PERIPHERAL NERVOUS SYSTEM (પેરીફરલ નર્વસ સિસ્ટમ):
પેરીફરલ નર્વસ સિસ્ટમ મા 31 પેઇર સ્પાઇનલ નર્વ, 12 પેઇર ક્રેનીયલ નર્વ અને ઓટોનોમીક નર્વસ સિસ્ટમ નો સમાવેશ થાય છે.
દરેક ક્રેનીયલ અને સ્પાઇનલ નર્વ એ નીચે મુજબના ટીશ્યુ લેયરથી કવર થયેલી હોય છે.
1. એન્ડોન્યુરીયમ જે એક ડેલિકેટ લેયર છે અને એ ઇન્ડીવીજ્યુઅલ નર્વ ફાઇબરની ઉપર આવેલું હોય છે. આવા નર્વ ફાઇબર ભેગા મળી ફેસિકલ્સ બનાવે છે.
2. પેરીન્યુરીયમ એ એક સ્મુથ કનેક્ટિવ ટીશ્યુનું લેયર છે અને દરેક ફેસિકલ એ આ લેયર દ્વારા વિંટાયેલા હોય છે.
3.એપીન્યુરિયમ તે એક ઉપરનું લેયર છે જે દરેક નર્વ ની ફરતે વિટાયેલું હોય છે.
SPINAL NERVES (સ્પાઇનલ નર્વ):
સ્પાઇનલ કોર્ડ માથી પસાર થતી નર્વ ને સ્પાઇનલ નર્વ કહેવામાં આવે છે
સ્પાઇનલ નર્વ ની ટોટલ 31 પેઇર હોય છે જે વર્ટીબ્રલ કોલમ માંથી પસાર થઈ ને નિકડે છે અને જે તે રિજિયન ના વર્ટીબ્રા હોય તે રિજિયનના આધારે ત્યાંથી પસાર થતી નર્વ ને નામ આપવામાં આવે છે.
આ નર્વ વર્ટીબ્રલ કોલમના વર્ટીબ્રા માંથી નીકળી બોડી તરફ જાય છે. જેને નીચે મુજબ નામ આપવામાં આવે છે.
પેલી સર્વાઇકલ પેર એ ફોરમેન મેગ્નમ અને પહેલા સર્વાઇકલ વર્ટીબ્રા ની વચ્ચેથી પસાર થાય છે.
સ્પાઇનલ કોર્ડ ના લોવર પાર્ટને કોડા ઇકવીના એટલે કે હોર્સ ટેઇલ તરીકે ઓળખવામાં આવે છે.
સ્પાઇનલ નર્વ માં એન્ટિરિયર અને પોસ્ટીરિયર નર્વ રુટ જોવા મળે છે જેમાં પોસ્ટીરીયર નર્વ રૂટ એ સેન્સરી તરીકે કાર્ય કરે છે અને એન્ટિરિયર નર્વ રુટ એ મોટર તરીકે કાર્ય કરે છે
સ્પાઇનલ નર્વ માં મિક્સ નર્વ પણ જોવા મળે છે. સ્પાઇનલ નર્વ એ વર્ટીબ્રા માંથી બહાર નીકળી એકબીજા સાથે જોડાય ને પ્લેકસસ ની રચના કરે છે આવા પ્લેક્સસ નીચે મુજબ છે.
•સર્વાઇકલ પ્લેક્સસ
•બ્રેકીયલ પ્લેક્સસ
•લંબર પ્લેકસસ
•સેક્રલ પ્લેકસસ
•કોકસીજીયલ પ્લેક્સસ.
થોરાસીક રીજીયન ની નર્વ એ પ્લેક્સસ બનાવતી નથી.
આ પ્લેક્સસ માંથી નીકળતી નર્વ ની બ્રાન્ચીસ એ જે તે એરિયામાં નર્વ સપ્લાય કરે છે.
Thoracic Nerve (થોરાશિક નર્વ):
CRANIAL NERVES (ક્રેનીયલ નર્વ):
1.Olfactory nerve (ઓલ ફેક્ટરી નર્વ):
•આ નર્વ સેંસરી નર્વ છે જે સ્મેલના સેન્સેશન ને બ્રેઇન તરફ લઈ જાય છે.
•નેસલ મ્યુકોઝામા આના રિસેપ્ટર આવેલા હોય છે અને તે સ્ટીમ્યુલેટ થતા સ્મેલના સેન્સેસન ઓલફેક્ટરી ટ્રેક મારફતે બ્રેઇનના ટેમ્પોરલ લોબ સુધી લઈ જાય છે અને સ્મેલ ની જાણ થાય છે.
2. Optic Nerve (ઓપ્ટિક નર્વ)
•આ સેન્સરી નર્વ છે. ઓપ્ટિક નર્વ એ સાઈટ એટલે કે વિઝનના સેંસેસન આંખની રટાઈના માંથી લઈ ઓપ્ટિક ફોરમેન માંથી પસાર થઈ ઓપ્ટિક ટ્રેક મારફતે પસાર થઈ વિઝન ના સેંસેસંન થેલામસ મા સૌપ્રથમ દાખલ થાય છે અને ત્યાંથી સેન્સેશન એ સેલેબ્રલ કોર્ટેક્સના ઓક્સિપીટલ લોબ માં લઈ જાય છે ત્યાં તેનું ઇન્ટરપ્રિટેશન થાય છે.
3. Occulo motor nerve (ઓક્યુલો મોટર નર્વ):
•આ મોટર નર્વ છે જેના નર્વ ફાઇબર એ મીડબ્રેઇન માંથી ઓરીજીનેટ થાય છે
•તેમાં ઓટોનોમિક નર્વ ફાઇબર પણ હોય છે અને તે આઈ બોલના ઇન્ટ્રેન્સિક અને એક્સ્ટ્રીન્સિક મસલ્સ ને નર્વ સપ્લાય કરે છે જેનાથી આંખનું એકોમોડેશન એટલે કે ફોકસિંગ કોઈપણ નજીકની ઓબ્જેક્ટ પર થઈ શકે છે અને આઈ બોલની અલગ અલગ મુવમેન્ટ થઈ શકે છે.
4. Trochlear Nerve (ટ્રોક્લીયર નર્વ):
તે મીડ બ્રેઇન માથી ઓરીજીનેટ થાય છે અને આંખના સુપેરિયર ઓબ્લિક મસલ્સને નર્વ સપ્લાય કરે છે..
5. Trigeminal Nerve (ટ્રાયજેમીનલ નર્વ):
•આ મિક્સ પ્રકારની નર્વ છે તેની ત્રણ બ્રાન્ચીસ જોવા મળે છે
1.ઓફથેલમિક નર્વ
2.મેક્સીલરી નર્વ
3.મેન્ડીબ્યુલર નર્વ.
•આ નર્વના નર્વ ફાઇબર પોન્સ વેરોલી સાથે જોડાયેલા હોય છે અને તે માસ્ટીકેસન એટલે કે ચાવવાની ક્રિયામાં મદદ કરતાં મસલ્સને નર્વ સપ્લાય કરવા સાથે પણ જોડાયેલા છે..
6. Abducens Nerve (એબડુસન્ટ નર્વ):
•તેના નર્વ ફાઇબર્સ એ પોન્સ વેરોલી માંથી નિકડે છે અને તે આંખ ના લેટરલ રેક્ટસ મસલ્સ ને નર્વ સપ્લાય કરવા સાથે જોડાયેલ છે.
7. Facial Nerve ( ફેસિયલ નર્વ ):
•તે પોન્સ વેરોલી ના નીચેના ભાગ માંથી નિકડે છે. ફેસ, સ્કાલ્પ અને નેક ના મસલ્સ ને નર્વ સપ્લાય કરે છે.
•ફેસિયલ નર્વ ના મોટર નર્વ ફાઇબર્સ એ ફેસિયલ એક્ષપ્રેશન માટે કામ કરે છે.
•તેના સેન્સરી નર્વ ફાઇબર્સ એ પોસ્ટીરીયર ટંગ સાથે જોડાયેલ હોય છે જે ટેસ્ટ નું પરસેપ્શન કરાવે છે.
8. Vestibulocochlear Nerve (વેસ્ટીબ્યુલોકોકલિયર નર્વ):
•તેને ઓડિટરી નર્વ પણ કહેવામાં આવે છે. તે સેન્સરી નર્વ છે. તેમા 2 બ્રાન્ચ આવેલી હોય છે.
1.કોકલિયર નર્વ… તે હિયરિંગ ના ઇમ્પલસીસ કનવે કરે છે. તે ઇનર ઈયર ના ઓર્ગન્સ કોકલિયા ના કોર્ટી સાથે જોડાયેલ હોય છે.
2.વેસ્ટીબ્યુલર નર્વ… તે ઇકવીલીબ્રિયમ ના ઇમ્પલસીસ કનવે કરે છે.તે સેમિસર્ક્યુલર કેનાલ, સેક્યુલ સાથે ઇનર ઈયર માં જોડાયેલ હોય છે અને પોન્સ વેરોલી તથા સેરેબેલમ મા ઇમ્પલસીસ લઇ જાય છે.
9. Glossopharyngeal Nerve ( ગ્લાસોફેરીન્જીયલ નર્વ ):
•તે મિક્સ પ્રકાર ની નર્વ છે.
•તે સલાઈવા ના સિક્રીશન સાથે જોડાયેલ હોય છે.
•તેના સેન્સરી નર્વ ફાઇબર્સ એ ટંગ માંથી ટેસ્ટ ના ઇમ્પલસીસ લઈ મેડયુંલા માં લઇ જાય છે અને ટેસ્ટ ની જાણ કરવામા કાર્ય કરે છે.
•તે સોલોવિંગ પ્રોસેસ તથા ગેગ રિફલેક્સ માટે પણ કાર્ય કરે છે.
10. Vagus Nerve ( વેગસ નર્વ ):
•તે મિક્સ નર્વ છે.
•તેના સેન્સરી નર્વ ફાઇબર્સ ફેરિન્ગસ, લેરિંગ્સ, ટ્રકિયા, હાર્ટ, બ્રૉનકાઈ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસટાઈન તથા ગોલ બ્લેડર ને ઇમ્પલસીસ સપ્લાય કરે છે.
•મોટર નર્વ ફાઇબર્સ એ સોલોવિંગ પ્રોસેસ માં હેલ્પ કરે છે.
•તે બધી ક્રેનિયલ નર્વ મા સૌથી લાંબી બ્રાન્ચ છે. અને પેરાસિમ્પથેટીક નર્વસ સિસ્ટમ ની મુખ્ય બ્રાન્ચ છે.
11. Accessory Nerve (એસેસરી નર્વ):
•તે મોટર નર્વ છે.
•તેના નર્વ ફાઇબર્સ મેડયુંલા માંથી નિકડે છે અને તે સોલોવિંગ પ્રોસેસ માં હેલ્પ કરે છે.
12. Hypoglossal Nerve (હાઇપોગ્લોસલ નર્વ) :
•તે મોટર નર્વ છે.
•તે મેડયુંલા માંથી નિકડે છે.
•તેના નર્વ ફાઇબર્સ બોલવાની ક્રિયા દરમિયાન ટંગ મુવમેન્ટ માટે તથા સોલોવિંગ પ્રોસેસ માટે હેલ્પ કરે છે.