skip to main content

FON UNIT 4 GNM

Assessment Of patient.

Physical Assessment.

Nursing services માં ખુબજ મહત્વ નુ ઘટક અશેસમેન્ટ છે. એસેસમેન્ટ માટે ઓબ્ઝર્વેશન જરૂરી છે ઓબ્ઝર્વેશન એટલે કે પેશન્ટની ઇન્ફોર્મેશન એકઠી કરીને તે માટે નર્સિંગ કેર નું પ્લાનિંગ કરવું.

અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસ નું પહેલું સ્ટેપ છે જેમાં ચોક્કસ પ્રકારના ટેસ્ટ તેમજ અલગ અલગ રિસોર્સિસ નો ઉપયોગ કરીને પેશન્ટની નીડ ફાઈન્ડ આઉટ કરવામાં આવે છે.

પેશન્ટ નો ડેટા તેની ફેમિલી હિસ્ટ્રી તથા તેના કોમ્યુનિટી ને લગતી માહિતી એકઠી કરીને તેનું સ્કુટીનાઇઝેશન કરી, એનાલિસિસ કરી તે પેશન્ટ માટેની નર્સિંગ કેર નું પ્લાનિંગ કરવામાં આવે છે.

પેશન્ટના હેલ્થ સ્ટેટસ નું એસેસમેન્ટ તથા તેનું એક્યુરેટ ઓબ્ઝર્વેશન કરવું એ નર્સની જવાબદારી છે.

Importance Of Observation. ઓબ્ઝર્વેશન નું મહત્વ.

પેશન્ટની મેન્ટલ, ફિઝિકલ, સોશિયલ તથા સ્પિરિટચ્યુઅલ કન્ડિશન જાણી શકાય છે.

પેશન્ટની કન્ડિશનમાં કોઈ ચેન્જીસ કે ઇમ્પ્રુવમેન્ટ હોય તો તે ઓબ્ઝર્વેશન દ્વારા જાણી શકાય છે.

એક્યુરેટ ઓબ્ઝર્વેશન થી ફિઝિશિયન ને પેશન્ટના ડાયગ્નોસીસ અને તેની ટ્રીટમેન્ટમાં મદદરૂપ થાય છે.

ઓબ્ઝર્વેશન દ્વારા પેશન્ટની ઈલનેસ નું કારણ જાણી શકાય છે.

પેશન્ટને તેની કેરમાં મેક્સિમમ બેનિફિટ તથા કમ્ફર્ટ પ્રોવાઇડ કરી શકાય છે.

સ્કિલ ફુલ ઓબ્ઝર્વેશન થી નર્સિંગ કેરનું પ્લાનિંગ કરી શકાય છે.

ઓબ્ઝર્વેશન દ્વારા મેળવેલો ડેટા પેશન્ટની લાઇફ તથા ડેથ ના કારણો જાણી શકે છે અને પેશન્ટની લાઇફ બચાવી શકે છે.

ઓબ્ઝર્વેશન દ્વારા ડીઝિઝના કારણે થતા કોમ્પ્લિકેશન ના સીમટમ્સ ને અગાઉથી જાણીને તેને પ્રિવેન્ટ કરી શકાય છે.

એકસીડન્ટ અટકાવવા માટે તેમજ સેફટી મેજર જાળવવા માટે પણ ઓબ્ઝર્વેશન જરૂરી છે.

ઓબ્ઝર્વેશન સ્કિલ દ્વારા પેશન્ટ અને તેના રિલેટિવ્સ ને યોગ્ય હેલ્થ ટીચિંગ આપી શકાય છે.

ઓબ્ઝર્વેશનની મદદથી નર્સ પોતાના નોલેજમાં પણ વધારો કરી શકે છે અને રિસર્ચ માટે પણ ઓબ્ઝર્વેશન અને તેને લગતા ડેટા ખૂબ જ ઉપયોગી હોય છે.

કેરફૂલી ઓબ્ઝર્વેશન કરવા થી પોતાની સર્વિસીસ નુ પણ પૃથકરણ કરી શકે છે.

એક્યુરેટ ઓબ્ઝર્વેશન આપણા સેન્સ ઓર્ગન જેવા કે આઈ, નોઝ, ઇયર, ટેસ્ટ, સ્મેલ, ટચ વગેરે દ્વારા થઈ શકે છે.

  • Physical Examination.

Definition.
પેશન્ટની ફિઝિકલ તથા સાયકોલોજીકલ કન્ડિશન ના વિગતવાર ઇન્સ્પેક્શન કે સ્ટડીને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે.

ડીટેલ ઇન્સ્પેક્શન દ્વારા બોડી ના કોઈપણ પાર્ટની જનરલ ફિઝિકલ કન્ડિશન કે ફંકશન જાણવાની એક્ઝામને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય છે.

Purposes of Physical Examination.

પેશન્ટનું ફિઝિકલ અને મેન્ટલ વેલ બીઇંગ જાણવા માટે.

ડીઝીઝનું કારણ તથા ડીઝિઝ નો પ્રોગનોસિસ જાણવા માટે…
અર્લી સ્ટેજમાં ડીઝિઝના નિદાન માટે.

પેશન્ટની કન્ડિશનમાં કેટલો સુધારો થયો છે તથા કેટલી ખરાબ કન્ડિશન થઈ છે તે જાણી શકાય છે.

પેશન્ટને કયા પ્રકારની ટ્રીટમેન્ટ તથા કયા પ્રકારની નર્સિંગ કેર આપવી તેનો પ્લાનિંગ થઈ શકે છે.

કોઈપણ કામમાં પેશન્ટ મેડિકલી ફિટ છે કે નહીં તે જાણી શકાય છે.

જે લોકો healthy છે તેના માટે હેલ્થ જાળવી રાખતા પ્રોસીજર નો ઉપયોગ કરવા માટે દાખલા તરીકે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન.

Methods of Physical Examination. ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની કઈ કઈ મેથડ છે.

Inspection.

આ મેથડમાં પેશન્ટની જનરલ કન્ડિશન તેના બોડીના ઓબ્ઝર્વેશન પરથી જાણવામાં આવે છે મતલબ કે આમાં પેશન્ટનો જનરલ દેખાવ જોવામાં આવે છે જેમ કે પેશન્ટની સ્કિનનો કલર કેવો છે સ્કીન પર કોઈ જાતના રેસિસ છે કે નહીં શરીરમાં કોઈપણ જગ્યાએ કોઈ ડીફરમીટી હોય તો તેની તપાસ કરી શકાય છે આ સાથે પેશન્ટની હિસ્ટ્રી પણ લઈ શકાય છે.

ઇન્સ્પેક્શનમાં પેશન્ટની તમામ ફરિયાદ ડોક્ટર સાંભળે છે અને તેના અનુસંધાને હિસ્ટ્રી લખાઈ છે આમ પેશન્ટની બીમારીની હિસ્ટ્રી તથા હાલની કમ્પ્લેન અને બોડી ફંક્શન આ મેથડ દ્વારા જાણી શકાય છે.

Palpation.

પાલ્પેશન એટલે કે હાથ લગાવીને એક્ઝામ કરવી જેમાં શરીરના ભાગને ટચ કરી દબાવી ફીલ કરી અને તપાસ કરવાની ક્રિયા કરવામાં આવે છે.

પાલ્પેશન માટે ફિંગર્સ નો ઉપયોગ કરવામાં આવે છે.

એબડો મીનલ ઓર્ગન ની સાઈઝ તથા તેની પોઝીશન પાલ્પેશન દ્વારા જાણી શકાય છે.

આ ઉપરાંત નેકના ભાગે કોઈ ટ્યુમર કે ગાંઠ હોય તો જાણી શકાય છે.

એકઝીલા, ગ્રોઇન કે એક્સ્ટ્રીમીટીમાં ક્યાંય ટેન્ડરનેસ જણાય તો તે ચેક કરી શકાય છે.

Percussion.

આ મેથડમાં પેશન્ટની બોડી કેવીટી ના ભાગ પર હાથ રાખવામાં આવે છે અને બીજા હાથની મદદ વડે ફિંગર્સ દ્વારા તેના ઉપર ટેપિંગ કરવામાં આવે છે.

ટેપિંગ દ્વારા ઇન્ટર્નલ ઓર્ગન નો સાઉન્ડ સાંભળીને તેને લગતી માહિતી એકઠી કરી શકાય છે અને ઇન્ટર્નલ ઓર્ગન ની કેકેવીટીની કન્ડિશન નો ખ્યાલ આવે છે.

પેશન્ટનું બ્લેડર ફૂલ છે કે નહીં તે પરકશન દ્વારા જાણી શકાય છે આ ઉપરાંત ચેસ્ટ કેવિટી એબડો મીનલ કેવિટી અને બેકના ભાગ પરકસન દ્વારા એક્ઝામિનેશન કરી શકાય છે.

Auscultation.

આ મેથડમાં સ્ટેથોસ્કોપ કે ફીટોસ્કોપ વડે બોડીની અંદરના સાઉન્ડને સાંભળવામાં આવે છે જેમાં ચેસ્ટ કેવીટી પરથી હાર્ટ સાઉન્ડ અને લંગ સાઉન્ડ સાંભળવામાં આવે છે.

તેમજ એબડોમિનલ કેવીટી પરથી ઇન્ટેસ્ટાઇનલ સાઉન્ડ સાંભળી શકાય છે.

બ્લડ પ્રેશર મેજરમેન્ટ કરવા માટે પણ આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.

Manipulation.

ઓર્ગન ની ફ્લેક્સિબિલિટી જાણવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમ કે નેક રીજીડીટી છે કે નહીં તે તપાસ કરવા માટે નેક ની હલનચલન કરવામાં આવે છે.

એક્સ્ટ્રીમિટીના મુમેન્ટ દ્વારા તેની નોર્મલ કન્ડિશનનો ખ્યાલ મેળવી શકાય છે જેમકે ફલેકશન અને એક્સટેન્શન ની ક્રિયા કરવામાં આવે છે.

Special Equipment.

ફિઝિકલ એક્ઝામિનેશન માટે અમુક સ્પેશિયલ ઇક્વિપમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા સ્પેશિયલ એરિયા ની તપાસ કરી શકાય છે.

જેમકે ઓટોસ્કોપ દ્વારા ઈયરની તપાસ કરી શકાય છે.

ઓફથેલ્મોસ્કોપ દ્વારા આંખની તપાસ કરી શકાય છે.

Indication of Physical Examination.

એડમિશન સમયે.

કોઈપણ ડાયગનોસ્ટિક અને થેરાપ્યુટિક પ્રોસિજર કરતા પહેલા અને પ્રોસિજર થઈ ગયા પછી.

ડિસ્ચાર્જ વખતે

પેશન્ટ ફોલો અપમા આવે ત્યારે.

હેલ્થ ને લગતા કેમ્પ હોય ત્યારે.

Nurses Responsibility during Physical Examination.

પેશન્ટના કોઈપણ ડીઝીઝનુ ડાયગ્નોસીસ કરવા માટે તેના બોડીનું કમ્પલેટ ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે તેના માટે પેશન્ટને અગાઉથી જાણ કરી અને માનસિક તૈયાર કરવામાં આવે છે.

ફિઝિકલ એક્ઝામિનેશનમાં નર્સની ઘણી જવાબદારી હોય છે જેમ કે પેશન્ટને પ્રિપેર કરવો, જરૂરી સાધન સામગ્રી પ્રિપેર કરવી, પેશન્ટના ડીઝીઝ સંબંધિત માહિતીઓ જાણવી વગેરે.

સૌપ્રથમ પેશન્ટને ડોક્ટર તપાસ કરવામાં આવવાના છે તે અંગેની જાણ કરવી.

જો પેશન્ટનો પોતાનો અલગ રૂમ હોય તો બારી બારણા બંધ કરવા અને જો પેશન્ટ જનરલ વોર્ડમાં દાખલ હોય તો પેશન્ટના બેડ ની આજુબાજુએ બેડ સ્ક્રીન લગાવવી જોઈએ.

પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન તેના સગા સંબંધીઓને બહાર જવા માટે જણાવવું.

એક્ઝામિનેશન દરમિયાન ડોક્ટર માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈક્વિપમેન્ટ્સ ટ્રેમાં સાથે તૈયાર રાખવા.

ડોક્ટર પેશન્ટને તપાસવા આવે તે પહેલા નર્સ દ્વારા પેશન્ટના રોગ સંબંધિત તમામ માહિતી, તેને લગતા ઇન્વેસ્ટિગેશન, વાઈટલ સાઇન વગેરે જાણી લેવું જોઈએ અને ડોક્ટરને જણાવવું જોઈએ.

પેશન્ટના જે બોડી ભાગની તપાસ કરવાની હોય તેટલો જ ભાગ ખુલ્લો કરવો બાજુના ભાગને કપડાથી ઢાંકી દેવા.

એક્ઝામિનેશન દરમિયાન રૂમમાં પૂરતી લાઈટ ની વ્યવસ્થા હોવી જોઈએ જો લાઈટની પૂર્તિ વ્યવસ્થા ન હોય તો ટોર્ચ દ્વારા યોગ્ય લાઈટ આપવી જોઈએ.

એક્ઝામિનેશન રૂમ કે યુનિટને પૂરતું ક્લીન અને ટાઈડી રાખવું તેમ જ તે નોર્મલ ટેમ્પરેચરમાં હોવું જરૂરી છે.

કોઈપણ ફીમેલ પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન હોય ત્યારે નર્સે પેશન્ટની સાથે જ રહેવું.

મેલ પેશન્ટના પ્રાઇવેટ પાર્ટની એક્ઝામિનેશન હોય ત્યારે નર્સ દ્વારા યોગ્ય તૈયારી થઈ ગયા બાદ બહાર વેટ કરવો.

એક્ઝામિનેશન ના પ્રોસિજર દરમિયાન પેશન્ટને યોગ્ય કમ્ફર્ટેબલ પોઝિશન માં રાખવો અને એક્ઝામિનેશનને અનુરૂપ પોઝીશન પણ આપવી.

એક્ઝામિનેશન દરમિયાન ડોક્ટરને જરૂરી સાધન સામગ્રીઓ પૂરી પાડવી તથા જરૂર જણાય ત્યાં માહિતી પણ આપવી.

Physical Examination Tray.

ફિઝિકલ એક્ઝામિનેશન માટે એક મોટી ટ્રે લેવામાં આવે છે જેમાં નીચે મુજબના તમામ સાધનો રાખવામાં આવે છે.

Torch. માઉથ, આંખ, કાન, નાક તથા અન્ય બોડી પાર્ટની તપાસ કરવા માટે.

Gloves. અમુક પ્રકારની એક્ઝામિનેશન કરવા માટે સ્ટરાયલ ગ્લવઝ જરૂરી છે જે ક્રોસ ઇન્ફેક્શનને અટકાવે છે.

Tongue depressor. માઉથમાં કેવીટીની પાછળના ભાગે એક્ઝામિનેશન કરવા માટે ટંગને ડિપ્રેશ કરી વિજુલાઈઝ કરવા માટે.

Laryngoscope. લેરિંગ્સ અને રીંગ્સની એક્ઝામિનેશન કરવા માટે.

Tuning fork. ઇયર એક્ઝામિનેશન માટે તેમજ હિયરિંગ ટેસ્ટ કંડક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં તેને વાઈબ્રેટ કરી માસ્ટરોઈડ બોન ફ્રન્ટલ બોન પાસે રાખી હીયરિંગ એક્ઝામિનેશન કરવામાં આવે છે.

Measure tap. આ ટેપ ની મદદ થી ખાસ કરીને એબડોમીનલ કેવીટી, થોરાસિક કેવીટી અને હેડ નો સરકમફરન્સ મેજર કરવામાં આવે છે. આ ઉપરાંત લેન્થ નું પણ મેઝરમેન્ટ અના દ્વારા કરી શકાય છે.

Stethoscope. બોડીના સાઉન્ડ સાંભળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Sphygmomanometer. બ્લડ પ્રેશર મેજરમેન્ટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Hammer. જોઈન્ટ ના ભાગે એક્ઝામિનેશન કરવા માટે, મસલસ ટોન જાણવા માટે તથા ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Otoscope. કાનની અંદરના ભાગે તપાસ કરવા માટે.

Nasal speculum. નોઝની કેવીટી ની અંદરના ભાગની તપાસ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

Ophthalmoscope. આંખની અંદરની તપાસ કરવા માટે આ ઇક્વિપમેન્ટ નો યુઝ કરવામાં આવે છે.

Vaginal Speculum. ફિમેલમાં વજાયનલ કેવીટીની એક્ઝામિનેશન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Proctoscope. રેકટમ તથા તેની અંદરના સ્ટ્રકચરની એક્ઝામિનેશન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Lubricants. આર્ટીકલ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા પહેલા તેને લ્યુબ્રિકેશન માટે વેસેલિન નો ઉપયોગ કરવામાં આવે છે.

Swab stik. ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન પોસ, સીરમ કે અન્ય કોઈ સેમ્પલ કલેક્ટ કરવા માટે આ સ્ટીક નો ઉપયોગ કરવામાં આવે છે.

Cotton swab. એક્ઝામિનેશન દરમિયાન અમુક એરીયા કે ભાગને ક્લીન કરવા માટે.

Test tubes and slides. ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન લેવામાં આવેલા સેમ્પલને કલેક્ટ કરવા માટે ટેસ્ટ ટ્યુબ કે સ્લાઇડ ઉપયોગી છે.

Lotion bowl. ડોક્ટરને એક્ઝામ કર્યા પછી હેન્ડ ક્લીન કરવા માટે.

Small napkin. હેન્ડ ક્લીન કર્યા પછી હેન્ડ ને ડ્રાય કરવા માટે.

TPR tray. ટેમ્પરેચર પલ્સ અને રેસ્પીરેશન જેવા વાઈટલ સાઈન ચેક કરવા માટે.

  • Preparation of the Patient.

Psychological Preparation.

પેશન્ટની એન્ઝાઇટી અને તેનો ફિયર દૂર કરવા માટે તેને પ્રોસિજર વિગતવારે સમજાવો.

પ્રોસિજર ના બધા સ્ટેપ જણાવવા જેથી પેશન્ટનો વિશ્વાસ જીતી શકાય અને તેનું કો-ઓપરેશન મેળવી શકાય.

ફીમેલ પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન તેની સાથે જ રહેવાથી તેનો વિશ્વાસ જીતી શકાય છે.

Physical preparation.

પેશન્ટ ક્લીન હોવો જોઈએ અને જરૂરિયાત મુજબના ભાગનું સેવિંગ કરેલું હોવું જોઈએ.

પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી જેથી ડોક્ટરને તપાસ કરવા માટે સરળતા રહે.

ફિઝિકલ એક્ઝામિનેશન શરૂ કરતાં પહેલાં પેશન્ટનું બ્લેડર ખાલી કરાવવું.

એક્ઝામિનેશન પહેલા જો જરૂરી હોય તો એની માં આપી પેશન્ટનું બોવેલ પણ ખાલી કરાવવું.

ડોક્ટર જ્યારે એક્ઝામિનેશનની શરૂઆત કરે ત્યારે પેશન્ટને વ્યવસ્થિત રીતે ઢાંકીને રાખવું જરૂર મુજબના ભાગ જ ઓપન કરવા.

Procedure of Physical Examination.

ફિઝિકલ એક્ઝામિનેશન ની શરૂઆતમાં ડોક્ટર પેશન્ટ સાથે થોડી મિનિટ વાતચીત કરે છે જેથી પેશન્ટનો ભય દૂર થાય અને પેશન્ટનું ઓબ્ઝર્વેશન પણ કરી શકાય.

ફિઝિકલ એક્ઝામિનેશન એ સિક્વન્સ મુજબ કરવામાં આવે છે જેમાં પહેલા હેડ, આઈ, ઈયર, નોઝ, થરોટ,માઉથ, નેક વગેરે ક્રમમાં આગળ વધવું જોઈએ.

ચેસ્ટ તથા બ્રેસ્ટ ની એક્ઝામિનેશન માટે પેશન્ટના ઉપરના ભાગના કપડા દૂર કરવા.

જ્યારે ડોક્ટર એવડો મન ની એક્ઝામિનેશન કરતા હોય ત્યારે નર્સ એ પેશન્ટનો ચેસ્ટ પરનો ભાગ કવર કરી દેવો જોઈએ.

જ્યારે ડોક્ટર બેક ની એક્ઝામિનેશન કરતા હોય ત્યારે નર્સ એ પેશન્ટનો ચેસ્ટ પરનો ટોવેલ પકડી રાખવો.

બ્લેન્કેટના લોવર પોર્શન નો ભાગ પ્યુબિક રિજીયન સુધી ઉપર લઈ જઈ લોવર એક્સ્ટ્રીમિટીની તપાસ કરવામાં આવે છે.

હેન્ડ ની એક્ઝામિનેશનમાં સ્કીનની કન્ડિશન તથા નખ ના ભાગ નું ચેક અપ કરવામાં આવે છે.

જરૂરિયાત મુજબ પેશન્ટના પ્રાઇવેટ ભાગની એક્ઝામિનેશન કરવામાં આવે છે આ માટે પેશન્ટને અનુકૂળ પોઝિશન આપવી જોઈએ.

Care of Patient and Articles.

પેશન્ટ ને પ્રોસિજર પૂરો થઈ ગયા પછી કપડાં પહેરવામાં મદદ કરવી તથા બેડમાં ફરી કમ્ફર્ટેબલ પોઝીશન આપવી.

ઉપયોગમાં લેવાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને સાબુ પાણીથી ક્લીન કરી ડ્રાય કરવા અને જરૂરી આર્ટિકલ્સને સ્ટરાઇલ કરવા.

બધા ઇક્વિપમેન્ટ તેની જગ્યાએ મૂકી દેવા.

જો કોઈપણ સ્પેસીમેન કલેક્શન લેવામાં આવેલું હોય તો તેનું પ્રોપર લેબલ કરી તેને તરત જ લેબોરેટરીમાં એક્ઝામિનેશન માટે મોકલવામાં આવે છે.

Developing skill in Observation.

ઓબ્ઝર્વેશન માટે પરફેક્ટ કોન્સન્ટ્રેશન ની જરૂર પડે છે ઓબ્ઝર્વેશન દરમિયાન શું જોવાનું હોય છે અને તેનો શું મિનિંગ છે અને તેમાં કઈ રીતે રેકોર્ડિંગ કરવામાં આવે છે તે મહત્વની બાબતો છે.

સિસ્ટેમિક અને રેગ્યુલર પ્રેક્ટિસ દ્વારા ઓબ્ઝર્વેશન ની સ્કીલ ડેવલપ કરી શકાય છે.

ઓબ્ઝર્વેશન માં નોર્મલ બોડી ફંકશનિંગ, હ્યુમન બિહેવિયર તથા એબનોર્મલ ચેન્જીસ જોવા મળે છે.

ઓબ્ઝર્વેશન માટે એક્યુરેટ નોલેજ હોવું જરૂરી છે સેન્સીસ જેવી કે હિયરિંગ ટચિંગ તથા સ્મેલિંગ અને વિઝન સ્કીલ આ તમામ બાબતો થી પેશન્ટની હેલ્થ અને ઇન્વેસ્ટ નું અસસેસમેન્ટ કરી શકાય છે.

Methods of Observation.

આપણી ચાર સેન્સમાંથી કોઈપણ સેન્સનો ઉપયોગ કરીને ઓબ્ઝર્વેશન કરી શકાય છે આ ચાર સેન્સમાં જોવું શુઘવું સાંભળવું અને ટચ કરવું.

આ ઉપરાંત આ સેન્સ ની સાથે શું ઓબ્ઝર્વ કરવાનું છે તેની સમજણ હોવી જોઈએ જ્યારે પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરતા હોઈએ ત્યારે નીચે મુજબની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

શું ઓબ્ઝર્વ કરવાનું છે ત્યાં સુધી ઓબ્ઝર્વ કરવાનું છે અને શું ફાઈન્ડ આઉટ કરવાનું છે.

બોડીનું નોર્મલ સ્ટ્રક્ચર અને નોર્મલ ફંકશન શું છે આ નોર્મલ માંથી એ નોર્મલ ડેટા જાણવું ખૂબ જ જરૂરી હોય છે.

કમ્પ્લીટ ઇન્ફર્મેશન મેળવવા માટે હેડ થી ટો સુધી ઓબ્ઝર્વેશન કરવું જોઈએ.

જરૂર જણાય ત્યાં સુધી સ્પેસિફિક અને ઓબ્જેકટીવ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ.

ઓબ્ઝર્વેશન એ કંટીન્યુ પ્રોસેસ છે અને તેના ફાઈન્ડિંગ પ્રોપરલી અને એક્યુરેટલી રેકોર્ડ કરવા ખૂબ જ જરૂરી હોય છે.

એક્યુરેટ અને મિનિંગફુલ ઓબ્ઝર્વેશન એ સેન્સ ઓર્ગનના કરેક્ટ ઉપયોગ દ્વારા કરી શકાય છે જેમ કે.

Sight. સ્પેશિયલ એક્સપ્રેશન, કલર ઓફ ધ સ્કીન એન્ડ મ્યુકસ મેમબ્રેઈન, વુંડ ની કન્ડિશન, રેસીસ, બોડી કેવીટીમાંથી આવતો ડિસ્ચાર્જ વગેરે બાબતો જોઈ શકાય છે.

Smell. કોઈપણ દવાની વાસ, બોડી કેવીટીમાંથી આવતા ડિસ્ચાર્જ નિ વાસ, વુંડમાંથી આવતા ડિસ્ચાર્જ નિવાસ, શ્વાસોશ્વાસ અને વોમિટિંગ દરમિયાન આવતી વાસ વગેરે ની સ્મેલ ની સેન્સ થી જાણી શકાય છે.

Hearing. પેશન્ટ નો અવાજ, બ્રિધિંગ સાઉન્ડ, સ્નીઝિંગ, કફિંગ ક્રાઇંગ, વગેરેના અવાજો સાંભળવાની સેન્સ હોય છે.

Touch. ચેસ્ટ મુવમેન્ટ,પલ્સ ની ઇરેગ્યુલારીટી, કોઈપણ સ્ટ્રક્ચરની સ્મુથને હાર્ડનેસ કે તેનું એલાર્મેન્ટ, ડ્રાઇનેસ, હોટનેસ કે કોલ્ડનેસ વગેરે બાબતો ટચ કરવાથી ખબર પડે છે.

Principal of Observation.

સાઉન્ડ નોલેજ નર્સ ને કોમ્પ્રીહેન્સિવ ઓબ્ઝર્વેશનમાં મદદ કરે છે.

ઓબ્ઝર્વેશન હંમેશા પર્પઝફુલ સ્પેસિફિક અને વેલ પ્લાન્ડ હોવું જોઈએ.

ઓબ્ઝર્વેશન હંમેશા સિસ્ટમીકલી હોવું જોઈએ.

ઓબ્ઝર્વેશન દરમિયાન કરવામાં આવેલા નોટ્સ ને હંમેશા વ્યવસ્થિત રેકોર્ડ કરવા જોઈએ જેથી બેઝ લાઈન ડેટા ના રૂપમાં મેળવી શકાય.

Role of Nursing Observation.

નર્સ એ પેશન્ટ પાસે 24 કલાક રહેતી હોવાથી પેશન્ટમાં થતા ફેરફાર સારી રીતે ઓબ્ઝર્વ કરે શકે છે.

નર્સ ને ઓબ્ઝર્વેશન ની હેબિટથી પેશન્ટની ટેવ મા ચેન્જ કે કોઈ પણ આવતા ફેરફાર ઓબ્ઝર્વ કરી શકે છે.

મેડિકલ અને સર્જીકલ નર્સિંગમાં તેના રેકોર્ડ પરથી નિદાન કરવામાં તેમજ સારવાર આપવામાં હેલ્પફૂલ થાય છે.

ઓબ્ઝર્વેશન ટેકનીક એ ટેવ, નોલેજ, ઇન્ટરેસ્ટ, અટેન્શન અને સિમ્પથેટીક અન્ડરસ્ટેન્ડિંગ પર આધાર રાખે છે.

Observation of Common Sign and Symptoms.

Sign.
સાઇન એટલે કે પેશન્ટ ની બોડીમાં જોવા મળતા ચેન્જીસ કે ચિન્હો જેને વેરીફાઇ કરી શકાય કે જોઈ શકાય છે. જેમ કે વાઈટલ સાઇન, સ્વેલિંગ, સાઈનોસિસ, એડીમાં વગેરે.

Symptoms.
સીમટમ્સ એટલે કે લક્ષણો જે પેશન્ટ અનુભવે છે અને તે ફરિયાદના રૂપમાં આપણને કહે છે આ લક્ષણોને આપણે જોઈ શકીએ કે વેરીફાઈ કરી શકતા નથી જેમ કે પેઇન, હેડ એક, નોસિયા વગેરે.

Main subjective Symptoms.

Pain and Tenderness.
પેઇન કંટીન્યુઅસ કે ઇન્ટરમીટર હોય છે, ધીમે ધીમે હોય કે એકદમ વધી જાય છે.

પેઈન તેના નેચર મુજબ ડલ, એક્યુટ કે શારપ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે.

આ પેઇન વાળા ભાગ પર પ્રેશર આપવાથી સખતાઈ સાથે પેઇન જોવા મળે તેને ટેન્ડરનેસ કહેવામાં આવે છે.

Emotion.
ઈમોશન એટલે કે ફીલિંગ. નર્સ પેશન્ટના એસ્સમેન્ટ કરતી વખતે તેના ઇમોશનલ સ્ટેટસનું પણ અસસેસમેન્ટ કરવું જોઈએ. તે દરમિયાન ઈમોશનલ ડિસ્ટર્બન્સીસ જોવા મળે છે.

Other Sensation.
બીજા સેન્સેશન માં સાઇટ, સ્મેલ, હીયરિંગ, ટચ અને ટેસ્ટ નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ટેમ્પરેચર, હંગર, થર્સટ, ઈકવેલીબ્રીયમ વગેરેને લગતા સીમટમસ નો પણ સમાવેશ થાય છે.

Main Objective Symptoms.

Hair and Scalp.

વાળ એ ક્લીન, ચળકતા, જાડા કે પાતળા, સોફ્ટ, કે ડરટી, ફ્રી ફોર્મ પેડીક્યુલી વગેરે બાબતો હેર ના સંદર્ભમાં કરવી જોઈએ.

સ્કાલપ એ ક્લીન રપ રહિત કે કોઈપણ જાતના ઇન્ફેક્શન છે કે નહીં તેનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ.

Face.
પેશન્ટના ચહેરા નું ઓબ્ઝર્વેશન કરવાથી અનેક બાબતો ધ્યાનમાં આવે છે પેશન્ટની તકલીફ તેના ચહેરા પરથી જાણી શકાય છે જેમ કે.

Pale face, jaundice, સાઈનોસીસ, ફેસ પર નું સ્વેલિંગ, ફેસ પરના રેસિસ, એકને, કોઈ પણ પ્રકારની ઇન્જરી હોય તો જાણી શકાય છે.

આ ઉપરાંત ફેસના એક્સપ્રેશન પરથી પેઇન, સ્ટ્રેસ, ડિપ્રેશન, ફટીગ વગેરે બાબતો પણ નોટ કરી શકાય છે.

Eye.
આઈ નું ઓબ્ઝર્વેશન કરતી વખતે આઇબ્રો, આઇ લેસિસ, પ્યુપિલ, આય લીડ, આય મસ્લસ, વગેરેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે.

આઈના ભાગે કોઈપણ જાતનો ડીસ્ચાર્જ કે સિક્રીશન થતું હોય તે જોવું જોઈએ.

પ્યુપિલ ડાઈલેટ છે કે કોન્સ્ટ્રીક છે તેની સાઈઝ ચેક કરવી જોઈએ.

પેશન્ટના વિઝન બાબતે ચેક કરવું જેમાં ડબલ વિઝન, લોસ ઓફ વિઝન કે ફોટો ફોબિયા વગેરે બાબત ઓબ્ઝર્વ કરવી.

આઈ ના ભાગે તેનો કલર તેની સાઈઝ અને શેપ વગેરે બાબતો જોવાથી જોન્ડીસ, સંકેન આઈ, રેડનેસ, ઇન્ફેક્શન વગેરે બાબતો જાણી શકાય છે.

Mouth and Throat.

માઉથ અને થરોટ ની એક્ઝામિનેશન કરતી વખતે સૌપ્રથમ લિપ્સ ની કન્ડિશન ચેક કરવી જેમાં રેડનેસ, સ્વેલિંગ કે ચીરા પડેલા છે કે નહીં તે ચેક કરવું આ ઉપરાંત લિપ્સ ડ્રાય છે કે નહીં તે તપાસવું.

પેશન્ટના માઉથ માંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી હોય તો ચેક કરવું.

ટંગની કન્ડિશન ચેક કરવી જેમાં ટંગ એ ક્લીન, મોઇસ્ટ, ડ્રાય, સ્વોલન, ફિશર કે અલ્સર વગેરે છે કે નહીં તે ચેક કરવું. ટંગ પર સફેદ થર જામેલું હોય તો તેને કોટેડ ટંગ કહેવામાં આવે છે તેના માટે પણ ચેક કરવું.

ટીથ ની કન્ડિશન ચેક કરવી જેમાં તે નેચરલ છે કે આર્ટિફિશિયલ, ડેન્ટલ કરીસ છે કે નહીં તે જોવું દાંત ઢીલા છે કે મજબૂત તથા દાંતમાં કોઈપણ પ્રકારના દુખાવાની ફરિયાદ છે કે નહીં વગેરે બાબતો ચેક કરવી.

આ ઉપરાંત માઉથની મ્યુકસ મેમરેઇન ની કન્ડિશન ચેક કરવી જેમાં કોઈ અલસર, કે બ્લીડિંગ છે કે નહીં તે ચેક કરવું.

પેશન્ટના રેસપીરેશન દુર્ગંધ વિનાના છે કે ફાઉલ સ્મેલ આવે છે તે ચેક કરવું. આલ્કોહોલિક સ્મેલ બાબતે પણ ચેક કરવું.

ગળાના ભાગે રેડનેસ છે કે નહીં તે ચેક કરવું તથા ટોનશીલની સાઈઝ અને ઇન્ફેક્શન બાબતે ચેક કરવું.

Nose.

નોઝ દ્વારા સરળતાથી શ્વાસ લઈ શકાય છે કે કેમ, નોઝ માંથી બ્લીડિંગ કે અન્ય કોઈ જાતનો ડિસ્ચાર્જ નીકળે છે કે કેમ, સ્મેલ ના સેન્સેશન માં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ તે જાણવું જોઈએ.

Ear.

કાન દ્વારા સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે કેમ, આ ઉપરાંત કાનમાં કોઈ પણ પ્રકારનો વેક્સ ડિપોઝિટ થયો છે કે કેમ અથવા કાનના ભાગેથી કોઈ પણ ડિસ્ચાર્જ આવે છે કે કેમ તે ચેક કરવું.

યરીંગ સેન્સેશન માં પ્રોબ્લેમ છે કે નહીં તે ઓબ્ઝર્વ કરવું જોઈએ આ ઉપરાંત કાનના અંદરના કેનાલના ભાગે કોઈ અલસર કે ઇન્ફેક્શન કે પેઈન છે કે નહીં તે ચેક કરવુ.

Neck.

ગળાના ભાગે કોઈપણ ટ્યુમર, સ્વેલીંગ, અલ્સર વગેરે બાબતો વિશે ચેક કરવું.

ગળાના ભાગની મુવમેન્ટ બરાબર છે કે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થયેલી છે તે જોવું.

નેક ના ભાગે આવેલી વેઇન પ્રોમિનન્ટ છે કે નહીં તે બાબતનું ઓબ્ઝર્વેશન કરવું.

Chest.

ચેસ્ટ ની સાઈઝ અને શેપમાં કોઈપણ પ્રકારની એબોરમાં લીટી છે કે નહીં તે ચેક કરવું.

કફિંગ અને બ્રિધિંગ વખતે ચેસ્ટ મુવમેન્ટ નું ઓબ્ઝર્વેશન કરવું.

Breast.

બ્રેસ્ટ માં કોઈપણ પ્રકારનો ગ્રોથ કે લંપ છે કે નહીં તેના માટે ચેક કરવું.

નીપલ નો ભાગ નોર્મલ છે કે ઇનવલ્ટેડ છે તે ચેક કરો.

આ ઉપરાંત બ્રેસ્ટ ની સાઈઝ અને શેપ વગેરે બાબતોની તપાસ કરવામાં આવે છે.

Abdomen.

એબડોમન ની સાઈઝ અને શેપ ચેક કરવું.

એબડોમીન નો ભાગ સોફ્ટ છે કે હાર્ડ, ડિસ્ટેન્ડેડ છે કે રિજિડ, તે ભાગમાં કોઈપણ પ્રકારની ગાંઠ કે ટ્યુમર છે કે નહીં તે ચેક કરવું.

પેશન્ટને કોઈપણ ખોરાક લેવામાં કોઈ તકલીફ છે કે નહીં તે ચેક કરવું.

ઈનડાઈઝેશન કે ડાયરીયા કે એબડોમીનલ પેઇન છે કે નહીં તે ચેક કરવુ.

Skin.

પેશન્ટની સ્કીન કેવી છે સ્કીનમાં એબેરેજન્સ, અલ્સર, સ્ક્રેચીસ, વુડ, સ્કાર, રેસિસ, એડીમાં કે પ્રેસર સોર નથી તે ચેક કરવું.

સ્કીન ડ્રાય છે કે ચીકણી, હૂંફાળી છે કે ઠંડી તે તપાસવું.

સ્કીન નો કલર જોવો જેમાં તે પેલ, સાઈનોટીક, રેડનેસ, જોન્ડીસ વગેરેના સાઈન માટે ચેક કરવું.

સ્કીનના કોઈપણ ભાગમાં પ્રિવિયસલી કોઈ ઓપરેટિવ પ્રોસિજર કરેલ છે કે નહીં તેની હિસ્ટ્રી પૂછવી અને સ્કાર તપાસવા.

Genitalia.

મેલ તેમજ ફીમેલ પેશન્ટમાં પ્રાઇવેટ પાર્ટ નું ઓબ્ઝર્વેશન કરવું ખૂબ જ જરૂરી હોય છે તે એરિયામાં કોઈ પણ પ્રકારની ઈચિંગ, રેડનેસ, ઇન્ફેક્શન, કલીનલીનેસ કે કોઈપણ પ્રકારનો ડિસ્ચાર્જ આવે છે કે કેમ તે બધા જ બાબતોનું ઓબ્ઝર્વેશન કરો.

Extremities.

એક્સ્ટ્રીમિટી ની સાઈઝ શેપ અને તેની સિમેટ્રિકલ પોઝીશન માટે ચેક કરવું.

ફિંગર્સ ના નેઇલ નો કલર તથા ક્લબિંગ ફિંગર્સ માટે ચેક કરવું. નખના ભાગનો શેપ અને સાઈઝ ચેક કરવી.

એક્સ્ટ્રીમીટીમાં આવેલી સ્કીન નું ઓબ્ઝર્વેશન કરવું તથા કોઈપણ એબનોર્માલીટી લાગે તો નોટિફાય કરવું.

એક્સ્ટ્રીમિટીના ભાગે કોઈપણ ટેન્ડરનેસ, ઈન્ફેક્શન, સ્વેલિંગ, ટયુમર કે ડિફરમીટી છે કે નહીં તે ચેક કરવું.

પગના ભાગે વેરી કોઝ વેઇન માટે ચેક કરવુ.

Mental Condition.

પેશન્ટ છે કે સેમીકોન્સીયસ છે તે ચેક કરવું આ ઉપરાંત તે એલર્ટ, ડલ, ડિપ્રેશન, હેપી, અનહેપી, વગેરે બાબતો વિશે ચેક કરવું.

તેનું ઈમોશનલ રિએક્શન ચેક કરવું.

તેના ફેમિલી મેમ્બર સાથેના રિલેશનશિપ બાબતે હિસ્ટ્રી લેવી.

Excretion and Secretion.

યુરીન, સ્ટૂલ, વોમિટિંગ, સ્પુટમ, વજાઈનલ ડિસ્ચાર્જ તેમજ બોડી કે વીટી માંથી નીકળતા અન્ય કોઈ ડિસ્ચાર્જ હોય તો તેનો કલર એમાઉન્ટ અને અન્ય કેરેક્ટરિસ્ટિક ઓબ્ઝર્વ કરવી.

Physical Assessment.

ફિઝિકલ અસેસમેન્ટ પેશન્ટના જનરલ દેખાવ ઉપરથી જાણી શકાય છે પ્રોપર અટેન્શન આપવાથી વ્યક્તિનો તેની એ જ પ્રમાણે ગ્રોથ અને ડેવલપમેન્ટ થયો છે કે કેમ તે જાણી શકાય છે.

Height and Weight.

પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે તેના હાઈટ અને વેટ રેકોર્ડ કરવામાં આવે છે અને આ ડેટાનો તેની ઉંમર સાથે સરખામણી કરવામાં આવે છે.

હાર્ટ અને કિડની ડીસીઝમાં દર અઠવાડિયે પેશન્ટનું વેટ ચેક કરવામાં આવે છે જેથી તેની ડીસીઝ કન્ડિશન ની માહિતી જાણી શકાય છે.

Posture.

પોશ્ચર ના ઓબ્ઝર્વેશનથી પેશન્ટની કન્ડિશન નો ખ્યાલ આવી શકે છે દાખલા તરીકે મેનીજાઇટીસ તથા ટીટેનસમાં નેક રીજીડીટી જોવા મળે છે.

આ ઉપરાંત ડિપ્રેશન વાળા વ્યક્તિમાં સ્લો અને લેથારજીક મોમેન્ટ જોવા મળે છે.

પોશ્ચર માં રાઈટ સાઈડ તથા લેફ્ટ સાઈડની બોડી મુવમેન્ટ ની કમ્પેરીઝન કરવામાં આવે છે અને તેનું અસેસમેન્ટ કરવામાં આવે છે.

Speech.

પેશન્ટ શું બોલે છે તથા કઈ રીતે બોલે છે તેનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ.

સ્પીચ બાબતે કઈ રીતે બોલે છે તેના આધારે સ્પીચ ડિસઓર્ડર નું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે.

વર્બલ કોમ્યુનિકેશન દ્વારા પેશન્ટની એન્ઝાઇટી નો ખ્યાલ આવી શકે છે દાખલા તરીકે આવા પેશન્ટમાં રેપિડ સ્પીચ રીપીટેશન ઇન એપ્રોપ્રીએટ લેંગ્વેજ વગેરે સ્પીચ ઉપરથી ખ્યાલ આવે છે.

ડીસઆરથ્રીયા કે જેમાં ટંગ અને ચીકના મસલ્સમાં ઈમ્પરમેન્ટ હોવાના કારણે ડિફેક્ટીવ સ્પીચ જોવા મળે છે.

ઓફ એફેશિયા એટલે કે સ્પીચ અને કોમ્યુનિકેશન એબિલિટી માં ઇમ્પેરિમેન્ટ આવવું આ બાબતોને પણ ઓબ્ઝર્વ કરવું જોઈએ.

Level of Consciousness.

કોન્સિયસનેસ એ એક અગત્યનું ઓબ્ઝર્વેશન છે એટલે કે અવેરનેસ કે જેમાં પેશન્ટ એ આજુબાજુના વાતાવરણથી જાગૃત હોય છે.

જો કોન્સીયસનેસ લેવલમાં તકલીફ જણાય તો તે બ્રેઇન ની કોઈપણ પ્રોબ્લેમ છે તેવું જાણી શકાય છે.

કોનસીયસનેસ ના ઇવાલ્યુએશન માટે રેસ્પીરેટરી પેટર્ન, પ્યુપિલ ની સાઈઝ, બોડી મુવમેન્ટ વગેરે ચેક કરવામાં આવે છે.

આ કોન્સિયસનેસ લેવલમાં ચેન્જ આવે તેને લેથારજીક, સ્ટુપર, સેમીકૉન્સીયસનેસ કે કોમા વગેરે રીતે ઓળખી શકાય છે.

Vital Sign.


Body Discharges.

બોડીમાં થી નીકળતા કોઈપણ પ્રવાહીને ડિસ્ચાર્જ કહેવામાં આવે છે.

આ બોડી ડિસ્ચાર્જ ને સ્પેસીમેન એટલે કે સેમ્પલ ના રૂપમાં કલેક્ટ કરી અને તેની લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે, જેનાથી બોડીની નોર્મલ કન્ડિશન નો ખ્યાલ આવે છે.

Laboratory test and Specimen Collection.

બોડી ના કોઈપણ ફ્લૂઈડ કે ડિસ્ચાર્જ ને કલેક્ટ કરી લેબોરેટરીમાં કેમિકલી કે માઈક્રોસ્કોપીકલી એક્ઝામિનેશન કરવા માટે મોકલવામાં આવે છે, તેને સેમ્પલ કે સ્પેસીમેન કહેવામાં આવે છે.

Aims of Laboratory testing.

ચોક્કસ નિદાન કરી પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકાય તે માટે.

બોડીનું નોર્મલ ફંકશન જાણવા માટે.

ડીઝીઝ નો પ્રોગ્રેસ જાણવા માટે.

સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને ડ્રગ્સ ની શું ઇફેક્ટ થઈ છે તે જાણવા માટે.

સર્જરી અને એનેસ્થેસિયા પહેલા પેશન્ટની જનરલ હેલ્થ અસેસ કરવા માટે.

ઓપરેશન માટે પેશન્ટ ફિટ છે કે નહીં તે જાણવા માટે.

Types of Specimen.

યુરીન
સ્ટુલ એટલે કે ફીસીસ
વોમિટ
વજાઈનલ સિક્રીશન
થરોટ સ્વોબ
આય સિક્રીશન
વુન્ડ ડિસ્ચાર્જ
બ્લડ
Spinal fluid
બોડી કેવીટીના અન્ય ફ્લૂઈડ્સ

વોર્ડમાં દાખલ થયેલા પેશન્ટના સેમ્પલ લેવાની જવાબદારી નર્સ ની છે આ સેમ્પલ કલેક્ટ કરી પ્રોપર લેબલ કરી લેબોરેટરી સુધી પહોંચાડવાની જવાબદારી નર્સ ની છે.

  • Role and Responsibilities of Nurse in Collection of Sample.

સ્પેસીમેન કલેક્શન કરવું એ નર્સ નું ખૂબ જ અગત્યનું કાર્ય છે નર્સ એ પ્રોપર મેથડથી સેમ્પલ કલેક્ટ કરવા અને લેબોરેટરીમાં સમયસર પહોંચાડવા ખૂબ જ જરૂરી હોય છે.

Preparation of the Patient.

જે પ્રકારના સ્પેસીમેન લેવાના હોય તે મુજબ પેશન્ટને ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર કરવો.

પેશન્ટનું સ્પેસીમેન ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવાનું છે તે ખાસ સમજાવું જોઈએ.

સ્પેસીમેન કલેક્ટ કરતી વખતે કન્ટેનર ની બહારની સાઈડ ગંદી થવી ન જોઈએ નહીંતર કર્મચારીને હેન્ડલિંગ કરવામાં તકલીફ પડી શકે છે તથા ઇન્ફેક્શન પણ ફેલાઈ શકે છે.

જે કન્ટેનરમાં સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તે કન્ટેનર ક્લીન અનબ્રેકેબલ હોવું જોઈએ અને તે કોઈપણ જગ્યાએથી ડેમેજ ન હોવું જોઈએ.

કલ્ચરની તપાસ માટે સ્પેસિફિક ટેસ્ટ માટે સ્પેસિફિક સેમ્પલની કોન્ટીટી હોવી જોઈએ સેમ્પલ પર લગાડેલ લેબલ ક્લિયર દેખાય તે મુજબનું હોવું જોઈએ.

મોટાભાગના સ્પેસીમેન ફ્રેશ અને અર્લી મોર્નિંગ માં કલેક્ટ કરેલા હોવા જોઈએ.

કલેક્શનની કરેક્ટ મેથડ અપનાવવી જોઈએ અમુક પ્રકારની તપાસ માટે લેબોરેટરી માંથી અલગ બલ્બ આવે છે તેમાં સ્પેસીમીન કલેક્ટ કરવું જોઈએ.

આ ઉપરાંત હોસ્પિટલમાં અલગ અલગ સેમ્પલ ના કલેક્શન માટે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ આવે છે તેના અલગ અલગ કલરમાં દર્શાવ્યા મુજબ સેમ્પલ પ્રોપર કલરની ટ્યુબમાં કલેક્ટ કરવું જોઈએ.

ફીમેલ પેશન્ટમાં મેન્સ્ટ્રેશન સાયકલ ના પિરિયડ દરમિયાન યુરિન અને સ્ટુલના સેમ્પલ કલેક્ટ કરવા ટાળવા જોઈએ અથવા કલેક્ટ કરવા પડે તેમાં હોય તો તે બ્લડ દ્વારા કંટામીનેટેડ ન થાય તે મુજબ યોગ્ય ટેકનિકથી કલેક્ટ કરવા જોઈએ આ માટે વજાયનલ ટેમ્પુન નો ઉપયોગ પણ કરી શકાય છે.

Preparation of Equipment.

સેમ્પલ કલેક્શન માટે અલગ અલગ પ્રકારના બોટલ અને કન્ટેનર અવેલેબલ હોય છે જે નીચે મુજબ સેમ્પલ ની જરૂરિયાત મુજબ પસંદ કરવામાં આવે છે.

કાચના મોટા મોઢા વાળી બોટલ યુરીન સેમ્પલ કલેક્ટ કરવા માટે વપરાય છે.

કાચની નાની બોટલ સ્ટુલ એક્ઝામિનેશન માટે વપરાય છે.

24 કલાકના યુરિન કલેક્શન કરવા માટે કાચની મોટી બોટલ વપરાય છે.

સ્પુટમ અને સ્ટૂલ કલેક્ટ કરવા માટે કાચની કવરવાળી જાર વાપરવામાં આવે છે.

કલ્ચર એક્ઝામિનેશન માટે સ્ટરાઇલ ટેસ્ટ ટ્યુબ કે બોટલ વાપરવામાં આવે છે.

સ્મિયર બનાવવા માટે ક્લીન સ્લાઈડ વાપરવામાં આવે છે.

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised