(સ્ટ્રક્ચર એન્ડ ફંકશન ઓફ હ્યુમન બોડી)માનવશરીરની રચના અને તેના કાર્યોનો અભ્યાસ:
કોષ (સેલ)
પેશી (ટીશ્યુ)
અંગ (ઓર્ગન)
તંત્ર (સિસ્ટમ)
માનવ શરીર (હ્યુમન બોડી)
પ્રસ્તાવના:-
એ.એન.એમ. એ માનવ શરીરની રચનાનો અભ્યાસ શા માટે જરૂરી છે.
એ.એન.એમ.એ માનવ શરીર સાથે કામ કરવાનું હોવાથી શરીર રચના અને તેના કાર્યોનો અભ્યાસ કરવો જરૂરી છે.
શરીરના દરેક ભાગો અને અવયવોના અભ્યાસ કરવાથી દર્દીની તંદુરસ્તી કેવી રીતે જાળવવી તે સમજવામાં મદદરૂપ થાય છે.
આપણા શરીરમાં રહેલા દરેક અવયવ નોર્મલ છે કે કેમ? તે જાણવા માટે આ અભ્યાસ કરવો જરૂરી છે.
પોતાના શરીર વિશેનું જ્ઞાન મેળવીને પોતાની કાળજી લઈ શકાય છે.
એનાટોમી (હ્યુમન બોડી ):-“એનાટોમી (હ્યુમન બોડી) એટલે કે શરીરની રચનાનો અભ્યાસ “આ એક વિજ્ઞાનશાસ્ત્ર છે જેમાં શરીરના વિવિધ અવયવના આકાર, તેમના સ્થાન અને રચનાનું વર્ણન કરવામાં આવે છે અને અવયવોના પરસ્પર સંબંધો વિશેનો સમાવેશ થાય છે.
પેથોલોજી :– “કોઈપણ રોગના લીધે શરીરના અવયવોમાં જે ફેરફાર થાય છે તેના અભ્યાસને પેથોલોજી કહે છે. ”
Commonly used anatomical terms
anatomical terms related to site of the body
1) superior -સુપેરિયર -માથા તરફ
2) Inferior – ઇન્ફેરિયર. પગ તરફ
3) Anterior – એન્ટેરિયન. આગળના ભાગે
4) Posterior – પોસ્ટેરિયર. પાછળના ભાગે
5) medical – મીડીયમ. મીડલાઈન તરફ
6 Lateral – લેટરલ. મીડલાઈનથી દૂર
7) Proximal – પ્રોઝીમલ. ઉદગમ સ્થાન તરફ
8.Distel – ડિસ્ટલ. ઉદગમ સ્થાનથી દૂર
9) Superficial – સુપર ફિશિયલ. સપાટીથી નજીક
10.Deep – ડીપ. સપાટી ની અંદર
11.external – એક્સ્ટર્નલ. બહારની તરફ
12) Internal – ઇન્ટરર્નલ. અંદરની તરફ
13.central – સેન્ટ્રલ. મધ્યમાં (વચ્ચે)
14.peripheral – પેરીફરલ. ચારે તરફ (આજુ-બાજુ)
15) Particu – પરાઈટલ. બહારની દિવાલ
16.viscercel – વિસરલ. અંદરની દિવાલ
Anatomical terms related to shape of the body
Deltoid -ડેલ્ટોઇડ. ત્રિકોણાકાર
Sphenoid – સ્ફિનોઇડ. છીણી જેવો આકાર
Styloid – સ્ટીલોઇડ. પીલોર જેવો
Unula – યુવ્યુલા. દ્રાક્ષના જુમખા જેવો
Piciform – પીસીફોર્મ. વટાણા જેવો
Biceps – બાયસેપ. બે માથા વાળો
Quadriceps – કવાડીચેપ. ચાર માથા વાળો
Triceps – ટ્રાયસેપ. ત્રણ માથા વાળો
Maximus – મેક્સિમસ. લંબાઇમાં મોટો
Depressor – ડિપ્રેસર. દબાવવાનું કામ
minimus – મીનીમસ. લંબાઈમાં નાનો
medium – મીડીયમ. વચ્ચેનો (મધ્યમ)
Anatomical terms related to movement of the body
Flexion – ફલેક્શન. વાળવું
Extension – એકટેશન. સીધું કરવું
Abduction – એબડક્શન. મધ્ય ભાગથી દૂર
Aduction – એડકશન મધ્ય ભાગ તરફ
Rotation – રોટેશન ધરી ઉપર ફેરવવું
circumcdiction – સરકમડકશન. સર્ક્યુલર મુવમેન્ટ
Eversion – એવરર્ઝન. મીડ લાઈનથી દૂર લઈ જવું
Inversion – ઇનવર્ઝન. મીડ લાઈન ની તરફ લાવવું
Supincetion – સુપાઈનેશન. ચતુ (સીધું)
Poronation – પ્રોટેશન. ઊંધું (ઊલટું)
protrusión – પોટ્રેર્જન. આગળ પડતું
Retraction – રીટ્રેક્શન. પાછળ પડતું
સ્ટ્રક્ચર એન્ડ ફંકશન ઓફ હ્યુમન બોડી
કોષ (સેલ)
કોષ એ માનવ શરીરનો નાનામાં નાનો એકમ છે. તે જીવીત પદાર્થ છે. તેનાથી મનુષ્યના શરીરનું બંધારણ થાય છે. ધણા બધા કોષ ભેગા થાય ત્યારે ટીશ્યુ બને છે. કોષ સૌથી નાનો એકમ હોવાથી તેને જોવા માટે માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે.
કોષનું બંધારણ :-
1.કોષદિવાલ (સેલ મેમ્બ્રેન)
સેલ મેમ્બ્રેન એ સેલનું સૌથી બહારનું આવરણ છે.તે પ્રોટીનનું બનેલું હોય છે. આ આવરણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જેના દ્રારા ખોરાક જીવરસ સુધી પહોંચે છે. જીવરસ એ સેલને રક્ષણ અને આહાર આપવાનું કાર્ય કરે છે.
2. જીવરસ (સાઈટોપ્લાઝમ)
તે જેલી જેવું પ્રવાહી છે. તે રંગવિહીન તથા પારદર્શક છે. તેની નાઈટ્રોજન, ચરબી તેમજ કાર્બોહાઈટ્રેડ આવેલા હોય છે. આ પ્રવાહીમાં માઈટોકોન્ડ્રીયા કણાભસુત્ર, ગોલ્ગીકાય, સેટ્રોઝોમ આવેલા હોય છે આ બધા જ મહદઅંશે તેમાં તરતા હોય છે.
3.કોષકેન્દ્ર (ન્યુક્લિઅસ)
ન્યુક્લિઅસ એ સેલના બ્રેનનું કાર્ય કરે છે તે સેલની વચ્ચે આવેલો ગોળાકાર છે. અને સખત હોય છે. તે પ્રોટીનના નાના – નાના ફાઈબર જેવી રચના ધરાવે છે. તેમજ કોષના કાર્યો ઉપર નિયંત્રણ રાખે છે. ન્યુક્લિઅસ વિના સેલ મૃત્યુ પામે છે.
4.ન્યુક્લિઅસ મેમ્બ્રેન
ન્યુક્લિઅસની આસપાસ તેના રક્ષણ માટે આવેલા આવરણને ન્યુક્લિઅસ મેમ્બ્રેન કહે છે.
5.રંગસુત્રો (ક્રોમોઝોમ)
ન્યુક્લિઅસ મેમ્બ્રેનની અંદરની બાજુએ તાંતણા જેવા આકારમાં રંગસુત્રો આવેલા હોય છે તેની સંખ્યા કુલ ૪૬ છે.અને ૨૩ જોડીમાં ગોઠવાયેલા હોય છે. રંગસુત્રની મદદથી બાળકમાં વારસાગત ગુણો પ્રાપ્ત થાય છે.
6.કણાભસુત્ર (મીટોકોન્ડ્રીયા)
મીટોકોન્ડ્રીયા સેલમાં શ્વાસોચ્છવાસનું કામ કરે છે. તે ગરમી અને શક્તિ ઉત્પન્ન કરવાનું કામ કરે છે તેથી તેને સેલ નું પાવર હાઉસ કહે છે. તેને બે આવરણ આવેલા હોય છે અને તે પ્રજનન ઉપર કંટ્રોલ કરે છે.
7.ગોલ્ગીકાય (ગોલ્ગી કોમ્પ્લેક્સ)
ગોલ્ગીકાય એ ન્યુક્લિઅસની નજીક આવેલી છે. ગોલ્ગીકાય કોષમાં સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
8.રીબોસોમ્સ (રિબોઝોમ્સ)
ન્યુક્લિઅસની નજીકમાં આવેલા તાંતણા જેવા ભાગને રીબોઝોમ્સ કહે છે. જે-તે સેલના વિભાજનમાં તે સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
સેલના કાર્યો
પોતાનો વૃધ્ધિ અને વિકાસ કરે છે.
માનવ શરીરને ખોરાક મેળવવા માટેનું કાર્ય કરે છે.
ચયાપચયની ક્રિયા દ્રારા માનવશરીરમાં ગરમી અને શક્તિનું નિર્માણ કરે છે.
શ્વાસોચ્છવાસની ક્રિયા માટે ઉપયોગી છે.
ફેફસામાંથી આવતો ઓક્સિજન સેલ પોતે મેળવે છે અને પોતાનામાં રહેલો કાર્બનડાયોક્સાઈડ (CO2) લોહીમાં પાછો આપી દે છે.
શ્વાસોચ્છવાસમાં શુધ્ધ લોહી દ્વારા 02 મેળવવાનું કાર્ય કરે છે.
અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તથા હલન ચલનનું કાર્ય કરે છે.
રી-પ્રોડક્શન એટલે કે પ્રજનન કરી નવા સેલ ઉત્પન્ન કરે છે.
એક સેલમાં વિભાજન થઈ નવો સેલ બનવાની ક્રિયાને માઈટોસીસ કહે છે.
નોટ :- ૩૭.૨ ટ્રીલીયન કોષો શરીરમાં આવેલ હોય છે.
૧ ટ્રીલીયન = ૧૦ લાખ કરોડ.
Tissue (ટીશ્યુ)
ટીશ્યુ સામાન્ય રીતે બધા જ Cell અથવા એક કરતા વધારે સેલ ભેગા મળીને બને છે.
જ્યારે એક આકર, એક જ પ્રકાર અને એક સરખા કાર્યવાળા સેલ સમુહમાં ગોઠવાઈને જે રચના બનાવે છે તેને ટીશ્યુ (પેશી) કહે છે.
Tissue (ટીશ્યુ)ના પ્રકાર
માનવશરીરમાં મુખ્યત્વે ચાર પ્રકારના ટીશ્યુ જોવા મળે છે.
1.એપીથેલિયમ ટીશ્યુ
2. મસક્યુલર ટીશ્યુ
3. નર્વસ ટીશ્યુ
4. કનેક્ટિવ ટીશ્યુ
1. એપીથેલિયમ ટીશ્યુ
આ ટીશ્યુ ચામડી અને અવયવોની સપાટી બનાવે છે તે મુખ્યત્વે ચામડી, કેવિટી, એરસેલ, હોલો ઓર્ગોન વગેરેનો બહારની તેમજ અંદરની સપાટી પર છવાયેલો હોય છે. તેનું મુખ્ય કાર્ય શરીરનું રક્ષણ કરવાનું છે. તેના કાર્યો પ્રમાણે તેનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
સીમપલ એપીથેલિયમ ટીશ્યુ)
કંપાઉન્ડ એપીથેલિયમ ટીશ્યુ
સીમપલ એપીથેલિયમ ટીશ્યુ
તેના મુખ્ય ચાર પ્રકાર છે.
1) પાવમેન્ટ એપીથેલિયમ ટીશ્યુ
તે મુખ્યત્વે હૃદયની અંદરની દિવાલ કેપીલારી અને ફેફસાના અલ્વેઓલાઈમાં હોય છે.
2) કોલ્યુમનર એપીથેલિયમ ટીશ્યુ
આ ટીશ્યુ પિત્તાશય, યુરીનરીટ્રેક તેમજ ડાયજેસ્ટીવ ટ્રેક માં જોવા મળે છે.
3) સીલિયા એપીથેલીયમ ટીશ્યુ
આ ટીશ્યુ શ્વસનતંત્રના મેકસીલરી સાયનસ (કાણા), ફ્રન્ટલ સાયનસ તેમજ ફેલોપિયન ટ્યુબમાં જોવા મળે છે
4) ગોબલેટ એપીથેલીયમ ટીશ્યુ
આ ટીશ્યુ જઠર, શ્વાસનળી તથા મોટા આંતરડામાં જોવા મળે છે.
કમ્પાઉન્ડ એપીથેલિયમ ટીશ્ય
તેના મુખ્ય બે પ્રકાર છે.
1) સ્ટેટ્રીફાઇડ એપીથેલિયમ ટીશ્યુ
આ ટીશ્યુની મદદથી ચામડી તૈયાર થાય છે આ ટીશ્યુમાં મુખ્યત્વે મોં, શ્વાસનળી, સ્વરયંત્ર, અન્નનળી, યુરેથા, એનાલ કેનાલ,વજાઈના જોવા મળે છે.
2) ટ્રાન્ઝીશનલ એપીથેલિયમ ટીશ્યુ
આ પ્રકારના ટીશ્યુમાં ઘણા બધા લેયર આવેલા છે. તે મુખ્યત્વે બ્લેડર, કીડની, તેમજ શરીરના ઊંડાણવાળા ભાગમાં જોવા મળે છે.
2. મસક્યુલર ટીશ્યુ
આ પ્રકારની ટીશ્યુ હલનચલનમાં મદદ કરે છે. તેના લીધે હલન ચલનમાં સંકોચન અને પ્રસરણ થાય છે સામાન્ય રીતે તેના આકાર અને કાર્ય પ્રમાણે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે.
a) વોલ્યુનટરી (સ્વૈચ્છિક)
તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે. જેથી આપણી ઈચ્છા મુંજબ હલન ચલન કરી શકીએ છીએEx: હાથ – પગના સ્નાયુઓ.
b) ઇનવોલ્યુનટરી
તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી જેથી આપણી ઈચ્છા મુંજબ હલન ચલન થઈ શકતું નથી. Ex: – સ્ટમક, હાર્ટ, કીડની વગેરે….
c) સ્ફીનકટર મસક્યુલર ટીશ્યુ
આ ટીશ્યુમાં વોલ્યુનટરી મસલ્સનો એક ભાગ છે. તે કોઈપણ કેનાલના અંદરના તથા બહારના ઓપનિંગ પર આવેલા છે.
d) કારડીયાક મસક્યુલર ટીશ્યુ
આ ટીશ્યુ મુખ્યત્વે હાર્ટમાં આવેલી છે આમાં સ્નાયુઓનું કંટ્રોલ ઓટોમેટીક થાય છે. તેનો આધાર નર્વ સપ્લાય પર છે.
3. નર્વસ ટીશ્યુ
A ગ્રે મેટર
B. લાઇટ મેટર
C. નર્વસ મેટર
નર્વસ સિસ્ટમમાં આ ત્રણ પ્રકારની ટીશ્યુ આવેલી છે. જે સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય કરે છે તેમજ આ ટીશ્યુઓ દ્વાર સંવેદનાઓનું વહણ થાય છે.
આ ટીશ્યુ મુખ્યત્વે જ્ઞાન તંતુઓના આદેશથી કાર્ય કરે છે. જેથી શરીરમાં થતી ઈજાઓને બચાવી શકાય છે.
4. કનેક્ટિવ ટીશ્યુ
આ ટીશ્યુ એક ટીશ્યુને બીજા ટીશ્યુ સાથે જોડવા માટેનું કાર્ય કરે છે. અથવા તેમાં મદદ કરે છે.
તે શરીરના દરેક ભાગમાં જોવા મળે છે તે એકબીજા ઉપર આધાર રાખે છે.
આ ટીશ્યુ જે-તે અવયવોને પોતાની જગ્યા ઉપર રાખે છે.
આ ટીશ્યુ મુખ્યત્વે હાડકાં, લીગામેન્ટ તેમજ કાર્ટીલેજ ઉપર આવેલી છે.
કેવીટી (પોલાણ)
1.થોરાસીક કેવીટી : છાતિના ભાગમાં આવેલી કેવીટી આ કેવીટીમાં શ્વાસનળી. ફેફસા. હૃદય. અન્નનળી. આવેલા હોય છે.
2.એબ્ડોમિનલ કેવીટી : છાતિના નીચેના ભાગમાં આવેલી કેવીટી ને એબ્ડોમીનલ કેવીટી કહે છે. જેમાં જઠર. આતરડું. યકૃત. પિતાશય. કિડની વગેરે આવેલા હોય છે.
3.પેલ્વિક કેવીટી : પેટના ભાગમાં આવેલી કેવીટી ને પેલ્વિક કેવીટી કહે છે. મૂત્રાશય. મૂત્રવાહિની. મોટું આંતરડું. સ્ત્રીઓમાં ગર્ભાશય અંડપિંડ અને ફેલોપિયન ટ્યુબ આવેલી હોય છે.
4. ક્રેનીઅલ કેવીટી : ખોપરીની અંદર આવેલ ખાલી ભાગને કેનિલ કેવીટી કહે છે જેમાં મગજ આવેલ છે.
આ સિવાય બક્લ કેવીટી અને ઓબ્રીટલ કેવીટી પણ આવેલી હોય છે.
Body system and their functions
Digestive system (ડાયજેસટીવ સિસ્ટમ) (પાચનતંત્ર,અન્નમાર્ગ)
મનુષ્યનું પાચનતંત્ર અન્નમાર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. આપણે જે કંઈ ખોરાક લઇએ છીએ તે એલીમેન્ટરી ટ્રેકમાં જાય છે ત્યાં ખોરાકમાં અમુક તત્વો ભળે છે, ખોરાકનું પાચન થાય છે,ખોરાકનું શોષણ થાય છે અને ખોરાકના તત્વોનો શરીરની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ થાય છે.
મોઢા વાટે લેવાયેલા ખોરાકને લોહીમાં મેળવવા માટે, ખોરાકને એકદમ સાદુ સ્વરૂપ આપવું પડે છે. તે લોહીમાં શોષાઈ શકે તેવું સ્વરૂપ આપવા માટે પાચનતંત્રમાં આવેલા અવયવો કામ કરે છે મોઢાથી શરૂ થઈ રેક્ટમ સુધી જતા ભાગને ડાયજેસ્ટીવ ટ્રેક કહે છે જેની લંબાઈ નવ મીટર (અથવા 30 ફૂટ) જેટલી હોય છે જેમાનો મોટો ભાગ ગૂંચળા સ્વરૂપે એબડોમીનલ કેવીટીમાં રહેલોછે.
લેયર્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક [પાચનતંત્રના આવરણો (પડ)]
Esophagus થી શરૂ થઈ rectum સુધી આ ટ્રેકમાં ચાર આવરણો આવેલા છે જે નીચે મુજબ છે.
1.mucus coat( મ્યુકસ કોટ)
તે સૌથી અંદરનું પડ છે.
તે થીક (જાડું) અને પીચુ (સોફ્ટ) હોય છે.
તે ફોલ્ડ સ્વરૂપે ગોઠવાયેલું હોયછે જેને rugai કહેછે. આ અવયવ છે જ્યારે ખોરાકથી કુલ ભરાય ત્યારે રુગાય અદ્રશ્ય થઈ જાય છે. તે માંથી મ્યુકસ જરે છે.
2.submucous coat ( સબમ્યુકસ કોટ)
તે એરીઓલર કનેક્ટિવ ટીશ્યુનું બનેલું હોય છે.
તેમાં બ્લડ વેસલ્સ અને લિમ્ફેટિક આવેલા હોય છે.
3.muscular coat( મસક્યુલર કોટ)
તેમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ મસલ્સ આવેલા છે. આ બંને પ્રકારના લેયર્સની ઊભી ગોઠવણીને લીધે સરીરમાં એક પ્રકાર ની હલન ચલન થાય છે. જેને પેરીસ્ટાલસીસ મુવમેન્ટ કહે છે.
4.serous coat(સીરસ કોટ)
પેરિટોનિયમ લેયર
ડાયાફાર્મ (ઉરોદરપટલ) નીચે આવેલ અવયવોમાં આ ચોથું પડ આવેલું હોય છે તે બહારનું પડ છે તેમાંથી સિરસ ફ્લુઈડ નીકળે છે જેથી અવયવ વચ્ચેનું ઘર્ષણ અટકે છે. આમાં પરાઇટલ અને વીસેરલ પેરિટોનિયમનો સમાવેશ થાય છે.
ખોરાકને ચાવીને તેમજ તેમાં પાચક રસો (એન્ઝાઈમ્સ) ભેળવીને ખોરાકને પચવા લાયક બનાવે છે.
૩) એબ્ઝોર્પશન (શોષણ)
પચેલા ખોરાકનું શોષણ કરે છે.
૪) એલીમીનેશન (બહારકાઢવું)
નકામા બિનજરૂરી ખોરાકને મળસ્વરૂપે બહાર કાઢવા નું કાર્ય કરે છે.
Mouth :- (ઓરલ અથવા બકલ કેવિટી)
1.Mouth(માઉથ) :- (ઓરલ અથવા બકલ કેવિટી)
મો અન્ન માર્ગના અગ્ર છેડે આવેલું છે.
માઉથ કેવીટી મસલ્સ અને બોનથી બનેલું છે.
તેને બકલ કેવિટી પણ કહે છે
મોની અંદર ગ્લેન્ડ આવેલી છે જે માંથી મ્યુસીન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે .જે મોને ભીનુ રાખે છે.
માઉથ બાજુએથી (સાઇડથી) ગાલ (chicks) વડે બનેલ છે.
મોના આગળના ભાગમાં લીપ્સ અને પાછળના ભાગે ફેરીન્કસ તેમજ લેરીન્ગસ આવેલા છે.
મોંમાં ઉપરના ભાગે સોફ્ટ પેલેટ આવેલ છે.
મોના ઉપલા જડબાને હનુ અને નીચલા જડબાને અધોહનુ કહે છે.
મોમા વચ્ચેના ભાગે ત્રિકોણાકાર ભાગ આવેલ છે જે ને યુવુલા કહે છે.
મોમા પાછળના ભાગે ફેરીંગો પેલેસ્ટાઇન આર્ચ આવેલ છે. જ્યાં લીમફોઇડ ટીશ્યુના બે ભાગ ઉપસેલા આવેલા છે. જેને ટોન્સિલ કહે છે
લીપ્સ
તે 2 (અપર લોવર) હોય છે
તે ફ્લેશીફોલ્ડ ( માસથી ભરપુર) છે જે માઉથનું ઓપનિંગ બનાવે છે તે અંદરના ભાગે મ્યુકસ મેમ્બ્રેનથી જ્યારે બહારના ભાગે સ્કીનથી કવર થયેલ છે. બંને લીપ્સના આ જોડાણથી માઉથનો ખૂણો બને છે.
1.પેલેટ (તાળવું)
તેના બે ભાગ પડે છે
૧) હાર્ડ પેલેટ: તે મોની છત બનાવે છે તેની પાછળ પેલેન્ટાઇન બોન આવેલું છે
૨)સોફ્ટ પેલેટ: તે તાળવાની પાછળના ભાગે આવેલું છે જે ખોરાક પસાર થતી વખતે ઊંચું- નીચું થાય છે.
2.ગાલ (ચિકસ)
તે ચહેરાનો સુડોળ ભાગ બનાવે છે.
તે મોની બંને બાજુએ લીપ્સને જોડાઈને આવેલા છે.
તે buccinator(બુસીનેટર) મસલ્સના બનેલા છે જે ચાવવાની ક્રિયામાં મદદ કરે છે.
3. Tongue (જીભ)
સ્વાદનું જ્ઞાન જીભ દ્વારા થાય છે જેમાં ટેસ્ટ બડસ આવેલા છે જેની આજુ બાજુ સેન્સરીન છેડાઓ આવેલા છે તેની મ્યુકસ મેમ્બ્રેન રફ હોય છે.
જીભ ચાવવામાં અને બોલવામાં મદદ કરે છે.
તે મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે જેમાં બેજ હાથના મસલ્સ આવેલા છે.
જીભની નીચે મ્યુકસ મેમ્બ્રેનનો ફોલ્ડ આવેલો છે જેને frenulum lingue કહે છે.
જીભ મોના તળિયા માં રહેલ છે જીભ પાછળ ના ભાગે હાયોઇડ બોનથી મોના તળિયા સાથે જોડાયેલ હોય છે.
જીભનો આગળનો ભાગ છૂટો છે જ્યારે જીભની ટીપને બહાર કાઢીએ ત્યારે તે સાંકડી અને પોઇન્ટેડ બને છે પણ જ્યારે મોંમાં હોય છે ત્યારે તે રીલેક્સ હોવાથી ગોળાકાર થઈ જાય છે.
જીભનું મ્યુકસ મેમ્બ્રેન ગુલાબી અને ભીનુ હોય છે.
જીભની ઉપર ની બાજુ એ ઘણા નાના નાના પ્રોજેક્શન (ઉપસેલા ભાગો)આવેલા છે. જેને પેપિલાઈ કહે છે જેને લીધે જીભનીઉપર ની સપાટી વેલવેટ જેવી દેખાય છે.
પેપીલાઇના ત્રણ પ્રકાર છે.
1.Circumvallate papillae( સરકમવેલેટ પેપીલાઇ)
આ સૌથી મોટી પેપીલાઈ છે.
તે જીભના બેઇઝમાં v આકાર માં ૮ થી ૧૦ ની સંખ્યામાં આવેલ છે.
2. Fungi form papillae(ફંજી ફોર્મ પેપીલાઇ)
તે નાની પેપીલાઇ છે. તે જીભની ટીપ્સ અને કિનારી પાસે આવેલ છે.
3. Falci form papillae(ફાલ્સી ફોર્મ પેપીલાઇ)
આ સૌથી નાની પેપીલાઈ છે તે પુષ્કળ પ્રમાણ માં હોય છે તે જીભની કિનારી પાસે તેમજ જીભની સપાટી પર જોવા મળે છે. આ પેપીલાઇ સ્વાદ કરતા સ્પર્શ જ્ઞાન માટે વધુ ઉપયોગી છે.
Functions of the tongue (જીભના કાર્યો )
જીભ ચાવવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
ખોરાક ગળવાની તેમજ બોલવાની ક્રિયામાં પણ જીભ અગત્ય નો ભાગ ભજવે છે.
જીભ મો સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.
જીભમાં આવેલ pepillae(પેપીલાઇ)સ્વાદ પારખવાની કાર્ય કરે છે.
ગળ્યો – જીભની ટોચપર ગળ્યાસ્વાદ નું જ્ઞાન થાય છે.
ખારો– જીભ ની ટોચ પાછળ બંને સાઇડ પર ખાસ સ્વાદનું જ્ઞાન થાય છે. મો સ્વચ્છ રાખવા માં મદદ કરે છે.
જીભ માં આવેલ pepillae(પેપીલાઇ) સ્વાદ પારખવાની કાર્ય કરે છે.
ગળ્યો – જીભની ટોચપર ગળ્યાસ્વાદ નું જ્ઞાન થાય છે.
ખારો– જીભની ટોચ પાછળ બંને સાઇડ પર ખાસ સ્વાદનું જ્ઞાન થાય છે.
સલાઈવરી ગ્લેન્ડ (લાળગ્રંથિઓ)
મોં માં ત્રણ જોડી લાળ ગ્રંથિઓ આવેલી હોય છે.
1. પેરોટીડ ગ્લેન્ડ
તે સૌથી મોટી લાળ ગ્રંથિ છે. કાન ના સામે ના ભાગ માં સહેજ નીચે આવેલ છે.
આ ગ્લેન્ડને ઇન્ફેકશન લાગે તો તેને (ગાલપચોળીયું) કહેછે.
2.સબ મેન્ડીબ્યુલર ગ્લેન્ડ
તે અખરોટ જેવડી નાની છે.મોમાં બંને બાજુ નીચેના જડબાના ખૂણામાં આવેલી હોય છે.
3.સબ લીનગ્યુઅલ ગ્લેન્ડ
તે સૌથી નાની સલાઈવરીગ્લેન્ડ છે તે જીભ નીચે બંનેની બાજુ એ આવેલી હોય છે તે પોતાનું નાના નાના છિદ્રો મારફતે મો માં સિક્રીસન ઠાલવે છે.
Function of salivary glands:(લાળના કાર્યો)
તે લાળ ઉત્પન્ન કરે છે. જે પ્રથમ પાચક રસ છે.
સલાઇવા ખોરાકને પોચો, સ્વાદિષ્ટ અને ભીનો બનાવે છે સલાઇવા મોને ભીનુ રાખે છે.
સલાઇવા જીભને ચોખ્ખી રાખે છે સલાઇવાને લીધે બોલવામાં સરળતા રહે છે.
સલાઇવા (લાળ) ખોરાકને સુવાળો બનાવે છે જેથી ખોરાક ગળવામાં સરળતા રહે છે.
કંપોઝીશન ઓફ સલાઇવા
તે પાણી જેવું સ્વચ્છ પ્રવાહી છે તે આલ્કલાઇન રિએક્શન ધરાવે છે તેમાં મ્યુસીન અને ટાઇલીન નામના તત્વો હોય છે તેમાં થોડા પ્રમાણમાં સોલ્ટ અને કેલ્શિયમ હોય છે જેથી દાંત ઉપર છારી બાજે નહીં જેને ટાર્ટર કહે છે
તેની વિશિષ્ટ ઘનતા હોય છે.
Pharynx
મોમાં થી ખોરાક pharynx માં જાય છે. Pharynx શ્વાસ અને ખોરાક બંને માટે નો માર્ગ છે. આમ pharynx એ રેસ્પીરેટરી સિસ્ટમનું પણ અવયવ છે.
Pharynx ખોરાકને આગળ અન્ન નળીમાં ધકેલે છે.
સ્ટમક (જઠર)
સ્ટમક એ j શેપ નું હોય છે. અને પાચનતંત્ર નું મુખ્ય અવયવ છે. સ્ટમકએ પેટના પોલાણમાં એબ્ડોમીનલ કેવીટીમા એપીગેસ્ટ્રીક, અંબેલિકલ અને લેફ્ટ હાઈપોકોન્ડ્રીયાક રીજીયન માં આવેલું હોય છે.
સ્ટમકએ પોલી કોથળી જેવુ ઓર્ગન છે જઠર ની આગળની બાજુએ લીવરનું ડાબુ લોબ અને પાછળની બાજુએ સ્વાદુપિંડ ગોલ બ્લેડર વગેરે આવેલા હોય છે.
સ્ટમકમાં 1.5 લીટર જેટલો ખોરાક એકી સાથે સમાય શકે છે.
સ્ટમકના ભાગો
સ્ટમકના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે
1) ફંડસ
2) બોડી
3) પાયલોરસ
1)ફંડસ : સ્ટમકના ઉપર ના ભાગને ફંડસ કહે છે જે અન્નનળી સાથે જોડાયેલું હોય છે તેમજ ત્યાં આગળ કાર્ડિયાક સ્ફીનકટર આવેલું હોય છે.
2) બોડી: સ્ટમકની વચ્ચે આવેલા પોલાં ભાગને બોડી કહે છે.
3) પાયલોરસ: પાયલોરસએ સ્ટમકનો અંતિમ ભાગ છે.
Spincture: (સ્ફીનકટર)
સ્ટમકમાં મુખ્યત્વે બે સ્ફીનકટર આવેલા હોય છે.
A.કાર્ડયાક સ્ફીનકટર
B. પાયલોરીક સ્ફીનકટર
A) કાર્ડયાક સ્ફીનકટર : આ સ્ફીનકટર ઇસોફેગસ અને સ્ટમકની વચ્ચે આવેલું છે જે ઇસોફેગસમાંથી સ્ટમકમાં આવેલા ખોરાક ને પાછો ઇસોફેગસમાં જતો અટકાવે છે.
B) પાયલોરીક સ્ફીનકટર : આ સ્ફીનકટર સ્ટમક અને નાના આંતરડા વચ્ચે આવેલુ છે . આ સ્ફીનકટર મુખ્યત્વે ખોરાકને નાના આંતરડામાંથી સ્ટમકમાં આવતો અટકાવે છે.
Curvature (વળાંક)
સ્ટમકમાં મુખ્યત્વે બે વળાંક આવેલા હોય છે.
1) greater curvature:(ગ્રેટર કર્વેચર)
સ્ટમકમાં આવેલા મોટા બહિર્ગોળ વળાંકને ગ્રેટર કર્વેચર કહે છે.
2) lesser curvature: (લેસર કર્વેચર)
સ્ટમકમાં આવેલા અંતર્ગોળ ભાગવાળા વળાંક ને લેસર કર્વેચર કહે છે.
સ્ટમકના લેયર
સ્ટમકના મુખ્યત્વે ચાર લેયર છે
૧) પેરિટોનિયમ લેયર: તે સૌથી બહારનું લેયર છે અને મોટામાં મોટું લેયર છે.
૨) મસ્ક્યુલર લેયર: આ લેયર મુખ્યત્વે મુવમેન્ટ દ્વારા ખોરાકને આગળ ધકેલવા માં મદદ કરે છે.
૩) સબ ક્યુટેનીયસ લેયર: આ લેયર મુખ્યત્વે કનેક્ટિવ ટીશ્યુનું બનેલું હોય છે જે મુખ્યત્વે જુદા જુદા ઉત્સેચકો ઉત્પન્ન કરવા માં મદદ કરે છે
૪) મસ્ક્યુલર લેયર: આ લેયર મુખ્યત્વે ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે.
બ્લડ સપ્લાય:
ગેસ્ટ્રીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે તેમજ અશુદ્ધ બ્લડ ગેસ્ટ્રીક વેઈન દ્વારા પાછું જાય છે.
નર્વ (nerve) સપ્લાય:
સીમ્પેથેટીક નર્વ સપ્લાય થાય છે જ્યારે વેગસ નર્વ દ્વારા સ્ટમકના પાચક રસો ઉત્તેજિત થાય છે
સ્ટમકના ફંકશન:
ખોરાકને થોડા સમય માટે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે એટલે કે રીઝર્વ વોયર તરીકેનું કાર્ય કરે છે
ગેસ્ટ્રિક જ્યૂસને તૈયાર કરી પ્રોટીનના રાસાયણિક પાચનમાં મદદ કરે છે (પેપ્સીન રેડીન)
ખોરાકને ગેસ્ટ્રિક જ્યૂસ સાથે મિક્સ કરી ખોરાકને આગળ ધકેલવાનુ કાર્ય કરે છે.
ખોરાકને વલોવાનીની ક્રિયા કરે છે.
સ્ટમકમાં તૈયાર થતો હાઇડ્રોક્લોરિકએસિડ ખોરાક ને એસિડિક બનાવે છે જેથી સ્ટમકમાં મોટા ભાગના માઈક્રો ઓર્ગેનિઝમ નાશ પામે છે
સ્મોલ ઇન્ટેસ્ટાઇન (નાનું આંતરડું)
નાના આંતરડાની લંબાઈ 6 મીટર અથવા 20 ફૂટ જેટલી હોય છે જેનો ડાયામીટર મોટા આંતરડા કરતા ઓછો હોય છે.
નાનું આંતરડું એબ્ડોમિનલ કેવીટીમાં આવેલું હોય છે.
નાના આંતરડું આગળની બાજુએ પાયલોરીક સ્ફીનકટર સાથે જોડાયેલું હોય છે અને પાછળની બાજુએ મોટા આંતરડાના સિકમ સાથે જોડાયેલું હોય છે.
નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણ સ્થાને ઇલીયો સીકલ વાલ્વ આવેલો હોય છે.
નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તેમજ મોટા ભાગનું શોષણ પણ નાના આંતરડામાં જ થાય છે.
નાના આંતરડામાં ખોરાકમાંના આર્યનનું શોષણ થઇ જાય છે.
નાના આંતરડા માં મુખ્ય ત્રણ ભાગો છે
ડીયોડીનમ
જેજુનમ
ઇલીયમ
1) ડીયોડીનમ
સ્ટમકમાં પાયલોરીક સ્ફીનકટરથી શરૂ થઇ જેજુનમ સુધી આવેલા ભાગને ડીયોડીનમ કહે છે તે ૨૫ સે.મી લાંબુ હોય છે આ ભાગ સૌથી ટૂંકો હોય છે અને પહોળો હોય છે તેનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે તેનું વળાંકમાં c આકાર જોડે પેન્ક્રીયાઝના હેડનો ભાગ જોડાયેલો હોય છે
2) જેજુનમ
તે એક મીટર લાંબો હોય છે અને તે નાના આંતરડા વચ્ચેનો ભાગ છે
3) ઇલીયમ
તે સૌથી લાંબું હોય છે અને નાના આંતરડાનો છેલ્લો ભાગ હોય છે તે આગળની બાજુએ જેજુનમ અને પાછળની બાજુએ મોટા આંતરડાના સિકમ સાથે જોડાયેલું હોય છે.
લેયર :- નાના આંતરડાના મુખ્ય ચાર લેયર્સ છે
1.પેરિટોનિયમ લેયર
2.મસ્ક્યુલર લેયર
3.સબક્યુટેનીયસ લેયર
4.મ્યુકસ લેયર
બ્લડ સપ્લાય :
સુપેરીયર મેંસેન્ટ્રીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ મળે છે તેમજ સુપેરીયર મેંસેન્ટ્રીક વેઇન અશુદ્ધ બ્લડ પાછું ફરે છે.
મેંસેન્ટ્રીક વેઇન અશુદ્ધ બ્લડ પાછું ફરે છે.
નર્વ સપ્લાય : સીમ્પેથેટીક, પેરાસીમ્પેથેટીક તેમજ વેગસ નર્વ સપ્લાય થાય છે
કાર્યો
તે ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે.
ખોરાકના શોષણનું કામ પણ કરે છે.
ખોરાકનું પાચન ન થયેલું હોય તે ખોરાકને મોટા આંતરડામાં મોકલે છે.
Large intestine :- (મોટું આંતરડું) ( કોલોન)
મોટા આંતરડાને કોલોન અથવા બાઉલ કહે છે.
મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર જેટલી હોય છે.
નાના આંતરડા કરતા મોટા આંતરડાનો ડાયામીટર પહોળો હોય છે અને તેના ડાયામીટરની પહોળાઈ 2.5 એમ.એમ જેટલી હોય છે.
તે ઉપરની બાજુ એ ઇલીયમ સાથે જોડાઈને ઇલીયોસીકલ માર્ગ બનાવે છે.
મોટું આંતરડું સીકમથી શરૂ થઈ એનસ સુધી આવેલું હોય છે સીકમના ભાગ આગળ એપેન્ડિક્સ આવેલી હોય છે જો એપેન્ડિક્સને ઇન્ફેક્શન લાગે તો તેને એપેન્ડીસાયટીસ કહે છે અને જો તેનો ઓપરેશન કરી ને રીમુવ કરવામાં આવે તો તે ઓપરેશનને એપેન્ડિક્ટોમી કહે છે.
મોટા આંતરડાના નીચે મુજબના 6 ભાગ પડે છે.
સીકમ
એસેન્ડિંગ કોલોન
ટ્રાન્સવર્સ કોલોન
ડિસેન્ડિંગ કોલોન
સીગમોઇડ કોલોન
એનસ / રેકટમ
1) સીકમ
મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ છે આ ભાગ સાથે એપેન્ડિક્સ જોડાયેલી હોય છે.
2) એસેન્ડિંગ કોલોન
તેની શરૂઆત સીકમથી થાય છે તે એબ્ડોમિનલ કેવિટિમાં જમણી બાજુએ અપવર્ડ ડાયરેક્શનમાં આવેલું હોય છે
3) Transverse colon(ટ્રાન્સવર્સ કોલોન)
ટ્રાન્સવર્સ કોલોનએ એબ્ડોમીનલ કેવીટી ઉપરની તરફ આડુ આવેલું હોય છે.
4) ડીસેન્ડીગ કોલોન
તે ડાબી બાજુએ નીચેની તરફ જતો આંતરડાનો ભાગ છે.
5) સીગમોઇડ કોલોન
સીગમોઇડ કોલોન ડીસેન્ડીગ કોલોનના છેડે આવેલો ભાગ છે ડીસેન્ડીગ કોલોન અને નીચેથી રેકટમ સાથે જોડાયેલો હોય છે.
6) રેક્ટમ/એનસ
રેક્ટમએ કોલોનનો સૌથી છેલ્લો ભાગ છે તેનો છેડો બોડીની બહારના ભાગમાં ખૂલે છે તેને એનસ કહે છે.
કાર્યો
તેનું મુખ્ય કાર્ય સીક્રીસન ઉત્પન્ન કરવાનું છે તેમાંથી મુખ્યત્વે મ્યુસિન નામનું સીક્રીસન ઉત્પન્ન થાય છે સ્ટૂલને સોફ્ટ બનાવે છે જેથી રેકટમ અને એનસના ભાગથી સ્ટૂલ સરળતાથી પાસ થઈ શકે છે.
તે ખૂબ થોડા પ્રમાણમાં ખોરાકનું શોષણ કરે છે.
સહાયક અંગ
લીવર (યકૃત)
યકૃત એ શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્લેન્ડ છે .
યકૃતની લંબાઈ ૭ થી ૮ ઇંચ અને પહોળાઈ પ થી ૬ ઇંચ હોય છે તેનું વજન ૧ થી ૩ કીલોગ્રામની વચ્ચે હોય છે
તેનો આકાર ત્રિકોણકાર હોય છે અને તેનો કલર રેડીશ બ્રાઉન જેવો હોય છે
લીવરએ એબ્ડોમીનલ કેવીટીમા રાઈટ હાઈપો કોન્ડ્રીયાક રિજિયનમા અને થોડા પ્રમાણમાં એપીગેસ્ટ્રીક રીજીયનમાં આવેલું હોય છે.
લીવરના લોબ
લીવરમાં મુખ્યત્વે ચાર લોબ આવેલા છે.
A. જમણું લોબ.
B. ડાબુ લોબ.
C. ક્યુડેટ લોબ.
D. કવાડરેટ લોબ:
૧.જમણું લોબ: જમણી બાજુ એ આવેલું હોય છે.
૨.ડાબુ લોબ: ડાબી બાજુએ આવેલું હોય છે.
૩.ક્યુડેટ લોબ: તે ગોલ બ્લેડરની બાજુમાં આવેલું હોય છે
૪.કવાડરેટ લોબ: તે ઇનફેરીયર વેના કેવાની બાજુમાં આવેલું છે.
જમણા તથા ડાબા લોબની વચ્ચે ફાલસી ફોર્મ લિગામેન્ટ આવેલા હોય છે જેના દ્વારા જમણું અને ડાબુ લોબ અલગ પડે છે.
લીવરના કાર્યો
કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીની ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે.
ઇન્સ્યુલિનની હાજરીમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરી તેનો સંગ્રહ કરે છે અને શરીર ને જ્યારે જરૂર પડે ત્યારે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં રુપાંતર કરી શરીરને ગરમી અને શક્તિ આપે છે.
બાઇલ(પિત્તરસ) ઉત્પન્ન કરે છે. એક દિવસમાં 500-1000 સીસી જેટલું બાઇલ ઉત્પન્ન થાય છે
આર્યન અને કોપરનો સંગ્રહ કરે છે
પ્રોટીનને એમિનોએસિડમાં ફેરવી તેનો સંગ્રહ કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતાં યુરિક એસિડનો નિકાલ કરે છે.
ફેટ સોલ્યુબલ વિટામિન (A, D, E, K) તેમજ વોટર સોલ્યુબલ વિટામિન બી ૧૨ નો સંગ્રહ કરે છે ફિટલ લાઈફ દરમિયાન rbc તૈયાર કરે છે.
હીપેરીન નામનો પદાર્થ બનાવે છે. એન્ટિ કોઓગ્યુલન્ટ તરીકે નું કાર્ય કરે છે. જે ખાસ કરીને બ્લડને જામી જતું અટકાવે છે.
બ્લડ સપ્લાય : હેપેટીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે જ્યારે અશુદ્ધ બ્લડ ઇનફેરીયર વેના કેવામા પાછું ફરે છે.
નર્વ સપ્લાય : વેગસ નર્વ સપ્લાય થાય છે.
પેન્ક્રીયાસ (સ્વાદુપિંડ)
પેન્ક્રીયાઝ એક પ્રકારની સહાય ગ્રંથિ છે તેનુ વજન ૬૦ ગ્રામ જેટલું છે તેની લંબાઈ 12 થી 15 સેમી જેટલી હોય છે અને પહોળાઈ ૫ થી ૬ સેમી હોય છે તેનો આકાર હથેળી જેવો અથવા લાંબા પાન જેવો હોય છે.
તેના મુખ્યત્વે ત્રણ ભાગ છે.
1.હેડ – તે નાના આંતરડા માં “c” જેવા વળાંક માં ફિક્સ હોય છે.
2.બોડી – આ ભાગ સ્ટમકની સહેજ પાછળ ની બાજુ એ આવેલ હોય છે
3.ટેઇલ – આ સ્વાદુપિંડ નો છેલ્લો અને અંતિમ ભાગ છે.
મુખ્યત્વે ડીયોડીનમમા “c ” આકારની બખોલમાં ફેલાયેલું હોય છે.
કાર્યો :
સ્વાદુપિંડ મુખ્યત્વે ત્રણ પ્રકારના પાચક રસો ઉત્પન કરે છે
A. એમાયલેઝ
B. ટ્રીપ્સીન.
C લાઈયપેઝ.
૧. એમાયલેઝ: આ પાચક રસ સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવે છે.
૨. ટ્રીપ્સીન: આ પાચક રસ પ્રોટીનનું પાચન કરી એમિનો એસિડમાં ફેરવે છે.
૩. લાઈયપેઝ: આ પાચક રસ ચરબીનું પાચન કરી ફેટી એસિડ અને ગ્લીસરોલમાં ફેરવે છે.
આ પાચક રસો મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ કટીંગ અને ચરબી પચાવવામાં મદદ કરે છે.
ઇન્સ્યુલિન નામના હોર્મોન્સ તૈયાર કરે છે જે બ્લડ સુગરનું પ્રમાણ જાળવી રાખે છે.
ઇન્સ્યુલિન પેન્ક્રિયાઝ ના લેંગર હાંસ ના બિટા સેલમાંથી ઉત્પન્ન થાય છે.
બ્લડ સપ્લાય : આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે.
નર્વ સપ્લાય : વેગસ નર્વ અને સીમ્પેથેટીક નર્વ દ્વારા નર્વ સપ્લાય થાય છે.
ગોલ બ્લેડર(પિત્તાશય)
પિતાશય લીવરની પાછળની સરફેસમાં આવેલું છે.
તેની લંબાઈ સાત થી આઠ સેન્ટીમીટર અને પહોળાઈ ૩ સેન્ટીમીટર જેટલી હોય છે
પિત્તાશયના મુખ્ય ત્રણ ભાગ પડે છે:
A. ફંડસ
B. બોડી
C. નેક
૧.ફંડસ : તે લીવરની સહેજ નીચેના ભાગમાં આવેલું ગોળાકાર ભાગ છે
૨.બોડી : પિત્તાશયના વચ્ચેના ભાગને બોડી કહે છે
૩. નેક : પિતાશયનો ઉપરનો ભાગ ગરદન (neck) તરીકે ઓળખાય છે.
પિત્તાશયના ચાર લેયર છે
A. પેરીટોનીયમ
C. સબક્યુટેનીયસ
B. મસક્યુલર
D. મ્યુકસ
કાર્યો
પિત્તરસના સંગ્રહ તરીકેનું કાર્ય કરે છે. (રિઝર્વ ઓફ bile)
બાઇલ પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું શોષણ કરે છે.
જ્યારે ખોરાક જઠરમાંથી ડીયોડીનમમાં દાખલ થાય છે ત્યારે ગોલ બ્લેડર સંકોચાય છે અને બાઇલ ડીયોડીનમમાં આવે છે જે પાચન અને શોષણ ની ક્રિયામાં મદદ કરે છે.
બ્લડ સપ્લાય: હેપેટીક આર્ટરી દ્વારા શુદ્ધ બ્લડ સપ્લાય થાય છે
રેસ્પીરેટરી સિસ્ટમ
શરીરમાં શ્વાસ લેવાનું અને શરીરના દરેક ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રેસ્પીરેટરી સીસ્ટમ કરે છે. એજ રીતે શરીરનો કચરો વાયુ સ્વરૂપે આ સિસ્ટમ દ્રારા બહાર નીકળે છે જેમાં CO2 જેવા વાયુઓ સમાવેશ થાય છે.
આમ, શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર લેવાની અને ઉચ્છવાસ મારફતે કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢવાનું કામ જે અવયવો મારફતે થાય છે તે બધા ભેગા મળીને એક સીસ્ટમ બનાવે છે જેને “રેક્ષ્પીરેટરી સીસ્ટમ કહે છે.
ઈન્સ્પીરેશન :- શ્વાસ અંદર લેવાની ક્રિયાને ઈન્સ્પીરેશન કહે છે.
એક્સ્પીરેશન :- શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને એસ્પીરેશન કહે છે.
સમગ્ર જીવનનો આધાર શ્વસનમાં લેવાતા ઓક્સિજન પર રહેલો છે.
શ્વાસમાં આપણે જે હવા લઈએ તેમાં નાઈટ્રોજન ૭૮ %, ઓક્સિજન ૨૧%, કર્બન ડાયોક્સાઈડ 0.03 %, અને અન્ય વાયુઓ ૦.૭ % હોય છે.
રેપીરેટરી સીસ્ટમના ભાગ
નોસ: નઝલ કેવીટી
ફેરિંગ્સ :- ગળાને નીચેનો ભાગ.
લેરીંગ્સ :- સ્વરપેટી
ટ્રેકીયા :- શ્વાસનળી
બ્રોંકાઈ :- શ્વાસવાહિની
બ્રોન્કીઓલ્સ :-શ્વાસ કેશિકાઓ
લંગ્સ:-ફેફસા
ડાયાફ્રામ
રીબ્સ
ઈન્ટર કોસ્ટલ મસલ્સ
નોઝ (નઝલ કેવીટી)
નઝલ કેવીટી એ ચહેરાના મધ્યભાગમાં આવેલી છે જેના લીધે ફેશ બે ભાગમાં વહેંચાય છે. નઝલ કેવીટીએ પોલાણ છે અને તે ફેસથી શરૂ થી પાછળ નાસોફેરીંગ્સ સુધી પહોંચે છે. આ નઝલ કેવીટીના વચ્ચેના ભાગમાં કાર્ટિલેજનો પડદો આવેલો છે.
નઝલ કેવીટીમાં અંદરના પડ ઉપર પુષ્કળ પ્રમાણમાં સીલીયા (રોમ) આવેલા છે અને અંદરનું પડ મ્યુકસ મેમ્બ્રેનનું બનેલું છે. આમા સતત ચીકણું પ્રવાહી તૈયાર થાય થાય છે જેમાં હવામાંના અને ધુળમાંના રજકણો ચોંટી જાય છે. જે આપણે વેસ્ટ પોડક્ટતરીકે બહાર કાઢીએ છીએ નઝલ કેવીટી ની અંદરની બાજુએ સલાવરી ગ્લેન્ડ આવેલી હોય છે. જે નાકને અંદરની બાજુએથી ભીનું રાખે છે. અને તેમાં અંદરની બાજુએ વાળ (સીલીયા) આવેલા હોય છે. જે હવાને ફીલ્ટર કરવાનું કાર્ય કરે છે.
ફંકશન
હવાની અવર જવરનો માર્ગ છે.
બહારની હવાને શરીરના તાપમાન જેટલી ગરમ કરી ફેફસામાં મોકલે છે.
તે એક પ્રકારનું સેનસરી ઓર્ગન છે. (સુગંધ પારખવાનું અંગ)
ફેરિંગ્સ :- ગળાનો નીચેનો ભાગ
ફેરિંગ્સને સાદી ભાષામાં ગળુ કહેવામાં આવે છે. જે શ્વાસ અને ખોરાક બંને માટેનો માર્ગ છે.
ફેરિંગ્સ શ્વસનતંત્રમાં નઝલ કેવીટી ના પાછળના ભાગમાં આવેલુ છે સાથે સાથે તે ડાયજેસ્ટીવતંત્રનું પણ ઓર્ગન છે.
તેની લંબાઈ પસે.મી છે. તેના મુખ્યત્વે બે પ્રકાર પડે છે.
નાઝો ફેરિંગ્સ :- ( નાકનો છેલ્લો ભાગ )
ઓરો ફેરિંગ્સ :- ( મોઢાની બાજુ)
શ્વાસમાં લીધેલ હવાને ટ્રેકીયા માં મોકલે છે.
ખોરાકને આગળ અન્નનળીમાં મોકલે છે.
નાક દ્વારા ગળાયેલી હવા ફેરિંગ્સ દ્રારા શ્વાસનળીમાં જઈ ફેફસામાં પહોંચે છે. આમ, હવા ના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે.
લેરિંગ્સ :- સ્વરપેટી
લેરિંગ્સએ રેસ્પીરેટરી સિસ્ટમનો અગત્યનો ભાગ છે જેને સ્વરયંત્ર, સ્વરપેટી કે વોઈસબોક્સ પણ કહે છે.
લેરિંગ્સ એ ત્રીજી,ચોથી, પાંચમી અને છઠ્ઠી (૩ -> ૬) સર્વાઈકલ વલ્ટીબ્રાના લેવલમાં ગોઠવાયેલી હોય છે. લેરિંગ્સ મુખ્યત્વે ફેરિંગ્સ અને ટ્રેકીઆ ની વચ્ચેના ભાગમાં આવેલી છે.
તે કાર્ટીલેજ ની બનેલી છે આ કાર્ટિલેજ નાના નાના ભાગમાં હોય છે. લેરિંગ્સ ની દિવાલ પર બધી જ સીલીયા પથરાયેલા હોય છે.
લેરિંગ્સની દિવાલ કાર્ટીલેજ ની બનેલી છે તે ખુબ જ મજબુત અને સ્થિતિ સ્થાપક હોય છે
જેથી હવાનો માર્ગ ખુલ્લો રહે છે.
લેરિંગ્સ મુખ્યત્વે નીચે પ્રકારના કાર્ટીલેજની બનેલી હોય છે. જે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
1. થાઇરોઈડ કાર્ટીલેજ.
2. કોર્ટીકોઈડ કાર્ટીલેજ.
3. એપીગ્લોટીક કાર્ટીલેજ
4. હાઈલાઈન કાર્ટીલેજ વોકલ કાર્ડ
એપીગ્લોટિસ ( ધાટી ઢાંકણ )
લેરીંગ્સમાં વોકલ કોર્ડ નામની રચના આવેલી છે. જે અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
તે મુખ્યત્વે ઈલાસ્ટિક ટીસુ નું બનેલું છે.
તે આગળની બાજુએ થાઇરોઈડ કાર્ટીલેજ થી શરૂ થઈ પાછળની દિવાલ સુધી આવેલ હોય છે.
થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવામાંથી પણ પસાર થાય છે ત્યારે તેમાં ધ્રુજારી ઉત્પન્ન
આ ધ્રુજારીના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓમાં વોકલ કોર્ડ ટુંકા અને પાતળા હોવાથી અવાજ તીણો આવે છે અને
પુરૂષોમાં વોકલ કોર્ડ લાંબા અને જાડા હોવાથી અવાજ ઘેરો આવે છે.
બ્લડ સપ્લાય : લેરિન્જિઅલ આર્ટરી બ્લડ સપ્લાય કરે છે. આ ઉપરાંત, થાઈરોઈડ વેઇન પણ બ્લડ સપ્લાય કરે છે.
ફંકશન
લેરિંગ્સમાં આવેલી વોકલ કોર્ડ નામની રચના મુખ્યત્વે અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
બોલવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
જ્યારે ગળવાની ક્રિયા થતી હોય ત્યારે લેરિંગ્સ ઉપરની બાજુએ ખસે છે અને ફેરિંગ્સમાં ખુલે છે
અને ખોરાકને લેરિંગ્સ અને ફેરિંગ્સને કવર કરી ખોરાકને ટ્રેકીઆમાં જતો અટકાવે છે. આમ, તે લોઅર રેસ્પીરેટરી ટ્રેકનું રક્ષણ કરછે.
હવાને જવા માટેનો માર્ગ પુરો પાડે છે.
હવાને હુંફાળુ, ભેજયુક્ત, અને ફીલ્ટર કરીને મોકલે છે.
ટ્રેકીઆ
ટ્રેકીઆ એ લેરિંગ્સ ના નીચેના ભાગમાં આવેલી છે તેની રચના એક ટ્યુબ જેવી હોય છે તે
સ્વરયંત્રની નીચે ૬ સર્વિકલ વટેબ્રા થી ૫ મી થોરાસીક વર્ટીબ્રાની સામે અને બંન્ને લંન્ડ્સની વચ્ચે આવેલી છે.
તેની લંબાઈ૧૦ થી ૧૨ સે.મી અને પહોળાઈ ૨.૫ સે.મી જેટલી હોય છે. ૫ મી થોરાસીક વર્ટીબ્રાથી તેના બે ભાગ પડે છે. તે ભાગબ્રોકાઈ તરીકે ઓળખાય છે.
તેને રાઈટ બ્રોંકાઈ અને લેફ્ટ બ્રોંકાઈ તરીકે ઓળખવામાં આવે છે.
રાઈટ બ્રોંકાઈ એ રાઈટ લંગ્સમાં દાખલ થાય છે. અને લેફ્ટ બ્રોકાઈ એ લેફ્ટ લેન્સમાં દાખલ થાય છે.
ટ્રેકીઆ ‘સી’ આકારના કાર્ટીલેજના રીંગની બનેલી છે. જેની સંખ્યા ૧૬ થી ૨૦ જેટલી હોય છે.
ટ્રેકીઆના પાછળના ભાગમાં અન્નનળી આવેલી છે.
બ્લડ સપ્લાય
ટ્રેકીઆને બ્લડ સપ્લાય થાઈરોઈડ આર્ટરી કરે છે અને નર્વ સપ્લાય વેગસ નર્વ કરે છે.
ફંકશન
તે હવાના માર્ગ તરીકે નું કાર્ય કરીને હવા ને અંદર ફેફસામાં લઈજવાનું અને બહાર કાઢવા નું કાર્ય કરે છે.
તે ફિલ્ટ્રેશન નુ કાર્ય કરી હવામાં રહેલા જીવાણુ ઓ અને રજકણો ની અંદર જતા રોકે છે.
તે જ્યારે ખોરાક માં ગળીએ ત્યારે સંકોચાય છે તેથી ખોરાક સહેલાઇથી ગળી શકાય છે આમ ખોરાક બનવા ની ક્રિયામાં મદદ રૂપ થાય છે.
બ્રોન્કાઇ ( શ્વાસવાહિની )
5 મી થોરાસિક વટીબ્રા ની આગળ ટેકીયા ના બે ભાગ પડે છે તેને બ્રોંકાઈ તરીકે ઓળખવામાં આવે છે.
ડાબી બાજુ થી બ્રાન્ચ ને લેફટ બ્રોંકાઈ અને જમણી બાજુ ની બ્રાન્ચને બ્રોંકાઈ ને રાઈટ બ્રોંકાઈ તરીકે ઓળખવા માં આવેછે. જે અનુક્રમે રાઈટ અને લેફ્ટ લંગ્સ માં દાખલ થાય છે.
લેફ્ટ બ્રોકાઈ, રાઈટ બ્રોંકાઈ કરતાં સહેજ લાંબી અને સાંકડી છે કારણ કે ડાબી બાજુ હાર્ટ આવેલું હોવાથી વધારા ના બ્લડ સપ્લાય અને ઓકસીઝન ની જરૂર રહે છે.
રાઈટ બ્રોંકાઈ, સહેજ ટૂંકી અને પહોળી હોય છે જેથી બહાર ની કોઈ ફોરેન બોડી શરીર માં દાખલ થાય તો જમણા ફેફસા માં સહેલાઇ થી જઈ શકે છે.
બ્લડ સપ્લાય
બ્રોંકાઈને બ્લડ સપ્લાય બ્રોકિયાલ આર્ટરી દ્વારા થાય છે.
નર્વસ સપ્લાય વેગસ નર્વ દ્વારા થાય છે.
લંગ્સ (ફેફસા )
ફેફસા એ રેસ્પીરેટરી સિસ્ટમ માં આવેલા મુખ્ય અને અગત્યનું અવયવ છે તે થોરાશિક કેવેટી માં ટ્રેકીયા ની બન્ને બાજુ ગોઠવાયેલું હોય છે.
તેનો આકાર શંકુ જેવો હોય છે.
ફેફસા ની શરૂઆત લેવીકલ હાડકા થી થાય છે અને નીચે ડાયાફ્રામ સુધી પહોંચે છે.
ફેફસા ના ઉપર ના ભાગ ને એપેક્સ કહે છે અને નીચે ના ભાગ ને બેઝ કહે છે.
બંને ફેફસા ની વચ્ચેની જગ્યા માં હાર્ટ ની મહાધમની આવેલી છે.
ફેફસાના ભાગ
જમણા ફેફસા માં મુખ્યત્વે ત્રણ લોબ આવેલા હોય છે
૧) અપર લોબ
૨)મીડલ લોબ
3) લોવર લોબ
જ્યારે ડાબી બાજુ ના ફેફસામાં 2 લોબ આવેલા હોય છે
૧) અપર લોબ.
ર)લોવર લોબ
જમણું ફેફસું એ ડાબા ફેફસા કરતાં લંબાઇ માં ટૂંકુ અને પહોળું હોય છે તેમજ વજન માં વધારે હોય છે.
જમણા ફેફસાનું વજન લગભગ 680 ગ્રામ હોય છે જ્યારે ડાબા ફેફસા નું વજન 540 ગ્રામ હોય છે.
લંગ્સ ના કોઈ પણ ભાગ ને કાઢી નાખવામાં આવે તો તેને લોબેકટોમી કહે છે.
ટીબી ના દર્દીમાં ક્યારેક આ ઓપરેશન કરવામાં આવે છે.
આખા ફેફસા ને કાઢી નાખવા માં આવે તો તેને ન્યુમેકટોમી કહે છે.
દરેક ફેફસા માં અસંખ્ય શાખાઓ આવેલી છે આ દરેક લોબ્યુલ્સમાં બ્રોંકાઈની નાની નાની નળીઓ દાખલ થાય છે.
જેમ શાખા ઓ વધતી જાય છે તેમ તેમ દિવાલ પાતળી બની જાય છે અને તેને ધીમે સેક બને છે આ સેકમાં ધણી હવા ભરેલી હોય છે.
પ્લુરા (ફેફસાનું આવરણ)
ફેફસા પર જે આવરણ આવેલું છે તેને પ્લુરા કહે છે તે મ્યુક્સ મેમ્બ્રેઈનનું બનેલું છે તેમાં ડબલ લેયર આવેલા છે એ મુખ્યત્વે ફેફસાના જુદાજુદા ભાગ પર પથરાયેલા હોય છે.
તે પ્રમાણે તેના નામ હોય છે જે મુખ્યત્વે નીચે મુજબ છે.
૧) વિસેરલ પ્લુરા : ફેફસા ઉપર અંદરની બાજુ એ આવેલું છે જેનાથી લંગ્સના લોબ એક બીજાથી છૂટા પડે છે.
2)પરાઇટલ પ્લુરા : વિસેરલ પ્લૂરા લંગ્સના રૂટ પાસેથી વળીને બીજુ આવરણ બનાવે છે તેને પરાઇટલ પ્લુરા કહે છે.
તે ફેફસા બહારનું આવરણ છે.
વિસેરલ પ્લૂરા અને પરાઈટલ પ્લુરાની વચ્ચેની પોલી જગ્યાને પ્લુરલ કેવીટી કહે છે. તે માં સીરસ ફ્લુઇડ ભરેલું મરેલું હોય છે. જેથી લ્યુબ્રીકેટ થવાથી શ્વાસોશ્વાસ દરમિયાન ફેફસા ની સંકોચન અને વિસ્તરણ ની ક્રિયામાં ઘર્ષણ વધતું અટકે છે એટલે કે ફેફસા અને ચેસ્ટ વચ્ચે ઘર્ષણ થતું નથી. આમાં નોર્મલ કરતા વધુ ફ્લુઇડ જમા થાય તેને પ્લુરલ ઇન્ફેક્શન કહે છે જ્યારે પસ કલેક્શન થાય ત્યારે એમ્ફાયમા કહે છે. જ્યારે આ પડ વચ્ચે હવા ભરાય તો ન્યુમોથોરાક્સ કહે છે. જ્યારે આ પડ વચ્ચે બ્લડ ભરાય તો તેને હિમોથોરેક્સ કહે છે. પલ્મોનરી આર્ટી દ્વારા અશુદ્ધ બ્લડ સપ્લાય થાય છે પાણી ભરાય તો તેને હાઇડ્રોથોરેક્સ કહે છે.
બ્લડ અને નર્વ સપ્લાય
ફેફસાને બ્લડ સપ્લાય બ્રોનિકલ આર્ટરી કરે છે અને નર્વ સપ્લાય વેગસ નર્વ કરે છે.
ફંક્શન
વેન્ટિલેશન તરીકે કાર્ય કરે છે દરેક કોષોને ઓક્સિજન આપી કાર્બનડાયોક્સાઇડ બહાર કાઢે છે.
તે ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડ આપ-લેની પ્રક્રિયા દ્વારા લોહીનું શુદ્ધિકરણ કરે છે.
ઉચ્છશ્વાસ વાટે શરીરનું વધારાનું પ્રવાહી આશરે બહાર કાઢે છે.
તે શરીરમાં રહેલા વધારાના પ્રવાહનું નિયમન કરે છે.
એ શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
અલ્વોલાઈ એર સેલ્સ(શ્વસન કોષો અને વાયુકોષો )
બ્રોન્કીઓલ્સની ઝીણી ઝીણી અનેક શાખાઓ પડે છે અને તેમાંથી છેવટે અલ્વોલાઈ ડક્ટ બને છે આ અલ્વોલાઈ ડકટના છેલ્લે દ્રાક્ષના ઝુમખા આકારની અનેક એર સેલ્સ આવેલી છે તેને અલ્વોલાઈ કહેવામાં આવે છે.
અલ્વોલાઈની આજુબાજુ રક્ત વાહિનીઓ આવેલી છે જ્યાં આગળ અલ્વોલાઈ અને બ્લડ કેપીલરી વચ્ચે વાયુઓની ફેર બદલીની ક્રિયા થાય છે.
અલ્વીલાઈમાં રહેલી તાજી હવામાં ઓક્સિજન નું પ્રમાણ વધારે હોય છે અને રક્ત વાહિનીઓમાંથી રહેલ કાર્બનડાયોક્સાઇડ અલ્વોલાઈમા રેહેલો ઓક્સિજન રક્ત વાહિનીમાં જાય છે.
આમ ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડ બંને વાયુની આપ-લે થાય છે જેથી લોહીનું શુદ્ધિકરણ થાય છે.
શ્વસનતંત્ર અને મદદ કરતા હોય તેવા અવયવો.
ડાયાફ્રામ(ઉદરપટલ )
રીબ્સ (પાંસળીઓ )
ઇન્ટરકોસ્ટલ મસલ્સ
રેસ્પીરેશન મુખ્ય બે પ્રકારે થાય છે.
ઇન્ટર્નલ રેસ્પીરેશન
ઇન્ટર્નલ રેસ્પીરેશન મુખ્યત્વે બ્લડ અને સેલ વચ્ચે થાય છે જેમાં લોહીમાં રહેલ ઓક્સિજન લે છે.જ્યારે તેનામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં પાછો આપે છે.
એક્સટર્નલ રેસ્પીરેશન
એક્સટર્નલ રેસ્પીરેશન મુખ્યત્વે ફેફસામાં થાય છે શરીરમાં જે અશુદ્ધ લોહી વેઈન મારફતે હૃદયમાં આવે છે ત્યારબાદ ફેફસાંમાં થઈને લોહીનું શુદ્ધિકરણ થાય છે.
ટોટલ એર કેપીસીટી
ફેફસાની પ્યોર કેપેસિટીને ટોટલ એર કેપેસિટી કહે છે તેમાં મુખ્યત્વે ફેફસામાં કેટલી હવા સમય છે તેની ખબર પડે છે તેનું પ્રમાણ સામાન્ય રીતે ૪૫૦ થી ૫૦૦ ml જેટલું હોય છે.
ટાઈડલ કેપેસિટી
સામાન્ય રીતે રેસ્પીરેશન વખતે ઇન્સ્પિરેશન મારફતે લેવાથી હવા અને એક્સપીરેશન મારફતે બહાર કઢાતી હવાને ટાઈડલ એર કેપેસિટી કહે છે કેપેસિટી 500 ml છે.
ટાઈડલ વોલ્યુમ
નોર્મલ બ્રીથીગ દરમિયાન ફેફસાની અંદર જતી કે બહાર નીકળતી હવાના જથ્થાને ટાઈડલ વોલ્યુમ કહે છે તેનું નોર્મલ પ્રમાણ 500 ml છે.
ઈન્સ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ
ટાઈડલ વોલ્યુમ ઉપરાંત ખૂબજ પ્રયત્ન કરવાથી વધુમાં વધુ હવા ભરી શકાય છે તે કેપેસિટીને ઈન્સ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ કહે છે.
એક્સ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ
નોર્મલ રેસ્પીરેશન ઉપરાંત ખૂબજ પ્રયત્ન કરવાથી વધુમાં વધુ હવા બહાર કાઢી શકાય છે તે કેપેસિટીને એક્સ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ કહે છે.
રેસિડ્યુઅલ વોલ્યુમ
એક્સપીરેશન બાદ પણ પ્રયત્નો કરવા છતાં થોડી હવા ફેફસામાં રહી જાય છે તેને રેસિડ્યુઅલ વોલ્યુમ કહે છે.
ટર્મીનોલોજી
એનોક્સીયા:- એનોક્સીયા એટલેકે ટીશ્યુ માં ઓક્સિજન નું પ્રમાણ ઓછું થઇ જવું.
મિકેનિઝમ ઓફ રેસ્પીરેશન :- શરીરના દરેક ટિશ્યુને ઓક્સિજન મળી રહે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર નીકળે છે આ ક્રિયા જન્મથી માંડી મૃત્યુ સુધી એકયંત્ર ની માફક સતત થતી રહે છે તેને મિકેનિઝમ ઓફ રેસ્પીરેશન કહે છે.
યુરીનરી સિસ્ટમ
પ્રસ્તાવના :
શરીર ને જેમ પોષક દ્રવ્ય અને ઓક્સિજન ની પ્રાપ્તિ જરૂરી છે. તેજ પ્રકારે શરીર ના વિવિધ અંગોમાં થતી પાચન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા બિન ઉપયોગી અને વિસારી દ્રવ્યોથી મુક્તિ પણ જરૂરી છે.
શરીર ની સમ સ્થિતિની જાળવણી માટે પાચન દરમિયાન મુક્ત થતા નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ નો નિકાલ કરવો આવશ્યક છે. જો આમ ન થઈ શકે તો તેમની હાનિકારક વિસારી અસર થી શરીર ની તંદુરસ્તી જોખમાય છે.
ઝેરી નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો ના નિકાલની ક્રિયાને ઉત્સર્જન કહે છે અને આક્રિયા સાથે સંકળાયેલા તંત્રને ઉત્સર્જન તંત્ર કહે છે.
કોષો માંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો પ્રથમ આંતરપેસીય પ્રવાહી માં આવે છે. ત્યાંથી તે બ્લડ માં પ્રવેશે છે અને વહન પામી જે તે ઉત્સર્ગ અંગમાં પહોંચે છે અને ઉત્સર્ગ અંગ તેનો નિકાલ શરીર ની બહાર ની તરફ કરે છે.
શરીરમાં બે તૃતીયાંશ ભાગ જેટલું પાણી હોય છે તેથી પાણીના યોગ્ય પ્રમાણની શરીરમાં જાળવણી થવી જરૂરી છે. શરીરમાં થી ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલનું માધ્યમ પણ પાણી છે.
આમ આ તંત્ર શરીરમાં પાણીનું સંતુલન તેમજ એસિડ બેઇઝ બેલેન્સ જાળવી રાખવાનું અગત્ય નું કામ પણ કરે છે. આ ઉપરાંત આ તંત્ર શરીરમાં લોહીનું બંધારણ જાળવી રાખવાનું પણ કામ કરે છે.
યુરીનરી સીસ્ટમ દ્વારા આપણા શરીરમાં ભેગો થયેલો કચરો જેવું કે યુરીયા, યુરીક એસીડ, ક્રીએટીનીન વગેરે યુરીન દ્રારા બહાર નીકળે છે તેથી યુરીનરી સીસ્ટમને ” એક્સક્રીટરી સિસ્ટમ ” પણ કહે છે.
યુરીનરી સિસ્ટમમાં મુખ્યત્વે નીચેના અવયવોનો સમાવેશ થાય છે.
1) કીડની – ૨ :- પેશાબ તૈયાર કરે છે.
2) યુરેટસ – ર :- યુરીનને કીડનીમાંથી બ્લેડર સુધી લઈ જાય છે. 2)
3) યુરીનરી બ્લેડર – ૧ :- યુરીનનો સંગ્રહ કરે છે.
4) યુરેથા – ૧ :- યુરીનને મુત્રમાર્ગ દ્વારા બહાર કાઢે છે.
1) કિડની (મુત્રપિંડ)
કિડનીએ એબડોમીનલ કેવિટીમાં ૧૨મી થોરાસીક વર્ટીબ્રા થી ૩જી લંબર વર્ટીબ્રા સુધી કરોડરજ્જુની બંને બાજુએ એક-એક પેટના પાછળના ભાગમાં આવેલી હોય છે.
આકાર : કિડનીનો આકાર કાજુ જેવો હોય છે. (બીન શેપ)
વજન : ૧૨૦ થી ૧૭૦ ગ્રામ.
લંબાઈ : ૧૦ થી ૧૧ સે.મી
પહોળાઈ : ૫ થી ૬ સે.મી
જાડાઈ : ૨ થી ૩ સે.મી
કલર : ડાર્ક રેડ.
કિડનીની ચારેય બાજુ ચરબીના થર આવેલા હોય છે. જે મુખ્યત્વે ” એડીપોસ ટીશ્યુ ” ના બનેલા હોય છે જેથી કિડની નીચેની બાજુએ ઊતરી આવતી નથી.
જમણી કિડની ડાબી કિડની કરતાં સહેજ નાની હોય છે.
ડાબી કિડની કરતાં જમણી કિડની મોટી હોય છે.
કિડનીના ઉપરના ભાગમાં ગ્લેન્ડ આવેલી હોય છે તેને એડ્રીનલ ગ્લેન્ડ (સુપ્રારિનલ ગ્લેન્ડ) કહે છે.
કિડનીને બે સરફેસ હોય છે.
૧) અંદરની સરફેસને અંતર્ગોળ અને
૨) બહારની સરફેસને બહિર્ગોળસરફેસ કહે છે.
અંદરની સરફેસ જ્યાં આગળ ઊંડો ખાડો બનાવે છે તેને “ હિલમ ઓફ કિડની ” કહે છે.
આ ભાગમાંથી કિડનીમાં રીનલ આર્ટરી પ્રવેશે છે તેમજ રિનલ વેઈન તથા યુરેટર બહાર નીકળે
કિડનીની બહારની બહિર્ગોળ સરફેસને કોર્ટેક્ષ કહે છે.
તેમજ અંદરના ભાગને મેડયુલા કહે છે. મેડ્યુલાના ત્રિકોણાકાર ભાગને પિરામિડ કહે છે.
દરેક કિડનીમાં ૧૦ જેટલા પિરામિડ આવેલા છે.
કિડનીનું સૂક્ષ્મ બંધારણ
કિડનીમાં અસંખ્ય પ્રમાણમાં નેફ્રોન આવેલા હોય છે જે નરી આંખે જોઈ શકાતા નથી. જે ફક્ત માઈક્રોસ્કોપની મદદ વડે જ જોઈ શકાય છે.
દરેક કિડનીમાં લગભગ ૧૦ લાખ નેકોન આવેલા હોય છે, આ ઉપરાંત કિડનીમાં નીચેના ભાગો પણ આવેલા હોય છે.
A. ગ્લોમેરૂલસ :-
B. બાઉમેન્સ કેપ્સુલ :- તે ગ્લોમેરૂલસ ફરતે આવેલું હોય છે. બાઉમેન્સ કેપ્સુલમાં લોહીની ગાળણની પ્રક્રિયા (ફિલ્ટ્રેશન) થાય છે. અને પાણી સાથે નકામો કચરો ગળાય છે.
C. લૂપ ઓફ હેન્સે (ગૂંચળા જેવી રચના) :- આ રચના ખાસ કરીને મિનરલ્સની ફેરબદલીમાં અગત્યનો ભાગ ભજવે છે.
બ્લ્ડ સપ્લાય :- રિનલ આર્ટરી દ્વારા શુધ્ધ બ્લડ વેઈન દ્રારા અશુધ્ધ બ્લડ ઈન્ફીરીયર વેના કેવામાંજાય છે.
નર્વ સપ્લાય :- સિન્થેટીક અને પેરા સિન્થેટીક નર્વ સપ્લાય થાય છે.
ફંકશન
બ્લડમાં Na+ અને K+ નું પ્રમાણ જાળવી રાખે છે.
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખે છે.
શરીરનું તાપમાન જાળવી રાખે છે. લોહીના ગાળણની ક્રિયા કરે છે.
શરીરના નકામા પદાર્થો જેવા કે યુરીયા, યુરીક એસીડ,
ક્રીએટીનીન, ફોસ્ફેટ વગેરે ગાળીને બહાર કાઢે છે.
એસિડ-બેઈઝ બેલેન્સ જાળવી રાખે છે. આમ, તે PH બેલેન્સ જાળવી રાખે છે.
બ્લડમાં આવેલા બધા જ ક્ષારોનું પ્રમાણ જાળવી રાખે છે. રેનીન ઉત્પન્ન કરે છે.
ઈરિયોપોઈટીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જે મુખ્યત્વે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
તેમજ RBC માટેના એન્ઝાઈમ ઉત્પન્ન કરે છે.
2) યુરેટરસ
યુરેટર મુખ્યત્વે ર(બે) હોય છે.
જમણી બાજુ – ૧ અને ડાબી બાજુ – ૧ એમ મળી કુલ બે યુરેટસ આવેલા હોય છે.
તેનો ઉપરનો છેડો કિડની સાથે અને નીચેનો છેડો બ્લેડર સાથે જોડાયેલો હોય છે.
તેની લંબાઈ ૨૫ થી ૩૦ સે.મી હોય છે અને પહોળાઈ 3mm હોય છે.
યુરેટસ ના મુખ્ય ત્રણ લેયર આવેલા હોય છે.
A આઉટર લેયર :- જે મુખ્યત્વે ફાઈબર્સ ટીશ્યુનું બનેલું હોય છે.
B. મિડલ લેયર :- સ્મુથ મસલ્સ ટીશ્યુનું બનેલું હોય છે.
C. રિનલ લેયર :- એપીથેલીયલ એપીથેલીયલ ટીશ્યુનું બનેલું હોય છે.
યુરેટસ ની શરૂઆત કિડનીમાં હિલમવાળાં ભાગથી થાય છે. અને નીચેની તરફ એબ્ડોમીનલ
કેવીટીમાં થઈને યુરીનરી બ્લેડર સુધી જાય છે.
ફંકશન
કિડની દ્વારા તૈયાર થયેલ યુરીનને બ્લેડર સુધી લઈ જવાનું કાર્ય કરે છે.
3) યુરીનરી બ્લેડર ( મુત્રાશય )
તે યુરીનના સંગ્રહ તરીકેનું કાર્ય કરે છે.
તે જમરૂખ આકારનું હોય છે.
બ્લેડર એ પેલ્વીસ કેવીટીમાં આવેલુ હોય છે અને સિન્થેસીસ ટ્યુબીસની પાછળ આવેલુ હોય છે.
સ્ત્રીઓમાં ગર્ભાશયની આગળ બ્લેડર અને પાછાળ રેક્ટમ આવેલુ હોય છે.
બ્લેડરમાં મુખ્યત્વે ત્રણ લેયર આવેલા હોય છે.
A. આઉટર લેયર
B. મિડલ લેયર
C. રિનલ લેયર
બ્લેડરમાં કુલ ત્રણ ઓપનીંગ આવેલા હોય છે. જેમાં ૨ યુરેટરના ઓપનીંગ ઉપરની બાજુએ અને એક યુરેથાનું ઓપનીંગ નીચેની બાજુએ આવેલુ હોય છે.
બ્લેડર ૫૦૦ CC યુરીન સમાવી શકે છે એટલે કે ૫૦૦ CC યુરીન ભેગુ થાય ત્યારે વ્યક્તિને યુરીન કરવાની ઈચ્છા થાય છે.
ફંકશન
કિડનીમાંથી આવેલો યુરીન સંગ્રહ કરવાનું કાર્ય કરે છે.
4) યુરેથા (મુત્રમાર્ગ )
યુરેથા બ્લેડરથી શરૂ થઈ બહારના ઓપનીંગ સુધી આવેલુ હોય છે. બહારના ઓપનીંગને ‘ યુરેથલ ઓપનીંગ ‘ કહે છે.
પુરૂષમાં યુરેથાની લંબાઈ સ્ત્રી કરતા વધારે હોય છે.
સ્ત્રીમાં યુરેથ્રાની લંબાઈ ૪ સે.મી અને પુરૂષમાં લંબાઈ ૬ સે.મી જેટલી હોય છે.
પુરૂષમાં યુરેથાની બંને બાજુએ પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી હોય છે. જો આ ગ્લેન્ડ મોટી થાય તો યુરીન પાસ થવામાં તકલીફ થાય છે.
આવા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરવામાં આવે છે. જેને ‘ પ્રોસ્ટેકટોમી ‘ કહે છે.
મોટા ભાગે પ્રોસ્ટેટ ગ્લેન્ડ ફુલવાનું કારણ ઈન્ફેકશન અથવા વધુ પડતો ગ્રોથ હોય છે.
મોટા ભાગે પુરૂષમાં ૪૫ થી ૫૦ વર્ષ પછીની ઉંમરમાં આ કંન્ડીશન જોવા મળે છે.
યુરેથા બ્લોક થવાના કારણો
યુરેથાનું કેન્સર.
યુરેથા સાંકડી હોય.
પોસ્ટેટ ગ્લેન્ડ મોટી થાય તેમજ પથરી થવાના કારણે યુરેથા બ્લોક થાય છે.
મીચ્યુરેશન
કિડની યુરીન તૈયાર કરે છે ત્યારબાદ યુરેટર દ્રારા યુરીન બ્લેડરમાં જાય છે.
જ્યારે બ્લેડરમાં યુરીન ભરાય છે ત્યારે તેમાં પ્રેશર વધે છે. આ પ્રેશર વધવાથી બ્લેડરના મસલ્સમાં કોન્ટ્રાકશન આવે છે. તેમજ એબ્ડોમીનલ મસલ્સ પણ કોન્ટ્રાક્ટ થાય છે પરિણામે બ્લેડર ઉપર વધારે પ્રેશર થાય છે.
સામાન્યરીતે ૨૫૦ ml યુરીનનો ભરાવો થાય ત્યારે બ્લેડરમાં પ્રેશર વધવાનું ચાલુ થાય છે તેથી બ્લેડરમાંથી યુરીન ખાલી થાય છે.
સામાન્ય રીતે દિવસમાં ૧૫૦૦ થી ૨૦૦૦ ml જેટલુ યુરીન તૈયાર થાય છે.
યુરીનની માત્રા કેટલાંક પરીબળો ઉપર આધારિત હોય છે. જેવા કે મોં દ્રારા કેટલું પ્રવાહી લેવામાં આવે છે. તે વાતાવરણ શરીરની બિમારી વગેરે ઉપર આધાર રાખે છે.
જ્યારે બ્લેડરમાંથી યુરીન બહાર ન નીકળે ત્યારે બ્લેડરમાં યુરીનનો ભરાવો થાય છે. તે કન્ડીશનને ” રિટેન્શન ઓફ યુરીન ” કહે છે.
યુરીનનું બંધારણ
વોટર :- ૯૬ %
યુરીયા :- ૨ %
યુરિક એસિડ :- ૨ % (ક્રિએટીનીન હોય)
નોર્મલ બ્લ્ડ યુરિયા :- ૨૦ થી ૪૦ gm/dl
નોર્મલ બ્લ્ડ યુરિક એસિડ :- ર થી ૩ gm/dl.
રૂધિરાભિષણ તંત્ર (કાર્ડિયોવાસક્યુર સિસ્ટમ)
સર્ક્યુલેટરી સિસ્ટમ એ શરીર માટેનું અગત્યનુંતંત્ર છે. તેને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ કહે છે. શરીરના બધા જ અવયવોમાંથી ઓક્સિજન વગરનું બ્લડ હાર્ટ મારફતે ઓક્સિજન યુક્ત થાય છે.
સરર્ક્યુલેટરી સિસ્ટમમાં મુખ્યત્વે બે સિસ્ટમનું સમાવેશ થાય છે.
બ્લડ સરર્ક્યુલેટરી સિસ્ટમ
લિમ્ફેટિક સરર્ક્યુલેટરી સિસ્ટમ
કાર્ડીયો વાસ્ક્યુલર સિસ્ટમમાં ભાગ લેતા ઓર્ગન
હાર્ટ : (હદય)
બ્લડ વેસલ : (રક્તવાહિની)
આર્ટરી : (ધમની) શુદ્ધ લોહીનું વહન કરે છે.
વેઈન : (શીરા) અશુદ્ધ લોહીનું વહન કરે છે
કેલિટારિસ : (કેશવાહિનીઓ)
લિમ્ફેટિક : (લસિકા ગ્રંથીઓ)
બ્લડ : (લોહી)
હાર્ટ (હૃદય)
હાર્ટ એ લેટીન ભાષાનો શબ્દ છે. કોરોનરી હાર્ટ એ શંકુ આકારનું, માણસની મુઠ્ઠી જેટલા કદનું મસલ્સનું બનેલું પોલુ અવયવ છે.
હૃદય છાતીના સ્ટર્નમ બોર્નની પાછળ તેમજ સહેજ ડાબી બાજુએ બીજી પાંસળીથી પાંચમી પાંસળીની વચ્ચે તેમજ બે ફેફસાની વચ્ચે આવેલુ છે.
હાર્ટ એ શરીરના તમામ કોષોને બલ્ડ પુરૂ પાડવાનું અને અશુદ્ધ લોહીને પાછુ શુદ્ધિકરણ માટે લાવવા માટેનું છે.
હાર્ટના ઉપરના ભાગને બેઝ કહે છે અને નીચેના સાંકડા અણીવાળા ભાગને એપેક્સ કહે છે.
હાર્ટનું વજન આશરે ફીમેલમાં ૨૫૦ ગ્રામ અને મેલમાં ૩૦૦ ગ્રામ જેટલું હોય છે.
હાર્ટની લંબાઈ – પઈંચ, પહોળાઈ – ૩.૫ ઈંચ અને જાડાઈ – ૨.૫ ઈંચ જેટલી હોય છે.
હાર્ટના ભાગ: :- હાર્ટના કુલ ચાર ભાગ છે.
રાઈટ એટ્રિયમ.
રાઈટ વેન્ટ્રીકલ્સ.
3.લેફ્ટ એટ્રિયમ.
4.લેફ્ટ વેન્ટ્રીકલ્સ.
હાર્ટમાં કુલ ચાર વાલ્વ આવેલા હોય છે.
1. ત્રિદલ વાલ્વ
2. દ્વિદલ વાલ્વ
3. પલ્મોનરી વાલ્વ
4. એઓર્ટીક વાલ્વ
ત્રિદલ વાલ્વ (ટ્રાઈક્યુસ્પિડ ) : જમણા કર્ણક (R.A) અને જમણા ક્ષેપકને (R.V) ની વચ્ચે આવેલા છે.
દ્વિદલ વાલ્વ ( બાઈક્યુસ્પિડ) : આ વાલ્વ લેફ્ટ આર્ટીયમ અને લેફ્ટ વેન્ટ્રીકલ્સ ની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. આ વાલ્વનું મુખ્ય કાર્ય લેફ્ટ આર્ટીયમ માંથી બલ્ડ લેફ્ટ વેન્ટ્રીકલ્સમાં લઈ જવાનું છે.
પલ્મોનરી વાલ્વ : આ વાલ્વ રાઈટ વેન્ટ્રીકલ્સ અને પલ્મોનરી આર્ટીની વચ્ચે આવેલો છે આ વાલ્વ રાઈટ વેન્ટ્રીકલ્સ માંથી અશુધ્ધ લોહી પલ્મોનરી આર્ટી દ્વારા ફેફસામાં લઈ જાય છે.
એઓર્ટીક વાલ્વ : આ વાલ્વ લેફ્ટ વેન્ટ્રીકલ્સ અને એઓર્ટા ની વચ્ચે આવેલો છે. જો લેફ્ટ વેન્ટ્રીકલ્સમાંથી શુધ્ધ બલ્ડ એઓર્ટા માં લઈ જાય છે.
હાર્ટના લેયર
હાર્ટને કુલ ત્રણ પ્રકારના લેયર આવેલા છે.
પેરીકાર્ડિયમ : આ સૌથી બહારનું લેયર છે.
માયોકાર્ડીયમ : આ હદયનું વચ્ચેનું લેયર છે. જે સંકોચન અને વિસ્તરણ ના કામ દ્વારા હાર્ટને પમ્પીંગ એક્શનથી શરીરના કોષો સુધી બ્લડ પહોંચાડવાનું કામ કરે છે.
એન્ડો કાર્ડીયમ : તે સૌથી અંદરનું આવરણ છે.
બ્લડ સપ્લાય
હૃદયને મુખ્યત્વે કોરોનરી આર્ટરી અને કોરોનરી વેઈન દ્રારા બ્લડ સપ્લાય થાય છે.
ઈન્ફેરિયર વેના કેવા: જે શરીરના નીચેના ભાગોમાંથી અશુધ્ધ લોહી રાઈટ એટ્રીયમમાં લાવે છે.
પલ્મોનરી આર્ટરી : રાઈટ વેન્ટ્રીકલમાંથી અશુધ્ધ લોહી ફેફસા તરફ લઈ જાય છે. આ એક અપવાદ છે કે જેમાં આર્ટી હોવા છતા તેમાં આવેલું બ્લડ અશુધ્ધ હોય છે.
પલ્મોનરી વેઇન : કુલ ચાર પલ્મોનરી વેઈન દ્રારા શુધ્ધ બ્લડ હાર્ટના લેફ્ટ એટ્રીયમમાં આવે છે. આ પણ એક અપવાદ છે. કારણકે ચારે પલ્મોનરી વેઈનમાં વેઈન હોવા છતા તેમાં રહેલું બ્લડ શુધ્ધ હોય છે.
આમ, પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઈન આ બંને અપવાદ બાદ કરતા સામાન્ય રીતે આપણા શરીરમાં આર્ટરીમાં શુધ્ધ લોહી હોય છે જયારે વેઈનમાં અશુધ્ધ લોહી હોય છે.
એઓર્ટા (મહાધમની) :- આ શરીરની મોટામાં મોટીઆર્ટરી છે અને શરીરના તમામ ભાગમાં તેની બ્રાન્ચ દ્વારા લોહી શરીરના જુદા જુદા અવયવોમાં જાય છે તે શરીરના તમામ ભાગોમાં શુધ્ધ લોહી પહોંચાડે છે.
કોરોનરી આર્ટરી:– આ આર્ટરી લેફ્ટ વેન્ટ્રીકલમાંથી નીકળી એઓર્ટા ની પ્રથમ શાખા છે જે હૃદયને શુધ્ધ લોહી પુરૂ પાડે છે.
કોરોનરી વેઈન:- હૃદયનું અશુધ્ધ લોહી કોરોનરી વેઈન દ્વારા સુપિરિયર વેના કેવા મારફતે રાઈટ એટ્રીયમમાં આવે છે.
શરીરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના સરક્યુલેશન જોવા મળે છે.
સુપિરીયર વેના કેવા અને ઈન્ફેરિયર વેના કેવા શરીરના વિવિધ ભાગોમાંથી અશુધ્ધ લોહી ત્રિદલ વાલ્વ (ટ્રાઈક્યુસ્પીડ) દ્રારા રાઈટ વેન્ટ્રીકલમાં જાય છે. રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી વાલ્વ મારફતે અશુધ્ધ બ્લડ પલ્મોનરી આર્ટરીમાં જાય છે. પલ્મોનરી આર્ટરીમાંથી અશુધ્ધ બ્લડ ફેફસામાં જાય છે.
ફેફસામાં અલ્વેઓલાઈ નામની રચના આવેલી છે જેના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડની આપ-લે થાય છે. જેથી ઓક્સિજન બ્લડ્માં ભળે છે અને CO2 બહાર નીકળે છે.
આમ, શુધ્ધ થયેલુ લોહી (પલ્મોનરી વેઈન) મારફતે લેફ્ટ એટ્રીયમમાં લાવે છે. લેફ્ટ એટ્રીયમમાંથી શુધ્ધ લોહી (બાઈક્યુસ્પિડ) વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રીકલમાં જાય છે.
લેફ્ટ વેન્ટ્રીકલમાંથી એઓર્ટીક વાલ્વ મારફતે શુધ્ધ લોહી એઓર્ટીમાં જાય છે. એઓર્ટા એ ઓક્સિજન લોહી સ્વીકારીતી શરીરની સૌથપોર્ટલ આર્ટરી છે.
પોર્ટલ સર્ક્યુલેશન
એઓર્ટાની બ્રાન્ચ હીપેટીક આર્ટરી જે લીવરને શુધ્ધ બ્લડ પહોંચાડે છે અને હિપેટીકવેઈન દ્રારા અશુધ્ધ ઈન્ફીરીયર વેના કેવા મારફતે પાછુ આવે છે તેને પોર્ટલ સરક્યુલેશન કહે છે.
સિસ્ટેમિક ઇલેક્ટ્રીક સર્ક્યુલેશન
હાર્ટ એક પંપ છે તેમાં નર્વ, ઈલેક્ટ્રીક, સ્ટીમ્યુલેશન દ્વારા હાર્ટનું કોન્ટ્રાકશન (સંકોચન) રિલેક્સેશન ( આરામ) લયબધ્ધ રીતે થાય છે.
સાયનો એટ્રીયમ નોડ (SA) માંથી ઈલેકટ્રીક ઈમ્પલ્સીસ ઉત્પન્ન થઈ હિન્ગસ બંડલ અથવા પરકિન્જે ફાઈબરમાં જાય છે. તેથી હાર્ટ કોન્ટ્રાક્ટ થાય છે એટલે કે સંકોચાય છે. તેને સિસ્ટોલ કહે છે.
અને આ પ્રકારના બ્લડ પેશરને સિસ્ટોલિક બ્લડપ્રેશર કહે છે.
હાર્ટ જ્યારે રીલેક્સ થાય છે તેને ડાયસ્ટોલ કહે છે. અને આ પ્રકારના બ્લડ પ્રેશરને ડાયેસ્ટોલિક બ્લ્ડ પ્રેશર કહે છે.
નોર્મલ બ્લડ પ્રેશર – 120/80 mm/hg”
જો બ્લડ પ્રેશર નોર્મલ કરતા વધી જાય તો તેને હાઇપર ટેન્શન કહે છે..
જો બ્લડ પ્રેશર નોર્મલ કરતા ઘટી જાય તો તેને હાયપોટેન્શન કહે છે.
ફંકશન ઓફ હાર્ટ
શુધ્ધ બ્લડ શરીરના અવયવોમાં પહોંચાડે છે.
તેમજ અશુદ્ધ બ્લડ શરીરના વિવિધ ભાગોમાંથી સુપીરીયર અને ઈન્ફીરીયર વેના કેના દ્વારા હદય મા પાછુ ફરે છે.
ધબકારા અને સાઉન્ડ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
બ્લડનું દબાણ જાળવી રાખે છે અને નાડીના ધબકારા નિયમિત બનાવે છે.
શરીરમાં પાણીનું સમતોલન જાળવે છે તથા ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે.
રક્તકણો મારફતે શરીરના વિવિધ કોષોમાં O2 પહોંચાડવાનું કાર્ય કરે છે.
આ ઉપરાંત, સેલ અને ટીશ્યુ બનાવવા માટે અગત્યના પ્રોટીન અને અન્ય તત્વો સેલને પહોંચાડે છે.
આર્ટરી હંમેશા શુધ્ધ બ્લડનું વહન કરે છે આ શુધ્ધ બ્લડ દ્વારા 02 શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. વેઈન હંમેશા અશુધ્ધ બ્લડનું વહન કરે છે.
કેપિલારીસ એ આર્ટરી અને વેઈનનું જોડાણ સ્થાન છે.
આર્ટરી, વેઈન અને કેપિલારીસ નું બંધારણ
આર્ટરી, વેઈન અને કેપિલારીસ નું બંધારણ માં મુખ્યત્વે ત્રણ લેયર આવેલા છે.
સૌથી બહારના લેયરને ટ્યુનીકા, વચ્ચેના લેયરને ટ્યુનીકા મીડીયા તેમજ સૌથી અંદરના લેયરને ટ્યુનીકા ઈન્ટીમા કહે છે.
હ્યુમન બોડી : હ્યુમન બોડીમાં મુખ્યત્વે બે ભાગ છે.
1) પ્લાઝમા
2) સેલ
1) પ્લાઝમા: બ્લડની અંદર પ્લાઝમાનું પ્રમાણ ૫૫ % જેટલું હોય છે. જે પીળાશ પડતા રંગનુંપ્રવાહી છે. પ્લાઝમામાં ઓક્સિજન, CO2, હોર્મોન, એન્ઝાઈમ (ઉત્સેચકો), એન્ટીજન, ન્યુટ્રીટીવતત્વો (પોષક તત્વો) વગેરે આવેલા હોય છે.
પ્લાઝમાના કાર્યો
બ્લડનું ચિકાસપણું જાળવી રાખે છે.
નોર્મલ સરર્ક્યુલેશન જાળવી રાખે છે.
બ્લડનું પ્રમાણ જાળવે છે.
2) સેલ: બ્લડમાં સેલ ત્રણ પ્રકારના આવેલા છે.
a) RBC (રેડ બ્લડ સેલ)
RBC ને ઈરીથ્રોસાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં Hb નામનું તત્વ આવેલુ છે.જે શરીરના તમામ અવયવોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે.
રક્તકણોનું જીવનકાળ 120 દિવસનું છે રક્ત કણો હાડકાની વચ્ચે આવેલા રેડ બોન મેરો માંથી ઉત્પન્ન થાય છે રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું તત્વ હોય છે જેના નિર્માણ માટે આપણે લોહતત્વની જરૂર પડે છે બ્લડમાં ઓક્સિજનનું વહન આ હિમોગ્લોબિન કરે છે.
રક્ત કણો ના કાર્યો
તે બોડી ટીશ્યુ ઓને O2 પૂરું પાડે છે.
એસિડ અને બેઇઝનું બેલેન્સ જાળવે છે.
તેમાં રહેલા હિમોગ્લોબિન દ્વારા ફેફસામાં o2 – co2 નું એક્સચેન્જની ક્રિયા થાય છે.
b) WBC ( વાઈટ બ્લડ સેલ )
WBC ને લ્યુકોસાઈટ પણ કહે છે જે જુદા જુદા રોગો સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આમ, શરીરને વિવિધ રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે.
તે સફેદ રંગના હોવાથી તેને વાઈટ બ્લડ સેલ કહે છે જે કુલ બ્લડ સેલમાં 75% જેટલા હોય છે તે રક્ત કણો કરતા કદમાં મોટા હોય છે WBC આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વનું કામ કરે છે.
તે અનિયમિત ગોળાકાર ના અને રંગવિહીન હોય છે શરીરમાં બહારથી કોઈ જીવાણુઓ દાખલ થાય તો તેની સામે ફાઈટ કરીને તેને ગળી જાય છે અને નાશ કરે છે જીવવાનું સાથેની આ પ્રક્રિયાને ફેગોસાઈટોસીસ કહે છે.
W.B.C વાઇટ બોન મેરો માથી ઉત્પન્ન થાય આ ઉપરાંત લીમ્ફેઇડ. ટોન્સિલ. એપેન્ડિક્સ અને બરોળ માંથી પણ ઉત્પન્ન થાય છે W.B.C આશરે 8 થી 10 દિવસ જીવે છે.
પુખ્ત વયની વ્યક્તિમાં તેની નોર્મલ સંખ્યા 6,000 થી 10000 ક્યુબીકલ મિલિયન ઓફ બ્લડ હોય છે.
W.B.C ના કાર્યો
તે ફેગોસાઈટોસીસ હની ક્રિયા કરીને રોગના જુવાણુઓનો શરીરમાં નાશ કરે છે.
તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી ચેપ સામે રક્ષણ આપે છે.
ટીશ્યુ ડેમેજ થઈ હોય તો તેને રિપેર કરે છે.
W.B.C ના પ્રકારો
ન્યુટ્રોફિલ્સ
ઇઝીનોફિલ્સ
બેઝોફિલ્સ
લીમ્ફસાઈડ
પ્લેટલેટસ (ત્રાકકણો)
તે રક્ત કણો કરતા એક તૃતીયાંશ પ્રમાણમાં નાના અને ટુકડા ના સ્વરૂપમાં હોય છે તે સામાન્ય વ્યક્તિમાં 2.00.000 થી 3.5 ક્યુબીક મેલ્યુ મીટર ઓફ બ્લડ હોય છે તે બોનમેરો માંથી ઉત્પન્ન થાય છે તે જ્યારે ઈજા થવાથી તૂટી જાય છે ત્યારે તેમાંથી થુમ્બોકાઈનેઝ નામનું તત્વ ઉત્પન્ન થાય છે જેના કારણે લોહી ઝડપથી જામી જાય છે.
આમ બ્લડ જામી જવાની પ્રક્રિયામાં પ્લેટલેસ અગત્યનો ભાગ ભજવે છે ત્રાકકણોનું આયુષ્ય લગભગ 10 દિવસ જેટલું હોય છે.
c) પ્લેટલેટસ (ત્રાકકણો)
પ્લેટલેટ્સને થ્રોમ્બોસાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બ્લડ જામી જવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
પલ્સ લેવાની જગ્યા
રેડિયલ પલ્સ : આ પલ્સ રેડિયલ આર્ટરીમાંથી લેવામાં આવે છે અને મુખ્યત્વે અંગુઠાની પાછળાના ભાગમાં કાંડાવાળા ભાગમાંથી લેવામાં આવે છે.
બ્રેકીયલ પલ્સ : આ પલ્સ બ્રેકીયલ આર્ટરીમાંથી અને કોણીવાળી ભાગમાંથી લેવામાં આવે છે.
કેરોટીડ પલ્સ : આ પલ્સ કેરોટીલ આર્ટરીમાંથી અને ગળાવાળા ભાગમાંથી લેવામાં આવે છે.
ટેમ્પોરલ પલ્સ : આ પલ્સ ટેમ્પોરલ આર્ટરીમાંથી માથાના ટેમ્પોરલવાળા ભાગ આગળથી લેવામાં આવે છે.
કોઈપણ સંવેદના પ્રત્યે પ્રતિકાર દર્શાવવો એ બધા સજીવોનો મૂળભૂત ગુણધર્મ છે. જટિલ બંધારણ ધરાવતા પ્રાણીઓમાં આ ગુણધર્મ વ્યક્ત કરવા માટે ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, સંવેદન અંગો અને સ્નાયુ તંત્ર આવેલ હોય છે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના વિવિધ અંગો અને અંગતંત્રોના કાર્યનું સંકલન અને નિયમન કરી શરીરની અંદરના પર્યાવરણની જાળવણી કરે છે.અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો સર્જે છે, જે રુધિર દ્વારા વહન પામી પોતાની અસરો ઉત્પન્ન કરે છે. આવું સંકલન અને નિયમન પ્રમાણમાં ધીમુ હોય છે. અને તેની અસરો સેકંડો, મિનિટ કે કલાકો કે તેથી લાંબા ગાળે વર્તાય છે. ચેતાતંત્ર અત્યંત ઝડપી અસર કરે છે. ચેતાતંત્ર માહિતીનું ગ્રહણ કરી તેનું યોગ્ય અર્થઘટન કરી અનુરૂપ સંદેશાઓ સ્નાયુઓ તેમજ ગ્રંથિઓને મોકલે છે. આપણા શરીરમાં બધાં જ તંત્ર પર અંકુશ રાખનાર તંત્રને ચેતાતંત્ર કહે છે. મનુષ્યના ચેતાતંત્રમાં કરોડોની સંખ્યામાં ચેતાકોષો આવેલા જ હોય છે. આ તંત્રદ્વારા શરીરમાં સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે.
ચેતાતંત્રના મુખ્ય બે ભાગ પડે છે.
1) સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
2) પેરીફેરલ નર્વસ સિસ્ટમ
1) સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
a. બ્રેઇન
b. સ્પાઇનલ કોર્ડ
2) પેરીફેરલ નર્વસ સિસ્ટમ
a. ક્રેનીઅલ નર્વ
b. સ્પાઇનલ નર્વ
સીમ્પેથેટીક નર્વસ સિસ્ટમ
ન્યુરોન
નર્વસ સિસ્ટમ ઘણા બધા યુનિટની બનેલી છે. આ યુનિટને ન્યુરોન કહે છે.
ન્યુરોનની સાઈઝ,આકાર તેમજ તેમાંથી નીકળતી શાખાઓ દરેક પ્રકારના ન્યુરોનમાં સરખી હોતી નથી.
ન્યુરોનના મુખ્ય ત્રણ ભાગ પડે છે.
1) બોડી અથવા નર્વ સેલ બોડી
2) એક્ઝોન
3) ડેન્ડ્રાઈટ
1) બોડી અથવા નર્વ સેલ બોડી : નર્વ સેલ ભેગા મળીને નર્વસ સીસ્ટમનો ગ્રે-મેટરનો ભાગ બનાવે છે. જે બ્રેઈનના કોર્ટેક્ષ અને સ્પાઇનલ કોર્ડની અંદરના ભાગમાં જોવા મળે છે.
2) એક્ઝોન : તે નર્વસ સીસ્ટમનો વાઈટ મેટરનો ભાગ બનાવે છે. આ વાઈટ કલર વાઈટ મેટરના સીટ કવરને લીધે હોય છે. જેનાથી નર્વ ફાયબર્સને રક્ષણ અને પોષણ મળે છે.
3) ડેન્ડ્રાઈટ : દરેક નર્વમાંથી ઘણા બધા પ્રોસેસ નીકળતા હોય છે. જેને ડેન્ડ્રાઈટ કહે છે. તેની રચના એકઝોન જેવી હોય છે. પરંતુ એક્ઝોન કરતા ટૂંકા હોય છે. તે સંદેશાને નર્વ સેલ તરફ લઈ જાય છે.
નર્વના પ્રકારો
1) સેન્સરી નર્વ
2) મોટર નર્વ
3) મિક્સ નર્વ
1) સેન્સરી નર્વ : આ નર્વ સંદેશનું વહન સંવેદનાગ્રાહી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ કરે છે. આ નર્વના બધા નવા ફાઇબર્સ આ પ્રકારના હોય છે. આ પ્રકારની નર્વ દ્વારા સંદેશો મેળવ્યા પછી મગજ જે તે ભાગને કાર્ય કરવાનો આદેશ આપે છે.
2) મોટર નર્વ : આ નર્વ સંદેશાઓનું વહન મધ્યસ્થ ચેતાતંત્રથી કાર્યકારી અંગ તરફ કરે છે. પ્રકારની નર્વ દ્વારા બ્રેઈન માંથી સંદેશો મેળવ્યા બાદ શરીરનો જે તે ભાગ કાર્ય કરે છે.
૩) મિક્સ નર્વ : આ પ્રકારની નર્વમાં મોટર અને સેન્સરી એમ બંને પ્રકારના ફાઇબર હોય છે. જેથી બંને દિશામાં સંદેશાની આપ-લે થાય છે. આ પ્રકારની નર્વ સ્પાઇનલ કોર્ડમાં જોવા મળે છે.
બ્રેઈન
બ્રેઈન એ નર્વસ સીસ્ટમનો મોટામાં મોટો જથ્થો છે. જે શરીરનું ખૂબ જ અગત્યનું અવયવ છે.
બ્રેઇનમાં ન્યુરોનનું સેલ ડિવિઝન થાય છે.
બાળકમાં પ્રીનેટલ અવસ્થા દરમિયાન છ માસ પછી આ સેલ ડિવિઝન વડે ન્યુરોનની સંખ્યા વધવાની પ્રક્રિયા બંધ થાય છે. ત્યારબાદ ન્યુરોન સંખ્યામાં વધતા નથી પરંતુ સાઇઝમાં વધે છે.
એકથી નવ વર્ષ દરમિયાન તેમનો વિકાસ ઝડપી થાય છે ત્યારબાદ વિકાસ ધીમો થાય છે. આ વિકાસ ૨૦ વર્ષ સુધી ચાલુ રહે છે. ત્યારબાદ આ પ્રક્રિયા બંધ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં બ્રેઈનના વજનમાં ઘટાડો થાય છે.
તે ક્રેનીયલ કેવીટીમાં આવેલ છે.
તેનું વજન પુરુષોમાં 1380 ગ્રામ જ્યારે સ્ત્રીઓમાં 1250 ગ્રામ હોય છે.
બ્રેઇનમાં મુખ્ય નીચેના ભાગોનો સમાવેશ થાય છે.
1) મોટું મગજ
2) નાનું મગજ
3) મધ્ય મગજ
4) પોર્ન્સ વેરોલી
5) લંબ મજ્જા
6) આંતર મસ્તિષ્ક
7) થેલેમસ
8) હાયપો થેલેમસ
લેયર
બ્રેઈન અને સ્પાઈનલ કોર્ડની ફરતે ત્રણ આવરણો આવેલા છે. જેને મેનિંજીસ કહે છે. આ મેનિંજીસને ત્રણ લેયર હોય છે.
1) ડ્યુરામેટર:- બાહ્યપડ
2) એરેકનોઈડ મેટર :- મધ્યપડ
3) પાયા મેટર:- અંત:પડ
1) ડ્યુરામેટર : તે બહારનું અને ઉપરનું આવરણ છે. તે મજબૂત અને જાડું હોય છે. આ લેયરમાંથી બ્રેઈનની બ્લડ વેસલ્સ પસાર થાય છે.
2) એરેકનોઈડ મેટર : તે વચ્ચેનું પડ છે. તે પાયા અને ડયુરામેટરને અલગ પાડે છે.
૩) પાયામેટર : તે બ્રેઇન અને સ્પાયનલ કોર્ડ તરફનું અંદરનું લેયર છે.
વેન્ટ્રીકલ્સ
તે બ્રેઇનમાં આવેલ એક બીજા સાથે જોડાયેલ કેવીટીઓ છે.
આમાં આવેલ કોરોઈડ પ્લેક્ષીસ વડે સેરેબ્રો સ્પાઈનલ ફ્લુઈડ ઉત્પન્ન થાય છે.
બ્રેઇનમાં કુલ ચાર વેન્ટ્રીકલ્સ આવેલા છે.
બે લેટરલ વેન્ટ્રીકલ્સ
થર્ડ વેન્ટ્રીકલ્સ
ફોર્થ વેન્ટ્રીકલ્સ
1) સેરેબ્રમ (મોટું મગજ)
સેરેબ્રમ એ બ્રેઈનનો સૌથી મોટો અને અગ્રીમ અગત્યતા ધરાવતો ભાગ છે.
સેરેબ્રમ એ રાઈટ અને લેફ્ટ હેમિસ્ફીયરમાં વહેંચાય છે.
તેની અંદરની સપાટી વાઈટ મેટરની બનેલી છે તેને મેડ્યુલા કહે છે.
તેની બહારની સપાટી ગ્રે મેટરની બનેલી છે તેને કોર્ટેક્ષ કહે છે.
કાર્યો
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના મોટા ભાગના કાર્યો સેરેબ્રમ વડે થાય છે.
મોટા મગજમાં બધા જ કેન્દ્રો આવેલા છે.
શરીરમાં થતી જુદી જુદી વોલન્ટરી ક્રિયાઓમાં પણ સેરેબ્રમના આદેશની જરૂર પડે છે.
કોર્ટેક્ષના વોલન્ટરી મોટર ઈમ્પલ્સ વડે સ્કેલેટલ મસલ્સનું સંચાલન થાય છે.
તે સેરેબેલમ પોન્સ, મેડયુલા અને સ્પાઇનલ કોર્ડ પર કંટ્રોલ રાખે છે.
2) સેરેબેલમ ( નાનું મગજ )
તે મોટા મગજ કરતાં ઘણું જ નાનું છે.
તે મોટા મગજની પાછળની બાજુએ આવેલું છે.
તે મોટા મગજથી ટેન્ટોરીયમ સેરેબેલાઇ નામના આવરણથી જુદું પડે છે જ્યારે પોન્સ અને મેડ્યુલાથી તે ફોર્થ વેન્ટ્રીકલ દ્વારા જુદું પડે છે.
નાના મગજમાં રાઈટ અને લેફ્ટ એમ બે હેમિસફિયર આવેલા છે હેમિસફિયર વચ્ચે ડ્યુરા મેટરનો ફોલ્ડ આવે છે.
તેનો બહારનો ભાગ ગ્રે મેટર અને અંદરનો ભાગ વાઈટ મેટરથી બનેલ છે.
કાર્યો
તે શરીરનું પોસ્ચર જાળવે છે.
તે શરીરનું બેલેન્સ જાળવે છે સ્નાયુઓનુ સ્વાસ્થ્ય જળવાય તે માટેના કેન્દ્રો ધરાવે છે.
તે સમતુલાની જાળવણી કરે છે. નાના ભાગમાંથી આવતા સંવેદનાઓને આધારે શરીરની સમતુલા
તે જાગૃત અવસ્થાના લેવલ પર કામ કરે છે.
3) મીડ બ્રેઈન (મધ્યમગજ )
તે બ્રેઈનનો શોર્ટ ભાગ છે જેને બ્રેઇનસ્ટીમનો ભાગ ગણવામાં આવે છે.
તે મોટા મગજ અને પોન્સની વચ્ચે આવેલ છે.
તેનો આકાર લંબગોળ હોય છે.
તેની લંબાઈ ૨ સેમી જેટલી હોય છે.
મધ્ય મગજમાં શરીરના બેલેન્સ કંટ્રોલ અને આંખની મુવમેન્ટ માટેના કેન્દ્રો આવેલા છે.
કાર્યો
મધ્ય મગજ દ્રષ્ટિ, શ્રવણ અને સ્પર્શના સંવેદી કેન્દ્ર ધરાવે છે.
4) પોન્સ વેરોલી ( સેતુ )
તેના મગજની આગળ મધ્ય મગજ ની નીચે આવેલ છે.
તે ગ્રે અને વાઇટ મેટરથી બનેલ છે.
તે બ્રેઈનસ્ટેમનો મધ્યભાગ બનાવે છે.
કાર્યો
તે રેસ્પીરેશનના દરનું નિયમન કરે છે.
તે નાના મગજ અને સ્પાઇનલ કોર્ડ વચ્ચેના સંદેશા વહન માટેનું માધ્યમ પૂરું પાડે છે.
તે દ્રશ્ય અને શ્રાવ્ય સંવેદનાઓ અનુસાર શીર્ષની ગોઠવણી કરે છે.
5) લંબમજ્જા
લંબમજ્જા એ બ્રેઈનનો ખૂબ જ અગત્યનો ભાગ છે. કારણ કે શરીર પર કંટ્રોલ ધરાવનાર અગત્યના કેન્દ્રો આ ભાગમાં આવેલા છે.
તે પોન્સ અને સ્પાઇનલ કોર્ડને જોડે છે.
તેઓ ઓક્સીપીટલ બોનના ફોરામીન મેગ્નમની બરાબર નીચેથી સ્પાઇનલ કોર્ડ સાથે જોડાય છે આને સ્પાઇનલ બલ્બ પણ કહે છે.
કાર્યો
લંબમજ્જામાં શરીર પર કંટ્રોલ ધરાવનાર નીચે મુજબના અગત્યના કેન્દ્રો આવેલા છે.
કાર્ડિઆક સેન્ટર : હાર્ટ પર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ બંને કાબૂ ધરાવે છે.
રેસ્પિરેટરી સેન્ટર : રેસ્પીરેશનની ક્રિયામાં વધારો કે ઘટાડો આ સેન્ટર મારફતે થાય છે.
વાઝો કોન્ટ્રીકશન સેન્ટર : આ સેન્ટર દ્વારા બ્લડ વેસલ્સ સંકોચાય છે.
વાઝો ડાયલેટેશન સેન્ટર : આ સેન્ટર દ્વારા બ્લડ વેસલ્સ પહોળી થાય છે.
વોમિટિંગ,આઈલીડનું હલન ચલન,ડાયજેસ્ટિવ સિસ્ટમની મુવમેન્ટ વગેરે કાર્યો પણ લંબ મજ્જા દ્વારા થાય છે.
6) થેલામસ
તે થર્ડ વેન્ટ્રીકલ્સનો છતનો ભાગ રચે છે.
તે અંડાકાર છે.
તે બ્રેઇન સ્ટીમનો સૌથી ઉપરનો ભાગ છે.
કાર્યો
તે શરીરના વિવિધ ભાગોમાંથી આવતા સંદેશાઓ તથા બ્રેઈનના અન્ય ભાગોમાંથી આવતા સંદેશાઓ તથા સેરેબ્રલ વચ્ચે અવર-જવરનો માર્ગ પૂરો પાડે છે.
તે ગંધ સિવાયની બધી સંવેદના ગ્રહણ કરે છે અને તેના અર્થઘટન માટે સેરેબ્રમમાં આવેલ કેન્દ્ર તરફ દોરે છે.
7) હાયપોથેલામસ
તે થર્ડ વેન્ટ્રીકલ્સનો નીચેનો ભાગ રચે છે.
કાર્યો
ત્યાં ભૂખ-તરસ, નિંદ્રા, રુધિરદબાણ, જળસંતુલન અને તાપમાન જાળવણીના કેન્દ્રો આવેલા છે.
તે પીચ્યુટરી ગ્રંથીનું નિયમન કરે છે.
8) સ્પાઇનલ કોર્ડ
તે કરોડ સ્તંભની અંદર આવેલ છે બ્રેઈનના લંબમજ્જા નીચેથી તેની શરૂઆત થાય છે.
તેનો આકાર સિલિન્ડર જેવો હોય છે.
તે આશરે ૪૫ સેમી જેટલી લાંબી હોય છે.
તે ટચલી આંગળી જેટલી જાડી હોય છે.
સ્પાઇનલ કોર્ડ જેમ નીચે ઉતરતી જાય છે તેમ તેમ તેના કદમાં ઘટાડો થતો જાય છે પરંતુ અમુક જગ્યાએ તે ફરીથી પહોળી થાય છે.
સ્પાઇનલ કોર્ડનો ઉપરનો ભાગ વાઈટ મેટરનો અને અંદરનો ભાગ ગ્રે મેટરનો બનેલો છે.
તે સ્પાઈનલ કેનાલમાં એકદમ ફિટ હોતી નથી પરંતુ થોડી ઢીલી ગોઠવાયેલ હોય છે.
સ્પાઇનલ કોર્ડ તેની ફરતે આવેલા મેનિંજીસ તેમજ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ મારફતે પોષણ મેળવે છે.
કાર્યો
તે બ્રેઇન અને સ્પાઇનલ નર્વ વચ્ચે સંદેશાઓના અવર જવર માટેનો માર્ગ પૂરો પાડે છે.
તે બ્રેઈનના સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે અને બ્રેઈનના સંદેશા ને જે તે અવયવો સુધી પહોંચાડે છે.
તે પરાવર્તી ક્રિયા કરે છે તેમાં વિવિધ પરાવર્તી ક્રિયા માટેના કેન્દ્રો આવેલા છે.
ધડ અને હાથ પગના ભાગ માટે તે રિફ્લેક્શન કરે છે. દાઃત- તરીકે આપણા હાથ ને કંઈ ગરમ સ્પર્શ થાય તો તેનો સંદેશો સ્પાઇનલ કોર્ડને મળે છે અને ત્યાંથી તેનો જવાબ તરતજ હાથના સ્નાયુ ને મળે છે આ સાથે આ સંદેશો બ્રેઇન સુધી પણ મોકલવામાં આવેછે પરંતુ સંદેશો પ્લેનમાં પહોંચે તે પહેલા આપણે ગરમ વસ્તુથી હાથ દુર લઈ લીધું હોય છે આ ક્રિયાને રીફ્લેક્સ એક્શન કહે છે.
9) પેરીફેરલ નર્વસ સિસ્ટમ
પેરીફેરલ નર્વસ સિસ્ટમની રચના મધ્યસ્થ ચેતાતંત્ર માંથી નીકળતી ચેતાઓ દ્વારા થાય છે.
૧) ક્રેનીયલ નર્વ
મગજમાંથી નીકળતી ચેતાઓને ક્રેનીયલ નર્વ કહે છે.
તે ૧૨ જોડ હોય છે તે સ્કીનના છિદ્રો મારફતે બહાર નીકળી આંખ, કાન, જીભ, વગેરેમાં પસાર થાય છે તેની શાખાઓ હાર્ટ, ફેફસા વગેરેને નર્વ સપ્લાય કરે છે.
પહેલી, બીજી, અને આઠમી જોડ સંવેદી ચેતા કોષો છે.
ત્રીજી,ચોથી, છઠ્ઠી, અગિયારમી અને બારમી જોડ આજ્ઞા વાહક ચેતાઓ છે.
પાંચમી,સાતમી, નવમી અને દસમી જોડ મિક્સ ચેતાઓ છે આમાં દસમી વેગસ નર્વ સિવાયની અન્ય નર્વ શીર્ષ પ્રદેશના વિવિધ ભાગોને નર્વ સપ્લાય કરે છે જ્યારે વેગસ નર્વ ડાયજેસન અને હાર્ટ રેટ, રેસ્પીરેટરી રેટ, વાજો મોટોર એકટીવીટીનુ ચેતાકરણ કરે છે.
1) ઓલફેક્ટરી નર્વ
તે સેન્સરી નર્વ છે.
તે સૂંઘવાની નર્વ છે.
2) ઓપ્ટીક નર્વ
તે સેન્સરી નર્વ છે.
તે દ્રષ્ટિ માટેની છે.
3) ઓક્યુલોમોટર નર્વ
તે મોટર નર્વ છે.
તે મોટા ભાગના આંખના મસલ્સને નર્વ સપ્લાય કરે છે.
4) ટ્રોક્લીયર નર્વ
તે મોટર નર્વ છે.
તે આંખના એક્સટર્નલ મસલ્સને નર્વ સપ્લાય કરે છે.
5) ટ્રાયજેમીનલ નર્વ
તે સૌથી મોટી ક્રેનીયલ નર્વ છે.
તે મોઢા અને માથાની મોટા ભાગની સ્કીન , માઉથ અને નોઝની મેમ્બ્રેન અને દાંતને નર્વ સપ્લાય કરે છે
6) એબડુસન્સ નર્વ
તે આંખના લેટરલ રેકટસ મસલ્સને નર્વ સપ્લાય કરે છે.
7) ફેસીયલ નર્વ
તે મોઢાના એક્સપ્રેસન અને સ્કાલ્પને નર્વ સપ્લાય કરે છે.
જીભમાંથી ટેસ્ટ સેન્સેસન લાવે છે.
8) ઓડીટરી નર્વ
તે હિઅરીંગ માટેની નર્વ છે.
9) ગ્લાસગોફેરેન્જીયલ નર્વ
ફેરિંગ્સ મસલ્સ, પેરોટીડ ગ્રંથિ, જીભનો પાછળનો ભાગ, સોફ્ટ પેલેટ વગેરેને નર્વ સપ્લાય કરે છે.
10) વેગસ નર્વ
તે નેક, ચેસ્ટ, એબડોમન વગેરે ભાગમાં તેની શાખાઓ આવેલી છે.
11) એસેસરી નર્વ
તેના બે ભાગ પડે છે એક વેગસ સાથે સાંકળીને લેરીગ્સ અને ફેરીગ્સને જ્યારે બીજો ભાગ સ્ટરનો માસ્ટોઇડ અને ટ્રેપેજીયસ મસલ્સ ને નર્વ સપ્લાય કરે છે.
12) હાયપોગ્લોસલ નર્વ
તે જીભના મસલ્સને નર્વ સપ્લાય કરે છે.
2) સ્પાયનલ નર્વ (કરોડરજ્જુ ચેતાઓ)
કરોડરજ્જુમાંથી નીકળતી નર્વને સ્પાઇનલ નર્વ કહે છે.
સ્પાઇનલ કોર્ડની બંને બાજુએથી કુલ ૩૧ સ્પાઇનલ નર્વની જોડીઓ નીકળે છે.
તેમાં મોટર અને સેન્સરી એમ બન્ને નર્વ ફાઇબર હોય છે.
તેની 31 જોડ હોય છે તેમના ઉદભવ સ્થાન મુજબ તેમને નીચે મુજબ ઓળખાય છે.
ક્રેનીયલ નર્વ – આઠ જોડ
થોરાસીક નર્વ – બાર જોડ
લંબર નર્વ – પાંચ જોડ
સેક્રલ નર્વ – પાંચ જોડ
કોક્લીજીઅલ નર્વ – એક જોડ
10) ઓટોનોમિક નર્વસસિસ્ટમ (સ્વયંવર્તી ચેતાતંત્ર )
ઓટોનોમિક નર્વસ સિસ્ટમ શરીરના આંતરિક અંગોના કાર્યોનું નિયમન કરે છે. આવા નિયમનમાં શરીરના સભાનતંત્રનો કોઈ ફાળો હોતો નથી.
તેના બે ભાગ છે.
1) સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
2) પેરા સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
1) સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
આ તંત્ર કટોકટીની સ્થિતિમાં ખાસ ઉપયોગી છે.
આ તંત્ર હ્રદયના ધબકારા વધારે છે.
શ્વાસોશ્વાસ ઝડપી બનાવે છે.
2) પેરા સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
આ તંત્રને ગૃહ જાળવણી તંત્ર પણ કહેવાય છે
પેરા સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો ઉદભવ મસ્તિષ્ક ચેતાઓમાંથી અને કરોડરજ્જુની સેક્રલ ચેતાઓમાંથી થાય છે.
સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ
તે બ્રેઈનના કોરોઇડ પ્લેક્ષીસ દ્વારા ઉત્પન્ન થાય છે.
સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડનું સીક્રીસન સતત ચાલુ રહે છે.
તે ચોખ્ખું બેઝિક પ્રવાહી છે.
તેની સ્પેસિફિક ગ્રેવિટી 10.5 છે.
તેનું પ્રેશર મેનોમીટર નામના સાધન વડે માપી શકાય છે.
સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડના બંધારણમાં વોટર,ગ્લુકોઝ, પ્લાઝમા, પ્રોટીન, ક્રિએટીન, યુરિયા વગેરે આવેલા છે.
મેનેજાઇટીસમાં ઇન્ફેક્શન વખતે સેરેબ્રલ સ્પાઇનલ ફ્લૂઈડ પ્રોટીનમાં વધારો થાય છે.
કાર્યો
તે બફર તરીકે કાર્ય કરે છે અને બ્રેઈન અને સ્પાઈનલ કોર્ડનું રક્ષણ કરે છે.
તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ટિશ્યુને પોષણ પૂરું પાડે છે.
સેરેબ્રો સ્પાયનલ ફ્લુઈડનું સર્ક્યુલેશન
સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ બ્રેઈન માંથી ફોર્થ વેન્ટ્રીકલ દ્વારા સ્પાયનલ કોર્ડની સેન્ટ્રલ કેનાલમાં જાય છે. ઉપરાંત સબ આરેકનોઇડ સ્પેસમાં જાય છે.
ત્યાર બાદ તે સુપિરિયર સજાઇટલ સાઈનસમાં આવે છે અને ત્યાં આવી વીનસ સર્ક્યુલેશનમાં પાછું ફરે છે.
મસ્ક્યુલર સિસ્ટમ
મસલ્સનો અભ્યાસ જેમા કરવામા આવે તેને માયોલોજી કહે છે.
શરીરમા ચામડીની નીચે જે પોચા માંસના ટુકડા આવેલા છે તેને મસલ્સ કહે છે.
મસલ્સ એ બોન, કાર્ટીલેજ, લિગામેંટ અને સ્કિન સાથે જોડાયેલા હોય છે.
સ્કિનની નીચેના મસલ્સ ચપટા, ધડના મસલ્સ પહોળા અને ચપટા જ્યારે લિબ્સના મસલ્સ લાંબા હોય છે.
મસલ્સનું ગ્રુપ મળી શરીરની મુવમેંટમા મદદ કરે છે.
શરીર ના વજનનો 40% ભાગ સ્નાયુઓના વજનના લિધે હોય છે.
ટેન્ડન
તે સફેદ ચળકતો ઇનિલાસ્ટીક બેંડ છે જે મસલ્સને બોન સાથે જોડે છે.
ફેસિયા
એ ફાઇબર્સ અને એરીઓલર ટીશ્યુનુ મિશ્રણ છે.
મસલ્સના પ્રકાર
વોલંટરી મસલ્સ ( ઇચ્છાવર્તી સ્નાયુ)
આ સ્નાયુઓ આપણી ઇચ્છા મુજબ કાર્ય કરે છે તેથી તેને ઇચ્છાવર્તી સ્નાયુ પણ કહે છે.
સામાન્ય રીતે તે બોન સાથે ચોટેલા હોય છે.
તેની સંખ્યા આશરે 500થી પણ વધુ હોય છે.
તે સી.એન.એસ સિસ્ટમનુ નિયંત્રણ ધરાવે છે. દા.ત. હાથ-પગના સ્નાયુઓ
ઇનવોલંટરી મસલ્સ (અનિચ્છાવર્તી સ્નાયુ)
આ સ્નાયુઓ આપણી ઇચ્છા મુજબ કાર્ય કરતા નથી તેથી તેને અનિચ્છાવર્તી સ્નાયુ કહે છે.
તે બોન સાથે ચોંટેલા હોતા નથી.
આ સ્નાયુઓ થાક્યા વગર લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે.
તે ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું નિયંત્રણ ધરાવે છે.
અન્નનળી, સ્ટમક, યુટ્રસ. આંતરડુ,બ્લડ વેસલ્સ, લંગ્સ, વગેરેના સ્નાયુઓ આ પ્રકારના હોય છે.
કાર્ડિયાક મસલ્સ
તે હાર્ટમા આવેલા ઇનવોલન્ટરી મસલ્સ છે.
તે હાર્ટનુ સંકોચન અને વિસ્તરણ કરી બ્લડને શરીરમાં ધકેલે છે.
તે ઓટોનોમિક નર્વસ સિસ્ટમનુ નિયંત્રણ ધરાવે છે.
સ્ફિક્ટર મસલ્સ
શરીરમા એક ખાસ પ્રકારના સ્નાયુઓ આવેલા છે જેને સ્ફિક્ટર મસલ્સ કહે છે.
તે સ્ટમક અને યુરેથામા આવેલા છે.
સ્નાયુઓના કાર્યો
શરીરમા હલન ચલનની ક્રિયા કરે છે.
શરીરના અંદરના ભાગોનુ રક્ષણ કરે છે.
શરીરને મજબુત અને સુડોળ બનાવે છે.
લાગણીના ભાવો જેવા કે ક્રોધ,નિરાશા, આનંદ વગેરે મસલ્સ દ્વારા બતાવી શકાય છે.
શરીર ને આકાર આપે છે.
શરીરની ગરમી જાળવવામાં મદદ કરે છે.
ઇંટ્રા મસ્ક્યુલર ઇંજેક્શન આપવામા ઉપયોગ થાય છે.
હાથના સ્નાયુઓ
ડેલ્ટોઇડ
તે ખભાનો ગોળાકાર ભાગ બનાવે છે.
તે ક્લેવિકલ બોનથી શરુ થઇ ડેલ્ટોઇડ ટ્યુબરોસિટી સુધી લંબાયેલ હોય છે.
તે અપર આર્મમા બહારની બાજુએ અને ઉપરના ભાગે આવેલા છે.
તે ખભાના હલન ચલનમા મદદ કરે છે.
તેમાં 90 અંશના ખુણે ઇંટ્રામસ્ક્યુલર ઇંજેક્શન અપાય છે.
પગના સ્નાયુઓ
1) ગ્લુટિયસ મેક્સીમસ
તે ગ્લુટિયલ રિજિયનમાં આવેલ સૌથી ઉપરનો અને મોટામાં મોટો મસલ્સ છે.
તે બટક્સનો ઉપસેલો ભાગ બનાવે છે.
દર્દીને જ્યારે 5 સી.સી. કે વધુ અથવા ઓઇલી ઇંજેક્શન આપવાના હોય ત્યારે તે આ મસલ્સમા 90 અંશના ખૂણે ડીપમા અપાય છે.
2) ગ્લુટિયસ મીડીયસ
તે પેલ્વીસની બહારની સરફેશ પર હોય છે.
તે પાછળના ભાગે ગ્લુટિયસ મસલ્સના 1/3 ભાગને કવર કરે છે.
3) ગ્લુટિયસ મીનીમશ
તેની શરુઆત ઇલિયમની બહારની બાજુએથી થાય છે.
તે હીપ જોઇંટને પહોળો કરવામા મદદ કરે છે.
સાંથળના સ્નાયુઓ
ક્વાડ્રીસેપ્સ ફીમોરિસ
બાયસેપ્સ ફીમોરિસ
વાસ્ટસ લેટરાલીસ
સાર્ટોરિયસ
ગ્રેસિલિસ
ફ્લેક્શર્સ
એડક્ટર્સ
અંતઃસ્ત્રાવી તંત્ર (એન્ડોક્રાઈન સિસ્ટમ)
પ્રસ્તાવના
એન્ડોક્રાઇન ગ્લેન્ડ આપણા શરીર માં ત્યાં જુદીજુદી જગ્યાએ આવેલી છે.
તેમાં નલિકા કે ડકટ હોતી નથી તેથી તેને ડકટલેસગ્લેન્ડ પણ કહે છે.
તેનું સિક્રિશન સીધું જ બ્લડમાં ભળી જાય છે. જે ગ્લેન્ડ નલિકા કે ડકટ દ્વારા પોતાનુ સિકિશન ઠાલવે તેને એક્સોઈ ક્રાઈન ગ્લેન્ડ કહે છે.
ઘણી ગ્લેન્ડમાં આ બંને પ્રકારની ગ્લેન્ડનો સમાવેશ થાય છે જેને હેર્ટોકાઇન ગ્લેન્ડ કહે છે પેન્કીયાસ આ પ્રકાર ની ગ્લેન્ડ છે.
એન્ડોક્રાઈન સિસ્ટમમાં નીચે મુજબ ની ગ્લેન્ડનો સમાવેશ થાય છે.
૧) પિચ્યુટરી ગ્લેન્ડ
૨) થાઈરોઈડ ગ્લેન્ડ
૩) પેરાથાઈરોઈડ ગ્લેન્ડ
૪) એડ્રીનલ ગ્લેન્ડ
૫) થાયમસ ગ્લેન્ડ
૬) પિનિયલ ગ્લેન્ડ
૭) ઓવરી
૮) ટેસ્ટીસ
૯) પેન્ક્રીયાસ
પિચ્યુટરી ગ્લેન્ડ
આ ગ્લેન્ડ ને માસ્ટર ગ્લેન્ડ પણ કહે છે. કારણકે શરીરની બીજી ગ્રંથિઓ માંથી નીકળતા હોર્મોન અને તે ગ્રંથિઓની ક્રિયા પર આ ગ્રંથિનો કાબુ રહેલો છે.
સ્થાન : આ ગ્રંથિ સ્ફિનોઈડ બોનના સેલા ટર્સિકા ભાગમાં આવેલી છે.
માપ : લંબાઈ-૧.૫ સેમી, પહોળાઈ- ૦.૫સેમી
વજન : ૦.૫ થી ૦.૭ ગ્રામ
આકાર : અંડાકાર
કલર : લાલાશ પડતો ભૂરો રંગ
પિચ્યુટરી ગ્રંથિના લોબ
પિચ્યુટરી ગ્રંથિના મુખ્ય બે લોબ આવેલા છે. જે બંને લોબ ના કાર્યો અલગઅલગ હોય છે.
1)એન્ટેરિયર લોબ.
2) પોસ્ટીરીયર લોબ.
1) એન્ટેરિયર લોબ
A. ગ્રોથ હોર્મોન અથવા સોમેટોટ્રોફિક હોર્મોન
તે વૃદ્ધિ ખાસ કરી ને દેખાવ અને ઊંચાઈ પર અસર કરે છે.
તે કોષ વિભાજન પ્રોટીન સંશ્લેષણ અને હાડકાની વૃદ્ધિ કરે છે.
હાયપો થેલેમસ વડે તેના પર કાબુ રહે છે.
આ હોર્મોન ના નોર્મલ કરતાં વધુ પ્રમાણ ના શિક્રીશન થી બાળકોમાં જાયનજેટિઝમ જ્યારે એડલ્ટમાં એક્રોમેગાલી થાય છે.
આ હોર્મોન નોર્મલ કરતા ઓછા પ્રમાણના શિકીશન થવાથી ઠીંગણા પણું આવે છે
B. એડીનો કોટીકો ટ્રોપિક હોર્મોન
તે એડિનાલીન ગ્લેન્ડના કોર્ટેક્સ પર કાબૂ મેળવે છે તે ઇલેક્ટ્રોલાઇટ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમ માં મદદ કરે છે તેમજ એન્ટી બોડીના કાર્યમાં મદદ કરે છે.
C. થાઈરોઈડ સ્ટિમ્યુલેટીન્ગ હોર્મોન
તે થાઈરોઈડ ગ્લેન્ડ પર નિયંત્રણ કરે છે તેનાથી થાઈરોઈડ ગ્લેન્ડ નું વધુ કે ઓછું થાય છે. શરીર ઠંડું હોય ત્યારે તે થાઈરોઈડ ગ્લેન્ડને વધુ થાઈરોક્સિન ઉત્પન્ન કરવા ઉત્તેજિત કરે છે.
D. ગોનેડો ટ્રોપીન હોર્મોન
આને સેક્સ હોર્મોન પણ કહે છે તે રિપ્રોડક્ટિવ અવયવ પર નિયંત્રણ ધરાવે છે. તે પુરૂષમાં ટેસ્ટીસ અને સ્ત્રી માં ઓવરી પર કાબુધરાવે છે.
જેમાં ત્રણ હોર્મોનનો સમાવેશ થાય છે
1. ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન
2. લ્યુટીનાઈઝીગ હોર્મોન
3. લેકટોજૈનિક હોર્મોન
1. ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન
તે ઓવરી પર અસર કરે છે અને ઓવમ ના વિકાસને ઉત્તેજિત કરે છે ટેસ્ટીસ પર અસર કરે છે અને sperm નિર્માણ ને ઉત્તેજિત કરે છે.
2. લ્યુટીનાઈઝીંગ હોર્મોન
ઈસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન ના સિક્રિશન પર કાબૂ ધરાવે છે ટેસ્ટોસ્ટેરોન પર કાબૂ ધરાવે છે.
૩. લેકટોજૈનિક હોર્મોન
પ્રેગ્નેન્સી દરમિયાન બ્રેસ્ટનો વિકાસ કરે છે અને ડિલિવરી પછી મિલ્ક શિક્રીશન માટે બ્રેસ્ટને ઉત્તેજિત કરે છે પ્રેગ્નેન્સી દરમિયાન ઓવ્યુલેશન અટકાવે છે.
E. મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન
સ્કિનની અંદર આવેલા મેલેનીના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલ હોય છે તે સ્કિન ને કલર આપે છે.
2) પોસ્ટરિયર લોબ
તેમાં બે હોર્મોન સિક્રેટ થાય છે.
ઓક્સીટોસિન હોર્મોન.
વાસોપ્રેસીન હોર્મોન.
ઓક્સીટોસિન હોર્મોન
આ હોર્મોન પ્રેગ્નન્ટ યુટરસ ને ફૂલ ટર્મ વખતે યુટરસ ના સ્મુથ મસલ ને કોન્ટ્રાક્સન આપી લેબર પેઇન માટે જવાબદાર છે.
આ ઉપરાંત તે બ્રેસ્ટના કોષોને કોન્ટ્રાક્ટ કરી લેકટેશન દરમિયાન મિલ્કને ડકટ માં લાવે છે.
વાસોપ્રેસીન હોર્મોન
તેને એન્ટી ડાયુરેટીક હોર્મોન પણ કહે છે.
વાસોપ્રેસીન દ્વારા બ્લડ-વેસલ નું સંકોચન થાય છે જેથી બ્લડપ્રેશર વધે છે.
તે કેપીલારી ને સંકોચે છે અને હાર્ટરેટ ઘટાડે છે.
તે ઇન્ટેસ્ટાઇન , ગોલબ્લેડર તથા યુરીનરી બ્લેડર ના મસલ્સ પર અસર કરે છે અને તેને કારણે અવયવ નું સંકોચન થાય છે.
યૂરિનરી ટ્યુબ્યુલ્સ માં વોટરનું રીએબ્સોર્પસન કરે છે અને તેના પર કંટ્રોલ ધરાવે છે અને તે રીતે શરીર માં વોટર અને ઇલેક્ટ્રોલાઇટ નું સંતુલન જાળવે છે.
થાઇરોઇડ ગ્રંથિ
તે વધુ બ્લડ સપ્લાય ધરાવતી ગંથિ છે.
લોકેશન : આ ગ્રંથિ ગળામાં લેરીંગ્સ અને ટ્રેકીયા ની આજુબાજુ તેમજ પાંચમા, છઠ્ઠા, સાતમા, સર્વાઇકલ વર્ટીબ્રા અને પહેલા થોરાશિક વર્ટીબ્રા ના લેવલે આવેલી છે.
સાઈઝ : લંબાઈ 5 સે.મી.
પહોળાઈ ૩સે.મી.
આકાર- શંકુ જેવો હોય છે. ઉપરનો ભાગ સાંકડો અને નીચેનો ભાગ પહોળો હોય છે.
કલર- લાલ રંગ
થાઈરોઈડ ગ્રંથિ ના લોબ– થાઈરોઈડ ગ્રંથિ માં બે લોબ આવેલા છે.
રાઈટ લોબ.
લેફ્ટ લોબ.
જે આગળ ના ભાગે જોડાય છે જેને ઈસ્થમસ કહે છે.
થાઇરોઇડ ગ્રંથિ એપીથરીસેલ થી બનેલ છે અને ફાયબરસ કેપ્સુલ થી કવર થયેલ હોય છે દરેક સેલ ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે જેને કોલોઈડ કહે છે જેમાં આયોડીન અને પ્રોટીન હોય છે.
બ્લડ સપ્લાય
સુપિરિયર અને ઇન્ફીરીઅર થાઇરોઇડ આર્ટરી.
આ ગ્રંથી ને એક કલાક માં ૪ થી ૫ લિટર બ્લડ સપ્લાય થાય છે.
વિનસ રીટન થાઈરોઈડ વેઈનદ્વારા થાય છે જે ઇન્ટર્નલ જુગુલરમાં જાય છે.
નર્વ સપ્લાય – વેગસ નર્વ મારફતે નર્વ સપ્લાય થાય છે.
હોર્મોન- થાયરોક્સીન અને ટ્રાય આયોડો થાયરોનીન.
કાર્યો
શરીર ની નોર્મલ વૃદ્ધિ માટે મેટાબોલીક રેટ ને કંટ્રોલ કરે છે.
આયોડીન નો સંગ્રહ કરે છે.
ખોરાક માં આવેલ આયોડિન આંતરડા મારફતે સોસાઈ બ્લડમાં ભળે છે થાઇરોઇડ ગ્રંથિ આયોડિનને શોષી તેમાં થી થાઈરોક્સિન અને ટ્રાય આયોડો થાયરોનીન હોર્મોન બનાવે છે. થાઈરોક્સિન પ્રોટીન ની હાજરી માં થાઈરોઈડ ગ્લેન્ડમાં સંગ્રહ થાય છે જેને થાઈરોગ્લોબ્યુલીન કહે છે જ્યારે થાઈરોક્સિન ગ્રંથી માંથી છૂટું પડે ત્યારે પ્લાઝમા પ્રોટીન સાથે જોડાઈ ને પ્રોટીન બાઉન્ડ આયોડિન બને છે જેના બ્લડના પ્રમાણ પર થી થાઈરોઈડ ગ્લેન્ડ નું કાર્ય જાણી શકાય છે.
શરીર નો શારીરિક અને માનસિક વિકાસ કરે છે.
ચામડી તથા વાળને તંદુરસ્ત રાખે છે.
નવ ફાઈબર ની મજબૂતાઈ સાથે સંકળાયેલ હોય છે.
શરીર માં ઓક્સિજન ના વપરાશ પર કાબુ ધરાવે છે તથા બેજલ મેટાબોલિક રેટ પર કાબૂ ધરાવે છે આ હોર્મોન વધુ સિક્રેટ થવાથી બીએમઆર વધે છે જ્યારે ઓછું સિક્રેટ થવાથી બી.એમ.આર ઘટે છે.
નાના આંતરડા માં કાર્બોહાઈડ્રેટ નું શોષણ વધારવામાં મદદ કરે છે.
કેલ્સીટોનીન હોર્મોન ઉત્પન્ન કરે છે જેથી બ્લડ માં કેલ્શિયમ નું પ્રમાણ જળવાય છે.
થાઈરોક્સિનનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો હાઇપર થાઇરોઇડીઝમ થાય છે.
થાઈરોક્સિનનું પ્રમાણ નોર્મલ કરતાં ઘટી જાય તો હાઇપો થાઇરોઇડીઝમ જોવા મળે છે.
બાળકો માં આકન્ડિશન ને ક્રેટિનિઝમ કહે છે એડલ્ટમાં આકન્ડિશન ને મિક્સઓડીમાં કહે છે.
પેરાથાઇરોઇડ ગ્લેન્ડ
આ ગ્રંથિ થાઈરોઈડ ગ્લેન્ડ ની પાછળ આવેલી છે.
જેને ચાર લોબ હોય છે
તે નાની ગ્રંથિ છે
સાઈઝ- લંબાઈ -6 એમએમ
પહોળાઈ બે થી ત્રણ એમએમ
આકાર-અંડાકાર
કલર-લાલાશ પડ તો
રચના
આ ગ્રંથિ એ પીથેલીયમ ની બનેલી છે.
તેની ફરતે કનેક્ટીવ ટીશ્યુની કેપ્સુલ હોય છે.
આ ગ્લેન્ડના કોશો કોલમમાં ગોઠવાયેલા હોય છે.
બ્લડ સપ્લાય
સુપિરિયર અને ઇન્ફિરિયર થાઇરોઇડ આર્ટરી
મિડલ થાઇરોઇડ વેઈન
નર્વ સપ્લાય: વેગસ નર્વ અને ગ્લોસોફેરીન્જીઅલ નર્વસ સપ્લાય થાય છે.
ફંકશન
તે બ્લડ માં કેલ્શિયમ નું પ્રમાણ જાળવી રાખે છે.
નર્વ સસિસ્ટમ દ્વારા મસલ્સ ઇરીટાબીલીટી પર કાબૂ ધરાવે છે.
ફોસ્ફરસ મેટાબોલિઝમ પર અસર કરે છે.
બ્લડ માં કેલ્શિયમ ઘટે ત્યારે પેરાથોમોન વધે છે અને બોનમાંથી કેલ્શિયમ લઈ બ્લડ માં જમા કરે છે.
જો આ ગ્રંથિ માંથી નોર્મલ કરતાં સીકીશન વધી જાય તો હાઇપર થાઇરોઇડીઝમ નામનો રોગ થાય છે. જેમાં બ્લડ યુરિનમાં કેલ્શિયમ નું પ્રમાણ વધે છે તેથી કિડની સ્ટોન થવાની અથવા બ્લેડર સ્ટોન થવાની શક્યતાઓ વધે છે અને બોનનો વિકાસ પણ અનિયમિત થાય છે. પરંતુ જો જરૂર કરતાં સિકીશન ઘટી જાય તો બોનમાં અને બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે જેથી નાનાબાળકો માં ટીટેની નામનો રોગ થાય છે જેમાં ખાસ કરીને હાથ-પગમાં ધ્રૂજારી જેવી મુવમેન્ટ થાય છે જે ને કોર્પોપેડલ સ્પાઝમ કહે છે.
સુપ્રારીનલ ગ્લેન્ડ અથવા એડ્રિનાલીન ગ્લેન્ડ
સુપ્રારીનલ ગ્લેન્ડ કિડની ના ઉપર ના ભાગે ત્રિકોણાકાર કેપમાં આવેલી હોય છે તેની લંબાઈ એક ઇંચ જેટલી હોય છે કિડની ના બહાર ના ભાગ ને કોટેક્સ કહે છે અને તેમાંથી કોટીસોલ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.
કોર્ટિસોલ ના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે
૧) હાઈડ્રોકોર્ટીઝોન
આ હોર્મોન કિડની ઉપર અસર કરીને સોડિયમ ક્લોરાઇડ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે જેથી તે દર્દી શોકમાં જતું અટકે છે.
૨) ગ્લુકોકોટીઝોન
તે કાર્બોહાઈડ્રેટ ના મોટાબોલીઝમ ઉપર અસર કરીને ગ્લુકોઝ ને ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે તેમજ ચરબી નું દહન કરવામાં પણ મદદ કરે છે.
3) આલ્ડોસ્ટેરોન
આ હોર્મોન્સ ખાસ કરીને જાતીય અવયવો ના વિકાસમાં મદદ રૂપ થાય છે કિડની ના અંદર ના ભાગને મેડયુલા કહે છે તેમાંથી એડ્રિનાલીન અને નોરએડ્રિનાલીન નામના અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.
એડ્રિનાલીન અને નોરએડ્રીનલ ગ્રંથિ ખાસ કરી ને બ્લડ ની જામી જવામાં મદદ કરે છે આ ઉપરાંત બ્લડ પ્રેશર નીચુલાવવા માં પણ મદદ કરે છે અને બ્લડ વેસલ્સ ને સંકોચે છે.
એડ્રિનાલીન હોર્મોન ની ઉણપ ના લીધે એડિસન જેવા ડિસીઝ થાય છે જેમાં બ્લડ પ્રેશર ઘટાડે છે તેમજ ખૂબજ પરસેવો વળે છે સ્કીન ઉપર ડાઘા પડે છે વધુ પેશાબ થાય છે વગેરે જેવી તકલીફો જોવા મળે છે જો કોટીઝોનનુંસીકીસન ઓછું થાય તો કિડનીના કાર્યમા રૂકાવટ આવે છે અને જો વધી જાય તો ઓબેસિટી જોવા મળે છે.
એડ્રીનાલિનના કાર્યો
હાર્ટબીટ વધે છે બ્રોંકાઈના મસલ્સ રિલૅક્સ કરે છે.
કોએગ્યુલેશન ટાઈમ ઘટાડે છે.
આંખ ની પ્યુપીલને ડાયલેટ કરે છે.
પેરી સ્ટાલ્ટીક મુવમેન્ટ ઘટાડે છે.
સલઈ વરી ગલેન્ડ નુ સિક્રીસન ઓછું કરે છે.
કોરોનરી આર્ટરીને પહોળી કરે છે તેથી હાર્ટ મસલ્સ ને બ્લડ સપ્લાય વધે છે.
બ્લડ વેસલ્સ સંકોચન કરે છે તેથી બીપી વધે છે.
એડ્રિનાલીન દવા તરીકે પણ વપરાય છે જે લોકલ એનેસ્થેસિયા માં તેની હાજરીથી ડ્રગ્સ નું શોષણ ઘટે છે અને અસર લાંબો સમય રહે છે.
અસ્થમાના દર્દી ને બૉનકીયસ રિલેક્સ કરવા ઉપયોગી છે. તે બ્લીડીંગ બંધ કરવા ઉપયોગી ७.
નૉન ઍડીના લીન હોર્મોન તે વાજો કંસ્લિકટ હોમોન છે. તે થી.બી.પી હાઇ થાય છે.
ઓવરી
આ ફીમેલ રીપ્રોડક્ટીવ ગ્લેન્ડ છે . પેરિટોનિયમ કેવીટી માં પેલવીસ ની લેટરલ વોલ પાસે યુટરસ ની બન્ને બાજુ ફેલોપિયન ટ્યૂબની નીચે ના ભાગમાં બ્રોડ લિગામેન્ટ લ ના પાછળના ભાગમાં આવેલી છે. જે ઓરીયલ લિગામેન્ટ વડે યુટેરશ સાથે જોડાયેલી છે.
તેની લંબાઈ 2.5 થી 3.5 સે.મી તેની પહોળાઈ 1 સે.મી અને જાડાઈ ૧ સેન્ટિમીટર છે.
તેનો શેપ બદામ જેવો છે.
તેનું વજન 2.5 ગ્રામ છે.
ઓવરી ના અંદરના ભાગ ને મેંડયુલા અને બહારના ભાગને કોટૅકસ કહે છે. તેની ઓવેરિયન આટૅરી દ્વારા બ્લડસપ્લાય થાય છે અને સીમપથેટિક અને પેરાસીમપથેટિક નર્વ મારફતે નવે સપ્લાય થાય છે
ફંકશન
ઓવ્યુલેશનની ક્રિયા માં મદદ કરે છે. તરુણાવસ્થા પહેલા કાર્યરત હોતી નથી પરંતુ તરુણાવસ્થા પછી તરત જ કાર્યરત બને છે લગભગ ૧૧ વર્ષની ઉંમરે કાર્યરત થવાથી તેમાં રહેલ ઓવરીઅન ફોલીકલ પરિપક્વ થવા લાગે છે અને સંપૂર્ણ પરિપક્વ થઈ ને તે ઓવરીની સપાટી પર ફુટી જઈ ઓવામ તરીકે બહાર પડે છે આ ઓવામ બહાર પડવાની ક્રિયાને ઓવ્યુલેશન કહે છે.
ઓવરી એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
ઇસ્ટ્રોજન એ ખાસકરીને ગર્ભ માંના બાળકને વૃદ્ધિ અને વિકાસ માટે મદદ કરે છે. આ ઉપરાંત આ બંને હોર્મોન સાયકલનું રેગ્યુલેશન પણ કરે છે.
ઇસ્ટ્રોજન એ ખાસકરીને ગર્ભ મોના બાળકને વૃદ્ધિ અને વિકાસ માટે મદદ કરે છે. આ ઉપરાંત આ બંને હોર્મોન સાયકલનું રેગ્યુલેશન પણ કરે છે.
ડીલેવરી પછી આ બંને હોર્મોન્સ બેસ્ટ માંથી મીલ્ક સીકીશન માટે મદદ કરે છે.
લેબર પેઇન દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને ભેગા મળીને યુટરસ ના કોન્ટ્રાક્શન વધારે છે. જેથી ફિટસ સહેલાઈ થી બહાર નીકળી શકે છે.
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના કારણે ફિમેલમાં શારીરિક ફેરફારો જોવા મળે છે.
ટેસ્ટીસ
એ બે આવેલી છે .
તે સ્કોટમ ની અંદર આવેલી લંબગોળ આકાર ની ઇંડા જેવી ગ્લેન્ડ છે . રાઈટ અને લેફ્ટ સગર્ભાવસ્થા દરમિયાન તેનો વિકાસ એબ્ડોમીનલ કેવીટી મા થાય છે પરંતુ બાળક ના જન્મ પછી તે સ્કોટમ માં દાખલ થાય છે.
ફંક્શન
તે ટેસ્ટેસ્ટેરોન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે.
જેના લીધે પુરુષ માં જાતીય અવયવોનો વિકાસ અને શારીરિક ફેરફાર થાય છે.
પેંક્રિયાસ (સ્વાદુપિંડ )
સ્વાદુપિંડ નો આકાર પાંદડા જેવો હોય છે તે એબ્ડોમીનલ કેવીટી મા સ્ટમકની નીચે તથા નાના આંતરડાના ડીયોડીનમ ના ભાગમાં આવેલું છે. તેની લંબાઈ સાત ઈંચ પહોળાઈ બે ઇંચ જેટલી હોય છે.
પેન્ક્રીયાઝ ના મુખ્ય ત્રણ ભાગ પડે છે
1.હેડ : તે સૌથી પહોળી શરૂઆત નો ભાગ છે અને ડિયોડીનમ ના ગોળાકાર ભાગમાં આવેલો 0.
2. બોડી : તે વચ્ચે નો ભાગ છે અને સ્ટમક ની પાછળ આવેલો છે
3. ટેઈલ : તે સૌથી છેલ્લો ભાગ છે તે પણ સ્ટમકની પાછળ આવેલો છે.
આમાં આલ્ફા અને બીટા નામના બે જાતના કોષો આવેલાછે આલ્ફા કોષો ગ્લૂકાગોન અને બીટા કોષોઇન્સ્યુલિન નું સીકીશન કરે છે. આ બંને હોર્મોન્સ સિઘા બ્લડ માં ભળે છે અને કાર્બોહાઈડ્રેટ નું મેટાબોલિઝમ કરી બ્લડ માં શુગર નું લેવલ જાળવી રાખે છે ઇન્સ્યુલિન ની અછત કે ગેરહાજરી થાય તો ગ્લુકોજ નું મેટાબોલિઝમ થઈ શકતુ નથી. .પરિણામે ડાયાબિટીસ મેલિટસ નામની કન્ડિશન ડેવલપ થાય છે જેમાં બ્લડ માં ગ્લુકોઝનું પ્રમાણ વધુ જોવા મળે છે.
ફંકશન
પૅક્રિયાટીક જ્યુસ ઉત્પન્ન કરે છે.
જેમાં પ્રોટીન નું પાચન કરે છે. લાઈપેઝચ રબીનું પાચન કરે છે.
સ્પેશિયલ સેન્સરી સિસ્ટમ (સંવેદના તંત્ર)
આપણા શરીરમાં જુદી જુદી સંવેદનાઓનું ભાન કરાવતા અવયવોના સમૂહને સંવેદના તંત્ર કહે છે.
સેન્સરી સિસ્ટમમાં આવેલા અવયવોને સેન્સરી ઓર્ગન કહે છે.
આપણા શરીરમાં ૫ સેન્સરી ઓર્ગન આવેલા હોય છે.
1.આંખ
2.કાન
3.નાક
4.જીભ
5.ચામડી
1.આંખ
આંખએ જોવા માટેનું સ્પેશ્યલ અવયવ છે. તેને વિઝ્યુઅલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે.
તે બોડીમાં આવેલ સૌથી નાજુક અવયવ છે.
તેનો ૫/૬ ભાગ ઓર્બીટલ કેવિટીમાં આવેલ છે. ઓર્બીટલ કેવિટી હાડકાંની બનેલી હોય છે. તેથી આંખ જેવા નાજુક અવયવોનું રક્ષણ કરે છે.
આંખના ડોળાની આજુબાજુ ફેટી ટીસ્યુ આવેલા હોય છે જેથી આંખ પોતાની જગ્યાએ રહી શકે છે આ ઉપરાંત તેનાથી ઇનજરી થતી અટકે છે અને આંચકા સામે પણ આંખને રક્ષણ મળે છે.
આંખનો આકાર સ્ફેરીકલ જેવો હોય છે.
આંખનો ડાયામીટર 2.5 સેન્ટિમીટર જેટલો હોય છે.
આંખના મસલ્સ
આંખની ફરતે છ મસલ્સ આવેલા હોય છે જેને રેક્ટસ મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી ચાર રેક્ટસ મસલ્સ સીધા અને ૨ રેક્ટસ મસલ્સ ઓબ્લિકમાં ગોઠવાયેલા હોય છે.
આંખના મસલ્સ નીચેના પ્રમાણે છે.
સુપિરિયર રેકટસ મસલ્સ
ઇન્ફીરીયર રેકટસ મસલ્સ
લેટરલ રેકટસ મસલ્સ
મીડીયલ રેકટસ મસલ્સ
સુપિરિયર ઓબ્લીક રેકટસ મસલ્સ
ઇન્ફીરીયર ઓબ્લીક રેકટસ મસલ્સ
આંખના મસલ્સને કારણે આંખના ડોળાનું હલન-ચલન થઈ શકે છે.
આ મસલ્સનાં કારણે સામે પેરેલર જોતી વખતે બંને ડોળા એકબીજાની તરફ મધ્ય રેખાએથી વળે છે જેથી બંન્ને આંખે એક જ વસ્તુ જોઈ શકાય છે.
આમાંથી એકાદ મસલ્સને પેરાલિસીસ અથવા ઈજા થાય તો આંખ ત્રાંસી થઈ શકે છે તેને સ્ક્વીન્ટ કહે છે.
સ્ક્વીન્ટ આઈ જન્મજાત પણ હોઈ શકે છે.
મિડીયલ રેક્ટસ મસલ્સ આઈ બોલને ઈનવર્ડ અને આઉટવર્ડ રોટેટ કરે છે.
સુપીરીયર ઓબ્લિક મસલ્સ આઈ બોલને ગોળ રોટેટ કરે છે. જેથી કોર્નિયા ઉપર તથા નીચેના ડાયરેક્શનમાં ફરી શકે છે.
ઈન્ફીરીયર ઓબ્લિક મસલ્સ આઈ બોલને ઉપરની તરફ ફેરવી શકે છે.
એક્ટર્નલ પાર્ટ ઓફ ધ આઈ
1.આઈબ્રો
2.આઈલીડ
3.આઈલેસીસ
4.કન્ઝક્ટાઈવા
1.આઈબ્રો
આંખના ઉપરના ભાગે જે કમાન જેવો ભાગ છે તેમાં વાળ જોવા મળે છે. તેને આઈબ્રો કહે છે.
તે આંખમાં ફોરેન બોડીને જતુ અટકાવે છે અને આંખનું રક્ષણ કરે છે.
2.આઈલીડ
તે દરેક આંખમાં બે હોય છે.
૧) અપર આઈલીડ
૨) લોવર આઈલીડ
તે ફાઈબર્સ ટીશ્યુની બનેલી છે.
તે સ્કીનથી કવર થયેલી હોય છે.
નીચેના આંખાના પોપચા કરતા ઉપરના પોપચા મોટા હોય છે. તે પ્રકાશ, ધૂળ, તેમજ બીજી ફોરેન બોડીથી આંખનું રક્ષણ કરે છે.
3.આઈલેસીસ
આઈલીડની કિનારી ઉપર વાળ આવેલા હોય છે. તેને આઈલેસીસ કહે છે.
તેમાં વાળની સાથે સિબેસીયસ ગ્લેન્ડ આવેલી હોય છે. તેમાં ઈન્ફેક્શન લાગે ત્યારે તેને આંજણી કહે છે.
આઈલેસીસ પણ ફોરેન બોડીને આખંમાં જતુ અટકાવે છે.
4.કન્ઝક્ટાઈવા
આ ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન છે.
આઈલીડમાં જોવા મળતા લાલ કલરના અંદરના ભાગને કન્ઝાક્ટાઈવા કહે છે.
જ્યારે કોઈ કારણસર ઈન્ફેક્શન લાગે તો તેને કન્ઝક્ટીવાઈટીસ કહે છે.
ઈન્ટર્નલ પાર્ટ ઓફ ધ આઈ
1.સ્કલેરા & કોર્નિયા
2.કેરોઈડ & સીલીયરી બોડી
1.સ્કલેરા & કોર્નિયા
સ્કલેરાએ ફાઈબર્સ ટીશ્યુનું બનેલુ લેયર છે.
જે આંખનું સૌથી બહારનું લેયર છે.
આઈ બોલનો આગળનો ભાગ કે જે ટ્રાન્સપરન્ટ છે તેને કોર્નિયા કહે છે.
કોર્નિયા એપીથેલીયલ ટીશ્યુની બનેલી હોય છે. સ્ક્લેરામાં સફેદ તાંતણાઓ આવેલા હોય છે. તેથી તે વાઈટ દેખાય છે. તે આઈબોલને બહારથી આધાર આપવાનું કાર્ય કરે છે.
આંખનો ૫/૬ ભાગ જે અપારદર્શક છે જેને સ્ક્લેરા કહે છે. બાકીનો ૧/૬ ભાગ જે ગોળાકાર અને પારદર્શક છે તેને કોર્નિયા અથવા ” વિન્ડો ઓફ ધ આઈ ” કહે છે.
2.કેરોઈડ & સીલીયરી બોડી
સ્કલેરાની પાછળના ભાગમાં ચોંટીને કેરોઈડ લેયર આવેલા છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બ્લડ સપ્લાય થાય છે.
કેરોઈડ લેયરમાં નીચે મુજબના ભાગ આવેલા હોય છે.
1.આઈરીસ
2.પ્યુપીલ
3.એન્ટીરીયર ચેમ્બર
4.લેન્સ
5.પોસ્ટીરીયર ચેમ્બર
6.રેટીના (નેત્રપટલ)
1.આઈરીસ
કેરોઈડના આગળના ભાગમાં અને બરાબર વચ્ચે આઈરીસ ગોઠવાયેલા હોય છે. અને આઈરીસ એ કોર્નિયાની પાછળના ભાગમાં આવેલા હોય છે.
આઈરીસ આંખને કલર આપવાનું કામ કરે છે.
દા.ત :- બ્રાઉન, ગ્રે, બ્લેક વગેરે.
આઈરીસમાં રહેલા રંગીન ભાગના લીધે આંખની અંદરનો ભાગ અંધકારવાળો હોય છે.
જેથી બહારના કીરણો આંખમાં પડે છે. ત્યારે તેનું વક્રીભવન થાય છે જેથી આપણે વસ્તુનું સ્પષ્ટ ચિત્ર જોઈ શકીએ છીએ.
2.પ્યુપીલ
આઈરીસની બરાબર વચ્ચે ટાંકણીના માથા જેવડું કાળુ ટપકું દેખાય છે તેને પ્યુપીલ કહે છે. અથવા આંખની કીકી કહે છે.
જે બ્રાઉન અથવા ગ્રે કલરની હોય છે લાઈટના લીધે તે મોટી થાય છે પરંતુ જો પ્રકાશ વધારે હોય તો પ્યુપીલ સંકોચાય છે અને જો પ્રકાશ ઓછો હોય કે અંધારુ હોય તો પ્યુપીલ ડાયલેટ અથવા પહોંળી થાય છે.
દર્દીને તપાસતી વખતે કીકી ટોર્ચ દ્વારા જોવામાં આવે છે.
નર્વમાં ઈજ્યુરી,ઝેરી દવા તેમજ એટ્રોપીન ઈન્જેક્શન લેવાથી પ્યુપીલની સાઈઝમાં ફેરફાર થાય છે.
3.એન્ટીરીયર ચેમ્બર
કોર્નિયા અને આઈરીસની વચ્ચે નાની સ્પેસ આવેલી હોય છે. તેને એન્ટીરીયર ચેમ્બર કહે છે.
જેમાં એવિયસ હ્યુમર નામનું પ્રવાહી આવેલુ હોય છે. આ પ્રવાહી ડોળાને જાળવી રાખે છે.
4.લેન્સ
આઈરીસ અને એન્ટીરીયર ચેમ્બરની પાછળ લેન્સ આવેલો હોય છે. તે ગોળાકાર ટ્રાન્સપરન્ટ તેમજ કોન્વેક્સ (બહિર્ગોળ) હોય છે.
આ લેન્સની આજુબાજુએ લીગામેન્ટ ખેચાવાથી લેન્સ ચપટો બને છે અને લીગામેન્ટ ઢીલા પડવાથી જાડો બને છે.
પ્રકાશના કીરણો લેન્સ પર પડે ત્યારે તેનું વક્રીભવન થાય છે. અને નેત્રપટલ (રેટીના) ઉપર વસ્તુનું સાચુ, ઊંધું અને મોટુ પ્રતિબિંબ પડે છે.
5.પોસ્ટીરીયર ચેમ્બર
આઈરીસ અને લેન્સ વચ્ચે જે સ્પેસ આવેલી હોય છે તેને પોસ્ટીરીયર ચેમ્બર કહે છે.
તેમાં વિટ્રીયસ હ્યુમર નામનું પ્રવાહી ભરેલુ હોય છે.
6.રેટીના (નેત્રપટલ)
રેટીના એ આંખનું સૌથી અંદરનું પડ છે. તે નર્વસ ટીશ્યુનું બનેલુ છે. તેની રચનામાં ખાસ કરીને રોડ અને કોર્ન પ્રકારના કોષો આવેલા હોય છે. જેના કારણે દિવસે ખુલ્લા પ્રકાશમાં જોઈ શકીએ છીએ. જેમાં ખાસ કરીને કોર્ન પ્રકારના કોષોના કારણે દિવસે સારી રીતે જોઈ શકાય છે. અને રોડ પ્રકારના કોષના કારણે ઝાંખા પ્રકાશમાં પણ જોઈ શકીએ છીએ.
વિટામીન-A ના અભાવથી રોડ પ્રકારના કોષ અને પેશીઓ કામ કરી શકતી નથી તેથી રાત્રે જોઈ શકાતુ નથી જેને નાઈટ બ્લાઈન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે.
રેટીનાની પાછળના ભાગમાંથી ઓપ્ટીક નર્વની શરૂઆત થાય છે.
આંખની ખામી
આંખોમાં મોટાભાગે બે પ્રકારની ખામી જોવા મળે છે.
1.માયોપિયા (લધુદ્રષ્ટિ – ટુંકીદ્રષ્ટિ)
2.હાઈપર મેટ્રોપિયા (લાંબીદ્રષ્ટિ)
1.માયોપિયા (લધુદ્રષ્ટિ – ટુંકીદ્રષ્ટિ)
આ પ્રકારની ખામીમાં વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. પરંતુ દુરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી કારણ કે તે દુરથી આવતા પ્રકાશના કીરણો રેટીનાની આગળના ભાગમાં ભેગા થાય છે જેના કારણે રેટીના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ પડતું નથી તેથી વ્યક્તિ દુરની વસ્તુ જોઈ શકતી નથી.
આ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિમાં કોન્વેક્સ અંર્તગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
2.હાઈપર મેટ્રોપિયા (લાંબીદ્રષ્ટિ)
આ પ્રકારની ખામીમાં વ્યક્તિને દુરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી કારણ કે તે પ્રકાશના કીરણો રેટીનાની પાછળના ભાગમાં ભેગા થાય છે આ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિમાં કોન્વેક્સ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
બ્લડ સપ્લાય
આંખને બ્લડ સપ્લાય રેટિનલ આર્ટરી અથવા સિલિયરી આર્ટરી દ્વારા થાય છે.
નર્વ સપ્લાય
ઓપ્ટીક નર્વ દ્રારા નર્વ સપ્લાય થાય છે. અને આ નર્વ દ્વારા દ્રષ્ટિનું ભાન થાય છે.
જોવાની ક્રિયા
જોવાની ક્રિયા મુખ્યત્વે આંખ દ્વારા થાય છે. પ્રકાશના કીરણો કોર્નિયા, આઈરીસ,એકવીટીયસ હ્યુમર, વિડ્રીયર હ્યુમર વગેરે ભાગોમાંથી પસાર થઈને આંખના સૌથી અંદરના લેયર રેટીના ઉપર પડે છે. તેથી રેટીનાની રચનામાં આવેલી પેશીઓ ઉત્તેજીત થાય છે. અને આ સંવેદના ઓપ્ટીક નર્વ દ્રારા મગજમાં જાય છે.
તેથી વસ્તુનું ઊંઘ અને વાસ્તવિક પ્રતિબિંબ ઓપ્ટીક નર્વ દ્વારા મગજમાં જાય છે. જેનાથી વ્યક્તિને દ્રષ્ટિનું ભાન થાય છે.
2. કાન
સાંભળવા માટેનું સ્પેશ્યલ સેન્સરી ઓર્ગન કાન છે. કાનએ સ્કલના ટેમ્પોરલ બોનમાં બંને બાજુએ આવેલા છે.
કાનના મુખ્યત્વે ત્રણ ભાગ છે
A. એક્સટર્નલ ઇયર
B. મીડલ ઇયર
C. ઇન્ટર્નલ ઇયર
A. એક્સટર્નલ ઇયર
તેના બે ભાગ પડે છે.
1)પીના
2)એક્સટર્નલ મીયેટસ
1.પીના
પીના તેને ઓરીકલ કહે છે. જેનાથી કાનની બહારનો ભાગ બને છે. અને પીનાના કારણે કાનને આકાર મળે છે.
પીના અવાજને ભેગો કરી કાનની નળીમાં મોકલે છે પીનાનો ભાગ કાર્ટીલેજથી બનેલો હોય છે અને ચામડીથી ઢંકાયેલો હોય છે. જે અવાજના મોજા ભેગા કરવામાં મદદ કરે છે. મનુષ્યમાં તે ફિક્સ હોય છે જ્યારે પ્રાણીઓમાં તે મોટા અને હલન ચલન કરી શકે તેવા હોય છે.
2.એક્સટર્નલ મીયેટસ
કાનમાં આવેલા કાણા વાળા ભાગને એક્સટર્નલ મીયેટસ કહે છે. એ પણ કાર્ટીલેજથી બનેલો હોય છે. તે પણ ચામડીથી ઢંકાયેલો હોય છે જેમાં રુવાટી જોવા મળે છે. અને તેમાંથી મીણ જેવો પદાર્થ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે કાનમાં જતો કચરો અટકે છે આ પદાર્થ વધુ ભેગો થઈને સુકાઈ જાય છે અને વધુ કઠણ બની જાય છે જેને કાનના મેલ અથવા વેક્સ તરીકે ઓળખવામાં આવે છે.
B. મીડલ ઈયર
આ કાનનો સાંકડો ભાગ છે જેમાં ત્રણ પ્રકારના બોન આવેલા છે. તેનો બહારનો ભાગ કાર્ટિલેજથી બનેલો છે જ્યારે બોની ભાગ ટેમ્પોરલ બોનના ભાગમાં હોય છે. તે અનિયમિત આકારની નાની કેવીટી છે.
નેજોફેરીગસમાંથી આવતી ઈસ્ટેચીયનટ્યુબ મધ્યકર્ણમાં ખુલે છે જેની લંબાઈ ચાર સેન્ટિમીટર હોય છે.
જે કાનના પડદા પર હવાનું દબાણ સરખું રાખે છે.
ઓડિટરી ઓસીકલ બોન
મધ્યકાનમાં નાના ત્રણ બોન બનાવેલા છે.
1.મેલેસ અથવા હેમર
તેનો આકાર હથોડી જેવો હોય છે .
તેના હેડ, નેક અને હેન્ડલ એમ ત્રણ ભાગ છે.
હેન્ડલનો ભાગ ટીમ્પેનીક મેમ્બ્રેન સાથે અને હેડનો ભાગ ઇન્કસ સાથે જોડાયેલો હોય છે.
2.ઈન્કસ (એરણ)
તે વચ્ચેનું બોન છે. તેનો આકાર લોખંડ ટીપવાના એરણ જેવો છે.
3.સ્ટેપસ (પેંગડા)
જ્યારે ટીમ્પેનીક મેમ્બ્રેનમાં અવાજના મોજા ધ્રુજારી પામે ત્યારે આ ધ્રુજારી ત્રણેય બોન વડે ટ્રાન્સમિટ થઈ વેસ્ટીબ્યુલ સુધી પહોંચે છે અને આમ આ ધ્રુજારીને અંતઃકર્ણ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
માસ્ટોઈડ પ્રોસેસ:મિડલ ઇયરના પાછળના ભાગમાં ટેમ્પોરલ બોનનો ઉપસેલો ભાગ આવેલો છે જેને માસ્ટોઈડ પ્રોસેસ કહે છે.
C.ઇન્ટર્નલ ઈયર
ઇન્ટર્નલ ઈયરએ મીડલ ઈયરની અંદરની બાજુએ આવેલો છે. અંતઃકર્ણ પણ ટેમ્પોરલ બોનમાં આવેલો છે. તેમાં જુદી જુદી કેવીટી આવેલી છે જેને બોર્ની લેબરિથ કહે છે. જે મ્યુકસ મેમ્બ્રેનથી ઢંકાયેલા હોય છે તેમાં પ્રવાહી અને જ્ઞાન તંતુના છેડા આવેલા છે. બોર્ની લેબીરીન્થને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
વેસ્ટીબ્યુલર
આ મધ્ય ભાગ છે જે બીજા ભાગની જોડે છે જે ઓવલ વિન્ડો દ્વારા મિડલ ઇયર થી જોડાયેલ છે અને પાછળના ભાગમાં રાઉન્ડ વિન્ડોથી કોકલીય જોડાયેલ છે.
સેમી સરર્ક્યુલર કેનાલ
જે મેમ્બ્રેનની સાથે જોડાયેલી હોય છે તે સુપિરિયર પોસ્ટીરીયર અને લેટરલ એમ ત્રણ એકબીજાની સાથે આવેલી હોય છે.
કોકલીયા
સેમી સરર્ક્યુલર કેનાલના છેડા ઉપર આવેલા શંખ જેવા આકારને કોકલીયા કહે છે.
કોકલીયા સાથે નર્વ ફાઇબર જોડાયેલા હોય છે જે ભેગા થઈને ઓડિટરી નર્વ તૈયાર થાય છે.
ઓડીટરી નર્વ
તેના બે ભાગ પડે છે. એક ભાગ વેસ્ટીબ્યુલ ભાગ સાથે જોડાયેલા હોય છે જે બેલેન્સનું કામ કરે છે . આ નર્વ ફાઈબર વેસ્ટીબ્યુલમાથી પસાર થઈ પોન્સ વેરોલી અને મેડયુલા સેરેબેલમમાં પહોંચે છે. બીજો ભાગ કોકલીયર ભાગ જે હીયરીંગની સાચી નર્વ છે. તેના ફાઇબર્સ થેલેમસના પાછળના ભાગ માટે ટેમ્પોરલ લોબમાં હીયરીંગ સેન્ટરમાં સેરેબ્રમમાં જાય છે. કોક્લિયર નર્વની ખામીથી બહેરાશ આવે છે.
કાર્યો
સાંભળવાનું કાર્ય કરે છે
શરીરનું સમતોલન જાળવી રાખે છે
શરીરની સ્થિતિ અને હલન ચલન ની જાણકારી આપવામાં મદદ કરે છે.
સાંભળવાની ક્રિયા કરે છે.
સાંભળવાની ક્રિયામાં કોકલીયા અગત્યનો ભાગ ભજવે છે વાતાવરણમાંથી અવાજના મોજા એક્સટર્નલ ઇયરમાં ભેગા થાય છે.
અવાજના મોજા આ ટેમ્પેનિક મેમ્બ્રેન અથવા ડ્રમ સાથે અથડાય છે જેથી ધ્રુજારી ઉત્પન્ન થાય છે આ ઇયર ડ્રમ મેલસ બોન સાથે જોડાયેલું હોય છે જેથી મેલસ બોનમાં પણ ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને છેવટે ધ્વનિના તરંગો સેમી સરર્ક્યુલર કેનાલ દ્વારા કોકલીયાના ભાગમાં પહોંચે છે કોકલીયા વાળા ભાગમાંથી ઓડીટરી નર્વ સેન્સેશનને મગજમાં લઈ જાય છે. અને મગજમાં આવેલા સાંભળવાના કેન્દ્રો દ્વારા આપણે સાંભળી શકીએ છીએ.
3. નોઝ (નાક)
નાક એ ગંધ પારખવાની સ્પેશ્યલ સેન્સરી ઓર્ગન છે. તે નેઝલ કેવીટીમાં આવેલું હોય છે.
નેઝલ કેવીટીમાં આવેલા પડદા દ્વારા નાકના બે ભાગ પડે છે જમણું અને ડાબુ નાક જેને નસકોરા તરીકે પણ ઓળખવામાં આવે છે નેઝલ કેવીટીમાં આવેલા પડદા વાળા ભાગને સેપટલ કહે છે.
નાકનો ઉપરનો ભાગ ખોપરીના બેજ સાથે જોડાયેલો હોય છે અને નીચેનો ભાગ કેવીટીથી બનેલો હોય છે.
નાકનો ઉપરનો ભાગ ઇથમોઈડ બોન,સ્ફીનોઈડ બોન અને ફ્રન્ટલ બોન વગેરેથી બનેલો હોય છે.
નાકનો નીચેનો ભાગ મેકસીલરી બોનથી બનેલો હોય છે. જ્યારે વચ્ચેનો ભાગ વોમર બોનથી બનેલો હોય છે.
નાકમાં અંદરની બાજુએ આવેલા છિદ્રોને સાઈનસ કહે છે
તેમાં કુલ ૭ સાઈનસ આવેલા હોય છે.
મેકસીલરી સાઈનસ – 2
ફ્રન્ટલ સાઈનસ – 2
ઈથમોઈડ સાઈનસ – 2
સ્ફીનોઈડ સાઈનસ – 2
નાકની અંદર શરૂઆતના ભાગમાં સીબેસીયસ ગ્લેન્ડ અને બરછટ વાળ આવેલા હોય છે સીબેસીયસ ગ્લેન્ડથી નાક ભીનું રહે છે તેમજ સપાટી ચીકણી રહેવાથી ડસ્ટ અને જંતુઓ ત્યાં ચોંટી જાય છે. વાળને કારણે હવા ગળાઈને અંદર જાય છે આમ નાક ગાળવાનું તેમજ ચેપ લાગતો અટકાવવાનું કાર્ય કરે છે. મેકઝીલરી આર્ટરી મારફતે નાકને બ્લડ સપ્લાય થાય છે. ફેશિયલ નર્વ મારફતે નર્વ સપ્લાય થાય છે.
કાર્યો
ગંધ પારખવાનું કાર્ય કરે છે. આ માટે તેમાં ઓલ ફેક્ટરી નર્વ આવેલી હોય છે.
શ્વાસોશ્વાસ કરવાનું કાર્ય કરે છે.
હવાને ગાળવાનું કાર્ય કરે છે.
હવાને ગરમ અને ભેજ વાળી બનાવવાનું કાર્ય કરે છે.
આંખમાંથી આવેલી વધારાના આંસુને નેઝલ કેવીટી દ્વારા બહાર કાઢવાનું કાર્ય કરે છે.
4.સ્કીન ( ચામડી)
સ્કીન એ સૌથી ઉપરનું કવર છે તે શરીરના અવયવોનુ રક્ષણ કરે છે. તે સ્પર્શનું જ્ઞાન કરાવે છે આ માટે તેમાં જ્ઞાનતંતુઓ આવેલા હોય છે આમ ચામડી અગત્યનું સેન્સરી ઓર્ગન છે.
ચામડીના મુખ્ય બે લેયર આવેલા છે.
A. એપીડરમીસ
જે ચામડીનું બહારનું પડ છે જે ચામડીની સપાટી તૈયાર કરે છે તેના ઉપરના કોષો ઘસાઈને નાશ પામે છે અને તેની જગ્યાએ નીચેના કોષો નવી ચામડી તરીકે ઉપર આવે છે.
તેના ઊંડાણમાં આવેલા કોષોમાં પીગમેન્ટ આવેલા છે જેને મેલેનીન કહે છે જે ચામડીને રંગ આપે છે તેમજ ગરમીનું શોષણ કરે છે. જેમ તેની સંખ્યા વધુ તેમ ચામડીનો રંગ વધુ બ્લેક હોય છે આ પડમાં બ્લડ વેસલ્સ કે જ્ઞાન તંતુઓના છેડાઓ આવેલા હોતા નથી તેથી ફક્ત આ પડને ઇજા થાય તો બ્લીડીંગ કે દુખાવો થતો નથી ચામડી પર વાળ આવેલા હોય છે જ્યાં પરસેવાની ગ્રંથિના છિદ્રો ખુલ્લા થાય છે ચામડી પર ખાસ પ્રકારની રેખાઓ જન્મથી મૃત્યુ સુધી જોવા મળે છે તેના વમળો ફિંગર પ્રિન્ટમાં જોવા મળે છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.
B. ડર્મીસ લેયર
આ બાહ્ય ત્વચા છે એપીડરમીસ કરતા ડર્મીસથી આઠ ગણું જાડું હોય છે.
તે ફાઇબર ઇલાસ્ટિક ટીસ્યુથી બનેલ છે તેથી મજબૂત અને ઇલાસ્ટિક હોય છે. જેમાં ઊંડા સબક્યુટેનીયસ ટીશ્યુ આવેલા હોય છે. તેમાં પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે જે પરસેવો ઉત્પન્ન કરે છે આશરે ૨૪ કલાકમાં 500 cc જેટલો પરસેવો શરીરના નકામો કચરો બહાર કાઢે છે જેને એક્સક્રીટરી ઓર્ગન પણ કહે છે
સીબેસીયસ ગ્લેન્ડ
આ તૈલીય ગ્રંથી છે જે વાળના છીદ્રમાં ખુલે છે. તે સીબમ નામનો ચીકણો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે.જે ફેશ, સ્કાલ્પ, નોઝ, ઈયર, વગેરે જગ્યા એ વધુ આવેલી છે પરંતુ પાલ્મ કે સોલમાં હોતી નથી. તે ચામડી અને વાળને સુવાળા,ભીના,તૈલી તેમજ ચળકતા રાખે છે તેના લીધે ચામડી ચીકણી રહેવાથી ધૂળ તેમજ જંતુ ત્યાં ચોંટી જાય છે . તે ચામડીમાંથી વધુ પડતું બાષ્પીભવન અટકાવે છે.
કાર્યો
શરીરના અવયવોનું રક્ષણ કરે છે અને શરીરને કવર કરવાનું કામ કરે છે.
શરીરને આકાર અને શોભા આપે છે.
સ્પર્શ તાપમાન અને દુ:ખાવાનુ જ્ઞાન કરાવે છે.
શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખે છે.
પાણી અને ચરબીનું શોષણ કરે છે અને સંગ્રહ કરે છે.
પરસેવા રૂપે નકામો કચરો બહાર કાઢે છે આ રીતે સ્કિન અને કિડનીના કાર્યમાં મદદ કરે છે.
શરીરના અંદરના અવયવોને ઇજાથી અને માઈક્રો ઓર્ગેનિઝમથી બચાવે છે.
સૂર્ય પ્રકાશની મદદથી વિટામીન-ડી તૈયાર કરે છે.
5. ટંગ (જીભ)
જીભ એ સ્વૈચ્છિક મસલ્સની બનેલી હોય છે અને મોઢાનું ભોય તળિયું બનાવે છે. જે મુખ્યત્વે સ્વાદ પારખવાનું જ્ઞાન કરાવે છે.
જીભની નીચેની સપાટી લીસી અને ઉપરની સપાટી ખરબચડી હોય છે. તેમાં અસર દાણા જેવા ટપકાઓ આવેલા હોય છે. તેને પેપેલી કહેવામાં આવે છે. તેના પ્રકાર નીચે મુજબ છે.
(૧) સરકમવેલીટ પેપેલી
તે જીભના પાછળ તરફના ભાગમાં અંગ્રેજી અક્ષર ‘V’ જેવા આકારે ૮ થી ૧૦ ની સંખ્યામાં છે. આ સૌથી મોટી પેપેલી છે. જે કડવો સ્વાદ પારખવામાં મદદ કરે છે.
(૨) ફંગીફોમ પેપેલી
તે જીભની બન્ને બાજુએ અને ટેરવા ઉપર ફંગી જેવા આકારમાં આવેલી છે. તે ખારો સ્વાદ પારખવામાં મદદ કરે છે.
(3) ફીલી ફોમ પેપેલી
તે જીભની આખી સપાટી ઉપર આવેલી હોય છે. તેની આજુબાજુ હોવાથી તે સ્પર્શનું ભાન કરાવે છે.
નર્વ ઓફ ધી ટંગ
જીભમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના જ્ઞાનતંતુઓ આવેલા છે. જે નીચે મુજબ છે.
(૧) હાઈપોગ્લોસલ નર્વ : તે ક્રેનીયલ નર્વની ૧૨ મી જોડી છે. તે સ્પર્શનું ભાન કરાવે છે.
(૨) ગ્લાસોફેરીજીયલ નર્વ: તે ક્રેનીયલ નર્વની ૯ મી જોડી છે. તે લાગણી અને સ્વાદ બંને પારખવાનું કાર્ય કરે છે.
(3) ટ્રાયજેમીનલ નર્વ : તે ક્રેનીયલ નર્વની ૫ મી જોડી છે. તે પણ સ્વાદ પારખવાનું કાર્ય કરે છે.