skip to main content

ANATOMY UNIT 7. DIGESTIVE SYSTEM. Small and Large Intestine

સ્મોલ ઇન્ટેસ્ટાઈન….

સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમા આવેલી એક ટ્યુબ જેવુ સ્ટ્રક્ચર છે જે સ્ટમકથી શરૂ થઈ ઇલિયોસિકલ વાલ્વ સુધી આવેલુ હોય છે અને ત્યા તે લાર્જ ઇન્ટેસ્ટાઈન સાથે જોડાય છે.  

સ્મોલ ઇન્ટેસ્ટાઈનનો ભાગ એ અંબેલીકલ રીજિયન ની આજુબાજુએ એબડોમીનલ કેવીટીમા આવેલો હોય છે તેની ફરતે લાર્જ ઇન્ટેસ્ટાઈન ગોઠવાયેલું હોય છે. તેનો ડાયામીટર એક ઇંચ જેટલો પહોળો હોય છે અને તેની લંબાઈ 20 ft જેટલી હોય છે. તે એબડમીનલ કેવીટીમાં ગૂંચળા ની જેમ ગોઠવાઈ ગયું હોય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ત્રણ ભાગ પાડવામા આવે છે.

1. ડિયોડીનમ..

ડીઓડીનમ એ  સ્મોલ ઇન્ટેસ્ટાઈન નો શરૂઆતનો ભાગ છે. તે સ્ટમક ના એન્ડ એટલે કે પાયલોરસ ના ભાગેથી શરૂ થાય છે અને અંદાજિત 25 cm જેટલો લાંબો ભાગ છે અને તેનો આકાર c શેપ મા ગોઠવાયેલો હોય છે.

2. જેજ્યુનમ…

તે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ડીઓડીનમ પછીનો ભાગ છે જેનો ઉપરનો ભાગ ડીઓડીનમના એન્ડ ભાગ સાથે જોડાય છે. અહીથી આ ટ્યુબ જેવુ સ્ટ્રકચર એ ગુચડા આકરે નીચેની બાજુએ ગોઠવાયેલુ હોય છે. જેજ્યુનમ ની લંબાઈ 8 ફીટ અંદાજિત હોય છે. જેજયુનમ એ નીચે ની બાજુ એ ઇલિયમ સાથે જોડાય છે.

3. ઇલિયમ…

ઇલીયમ એ સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જેજયુનમ પછીનો ભાગ છે જે ઉપરની બાજુએ જેજુનમ સાથે જોડાય છે અને તેની લંબાઈ અંદાજિત 12 ફૂટ જેટલી હોય છે. તે ઇલિયોસિકલ સફિન્ટર દ્વારા લાર્જ ઇન્ટેસ્ટાઇન સાથે જોડાય છે.

સ્ટ્રકચર ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન….

સ્મોલ ઇન્ટેસ્ટાઇન પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલું હોય છે.

સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલું હોય છે. તે  સીરસ મેમ્બ્રેન નુ બનેલુ હોય છે અને તે ડબલ લેયરમા આવેલુ હોય છે.

પેરિટોનિયમ લેયરની નીચે મસ્ક્યુલર લેયર આવેલુ હોય છે. આ ટ્રેકની લાઇનિંગ એ સ્મૂધ મસલ્સથી બનેલી હોય છે જેમા આઉટર લેયર લોજીટ્યુડીનલ મસલ્સ ફાઇબર અને ઇનર લેયર એ સર્ક્યુલર મસલ્સ ફાઇબરથી બનેલુ હોય છે. જે મસલ્સના કોન્ટ્રાકશનના કારણે પેરિસ્ટલસિસ મુવમેન્ટ જોવા મળે છે અને કન્ટેન્ટ ટ્રેકમા આગળ વધે છે.

મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર જોવા મળે છે જેમા બ્લડ વેસલ્સ, નર્વસ વગેરે આવેલ હોય છે. આ લેયરમા અમુક ગ્લેંડ્સ પણ આવેલી હોય છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદરની લાઇનિંગ એ મ્યુકસ લેયરથી બનેલી હોય છે. આ મયુકસ લેયર અને સબમ્યુકસ લેયર ની વચ્ચે પ્લેન મસલ્સ નુ લેયર આવેલું હોય છે જે લેયરને મસ્ક્યુલારીસ મ્યુકોઝા કહેવામાં આવે છે. આ મસલ્સ ફાઇબર ના કોન્ટ્રેકશન ના કારણે લેક્ટિકલ્સ ખાલી થાય છે.

મ્યુકોઝલ લેયરની લાઇનિંગ માં પરમેનન્ટ ફોલ્ડ જેવું સ્ટ્રક્ચર આવેલું હોય છે જેને વાલવ્યુલી કોની વેન્ટ્સ કહે છે. આ ફોલ્ડ ના કારણે કન્ટેન્ટ ત્યા લાંબો સમય સુધી રહે છે અને મેક્સિમમ એબ્સોર્પશન થઈ શકે છે અને ડાયજેસ્ટિવ જ્યુસ એ ત્યાં રહેલા ખોરાક પર લાંબો સમય સુધી કાર્ય કરી શકે છે જેથી પ્રોપર ડાઇજેશન થાય છે.

મ્યુકોઝલ લેયર એ વિલાઈ નુ સ્ટ્રક્ચર ધરાવે છે જે ડાયજેશન થયેલા ફૂડનું એબ્સોર્પશન કરે છે.

આ લેયરમાં અમુક લીમ્ફેટીક ટીશ્યુ ની નોડ્યુલઝ આવેલી હોય છે જેને પેયર્સ પેચીસ કહેવામાં આવે છે જે ઇન્ટેસ્ટાઈન મા પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ભાગને સુપિરિયર મીઝેનટ્રીક આર્ટરી  દ્વારા બ્લડ સપ્લાય થાય છે. અને મીઝેન્ટ્રીક વેઇન દ્વારા વિનસ રિટર્ન થાય છે.

સીમ્પથેટીક અને પેરાસીપોથેટિક નર્વઝ  દ્વારા નર્વ સપ્લાય થાય છે.

ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ…

ઇન્ટેસ્ટાઈનલ જ્યુસ એ ક્લિયર યલો કલરનું હોય છે. જે દરરોજનુ એક થી બે લીટર જેટલુ સિક્રીટ થાય છે. તેની પ્રોપર્ટી આલ્કલી હોય છે. તેની પીએચ 7.6 થી 8.0 જેટલી હોય છે.

તેના બંધારણમાં વોટર, મિનરલ સોલ્ટસ,  મ્યુકસ અને એન્ઝાઈમ્સ જેવા કે માલ્ટેઝ, સુક્રેઝ વગેરે આવેલા હોય છે.

આ ઈન્ટેસ્ટાઈનલ જ્યુસમા પેનક્રિએટિક જ્યુસ અને બાઈલ નો પણ સમાવેશ થાય છે. આ તમામ જ્યુસ ને કાયમ કહેવામા આવે છે. જે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ના ડાયજેશનમાં ખૂબ જ અગત્યનું છે.

ફંકશન્સ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન…

સ્મોલ ઇન્ટેસ્ટાઇન મા પેંડ્યુલમ મુવમેન્ટ થાય છે જેનાથી ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ એ મિક્સ થઇ શકે છે.

ઇન્ટેસ્ટાઇનમા આવેલુ ફ્લૂઇડ જેને કાયમ કહેવામા આવે છે જે પેરિસ્ટાલ્સીસ  મૂવમેન્ટ દ્વારા આખા ઇન્ટરેસ્ટાઈન મા પસાર થાય છે અને ડાયજેશનમા હેલ્પ કરે છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ડાઈજેસ્ટિવ જ્યુસ સિક્રીટ કરે છે.

તેમા પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ નુ કેમિકલ ડાયજેશન થાય છે.

ડાયજેશન થયેલા 90% ન્યુટ્રીયંટ્સ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની દીવાલ દ્વારા એબ્સોર્બ થાય છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદરના લેયરમા આવેલા સેગમેન્ટ એ ડાયજેસ્ટિવ જ્યુસ અને ખોરાકને મિક્સ થવા, ડાયજેસ્ટ થવા તેમજ એબ્સોર્પશન થવા માટેનો સમય આપે છે.

લાર્જ ઇન્ટેસ્ટાઇન…

લાર્જ ઇન્ટરસ્ટાઇલની શરૂઆત ઇલિયોસિકલ જંકશન થી થાય છે અને તે એનસ ના ભાગ સુધી લંબાયેલુ હોય છે.  તેની કુલ લંબાઈ 1.5 મીટર હોય છે અને તેને નીચેના ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે.

સીકમ

કોલોન

     એસેન્ડિંગ કોલોન

     ટ્રાન્સવર્સ કોલોન

     ડિસેન્ડીંગ કોલોન

     સિગ્મોઈડ કોલોન

રેક્ટમ

એનાલ કેનાલ

સિકમ અને ઇલિયમના ભાગે એક નેરો ડાયવર્ટિક્યુલમ આવેલું હોય છે તેને એપેન્ડિક્સ તરીકે ઓળખવામાં આવે છે.

સિકમ…

સિક્કમ એ લાર્જ ઇન્ટરસ્ટાઇલ નો શરૂઆતનો ભાગ છે. તે પાંચથી આઠ સેન્ટીમીટર લાંબો હોય છે. તે એક બ્લાઈન્ડ પાઉચ છે અને તે રાઈટ લોવર એબડોમીનલ કવાડેટ મા આવેલ હોય છે.

કોલોન..

કોલોન ની શરૂઆત એસેંડિંગ કોલોન થી થાય છે. તે વર્ટીકલ પોઝિશનમાં રાઈટ સાઈડ મા રહેલું હોય છે. ત્યાંથી તે ઉપરની બાજુ લીવરની બોર્ડર સુધી જોવા મળે છે. ઇલીયમ એ સિકમ પાસે એસેન્ડીંગ કોલોન ના ભાગે જોડાય છે ત્યાં ઇલિયોસિકલ વાલ્વ  આવેલા હોય છે.  જે કન્ટેન્ટ લાર્જ ઇન્ટેસ્ટાઇન મા દાખલ થવા દે છે પરંતુ તે રિવર્સ ડાયરેક્શનમાં કન્ટેન્ટને જવા દેતા નથી.

ત્યારબાદ ટ્રાન્સવર્સ કોલોન એ એબડોમીનલ કેવીટી મા હોરીજેન્ટલી ગોઠવાયેલો હોય છે. તે લીવર, સ્ટમક અને સ્પલીન ની નીચેના ભાગેથી પસાર થાય છે.

તે હિપેટિક ફ્લેક્સરથી સ્પલીનિક ફ્લેકસર સુધી લંબાયેલો હોય છે.

ડિસેન્ડિંગ કોલોને વર્ટિકલ પોઝીશનમાં હોય છે અને તે લેફ્ટ સાઈડના એબડોમન મા આવેલો હોય છે. તે સ્ટમકની અને સ્પ્લીનની નીચેના ભાગેથી ગોઠવાયેલો હોય છે.

સિગ્મોઈડ કોલોન એ ઇલીયાક ક્રેસ્ટ થી નીચે ગોઠવાયેલો હોય છે. તે લાર્જ ઇન્ટેસ્ટાઇન નો છેડાનો ભાગ છે અને તે S શેપમા આવેલો હોય છે.

રેકટમ…

તે અંદાજિત 20 cm લાંબો ભાગ છે. જે સિગ્મોઈડ કોલોન થી શરૂ થઈ અને એનાલ કેનાલ સુધી લંબાયેલો હોય છે.

એનાલ કેનાલ…

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના છેડાના બે થી ત્રણ સેન્ટીમીટર રેક્ટમના ભાગને એનાલ કેનાલ કહેવામાં આવે છે. એનાલ કેનાલના ભાગે આવેલી મ્યુકસ મેમ્બ્રેન એ લોંજીટયુડીનલ ફોલ્ડ મા ગોઠવાયેલી હોય છે.  જેને એનાલ કોલમ કહેવામાં આવે છે.  આ ભાગમા આર્ટરી અને વેઇન્સ આવેલા હોય છે અને ત્યા બે સ્ફીન્કટર મસલ્સ એનસ ની આજુબાજુ ગોઠવાયેલા હોય છે.

ઇન્ટર્નલ  સ્ફીન્કટર મસલ્સ એ સ્મુધ મસલ્સ હોય છે.  જે ઓટોનોમીક નર્વસ સિસ્ટમના કંટ્રોલમાં હોય છે એટલે કે ઈનવોલંટરી ફંકસન હોય છે. એક્સટર્નલ સ્ફિન્કટર મસલ્સ એ સ્કેલેટલ મસલ્સ હોય છે જે આપણા વોલન્ટરી કંટ્રોલમાં હોય છે.

સ્ટ્રકચર ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન….

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના સ્ટ્રક્ચરમા પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ 4 ટિસ્યુ લેયર જોવા મળે છે.

જેમાં સૌથી અંદરના ભાગે મ્યુકોઝલ લેયર જોવા મળે છે.  આ મ્યુકોઝલ લેયરમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની જેમ વિલાય આવેલી હોતી નથી. તે લેયરમા એપીથેલીયમ ટીસ્યુ અને ગોબ્લેટ એપીથિલિયમ સેલ આવેલા હોય છે જે વોટરનું એબસોર્પશન કરવા સંબંધીત તેમજ મ્યુકસ સિક્રીટ કરવા સંબંધિત કાર્ય કરે છે.  આ લેયરમા અમુક લીમ્ફેટીક નોડ્યુલ્સ પણ આવેલા હોય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઇન નુ સબમ્યુકોઝલ લેયર એ બેઝિક સ્ટ્રક્ચર જેવી જ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે.  તેના ઉપર મસ્ક્યુલર લેયર આવેલુ હોય છે જે ડબલ લેયરમાં જોવા મળે છે આઉટર લેયર લોંજીટ્યુડીનલ મસલ્સ ફાઇબરથી બનેલુ હોય છે અને ઇનર લેયર સર્ક્યુલર મસલ્સ ફાઇબરથી બનેલું હોય છે.

સૌથી બહારના ભાગે સિરોઝા લેયર આવેલુ હોય છે.  જે વિસરલ પેરિટોનિયમ નો ભાગ છે.

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના ભાગે ઇન્ફીરીયર અને સુપીરિયર મિઝેન્ટ્રીક આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને સુપિરિયર અને ઇન્ફીરીયર મીઝેન્ટ્રીક વેઇન દ્વારા વિનસ રિટર્ન થાય છે.

ફંકશન્સ ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઈન….

વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટસ એબ્સોર્પશન..

મોટાભાગનુ વોટર એબ્સોર્પશન સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા થાય છે પરંતુ લાર્જ ઇન્ટરસ્ટાઇલમા પણ અમુક અંશે વોટરનું એબસોર્પશન તથા અમુક ઇલેક્ટ્રોલાઇટસ નુ એબસોર્પશન થાય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઈન મા સ્ટુલમાથી વોટર એબ્સોર્બ થવાના કારણે સ્કૂલને સેમી સોલિડ બનાવવા માટે અગત્યનું કાર્ય થાય છે.

માઈક્રોબિયલ એક્ટિવિટી..

અમુક બેક્ટેરિયા લાર્જે ઇન્ટેસ્ટાઈન મા હાજર હોય છે. આ બેક્ટેરિયા વિટામિન કે અને ફોલિક એસિડ ના સિન્થેસિસ માટે અગત્ય નુ કાર્ય કરે છે આ બેક્ટેરિયા હાર્મફુલ હોઈ શકે છે જો તે બીજા અન્ય બોડી પાર્ટસ મા જાય તો ઇન્ફેક્શન પણ લગાડી શકે છે.

આ બેક્ટેરિયાની એક્ટિવિટી તથા ફોર્મેન્ટેશન ના કાર્યને લીધે અનડાઈઝેસ્ટ ફૂડમાથી ગેસ પ્રોડ્યુસ થાય છે જે બોવેલ માથી ફ્લેટસ સ્વરૂપે એનસ દ્વારા બહાર નીકળે છે.

માસ મૂવમેન્ટ…

ઇન્ટેસ્ટાઇન ના બીજા ભાગોમા પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળે છે પરંતુ લાર્જ ઇન્ટેસ્ટાઈન મા આ પ્રકારની પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળતી નથી.

લાર્જ ઇનટેસ્ટાઇનમા લાંબા સમયના ઇન્ટર્વલ બાદ એક મોટી સ્ટ્રોંગ પેરીસ્ટાલ્સીસ મૂવમેન્ટ જોવા મળે છે જેનાથી કન્ટેન્ટ ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમા ડિસેન્ડીંગ કોલોન અને સિગમોઇડ કોલોન તરફ આગળ વધે છે જેને માસ મુવમેન્ટ કહેવામાં આવે છે.

ડીફીકેશન…

લાર્જ ઇન્ટેસ્ટાઇનમા માસ મુવમેન્ટ થવાના કારણે ફિકલ મટીરીયલ ઈન્ટરસ્ટાઇલમા સિગમોઇડ કોલોન અને રેકટમ તરફ આગળ વધે છે જેના કારણે રેકટમ ની દીવાલમા આવેલા સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાય છે અને ડીફીકેશન રિફ્લેક્સ શરૂ થાય છે અને ડેફીકેશનની પ્રોસેસ શરૂ થાય છે.

ડીફીકેશન રિફ્લેક્સ મા રેક્ટમની દિવાલમા ખેંચાણ હોવાથી તેના રિસેપ્ટર ખેંચાવાના કારણે સેન્સરી નર્વ નુ સ્ટીમ્યુલેશન થાય છે. તે સ્પાઇનલ કોર્ડ મા આવેલા સેક્રમ ના ભાગે ઇમ્પલસીસ ટ્રાન્સમિશન કરે છે.  આ ઉપરાંત ડીફીકેશન ની પ્રોસેસ માટે ડાયાફાર્મ નુ તથા એબડોમીનલ કેવીટીનુ પ્રેશર આવવાના લીધે ડિફીકેશન પ્રોસેસમા મદદ મળે છે. સીટિંગ પોઝીશન પણ ડિફીકેશનની પ્રોસેસમા હેલ્પ કરે છે. છેલ્લે પેરાસીમ્પથેટીક નર્વસ  ના  સ્ટીમ્યુલેશનના કારણે ઇન્ટર્નલ સ્ફીન્કટર રિલેક્સ થાય છે અને તેના દ્વારા સ્ટુલ બહાર નીકળે છે એક્સટર્નલ સ્ફીન્કટર એ વોલન્ટરી કંટ્રોલ ધરાવે છે જેથી વૉલેન્ટરી કંટ્રોલ દ્વારા ડિફીકેશનની પ્રોસેસને અમુક સમય માટે રોકી શકાય છે જ્યારે ઇન્ટર્નલ સ્ફીન્કટર એ ઇનવૉલન્ટરી કંટ્રોલ ધરાવે છે. ઇન્ટર્નલ સ્ફીન્કટર અને એક્સટર્નલ સ્ફીન્કટર ના રિલેક્સેશન થવાથી સ્ટુલ પાસ થવાની ક્રિયા થાય છે.

ફીસીસ.

ફીસીસ એ બ્રાઉન કલરનું હોય છે. આ બ્રાઉન કલર એ તેમા રહેલા સ્ટરકોબીલીન ના કારણે જોવા મળે છે. તે સેમી સોલિડ અને સોલિડ પ્રોપર્ટી ધરાવે છે. ફીસીસના બંધારણમાં અંદાજિત 60 થી 70% જેટલું પાણી નો ભાગ હોય છે. વધારાનુ પાણી એ લાર્જ ઇન્ટેસ્ટાઇન ની દિવાલ મારફતે એબ્સોર્બ થાય છે. ફીસીસના બંધારણમા નીચે મુજબની વસ્તુઓ જોવા મળે છે.

ડેડ અને લાઈવ માઇક્રો ઓર્ગેનિઝમ.

ડાયટરી ફાઇબર્સ.

ઇન્ટેસ્ટાઇન ની દીવાલના એપીથેલીયમ ટિસ્યુ.

મ્યુકસ તથા અનડાઈઝેસ્ટ ફૂડ. વગેરે ..

આંતરડાની દિવાલ મારફતે મ્યુકસ સિક્રીટ થતુ હોવાના લીધે સ્ટૂલ એ સરળતાથી આંતરડાની દિવાલમા ઘસારો થયા વિના પાસ થઈ શકે છે.

Published
Categorized as Uncategorised