બ્લડ એ બોડીમા બ્લડ વેસલ્સમા સતત સરક્યુલેટ થાય છે. બોડીમા સર્ક્યુલેટ થતા બ્લડને મુખ્યત્વે બે ભાગમા વિભાજિત કરવામા આવે છે.
1. Pulmonary circulation..(પલ્મોનરી સર્ક્યુલેશન)..
પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે.
પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે રાઈટ વેન્ટ્રિકલ માથી બહાર જાય છે. બહાર જતા ની સાથે જ પલ્મોનરી આર્ટરી એ રાઈટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી મા ડિવાઇડ થાય છે અને બંને લંગમા દાખલ થાય છે. જેમા ડાબા લંગ મા બે બ્રાન્ચીસ અને જમણા લંગમા ત્રણ બ્રાન્ચીસ પલ્મોનરી આર્ટરી ની દાખલ થાય છે જે લંગ ના દરેક લોબ મુજબ હોય છે.
લંગ માં બ્લડ એંડ લંગ ના ટિસ્યૂ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે અને દરેક લોબ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ બંને બાજુના લંગ માથી બે બે પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા દાખલ થાય છે.
પલમોનરી સર્ક્યુલેશન એ હાર્ટમાં ડીઓક્સિજેનેટેડ બ્લડ ને લંગ મારફતે ઓક્સિજનેટેડ બ્લડમા કન્વર્ટ કરે છે. આ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમા જઈ સિસ્ટિમિક સર્ક્યુલેશન મારફતે પુરા બોડીમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.
રાઈટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સર્ક્યુલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવામા આવે છે
સિસ્ટમિક સર્ક્યુલેશનની શરૂઆત હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ થી થાય છે. હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલમા ઓક્સિજનેટેડ બ્લડ હોય છે જે એઑર્ટા મારફતે પૂરા બોડીના અંદર સર્ક્યુલેટ થાય છે અને દરેક સેલ અને ટિસ્યૂ ને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જનરલ સર્ક્યુલેશન દ્વારા થાય છે.
સીસ્ટેમિક સર્ક્યુલેશનમા એઑર્ટા એ હાર્ટ માથી બહાર નીકળી તેમાથી અલગ અલગ આર્ટરી એ રિજીયન મુજબ ડિવાઇડ થાય છે અને તે અલગ અલગ રીજીયન મા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.
Aorta…(એઑર્ટા.)
તે સીસ્ટેમિક સર્ક્યુલેશન ની મુખ્ય વેસલ્સ છે. શરીરમા આવેલી તમામ આર્ટરી મા સૌથી મોટી આર્ટરી છે. તે લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ પુરા બોડીમા સર્ક્યુલેટ કરે છે.
લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળતી એઑર્ટા અને તેને આગળ તેના લોકેશન મુજબ અલગ અલગ નામથી ઓળખવામા આવે છે. જેમકે એસેન્ડીંગ એઑર્ટા, આર્ચ ઓફ એઑર્ટા અને ડીસેન્ડિંગ એઑર્ટા.
ડિસેન્ડિંગ એઑર્ટા એ થોરાસિક અને એબડોમીનલ સુધી પહોંચ્યા બાદ બે રાઈટ અને લેફ્ટ કોમન ઇલિયક આર્ટરી મા રૂપાંતર થાય છે અને લોવર લિંબ મા બ્લડ સર્ક્યુલેશન કરે છે.
સીસ્ટેમિક સર્ક્યુલેશન મા એઑર્ટા ને થોરાસિક અને એબ્ડોમીનલ રીજીયન મુજબ નીચે મજબ શાખા ઓ મા ડીવાઈડ થઇ જે તે એરિયા મા ઓક્સીજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.
•Thoracic Aorta : This part of the aorta is above the diaphragm and is describe in three parts:
1.Ascending Aorta
•Coronary arteries
2.Arch of aorta
•Brachiocephalic artery
•Left common carotid artery
• Left Subclavian artery
3. Descending Aorta in the thorax.
•Brachial arteries
•Oesophageal arteries
•Intercostal arteries
4. Abdominal aorta :
•Inferior Phrenic
•Renal artery
•Testicular Arteries or Overian arteries
•Lumbar arteries
•Median sacral arteries
•Coeliac artery
– Left gastric artery
– Common hepatic artery
– Splenic artery
•Superior mesentric artery
•Inferior mesentric artery
ઉપરોક્ત બધી જ આર્ટરી મળી સીસ્ટેમિક સર્ક્યુલેશન પૂરું કરે છે અને બોડી ના દરેક ઓર્ગન્સ ને ઓક્સીજનેટેડ બ્લડ સાપ્લય થાય છે.
પોર્ટલ સર્ક્યુલેશન એ બોડી મા પોર્ટલ વેઇન દ્વારા ડીઓકસીજનેટેડ બ્લડ હાર્ટ તરફ રીટર્ન કરતુ બ્લડ સર્ક્યુલેશન છે.
આમા મુખ્યત્વે બોડીના ડાયાફાર્મ થી નીચે આવેલા આવયવો જેવા કે સ્મોલ ઈનટેસ્ટાઇન, લાર્જ ઈન્ટેસ્ટાઇન, પેનક્રિયાઝ, લીવર, ગોલ બ્લેડર તથા સ્ટમક માથી ડીઓક્સિજીનેટેડ બ્લડ અલગ અલગ વેઇન જેવી કે ગેસ્ટ્રીક વેઇન, સીસ્ટીક વેઇન, સુપીરીયર મીઝેન્ત્રીક વેઇન, ઇન્ફીરીયર મીઝેન્ટ્રીક વેઇન, વગેરે વેઇન દ્વારા ડ્રેઈન થઈ પોર્ટલ વેઇન મા ભળે છે.
પોર્ટલ વેઇન આ બ્લડને લઇ હિપેટીક આર્ટરી સાથે લીવર મા દાખલ કરે છે. લીવરમા આ બંને વેસલ્સ ની કેપેલરી નુ નેટવર્ક ફેલાય છે અને છેલ્લે તે લીવર માંથી બહાર નીકળતા તે હિપેટિક વેઈન મા કન્વર્ટ થાય છે અને ત્યાંથી આગળ તે ઇન્ફીરીયર વેનાકેવા સાથે ભળી હાર્ટના રાઈટ એટ્રીયમ મા ડીઓક્સિજનેટેડ બ્લડ લાવે છે.
બોડીના ઇન્ટેસ્ટાઇન તરફથી આવતુ બ્લડ હાયલી ન્યુટ્રીટીવ હોય છે. જે ન્યુટ્રીશન નુ એબ્સોર્પશન લીવર મારફતે થાય છે અને લીવર બોડીના દરેક ભાગમા આ ન્યુટ્રેશન નુ ડિસ્ટ્રીબ્યુશન કરે છે.
આ સર્ક્યુલેશનમા મુખ્યત્વે પોર્ટલ વેઇન દ્વારા બ્લડ ડ્રેઈન થતુ હોવાના કારણે આ સર્ક્યુલેશન ને પોર્ટલ સર્ક્યુલેશન કહેવાય છે.
આ સર્ક્યુલેશન દ્વારા બ્રેઇનને ઓક્સિજનનેટેડ બ્લડ સપ્લાય થાય છે.
બ્રેઇનને બ્લડ સપ્લાય કરવા માટે ઘણી આર્ટરી નુ બ્રેઈન ના નીચેના ભાગે જોડાણ થઈ એક સર્કલ જેવી રચના બનાવે છે અને આ તમામ આર્ટરી ઓ દ્વારા બ્રેઈનને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે આથી આને સર્કલ ઓફ વિલ્સ કહેવામા આવે છે.
બ્રેઇન અગત્યનુ અવયવ છે જેથી આ તમામ આર્ટરી એકબીજા સાથે જોડાય એનાસ્ટમોસીસ કરે છે. જેથી કોઈ પણ એક શાખા દ્વારા બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થાય તો બીજી શાખા દ્વારા બ્રેઈનના ભાગને બ્લડ સપ્લાય પહોંચી શકે છે.
સર્કલ ઓફ વિલ્સ મા બ્રેઇન ના નીચેના ભાગેથી એન્ટિરિયર અને પોસ્ટીરીયર વર્ટીબ્રલ આર્ટરી બ્રેઈન ના અંદર દાખલ થાય ત્યારે બેઝિલરી અર્ટરી માં રૂપાંતર થાય છે.
બ્રેઈન ના આગળના ભાગેથી એન્ટિરિયર સેરેબ્રલ આર્ટરી તથા બેઈન ના પાછળના ભાગેથી પોસ્ટીરીયર સીરેબ્રલ આર્ટરી અને બ્રેઇન ના વચ્ચેના ભાગે ઇન્ટર્નલ કેરોટીડ આર્ટરી આવેલી હોય છે. બ્રેઇનના આગળના ભાગે અને પાછળના ભાગે જોડાણ કરતી એન્ટિરિયર અને પોસ્ટીરીયર કોમ્યુનિકેટીંગ આર્ટરી આવેલી હોય છે. આ તમામ આર્ટરી એક્બીજા સાથે જોડાઈને બ્રેઈન ની નીચે ના ભાગે એક સર્કલ જેવી રચના બનાવે છે. આ તમામ આર્ટરી દ્વારા બ્રેઈન ને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.
હાર્ટને કાર્ય કરવા માટે ઓક્સિજનનેટેડ બ્લડ સપ્લાય એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી નીકળતી એઑર્ટા જ્યારે હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળે છે કે તરત જ તેમાથી બંને બાજુ એક એક શાખાઓ રાઈટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી નિકડે છે જે હાર્ટને ઓક્સિજન બ્લડ સપ્લાય પૂરુ પાડે છે. આ કોરોનરી આર્ટ્રીઝ એ એસેન્ડિંગ એઑર્ટા ની બ્રાન્ચીસ છે.
હાર્ટ એ એક કોન્ટ્રેક્શન વખતે જેટલુ બ્લડ એઑર્ટા મા બહાર સરક્યુલેટ કરે છે તેમાથી પાંચ ટકા જેટલુ બ્લડ કોરોનરી આર્ટરીઝ દ્વારા હાર્ટને બ્લડ સપ્લાય થાય છે.
આ કોરોનરી આર્ટ્રીઝ એ ઘણી બધી શાખાઓમા વિભાજીત થઈ અને હાર્ટના બધા જ ભાગોમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.
હાર્ટમા ડીઓક્સિજનેટેડ બ્લડ એ નાની નાની કોરોનરી વેઇન્સ ભેગી મળી કોરોનરી સાઇનસ મા ડીઓક્સીજનેટેડ બ્લડને ડ્રેઇન કરે છે અને આ ડીઓક્સિજનેટેડ બ્લડ એ કોરોનરી સાઈનસ મારફતે બધુ બ્લડ સીધુ જ હાર્ટના રાઈટ એટ્રીયમ માં ડ્રેઇન થાય છે.