skip to main content

ANATOMY URINARY SYSTEM

URINARY SYSTEM

  • List out the organs name of Urinary System (યુરીનરી સિસ્ટમ ના અવયવો ની યાદી બનાવો). 

યુરીનરી સિસ્ટમ એ બોડીની એક્સક્રીટરી સિસ્ટમ છે. જે બોડી માથી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરે છે. તેમા નીચે મુજબના અવયવો આવેલા હોય છે.

કિડની (રાઇટ અને લેફ્ટ)    2

યુરેટર (રાઇટ અને લેફ્ટ)    2

યુરીનરી બ્લેડર               1

યૂરેથ્રા                        1

  • Gross Syructure of the Kidney (ગ્રોસ સ્ટ્રકચર ઓફ કિડની)..

કિડનીએ હ્યુમન બોડીમા બે ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટીરીયર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે. 

કિડનીએ બિન શેપ નુ અવયવ છે. તે બારમા થોરસિક વર્ટીબ્રાના લેવલથી ત્રીજા લંબર વર્ટીબાના લેવલ સુધી આવેલ હોય છે.

કિડની એ 11 સેન્ટિમીટર લાંબી 5 થી 6 સેન્ટીમીટર પહોળી હોય છે. તેનુ વજન અંદાજિત 150 ગ્રામ જેટલુ હોય છે. જમણી કીડની એ ડાબી કિડની કરતા થોડી નીચે ગોઠવાયેલી હોય છે કારણ કે જમણી બાજુએ લીવર એ મોટો ભાગ રોકે છે.

Organs Associated with Kidney (કિડની ની આજુબાજુએ આવેલા આવયવો)..

કિડની એ એબડોમીનલ કેવીટીમા આવેલુ અવયવ છે. જમણી અને ડાબી બંને બાજુએ એક એક આવેલી હોય છે. બંને કિડની ની આજુબાજુએ એબડોમિનલ કેવિટીના અવયવો જેવા કે લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન,  એડ્રીનલ ગ્લેન્ડસ, સ્ટમક, સપ્લિન, પેનક્રિયાઝ વગેરે અવયવો બંને કિડનીની આજુબાજુએ આવેલા હોય છે.

Structure of the Kidney (સ્ટ્રકચર ઓફ ધ કિડની)..

કિડની એ બિન શેપ નુ અવયવ છે. જેની વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે તેને હાઈલમ અથવા તો રીનલ હાઇલમ કહેવામા આવે છે. જે ખાચ માથી રીનલ આર્ટરી, રિનલ વેઈન, નર્વસ, લિમફ વેસલ્સ અને યુરેટર નુ સ્ટ્રક્ચર અંદર દાખલ થાય છે તથા  બહાર નિકડે છે.

કિડની ની ઇનર બોર્ડર અથવા તો હાઈલમ એ વર્ટીબ્રલ કોલમ ની બાજુએ જોવા મળે છે.  તેની આઉટર બોર્ડર એ કોનવેક્સ હોય છે.

કિડની એબડોમીનલ કેવીટીમા બંને બાજુ  લટકતુ અવયવ છે. તેને તેની પોઝીશનમા રાખવા માટે તેની આજુબાજુએ ફેટી ટીશ્યુ તથા ફાઇબ્રોઇલાસ્ટિક કનેક્ટિવ ટીશ્યુ નુ નેટવર્ક આવેલુ હોય છે જેને રીનલ ફેશિયા કહેવામા આવે છે. આની મદદ થી કિડની પોતાની પોઝીશન જાળવી શકે છે અને તેને પ્રોટેક્શન પણ મળે છે. 

કિડનીને લોનજીટ્યુડીનલ સેક્શનમા જોવામા આવે ત્યારે  કિડનીના ત્રણ સ્ટ્રક્ચર મા ડિસ્ટ્રીબ્યુટ થયેલ જોવા મળે છે.

1. ફાઇબ્રસ કેપ્શયુલ.

તે કિડનીની ફરતે આવેલુ ફાઇબ્રસ ટિસ્યુ નો  બનેલ એક ભાગ છે. આ મેમ્બ્રેન  એ કિડનીની ફરતે ગોઠવાયેલી હોય છે. જે કિડની નો શેપ જાળવવા માટે તથા તેને રક્ષણ આપવા માટે ના પડ તરીકે કાર્ય કરે છે.

2. કોર્ટેક્સ.

તે રેડીસ બ્રાઉન કલરનો ટીસ્યુનો બનેલો ભાગ છે. જે કિડનીની કેપ્શયુલ ની નીચે આવેલો હોય છે.

3.મેડ્યુલા.

કિડનીમા કોર્ટેક્સ થી અંદરના ભાગને મેડયુલા કહેવામા આવે છે. તે પણ રેડીસ બ્રાઉન કલર ધરાવે છે. જેમા ત્રિકોણ આકાર ના પિરામિડ જેવા સ્ટ્રક્ચર આવેલા હોય છે તેને રીનલ પિરામિડ કહેવામા આવે છે. આ રીનલ પિરામિડના બેઝ નો ભાગ એ કોર્ટેક્સ તરફ હોય છે અને પિરામિડ નો પોઇન્ટેડ ભાગ એટલે કે રીનલ પેપીલા નો ભાગ એ અંદર ની બાજુએ હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે.

આ રીનલ પેપીલા એ આગળની બાજુએ કપ જેવુ સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેને કેલિક્સ કહેવામા આવે છે. મોટી સ્પેસ ધરાવતા ભાગને મેજર કેલિક્સ અને નાની સ્પેસ ધરાવતા ભાગને માઈનર કેલિક્સ કહેવામા આવે છે. માઇનર કેલીક્સ એ મેજર કેલિકસ મા ઓપન થાય છે. આ કેલિક્સ થી આગળ ફનેલ શેપ ના  પહોળા ભાગને રીનલ પેલ્વિસ કહેવામા આવે છે.

કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન આ કેલિક્સના ભાગે થઈ ફનેલ શેપના પહોળા ભાગે એટલે કે રીનલ પેલવીસ ના ભાગે આવે છે. અહી યુરીન કલેક્ટ થાય છે અને ત્યારબાદ આગળની બાજુએ રીનલ પેલવીઝથી સાંકડુ કિડની માથી બહાર નીકળતુ સ્ટ્રક્ચર કે જેને યુરેટર કહેવામા આવે છે તેના દ્વારા યુરિન કિડની માથી બહાર નીકળે છે અને યુરીનરી બ્લેડર મા પોહચે છે.

કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન માઈનર કેલિક્સ થી મેજર કેલિક્સ અને મેજર કેલિક્સથી રીનલ પેલ્વીસ ના ભાગે આવે છે. ત્યાથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચે છે. આ ક્રિયા કોઈપણ પ્રકારના નર્વસ સિસ્ટમના કંટ્રોલની થતી નથી રીનલ પેલ્વિન ની દિવાલમાં સ્પેશિયલ મસલ્સ અને પેસમેકર સેલ્સ આવેલા હોય છે જેના કોન્ટ્રાકશનના કારણે આ યુરિન એ આગળની તરફ વહે છે.

  • Microscopic Structure of the Kidney (માઈક્રોસ્કોપીક સ્ટ્રકચર ઓફ કિડની)..or
  • Structure of the Nephron.

કિડનીના માઇક્રોસ્કોપિક્સ સ્ટ્રક્ચર જોતા ઘણુ કમ્પોઝિશન જોવા મળે છે. જેમા કિડની ને માઇક્રોસ્કોપ નીચે જોતા માઈક્રોસ્કોપિક ફંકશનલ સ્ટ્રક્ચર એટલે કે નેફ્રોન જોવા મળે છે જે કિડનીનુ મુખ્યત્વે કાર્ય કરતુ યુનિટ છે. કિડનીમા નેફ્રોન એ મિલિયન્સ ની સંખ્યામા આવેલા હોય છે.

નેફ્રોનના માઈક્રોસ્કોપિક સ્ટ્રક્ચર મા નીચે મુજબના સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામા આવે છે.

1. બાવમેન્સ કેપ્સુલ..

નેફ્રોનના આગળના ભાગે કપ શેપ નુ એક માઉથ હોય છે જેને બાઉમેન્સ કેપ્શયુલ કહેવામા આવે છે. આ કેપ્શયુલ ની દિવાલમા સ્પેશિયલ પ્રકારના એપીથેલીયલ સેલ્સ આવેલા હોય છે જેને પડોસાઈટ્સ કહેવામા આવે છે. આ બાઉમેન કેપ્શયુલ ના પરાઈટલ અને વિશેરલ એમ બંને લેયર જોવા મળે છે. 

બાઉમેન્સ કેપ્શયુલ ના કપ આકારના ભાગ ની વચ્ચે આર્ટિરિયલ કેપેલરી નુ નેટવર્ક આવેલુ હોય છે તેને ગ્લોમેરુલસ કહેવામા આવે છે. અહી આવેલા પોડોસાઈટ સેલ્સ એ ફિલ્ટ્રેશન પ્રોસેસમા હેલ્પ કરે છે. બાઉમેન્સ કેપ્શયુલ થી આગળના ત્રણ સેન્ટીમીટર લાંબા ભાગને ટ્યુબ્યુલર પાર્ટ કહેવામા આવે છે.  આ ટ્યુબ્યુલર પાર્ટને નીચે મુજબના ભાગમા વિભાજિત કરી શકાય છે.

2. પ્રોક્ઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ.. 

બાઉમેન્સ કેપ્શયુલ થી આગળના શરૂઆતના ટ્યુબ્યુલર પોર્શનને પ્રોકઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ તરીકે ઓળખવામા આવે છે. તે નેફ્રોન ની ટ્યુબ્યુલ્સ ના શરૂઆત ના ભાગ તરીકે હોય છે. તેની દીવાલમા એપીથેલીયમ સેલ્સ આવેલા હોય છે. આ ભાગ એ કિડનીના કોર્ટેક્સમા આવેલો હોય છે.

3. લૂપ ઓફ હેનલે..

પ્રોક્ઝીમલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલસ પછીના યુ આકારના ભાગને લૂપ ઓફ હેનલે કહેવામા આવે છે. તેને મેડ્યુલરી લુપ પણ કહેવામા આવે છે. લુપ ઓફ હેનલે મા એસએન્ડિંગ અને ડીસેન્ડીંગ લૂપ જોવા મળે છે વચ્ચેના ભાગે શાર્પ વળાંક  જોવા મળે છે જે યુ આકારનો ભાગ બનાવે છે. લુપ ઓફ હેનલેનો ભાગ એક કિડનીના મેડ્યુલામા આવેલો હોય છે.

4. ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ.

લૂપ ઓફ હેનલે પછીના નેફ્રોનના ટ્યુબ આકાર ના ભાગને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ કહેવામા આવે છે. આ ટ્યુબ આકાર નો ભાગ એ એસએન્ડિંગ લીમ્બ બનાવે છે. જે આગળ જતા કલેક્ટિંગ ડકટ સાથે જોઈન્ટ થાય છે.

5. કલેકટીંગ ડકટ ..

કલેકટીંગ ડકટ એ  સ્ટ્રેટ ટ્યુબ છે. જે ઘણા નેફ્રોનના ડિસ્ટલ કોનવોલ્યુટેડ ટ્યુબયુલ ના ભાગ ને જોડે છે . આ ટ્યુબ એ લાર્જ ડક્ટ તરીકે ઓળખાય છે. આ કલેક્ટિંગ ટ્યુબ એ એકબીજા સાથે જોડાય રીનલ પિરામિડના ભાગે માઈનર કેલિક્સમા ખુલે છે.

જ્યારે રીનલ આર્ટરી એ હાઈલમના ભાગમાથી કિડની ની અંદર પ્રવેશે છે, ત્યારબાદ તે ઘણી નાની નાની આર્ટીરીઓલ્સમા ડિવાઇડ થાય છે . જ્યારે આ આર્ટરીઓલ્સ એ બાઉમેન કેપ્સુલ ની અંદર દાખલ થાય છે તે અર્ટરીઓલ્સ ને અફેરંટ આર્ટરીઓલ્સ કહેવામા આવે છે. જે ગ્લોમેરૂરલ કેપ્સ્યુલ મા કેપેલરીઝ ના નેટવર્કમા વિભાજીત થાય છે તેને ગ્લોમેરૂલસ કહેવામા આવે છે. આ કેપેલરીનુ નેટવર્ક ની જે આર્ટરીઓલ્સ બાવમેન્સ  કેપ્સુલ ની બહાર નીકળે છે તેને ઈફેરન્ટ આર્ટરીઑલ્સ  કહેવામા આવે છે..

અફેરન્ટ આર્ટરીઑલ્સ ના ડાયામીટર કરતા ઇફેક્ટ આર્ટરીઑલ્સ નો ડાયામીટર નાનો હોય છે જેના લીધે ગ્લોમેરુલસ મેમ્બ્રેન પર પ્રેશર ક્રિએટ થાય છે અને ફિલ્ટ્રેશનના પ્રોસેસ ને વેગ મળે છે અને યુરીન ફોર્મેશન ની ક્રિયા શરૂ થાય છે.

ઈફેરંટ આર્ટરીઑલ્સ  એ ફરી નાની નાની કેપેલારિઝ મા ડીવાઈડ થાય છે અને ન્યુટ્રીયન્ટ અને વોટર એબ્સોર્બ કરી બ્લડ સર્ક્યુલેશન સાથે ભેળવે છે.  આ નાની-નાની  વેસલ્સ એ બ્લડને રીનલ વેઇન મારફતે કિડની માથી બહાર ડ્રેઇન કરે છે. 

  • Functions of the Kidney (ફંકશન્સ ઓફ ધ કિડની)..

કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.

કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

તે બ્લડની પી એચ (PH)જાળવવાનુ કાર્ય કરે છે.

બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.

કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.

કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

બોડી માં ઈન્ત્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

  • Phages or Stages of urine formation (યુરીન ફોર્મેશનના તબક્કાઓ લખો).or
  • Process of Urine Formation

કિડની નુ મુખ્ય કામ એ યુરીન દ્વારા વેસ્ટ પ્રોડક્ટ નુ બોડી માથી એક્સક્રીશન કરવાનુ છે. કિડની દ્વારા તૈયાર કરેલ યુરિન યુરીનરી બ્લેડરમા કલેક્ટ થાય છે. ત્યારબાદ યુરેથ્રા દ્વારા બોડી માથી બહાર નીકળે છે. આ યુરીન ફોર્મેશન નીચે મુજબના તબક્કાઓમાથી તૈયાર થાય છે.

Simple Filtration (સિમ્પલ ફીલ્ટ્રેશન)…

કિડનીમા ફિલ્ટ્રેશન નુ કાર્ય એ નેફ્રોન દ્વારા થાય છે. આ નેફ્રોનના સ્ટ્રક્ચરમા રહેલ બાઉમેન્સ કેપ્સુલ ની અંદર અફેરન્ટ આર્ટિરિયોલ એ અંદર દાખલ થાય છે અને તેનો ડાયામીટર ઈફેરન્ટ આર્ટિરિયોલ કરતા મોટો હોય છે. આ આર્ટરી ના નેટવર્ક ને ગ્લોમેરુલસ કહેવામા આવે છે.

આ ગલોમેરુલસ મેમ્બ્રેન પર આર્ટરીઓલ્સ ના ડાયામીટરના તફાવતના કારણે પ્રેશર ક્રિએટ થાય છે. જેના લીધે ફિલ્ટરેશન પ્રોસેસને વેગ મળે છે.

ગ્લોમેરુલસ મેમ્બ્રેન અને બ્લડ કેપેલેરી ની મેમરેન્સ બંને સેમી પરમીએબલ હોવાના કારણે બ્લડ તરફ થી બાઉમેન્સ કેપ્સુલ તરફ પ્રેશર વધે છે અને બ્લડમા રહેલા યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનીન અને બીજા ઘણા બધા સબસ્ટન્સ એ બાઉમેન્સ કેપ્સ્યુલ મા ફિલ્ટર થાય છે.

બ્લડમા રહેલા મોટા અણુઓ અને પ્રોટીન પ્લાઝમા પ્રોટીન એ ફિલ્ટર થતા નથી જેના કારણે બ્લડ કેપેલરીમા પ્રેશર વધારે હોય છે. આથી બ્લડ કેપેલરી મા પ્રેસર વધારે હોવાના લીધે બ્લડ વેસલ્સ તરફ થી બાઉમેન કેપ્સ્યુલ તરફ પ્રેસર ક્રીએટ થાય છે અને સબસ્ટન્સ ની મુવમેન્ટ થાય છે.

ગ્લોમેરુલસ મેમ્બ્રેન પરથી એક મિનિટમા ફિલ્ટર થતા યુરીનને ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ (GFR ) કહેવામા આવે છે. જે નોર્મલી 120ml જેટલો હોય છે.

Tubular Secretion (ટ્યુબ્યુલર સિક્રીશન)…

ગ્લોમેરુલસ મેમ્બ્રેન ની કેપેલરી મા બ્લડ લાંબો સમય સુધી ન રહેવાના કારણે અમુક સબસ્ટન્સ એ ફિલ્ટર થઈ શકતા નથી એ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ની આજુબાજુએ આવેલી પેરીટ્યુબ્યુલર કેપેલરિઝ માથી ડાયરેક્ટલી ટ્યુબ્યુલ્સ મા સિક્રીટ થાય છે.

પેરીટ્યુબ્યુલર કેપેલરીઝ માથી અમુક પ્રકારની મેડિસિન્સ, અમુક ટોકસિક સબસ્ટન્સ અમુક વધારાના ઇલેક્ટ્રોલાઇટ અને બ્લડ મા રહેલા અન્ય વધારાના સબસ્ટન્સ એ અહી ટ્યુબ્યૂલર એરિયામા સિક્રીશન થઈ અને યુરિન સાથે ભડે છે. આ ફેસને ટ્યુબ્યુલર સિક્રીશન નો ફેસ કહેવામા આવે છે

Tubular Reabsorption (ટ્યુબ્યુલર રીએબ્સોર્પસન)…

ગ્લોમેરુલસ દ્વારા ફિલ્ટર થયેલ યુરિન એ બાઉમેન્સ કેપ્સુલ મા આવે છે.  દર મિનિટે અંદાજિત 120 ml જેટલુ યુરિન ફિલ્ટર થઈ અને આ કેપ્સ્યુલ મા આવે છે. 24 કલાકમા તે 150 થી 200 લીટર જેટલુ યુરિન બ્લડ દ્વારા ફિલ્ટર થઈ બાઉમેન્સ કેપ્સ્યુલ મા આવે છે. પરંતુ બધુ યુરિન મારફતે બહાર નીકળતુ નથી. ટ્યુબ્યુલર પોર્શનમા મુખ્યત્વે આ ફ્લૂઈડ એ ફરી રીએબ્સોર્પશન થાય છે અને દિવસ દરમિયાન અંદાજિત એક થી દોઢ લીટર જેટલુ યુરિન સ્વરૂપે બોડી માંથી બહાર ફેકાય છે.

રીએબસોર્પશન નુ મુખ્યત્વે કાર્ય પ્રોક્ઝીમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યૂલ્સ મા થાય છે. આ ટ્યુબની મેમ્બ્રેન દ્વારા ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ, વોટર વગેરે ટ્યુબ્યુલર પોર્શન દ્વાર એબ્સોર્પશન થાય છે.

બોડીમા આવેલા કોઈપણ સબસ્ટન્સ અને વોટર એ નોર્મલ પ્રમાણમા હોય તો ફિલ્ટ્રેશન દ્વારા એ એક્સસ્ક્રીટ થતા નથી. પરંતુ બોડીમા નોર્મલ પ્રમાણ કરતા વધારાનુ ફ્લૂઈડ અને સબસ્ટન્સ એ ફિલ્ટ્રેશન દ્વારા ફિલ્ટર થઈ અને ટ્યુબયુલર પોર્શનમા આવે છે. આ ટ્યુબ્યુલર પોર્શન એ શરીરમા જોઈતા પ્રમાણમા વોટર અને અલગ અલગ સબસ્ટન્સ નુ રિએબ્સોર્પશન કરે છે.

બ્લડમા રહેલો ઍલ્ડેસ્ટેરોન હોર્મોન એ સોડિયમ ના રિએબ્સોર્પશન અને પોટેશિયમ ના એક્સક્રીશન માટે ખૂબ અગત્યનુ કાર્ય કરે છે.

એન્ટી ડાયાબિટીસ હોર્મોન (Anti Diuretic Hormone)એ વોટરના રીએબ્સોર્પશન માટે ખૂબ અગત્યનુ કાર્ય કરે છે. 

ઉપરોક્ત બધા તબક્કાઓમાંથી પસાર થયા બાદ જે ફ્લુઇડ કલેકટીંગ ડક્ટ મા પહોંચે છે તે યુરીન(Urine) કહેવામા આવે છે. 

આ કલેકટીંગ ડક્ટ માથી યુરિન માઇનોર કેલિક્સ અને ત્યાથી મેજર કેલીક્સમા પહોંચ્યા બાદ ત્યાંથી રીનલ પેલ્વિસમા પહોંચે છે. ત્યાંથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચી અને યુરિન યુરેથ્રા દ્વારા બોડીમાથી એક્સક્રીટ આઉટ થાય છે. આ ક્રિયા ને મીચ્યુરેશન કહેવામાં આવે છે.

  • Composition of Urine (કમ્પોઝિશન ઓફ યુરિન)..

યુરીન ના બંધારણમા સૌથી વધારે 96% વોટર આવેલુ હોય છે અને 2% યુરિયા નુ પ્રમાણ હોય છે.

છેલ્લા 2% યુરિન મા ક્રિયેટિનીન, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, યુરિક એસિડ, સલ્ફેટ અને બીજી અન્ય વેસ્ટ પ્રોડક્ટ રહેલી હોય છે.

 યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી 1.0 10 થી 1.025 હોય છે.

યુરિન ની પીએચ (pH)સ્લાઇટ એસીડીક એટલે કે 4.5 થી 8 જેટલી હોય છે. 

Published
Categorized as Uncategorised