કાર્ડીયો વાસક્યુલર સિસ્ટમ એ સર્ક્યુલેટરી સિસ્ટમનો એક ભાગ છે તેમા હાર્ટ,બ્લડ અને બ્લડને હેરફેર કરતી બ્લડ વેસલ્સ નો સમાવેશ કરવામા આવે છે. હાર્ટ એ કાર્ડીયો વાસ્ક્યુલર સિસ્ટમનું મહત્વનુ ઓર્ગન છે જે સતત પંપિંગ એક્શન કરે છે.
સર્ક્યુલેટરી સિસ્ટમ એ બોડીની એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જે બ્લડ મારફતે બોડીના દરેક સેલ અને ટીશ્યુને ન્યુટ્રીશન અને ઓક્સિજન પહોંચાડી શરીર મા અગત્યનુ ફંક્શન કરે છે. શરીરની આ દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે બ્લડ એ પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ થાય છે અને તે બ્લડ વેસલ્સ મા સર્ક્યુલેટ થાય છે. બ્લડ વેસલ્સ મા બ્લડને સર્ક્યુલેટ કરવા માટે હાર્ટ એ સતત પંપ કરે છે.
બ્લડ એ બ્લડ વેસલ્સ દ્વારા પુરા શરીરમા સર્ક્યુલેટ થાય છે. હાર્ટ એ પંપિંગ એક્શન કરે છે અને બ્લડને પુરા બોડીમાં ટ્રાન્સપોર્ટ કરે છે. શરીરમા બ્લડ વેસલ્સ એ સાઈઝ, સ્ટ્રક્ચર અને ફંક્શન મા અલગ અલગ જોવા મળે છે જેને અનુક્રમે આર્ટરી, આર્ટીરીયોલ્સ, વેઇન, વેન્યોલ્સ અને કેપેલરી તરીકે ઓળખવામા આવે છે.
Artery..(આર્ટરી.).
હૃદય તરફથી બ્લડને બોડી તરફ લઈ જતી બ્લડ વેસલ્સ ની બ્રાન્ચને આર્ટરી કહેવામા આવે છે. તેમા હૃદય તરફથી બ્લડ એ બોડી તરફ જાય છે. મુખ્યત્વે આર્ટરી એ ઓક્સિજનેટેડ બ્લડ લઈ જાય છે જે બોડીના દરેક સેલ અને ટીશ્યુને મળે છે. આ બ્લડમા ઓક્સિજનની સાથે સાથે ન્યુટ્રીયંટ મટીરીયલ પણ દરેક સેલ ટિશ્યૂને પહોંચે છે.
શરીરમા મુખ્યત્વે બે પ્રકારની આર્ટરી આવેલી હોય છે.
1.પલ્મોનરી આર્ટરી : આ આર્ટરી મા ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે. જે હાર્ટ તરફથી લંગ તરફ બ્લડને ઓક્સિજનેટેડ થવા માટે લઈ જાય છે. આમા ડીઓક્સિજનેટેડ બ્લડ વહે છે .આ બોડીની તમામ આર્ટરી મા એક અપવાદ પણ છે.
2.સિસ્ટેમિક આર્ટરી : આમા બોડી ની અંદર આવેલી તમામ આર્ટરી નો સમાવેશ કરવામા આવે છે. જેની શરૂઆત હાર્ટના લેફ્ટ વેન્ટ્રીકલથી થાય છે. લેફ્ટ વેન્ટ્રીકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ એઑર્ટા નામની આર્ટરી દ્વારા પુરા બોડીમા સર્ક્યુલેટ થાય છે. એઑર્ટા એ તમામ આર્ટરીમા સૌથી મોટી બ્રાન્ચ છે અને આ તમામ સિસ્ટેમિક આર્ટ્રીઝમા ઓક્સિજનેટેડ બ્લડ વહે છે.
Arterioles..(આર્ટીરીઓલ્સ)
આર્ટીરીઓલ્સ એ આર્ટરી ની નાની નાની શાખાઓ છે. જે મુખ્યત્વે આર્ટરી માથી ડિવિઝન થઈ અને બને છે. તેનો ડાયામીટર એ આર્ટરી ની સમાન મા નાનો હોય છે અને તેમા પણ ઓક્સિજનેટેડ બ્લડ મુખ્યત્વે વહે છે. જે બોડી ના દરેક સેલ અને ટિસ્યૂ સુધી ઓક્સિજનેટેડ બ્લડ પહોંચાડવા માટે કાર્ય કરે છે.
કેપેલેરીઝ..
કેપેલેરીઝ એ બ્લડ વેસલ્સ નુ સૂક્ષ્મ માઈક્રોસ્કોપીક સ્ટ્રક્ચર છે. જે આર્ટીરીઑલ્સ અને વેન્યોલ્સ ના છેડાના ભાગે આવેલું હોય છે. આ કેપેલરીઝ એ સેલ સાથે ગેસ તથા અન્ય ન્યુટ્રિશનલ મટીરીયલ એક્સચેન્જ કરવા સાથે જોડાયેલી હોય છે. આ કેપેલેરીમા બ્લડ વેસેલ્સ ની અંદર આવેલા હોય તેવા બધા જ લેયર હોતા નથી ફક્ત એપીથેલીયમ નુ સિંગલ લેયર જ હોય છે જેથી બ્લડ અને સેલ વચ્ચે સબસ્ટન્સ ની એક્સચેન્જ સરળતાથી થય શકે છે.
વેન્યોલ્સ…
કેપેલરીઝ કે જે સેલ અને ટીશ્યુ તરફથી ડીઓક્સીજનેટેડ બ્લડ લઈ આવે છે તે નાની નાની કેપેલરીઝ જોડાય અને વેન્યોલ્સ બનાવે છે. આ વેન્યોલ્સ એ નાની નાની શાખાઓમા જોડાઈ અને આગળ મોટી વેઇન બનાવે છે જે ડીઓક્સિજનેટેડ બ્લડને હાર્ટ તરફ ટ્રાન્સપોર્ટ કરવામા મદદ કરે છે.
વેઇન…
શરીર ના જુદા જુદા ભાગો તરફથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ તરફ લઈ આવતી વેસલ્સને વેઇન કહેવામાં આવે છે. નાની નાની વેન્યોલ્સ જોડાય અને મોટી વેઇન બને છે અને તે ડીઓક્સિજનનેટેડ બ્લડને હાર્ટના રાઈટ એટ્રીયમ સુધી લઈ આવે છે. શરીરમા આવેલી તમામ વેઇન મા સુપીરિયર અને ઇન્ફીરીયર વેનાકેવા એ મુખ્ય વેઇન છે. જે તમામ બોડીના ભાગમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ તરફ લઈ આવે છે.
લંગ તરફથી ઓક્સિજનનેટેડ બ્લડ લઈ આવતી પલ્મોનરી વેઇન એ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા ઓક્સિજનેટેડ બ્લડ લઈ આવે છે. શરીરમા આવેલી તમામ વેઇનમાથી આ વેનમા અપવાદરૂપે ઓક્સિજનેટેડ બ્લડ વહે છે.
આર્ટરી અને વેઇન ની દિવાલ એ ત્રણ પ્રકારના ટેસ્યુ લેયરથી બનેલી હોય છે. જેમા સૌથી બહારની દીવાલ ટ્યુનિકા એડવેન્ટેશિયા, વચ્ચેની દીવાલ ટ્યુનિકા મીડિયા તથા અંદરની દિવાલ ટ્યુનિકા ઈંટીમા કહેવામાં આવે છે..
ટ્યુનિકા એડવેન્ટેશિયા..
આ બ્લડ વેસલસ નુ સૌથી બહારનુ લેયર છે. તે ફાઇબ્રસ કનેક્ટિવ ટિસ્યુ થી બનેલુ હોય છે. તે બ્લડ વેસલ્સ ને બહારની બાજુથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે.
યુનિકા મીડિયા..
બ્લડ વેસલ્સ નુ આ વચ્ચેનુ લેયર છે. તે સ્મુથ મસલ્સ અને ઇલાસ્ટિક કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે.. આ લેયર એ મોટી આર્ટરી મા વધારે પ્રમાણમા આવેલુ હોવાના કારણે તેનુ ડાયલેટેશન અને કોન્સટ્રીક્શન સરળતાથી જોવા મળે છે. વેઇન ની સરખામણીમાં આર્ટરી મા આ લેયર જાડુ હોય છે. જેમ જેમ બ્લડ વેસલ્સ નો ડાયામીટર ઘટતો જાય છે તેમ તેમ આ લેયર પાતળુ બનતું જાય છે. કેપેલરીઝ ની દીવાલ મા આ લેયર જોવા મળતુ નથી.
ટ્યુનીકા ઇન્ટીમા..
આ બ્લડ વેસેલ્સનુ સૌથી અંદરનું લેયર છે. જે સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ નુ બનેલુ હોય છે અને તેને એન્ડોથેલીયમ તરીકે પણ ઓળખવામા આવે છે. આ લેયર સ્મુથ અને ચડકતુ હોય છે અને તે બ્લડના કોન્ટેકમા રહેલુ હોય છે.
બે કે બે કરતા વધારે આર્ટરી ના જોડાણને એનાટોમોસીસ કહેવામા આવે છે. આ એનાસ્ટોમોસીસના લીધે કોઈપણ એક રિજીયનમા બે કે બે કરતા વધારે આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
કોઈપણ બોડી પાર્ટ તરફ અલ્ટરનેટીવ બ્લડ ફ્લો એનાટોમોસીસના કારણે જોવા મળે છે. જેથી કોઈપણ એક બ્રાન્ચ બંધ થઈ જવાના કારણે ત્યા ટોટલ બ્લડ સર્ક્યુલેશન બંધ થતું નથી. આ વધારાના સર્ક્યુલેશન ને કોલેટરલ સર્ક્યુલેશન પણ કહેવામા આવે છે…
જે આર્ટરી એનાસ્ટોમોસિસ થવાનો ગુણ ધરાવતી નથી અને કોઇપણ રીજીયન મા એક જ આર્ટરી બ્લડ સપ્લાય કરતી હોય તો તેને એન્ડ આર્ટરી તરીકે ઓળખવામાં આવે છે.
આ આર્ટરી ના બ્લડ ફ્લો મા અવરોધ આવવાના લીધે કોઈ પણ સેલ અને ટીશ્યુને બલ્સ સપ્લાય ન મળવાથી નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.
બ્લડ વેસલ્સ ના ડાયામીટર નો કંટ્રોલ એ ઓટોમેટીક નર્વસ સિસ્ટમ ધરાવે છે. ઉપરાંત સીમ્પથેટીક અને પેરાસીમથેટિક નર્વસ સિસ્ટમ ના લીધે બ્લડ વેસલ્સનો ડાયામીટર ઇન્ક્રીઝ કે ડિગ્રીઝ થઈ શકે છે.
બ્રેઇન ની અંદર મેડુલામા આવેલુ વાઝૉમોટર સેન્ટર એ પણ બ્લડ વેસલ્સ ના ડાયામીટર પર કંટ્રોલ ધરાવે છે.
આ ઉપરાંત આર્ટરી ની દીવાલમા આવેલા રિસેપ્ટર્સ પણ બ્લડ વેસલ્સ ના ડાયામીટર પર કંટ્રોલ ધરાવે છે.
બ્લડ વેસલ્સ નો ડાયામીટર વધવાની ક્રિયાને વાઝોડાઇલેટેશન કહેવામા આવે છે અને બ્લડ વેસલ્સ નો ડાયામીટર ઘટવાની ક્રિયાને વાઝૉકોન્સટ્રીક્શન કહેવામા આવે છે.
બ્લડ વેસલ્સની બહારની દિવાલ પર આવેલુ નાની-નાની બ્લડ કેપીલરીઝ નુ નેટવર્ક કે જેને વાઝાવેઝૉરમ કહેવામા આવે છે તેના દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
હાર્ટ તરફ થી બોડી તરફ બ્લડ લઇ જતી બ્લડ વેસલ્સ ને આર્ટરી કહે છે જયારે બોડી તરફ થી બ્લડ હાર્ટ તરફ લઇ આવતી બ્લડ વેસલ્સ ને વેઇન કહે છે.
આર્ટરી મા ઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી આર્ટરી અને વેઇન મા ડીઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી વેઇન.
આર્ટરી મા વાલ્વ આવેલ હોતા નથી જયારે વેઇન મા વાલ્વ આવેલ હોય છે.
આર્ટરી મા બ્લડ ઓકસીજન યુકત હોવાથી બ્રાઈટ રેડ કલર નુ દેખાય છે જયારે વેઇન મા કાર્બન ડાયોકસાઈડ હોવાથી તેનુ બ્લડ ડલ રેડ કે ઓછુ લાલ દેખાય છે.
આર્ટરી ડીરેક્ટ હાર્ટ માંથી નીકળતી હોવાથી તેમાં પલ્સેશન સંભળાય છે જયારે વેઇન મા પલ્સ આવતા નથી.
આર્ટરી મુખ્યત્વે બોડી મા ડીપ (ઊંડાઈ) આવેલ હોય છે જયારે વેઇન સુપરફીસીયલ આવેલ હોય છે.
આર્ટરી મા વચ્ચે નું લેયર વધારે ઈલાસ્ટીક હોય છે જેથી તેના ડાયામીટર મા વધારે ચેન્જ થઈ શકે છે જયારે વેઇન નુ વચ્ચે નું લેયર આર્ટરી જેટલુ ઈલાસ્ટીક હોતુ નથી.
આર્ટરી નુ લ્યુંમેન નોર્મલી સાંકડુ હોય છે જયારે વેઇન નુ લ્યુંમેન આર્ટરી ની સરખામણી મા પોહડુ હોય છે.
આર્ટરી માં બ્લડ નો ફોર્સ વધારે હોય છે જયારે વેઇન મા બ્લડ નો ફોર્સ ઓછો હોય છે.
આર્ટરી મા બ્લડ નો જથ્થો ઓછો હોય તે સમયે તેની દીવાલ વધારે મજબુત હોવાના લીધે સંકોચાતી (કોલેપ્સ) નથી જયારે વેઇન મા બ્લડ નો જથ્થો ઓછો હોય ત્યારે તે સંકોચાય જાય છે.