ANATOMY UNIT 9 ENDOCRINE SYSTEM

ENDOCRINE SYSTEM ( એન્ડોક્રાઇન સિસ્ટમ ):

એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે શરીરની અંતઃસ્ત્રાવી સિસ્ટમ. જે સ્પેશિયલ પ્રકારના સિક્રીશન એટલે કે હોર્મોન નુ અલગ અલગ ગ્લેન્ડસ મારફતે સિક્રિશન કરી શરીરનુ ઇન્ટર્નલ એન્વાયરમેન્ટ સ્ટેબલ રાખે છે અને ઘણા વાઈટલ ફંકશન્શ કરે છે.

શરીરમા આવેલી ગ્લેન્ડસ કે જે સિક્રેટરી એપીથેલીયમ સેલ્સ દ્વારા બનેલી હોય છે અને તેના મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ કરવામા આવે છે.

Endocrine Glands (એન્ડોક્રાઇન ગ્લેન્ડસ):

  • શરીરમા આવેલી આ પ્રકારની ગ્લેન્ડ્સ એ ડક્ટલેશ ગ્લેન્ડસ હોય છે. આ પ્રકારની ગ્લેન્ડસ એ તેના સિક્રિશન ડાયરેક્ટ બ્લડ કે લીમ્ફ મા સિક્રીટ કરે છે. જેથી તેને એન્ડોક્રાઇન ગ્લેન્ડસ કહેવામા આવે છે.
  • આ ગ્લેન્ડસ ના સિક્રીશનને હોર્મોન્સ કહેવામા આવે છે. કોઈપણ એન્ડોક્રાઇન ગ્લેન્ડસ એક અથવા એકથી વધારે હોર્મોન્સ સિક્રીટ કરતી હોય છે.

Exocrine Glands (એક્ઝોક્રાઇન ગ્લેન્ડસ):

  • આ પ્રકારની ગ્લેન્ડસ એ તેના સિક્રીશન ને ડાયરેક્ટ કોઈ પણ ઓર્ગન કે ટિસ્યુ ની સરફેસ પર ઠાલવે છે. આ ગ્લેન્ડસ ના સિક્રીશન એ ગ્લેન્ડમા આવેલી ડકટ દ્વારા સરફેસ પર ઠલવાય છે, ડાયરેક્ટ બ્લડ સાથે મિક્સ થતા નથી આથી તેને એક્ઝોક્રાઇન ગ્લેન્ડસ કહેવામાં આવે છે.
  • આ ગ્લેન્ડસ ના શિક્રીસન ને જ્યુસ,લિક્વિડ કે કાઈમ (Chime) તરીકે ઓળખી શકીએ છીએ. આ ગ્લેન્ડસ ની સાઈઝ, શેપ અલગ અલગ હોય છે. મુખ્યત્વે આ પ્રકારની ગ્લેન્ડસ એ ડાયજેસ્ટિવ ટ્રેક સાથે ડાયજેશનના કાર્યમા જોડાયેલી હોય છે.

અહી આ યુનિટમા એન્ડોક્રાઇન ગ્લેંડ્સ નો અભ્યાસ જોઈશુ. જેમા આ પ્રકારની ગ્લેન્ડ્સના સ્ટ્રક્ચર, ફંકશન્શ અને તેને લગતી તકલીફ ના અભ્યાસને એન્ડોક્રેનીઓલોજી તરીકે ઓળખવામા આવે છે.

એન્ડોક્રાઈન ગ્લેંડ્સ એ ડકટ ધરાવતી નથી. આથી તેને ડકટલેસ ગ્લેન્ડસ તરીકે પણ ઓળખવામા આવે છે. આ તમામ ગ્લેન્ડ્સ ની મદદથી બોડીના મેજોરીટી કાર્યો નિયંત્રણમા રહે છે.

List out the endocrine glands in the body (શરીરમાં રહેલી એન્ડોક્રાઇન ગ્લેંડ્સની યાદી બનાવો):

બોડી માં નીચે મુજબ ની એન્ડોક્રાઇન ગ્લેન્ડસ આવેલ હોય છે. અહી ગ્લેન્ડસ અને તેનુ ક્લાસીફીકેશન નીચે મુજબ આપી શકાય છે.

Pituitary gland (પિચ્યુટરી ગ્લેન્ડ):

  • પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાય છે કારણ કે આ ગ્લેન્ડના હોર્મોન્સ દ્વારા બીજી ગ્લેન્ડના ફંકશન રેગ્યુલેટ થાય છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ એ ક્રેનિયમ કેવીટી ના સ્ફીનોઈડ બોન ના હાઇપોફિશિયલ ફોસા મા આવેલ હોય છે. પિચ્યુટરી ગ્લેન્ડને હાઈપોફીસીસ તરીકે પણ ઓળખવામા આવે છે. પિચ્યુટરી ગ્લેન્ડ એ હાઇપોથેલેમસ સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ હોય છે, જેથી આ ઇન્ટર કનેક્ટિવિટી ના કારણે ઘણા ફંકશન રેગ્યુલેટ થાય છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડની સાઈઝ એ 1.2 થી 1.5 cm લાંબી હોય છે. તેનો વજન અંદાજિત 0.5 ગ્રામ હોય છે. તે પિનટ શેપની ગ્લેન્ડ હોય છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડના મુખ્યત્વે 3 લોબ પડેલા હોય છે. દરેક લોબ માથી અલગ અલગ હોર્મોન સિક્રીટ થાય છે જેને નીચે મુજબ ડિસ્ક્રાઈબ કરી શકાય છે. દરેક લોબ માંથી સિક્રીટ થતા હોર્મોન્સ પર હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ અને ઇનહીબિટિંગ હોર્મોન્સ અસર કરે છે. હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ હોર્મોન્સ એ પીચ્યુટરી ગ્લેન્ડ ના સિક્રીશન ને વધારે છે જ્યારે ઇનહીબિટિંગ હોર્મોન્સ એ પીચ્યુટરી ગ્લેન્ડ ના સિક્રીશન ને ઘટાડે છે.

Anterior Lobe (એન્ટિરિયર લોબ).

  • આ લોબ ને એડીનોહાઇપોફીસીસ તરીકે પણ ઓળખવામા આવે છે. તેના બંધારણમા કનેક્ટિવ ટીશ્યુના ફાઇબર્સ આવેલા હોય છે.
  • હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ અને ઇનહીબિટિંગ હોર્મોન્સ ના લીધે પીચ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબ માથી નીચે મુજબના ઘણા હોર્મોન્સ સિક્રીટ થાય છે.
  • હાઇપોથેલેમસ એ પીચ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબ સાથે બ્લડ દ્વારા કનેક્ટેડ હોય છે અને એન્ટિરિયર લોબ માથી સિક્રીટ થતા હોર્મોન્સ પર હાઇપોથેલેમસ નો કંટ્રોલ રહેલો હોય છે.
  • એન્ટિરિયર લોબ માથી નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ થાય છે.

À. Growth Hormone (ગ્રોથ હોર્મોન)

ગ્રોથ હોર્મોન ને બીજા સોમેટોટ્રોફિક હોર્મોન પણ કહેવામા આવે છે. આ હોર્મોન નુ બોડીમા મુખ્ય કાર્ય એ બોડી નો ગ્રોથ જાળવી રાખવા માટેનુ છે. જો આ હોર્મોન નોર્મલી સિક્રીટ થાય તો બોડીનો નોર્મલ ગ્રોથ મેન્ટેઇન રહી છે. જો આ હોર્મોનનુ પ્રમાણ વધારે સિક્રીટ થાય તો બોડીમા ઓવર ગ્રોથ જોવા મળે છે જેને જાયન્ટીજમ કહેવામા આવે છે અને આ ગ્લેન્ડના હોર્મોનનુ પ્રમાણ ઘટે તો બોડીમા ગ્રોથ નોર્મલ કરતા ઓછો જોવા મળે છે જેને ડવારફિઝમ પણ કહેવામા આવે છે. આ હોર્મોનના સિક્રેશન નો આધાર એ હાઇપોથેલેમસ માથી સિક્રીટ થતા ગ્રોથ હોર્મોન રિલીઝિંગ અને ઇન્હીબીટીંગ હોર્મોન પર રહેલો હોય છે.

B. Thyroid Stimulating Hormone (થાઇરોઈડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન) (TSH)

એન્ટિરિયર પીચ્યુટરી ગ્લેન્ડના લોબ માંથી આ હોર્મોન સિક્રીટ થાય છે. જે થાઇરોઈડ ગલેન્ડને સ્ટીમ્યુલેટ કરે છે અને થાઇરોઈડ ગ્લેન્ડ પોતાના નોર્મલ હોર્મોન પ્રોડક્શન કરે છે.

Ç. Adreno Corticotropic Hormone (એડ્રીનો કોર્ટીકોટ્રોફીક હોર્મોન) ACTH

હાયપોથેલેમસ દ્વારા કોર્ટીકોટ્રોફીક રીલીઝિંગ હોર્મોન અને ઇન્હીબિટરી હોર્મોન સિક્રીટ થાય છે. જેના દ્વારા પિચ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબ માથી ACTH નામનો હોર્મોન સિક્રેટ થાય છે.

આ હોર્મોન એડ્રીનલ ગ્લેન્ડના કોર્ટેક્સમાથી સિક્રીટ થતા હોર્મોન ના પ્રોડક્શન મા વધારો કરે છે. એડ્રીનલ ગ્લેન્ડ એ સ્ટીરોઈડ હોર્મોન ના સિક્રેશન સાથે જોડાયેલી છે.

D. Prolactin Hormone (પ્રોલેક્ટીન હોર્મોન)

એન્ટિરિયર લોબ દ્વારા આ હોર્મોન સિક્રીટ થાય છે. જે બ્રેસ્ટ મિલ્ક ના પ્રોડક્શન માટે જવાબદાર હોર્મોન છે. હાઇપોથેલેમસ ના રિલીઝિંગ અને ઇન્હીબીટીંગ હોર્મોન એ ચાઈલ્ડ બર્થ પછી એન્ટિરિયર લોબ માથી પ્રોલેક્ટિંગ હોર્મોન નુ સિક્રેશન કરે છે જેનાથી મિલ્ક પ્રોડક્શન જોવા મળે છે.

ચાઈલ્ડ બર્થ પછી ખાસ આ હોર્મોન એ બ્રેસ્ટ મિલ્ક ના પ્રોડક્શન માટે ખૂબ ઉપયોગી કાર્ય કરે છે.

E. Gonadotropic Hormone (ગોનાડોટ્રોફિક હોર્મોન)

આ હોર્મોન ને સેક્સ હોર્મોન પણ કહેવામા આવે છે. જે મેલ અને ફિમેલ મા ગોનાડોટ્રોફીનસ હોર્મોન સિક્રીટ કરે છે.

આ હોર્મોનના સિક્રીશન પર પણ હાઇપોથેલેમસના રીલીઝિંગ અને ઇનહીબિટિંગ હોર્મોન અસર કરે છે.

આ હોર્મોન એ મુખ્ય બે પ્રકારે સિક્રેટ થાય છે

1. Follicle Stimulating Hormone (ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન) (FSH)

આ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના પ્રોડક્શન કરે છે. જે ફિમેલ મા ઓવમ પ્રોડક્શન અને મેલ મા સ્પર્મેટોઝૂવા ના પ્રોડક્શન માટે કાર્ય કરે છે.

2. Luteinizing Hormone (લ્યુટીનાઇઝિંગ હોર્મોન) (LH)

આ હોર્મોન એ પ્રોજેસ્ટેરોન હોર્મોન પ્રોડ્યુસ કરે છે જે ફિમેલમાં મેનસ્ટ્રએશન ની કેરેક્ટરિસ્ટિક માટે જવાબદાર છે અને મેલ માટે ટેસ્ટીસ માથી ટેસ્ટેસ્ટેરોન પ્રોડ્યુસ કરવામા મદદ કરે છે

Intermediate Lobe (ઇન્ટરમિડીયેટ લોબ):

પિચ્યુટરી ગલેન્ડ મા એન્ટિરિયર લોબ અને પોસ્ટિરિયર લોબ ની વચ્ચે ઇન્ટરમિડીયેટ લોબ આવેલો હોય છે. આ લોબ નુ ફંક્શન એ હ્યુમન બોડી મા હજી સુધી ચોક્કસપણે જાણી શકાયુ નથી.

Posterior Lobe (પોસ્ટિરિયર લોબ):

આ પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડના ભાગમા આવેલો લોબ છે.

તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે.

પિચ્યુટરી ગ્લેન્ડ નો આ લોબ એ હાઇપોથેલેમસ સાથે નર્વ અને નર્વ ફાઇબર દ્વારા જોડાયેલો હોય છે.  જેના લીધે તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે. આ લોબ દ્વારા નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ થાય છે.

À. Oxytocin (ઓક્સિટોસિન):

આ પોસ્ટિરીયર લોબ દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે. તે ડીલીવરી વખતે નોર્મલ લેબર પેઇન ને સ્ટાર્ટ કરવા માટે તથા યુટ્રસ મા આવેલા માયોમેટ્રિયમ મસલ્સના કોન્ટ્રાકશન કરતો હોર્મોન છે. જેનાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ સારી રીતે થઈ શકે છે.

ઓક્સિટોસિન હોર્મોન દ્વારા જ્યારે બાળક મધરના બ્રેસ્ટ મિલ્ક ને શક કરે છે ત્યારે બ્રેસ્ટ માથી મિલ્ક ને બહાર ઇજેક્ટ કરવા માટે પણ આ હોર્મોન કાર્ય કરે છે.

આ હોર્મોને સ્મૂધ મસલ્સના કોન્ટ્રાકશન માટે પણ જવાબદાર હોય છે જેમા સેક્સયુઅલ ઇન્ટરકોર્સ વખતે સ્મુધ મસલ્સ નો કોન્ટ્રાકશન કરે છે જેના લીધે સ્પર્મ એ વજાઇનલ કેવીટી અને યુટ્રસ માથી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી શકે છે.

B. Anti Diuretic Hormone (એન્ટી ડાયુરેટિક હોર્મોન) (ADH):

આ હોર્મોન ને બીજા વાસોપ્રેસીન ના નામથી પણ ઓળખવામા આવે છે. આ હોર્મોન એ બોડી માથી મોટા પ્રમાણમા યુરિન બહાર નીકળતુ રોકે છે જે રીનલ ટ્યુબ્યુલન્સમા વોટર નુ એબ્સોર્પશન કરે છે જેના કારણે યુરીન એક્સક્રીશન પર કંટ્રોલ રહે છે.

તે બોડીમાં વોટરનું પ્રમાણ જાળવવા માટે અને ફ્લૂઇડ બેલેન્સ કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

તે સ્મુધ મસલ્સના કોન્ટ્રાકશન કરે છે જેના કારણે બ્લડપ્રેશર ઈન્ક્રીઝ કરવા માટે અગત્યનુ કાર્ય કરે છે.

Functions of the Pituitary gland (પિચ્યુટરી ગ્લેન્ડ ના ફંક્શન):

  • પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા માસ્ટર ગ્લેન્ડ તરીકે કાર્ય કરે છે. જેના કારણે બીજી ઘણી ગ્લેન્ડ નુ ફંક્શન નોર્મલ મેન્ટેન કરવામા મદદ કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડનો ગ્રોથ હોર્મોન એ બોડી નો નોર્મલ ગ્રોથ મેન્ટેન કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા સ્ટીરોઈડ હોર્મોન નુ રેગ્યુલેશન કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડનો પ્રોલેક્ટિન હોર્મોન એ મિલ્ક પ્રોડક્શન માટે અગત્યનુ કાર્ય કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન ફર્ટીલીટી મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન એ નોર્મલ ડિલિવરી, બ્રેસ્ટ ડેવલપમેન્ટ તથા બ્રેસ્ટ ફીડીંગ મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ નો હોર્મોન એ બોડીમા વોટર બેલેન્સ અને બ્લડપ્રેશર જાળવી રાખવા માટે અગત્ય નુ કાર્ય કરે છે.

Relationship of hypothalamus and pituitary gland (રીલેશનશીપ ઓફ હાઇપોથેલામસ એન્ડ પીટ્યુટરી ગ્લેન્ડ):

  • Pituitary Gland એ Hypothalamus ની નીચે આવેલ હોય છે. તે infundibulum નામના સ્ટ્રકચર થી કનેક્ટ હોય છે.
  • હાઇપોથેલામસ માંથી સિક્રીટ થતા રિલીઝિંગ અને ઇનહીબિટરી હોર્મોન ની અસર pituitary gland પર થાય છે. તે pituitary ગ્લેન્ડ ને પોતાના હોર્મોન સિક્રીટ કરવા માંટે સ્ટીમ્યુલેટ કરે છે.
  • Pituitary Gland નો એન્ટીરીયર લોબ હાઇપોથેલામસ સાથે બ્લડ કનેક્શન દ્વારા જોડાયેલ હોય છે. જેને Hypophyseal Portal System કહે છે. જેની અસર ના લીધે એન્ટીરીયર લોબ ના હોર્મોન્સ સિક્રીશન થાય છે.
  • Pituitary Gland નો પોસ્ટીરીયર લોબ હાઇપોથેલામસ સાથે નર્વસ કેનેક્શન દ્વારા જોડાયેલ હોય છે. જેની અસર ના લીધે પોસ્ટીરીયર લોબ ના હોર્મોન્સ સિક્રીશન થાય છે.

Thyroid Gland (થાઈરોઈડ ગ્લેન્ડ):

  • થાઇરોઇડ ગ્લેન્ડ એ એન્ડોક્રાઇન સિસ્ટમ ની એક અગત્યની ગ્લેન્ડ છે. તે નેક ના સોફ્ટ ટિસ્યૂ મા આવેલી હોય છે. આ ગ્લેન્ડ એ પતંગિયા આકારની ગ્લેન્ડ છે.
  • આ ગ્લેન્ડ નો વજન અંદાજિત ૩૦ ગ્રામ જેટલો હોય છે. તેની લંબાઈ 5 સેન્ટિમીટર અને પહોળાઈ 3 cm હોય છે.
  • આ ગ્લેન્ડ એ પાંચમા સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ થી પહેલા થોરાસિક વર્ટિબ્રા ના લેવલ સુધી આવેલી હોય છે.
  • થાઇરોઈડ ગ્લેન્ડ મા બંને બાજુએ એક એક લોબ આવેલા હોય છે. જે તેના ફરતે ફાઇબ્રસ્ ટીસ્યુ થી કવર થયેલા હોય છે. બંને લોબ ને કનેક્ટ કરતા વચ્ચેના ભાગને ઈસ્થમસ કહેવામા આવે છે. થાઇરોઈડ ગ્લેન્ડના લોબ એ પિરામિડ શેપ ધરાવે છે.
  • થાઇરોઈડ ગ્લેન્ડમા આવેલા ટીસ્યુ એ ફોલીકલ નામના નાના નાના સ્ટ્રકચરથી બનેલા હોય છે. દરેક ફોલિકલ એ સિમ્પલ ક્યુબોઈડલ ગ્લેનડયુલર એપીથેલીયમ ટિસ્યૂ થી બનેલ હોઈ છે. જે સિક્રિશન સાથે જોડાયેલ હોય છે.
  • થાઇરોઈડ ગ્લેન્ડના ફંકશન ને પીચ્યુટરી ગ્લેન્ડ માથી રિલીઝ થતો હોર્મોન થાઇરોઇડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ રેગ્યુલેટ કરે છે.

થાઇરોઈડ ગ્લેન્ડ નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ કરે છે.

1. Triiodothyronine (ટ્રાયઆયોડોથાઇરોનીન) T3:

આ હોર્મોનનુ મુખ્ય ફંક્શન એ બોડીમા નોર્મલ ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ જાળવવાનુ છે. આ હોર્મોન હાર્ટ રેટ અને અમુક મેટાબોલિક એક્ટિવિટી જાળવવામા પણ ઉપયોગી કાર્ય કરે છે.

2. Thyroxin (થાઇરોક્સિન) T4:

આ હોર્મોન પણ T3 હોર્મોન જેવા જ ફંકશન કરે છે. એટલે કે બોડીમા મેટાબોલિક એક્ટિવિટી ને જાળવી રાખે છે તથા ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ નોર્મલ જાળવવા માટે કાર્ય કરે છે. આ હોર્મોન એ બેઝલ મેટાબોલિક રેટ ને ઇન્ક્રીઝ કરે છે.

3. Calcitonin (કેલ્સીટોનીન):

આ હોર્મોન એ થાઇરોઈડ ગ્લેન્ડ ના પેરાફોલિક્યુલર સેલ મારફતે સિક્રીટ થાય છે. જે બ્લડમા કેલ્શિયમ ના મેટાબોલિઝમ ઉપર અસર કરે છે.

Parathyroid glands (પેરાથાઇરોઈડ ગ્લેંડ્સ):

  • પેરા થાઇરોઇડ ગ્લેન્ડસ એ શરીરમા થાઈરોઈડ ગ્લેન્ડની પાછળના ભાગે આવેલી હોય છે. તે 4 ની સંખ્યામા આવેલી હોય છે.
  • આ પેરાથાઈરોઈડ ગ્લેન્ડસ સુપીરીયર અને ઇન્ફીરીયર બે બે ની સંખ્યામા ગોઠવાયેલી હોય છે.
    આ ગ્લેન્ડસ ના હોર્મોન ની અસર થાઇરોઇડ ગ્લેન્ડ ના કેલ્સીટોનીન હોર્મોન થી વિરુદ્ધ હોય છે. જે બ્લડ મા કેલ્શિયમના લેવલમા ઘટાડો કરે છે. આ ગ્લેન્ડ એ કેલ્શિયમ નુ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
  • પેરા થાઇરોઇડ હોર્મોન કિડનીને સ્ટીમ્યુલેટ કરી કિડની માંથી કેલસીટ્રીઓલ નામનો હોર્મોન રિલીઝ કરાવે છે. જે ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઇનલ ટ્રેકમાંથી ખોરાકમા આવેલા કેલ્શિયમનુ એબસોરપ્શન કરાવે છે. જેનાથી બ્લડમા કેલ્શિયમ નુ પ્રમાણ વધે છે.
  • આ ગ્લેન્ડ ના હોર્મોન એ બોન મા જમા થયેલા કેલ્શિયમને બ્લડમા રિલીઝ કરે છે. આ ગ્લેન્ડ કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફરસ અને મેગ્નેશિયમ નુ બેલેન્સ પણ જાળવવામાં કાર્ય કરે છે.

Adrenal glands (એડ્રીનલ ગ્લેન્ડસ):

  • આ ગ્લેન્ડ બંને બાજુ ની કિડની ની ઉપર આવેલી હોવાના લીધે તેને સુપ્રારીનલ ગ્લેન્ડ પણ કહેવામા આવે છે. તે 2 ની સંખ્યામા જોવા મળે છે. તેની સાઈઝ 3 થી 5 સેન્ટિમીટર લાંબી, 2 થી 3 સેન્ટીમીટર પહોળી અને 1 સેન્ટિમીટર જેટલી જાડી જોવા મળે છે. તેનો વજન અંદાજિત 3 થી 5 ગ્રામ જોવા મળે છે.
  • એડ્રીનલ ગ્લેન્ડ નો બહારનો ભાગ એડ્રીનલ કોર્ટેક્સ અને અંદરના ભાગને એડ્રીનલ મેડયુલા તરીકે ઓળખવામા આવે છે.

Adrenal cortex (એડ્રીનલ કોર્ટેકસ).

  • આ ભાગ એડ્રીનલ ગ્લેન્ડના બહારના ભાગ તરફ આવેલો છે. આ ભાગ મા આવેલા સેલ્સ સ્ટીરોઈડ હોર્મોન્સ સિક્રીટ કરે છે.
  • એડ્રીનલ ગ્લેન્ડના કોર્ટેક્સ ના ભાગ દ્વારા નીચે મુજબના સ્ટીરોઈડ હોર્મોન્સ સિક્રીટ કરવામા આવે છે.

A. Glucocorticoids (ગ્લુકોકોર્ટિકોઇડસ).

  • આ હોર્મોન એ એડ્રીનલ ગ્લેન્ડ માં આવેલા Zona Fasciculata સેલ્સ દ્વારા સિક્રીટ થાય છે.
  • Pituitary gland ના એન્ટિરિયર લોબ માંથી સિક્રીટ થતો ACTH એ એડ્રીનલ કોર્ટેક્સના ભાગને સ્ટીમ્યુલેટ કરી ગ્લુકોકોર્ટીકોઇડસ હોર્મોન નુ સિક્રેશન કરાવે છે.
  • આ હોર્મોન બોડીમા પ્રોટીન, ગ્લુકોઝ અને ફેટના મેટાબોલિઝમમા હેલ્પ કરે છે.
  • તે બોડી મા સ્ટ્રેસ સામે રજીસ્ટન્ટ પ્રોવાઇડ કરે છે. જેથી સ્ટ્રેસ વખતે હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર વધે છે. તેમજ બ્લડ સુગર મા પણ વધારો જોવા મળે છે.
  • આ હોર્મોન ની અસર બોડી ના દરેક સેલ ને જોવા મળે છે. તેનુ બ્લડમા Highest પ્રમાણ સવારમા જોવા મળે છે અને રાત સુધીમા તેનુ પ્રમાણ ધીરે ધીરે ઘટતુ જાય છે.
  • બોડીમા આ હોર્મોન એન્ટીઇન્ફલામેટરી ઇફેક્ટ પણ આપે છે. તેમજ આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમને ડિપ્રેશન પણ કરે છે. જેથી આપણો ઇમ્યુન રિસ્પોન્સ ઘટે છે.
  • તેમા કોર્ટિસોલ અને કોર્ટિસોન હોર્મોન નો સમાવેશ કરવામા આવે છે.

B. Mineralocorticoid (મીનરલોકોર્ટીકોઇડસ).

  • આ હોર્મોન એ એડ્રીનલ ગ્લેન્ડ માં આવેલા Zona Glomerulosa સેલ્સ દ્વારા સિક્રીટ થાય છે.
  • એડ્રીનલ કોર્ટેકસ માંથી સિક્રીટ થતા આ હોર્મોન મા મુખ્યત્વે આલ્ડોસ્ટેરોન હોર્મોન નો સમાવેશ કરવામા આવે છે. આ હોર્મોન બોડીમા મિનરલ સોલ્ટસ નુ પ્રમાણ જાળવવાનુ કાર્ય કરે છે. જેનાથી બોડીમા ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ મેન્ટેઇન રહે છે.
  • આલ્ડોસ્ટેરોન હોર્મોન એ સોડિયમનુ રિએબસોર્પશન કરે છે અને પોટેશિયમ નુ યુરિન મારફતે એક્સક્રીસન કરે છે. જેથી બોડીમા વોટર નુ રીટેન્શન થાય છે અને બોડી ફ્લુઇડ મેન્ટેઇન થવાના લીધે બ્લડ પ્રેશર મેન્ટેઇન થાય છે.
  • આ મિકેનિઝમ એ રેનીન એન્જીઓટેન્સીન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ (RAAS) દ્વારા મેન્ટેઇન થાય છે.

C. Androgens (એન્ડ્રોજન્સ).

  • આ હોર્મોન એ એડ્રીનલ ગ્લેન્ડ માં આવેલા Zona Reticularis સેલ્સ દ્વારા સિક્રીટ થાય છે.
  • તેને સેક્સ હોર્મોન તરીકે પણ ઓળખવામા આવે છે. મેલ મા ટેસ્ટેસ્ટેરોન અને ફીમેલ મા ઇસ્ટ્રોજન હોર્મોનને એન્ડ્રોજન્સ સ્ટીરોઈડ હોર્મોન તરીકે ગણવામા આવે છે.
  • જે મેલ અને ફિમેલ મા સેક્સ કેરેક્ટરીસ્ટીક્સ, hair ગ્રોથ તથા મસક્યુલર સ્ટ્રક્ચર ડેવલોપ કરવા માટે અગત્યના કાર્યો કરે છે.

Adrenal Medulla (એડ્રીનલ મેડ્યુલા).

  • એડ્રીનલ ગ્લેન્ડ મા વચ્ચે આવેલા ભાગને એન્ટ્રીનલ મેડયુલા તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ કેટેકોલામીન હોર્મોન્સ સિક્રીટ કરે છે. જેમા મુખ્યત્વે એડ્રિનાલીન અને નોરએડ્રિનાલીન એટલે કે એપીનેફ્રીન અને નોરએપીનેફ્રીન સિક્રીટ કરે છે.
  • આ હોર્મોન્સ ઓટોનોમિક નર્વસ સિસ્ટમના સિમ્પેથેટીક નર્વસ સિસ્ટમ નો સ્ટ્રેસ વખતે ફાઈટ અને ફ્લાઇટ રિસ્પોન્સ મેન્ટેઇન કરે છે.

આ હોર્મોન્સ બોડી મા નીચે મુજબના કાર્યો કરે છે.

  • બ્લડપ્રેશર ઇન્ક્રીઝ કરે તથા હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરે
  • બ્લડ વેસલ્સ ના ડાયામીટરમા સંકોચન કરે
  • બ્લડ સુગર વધારે તથા સેલ્યુલર મેટાબોલિઝમ નો રેટ પણ વધારે છે
  • પ્યુપિલ ડાયલેટ કરે
  • લંગ્સના એર વે ને ડાયલેટ કરે છે, વગેરે કાર્યો આ હોર્મોન્સ દ્વારા જોવા મળે છે.

Response to stress

Thymus gland (થાઈમસ ગ્લેન્ડ):

આ ગ્લેન્ડ થરાસિક કેવીટીમા સ્ટર્નમની નીચે મીડિયાસ્ટીનમ મા આવેલી હોય છે. આ ગ્લેન્ડ બાળકોમા સાઈઝમા મોટી હોય છે અને તે પ્યુબર્ટી પછી તેની ઉંમર વધતી જાય તેમ તેમ તે સાઈઝમા નાની થતી જાય છે. જન્મ સમયે તેનું વજન અંદાજિત 10 થી 15 ગ્રામ હોય છે. આ ગ્લેન્ડ થાઈમોસીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે.

Structure (સ્ટ્રક્ચર) :

તે બે લોબ ધરાવે છે.તે કેપ્સ્યુલ ધરાવે છે. outerside એદરેક લોબ એ લોબ્યુલસ માં વહેચાયેલ હોય છે જેમાં બહારના ભાગને cortex અને અંદરના ભાગને મેડ્યુલા કહેવાય છે.

Function (ફંક્શન) :

  • Bone marrow માંથી ઉત્પન થયેલા B-lymphocytes ને thymus gland માં દાખલ થયા પછી T-lymophocytes તરીકે એક્ટીવેટ કરે છે.
  • Thymosin એ thymus gland અને બીજા lymphoid tissues ને સ્ટીમ્યુલેટ કરી મેચ્યોરેશન કરે છે. જે હોર્મોન ગ્લેડના એપીથેલીયન સેલ મારફતે સિક્રીટ થાય છે.

Pineal gland (પિનિયલ ગ્લેન્ડ):

  • આ ગ્લેન્ડ એ ક્રેનિયમ કેવીટી મા વેન્ટ્રીકલની રૂફ સાથે એટેચ થયેલી હોય છે. તેનો શેપ પાઈન કોન (Pine cone) શેપનો હોય છે.
  • તે 10 mm જેટલી લાંબી હોય છે અને રેડીસ બ્રાઉન કલરની જોવા મળે છે.
  • આ ગ્લેન્ડ એ મેલેટોનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે. જે હોર્મોન નુ સિક્રીશન ડાર્ક લાઈટ ના સમયે જોવા મળે છે. સન લાઈટ અથવા પ્રકાશ એ મેલેટોનીન હોર્મોનના સિક્રેશનમા ઘટાડો લાવે છે. આથી ઊંઘમા ઘટાડો જોવા મળે છે.
  • પ્રકાશની ગેરહાજરીમા નોરએપીનેફ્રીન એ મેલેટોનીન ના સિક્રીશન ને સ્ટીમ્યુલેટ કરે છે. જેના કારણે ઊંઘ આવે છે.

Pancreas (પેંક્રીયાઝ):

  • પેંક્રીયાઝએન્ડોક્રાઇન તથા એક્ઝોક્રાઈન ગ્લેન્ડ એમ બંને રીતે કાર્ય કરે છે. પેંક્રીયાઝ ના જે ભાગ ના સેલ્સ હોર્મોન્સ સિક્રીટ કરે છે, તે એન્ડોક્રાઇન અને આ જ પેંક્રીયાઝ ના અમુક સેલ્સ ડાયજેસ્ટિવ જ્યુસ પ્રોડ્યુસ કરે છે, તે એક્ઝોક્રાઇન પેંક્રીયાઝ તરીકે કાર્ય કરે છે.
  • પેંક્રીયાઝ 12 થી 15 cm લાંબુ એક ઓર્ગન છે. તેનુ વજન અંદાજિત ૧૦૦ ગ્રામ જેટલુ હોય છે.પેંક્રીયાઝ ને હેડ ,બોડી અને ટેઈલ ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.
  • પેંક્રીયાઝ મા પેંક્રિએટિક સેલ્સ એ જુમખા ની જેમ ગોઠવાયેલા હોય છે. આ મિલિયન્સ ની સંખ્યામા ગોઠવાયેલા નાના પેંક્રિએટિક એંડોક્રાઇન ટીશ્યુને પેંક્રિએટિક આઈસલેટ (Pancreatic Islets) અથવા આઇસલેટ ઓફ લેંગરહાંશ (Islets of Langerhans) તરીકે ઓળખવામા આવે છે.

આ પેંક્રિએટિક આઈસલેટ મા નીચે મુજબના ચોક્કસ સેલ એ ચોક્કસ હોર્મોનના સિક્રીશન સાથે જોડાયેલા હોય છે.

  • આલ્ફા સેલ્સ એ ગ્લુકાગોન સિક્રીટ કરે છે.
  • બીટા સેલ્સ એ ઇન્સ્યુલિન સિક્રીટ કરે છે.
  • ડેલ્ટા સેલ્સ એ સોમાટોસ્ટેટીન સિક્રીટ કરે છે.

હ્યુમન બોડીમા બ્લડ ગ્લુકોઝ લેવલ નો કંટ્રોલ એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન હોર્મોન્સ દ્વારા થાય છે.

Insulin (ઇન્સ્યુલીન)

  • પેંક્રીયાઝ મા આવેલા બીટા સેલ્સ દ્વારા ઇન્સ્યુલિન સિક્રીટ થાય છે. તે બોડીમા બ્લડ ગ્લુકોઝ લેવલ ઘટાડવાનુ કામ કરે છે.
  • બ્લડમા આવેલા વધારાના ગ્લુકોઝ ને ગ્લાયકોજન મા કન્વર્ટ કરવાનુ કાર્ય કરે છે. આ ક્રિયાને ગ્લાયકોજીનેસિસ (Glycogenesis) તરીકે ઓળખવામા આવે છે.
  • આ હોર્મોન પ્રોટીન સિન્થેસીસ કરે છે તથા ફેટી એસિડનુ પણ સિન્થેસિસ કરવામા મદદ કરે છે.

Glucagon (ગ્લુકાગોન)

  • તે પેંક્રીયાઝમા આવેલા આલ્ફા સેલ્સ દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે. તે ઇન્સ્યુલિન થી વિરુદ્ધ કાર્ય કરે છે એટલે કે જ્યારે બ્લડ સુગર લેવલ નોર્મલ કરતા ઘટે છે ત્યારે પેંક્રીયાઝના આલ્ફા સેલ્સ એ ગ્લુકાગોન ને રીલીઝ કરે છે અને તે ગ્લાયકોજન માંથી ગ્લુકોઝમા સુગરને કન્વર્ટ કરે છે.
  • આ રીતે તે બ્લડમા ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે. તે બોડીમા હાઈપોગ્લાઈસેમિયા અટકાવે છે.

Somatostatin (સોમાટોસ્ટેટીન)

  • પેંક્રીયાઝ મા આવેલા ડેલ્ટા સેલ્સ દ્વારા આ હોર્મોન સિક્રીટ થાય છે.
  • તે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નુ શિક્રીશન ઘટાડે છે અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક મારફતે ન્યુટ્રીયન્ટ મટીરીયલ નુ એબસોર્પશન ઘટાડે છે.

Other hormones of the Human Body (બોડી ના અધર હોર્મોન્સ):

બોડીમા આવેલા ઘણા ટીસ્યુ એન્ડોક્રાઇન ગ્લેન્ડ ના ફંકશન ની જેમ કાર્ય કરે છે અને તે લોકલ હોર્મોન ને સિક્રીટ કરે છે. આ લોકલ સિક્રીટ થતા હોર્મોન્સ નીચે મુજબ છે.

Erythropoietin (એરીથ્રોપોએટીન)

એરિથ્રોપોએટીન એ કિડની દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે. જે RBC ના ફોર્મેશન અને પ્રોડક્શન મા મદદ કરતા છે. આ હોર્મોન દ્વારા એરિથ્રોપોએસીસ ની ક્રિયા થાય છે.

Histamine (હિસ્ટામીન).

બોડીમા આવેલા કનેક્ટિવ ટીશ્યુના માસ્ટ સેલ દ્વારા આ સિક્રીટ થતો લોકલ હોર્મોન છે. આ હોર્મોન દ્વારા ઇન્ફેક્શન પ્રિવેન્ટ થાય છે એટલે કે તે એન્ટીઇન્ફ્લામેન્ટરી તરીકે કાર્ય કરે છે.

Prostaglandins (પ્રોસ્ટાગ્લેન્ડીગ્સ).

  • આ બોડીમા ઘણા ટીસ્યુમા આવેલા લિપિડ સબસ્ટન્સ તરીકે કાર્ય કરતા હોર્મોન છે. જેના ઘણા ફિઝિયોલોજીકલ ફંક્શન્સ જોવા મળે છે.
  • તે પેઇન નો અનુભવ કરાવે છે
  • ફીવર માટે જવાબદાર છે
  • બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરનાર છે
  • ઇન્ફ્લામેન્ટરી રિસ્પોન્સ માટે પણ અગત્યનુ છે
  • લેબર પેઇન દરમિયાન યુટ્રસ ના મસલ્સને કોન્ટ્રાક્ટ કરે છે
  • બ્લડ ક્લોટિંગ મિકેનિઝમ મા અગત્યનુ કાર્ય કરે છે.

Ovaries (ઓવરીઝ):

  • ઓવરી એ ફિમેલ ગોનાડ છે. તે ઓવેરિયન ફોસા મા યુટ્રસ ની બંને બાજુ આવેલી હોય છે. તે બ્રોડ લીગામેંટ ની પાછડ આવેલી હોય છે.
  • તે 2 ની સંખ્યા મા હોય છે (પેર ઓફ ઓવરીસ). તે ટેસ્ટીસ થી હોમોલોગસ હોય છે.
  • તે ઓવેરિયન વોલ લીગામેંટ્સ દ્વારા પેલવિક વોલ થી અટેચ થયેલી હોય છે.

Location (લોકેશન) :

તે ઓવેરિયન ફોસા ની આજુબાજુ (ફોસા એટલે કે એક ખાડા જેવુ સ્ટ્રક્ચર જેની અંદર કોઈ પણ ઓર્ગન હોય છે ) નુ સ્ટ્રકચર જેમા તે યુરેટર્સ ની પાછડ (મૂત્ર વહીનીઓ ની પાછડ), ઓબ્લિટરેટેડ અંબલિકલ આર્ટરી (એવિ આર્ટરી જે જન્મ ના થોડા સમય બાદ જ નાબૂદ થાય છે) તેની આગડ
અને નીચે ઓબ્ટુરેટેડ ઈંટરસ મસલ્સ ,વેસલ્સ અને નર્વ દ્વારા સપોર્ટેડ હોય છે.

Shape and Size (શેપ અને સાઈઝ) :

ઓવરી ઓવેલ શેપ ની હોય છે. તે 3 સેમી લાંબી, 1.5 સેમી પહોડી અને 1 સેમી જાડી હોય છે.

Surface And colour (સપાટી અને કલર) :

યંગ એડલ્ટસ ની અંદર ઓવરી નો કલર પિન્ક હોય છે અને તે સ્મૂથ હોય છે. ઓલ્ડર વુમન મા તે રફ, ઇરેગ્યુલર અને ગ્રે કલર ની હોય છે કેમ કે તેમા ઓવ્યુલેશન વારંવાર થયુ હોય છે.

Attachment (અટેચમેન્ટ) :

બંને ઓવરી યુટ્રસ સાથે ઉપર ના ભાગે ઓવેરીયન લીગામેંટ થી અટેચ થયેલ હોય છે અને પાછડ ની બાજુ બ્રોડ લીગામેંટ થી અટેચ થયેલી હોય છે. તેને મેસોવેરિયમ કહેવાય છે, બ્લડ વેસલ અને નર્વ મેસોવેરિયમ થી પાસ થાય છે.

Blood Supply (બ્લડ સપ્લાય) :

તે ઓવેરિયન આર્ટરી દ્વારા થાય છે અને તે એબ્ડોમિનલ એઓર્ટા ની એક બ્રાન્ચ છે.
વેઇન ને પેમ્પિનિફોર્મ પ્લેક્ષસ કહેવાય છે. તે ઓવરી માથી જ ઇમર્જ થાય છે .
રાઇટ વેઇન ઇન્ફિરિયર વેના કાવા માં ડ્રેંઇન થાય છે અને લેફ્ટ વેઇન લેફ્ટ રિનલ વેઇન માં ડ્રેંન થાય છે.

Nerve Supply (નર્વ સપ્લાય):

સિમ્પથેટીક ફાઇબર્સ જે T10 અને T11 સ્પાઇનલ લીગામેંટ માથી નિકડે છે.
પેરાસિમ્પથેટીક નર્વ વેગસ નર્વ માથી નિકડે છે.

Histology Of Ovary (હિસ્ટોલોજી(ટીસ્યું ની સ્ટડી ને હિસ્ટોલોજી કહેવાય છે) ઓફ ઓવરી):

  • ઓવરી ઓવલ (અંડાકાર ) શેપ ની હોય છે.
    તેની અંદર ક્યુબોડિયલ એપીથેલિયમ સેલ્સ થી બનેલુ એક સિંગલ લેયર આવેલુ હોય છે. તેને જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે.
  • તેમા ડેન્સ ટીસ્યુ આવેલ હોય છે. તેને ટ્યુનિકા અલબીનીયા કહેવાય છે અને તે જર્મિનલ એપીથેલિયમ ની અંદર ના ભાગે આવેલ હોય છે .

તેના કુલ 2 ભાગ હોય છે.

  1. Cortex (કોર્ટેક્સ):- તે સ્ટોમા અને ઓવેરી ના ફોલિકલ્સ થી બનેલુ હોય છે.
  2. Medula (મેડ્યૂલા):- કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે અને બ્લડ વેસલ્સ ના નેટવર્ક થી કનેકટેડ હોય છે અને ઇલાસ્ટિક ફાઈબર થી બનેલુ હોય છે.

Oogenesis (ઉજીનેસિસ):

આ ફિમેલ ગેમેટ બનાવવાની એક પ્રક્રિયા છે. પ્રાઇમરી જર્મ સેલ્સ માથી જે ઓવા બને એ પ્રોસેસ ને ઉજીનેસિસ કહેવાય છે.

જ્યારે ઇન્ટ્રા યુટેરાઇન પિરિયડ મા 6 month થાય ત્યારે 6 મિલિયન જેટલા ઉગોનીયા પ્રેઝન્ટ હોય છે. ઉગોનીયા મિયોટીક ડિવિજન કરે છે અને પ્રાઇમરી ઊસાઇટ મા કન્વર્ટ થાય છે અને પ્રોફેસ મા અટકી જાઈ છે .

1st મિયોટીક ડિવિજન પ્યુબર્ટી એ અરેસ્ટ થાય છે. જ્યારે પ્યુબર્ટી શરૂ થાય ત્યારે માસિક ચક્ર (menstruation) શરૂ થાય છે. પહેલા માસિક ચક્ર ને મેનારકી (menarche) કહેવાય છે.

પહેલા માસિક ચક્ર શરૂ થતાં ઓવ્યુલેશન થાય છે અને એગ છૂટ્ટુ પડે છે અને ઓવ્યુલેશન થાય છે, પહેલું એગ નિકડે છે .

જ્યારે ઓવ્યુલેશન થાય તેની પહેલા ફોલ્લીકલ્સ બને છે. એફએસએચ (FSH) ની મદદ થી થાય છે અને પછી તે ઇસટ્રોજન ના કારણે જોવા મળે છે. તે ફોલિકલ્સ મેચ્યોર થાય છે અને ગ્રાફિયન ફોલિકલ બને છે.

એ ગ્રાફિયન ફોલિકલ માથી મેચ્યોર ઓવમ બને છે. એ ઓવમ માસિક ચક્ર ના 14 માં દિવસે નિકડે છે અને જો એ ફર્ટિલાઇસ થાય તો ફિટસ બને છે અને જો ફર્ટીલાઇઝ ના થાય તો મેનસિસ (menstruation) આવે છે.

Testes (ટેસ્ટીસ):

તે અંડાકાર જેવા હોય છે અને તે 2 હોય છે. તે 5 સેમી લાંબી અને 2.5 સેમી પહોડી હોય છે. તેનો વજન 10 થી 15 ગ્રામ હોય છે.

ફિટલ પેરિયડ એટલે કે બાળક જ્યારે યુટ્રસ મા હોય ત્યારે ટેસ્ટીસ એબ્ડોમીન મા હોય છે. 32 મા અઠવાડિયે આ ટેસ્ટીસ નીચે સ્ક્રોટમ મા આવી જાય છે એટલે કે ડિસેંટ થાય છે.

ટેસ્ટીસ ના ત્રણ લેયર હોય છે ( The testicles have three layers ):

1.ટ્યુનિકા વજાનાઈલીસ (Tunica Vaginalis) :- તે 2 લેયર નુ બનેલુ હોય છે. પરાઈટલ અને વીસેરલ અને આની વચ્ચે કેવિટી હોય છે. તે ટેસ્ટીસ ને બધી જ બાજુ થી કવર કરે છે પણ પાછડ ની બાજુ એ કવર કરતુ નથી.

2.ટ્યુનિકા આલ્બુગીનીયા (Tunica Albuginea) :- આ એક ફાઇબ્રસ કવરીંગ લેયર છે, અને ટ્યુનિકા વજાનાઈલીસ ની નીચે આવેલુ હોય છે અને આ ઇન ગ્રોથ કરે છે અને ટેસ્ટીસ ના ગ્લેંડ્યુલર લોબ ને અલગ કરે છે.

3.ટ્યુનિકા વસ્ક્યુલોસા (Tunica Vasculosa) :- આના નામની જેમ વાસ્ક્યુલર આટલે કે જેનુ રિલેશન બ્લડ સાથે હોય છે એવિજ રીતે આ લેયર માં કેપિલરી નુ નેટવર્ક હોય છે અને કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે.

    HORMONS: મેઈલના હોર્મોન્સ :

    MEN’S HORMON મેઈલના હોર્મોન્સ :-
    ફીમેલની માફક મેલમાં પણ અંત:સ્ત્રાવો ( Endocrine secretions ) ઉત્પન્ન થાય છે, પરંતુ તે પુનરાવર્તિત હોતા નથી. ફોલીકયુલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન સેમીનીરસ ટયુબ્યુલ્સ તરીકે કાર્ય કરે છે,જે સ્પર્મના પ્રોડક્શન માટે જરૂરી છે. લ્યુટીનાઈઝીંગ હોમોૅન ઇન્ટર સ્ટીસીયલ સેલ તરીકે કાર્ય કરે છે, જે ટેસ્ટોસ્ટેરોનના પ્રોડક્શન માટે જરૂરી છે.

    ટેસ્ટોસ્ટેરોન (Testotorone):-
    મેલની અમુક લાક્ષણિકતાઓ માટે આ જવાબદાર છે. દા.ત. અવાજ, રીપ્રોડકટરી ઓર્ગન્સનો વિકાસ, છાતી, દાઢી,એકઝીલા તથા પ્યુબીસ પર હેઇરનો વિકાસ વગેરે.

    Published
    Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised