skip to main content

ANATOMY UNIT 3. THE BLOOD

  • BLOOD (બ્લડ..)

બ્લડ આપણા શરીરમા ખૂબ જ અગત્યનુ કમ્પોનન્ટ છે. બ્લડ વિના વ્યક્તિનુ જીવન શક્ય નથી.  આ એક કનેક્ટિવ ટિસ્યૂ નો પ્રકાર છે.

આપણા શરીરમા બ્લડ એ બ્લડ વેસલ્સ મા સર્ક્યુલેટ થતુ હોય છે. હાર્ટ ના સતત પંપ થવાથી આ બ્લડ નુ સર્ક્યુલેશન શરીરમા શરૂ હોય છે.

બ્લડ એ એક લિક્વિડ છે જેનો આપણા બોડીમા જથ્થો એ આપણા વજનના 7 થી 9% જોવા મળે છે. એટલે કે એક હેલ્ધી એડલ્ટ વ્યક્તિમા તે 4 થી 6 લીટર જેટલુ જોવા મળે છે.

બ્લડ એ લાલ કલરનુ પ્રવાહી છે. બ્લડ ની અંદર ઓક્સિજન ભળવાના કારણે ઓક્સિજન યુક્ત બ્લડ નો કલર ચળકતો લાલ હોય છે. જ્યારે બ્લડમા ઓક્સિજનની ગેરહાજરી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ની હાજરી હોય ત્યારે બ્લડ નો કલર ડલ રેડ કે ઓછો લાલ જોવા મળે છે.

બ્લડ એ પ્રવાહીની સરખામણીમા વધારે ઘટ્ટ હોય છે જેને તેની વિસ્કોસીટી કહેવામા આવે છે.  આની રેન્જ 3.5 થી 5.5 જેટલી હોય છે.

બ્લડની સ્પેસિફિક ગ્રેવિટી એ 1.045 થી 1.065 જેટલી હોય છે.

બ્લડ એ થોડુ આલ્કલી કેરેક્ટરીસ્ટિક્સ ધરાવે છે. જેની ph 7.35 થી 7.45 જેટલી હોય છે. આર્ટરી મા આવેલા બ્લડમા કાર્બન ડાયોક્સાઇડના અણુઓ ન હોવાના કારણે તે વેઇનના બ્લડ ની સાપેક્ષે વધારે આલ્કલી હોય છે.

  • Composition of blood.. (બ્લડનુ કમ્પોઝિશન.).

બ્લડ એ કનેક્ટિવ ટિસ્યૂ નો પ્રકાર છે. તેના બંધારણમા 55% પ્લાઝમા અને 45% બ્લડ સેલ આવેલા હોય છે.

બ્લડ ને જ્યારે બોડી માંથી બહાર કાઢી ટ્યુબ મા કલેક્ટ કરવામા આવે અને થોડો સમય રાખી મૂકવામા આવે ત્યારે ઉપર આછો પીળો પ્રવાહી ભાગ કરતો દેખાય છે જેને પ્લાઝમા કહેવામા આવે છે. તેની નીચે ઘાટા લાલ કલર નુ પ્રવાહી એકઠુ થયેલુ જોવા મળે છે જેને સેલ કહેવામા આવે છે આ પ્લાઝમા અને સેલના કમ્પોનન્ટ નીચે મુજબ છે.

Components present in plasma.(પ્લાઝમા મા રહેલા કમ્પોનન્ટ્સ.)

1. વોટર.

પ્લાઝમામા વોટરનુ પ્રમાણ સૌથી વધારે એટલે કે લગભગ 92% વોટર રહેલુ હોય છે.

બોડીમા નોર્મલ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે વોટર ખૂબ જ જરૂરી છે. શરીરમા ઇન્ટ્રા સેલ્યુલર અને એક્સ્ટ્રા સેલ્યુલર બેલેન્સ જાળવવા માટે વોટર એ ખૂબ અગત્યનુ કાર્ય કરે છે. પ્લાઝમામા રહેલુ વોટર એ બ્લડ દ્વારા દરેક સેલ – ટિસ્યૂ ને સરળતાથી મળે છે અને દરેક સેલ અને ટીસ્યુ સારી રીતે ફંક્શન કરી શકે છે.

2. પ્રોટીન..

પ્લાઝમા મા આલ્બ્યુમીન, ગ્લોબ્યુલીન અને ફાઇબ્રિનોજન નામના પ્રોટીન રહેલા હોય છે. જે પ્લાઝમા ના ટોટલ 7% જેટલા જોવા મળે છે.

         આલબ્યુમીન..

આલ્બ્યુમીન એ પ્લાઝમા મા સૌથી વધારે જથ્થામા રહેલુ પ્રોટીન છે. જે લીવરમા બને છે અને તે નીચે મુજબના કાર્ય કરે છે. તે પ્લાઝમા નુ ઓસ્મોટિક પ્રેસર જાળવી રાખવાનુ કાર્ય કરે છે. આલ્બ્યુમીન એ અમુક બીજા સબસ્ટન્સના કેરિયર મોલેક્યુલ તરીકે એટલે કે તેને વહનમા પણ મદદ કરે છે.

         ગ્લોબ્યુલીન.

ગ્લોબ્યુલિન એ બ્લડ પ્લાઝમામા રહેલું પ્રોટીન છે. તે લીવર દ્વારા તૈયાર થાય છે અને તેના ત્રણ પ્રકાર પડે છે. જેમા આલ્ફા, બીટા અને ગામા આ પ્રકારે ગ્લોબ્યૂલીન પ્રોટીન એ બ્લડમા રહેલુ હોય છે. જેમા ગામા ગ્લોબ્યુલિન એ બોડીમા ઇમ્યુનિટી જાળવવા માટે કાર્ય કરે છે.

         ફાઇબ્રીનોજન..

પ્લાઝમામા રહેલુ પ્રોટીન છે. તે લીવર દ્વારા તૈયાર થાય છે અને તે બ્લડ ક્લોટિંગ મિકેનિઝમમા ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે.

3. પ્લાઝમા ઇલેક્ટ્રોલાઇટસ…

પ્લાઝમામા અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા હોય છે. જેમા પોઝિટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોલાઇટસ  ને કેટાયન તરીકે ઓળખવામા આવે છે. દા.ત. સોડિયમ, પોટેશિયમ.

નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોલાઇટસ ને એનાયન તરીકે ઓળખવામા આવે છે. દા. ત.  ક્લોરાઇડ, સલ્ફેટ, આયોડિન વગેરે.

આ ઇલેક્ટ્રોલાઇટ એ મિનરલ્સ તરીકે કાર્ય કરે છે તથા સેલનુ ઓસ્મોટિક પ્રેસર જાળવી રાખવા માટે અગત્યના છે.

4. ન્યુટ્રીયંટ્સ.

બોડીમા ડાયજેશન પ્રોસેસના અંતે એબ્સોર્બ થયેલ ન્યુટ્રીયંટ મટીરીયલ્સ બ્લડમા આવે છે અને બ્લડના પ્લાઝમા સાથે ભળે છે. આ ન્યુટ્રીયંટ મટીરીયલ મા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરે મેક્રો અને બીજા માઇક્રો ન્યુટ્રીયન્સ રહેલા હોય છે. જે બોડી ના દરેક સેલ ને બ્લડ પ્લાઝમા દ્વારા મળે છે અને સેલ પોતાના કાર્યો કરી શકે છે.

5. ગેસીસ…

બ્લડ પ્લાઝમા સાથે અમુક ગેસ જોડાઈ અને બોડી ની અંદર બ્લડ પ્લાઝમા દ્વારા સર્ક્યુલેટ થાય છે. જેમા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન એ મુખ્યત્વે રહેલા હોય છે.

6. વેસ્ટ પ્રોડક્ટ.

શરીર મા પાચનના અંતે સેલ દ્વારા જે કાંઈ પણ વેસ્ટ પ્રોડક્ટ તૈયાર થાય છે. તે વેસ્ટ પ્રોડક્ટ બ્લડ પ્લાઝમા સાથે જોડાય અને બોડી ના એક્સક્રેટરી ઓર્ગન સુધી પહોંચી બોડી માંથી બહાર નીકળે છે. આ વેસ્ટ પ્રોડક્ટમા યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનીન, બીલીરૂબીન વગેરે આવેલી હોય છે.

  • Blood cells..(બ્લડ સેલ્સ)..
  • Red blood cells or erythrocytes (રેડ બ્લડ સેલ્સ અથવા એરિથ્રોસાઈટ્સ.)

બ્લડમા રહેલા બધા સેલમા આરબીસી એ 99% એટલે કે સૌથી વધારે ભાગ રોકે છે.

આર બી સી એ સર્ક્યુલર ડિસ્ક જેવા ન્યુક્લિયસ વગરના બાઈ કોનકેવ સેલ છે.

તેનો ડાયામીટર અંદાજિત 7 માઇક્રોન જેટલો હોય છે અને તેની જાડાઈ 2 માઇક્રોન જેટલી હોય છે.

આરબીસીમા ઈમમેચ્યોર સેલ મા ન્યુક્લિયસ હોય છે જ્યારે મેચ્યોર આરબીસી મા ન્યુક્લિયસ હોતુ નથી.

આ આરબીસી એ એક પ્રોટીન ધરાવે છે. જેને હિમોગ્લોબિન તરીકે ઓળખવામા આવે છે. જેના લીધે તેનો બ્રાઇટ રેડ કલર જોવા મળે છે. આરબીસી સાથે હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાઇ ઑક્સી હિમોગ્લોબિન નુ સંયોજન બનાવે છે અને તેના કારણે તે બ્રાઇટ રેડ કલરનુ જોવા મળે છે.

લંગ દ્વારા આ ઓક્સિજન શ્વાસમા અંદર દાખલ થઈ બ્લડના આરબીસી સાથે જોડાય બોડી ના દરેક સેલ અને ટીસ્યુ સુધી પહોંચે છે. આથી આરબીસી નુ મુખ્ય કાર્ય એ ઓક્સિજન ને સેલ-ટિસ્યૂ સુધી પહોંચાડવાનુ છે.

આરબીસી નો લાઇફ સ્પાન એટલે કે તેનુ જીવન એ 90 થી 120 દિવસ જેટલુ હોય છે.

બ્લડમા આરબીસી એ ચારથી પાંચ મિલિયન ની સંખ્યામા આવેલા હોય છે.

RBC production..(આરબીસી નુ પ્રોડક્શન)..

આરબીસી બનવાની પ્રક્રિયાને એરિથ્રોપોએસીસ તરીકે ઓળખવામા આવે છે. આ પ્રોસેસ પૂરી થતા સાત દિવસનો સમય લાગે છે અને આ પ્રોસેસ માટે કિડની માંથી સિક્રીટ થતો એક હોર્મોન એરિથ્રોપોએટીન એ ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે.

બાળકના જન્મ પહેલા ગર્ભાવસ્થાની અંદર આરબીસી એ બાળકના લીવર અને સ્પ્લીન માંથી બનતા હોય છે. પરંતુ જન્મ પછી તે લોંગ બોન ના બોનમેરો ની કેવીટીમા બને છે. આરબીસી નુ પ્રોડક્શન એ ખાસ કરીને વર્ટીબ્રા, રિબ્સ, સ્ટરનમ બોન, પેલ્વિક બોન, હયુમરસ અને ફીમર બોન ના રેડબોનમેરો મા આરબીસી નુ પ્રોડક્શન થાય છે.

આરબીસી ના પ્રોડક્શન અને તેના મેચ્યુલેશન માટે અમુક ન્યુટ્રીયન્ટસ જેમકે એમાઈનો એસિડ,  રીબોફ્લેવિન, ફોલિક એસિડ, વિટામીન બી વગેરે ખૂબ જ અગત્યના છે. આ તત્વોની હાજરીના કારણે આરબીસી મેચ્યોર તૈયાર થાય છે.

આરબીસી ના પ્રોડક્શન માટે મુખ્ય જવાબદાર એ કિડની દ્વારા થતો સિક્રીટ થતો હોર્મોન એરિથ્રોપોએટીન જવાબદાર હોય છે. આ એરિથ્રોપોએટીન હોર્મોન ના સીક્રીશન નો આધાર આર્ટરી મા રહેલા બ્લડના ઓક્સિજન સેચ્યુરેશન પર રહેલો હોય છે. જેમા ઓક્સિજન સેચ્યુરેશન ઘટે તો આ હોર્મોન એક્ટિવેટ થાય છે અને આ હોર્મોન એ વધારે આરબીસી ના પ્રોડક્શન ને સ્ટીમ્યુલેટ કરે છે. આ મેકેનિઝમને નેગેટિવ ફીડબેક મિકેનિઝમ કહેવામા આવે છે.

Destruction and Removal of RBC..(ડિસ્ટ્રક્શન એન્ડ રીમુવલ ઓફ આરબીસી..)

આરબીસીના ડિસ્ટ્રિક્શન થવાના પ્રોસેસને હિમાલયસીસ કહેવામા આવે છે. આરબીસી નો લાઇફ સ્પાન 90 થી 120 દિવસનો હોય છે. આરબીસી નુ પ્રોડક્શન અને તેનુ ડિસ્ટ્રીક્શન એ સરખા રેટ થી મેન્ટેન થાય છે.

જેમા આરબીસી જેમ જેમ તેનો લાઇફ સ્પાન પૂરો થવાના નજીક પહોંચે છે તેમ તેમ તેની દીવાલ નબળી બનતી જાય છે અને ડીગ્રેડેશન નો પ્રોસેસ શરૂ થાય છે.

જેમા આરબીસી ની દિવાલ તૂટે છે અને આરબીસી ના તૂટેલા ભાગ એ લીવર, સ્પ્લિન અને અલગ અલગ રેટિક્યુલો એન્ડોથેલીયલ સિસ્ટમ મારફતે બોડીમા વહેંચાય છે.

જેમા અમુક સેલ્યુલર પાર્ટ એ ફેગોસાયટોસીસ ની ક્રિયા દ્વારા ક્લિયર થાય છે.

આરબીસી ની દીવાલ માથી ગ્લોબીન, હિમ પોર્શન અને આયર્ન છૂટુ પડે છે.

જેમા ગ્લોબીન ભાગમાથી નવુ પ્રોટીન સિન્થેસીસ થાય છે. આયર્ન એ ફેરેટીન ના સ્વરૂપમા રૂપાંતર થાય છે અને નવા આર બી સી ના સિન્થેસિસ વખતે ફરી પાછુ ઉપયોગમા લેવાય છે.

આરબીસી ના હિમ પોર્શન માથી બીલીરૂબીન અને બીલીવર્ડીન બને છે. જે લીવર દ્વારા પ્રોસેસ થઈ અને યુરીન અને સ્ટુલ મારફતે બોડી માથી બહાર નીકળે છે.

Hemoglobin..(હિમોગ્લોબીન..)

હિમોગ્લોબિન એ આરબીસી સાથે જોડાયેલુ એક કોમ્પ્લેક્સ પ્રોટીન છે. જે આર બી સી ની દિવાલ કે જેને સ્ટ્રોમા તરીકે ઓળખવામા આવે છે તેમા રહેલું હોય છે. આરબીસી ની દીવાલ એ ફોસ્ફોલિપિડની બનેલી હોય છે.

હિમોગ્લોબિનમા હિમ એટલે કે આયર્ન પોર્શન અને ગ્લોબીન એટલે કે પ્રોટીન પોર્શન જોડાઈ અને હિમોગ્લોબિન બને છે.

આ હિમોગ્લોબિનમા 5% હિમ અને 95% ગ્લોબીન પોર્શન હોય છે.

આરબીસી મા રહેલુ હિમોગ્લોબિન એ લંગ માથી ઓક્સિજન ના એટમ ને તેની સાથે જોડી ઑક્સી- હિમોગ્લોબિન બનાવે છે અને આરબીસી દ્વારા ઓક્સિજન પુરા બોડીના દરેક સેલ ટિશ્યૂ ને મળે છે.

બ્લડનો ચળકતો લાલ કલર એ આ ઓક્સિજનયુક્ત હિમોગ્લોબિન ના કારણે જોવા મળે છે.

વ્યક્તિના સામાન્ય શરીરમા હિમોગ્લોબિન નું પ્રમાણ ફિમેલ મા 12 થી 16 ગ્રામ અને મેલ મા 14 થી 18 ગ્રામ/dl જેટલુ જોવા મળે છે.

બ્લડમા નોર્મલ કરતા આરબીસી ની સંખ્યામા વધારો થાય તેને એરીથ્રોસાયટોસિસ અને નોર્મલ કરતા બ્લડમા આરબીસી ના સેલ ની સંખ્યામા ઘટાડો થાય તેને એરિથ્રોસાઈટોપેનીયા તરીકે ઓળખવામા આવે છે.

બોડીમા બ્લડમા આરબીસી ની સંખ્યામા નોર્મલ કરતા ઘટાડો હોય તે કન્ડિશનને એનીમિયા તરીકે પણ ઓળખવામા આવે છે.

Functions of RBC..(ફંકશન્સ ઓફ આરબીસી..)

આરબીસી એ લંગ તરફથી ઓક્સિજન ને બોડી અને તેના દરેક સેલ અને ટિસ્યૂ તરફ ટ્રાન્સફર કરે છે.

આરબીસી મા રહેલુ હિમોગ્લોબિન એ વેસ્ટ પ્રોડક્ટસ કાર્બન ડાયોક્સાઇડ ને તેની સાથે જોડી લંગ સુધી લઈ જાય છે અને ત્યાંથી ઉચ્છવાસ દ્વારા બોડી માથી બહાર કાઢવામા મદદ કરે છે.

કાર્બન ડાયોક્સાઇડ ને બ્લડમાથી દૂર કરતા હોવાના કારણે આરબીસી એ બ્લડ મા એસિડ- બેઇઝ બેલેન્સ મેન્ટેન કરવાનુ કાર્ય પણ કરે છે.

હિમોગ્લોબિન સાથે ઓકસીજન જોડાવાના કારણે ઓક્સિ હિમોગ્લોબિન  બની બ્લડને ચળકતો લાલ રંગ આપવામા મદદ કરે છે.

  • WBC..

તે બ્લડમા આવેલા બધા સેલ માથી સૌથી મોટા સેલ છે. તેનુ મુખ્ય કામ એ બોડીમા પ્રોટેક્શન આપવાનુ છે અને માઈક્રો ઓર્ગેનિઝમ ને નાશ કરવાનુ છે.

તમામ બ્લડ ના એક ટકામા બ્લડ ના ભાગમા ડબલ્યુ બી સી સેલ આવેલા હોય છે.

વાઈટ બ્લડ સેલ ને બીજા લ્યુકોસાઈટ ના નામથી પણ ઓળખવામા આવે છે. તેની સંખ્યા બ્લડમા 5,000 થી 10,000 જેટલી હોય છે.

નોર્મલ કરતા વાઈટ બ્લડ સેલ ની સંખ્યામા વધારો થાય તેને લ્યુકોસાઈટોસીસ કહેવામા આવે છે અને તેની સંખ્યામા નોર્મલ કરતા ઘટાડો થાય તેને લ્યુકોસાઈટોપેનિયા તરીકે ઓળખવામા આવે છે.

આ સેલ ન્યુક્લિયસ ધરાવે છે અને પોતે હલન ચલન કરવાનો ગુણધર્મ પણ ધરાવે છે જેથી તે ઇન્ફેક્શન વાળી જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે. wbc ના પ્લાઝમામા ગ્રેન્યુલ્સ ની વહેંચણીના આધારે તેને બે ટાઈપમા વહેંચવામા આવે છે.

1. ગ્રેન્યુલોસાઇટ.

વાઈટ બ્લડ સેલમા વધારે સંખ્યામા ગ્રેન્યુલોસાઇટ સેલ આવેલા હોય છે. આ સેલ પોતાના સાઈટોપ્લાઝમ મા ગ્રેન્યુલ્સ જેવી રચના ધરાવે છે. તે મલ્ટી લોબ્ડ ન્યુક્લિયસ પણ ધરાવે છે. ગ્રેન્યુલોસાઇટ વાઈટ બ્લડ સેલ ના ફરી ત્રણ પ્રકાર પાડવામા આવે છે.

A. ન્યુટ્રોફિલ્સ.

તે ટોટલ વાઈટ બ્લડ સેલના ૬૦ થી ૭૦% જોવા મળે છે.

તે ફેગોસાયટીક સેલ તરીકે કાર્ય કરે છે. જે માઇક્રો ઓર્ગેનિઝમ ને ગળી અને તેના સાઈટોપ્લાઝમ મા ડિસ્ટ્રોય કરી શકવાની પ્રોપર્ટી ધરાવે છે.

ન્યુટ્રોફીલ્સ નુ સાઈટો પ્લાઝમ મા આવેલ ન્યુક્લિયસ એ 2 થી 6 લોબ ધરાવે છે.

આ ન્યુટ્રોફીલ્સ એ બોડીમા ફોરેન મટીરીયલ કે માઈક્રો ઓર્ગેનિઝમ સામે રક્ષણ આપવાનુ કાર્ય કરે છે.

તે શરીરમા જમા થયેલ વેસ્ટ મટીરીયલ ને રીમુવ કરવાનુ કાર્ય પણ કરે છે.

B. બેઝોફિલ્સ…

આ સેલ એ ટોટલ wbc ના 0.5 થી 1% જેટલા જોવા મળે છે. તેનુ ન્યુક્લિયસ એ બાય લોબડ અને ઇરેગ્યુલર શેપ નુ આવેલુ હોય છે. આ સેલ એ હીપેરીન ધરાવે છે. જે એન્ટીકોઓગ્યુલન્ટ  તરીકે કાર્ય કરે છે.

બેસોફિલ્સ એ પેરાસાઈટીક ઇન્ફેક્શનને અટકાવવા માટે ઇમ્યુનિટી આપે છે.

C. ઇયોઝીનોફીલ…

આ સેલ એ ટોટલ wbc ના 2 થી 4% જોવા મળે છે. તે પોતાના સાઈટો પ્લાઝમ મા B સેપ નુ બે લોબ વાળુ ન્યુક્લિયસ ધરાવે છે. આ સેલ ફેગોસાયટીક પ્રોપર્ટી ધરાવે છે. તેની સંખ્યા એલર્જીક રીએકશન વખતે વધે છે. આ સેલ પ્લાઝમીનોજન નામનુ પ્રોટીન ધરાવે છે. જે પ્રોટીન એ બ્લડ કલોટ મા ફાયબ્રીન ને બ્રેક ડાઉન કરવામા મદદ કરે છે.

2. એગ્રેન્યુલોસાઇટ…

આ સેલ પોતાના સાઈટો પ્લાઝમ મા અમુક નોન સ્પેસિફિક લાઇસોજોમ પ્રકારની ગ્રેન્યુલ્સ ધરાવે છે. તે ટોટલ વ્હાઇટ બ્લડ સેલના 20 થી 30% જેટલા આવેલા હોય છે. આ સેલના બે મુખ્ય ભાગ પાડવામા આવે છે.

A. મોનોસાઇટ…

તે ટોટલ વાઈટ બ્લડ સેલના 3 થી 8% ટકા આવેલા હોય છે. ડબલ્યુ બીસી ના બધા સેલમા તે સૌથી મોટા હોય છે.

તે સાઈટો પ્લાઝમ મા ન્યુક્લિયસ ધરાવે છે. તે હલનચલન કરી શકવાનો ગુણધર્મ ધરાવે છે અને ફેગોસાઈટીક કાર્ય કરે છે.

B. લીમ્ફોસાઈટ.

તે ટોટલ વ્હાઇટ બ્લડ સેલના 20 થી 25% આવેલા હોય છે. તે નાની સાઈઝમા જોવા મળે છે. તેમા ન્યુક્લિયસ હોય છે. તેના બે મુખ્ય ટાઈપ પડે છે.

1. બી લીમ્ફોસાઈટ..

આ સેલ એ બોનમેરો માથી ઉત્પન્ન થાય છે. જે સ્પેસિફિક એન્ટીજન સામે એન્ટીબોડી ઉત્પન્ન કરવામા અગત્યના છે.

2. ટી લીંફોસાઈટ…

બોનમેરો માથી ઉત્પન્ન થયેલા લીમ્ફોસાઈટ થાઈમસ ગ્લેન્ડમા પ્રોસેસ થઈ અને ટી લીમફોસાઈટ મા કન્વર્ટ થાય છે. આ સેલ એ સેલ્યુલર ઇમ્યુનિટી જાળવવા માટે ખૂબ અગત્યના છે.

વાઈટ બ્લડ સેલ નુ પ્રોડક્શન બોનમેરો માથી થાય છે. આ પ્રોડક્શન ની ક્રિયાને લ્યુકોપોએસીસ તરીકે ઓળખવામા આવે છે.

વાઈટ બ્લડ સેલ ઉત્પન્ન થવાની ક્રિયા એ લીમ્ફોઈડ ટિસ્યૂ , સ્પલિન તથા ટોનસિલ્સ મા પણ થાય છે.

ફંકશન્સ ઓફ વાઈટ બ્લડ સેલ…

ડબલ્યુ બીસી નુ મુખ્ય કાર્ય એ ફેગોસાયટોસીસ નુ છે.

Phagocytosis..(ફેગોસાઈટોસીસ..)

આમા આપણા બોડીમા આવેલા વાઈટ બ્લડ સેલ એ માઈક્રો ઓર્ગેનિઝમ કે ફોરેન મટીરીયલ ને પોતાના સાઈટો પ્લાઝમ મા એંગલ્ફ કરે છે અને પોતાના કેમિકલ વડે તેને ડિસ્ટ્રોય કરે છે. આ ક્રિયાને ફેગોસાયટોસીસ કહેવામા આવે છે.

તે બોડીમા આવેલા અમુક ટીસ્યુને રીપેર કરવાનુ કાર્ય પણ કરે છે.

આ સેલ એ બોડીમા ઇમ્યુનિટી મેન્ટેન કરવાનુ કાર્ય કરે છે.

આ સેલ દ્વારા હિપેરીન રિલીઝ થતુ હોવાથી તે એન્ટીકો ઓગ્યુલન્ટ તરીકે પણ કાર્ય કરે છે.

  • Platelets…(પ્લેટલેટસ..).
32152048 – blood labeled diagram

આ સેલને બીજા થ્રોમ્બોસાઈટ્સ ના નામથી પણ ઓળખવામા આવે છે. આ સેલ ન્યુક્લિયસ વિનાના હોય છે તે સાઈઝમા નાના હોય છે .

આ સેલના સાઈટો પ્લાઝમ મા ગ્રેન્યુઅલ્સ આવેલી હોય છે. તેનુ નોર્મલ પ્રમાણ અઢી લાખથી ચાર લાખ પર મીલીલીટર ઓફ બ્લડ  હોય છે.

આ સેલ નુ મુખ્ય કાર્ય એ બ્લડ ને ક્લોટ કરવાનુ હોય છે. તેની મદદથી બ્લડ ક્લોટીંગ નો પ્રોસેસ થાય છે.

બોડીમા આ સેલના નોર્મલ કરતા વધારે પ્રમાણને થ્રોમ્બોસાયટોસિસ તથા નોર્મલ કરતા ઓછા સેલના પ્રમાણને થરોમ્બોસાઈટોપેનીયા કહેવામા આવે છે.

આ સેલ એ બ્લડ સ્ટ્રીમમા પહોંચ્યા બાદ તે એક કેમિકલ સ્ટોર કરે છે અને એ કેમિકલ એ બ્લડ વેસેલ્સ ની ડેમેજ થયેલી અંદરની લાઇનિંગ ને રીપેર કરવા માટે પણ ખૂબ અગત્યનુ છે.

પ્લેટલેટ સેલ નો લાઈફ સ્પાન 7 થી 10 દિવસનો હોય છે.

Hematopoiesis..(હિમેટોપોએસીસ..)

બોનમેરો માથી બ્લડ સેલ ની બનવાની ક્રિયા ને હિમેટોપોએસીસ કહેવામા આવે છે.

બોનમેરો એ લોંગ બોન અને ફ્લેટબોન ના રેડ બોનમેરો મા આવેલુ હોય છે. જે આ બ્લડ સેલના પ્રોડક્શન માટેની પ્રાઇમરી સાઈટ છે.

Functions of blood…(બ્લડના કાર્યો.)..

બ્લડ એ બોડીમા રહેલુ એક મુખ્ય લિકવિડ છે. જે નીચે મુજબના કાર્યો કરે છે.

1. બ્લડ એ બ્લડ એ મુખ્યત્વે ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી કામગીરી કરે છે જેમા નીચે મુજબની એક્ટિવિટી કામગીરી નો સમાવેશ થાય છે.

બ્લડ એ ઓક્સિજનને લંગ તરફથી બોડી ટીસ્યુ તરફ ટ્રાન્સફર કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બોડી ટીશ્યુ તરફથી લંગ તરફ ટ્રાન્સફર કરે છે.

બ્લડ એ એલિમેન્ટ્રી કેનાલ માથી સોસાયેલા ન્યુટ્રીયંટ્સને પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ કરે છે.

એન્ડોક્રાઇન ગ્લેન્ડના હોર્મોન્સ ને બ્લડ એ તેના ટાર્ગેટ સેલ સુધી પહોંચાડે છે.

મેટાબોલીઝમ ના અંતે ઉત્પન્ન થયેલી વેસ્ટ ને બોડીના એકસક્રીટરી ઓર્ગન સુધી ટ્રાન્સપોર્ટ કરે છે.

બોડીમા ઉત્પન્ન થયેલી હિટ ને પુરા બોડીમા ટ્રાન્સપોર્ટ કરવામા મદદ કરે છે.

2. બ્લડ એ બોડી મા અમુક ક્રિયાઓના રેગ્યુલેશન માટે કાર્ય કરે છે જે નીચે મુજબ છે.

બ્લડ એ બોડીમા એસિડ અને બેઇઝ ની પીએચ જાળવી રાખે છે અને બ્લડ એ બફર સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.

બોડીમા વોટર અને ઇલેક્ટ્રોલાઇટ ના પ્રમાણને બ્લડ જાળવી રાખે છે.

બ્લડ બોડી ટેમ્પરેચર નુ રેગ્યુલેશન કરે છે.

3. બ્લડ અમુક પ્રોટેકશન ને લગતા કાર્ય પણ કરે છે જે નીચે મુજબ છે.

બ્લડ મા આવેલા વ્હાઇટ બ્લડ સેલ એ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ધરાવવાના કારણે તે માઈક્રો ઓર્ગેનિઝમ સામે પ્રોટેક્શન કરી બોડીને રક્ષણ આપે છે.

બોડીને અમુક ટોક્સિક સબસ્ટન્સથી પ્રોટેક્શન નુ કાર્ય કરે છે.

બ્લડના સેલ મા ક્લોટ થઈ જવાનો ગુણ હોવાના કારણે બ્લડ ક્લોટીંગ મિકેનિઝમ ના લીધે શરીરમાંથી વધારે બ્લડ લોસ થતુ અટકે છે.

  • Hemostasis…(હિમોસ્ટેસિસ.)..

હિમોસ્ટેસિસ એટલે કે બ્લડ વહેતુ રોકાવાની ક્રિયા. જ્યારે શરીરમા કોઈ પણ જગ્યાએ ઈજા થવાથી બ્લડિંગ થાય છે તો જો બ્લડ ક્લોટ થવાની મિકેનિઝમ ન હોય તો પુરા બોડી નુ બ્લડ વહી જાય છે. પણ આમ બનતુ નથી. શરીરમા હિમોસ્ટેસિસ ની ક્રિયા દ્વારા બ્લડ વહેતુ અટકે છે. આ ક્રિયામા ત્રણ ફેઝ જોવા મળે છે. જે નીચે મુજબના છે.

1. વાઝો કોન્સ્ટ્રીકટીવ ફેસ…

આ ફેઝ મા જ્યારે ડેમેજ થયેલી બ્લડ વેસલ્સ માથી જ્યારે બ્લડ બહાર વહે છે ત્યારે તેની આજુબાજુમા કેમિકલ રિલીઝ થાય છે અને ઇજા વાળા સ્મુધ મસલ્સ મા સ્પાઝમ આવે છે.

મસલ્સ ના સ્પાઝમ અને વાઝૉ કોન્સ્ટ્રીક્ટિવ કેમિકલ રિલીઝ થવાના લીધે બ્લડ વેસલ્સ સંકોચાય છે અને ઇજા પામેલ જગ્યા તરફનો બ્લડ ફલો ઘટે છે. આ ફેઝ ને વાઝૉ કોન્સ્ટ્રીક્ટિવ ફેઝ કહે છે.  આ ફેઝ દરમિયાન બ્લડ ક્લોટીંગ થવા માટે ઈજા પામેલ જગ્યા તરફનો બ્લડ બ્લો ઘટવાના લીધે બ્લડ ક્લોટિંગ પ્રમોટ થાય છે.

2. પ્લેટલેટ પ્લગ ફોર્મેશન..

ઇજા પામેલ બ્લડ વેસલ્સ માથી બ્લડ જ્યારે વહે છે ત્યારે પ્લેટલેટ બહાર નીકળે છે. આ ઇજા પામેલ જગ્યા તરફથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ કેમિકલ રિલીઝ થાય છે જેથી વધારે પ્લેટલેટ તેના તરફ આકર્ષાય છે અને પ્લેટલેટ એ ડેમેજ થયેલ બ્લડ વેસલ્સ ની સાથે ચોંટે છે અને ત્યા એક ટેમ્પરરી સીલ બનાવવાનુ કાર્ય કરે છે. આ સીલ બનવાના કારણે ત્યા બ્લડ ફલો મા  ઘટાડો જોવા મળે છે.

3. બ્લડ કો-ઓગ્યુલેશન અથવા બ્લડ ક્લોટિંગ મિકેનિઝમ…

આ મિકેનિઝમમા ઘણા કેમિકલ રિએક્શન એક સિરીઝમા જોવા મળે છે. જેમા ડેમેજ થયેલ બ્લડ વેસલ્સ ની જગ્યા પર થી થ્રોમબોપ્લાસ્ટીન નામ નુ કેમિકલ રિલીઝ થાય છે. આ રિલીઝ થયેલ થ્રોમ્બોપ્લાસ્ટિન એ કેલ્શિયમ આયન સાથે જોડાઈ પ્રો થ્રોમ્બીનનુ રૂપાંતર થ્રોમ્બિનમા કરે છે.

આ થ્રોમ્બિન એ ફાઇબ્રીનોજન નુ રૂપાંતર ફાઇબ્રીન મા કરે છે અને ફાઈબ્રીન એ એક તાંતણાઓનુ નેટવર્ક ઈજા પામેલ જગ્યા ની આજુબાજુએ બનાવે છે. આ નેટવર્કમા બ્લડના સેલ ફસાય અને બ્લડ ક્લોટ તૈયાર થાય છે.

થ્રોમ્બીન એ ફાઇબ્રીન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર એક્ટિવેટ કરે છે. જે ફાઇબ્રીન ના તાંતણાઓને વધારાની મજબૂતાઈ આપે છે જેથી આ બ્લડ ક્લોટ સખત બને છે અને જ્યા સુધી ઈજા પામેલ જગ્યા તરફથી બ્લડ વહેવાનુ કમ્પલીટ બંધ ન થાય ત્યા સુધી આ મિકેનિઝમ ચાલુ રહે છે.

4. ફાઇબ્રીનોલાઇસીસ…

આ બ્લડ ક્લોટ ના ડીસોલ્વ થવા માટેનુ એક ફિઝિયોલોજીકલ મિકેનિઝમ છે. જેમા પ્લાઝમીનોજન એ પ્લાઝમીનમા રૂપાંતર થાય છે અને તે પ્લાઝમિન એ ફાયબ્રીનોજનના તાંતણાઓને તોડવાનુ કાર્ય કરે છે અને ફેગોસાઇટોસીસની ક્રિયા દ્વારા ત્યાંથી ફાઇબ્રીનના તમામ વેસ્ટ મટીરીયલ એબસોર્બ થાય છે.

ઉપરોક્ત ચાર ફેઝ મા કમ્પ્લીટ હેમોસ્ટેસીસ ની ક્રિયા જોવા મળે છે.

  • Blood groups…(બ્લડ ગ્રુપ્સ..).

કાર્લ લેન્ડર્સન એ બ્લડ ગ્રુપ ને  શોધી તેને મુખ્યત્વે ચાર ગ્રુપમા ડિવાઇડ કરવામા આવેલ હતા.

દરેક વ્યક્તિ એ આ ચાર બ્લડ ગ્રુપમાંથી કોઈપણ એક બ્લડ ગ્રુપ ધરાવે છે.

આ બ્લડ ગ્રુપમા એ, બી, એબી અને ઓ નો સમાવેશ કરવામા આવે છે.

આ બ્લડ ગ્રુપના નામ એ તેની આરબીસી ની દિવાલમા આવેલા એન્ટીજન ના નામ મુજબ આપવામા આવે છે.

બ્લડ પ્લાઝમામા તે બ્લડ ગ્રુપ સિવાયના એન્ટીબોડી આવેલા હોય છે. જો કોઈ બીજુ એન્ટીજન બોડીમા દાખલ થાય તો એન્ટીબોડી એન્ટીજન રિએક્શન થઈ અને આરબીસી ડિસ્ટ્રોય થાય છે.  આ ક્રિયાને હિમાલયસીસ કહેવામા આવે છે.

જો ડોનર નુ બ્લડ એ રેસિપીયન્ટ ના બ્લડ  સાથે મેચ ન થાય તો તેને ઇનકમ્પીટેબિલિટી કહેવામા આવે છે.

દા.ત. ટાઈપ એ નુ બ્લડ એ તેના આર બી સી ની દિવાલમા એ ના એન્ટીજન આવેલા હોય છે અને બી ના એન્ટીબોડી આવેલા હોય છે. આ રીતે બ્લડમા એન્ટીજન અને એન્ટીબોડી ની ગોઠવણી હોય છે.

એબી બ્લડ ગ્રુપએ એ અને  બી બન્ને પ્રકારના એન્ટીજન ધરાવે છે. તે કોઈ પણ એન્ટીબોડી ધરાવતુ નથી. આથી એબી ગ્રુપને યુનિવર્સલ રેસીપીયન્ટ તરીકે ઓળખવામા આવે છે.

ઓ બ્લડ ગ્રુપએ એ કે બી કોઈપણ પ્રકારના એન્ટીજન ધરાવતુ નથી તે બંને પ્રકારના એન્ટીબોડી ધરાવે છે ઓ ગ્રુપ ને યુનિવર્સલ ડોનર તરીકે ઓળખવામા આવે છે.

Rh system… Rhesus system…(Rh સિસ્ટમ… રિસ હસ સિસ્ટમ.)

આરએચ એટલે રીશ હસ જેમા આરબીસી ની દિવાલ પર જો આ પ્રકારનુ પ્રોટીન આવેલુ હોય તો તેને આરએચ પોઝિટિવ વ્યક્તિ કહેવામા આવે છે અને જો આરબીસી ની દીવાલમા આ પ્રકારનુ પ્રોટીન આવેલ ન હોય તો તેને આરએચ નેગેટીવ વ્યક્તિ કહેવામા આવે છે.

અંદાજિત ૮૦% લોકોનુ આરએચ પોઝિટિવ જોવા મળે છે અને ૨૦% વ્યક્તિઓ આરએચ નેગેટિવ સાથે જોવા મળે છે.

જો આર એચ પોઝિટિવ બ્લડ એ આરએચ નેગેટીવ વ્યક્તિને આપવામા આવે તો તેનામા ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થાય છે અને બ્લડ સેલ નો નાશ થાય છે એટલે કે હિમાલયસીસ થાય છે. તેને ટ્રાન્સફયુઝન રિએક્શન પણ કહેવામા આવે છે.

Write the difference between R.B.C. and W.B.C.(આર.બી.સી. અને ડબ્લ્યુ બી.સી.વચ્ચેનો તફાવત લખો)

(અ પ્રશ્ન તફાવત ને જેમ લખવો. અહી શરળતા ખાતર બંને હરે આપેલ છે.)

આર બી સી એ રેડ કલરના દેખાય છે જ્યારે ડબલ્યુ બી સી એ વાઈટ કલર અથવા કલર લેસ હોય છે..

આર બી સી નો આકાર એ સર્ક્યુલર બાયકોનકેવ ડિસ્ક શેપ નો હોય છે .. જ્યારે ડબલ્યુ બી સી એ રાઉન્ડ શેપના હોય છે.

આર બી સી મા ન્યુક્લિયસ એબ્સંટ હોય છે.. જ્યારે wbc મા ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે..

આર બી સી એ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા હોય છે જ્યારે ડબલ્યુ બી સી એ બોડીમા ઇમ્યુનિટી જાળવવા તથા ડિફેન્સ મિકેનિઝમ સાથે જોડાયેલા હોય છે.

આર બી સી નો લાઇફ્ સ્પા ન 90 થી 120 દિવસ નો હોય છે જ્યારે ડબલ્યુ બી સી નો લાઈફ સ્પાન એ 5 થી 21 દિવસ નો હોય છે..

તેનુ ફંકશન કાર્ડીઓ વાસક્યુલર સિસ્ટમ સાથે જોડાયેલુ હોય છે જ્યારે wbc નું ફંક્શન કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ તથા લિમ્ફેટિક સિસ્ટમ બંને દ્વારા જોડાયેલુ હોય છે.

આર બી સી એ ટોટલ બ્લડના 40 થી 45% ભાગમા આવેલા હોય છે જ્યારે wbc એ ટોટલ બ્લડના એક ટકા ભાગમા આવેલા હોય છે..

આરબીસી બ્લડમા એક જ પ્રકારે જોવા મળે છે જ્યારે wbc ના બ્લડમા પાંચ પ્રકાર જોવા મળે છે..

આરબીસીએ ફક્ત બ્લડ સર્ક્યુલેશન મા જ સર્ક્યુલેટ થવાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે wbc એ બ્લડ સર્ક્યુલેશન ઉપરાંત જરૂર પડે ત્યારે કનેક્ટિવ ટીશ્યુ અને લિમફેટીક સિસ્ટમ મા પણ ટ્રાવેલ કરી શકે છે..

આરબીસી નોર્મલ કરતા ઘટવાના લીધે એનીમીયા જોવા મળે છે જ્યારે ડબલ્યુ બી સી નોર્મલ કરતા ઘટવાના કારણે લ્યૂકો પેનીયા જોવા મળે છે.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised