેને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે.
જ્યારે બ્લડ વોલ્યુમ અથવા બ્લડ પ્રેશર ઓછું થાય છે ત્યારે juxtaglomerular cells કે જે બાઉમેન્સ કેપ્સુલ ના ગ્લોમેરુલસ માં આવેલા હોય છે તે રેનીન હોર્મોનનું secretion કરે છે.
જ્યારે લીવરમાંથી angiotensinogen હોર્મોન નુ secretion થાય છે ત્યારે રેનીન હોર્મોન એ Angiotensinogen ને angiotensin 1 મા કન્વર્ટ કરે છે.
લન્ગ્સ માંથી (ACE ) angiotensin converting enzyme એ સિક્રિટ થાય છે કે જે angiotensin 1 ne angiotensin 2 મા કન્વર્ટ કરે છે.
angiotensin 2 એ વાઝોકોન્સ્ટ્રીક્શન તરીકે કામ કરે છે. તેના કારણે બ્લડ વેસલ્સ સંકોચાય છે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે.
એન્જીઓટેન્સિન 2 એ એડ્રીનલ ગ્લેન્ડને એક્ટિવેટ કરે છે અને તેમાંથી આલ્ડોસ્ટેરોન હોર્મોન ને રિલીઝ કરે છે. આ હોર્મોન એ સોડિયમનુ reabsorption કરે છે. તેના કારણે વોટર નુ પણ લેવલ ઇન્ક્રીઝ થાય છે. તેના કારણે બ્લડનુ વોલ્યુમ પણ વધે છે અને બ્લડ પ્રેશર પણ ઇન્ક્રીઝ થાય છે.
આમ RAAS સિસ્ટમ એ જ્યારે બોડીમા બ્લડ પ્રેશર ઓછુ હોય ત્યારે તેને ઇન્ક્રીઝ કરવા માટે અગત્ય નુ કાર્ય કરે છે.
આ એક ટ્યુબ જેવુ સ્ટ્રકચર છે જે કિડની થી યુરીનરી બ્લેડર સુધી લંબાયેલ હોય છે. યુરેટર નો મેજર રોલ urine કિડની માંથી બ્લેડર મા ટ્રાન્સપોર્ટ કરવાનો છે.
યુરેટર એ બે ડકટ અથવા ટ્યુબ છે. જે કિડની સાથે અટેચ થયેલી છે જે કિડની થી બ્લેડર સુધી પસાર થાય છે. તે લેફ્ટ અને રાઇટ 2 ની સંખ્યા મા આવેલ હોય છે.
size
25-30cm અથવા 10-12 ઇંચ જેટલી લંબાઈ હોય છે. તેનો 0.6cm (6mm) ડાયામીટર હોય છે .
Location
કિડની ના રીનલ પેલ્વીસ નો અંત નો ભાગ એ સાંકડો થાય છે જેને હાઈલમ કહે છે. હાઈલમ એ યુરેટર નો શરૂઆતનો ભાગ બને છે. યુરેટર નીચેની તરફ તથા પેરિટોનિયમ ની પાછળથી પસાર થાય છે . જે બ્લેડર ની પોસ્ટટેરીયર ભાગથી લેટરલી એટલે બંને બાજુથી યુરેટર નુ બ્લેડર મા ઓપનિંગ થાય છે.
Structure
1. Mucosa :-(મ્યુકોસા)
તે સૌથી અંદરનુ લેયર છે, જે મ્યુકસ મેમ્બ્રનનુ બનેલુ હોય છે. જેની લાઇનિંગમાં ટ્રાન્ઝીશનલ એપીથેલીયમ હોય છે,
2. Muscularish or muscle layer (મસ્ક્યુલારીસ અથવા મસલ્સ લેયર)
તે મિડલ લેયર છે ,જેમા ઇનર લેયર લોન્જીટયુડીનલ તથા આઉટર સ્મુથ મસલ્સ ફાઇબરનુ સર્ક્યુલર લેયર આવેલ હોય છે.
3. Adventitia or fibrous layer (એડવેન્ટીસિયા ઓફ ફાઇબરસ લેયર)
તે આઉટર લેયર છે, જે એરિઑલર કનેક્ટિવ ટીસ્યુનુ બનેલું છે. જે બ્લડ વેસલ્સ ,લીમ્ફેટિક વેસલ્ર્સ અને નર્વ ધરાવે છે.
Function :-
યુરેટર એ કિડની થી બ્લેડર સુધી યુરીન ને પસાર કરવામાં તથા માર્ગ (Passage) તરીકે કામ કરે છે.
યુરેટર નું સ્મૂથ મસલ્સ લેયરનું પેરિસ્ટાલટીક કોન્ટ્રાકશન થવાના કારણે યુરીન કિડની થી બ્લડર તરફ ધકેલાય છે .
આ કોન્ટ્રાક્શન એ રીનલ પેલવિસ થી બ્લાડર સુધી પાસ થાય છે .
કોન્ટ્રાક્શન નો રેટ એ એક થી પાંચ પર મિનિટ હોય છે જે યુરીન કેટલી ઝડપથી બને છે એના પર આધાર રાખે છે .
યુરીન એ બ્લેડર માંથી યુરેટરમા પાછુ જતુ નથી તેનુ કારણ એ જયારે બ્લાડર યુરીન વડે ભરાઈ જાય છે ત્યારે બ્લડરની અંદર પ્રેશર વધે છે જેને કારણે ઓપનિંગ પર દબાણ આવે છે જેમાં બ્લડરના મ્યુકોઝાના ફોલ્ડ એ સ્મોલ વાલ્વ તરીકે હોય છે ,જે યુરેટરના ઓપનિંગની ઉપર ઢંકાઈ જાય છે તેના કારણે યુરીન પાછું યુરેટર મા જતુ નથી.
Blood supply :-
બ્રાન્ચ ઓફ રીનલ આર્ટરી , abdominal એઑર્ટા ,ગોનાડલ આર્ટરી, ઇન્ટર્નલ ઈલીઆક આર્ટરી, કોમન ઈલીઆક આર્ટરી ના અલગ અલગ ભાગ દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
બ્લેડર એ હોલો, મસ્ક્યુલર ઓર્ગન છે. તેનુ કાર્ય એ યુરિન ના સંગ્રાહક (Collection) તરીકે હોય છે .જે કિડની તરફથી યુરીનને મેળવે છે અને તેનો સંગ્રહ કરે છે અને થોડા સમય ના અંતરે તેનો નિકાલ કરે છે.
તે ટેમ્પરરી યુરીન ને સ્ટોર કરે છે.
બ્લેડર એ આશરે નાસપતી (Pear shape) આકારનુ હોય છે. પરંતુ જ્યારે તે યુરીન વડે ભરાઈ જાય છે ત્યારે તે વધારે પડતું ઓવેલ શેપનુ હોય છે.
Position
યુરીનરી બ્લેડર ની સાઈઝ, સેપ અને પોઝિશન બધા જ માટે અલગ અલગ હોય છે જે યુરીન નુ અમાઉન્ટ તથા લોકોની ઉંમરને આધારે હોય છે.
એડલ્ટમાં ખાલી બ્લેડર ટ્રુ પેલ્વીસ મા હોય છે. જ્યારે બ્લેડર યુરીન વડે ભરાઈ જાય છે, ત્યારે તે એબડોમીનલ કેવીટીમા જાય છે.
ન્યુબોર્ન મા બ્લેડર એ એબડોમિનલ કેવીટી મા હોય છે.
Capacity
300 થી 700 cc છે. જ્યારે બ્લેડર 300 થી 400 ml યુરીન ધરાવે ત્યારે યુરિન પાસ કરવાની અર્જ ની શરૂઆત થાય છે.
Structure
યુરીનરી બ્લાડર એ ત્રણ લેયરનુ બનેલુ હોય છે.
1. Mucosa (મ્યુકોઝા)
તે ઇનર લેયર છે. જે ટ્રાન્ઝીશનલ એપીથેલીયમ ટીસ્યુ ધરાવે છે. તે ફોલ્ડ બનાવે છે, જેને રુગાઈ કહેવાય છે. આ ફોલ્ડ અને ટ્રાન્ઝિસનલ એપીથેલીયમની વિસ્તરણ (Expand) થવાની એબિલિટીને કારણે બ્લાડર ડિસ્ટેન્ડ થાય છે.
2. Muscularish or muscle layer (મસલ્સ લેયર અથવા મસ્ક્યુલારીસ )
આ મિડલ લેયર છે. જે ત્રણ મસલ્સ ફાઇબર ધરાવે છે.
ઇનર લેયર મા લોન્જીટયુડીનલ, મિડલ લેયર મા સર્ક્યુલર અને આઉટર લેયર લોન્જીટ્યુડીનલ મસલ્સ ફાઇબર્સ ધરાવે છે.
આ મસલ્સને ડેટ્રોઝર (ડેટ્રુઝર મસલ્સ ) મસલ્સ કહે છે.જેમા બ્લાડર વોલ એ ત્રણ સ્મુથ મસલ્સ ના લેયર થી બનેલ હોય છે. તેને ડેટ્રોઝર મસલ્સ કહે છે.
3. Adventitia or fibrous layer (એડવેન્ટીયા અથવા ફાઇબ્રસ લેયર)
તે આઉટર લેયર છે. જે લુઝ કનેક્ટિવ ટીશ્યુ થી બનેલુ છે. જે બ્લડ વેસલ્સ ,ર્લિમ્ફેટિક વેસલ્સ અને નર્વસ ધરાવે છે.
ટ્રાયગોન
ટ્રાયગોન અથવા ટ્રાય એંગલ બ્લાડર વોલ મા ત્રણ ઓરીફીસ અથવા ઓપનિંગ હોય છે. જે ટ્રાયએંગલ અથવા ટ્રાયગોન બનાવે છે. ઉપરના બે ઓરિફીસ એ પોસ્ટેરિયર બ્લાડરની વોલ મા બે યુરેટરના ઓપનિંગને કારણે હોય છે અને નીચેનું ઓરીફિસ યુરેથ્રા ના ઓપનિંગને કારણે હોય છે.
સ્ફીન્કટર
1. એક્સટર્નલ સ્ફીન્કટર :-
2. ઇન્ટર્નલ સ્ફીન્કટર :-
ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીન્કટર આપણા કંટ્રોલમાં હોતું નથી (In Voluntary Control), જ્યારે એક્સટર્નલ સ્ફીન્કટર એ આપણા કંટ્રોલમાં હોય છે (Voluntary Control) .
Functions
બ્લેડર યુરિનના સંગ્રાહક (Collection) તરીકે હોય છે કે જ્યારે યુરીન બોડી માંથી બહાર ન નીકળ્યું હોય.
યુરેથ્રા ની મદદથી યુરીનને બોડીની બહાર કાઢવામા મદદ કરે છે.
ડીટ્રઝર મસલ્સ અને ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ તે બ્લેડર મા યુરિન સ્ટોર કરવા માટે જવાબદાર હોય છે.
Blood supply
બ્લડ સપ્લાય ઇન્ટર્નલ ઇલિયાક આર્ટરી અને ડ્રેઈન એ ઇન્ટર્નલ ઇલીયાક વેઇન કરે છે.
યુરેથ્રા એ પાતળી વોલ ધરાવતી ટ્યુબ છે. જે બ્લેડર થી શરીરની બહાર ની તરફ પેરિસ્ટાલ્સીસ મૂવમેન્ટ દ્વારા યુરીન નૂ વહન કરે છે. આ ટ્યુબ દ્વારા યુરિન યુરીનરી બ્લેડર માંથી બહાર ફેકાય છે.
યુરેથ્રા એ નેક ઓફ બ્લેડર થી એક્સટર્નલ યુરેથ્રલ ઓરિફીસ સુધી લંબાયેલી હોય છે.
ફિમેલ યુરેથ્રા
તે 3 થી 4 સેન્ટીમીટર લાંબી હોય છે. તેનુ એક્સટર્નલ ઓરિફીસ એ વજાયનલ ઓપનિંગના એન્ટિરિયરલી ઉપર ની બાજુએ આવેલુ હોય છે અને સિમ્ફેસિસ પ્યુબિસ થી પાછડ આવેલ હોય છે.
યુરેથ્રલ અને વજાઈનલ ઓપનિંગ અલગ આવેલા હોય છે.
મેલ યુરથ્રા
તે 18 થી 20 cm લાંબુ હોય છે. તેના ત્રણ ભાગ હોય છે. પ્રોસ્ટેટિક પાર્ટ, મેમ્બ્રેનીયસ પાર્ટ, સ્પંજી અથવા પેનાઈલ પાર્ટ.
તે પેનિસના ટીપના ભાગમા ઓપન થાય છે. મેલ યુરેથ્રા એ યુરિનરી સિસ્ટમ તથા રિપ્રોડક્ટિવ સિસ્ટમ બનેંનો પાર્ટ બનાવે છે.
સ્ટ્રક્ચર
1.મ્યુકોઝા
મ્યુકોઝા તે અંદરનું લેયર છે. જે યુરીનરી બ્લેડર ની જેમ જ લેયર આવેલું હોય છે, પરંતુ તેના અંતનો ભાગ એ સ્ટ્રેટીફાઈડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ નો બનેલો હોય છે.
2. સબ મ્યુકોઝા
તે સ્પંન્જી લેયર છે. જે બ્લડ વેસલ્ર્સ અને નર્વસ ધરાવે છે.
3. મસ્ક્યુલારીસ અથવા મસલ્સ લેયર
તે પણ યુરીનરી બ્લડરની લેયરની જેમ જ આવેલ હોય છે.
Sphincter
1. ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીન્કટર :-
તે નેક ઓફ બ્લેડર ના ભાગમા આવેલ હોય છે. તે ઇલાસ્ટિક ટીસ્યુ અને સ્મુથ મસલ્સ ફાઇબર ધરાવે છે. જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમના કંટ્રોલમા (In Voluntary) હોય છે.
કંટીન્યુ અને સ્લો કોન્ટ્રાકશન ના કારણે યુરેથ્રલ સ્ફીનકટર એ બંધ રહે છે.
ઇન્ટર્નલ સ્ફીન્કટર ઇન વોલેન્ટરી હોય છે.
2.એક્સટર્નલ સ્ફિન્કટર
તેની આજુબાજુ skeletal મસલ્સ આવેલ હોય છે જ્યા પુડેન્ડલ નર્વ સપ્લાય થાય છે. તે વોલન્ટરી કંટ્રોલ હોય છે.
મિક્ચયુરેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમા બ્લેડર જ્યારે યુરિન થી ભરાઈ જાય છે, ત્યારે બ્લેડર ની ખાલી થવાની પ્રોસેસ એટલે કે યુરિન પાસ થવાની પ્રોસેસ ને મિક્ચયુરેશન કહે છે.
પ્રોસેસ ઓફ મિકચયુરેશન
એક્યુમ્યુલેશન
બ્લેડર એ કંટીન્યુ યુરીન નું કલેક્શન કરે છે કે જ્યાં સુધી યુરીન 200 ml જેટલું ન ભરાઈ જાય .
એક્ટીવેશન
બ્લેડર એ યુરિનથી ભરાવાને કારણે બ્લેડર વોલ નુ સ્ટ્રેચિંગ થાય છે જેને કારણે બ્લેડર મા આવેલા સ્ટ્રેચ રીસેપ્ટર એ ઉત્તેજિત થાય છે.
ટ્રાન્સમિશન
ઈમ્પલસીસ એ બ્લેડર માંથી નર્વ દ્વારા ટ્રાન્સમીટેડ થાય છે જે સ્પાઇનલ કોર્ડ ના સેક્રલ ભાગથી સ્પાઈનલ સેન્ટર (S2-3) સુધી પહોંચે છે અને ફરી પાછો સ્ટીમયુલાયનો રિસ્પોન્સ બ્લેડર સુધી પહોંચે છે, જેને કારણે ડેટ્રોઝર મસલ્સનુ કોન્ટ્રાકશન થાય છે.
પેસેજ
બ્લેડર મા કોન્ટ્રાક્સન સ્ટ્રોંગ થવાને કારણે યુરીન એ ફોર્સ થી ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટર ને પાસ કરે છે. અહી ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટરનુ ઇન વૉલન્ટરી રિલેક્સેશન થાય છે અને યુરીન એ યુરેથ્રા ના ઉપરના ભાગમા પહોંચે છે.
એક્સટર્નલ સ્ફીન્કટર
એક્સ્ટર્નલ સ્ફીન્કટર મા સ્કેલેટલ મસલ્સ આવવાને કારણે તથા વોલનટરી કંટ્રોલના કારણે આપણે ચુઝ કરી શકીએ કે સ્ફીનકટરને ક્લોઝ રાખવુ જેથી યુરિન હોલ્ડ કરી શકાય છે અથવા સ્ફીન્કટર ને રિલેક્સ કરીને યુરિનનો શરીરની બહાર નિકાલ કરી શકીએ છીએ જેને મિક્ચ્યુરેશન કહે છે.