skip to main content

ANATOMY UNIT 7. DIGESTIVE SYSTEM.

DIGESTIVE SYSTEM

ડાયજેસ્ટિવ સિસ્ટમને એલીમેન્ટરી કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરાક ની અંદર ઘણી માત્રામાં ન્યુટ્રીયન્ટસ હોય છે જે બોડી ની અંદર બોડી બિલ્ડીંગ, ગ્રોથ અને સેલ ને રીપેર કરવાનું કાર્ય કરે છે. આ ફૂડ મટીરીયલ એ બોડી ની અંદર એનર્જી પ્રોવાઇડ પણ કરે છે. એલિમેન્ટ્રી કેનાલની શરૂઆત માઉથ થી થાય છે અને તેનો અંત એનસ ના ભાગે થાય છે. માઉથ થી ખોરાક આપણે લઈએ છીએ અને આ ખોરાક એ પાચન થઈ તેનું એબસોર્પશન થાય છે અને એનસ દ્વારા વેસ્ટ મટીરીયલ સ્ટુલ સ્વરૂપે બહાર નીકળે છે.

  • Digestion..(ડાયજેશન..)

ડાયજેશન એટલે ખોરાકના મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતર થવું કે જે બે પ્રકારે જોવા મળે છે..

મિકેનિકલ ડાયજેશન..

તે મિકેનિકલી ખોરાકને બ્રેક ડાઉન કરવાનું કામ કરે છે આ કામ એ ખોરાક ચાવવાની ક્રિયા દ્વારા મુખ્યત્વે થાય છે જેમાં ખોરાકના મોટા અણુઓ બ્રેક થઈ નાના અણુઓમાં રૂપાંતર થાય છે. સ્ટમક ના ભાગે પણ અમુક પ્રમાણ માં મિકેનિકલ ડાઈજેશન થાય છે.

Chemical digestion…(કેમિકલ ડાયજેશન.)..

આ ડાયજેશનમાં ખોરાકના અણુઓ સાથે કેમિકલ અને એન્ઝાઇમ ભડે છે જે ડાયજેશનમાં હેલ્પ કરે છે. આ કેમિકલ ડાયજેશનમાં ખોરાક એ સલાઈવા અને અલગ અલગ એન્ઝાઈમ સાથે ભળે છે ડાયજેસ્ટિવ ટ્રેકમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેમિકલ સાથે ખોરાક ભળી અને તેનું પાચન થાય છે. કેમિકલ ડાયજેશનમાં ડાયજેસ્ટિવ ટ્રેકના મુખ્ય  અવયવો તથા એસેસરી ઓર્ગન તરફથી આવતા સિક્રીશન પણ ડાયજેશનમાં હેલ્પ કરે છે.

  • Process of digestion…(પ્રોસેસ ઓફ ડાયજેશન.)..

ઇન્જેશન…

તે ડાઇઝેશનના પ્રોસેસ નું પહેલું સ્ટેપ છે. જેમાં ખોરાક એ માઉથમાં મૂકવામાં આવે છે જેને ઇન્જેશન કહેવામાં આવે છે.

પ્રોપલ્સન…

તે ડાયજેશનના પ્રોસેસ નું બીજું સ્ટેપ છે. આ સ્ટેપ મુજબ માઉથમાં મૂકવામાં આવેલો ખોરાક એ ધીમે ધીમે એલિમેન્ટ્રી કેનાલમાં આગળ વધે છે જેને પ્રોપલસન કહેવામાં આવે છે.

ડાયજેશન…

આ ડાયજેશન એ મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે મિકેનિકલ ડાઇજેશન અને કેમિકલ ડાઇજેશન. તે માઉથ, સ્ટમક અને ઇન્ટેસટાઈન મા થાય છે.

એબસોર્પસન….

ડાયજેશન થયેલા નાના નાના મોલેક્યુલ્સ એ ડાયજેસ્ટિવ ટ્રેકની મયુકસ મેમ્બ્રેન મારફતે ન્યુટ્રિયન્ટસ તરિકે શરીરની અંદર એબ્સોર્બ થાય છે. તે તમામ ડાઈજેસ્ટિવ ટ્રેક ના અવયવો દ્વારા થાય છે.

એલિમિનેશન…

ડાયજેસ્ટિવ ટ્રેકમાં ડાયજેશન થયેલા ન્યુટ્રીયંટ મટીરીયલસ  એબસોર્બ થઈ ગયા પછી જે રેસીડ્યુઅલ મટીરીયલ  હોય છે તે ફીશીસ અથવા તો સ્ટૂલ કહેવાય છે જે રેક્ટમ અને એનસ દ્વારા ડીફીકેસન ની ક્રિયા દ્વારા બોડી માંથી બહાર નીકળે છે તેને એલિમિનેશન કહેવામાં આવે છે.

  • Organs of the Digestive System ઓર્ગનસ ઓફ ધ ડાયજેસ્ટીવ સિસ્ટમ).

ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે..

માઉથ

ફેરિંગ્સ

ઇસોફેગસ

સ્ટમક

સ્મોલ ઇન્ટેસટાઈન  કે જેમા ડીઓડીનમ, જેજ્યુનમ અને ઇલીયમ નો સમાવેશ થાય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઈન કે જેમા સિકમ,એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડીસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, રેકટમ અને એનાલ કેનાલ નો સમાવેશ થાય છે.

Accessory Organs of the Digestive Tract (એસેસરી ઓર્ગન્સ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક.)

આ ઓર્ગન ડાઈજેસ્ટિવ ટ્રેકના પ્રિન્સિપલ ટ્રેકમાં આવતા નથી પરંતુ સાઈડમાં આવેલા હોય છે જે તેના સીક્રીશન એલીમેન્ટ્રી  કેનાલમાં ઠાલવે છે અને ડાઇઝેશનના પ્રોસેસમાં હેલ્પ કરે છે માટે તેને એસેસરી ઓર્ગનસ કહેવામાં આવે છે આ પોતાની ગ્લેન્ડના સ્પેશિયલ સિક્રેશન વડે ડાઇઝેશનમાં હેલ્પ કરે છે જે ઓર્ગન્સ નીચે મુજબ છે..

સલાઈવરી ગ્લેન્ડ ની 3 પેઈર

લીવર અને બિલિયરી ટ્રેક

ગોલ બ્લેડર

પેનક્રીયાઝ.

ઉપરોક્ત અવયવો એ એસેસરી ઓર્ગનસ છે જે ડાઈજેશન માં હેલ્પ કરે છે.

  • Basic Structure of the Alimentary Canal (બેઝિક સ્ટ્રકચર ઓફ ધ એલીમેન્ટરી કેનાલ.)

એલીમેન્ટરી કેનાલ મા ઇસોફેગસ થી એનસ સુધી કંટીન્યુઅસ ચાર ટિસ્યુ લેયર  ગોઠવાયેલા હોય છે જે નીચે મુજબ છે

મ્યુકોઝા

સબ મયુકોઝા

મસ્ક્યુલર લેયર

સિરોઝા અથવા એડવેન્ટ્સિયા

ઉપરોક્ત ટિસ્યુ લેયર એ અંદરની બાજુથી બહારની બાજુ ગોઠવાયેલા હોય છે.

Mucosa layer…(મ્યૂકોઝા લેયર.)

તે એલીમેન્ટરી કેનાલનું સૌથી અંદરનું લેયર છે. તે ફૂડના એટલે કે ખોરાકના ડાયરેક્ટ કોન્ટેક માં હોય છે. તેની દીવાલ કોલ્યુમનર એપીથેલીયમ ટિસ્યુ થી બનેલી હોય છે. તેની દીવાલમાં ગોબ્લેટ એપીથિલિયમ સેલ પણ આવેલા હોય છે જે મ્યુકસ સિક્રીસન કરે છે. આ મ્યુકસ એ ખોરાકને લ્યુબ્રિકન્ટ કરવાનું કાર્ય કરે છે. મ્યુકસ ચીકણું પ્રવાહી હોવાના લીધે ખોરાક નુ એલીમેન્ટરી ટ્રેક ની અંદરની દિવાલ સાથે ઘર્ષણ થતું નથી અને તેની દીવાલને પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે. તે પ્રોટેક્શન સિક્રીશન અને એબસોર્પશન ની ક્રિયા સાથે જોડાયેલું લેયર હોય છે. આ મયુકસ લેયર પર અલગ અલગ ગ્લેનડ પોતાનું સિક્રીશન ઠાલવે છે જેમકે ઓરલ કેવીટીમાં સલાયવા, ગેસ્ટ્રીક જ્યુસ એ સ્ટમક માં સિક્રેટ થાય છે. આ બધા લિક્વિડ એ કેમિકલ ડાઇઝેશનમાં હેલ્પ કરે છે જે મ્યુકોઝલ લેયર ના કોન્ટેક માં હોય છે.

Submucosal layer…(સબમ્યુકોઝલ લેયર.)

આ લેયર એ એરીઓલર કનેક્ટિવ ટીશ્યુ થી બનેલું હોય છે. વાસ્ક્યુલર લેયર છે જેમાં બ્લડ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે. આ બ્લડ વેસલ્સ અને નર્વ એ ડાઈજેસ્ટિવ ટ્રેક ના ફંકશન્સ ને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. નર્વ સપ્લાયમાં સીમ્પથેટિક અને પેરાસીમ્પ્ઠેટિક નર્વ સપ્લાય આવેલી હોય છે જે મ્યુકોઝલ લેયરની મુમેન્ટ ને કંટ્રોલ કરે છે.

Muscular layer…(મસ્ક્યુલર લેયર.)

મસ્ક્યુલર લેયર એ સ્મુધ મસલ્સના ડબલ લેયરમાં જોવા મળે છે જેમાં આઉટર લેયર એ લોનજીટ્યુડીનલ મસલ્સ થી બનેલું હોય છે અને ઇનર લેયર એ સર્ક્યુલર મસલ્સ થી બનેલું હોય છે. આ મસલ્સ એ ઇનવો વોલેન્ટરી કન્ટ્રોલ ધરાવે છે આ મસલ્સ ના કોન્ટ્રાકશનથી ફૂડ નું બ્રેકડાઉન થાય છે. મસલ્સના આ કોન્ટ્રાકશન અને રિલેક્સેશનથી ખોરાક એ ટ્રેકમાં આગળ વધે છે આ મુવમેન્ટને પેરિસ્ટાલસીસ મુવમેન્ટ કહેવામાં આવે છે. આ મુવમેન્ટ થી ખોરાક આગળ વધે છે અને સ્ફિનકટર વાલ્વ એ ખોરાકને પાછળની તરફ આગળ વધતા અટકાવે છે.

Adventasia….(એડવેન્ટેશિયા.)

આ ડાયજેસ્ટિવ ટ્રેકનું આઉટર કવરિંગ છે એટલે કે સુપરફિશિયલ લેયર છે. તે લુઝ ફાઇબ્રસ ટીશ્યુ ધરાવે છે. આ સિરસ મેમ્બ્રેન એબડોમીનલ કેવિટીના ઓર્ગનસ ને કવર કરે છે જેને પેરિટોનિયમ કહેવામાં આવે છે.

Peritoneum…(પેરિટોનિયમ.)

તે એબડોમીનલ કેવિટીના ઓર્ગન પર નું કવરિંગ છે તે ખૂબ જ મોટી મેમ્બ્રેન છે તેના બે ભાગ પડે છે અને તે વચ્ચે ના ભાગે કેવીટી બનાવે છે જેને પેરિટોનિયમ કેવીટી કહે છે આ કેવીટી એ એક ફ્લુઇડ ધરાવે છે જેને સીરસ ફ્લૂઈડ કહેવામાં આવે છે આ કેવીટીના આઉટર લેયરને પરાઈટલ પેરિટોનિયમ કહેવામાં આવે છે અને અંદરના લેયરને વીશેરલ પેરિટોનિયમ કહેવામાં આવે છે તેની વચ્ચે સિરાસ ફલુઇડ રહેલું હોય છે.

પેરીટોનિયમ ના અગત્યના ફોલ્ડમાં ફાલસીફોર્મ લીગામેન્ટ, લેઝર ઓમેન્ટમ અને ગ્રેટર ઓમેન્ટમ આવેલા હોય છે.

ફાલસી ફર્મ લીગામેન્ટ એ લીવરને એન્ટિરિયર એબડોમિનલ વોલ અને ડાયા ફાર્મ સાથે એટેચ કરે છે.

લેઝર ઓમેન્ટમ નો ફોલ્ડ એ સ્ટમક અને ડીઓડીનમ સાથે એટેચ થાય છે જ્યારે ગ્રેટર ઓમેન્ટમ એ પેરિટોનિયમનો મોટો ફોલ્ડ છે તે ટ્રાન્સવરસ કોલોન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ભાગે એટેચ થાય છે.

ORGANS OF THE DIGESTIVE TRECK

  • Mouth…(માઉથ.)

માઉથને ઓરલ અથવા બકલ કેવિટી પણ કહેવામાં આવે છે. આ માઉથ એ બોન અને મસલ્સની બનેલી કેવીટી છે તેની આજુબાજુ નું સ્ટ્રક્ચર નીચે મુજબ છે.

તેની આગળના ભાગે લીપ્સ તથા માઉથ કેવીટી નું ઓપનિંગ આવેલું હોય છે.

પાછળના ભાગે માઉથ એ ઓરોફેરીંગ્સ સાથે જોડાયેલું હોય છે.

તેની સાઈડ ની દિવાલ ચીક મસલ થી બનેલી હોય છે.

તેની ઉપરના ભાગે બોન દ્વારા બનેલું હાર્ડ પેલેટ અને તેના પાછળના ભાગે સોફ્ટ પેલેટ કે જે મસલ્સથી બનેલું હોય તે આવેલું હોય છે.

નીચેની બાજુએ માઉથમા ટંગ આવેલી હોય છે. માઉથની અંદર ની કેવિટી ની લાઇનિંગ એ મ્યુકસ મેમ્બ્રેન તરીકે ઓળખાય છે. તેમા સ્ટ્રેટિફાઇડ સ્વેમસ એપીથેલીયમ સેલ આવેલા હોય છે.

ઓરલ કેવીટીની પાછળના વચ્ચેના ભાગે એક આર્ચ જેવું સ્ટ્રક્ચર છે તેને યુવલા તરીકે ઓળખવામાં આવે છે. આ યુવલા ના બંને લેટરલ સાઈડે બંને બાજુએ  ફોલ્ડ આવેલા હોય છે જેમા એન્ટિરિયર બાજુએ આવેલા ફોલ્ડ  ને પેલેટોગ્લોસલ આર્ચ અને પોસ્ટીરિયર સાઈડે આવેલા ફોલ્ડ ને પેલેટોફેરીન્જીયલ આર્ચ કહેવામાં આવે છે. આ અર્ચની બંને બાજુએ લીમફોઇડ ટીશ્યુના કલેક્શન આવેલા હોય છે જેને પેલેટાઈન ટોન્સિલ કહેવામાં આવે છે.

Tongue…(ટંગ.)

ટંગ એ સ્કેલેટલ મસલ્સની બનેલી હોય છે તેની ઉપર મ્યુકસ મેમ્બ્રેન નુ લેયર આવેલું હોય છે. તે ઓરલ કેવિટી ની ફ્લોર બનાવે છે. જે વચ્ચેના ભાગે ઓરલ કીવીટીને બે ભાગમાં ડિવાઇડ કરે છે. ટંગ એ પાછળના ભાગે હાયોડ બોન સાથે ઇન્ફીરીયલી જોડાયેલી હોય છે. ટંગ એ ઓરલ કેવીટી ના  બેઝમા મયુકસ મેમ્બ્રેન ના ફોલ્ડ સાથે જોડાયેલી હોય છે તેને ફ્રેન્યુલમ કહેવામાં આવે છે.

ટંગ ની સુપિરિયર સરફેસ એ સ્ટ્રેટિફાઇડ સ્કવેમસ એપીથેલિયમ સેલ થી બનેલી હોય છે. ટંગ ની અપર અને લેટરલ બાજુએ પેપિલા આવેલા હોય છે. આ પેપિલા એ નર્વ એન્ડીંગ સાથે જોડાયેલા હોય છે અને જે ટેસ્ટ નું ભાન કરાવે છે તેને ટેસ્ટ બર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેપિલા ત્રણ ટાઈપના હોય છે.

Filiform papilla..(ફિલિફર્મ પેપીલા)

આ પેપિલા એ ટંગ ના આગળના બે તૃતીયાંશ ભાગમાં આવેલા હોય છે અને તે ટેસ્ટ બર્ડ્સ ધરાવતા નથી.

Fungiform papillae..(ફંગીફર્મ પેપિલાં)

તે ટંગ ની ટીપ ના ભાગે તથા તેની સાઈડના ભાગે આવેલા હોય છે. તે નાના નાના ડોટ જેવા હોય છે અને તે મોટાભાગના સ્વાદ પારખવા માટેના ટેસ્ટ બર્ડ્સ તરીકે ઓળખાય છે.

Valet papilla…(વેલેટ પેપીલા.)

તે વી આકારે પોસ્ટીરીયર સાઈડની ટંગના ભાગે ગોઠવાયેલા હોય છે બધા પેપિલામાં તે સૌથી મોટા હોય છે.

Functions of the Tongue…(ફંકશન્સ ઓફ ધ ટંગ.)

બોલવાની ક્રિયા માટે અને સ્પીચ માટે અગત્યનું કામ કરે છે.

તેની સર્ફેસ પર ટેસ્ટ બર્ડ્સ આવેલા હોવાના લીધે ટેસ્ટ પારખવાનું કામ કરે છે.

માસ્ટીકેશન એટલે કે ચાવવાની ક્રિયા કરે છે. ટંગ અને ટીથ બંને મળી ચાવવાની ક્રિયા કમ્પલીટ કરે છે. ટંગ એ માઉથમાં ફૂડની મુમેન્ટ માટે અગત્યની છે.

ડીગ્લુટીશન એટલે કે ગળે ઉતારવા ની ક્રિયા મા ટંગ એ ખોરાકને પાછળની બાજુએ ધકેલી ગળે ઉતારવાની ક્રિયામાં મદદ કરે છે.

  • Teeth…(ટીથ.)

ટીથ એ ચાવવાની ક્રિયા માટે ઉપયોગી ભાગ છે. તે જડબા સાથે ફિક્સ થયેલા હોય છે. મનુષ્યમાં ટીથ એ એક જ વખત રિપ્લેસ થાય છે.

નાનપણમાં પહેલી વખત આવેલા દાંતને મિલ્કી ટીથ અથવા તો ડેસીડ્યુઅસ ટીથ કહેવામાં આવે છે અને ત્યારબાદ બીજા સેટ તરીકે પરમેનેન્ટ ટીથ આવે છે.

ડેશીડ્યુઅસ ટીથ ની સંખ્યા 20 હોય છે દરેક જો ની અંદર 4 ઇન્સિજર, 2 કેનિન અને 4 મોલાર ટીથ આવેલા હોય છે.

પરમેનેન્ટ ટીથ  32 ની સંખ્યામાં આવેલા હોય છે જેમાં 4 ઇનસીઝર, 2 કેનીન, 2 પ્રીમોલાર અને 3 મોલર ટીથ નો સમાવેશ થાય છે.

Structure of a tooth…(સ્ટ્રકચર ઓફ અ ટુથ.)

દરેક ટુથ ને ત્રણ ભાગ આવેલા હોય છે.

  1. ક્રાઉન જે ગમ થી ઉપરના ભાગે દેખાય છે.
  2. રૂટ જે ગમ થી નીચેના ભાગે જડબામાં દબાયેલું હોય છે.
  3. નેક જે ક્રાઉન અને રૂટ ની વચ્ચે ના ભાગે આવેલું હોય છે.

 ટુથ ના અન્ય સ્ટ્રક્ચરમાં નીચે મુજબના ભાગનો સમાવેશ કરવામાં આવે છે.

1 પલ્પ.

તે વચ્ચેના ભાગે આવેલ લુઝ ફાઇબ્રસ ટીશ્યુની કેવિટી છે કે જેમાં બ્લડ વેસલ્સ અને નર્વ  આવેલી હોય છે.

2. ડેન્ટીન..

પલ્પ ની આજુબાજુએ આવેલ સ્ટ્રકચરને ડેન્ટીન કહેવામાં આવે છે તે કેલ્સીફાઈડ મટીરીયલ ની બનેલી હોય છે.

3. ઇનેમલ…

દાંતના બહારના ભાગ એટલે કે ક્રાઉન અથવા તો ડેન્ટીનને કવર કરતાં ભાગને ઇનેમલ કહેવામાં આવે છે તે દાંત નો સખત ભાગ બનાવે છે.

4. સિમેન્ટમ..

દાંતના રૂટના ભાગે આવેલા ડેન્ટીનની ઉપરના ભાગને સિમેન્ટમ કહેવામાં આવે છે તે બોન જેવું સ્ટ્રક્ચર ધરાવે છે.

5. પેરીડોન્ટલ મેમ્બ્રેન..

આ મેમ્બરેન એ  દાંતના રૂટને તેના સોકેટમાં પકડી રાખવા માટે ઉપયોગી છે.

ફંકશન્સ ઓફ ધ ટીથ…

ટીથ ના ફંકશન એ તેના શેપના આધારે વેચવામાં આવેલા હોય છે. અલગ અલગ પ્રકારના શેપના દાંત એ અલગ અલગ ફંક્શન કરે છે જેમકે..

ઇન્સિઝર અને કેનીન ટીથ એ ધારદાર હોય છે જે કાપવામાં અને તોડવામાં અગત્યના હોય છે.

પ્રીમોલાર અને મોલાર ટીથ એ ફ્લેટ સરફેસ ધરાવે છે તેથી તે પીસવા માટે અગત્યના છે.

  • Salivary glands…(સલાઈવરી ગ્લેંડ્સ.)

સલાઈવરી ગ્લેન્ડ્સ એસેસરી સ્ટ્રક્ચર છે. જે માઉથના દીવાલની સાઈડમાં આવેલું હોય છે. તે એક ફ્લુઇડ સિક્રેટ કરે છે જેને સલાઈવા કહેવામાં આવે છે. આ સલાઈવરી ગ્લેન્ડ એ ત્રણની પેરમાં હોય છે જે નીચે મુજબ છે..

  1. પેરોટીડ ગલેન્ડ્સ..

તે પિરામિડ શેપ ની ગ્લેન્ડ હોય છે. તે એક્સટર્નલ ઇયરના નીચેના ભાગે સ્કિન અને મસલ્સ મા વચ્ચે આવેલી ગ્લેન્ડ છે.  દરેક ગ્લેન્ડને પેરોટિડ ડક્ટ હોય છે અને આ ઉપર ના જડબામાં બીજા અપર મોલાર ટીથ ના ભાગે આ ડક્ટ ખુલે છે. આ ગલેન્ડ વોટર બનાવે છે જેને સલાયવા કહેવામાં આવે છે જેમા એન્ઝાઈમ હોય છે પરંતુ તેમા મ્યુકસ હોતું નથી.

  • 2. સબ મેન્ડી્બયુલર ગ્લેન્ડ…

આ ગલેન્ડ મેન્ડીબલ ના એંગલ ની નીચે આવેલી હોય છે. તે મ્યૂકસ અને એન્જાઈમ બંને સીક્રીટ કરે છે. તેની  સબ મેન્ડીબ્યુલર ડકટ એટલે કે વાર્ટશન ડકટ એ લિંગવલ ફ્રરેન્યુલમ ના ભાગે ખુલે છે.

3. સબલીંગવલ ગ્લેન્ડસ..

આ નાની ગ્લેન્ડ હોય છે તે સબમેંડીબ્યુલર ગ્લેન્ડની સામેની બાજુએ આવેલી હોય છે. તે સબ લિંગવલ ડકટ એટલે કે ડકટ ઓફ રીવીનસ દ્વારા માઉથના ફ્લોરમાં ખુલે છે..

ઉપરોક્ત બધી ગ્લેન્ડ્સના બંધારણમાં તેની બહારની બાજુ ફાઇબ્રસ કેપ્સુલ આવેલ હોય છે. તે ઘણી સંખ્યામાં લોબ્યુઅલ ધરાવે છે અને આ લોબ્યુઅલ્સ એ સિક્રેટરી સેલ્સના બનેલા હોય છે જે પોતાનું સિક્રીશન નાની ડકટમાં ઠાલવે છે અને તે બધી નાની ડકટ જોડાય અને મોટી ડકટ બની માઉથના ભાગે ખુલે છે..

The composition of saliva…(સલાઈવા નું કમ્પોઝિશન).

સલાઈવા એ સલાઈવરી ગ્લેન્ડ દ્વારા સિક્રેટ થાય છે. આ ગ્લેન્ડ ઓરલ કેવીટીમાં આવેલી હોય છે. જે ફ્લૂઈડ સિક્રેટ કરે તેને સલાઈવા કહેવામાં આવે છે. તેની પી એચ સલાઈટ એસીડીક હોય છે. 6.35 થી 6.85 હોય છે. અંદાજિત દરરોજનું દોઢ લીટર જેટલું સલાઈવા પ્રોડ્યુસ થાય છે. તેના બંધારણમાં વોટર, મિનરલ સોલ્ટ જેમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ તથા અમુક એન્ઝાઈમ્સ જેમાં સલાઈવરી એમાઈલેઝ તથા મ્યુકસ ઓર્ગેનિક સબસ્ટન્સ જેવા કે યુરિયા, યુરિક એસિડ, લાયસોઝોમ અને અમુક બ્લડ કલોટીંગ ફેક્ટર્સ પણ આવેલા હોય છે..

સલાઈવા નું સીક્રીશન  એ ઓટોનોમીક નર્વસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ થાય છે જેમાં પેરાસીમથેટિક નર્વસ સિસ્ટમ એ સલાઇવાના પ્રોડક્શન ને વધારે છે અને સીમ્પથેટિક નર્વસ સિસ્ટમ એ સલાયવા ના પ્રોડક્શન ને ઘટાડે છે. પેરોટિડ ગ્લેન્ડ એ સલાઈવરી એમાઈલેજ સિક્રેટ કરે છે..

Function of the saliva..(ફંકશન ઓફ ધ સલાઇવા.)

જ્યારે ખોરાક એ માઉથની અંદર મૂકવામાં આવે ત્યારે ખોરાકની સાથે સલાયવા ભળી અને તેને લ્યુબ્રિકેશન કરવાનું કાર્ય કરે છે જેથી મ્યુક્સ મેમ્બ્રેન ની લાઇનિંગ ને નુકસાન થતું નથી.

સલાયવાના બંધારણમાં વોટર હોવાના કારણે માઉથને ક્લીન રાખે છે તથા મયુકસ હોવાના કારણે માઉથને લ્યુબ્રિકેટ રાખે છે જેથી માઉથના ટીસ્યુ સોફ્ટ અને મોઇસ્ટ રહે છે.

સલાઈવા ની અંદર રહેલો સલાઇવરી એમાઇલેજ એ પોલીસેકેરાઈડ ના કેમિકલ ડાઇઝેશનમાં મદદ કરે છે અને તેને ડાયસેકેરાઈડ કે મોનોસેકેરાઇડ માં ડાયજેશન કરે છે.

સલાયવા ના કમ્પોઝિશનમાં લાઇસોઝૉમ, ઇમ્યુનોગ્લોબ્યુલીન્સ અને કલોટીંગ ફેક્ટર હોવાના કારણે તે માઈક્રો ઓર્ગેનિઝમ ને નાશ કરવામાં મદદ કરે છે.

ખોરાક એ સલાયવા સાથે ભળવાથી વોટરના સંપર્કમાં આવે છે અને તે ડીઝોલવ થવાથી ટેસ્ટ ની જાણ થાય છે.

  • Fairings..(ફેરિંગ્સ.)

ફેરિંગ્સ એ પહોળી મસ્ક્યુલર ટ્યુબ છે જે નોઝ અને માઉથ ની પાછળના ભાગે આવેલી હોય છે. ફેરિંગ્સને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

નેઝોફેરીંગસ

ઓરોફેરીંગસ

લેરિંગો ફેરિંગ્સ..

નેઝોફેરીંગ સે રેસ્પિરેશન ની ક્રિયા માટેના પેસેજ તરીકે કાર્ય કરે છે.

ઓરોફેરીંગ અને લેરિંગો ફેરિંગ્સ એ ડાયજેસ્ટિવ સિસ્ટમના પેસેજ તેમજ રેસ્પાયરેટરી સિસ્ટમના પેસેજ તરીકે કાર્ય કરે છે.

ખોરાક એ ઓરલ કેવીટી માથી ઈસોફેગસમાં ફેરિંગસ મારફતે પસાર થાય છે આથી ફેરિંગ્સ એ ફૂડ પેસેજ અને એર પેસેજ બંને કાર્ય કરે છે..

ફેરિંગ્સ ના સ્ટ્રક્ચરમાં ડાયજેસ્ટિવ ટ્રેક ના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ લેયર્સ આવેલા હોય છે જેમાં મયુકોઝલ લેયર સૌથી અંદર આવેલું હોય છે. તેના ઉપર સબ ગમ્યુકોઝલ લેયર આવેલું હોય છે અને તેના પર મસ્ક્યુલર લેયર આવેલું હોય છે. જે વિગતે બેઝિક સ્ટ્રકચર મા ડિસકસ કરેલ છે.

  • Esophagus…(ઈસોફેગસ.)

ઇસોફેગસ એ પાતળી મસ્ક્યુલર ટ્યુબ છે જે ફેરિંગસ થી સ્ટમક ની વચ્ચે આવેલી હોય છે અને તે ફૂડ પેસેજ તરીકે કાર્ય કરે છે.  તે નેકના નીચેના ભાગે થી સ્ટમક સુધી લંબાયેલી હોય છે. તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય છે અને પહોળાઈ બે સેન્ટીમીટર હોય છે. આ ટ્યુબ નુ લ્યુમેન એ કોલેપ્સ એટલેકે સાકડું હોય છે અને ખોરાક ગળે ઉતારવાની ક્રિયા દરમિયાન તે પહોળું થાય છે. આ ઈસોફેગસના ઉપરના અને નીચેના છેડા એ સ્ફિંકટર મસલ્સ આવેલા હોય છે. ઉપરના ભાગે ક્રીકો ફેરિંજિયલ સ્ફીનકટર અને નીચેના ભાગે લોવર્ ઈસો ફેજિયલ

સ્ફિંકટર અથવા કાર્ડિયાક સ્ફિંકટર આવેલા હોય છે જે સ્ટમકના ગેસ્ટ્રીક કન્ટેન્ટને ઉપર આવતું અટકાવે છે એટલે કે રિફ્લક્ષ પ્રિવેન્ટ કરે છે.

ઇસોફેગસ ની આગળના ભાગે ટ્રકિયા અને પાછળના ભાગે વર્ટીબ્રલ કોલમ તથા જમણી બાજુએ અને ડાબી બાજુએ લંગ આવેલા હોય છે.

ઇસોફેગસ ના સ્ટ્રક્ચરમાં પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ટીશ્યુ લેયર આવેલા હોય છે જેમા સૌથી અંદરના ભાગે મ્યુકોઝલ લેયર તેની ઉપર સબમ્યુકોઝલ લેયર તેની ઉપર મસ્ક્યુલર લેયર અને સૌથી બહારની બાજુએ એડવેન્ટેશિયા લેયર આવેલું હોય છે. ઈસોફેગસ એ ફૂડ પેસેજ તરીકે કાર્ય કરે છે.

  • Stomach ((સ્ટમક…).

તે ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે. તે જે શેપનું ઓર્ગન છે. તે એલીમેન્ટ્રી કેનાલનો સૌથી પહોળો ભાગ બનાવે છે. મુખ્યત્વે સ્ટમક એપીગેસ્ટ્રીક રિજીયનમાં આવેલું હોય છે અને તેનો અમુક ભાગ એ લેફટ હાઇપોકન્ડ્રિયાક રિજીયન માં આવેલો હોય છે.

તેની આગળના ભાગે લીવરનો અમુક ભાગ આવેલ હોય છે, પાછળના ભાગે એબડોમિનલ એઑર્ટા, પેનક્રિયાઝ તથા સ્પ્લીન આવેલ હોય છે. ઉપરના ભાગે ડાયાફ્રામ આવેલ હોય છે અને નીચેના ભાગે ઇન્ટેસ્ટાઇન આવેલા હોય છે.

સ્ટ્રક્ચર..

સ્ટમક ના સ્ટ્રકચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે

  1. ફંડશ
  2. બોડી અને
  3. પાયલોરસ..

ફંડસ….

તે સ્ટમક નો સૌથી ઉપરનો ભાગ બનાવે છે. તે ઘુમ્મટ આકારે એટલે કે ડોમ શેપમાં જોવા મળે છે. સ્ટમક માં ઈસોફેગસ જ્યાં જોડાય છે તેના લેવલથી ઉપરની બાજુએ આવેલ હોય છે. તે ક્યારેક ગેસથી ભરાયેલ હોય છે. અહીં ઈસોફેગસ સ્ટમક સાથે જોડાય તેની વચ્ચે કાર્ડિયાક સ્ફીન્કટર મસલ્સ આવેલા હોય છે.

બોડી…

સ્ટમકમા ફંડસ થી નીચેના ભાગને બોડી કહેવામાં આવે છે જે સ્ટમકમા નીચેના સાંકડા ભાગ એટલે કે પાયલોરસ સુધી આવેલી હોય છે.

પાઈલોરસ…

સ્ટમક માં બોડી પછી નીચે આવતા નો ભાગ છે જેમાં શરૂઆતના ભાગમાં પાયલોરીક એન્ટ્રમ કહેવાય છે જે બોડી પછીનો સાંકડો ભાગ છે ત્યાંથી ડીઓડીનમ તરફ આગળ જતા એક કેનાલ જેવું સ્ટ્રક્ચર છે જેને પાયલોરીક કેનાલ કહેવામાં આવે છે જે ડીઓડીનમ માં ખુલે છે અને તેની વચ્ચે સ્ફીન્કટર  મસલ્સ આવેલા હોય છે જેને પાયલોરિક સ્ફીન્કટર કહેવામાં આવે છે.

આ ઉપરાંત સ્ટમકના બોડી ના પોર્શન પર બે કર્વેચર જોવા મળે છે એક લેઝર કર્વેચર કે જે સ્ટમકની જમણી બાજુની બોર્ડર બનાવે છે અને બીજો ગ્રેટર કર્વેચર કે જે સ્ટમક ની  ડાબી બાજુની બોર્ડર બનાવે છે..

Layers of the stomach…(લેયર્સ ઓફ ધ સ્ટમક..).

સ્ટમક ની દિવાલ પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલી હોય છે જેમાં સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલ હોય છે તેને એડવેન્ટેશિયા લેયર પણ કહે છે જે સીરસ લાઇનિંગ બનાવે છે.

તેની નીચે મસલ્સ નુ લેયર આવેલું હોય છે. સ્ટમકમા આ મસ્ક્યુલર લેયર ત્રણ લેયરથી બનેલું હોય છે જેમાં એક લોન્જી ટ્યુનલ મસલ્સ ફાઇબર કે જે સુપરફિશિયલી ગોઠવાયેલા હોય છે બીજા સર્ક્યુલર મસલ્સ ફાઇબર જે સર્ક્યુલર શેપમાં ગોઠવાયેલા હોય છે સુપરફિશિયલ લેયરની નીચે આવેલા હોય છે અને સ્ફીન્કટર મસલ્સ બનાવવા માટે પણ આ ફાઇબર્સ અગત્ય ના છે ત્રણ ઓબલિક મસલ્સ ફાઇબર આ લેયર સ્ટમકમા મુખ્યત્વે જોવા મળે છે જે બેઝિક સ્ટ્રક્ચરમાં જોવા મળતું નથી. સ્ટમક ની દિવાલમાં ખાસ જોવા મળે છે જે સ્ટમકમાં ફૂડની  મૂવમેન્ટ તથા મિકેનિકલ ડાયજેશન માટે ખૂબ જ અગત્યનું લેયર છે.

મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર આવેલું હોય છે જે બ્લડ વેસલ્સ અને લીમફ વેસલ્સ નું નેટવર્ક ધરાવે છે.

સૌથી અંદર સ્ટમક ની દિવાલના લેયરને મ્યુકોઝલ લેયર કહેવામાં આવે છે આ લેયર એ કોલ્યુમનર એપીથેલિયમ ટિસ્યુ થી બનેલું હોય છે. આ લેયર મ્યુકસ સિક્રીટ કરે છે અને તે લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે. આ લેયરમા મયુકસ મેમ્બ્રેન  ના ફોલ્ડ આવેલા હોય છે જે સ્ટમક જ્યારે ખાલી હોય ત્યારે ખાસ જોવા મળે છે જેને રૂગાઈ કહેવામાં આવે છે જ્યારે સ્ટમક ખોરાકથી ફૂલ થઈ જાય છે ત્યારે આ રુગાય ડિસેપિયર થઈ જાય છે.

Functions of the Stomach…(ફંકશન્સ ઓફ ધ સ્ટમક.)

સ્ટમક નીચેના કાર્યો કરે છે.

સ્ટમક એ થોડા સમય માટે ખોરાકને સંગ્રહ કરવાનું કામ કરે છે.  ખોરાક ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધે એ પહેલા ત્યાં તેનું પર્સિયલી મિકેનિકલ ડાઇઝેશન પણ થાય છે.

સ્ટમક એ ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરવાનું કાર્ય કરે છે. આ ગેસ્ટ્રીક જ્યુસ એ એસિડિક કન્ટેન્ટ ધરાવે છે અને તેમાં રહેલા એન્ઝાઈમ એ ફૂડના ડાયજેશનમાં મદદ કરે છે.

સ્ટમકના દિવાલમાં આવેલું મસ્ક્યુલર લેયર એ ખાસ પ્રકારે ગોઠવાયેલ હોવાના લીધે તેનુ કોન્ટ્રેકશન થવાના લીધે ચર્મિંગ મુવમેન્ટ થાય છે જેના લીધે ખોરાકનું મિકેનિકલ ડાયજેશન કરવામાં મદદ કરે છે અને ખોરાકના નાના પીસ થાય  છે અને ત્યારબાદ ખોરાક ડીઓડીનમ મા આગળ વધે છે.

સ્ટમકની અંદરની દીવાલમાથી ઇન્ટ્રીન્સિક ફેક્ટર સિક્રટ થાય છે જે વિટામીન B ના એપસોર્પશન માટે જરૂરી છે.

સ્ટમક ની  દીવાલમાથી અમુક પ્રમાણમા વોટર, આલ્કોહોલ તથા અમુક દવાઓનું પણ શોષણ થાય છે.

સ્ટમક ની અંદર આવેલા બેક્ટેરિયા કે વાઇરસ ને ડીસ્ટ્રોય કરવાનુ કાર્ય પણ કરે છે. જેમા આ બેક્ટેરિયા મ્યુકસ તથા ઓરલ કેવીટી દ્વારા સ્ટમક સુધી પહોંચે છે ત્યાં એસિડિક સિક્રીસન મા તેનો નાશ થાય છે અને  તે ઇન્ટરસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધતા અટકે છે આમ તે બોડી ના પ્રોટેક્શન નું કાર્ય પણ કરે છે.

Digestion in the stomach:(સ્ટમક મા થતી પાચન ક્રિયા):


માઉથ દ્વારા લીધેલો ખોરાક ઇસોફેગસ દ્વારા સ્ટમક મા પોહચે છે. ત્યા સ્ટમક ના મસ્ક્યુલર લેયર ના કોન્ટ્રેકશન ના લીધે સ્ટમક ની ચાર્મિંગ મૂવમેન્ટ ના લીધે ખોરાક નુ મિકેનિકલ ડાઈજેશન શરૂ થાય છે. અહી તમામ ફૂડ એ મિકેનિકલ ડાઈજેશન દ્વારા મોટા અણુઓ માંથી નાના અણુઓ માં ફેરવાઇ છે.
આ મિકેનિકલ ડાઈજેશન થોડો સમય ચાલ્યા બાદ સ્ટમક ની અંદર ની દીવાલ મા આવેલ ગ્લેન્ડ દ્વારા હાઈડ્રોક્લોરિક એસિડ એ ખોરાક સાથે ભાડે છે.
સ્ટમક ના આ જ્યુસ મા રહેલા કેમિકલ્સ એ ખોરાક સાથે ભડવાથી કેમિકલ ડાઈજેશન શરૂ થાય છે.
આ ગેસ્ટ્રીક જ્યુસ મા હાઈડ્રોક્લોરિક એસિડ ઉપરાંત એન્ઝાઇમ્સ રહેલ હે છે જેમા મુખ્યત્વે પેપ્સીન અને રેનિન રહેલ હોય છે. આ પેપ્સીન એ પ્રોટીન ના મોટા અણુ ને નાના અણુ મા ડાઈજેસ્ટ કરે છે. પ્રોટીન નુ ડાઈજેશન અહી શરૂ થાય છે.
ગેસ્ટ્રીક જ્યુસ મા રહેલ રેનિન એ મિલ્ક મા રહેલ પ્રોટીન કેસીન નુ ડાઈજેશન કરે છે અને તેનુ રૂપાંતર પેરાકેસીન મા કરે છે. આમ સ્ટમક મા મુખ્યત્વે પ્રોટીન નુ ડાઈજેશન થાય છે.
કાર્બોહાઈડ્રેટ અને ફેટ નુ ડાઈજેશન સ્ટમક મા થતુ નથી અહી ફક્ત તેનુ મિકેનિકલ ડાઈજેશન જ થાય છે. સ્ટમક મા આ ફૂડ નુ પર્સિયલી ડાઈજેશન થાય બાદ તે સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જાય છે ત્યા તેનુ કમ્પ્લીટ ડાઈજેશન અને એપસોર્પશન થાય છે.
સ્ટમક માં આવેલ ખોરાક ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભડવાથી તેમા રહેલ HCL ની એસીડીક પ્રોપર્ટી ના લીધે ખોરાક માં રહેલ હાર્મફૂલ બેક્ટેરિયા તેમજ વાઇરસ મોત ભાગે નાશ પામે છે.

Gastric juice…(ગેસ્ટ્રીક જ્યુસ.)

સ્ટમક એ ડાયજેસ્ટિવ સિસ્ટમનું એક અવયવ છે. તે ડાયજેસ્ટિવ સિસ્ટમ નો પહોળો ભાગ બનાવે છે તે આશરે દોઢથી બે લીટર ની કેપેસિટી ધરાવે છે. તેની સૌથી અંદરની દિવાલ મ્યુકસ મેમ્બ્રેન થી બનેલી હોય છે. આ મેમ્બ્રેન ની નીચે આવેલી ગ્લેંડ્સ એ ડાઈજેસ્ટિવ જ્યુસ સિક્રેટ કરે છે જેને ગેસ્ટ્રીક જ્યુસ કહેવામાં આવે છે.

આ ગેસ્ટ્રીક જ્યુસ એ ક્લિયર અને કલરલેસ પ્રવાહી છે. જ્યારે ખોરાક સ્ટમક મા પહોંચે છે ત્યારે આ જ્યુસ તેની સાથે મિક્સ થાય છે અને ડાયજેશનમાં હેલ્પ કરે છે.

સલાઈવા ની સાથે આવેલો સલાઈવરી એમાઈલેઝ એ સ્ટમકમા ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભળી તેની અસર ઓછી થઈ જાય છે અને કાર્બોહાઇડ્રેટના પાચનમાં ઘટાડો જોવા મળે છે.

ગેસ્ટ્રીક ગલેન્ડસ એ દિવસ દરમિયાનનું અંદાજિત બે લીટર ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરે છે.

ગેસ્ટ્રીક જ્યુસ ના બંધારણ મા વોટર, મિનરલ સોલ્ટસ, મ્યુકસ, હાઈડ્રોક્લોરિક એસિડ, ઇનટ્રીનસીક ફેક્ટર, પેપ્સીનોજન,   એન્જાઈમ વગેરે આવેલ હોય છે.

Function of the gastric juice..(ફંકશન ઓફ ધ ગેસ્ટ્રિક જ્યુસ.)

વોટર એ સ્ટમકમા આવેલા ખોરાકને લિક્વિફાઈ કરવાનુ કાર્ય કરે છે.

હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકને એસિડિક બનાવે છે અને તે સ્ટમકમા આવેલા માઇક્રો ઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવાનુ કામ કરે છે જેથી એન્ટિસેપ્ટિક અને ડીસઈન્ફેકટન્ટ પ્રોપર્ટી ધરાવે છે અને પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.

તે પ્રોટીનના ડાયજેશન માટેનુ મીડીયમ પણ પૂરુ પાડે છે જે પેપ્સીનોજન નુ પેપ્સીનમા રૂપાંતર થવાના કારણે જોવા મળે છે.

ગેસ્ટ્રીક જ્યુસમા આવેલો ગેસ્ટ્રીક લાઇપેઝ એ અમુક માત્રામા ફેટના ડાઇઝેશનમા મદદ કરે છે.

ઇન્ટ્રીનસિક ફેક્ટર એ વિટામિન B12 ના એબ્ઝર્વેશન માટે ખૂબ જ જરૂરી છે.

ગેસ્ટ્રીક જ્યુસમા રહેલુ મ્યુક્સ એ લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે અને તે સ્ટમક ની દિવાલ અને ખોરાક વચ્ચે ઘર્ષણ અટકાવે છે.

  • Small intestine….(સ્મોલ ઇન્ટેસ્ટાઈન)

સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમા આવેલી એક ટ્યુબ જેવુ સ્ટ્રક્ચર છે જે સ્ટમકથી શરૂ થઈ ઇલિયોસિકલ વાલ્વ સુધી આવેલુ હોય છે અને ત્યા તે લાર્જ ઇન્ટેસ્ટાઈન સાથે જોડાય છે.  

સ્મોલ ઇન્ટેસ્ટાઈનનો ભાગ એ અંબેલીકલ રીજિયન ની આજુબાજુએ એબડોમીનલ કેવીટીમા આવેલો હોય છે તેની ફરતે લાર્જ ઇન્ટેસ્ટાઈન ગોઠવાયેલું હોય છે. તેનો ડાયામીટર એક ઇંચ જેટલો પહોળો હોય છે અને તેની લંબાઈ 20 ft જેટલી હોય છે. તે એબડમીનલ કેવીટીમાં ગૂંચળા ની જેમ ગોઠવાઈ ગયું હોય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ત્રણ ભાગ પાડવામા આવે છે.

1. ડિયોડીનમ..

ડીઓડીનમ એ  સ્મોલ ઇન્ટેસ્ટાઈન નો શરૂઆતનો ભાગ છે. તે સ્ટમક ના એન્ડ એટલે કે પાયલોરસ ના ભાગેથી શરૂ થાય છે અને અંદાજિત 25 cm જેટલો લાંબો ભાગ છે અને તેનો આકાર c શેપ મા ગોઠવાયેલો હોય છે.

2. જેજ્યુનમ…

તે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ડીઓડીનમ પછીનો ભાગ છે જેનો ઉપરનો ભાગ ડીઓડીનમના એન્ડ ભાગ સાથે જોડાય છે. અહીથી આ ટ્યુબ જેવુ સ્ટ્રકચર એ ગુચડા આકરે નીચેની બાજુએ ગોઠવાયેલુ હોય છે. જેજ્યુનમ ની લંબાઈ 8 ફીટ અંદાજિત હોય છે. જેજયુનમ એ નીચે ની બાજુ એ ઇલિયમ સાથે જોડાય છે.

3. ઇલિયમ…

ઇલીયમ એ સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જેજયુનમ પછીનો ભાગ છે જે ઉપરની બાજુએ જેજુનમ સાથે જોડાય છે અને તેની લંબાઈ અંદાજિત 12 ફૂટ જેટલી હોય છે. તે ઇલિયોસિકલ સફિન્ટર દ્વારા લાર્જ ઇન્ટેસ્ટાઇન સાથે જોડાય છે.

Structure of the Small Intestine….(સ્ટ્રકચર ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન.)

સ્મોલ ઇન્ટેસ્ટાઇન પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલું હોય છે.

સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલું હોય છે. તે  સીરસ મેમ્બ્રેન નુ બનેલુ હોય છે અને તે ડબલ લેયરમા આવેલુ હોય છે.

પેરિટોનિયમ લેયરની નીચે મસ્ક્યુલર લેયર આવેલુ હોય છે. આ ટ્રેકની લાઇનિંગ એ સ્મૂધ મસલ્સથી બનેલી હોય છે જેમા આઉટર લેયર લોજીટ્યુડીનલ મસલ્સ ફાઇબર અને ઇનર લેયર એ સર્ક્યુલર મસલ્સ ફાઇબરથી બનેલુ હોય છે. જે મસલ્સના કોન્ટ્રાકશનના કારણે પેરિસ્ટલસિસ મુવમેન્ટ જોવા મળે છે અને કન્ટેન્ટ ટ્રેકમા આગળ વધે છે.

મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર જોવા મળે છે જેમા બ્લડ વેસલ્સ, નર્વસ વગેરે આવેલ હોય છે. આ લેયરમા અમુક ગ્લેંડ્સ પણ આવેલી હોય છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદરની લાઇનિંગ એ મ્યુકસ લેયરથી બનેલી હોય છે. આ મયુકસ લેયર અને સબમ્યુકસ લેયર ની વચ્ચે પ્લેન મસલ્સ નુ લેયર આવેલું હોય છે જે લેયરને મસ્ક્યુલારીસ મ્યુકોઝા કહેવામાં આવે છે. આ મસલ્સ ફાઇબર ના કોન્ટ્રેકશન ના કારણે લેક્ટિકલ્સ ખાલી થાય છે.

મ્યુકોઝલ લેયરની લાઇનિંગ માં પરમેનન્ટ ફોલ્ડ જેવું સ્ટ્રક્ચર આવેલું હોય છે જેને વાલવ્યુલી કોની વેન્ટ્સ કહે છે. આ ફોલ્ડ ના કારણે કન્ટેન્ટ ત્યા લાંબો સમય સુધી રહે છે અને મેક્સિમમ એબ્સોર્પશન થઈ શકે છે અને ડાયજેસ્ટિવ જ્યુસ એ ત્યાં રહેલા ખોરાક પર લાંબો સમય સુધી કાર્ય કરી શકે છે જેથી પ્રોપર ડાઇજેશન થાય છે.

મ્યુકોઝલ લેયર એ વિલાઈ નુ સ્ટ્રક્ચર ધરાવે છે જે ડાયજેશન થયેલા ફૂડનું એબ્સોર્પશન કરે છે.

આ લેયરમાં અમુક લીમ્ફેટીક ટીશ્યુ ની નોડ્યુલઝ આવેલી હોય છે જેને પેયર્સ પેચીસ કહેવામાં આવે છે જે ઇન્ટેસ્ટાઈન મા પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ભાગને સુપિરિયર મીઝેનટ્રીક આર્ટરી  દ્વારા બ્લડ સપ્લાય થાય છે. અને મીઝેન્ટ્રીક વેઇન દ્વારા વિનસ રિટર્ન થાય છે.

સીમ્પથેટીક અને પેરાસીપોથેટિક નર્વઝ  દ્વારા નર્વ સપ્લાય થાય છે.

ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ…

ઇન્ટેસ્ટાઈનલ જ્યુસ એ ક્લિયર યલો કલરનું હોય છે. જે દરરોજનુ એક થી બે લીટર જેટલુ સિક્રીટ થાય છે. તેની પ્રોપર્ટી આલ્કલી હોય છે. તેની પીએચ 7.6 થી 8.0 જેટલી હોય છે.

તેના બંધારણમાં વોટર, મિનરલ સોલ્ટસ,  મ્યુકસ અને એન્ઝાઈમ્સ જેવા કે માલ્ટેઝ, સુક્રેઝ વગેરે આવેલા હોય છે.

આ ઈન્ટેસ્ટાઈનલ જ્યુસમા પેનક્રિએટિક જ્યુસ અને બાઈલ નો પણ સમાવેશ થાય છે. આ તમામ જ્યુસ ને કાયમ કહેવામા આવે છે. જે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ના ડાયજેશનમાં ખૂબ જ અગત્યનું છે.

Functions of the Small Intestine…(ફંકશન્સ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન.)

સ્મોલ ઇન્ટેસ્ટાઇન મા પેંડ્યુલમ મુવમેન્ટ થાય છે જેનાથી ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ એ મિક્સ થઇ શકે છે.

ઇન્ટેસ્ટાઇનમા આવેલુ ફ્લૂઇડ જેને કાયમ કહેવામા આવે છે જે પેરિસ્ટાલ્સીસ  મૂવમેન્ટ દ્વારા આખા ઇન્ટરેસ્ટાઈન મા પસાર થાય છે અને ડાયજેશનમા હેલ્પ કરે છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ડાઈજેસ્ટિવ જ્યુસ સિક્રીટ કરે છે.

તેમા પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ નુ કેમિકલ ડાયજેશન થાય છે.

ડાયજેશન થયેલા 90% ન્યુટ્રીયંટ્સ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની દીવાલ દ્વારા એબ્સોર્બ થાય છે.

સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદરના લેયરમા આવેલા સેગમેન્ટ એ ડાયજેસ્ટિવ જ્યુસ અને ખોરાકને મિક્સ થવા, ડાયજેસ્ટ થવા તેમજ એબ્સોર્પશન થવા માટેનો સમય આપે છે.

  • Large intestine…(લાર્જ ઇન્ટેસ્ટાઇન.)

લાર્જ ઇન્ટરસ્ટાઇલની શરૂઆત ઇલિયોસિકલ જંકશન થી થાય છે અને તે એનસ ના ભાગ સુધી લંબાયેલુ હોય છે.  તેની કુલ લંબાઈ 1.5 મીટર હોય છે અને તેને નીચેના ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે.

સીકમ

કોલોન

     એસેન્ડિંગ કોલોન

     ટ્રાન્સવર્સ કોલોન

     ડિસેન્ડીંગ કોલોન

     સિગ્મોઈડ કોલોન

રેક્ટમ

એનાલ કેનાલ

સિકમ અને ઇલિયમના ભાગે એક નેરો ડાયવર્ટિક્યુલમ આવેલું હોય છે તેને એપેન્ડિક્સ તરીકે ઓળખવામાં આવે છે.

સિકમ…

સિક્કમ એ લાર્જ ઇન્ટરસ્ટાઇલ નો શરૂઆતનો ભાગ છે. તે પાંચથી આઠ સેન્ટીમીટર લાંબો હોય છે. તે એક બ્લાઈન્ડ પાઉચ છે અને તે રાઈટ લોવર એબડોમીનલ કવાડેટ મા આવેલ હોય છે.

કોલોન..

કોલોન ની શરૂઆત એસેંડિંગ કોલોન થી થાય છે. તે વર્ટીકલ પોઝિશનમાં રાઈટ સાઈડ મા રહેલું હોય છે. ત્યાંથી તે ઉપરની બાજુ લીવરની બોર્ડર સુધી જોવા મળે છે. ઇલીયમ એ સિકમ પાસે એસેન્ડીંગ કોલોન ના ભાગે જોડાય છે ત્યાં ઇલિયોસિકલ વાલ્વ  આવેલા હોય છે.  જે કન્ટેન્ટ લાર્જ ઇન્ટેસ્ટાઇન મા દાખલ થવા દે છે પરંતુ તે રિવર્સ ડાયરેક્શનમાં કન્ટેન્ટને જવા દેતા નથી.

ત્યારબાદ ટ્રાન્સવર્સ કોલોન એ એબડોમીનલ કેવીટી મા હોરીજેન્ટલી ગોઠવાયેલો હોય છે. તે લીવર, સ્ટમક અને સ્પલીન ની નીચેના ભાગેથી પસાર થાય છે.

તે હિપેટિક ફ્લેક્સરથી સ્પલીનિક ફ્લેકસર સુધી લંબાયેલો હોય છે.

ડિસેન્ડિંગ કોલોન એ વર્ટિકલ પોઝીશનમાં હોય છે અને તે લેફ્ટ સાઈડના એબડોમન મા આવેલો હોય છે. તે સ્ટમકની અને સ્પ્લીનની નીચેના ભાગેથી ગોઠવાયેલો હોય છે.

સિગ્મોઈડ કોલોન એ ઇલીયાક ક્રેસ્ટ થી નીચે ગોઠવાયેલો હોય છે. તે લાર્જ ઇન્ટેસ્ટાઇન નો છેડાનો ભાગ છે અને તે S શેપમા આવેલો હોય છે.

રેકટમ…

તે અંદાજિત 20 cm લાંબો ભાગ છે. જે સિગ્મોઈડ કોલોન થી શરૂ થઈ અને એનાલ કેનાલ સુધી લંબાયેલો હોય છે.

એનાલ કેનાલ…

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના છેડાના બે થી ત્રણ સેન્ટીમીટર રેક્ટમના ભાગને એનાલ કેનાલ કહેવામાં આવે છે. એનાલ કેનાલના ભાગે આવેલી મ્યુકસ મેમ્બ્રેન એ લોંજીટયુડીનલ ફોલ્ડ મા ગોઠવાયેલી હોય છે.  જેને એનાલ કોલમ કહેવામાં આવે છે.  આ ભાગમા આર્ટરી અને વેઇન્સ આવેલા હોય છે અને ત્યા બે સ્ફીન્કટર મસલ્સ એનસ ની આજુબાજુ ગોઠવાયેલા હોય છે.

ઇન્ટર્નલ  સ્ફીન્કટર મસલ્સ એ સ્મુધ મસલ્સ હોય છે.  જે ઓટોનોમીક નર્વસ સિસ્ટમના કંટ્રોલમાં હોય છે એટલે કે ઈનવોલંટરી ફંકસન હોય છે. એક્સટર્નલ સ્ફિન્કટર મસલ્સ એ સ્કેલેટલ મસલ્સ હોય છે જે આપણા વોલન્ટરી કંટ્રોલમાં હોય છે.

Structure of the Large Intestine….(સ્ટ્રકચર ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન..)

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના સ્ટ્રક્ચરમા પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ 4 ટિસ્યુ લેયર જોવા મળે છે.

જેમાં સૌથી અંદરના ભાગે મ્યુકોઝલ લેયર જોવા મળે છે.  આ મ્યુકોઝલ લેયરમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની જેમ વિલાય આવેલી હોતી નથી. તે લેયરમા એપીથેલીયમ ટીસ્યુ અને ગોબ્લેટ એપીથિલિયમ સેલ આવેલા હોય છે જે વોટરનું એબસોર્પશન કરવા સંબંધીત તેમજ મ્યુકસ સિક્રીટ કરવા સંબંધિત કાર્ય કરે છે.  આ લેયરમા અમુક લીમ્ફેટીક નોડ્યુલ્સ પણ આવેલા હોય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઇન નુ સબમ્યુકોઝલ લેયર એ બેઝિક સ્ટ્રક્ચર જેવી જ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે.  તેના ઉપર મસ્ક્યુલર લેયર આવેલુ હોય છે જે ડબલ લેયરમાં જોવા મળે છે આઉટર લેયર લોંજીટ્યુડીનલ મસલ્સ ફાઇબરથી બનેલુ હોય છે અને ઇનર લેયર સર્ક્યુલર મસલ્સ ફાઇબરથી બનેલું હોય છે.

સૌથી બહારના ભાગે સિરોઝા લેયર આવેલુ હોય છે.  જે વિસરલ પેરિટોનિયમ નો ભાગ છે.

લાર્જ ઇન્ટેસ્ટાઇન ના ભાગે ઇન્ફીરીયર અને સુપીરિયર મિઝેન્ટ્રીક આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને સુપિરિયર અને ઇન્ફીરીયર મીઝેન્ટ્રીક વેઇન દ્વારા વિનસ રિટર્ન થાય છે.

Functions of the Large Intestine….(ફંકશન્સ ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઈન.).

વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટસ એબ્સોર્પશન..

મોટાભાગનુ વોટર એબ્સોર્પશન સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા થાય છે પરંતુ લાર્જ ઇન્ટરસ્ટાઇલમા પણ અમુક અંશે વોટરનું એબસોર્પશન તથા અમુક ઇલેક્ટ્રોલાઇટસ નુ એબસોર્પશન થાય છે.

લાર્જ ઇન્ટેસ્ટાઈન મા સ્ટુલમાથી વોટર એબ્સોર્બ થવાના કારણે સ્કૂલને સેમી સોલિડ બનાવવા માટે અગત્યનું કાર્ય થાય છે.

માઈક્રોબિયલ એક્ટિવિટી..

અમુક બેક્ટેરિયા લાર્જે ઇન્ટેસ્ટાઈન મા હાજર હોય છે. આ બેક્ટેરિયા વિટામિન કે અને ફોલિક એસિડ ના સિન્થેસિસ માટે અગત્ય નુ કાર્ય કરે છે આ બેક્ટેરિયા હાર્મફુલ હોઈ શકે છે જો તે બીજા અન્ય બોડી પાર્ટસ મા જાય તો ઇન્ફેક્શન પણ લગાડી શકે છે.

આ બેક્ટેરિયાની એક્ટિવિટી તથા ફોર્મેન્ટેશન ના કાર્યને લીધે અનડાઈઝેસ્ટ ફૂડમાથી ગેસ પ્રોડ્યુસ થાય છે જે બોવેલ માથી ફ્લેટસ સ્વરૂપે એનસ દ્વારા બહાર નીકળે છે.

માસ મૂવમેન્ટ…

ઇન્ટેસ્ટાઇન ના બીજા ભાગોમા પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળે છે પરંતુ લાર્જ ઇન્ટેસ્ટાઈન મા આ પ્રકારની પેરિસ્ટાલસિસ મુવમેન્ટ જોવા મળતી નથી.

લાર્જ ઇનટેસ્ટાઇનમા લાંબા સમયના ઇન્ટર્વલ બાદ એક મોટી સ્ટ્રોંગ પેરીસ્ટાલ્સીસ મૂવમેન્ટ જોવા મળે છે જેનાથી કન્ટેન્ટ ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમા ડિસેન્ડીંગ કોલોન અને સિગમોઇડ કોલોન તરફ આગળ વધે છે જેને માસ મુવમેન્ટ કહેવામાં આવે છે.

ડીફીકેશન…

લાર્જ ઇન્ટેસ્ટાઇનમા માસ મુવમેન્ટ થવાના કારણે ફિકલ મટીરીયલ ઈન્ટરસ્ટાઇલમા સિગમોઇડ કોલોન અને રેકટમ તરફ આગળ વધે છે જેના કારણે રેકટમ ની દીવાલમા આવેલા સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાય છે અને ડીફીકેશન રિફ્લેક્સ શરૂ થાય છે અને ડેફીકેશનની પ્રોસેસ શરૂ થાય છે.

ડીફીકેશન રિફ્લેક્સ મા રેક્ટમની દિવાલમા ખેંચાણ હોવાથી તેના રિસેપ્ટર ખેંચાવાના કારણે સેન્સરી નર્વ નુ સ્ટીમ્યુલેશન થાય છે. તે સ્પાઇનલ કોર્ડ મા આવેલા સેક્રમ ના ભાગે ઇમ્પલસીસ ટ્રાન્સમિશન કરે છે.  આ ઉપરાંત ડીફીકેશન ની પ્રોસેસ માટે ડાયાફાર્મ નુ તથા એબડોમીનલ કેવીટીનુ પ્રેશર આવવાના લીધે ડિફીકેશન પ્રોસેસમા મદદ મળે છે. સીટિંગ પોઝીશન પણ ડિફીકેશનની પ્રોસેસમા હેલ્પ કરે છે. છેલ્લે પેરાસીમ્પથેટીક નર્વસ  ના  સ્ટીમ્યુલેશનના કારણે ઇન્ટર્નલ સ્ફીન્કટર રિલેક્સ થાય છે અને તેના દ્વારા સ્ટુલ બહાર નીકળે છે એક્સટર્નલ સ્ફીન્કટર એ વોલન્ટરી કંટ્રોલ ધરાવે છે જેથી વૉલેન્ટરી કંટ્રોલ દ્વારા ડિફીકેશનની પ્રોસેસને અમુક સમય માટે રોકી શકાય છે જ્યારે ઇન્ટર્નલ સ્ફીન્કટર એ ઇનવૉલન્ટરી કંટ્રોલ ધરાવે છે. ઇન્ટર્નલ સ્ફીન્કટર અને એક્સટર્નલ સ્ફીન્કટર ના રિલેક્સેશન થવાથી સ્ટુલ પાસ થવાની ક્રિયા થાય છે.

ફીસીસ.

ફીસીસ એ બ્રાઉન કલરનું હોય છે. આ બ્રાઉન કલર એ તેમા રહેલા સ્ટરકોબીલીન ના કારણે જોવા મળે છે. તે સેમી સોલિડ અને સોલિડ પ્રોપર્ટી ધરાવે છે. ફીસીસના બંધારણમાં અંદાજિત 60 થી 70% જેટલું પાણી નો ભાગ હોય છે. વધારાનુ પાણી એ લાર્જ ઇન્ટેસ્ટાઇન ની દિવાલ મારફતે એબ્સોર્બ થાય છે. ફીસીસના બંધારણમા નીચે મુજબની વસ્તુઓ જોવા મળે છે.

ડેડ અને લાઈવ માઇક્રો ઓર્ગેનિઝમ.

ડાયટરી ફાઇબર્સ.

ઇન્ટેસ્ટાઇન ની દીવાલના એપીથેલીયમ ટિસ્યુ.

મ્યુકસ તથા અનડાઈઝેસ્ટ ફૂડ. વગેરે ..

આંતરડાની દિવાલ મારફતે મ્યુકસ સિક્રીટ થતુ હોવાના લીધે સ્ટૂલ એ સરળતાથી આંતરડાની દિવાલમા ઘસારો થયા વિના પાસ થઈ શકે છે.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised