THE SPECIAL SENSES
બોડીમાં ઘણી સંખ્યામાં સેન્સિસ આવેલી હોય છે અમુક સેન્સ જનરલ સેન્સ તરીકે ઓળખાય છે દાખલા તરીકે ટચ, ટેમ્પરેચર, પેઇન અને અમુક સ્પેશિયલ સેન્સ તરીકે ઓળખાય છે દાખલા તરીકે વિઝન, હિયરિંગ, બેલેન્સ, ટેસ્ટ અને સ્મેલ આ સેન્સને ઓળખવા માટે શરીરમાં અમુક સેન્સ ઓર્ગન આવેલા હોય છે જેમ કે ઇયર, નોઝ, આઈ અને માઉથ. આપણે આ સેન્સ ઓર્ગન વિશે જોઈએ…
ઈયર એ હેડ ની બંને બાજુએ એક એક આવેલ હોય છે. તે સાંભળવાની અને બોડી બેલેન્સ જાળવવાની ક્રિયા સાથે જોડાયેલ અવયવ છે.
સ્ટ્રક્ચર…
સ્ટ્રક્ચરની રીતે ઇયરને એનાટોમીકલી ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે
એક્સટર્નલ ઈયર એ સાઉન્ડના વેવઝ ને કલેક્ટ કરી અંદરની બાજુ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે આ એક્સટર્નલ ઈયર ના નીચે મુજબ ના ભાગ પડે છે.
ઓરીકલ અથવા પીના
એક્સટર્નલ એકોસ્ટિક મીએટસ એટલે કે ઓડિટરી કેનાલ
તે હેડની બંને સાઈડમાં આવેલ એક એક ફ્લેપ જેવો ભાગ છે જે ઇલાસ્ટિક કાર્ટિલેઝ થી બનેલો છે અને તે બહારના ભાગે ચામડીથી કવર થયેલો હોય છે તે બહારના વાતાવરણમાંથી આવતા સાઉન્ડ વેવ્સને એકત્રિત કરી અંદરના છિદ્ર તરફ ટ્રાન્સમિટ કરે છે. તેના સૌથી ઉપસેલા ઉપરના ભાગને હેલિક્સ કહેવામાં આવે છે અને નીચે લટકતા સોફ્ટ પાર્ટને લોબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે.
તેને ઓડિટરી કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે S આકારની એક કર્વડ ટ્યુબ છે. તેની લંબાઈ 2.5 cm જેટલી હોય છે તે અંદરની બાજુએ લંબાયેલ કેનાલ હોય છે અને તેની દીવાલ માં આવે ગ્લેન્ડસ એ વેક્સ જેવું ચીકણું પ્રવાહી સિક્રીટ કરે છે જેને શેરુમેન તરીકે પણ ઓળખાય છે આ કેનાલમાં અમુક હેઇર પણ પ્રેઝન્ટ હોય છે જે ચીકણા પ્રવાહી સાથે જોડાય ડસ્ટ તથા ફોરેન બોડીને અંદરની દિવાલ એટલે કે ટીમપેનિક મેમરીન સુધી પહોંચવા દેતા નથી.
તે એક પાતળી મેમ્બરેન છે જે એક્સટર્નલ ઈયર અને મિડલ ઈયર ને સેપરેટ કરે છે અને તે ઓવેલ શેપની છે. આ મેમ્બ્રેઇન એપીથેલીયમ ટીસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુની બનેલી હોય છે તેમા ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સ આવેલા હોય છે.
તે એક નાની એઈર ભરેલી કેવીટી હોય છે જે ટેમ્પોરલ બોનમાં આવેલી હોય છે આ કેવીટીની લાઇનિંગ એપીથેલીયમ ટીસ્યુની બનેલી હોય છે અને તે ટીમપેનિક મેમરેન એટલે કે ઇયર ડ્રમ દ્વારા એક્સટર્નલ ઇયર થી અલગ પડે છે અને ઇન્ટર્નલ ઈયર એ ઓવેલ અને રાઉન્ડ વિન્ડો દ્વારા મિડલ ઈયર ને અલગ પડે છે.
તેની એન્ટિરિયર વોલમાં ઓપનિંગ આવેલા હોય છે જેને ઇસ્ટેચીયન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્યુબ એ મિડલ ઇયરને નેઝૉ ફેરિંગ્સ ના સ્ટ્રક્ચર સાથે જોડે છે અને તે ટ્યુબ કેવીટી ની અંદર પ્રેશર મેન્ટેન કરે છે જેનાથી યાઉનિંગ તથા ખોરાક ગળે ઉતારવા સમયે પ્રેશર મેન્ટેંઇન થતાં ટીમપેનિક મેમરીન રફ્ચર થતી અટકે છે.
ઓડિટરી ઓસિકલ્સ...
મિડલ ઇયર માં આવેલ બોન્સ ને ઓડિટરી ઓસિકલ્સ કહેવામાં આવે છે જેની અંદર મેલસ, ઇન્કસ અને સ્ટેપસ બોન નો સમાવેશ થાય છે. તેની સંખ્યા દરેક ઈયર મા એક એક હોય છે એટલે કે બોડી માં ટોટલ 6 ની સંખ્યામાં ઓડિટરિ ઓસીકલ્સ આવેલા હોય છે.
મેલસ..
તે હથોડી આકારનું હોય છે તેનું હેન્ડલ એ ટીમ્પેનિક મેમ્બરેઇન ની દિવાલ સાથે જોડાયેલ હોય છે. મેલસનું હેડ એ ઇનકસ બોન સાથે જોડાયેલું હોય છે.
ઇનકસ..
તે વચ્ચેનું બોન છે જે એનવિલ શેપમાં આવેલું હોય છે તે મેલસ બોન સાથે જોડાયેલું હોય છે અને તેનું હેડ એ સ્ટેપસ બોન સાથે જોડાય છે જોઈન્ટ ના ભાગે ફાઇબર ટીશ્યુ આવેલા હોય છે.
સ્ટેપસ..
તે સ્ટીરપ આકારનું બોન છે જે નું હેડ ઈનકસ બોન સાથે જોડાય છે અને તેની ફુટ પ્લેટ એ ઓવેલ વિન્ડો સાથે એટેચ થાય છે તેની નીચે ના ભાગે રાઉન્ડ વિન્ડો આવેલી હોય છે.
આમ ટીંપેનિક મેમ્બ્રેન થી ઓવેલ અને રાઉન્ડ વિન્ડો સુધીના ભાગ ના સ્ટ્રકચર ને મિડલ ઈયર કહેવાય છે.
3.Inner ear…(ઇનર ઇયર.)
તેને લેબીરિંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુંચવણ ભર્યું સ્ટ્રકચર ધરાવે છે અને તે સાંભળવાની ક્રિયા તથા બેલેન્સ જાળવવાની ક્રિયા સાથે જોડાયેલ ભાગ છે..
તેના બે ભાગ પડે છે બોની લેબરિંથ અને મેમરેનિયસ લેબીરિંથ..
બોની લેબિરિંથ…
તે કેવીટી ટેમ્ પોરલ બોન ના પેટ્રિયસ પોર્શનમાં આવેલી હોય છે જેની દિવાલ એ પેરીઓસ્ટિયમ ના પડ થી બનેલી હોય છે તેની અંદરની બાજુએ એક પ્રવાહી આવેલું હોય છે જેને પેરીલીફ કહેવામાં આવે છે. તે ત્રણ ભાગ ધરાવે છે. એક વેસ્ટિબ્યુલ એક કોકલીયા અને ત્રણ સેમી સર્ક્યુલર કેનાલ્સ.
વેસ્ટિબ્યુલ..
તે બોની લેબિરિંથ નો વચ્ચેનો ઓવલ શેપનો પોર્શન છે જેની અંદર યુટ્રીકલ અને સેક્યુલ સ્ટ્રકચર આવેલા હોય છે તેની લેટરલ વોલ માં ઓવેલ અને રાઉન્ડ વિન્ડો આવેલા હોય છે.
કોકલિયા…
બોની લેબિરિન્થ નો આ ભાગ એ હીયરિંગ સાથે જોડાયેલો હોય છે તે ગુંચડા જેવો ભાગ છે જેને સ્નેલ્સ સેલ તરીકે પણ ઓળખાય છે.
સેમી સરક્યુલર કેનાલ…
આ કેનાલ નું સ્ટ્રક્ચર એ બેલેન્સ સાથે જોડાયેલું હોય છે. સેમી સર્ક્યુલર કેનાલની ત્રણ ટ્યુબ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હોય છે.
મેમ્બરેનિયસ લેબેરીન્થ..
બોની લેબિરિંથ ની અંદર એક મેમ્બરેન ની ટ્યુબ આવેલી હોય છે જેને મેમ્બરેનિયસ લેબિરિંથ કહેવામાં આવે છે જેની અંદર એક ફ્લુઇડ આવેલું હોય છે જેને એન્ડોલીમફ કહેવામાં આવે છે. આ ફ્લુઇડ ની પ્રોપર્ટી csf જેવી હોય છે.
ઇન્ટર્નલ ઇયર માં આવેલા વેસ્ટિબ્યુલ અને સેમી સર્ક્યુલર કેનાલ એ બોડી નું બેલેન્સ જાળવવા માટે કામ કરે છે.
જેમાં સેમી સરક્યુલર કેનાલ સેક્યુલ અને યુટ્રીકલ એ બોડી નું ડાયનેમિક ઇકવિલીબ્રિયમ જાળવવા માટે મદદ કરે છે.સેમી સર્ક્યુલર કેનાલ એ ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે જે વેસ્ટીબ્યુઅલ ની પાછળ અને ઉપર આવેલું હોય છે અને તે કેનાલ એકબીજાના ખૂણે ગોઠવાયેલી હોય છે. સેમી સર્ક્યુલર કેનાલ અને કોકલીયા જેની બહારની દીવાલ બોની લેબિરથ અને તેની અંદર પેરિલીમફ ફ્લુઇડ આવેલું હોય તેની અંદર બીજી ટ્યુબ આવેલ હોય છે જેને મેમરીનિયસ લેબિરીંથ કહે છે જેમ એંડોલીમફ આવેલ હોય છે.
યુટ્રિકલ એ એક મેમરેનિયસ સેક જે વેસ્ટિબયુલ નો ભાગ છે અને તે બધી ડક્ટ એક ડાયેટેડ પોર્શન પાસે ખુલે છે જેને એમપ્યુલા કહે છે. સેક્યુલ એ વેસ્ટિબ્યુલ નો ભાગ છે અને તે યુટ્રિકલ અને કોકલીયા સાથે કોમ્યુનિકેશન ધરાવે છે.
યુટ્રિકલ, સેક્યુલ અને એમ્બ્યુલાની દિવાલ માં સ્પેશિયલ એપીથેલીયલ સેલના હેર જેવા નાના પ્રોજેક્શન આવેલા હોય છે જેમાં સેન્સરિ નર્વ એંડિગ્સ પ્રેઝન્ટ હોય છે જે વેસ્ટિબ્યુલર ભાગ બનાવે છે અને ત્યાંથી વેસ્ટી બ્યુલો કોકલિયર નર્વ પસાર થાય છે.
3. કોકલીયા
કોકલીયા એટલે કે સ્નેલ તે ગોકળગાય જેવું ગુચડા વાળું સ્ટ્રક્ચર છે કોકલીયાની અંદર એક મેમ્બરેન આવેલી હોય છે જેને કોકલીયર ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે જે ભાગ સાંભળવાની ક્રિયા સાથે મુખ્યત્વે જોડાયેલો હોય છે કોકલીયાના ક્રોસ સેક્શનમાં નીચે મુજબના ભાગ જોવા મળે છે.
સ્કેલા વેસ્ટીબ્યુલી
સ્કેલા મીડિયા અથવા કોકલિયર ડકટ
સ્કેલા ટીમ્પેની
કોકલીયર ડક્ટ એ ટ્રાયએન્ગ્યુલર શેપની ટ્યુબ છે. કોકલીયા ના બોની પાર્ટના બે વિભાગ પડે છે અપર અને લોવર જેમાં અપર ભાગને સ્કેલા વેસ્ટીબ્યુલી અને લોવર ભાગને સ્કેલા ટિમ્પેની કહેવાય છે. વચ્ચેના ભાગમાં કોકલીયર ડકટ આવેલી હોય છે અને તેની રૂફ ની મેમરીનને બેઝિલર મેમરીન કહેવામાં આવે છે. ઓર્ગન ઓફ કોર્ટી કે જેને હીયરિંગ ઓર્ગન કહેવામાં આવે તે બેસિલરી મેમરીન પર આવેલું હોય છે.
ફિઝિયોલોજી ઓફ હીયરિંગ એટલે સાંભળવા ની ક્રિયા. સાંભળવા માટેના તરંગની તરંગ લંબાઈ 20 થી 20,000 hz હોય છે. મનુષ્યના ઈયરની ક્ષમતા 500 થી 5,000 hz વચ્ચેની ફ્રિકવન્સી હોય છે. અવાજના વેવઝ વાઇબ્રેશન થવાની ફ્રિકવન્સી ને પીચ તરીકે ઓળખવામાં આવે છે જેમ વાઇબ્રેશન વધારે તેમ તેની પીચ વધારે હોય છે.
દરેક અવાજ એ અવાજના વેવઝ્ ઉત્પન્ન કરે છે અને તે ઓરીકલના બહારના ભાગે અથડાય છે અને ત્યાંથી એક્સટર્નલ ઓડિટરી કેનાલ મારફતે અંદર દાખલ થઈ આ અવાજના વેવસ ટીમ્પેનીક મેમ્બરેન એટલે કે ઇયર ડ્રમને વાઇબ્રેટ કરે છે જે એક્સટર્નલ ઇયર અને મિડલ ઈયર વચ્ચેનું જંકશન છે.
આ ટીમ્પેનિક મેમ્બરેન સાથે મેલસ બોન જોડાયેલું હોય છે મેલસ બોન સાથે ઇનકસ અને ઇનકસ સાથે સ્ટેપસ સુધી આ વેવઝ જાય છે અને આ સ્ટેપસ બોન એ આગળ ઓવેલ વિન્ડો સાથે જોડાયેલું હોય છે ઓવેલ વિન્ડો માંથી આ સાઉન્ડ વેવ્સ એ પેરિલિમફ ના ફ્લુઇડના ભાગે પોહચે છે જે કોકલીયાના ભાગે જાય છે અને ત્યાંથી એન્ડોલિમફ માં જાય છે અને રાઉન્ડ વિન્ડો વાઈબ્રેટ થતા એ વેસ્ટિબ્યુલ કોકલીયર નર્વ દ્વારા સેરેબ્રમ સુધી જાય છે અને અવાજ ની ઓળખાણ થાય છે.
બેલેન્સ અને ઇયર….
વેસ્ટિબ્યુલ અને સેમી સર્ક્યુલર કેનાલ…
ઇન્ટર્નલ ઇયર મા આવેલા વેસ્ટિબ્યુલ અને સેમીસર્ક્યુલર કેનાલ એ બોડી નુ બેલેન્સ જાળવવા માટે કામ કરે છે.
જેમા સેમીસરક્યુલર કેનાલ સેક્યુલ અને યુટ્રીકલ એ બોડી નુ ડાયનેમિક ઇકવિલીબ્રિયમ જાળવવા માટે મદદ કરે છે.સેમીસર્ક્યુલર કેનાલ એ ટ્યુબ જેવુ સ્ટ્રક્ચર છે જે વેસ્ટીબ્યુઅલ ની પાછળ અને ઉપર આવેલુ હોય છે અને તે કેનાલ એકબીજાના ખૂણે ગોઠવાયેલી હોય છે. સેમીસર્ક્યુલર કેનાલ અને કોકલીયા જેની બહારની દીવાલ બોની લેબિરિન્થ અને તેની અંદર પેરિલીમફ ફ્લુઇડ આવેલું હોય તેની અંદર બીજી ટ્યુબ આવેલ હોય છે જેને મેમ્બરેનિયસ લેબિરીંથ કહે છે જેમા એંડોલીમફ ફ્લૂઇડ આવેલ હોય છે.