skip to main content

ANATOMY UNIT 14 MUSCULAR SYSTEM

MUSCULAR SYSTEM

INTRODUCTION

મસલ્સ એટલે કોન્ટ્રાક્ટ થવાનો પાવર ધરાવતા હોય એવા ફાઇબર્સ એકઠા થઈ અને સ્ટ્રોંગ મસલ્સ ટીસ્યુ બનાવે છે. જે કોન્ટ્રાક્ટ થવાના લીધે અલગ અલગ પ્રકારની મુવમેન્ટ થાય છે.

મસલ્સ ની એરેન્જમેન્ટ, તેના સ્ટ્રક્ચર અને તેના ફંકશન સંબંધિત સ્ટડીને માયોલોજી તરીકે ઓળખવામા આવે છે.

મસલ્સ એ ફાઇબર્સ , નર્વ અને કનેક્ટિવ ટીશ્યુના બનેલા હોય છે. જે અંદાજિત માનવ શરીર ના વજન ના 40% જોવા મળે છે.

  • Functions of Muscle tissue. (ફંકશન્સ ઓફ મસલ્સ ટિસ્યૂ).

કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થવાથી બોડીમા અલગ અલગ પ્રકારની મુવમેન્ટ કરવામા મદદ કરે છે.

બોડીનો બોડી પોશ્ચર જાળવવામા મદદ કરે છે.

બોડીમા હીટ પ્રોડક્શન નુ કાર્ય કરે છે.

નર્વસ સિસ્ટમના કાર્ય દ્વારા તે યોગ્ય મસલ્સ ટોન મેન્ટેન કરી નોર્મલ પોસ્ટર જાળવી રાખે છે.

લાંબા સમય મસલ્સ કોન્ટ્રાકશન થવાના કારણે મસલ ફટીગ જોવા મળે છે.

મસલ્સના કોન્ટ્રેક્શન થવાના કારણે લીમ્ફેટિક વેસેલ્સમા લિમ્ફ નુ સર્ક્યુલેશન જોવા મળે છે.

બોડીને ફ્રેમવર્ક આપે છે અને બોડી પોશ્ચર મેન્ટેઇન રાખે છે.

  • Classification of Muscle tissue.

Skeletal muscles. (સ્કેલેટલ મસલ્સ). Write the structure of skeletal muscles.

આ મસલ્સ ને બીજા વૉલેન્ટરી મસલ્સ તરીકે પણ ઓળખવામા આવે છે કેમકે તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે. તેની મદદ થી બોડી મા હલનચલન થાય છે. જેથી તેને વેલેન્ટરી મસલ્સ કહેવામા આવે છે.

આ સ્ટ્રેઇટ ટાઈપના મસલ્સ હોય છે.

સ્કેલેટલ મસલ્સ ના બંધારણ મા ઘણા મસલ્સ ફાઇબરના બંચ આવેલા હોય છે.

મસલ્સ ફાઇબર ની વચ્ચે ફાઇબર સેલ આવેલા હોય છે. તે સિલિનન્ડ્રીકલ શેપમા ગોઠવાયેલા હોય છે. તેમા ન્યુક્લિયસ પણ રહેલુ હોય છે.

સ્કેલેટલ મસલ્સ એ અલગ અલગ પ્રકારની મુવમેન્ટ માટે કાર્ય કરે છે.

સ્કેલેટલ મસલ્સ એ બોડીમા ખૂબ જ વધારે સંખ્યામા આવેલા હોય છે અને તે બોન સાથે અટેચ થયેલા હોય છે. તે સ્ટ્રીપ્ડ ટાઈપના સ્ટ્રેટ મસલ્સ છે.

બોડીમા ટોટલ 600 કરતા પણ વધારે મસલ્સ જોવા મળે છે.

Structure

મસલ્સ એ ઘણી સંખ્યામા મસલ્સ ફાઇબર ધરાવે છે. મસલ્સ એ ફેશિયા અને ટેન્ડન દ્વારા બોન સાથે જોડાયેલા હોય છે. મસલ્સ ફાઇબર પર નીચે મુજબના સ્ટ્રક્ચર જોવા મળે છે.

મસલ્સ ના ફરતે આઉટર લેયર તરીકે વિટાયેલુ એપીમાયસીયમ નુ લેયર આવેલુ હોય છે. આ મસલ્સ ફાઇબર ઘણા બધા ફાઇબરના બંડલ ધરાવે છે, જે મસલ્સ ફાઇબરના બંડલ જેને ફેસીકલ્સ કહે છે, તેની ફરતે આવેલા લેયરને પેરીમાયસીયમ લેયર કહેવામા આવે છે અને આ ફેસિકલ્સ એ ઘણા સિંગલ મસલ્સ ફાઇબરથી બનેલુ હોય છે. આ ઈન્ડિવિઝન મસલ્સ ફાઇબર પર આવેલા લેયરને એન્ડોમાયસીયમ કહેવામા આવે છે.

Smooth Muscles (સ્મુથ મસલ્સ). Write the structure of smooth muscles.

આ મસલ્સ ને ઇન વોલન્ટરી મસલ્સ પણ કહેવામા આવે છે કેમકે તે આપણા વોલન્ટરી કંટ્રોલમા હોતા નથી. આ મસલ્સ એ અનસ્ટ્રીપ્ડ ટાઈપના એટલે કે સર્ક્યુલર શેપના જોવા મળે છે.

આ મસલ્સ ને માઈક્રોસ્કોપ નીચે જોતા તેની અંદર સિગારેટ શેપના સેલ જોવા મળે છે. તેમા ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે. આ પ્રકારના મસલ્સ એ બ્લડ વેસલ્સ, રેસ્પાયરેટરી ટ્રેકની લાઇનિંગ, એલિમેન્ટ્રી ટ્રેક ની લાઇનિંગ મા આવેલા હોય છે.

Cardiac Muscles (કર્ડીયાક મસલ્સ). Write the structure of cardiac muscles.

આ મસલ્સ ઇન વોલન્ટરી ટાઈપના મસલ્સ છે. તેનુ ફંક્શન પણ આપણા કંટ્રોલમાં હોતુ નથી. આ મસલ્સ એ સ્પેશિયલી હાર્ટના વચ્ચેના લેયર માયોકાર્ડીયમ મા આવેલા હોય છે. તેને કાર્ડિયાક મસલ્સ કહેવામા આવે છે.

આ મસલ્સ મા સ્ટ્રેઇટ ફાઇબર્સ આવેલા હોય છે. તે એકબીજાથી ક્લોઝલી જોડાયેલા હોય છે. આ મસલ્સ ના કોન્ટ્રાકશન અને રિલેક્સેશન ના કારણે હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે.

ઉપરોક્ત દરેક મસલ્સ ના ફંક્શન અને સ્ટ્રકચર અલગ અલગ હોય છે અને તે અલગ અલગ બોડી ની જગ્યા પર અલગ અલગ કાર્ય સાથે જોડાયેલ હોય છે. બોડી માં આવેલા અલગ અલગ એરિયા ના મસલ્સ અને તેના કાર્ય નીચે મુજબ છે.

  • Muscles of the Face.

ફેસમા આવેલા મસલ્સ એ ફેસની અલગ અલગ મૂવમેન્ટ, ફેશિયલ એક્સપ્રેશન, બોલવા માટે તેમજ ચાવવાની ક્રિયા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે. ફેસ ના ભાગે આવેલા મસલ્સ નીચે મુજબના છે.

Occipitalis
તે ઓક્સિપિટલ બોન અને ટેમ્પોરલ બોન વચ્ચે આવેલો મસલ્સ છે. સ્કાલ્પ ને પાછળની બાજુ મુવ કરવા માટે અગત્યનો છે.

Levatorpalpebrae superiors.

ઓર્બિટલ કેવીટી થી આઇલીડ સુધી લંબાયેલો મસલ્સ છે. તે અપર આઈ લીડ ને એલિવેટ કરે છે.

Orbicularis oculi.
તે ઓર્બિટલ કેવીટી ની સર્ક્યુલર ગોઠવેલો હોય છે. જે આંખને બંધ કરવામાં મદદ કરે છે.

Masseter.
તે મેકઝીલા ના ભાગેથી મેન્ડીબલ સુધી લંબાયેલો મસલ્સ છે. તે મેન્ડીબલની મુવમેન્ટ મા અગત્યનો છે.

Temporalis.
તે ટેમ્પોરલ બોન થી મેન્ડીબલ બોન સુધી લંબાયેલો મસલ્સ છે. તે મેન્ડીબલની મૂવમેન્ટ કરે છે.

Frontalis.
તે ફોર હેડ ના ભાગે આવેલો મસલ્સ છે. તે સ્કાલ્પ, ફોર હેડ અને આઇબ્રો ની મૂવમેન્ટ કરે છે.

Buccinator.
તે મેક્સિલા અને મેન્ડીબલ વચ્ચે લંબાયેલો મસલ્સ છે. તે ચીક ની મૂવમેન્ટ મા અગત્યનુ કાર્ય કરે છે.

Orbicularis oris.
તે ઓર્બિટલ કેવીટી ની આજુબાજુએ આવેલ મસલ્સ છે. આંખને બંધ કરવામા અગત્યનુ કાર્ય કરે છે.

  • Muscles of Neck.

નેકના ભાગે આવેલા મસલ્સ એ નેકની અલગ અલગ પ્રકારની મુવમેન્ટ કરે છે અને હેડ ની અલગ અલગ મૂવમેન્ટ માટે પણ જવાબદાર હોય છે.

નેકના રિજીયન મા આવેલા મસલ્સ નીચે મુજબના છે.

Sternocleidomastoid Muscles.

તે સ્ટર્નમ અને ક્લેવિકલ થી ટેમ્પોરલ બોન ના માંસ્ટોઇડ પ્રોસેસ સુધી લંબાયેલો મસલ્સ છે. તે હેડ, નેક અને ચીન ની મૂવમેન્ટ માટે અગત્યનુ કાર્ય કરે છે.

Trapezius Muscles.
તે occipital bone, સર્વાઇકલ અને થોરાસિક વર્ટીબ્રા તેમજ સ્કેપુલા બોન સાથે અટેચ થયેલો મસલ્સ છે. તે હેડ અને સોલ્ડર ની મુવમેન્ટ કરે છે તેમજ સ્કેપ્યુલા બોન ની મૂવમેન્ટ સાથે પણ જોડાયેલો છે.

  • Muscles of Abdomen.

એબ્ડોમિનલ રીજીયન મા આવેલા મસલ્સ નીચે મુજબના છે.

Rectus Abdominis.

તે પ્યુબીક બોન થી રીબ અને સ્ટર્નમ ના ઝીફોઈડ પ્રોસેસ સુધી લંબાયેલો મસલ્સ છે. તે વર્ટીબ્રલ કોલમ ની ફલેક્શન મૂવમેન્ટ કરાવે છે.

Transversus Abdominis.

તે ઇલિયાક ક્રેસ્ટ થી રીબ અને સ્ટર્નમ ના ઝીફોઈડ પ્રોસેસ સુધી લંબાયેલા હોય છે. તે એબ્ડોમીન ને કમ્પ્રેસ કરે છે.

External oblique.

રીબ થી ઇલિયાક ક્રેસ્ટ સુધી લંબાયેલ મસલ્સ છે. તે એબડોમન ને કમ્પ્રેસ કરે છે અને વર્ટીબ્રલ કોલમને બેન્ડ કરે છે.

Internal oblique.

તે ઇલીયાક ક્રેસ્ટ થી રીબ સુધી જોડાયેલા મસલ્સ છે. તે એબ્ડોમન ને કમ્પ્રેસ કરે છે તથા વર્ટિબ્રલ કોલમ ને બેન્ડ કરે છે.

Psoas muscles.

તે થોરાસીક અને લંબર વર્ટીબ્રા થી ઇલિયમ અને પ્યુબીક બોન સુધી લંબાયેલો મસલ્સ છે. તે thigh ની અલગ અલગ મૂવમેન્ટ કરાવે છે.

Quadratus Lumborum.

તે ઇલિયાક ક્રેસ્ટ થી રીબ અને લંબર વર્ટીબ્રા સુધી લંબાયેલો હોય છે. તે વર્ટીબ્રલ કોલમ ની લેટરલ મુવમેન્ટ કરાવે છે.

  • Muscles of Back.

બેક ના ભાગે આવેલા મસલ્સ નીચે મુજબ આવેલા છે.

Psoas muscles

તે થોરાસીક અને લંબર વર્ટીબ્રા થી ઇલિયમ અને પ્યુબીક બોન સુધી લંબાયેલો મસલ્સ છે. તે thigh ની અલગ અલગ મૂવમેન્ટ કરાવે છે.

Quadratus Lumborum

તે ઇલિયાક ક્રેસ્ટ થી રીબ અને લંબર વર્ટીબ્રા સુધી લંબાયેલો હોય છે. તે વર્ટીબ્રલ કોલમ ની લેટરલ મુવમેન્ટ કરાવે છે.

Sacrospinalis.

તે ઇલિયાક ક્રેસ્ટ થી સેક્રમ અને લંબર તેમજ થોરાસીક વર્ટીબ્રા સુધી લંબાયેલો હોય છે. તે ઇરેક્ટર સ્પાઇન મસલ્સ નુ ગ્રુપ છે. જે સ્પાઇન ની અલગ અલગ પ્રકારની મુવમેન્ટ માટે જવાબદાર છે.

Latissimus dorsi.

તે ઇલિયાક ક્રેસ્ટ થી લંબર તેમજ થોરાસીક વર્ટીબ્રા, સ્કેપ્યુલા અને હયુમરસ બોન સુધી લંબાયેલો હોય છે. તે બેક, ટ્રંક અને હેન્ડ ની અલગ અલગ મૂવમેન્ટ માટે કાર્ય કરે છે.

Trapezius.

તે ઓક્સિપીટલ બોન થી સ્કેપ્યુલા, થોરાસિક વર્ટીબ્રા સુધી લંબાયેલો હોય છે. તે બેક અને સ્કેપ્યુલા ની તથા ટ્રંક ની અલગ અલગ મૂવમેન્ટ માટે અગત્યનો છે.

Teres major.

તે હ્યુમરસ થી સ્કેપ્યુલા સુધી લંબાયેલો મસલ્સ છે. તે અપર લીંબ ની મુવમેન્ટ કરવા માટે અગત્યનો છે.

  • Muscles of pelvic floor.

આ મસલ્સ બોવેલ, બ્લેડર, યુટ્રસ તથા સેક્સયુલ ઓર્ગન ના સ્ટ્રકચરલ સપોર્ટ માટે અગત્યના છે.
પેલ્વિક ફ્લોરના મસલ્સ નીચે મુજબના છે.

Levater Ani.

આ પેલ્વીક કેવીટી ની ફ્લોર બનાવે છે. તે પેલ્વિક સ્ટ્રક્ચર ને સપોર્ટ આપે છે. એનાલ કેનાલ, યુરેથ્રા અને વજાઈના ના સ્ટ્રકચરને સપોર્ટ આપે છે.
Iliococcygeus તેમજ pubococcygeus પણ લિવેટર એની ગ્રુપના મસલ્સ છે, તે પણ પેલ્વિક ફ્લોરના સ્ટ્રકચરને સપોર્ટ આપે છે.

Coccygeus.

તે ઈસ્ચીયમ થી સેક્રમ અને કોકસિક સુધી લંબાયેલો મસલ્સ હોય છે. પ્યુબોકોકસીજીઅસ મસલ્સ એ પ્યુબીક સુધી લંબાયેલો હોય છે. તે ડીફીકેસન ની પ્રક્રિયામા હેલ્પ કરે છે, તથા પેલ્વિક ફ્લોર ના સ્ટ્રકચર ને સપોર્ટ આપે છે.

  • Muscles of the upper limb.

Deltoid muscles
Coracobrachialis muscles
Pectoralis major
Biceps
Triceps
Brachialis
Supinator
Pronator
Flexor carpi radialis
Flexor carpi ulnaris
Extensor carpi radialis and ulnaris
Palmaris longus

ઉપરોક્ત મસલ્સ એ સોલ્ડર જોઇન્ટ તથા અપર લીંબ મા આવેલા હોય છે. આ મસલ્સ ના લીધે સોલ્ડર જોઇન્ટ અને અપર લીમ્બ ની અલગ અલગ મૂવમેન્ટ જોવા મળે છે.

  • Muscles of the hip and lower limb.

Psoas
iliacus
Gluteals
Quadriceps femoris
Sartorius
Hamstring
Obturator
Compartment group muscles

ઉપરોક્ત મસલ્સ ના લીધે પેલ્વિક રિજીયન ની તેમજ લોવર લીમ્બ ની અલગ અલગ મુવમેન્ટ થઈ શકે છે. જેમા વોકિંગ, રનીંગ, વેઇટ બીયરિંગ વગેરે મુવમેન્ટ માટે ઉપરોક્ત મસલ્સ અગત્યના છે.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised