skip to main content

ANATOMY UNIT 8 SKIN

SKIN

INTRODUCTION

સ્કીન એ બોડીને બહારની બાજુએથી સંપૂર્ણ કવર કરતુ એક આવરણ છે. તેને ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પણ કહેવામા આવે છે. આપણા બોડીનો આ સૌથી મોટુ ઓર્ગન કે ભાગ છે.

સ્કિનનો ટોટલ સરફેસ એરિયા એ 2 મીટર સ્ક્વેર જેટલો આવેલો હોય છે અને તેની થીક્નેસ એ અંદાજિત 1 થી 2 mm જેટલી આવેલી હોય છે.

  • Structure Of the Skin (સ્ટ્રક્ચર ઓફ ધ સ્કીન).

સ્કીન ના સ્ટ્રક્ચરમા સ્કીનના લેયર, તેમા આવેલી ગ્લેન્ડ્સ, નેઇલ અને હેઇર નો સમાવેશ થાય છે.

Layers of the Skin (લેયર્સ ઓફ ધ સ્કીન).

સ્કીનના મુખ્યત્વે ત્રણ લેયર જોવા મળે છે.

1. એપીડર્મીસ

2. ડર્મિશ

3. હાઈપોડર્મિસ

1. Epidermis (એપીડર્મીશ).

તે સ્કિન નુ સૌથી સુપરફિશિયલ અને બહારની બાજુએ આવેલુ લેયર છે. તેના બંધારણમા સ્ટ્રેટીફાઇડ કોલ્યુમનર એપીથેલીયમ ટિસ્યૂ આવેલા હોય છે. આ લેયર એ બ્લડ વેસેલ્સ ધરાવતુ નથી.

એપીડર્મીશ એ સમાન રીતે બોડીમા વહેંચાયેલુ હોતુ નથી. ક્યાંક તેની જાડાઈ વધારે હોય છે જેમ કે પગના તળિયા અને હાથની હથેળીઓ. ક્યાંક તેની જાડાઈ ઓછી પણ જોવા મળે છે જેમ કે આંખની કોર્નિયા નો ભાગ.

એપીડર્મીસ લેયર મા બેઝમેન્ટ લેયર થી સેલ ગ્રો થઈ અને ઉપર સુપરફિશિયલ લેયર સુધી આવે છે.  સંપૂર્ણ એપીડર્મીશ ને રિપ્લેસ થતા 35 થી 40 દિવસ જેટલો સમય લાગે છે.

એપીડર્મિશ લેયરમા નીચે મુજબના લેયર આવેલા હોય છે.

À. Stratum Corneum (સ્ટ્રેટમ કોર્નીયમ).

આ બધા લેયરમા સૌથી બહારનુ લેયર છે. તેમા ડેડ સેલ એક લાઈનમા ગોઠવાયેલા હોય છે. આ સેલ એ ફ્લેટ અને ખૂબ જ પાતળા હોય છે.

આ લેયરમા કેરાટીન આવેલુ હોય છે. તે એક પ્રોટીન છે. તે અંદર આવેલા સેલને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે અને તેને ડ્રાય થતા રોકે છે.

તે સ્કીન ની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન કરે છે અને તેને સોફ્ટ રાખવા માટે મદદ કરે છે.

આ લેયર એ બહારની બાજુના ઘસારાના કારણે સતત ખરતુ રહે છે.

B. Stratum Lucidum (સ્ટ્રેટમ લ્યુસીડમ).

આ લેયર એ પણ ડેડ અને ચપટા સેલ દ્વારા બનેલુ છે. તેને બ્લોક લેયર પણ કહેવામા આવે છે કારણ કે આ લેયરમા આવેલા સેલમા વોટર અને ન્યુક્લિયસ હોતા નથી.

આ લેયરમા એલઇડીન નામનુ પ્રોટીન આવેલુ હોય છે. જે અલ્ટ્રાવાયોલેટ રેઇઝ સૂર્ય તરફથી આવતા હોય તેના તરફ થી સ્કિનને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે.

Ç. Stratum Granulosum (સ્ટ્રેટમ ગ્રેન્યુલોઝમ).

આમા સેલમા ગ્રેન્યુલ્સ હોવાના કારણે તેને ગ્રેન્યુલોઝ્મ લેયર કહેવામા આવે છે.

આ લેયર એ 2 થી 4 સેલની રો જેટલુ થીક હોય છે.

D. Stratum Germinative (સ્ટ્રેટમ જર્મીનેટિવ).

આ લેયર એ એપીડર્મિસ નુ  સૌથી અંદરનુ લેયર છે.

આ લેયર એ થોડા થોડા સમયે નવા સેલ બનાવે છે અને તે સેલ સરફેસ તરફ ઉપર આવતા જાય છે. અહીં બે પ્રકારના સેલ જોવા મળે છે, પ્રીકલ સેલ અને બેઝલ સેલ.

2. Dermis Layer (ડર્મીશ લેયર).

સ્કીન નુ આ લેયર એ એપીડર્મીસ થી નીચે આવેલુ હોય છે. તેમા કનેક્ટિવ ટીશ્યુ આવેલા હોય છે. આ લેયરમા કોલાજન ફાઇબર, ઇલાસ્ટિક ફાઇબર અને રેટિક્યુલર ફાયબર આવેલા હોય છે. જેના લીધે સ્કીનની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન રહે છે. આ ફાઇબર એ સ્કીનને મજબૂત બનાવે છે અને સપોર્ટ આપવા માટે ખૂબ જ અગત્યના હોય છે.

ડર્મિશ મા આવેલા સેલ મા ફેટ સેલ, ફાઈબ્રો બ્લાસ્ટ અને મેક્રોફેજિસ સેલ નો સમાવેશ કરવામા આવે છે.

ડરમીસ લેયર એ પેપીલર લેયર અને રેટિક્યુલર લેયર દ્વારા કમ્પલેટ બનેલુ હોય છે. જે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, સેપરેટ કરી શકાતા નથી.

ડર્મીસ લેયરના બંધારણમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ, હેઇર ફોલિકલ, સેન્સરી નર્વ એન્ડીગસ,

સ્વેટ ગ્લેન્ડ, સીબેસીયસ ગ્લેન્ડ વગેરે સ્ટ્રક્ચર આવેલુ હોય છે.

3. Hypodermis Layer (હાઈપોડર્મીસ લેયર).

આ લેયર એ ડર્મિશ લેયરથી નીચે આવેલુ હોય છે. તેને સબ ક્યુટેનિયસ લેયર પણ કહેવામા આવે છે.

આ લેયર એ લુઝ ફાઇબરસ કનેક્ટિવ ટીશ્યુ થી બનેલુ હોય છે. તે ડર્મિસ કરતા જાડુ હોય છે. તેમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે.

  • Functions of the Skin (ફંકશન્સ ઓફ ધ સ્કીન).

સ્કીન એ બોડીની બહારની બાજુએ ફરતે એક કંટીન્યુઅસ આવરણ બનાવે છે, જેનાથી તે ફર્સ્ટ લાઈન ઓફ પ્રોટેકશન તરીકે કાર્ય કરે છે.

માઈક્રો ઓર્ગેનિઝમ ને બોડીમા ડાયરેક્ટલી એન્ટર થતા રોકે છે.

કોઈપણ બહારની બાજુએથી ઇન્જરી કે કોઈપણ નુકસાનકારક તત્વો ને શરીરમાં અંદર જતા રોકે છે.

તે નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેઇન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

સ્કીન એ બોડીને આઉટર ફ્રેમ વર્ક આપે છે. તે બોડીમા આવેલા બધા ઓર્ગનમા સૌથી મોટુ ઓર્ગન છે.  બધા ઓર્ગન્સ ને બહારની બાજુએ કવર કરવાના કારણે તે બોડીને શેપ આપવાનુ કાર્ય કરે છે.

તે બોડીમા વિટામિન ડી નુ સિન્થેસિસ કરે છે. જેમા સ્કીનમા સેવન ડી હાઈડ્રોકોલેસ્ટ્રોલ નામનુ એક કેમિકલ આવેલુ હોય છે. જે સૂર્ય તરફથી આવતા અલ્ટ્રા વાયોલેટ રેઈઝ ને વિટામીન d3 અને કોલીકેલ્સીફેરોલ મા કન્વર્ટ કરે છે. આમ તે વિટામિન ડી નુ સિન્થેસિસ કરવાનુ કાર્ય કરે છે.

સ્કીન એ બોડી મા આવેલા વેસ્ટ પ્રોડક્ટ અને નુકસાનકારક સબસ્ટન્સને બોડી માથી એકસ્ક્રિટ કરવાનુ કાર્ય પણ કરે છે. તે પસ્પીરેશનના સિક્રીશન દ્વારા બોડી માથી અમુક અંશે વેસ્ટ પ્રોડક્ટ નુ એક્સક્રીસન પણ કરે છે.

સ્કીન મારફતે અમુક સબસ્ટેન્સ નુ એબ્સોપ્શન પણ થાય છે. આ એક મેડીકેશન માટે નો રૂટ પણ છે.  જેમા સ્કિન એ તેના પર લગાવવામા આવેલા અમુક ઓઇન્ટમેન્ટ અને મેડિસિનને એબ્સોર્બ કરી અને તેને સિસ્ટમિક સર્ક્યુલેશન મા મોકલે છે.

સ્કીનમા સેન્સરી નર્વ એન્ડીન્ગ્સ આવેલા હોય છે. જે ટચ, ટેમ્પરેચર અને પેઇન  વગેરેના ઇમ્પલસીસ બ્રેઇન સુધી ટ્રાન્સમિટ કરવામા મદદ કરે છે. જેનાથી આપણને દરેક સ્ટીમ્યુલેશન નુ ઇન્ટરપ્રિટેશન થાય છે.

સ્કીન એ અમુક ન્યુટ્રીયંટ મટીરીયલ્સ ને સ્ટોરેજ કરવાનુ પણ કામ કરે છે જેમ કે ફેટ.

સ્કીન એ વુડ હીલિંગમા અગત્યનુ ફંક્શન કરે છે.

  • Skin color.

સ્કીન ના કલર નો આધાર સ્કીનમા રહેલા મેલેનીન ના પ્રમાણ પર આધારિત હોય છે. આ મેલેનીન એ સ્કીનમા આવેલા ડીપ લેયર સ્ટ્રેટમ બેઝાલીસ મા આવેલા મેલેનોસાઇટ્સ સેલ્સ એ મેલેનીન સિક્રીટ કરે છે. જે સ્કીન નો કલર અને સ્કિનનુ પીગમેન્ટેશન નક્કી કરે છે.

મેલેનીન એ સ્કીનમા બધી જગ્યાએ હાજર હોય છે, પરંતુ તે જનાઈટલ એરિયા, નીપલ, આર્મ ની નીચેનો ભાગ વગેરે જગ્યાએ વધારે પ્રમાણમા હોય છે અને તેના લીધે આ એરીયા ડાર્ક કલરના જોવા મળે છે.

ડાર્ક સ્કીન કલર ના વ્યક્તિઓમા મેલેનીન નુ પ્રમાણ લાઈટ અથવા ગોરા વ્યક્તિઓ કરતા વધારે હોય છે.

  • Sweat glands.

સ્કીન ના ડર્મિસ લેયરમા ગુચડા આકારની એક ગ્રંથિ આવેલી હોય છે. જેને સ્વેટ ગ્લેન્ડ કહેવામા આવે છે. બોડીમા સ્વેટ ગ્લેન્ડ એ ટ્રાન્સપરન્ટ, કલર લેશ ફ્લુઇડ એટલે કે સ્વેટ સિક્રીટ કરે છે. તે ક્રીયા ને પસ્પીરેશન કહેવામા આવે છે.

સ્વેટ ગ્લેન્ડ ના બે ટાઈપ મુખ્યત્વે જોવા મળે છે.

1.Eccrine sweat glands.

આ પ્રકારની સ્વેટ ગ્લેન્ડ એ પુરા બોડીમા લગભગ બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે. આ સ્વેટ ગ્લેન્ડ ને ડક્ટ આવેલી હોય છે. આ ડક્ટ એ સ્કીન ની ઉપરના ભાગે ખુલે છે અને સ્વેટ ગ્લેન્ડ ના સિક્રીશન (sweat) ને સ્કીન પર ઠાલવે છે.આ પ્રકારની સ્વેટ ગ્લેન્ડ એ nail bed, vulva, penis ની ટિપ ના ભાગે, લિપ્સ પર, ear drum જેવી જગ્યાઓએ આવેલી હોતી નથી.

જ્યારે બહાર નુ વાતાવરણ ગરમ હોય અને ટેમ્પરેચર મા વધારો થાય છે, ત્યારે આ ગ્લેન્ડસ એક્ટિવ થાય છે અને સ્વેટ સિક્રીટ કરે છે. જેને પશ્પીરેશન ની ક્રિયા કહેવામા આવે છે અને આ રીતે તે શરીરનુ ટેમ્પરેચર જાળવવા માટે પણ કાર્ય કરે છે.

Composition of Sweat.

Urea
Lactic acid
Albumin
Fat
Sodium chloride
Sugar
Ascorbic acid

સ્વેટ ના કમ્પોઝિશન મા ઉપર મુજબના કમ્પોનન્ટ્સ જોવા મળે છે.

2. Apocrine glands.

આ ગલેન્ડ્સ બોડી મા ડીપ ગોઠવાયેલી હોય છે. તે પ્યુબર્ટી age પહેલા સુષુપ્ત (inactive) હોય છે. puberty ના સમય દરમિયાન તેની સાઈઝ મા વધારો જોવા મળે છે અને તે એક્ટિવ થાય છે. આ પ્રકારની ગ્લેન્ડ એક્ઝીલા, ગ્રોઈન વગેરે જગ્યાઓએ આવેલી હોય છે અને તે પણ સ્વેટ સિક્રીટ કરે છે.

  • Sebaceous glands.

સ્કીન ના ડર્મિસ લેયર મા હેર ફોલિકલ ની સાથે કનેક્ટ થયેલી સિમ્પલ સ્ટ્રક્ચર ધરાવતી સીબેસીયસ ગ્લેન્ડ આવેલી હોય છે.

આ ગ્લેન્ડમા આવેલા સેલ એ એક ચીકણુ ઓઇલ સિક્રીટ કરે છે. તેને સીબમ કહેવામા આવે છે.

આ સીબમ એ પ્રવાહી કરતા થીક હોય છે. તેમા લિપિડ સબસ્ટન્સ આવેલા હોય છે.

આ સીબમ એ હેર ફોલિકલના ઓપનિંગ મા એક બેરિયર તરીકે કામ કરે છે. જેથી માઇક્રો ઓર્ગેનિઝમ બોડી મા એન્ટર થતા રોકી શકાય છે. આમ તે એક પ્રોટેક્ટિવ ફંકશન કરે છે.
તે હેર ફોલિકલ અને સ્કીનને સોફ્ટ રાખવા માટે અને લુબ્રિકન્ટ તરીકે કાર્ય કરે છે.

  • Structure and Functions of Hair.

હેર એ કેરેટીનાઇઝડ એપીથેલીયમ ટીશ્યુનુ સ્ટ્રક્ચર છે. તે સ્કીનના ડર્મિસ લેયર માંથી નીકળી મોટાભાગ ની સ્કીન પર પથરાયેલા હોય છે. તે સ્કિન પર એક લેયરની જેમ આવેલા હોય છે.

હેર એ પગના તળિયા (sole of foot), ટીપ ઓફ પેનીસ, વલ્વા અને નીપલ ના ભાગે જોવા મળતા નથી. તે સિવાય લગભગ પુરા બોડી પર હેર જોવા મળે છે.

હેર ને બે પાર્ટમા ડિવાઇડ કરવામા આવે છે. જેમા સ્કીન પરથી ઉપરના દેખાય એ ભાગને સાફટ ઓફ હેર કહેવામા આવે છે અને સ્કીનની નીચેનો દબાયેલો ભાગ ને રૂટ ઓફ હેર કહેવામા આવે છે.

હેર ના ફરતે ત્રણ લેયર આવેલા હોય છે. સૌથી બેઝમા આવેલા સ્ટ્રક્ચરલ લેયર ને પેપિલા ઓફ હેર અથવા બલ્બ ઓફ હેર કહેવામા આવે છે. જેમા બ્લડ વેસલ્સ આવેલી હોય છે અને તે હેરના સ્ટ્રક્ચરને ગ્રો થવા માટે ન્યુટ્રીશન પ્રોવાઇડ કરે છે.

તેની ઉપરના ભાગે કોર્ટેક્સ લેયર આવેલુ હોય છે. જેમા મેલીનીન આવેલુ હોય છે. જે હેર ને કલર આપે છે. આ લેયરમા બલ્બના ભાગે મેટ્રિક્સ જર્મિનલ આવેલુ હોય છે.

હેર ના સૌથી ઉપરના લેયર ને મેડયુલા કહેવામા આવે છે. તે કેરાટીન નુ બનેલુ લેયર છે અને તે બહાર ની બાજુએ ફરતે લુઝ વિટાયેલુ હોય છે.

Functions of hair.

હેર નુ મુખ્ય ફંક્શન એ બોડી માં પ્રોટેકશન નુ છે. જેમ કે સ્કાલ્પ મા આવેલા હેર એ બોડીમા હીટ એન્ડ કોલ્ડ નુ ઇનસયુલેશન કરે છે.

આઇબ્રો પર આવેલા હેર એ બ્રાઇટ લાઈટ અને ગ્લેયર ને આંખમાં સીધા પ્રવેશતા અટકાવે છે, અને સ્વેટ ને સીધુ આંખમા જતુ અટકાવવામા મદદ કરે છે.

આ ઉપરાંત ફોરેન બોડી કે ડસ્ટ પાર્ટીકલ આંખમા ડાયરેક્ટ જતા રોકે છે. આઈ લેસિસ પણ આંખમા ફોરેન બોડી કે ડસ્ટ પાર્ટીકલ અંદર જતા રોકે છે.

નોઝ સ્ટ્રીલ મા આવેલા હેર એ ઇનહેલ એર ને મોઇસ્ટ અને વાર્મ કરે તેમ જ ડસ્ટ પાર્ટીકલ્સ કે ફોરેન મટીરીયલ ને રેસપીરેટરી ટ્રેક મા જતા અટકાવે છે.

હેર મા ખુલતા સીબેસીયસ ગ્લેન્ડ ના સિક્રીશન ની મદદથી સ્કીન લુબ્રિકન્ટ રહે છે, તેમજ સ્કિન ડ્રાય થતી અટકે છે.

બોડીમા આવેલા ઓપનિંગ્સ જેવા કે એનસ, વજાઈના વગેરે ના ફરતે હેર આવેલા હોય છે. જે પ્રોટેક્શન ના કાર્ય સાથે જોડાયેલા છે.

  • Structure and function of Nail.

તે એપીડર્મિસ લેયર મા ડ્રાય કેરેટેનાઈઝડ એપીથેલીયમ ટીસ્યુ નુ બનેલ સ્ટ્રકચર છે. તે હાથ અને પગની ડોર્સલ સરફેસ ના એન્ડ ભાગે આવેલા હોય છે. તે કેરેટિનના બનેલા હોય છે.

સ્કીન પર પથરાયેલા હોવાના કારણે તે પિંક કલરના દેખાય છે કેમ કે નેઇલ ની નીચેના ભાગે બ્લડ સપ્લાય હોવાના કારણે તે પિંક કલર ના દેખાય છે.

નેઇલ ના સ્ટ્રકચરને નીચે મુજબ વર્ણવી શકાય છે.

નેઈલ ના સૌથી અંદરના ભાગને નેલ રૂટ કહેવામા આવે છે. તે સ્કિન ની નીચે દબાયેલો ભાગ છે. તેના પર આવેલા લેયરને Eponychium કહેવામાં આવે છે, જે નેઇલ રૂટ ને કવર કરે છે.

નેઇલ નો બહાર દેખાતો ભાગ એ નેઇલ ની બોડી કહેવામા આવે છે. જે કેરેટીનાઈઝડ ડેડ સેલ નો બનેલો હોય છે.

નેઇલ ની બોડી નો ભાગ એ સ્કિન ના એપીથેલિયમ લેયર પર પથરાયેલો હોય તે ભાગ ને નેઇલ બેડ કહેવામા આવે છે. ત્યાંથી સ્કીન ની આગળ લંબાયેલો ભાગ free edge કહેવાય છે. જે આંગળી કે અંગૂઠા ના સ્કીનથી આગળ નો લંબાયેલો ભાગ હોય છે. તે કમ્પ્લીટ ડેડ સેલ હોય છે. જેને કટ કરી રીમુવ કરી શકાય છે.

Functions of Nails.

કોઈપણ વસ્તુઓ પકડવા કે ગ્રાસ્પ કરવા માટે ઉપયોગી છે.

સ્ક્રેચ કરવા કે કોઈપણ વસ્તુ રીમુવ કરવા માટે મદદરુપ છે.

આપણી fingers, toe and thumb ને નેઇલ પ્રોટેક્ટ કરે છે.

તે પેશન્ટ ક્લિનિકલ કન્ડિશન અસેસ કરવા માંટે નું એક ઇન્ડીકેટર છે.

  • Heat Regulation.

બોડીમા અલગ અલગ ક્રિયાઓ દ્વારા હીટ પ્રોડ્યુસ થાય છે અને વધારાની હિટ એ અલગ અલગ મિકેનિઝમ મારફતે બોડી માંથી લોસ થાય છે. બોડીમા નોર્મલ હીટ એટલે કે તેનુ ટેમ્પરેચર મેન્ટેઇન રહે છે.

બોડી મા નીચે મુજબ ની ક્રિયા દ્વારા Heat production થાય છે.

Metabolism of food
Exercise
Hormones
Emotions
Age

બોડી મા નીચે મુજબ ની ક્રિયા દ્વારા Heat loss થાય છે.

બોડી મા રહેલી વધારાની હિટ કે નીચેના મિકેનિઝમ દ્વારા બોડી માંથી સ્કીન મારફતે લોસ થાય છે. Mechanism of heat loss નીચે મુજબ વર્ણવી શકાય છે.

Radiation.

આમા હિટ એ વાર્મ ઓબ્જેક્ટ તરફથી કુલ ઓબ્જેક્ટ તરફ ટ્રાન્સફર થાય છે. જેમાં બંને ઓબ્જેક્ટ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ હોતો નથી. બોડીની મોટાભાગની હિટ આ મિકેનિઝમ દ્વારા લોસ થાય છે.

જેમકે ઉનાળામા વધારે તડકો લાગવાથી રેડીએશન દ્વારા હિટ બોડીમા ટ્રાન્સફર થાય છે.

Conduction.

આ મિકેનિઝમમા ડાયરેક્ટ કોન્ટેક્ટ મા આવવાથી બોડી હિટ એ ગરમ બાજુએથી ઠંડી બાજુએ ટ્રાન્સફર થાય છે. જેમકે ઠંડી સરફેસ કે ઠંડા કપડા ના સંપર્કમા આવવાથી બોડી ની હીટ લોસ થાય છે. આ મિકેનિઝમ દ્વારા સૌથી ઓછા પ્રમાણમાં હિટ લોસ જોવા મળે છે.

Convection.

આમા હીટ એ સર્ક્યુલેટિંગ એર દ્વારા લોસ થાય છે. જેમ કે કોઈપણ બોડી પાર્ટ ખુલ્લો હોય તેના પરથી ઠંડી હવા પસાર થાય ત્યારે આ મિકેનિઝમ દ્વારા હિટ લોસ જોવા મળે છે.

બારી દરવાજા કે ફેન ઓન હોવાના લીધે આ મિકેનિઝમ દ્વારા હિત લૉસ જોવા મળે છે.

Evaporation.

આમા લિક્વિડ વેપર મા કન્વર્ટ થવાના કારણે સરફેસ પરથી હિટ લોસ જોવા મળે છે. જેમા બોડી સર્ફેસ પર પસપીરેશન થવાથી બોડી હિટ એ ઇવાપરેશન દ્વારા લોસ થાય છે.

આમ ઉપરોક્ત મેથડ દ્વારા બોડી માંથી હીટ લોસ થઈ વધારાની હિટ લોસ થાય છે અને બોડી નુ નોર્મલ ટેમ્પરેચર જળવાય છે.

બોડીનુ ટેમ્પરેચર રેગ્યુલેશન થવા માટે નર્વસ સિસ્ટમનો કંટ્રોલ, હાયપોથેલેમસ, બ્લડ સર્ક્યુલેશન વગેરે બાબતો પણ આધાર રાખે છે.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised