skip to main content

ANATOMY UNIT 1.BODY CAVITIES AND REGIONS OF ABDOMINAL CAVITY

  • BODY CAVITIES AND REGIONS OF ABDOMINAL CAVITY

બોડીમા આવેલી ખાલી જગ્યાઓને કેવીટી કહેવામા આવે છે. આ કેવીટીમા અગત્યના ઓર્ગન્સ ગોઠવાયેલા હોય છે. કેવીટી દ્વારા આ ઓર્ગન સપોર્ટ થયેલા હોય અને પ્રોટેક્શન મેળવે છે. કેવીટીના કારણે આ દરેક ઓર્ગન્સ  એકબીજાથી સેપરેટ ગોઠવાયેલા હોય છે અને શરીર માં પોતાનુ નોર્મલ સ્થાન જાળવી શકે છે.

બોડીમા નીચે મુજબની મોટી કેવિટીઓ (Large cavities) આવેલી હોય છે.

  • ક્રેનીયલ કેવિટી (Cranial Cavity)
  • થોરાસીક કેવીટી (Thorasic Cavity)
  • એબડોમીનલ કેવીટી (Abdominal Cavity)
  • પેલ્વીક કેવીટી (Pelvic Cavity)

બોડીમા અમુક નાની કેવીટીઓ પણ આવેલી હોય છે જેવીકે..

  • ઓર્બિટલ કેવીટી (Orbital Cavity)
  • નેઝલ કેવીટી (Nasal Cavity)
  • ઓરલ કેવીટી (Oral Cavity)વગેરે

બોડી માં આવેલ cavity વર્ણવો.

ક્રેનિયલ કેવીટી..

આ કેવીટી એ ક્રેનિયમ બોન્સ (Cranium bones) દ્વારા બને છે. જે હેડના ભાગે સૌથી ઉપર જોવા મળે છે. આ કેવિટી ની અંદર સૌથી અગત્યનુ ઓર્ગન બ્રેઇન આવેલુ હોય છે.  બ્રેઇન ની આજુબાજુએ ફરતુ કવરીંગ કરતુ ટીસ્યુ લેયર મેનેન્જીસ ગોઠવાયેલુ હોય છે. આ લેયર બ્રેઈન અને સ્પાઇનલ કોર્ડ ને ફરતે સળંગ ગોઠવાયેલ હોય છે.

થોરાસીક કેવીટી..

થોરાસીક કેવીટીને ચેસ્ટ કેવીટી પણ કહેવામા આવે છે. આ કેવિટી એ છાતીના ઉપરના ભાગમા આવેલી હોય છે. આ કેવીટી રીબ્સ, સ્ટરનમ બોન,  કલેવીકલ બોન અને થરાસિક વર્ટિબ્રા દ્વારા બને છે.

આ કેવિટી ની અંદર લન્ગ, હાર્ટ, ટ્રકિયા, બ્રોંકાય, ઇસોફેગસ વગેરે જેવા અગત્યના ઓર્ગન્સ આવેલા હોય છે.

આ કેવીટી ની ફરતે ટીસ્યુ લેયર ગોઠવેલુ હોય છે તેને પ્લુરા કહેવામા આવે છે.

થોરાસીક કેવીટી મા પ્લુરલ કેવીટી, મીડિયાસ્ટીનમ કેવિટી તથા પેરીકાર્ડિયલ કેવીટી જેવી નાની કેવીટી પણ આવેલી હોય છે.

એબડોમીનલ કેવીટી..

થોરાસીક કેવીટી ની નીચેના ભાગે એબડોમીનલ કેવીટી આવેલી હોય છે. તે ડાયાફાર્મ મસલ્સ દ્વારા થોરાસિક કેવિટી થી અલગ પડે છે.

એબડોમિનલ કેવિટી મા સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, પેનક્રિયાઝ, લીવર, કિડની વગેરે જેવા અગત્યના અવયવો આવેલા હોય છે.

આ કેવીટીના દરેક ઓર્ગન્સ ફરતે પેરિટોનિયમ નામનુ ટીશ્યુ લેયર પથરાયેલુ હોય છે.

એબડોમિનલ કેવિટીના તેના લોકેશન મુજબ 9 (Nine)રીજિયન પાડવામા આવે છે.

પેલ્વીક કેવીટી…

એડોમીનલ કેવીટી ની નીચે ફનેલ આકાર ની પેલ્વિક કેવીટી આવેલી હોય છે. આ કેવીટી બે ઇનોમીનેટ બોન તથા સેક્રમ બોન દ્વારા તૈયાર થાય છે.

આ કેવીટીમા યુરીનરી સિસ્ટમના અવયવો તથા મેલ અને ફિમેલ રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવો આવેલા હોય છે.

  • એબડોમિનલ કેવીટીના રિજીયન ની યાદી બનાવો..

એબડોમીનલ કેવીટી ના મુખ્યત્વે નવ અલગ અલગ તેના લોકેશન મુજબ રિજીયન પાડવામા આવે છે જે નીચે મુજબ છે. આ રીજીયન મુજબ એબ્ડોમીનલ કેવીટી મા દરેક ઓર્ગન ના ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય છે.

  1. રાઈટ હાઇપોકોન્ડ્રીયાક રિજીયન
  2. એપીગેસ્ટ્રીક રીજીયન
  3. લેફ્ટ હાઇપોન્ડ્રીયાક રિજીયન
  4. રાઈટ લંબર રિજીયન
  5. અંબેલીકલ રિજીયન
  6. લેફ્ટ લંબર રિજીયન
  7. રાઈટ ઇલીયાક ફોસા રિજીયન
  8. હાઇપો ગેસ્ટ્રીક રિજીયન
  9. લેફ્ટ ઇલિયાક ફોસા રિજીયન
Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised