યુનિટ- ૨
Hygiene of The Body (હાઈઝીન ઓફ ધ બોડી)
ઓબ્જેક્ટીવ ( હેતુઓ )
- હાઇઝીનના સિધ્ધાંતો અને હાઇઝીનનું મહત્વ સમજાવી શકશે.
- આ વિષય પુર્ણ થયા પછી વિદ્યાર્થી પોતાની અને બીમાર વ્યક્તિની સ્વચ્છતા વિશે સમજાવી શકશે.
- પર્સનલ અને વ્યકતિગત કૅરનું ડેમોન્સ્ટ્રેશન કરી શકશે.
- સેક્સ્યુઅલ હાઇઝીન અને મેનસ્ટ્રુઅલ હાઇઝીન વિશે સમજણ આપી શકશે.
- બિમાર વ્યકિતને આરામ વિષે સમજાવી શકશે.
ઈન્ટ્રોડક્શન
✳️ પર્સનલ એન્ડ ઇન્ડિવિઝ્યુઅલ હાઈઝીન
- જયારે વ્યકિત બિમાર પડે છે ત્યારે તે પોતે સંપુર્ણ રીતે પોતાના પર્સનલ હાઈઝીન ની કેર લઈ શકતો નથી હોસ્પિટલાઈઝેશન દરમીયાન પોતાના દૈનિકરૂટીન કાર્ય માટે અન્ય કોઈ વ્યક્તિની મદદની જરર પડે છે. તેને કંટીન્યુ રાખવાની જવાબદારી નર્સની રહે છે.
પર્સનલ હાઈઝીન
- પર્સનલ હાઈઝીન એટલે સ્કિન, હેર તીથ, માઉથ, વગેરે ક્લિન હોય. સારી કંડીશન માં હોય, હેલ્થી હોય તેમજ અનબ્રોકન સ્કીન એ ઇન્ફેક્શન સામે લડવાનું પ્રથમ શસ્ત્ર છે.
- બોડી ટેમ્પરેચરના રેગ્યુલેશન માટે પણ સ્કીન અગત્યનો ભાગ ભજવે છે. તે પર્સ્પીરેશન મારફતે બોડી વેસ્ટનો નીકાલ પણ કરે છે.
- હેલ્ધી તીથ અને ગમ્સ ન્યુટ્રીશનલ સ્ટેટસ જાળવવા માટે જરૂરી છે.
- નોલેજ એટલે પર્સનલ હાઈઝીન.” “દરેક વ્યકિતએ પોતાની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ કેવી રીતે જાળવવી તેનું સાયન્ટિફિક નોલેજ.
- હાઇજિન એ આરોગ્યની જાળવણી માટેનું એક સાયન્સ છે. વ્યકિતની જનરલ હેલ્થ માટે પર્સનલ હાઈઝીનની જાળવણી એ અગત્યની બાબત છે.
- બાથિંગ અને પર્સનલ ગ્રૂમિંગ એ રૂટિન બાબત બની ગઈ છે. મોટા ભાગના કલ્ચરમાં હાથ ધોવા, સવારે ઉઠીને બ્રશથી દાંત સાફ કરવા, નહાવું, વગેરે આરોગ્યપ્રદ ટેવો બાળકોને નાનપણથી જ આપવામાં આવે છે.
- જયારે વ્યકિત બિમાર પડે છે. ત્યારે તે પોતે સંપૂર્ણ રીતે પોતાના પર્સનલ હાઈઝીનની કેર લઈ શકતો નથી.
- પોતાના રૂટીન કાર્ય માટે પણ તે સક્ષમ હોતા નથી, અને કોઈ અન્ય વ્યકિત ની મદદની જરૂર પડે છે. મદદ માંગવામાં વ્યકિત સંકોચાય છે. આથી તે મેન્ટલ સ્ટ્રેસ પણ અનુભવે છે, ફિઝિકલ ડીસકમ્ફર્ટ અનુભવે છે.
- ઈલ પર્સનનો રજીસ્ટન્ટ પાવર લો હોવાથી તે ઇન્ફેક્શનનો ભોગ સહેલાઈથી બની શકે છે. આથી આવા પેશન્ટની હાઈજેનિક કેર લેવી એ અગત્યનું છે.
- પર્સનલ હાઈજીનથી પેશન્ટ ફ્રેશ અને ક્લીન લાગે છે. તે સારી રીતે રેસ્ટ & સ્લીપ લઈ શકે છે.
✳️કેર ઓફ ધ માઉથ & તીથ (દાંત)
- દરેક વ્યકિતની હેલ્થ માં ઓરલ કે ડેન્ટલ હાઈજીન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
- ગુડ ઓરલ હાઈજીનમાં સાઉન્ડ તીથ (પુર્ણ તંદુરસ્ત કે સડા વગરના દાંતની સ્થિતી), હેલ્થી ગમ્સ અને હેલ્થી સરાઉન્ડીંગ ટીશ્યુનો સમાવેશ થાય છે.
- ફૂડ ચુઇંગ (ચાવવાની) ફિઝિકલ એક્ટને કારણે સલાઈવા અને ગેસ્ટ્રીક સિક્રીશન તૈયાર થાય છે. જે ડાયજેશનમાં મદદ કરે છે. ધ એક્ટ ઓફ ચુઇંગ એન્ડ ટેસ્ટીંગ ઇસ કોલ્ડ માસ્ટિકેશન આનંદદાયક હોય છે. અને તેથી જ ખોરાક ખાવાનું ઈમોશનલ સેટીસ્ફેક્સન મળે છે.
- તીથ માસ્ટીકેશન ઉપરાંત ગુડ અપીરન્સ અને ક્લિયર સ્પીચ માટે પણ અત્યંત જરૂરી છે. પુરાવા દર્શાવે છે કે ઓરલ હાઇઝીન ઈમ્પ્રુવ થવાથી જનરલ હેલ્થ પણ ઈમ્પ્રુવમેન્ટ થતી જોવા મળે છે.
- હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં પેશન્ટ્સ, રેસીડેન્સીયલ ઇન્સ્ટિટયૂટમાં બાળકો, તેમજ વિધાર્થીઓ ઓરલ હાઈજીન જળવાય તે માટે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં સ્ટાફ નર્સનો અગત્યનો રોલ બની રહે છે. આં બધા છતા ઓરલ હાઇજીન નેગલેક્ટ થતુ આવ્યુ છે.
- પુઅર ઓરલ હાઇઝિનને કારણે હેલીટોસીસ, (મોં માંથી આવતી ખરાબ વાસને હેલીટોસીસ કહે છે.) બેડ બ્રિથ માટે આ શબ્દ વપરાય છે. પેરીઓડોન્ટલ ડિસિઝ , સાઈનસ ઇન્ફેક્શન , ટોન્સીલાઈટિસ, ઇન્ફેક્શન ઓફ નોઝ વગેરે જોવા મળે છે. આ બધીજ કન્ડિશન્સ મોટા ભાગે અરલી ચાઈલ્ડહુડમાં જ ડેવલપ થવા લાગે છે.
- બાળકોમાં ડેન્ટલ ડીસીસ એડલ્ટહુડ સુધી કંટીન્યુ થતા જોવા મળે છે.
- પુઅર ઓરલ હાઈજીનને કારણે સામાન્ય રીતે થ્રુઆઉટ વર્લ્ડમાં બે કોમન પ્રોબ્લેમ જોવા મળે છે.
(1) ડેન્ટલ કેરીસ
- ડેન્ટલ કેરીસ એ બધાજ ડેન્ટલ ડીસીસમાં સૌથી વધુ ડીસ્ટ્રક્ટિવ પ્રોબ્લમ કેવીટીની શરૂઆત થાય છે.
- મોમાં રહેલા ફૂડ પાર્ટીકલ્સ પર બેક્ટેરિયલ એક્શનને કારણે આ એસિડ ઉત્પન્ન થતા હોય છે.
- લાંબા સમય સુધી ઈનેમલ આવા એસિડના કોન્ટેક્ટમા રહેતો કેવીટી ફોર્મેશન થાય છે. એકવાર ડેમેજ થયા પછી આ ઈનેમલ પોતાની મેળે રીપેર થઇ શકતુ નથી.
- આમ ડેન્ટલ કેરીસ સરવાળે પુઅર ઓરલ હાઈજીનનું પરીણામ છે.
- આ ઉપરાંત ફૂડ કન્ઝમ્સન ખુબ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં ખાસ કરીને સ્વિટ સબસ્ટન્સ કે જે સ્ટીકી ફોર્મમાં હોય છે. તે ચોંટી રહે છે. અને કેરીસ ડેવલપ થવાની શકયતા વધી જાય છે. આથી જ સ્વીટ્સ, ચોકલેટ્સ વગેરે લીધા પછી ગાર્ગલ્સ કરવા અત્યંત જરૂરી છે.
(2) પેરીઓડોંટલ ડીસીસ
- સામાન્ય રીતે લોકોમાં આ રોગ પાયોરીયા કે દાંતમાં પસ તરીકે ઓળખાય છે.
- જે ખૂબજ સ્લોલી ડેવલપ થતુ હોય છે.
- આ પેઈનલેસ કન્ડિશન હોવાને લીધે લાંબા સમય સુધી વ્યકિતના ધ્યાનમાં આવતુ નથી.
- આ કન્ડિશનમાં દાંતની આજુ બાજુ રહેલા સપોર્ટીગં સ્ટ્રક્ચરને એટલી હદ સુધી અસર થતી હોય છે કે દાંત તેની મેળે પડી જાય છે. અથવા તો કાઢી નાખવાની સ્થિતી ઉભી થાય છે.
- આથી ડેન્ટલ હાઈજીન જાળવું નાના બાળકોથી લઈને અને વૃદ્ધો સુધી દરેક વ્યકિત માટે ખુબજ અગત્યનું છે.
મેજર્સ ફોર ધ કેર ઓફ ધ તીથ
(1) તુથ બ્રશિન્ગ
- દિવસમાં ઓછામાં ઓછું બે વખત તુથ બ્રશ કરવું જરૂરી છે.
- નાના ગામોમાં લોકો લીમડાનું દાંતણ વાપરે છે, ઘણા લોકો રાખ, ચારકોલ, તુથ પેસ્ટ, દંતમંજન, કે તુથ પાવડર વગેરે દાંત સાફ કરવા માટે ઉપયોગ કરતા હોય છે.
- દાંત સાફ કરતી વખતે ફુડ ડેબ્રીસ અને ડેન્ટલ પ્લેગ દુર થવુ અગત્યનું છે.
- નેક ઓફ તૂથની આજુ બાજુ સોફ્ટ પોર્ટેન્ટસ મટીરીયલ જમા થાય છે . આથી આ ડેન્ટલ પ્લેગ રીમુવ કરવા ટેક્નિકથી બ્રશિન્ગ કરવું અગત્યનું છે.
- જનરલી બ્રશિન્ગમાં વર્ટીકલ સર્ક્યુલર ટેક્નિકનો ઉપયોગ થાય છે.
- ફુડ, સ્વીટ્સ, ચોકલેટ્સ, સ્ટીકી સબસ્ટન્સ લીધા પછી ફુડ પાર્ટીકલ્સને લિધે ૧૫- ૨૦ મિનિટની અંદર જ ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી એસિડ ઉત્પન થાય છે. આથી જીભ પણ સાફ કરી હુંફાળા પાણીથી કોગળા કરવા જોઇએ જેથી ગળું પણ સાફ રહે છે.
- ધણા તુથપેસ્ટમાં ફ્લોરાઇડ હોય છે જે ડેન્ટલ કેરીસ પ્રિવેન્ટ કરવામાં મદદ કરે છે. ફ્લોરાઈડનુ એક્સેસિવ પ્રમાણ પણ દાંત પર ખરાબ અસર કરે છે.
- હેન્ડીકેપ પર્સનમાં ઈલેક્ટ્રીક તુથબ્રશનો પણ ઉપયોગ થાય છે.
(2) યુઝ ઓફ ફ્લોરાઈડ
- જે વિસ્તારમાં ડ્રિંકિંગ વોટરમાં ફ્લોરાઈડનું પ્રમાણ 0.5 mg/લીટર કરતા ઓછું હોય ત્યા ડેન્ટલ કેરીસ વધુ જોવા મળે છે.
- ડ્રીન્કિંગ વોટરમાં 0.5to 0.8 mg/lit. ફ્લોરાઈડનું પ્રમાણ હોવું જરૂરી છે.
- ફ્લોરાઈડ ડેફિસીએટ એરિયામા ફ્લોરાઈડ ઉમેરવામાં આવે છે.
- ડ્રીન્કિંગ વોટરમાં ફ્લોરાઈડ ન હોય તો દાંતની સરફેસ પર પણ ફ્લોરાઈડ અપ્લાય કરવામાં આવે છે.
- આ ઉપરાંત ફ્લોરાઇડ યુક્ત તૂથ પેસ્ટ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેથી ડેન્ટલ કેરીસને 15 થી 20% કંટ્રોલ કરી શકાય છે.
- આમ ડેન્ટલ કેરીસને પ્રીવેંટ કરવા ફ્લોરાઇડનો ઉપયોગ અગત્યનો છે.