ઈસોફેગસ…
ઇસોફેગસ એ પાતળી મસ્ક્યુલર ટ્યુબ છે જે ફેરિંગસ થી સ્ટમક ની વચ્ચે આવેલી હોય છે અને તે ફૂડ પેસેજ તરીકે કાર્ય કરે છે. તે નેકના નીચેના ભાગે થી સ્ટમક સુધી લંબાયેલી હોય છે. તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય છે અને પહોળાઈ બે સેન્ટીમીટર હોય છે. આ ટ્યુબ નુ લ્યુમેન એ કોલેપ્સ એટલેકે સાકડું હોય છે અને ખોરાક ગળે ઉતારવાની ક્રિયા દરમિયાન તે પહોળું થાય છે. આ ઈસોફેગસના ઉપરના અને નીચેના છેડા એ સ્ફિંકટર મસલ્સ આવેલા હોય છે. ઉપરના ભાગે ક્રીકો ફેરિંજિયલ સ્ફીનકટર અને નીચેના ભાગે લોવર્ ઈસો ફેજિયલ
સ્ફિંકટર અથવા કાર્ડિયાક સ્ફિંકટર આવેલા હોય છે જે સ્ટમકના ગેસ્ટ્રીક કન્ટેન્ટને ઉપર આવતું અટકાવે છે એટલે કે રિફ્લક્ષ પ્રિવેન્ટ કરે છે.
ઇસોફેગસ ની આગળના ભાગે ટ્રકિયા અને પાછળના ભાગે વર્ટીબ્રલ કોલમ તથા જમણી બાજુએ અને ડાબી બાજુએ લંગ આવેલા હોય છે.
ઇસોફેગસ ના સ્ટ્રક્ચરમાં પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ટીશ્યુ લેયર આવેલા હોય છે જેમા સૌથી અંદરના ભાગે મ્યુકોઝલ લેયર તેની ઉપર સબમ્યુકોઝલ લેયર તેની ઉપર મસ્ક્યુલર લેયર અને સૌથી બહારની બાજુએ એડવેન્ટેશિયા લેયર આવેલું હોય છે. ઈસોફેગસ એ ફૂડ પેસેજ તરીકે કાર્ય કરે છે.
સ્ટમક….
તે ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે. તે જે શેપનું ઓર્ગન છે. તે એલીમેન્ટ્રી કેનાલનો સૌથી પહોળો ભાગ બનાવે છે. મુખ્યત્વે સ્ટમક એપીગેસ્ટ્રીક રિજીયનમાં આવેલું હોય છે અને તેનો અમુક ભાગ એ લેફટ હાઇપોકન્ડ્રિયાક રિજીયન માં આવેલો હોય છે.
તેની આગળના ભાગે લીવરનો અમુક ભાગ આવેલ હોય છે, પાછળના ભાગે એબડોમિનલ એઑર્ટા, પેનક્રિયાઝ તથા સ્પ્લીન આવેલ હોય છે. ઉપરના ભાગે ડાયાફ્રામ આવેલ હોય છે અને નીચેના ભાગે ઇન્ટેસ્ટાઇન આવેલા હોય છે.
સ્ટ્રક્ચર..
સ્ટમક ના સ્ટ્રકચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે
ફંડસ….
તે સ્ટમક નો સૌથી ઉપરનો ભાગ બનાવે છે. તે ઘુમ્મટ આકારે એટલે કે ડોમ શેપમાં જોવા મળે છે. સ્ટમક માં ઈસોફેગસ જ્યાં જોડાય છે તેના લેવલથી ઉપરની બાજુએ આવેલ હોય છે. તે ક્યારેક ગેસથી ભરાયેલ હોય છે. અહીં ઈસોફેગસ સ્ટમક સાથે જોડાય તેની વચ્ચે કાર્ડિયાક સ્ફીન્કટર મસલ્સ આવેલા હોય છે.
બોડી…
સ્ટમકમા ફંડસ થી નીચેના ભાગને બોડી કહેવામાં આવે છે જે સ્ટમકમા નીચેના સાંકડા ભાગ એટલે કે પાયલોરસ સુધી આવેલી હોય છે.
પાઈલોરસ…
સ્ટમક માં બોડી પછી નીચે આવતા નો ભાગ છે જેમાં શરૂઆતના ભાગમાં પાયલોરીક એન્ટ્રમ કહેવાય છે જે બોડી પછીનો સાંકડો ભાગ છે ત્યાંથી ડીઓડીનમ તરફ આગળ જતા એક કેનાલ જેવું સ્ટ્રક્ચર છે જેને પાયલોરીક કેનાલ કહેવામાં આવે છે જે ડીઓડીનમ માં ખુલે છે અને તેની વચ્ચે સ્ફીન્કટર મસલ્સ આવેલા હોય છે જેને પાયલોરિક સ્ફીન્કટર કહેવામાં આવે છે.
આ ઉપરાંત સ્ટમકના બોડી ના પોર્શન પર બે કર્વેચર જોવા મળે છે એક લેઝર કર્વેચર કે જે સ્ટમકની જમણી બાજુની બોર્ડર બનાવે છે અને બીજો ગ્રેટર કર્વેચર કે જે સ્ટમક ની ડાબી બાજુની બોર્ડર બનાવે છે..
લેયર્સ ઓફ ધ સ્ટમક…
સ્ટમક ની દિવાલ પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલી હોય છે જેમાં સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલ હોય છે તેને એડવેન્ટેશિયા લેયર પણ કહે છે જે સીરસ લાઇનિંગ બનાવે છે.
તેની નીચે મસલ્સ નુ લેયર આવેલું હોય છે. સ્ટમકમા આ મસ્ક્યુલર લેયર ત્રણ લેયરથી બનેલું હોય છે જેમાં એક લોન્જી ટ્યુનલ મસલ્સ ફાઇબર કે જે સુપરફિશિયલી ગોઠવાયેલા હોય છે બીજા સર્ક્યુલર મસલ્સ ફાઇબર જે સર્ક્યુલર શેપમાં ગોઠવાયેલા હોય છે સુપરફિશિયલ લેયરની નીચે આવેલા હોય છે અને સ્ફીન્કટર મસલ્સ બનાવવા માટે પણ આ ફાઇબર્સ અગત્ય ના છે ત્રણ ઓબલિક મસલ્સ ફાઇબર આ લેયર સ્ટમકમા મુખ્યત્વે જોવા મળે છે જે બેઝિક સ્ટ્રક્ચરમાં જોવા મળતું નથી. સ્ટમક ની દિવાલમાં ખાસ જોવા મળે છે જે સ્ટમકમાં ફૂડની મૂવમેન્ટ તથા મિકેનિકલ ડાયજેશન માટે ખૂબ જ અગત્યનું લેયર છે.
મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર આવેલું હોય છે જે બ્લડ વેસલ્સ અને લીમફ વેસલ્સ નું નેટવર્ક ધરાવે છે.
સૌથી અંદર સ્ટમક ની દિવાલના લેયરને મ્યુકોઝલ લેયર કહેવામાં આવે છે આ લેયર એ કોલ્યુમનર એપીથેલિયમ ટિસ્યુ થી બનેલું હોય છે. આ લેયર મ્યુકસ સિક્રીટ કરે છે અને તે લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે. આ લેયરમા મયુકસ મેમ્બ્રેન ના ફોલ્ડ આવેલા હોય છે જે સ્ટમક જ્યારે ખાલી હોય ત્યારે ખાસ જોવા મળે છે જેને રૂગાઈ કહેવામાં આવે છે જ્યારે સ્ટમક ખોરાકથી ફૂલ થઈ જાય છે ત્યારે આ રુગાય ડિસેપિયર થઈ જાય છે.
ફંકશન્સ ઓફ ધ સ્ટમક…
સ્ટમક નીચેના કાર્યો કરે છે.
સ્ટમક એ થોડા સમય માટે ખોરાકને સંગ્રહ કરવાનું કામ કરે છે. ખોરાક ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધે એ પહેલા ત્યાં તેનું પર્સિયલી મિકેનિકલ ડાઇઝેશન પણ થાય છે.
સ્ટમક એ ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરવાનું કાર્ય કરે છે. આ ગેસ્ટ્રીક જ્યુસ એ એસિડિક કન્ટેન્ટ ધરાવે છે અને તેમાં રહેલા એન્ઝાઈમ એ ફૂડના ડાયજેશનમાં મદદ કરે છે.
સ્ટમકના દિવાલમાં આવેલું મસ્ક્યુલર લેયર એ ખાસ પ્રકારે ગોઠવાયેલ હોવાના લીધે તેનુ કોન્ટ્રેકશન થવાના લીધે ચર્મિંગ મુવમેન્ટ થાય છે જેના લીધે ખોરાકનું મિકેનિકલ ડાયજેશન કરવામાં મદદ કરે છે અને ખોરાકના નાના પીસ થાય છે અને ત્યારબાદ ખોરાક ડીઓડીનમ મા આગળ વધે છે.
સ્ટમકની અંદરની દીવાલમાથી ઇન્ટ્રીન્સિક ફેક્ટર સિક્રટ થાય છે જે વિટામીન B ના એપસોર્પશન માટે જરૂરી છે.
સ્ટમક ની દીવાલમાથી અમુક પ્રમાણમા વોટર, આલ્કોહોલ તથા અમુક દવાઓનું પણ શોષણ થાય છે.
સ્ટમક ની અંદર આવેલા બેક્ટેરિયા કે વાઇરસ ને ડીસ્ટ્રોય કરવાનુ કાર્ય પણ કરે છે. જેમા આ બેક્ટેરિયા મ્યુકસ તથા ઓરલ કેવીટી દ્વારા સ્ટમક સુધી પહોંચે છે ત્યાં એસિડિક સિક્રીસન મા તેનો નાશ થાય છે અને તે ઇન્ટરસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધતા અટકે છે આમ તે બોડી ના પ્રોટેક્શન નું કાર્ય પણ કરે છે.
સ્ટમક મા થતી પાચન ક્રિયા લખો 04
માઉથ દ્વારા લીધેલો ખોરાક ઇસોફેગસ દ્વારા સ્ટમક મા પોહચે છે. ત્યા સ્ટમક ના મસ્ક્યુલર લેયર ના કોન્ટ્રેકશન ના લીધે સ્ટમક ની ચાર્મિંગ મૂવમેન્ટ ના લીધે ખોરાક નુ મિકેનિકલ ડાઈજેશન શરૂ થાય છે. અહી તમામ ફૂડ એ મિકેનિકલ ડાઈજેશન દ્વારા મોટા અણુઓ માંથી નાના અણુઓ માં ફેરવાઇ છે.
આ મિકેનિકલ ડાઈજેશન થોડો સમય ચાલ્યા બાદ સ્ટમક ની અંદર ની દીવાલ મા આવેલ ગ્લેન્ડ દ્વારા હાઈડ્રોક્લોરિક એસિડ એ ખોરાક સાથે ભાડે છે.
સ્ટમક ના આ જ્યુસ મા રહેલા કેમિકલ્સ એ ખોરાક સાથે ભડવાથી કેમિકલ ડાઈજેશન શરૂ થાય છે.
આ ગેસ્ટ્રીક જ્યુસ મા હાઈડ્રોક્લોરિક એસિડ ઉપરાંત એન્ઝાઇમ્સ રહેલ હે છે જેમા મુખ્યત્વે પેપ્સીન અને રેનિન રહેલ હોય છે. આ પેપ્સીન એ પ્રોટીન ના મોટા અણુ ને નાના અણુ મા ડાઈજેસ્ટ કરે છે. પ્રોટીન નુ ડાઈજેશન અહી શરૂ થાય છે.
ગેસ્ટ્રીક જ્યુસ મા રહેલ રેનિન એ મિલ્ક મા રહેલ પ્રોટીન કેસીન નુ ડાઈજેશન કરે છે અને તેનુ રૂપાંતર પેરાકેસીન મા કરે છે. આમ સ્ટમક મા મુખ્યત્વે પ્રોટીન નુ ડાઈજેશન થાય છે.
કાર્બોહાઈડ્રેટ અને ફેટ નુ ડાઈજેશન સ્ટમક મા થતુ નથી અહી ફક્ત તેનુ મિકેનિકલ ડાઈજેશન જ થાય છે. સ્ટમક મા આ ફૂડ નુ પર્સિયલી ડાઈજેશન થાય બાદ તે સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જાય છે ત્યા તેનુ કમ્પ્લીટ ડાઈજેશન અને એપસોર્પશન થાય છે.
સ્ટમક માં આવેલ ખોરાક ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભડવાથી તેમા રહેલ HCL ની એસીડીક પ્રોપર્ટી ના લીધે ખોરાક માં રહેલ હાર્મફૂલ બેક્ટેરિયા તેમજ વાઇરસ મોત ભાગે નાશ પામે છે.
ગેસ્ટ્રીક જ્યુસ…
સ્ટમક એ ડાયજેસ્ટિવ સિસ્ટમનું એક અવયવ છે. તે ડાયજેસ્ટિવ સિસ્ટમ નો પહોળો ભાગ બનાવે છે તે આશરે દોઢથી બે લીટર ની કેપેસિટી ધરાવે છે. તેની સૌથી અંદરની દિવાલ મ્યુકસ મેમ્બ્રેન થી બનેલી હોય છે. આ મેમ્બ્રેન ની નીચે આવેલી ગ્લેંડ્સ એ ડાઈજેસ્ટિવ જ્યુસ સિક્રેટ કરે છે જેને ગેસ્ટ્રીક જ્યુસ કહેવામાં આવે છે.
આ ગેસ્ટ્રીક જ્યુસ એ ક્લિયર અને કલરલેસ પ્રવાહી છે. જ્યારે ખોરાક સ્ટમક મા પહોંચે છે ત્યારે આ જ્યુસ તેની સાથે મિક્સ થાય છે અને ડાયજેશનમાં હેલ્પ કરે છે.
સલાઈવા ની સાથે આવેલો સલાઈવરી એમાઈલેઝ એ સ્ટમકમા ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભળી તેની અસર ઓછી થઈ જાય છે અને કાર્બોહાઇડ્રેટના પાચનમાં ઘટાડો જોવા મળે છે.
ગેસ્ટ્રીક ગલેન્ડસ એ દિવસ દરમિયાનનું અંદાજિત બે લીટર ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરે છે.
ગેસ્ટ્રીક જ્યુસ ના બંધારણ મા વોટર, મિનરલ સોલ્ટસ, મ્યુકસ, હાઈડ્રોક્લોરિક એસિડ, ઇનટ્રીનસીક ફેક્ટર, પેપ્સીનોજન, એન્જાઈમ વગેરે આવેલ હોય છે.
ફંકશન ઓફ ધ ગેસ્ટ્રિક જ્યુસ..
વોટર એ સ્ટમકમા આવેલા ખોરાકને લિક્વિફાઈ કરવાનુ કાર્ય કરે છે.
હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકને એસિડિક બનાવે છે અને તે સ્ટમકમા આવેલા માઇક્રો ઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવાનુ કામ કરે છે જેથી એન્ટિસેપ્ટિક અને ડીસઈન્ફેકટન્ટ પ્રોપર્ટી ધરાવે છે અને પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.
તે પ્રોટીનના ડાયજેશન માટેનુ મીડીયમ પણ પૂરુ પાડે છે જે પેપ્સીનોજન નુ પેપ્સીનમા રૂપાંતર થવાના કારણે જોવા મળે છે.
ગેસ્ટ્રીક જ્યુસમા આવેલો ગેસ્ટ્રીક લાઇપેઝ એ અમુક માત્રામા ફેટના ડાઇઝેશનમા મદદ કરે છે.
ઇન્ટ્રીનસિક ફેક્ટર એ વિટામિન B12 ના એબ્ઝર્વેશન માટે ખૂબ જ જરૂરી છે.
ગેસ્ટ્રીક જ્યુસમા રહેલુ મ્યુક્સ એ લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે અને તે સ્ટમક ની દિવાલ અને ખોરાક વચ્ચે ઘર્ષણ અટકાવે છે.