skip to main content

ANATOMY ENDOCRINE(JUHI)

ENDOCRINE SYSTEM

Thyroid gland :
(થાઈરોઈડ ગ્લેન્ડ)

-થાઇરોઈડ ગ્લેન્ડ એ શરીરની સૌથી મોટી એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે.

  • થાઈરોઈડ ગ્લેન્ડ એન્ડોક્રાઇન સિસ્ટમની અગત્યની ગ્લેન્ડ છે.
  • તે નેકના સોફ્ટ ટીશ્યુ માં આવેલી હોય છે.
  • થાઇરોઈડ ગ્લેન્ડમાં બંને બાજુ એક એક લોબ આવેલા હોય છે.આ લોબ એ ફાઇબરસ ટીસ્યુ વડે કવર થયેલા હોય છે.

-આ લોબ એ ઈસ્થમસ અથવા સેન્ટ્રલ માસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.

  • થાઈરોઈડ ગ્લેન્ડ એ અંદરની બાજુ હોલો સ્ટ્રક્ચરની બનેલી હોય છે જેને follicles (ફોલિકલ્સ) તરીકે ઓળખવામાં આવે છે.
  • આ ફોલિકલ્સ એ સિમ્પલ ક્યુબોઈડ ગ્લેન્ડયુલર એપીથેલીયમ ટીશ્યુની બનેલી હોય છે. જે સિક્રિશન સાથે જોડાયેલી છે અને આ ફોલીકલ્સ એ સ્ટીકી કોલોઇડલ મટીરીયલ ને સ્ટોર કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ થતો થાઈરોઈડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ થાઇરોઈડ ગ્લેન્ડના ફંકશનને સ્ટીમ્યુલેટ કરે છે.
  • Location :
    તે પાંચમા સર્વાઇકલ વર્ટીબાના લેવલથી પહેલા થોરાસીક વર્ટીબાના લેવલ સુધી આવેલી હોય છે.
  • Shape : butterfly
  • Length : 5 cm
  • Weight : 25 – 30 gm
  • Colour : brownish red
  • Hormone :
    Tri – iodothyronine (T3)
    Tetra iodothyronine (T4)
    Calcitonin Thyroid hormone : (થાઇરોઈડ હોર્મોન)
  • થાઈરોઈડ હોર્મોન માં બે આયોડીન યુક્ત હોર્મોન ટેટ્રા આયોડોથાઇરોનીન અને ટ્રાય આયોડોથાઇરોનીન નો સમાવેશ થાય છે.
  • ટેટ્રાઆયોડોથાઇરોનીન ને thyroxine તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેને T4 તરીકે દર્શાવવામાં આવે છે .
  • ટ્રાય આયોડોથાઇરોનીન ને T3 તરીકે દર્શાવવામાં આવે છે.
  • થાઈરોઈડ હોર્મોન થાઈરોઈડ ગ્લેન્ડના ફોલીક્યુલર સેલ દ્વારા સિક્રેટ થાય છે.

-થાઈરોઈડ હોર્મોન ને મેટાબોલીક હોર્મોન તરીકે પણ ઓળખી શકાય.

-થાઈરોઈડ હોર્મોન બોડીના નોર્મલ ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી છે સ્પેશ્યલી મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ માટે.

  • તે ટીશ્યુ દ્વારા ઓક્સિજનનો વપરાશ વધારે છે જેથી બેઝલ મેટાબોલિક રેટ વધે છે.
  • થાઈરોઈડ હોર્મોન હિટ પ્રોડક્શન પણ મેન્ટેન કરે છે
  • બ્રેઇનના પ્રોપર ડેવલોપમેન્ટ માટે થાઈરોઈડ હોર્મોન જરૂરી છે.
  • તે બેઝલ મેટાબોલિક રેટ વધારે છે.
  • થાઇરોઈડ હોર્મોન હાર્ટ રેટ વધારે છે.
  • થાઈરોઈડ હોર્મોન એ પ્રોટીન કેટાબોલીઝમ વધારે છે .
  • થાઈરોઈડ હોર્મોન એ સર્ક્યુલેટરી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. Calcitonin : (કેલસીટોનીન)
  • કેલસીટોનીન હોર્મોન એ થાઈરોઈડના પેરાફોલિક્યુલર સેલ અને C – cell (સી સેલ) દ્વારા સિક્રીટ થાય છે .
  • કેલસીટોનીન હોર્મોન એ બ્લડમાં કેલ્શિયમ નું લેવલ ઘટાડે છે અને યુરિન મારફતે કેલ્શિયમ નું ઉત્સર્જન કરે છે.
  • કેલસીટોનીન એ બોનમાંથી કેલ્શિયમ નું રીએબ્સોરશન ઘટાડે છે અને ઓસ્ટીઓકલાસ્ટ (osteoclast) ની એક્ટિવિટી ઘટાડે છે.
  • કેલસીટોનીન બોન ના ફોર્મેશનમાં મદદ કરે છે અને બોનને બ્રેક ડાઉન થતા અટકાવે છે.

DIAGRAM

Parathyroid gland :
(પેરાથાઈરોઈડ ગ્લેન્ડ)

  • પેરા થાઈરોઈડ ગ્લેન્ડ એ સ્મોલ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે.
  • પેરાથાઈરોઇડ ગ્લેન્ડ એ glandular tissue (ગ્લેન્ડયુલર ટીશ્યુ) ના નાના સમૂહની બનેલી છે.
  • પેરા થાઇરોઈડ ગ્લેન્ડ એ થાઈરોઈડ ગ્લેન્ડ ના રાઈટ અને લેફ્ટ લોબ માં બે-બે ની સંખ્યા માં એમ ટોટલ ચાર પેરા થાઇરોઇડ ગ્લેન્ડ આવેલી હોય છે.
  • Location : posterior
    surface of
    thyroid gland
    (થાઈરોઈડ ગ્લેન્ડ
    ની પોસ્ટટેરીયર
    સરફેસ પર)
  • Shape : oval
  • Size : spilt pea
    (વટાણાના ટુકડા જેવડી)
  • Length : 0.3-0.6 cm
  • Weight : 25 mg
  • colour : yellowish in
    brown
    (બ્રાઉન યલોઇસ)
  • Hormone : parathyroid
    hormone parathyroid hormone : (PTH)
  • પેરાથાઇરોઇડ હોર્મોન ને parathormone તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • PTH નું મેઈન ફંક્શન બ્લડમાં કેલ્શિયમ લેવલ મેન્ટેન કરવાનું છે.
  • પેરા થાઇરોઇડ હોર્મોન એ કેલસીટોની હોર્મોન ની વિરુદ્ધમાં કાર્ય કરે છે.
  • જ્યારે બ્લડમાં કેલ્શિયમ લેવલ ઘટે છે ત્યારે પેરા થાઇરોઈડ ગ્લેન્ડ એ પેરા થાઇરોઇડ હોર્મોનનું સિક્રીશન કરે છે. અને પેરાથાઇરોડ હોર્મોન બ્લડમાં કેલ્શિયમ નું લેવલ વધારે છે અને ફોસ્ફેટ નું લેવલ ઘટાડે છે.
  • પેરાથાઈરોઈડ હોર્મોન એ બોન, કિડની અને ઈન્ટેસ્ટાઇન ને કેલ્શિયમના એબ્સોરપ્શન માટે સ્ટીમ્યુલેટ કરે છે.

-પેરા થાઈરોઈડ હોર્મોન કિડનીને પણ સ્ટીમ્યુલેટ કરે છે અને કિડની એ કેલસીટ્રાયોલ હોર્મોન ઉત્પન કરે છે .

  • કેલસીટ્રાયોલ હોર્મોન એ ફૂડમાંથી કેલ્શિયમ નું એબ્સોરપ્શન વધારે છે અને બ્લડમાં કેલ્શિયમ લેવલ મેન્ટેન કરે છે.

DIAGRAM

Pancreas :
(Islets of langerhans)
(પેનક્રિયાઝ)

  • પેનક્રિયાઝ એ ‘heterocrine gland’ છે એટલે કે તે એન્ડોક્રાઇન તેમજ એક્સોક્રાઇન ગ્લેન્ડ તરીકે વર્તે છે.
  • તેને સ્વીટ ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તે ગ્લેન્ડ સાથે મળી એન્ડોક્રાઇન ફંક્શન કરે છે અને ડાયજેસ્ટીવ સિસ્ટમ સાથે એક્સોક્રાઇન ગ્લેન્ડ તરીકે વર્ક કરે છે.
  • પેનક્રિયાઝ એ લેંગરહાન્સ સેલના નાના નાના ટાપુઓની બનેલી છે જેને આઇલેટસ ઓફ લેંગરહાન્સ
    (Islets of langerhans) તરીકે ઓળખવામાં આવે છે.
  • પેનક્રિયાઝ માં એક થી બે મિલિયન જેટલા લેંગરહાન્સ સેલ આવેલા હોય છે.
  • લેંગરહાન્સ સેલ એ ચાર પ્રકારના જોવા મળે છે:

1) Alpha cell / A – cell :
આલ્ફા સેલ એ ટોટલ લેંગરહાન્સ સેલ ના 20 થી 25 % આવેલા હોય છે. જે એક ગ્લુકાગોન હોર્મોન સિક્રીટ કરે છે.

2) Beta cell / B – cell :
બીટા સેલ એ ટોટલ લેંગરહાન્સ સેલ ના 60-65 % આવેલા હોય છે. જે ઇન્સ્યુલિન હોર્મોન સિક્રીટ કરે છે.

3) Delta cell / D – cell :
ડેલ્ટા સેલ એ ટોટલ લેંગરહાન્સ સેલના 5 -10 % આવેલા હોય છે. જે સોમેટોસ્ટેટીન હોર્મોન સિક્રીટ કરે છે.

4) F – cell / pp cell :
F – cell એ ટોટલ લેંગરહાન્સ સેલના 5 % કરતા પણ ઓછા જોવા મળે છે. જે પેન્ક્રીએટીક પોલિપેપટાઈડ હોર્મોન સિક્રીટ કરે છે.

Location : posterior & slightly inferior to the stomach
(સ્ટમકની પાછળની અને થોડી નીચેની બાજુએ જોવા મળે છે)

Shape : ‘J’ shape

Length : 12 -15 cm

Weight : 60 – 90 gm

Glucagon :

(ગ્લુકાગોન)

-ગ્લુકાગોન એ પેનક્રિયાઝના આલ્ફા સેલ દ્વારા સિક્રિટ થાય છે.

  • ગ્લુકાગોન હોર્મોન એ બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે.
  • ગ્લુકાગોન એ ઇન્સ્યુલિનની વિરુદ્ધમાં કાર્ય કરે છે.
  • ગ્લુકાગોન એ બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધારવાનું કામ કરે છે અને હાઈપોગ્લાઇસેમિયા ની કન્ડિશનને પ્રિવેન્ટ કરે છે.
  • જ્યારે બ્લડમાં ગ્લુકોઝ લેવલ ઘટી જાય છે ત્યારે પેનક્રિયાઝના આલ્ફા સેલ દ્વારા ગ્લુકાગોન હોર્મોન રિલીઝ કરવામાં આવે છે અને બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે છે.
  • ગ્લુકાગોન એ લીવરમાં સ્ટોર થયેલ ગ્લાઇકોજન ને ગ્લુકોઝમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે.
    (Glycogenolysis – ગ્લાયકોજીનોલાઈસીસ)
  • તે કીટોન બોડી નું ફોર્મેશન વધારે છે અને લિપિડનું બ્રેક ડાઉન વધારવામાં મદદ કરે છે.
    (Lipolysis -લીપોલાઈસીસ)

Insulin :

(ઇન્સ્યુલિન)
  • પેનક્રીયાઝના બીટા સેલ દ્વારા ઇન્સ્યુલિન હોર્મોન સીક્રીટ કરવામાં આવે છે.
  • ઇન્સ્યુલિન એ બ્લડમાં ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે.

-ઇન્સ્યુલિન એ બ્લડ માંથી ગ્લુકોઝ લેવલ ઘટાડે છે .

  • ઇન્સ્યુલિન એ લીવર ,મસલ્સ અને એડીપોસ ટીશ્યુ માં વધારાના ગ્લુકોઝને ગ્લાયકોજન તરીકે સ્ટોર કરે છે.
    (glycogenesis – ગ્લાઇકો જીનેસીસ)
  • તે ટીશ્યુ દ્વારા ગ્લુકોઝનો વપરાશ વધારે છે.
  • તે પ્રોટીન અને લિપિડનું બ્રેક ડાઉન થતું અટકાવે છે.

-તે ગ્લુકોઝને બોડીમાં ફેટ તરીકે સ્ટોરેજ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
(lipogenesis -લાઈપોજેનેસીસ)

  • ગ્લુકોઝને સેલમાં ટ્રાન્સપોર્ટ કરવામાં અને સેલ દ્વારા તેનો વપરાશ કરવામાં મદદ કરે છે.

Somatostatin :

(સોમેટોસ્ટેટીન)

  • સોમેટોસ્ટેટીન એ પોલીપેપ્ટાઈડ હોર્મોન છે જે પેનક્રિયાઝ ના ડેલ્ટા સેલ દ્વારા સિક્રીટ થાય છે.
  • સોમેટોસ્ટેટીન એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નું લેવલ મેન્ટેન કરે છે.
  • સોમેટોસ્ટેટીન ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નું સિક્રીશન અવરોધે છે.

-સોમેટોસ્ટેટીન એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇન ની મોટાલીટી ઘટાડે છે અને ન્યુટ્રીયન્ટ ના absorption ની પ્રક્રિયા ઘટાડે છે.

  • ગ્રોથ હોર્મોન ના સિક્રીશન ને પણ ઘટાડે છે.

-પેનક્રિએટિક પેપ્ટાઈડ કે જે પેનક્રીયાઝ ના એફ સેલ દ્વારા સિક્રેટ થાય છે તે સોમેટોસ્ટેટીના સિક્રીશન ને અવરોધે છે.

DIAGRAM

Pineal gland :
(પિનિયલ ગલેન્ડ)

-પિનિયલ ગ્લેન્ડને ‘પિનિયલ બોડી’ અને ‘થર્ડ આઈ’ તરીકે ઓળખવામાં આવે છે.

-પિનિયલ ગ્લેન્ડ એ આપણી બોડીનું સૌથી નાનું ઓર્ગન છે.

Location : situated between cerebral hemisphere to the third ventricle
(સેરેબ્રલ હેમીસ્ફિયરની વચ્ચે થર્ડ વેન્ટ્રિકલ પર આવેલ છે.)

Shape : pine

Length : 10 mm

Colour : reddish brown

Hormone : melatonin

# Melatonin :
(મેલાટોનીન)

  • મેલાટોનીન એ બોડીમાં સરકાડીયન રીધમ(24 hour internal clock) જાળવવાનું કાર્ય કરે છે.
  • ડાર્કનેસ દરમિયાન મેલાટોનીન નું સીક્રીશન વધી જાય છે જેને કારણે રાત્રે નીંદર આવે છે.
  • દિવસ દરમિયાન મેલાટોનીનનું સિક્રીશન અવરોધાય છે જેને કારણે દિવસે નીંદર આવતી નથી.
  • મેલાટોનીન એ સેક્સ હોર્મોન નું ગ્રોથ અને ડેવલોપમેન્ટ અવરોધે છે.

DIAGRAM

Thymus gland :
(થાઈમસ ગલેન્ડ)

  • થાયમસ ગ્લેન્ડ એ લીમફેટિક સિસ્ટમનું અગત્યનું ઓર્ગન છે.

-થાઈમસ ગ્લેન્ડ એ મીડિયાસ્ટેનમ માં સ્ટરનમની નીચેની બાજુ આવેલી છે.

  • થાઈમસ ગ્લેન્ડ ઇનફન્ટ અને ચિલ્ડ્રન માં મોટી જોવા મળે છે. ટ્યુબર ટી ના સમય પછી તેની સાઈઝમાં ઘટાડો જોવા મળે છે.

Location : located in upper thorax and posterior to sternum

Weight : 10 – 15 gm
(At birth)

Length : 4 – 6 cm
(At birth)

Colour : pinkish gray

Hormone : thymosin

# Thymosin :
(થાયમોશીન)

  • થાઈમોશીન હોર્મોન એ થાઈમસ ગ્લેન્ડમાં આવેલા થાઈમસ ટીસ્યુ દ્વારા સિક્રીટ થાય છે.

-થાઈમોશીન એ ટી- લીમ્ફોસાઈટ ના ડેવલોપમેન્ટ માટે જરૂરી છે. જે સેલ મેડીએટેડ ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

  • થાયમોશીન એ થાયમસ અને બીજા લીમ્ફોઇડ ટીશ્યુના મેચ્યુરેશનને સ્ટીમ્યુલેટ કરે છે.

DIAGRAM

Posterior pituitary gland :
(પોસ્ટીરીયર પિચ્યુટરી ગ્લેન્ડ)

  • પિચ્યુટરી ગલેન્ડના પોસ્ટીરીયર લોબ ને પોસ્ટીરીયર પિચ્યુટરી ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ એ હાયપોથેલેમસ સાથે નર્વ અને નર્વ ફાઇબર દ્વારા જોડાયેલી હોય છે જેને કારણે તેને ‘ન્યુરોહાઈપોફીસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પોસ્ટીરીયર પિચ્યુટરી એ હાઇપોથેલેમસ દ્વારા સિક્રીટ કરવામાં આવતા બે હોર્મોન ને સ્ટોર અને રિલીઝ કરે છે.
  • હાયપોથેલેમસ દ્વારા સિક્રેટ કરવામાં આવતા હોર્મોન એ હાઇપોથલામો હાઇપોફિઝિયલ ટ્રેક દ્વારા પોસ્ટીરીયર પીચ્યુટરીમાં સ્ટોર થાય છે.
  • પોસ્ટીરીયર પિચ્યુટરી દ્વારા બે હોર્મોન સ્ટોર અને રિલીઝ કરવામાં આવે છે :
    1) Anti diuretic hormone
    2) Oxytocin

Anti diuretic hormone (ADH) :

(એન્ટીડાઈયુરેટીક હોર્મોન)

  • એન્ટીડાઈયુરેટીક હોર્મોન ને વાસોપ્રેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ADH એ પોલિપેપ્ટાઈડ હોર્મોન છે.
  • ADH એ બોડી માંથી મોટા પ્રમાણમાં યુરિન ને બહાર નીકળતું રોકે છે. જે રીનલ ટ્યુબ્યુલન્સ માં વોટરનું એબ્સોપરશન કરશે. જેના કારણે યુરિન એક્સક્રીસન પર કંટ્રોલ રહે છે.
  • ADH એ બોડીમાં વોટરનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે અને ફલુઈડ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે.
  • ADH એ સ્મુથ મસલ્સ પર કોન્ટ્રાકશન કરે છે જેને કારણે વાસોકોન્સ્ટ્રીક્શન જોવા મળે છે. જેને કારણે બ્લડપ્રેશર ઇન્ક્રીઝ રહે છે.

Oxytocin :

(ઓક્સિટોસિન)
  • ઓક્સિટોસિન ને લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ઓક્સિટોસિન એ ઓક્ટાપેપટાઈડ હોર્મોન છે જે હાયપોથેલેમસના પેરાવેન્ટ્રીક્યુલર અને સુપરાઓપ્ટીક એરિયામાંથી સિક્રીટ થાય છે.
  • ઓક્સિટોસીન એ ડીલેવરી વખતે નોર્મલ લેબર પેઈન સ્ટાર્ટ કરવા માટે તથા યુટર્સમાં આવેલા માયોમેટ્રિયમ મસલ્સમાં કોન્ટ્રાકશન લાવવામાં મદદ કરે છે. જેથી ચાઈલ્ડ બર્થ ની પ્રોસેસ સારી રીતે થઈ શકે.
  • જ્યારે બાળક એ મધરના બ્રેસ્ટ પર બ્રેસ્ટ મિલ્ક માટે સક કરે છે ત્યારે બ્રેસ્ટમાં આવેલા માયો એપીથેલિયલ સેલ કોન્ટ્રાક્ટ થાય છે અને મિલ્ક ને બહાર ઈજેક્ટ કરવા માટે મદદ કરે છે.
  • ઓક્સિટોસિન એ સ્મુથ મસલ્સના કોન્ટ્રાકશન માટે પણ જવાબદાર છે.
  • સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ કરતી વખતે ઓક્સિટોસિન એ સ્મુથ મસલ્સમાં કોન્ટ્રાકશન કરે છે જેના લીધે સ્પમ એ વજાઈનલ કેવીટી અને યુટર્સ માંથી ફેલોપીયન ટ્યુબ સુધી પહોંચી શકે.
Published
Categorized as Uncategorised