ANATOMY UNIT 4. CVS (PART : 2) HEART

Cardiovascular system (કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમ):

કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમ (Cardiovascular System) એ સર્ક્યુલેટરી સિસ્ટમ (Circulatory System) નો એક ભાગ છે,તેમા હાર્ટ(Heart), બ્લડ (Blood) અને બ્લડને હેરફેર કરતી બ્લડ વેસલ્સ (Blood Vessels) નો સમાવેશ કરવામા આવે છે. હાર્ટ એ કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમનું મહત્વનુ ઓર્ગન છે જે સતત પંપિંગ એક્શન કરે છે.

સર્ક્યુલેટરી સિસ્ટમ એ બોડીની એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, જે બ્લડ મારફતે બોડીના દરેક સેલ અને ટીશ્યુને ન્યુટ્રીશન અને ઓક્સિજન પહોંચાડી શરીર મા અગત્યનુ ફંક્શન કરે છે.

શરીરની આ દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે બ્લડ એ પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ થાય છે અને તે બ્લડ વેસલ્સ મા સર્ક્યુલેટ થાય છે. બ્લડ વેસલ્સ મા બ્લડને સર્ક્યુલેટ કરવા માટે હાર્ટ એ સતત પંપ કરે છે.

HEART (હાર્ટ) (GROSS STRUCTURE OF THE HEART : ગ્રોસ સ્ટ્રક્ચર ઓફ ધ હાર્ટ ):

  • હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે. માનવ જીવન દરમિયાન હાર્ટ એ સતત ધબકતુ રહે છે. તેના ધબકવાના કારણે બ્લડ એ બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે.
  • હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો પુરુષમા વજન અંદાજિત 310 ગ્રામ છે અને સ્ત્રીમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે. હાર્ટ એ દિવસ દરમિયાન અંદાજિત એક લાખ વખત ધબકવાની ક્રિયા કરે છે.

Location of the heart (લોકેશન ઓફ ધ હાર્ટ):

  • હાર્ટ એ થોરાસીક કેવીટીમા બે લંગ ની વચ્ચે મીડિયાસ્ટીનમ સ્પેસમા ડાયાફાર્મ ની ઉપર રહેલુ હોય છે.
  • હાર્ટ એ રફલી કોન શેપ એટલે કે શંકુ આકારનું હોય છે. તેમા તેનો ઉપરનો પોહળો ભાગ BASE (બેઇઝ) તરીકે ઓળખાય છે અને નીચેનો એંગલ વાળો ભાગ એ APEX (અપેક્ષ) તરીકે ઓળખાય છે.
  • હાર્ટની સાઈઝ એ માણસની બંધ મુઠ્ઠી જેટલી હોય છે. તેની લંબાઈ 12 cm,  પહોળાઈ 9 cm અને જાડાઈ 6 cm જેટલી હોય છે.
  • હાર્ટ એ થોરાસિક કેવીટીમા બે લંગ ની વચ્ચે ડાબી બાજુએ સહેજ ત્રાસુ ગોઠવાયેલુ હોય છે.
  • હાર્ટ બીજી અને પાંચમી ઇન્ટરકોસ્ટલ રીબઝ ની વચ્ચે થોરાસી કેવીટીના વચ્ચેના ભાગમા જોવા મળે છે.

Organs surrounding the heart (હાર્ટ ની આજુબાજુએ આવેલા અવયવો):

  • હાર્ટ થોરાસીક કેવીટીમા આવેલુ હોય છે. તેની બંને ડાબી અને જમણી બાજુએ એક એક લંગ આવેલા હોય છે.
  • નીચેની બાજુએ ડાયાફાર્મ અને સેન્ટ્રલ ટેન્ડન આવેલ હોય છે.
  • હાર્ટની ઉપરની બાજુએ વેનાકેવા તથા એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન આવેલા હોય છે.
  • હાર્ટની પાછળની બાજુએ ઇસોફેગસ, ટ્રકિયા, બ્રોંકાય અને બ્રોન્કીયોલ્સ  તથા ડિસેન્ડીંગ એઑર્ટા અને થોરાસિક વર્ટીબ્રા આવેલા હોય છે.
  • હાર્ટની આગળની બાજુએ સ્ટરનમ બોન અને રીબ્ઝ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ આવેલા હોય છે.

Structure of the heart (સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ):

હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.

1.Epicardium or pericardium (એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ)

2.Myocardium (માયોકાર્ડીયમ)

3.Endocardium (એન્ડોકાર્ડિયમ)

હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.

1.Epicardium or pericardium (એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ):

  • તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે.
  • પરાઈટલ અને વિસેરલ પેરીકાર્ડિયલ લેયર વચ્ચે આવેલી જગ્યાને પેરીકાર્ડિયલ સ્પેસ કહેવામા આવે છે. આ સ્પેસમા પ્રવાહી રહેલુ હોય છે જેને સીરસ ફ્લૂઈડ અથવા તો પેરીકાર્ડિયલ ફ્લૂઇડ કહેવામા આવે છે. જે બંને લેયર વચ્ચેનુ ઘર્ષણ અટકાવે છે.
  • આ આઉટર પેરિકાર્ડીયમ નુ લેયર એ હાર્ટને બહારની બાજુએથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે તથા હાર્ટ માંથી નીકળતી વેસલ્સ ની ફરતે પણ આ લેયર વિટાયેલ જોવા મળે છે.

2.Myocardium (માયોકાર્ડીયમ):

  • માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.
  • આ માયોકાર્ડીયમનુ લેયર એ બેઇઝના ભાગે પાતળુ હોય છે તથા અપેક્ષ ના ભાગે જાડુ હોય છે. એમા પણ લેફ્ટ વેન્ટ્રીકલની દિવાલ નુ લેયર એ રાઈટ વેન્ટ્રીકલની દિવાલ કરતા વધારે જાડુ હોય છે.
  • આ મસલ્સના કોન્ટરેકશન ઇનવોલન્ટરી એક્શન ધરાવે છે જેનાથી હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે તેનો કંટ્રોલ ઑટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ માં આવેલી કન્ડકટિંગ સિસ્ટમ દ્વારા થાય છે.

3.Endocardium (એન્ડોકાર્ડિયમ):

  • તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે. આ લેયર એ હાર્ટની અંદર આવેલા વાલ્વ ને પણ કવર કરે છે તથા હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.

Chambers of the Heart (ચેમ્બર્સ ઓફ ધ હાર્ટ):

  • હાર્ટ મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ થાય છે. જમણી બાજુ અને ડાબી બાજુ .
  • આ જમણી અને ડાબી બાજુની વચ્ચે હાર્ટનો સેફટમ આવેલો હોય છે. આ હાર્ટ ની જમણી બાજુ અને ડાબી બાજુ ને વચ્ચે આવેલા વાલ્વ દ્વારા ફરીથી વાલ્વ ની ઉપર અને વાલ્વ ની નીચેની એમ કુલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.
  • વાલ્વ ની ઉપરની બંને ચેમ્બરને એટ્રીયમ અથવા ઓરિકલ કહેવામા આવે છે. વાલ્વ  ની નીચેની બંને ચેમ્બરને વેન્ટ્રિકલ કહેવામા આવે છે. આમ હાર્ટ એ ટોટલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.
  • હાર્ટની જમણી બાજુએ ડીઑક્સીજનેટેડ બ્લડ રહેલુ હોય છે અને હાર્ટની ડાબી બાજુએ ઓક્સિજનેટેડ બ્લડ રહેલુ હોય છે. જન્મ પછી આ જમણી અને ડાબી બંને બાજુ વચ્ચે કોઈપણ  કનેક્શન હોતુ નથી. જન્મ પેહલા બંને એટ્રીયમ વચ્ચે એક ઓપનિંગ હોય છે જેને ફોરામેન ઓવેલી કહેવાય છે પરંતુ જન્મ પછી તે બંધ થય જાય છે.

Valve of the heart (વાલ્વ ઓફ ધ હાર્ટ):

હાર્ટની અંદર આવેલા ટીશ્યુના ફ્લેપ ને વાલ્વ કહેવામા આવે છે. હાર્ટમા કુલ બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે.

1.Atrioventricular valve (એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ)

2.Semilunar valve (સેમિલ્યુનર વાલ્વ)

1.Atrioventricular valve (એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ):

  • આ વાલ્વ એ હાર્ટમા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા હોય છે.  જમણી બાજુના એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને ટ્રાયકસપીડ વાલ્વ કહેવામાં આવે છે. આ વાલ્વ એ ત્રણ ટીસ્યુ ફ્લેપ થી બનેલો હોય છે.
  • હાર્ટના ડાબી બાજુએ આવેલા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને બાઇકસ્પીડ વાલ્વ અથવા તો માઇટ્રલ વાલ્વ કહેવામા આવે છે.  આ વાલ્વ એ બે ટીસ્યુ ફ્લેપથી બનેલો હોય છે.
  • બાયકસ્પીડ અને ટ્રાયકસ્પીડ બંને વાલ્વ ના લટકતા છેડા એ કોર્ડી ટેંડીની અને પેપીલરી મસલ્સ દ્વારા હાર્ટના વેન્ટ્રીકલની અંદરની દિવાલ સાથે એટેચ થયેલા હોય છે. આ વાલ્વ ને મજબૂતાઈ આપે છે તથા તેને વિરુદ્ધ દિશામા ખુલતા અટકાવે છે.

2.Semilunar valve (સેમિલ્યુનર વાલ્વ):

  • આ વાલ્વ એ સી શેપના અથવા અર્ધચંદ્રાકાર હોવાથી તેને સેમીલ્યુનર વાલ્વ કહેવામા આવે છે. એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા આ વાલ્વ  આવેલા હોય છે. એઑર્ટા મા આવેલા વાલ્વ ને એઑર્ટીક વાલ્વ અને પલ્મોનરી આર્ટરી મા આવેલા વાલ્વ ને પલ્મોનરીક વાલ્વ કહેવામા આવે છે. જે તેના વેસલ્સના ઓપનિંગ પર જ આવેલા હોય છે. આ વાલ્વ પણ એક જ દિશામાં ખૂલે છે.
  • ઉપરોક્ત બંને એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એ જ્યારે એટ્રીયમનુ પ્રેશર વધે છે એટલે કે એટ્રીયમના કોન્ટ્રાકશન વખતે ખુલે છે અને બ્લડ એટ્રીયમ માથી વેન્ટ્રીકલમા આવે છે અને વેન્ટ્રીકલના કોન્ટ્રાકશન વખતે એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ બંધ થાય છે અને સેમીલ્યુનર વાલ્વ ખૂલે છે અને તેના કારણે બ્લડ એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા જાય છે.
  • આમ આ વાલ્વ  એ ખુલવા અને બંધ થવાના કારણે હાર્ટમા બ્લડનુ સર્ક્યુલેશન થઈ શકે છે. આ વાલ્વ એ એક જ દિશામાં ખુલે છે જેથી બ્લડ ફરી વિરુદ્ધ દિશામા જઈ શકતુ નથી.

Openings of the Heart (ઓપનિંગ્સ ઓફ ધ હાર્ટ):

હાર્ટ સાથે મુખ્યત્વે મોટી બ્લડ વેસલ્સ જોડાયેલી હોય છે. જેના દ્વારા બોડી માથી હાર્ટ તરફ બ્લડ આવે છે અને હાર્ટ માથી પંપ થઈ અને બ્લડ બહાર બોડી તરફ જાય છે. જે વેસલ્સ અને તેના ઓપનિંગ નીચે મુજબ છે.

Superior Venacava..(સુપિરિયર વેનાકેવા.).

આ થોરાસીક કેવીટી ના ઉપરના ભાગ, હેડ તથા નેક ની બાજુએથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટના રાઈટ એટ્રીયમ મા લઈ આવે છે. તે એકની સંખ્યામા હોય છે.

Inferior Venacava..(ઇન્ફીરિયર વેનાકેવા.).

આ બ્લડ વેસલ્સ બોડીના ઇન્ફીરીયર અને થોરાસિક કેવીટી ના લોવર ભાગમાથી ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ આવી હાર્ટના રાઈટ એટ્રીયમ મા ખુલે છે. તે એકની સંખ્યામાં હોય છે.

Pulmonary artery..(પલ્મોનરી આર્ટરી.).

તે હાર્ટના રાઈટ વેન્ટ્રિકલ માથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ માથી બહાર લઈ લંગ તરફ લઈ જાય છે. તેની સંખ્યા એક હોય છે.

Pulmonary vein..(પલ્મોનરી વેઇન.).

બંને લંગ્સ તરફથી બે બે પલ્મોનરી વેઇન્સ એ ઓક્સિજનેટેડ બ્લડ  હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા લઈ આવે છે. તેની સંખ્યા ચાર હોય છે.

Aorta..(એઑર્ટા.).

હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ પૂરા બોડી ની અંદર સર્ક્યુલેટ કરે છે. તેની સંખ્યા એક હોય છે.

આમ, હાર્ટ સાથે ટોટલ આઠ બ્લડ વેસલ્સ અને તેના ઓપનિંગ સીધા જોડાયેલા હોય છે. જે હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલ હોય છે.

Blood circulation in the heart (બ્લડ સરકયુલેશન ઇન ધ હાર્ટ):

  • હાર્ટમા બોડી ના અલગ અલગ એરિયામાથી ડીઓક્સિજનેટેડ બ્લડ સુપિરીયર અને ઈન્ફિરિયર વેનાકેવા દ્વારા હાર્ટના રાઈટ એટ્રીયમ મા ડીઑક્સીજનેટેડ બ્લડ આવે છે. તે જ સમયે લંગ તરફથી ચાર પલ્મોનરી વેઇન્સ દ્વારા ઓક્સિજનેટેડ  બ્લડ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા આવે છે.આમ હાર્ટ મા એક જ સમયે બંને એટ્રીયમ બ્લડ થી ભરાય છે.
  • ત્યારબાદ હાર્ટના બંને એટ્રીયમ નુ સંકોચન થવાના કારણે બંને એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એટલે કે બાયકસ્પીડ વાલ્વ અને ટ્રાયકસ્પીડ વાલ્વ ખુલવાના કારણે બંને એટ્રીયમ ખાલી થાય છે અને બંને વેન્ટ્રિકલ બ્લડથી ભરાય છે.
  • રાઈટ વેન્ટ્રીકલમા  ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલ મા ઓક્સિજનેટેડ બ્લડ રહેલુ હોય છે. ત્યારબાદ બંને વેન્ટ્રીકલના સંકોચન થવાના કારણે રાઈટ વેન્ટ્રિકલ નુ બ્લડ પલ્મોનરિક વાલ્વ ખુલવાથી પલ્મોનરી આર્ટરી દ્વારા લંગમા જાય છે અને લેફ્ટ વેન્ટ્રીકલનુ બ્લડ એઑર્ટીક  વાલ્વ ખુલવાથી પુરા બોડીમા ઓક્સિજન બ્લડ સર્ક્યુલેટ થાય છે. આમ બંને વેન્ટ્રીકલ ખાલી થાય છે .
  • ત્યારબાદ હાર્ટમાં બંને એટ્રીયમ ફરી બ્લડથી ભરાયા બાદ આ સાયકલ સતત શરૂ રહે છે અને બ્લડનું સર્ક્યુલેશન થાય છે.

Blood supply of the heart (બ્લડ સપ્લાય ઓફ ધ હાર્ટ):

  • હાર્ટને કાર્ય કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી નીકળતી એઑર્ટા જ્યારે હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળે છે કે તરત જ તેમાથી બંને બાજુ એક એક શાખાઓ રાઈટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી નિકડે છે જે હાર્ટને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે. આ કોરોનરી આર્ટ્રીઝ એ એસેન્ડિંગ એઑર્ટા ની બ્રાન્ચીસ છે.
  • હાર્ટ એ એક કોન્ટ્રેક્શન વખતે જેટલુ બ્લડ એઑર્ટા મા બહાર સરક્યુલેટ કરે  છે તેમાથી પાંચ ટકા જેટલુ બ્લડ કોરોનરી આર્ટરીઝ દ્વારા હાર્ટને બ્લડ સપ્લાય થાય છે.
  • આ કોરોનરી આર્ટ્રીઝ એ ઘણી બધી શાખાઓમા વિભાજીત થઈ અને હાર્ટના બધા જ ભાગોમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.
  • હાર્ટમા ડીઓક્સિજનેટેડ બ્લડ એ નાની નાની કોરોનરી વેઇન્સ ભેગી મળી કોરોનરી સાઇનસ મા ડીઓક્સીજનેટેડ બ્લડને ડ્રેઇન કરે છે અને આ ડીઓક્સિજનેટેડ બ્લડ એ કોરોનરી સાઈનસ મારફતે બધુ બ્લડ સીધુ જ હાર્ટના રાઈટ એટ્રીયમ માં ડ્રેઇન થાય છે.

Functions of the Heart (ફંકશન્સ ઓફ ધ હાર્ટ):

  • હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.
  • હાર્ટ એ કાર્ડીયોવાસ્ક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના  માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.
  • હાર્ટ એ ડીઓક્સિજનેટેડ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.
  • હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.
  • હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.
  • હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.
  • હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.

Conducting System of the Heart (કંડક્ટિંગ સિસ્ટમ ઓફ ધ હાર્ટ):

હાર્ટને ઈમ્પલ્સીસ ટ્રાન્સમિશન માટે પોતાની અંદરના જ માયોકાર્ડીયમ લેયર મા એક સિસ્ટમ આવેલી  હોય છે તેને કાર્ય કરવા માટે બહારથી નર્વ સપ્લાયની ડાયરેક્ટલી જરૂર હોતી નથી.

હાર્ટની અંદરની દિવાલમા માયોકાર્ડીયમ લેયરમા સ્પેશિયલ પ્રકારના ન્યુરોમસક્યુલર સેલ આવેલા હોય છે, જે ઇમ્પલ્સિસ જનરેટ કરી અને ઇમ્પલ્સીસને આગળ માયોકાર્ડીયમ લેયર મા ટ્રાન્સમિટ કરવાની લાક્ષણિકતા ધરાવે છે. જેનાથી હાર્ટના મસલ્સ નુ કોન્સ્ટ્રક્શન અને રિલેક્સેશન થાય છે. આ કંડક્ટિંગ સિસ્ટમના સ્ટ્રક્ચર નીચે મુજબના છે.

1.S.A. NODE એસ. એ. નોડ (સાઈનો એટ્રીયલ નોડ)..

  • S.A. નોડ એ માયોકાર્ડીયમ લેયરમા રાઇટ એટ્રીયમ ની દિવાલ ના સુપિરિયર વેના કાવા ના ઓપનિંગ પાસે આવેલ એક સ્પેસિયલ ન્યુરોમસ્ક્યુલર સેલનો માસ છે. તે હાર્ટના કોન્ટ્રેક્શન માટેના ઇમ્પલ્સિસ જનરેટ કરતુ યુનિટ છે માટે તેને પેસમેકર તરીકે પણ ઓળખવામા આવે છે.
  • એસ. એ. નોડ દ્વારા ઉત્પન્ન થતા ઇમ્પલસીસ માયોકાર્ડીયમ મા આગળ ટ્રાન્સમિટ થાય છે અને હાર્ટના માયોકાર્ડિયમ ના મસલ્સ નુ કોન્ટ્રેક્શન થાય છે.
  • એસ. એ. નોડ  એ હાર્ટ રેટ ને રેગ્યુલેટ કરે છે.

2.A.V. NODE એ. વી. નોડ (એટ્રીયો વેન્ટ્રિક્યુલર નોડ)..

  • એ. વી. નોડ એ એટ્રીયો વેન્ટ્રિક્યુલર વાલ્વ પાસે હાર્ટ ના સેફટમ પાસે આવેલ એક સ્પેશિયલ પ્રકારના ન્યુરોમસ્ક્યુલર સેલ નો માસ છે.
  • એસ એ નોડ દ્વારા માયોકાર્ડીયમ ને કોન્ટ્રેક્ટ થવાના ઇમપલ્સીસ જનરેટ થાય છે જે એ વી નોડ રીસીવ કરી અને વેન્ટ્રીકલના સેફટમ મા આગળ ટ્રાન્સમિટ કરે છે.

3.Atrioventricular Bundle (A.V. Bundal) or Bundle of His (એટ્રીયોવેન્ટ્રીક્યુલર બંડલ અથવા બંડલ ઓફ હિસ):

  • આ એટ્રિયોવેન્ટ્રીક્યુલર બંડલ (બંડલ ઓફ હિસ) એ માયોકાર્ડિયમ મસલ્સના લેયરમા આવેલ તાતણાઓનુ નેટવર્ક છે જેની શરૂઆત એ. વી. નોડ થી થાય છે અને ત્યાંથી તે વેન્ટ્રીકલ ના સેફટમ મા નીચે ઉતરી આ તાંતણાઓનું નેટવર્ક બે બ્રાન્ચમાં વહેંચાય છે અને પુરા વેન્ટ્રીકલની દિવાલમા પરકિંજે ફાઇબર તરીકે ગોઠવાઈ છે.
  • જમણા વેન્ટ્રીકલની દિવાલમાં આવેલું આ તાંતણાઓનુ નેટવર્ક એ રાઈટ બંડલ બ્રાન્ચ તરીકે ઓળખાય છે. ડાબા વેન્ટ્રીકલની દિવાલમા આવેલુ આ તાંતણાઓનું નેટવર્ક એ લેફ્ટ બંડલ બ્રાન્ચ તરીકે ઓળખાય છે.
  • આમ આ ફાઈબર્સ નુ નેટવર્ક એ છેક હાર્ટના અપેક્ષ સુધી ગોઠવાયેલું હોય છે અને એ વી નોડ તરફથી આવતા ઈમ્પલ્સીસ આ ફાઇબર્સ માથી પસાર થઈ છેક હાર્ટના અપેક્ષ ના ભાગ સુધી પહોંચે છે અને હાર્ટના મસલ્સ નુ કોન્સ્ટ્રક્શન થાય છે.

Cardiac Cycle of the Heart (કાર્ડીયાક સાયકલ ઓફ ધ હાર્ટ):

હાર્ટ એ સતત પંપ કરતું ઓર્ગન છે. હાર્ટની પંપિંગ એક્શન ને તેની કાર્ડીયાક સાયકલ કહેવામા આવે છે. હેલ્ધી વ્યક્તિમા એક મિનિટમાં 68 થી 72 વખત કાર્ડીયાક સાયકલ એટલે કે પંપીંગ એક્શન જોવા મળે છે. એક કાર્ડીયાક સાયકલ પૂરી થવા માટે 0.8 સેકંડનો સમય લાગે છે. આ કાર્ય જીવંત મનુષ્યના હાર્ટ દ્વારા સતત ચાલ્યા કરે છે.

હાર્ટના એસ. એ. નોડ માથી ઉત્પન્ન થયેલ ઇમ્પલસીસ દ્વારા હાર્ટના મસલ્સ નુ કોન્ટ્રાકશન (Contraction) અને રિલેક્સેશન (Relaxation) થાય છે. કોન્ટ્રેક્શન (Contraction) ને સિસ્ટોલ (Systole) તથા રિલેક્સેશન (Relaxation) ને ડાયસ્ટોલ (Diastole) તરીકે ઓળખવામાં આવે છે.

કાર્ડીયાક સાયકલમા નીચે મુજબની ઇવેન્ટસ જોવા મળે છે.

1.Atrial systole ( એટ્રીયલ સીસ્ટોલ ):

એટ્રીયલ સિસ્ટોલ એટલે કે બંને એટ્રીયમનુ એક સાથે સંકોચન થવુ જેના માટે 0.1 સેકન્ડ નો સમય લાગે છે.

આ એટ્રીયલ સિસ્ટોલમા જ્યારે બંને એટ્રિયમ બ્લડથી ભરાય છે ત્યારે એસ. એ. નોડ દ્વારા ઇમ્પલસીસ જનરેટ થાય છે અને આ ઇમ્પલસીસ એ. વી. નોડ સુધી પહોંચે છે. આ સમય દરમિયાન 0.1 સેકન્ડનો સમય લાગે છે અને બંને એટ્રીયમનુ એકસાથે સંકોચન થાય છે બંને એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ખુલે છે અને બંને એટ્રીયમ બ્લડ થી ખાલી થાય છે અને બંને વેન્ટ્રીકલ બ્લડથી ભરાય છે. આ તબક્કાને એટ્રીયલ સીસ્ટોલ કહેવામા આવે છે.

2.Ventricular systole ( વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ ):

વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ એટલે બંને વેન્ટ્રિકલનુ એક સાથે સંકોચન થવુ. તેના માટે 0.3 સેકંડનો સમય લાગે છે.

વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ દરમિયાન જ્યારે બંને વેન્ટ્રીકલ એ બ્લડથી ભરાય છે ત્યારે એ. વી. નોડ થી ઈમ્પલ્સીસ બંડલ ઓફ હિસ અને પરકિંજે ફાઇબર્સ સુધી એટલે કે હાર્ટના અપેક્ષ સુધી પહોંચે છે.

આ સમય દરમિયાન 0.3 સેકંડનો સમય લાગે છે અને બંને વેન્ટ્રિકલનુ એક સાથે સંકોચન થાય છે. બંને વેન્ટ્રીકલનુ બ્લડ અનુક્રમે રાઈટ વેન્ટ્રીકલનુ બ્લડ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગસ મા જાય છે અને લેફ્ટ વેન્ટ્રિકલ નુ બ્લડ એઑર્ટા દ્વારા પુરા શરીરમા સર્ક્યુલેટ થાય છે. આ તબક્કાને વેન્ટ્રીક્યુલર સિસ્ટોલ કહેવામા આવે છે.

3.Complete cardiac diastole ( કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ ):

કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ એટલે બંને એટ્રીયમ અને બંને વેન્ટ્રીકલ એટલે કે હાર્ટ ની ચારેય ચેમ્બરનુ એક સાથે રીલેક્સેસન થવુ. આ ક્રિયા માટે 0.4 સેકંડનો સમય લાગે છે.

કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલના સમય દરમિયાન હાર્ટમા કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હોતી નથી. માયોકાર્ડિયમના મસલ્સ રિલેક્સ હોય છે. આ સમય દરમિયાન  બંને એટ્રીયમ અને બંને વેન્ટ્રીકલ ડાયલેટ થાય છે એટલે કે રિલેક્સ થાય છે. બંને એટ્રીયમ આ સમય દરમિયાન જ બ્લડથી ફરી પાછા ભરાય છે. આ રિલેક્સેશનનો સમય 0.4 સેકન્ડ નો હોય છે. તેને કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ કહેવામાં આવે છે.

આમ સંપૂર્ણ કાર્ડીયાક સાયકલ પૂરી થતાં 0.8 સેકંડનો સમય લાગે છે અને હાર્ટ નુ કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે.

Factors affecting heart rate (હાર્ટ રેટને અસર કરતા ફેક્ટર્સ) :

હાર્ટ રેટ એટલે કે હૃદયને ધબકવા ની ક્રિયા સામાન્ય તંદુરસ્ત વ્યક્તિની અંદર હૃદય એ એક મિનિટમા 68 થી 72 વખત ધબકે છે. આ હૃદયને ધબકવાની ક્રિયા એ મુખ્યત્વે બ્રેઇન મા આવેલા મેડુયુલા ની અંદર આવેલા કાર્ડીયાક સેન્ટર દ્વારા કંટ્રોલ થાય છે.

આ ઉપરાંત હાર્ટ રેટને ઓટોમેટીક નર્વસ સિસ્ટમ તથા વેગસ નર્વ ના સટીમ્યુલેશન પણ અસર કરે છે.

હાર્ટ રેટ પર અસર કરતા પરિબળો નીચે મુજબ છે.

પોઝીશન (Position):

વ્યક્તિની પોઝીશન બદલવાથી હાર્ટ રેટમા સામાન્ય ફેરફાર થઈ શકે છે.  દાખલા તરીકે સ્લીપિંગ પોઝીશન, સીટીંગ પોઝીશન અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં હાર્ટ રેટ અલગ અલગ હોઈ શકે.

સર્ક્યુલેટિંગ કેમિકલ્સ (Circulating Chemical):

સર્ક્યુલેટિંગ કેમિકલ્સ એટલે કે બોડીમા સિક્રીટ થતા અલગ અલગ હોર્મોન્સ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોલાઇટસ વગેરે. આ બધાના પ્રમાણમા વધારો કે ઘટાડો થવાના કારણે હાર્ટરેટમા વધારો કે ઘટાડો થઈ શકે છે.

એજ (Age):

એજ એ હાર્ટ રેટ પર અસર કરતુ એક અગત્યનુ ફેક્ટર છે. અલગ અલગ એજ મુજબ હાર્ટ રેટમા ફેરફાર જોવા મળે છે. જેમકે ન્યુ બોર્ન ના હાર્ટ રેટ સૌથી વધારે જોવા મળે છે જ્યારે એડલ્ટ વ્યક્તિ મા અલગ હાર્ટ રેટ હોય છે. ઓલ્ડ એજ ના વ્યક્તિ મા પણ હાર્ટ રેટ મા ફેરફાર જોવા મળે છે.

ઈમોશનલ સ્ટેટસ (Emotional Status):

ઈમોશન ચેન્જ થવાથી હાર્ટ રેટ પર અસર જોવા મળે છે. ખુશી અને દુઃખની પરિસ્થિતિમા હાર્ટ રેટ મા ચેન્જ જોવા મળે છે.

ફીયર એન્ડ એન્ઝાઈટી (Fear And Anxiety):

ફિયર કે એન્ઝાઈટી વખતે અચાનક હાર્ટ રેટ મા વધારો જોવા મળે છે.

એક્સરસાઇઝ (Excecise):

બોડીમાં એક્સરસાઇઝ વખતે બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન ડિમાન્ડ વધવાથી હાર્ટ રેટમા પણ વધારો જોવા મળે છે.

જેન્ડર (Gender):

સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રી ના હાર્ટ રેટમા થોડો ફરક જોવા મળે છે. જે હોર્મોન્સ અને મેટાબોલિક એક્ટિવિટી ના કારણે હોઈ શકે છે.

ટેમ્પરેચર (Tempreture):

બોડીમા ટેમ્પરેચરમા વધારો થવાના કારણે હાર્ટ રેટમાં પણ વધારો જોવા મળે છે.

Heart sound (હાર્ટ સાઉન્ડ):

  • હાર્ટમા આવેલા વાલ્વ ના બંધ થવાના કારણે અવાજ ઉત્પન્ન થાય છે જેને હાર્ટ સાઉન્ડ તરીકે ઓળખવામા આવે છે. આ હાર્ટ સાઉન્ડ એ હાર્ટમા એન્ટ્રીયોવેન્ટ્રીકયુલર વાલ્વ અને સેમીલ્યુનર વાલ્વ બંધ થવાના કારણે જોવા મળે છે.
  • હાર્ટ મા જ્યારે એટ્રીયોવેન્ટ્રીક્યુલર વાલ્વ બંધ થાય છે ત્યારે જે અવાજ સંભળાય છે તેને લબ (Lub) સાઉન્ડ કહેવામાં આવે છે. જેને ફર્સ્ટ સાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ડલ (Dull) અવાજ સંભડાય છે અને તે લાંબો (Long) અવાજ હોય છે.
  • હાર્ટમા જ્યારે સેમીલ્યુનર વાલ્વ બંધ થાય છે ત્યારે સેકન્ડ હાર્ટ સાઉન્ડ સંભળાય છે જેને ડબ (Dub) સાઉન્ડ કહેવામાં આવે છે. તે શોર્ટ અને શાર્પ (Short And Sharp) પ્રકારની કેરેક્ટરીસ્ટિક્સ ધરાવે છે.
  • હાર્ટમા લબ અને ડબ સિવાય નો કોઈ અવાજ સંભળાતો નથી. જો આ અવાજ સિવાય કોઈ પણ વધારાનો અવાજ સંભળાય તો તેને મરમર સાઉન્ડ (Murmur Sound) કહેવામાં આવે છે. જે હાર્ટ ના વાલ્વ ને લગતી કોઈપણ પ્રકારની એબનોર્માલિટી દર્શાવે છે.

Blood pressure (બ્લડ પ્રેશર):

બ્લડ વેસલ્સ ની દીવાલ પર બ્લડ ફ્લોના લીધે જે પ્રેશર ક્રિએટ થાય છે તેને બ્લડ પ્રેશર (Blood Pressure) કહેવામાં આવે છે.

હેલ્ધી વ્યક્તિ મા નોર્મલ બ્લડ પ્રેશર એ 120 / 80 mm/hg  જેટલુ જોવા મળે છે.

બ્લડ પ્રેશર નુ મેઝરમેન્ટ એ આર્ટરી ની દિવાલ પર ફોર્સ એપ્લાય કરી મેઝર કરવામાં આવે છે. જેને મેઝર કરતુ ઇક્વિપમેન્ટ સ્ફિગમોમેનોમીટર (Sphygmomanometer)  છે.

બ્લડ પ્રેશરને બે ભાગમા મેજર કરવામાં આવે છે.

1. સિસ્ટોલિક બ્લડપ્રેશર (Systolic Pressure)

2. ડાયસ્ટોલિક બ્લડપ્રેશર (Diastolic Pressure

1. સિસ્ટોલિક બ્લડપ્રેશર (Systolic Pressure):

આ હાઈએસ્ટ લેવલ નુ બ્લડપ્રેશર છે. જે હાર્ટના કોન્ટ્રાકશન વખતે આર્ટરી ની દિવાલ પરથી પસાર થતા બ્લડ ફ્લોને મેઝરમેન્ટ કરવાથી મળે છે. જે સામાન્ય રીતે 120 mmhg જેટલું જોવા મળે છે.

2. ડાયસ્ટોલિક બ્લડપ્રેશર (Diastolic Pressure):

તે લોવેસ્ટ બ્લડપ્રેશર છે. જ્યારે હાર્ટ રિલેક્સ ફેઝ મા હોય ત્યારે આર્ટરી પરથી પસાર થતા બ્લડના પ્રેશરને મેઝર કરવામા આવે તેને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામા આવે છે. સામાન્ય રીતે તે 80 mmhg જેટલું જોવા મળે છે.

સિસ્ટોલિક બ્લડપ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડપ્રેશર વચ્ચેના તફાવતને પલ્સ પ્રેસર (Pulse Pressure) કહેવામા આવે છે. સામાન્ય રીતે નોર્મલ પલ્સ પ્રેસર એ 40 mmhg જેટલુ હોય છે.

Electrocardiogram (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ)(ECG):

  • હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ને પેપરના ગ્રાફ પર પ્રિન્ટ કરવાની પ્રોસિજરને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (Electrocardiogram) કહેવામા આવે છે.
  • ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (Electrocardiogram) ના વેવ્ઝ પરથી હાર્ટની નોર્મલ એક્ટિવિટી અને તેને લગતી કોઈપણ એબનોર્માંલીટી જાણી શકાય છે.
  • સામાન્ય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મા પાંચ વેવ્સ જોવા મળે છે P,QRS,T.
  • જેમાં P વેવ એ એટ્રીયમનુ કોન્ટ્રેક્શન (સંકોચન) બતાવે છે.
  • QRS કોમ્પલેક્ષ એ એટ્રીયમનુ ડાઈલેશન અને વેન્ટ્રિકલ નુ કોન્ટ્રેક્શન બતાવે છે.
  • T વેવ એ વેન્ટ્રીકલનુ ડાઈલેશન બતાવે છે.
  • સામાન્ય ઇસીજી પરથી આપણે હૃદયના ધબકારા પણ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ.
  • એક મિનિટમાં 100 કરતાં વધારે હાર્ડ બીટ નોંધાય તો તે કન્ડિશનને ટેકીકાર્ડિયા (Tachycardia) કહેવામા આવે છે. જો 60 કરતા ઓછા પલ્સ જણાય તો તે કન્ડિશનને બ્રેડિકાર્ડિયા (Bradycardia) કહેવામા આવે છે.

Cardiac output (કાર્ડીયાક આઉટપુટ):

  • એક મિનિટમા હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ માથી એઑર્ટા મા જતા બ્લડના જથ્થાને કાર્ડીયાક આઉટપુટ કહેવામા આવે છે.
  • લેફ્ટ વેન્ટ્રીકલના એક કોન્ટ્રેક્શન વખતે એઑર્ટા મા જતા બ્લડના જથ્થાને સ્ટોક વોલ્યુમ કહેવામાં આવે છે.
  • હેલ્થી એડલ્ટ વ્યક્તિનું સ્ટોક વોલ્યુમ 70 ml હોય છે
  • જો કોઈ હેલ્ધી વ્યક્તિના હાર્ટ રેટ 72 /મિનિટ હોય અને તેનુ સ્ટોક વોલ્યુમ 70ml હોય, તો તેનુ કાર્ય કાઉટપુટ અંદાજિત પાંચ લિટર પ્રતિ મિનિટ જોવા મળે છે.

કાર્ડિયાક આઉટપુટ (Cardiac Output) = સ્ટોક વોલ્યુમ (Stroke Volume) * હાર્ટ રેટ (Heart Rate)

Published
Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised