skip to main content

GNM FY BIOSCIENCE Anatomy 2023


Que. 1 (a) list out the organs of the digestive system
ડાઈજેસ્ટિવ સિસ્ટમ ના અવયવો ની યાદી બનાવો. 03

ઓર્ગનસ ઓફ ધ ડાયજેસ્ટીવ સિસ્ટમ…


ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે..
માઉથ
ફેરિંગ્સ
ઇસોફેગસ
સ્ટમક
સ્મોલ ઇન્ટેસટાઈન કે જેમા ડીઓડીનમ, જેજ્યુનમ અને ઇલીયમ નો સમાવેશ થાય છે.
લાર્જ ઇન્ટેસ્ટાઈન કે જેમા સિકમ,એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડીસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, રેકટમ અને એનાલ કેનાલ નો સમાવેશ થાય છે.
એસેસરી ઓર્ગન્સ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક…
આ ઓર્ગન ડાઈજેસ્ટિવ ટ્રેકના પ્રિન્સિપલ ટ્રેકમાં આવતા નથી પરંતુ સાઈડમાં આવેલા હોય છે જે તેના સીક્રીશન એલીમેન્ટ્રી કેનાલમાં ઠાલવે છે અને ડાઇઝેશનના પ્રોસેસમાં હેલ્પ કરે છે માટે તેને એસેસરી ઓર્ગનસ કહેવામાં આવે છે આ પોતાની ગ્લેન્ડના સ્પેશિયલ સિક્રેશન વડે ડાઇઝેશનમાં હેલ્પ કરે છે જે ઓર્ગન્સ નીચે મુજબ છે..
સલાઈવરી ગ્લેન્ડ ની 3 પેઈર
લીવર અને બિલિયરી ટ્રેક
ગોલ બ્લેડર
પેનક્રીયાઝ.

(b) Discuss about the digestive process in the stomach.
સ્ટમક મા થતી પાચન ક્રિયા લખો 04

માઉથ દ્વારા લીધેલો ખોરાક ઇસોફેગસ દ્વારા સ્ટમક મા પોહચે છે. ત્યા સ્ટમક ના મસ્ક્યુલર લેયર ના કોન્ટ્રેકશન ના લીધે સ્ટમક ની ચાર્મિંગ મૂવમેન્ટ ના લીધે ખોરાક નુ મિકેનિકલ ડાઈજેશન શરૂ થાય છે. અહી તમામ ફૂડ એ મિકેનિકલ ડાઈજેશન દ્વારા મોટા અણુઓ માંથી નાના અણુઓ માં ફેરવાઇ છે.

આ મિકેનિકલ ડાઈજેશન થોડો સમય ચાલ્યા બાદ સ્ટમક ની અંદર ની દીવાલ મા આવેલ ગ્લેન્ડ દ્વારા હાઈડ્રોક્લોરિક એસિડ એ ખોરાક સાથે ભાડે છે.

સ્ટમક ના આ જ્યુસ મા રહેલા કેમિકલ્સ એ ખોરાક સાથે ભડવાથી કેમિકલ ડાઈજેશન શરૂ થાય છે.

આ ગેસ્ટ્રીક જ્યુસ મા હાઈડ્રોક્લોરિક એસિડ ઉપરાંત એન્ઝાઇમ્સ રહેલ હે છે જેમા મુખ્યત્વે પેપ્સીન અને રેનિન રહેલ હોય છે. આ પેપ્સીન એ પ્રોટીન ના મોટા અણુ ને નાના અણુ મા ડાઈજેસ્ટ કરે છે. પ્રોટીન નુ ડાઈજેશન અહી શરૂ થાય છે.

ગેસ્ટ્રીક જ્યુસ મા રહેલ રેનિન એ મિલ્ક મા રહેલ પ્રોટીન કેસીન નુ ડાઈજેશન કરે છે અને તેનુ રૂપાંતર પેરાકેસીન મા કરે છે. આમ સ્ટમક મા મુખ્યત્વે પ્રોટીન નુ ડાઈજેશન થાય છે.

કાર્બોહાઈડ્રેટ અને ફેટ નુ ડાઈજેશન સ્ટમક મા થતુ નથી અહી ફક્ત તેનુ મિકેનિકલ ડાઈજેશન જ થાય છે. સ્ટમક મા આ ફૂડ નુ પર્સિયલી ડાઈજેશન થાય બાદ તે સ્મોલ ઇન્ટેસ્ટાઈન મા જાય છે ત્યા તેનુ કમ્પ્લીટ ડાઈજેશન અને એપસોર્પશન થાય છે.

સ્ટમક માં આવેલ ખોરાક ગેસ્ટ્રીક જ્યુસ સાથે ભડવાથી તેમા રહેલ HCL ની એસીડીક પ્રોપર્ટી ના લીધે ખોરાક માં રહેલ હાર્મફૂલ બેક્ટેરિયા તેમજ વાઇરસ મોત ભાગે નાશ પામે છે.

Que. 1 (c) Describe the structure of the cell
કોષ ના સ્ટ્રકચર વિશે વિસ્તૃત માં લખો 05


સેલ એ હ્યુમન બોડી નુ બેઝિક ફંકશનલ અને સ્ટ્રકચરલ યુનિટ છે. તે મુખ્ય કાર્ય કરતુ યુનિટ છે.
સેલ ને પ્રોટોપ્લાઝમ ના જથ્થા તરીકે ઓળખવામા આવે છે. સેલ ની અંદર ઓર્ગેનેલ્સ આવેલા હોય છે જે પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા કવર થયેલા હોય છે.

માનવ શરીર મા ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝ થવાથી ઝાયગોટ બને છે. આ ઝાયગોટ ના ગ્રોથ થવાથી અને સેલ ડિવિઝન થવાથી માનવ શરીરની રચના થાય છે.

સેલ ની અંદર રહેલા પ્રવાહી ભાગને સાઈટોપ્લાઝમ તરીકે ઓળખવામા આવે છે. જેમાં ઘણા ઓર્ગેનેલ્સ રહેલા હોય છે. સેલનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે..

પ્લાઝમા મેમ્બ્રેન..
સેલ ની ફરતે આવેલ મેમ્બ્રેન ને પ્લાઝમા મેમ્બ્રેન કહેવામા આવે છે. આ મેમ્બ્રેન એ સિલેક્ટિવ પરમીએબિલિટી ધરાવે છે. જેનાથી અમુક સબસ્ટન્સ સેલ ની અંદર આવી શકે છે અને અમુક સબસ્ટન્સ સેલ ની બહાર જઈ શકે છે. આમ આ મેમ્બ્રેન મારફતે સેલ પોતાના સાઈટોપ્લાઝમ નુ બંધારણ જાળવી રાખે છે.

પ્લાઝમા મેમ્બ્રેન એ ફોસ્પો લિપિડની બનેલી ડબલ લેયરની મેમ્બ્રેન છે. તે સેલ ના ઓર્ગેનેલ્સ ને પ્રોટેક્શન આપવાનુ તથા સેલ નો શેપ જાડવવાનુ કાર્ય કરે છે.

ન્યુકલીયસ..
ન્યુક્લિયસ એ સેલના સેન્ટર મા આવેલુ હોય છે. તેમા પ્રોટોપ્લાઝમ નામનુ લિક્વિડ રહેલુ હોય છે. ન્યુક્લિયસ ની ફરતે ન્યુક્લિયસ મેમ્બ્રેન આવેલી હોય છે. આ મેમ્બ્રેન પણ સિલેક્ટિવ પરમીએબીલીટી ધરાવે છે. ન્યુક્લિયસ મેમ્બ્રેન એ સાઈટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ ને આંશિક રીતે અલગ કરે છે. ન્યુક્લિયસ એ સેલ ની અંદર તેની બધી જ એક્ટિવિટી ને કંટ્રોલ કરે છે અને તેની મદદથી જ સેલ જીવંત રહી શકે છે.

ન્યુક્લિયસ ની અંદર તાતણા જેવા પ્રોટીન આવેલા હોય છે જેને ક્રોમેટીન કહેવામા આવે છે. આ ક્રોમેટીન એ સેલ ડિવિઝન વખતે ક્રોમોઝોમ મા ફેરવાય અને સેલ ડિવિઝન નુ કાર્ય કરે છે.
ન્યુક્લિયસ ની અંદર રહેલા આ ક્રોમોઝોમ્સ એ વ્યક્તિના વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. ક્રોમોઝોમ્સ એ 23 ની પેઇર મા હ્યુમન બોડી ના સેલ મા જોવા મળે છે. આ ક્રોમોઝોમ્સ મા 22 પેઇર ને ઓર્ડીનરી ક્રોમોઝોમ્સ કહે છે જ્યારે 1 પેઇર ને સેક્સ ક્રોમોઝોમ્સ કહે છે.

મીટોકોન્ડ્રીયા…
મીટોકોન્ડ્રીયા એ રોડ શેપ નુ સ્ટ્રક્ચર છે. જે સેલ ની અંદર સાઈટોપ્લાઝમ મા આવેલુ હોય છે. તેની ફરતે ડબલ મેમ્બ્રેન આવેલી હોય છે જે મેમ્બ્રેન નુ સ્ટ્રક્ચર પ્લાઝમા મેમ્બ્રેન ને મળતુ આવે છે. આ મેમ્બ્રેન નુ બહારનુ લેયર એ સ્મુથ લેયર હોય છે અને અંદરનું લેયર એ ઘણા ફોલ્ડ વાળુ હોય છે. આ ફોલ્ડની સિરીઝને ક્રીસ્ટા કહેવામા આવે છે.

આ ક્રિસ્ટા ની અંદર ATP રિલીઝ કરતા એન્ઝાઇમ્સ આવેલા હોય છે. આથી જ મીટોકોન્ડ્રીયા ને સેલનુ પાવર હાઉસ કહેવામા આવે છે.

રિબોઝોમ્સ..
તે સાઈટો પ્લાઝમ મા આવેલા નાના નાના ગ્રેન્યુલ્સ હોય છે. તે પ્રોટીન અને RNA ના બનેલા હોય છે. તે એમાઇનો એસિડમાથી પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે. આમુક રિબોઝોમ્સ એ સાઈટોપ્લાઝમ મા ફ્રી લી આવેલા હોય છે અને અમુક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ પર એટેચ થયેલા હોય છે.

એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ…
તે એક ઇન્ટર કનેક્ટિંગ મેમ્બ્રેન ની સીરીઝ અથવા કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે. જે સાઈટોપ્લાઝમ ના એક સ્ટ્રકચર ને બીજા સ્ટ્રક્ચર સાથે જોડે છે. જેના બે ટાઈપ જોવા મળે છે.

  1. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..
    તેની સરફેસ સ્મુથ હોય છે. તે સ્ટીરોઈડ હોર્મોન અને લિપિડ સિન્થેસિસ નુ કાર્ય કરે છે. તે અમુક ડ્રગને ડીટોકસીફાઈ કરવામા પણ મદદ કરે છે.
  2. રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..
    તેની સરફેસ રફ હોય છે. તેની સરફેસ પર રાયબોઝોમ્સ આવેલા હોય છે. આ રાઈબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે.
    એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એ સેલના સાઈટોપ્લાઝમ મા સબસ્ટન્સ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામા પણ મદદ કરે છે.
    ગોલ્ગી એપ્રેટસ…
    ગોલ્ગી એપ્રેટસ એ ચાર થી આઠ ફોલ્ડ વાળી બેગ જેવુ સ્ટ્રક્ચર છે. આ ફોલ્ડ એકબીજા પર પથરાયેલા હોય છે. આ સ્ટ્રક્ચરના છેડાના ભાગ એ એક પાઉચ જેવી રચના બનાવે છે તેને સિસ્ટર્ના કહેવામા આવે છે. રાયબોઝોમ્સ દ્વારા સિન્થેસીસ કરવામા આવેલ પ્રોટીન આ સિસ્ટર્ના ના છેડાના ભાગે સિક્રીટરી વેસીકલ્સ ના સ્વરૂપમા કલેક્ટ થાય છે અને સ્ટોર થાય છે. જરૂર પડીએ આ સિક્રીટરી વેસીકલ્સ એ પ્રોટીન ને સાઈટોપ્લાઝમ મા રિલીઝ કરે છે. ગોલ્ગી એપ્રેટસ એ ન્યુક્લિયસ ની નજીકમા આવેલુ સ્ટ્રકચર છે.
    લાયસોઝોમ્સ…
    લાયસોઝોમ્સ એ એક પ્રકારના સિક્રીટરી વેસિકલ્સ જ છે જે ગોલ્ગી એપ્રેટસની મેમ્બ્રેન દ્વારા સિક્રીટ થાય છે. આ લાયસોઝોમ્સ એ અમુક એન્ઝાઇમ્સ નુ કન્ટેન્ટ ધરાવે છે જે એન્ઝાઈમ્સ એ સેલના સાઈટોપ્લાઝમ મા રહેલા અમુક લાર્જ મોલેક્યુલ્સને તોડવાનુ કાર્ય કરે છે. તે સેલ મા ફોરેન મટીરીયલ ને અને માઈક્રો ઓર્ગેનિઝમ્સને મારી સેલ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે. આ લાયસોઝોમ્સ એ સેલ ની અંદર જમા થયેલા વેસ્ટ મટીરીયલ ને રિમૂવ કરવાનુ કાર્ય પણ કરે છે.
    સેલ ના સાઇટોપ્લાઝમ મા સુર્ય આકાર નુ સેન્ટ્રોઝોમ પણ આવેલ હોય છે જે સેલ ડિવિઝન માં અગત્ય નું કાર્ય કરે છે.
    આ ઉપરાંત સેલના સાઈટો પ્લાઝોમ મા અમુક માઈક્રો ફિલામેન્ટસ અને માઈક્રો ટ્યુબ્યુલન્સ નુ નેટવર્ક પણ આવેલુ હોય છે જે સેલનો શેપ જાળવવા માટે તથા સેલના સ્ટ્રકચરને પ્રોટેક્ટ કરવા માટે અને સપોર્ટ કરવા માટે કાર્ય કરે છે.

OR

Que 1(a) draw the diagram of the heart with label
હ્રદય ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. 03

Que 1(b) write the functions of the heart
ફંકશન્સ ઓફ ધ હાર્ટ … 04

હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.
હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.
હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.
હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.
હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.
હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.
હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.

QUE. 1(c) explain pulmonary circulation
પલ્મોનરી સરકયુલેશન વિશે સમજાવો. 05

પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે.

પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે રાઈટ વેન્ટ્રિકલ માથી બહાર જાય છે. બહાર જતા ની સાથે જ પલ્મોનરી આર્ટરી એ રાઈટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી મા ડિવાઇડ થાય છે અને બંને લંગમા દાખલ થાય છે. જેમા ડાબા લંગ મા બે બ્રાન્ચીસ અને જમણા લંગમા ત્રણ બ્રાન્ચીસ પલ્મોનરી આર્ટરી ની દાખલ થાય છે જે લંગ ના દરેક લોબ મુજબ હોય છે.

લંગ માં બ્લડ એંડ લંગ ના ટિસ્યૂ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે અને દરેક લોબ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ બંને બાજુના લંગ માથી બે બે પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા દાખલ થાય છે.

પલમોનરી સર્ક્યુલેશન એ હાર્ટમાં ડીઓક્સિજેનેટેડ બ્લડ ને લંગ મારફતે ઓક્સિજનેટેડ બ્લડમા કન્વર્ટ કરે છે. આ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમા જઈ સિસ્ટિમિક સર્ક્યુલેશન મારફતે પુરા બોડીમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે.

રાઈટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સર્ક્યુલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવામા આવે છે

Que 2 (a) List out the reproductive organs and describe about uterus
રિપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવો ની યાદી બનાવી યુટરસ વિશે લખો 08

રીપ્રોડક્શન એટલે કે કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ એક નવા જીવ ને જન્મ આપવાની એબિલિટીને રીપ્રોડક્શન કહેવામા આવે છે.

જેમા મેલ અને ફીમેલ કે જેઓ ડિફરન્ટ સેક્સ ધરાવે છે, તેઓ દ્વારા પોતાના જર્મ સેલ જોળાવાથી એક નવી લાઈફની શરૂઆત થાય છે. જેને રીપ્રોડક્શન કહેવામા આવે છે.

મેલ જર્મ સેલ એટલે કે સ્પર્મેટોઝૂઆ અને ફીમેલ જર્મ સેલ એટલે કે ઓવમ ના ફ્યુઝનથી એક નવો સેલ એટલે કે ઝાયગોટ બને છે. આ ઝાયગોટ માથી તેનુ સેલ ડિવિઝન થતા ધીમે ધીમે એક નવી લાઈફ ના બર્થ નો પ્રોસેસ થાય છે. આ આખા ફંક્શન ને રીપ્રોડક્શન કહેવામા આવે છે.
રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવો નીચે મુજબના છે.


ફીમેલ રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવો.
ફીમેલ રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવોને એક્સટર્નલ અને ઇન્ટર્નલ બે ભાગમા વહેંચવામા આવે છે.

  1. એક્સટર્નલ ઓર્ગન્સ
  • મોન્સ પ્યુબીસ
  • લેબીયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • હાઈ મેન
  • કલાઈટોરીસ
  • બાર્થોલિયન્સ ગ્લેન્ડ
  • વેસ્ટિબ્યુલર ગ્લેન્ડ્સ
  • પેરીનિયમ.
  1. ઇન્ટર્નલ ઓર્ગન્સ.
  • ઓવરી 02
  • ફેલોપિયન ટ્યુબ્સ 02
  • યુટ્રસ 01
  • વજાઈના એન્ડ વજાઈનલ કેવીટી

ઓર્ગનસ ઓફ ધ મેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ.

મેલ રીપ્રોડક્ટિવ ટ્રેક ના ઓર્ગન્સ ને પણ એક્સટર્નલ અને ઇન્ટર્નલ બે ભાગમા વહેંચવામા આવે છે.

એક્સટર્નલ ઓર્ગન્સ.

    • પેનિસ
    • સ્ક્રોટમ.

    ઇન્ટર્નલ ઓર્ગન્સ.

      • ટેસ્ટીસ. 02
      • એપીડીડાયમસ. 02
      • વાઝડિફરનસ ડકટ 02
      • સ્પર્મેટીક કોર્ડ 02
      • સેમિનાલ વેસિકલ્સ. 02
      • ઇજેક્યુલેટરી ડકટ. 02
      • પ્રોસ્ટેટ ગ્લેન્ડ. 01

      યુટ્રસ..

      યુટ્રસ એ પેલ્વિક કેવીટીમા આવેલુ એક હોલો મસ્ક્યુલર ઓર્ગન છે. તે પિયર શેપ નુ ઓર્ગન છે. તે પેલ્વિક કેવિટી મા યુરીનરી બ્લેડર ની પાછળ અને રેક્ટમ ના આગળના ભાગે આવેલુ હોય છે. તે 7.5 cm લાંબુ 5 cm પહોળુ અને 3 cm જાડુ હોય છે.

      તેનો વજન અંદાજિત ૩૦થી 40 ગ્રામ જેટલુ હોય છે. પ્રેગ્નન્સી વખતે તેનો વજન વધી અને અંદાજિત 900 થી 1000 ગ્રામ જેટલો થઈ જાય છે.

      વુમનમા યુટ્રસ એન્ટીવર્ઝન એટલે કે આગળની બાજુએ આવેલુ અને એન્ટિફલેક્શન એટલે કે આગળ તરફ ઝૂકેલુ આ રીતે નોર્મલ એનાટોમીકલ પોઝિશનમા ગોઠવાયેલુ હોય છે.
      યુટ્રસ ને તેના એનાટોમીકલ પાર્ટ્સ મુજબ મુખ્ય ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.

      1. ફન્ડસ..
        યુટ્રસ ના સૌથી ઉપરના ઘુમ્મટ આકારના ભાગને ફન્ડસ કહેવામા આવે છે. આ ભાગ ના બંને સાઈડના ભાગેથી એક એક ફેલોપિયન ટ્યુબ નીકળે છે.
      2. બોડી.
        યુટ્રસ ના સૌથી વચ્ચેના મુખ્ય ભાગને બોડી કહેવામા આવે છે. તે એક સાંકડી કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે.
      3. સર્વિક્સ..
        યુટ્રસ ના સૌથી નીચે આવેલા સાંકડા, રાઉન્ડ પોર્શનને સર્વિસ કહેવામા આવે છે. આ ભાગ ના અંદરની બાજુના ઓપનિંગ ને ઇન્ટર્નલ ઑસ કહેવામા આવે છે. તેના બહારની બાજુએ વજાઈનલ કેવીટીમા ખુલતા ઓપનિંગ ને એક્સટર્નલ ઑસ કહેવામા આવે છે.

      સ્ટ્રકચર ઓફ ધ યુટ્રસ.
      યુટ્રસ ની દીવાલ એ ત્રણ પ્રકારના લેયરમા વહેંચાયેલી હોય છે. જેને બહારથી અંદરની બાજુ તરફ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.

      1. પેરીમેટ્રિયમ લેયર…
        તે યુટ્રસ ની સૌથી બહારની દીવાલ બનાવે છે. તે સીરસ લેયર છે. તે યુટ્રસ ના ફન્ડસ ની બાજુએ પેરિટોનિયમ લેયર સાથે તેમજ યુરીનરી બ્લેડર સાથે જોડાયેલુ હોય છે. ત્યાં એક વેસીકોયુટેરાઇન પાઉચ બનાવે છે. યુટ્રસ ની બોડી અને સર્વિકસ ના ભાગે આ લેયર નીચે રેક્ટમ સાથે જોડાય ત્યા રેકટોયુટેરાઇન પાઉચ બનાવે છે. તેને પાઉચ ઓફ ડગ્લાસ પણ કહેવામા આવે છે. તેની દીવાલમા એરિયોલર કનેક્ટિવ ટીશ્યુ તથા એપિથિલિયમ ટીશ્યુ આવેલા હોય છે.
      2. માયોમેટ્રીયમ લેયર.
        તે યુટ્રસ નુ વચ્ચેનુ લેયર બનાવે છે. આ લેયરમા મસલ્સ આવેલા હોય છે. આ મસલ્સ એ સ્મુધ મસલ્સ હોય છે. ચાઈલ્ડ બર્થ દરમિયાન આ મસલ્સ ના કોન્ટ્રાકશન આવવાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ જોવા મળે છે.
      3. એન્ડોમેટ્રિયમ લેયર.
        આ યુટ્રસ નુ સૌથી અંદર આવેલુ લેયર છે.
        તેની અંદરની દિવાલ એ મ્યુકસ મેમ્બ્રેન તરીકે ઓળખવામા આવે છે. તે એપિથિલિયમ ટીશ્યુની બનેલી હોય છે અને મયુકસ નુ સિક્રેશન કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ અંદરના લેયર ને ડેસીડયુઆ તરીકે ઓળખવામા આવે છે.
        લીગામેન્ટ્સ ઓફ ધ યૂટ્રસ.
        યુટ્રસ પેલવિક કેવીટીમા આવેલુ હોય છે. તેને તેની નોર્મલ પોઝિશનમા રાખવા અને સપોર્ટ કરવા માટે નીચે મુજબના લીગામેન્ટસ આવેલા હોય છે.
        બ્રોડ લીગામેન્ટ
        રાઉન્ડ લીગામેન્ટ
        યુટેરો સેક્રલ લીગામેન્ટ
        ટ્રાન્સવર્સ સર્વાઇકલ લીગામેન્ટ વગેરે.

      બ્લડ સપ્લાય ઓફ યુટ્રસ.

      યુટરસ ને બ્લડ સપ્લાય એ યુટેરાઇન આર્ટરી અને ઇન્ટર્નલ ઈલિયાક આર્ટરી ની બ્રાન્ચીસ દ્વારા થાય છે. તેની જ વિનસ શાખાઓ દ્વારા વિનસ રિટર્ન પણ થાય છે.
      યુટ્રસ ને નર્વ સપ્લાય સીમ્પથેટિક અને પેરાસીમ્પથેટિક નર્વસ દ્વારા થાય છે.

      ફંકશન્સ ઓફ ધ યુટ્રસ..

      યુટ્રસ એ ઓવમ અને સ્પર્મ ના ફર્ટિલાઈઝેશન માટે હેલ્પ કરે છે.
      ફર્ટિલાઈઝેશન થઈ ગયા બાદ ઝાઈગોટ ને યુટ્રસ ની અંદર ની દિવાલમા ઈમ્પ્લાન્ટેશન થવામા મદદ કરે છે અને પ્રેગ્નન્સી જાળવી રાખે છે.
      પ્રેગ્નન્સીમા યુટ્રસ ની અંદર ના કન્ટેન્ટમા વધારો થતા યુટ્રસ ની સાઈઝમા પણ વધારો જોવા મળે છે જેથી પ્રેગ્નન્સી કંટીન્યુ રહી શકે છે.
      પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા રહેલા ફિટસ ને ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવાનુ કાર્ય કરે છે.
      યુટ્રસ ના મસલ્સ કોન્ટ્રેક્ટ થવાના કારણે ડિલિવરી દરમિયાન બેબીને બહાર આવવા માટે હેલ્પ કરે છે.
      યુટ્રસ ની અંદર ની દિવાલ એન્ડોમેટ્રિયમ એ મેનસ્ત્રુએશન સાયકલ દરમિયાન તૂટે છે. દર 26 થી 30 દિવસે આ સાયકલ કંટીન્યુ રહે છે ત્યા wbc ધસી આવવાના લીધે ઇનફેક્શન લાગવાની શક્યતા ઓછી થાય છે.

      Que 2(b) Discuss the menstruation cycle
      મેનસ્ટૃઅલ સાયકલ વિષે વર્ણવો 04

      મેનસ્રૂએશન સાયકલ એ ફિમેલ મા પ્યુબર્ટી ફેઝ પછી થી જોવા મળે છે. જેમા ઓવરી અને યુટર્સ ના ફંક્શન મા ચેન્જીસ જોવા મળે છે.

      મેનસ્રૂએશન સાયકલ એ દર 26 થી 30 દિવસે જોવા મળે છે. આ બ્લડ ના હોર્મોન ના લેવલમા ચેન્જીસ આવવાના કારણે જોવા મળે છે.

      મેનસ્રૂએશન સાયકલની શરૂઆત થાય તેને મેનારકી તરીકે ઓળખવામા આવે છે.
      ફિમેલ ને પ્યુબર્ટી એજ પછીથી આ સાયકલ કંટીન્યુઅસ જોવા મળે છે. જે પ્રેગ્નન્સી દરમિયાન ટેમ્પરરી બંધ થાય છે અને મેનોપોઝ ના પિરિયડ પછી કમ્પલીટ બંધ થઈ જાય છે.

      મેનસ્રૂએશન ની શરૂઆત એ યુટર્સમા આવેલા કોર્પસ લ્યુટીયમ લેયર ના ડીજનરેશનના કારણે જોવા મળે છે અને બ્લીડિંગ એ વજાયનલ કેવીટી મારફત બહાર આવે છે.
      મેનસ્રૂએશન સાયકલમા નીચે મુજબના ફેઝ જોવા મળે છે.

      મેન્સટ્રુઅલ ફેઝ..
      આ ફેઝ દર 28 દિવસે જોવા મળે છે અને તે લગભગ ચાર દિવસ સુધી શરૂ હોય છે. જ્યારે ફીમેલ મા એગ નુ ફર્ટિલાઈઝેશન થતું નથી ત્યારે યુટ્રસની દિવાલ ને સપોર્ટ કરતા હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણ ઘટે છે અને ઓક્સિટોસિન હોર્મોન નું પ્રમાણ વધે છે. જેથી યુટ્રસના કોન્ટ્રાકશન નુ સ્ટીમ્યુલેશન વધે છે અને યુટ્રસ ની દિવાલ નુ કોરપસ લ્યુટીયમ લેયર નુ ડીજનરેશન થવાની શરૂઆત થઈ જાય છે અને યુટ્રસ માથી વજાયના મારફત બ્લડ ડ્રેઇન થાય છે. આ ફેઝ 1 થી 4 દિવસ સુધી ચાલે છે.
      આ મેન્સટ્રુઅલ ફલો મા એન્ડોમેટ્રીઅલ ગ્લેંડ્સ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ, બ્લડ તથા અનફર્ટિલાઈઝડ ઓવમ નો ભાગ હોય છે. અંદાજિત 100 થી 200 ml જેટલુ બ્લડ આ ફેઝ ના 3 થી 5 દિવસ દરમિયાન બહાર નીકળે છે જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામા આવે છે.

      પ્રોલીફરેટિવ ફેઝ..
      મેન્સ્ટ્રુઅલ ફેઝ એ 5 મા દિવસે પૂરો થાય છે. ત્યારબાદ એટલે કે 6 દિવસથી પ્રોલીફરેટીવ ફેઝ શરૂ થાય છે અને 14 દિવસ સુધી શરૂ હોય છે.
      આ ફેઝ મા ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ ઓવેરિયન ફોલિકલ્સ ને સ્ટીમ્યુલેટ કરે છે અને તેથી ઇસ્ટ્રોજન પ્રોડક્શન મા વધારો થાય છે. આ ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમના પ્રોલિફરેશન ને સ્ટીમયુલેટ કરે છે.
      યુટ્રસનુ એન્ડોમેટ્રિયમ એ છઠ્ઠા દિવસથી ડેવલપ થવાની શરૂઆત થાય છે. તેના સેલ મલ્ટિપ્લિકેશન કરે છે અને જેના લીધે મ્યુકસ સિક્રીટિંગ ગ્લેંડ્સ અને બ્લડ કેપેલરીઝ મા વધારો થાય છે. આમ યુટ્રસ નુ એન્ડોમેટ્રિયમ બલ્કી બને છે અને વાસ્ક્યુલર બને છે.
      આ ફેઝ ના અંતે યુટ્રસ ની અંદર ની દિવાલ એ ફર્ટીલાઈઝ એગ ના ઇમ્પ્લાન્ટેશન માટે રેડી થાય છે. આ ફેઝ એ ઓવ્યુલેશન થવાની સાથે પૂરો થાય છે આ ફેસના અંતના ભાગે ઇસટ્રોજન લેવલમા ઘટાડો જોવા મળે છે.

      સિક્રેટરી ફેઝ.
      પ્રોલીફરેશન ફેઝ પૂરો થયા બાદ સિક્રીટરી ફેઝ ની શરૂઆત થાય છે. જે મેનસ્રૂએશન સાયકલના 15 મા દિવસથી શરૂ થઈ 28 મા દિવસ સુધી સિક્રીટરી ફેઝ જોવા મળે છે.
      આ ફેઝ મા પ્રોજેસ્ટેરોન હોર્મોન અગત્યનો હોવાથી આ ફેઝ ને પ્રોજેસ્ટેરોન ફેઝ પણ કહેવામા આવે છે.
      જ્યારે ઓવ્યુલેશન થવાના લીધે ઓવરી દ્વારા મેચ્યોર એગ રિલીઝ થાય છે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન નુ પ્રમાણ ઘટે છે પરંતુ યૂટ્રસ ની દિવાલ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન સિક્રીટ કરી પ્રેગ્નન્સી મેન્ટેન કરે છે.
      આ મેચ્યોર ઓવમ એ સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ ન થવાના લીધે કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોનને ડીક્રીઝ કરે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ના ઘટાડાના કારણે ઓક્સિટોસિન હોર્મોન ના પ્રમાણમા વધારો જોવા મળે છે અને યુટ્રસ ના મસલ્સમા કોન્ટ્રાકશન આવવાની શરૂઆત થાય છે.
      કોર્પસ લ્યુટીયમ એ ફર્ટિલાઇઝ ઓવમ ને રીસીવ ન કરવાના લીધે અને યુટેરાઇન કોન્ટ્રાકશનમા વધારો થવાના લીધે નેક્સ્ટ સાયકલ આ ફેઝ ના અંતે શરૂ થાય છે.
      OR
      Que 2(a) Describe the structure and function of the skin
      સ્કીન ના સ્ટ્રકચર અને કર્યો વિસ્તૃત માં લખો 08

      સ્કીન એ બોડીને બહારની બાજુએથી સંપૂર્ણ કવર કરતુ એક આવરણ છે. તેને ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પણ કહેવામા આવે છે. આપણા બોડીનો આ સૌથી મોટો ઓર્ગન કે ભાગ છે.
      સ્કિનનો ટોટલ સરફેસ એરિયા એ 2 મીટર સ્ક્વેર જેટલો આવેલો હોય છે અને તેની થીક્નેસ એ અંદાજિત 1 થી 2 mm જેટલી આવેલી હોય છે.

      સ્ટ્રક્ચર ઓફ ધ સ્કીન..

      સ્કીન ના સ્ટ્રક્ચરમા સ્કીનના લેયર, તેમા આવેલી ગ્લેન્ડ્સ, નેઇલ અને હેઇર નો સમાવેશ થાય છે.

      લેયર્સ ઓફ ધ સ્કીન..

      સ્કીનના મુખ્યત્વે ત્રણ લેયર જોવા મળે છે. એપીડર્મીસ, ડર્મિશ, હાઈપોડર્મિસ

      એપીડર્મીશ…
      તે સ્કિન નુ સૌથી સુપરફિશિયલ અને બહારની બાજુએ આવેલુ લેયર છે. તેના બંધારણમા સ્ટ્રેટીફાઇડ કોલ્યુમનર એપીથેલીયમ ટિસ્યૂ આવેલા હોય છે. આ લેયર એ બ્લડ વેસેલ્સ ધરાવતુ નથી.

      એપીડર્મીશ એ સમાન રીતે બોડીમા વહેંચાયેલુ હોતુ નથી. ક્યાંક તેની જાડાઈ વધારે હોય છે જેમ કે પગના તળિયા અને હાથની હથેળીઓ. ક્યાંક તેની જાડાઈ ઓછી પણ જોવા મળે છે જેમ કે આંખની કોર્નિયા નો ભાગ.

      એપીડર્મીસ લેયર મા બેઝમેન્ટ લેયર થી સેલ ગ્રો થઈ અને ઉપર સુપરફિશિયલ લેયર સુધી આવે છે. સંપૂર્ણ એપીડર્મીશ ને રિપ્લેસ થતા 35 થી 40 દિવસ જેટલો સમય લાગે છે.
      એપીડર્મિશ લેયરમા નીચે મુજબના લેયર આવેલા હોય છે.

      À. સ્ટ્રેટમ કોર્નીયમ.
      આ બધા લેયરમા સૌથી બહારનુ લેયર છે. તેમા ડેડ સેલ એક લાઈનમા ગોઠવાયેલા હોય છે. આ સેલ એ ફ્લેટ અને ખૂબ જ પાતળા હોય છે.
      આ લેયરમા કેરાટીન આવેલુ હોય છે. તે એક પ્રોટીન છે. તે અંદર આવેલા સેલને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે અને તેને ડ્રાય થતા રોકે છે.
      તે સ્કીન ની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન કરે છે અને તેને સોફ્ટ રાખવા માટે મદદ કરે છે.
      આ લેયર એ બહારની બાજુના ઘસારાના કારણે સતત ખરતુ રહે છે.

      B. સ્ટ્રેટમ લ્યુસીડમ.
      આ લેયર એ પણ ડેડ અને ચપટા સેલ દ્વારા બનેલુ છે. તેને બ્લોક લેયર પણ કહેવામા આવે છે કારણ કે આ લેયરમા આવેલા સેલમા વોટર અને ન્યુક્લિયસ હોતા નથી.
      આ લેયરમા એલઇડીન નામનુ પ્રોટીન આવેલુ હોય છે. જે અલ્ટ્રાવાયોલેટ રેઇઝ સૂર્ય તરફથી આવતા હોય તેના તરફ થી સ્કિનને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે.

      Ç. સ્ટ્રેટમ ગ્રેન્યુલોઝમ..
      આમા સેલમા ગ્રેન્યુલ્સ હોવાના કારણે તેને ગ્રેન્યુલોઝ્મ લેયર કહેવામા આવે છે.
      આ લેયર એ 2 થી 4 સેલની રો જેટલુ થીક હોય છે.

      D. સ્ટ્રેટમ જર્મીનેટિવ.
      આ લેયર એ એપીડર્મિસ નુ સૌથી અંદરનુ લેયર છે.
      આ લેયર એ થોડા થોડા સમયે નવા સેલ બનાવે છે અને તે સેલ સરફેસ તરફ ઉપર આવતા જાય છે. અહીં બે પ્રકારના સેલ જોવા મળે છે, પ્રીકલ સેલ અને બેઝલ સેલ.

      ડર્મીશ લેયર..
      સ્કીન નુ આ લેયર એ એપીડર્મીસ થી નીચે આવેલુ હોય છે. તેમા કનેક્ટિવ ટીશ્યુ આવેલા હોય છે. આ લેયરમા કોલાજન ફાઇબર, ઇલાસ્ટિક ફાઇબર અને રેટિક્યુલર ફાયબર આવેલા હોય છે.

      જેના લીધે સ્કીનની ઇલાસ્ટીસીટી મેન્ટેઇન રહે છે. આ ફાઇબર એ સ્કીનને મજબૂત બનાવે છેઅને સપોર્ટ આપવા માટે ખૂબ જ અગત્યના હોય છે.

      ડર્મિશ મા આવેલા સેલ મા ફેટ સેલ, ફાઈબ્રો બ્લાસ્ટ અને મેક્રોફેજિસ સેલ નો સમાવેશ કરવામા આવે છે.
      ડરમીસ લેયર એ પેપીલર લેયર અને રેટિક્યુલર લેયર દ્વારા કમ્પલેટ બનેલુ હોય છે. જે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, સેપરેટ કરી શકાતા નથી.

      ડર્મીસ લેયરના બંધારણમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ, હેઇર ફોલિકલ, સેન્સરી નર્વ એન્ડીગસ,
      સ્વેટ ગ્લેન્ડ, સીબેસીયસ ગ્લેન્ડ વગેરે સ્ટ્રક્ચર આવેલુ હોય છે.

      હાઈપોડર્મીસ લેયર..
      આ લેયર એ ડર્મિશ લેયરથી નીચે આવેલુ હોય છે. તેને સબ ક્યુટેનિયસ લેયર પણ કહેવામા આવે છે.
      આ લેયર એ લુઝ ફાઇબરસ કનેક્ટિવ ટીશ્યુ થી બનેલુ હોય છે. તે ડર્મિસ કરતા જાડુ હોય છે. તેમા બ્લડ વેસલ્સ, લીમ્ફ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે.

      ફંકશન્સ ઓફ ધ સ્કીન.

      સ્કીન એ બોડીની બહારની બાજુએ ફરતે એક કંટીન્યુઅસ આવરણ બનાવે છે, જેનાથી તે ફર્સ્ટ લાઈન ઓફ પ્રોટેકશન તરીકે કાર્ય કરે છે.

      માઈક્રો ઓર્ગેનિઝમ ને બોડીમા ડાયરેક્ટલી એન્ટર થતા રોકે છે.
      કોઈપણ બહારની બાજુએથી ઇન્જરી કે કોઈપણ નુકસાનકારક તત્વો ને શરીરમાં અંદર જતા રોકે છે.

      તે નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેઇન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
      સ્કીન એ બોડીને આઉટર ફ્રેમ વર્ક આપે છે. તે બોડીમા આવેલા બધા ઓર્ગનમા સૌથી મોટુ ઓર્ગન છે. બધા ઓર્ગન્સ ને બહારની બાજુએ કવર કરવાના કારણે તે બોડીને શેપ આપવાનુ કાર્ય કરે છે.

      તે બોડીમા વિટામિન ડી નુ સિન્થેસિસ કરે છે. જેમા સ્કીનમા સેવન ડી હાઈડ્રોકોલેસ્ટ્રોલ નામનુ એક કેમિકલ આવેલુ હોય છે. જે સૂર્ય તરફથી આવતા અલ્ટ્રા વાયોલેટ રેઈઝ ને વિટામીન d3 અને કોલીકેલ્સીફેરોલ મા કન્વર્ટ કરે છે.

      આમ તે વિટામિન ડી નુ સિન્થેસિસ કરવાનુ કાર્ય કરે છે.

      સ્કીન એ બોડી મા આવેલા વેસ્ટ પ્રોડક્ટ અને નુકસાનકારક સબસ્ટન્સને બોડી માથી એકસ્ક્રિટ કરવાનુ કાર્ય પણ કરે છે. તે પસ્પીરેશનના સિક્રીશન દ્વારા બોડી માથી અમુક અંશે વેસ્ટ પ્રોડક્ટ નુ એક્સક્રીસન પણ કરે છે.

      સ્કીન મારફતે અમુક સબસ્ટેન્સ નુ એબ્સોપ્શન પણ થાય છે. આ એક મેડીકેશન માટે નો રૂટ પણ છે. જેમા સ્કિન એ તેના પર લગાવવામા આવેલા અમુક ઓઇન્ટમેન્ટ અને મેડિસિનને એબ્સોર્બ કરી અને તેને સિસ્ટમિક સર્ક્યુલેશન મા મોકલે છે.

      સ્કીનમા સેન્સરી નર્વ એન્ડીન્ગ્સ આવેલા હોય છે. જે ટચ, ટેમ્પરેચર અને પેઇન વગેરેના ઇમ્પલસીસ બ્રેઇન સુધી ટ્રાન્સમિટ કરવામા મદદ કરે છે. જેનાથી આપણને દરેક સ્ટીમ્યુલેશન નુ ઇન્ટરપ્રિટેશન થાય છે.

      સ્કીન એ અમુક ન્યુટ્રીયંટ મટીરીયલ્સ ને સ્ટોરેજ કરવાનુ પણ કામ કરે છે જેમ કે ફેટ.
      સ્કીન એ વુડ હીલિંગમા અગત્યનુ ફંક્શન કરે છે.

      Que 2(b) Explain posterior pituitary gland.
      પોસ્ટીરીયર પીચ્યુટરી ગ્લેન્ડ વિશે લખો 04

      પિચ્યુટરી ગ્રેન્ડ એ બોડી મા માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાય છે કારણ કે આ ગ્લેન્ડના હોર્મોન્સ દ્વારા બીજી ગ્લેન્ડના ફંકશન રેગ્યુલેટ થાય છે.

      પિચ્યુટરી ગ્લેન્ડ એ ક્રેનિયમ કેવીટી ના સ્ફીનોઈડ બોન ના હાઇપો ફિશિયલ ફોસા મા આવેલ હોય છે. પિચ્યુટરી ગ્લેન્ડને હાઈપોફીસીસ તરીકે પણ ઓળખવામા આવે છે. પિચ્યુટરી ગલેન્ડ એ હાઇપોથેલેમસ સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ હોય છે, જેથી આ ઇન્ટર કનેક્ટિવિટી ના કારણે ઘણા ફંકશન રેગ્યુલેટ થાય છે.

      પિચ્યુટરી ગ્લેન્ડની સાઈઝ એ 1.2 થી 1.5 cm લાંબી હોય છે. તેનો વજન અંદાજિત 0.5 ગ્રામ હોય છે. તે પિનટ શેપની ગ્લેન્ડ હોય છે.

      પિચ્યુટરી ગ્લેન્ડના મુખ્યત્વે ત્રણ લોબ પડેલા હોય છે. દરેક લોબ માથી અલગ અલગ હોર્મોન સિક્રીટ થાય છે જેને નીચે મુજબ ડિસ્ક્રાઈબ કરી શકાય છે. દરેક લોબ માંથી સિક્રીટ થતા હોર્મોન્સ પર હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ અને ઇનહીબિટિંગ હોર્મોન્સ અસર કરે છે. હાયપોથેલેમસ માથી સિક્રીટ થતા રિલીઝિંગ હોર્મોન્સ એ પીચ્યુટરી ગ્લેન્ડ ના સિક્રીશન ને વધારે છે જ્યારે ઇનહીબિટિંગ હોર્મોન્સ એ પીચ્યુટરી ગ્લેન્ડ ના સિક્રીશન ને ઘટાડે છે.

      પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ.

      આ પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડના ભાગમા આવેલો લોબ છે.
      તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે.
      પિચ્યુટરી ગ્લેન્ડ નો આ લોબ એ હાઇપોથેલેમસ સાથે નર્વ અને નર્વ ફાઇબર દ્વારા જોડાયેલો હોય છે. જેના લીધે તેને ન્યુરોહાઇપોફીસીસ તરીકે ઓળખવામા આવે છે. આ લોબ દ્વારા નીચે મુજબના હોર્મોન્સ સિક્રીટ થાય છે.

      À. ઓક્સિટોસિન..
      આ પોસ્ટિરીયર લોબ દ્વારા સિક્રીટ થતો હોર્મોન છે. તે ડીલીવરી વખતે નોર્મલ લેબર પેઇન ને સ્ટાર્ટ કરવા માટે તથા યુટ્રસ મા આવેલા માયોમેટ્રિયમ મસલ્સના કોન્ટ્રાકશન કરતો હોર્મોન છે. જેનાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ સારી રીતે થઈ શકે છે.

      ઓક્સિટોસિન હોર્મોન દ્વારા જ્યારે બાળક મધરના બ્રેસ્ટ મિલ્ક ને શક કરે છે ત્યારે બ્રેસ્ટ માથી મિલ્ક ને બહાર ઇજેક્ટ કરવા માટે પણ આ હોર્મોન કાર્ય કરે છે.

      આ હોર્મોને સ્મૂધ મસનના કોન્ટ્રાકશન માટે પણ જવાબદાર હોય છે જેમા સેક્સયુઅલ ઇન્ટરકોર્સ વખતે સ્મુધ મસલ્સ નો કોન્ટ્રાકશન કરે છે જેના લીધે સ્પર્મ એ વજાઇનલ કેવીટી અને યુટ્રસ માથી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી શકે છે.

      B. એન્ટી ડાયુરેટિક હોર્મોન..
      આ હોર્મોન ને બીજા વાસોપ્રેસીન ના નામથી પણ ઓળખવામા આવે છે. આ હોર્મોન એ બોડી માથી મોટા પ્રમાણમા યુરિન બહાર નીકળતુ રોકે છે જે રીનલ ટ્યુબ્યુલન્સમા વોટર નુ એબ્સોર્પશન કરે છે જેના કારણે યુરીન એક્સક્રીશન પર કંટ્રોલ રહે છે.

      તે બોડીમાં વોટરનું પ્રમાણ જાળવવા માટે અને ફ્લૂઇડ બેલેન્સ કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
      તે સ્મુધ મસલ્સના કોન્ટ્રાકશન કરે છે જેના કારણે બ્લડપ્રેશર ઈન્ક્રીઝ કરવા માટે અગત્યનુ કાર્ય કરે છે.

      Que 3 Write short answer (any two) ટુંકમાં જવાબ લાખો. (કોઈપણ બે ) 6+6 =12

      a. Explain the methods of steam sterilization. સ્ટ્રીમ સ્ટરીલાઈઝેશનની રીતો સમજાવો.

      ઓટોક્લેવ

      • Sterilization મા heat under pressure a practical અને ઉપયોગી agent છે.
      •  આ method મા15 lbs pressure અને 121° C temp. 30 minutes ની જરૂરીયાત sterilization માટે રહે છે.
      •  pressure થી organisms નાશ થતા નથી, પણ steam under pressure એ કામ કરી શકે છે.
      •  સમય એ કેટલુ bulky material sterilize કરવાનું છે. તેના પર આધાર રાખે છે. આ one of the best method of sterilization ગણાય છે. જે all bacteria અને spores નો નાશ કરે છે. 
      • આ process માટે વાપરવામાં આવતા સાધન ને autoclave મશીન કહેવામાં આવે છે, જે ઘરના પ્રેસર કુકર જેવું છે.
      • utoclave એ ડબલ વોલ નું મેટલનું સાધન છે. 
      • જે Airtight chamber ધરાવે છે. તેમા સામાન્ય રીતે 2 gauges (મીટર કાટા) હોય છે. 
      • તે outer inner chamber ના steam presser વાંચે છે.
      •  High પ્રેસર થી થતા explosion રોકવા તેમા એક safety valve હોય છે, જે જરૂરીયાત થી પ્રેસર વધતા steam છોડે છે.
      •  Inner chamber ની steam ને બહાર કાઢવા exhaust valve પણ હોય છે.
      •  Outer chamber માથી inner chamber માં steam મોકલવા માટે પણ valve હોય છે.
      •  અમુક autoclave માં ચેમ્બરની અંદર પણ થર્મોમીટર ફીટ કરેલા હોય છે. 
      • Inner chamber ની અંદર આવેલા plate પર object રાખ્યા પછી lids tightly close કર્યા પછી heating ચાલુ કરવામાં આવે છે.
      •  15 lbs/inch, 120° C 30 minutes autoclave ના ફાયદા એ છે. કે એ spore સહીતના organism મારી શકે છે. 
      • અને નક્કી કરેલ ટેમ્પરેચર અને pressure of steam maintain કરી શકાય છે. આ method થી culture media, rubber goods, linens, dressing, syringes and sterilize કરી શકાય છે… Inruments અને બીજી ઘણી મહત્વનાં વપરાશની વસ્તુઓના sterilization માં વાપરી  શકાય છે. one of the best, most practicable, dependable method of sterilization છે.

      Tyndallization

      • British scientist John Tyndall એ develop કરી હોવાથી તેને Tyndallization પણ કહે છે. 
      • આ process માં 100* C temp. 20 min. સુધી જરૂર પડે છે. 
      • અને આવું 110 4 દિવસ કરવામાં આવે છે. 
      • બીજા શબ્દોમાં કહીએ તો દિવસના અંતરે (12 to 24 hrs) repeated heating નો ઉપયોગ કરવામાં આવે છે, તે vegetative forms bacteria અને spores નો પણ નાશ કરે છે.
      •  ત્રીજા heating માં લગભગ બાકી રહેલા બધાજ organism નાશ પામે છે, culture media ના preparation સિવાય આ રીત વપરાશમાં નથી.
      • Arnold, જર્મન bacteriologist એ એક special apparatus develope કર્યું જેને Arnold steam sterilizer કહે છે, જેમા steam નો ઉપયોગ without pressure થાય છ

      Que 4 short answer :

      (a) cerebrum સેરેબ્રમ 04 marks

      • સેરેબ્રમ એ રાઈટ અને લેફ્ટ સેલેબ્રલ હેમિશફેરથી બનેલું હોય છે.
      • બે સેરેબ્રલ હેમિસફેર એ વચ્ચે કોરપસ કેલોઝમથી જોડાયેલા હોય છે. દરેક હેમિસફેર માં એક એક કેવિટી આવેલી હોય છે જેને લેટરલ વેંટ્રિકલ કહે છે.
      • સેરેબ્રમ ના સુપર ફિશિયલ ભાગના સ્ટ્રકચર માં ગ્રે મેટર આવેલું હોય છે જેને સેરેબ્રલ કોર્ટેક્સ કહે છે. સેરેબ્રમ ના ડીપ ભાગમાં વાઈટ મેટર આવેલ હોય છે.
      • સેરેબ્રલ કોર્ટેક્સ માં ઊંચાઈવાળા ભાગ આવેલા હોય છે જેને ગાયરાઈ અથવા કોનવોલ્યુશનસ કહે છે અને તે ખાચ દ્વારા સેપરેટ થાય છે આ ખાચને ફીશર અથવા સલકાઈ કહેવામાં આવે છે.
      • આ ફિશરમાંથી સૌથી ઊંડી લોન્જીટ્યુનલ ફીશર હોય છે જે રાઈટ અને લેફ્ટ હેમિસ ફેરને અલગ પાડે છે
      સેરેબ્રમ ના હેમિસફેર એ અલગ અલગ લોબ માં ડિવાઇડ થાય છે જે નીચે મુજબ છે.
      • ફ્રેન્ટલ લોબ
      • પરાઈટલ લોબ
      • ટેમ્પોરલ લોબ
      • ઓક્સીપીટલ લોબ..
      • સેરેબ્રમ ના ભાગે આવેલી અગત્યની ફીસર;
      • લોન્જીટ્યુનલ સલકસ અથવા ફીસર જે સૌથી ઊંડી છે અને સેરેબ્રમને બે હેમિસફેર મા ડિવાઇડ કરે છે
      • સેન્ટ્રલ સલ્કસ જે ફ્રન્ટલ અને પરાઈટલ લોબ વચ્ચે આવેલ છે.
      • લેટરલ સલકસ જે ડીપ ગ્રુવ છે અને તે ટેમ્પોરલ લોબ ને ફ્રન્ટ અને પરાઈટલ લોબ થી અલગ કરે છે .
      • પરાઈટો ઓક્સીપીટલ સલકસ જે ઓક્સિપીટલ લોબ ને બે પરાઇટલ લોબ થી અલગ પાડે છે….
      સેરેબ્રમ ની અંદર ના ભાગે નર્વ ફાઇબરના ટ્રેક આવેલા હોય છે જેવા કે
      • એસોસિએશન ફાઇબર્સ
      • કોમીસ્યૂરલ ફાઇબર્સ
      • પ્રોજેક્શન ફાઇબર્સ
      આ ફાઈબર્સ એક બીજા સાથે જોડાયેલા હોય છે તથા એક અરિયા ને બીજા એરિયા સાથે જોડે છે અને ઇમ્પલસીસ ના ટ્રાન્સમિશન માં મદદ કરે છે.

      FUNCTIONS OF THE CEREBRUM

      1. સેરેબ્રમ માં ઇન્ટેલિજન્સી, મેમરી, રીઝનીંગ, થીંકીંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટીંગ વગેરે નો કંટ્રોલ જોવા મળે છે.
      2. સેન્સરી પરસેપ્શન જેવા કે પેઇન, ટેમ્પરેચર, ટચ, સાઈટ, હિયરિંગ, ટેસ્ટ, સ્મેલ વગેરે ના પરસેપ્શન માટે નો કંટ્રોલ જોવા મળે છે.
      3. સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રાકશન માટેના કંટ્રોલ આ એરિયામાથી જોવા મળે છે.

      Que 4(c) innominate bone ઇનોમીનેટ બોન.. 04

      ઇનોમીનેટ બોન એ પેલ્વિક ગિર્ડલ નુ બોન છે. તેને હીપ બોન તરીકે પણ ઓળખવામા આવે છે.
      તે બોડીમા બે ની સંખ્યામા હોય છે. તે પેલ્વીક કેવીટી ની રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને બાજુ એક એક આવેલ હોય છે. બંને ઇનોમીનેટ બોન એ પાછળ સેક્રમ બોન સાથે જોડાય છે અને પેલ્વિક કેવીટી બનાવે છે.
      ઇનોમિનેટ બોન એ મોટુ બોન હોય છે. તે ફ્લેટ અને ઇરેગ્યુલર પ્રકારનુ બોન હોય છે.
      દરેક ઇનોમીનેટ બોન મા ત્રણ બોન નો સમાવેશ કરવામા આવે છે.

      ઇલિયમ

      ઇસ્ચીયમ

      પ્યુબીસ.

      ઇલિયમ…

      ઇનોમિનેટ બોન મા ઈલિયમ બોન એ ઉપરની બાજુએ આવેલુ ફ્લેટ બોન છે. તેના સૌથી ઉપરના ભાગે એક કિનારી આવેલી હોય છે જેને ઇલિયાક ક્રેસ્ટ કહેવામા આવે છે. આ ઇલિયાક ક્રેસ્ટ ના નીચે મુજબના ભાગ પડે છે.

      એન્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (આગળ ના ઉપર ના ભાગે)
      એન્ટિરિયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (આગળ ના નિચે ના ભાગે)
      પોસ્ટીરીયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના ઉપર ના ભાગે)
      પોસ્ટીરીયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના નીચે ના ભાગે)

      ઇલિયમ બોન એ પાછળની બાજુએ સેક્રમ બોન સાથે જોડાય ત્યા સેક્રોઇલિયાક જોઈન્ટ બનાવે છે.
      આ જોઈન્ટ ની નીચેના ભાગે એક મોટી ખાંચ આવેલી હોય છે. જે ખાંચ ને ગ્રેટર સાયેટીક નોચ કહેવામા આવે છે. જ્યાંથી સાયેટીક નર્વ અને બ્લડ વેસલ્સ એ નીચે એક્સ્ટ્રીમિટીમા પસાર થાય છે.
      ઇલીયમ બોન ની પાછળની સરફેસ પર ગ્લુટીયલ મસલ્સ એટેચ થાય છે. અને ત્યા ગ્લુટિયલ રીજિયન બનાવે છે.
      ઇલિયમ બોન ની આગળની સરફેસ ને ઇલિયાક ફોસા તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ મા ડીપ્રેસ્ડ પાર્ટ આવેલ છે ત્યા મસલ્સ એટેચ થયેલા હોય છે.

      ઇસ્ચીયમ …
      ઇલીયમ બોન ની નીચે અને પાછળની બાજુએ ઇસ્ચીયમ બોન આવેલુ હોય છે.
      ઇલિયમ બોન અને ઈસ્ચીયમ બોન ની વચ્ચે પાછળની સાઈડ એ એક ઉપસેલ પોઇન્ટેડ ભાગ આવેલો હોય છે. આ ભાગને ઇસ્ચીયલ સ્પાઇન કહેવામા આવે છે.

      તેની નીચે એક નાની ખાંચ આવેલી હોય છે જેને લેઝર સાયેટીક નોચ કહેવામા આવે છે.
      આ લેઝર સાયેટીક નોચ ની નીચેના ભાગે એક મજબૂત જાડો પ્રોસેસ આવેલો હોય છે. જેને ઈસ્ચીયલ ટ્યુબ્રોસિટી કહેવામા આવે છે. સીટીંગ પોઝીશન પર બેસીએ ત્યારે બોડી નો વેઇટ એ આ ભાગ પર આવે છે. આ વેઇટ બીયર કરતુ એક મજબૂત સ્ટ્રક્ચર છે.

      પ્યુબીસ…
      પ્યુબીસ બોન એ ઇનોમિનેટ બોન નો સૌથી આગળનો ભાગ બનાવે છે. બંને ઇનોમીનેટ બોન ના પ્યુબીસ બોન એ આગળની બાજુએ જોડાય ત્યા સીમ્ફેસીસ પ્યુબીસ જોઈન્ટ બનાવે છે.

      આ પ્યુબીસ બોન ની નીચેના ભાગે એક મોટુ ફોરામેન આવેલુ હોય છે. તેને ઓબચ્યુરેટર ફોરામેન કહેવામા આવે છે. જેમાથી નર્વ અને બ્લડ વેસલ્સ નીચે ની બાજુ એ એક્ષટ્રીમિટી તરફ પસાર થાય છે.

      હીપ બોન મા આવેલા ત્રણેય બોન ઇલિયમ, ઇસ્ચીયમ અને પ્યુબિસ તે બધા હારે મળી એક કેવીટી જેવુ સ્ટ્રક્ચર બનાવે છે આ કેવીટી ને એસિટાબ્યુલમ કેવીટી કહે છે. આ કેવીટીના ભાગે ફીમર બોન નુ હેડ જોડાય અને ત્યા હિપ જોઈન્ટ બને છે.

      Que-4(d) kidney
      કિડની ના ગ્રોસ સ્ટ્રકચર નું વર્ણન કરો 04

      કિડનીએ હ્યુમન બોડીમા બે ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે.
      કિડનીએ બિન શેપ નુ અવયવ છે. તે બારમા થોરસિક વર્ટીબ્રાના લેવલથી ત્રીજા લંબર વર્ટીબાના લેવલ સુધી આવેલ હોય છે.

      કિડની એ 11 સેન્ટિમીટર લાંબી 5 થી 6 સેન્ટીમીટર પહોળી હોય છે. તેનુ વજન અંદાજિત 150 ગ્રામ જેટલુ હોય છે. જમણી કીડની એ ડાબી કિડની કરતા થોડી નીચે ગોઠવાયેલી હોય છે કારણ કે જમણી બાજુએ લીવર એ મોટો ભાગ રોકે છે.

      કિડની ની આજુબાજુએ આવેલા આવયવો..
      કિડની એ એબડોમીનલ કેવીટીમા આવેલુ અવયવ છે. જમણી અને ડાબી બંને બાજુએ એક એક આવેલી હોય છે. બંને કિડની ની આજુબાજુએ એબડોમિનલ કેવિટીના અવયવો જેવા કે લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એડ્રીનલ ગ્લેન્ડસ, સ્ટમક, સપ્લિન, પેનક્રિયાઝ વગેરે અવયવો બંને કિડનીની આજુબાજુએ આવેલા હોય છે.

      સ્ટ્રકચર ઓફ ધ કિડની..

      કિડની એ બિન શેપ નુ અવયવ છે. જેની વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે તેને હાઈલમ અથવા તો રીનલ હાઇલમ કહેવામા આવે છે. જે ખાચ માથી રીનલ આર્ટરી, રિનલ વેઈન, નર્વસ, લિમફ વેસલ્સ અને યુરેટર નુ સ્ટ્રક્ચર અંદર દાખલ થાય છે તથા બહાર નિકડે છે.

      કિડની ની ઇનર બોર્ડર અથવા તો હાઈલમ એ વર્ટીબ્રલ કોલમ ની બાજુએ જોવા મળે છે. તેની આઉટર બોર્ડર એ કોનવેક્સ હોય છે. કિડની એબડોમીનલ કેવીટીમા બંને બાજુ લટકતુ અવયવ છે. તેને તેની પોઝીશનમા રાખવા માટે તેની આજુબાજુએ ફેટી ટીશ્યુ તથા ફાઇબ્રોઇલાસ્ટિક કનેક્ટિવ ટીશ્યુ નુ નેટવર્ક આવેલુ હોય છે જેને રીનલ ફેશિયા કહેવામા આવે છે. આની મદદ થી કિડની પોતાની પોઝીશન જાળવી શકે છે અને તેને પ્રોટેક્શન પણ મળે છે.

      કિડનીને લોનજીટ્યુડીનલ સેક્શનમા જોવામા આવે ત્યારે કિડનીના ત્રણ સ્ટ્રક્ચર મા ડિસ્ટ્રીબ્યુટ થયેલ જોવા મળે છે.

      ફાઇબ્રસ કેપ્શયુલ.
      તે કિડનીની ફરતે આવેલુ ફાઇબ્રસ ટિસ્યુ નો બનેલ એક ભાગ છે. આ મેમ્બ્રેન એ કિડનીની ફરતે ગોઠવાયેલી હોય છે. જે કિડની નો શેપ જાળવવા માટે તથા તેને રક્ષણ આપવા માટે ના પડ તરીકે કાર્ય કરે છે.

      કોર્ટેક્સ.
      તે રેડીસ બ્રાઉન કલરનો ટીસ્યુનો બનેલો ભાગ છે. જે કિડનીની કેપ્શયુલ ની નીચે આવેલો હોય છે.

      મેડ્યુલા.
      કિડનીમા કોર્ટેક્સ થી અંદરના ભાગને મેડયુલા કહેવામા આવે છે. તે પણ રેડીસ બ્રાઉન કલર ધરાવે છે. જેમા ત્રિકોણ આકાર ના પિરામિડ જેવા સ્ટ્રક્ચર આવેલા હોય છે તેને રીનલ પિરામિડ કહેવામા આવે છે. આ રીનલ પિરામિડના બેઝ નો ભાગ એ કોર્ટેક્સ તરફ હોય છે અને પિરામિડ નો પોઇન્ટેડ ભાગ એટલે કે રીનલ પેપીલા નો ભાગ એ અંદર ની બાજુએ હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે.

      આ રીનલ પેપીલા એ આગળની બાજુએ કપ જેવુ સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેને કેલિક્સ કહેવામા આવે છે. મોટી સ્પેસ ધરાવતા ભાગને મેજર કેલિક્સ અને નાની સ્પેસ ધરાવતા ભાગને માઈનર કેલિક્સ કહેવામા આવે છે. માઇનર કેલીક્સ એ મેજર કેલિકસ મા ઓપન થાય છે. આ કેલિક્સ થી આગળ ફનેલ શેપ ના પહોળા ભાગને રીનલ પેલ્વિસ કહેવામા આવે છે.

      કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન આ કેલિક્સના ભાગે થઈ ફનેલ શેપના પહોળા ભાગે એટલે કે રીનલ પેલવીસ ના ભાગે આવે છે. અહી યુરીન કલેક્ટ થાય છે અને ત્યારબાદ આગળની બાજુએ રીનલ પેલવીઝથી સાંકડુ કિડની માથી બહાર નીકળતુ સ્ટ્રક્ચર કે જેને યુરેટર કહેવામા આવે છે તેના દ્વારા યુરિન કિડની માથી બહાર નીકળે છે અને યુરીનરી બ્લેડર મા પોહચે છે.

      કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન માઈનર કેલિક્સ થી મેજર કેલિક્સ અને મેજર કેલિક્સથી રીનલ પેલ્વીસ ના ભાગે આવે છે. ત્યાથી યુરેટર દ્વારા યુરીનરી બ્લેડર સુધી પહોંચે છે. આ ક્રિયા કોઈપણ પ્રકારના નર્વસ સિસ્ટમના કંટ્રોલની થતી નથી રીનલ પેલ્વિન ની દિવાલમાં સ્પેશિયલ મસલ્સ અને પેસમેકર સેલ્સ આવેલા હોય છે જેના કોન્ટ્રાકશનના કારણે આ યુરિન એ આગળની તરફ વહે છે.

      કિડની ના કર્યો લખો

      કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.
      કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.
      કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
      તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.

      બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.
      કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.

      કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.
      કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.
      કિડની બોડી મા જરૂરી હોય તેવા તત્વો ને બોડી માંથી બહાર જતા રોકે છે.

      Que 5 define following (any six) 12

      (a) Pasteurization પાસ્પ્યુંરાઝેશન

      Pasteurization એ milk ને sterilize કરવાની પધ્ધતિ છે. જેમા ફક્ત harmful bacteria નો નાશ થાય છે. પરંતુ lactic acid અને જરૂરી organisms નાશ પામતા નથી. તેમાંથી milk માં રહેલ protein અને sugar માં થોડા changes થાય

      (b) DISINFECTION ડીશઈન્ફેશન

      એ પેથોજનિક માઈક્રો-ઓર્ગનીઝમ ને રીમુવ કરવાની કે kill કરવાની process છે  જેમા non-pathogenic organisms નો સમાવેશ થવો જરૂરી નથી તેને ડીસ-ઇન્ફેકશન કહે છે

      (c) Immunity ઈમ્યુનીટી

      Micro organism અને
      તેની products (toxin) દ્વારા
      ઉભી થયેલી સ્થિતિ સામે Host દ્વારા નિદર્શીત કરવામાં આવતા અવરોધને Immunity કહે છે

      or

      ઇમ્યુનિટી એટલે કે
      જ્યારે આપણા બોડીમાં કોઈપણ એન્ટીજન અથવા માઈક્રો ઓર્ગેનિઝમ એન્ટર થાય અને આપણું
      બોડી તેની
      સામે રજીસ્ટન્ટ કરી પ્રોટેક્શન આપે તેને ઇમ્યુનિટી કહે છે

      (d) Carrier કેરિયર

      કોઈ વ્યક્તિ કે
      પ્રાણી જેમાં ચોકકચ ડીસીઝ
      ઉત્પન્ન કરતા માઇક્રો-ઓર્ગનિઝમ તેમાં રહેલા હોય છે જે ડીસીઝ ફેલાવી શકે છે અથવા
      વહન કરી
      શકે પરંતુ તેમાં તે ડીસીઝ ના કોઈ સાઇન કે સીમટમ્સ જોવા મળતા નથી જેને
      કેરિયર કહે છે .

      દા,ત . ટાઇફોઇડ

      (e) Tidal volume ટાઈડલ વોલ્યુમ..
      ટાઈડલ વોલ્યુમ એ વ્યક્તિના સામાન્ય રેસ્પિરેશન વખતે ઇન્સ્પિરેશન દરમિયાન લંગ ની અંદર દાખલ થતો હવાનો જથ્થો અને એક્સપિરેશન દરમિયાન લંગ માથી બહાર નીકળતો હોવાનો જથ્થો જેને ટાઈટલ વોલ્યુમ કહેવામા આવે છે. નોર્મલ એડલ્ટ વ્યક્તિની અંદર ટાઈડલ વોલ્યુમ એ અંદાજિત 500 ml જેટલુ હોય છે.

      (f) Pandemic પેન્ડેમિક

      પેન્ડએમિક એટલે કે
      કોઈપણ રોગ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ અને એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં ફેલાય અને
      આખા વિશ્વમાં જોવા મળે તેને પેંડામિક કહે છે 

      દા. ત . સ્વાઇન ફ્લુ
      કોવિડ 19 
      વગેરે

      (g) Hypersensitivity હાયપરસેન્સિટીવીટી હાયપરસેન્સિટીવીટી (Hypersensitivity) એ દેહની રોગપ્રતિકારક પ્રણાલીની તે અસામાન્ય અને વધુ પડતી પ્રતિક્રિયા છે, જે સામાન્ય રીતે હાનિકારક ન હોતી એવી પદાર્થો અથવા એન્ટિજન્સ પર થાય છે. હાયપરસેન્સિટીવીટીની સ્થિતિમાં શરીર હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે, જેમ કે એલર્જી, ત્વચાની ખંજવાળ, સ્વસનતંત્રની સમસ્યાઓ અથવા તાત્કાલિક પ્રકારની પ્રતિક્રિયાઓ (એનલફાયલૅક્સિસ).

      (h) Oogenesis ઓજીનેસીસ.
      ફિમેલ ગેમેટ્સ એટલેકે ફિમેલ ના ઓવમ સેલ ને બનવાની ક્રિયા ને ઓજીનેસીસ કહેવામા આવે છે. આ ક્રિયા ને ગેમેટોજીનેસીસ પણ કહેવામાં આવે છે.

      Que 6(a) multiple choice questions 05

      1.હાડકાના બહાર ના લેયર ને .. પેરીઓસ્ટીયમ.. કહે છે.
      A માયોકાર્ડીયમ
      B પેરીઓસ્ટીયમ
      C પેરીમેટ્રીયમ

      2.હ્રદય ના કુલ ચેમ્બર .. 4 .. હોય છે.
      A 2
      B 4
      C 6

      3.કુલ ક્રેનિયલ નર્વ .. 12.. હોય છે.
      A 12
      B 14
      C 16

      Que 6(b) ખાલી જગ્યા પૂરો 05

      1.Bille is stored in ______ બાઈલ નુ સ્ટોરેજ .. ગોલબ્લેડર.. માં થાય છે.

      2.Anti diuretic hormone is secreted by_______ એન્ટી ડાયુરેટિક હોર્મોન ..પીચ્યુટરી ગ્લેન્ડ.. દ્વારા સિક્રીટ થાય છે.

      3.Normal pH value of blood is_______ બ્લડ ની સામાન્ય PH વેલ્યૂ ..7.35 થી 7.45.. હોય છે.

      4.Tears are produced by______ Gland. આસું ..લેક્રીમલ ગ્લેન્ડ.. દ્વારા ઉત્પન થાય છે.

      5.The largest part/organ of human body is _______ હ્યુમન બોડી માં સૌથી મોટો ભાગ .. સ્કીન.. હોય છે.

        Que 6(b) ખરા ખોટા જણાવો 05

        1.Lifespan of platelet is 230 days, પ્લેટલેટ નુ લાઈફસ્પાન 230 દિવસ નુ હોય છે.❌

        2.Tongue is an involuntary muscle. જિભ અનીચ્છનિય સ્નાયુ છે.❌

        3.Alpha cell of pancreas secretes insulin. પેનક્રિયાઝ ના આલ્ફા સેલ માંથી ઇન્સ્યુલીન સિક્રીટ થાય છે. ❌

        4.Sternum is the bone of thoracic cage. સ્ટર્નમ એ થોરસિક કેજ નુ હાડકુ છે. ✅

        5.Spleen is a largest lymphatic organ. સપ્લિન એ સૌથી મોટુ લીમફેટિક ઓર્ગન છે. ✅

          💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

          નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

          IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

          Published
          Categorized as BIOSCIENCE PAPERS FY GNM, Uncategorised