skip to main content

✅A.N.M-2-YEAR-મીડવાઈફરી-unit-9-care of new Born(અપલોડ)

Assessment of New born for Gestation age risk status & Abnormalities

Neo natal Resucssitation

◇ Monitoring of vital signs & Birth weight

Management of normal New born & common minor disorde

◆Exclusive Breast Feeding & Management

Immunization

Temperature maintainance & Kangaroo Mother Care

Care of New born

  • Jaundice Infection Respiratory Problems

◆ Principles of Prevention of Infection

Educating mother to look after babies

Chart

૧) વિટામીન એ ના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો ૧૨૦ દિવસનો ગાળો રાખવો.

૨) રસીઓના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછા એક માસનો ગાળો રાખવો.

૩) બી.સી.જી. અને ૦ ડોઝ પોલીયો રસી જન્મના ૧૫ દિવસની અંદર જ આપવી, ન અપાયતો દોઢ માસે પેન્ટાવેલેન્ટની સાથે આપવી.

૪) જો આઈ.પી.વી.નો ડોઝ માત્ર સાડાત્રણ માસે આપવામાં આવે તો તેમને ૦.૫ એમએલ.ઈન્ટ્રા મસ્કયુલર રૂટ મારફતે આપવામાં આવે છે.

૫) સગર્ભામાતાને પ્રેગનન્સી પ્લાન કરતા પહેલા રૂબેલા વેકસીન આપવામાં આવે છે.

બાળકના જન્મથી સાત દિવસ સુધીના સમયગાળાને અલી ન્યુનેટ કહેવાય છે.
બાળકનો જન્મ થાય તુરત જ તેવા બાળકોને આપણે ન્યુબોર્ન બેબી તરીકે ઓળખીયે છીએ.

બેબી નો બર્થ થયા ક તુરત જ ઓછા વધતા પ્રમાણમાં સારવાર આપવાની જરૂરીયાત રહે છે.જેમાં નીચે મુજબની સારવારની આપવામાં આવે છે.

→ RESUSCITATION: રીસસીટેશન (કલીનીંગ ઓફ એર વે) (પુન:ર્શ્વસન)

બાળકનો જન્મ થાય કે તુરત જ પહેલા તેનું મોઢુ અને તુરત પછી તેનું નાકમાં રહેલ મ્યુકસ મેમ્બ્રેન સાફ કરવું જોઈએ. જન્મ બાદ શ્વાસોશ્વાસ ચાલુ કરવા માટે બાળકને ….

♦ બાળકનો વાંસાનો (બેકનો)ભાગ થોડો ઘસી સાફ કરવાથી બાળક રડશે તેમ છતા ન રડે તો.. બાળકનું મો અને નાક સાફ કરવું તેમ છતા ન રડે તો …

♦ બાળકના પગના તળીયે હળવેથી આંગળી થી ટાપલી મારવી જેને પ્લાન્ટર રીફલેકશન કહેવાય

♦ આમ છતા એક મિનીટમાં શ્વાસોશ્વાસો ચાલુ ન થાય તો રીસસીટેશન ચાલુ કરવું જેમાં 5,3,3.5 માઉથ ટુ માઉથ રેસ્પીરેશન આપવું

P.P.V. પી.પી.વી.(પોઝીટીવ પ્રેશર વેન્ટીલેશન- અમ્બુસબેગ અને માસ્ક વડે)

→ CLEANING AND DRYING : (બેબીને બરાબર લુછવુ અને કોરૂ કરવુ)

♦ બેબીને હાઈપોથર્મિયા થતુ અટકાવવા માટે તાત્કાલીક સ્ટરાઈલ ટોવેલ વડે સાફ કરી વિટાળવું.

♦ બેબીને હુંફાળા રૂમમાં રાખવું

♦ સૌ પ્રથમ માથા ના ભાગેથી કલીન કરવું

→ STIMULATING BABY : (બેબી રડે તે માટે ક્રિયા કરવી)

જો બેબી રડે નહી તો તેને પગના તળીયામાં આંગળી વડે હેમરીંગ કરો.

► હજુ પણ રડે નહી બેબીના બેકની પાછળ હથેળી વડે હળવે હાથે મસાજ કરો

♦ આમ છતા ક્રાય ન આપે તો આટીફીસીયલ રેસ્પીરેશન થી રીસસીટેશન કરો.

→ APGAR SCORE : (અપગાર સ્કોર જોવો)

અપગાર સ્કોર ચાર્ટ એ ન્યુબોર્ન ની ફિઝીકલ કંડીશન જાણવા માટેની સીમ્પલ છતા ખુબ જ ઉપયોગી મેથડ છે જેમાં ૫(પાંચ) કલીનીકલ સાઈન(લક્ષણો) નું તાત્કાલીક અને કેરફુલી ઓબઝર્વેશન નો સમાવેશ થાય છે. અપગાર સ્કોર
એક મીનીટ માટે લેવામાં આવે છે અને જન્મ બાદ પાંચ મિનીટ પછી લેવામાં આવે છે.

કુલ સ્કોર …… ૧૦ માર્કસ

૧) સીવીયર ડીપ્રેશન …….

૨) માઈલ્ડ ડીપ્રેશન….

૩) સારૂ બાળક (નો ડીપ્રેશન)…

૦ થી ૩ માર્કસ

૪ થી ૭ માર્કસ

૭ થી ૧૦ માર્કસ

આ ચાર્ટ ડો.વર્જિનીયા અપગાર નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલ છે. તેના સ્કોર મુજબ જો ૭ થી ૧૦ વચ્ચે માર્કસ આવે તો તે પરફેક્ટ બેબી ગણાય અને ૫(પાંચ) થી નીચેજો સ્કોર રહે તો તેને સઘન સારવારની જરૂરીયાત રહે છે.

The APGAR Score Chart:

5) cord care ( કોડૅ ની સંભાળ )
કોડ કટીંગ કરવામાં કયારેય ઉતાવળ કરવી નહી. કોર્ડમાંથી પલ્સેશન(ધબકાર) આવતા બંધ થઈ જાય ત્યારબાદ અબેલીકલથી ર સેમી અને પ સેમીના અંતરે કોર્ડ ને સ્ટાઈલ થ્રેડ વડે બાધવી અથવા કોર્ડ કક્લેમ્પ લગાવવો.અને વચ્ચેથી
કોર્ડ ને કટ કરવી. કોર્ડ પર કયારેય કાઈપણ લગાવવું નહી. તે ભાગને ડ્રાય કરવો ૫ થી ૮ દિવસે તેની જાતે જ ખરી જશે.

6) Position : (બેબીની સ્થિતિ કે પોઝીશન)

બેબીનો એર વે (શ્વોસોશ્વાસ લેવાની જગ્યા) ખુલ્લી રહે તે સારી રીતે શ્વાસોશ્વાસ લઈ શકે તે માટે ગરદનનો ભાગ સીધો રાખવો અને ખભાના ભાગની નીચે રોલ કરીને નાનો ટોવેલ (સોલ્ડર રોલ) રાખવો. જેથી બેબી બરાબર શ્વાસોશ્વાસ લઈ શકે.

7) Eye care : (આંખની સંભાળ)

બેબી આંખ ખોલે તે પહેલાજ આંખની લીડને અંદરથી બહારના ભાગ તરફ સ્ટાઈલ સ્વોબ વડે સાફ કરવી જોઈએ.બન્ને આંખને અલગ અલગ સ્વોબ વડે સાફ કરવી.

8) Skin Care: (ચામડીની સારવાર)

બેબીની સ્ક્રીન પર આવેલી બ્રાઉન ફેટ અને વર્નિકસ ના પડને લુછવું નહી.ફક્ત બ્લડ અને મ્યુક્સને જ લુછવું. બ્રાઉન ફેટ એ બાળકને હુફાળુ રાખે છે.બેબીને કયારે બાથ આપવો નહી.કારણ કે ખુલ્લામાં બાથ આપવાથી બેબીને હાઈપોથર્મિયા થવાનું જોખમ રહે છે

9) Neonatal Examination: (નવજાત શિશુની તપાસ)
બેબીની તમામ પ્રકારની તપાસ જન્મે કે તરત જ કરવી જોઈએ. જેમાં નીચે મુજબની તપાસનો સમાવેશ થાય છે.

♦ જનરલ તપાસ

♦ જન્મજાત ખોડખાંપણ

♦️તાપમાન

♦️ કલર

♦ શ્વાસોશ્વાસ

♦ કોર્ડ માથી બ્લીડીંગ

♦ જોન્ડીસ

♦ અન્ય ઈજાઓ

10) Breast Feeding : (ધાવણ)

નોર્મલ ડીલેવરી બાદ અડધી જ કલાકમાં બ્રેસ્ટ ફીડીંગ ચાલુ કરવુ.પ્રથમ અડધી ક્લાક દરમ્યાન બેબી વધુ માં વધુ એકટીવ હોય છે. અને ત્યારબાદ તે ઉઘી જાય છે.

Essential Care of New Born નવજાત શિશુના આવશ્યક સભાળના પાંચ મુદાઓ જણાવો :

નવજાત શિશુના આવશ્યક સંભાળના પાંચ મુદ્દાઓ નીચે મુજબ છે.

નવજાત શિશુના આવશ્યક સંભાળના પાંચ મુદ્દાઓ

૧) શ્વાસોશ્વાસ

૨) ગરમાવો(હુંફ)

૩) સ્તનપાન (માતાનું ધાવણ)

૪) નવજાત શિશુને ચેપથી બચાવવું

૫) જોખમી લક્ષણોની વહેલાસરની પરખ અન સારવાર

૧) શ્વાસોશ્વાસ :

દરેક નવજાત શિશુના શ્વાસશ્વાસ બરાબર ચાલવા જોઈએ.

▸ બાળકને કોરા કપડા વડે લુછો અને બીજા કોરા કપડામાં વિંટાળો

▸ લુછવાથી બાળક રડશે અને શ્વાસોશ્વાસ ચાલુ થઈ જશે

. ▸પહેલા મોમા/ અને પછી નાકમાંથી પ્રવાહી ચુસી લો

▸ પગની પાનીએ બે -ત્રણ ટપલી મારો કે પીઠ પર હથેળી વડે પંપાળો

▸ તરત જ ચકાસણી કરો.. શ્વાસ બરાબર લે છે ?

૨) ગરમાવો(હુંફ) :

♦ બાળકને ગરમાવો આપવો

♦️ ભીનું બાળોતીયુ તરત જ બદલી નાખો.

♦ જરૂર જણાય તો ચામડી થી ચામડીના સંપર્ક મારફતે હુંફ આપવી.

♦ બાળકને આખાય શરીરે બરાબર વિંટાળવું

♦ જરૂર જણાયતો વોર્મર નો ઉપયોગ કરવો.

▸♦ વહેલામાં વહેલી તકે ધાવણ આપો

♦️ઋતુ પ્રમાણે સુતરાઉ કે ગરમ કપડા પહેરાવો

♦ બારી બારણા પંખા બંધ રાખવા.

♦ જરૂર જણાય તો ઓરડામાં સગડી કે હીટર મુકવા

♦ બાળકને હુંફ આપવા માટે માતાનું પડખુ શ્રેષ્ઠ છે. માતા અને બાળકને હમેશા સાથે રાખો.

૩) સ્તનપાન (માતાનુ ધાવણ) :

♦ બાળકને ગરમાવો આપવો

♦️ ભીનું બાળોતીયુ તરત જ બદલી નાખો.

►♦ માતાનું પ્રથમ ધાવણ કરાટુ/ખીરૂ/કે કોલોસ્ટ્રોમ તાત્કાલીક આપવુ.

♦ માત્રને માત્ર ધાવણ જ આપવું પાણી સુધ્ધા નહી.

♦ ગળથુથી જેવી કાઈપણ વસ્તુ પતાસાનું પાણી/મધનું પાણી/ગોળનું પાણી,માખણ કે ઘી જેવી વસ્તુ આપવી નહી.

♦દરેક વખતે એક બાજુના સ્તનમાં પુરે પુરૂ સ્તનપાન કરાવવું.

♦ બાળક માંગે તેટલીવાર ધવડાવવું.

૪) નવજાત શિશુને ચેપથી બચાવવું :

► ઓરડો ચોખ્ખો,હવા ઉજાસવાળો,વધુ પવન ન લાગે તેવો હોવો જોઈએ.

▸ બાળકને લુછવા માટેના તથા લપેટવા માટેના કપડા તડકે રાખવા

બાળક અને માતાને ચોખ્ખા કપડા આપવા.

  • દરેક વખતે બાળકને હેન્ડલ કરતી વખતે સાબુ પાણીથી હાથ સાફ કરવા.

► નાળ કાપવા માટેના તમામ સાધનો સ્ટરાઈલ હોવા જોઈએ.

▸ નવજાત શિશુને રાખવા એક ચોખ્ખો ખુણો તૈયાર કરવો.

▸ બાળક માટે વાપરાવા આવતા તમામ સાધનો ચોખ્ખા રાખવા.

▸ સ્વચ્છ સપ્તક જાળવવું.

♦️ સ્વચ્છ જગ્યા(સુવાવડ માટેની)

♦️ સ્વચ્છ હાથ (સુવાવડ કરનારના)

♦️ સ્વચ્છ સાધન (નાળ કાપવા માટેના)

♦ સ્વચ્છ દોરો (નાળ બાંધવા માટેનો)

♦ સ્વચ્છ નાળ

♦️ માતાના સ્વચ્છ પહેરવાના કપડા

♦ માતાના સ્વચ્છ જનાઈટલ ઓર્ગન્સ

૫) જોખમી લક્ષણોની વહેલાસરની પરખ અને સારવાર

♦ જન્મસમયે બાળક રડ નહી.

♦️બાળક ઠંડુ પડી જાય

♦ બાળક બરાબર ચુસે નહી.

•♦️જન્મ સમયે ખુબ ઓછુ વજન

♦ તાવ હોય કે ખેંચ આવે
અધુરા માસે જન્મ હોય

♦ શ્વાસ લેવામાં તકલીફ હોય

♦️ઝાડા ઉલ્ટી કે કોઈપણ પ્રકારના ચેપ હોય

♦️ચામડી પર પરૂની ફોલ્લીઓ હોય

♦ ડુંટીનો ચેપ હોય

♦️કમળો હોય

♦ પેટ ફુલી ગયુ હોય

♦ બાળક બ્લુ થઈ ગયુ હોય

♦ જન્મજાત ખોડખાંપણ હોય

♦️ બાળકને રીફર કરતી વખતે ઠંડુ ન પડી જાય તે માટે ખાસ જોવું.

♦ સ્તનપાન ચાલુ રાખવું.

♦ અપગાર સ્કોર પ થી ઓછો હોય

♦ હાર્ટ રેઈટ બરાબર ચાલતા ન હોય

♦ મસલ્સ ટોન બરાબર ન હોય

♦ બાળક બ્લુ થઈ ગયું હોય

♦ બાળકના રેસ્પીરેશન નોર્મલ કરતા વધાર કે ઓછા હોય

NORMAL BIRTH WEIGHT:

બાળકનું જન્મ સમયનું વજન એ હેલ્થ ઈન્ડીકેટર છે. આપણા દેશમાં નોર્મલ એવરેજ બર્થ વેઈટ ૨.૮ કિગ્રામ થી ૩.૨ કિલોગ્રામ છે. બાળકનું વજન પહેલા કલાકમાં જ કરવું જોઈએ.

જો બાળક જન્મ સમયનું વજન ૨.૫ કિગ્રામ કરતા ઓછુ હોય તો તેને લો બર્થ વેઈટ કહેવાય છે.

પ્રથમ ૪ થી ૫ દિવસ દરમ્યાન ૧૦% જેટલુ વજન ઘટે છે. ત્યારબાદ વજન વધવા માંડે છે.પ્રથમ ત્રણ
ના અંતે તેનું વજન ૩ ગણ થઈ જાય છે. માસ સુધી દર મહિને ૧/૨ કિગ્રામ વજન વધે છે. પાંચ મહિના અંતે તેનું વજન જન્મના વજન કરતા ડબલ અને એક વર્ષ

NORMAL BIRTH HEIGHT:

બાળકનું જન્મ સમયની ઉચાઈ ૪૮ થી ૫૦ સેમી.હોય છે.

NORMAL HEAD CIRCUMFARANCE :

બાળકનું જન્મ સમયના પ્રથમ ૩ દિવસ દરમ્યાન આમર્મા થોડો ફેરફાર થાય છે.કારણ કે લેબર દરમ્યાન હેડનું મોલ્ડીંગ થયેલ હોય છે. નોર્મલ હેડ સર્કમફરન્સ ૩૩ સેમી હોય છે.

NORMAL CHEST CIRCUMFARANCE :

નોર્મલ ચેસ્ટ સર્કમફરન્સ ૩૦સેમી થી ૩૩ સેમી.હોય છે.

એક વર્ષ ના અંતે બન્નો એક સરખા થઈ જાય છે.

PRE MATURE BABY (LOW BIRTH WEIGHT):

જે બેબી અધુરા માસે જન્મેલ હોય એટલે કે ૨૮ અઠવાડીયા પછી અને ૩૬ અઠવાડીયા પહેલા અથવા તો ૪૦ અઠવાડીયે જન્મેલ હોય પરંતુ તેનું વજન ૨.૫ કિગ્રામ કરતા ઓછુ હોય તેવી બેબીને પ્રિમેચ્યોર બેબી અથવા લો બર્થ વેઈટ બેબી કહેવામાં આવે છે.

કારણો :

♦ વહેલાસર લેબર પેઈન શરૂ થઈ ગયેલ હોય

♦ એન્ટી પાર્ટમ હેમરેજ (A.P.H.)

♦️મલ્ટી માતા

♦️ જન્મજાત ખોડખાપણ

♦ માલન્યુટ્રીશન

♦️ ટોકસીમીયા ઈન પ્રેગન્નસી

♦️જીનેટીક રોગ

♦️માતા સ્મોકીંગ કરતી હોય

♦ (કોઈપણ પ્રકારના અકસ્માત

ચિન્હો લક્ષણો:

♦️પગની રેખાઓ આછી હોય

♦ ચિમળાયેલા અને સુવાળા કાન હોય

♦ અલ્પવિકસીત સ્તન હોય

♦ અલ્પવિકસીત વૃષણ કોથળી હોય (સ્કોટમ) ▸ વજન અને ઉંચાઈ ઓછા હોય

▸♦ ચામડી પાતળી અને ચળકતી હોય

♦ બોડી પર વર્નિકક્ષ ઓછુ હોય

♦ બરાબર ચુસી શક્યું ન હોય

♦ ઓર્ગન્સનો વિકાસ ઓછો થયો હોય.

♦️ શરીર પર રુવાટી વધુ હોય.

સારવાર

♦ બેબીને હુંફાળુ રાખવું.

♦️હાઈપોથર્મિયાથી બચાવવું.

♦️હુંફાળા રૂમમાં રાખવું.

♦ સ્વચ્છ કપડાના બે થી ત્રણ લેયર વડે વિંટાળવું.

♦જરૂર જણાયતો કે.એમ.સી.(કાંગારૂ મધર કેર) આપવી.

♦ બેબીને કયારેય બાથ આપવો નહી.

♦ બાળકને ચેપથી બચાવવું.

♦️ ખુબ જ ચોખ્ખાઈ રાખવી.

♦ એક જ વ્યકિતએ બાળક સાથે રહેવું.

♦ બાળકને અલાયદુ રાખવું.

♦️સારવાર કરનારે મોઢે માસ્ક બાંધવું.

♦ સારવાર કરતા પહેલા બરાબર હાથ ધોવા.

♦️ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને જંતુમુકત કરવા.-

♦️ બેબીને ચોખ્ખા અને ઓટોકલેવ કપડામાં વિંટાળવું.

♦ શક્ય હોય ત્યા સુધી ડીસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ કરવો.

♦ સ્વચ્છ સપ્તકનો ઉપયોગ કરવો.

♦ બાળકને તાત્કાલીક બ્રેસ્ટ ફિડીંગ ચાલુ કરાવવું

♦ તાત્કાલીક બ્રેસ્ટ ફિડીંગ આપવુ.

♦ સક ન કરી શકે તેમ હોય તો આટીફીસીયલ ફીડીંગ આપવું.

♦ ચોખ્ખી ચમચી, વાટકી કે પલાડી વડે ફીડીંગ આપવું.

♦ કયારેય બોટલ ફીડીંગ આપવું નહી.

♦ દરોજ બેબી નું વજન કરવુ.

♦ શ્વાસોશ્વાસની ક્રિયા જોવી.

♦ માથુ થોડુ ઉચુ રાખીને સુવડાવવું.

♦ નાક બંધ હોય તો સાફ કરવુ.

♦️જરૂર જણાયતો મ્યુકસ સકર વડે સક કરવુ.

♦ જરૂર જણાય તો ઓકિસજન આપવો.

♦ રીસ્કસીટેશન કરવુ.

♦ સારવાર આપી તાત્કાલીક રીફર કરવુ.

♦ જરૂર જણાયતો મેડીકલ સારવાર આપવી.

♦ બાળકને તાત્કાલીક બાળરોગ નિષ્ણાંતને રીફર કરવુ.

CONGENITAL DEFORMITIES : (જન્મજાત ખોડખાપણ) :

નાના બાળકની જયારે સંર્પૂણ તપાસ કરવામાં આવે ત્યારે ઘણી નાના બાળકોમાં નીચે મુજબની કેટલીક જન્મજાત

ખોડખાપણો જોવા મળે છે.

▸Anencphaly (બ્રેઈનનો અમુક ભાગ ન હોવો)

Hydrocaphaly (માથુ મોટુ હોવુ) có

►Microcephaly માથુ નાનું હોવુ

Hare lip (હોઠ તુટેલો હોવો)

Cleft Palate (તાળવું તટેલુ હોવુ)

▸Trachio Esophagial Atressia (શ્વાસનળી અને અન્નનળીનું કાણુ એક હોવુ)

Dextrocardia (હાર્ટનું જમણી બાજુએ હોવુ.)

Spino bifida (કરોડરજજુની ખોડખાંપણ)

Umbilical Hernia (ડુટીમાંથી આંતરડાનું બહાર આવવુ.)

Imperforated Anus (એનસનું કાણુ બધ હોવુ)

▸ Phymosis (ગ્લાન્સ પેનીસ પર સ્કીન હોવી)

►Hip joint dislocation (થાપાનું હાડકુ ખળી જવુ.)

Club Foot (પગ વાંકા વળી જવા)

▸Flate Foot (પગ ના તળીયા સપાટ હોવા)

Published
Categorized as Uncategorised