MEDICAL SURGICAL NURSING : 2 (PAPER SOLUTION) 25/02/2020 (PAPER NO.13)

PAPER SOLUTION NO.13 (25/02/2020)

Q-1

a) Define and enlist types of Otitis Media. ઓટાઇટીસ મીડીયાની વ્યાખ્યા લખો અને તેના પ્રકારોનુ લીસ્ટ બનાવો.03

ઓટાયટીસ મીડિયાએ ત્રણ વર્ડનો બનેલો છે. ઓટી એટલે ઇયર, આઇટીસ એટલે ઇન્ફ્લામેશન અને મિડિયા મિન્સ મીડલ ઇયર. મિડલ ઇયરના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ‘ઓટાયટીસ મીડિયા’ તરીકે ઓળખવામાં આવે છે.

  • “Otitis” means: inflammation of the Ear (ઇન્ફ્લામેશન ઓફ ધ ઇયર).
  • “Media”Means : middle (મીડલ).

મિડલ ઈયર ના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને ઓટાયટીસ મીડિયા (otitis media) કહેવામાં આવે છે.

આ ઇન્ફ્લામેશન એ sore throat , (cold) કોલ્ડ અથવા અધર અપર રેસ્પિરેટિવ ટ્રેક ઇન્ફેક્શન ( upper respiratory track infection)હોય ત્યાંથી મિડલ ઇયર માં સ્પ્રેડ થાય છે અને તે વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે હોઈ શકે છે અને એક્યુટ અને ક્રોનિક ( Acute and Cronic)પણ હોઈ શકે છે.તેમાં ફ્લ્યુઈડનું એક્યુમિનેશન એ મિડલ ઇયરમાં થાય છે અને તેના કારણે થાય buldging થાય છે અને તે દુખાવો કરે છે.

type (ટાઈપ્સ):

1)Acute otitis media (એકયુટ ઓટાઇટીસ મીડિયા) :

એકયુટ ઓટાઇટીસ મીડિયાને Acute supurrative otitis media અથવા purulent otitis media પણ કહેવામાં આવે છે.એક્યુટ ઓટાઇટીસ મીડિયામાં એક્યુટ ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે.તેની તાત્કાલિક શરૂઆત અને થોડા સમય માટે હોય છે.આમાં એક્યુટ ઇન્ફેક્શન મિડલ ઈયર નું થાય છે અને તે છ અઠવાડિયા ( 6 week ) ની અંદર સુધીમાં હોય છે.

2)Cronic otitis media (ક્રોનિક ઓટાયટીસ મીડીયા) :

Cronic otitis media ને ક્રોનિક સપ્યુરેટિવ ઓટાટીસ મીડિયા (Cronic supurrative otitis media) પણ કહેવામાં આવે છે.ક્રોનિક સપ્યુરેટીવ ઓટાઇટીસ મીડિયામાં મિડલ ઈયર નું ઇન્ફેક્શન લાંબા સમય સુધીનું હોય છે અને તેમાં ઈયરની ટીશ્યુ ડેમેજ થાય છે અને cronic ઓટાઇટિસ મીડિયા એ એક્યુટ ઓઇટિસ મીડિયાના વારંવાર એપિસોડ આવવાના કારણે થાય છે.

ક્રોનિક ઓટાયટીસ મીડીયા એ મિડલ ઇયર માં ફ્લુઇડ નું એક્યુમ્યુલેશન થવાના કારણે થાય છે.અને મિડલ ઇયરના ઇન્ફેક્શનમાં માસ્ટરોઈડ બોનનું પણ ઈનવોલર્મેન્ટ હોય છે.

b) Describe clinical manifestations of Otitis Media. ઓટાઇટીસ મીડીયાના ચિહનો-લક્ષણો વર્ણવો.04

Clinical Manifestations (લક્ષણો):

  • Ear Pain (Otalgia) – કાનમાં તીવ્ર દુખાવું.
  • Fever – તાવ (ખાસ કરીને બાળકોમાં).
  • Hearing Loss – થોડીક સાંભળવામાં તકલીફ.
  • Irritability in Children – બાળકોમાં ચીડિયાપણું.
  • Ear Discharge (if perforation occurs) – કાનમાંથી પ્રવાહ થવો.
  • Fullness or Pressure in Ear – કાનમાં ભરાવ અથવા દબાવની લાગણી.
  • Tugging or Pulling at Ear – બાળક વારંવાર કાન ખેંચે છે.
  • Vertigo or Imbalance (in severe cases) – ચક્કર કે સંતુલનનો અભાવ.

Mnemonic to Remember Symptoms: “HEAR FIST UP”

H – Hearing loss (હિયરીન્ગ લોસ)
E – Ear discharge (ઇયર ડિસ્ચાર્જ)
A – Appetite loss ( એપેટાઇટ લોસ )
R – Red tympanic membrane ( રેડ ટીમ્પેનીક મેમ્બ્રેન )
F – Fever ( ફીવર )
I – Irritability (ઇરીટેબીલીટી)
S – Sleep disturbance (સ્લીપ ડિસ્ટર્બન્સ)
T – Tugging at ear (ટગીન્ગ એટ ઇયર)
U – Unsteady balance (અનસ્ટેડી બેલેન્સ)
P – Pain in ear (પેઇન ઇન ઇયર)

C) Write Nursing Care Plan of Otitis Media. ઓટાઇટીસ મીડિયા નો નર્સિન્ગ કેર પ્લાન લખો.05

Diagnosis 1: Acute Pain

Diagnosis (ડાયગ્નોસીસ):

Acute Pain related to inflammation and pressure in the middle ear due to Otitis Media as evidenced by verbal report of ear pain, restlessness, and pain score ≥ 5.

Assessment (અસેસમેન્ટ):

  • પેશન્ટ પેઇનની ફરિયાદ કરે છે
  • પેઇન સ્કોર ≥ 5
  • રેસ્ટલેસ અને ચિંતા
  • ઇયર માં પ્રેશર અનુભવાય છે

Goal (ગોલ):

  • પેશન્ટનું પેઇન 48 કલાકમાં ઘટીને પેઇન સ્કોર 3 કે ઓછા લેવલે આવે.

Planning (પ્લાનિંગ):

  • દર 4 કલાકે પેઇન સ્કોર assess કરવો.
  • કમ્ફર્ટેબલ પોઝીશન આપવી.
  • પેઇન મેનેજમેન્ટ વિશે એજ્યુકેશન આપવું

Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):

  • ઓર્ડર મુજબ પેઇન રિલીવરની મેડીકેશન આપવી.
  • ગરમ કંપ્રેસ કાન પર મુકવો.
  • અવાજ ઓછો પાડવો અને શાંતિપૂર્ણ વાતાવરણ આપવું.
  • પેઇન સ્કોર દર 4 કલાકે નોંધવો.

Evaluation (ઇવાલ્યુએશન):

  • પેઇન સ્કોર 3 કે ઓછા લેવલે પહોંચ્યો.
  • પેશન્ટ આરામ અનુભવે છે
  • રેસ્ટલેસનેસમાં ઘટાડો થયો છે

Diagnosis 2: Risk for Infection

Diagnosis (ડાયગ્નોસીસ):

Risk for Infection related to fluid accumulation in the middle ear providing medium for bacterial growth.

Assessment (અસેસમેન્ટ):

  • ફીવર
  • ઇયર માથી ડિસ્ચાર્જ
  • અંદર ફ્લૂઈડ જેવું અનુભવાય
  • CBC અથવા Otoscopic અસેસમેન્ટ જે ઇન્ફેક્શન દર્શાવે છે.

Goal (ગોલ):

  • પેશન્ટ ઇન્ફેક્શનના લક્ષણ વિના 72 કલાક સુધી રહેશે.

Planning (પ્લાનિંગ):

  • ઇનફેક્શન ના લક્ષણો માટે દર 8 કલાકે ઓબ્ઝર્વેશન
  • સ્ટરાઇલ ટેક્નિક અપનાવવી
  • જંતુનાશક દવાઓ નિયમિત આપવી

Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):

  • ડોક્ટરનાં ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક આપવી.
  • કાન સાફ કરવા સ્ટરાઇલ ગોઝ પેડ ઉપયોગ કરવો.
  • હાથ ધોવાનો સૂચન આપવો.
  • વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન વચ્ચેનો ભેદ સમજાવવો

Evaluation (ઇવાલ્યુએશન):

  • તાવ, પ્રવાહ અને લાલાશમાં ઘટાડો
  • નવી ચેપની જાણવટ ન થાય
  • પેશન્ટ સફાઈ અંગેની સુચનાઓ અનુસરે છે

Diagnosis 3: Impaired Hearing

Diagnosis (ડાયગ્નોસીસ):

Impaired Hearing related to fluid retention and pressure in the middle ear as evidenced by reduced response to auditory stimuli and complaints of muffled hearing.

Assessment (અસેસમેન્ટ):

  • અવાજ પ્રતિ પ્રતિસાદ ઓછો
  • પેશન્ટ મફલ્ડ અવાજની ફરિયાદ કરે છે
  • ઓટોસ્કોપ દ્વારા કાનમાં ફ્લુઇડ વિઝીબલ થાય છે

Goal (ગોલ):

  • 5 દિવસમાં સાંભળવામાં સુધારો નોંધાય.

Planning (પ્લાનિંગ):

  • દર 12 કલાકે હીયરિન્ગ એબીલીટી ચકાસવી
  • ENT physician ને refer કરવો
  • ફેમેલીને હિયરીન્ગ માટે સપોર્ટિવ મેથડ શીખવવી

Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):

  • સાંભળવામાં સહાય માટે નજીકથી બોલવું
  • auditory stimulus પર પ્રતિસાદ assess કરવો
  • ENT નોધ આપી તપાસ કરાવવી
  • ચિંતાને ઓછી કરવા મેન્ટલ સપોર્ટ આપવો

Evaluation (ઇવાલ્યુએશન):

  • પેશન્ટ અવાજ ઓળખે છે
  • સાંભળવામાં સુધારો
  • ફરી ફરી પુછવાના બનાવો ઘટે છે

Diagnosis 4: Knowledge Deficit

Diagnosis (ડાયગ્નોસીસ):

Knowledge Deficit related to lack of understanding about Otitis Media and home care management as evidenced by frequent questions and improper medication use.

Assessment (અસેસમેન્ટ):

  • પેશન્ટ અને ફેમેલી મેડીકેશન લેતા હોય
  • Otitis Media વિષે શંકાઓ પુછે છે
  • હોમ કેર ગાઈડલાઈન્સ સામે અજ્ઞાનતા

Goal (ગોલ):

પેશન્ટ અને ફેમેલી Otitis Media વિશે પૂરતું નોલેજ મેળવે અને દવાઓ યોગ્ય રીતે લેવાનું શરૂ કરે.

Planning (પ્લાનિંગ):

  • શિક્ષણ માટે બુકલેટ કે વિઝ્યુઅલ એડ્સ તૈયાર કરવી
  • દવાઓ વિશે ડેમો આપવો
  • follow-up વિશે માહિતગાર કરવો

Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):

  • દવાઓ ક્યારે, કેટલા સમય માટે લેવી તે સમજાવવી
  • કાનની સાચી સાફસફાઈ શીખવવી
  • ફોલોઅપ વિઝિટ માટે રીમાઈન્ડ આપવો
  • શિક્ષણ બાદ return demonstration કરાવવી

Evaluation (ઇવાલ્યુએશન):

  • પેશન્ટ દવાઓ નિયમિત લે છે
  • દૈનિક કાળજી બાબત પ્રશ્નો નથી પૂછતો
  • સાચી રીતથી કાનની સફાઈ કરે છે.

OR

a) Define Myocardial Infarction. માયોકાડીયલ ઇન્ફાર્કશન ની વ્યાખ્યા આપો.03

  • આ એક પ્રકારની મેડિકલ ઈમરજન્સી છે. જેમા હાર્ટને બ્લડ સપ્લાય કરતી કોરોનરી આટ્રીમા બ્લોકેજ આવવાના કારણે હાર્ટના માયોકાર્ડીયમ ના મસલ્સને બ્લડ સપ્લાય ન મળવાના કારણે તેનુ પરમેનેન્ટ ડેમેજ થાય તે કન્ડિશનને માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન્સન કહેવામા આવે છે.
  • આમા આર્ટરી મા બ્લોકેજ આવવાનુ કારણ એ થ્રોમ્બસ ફોર્મેશન તથા એથેરોસક્લેરોસિસ ની કન્ડિશન હોય છે. જેથી માયોકાર્ડિયમ ને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળતી નથી અને તેના મસલ્સ ટિસ્યૂ નેક્રોસ થાય છે.

આ કન્ડિશનને હાર્ટ એટેક તરીકે પણ ઓળખવામા આવે છે. તે મોર્ટાલીટી નુ એક અગત્યનુ કારણ પણ છે.

b) Write down signs and symptoms of myocardial infraction. માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન્સન ના ચિહ્નનો અને લક્ષણો જણાવો.(04)

  • આ કન્ડિશનમા માયોકાર્ડિયમને પૂરતુ ઓક્સિજનેટેડ બ્લડ ન મળવાના કારણે ઇસ્ચેમિક પેઇન એ મુખ્યત્વે જોવા મળે છે.
  • તેમા ચેસ્ટના વચ્ચેના ભાગે એટલેકે રીટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેઇન અથવા તો ચેસ્ટ હેવીનેશ જોવા મળે છે.
  • આ પેઇન એ ખૂબ જ હેવી હોય છે અને તે લેફ્ટ સાઈડના જો (jaw) અને આર્મ બાજુએ રેડિયેટ પણ થતુ હોય છે.
  • આ કન્ડિશનમા નોસિયા તથા વોમીટીંગ પણ જોવા મળે છે.
  • સીમ્પેથેટિક નર્વસ સિસ્ટમના સ્ટીમ્યુલેશન ના કારણે પ્રોફયુઝ સ્વેટિંગ એટલે કે ડાયાફોરેસીસ પણ જોવા મળે છે અને સ્કિન એ કોલ્ડ અને કલેમી જોવા મળે છે.
  • કાર્ડીયાક આઉટપુટમા ઘટાડો થવાના લીધે હાઇપોટેન્શન અને ટેકીકાર્ડીયા પણ જોવા મળે છે.
  • વ્યક્તિમા શોક ની પરિસ્થિતિ જોવા મળે છે અને બ્રિધિંગ ડિફીકલ્ટી કે શોર્ટનેસ ઓફ બ્રીધ પણ જોવા મળે છે.
  • વ્યક્તિમા એન્ઝાઈટી, પાલ્પીટેશન અને હેડેક પણ જોવા મળે છે.
    આ કન્ડિશનમા કાર્ડીયાક એરિધમિયા પણ જોવા મળે છે.
  • આ ખૂબ જ સિવીયર મેડિકલ ઇમરજન્સીની કન્ડિશન છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળવાના કારણે વ્યક્તિનુ ડેથ પણ થઈ શકે છે.

c) Write down management of Myocardial Infarction. “માયોકાડીયલ ઇન્ફાર્કશન નુ મેનેજમેન્ટ લખો.05

  • આ એક ઇમર્જન્સી મેડિકલ કન્ડિશન છે. જેમા તાત્કાલિક મેનેજમેન્ટ કરવામા આવે છે.
  • માયોકાર્ડિયમ ની ઓક્સિજન ડિમાન્ડ ઘટાડવા માટે વ્યક્તિને રેસ્ટ આપવો તેમજ ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવી.
  • વ્યક્તિને ઈમોશનલ સપોર્ટ આપવો અને એન્ઝાઇટી રીડયુઝ કરવાના પ્રયત્નો કરવા.
  • નાઇટ્રોગ્લિસેરાઇડ્સ મેડિસિન્સ આપવાથી દર્દીને પેઇન મા રાહત અનુભવાય છે.
  • પેઈન મેનેજમેન્ટ માટે મોરફિન પણ આપવામા આવે છે.
  • વ્યક્તિની જનરલ કન્ડિશન તેમજ તેનુ કાર્ડીયાક ફંક્શન નુ રેગ્યુલર મોનીટરિંગ કરવુ જોઈએ અને કોમ્પ્લિકેશન માટે ઓબ્ઝર્વ કરતા રહેવુ જોઈએ.
  • પેશન્ટનુ હિમોડાયનેમિક સ્ટેટસ મોનીટર કરવુ તેમજ તેના યુરિન આઉટપુટને પણ મોનિટર કરવામા આવે છે.
  • ઇમર્જન્સી કન્ડિશનમા ડોક્ટર ઓર્ડર મુજબ થ્રોમ્બોલાઇટીક થેરાપી, બ્લડ થીનર મેડિસિન્સ આપવી જોઈએ.
  • દર્દીનુ કોન્સીયસનેસ લેવલ મોનિટર કરવુ, તેનુ ન્યુટ્રીશનલ સ્ટેટસ મોનિટર કરવુ અને જનરલ કન્ડિશન ઓબ્ઝર્વ કરતા રહેવી.
  • દર્દીને જરૂરિયાત મુજબ અને ડોક્ટર ઓર્ડર મુજબ સ્ટૂલ સોફ્ટનર્સ અને સેડેટિવ્સ મેડિસિન્સ પણ આપવામા આવે છે.
  • દર્દીને તેની લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન બાબતે ડાએટ, એક્સરસાઇઝ, નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ આ તમામ બાબત વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ.
  • દર્દીને તેના રિસ્ક ફેક્ટર્સ મીનીમાઇઝ કરવા માટે સલાહ આપવી.
    મેડિસિન સમયસર લેવી તથા ફોલોઅપ કેર બાબતે પણ સમજાવુ.
  • સિવિયર કેસમા સર્જીકલ કે ઇન્વેઝિવ પ્રોસિજર પણ કરવામા આવે છે. આ પ્રોસિજર ની તમામ કેર લેવી તેમજ તેના પ્રિકોશન્સ બાબતે પણ સમજાવુ.

Q-2

a) Write down Nursing Care Plan on left above knee Amputation. ઘુંટણની ઉપર કપાયેલા પગનો નર્સિંગ કેર પ્લાન લખો.08

( અહી સરળતા ખાતર કંટીન્યુટી માં કેર પ્લાન આપેલ છે. એક્ઝામ મા કેર પ્લાન ના ફોર્મેટ મા લખવુ)

ઇન્ટ્રોડક્શન.

  • કોઈપણ ઇન્જરી કે ડીસીઝ કન્ડિશનના કારણે જ્યારે કોઈ બોડી પાર્ટ કે લીંબ ને સર્જરી દ્વારા દૂર કરવામા આવે તેને એમપ્યુટેશન કહેવામા આવે છે. અહીં ની એટલે કે ઘુટણ ના ભાગ થી ઉપરના પગ નુ એમ્પયુટેશન કરવામા આવેલ છે. જેમા નર્સ માટે આ પેશન્ટની પ્રોપર કેર અને જાળવણી માટે તેના વિશે જાણવુ ખૂબ જ જરૂરી હોય છે અને તેનો ઉપયોગ તે પેશન્ટ ના કેર દરમિયાન કરી શકે છે.

અસેસમેન્ટ.

  • નર્સિંગ એસેસમેન્ટ મા પેશન્ટ ના એનાટોમીકલ સ્ટ્રક્ચર નુ રિવ્યુ કરવો, તેની રેન્જ ઓફ મોશન જોવી, તે ભાગના સેન્સેશન તપાસવા તથા ત્યાના સ્કીન ની ઇન્ટીગ્રિટી તપાસવી જરૂરી હોય છે. આ ઉપરાંત દર્દીના ઈમોશનલ અને સાઇકોલોજીકલ સ્ટેટસ તથા તેના કન્ડિશન અંગે ના નોલેજ ને પણ અસેસમેન્ટ કરવુ જરૂરી હોય છે.

નર્સિંગ ડાયગનોસિસ.

  • Above knee એમ્પયુટેશન ના પેશન્ટમા અલ્ટર્ડ ટીસ્યુ પરફ્યુઝન, એક્યુટ પેઇન, ઇમ્પેર્ડ ફિઝિકલ મોબિલિટી, એક્ટિવિટી ઇંટોલન્સ, સેલ્ફ કેર ડેફિસીટ, ઇમ્પેર્ડ સ્કીન ઇન્ટીગ્રિટી, રિસ્ક ફોર ઇન્ફેક્શન, એન્ઝાઈટી, ડિસ્ટર્બ બોડી ઈમેજ વગેરે નર્સિંગ ડાયગ્નોસીસ તૈયાર થાય છે.

પ્લાનિંગ એંડ ઇમપ્લીમેન્ટેશન.

  • નર્સ એ સર્જીકલ સાઈટ નુ ઇન્સ્પેક્શન કરવુ જોઈએ અને ઇન્ફ્લામેશન ના કોઈપણ સાઈન હોય તો તેના માટે જોવુ જોઈએ. ફીવર હોય તો તેના માટે એસેસ કરવુ.
  • વુંડ કેર મા ડેડ ટીસ્યુ અને ઇન્ફેક્ટેડ ટીશ્યુને રીમુવ કરવા માટે ડિબ્રાઇનમેન્ટ કરવુ જેથી ડીલે હીલિંગ અટકાવી શકાય.
  • વુંડ પર પ્રોપર ડ્રેસિંગ એપ્લાય કરવુ જેથી વુંડ હીલિંગ પ્રમોટ કરી શકાય.
  • પેશન્ટ ના સ્કીન ની ખાસ કાળજી લેવી તથા સરકયુલેશન ઇમ્પ્રુવ થાય તે માંટે મૂવમેન્ટ કરાવતી રહવી. તેને પૉતે પોતાની સેલ્ફ કેર લાઇ શકે તે માંટે એન્કરેજ કરવો તથા પોતાની બદલાયેલી ઇમેજ એક્સેપ્ટ કરવામા મદદ કરવી.
  • પેશન્ટને એજ્યુકેશન આપવુ જેમા ન્યુટ્રીશન, ઇન્ફેક્શન પ્રિવેનશન, હેલ્ધી લાઈફ સ્ટાઈલ, પ્રિવેન્શન ઓફ કોનસ્ટ્રીકશન વગેરે બાબતો વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ.
  • દર્દીને ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો તેની એન્ઝાઈટી રીડયુઝ કરવી તેનુ કોપીંગ મિકેનિઝમ ઈમ્પ્રુવ કરવુ.

ઇવોલ્યુશન.

  • નર્સ એ દર્દીના વુન્ડ હીલિંગ, રેન્જ ઓફ મોશન, એક્ટિવિટી લેવલ, વાઈટલ સાઇન , એન્ઝાઈટી, ઈમોશનલ એન્ડ સાયકોલોજીકલ સ્ટેટસ, ન્યુટ્રીશનલ લેવલ વગેરે આસ્પેકટમા સારી કેર લેવાથી યોગ્ય ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે.

b) Write about Plaster Cast Care. પ્લાસ્ટર કાસ્ટ કેર વિશે લખો. 04

  • જ્યારે પણ કોઈ પણ બોન મા ફ્રેક્ચર થાય ત્યારે ફ્રેક્ચર પાર્ટને ઈમોબીલાઈઝ કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બેન્ડેજીંગ કરવામા આવે છે. તેને પ્લાસ્ટર કાસ્ટ કહેવામા આવે છે.
  • તેની મદદથી ઇજાગ્રસ્ત ભાગને ઈમોબાઇલાઇઝ કરી શકાય છે.
  • પ્લાસ્ટર ક્લાસ્ટ એપ્લાય કર્યા પછી દર્દી ની પ્લાસ્ટર કાસ્ટ ની જગ્યા નુ એસેસમેન્ટ કરવુ ખૂબ જ જરૂરી હોય છે. આ જગ્યા નુ ન્યુરોલોજીકલ એસેસમેન્ટ, પલ્સ, સ્કીન કલર, સ્વેલિંગ વગેરે માટે પ્લાસ્ટર કાસ્ટ ને ચેક કરવો જોઈએ.
  • પ્લાસ્ટર કાસ્ટ વાળી જગ્યા ને જો ખૂબ જ પેઈન કે ઇરીટેશન થતુ હોય તો કમ્પાર્ટમેન્ટ સિંડ્રોમ માટે રૂલ આઉટ કરવુ જરૂરી છે.
  • આ કાસ્ટ વાળા ભાગે સ્કિનનો કલર ચેન્જ થાય તો તરત જ નોટિફાય કરવુ જોઈએ.
  • આ ભાગ સ્કીન ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય છે જેથી પર્સનલ હાઈજિન ના મેઝરમેન્ટ લેવા માટે ખાસ સલાહ આપવી જોઈએ.
  • કાસ્ટ એપ્લાય કરેલો હોય તે વધારે ટાઇટ કે વધારે લુઝ ન હોય તે ડ્રાય થઈ જાય પછી મોનીટર કરવુ જોઈએ.
  • જો પ્લાસ્ટર બરાબર એપ્લાય કરવામા આવેલ ન હોય તો તેની નીચેના ભાગે શોર કે ઇન્ફેક્શન લાગવાની શક્યતા પણ હોય છે. તેના માટે ચેક કરતુ રહેવુ.
  • પ્લાસ્ટર કાસ્ટ એપ્લાય કરેલો હોય તેનાથી આગળ પેરીફરી ના ભાગની મુવમેન્ટ કરવા માટે સલાહ આપવી જેનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ રહે છે.
  • કાસ્ટ એપ્લાય કરતી સમયે કોઈ પણ પ્રકારના એલર્જીક રીએક્શન ની હિસ્ટ્રી હોય તો રૂલ આઉટ કરવી.
  • કાસ્ટ ના ભાગે ક્લીનલીનેશ મેન્ટેઇન કરવી તથા પર્સનલ હાઈજીન જાળવવુ તેની ઉપરના ભાગે કોઈપણ વસ્તુઓ લગાવવી નહીં.
  • કાસ્ટ ની અંદરના ભાગે કોઈપણ પ્રકારના પાવડર કે ડીઓડરંટ કે કેમિકલ લગાવવા નહીં.
    કાસ્ટ ને પોતાની જાતે મોડીફાઇ કરવાના પ્રયત્ન ન કરવા માટે સલાહ આપવી.
  • તેના પર કોઈ પણ વસ્તુ વજનદાર ન પડે, તે બ્રેક ન થાય તથા તેનાથી કોઈ પણ વસ્તુ ન ઉચકવાની સલાહ આપવી.

OR

a) Write down Nursing care plan of patient having Lobectomy લોબેક્ટોમી કરેલા દર્દી માટેનો નસીંગ કેર પ્લાન લખો.08

લોબેક્ટોમી કરેલા પેશન્ટ માટેનો નર્સિંગ કેર પ્લાન (Nursing Care Plan for Patient Undergoing Lobectomy):

ડેફીનેશન (Definition):

લોબેક્ટોમી (Lobectomy) એ એક સર્જિકલ પ્રોસેસ છે જેમાં લંગ્સ ના એક લોબ (Lobe) ને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. આ ઓપરેશન સામાન્ય રીતે લંગ કેન્સર (Lung Cancer), ટ્યુમર (Tumor), ઇન્ફેક્શન (Infection) અથવા બ્રોનચિયેક્ટેસિસ (Bronchiectasis) જેવી સિવ્યર કન્ડિશન માટે કરવામાં આવે છે.

ઓપરેશન પછી પેશન્ટને ઘણીવાર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચેસ્ટ ટ્યુબ, અને સંભવિત ઈન્ફેક્શનનો સામનો કરવો પડે છે. તેથી, યોગ્ય નર્સિંગ કેર ખૂબ જરૂરી છે.

1.Assessment (અસેસમેન્ટ):

  • પેશન્ટના શારીરિક અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું.
  • અસેસમેન્ટ પોઈન્ટ્સ:
  • Vital Signs (વાઇટલ સાઇન્સ): Temperature (ટેમ્પરેચર), Pulse (પલ્સ), Respiratory Rate (રેસ્પિરેટરી રેટ), Blood Pressure (બ્લડ પ્રેશર)
  • Oxygen Saturation (ઓક્સિજન સેચ્યુરેશન): SPO₂ મોનિટર કરવું
  • Pain Level (પેઇન લેવલ): Numeric Pain Scale પરથી તીવ્રતા માપવી
  • Respiratory Assessment: Dyspnea (ડિસ્નિયા), Cyanosis (સાયનોસિસ), Effort of breathing
  • Wound & Chest Tube Site: Redness, Swelling, Drainage
  • Mental Status: Anxiety (એન્ઝાયટી), Fear (ફિયર), Depression (ડિપ્રેશન)

2.Diagnosis (ડાયગ્નોસિસ):

1.Impaired Gas Exchange (ઈમ્પેઇર્ડ ગેસ એક્સચેન્જ)

લોબની સર્જિકલ રિમૂવલ

અલ્વિઓલાર કેપિલરી મેમ્બ્રેનમાં ફેરફાર
એવિડન્સ:

SPO₂ ઘટેલું હોવું

Dyspnea (ડિસ્નિયા)

Cyanosis (સાયનોસિસ)

2.Acute Pain (એક્યૂટ પેઇન)

Incision (ઇંસિઝન) અને Chest Tube insertion (ઇન્સર્ટશન)

પેશન્ટના જણાવ્યા મુજબ પેઇન સ્કોર >5

Grimacing (ચહેરાની એક્સપ્રેશનમાં તણાવ)

3.Risk for Infection (રિસ્ક ફોર ઇન્ફેક્શન):

Chest Tube Site અને Wound Site પરથી Pathogen Exposure
એવિડન્સ:

(Risk Diagnosis માટે કોઇ સીધી લક્ષણો હોતી નથી, પણ ચિહ્નો માટે મોનિટર કરવું પડે)

4.Ineffective Breathing Pattern (ઇનેફેક્ટિવ બ્રિધિંગ પેટર્ન):

Pain થી Reduced Chest Expansion

Anesthesia પછીનું શ્વાસ લેવામાં અવરોધ

Use of accessory muscles

Decreased tidal volume

5.Anxiety (એન્ઝાયટી):

સર્જરી પછીના પરિણામો અંગે ભય

ઓક્સિજન ઉપર નિર્ભરતા

Restlessness

Increased heart rate

Verbal expressions of fear

3.Planning (પ્લાનિંગ):

પેશન્ટનું SPO₂ ≥ 95% જાળવાશે

પેશન્ટ Pain Score ≤ 3 કરશે 24 કલાકમાં

પેશન્ટમાં infectionના લક્ષણો નહીં જોવા મળે

પેશન્ટ દિવસમાં ≥ 10 વખત Incentive Spirometry કરશે

પેશન્ટ પોતાની એન્ઝાયટીને wordsમાં વ્યક્ત કરશે અને રાહત અનુભવે

4.Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):

1.Oxygen Therapy (ઓક્સિજન થેરાપી):

Low flow oxygen આપવું (Nasal Cannula / Mask પ્રમાણે)

SPO₂ મોનિટર કરવું

2.Pain Management (પેઇન મેનેજમેન્ટ):

Doctor’s Order મુજબ Analgesics (એનલજેસિક્સ) આપવી

Pain Scale થી pre/post-dose pain assess કરવું

3.Chest Tube Care (ચેસ્ટ ટ્યુબ કેર):

Dressing Change aseptic technique થી

Drainage અને bubblingનું અવલોકન કરવું

4.Positioning (પોઝિશનિંગ):

Fowler’s Position (ફાઉલર્સ પોઝિશન)

Frequent repositioning to prevent hypostatic pneumonia

5.Breathing Exercises (બ્રિધિંગ એક્સરસાઈઝ):

Diaphragmatic Breathing (ડાયાફ્રેમેટિક બ્રિધિંગ) શીખવવી

Coughing Techniques (કફિંગ ટેકનિક) પ્રેક્ટિસ કરાવવી

6.Psychological Support (સાયકોલોજીકલ સપોર્ટ):

પેશન્ટ અને પરિવાર સાથે Open Communication

Deep Breathing for anxiety reduction

7.Infection Prevention (ઇન્ફેક્શન પ્રિવેન્શન):

Hand Hygiene

Sterile Dressing Techniques

5.Evaluation (ઇવાલ્યુએશન):

SPO₂ ≥ 95% છે

Pain Score ≤ 3 છે

No signs of infection: redness, swelling, purulent drainage

Incentive Spirometry યોગ્ય રીતે ઉપયોગ કરે છે

Anxiety visibly reduced and verbalized by patient

b). Describe role of nurse in prevention and control of HIV. એચ.આઈ.વી નો નિવારણ અને ક્રેટ્રોલ માં નર્સ ની ભૂમિકા વર્ણવો. 04

એચ.આઈ.વી (HIV) ના પ્રિવેન્શન અને કંટ્રોલ માં નર્સનો રોલ (Role of Nurse in Prevention and Control of HIV) :

1.હેલ્થ એડ્યુકેશન (Health Education):

નર્સ પેશન્ટ અને કમ્યુનીટી માં એચ.આઈ.વી (HIV) ટ્રાન્સમિશન વિશે અવેરનેસ ફેલાવવાનું મુખ્ય કામ કરે છે. તેઓ સેફ સેક્સ (Safe Sex), કન્ડોમ (Condom)નો પ્રોપર્લી યુઝ અને એકથી વધુ સેક્સ પાર્ટનર (Sex Partner)ના રિસ્ક વિશે ઇન્ફોર્મેશન આપે છે. ટાર્ગેટ પોપ્યુલેશન (Target Population) જેમ કે યુવા, પ્રેગ્નેન્ટ વુમન અને રિસ્ક ગ્રુપને ખાસ માહિતગાર બનાવે છે.

2.કાઉન્સેલિંગ (Counseling):

એચ.આઇ.વી ટેસ્ટિંગ પહેલા અને પછીના સમયમાં નર્સ કાઉન્સેલિંગ કરે છે. તેઓ ડિસીઝ વિશે પ્રોપર ઇન્ફોર્મેશન આપે છે અને માનસિક સમર્થન આપે છે. પોઝિટિવ (Positive) પેશન્ટમાં સ્ટિગ્મા (Stigma) દૂર કરવા અને તેમની જાતે જ કાળજી રાખે તે માટે પ્રેરણા આપે છે.

3.voluntary counseling and testing (VCT) સેવાઓમાં સહભાગીતા:

નર્સો VCT સેન્ટર પર લોકોની સ્ક્રીનિંગ (Screening) પ્રોસેસમાં સહભાગી રહે છે. તેઓ બ્લડ સેમ્પલ (Blood Sample) લે છે અને યોગ્ય ઇન્ફોર્મેશન આપીને લોકોને ટેસ્ટ કરાવવા માટે એન્કરેજ કરે છે.

4.mother-to-child transmission (MTCT : મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન)

પ્રેગ્નેન્ટ વુમનમાં HIV સ્ટેટસ અસેસ કરવું અને જો પોઝિટિવ હોય તો તેઓને એન્ટિરેટ્રોવાઇરલ થેરાપી (Antiretroviral Therapy – ART) શરૂ કરાવવા માટે એજ્યુકેશન આપવું. નર્સે લેબર દરમિયાન અને ત્યારબાદ પણ ચાઇલ્ડ પ્રોટેક્શન માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.

5.ART (Antiretroviral Therapy) મેડિકેશનનું મેનેજમેન્ટ:

નર્સે HIV પોઝિટિવ પેશન્ટ ને ART મેડીસીન સમયસર લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું, સાઇડ ઇફેક્ટ્સ (Side Effects) વિશે સમજાવવું અને દવાઓમાં નિયમિતતા જાળવવામાં મદદ કરવી.

6.universal precautions (Universal Precautions) નું પાલન:

બ્લડ અને બોડી ફ્લૂઇડ્સ (Body Fluids) સાથે કામ કરતી વખતે હંમેશા ગ્લોઝ (Gloves), માસ્ક (Mask), અને એપ્રોન (Apron)નો ઉપયોગ કરી પોતાનું અને પેશન્ટ નું પ્રોટેક્શન કરવું.

7.કોમ્યુનિટી લિવેલ (Community Level) અવેરનેસ:

નર્સો લોકલ કમ્યુનિટીમાં અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે અને NGO અથવા સરકારની પબ્લિક હેલ્થ સ્કીમ્સ (Public Health Schemes) સાથે મળીને HIV/AIDS ના કંટ્રોલ માટે કામ કરે છે.

8.stigma and discrimination સામે લડત:

નર્સો પેશન્ટ સામેના ભેદભાવ અને સામાજિક અલગાવ (Discrimination) દૂર કરવા માટે સ્વયં સમાજ સાથે સંવાદ સ્થાપિત કરે છે અને સહાનુભૂતિભર્યું વાતાવરણ ઊભું કરે છે.

નર્સ HIV ના પ્રિવેન્શન અને કંટ્રોલ માં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તેઓ માત્ર સારવારની સેવા નથી આપતાં, પરંતુ સંવેદનશીલતાથી સમાજમાં જાગૃતિ, માર્ગદર્શન અને માનવતા વ્યાપાવે છે. HIV/AIDS સામેની લડતમાં નર્સ એક મજબૂત પાયાનું વર્ક કરે છે.

Q-3 Write short answers (Any Two) ટુંકમા જવાબ આપો. (કોઇપણ બે) 2×6 = 12

a) Enlist types of poisoning and write management for Ingested poisoning. પોઈજીનીગ ના પ્રકારો લખો અને ઈન્જેસ્ટેડ પોઈજીનીંગનું મેનેજમેન્ટ લખો.

પોઇઝનિંગના પ્રકાર (Types of Poisoning):

પોઇઝનિંગના વિવિધ પ્રકાર હોઇ શકે છે, જે નીચે મુજબ છે:

1.ઇન્જેસ્ટેડ પોઇઝનિંગ (Ingested Poisoning):

જ્યારે ઝેર (poison) ખોરાક, પાણી, દવાઓ કે રસાયણો દ્વારા માઉથમાંથી બોડીમાં જાય છે.

2.ઇન્હેલ્ડ પોઇઝનિંગ (Inhaled Poisoning)

જ્યારે ટોક્સીક ગેસીસ (toxic gases) કે ફ્યુમ્સ (fumes)એ નોઝ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

3.ઇન્જેક્ટેડ પોઇઝનિંગ (Injected Poisoning)

જ્યારે ઝેર ઇન્જેક્શન (injection), સ્નેક બાઈટ (snake bite) કે સ્ટિંગ (sting) દ્વારા બોડીમાં જાય છે.

4.એબઝોર્બ્ડ પોઇઝનિંગ (Absorbed Poisoning)

જ્યારે ઝેરી પદાર્થો સ્કીન (skin) દ્વારા બોડી માં પ્રવેશ કરે છે.

ઇન્જેસ્ટેડ પોઈઝનિંગનું મેનેજમેન્ટ (Management of Ingested Poisoning):

ઇન્જેસ્ટેડ પોઇઝનિંગ એ સૌથી સામાન્ય પ્રકારનું પોઈઝનિંગ છે, જેમાં ઝેર શરીરમાં મોઢા મારફતે જાય છે. તેનું તાત્કાલિક અને યોગ્ય મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.

1.પ્રાઇમરી અસેસમેન્ટ (Primary Assessment):

પેશન્ટ શ્વાસ લે છે કે નહીં, ચેતનામાં છે કે નહીં તે તપાસો.

airway, breathing અને circulation (ABC) સ્ટેબલ છે કે નહીં ચકાસો.

2.પોઇઝનીન્ગ નુ આઇડેન્ટીફીકેશન (Identification of Poison):

કયો પદાર્થ લીધેલો છે? કેટલો પ્રમાણ? કેટલો સમય થયો?

બોટલ, પેકેટ કે રેસિડ્યુ (residue) જોવા માટે શોધો.

3.ગેસ્ટ્રિક ડીકોન્ટામિનેશન (Gastric Decontamination):

a. એક્ટિવેટેડ ચાર્કોલ (Activated Charcoal):

Activated charcoal ઝેરને ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં એબ્ઝોર્બશન થવાથી અટકાવે છે.

દવા લીધા પછી 1 કલાકની અંદર આપવામાં આવે છે.

માત્રા: 1 ગ્રામ પ્રતિ કિગ્રા (1 gram/kg body weight)

b. ગેસ્ટ્રિક લાવેજ (Gastric Lavage):

તેમાં ટ્યુબ મારફતે એબડોમનમા પાણી ભરવામાં આવે છે અને બહાર કાઢવામાં આવે છે.

ખાસ કરીને life-threatening poisons માટે ઉપયોગી.

માત્ર નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવે.

4.એન્ટીડોટ થેરાપી (Antidote Therapy):

સ્પેસિફિક પોઈઝન માટે સ્પેશિયલ એન્ટીડોટ આપવામાં આવે છે. જેમ કે:

Paracetamol poisoning → N-acetylcysteine (એન-એસેટાઈલસિસ્ટીન)

Opioid poisoning → Naloxone (નાલોક્સોન)

Organophosphate poisoning → Atropine (એટ્રોપીન) અને Pralidoxime (પ્રાલિડોક્સિમ)

5.સપોર્ટિવ કેર (Supportive Care):

IV fluids (આઇ.વી. ફ્લ્યુઇડ્સ)

Oxygen therapy (ઓક્સિજન થેરાપી)

Seizure control (સીઝર નિયંત્રણ) જો જરૂર પડે તો.

Intensive care monitoring (આઈસીયૂ મોનીટરિંગ) જરૂર મુજબ.

6.હૉસ્પિટલ રેફરલ (Hospital Referral):

સિવ્યર કન્ડિશન હોય ત્યારે પેશન્ટને તરત જ મેડીકલ સુવિધા ધરાવતાં હૉસ્પિટલમાં મોકલો.

ઇન્જેસ્ટેડ પોઇઝનિંગમાં તાત્કાલિક ઓળખ અને યોગ્ય સારવાર જીવન બચાવી શકે છે. Activated charcoal, antidotes અને સપોર્ટિવ થેરાપી એ તેનું મુખ્ય મેનેજમેન્ટ છે. દરેક કેસમાં તબીબી સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

b) List down diuretic drugs and write role of nurse while giving diuretics drugs. ડાયુરેટીક ડ્રગનું લીસ્ટ બનાવો અને ડાયુરેટીક ડ્રગ આપતી વખતે નર્સનો રોલ લખો.

ડાયયુરેટીક ડ્રગ્સની યાદી (List of Diuretic Drugs):

ડાયયુરેટીક મેડીકેસન (Diuretics) એ એવી મેડીસીન છે જે યુરિન (urine) ની માત્રામાં વધારો કરીને બોડીમાંથી વધુ સોડિયમ (sodium) અને પાણી બહાર કાઢે છે. આ દવાઓ મુખ્યત્વે હાઇપરટેન્શન (hypertension), હાર્ટ ફેઇલ્યર (heart failure), કિડની ડિસઓર્ડર (kidney disorder), અને લીવર ડિસીઝ (liver disease) માં આપવામાં આવે છે.

1.લૂપ ડાયયુરેટીક્સ (Loop Diuretics):

  • Furosemide (ફ્યુરોસેમાઈડ)
  • Torsemide (ટોર્સેમાઈડ)
  • Bumetanide (બ્યુમેટાનાઈડ)

2.થાયાઝાઇડ ડાયયુરેટીક્સ (Thiazide Diuretics):

  • Hydrochlorothiazide (હાઈડ્રોક્લોરોથાયાઝાઈડ)
  • Chlorthalidone (ક્લોરથાલિડોન)
  • Indapamide (ઇન્ડાપામાઈડ)

3.પોટેશિયમ-સ્પેરિંગ ડાયયુરેટીક્સ (Potassium-Sparing Diuretics):

  • Spironolactone (સ્પાઈરોનોલેક્ટોન)
  • Amiloride (એમિલોરાઈડ)
  • Triamterene (ટ્રાયએમ્ટરીન)

4.ઓસ્મોટીક ડાયયુરેટીક્સ (Osmotic Diuretics):

  • Mannitol (મેનિટોલ)

5.કાર્બોનિક ઍનહાઈડ્રેઝ ઇન્હિબિટર્સ (Carbonic Anhydrase Inhibitors):

  • Acetazolamide (એસિટાઝોલામાઇડ)

ડાયયુરેટીક મેડીસીન આપતી વખતે નર્સનો રોલ (Role of Nurse While Administering Diuretic Drugs):

નર્સિંગ પર્સન માટે જરૂરી છે કે ડાયયુરેટીક દવાઓ આપતી વખતે યોગ્ય મૂલ્યાંકન અને અવલોકન (monitoring) કરે જેથી દર્દીને સલામત અને અસરકારક સારવાર મળી શકે.

1.બેઝલાઇન અસેસમેન્ટ (Baseline Assessment):

બ્લડ પ્રેશર (blood pressure), હાર્ટ રેટ (heart rate), યુરિન આઉટપુટ (urine output) અને વેઇટ (weight) મોનીટરીંગ કરવો.

લેબ રિપોર્ટ્સ ચકાસવા: સોડિયમ (sodium), પોટેશિયમ (potassium), બ્યુન (BUN), ક્રિએટિનિન (creatinine)

2.ઈલેક્ટ્રોલાઇટ્સ માટે મોનીટરીંગ (Monitor Electrolytes):

ખાસ કરીને હાઇપોકેલેમિયા (hypokalemia) – એટલે કે પોટેશિયમ ની ઘટ – માટે ધ્યાન રાખવું ખાસ કરીને લૂપ અને થાયાઝાઈડ ડાયયુરેટીક્સ લેતાં પેશન્ટ માં.

3.ડાયેટ અને પોટેશિયમ મેનેજમેન્ટ (Diet & Potassium Management):

પેશન્ટને પોટેશિયમ રિચ ફૂડ (Potassium-rich food) આપવા સલાહ આપવી, જેમ કે બનાના (banana), ઓરેંજ (orange), વગેરે – જો પોટેશિયમ-લોઝિંગ ડ્રગ આપવામાં આવે છે.

જો Spironolactone જેવી પોટેશિયમ-સ્પેરિંગ દવા આપવામાં આવે તો પોટેશિયમ વધવાને અટકાવવું.

4.યુરિન આઉટપુટ મોનીટર કરવું (Monitor Urine Output):

દરરોજ યુરિનની માત્રા નોંધવી અને જરૂરી હોય તો ઇનપુટ-આઉટપુટ ચાર્ટ (intake-output chart) રાખવો.

5.બ્લડ પ્રેશર મોનીટર કરવો (Monitor Blood Pressure):

ઓર્થોસ્ટેટીક હાયપોટેન્શન (orthostatic hypotension) માટે સાવચેત રહેવું.

દવા લીધા પછી બ્લડ પ્રેશર ઓછું ન થાય તે ચકાસવું.

6.ડેઇલી વેઇંગ (Daily Weighing):

દિવસે એક વખત એક જ ટાઈમે વજન માપવું – ફલુઈડ રિટેન્શન (fluid retention) ને મોનિટર કરવા માટે.

7.સાઇડ ઇફેક્ટ માટે અવલોકન (Observe for Side Effects):

ડીઝીનેસ (dizziness), વાય weakness, લિથાર્જી (lethargy), પેટમાં દુખાવો, ક્રેમ્પ્સ, ડિહાઈડ્રેશન (dehydration) વગેરે માટે તપાસવું.

8.ડોક્ટર ની સૂચના વિના દવા બંધ ન કરાવવી (Do Not Stop Drug Without Doctor’s Advice):

દવાઓ નિયમિત લેવામાં મદદરૂપ થવું અને દર્દીને એડહિરીંસ (adherence) માટે પ્રોત્સાહિત કરવું.

ડાયયુરેટીક મેડીકેશન એ ખૂબ જ ઉપયોગી છે જો યોગ્ય રીતે આપવામાં આવે. નર્સનો રોલ મેડીકેશનના સાઇડઇફેક્ટ અને સેફ્લી યુઝ માટે મહત્વપૂર્ણ છે. યોગ્ય અવલોકન, પેશન્ટ એજ્યુકેશન (education), અને સાઇડ ઇફેક્ટ્સ માટે સાવચેતી રાખવી એ નર્સની મુખ્ય જવાબદારી છે.

C) Define Modified Radical Mastectomy (M.R.M) and write down its management. એમ.આર.એમ ની વ્યાખ્યા આપો અને તેનું મેનેજમેન્ટ લખો.

મોડીફાઇડ રેડિકલ માસ્ટેક્ટમી (Modified Radical Mastectomy : M.R.M.) એ બ્રેસ્ટ કેન્સર (breast cancer) ની સર્જિકલ સારવાર છે, જેમાં બ્રેસ્ટ ની સંપૂર્ણ removal સાથે-સાથે અંદરથી એક્સિલરી લિંફ નોડ્સ (axillary lymph nodes) પણ કાઢી લેવામાં આવે છે.

આ પ્રોસિજરમાં pectoralis major (પેક્ટોરાલિસ મેજર) અને pectoralis minor (પેક્ટોરાલિસ માઇનર) મસલ્સ સાચવી લેવાય છે – એટલે તેને “મોડીફાઈડ” કહેવાય છે, કારણ કે તે રેડિકલ માસ્ટેક્ટોમી કરતા ઓછી ઇન્વેસિવ છે પણ સ્ટીલ ઇફેક્ટીવ છે.

M.R.M. પછીનું મેનેજમેન્ટ (Post-Operative Management of M.R.M.):

મોડીફાઇડ રેડિકલ માસ્ટેક્ટમી પછી યોગ્ય મેનેજમેન્ટ પેશન્ટ ના ક્યોર થવા અને લાઇફ ની ક્વોલિટી મેઇન્ટેઇન કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે.

1.પોસ્ટ ઓપરેટિવ મોનીટરીંગ (Post-operative Monitoring):

  • વાઇટલ સાઇન (vital signs) જેવા કે બ્લડ પ્રેશર, પલ્સ, રેસ્પિરેટ્રી રેટ અને ટેમ્પરેચર રેગ્યુલર રીતે ચકાસવા.
  • ઇન્સિઝન સાઇટ (incision site) પર બ્લીડિંગ (bleeding), ઇન્ફેક્શન (infection), કે હેમેટોમા (hematoma) માટે અવલોકન.

2.ડ્રેઇન મેનેજમેન્ટ (Drain Management):

  • સર્જરી પછી સર્જીકલ ડ્રેઇન (surgical drain) મૂકવામાં આવે છે જે વધારાનું ફલૂઇડ બહાર કાઢે છે.
  • ડ્રેઇનના આઉટપુટ (output) ને દરરોજ માપવું અને નોંધવું.
  • ડ્રેઈન સાફ રાખવી અને ઇન્ફેક્શન અટકાવવું.

3.પેઈન મેનેજમેન્ટ (Pain Management):

  • પેઇન (pain) માટે તબીબે જણાવેલી પેઇન કિલર એનાલજેસીક્સ (analgesics) આપવી.
  • દર્દીને આરામદાયક સ્થિતિમાં સુવડાવવી.

4.ઇન્ફેક્શન પ્રિવેન્શન (Infection Prevention):

  • વુન્ડ (wound) ને નિયમિત સાફ અને ડ્રાય રાખવી.
  • એન્ટીબાયોટિક્સ (antibiotics) ડોક્ટરના ઓર્ડર મુજબ આપવી.

5.લિમ્ફેડેમા પ્રિવેન્શન (Prevention of Lymphedema):

  • અફેક્ટેડ સાઇડના હેન્ડ પર બ્લડ પ્રેશર લેવું કે ઈન્જેક્શન ન આપવું.
  • હાથ ઉંચો રાખવો, લીમ્બ એક્સરસાઈઝ (limb exercise) શરુ કરવી – ડોક્ટરની સલાહ મુજબ.

6.એક્સરસાઇઝ અને ફિઝિયોથેરાપી (Exercise and Physiotherapy):

  • સ્કિન અને મસલ્સની જકડણ અટકાવવા માટે ખભાના હલનચલન માટે એક્સરસાઈઝ કરાવવી.
  • ફિઝિયોથેરાપિસ્ટની ગાઈઇડલાઇન પ્રમાણે હાથની મૂવમેન્ટ ચાલુ રાખવી.

7.ડાયટ મેનેજમેન્ટ (Dietary Management):

  • હાઈ પ્રોટીન અને હાઈ કેલરી ડાયેટ આપવી – ઘાવ વહેલું ભરાય અને શક્તિ મળે.
  • પૂરતું પાણી પીવું અને ફાઈબર રિચ ફૂડ આપવું.

8.સાઇકોલોજીકલ સપોર્ટ (Psychological Support):

  • સર્જરી પછી પેશન્ટમાં ડિપ્રેશન કે શોક (grief) આવી શકે છે : તેથી કાઉન્સેલિંગ આપવું.
  • પરિવારના સભ્યો અને સપોર્ટ ગ્રુપ સાથે જોડાણ કરાવવું.

9.ફોલોઅપ કેર (Follow-Up Care):

  • રેગ્યુલર હૉસ્પિટલ ફોલોઅપ માટે સમયસર મોકલવો.
  • કેન્સર રિકરન્સ માટે અવલોકન ચાલુ રાખવું.
  • કેમોથેરાપી કે રેડીયોથેરાપી જરૂર હોય તો સમયસર શરૂ કરાવવી.

Modified Radical Mastectomy (M.R.M.) એ બ્રેસ્ટ કેન્સરના સર્જિકલ સારવારમાં મહત્વપૂર્ણ સ્ટેપ છે. સર્જરી પછીનું યોગ્ય મેનેજમેન્ટ – wound care, pain control, infection prevention, physiotherapy, અને emotional support – પેશન્ટના કમ્પ્લીટ્લી રિકવરી માટે ખૂબ જ જરૂરી છે. નર્સિંગ ટીમનો સક્રિય અને જવાબદાર રોલ દર્દીની સફળ સારવાર માટે માળખાકીય ભાગ ભજવે છે.

d) Enlist indications of tracheostomy and describe post-operative tracheostomy care. ટ્રેકીઓસ્ટોમીના ઇ-ન્ડીકેશન્સ ની યાદી બનાવો અને પોસ્ટ ઓપરેટીવ ટ્રેકીઓસ્ટોમી કેર વર્ણવો.

ટ્રેકિયોસ્ટોમીની (Definition of Tracheostomy):

ટ્રેકિયોસ્ટોમી (Tracheostomy) એ એક સર્જિકલ પ્રોસિઝર છે જેમાં ગળાની આગળના ભાગે હોલ કરીને ટ્રેકિયા (trachea – શ્વાસ નળી) માં ટ્રેકિયોસ્ટોમિ ટ્યુબ (tracheostomy tube) મૂકી દેવામાં આવે છે, જેથી શ્વાસ લેવાનું સરળ બને.

ટ્રેકિયોસ્ટોમીના ઇન્ડીકેશન્સ (Indications of Tracheostomy):

ટ્રેકિયોસ્ટોમી વિવિધ કારણોસર જરૂરી પડી શકે છે. નીચે તેના મુખ્ય ઇન્ડીકેશન્સ (indications) આપેલા છે:

1.એરવે ઓબ્ઝ્ટ્રક્શન (Airway Obstruction):

  • ટ્રોમા (trauma)
  • ટ્યુમર (tumor)
  • કોન્જીનાઇટલ એનૉમાલી (congenital anomaly)

2.પ્રલૉન્ગ્ડ મેકેનિકલ વેન્ટીલેશન (Prolonged Mechanical Ventilation):

  • જો પેશન્ટને લાંબા સમય માટે વેન્ટીલેટર પર રાખવું પડે ત્યારે.

3.સિવ્યર ન્યુરોલોજીકલ કંડિશન્સ (Severe Neurological Conditions):

  • જેમ કે ગુલીન બારે સિન્ડ્રોમ (Guillain-Barré Syndrome), સ્ટ્રોક (stroke), કે કોમામાં હોય ત્યારે.

4.ક્રોનિક પલ્મોનરી ડિસિઝ (Chronic Pulmonary Disease):

  • જેમ કે COPD (સીઓપીડી) માં કાર્બન ડાયોક્સાઈડ રિટેન્શન થતી હોય.

5.ફેશિયલ ટ્રોમા (Facial Trauma):

  • મોઢા અથવા જડબાના ગંભીર ઇજામાં જ્યારે ઓરલ ઈન્ટ્યુબેશન શક્ય ન હોય ત્યારે.

6.હેડ એન્ડ નેક સર્જરી (Head and Neck Surgery):

  • ખાસ કરીને ઓરલ કે ફેરિન્જિયલ સર્જરી દરમ્યાન ટેમ્પરરી એરવે માટે.

પોસ્ટ ઓપરેટિવ ટ્રેકિયોસ્ટોમી કેર (Post-Operative Tracheostomy Care):

ટ્રેકિયોસ્ટોમી બાદ યોગ્ય દેખરેખ અને જાળવણી પેશન્ટના સ્વાસ્થ્ય અને જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

1.એરવે પેટન્સી જાળવવી (Maintain Airway Patency):

ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ બ્લોક ન થાય તે માટે નિયમિત સક્શન (suction) કરવું.

સક્શન કરતી વખતે sterilized technique વાપરવી.

2.સાઇટ કાળજી (Stoma Site Care):

ટ્રેકિયોસ્ટોમી સાઇટને દરરોજ સાફ કરવી અને ડ્રાય રાખવી.

કોઇ પણ રેડનેસ (redness), સેલ્યુલાઇટિસ (cellulitis) કે પસ (pus) માટે અવલોકન કરવું.

3.ટ્યુબ સિક્યોરિટી (Tube Security):

ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ સારી રીતે બાંધેલી છે કે નહીં તે ચકાસવી.

ટાઈ બાંધવાનું તંગ પણ નહીં અને ઢીલું પણ નહીં.

4.હ્યુમિડિફિકેશન (Humidification):

શ્વાસ લેનાર હવા નમીયુક્ત (humidified) હોવી જોઈએ જેથી મ્યુકસ ઘટે.

નેબ્યુલાઇઝેશન (nebulization) પણ આપી શકાય છે જો જરૂર હોય.

5.કોમ્યુનિકેશન માટે સપોર્ટ (Communication Support):

પેશન્ટ ને કોમ્યુનિકેશન મા હેલ્પ કરવી.

6.ન્યુટ્રીશન મેનેજમેન્ટ (Nutrition Management):

જો પેશન્ટ orally ખાઈ શકે નહીં તો નેઝોગેસ્ટ્રિક ટ્યુબ (nasogastric tube) મારફતે ન્યુટ્રીશન આપવું.

7.મોનિટરિંગ (Monitoring):

પેશન્ટ ના ઓક્સિજન સેચ્યુરેશન ને કન્ટીન્યુઅસ મોનીટરીંગ કરવું.

જો કોઈ પેઇન, તકલીફ, શ્વાસમાં તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરને જાણ કરવી.

8.ટ્યુબ ચેન્જ (Tube Change):

ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ ડોક્ટર અથવા ટ્રેન્ડ નર્સ દ્વારા sterile environment માં નિયમિત બદલવી.

9.સાઇકોલોજીકલ સપોર્ટ (Psychological Support):

પેશન્ટ ને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો. તથા કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ટ્રેકિયોસ્ટોમી એ શ્વસન માટે એક જીવદાયી સર્જીકલ રીત છે, ખાસ કરીને ગંભીર અથવા લંબાણવાળી શ્વાસની તકલીફમાં. પરંતુ, તેનું યોગ્ય પોસ્ટ ઓપરેટિવ કેર ન હોય તો જીવલેણ સંકટો ઉભા થઈ શકે. એક ટ્રેઈન્ડ નર્સ તરીકે એરવે મેનેજમેન્ટ, હાઈજીન, સક્શન, મોનિટરિંગ અને કોમ્યુનિકેશનમાં હેલ્પ કરવી એ પેશન્ટના હેલ્થ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ હોય છે.

Q:4 Write short notes (Any Three) ટુંક નોંધ લખો (કોઇ પણ ત્રણ) 3×4= 12

a) Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ)

Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ):

Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) એ એક skeletal disorder (સ્કેલેટલ ડિસઓર્ડર) છે જેમાં bone density (બોન ડેન્સિટી) ઘટી જાય છે અને bones (બોન્સ) વિક અને ફ્રેજાઇલ બની જાય છે. આ કન્ડિશનમાં બોનમાંથી ખનિજ ઘટી જવાથી તે બ્રેક ડાઉન થવાના રિસ્કમાં આવી જાય છે : ખાસ કરીને hip (હિપ), spine (સ્પાઇન) અને wrist (રિસ્ટ) માં.

બોન કેવી રીતે અફેક્ટ થાય છે?

સામાન્ય રીતે બોન કન્ટીન્યુઅસ remodeling (રીમોડેલિંગ) ની પ્રોસેસ હેઠળ હોય છે – જેમાં જૂના બોન તૂટી જાય છે અને નવા બોન બને છે. પરંતુ Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) માં:

Bone resorption (બોન રિસોર્પ્શન) > Bone formation (બોન ફોર્મેશન)
એટલે કે જૂના બોન તૂટી રહ્યા છે પણ નવા એટલી ઝડપથી નહિ બની રહ્યા, જેના કારણે બોન થીન અને વિક બને છે.

કારણો (Causes):

1.Aging (એજિંગ): ઉંમર વધતા bone density (બોન ડેન્સિટી) ઘટી જાય છે.

2.Estrogen deficiency (ઇસ્ટ્રોજન ડેફિસિયન્સી): મહિલાઓમાં મેનોપોઝ પછી Estrogen (ઇસ્ટ્રોજન) નું લેવલ ઘટે છે, જે બોનના ઘાટ પર અસર કરે છે.

3.Calcium deficiency (કેલ્શિયમ ડિફિસિયન્સી) અને Vitamin D deficiency (વિટામિન D ડિફિસિયન્સી)

4.Sedentary lifestyle (સેડન્ટરી લાઇફસ્ટાઇલ): શારીરિક પ્રવૃત્તિનો અભાવ.

5.Certain medications (સર્ટન મેડિકેશન્સ): જેમ કે Corticosteroids (કોર્ટિકોસ્ટિરોઇડ્સ)

6.Alcohol (એલ્કોહોલ) અને Smoking (સ્મોકિંગ)

સિમ્પટોમ્સ (Symptoms):

  • Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) ને “Silent disease (સાયલન્ટ ડિસીઝ)” તરીકે ઓળખવામાં આવે છે કારણ કે શરૂઆતમાં કોઇ લક્ષણ ન હોય.
  • આ ખ્યાલ ત્યારે આવે છે જ્યારે નાની ઈજા પછી પણ બોન તૂટી જાય:
  • બેક માં સતત દુખાવો (vertebral fractures – વર્ટિબ્રલ ફ્રેક્ચર્સ)
  • ઊંચાઈ ઘટી જવી
  • ખંભા અથવા હિપનું તૂટી જવું
  • વાળેલા/મોડેલા સ્ટાન્સ (Stooped posture – સ્ટૂપ્ડ પોસ્ટર)

રિસ્ક ફેક્ટર્સ (Risk Factors) :

  • 50 વર્ષથી વધુ ઉંમરની ફીમેલમા
  • મેનોપોઝ પછીની વુમનમા
  • ફેમેલી હિસ્ટ્રી (Family history )
  • ઓછી બોડી વજન ધરાવતી વ્યક્તિઓ
  • લાંબા સમય સુધી Steroids (સ્ટિરોઇડ્સ) લેતા પેશન્ટમા

ડાયગ્નોસીસ (Diagnosis):

Bone Mineral Density Test (બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) : જેને DEXA scan (ડેક્સા સ્કેન) કહે છે, એ સૌથી સામાન્ય અને માન્ય પરીક્ષણ છે.

પરિણામો T-score (ટી-સ્કોર) દ્વારા માપવામાં આવે છે:

≥ -1.0 : Normal

-1.0 થી -2.5 : Osteopenia (ઓસ્ટીઓપેનિયા)

≤ -2.5 : Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ)

ટ્રીટમેન્ટ (Treatment):

1.Lifestyle modification (લાઇફસ્ટાઇલ મોડિફિકેશન)

રેગ્યુલર એક્સરસાઇઝ : ખાસ કરીને weight-bearing exercises (વેઇટ બેરિંગ એક્સરસાઇઝીસ)

ધૂપથી Vitamin D (વિટામિન D) મેળવવો

સ્મોકિંગ અને આલ્કોહોલ ટાળવા

2.Supplementation (સપ્લિમેન્ટેશન)

Calcium (કેલ્શિયમ) : દૈનિક જરૂરિયાત મુજબ

Vitamin D3 (વિટામિન D3)

3.Medications (મેડિકેશન્સ):

Bisphosphonates (બિસફોસ્ફોનેટ્સ): જેમ કે Alendronate (એલેનડ્રોનેટ), Risedronate (રાઇઝેડ્રોનેટ)

SERMs – Selective Estrogen Receptor Modulators (એસઈઆરએમ્સ): જેમ કે Raloxifene (રેલોક્સિફિન)

Parathyroid hormone analogs (પેરાથાયરોઇડ હોર્મોન એનાલોગ્સ): જેમ કે Teriparatide (ટેરિપેરેટાઇડ)

Denosumab (ડેનોસુમેબ): રેંક લિગેન્ડ ઇનહિબિટર : છ મહિને એકવાર ઇન્જેક્શન તરીકે અપાય છે

પ્રિવેન્શન (Prevention):

એડોલેસન્સ થી જ એડીક્યુએટ Calcium (કેલ્શિયમ) અને Vitamin D (વિટામિન D) લેવુ

રેગ્યુલર એક્સરસાઇઝ કરવી.

સ્મોકિંગ અને અલ્કોહોલ અવોઇડ કરવું.

મેનોપોઝ પછી Bone density testing (બોન ડેન્સિટી ટેસ્ટિંગ) કરાવવી

Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) એ બોનની ડેન્સીટી ઘટતી એક ક્રોનિક પ્રોબ્લેમ છે. સામાન્ય રીતે ગ્રેજ્યુઅલી ડેવલોપ થાય છે અને લક્ષણ વિના આગળ વધે છે એટલે તેને Silent disease (સાયલન્ટ ડિસીઝ) કહે છે. જો યોગ્ય સમયે diagnosis (ડાયગ્નોસિસ) અને treatment (ટ્રીટમેન્ટ) ન લેવાય તો fracture (ફ્રેક્ચર) થવાનું રિસ્ક ખૂબ વધી જાય છે.

b) Acne vulgaris (એકની વલ્ગારીસ)

Acne Vulgaris (એક્ની વલ્ગારિસ) એ એક સામાન્ય અને ક્રોનિક (દીર્ઘકાળીન) સ્કીન ડીસીઝ છે, જે સામાન્ય રીતે કિશોરાવસ્થામાં શરૂ થાય છે પરંતુ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આ રોગનો સંબંધ sebaceous glands (સિબેશિયસ ગ્લેંડ્સ) અને hair follicles (હેર ફોલીકલ્સ) સાથે હોય છે, જ્યાં તેલ અને સીબમ (ડેડ સ્કિન સેલ્સ) કલેક્ટ થાય છે.

આ કારણે comedones (કોમેડોન્સ) (બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ), papules (પેપ્યુલ્સ) (નાનું લાલ દાણું), pustules (પસ્ટ્યુલ્સ) (પીવ ભરેલું ફોડું), nodules (નોડ્યુલ્સ) અને ક્યારેક cysts (સિસ્ટ્સ) (ઘેરું ફોડું કે ગાંઠ) જોવા મળે છે.

Acne Vulgaris (એક્ની વલ્ગારિસ) ની મુખ્ય લાગણી ધરાવતી જગ્યા :

  • Face (ફેસ)
  • Back (બેક)
  • Chest (ચેસ્ટ)
  • Shoulders (સોલ્ડર)
  • આ સ્થળોએ sebaceous glands (સિબેશિયસ ગ્લેંડ્સ) વધુ હોવાના કારણે, Acne વધારે પ્રમાણમાં જોવા મળે છે.

કારણો અને પેથોફિઝિયોલોજી (Pathophysiology):

Acne ની શરૂઆત અને વિકાસ પાછળ ચાર મુખ્ય પેથોફિઝિયોલોજીકલ ઘટકો જવાબદાર છે:

1.Increased sebum production (ઇન્ક્રીઝ્ડ સીબમ પ્રોડક્શન)

હોર્મોનલ બદલાવ (ખાસ કરીને Androgens – એન્ડ્રોજન્સ)ના કારણે sebaceous glands (સિબેશિયસ ગ્લેંડ્સ) દ્વારા વધારે (sebum) ઉત્પાદન થવા લાગે છે.

2.Follicular hyperkeratinization (ફોલીક્યુલર હાયપરકેરેટિનાઇઝેશન)

હેઇર ના ફોલીકલમાં keratin (કેરેટિન) નામના પ્રોટીનના વધારાના ઉત્પન્ન થવાથી ફોલીકલ બ્લોક થઈ જાય છે.

3.Bacterial colonization with Cutibacterium acnes (ક્યૂટિબેકટિરિયમ એક્નિસ)

આ બેક્ટેરિયા, જે અગાઉ Propionibacterium acnes (પ્રોપિઓનિબેક્ટિરિયમ એક્નિસ) તરીકે ઓળખાતા, બ્લોક થયેલા પોર્સમાં વૃદ્ધિ પામે છે અને ઇન્ફ્લેમેશન પેદા કરે છે.

4.Inflammation (ઇન્ફાલેમેશન)

ઉપરોક્ત ત્રણેય તત્વો સાથે immune response (ઈમ્યુન રિસ્પોન્સ) જોડાઈને સ્કિનની અંદર રેડનેસ, પેઇન અને એબ્સેસ સર્જે છે.

Acne ના પ્રકારો (Types of Acne) :

Acne ને બે મુખ્ય કેટેગરીમાં વહેંચી શકાય છે:

1.Non-inflammatory Acne (નૉન-ઇન્ફ્લેમેટરી એક્ની):

Open comedones (ઓપન કોમેડોન્સ): બ્લેકહેડ્સ – પોર્સ ખુલ્લા હોય છે અને તેલ + સેલ્સ હવામાં ઓક્સિડાઇઝ થાય છે, તેથી કાળો રંગ.

Closed comedones (ક્લોઝ્ડ કોમેડોન્સ): વ્હાઇટહેડ્સ – પોર્સ બંધ હોય છે, બાહ્ય ઓક્સિજન સાથે સંપર્ક ન થવાને કારણે સફેદ રહે છે.

2.Inflammatory Acne (ઈન્ફ્લેમેટ્રી એક્ની) :

Papules (પેપ્યુલ્સ): લાલ, પીડાદાયક નાનાં દાણા.

Pustules (પસ્ટ્યુલ્સ): પીળા અથવા સફેદ પીવાળાં ફોડાં.

Nodules (નોડ્યુલ્સ): ઊંડાં અને કઠણ ગાંઠ જે પીડાદાયક હોય છે.

Cysts (સિસ્ટ્સ): નરમ, પિવાળાં ઊંડાં ફોડાં જે સ્કારિંગ છોડી શકે છે.

ટ્રીટમેન્ટ (Treatment):

Mild Acne (માઇલ્ડ એક્ની)

Topical Retinoids (ટોપિકલ રેટિનોઇડ્સ): જેમ કે Adapalene (એડેપાલિન) : જે ફોલીકલ્સ ખૂલ્લા રાખે છે અને નવા બ્લોકેજ રોકે છે.

Benzoyl Peroxide (બેન્ઝોઇલ પેરોક્સાઇડ): બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને ઇન્ફ્લેમેશન ઘટાડે છે.

Topical Antibiotics (ટોપિકલ એન્ટિબાયોટિક્સ): જેમ કે Clindamycin (ક્લિન્ડામાઇસિન) : બેક્ટેરિયા સામે કાર્ય કરે છે.

Moderate to Severe Acne (મોડરેટ ટૂ સવિઅર એક્ની)

Oral Antibiotics (ઓરલ એન્ટિબાયોટિક્સ): જેમ કે Doxycycline (ડોક્સીસાઇકલિન) : બેક્ટેરિયલ ઇન્ફેકશન અને ઇન્ફ્લેમેશનમાં ઉપયોગી.

Hormonal Therapy (હોર્મોનલ થેરાપી): ખાસ કરીને ફીમેલ માં : જેમ કે Combined Oral Contraceptives (કોમ્બાઇન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ)

Oral Isotretinoin (ઓરલ આઇસોટ્રેટિનોઇન): ગંભીર અને ટ્રીટમેન્ટ-રેઝિસ્ટન્ટ કેસ માટે — ખૂબ અસરકારક પરંતુ મોનીટરિંગ જરૂરી છે.

ધ્યાનમાં રાખવાના મુદ્દા:

Isotretinoin (આઇસોટ્રેટિનોઇન) ગર્ભાવસ્થામાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે — તેથી તેનો ઉપયોગ કરતી વખતે કડક ગર્ભનિરોધક પગલાં લેવાનું જરૂરી છે.

લાંબા સમય સુધી antibiotics (એન્ટિબાયોટિક્સ) નો ઉપયોગ ટાળવો, કેમ કે તે રેઝિસ્ટન્સ પેદા કરે છે.

દરેક દવા અને સારવાર માત્ર Dermatologist (ડર્મેટોલોજિસ્ટ)ના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ.

Acne Vulgaris (એક્ની વલ્ગારિસ) એ ખાસ કરીને યુવાનાવસ્થામાં જોવા મળતો સામાન્ય પરંતુ મુશ્કેલ સ્કિન રોગ છે. તેનું યોગ્ય ડાયગ્નોસીસ અને યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા ઇફેક્ટીવ કંટ્રોલ શક્ય છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે Scarring (સ્કારિંગ) જેમ કે કાયમી ડાઘ છોડી શકે છે. તેથી સમયસર અને માર્ગદર્શન હેઠળ ટ્રીટમેન્ટ લેવો ખૂબ જ જરૂરી છે.

C) Tetanus (ટીટેનસ)

  • ટીટેનસ એ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની બેક્ટેરિયા દ્વારા બોડીમા તેની ટોક્સિક ઇફેક્ટ ફેલાવી નર્વસ સિસ્ટમમા અસર કરતી એક કન્ડિશન છે.
  • ટીટેનસ મા શરીરમા સિવીયર અને અનકન્ટ્રોડ મસલ્સ સ્પાઝમ જોવા મળે છે.
  • તેમા મસલ્સ સ્પાઝમ ના કારણે લોક જો એટલે કે જડબાનો ભાગ ન ખુલે આ પ્રકારની કન્ડિશન પણ જોવા મળે છે.
  • રેસ્પિરેશન ના મસલ્સમા સ્પાઝમ આવવાના કારણે શ્વાસોશ્વાસ સારી રીતે ન લઈ શકવાના કારણે વ્યક્તિનુ ડેથ પણ જોવા મળે છે.
  • બોડી મા આવેલા તમામ મસલ્સ મા અનકંટ્રોલડ સ્પાઝમ જોવા મળે છે. આ કન્ડિશન એ વેક્સિન અને ઇમ્યુનાઈઝેશન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય એ પ્રકારની છે.

કોઝીઝ ફોર ટીટેનસ..

  • ટીટેટસ માટેના કોઝિટિવ ઓર્ગેનિઝમ એ જમીનમા જોવા મળે છે. તે જમીનમા સુસુપ્ત અવસ્થા મા રહેલ હોય છે અને કોઈ પણ ઘાવ કે જખમ દ્વારા તે શરીરમા અંદર પ્રવેશી અને બોડીમા નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે અને તેના સાઇન અને સિમ્પટમ્સ જોવા મળે છે.
  • મુખ્યત્વે આ માઇક્રો ઓર્ગેનિઝમ એ શરીરમા કટ પડવાથી બોડીમા અંદર દાખલ થાય છે.

ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ.

  • આ કન્ડિશનમા ખાસ કરીને મસ્ક્યુલર રીજીડીટી અને મસ્ક્યુલર સ્પાઝમ જોવા મળે છે.
  • બોડીમા આવેલા તમામ મશલ્સ મા સ્પાઝમ આવી શકે છે.
  • ફેસ ના મસલ્સ મા સ્પાઝમ ના લીધે લોક જો (lock jaw) ની કન્ડિશન જોવા મળે છે.
  • બેક ના મસલ્સ ના સ્પાઝમ ના કારણે સ્પાઇનનો કર્વેચર વળાંક વાળો થઈ જાય છે જે કન્ડિશનને ઓપીસ્થોટોનસ તરીકે ઓળખવામા આવે છે.
  • રેસ્પીરેશન મસલ્સમા સ્પાઝમ આવવાના કારણે બ્રેધીંગ ડિફીકલ્ટી જોવા મળી શકે છે.
  • સખત મસ્ક્યુલર સ્પાઝમ ની કન્ડિશનને ટીટેની તરીકે પણ ઓળખવામા આવે છે. આ સખત સ્પાઝમ ના કારણે બોડીમા મસલ્સ રપ્ચર થવા તથા બોડી ના કોય પણ ભાગ મા ફ્રેક્ચર થવુ એ પણ જોવા મળી શકે છે.
  • ફેસના મસલ્સ મા સ્પાઝમ આવવાના કારણે જીભ બહાર નીકળેલી તથા એક્સેસિવ સ્વેટિંગ, ડ્રોલિંગ તથા સોલોવીંગ ડિફીકલ્ટી પણ જોવા મળી શકે છે.
  • યુરીન પાસ કરવામા અને સ્ટુલ પાસ કરવામા પણ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.
  • સિવીયર કન્ડીશનમા વ્યક્તિનુ ડેથ પણ જોવા મળે છે.

ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન.. હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ પરથી ડાયગ્નોસીસ કરી શકાય છે.

મેનેજમેન્ટ..

  • આ કન્ડિશનમા વ્યક્તિને કોઈપણ પ્રકારની બહારની સ્ટીમ્યુલેશન ન મળે એ રીતે તેને isolate કરવામા આવે છે તથા બેડ રેસ્ટ આપવામા આવે છે.
  • એન્ટીબાયોટિક થેરાપી ડોક્ટર ઓર્ડર મુજબ આપવામા આવે છે.
  • આ કન્ડિશનમા ટીટેનસ ના ઈમ્યુનો ગ્લોબ્યુલીન આપવામા આવે છે.
  • બોડીમા આવતા મસલ્સ સ્પાઝમને કંટ્રોલ કરવા માટે સેડેટીવ્સ મેડિસિન આપવામા આવે છે.
  • બ્રિધીંગ ડિફીકલ્ટી ના કેસમા ઓક્સિજન થેરાપી આપવામા આવે છે. જો વધારે સિવીયર કન્ડિશન હોય તો મિકેનિકલ વેન્ટિલેટરની મદદ થી આર્ટિફિશિયલ રેસ્પીરેશન પણ આપવામા આવે છે.
  • આમા વ્યક્તિને નીલ બાઈ માઉથ (NBM) રાખવામા આવે છે. આથી પેરેન્ટ્રલ ન્યુટ્રીશન અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી દ્વારા ફ્લૂઈડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેઈન કરવામા આવે છે.
  • આમા લોકલ અફેક્ટેડ એરિયા પર સર્જીકલ ડિબ્રાઇનમેન્ટ ના પ્રોસિજર દ્વારા વુંડ ક્લીન કરવામા આવે છે. જેથી ટોક્સિન નો સોર્સ મીનીમાઈઝ કરી શકાય.

પ્રિવેશન એન્ડ હોમ કેર.

  • જ્યારે કોઈપણ ઘાવ સ્કીન પર પડે કે કોઈપણ વસ્તુ લાગે અને સ્કીન બ્રેક ડાઉન થાય ત્યારે તેને એન્ટિસેપ્ટિક સોલ્યુશન અને રનીંગ વોટર થી ક્લીન કરવી જેથી ટીટેનસના માઇક્રો ઓર્ગેનિઝમ નુ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય.
  • બ્લડિંગ સ્ટોપ કરવા માટે ક્લીન ક્લોથ નો ઉપયોગ કરવો જોઈએ.
  • સ્કિન પર પડેલા વુન્ડ ની રેગ્યુલર કેર, ડ્રેસિંગ અને હાઈજીનિક મેઝરમેન્ટ લેવા જોઈએ.
  • આ કન્ડિશન એ એક ઇમ્યુનાઈઝેશન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય છે તથા ન્યુ બોર્ન કે નિયોનેટમા ડિલિવરી વખતે ના પ્રિકોશન્સ રાખવાથી આ કન્ડિશન ન્યુ બોર્ન અને નિયમોનેટ મા પ્રિવેન્ટ કરી શકાય છે.
  • ટીટેનસ વેક્સિન દ્વારા આ કન્ડિશન કમ્પલીટલી પ્રિવેન્ટ કરી શકાય છે જેનુ complet ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ બાળકોમા અપાવવુ ખૂબ જરૂરી હોય છે.
  • ટીટેનસ નો બુસ્ટર ડોઝ પણ અપાવવો જરૂરી હોય છે.

d) Cataract ( કેરેક્ટ )

કેટરેક્ટ એ ઓક્યુલર કન્ડિશન છે જેમાં ક્લીઅર ક્રિસ્ટલાઇન લેન્સમાં ક્લાઉડીંગ અને ઓપેસિટી જોવા મળે છે. જેને કારણે બ્લર્ડ વિઝન જોવા મળે છે.

causes of cataract (કોઝીસ ઓફ કેટરેક્ટ):

કેટરેક્ટ એ ઘણા બધા ફેક્ટરને કારણે જોવા મળે છે. જે નીચે મુજબ છે :

  • એજ
  • હેરિડિટરી (જીનેટીક ફેક્ટર)
  • એક્સપોઝર ટુ યુવી લાઇટ
  • એક્સપોઝર ટુ હીટ
  • સ્મોકિંગ
  • ઓબેસીટી
  • ડાયાબિટીસ
  • આઇ ઇન્જરી
  • પ્રિવીયસ આઇ સર્જરી
  • ઇન્ટ્રાઓક્યુલર ડિસઓર્ડર
  • યુઝ ઓફ મેડીકેશન (કોર્ટીકોસ્ટીરોઇડ, ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ) Write classification of cataract (રાઇટ ક્લાસિફિકેશન ઓફ કેટરેકટ)

ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ કોસ

  • એજ રીલેટેડ (સીનાઇલ) કેટરેકટ : આ મોસ્ટ કોમન ટાઇપ છે જે લેન્સમાં એજ રીલેટેડ ચેન્જીસ થવાને કારણે જોવા મળે છે.
  • કન્જીનેટલ કેટરેકટ : કન્જીનેટલ કેટરેકટ એ જન્મ સમયે પ્રેઝન્ટ હોય છે. જે જીનેટીક ફેક્ટરને કારણે જોવા મળે છે.
  • સેકન્ડરી કેટરેકટ : સેકન્ડરી કેટરેકટ એ આઇ કન્ડિશન અથવા સિસ્ટેમિક કન્ડિશનને કારણે ડેવલપ થાય છે. જેમકે ડાયાબિટીસ, ટ્રોમા, ઇન્ફલામેશન
  • ટ્રોમેટીક કેટરેકટ : ટ્રોમેટીક કેટરેકટ એ આઇમાં પેનેટ્રેટિંગ અથવા બ્લન્ટ ટ્રોમા થવાને કારણે જોવા મળે છે.
  • રેડીએશન કેટરેકટ : રેડીએશન કેટરેકટ એ આયોનાઇઝ રેડીએશનના કોન્ટેકમાં હોવાને કારણે જોવા મળે છે.
  • ઇલેક્ટ્રિકલ કેટરેકટ : ઇલેક્ટ્રિકલ કેટરેકટ એ ઇલેક્ટ્રીક ઇન્જરી અથવા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ કરંટના કોન્ટેક્ટમાં આવવાથી જોવા મળે છે.
  • ટોકસિક કેટરેકટ : ટોકસિક કેટરેકટ એ ટોક્સિક કેમિકલ અથવા મેડીસિનના સંપર્કમાં આવવાને કારણે જોવા મળે છે.
  • મેટાબોલીક કેટરેકટ : મેટાબોલીક કેટરેકટ એ મેટાબોલીક ડીસઓર્ડરને કારણે જોવા મળે છે. જેમકે ગેલેકટોસેમિયા, વિલ્સન ડીઝીસ

ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ લોકેશન વિથીન લેન્સ

ન્યુક્લિયર કેટરેકટ : ન્યુક્લિયર કેટરેકટમાં લેન્સનો ન્યુક્લિયર પાર્ટ કલાઉડી થયેલ જોવા મળે છે.

સુપરા ન્યુક્લિયર કેટરેકટ : સુપરા ન્યુક્લિયર કેટરેકટમાં ન્યુક્લિયરનો ઉપરનો પાર્ટ એટલે કોરટેક્સનો ડીપર પાર્ટ અફેક્ટ થયેલો હોય છે.

કોર્ટીકલ કેટરેકટ : કોર્ટીકલ કેટરેકટમાં કોરટેકસ અફેક્ટ થાય છે એટલે કે લેન્સનું આઉટર લેયર અફેકટ થાય છે.

કેપ્સ્યુલર કેટરેકટ : કેપ્સ્યુલર કેટરેકટમાં લેન્સની આજુબાજુ આવેલ કેપ્સ્યુલ અફેકટ થાય છે.

પોસ્ટેરિયર સબ કેપ્સ્યુલર કેટરેકટ : પોસ્ટેરિયર સબ કેપ્સ્યુલર કેટરેકટમાં લેન્સ કેપ્સ્યુલનો બેકનો પાર્ટ અફેકટ થાય છે. ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ડિગ્રી ઓફ ઓપેસિટી

ઇનસીપીએન્ટ કેટરેક્ટ : આ કેટરેક્ટનો અર્લી સ્ટેજ છે. જેમાં મિનીમલ વિઝ્યુઅલ સિમ્પ્ટમ્સ જોવા મળે છે અને લેન્સમાં સ્લાઇટલી ઓપેસિટી જોવા મળે છે.

ઇમમેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સમાં મોડીરેટ ઓપેસિટી જોવા મળે છે અને નોટીસેબલ વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ જોવા મળે છે.

મેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સમાં કમ્પ્લીટલી ઓપેસિટી જોવા મળે છે અને તેના કારણે સિગ્નિફિકેટ વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ અને બ્લાઇન્ડનેસ જોવા મળે છે.

હાઇપર મેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સ મટીરીયલનું લિકવીફેકશન જોવા મળે છે અને લેન્સ કેપ્સુલમાં શ્રિંકજ (સંકોચન) જોવા મળે છે.

clinical manifestations of cataract (ક્લિનિકલ મેનીફેસ્ટેશન ઓફ કેટરેક્ટ):

  • ક્લાઉડેડ, બ્લર્ડ એન્ડ ડીમ વિઝન
  • ટ્રબલ સીઇંગ એટ નાઇટ
  • પુર વિઝન એટ નાઇટ
  • ડબલ વિઝન ઇન વન આઇ
  • હેલોસ અરાઉન્ડ લાઇટ (લાઇટની આજુબાજુ ડિસ્ક અથવા સર્કલ જોવા મળે)
  • લ્યુકોકોરિયા ઓર વ્હાઇટ પ્યુપિલ
  • ફોટોફોબિયા
  • રીડયુસ લાઇટ ટ્રાન્સમિશન
  • ડીક્રીઝ વિઝ્યુઅલ એક્યુટી
  • ડીક્રીઝ કલર પરસેપ્શન

Write diagnostic evaluation of cataract (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ કેટરેકટ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ
  • સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન
  • ટોનોમેટ્રી
  • અલ્ટ્રાસાઉન્ડ

Write management of cataract (રાઇટ મેનેજમેન્ટ ઓફ કેટરેકટ)

  • ફેકોઇમલસિફીકેશન : ફેકોઇમલસિફીકેશન એ કેટરેકટ સર્જરી માટે ઊપયોગમાં લેવાતી મોડર્ન મેથડ છે. જેમાં અલ્ટ્રાસાઉન્ડ એનર્જીનો ઉપયોગ કરીને ક્લાઉડી લેન્સને બ્રેકઅપ કરવમાં આવે છે અને તેને રીમુવ કરવામાં આવે છે.
  • ઇન્ટ્રાઓકયુલર લેન્સ ઇમ્પ્લાનટેશન : કેટરેકટને રીમુવ કર્યા બાદ આઇમાં ઇન્ટ્રાઓકયુલર લેન્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે એટલે કે આઇના નેચરલ લેન્સને આર્ટિફિસિયલ લેન્સ વડે રીપ્લેસ કરવામાં આવે છે.
  • એક્સ્ટ્રા કેપ્સ્યુલર કેટેરેકટ એક્સટ્રેકશન : ECCE માં લેન્સ અને કેપસુલના એન્ટેરિયર પોર્શનને રીમુવ કરવામાં આવે છે જ્યારે પોસ્ટેરિયર કેપ્સ્યુલને ઇનટેકટ રાખવામાં આવે છે.
  • ઇન્ટ્રા કેપ્સ્યુલર કેટેરેકટ એક્સટ્રેકશન : ICCE માં લેન્સ તેમજ કેપ્સયુલને રીમુવ કરવામાં આવે છે. પ્રિઓપરેટિવ કેર :
  • સૌપ્રથમ પેશન્ટને આઇડેન્ટીફાઇ કરવું અને ફાઇલ પર કેટરેકટ સર્જરી માટેનો ડોક્ટરનો ઓર્ડર ચેક કરવો.
  • ત્યારબાદ પેશન્ટને એપ્રોપ્રિએટ હિસ્ટ્રી કલેક્ટ કરવી.
  • તેનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
  • પેશન્ટના વાઇટલ સાઇન મોનિટર કરવા.
  • સર્જરી માટેના નેસેસરી બ્લડ ટેસ્ટ કરાવવા. (જેમકે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, HIV, Hbsag, એક્સ રે, ECG)
  • પેશન્ટને પ્રોસિજર એક્સપ્લેન કરવી, તેના ઇન્ડીકેશન અને કોન્ટ્રાઇન્ડીકેશન વિશે જણાવવું. જેથી તેના ફિયર અને એન્ઝાઇટીને દૂર કરી શકાય.
  • સર્જરી માટે પેશન્ટની અને તેના ફેમિલી મેમ્બરની કન્સલટ લેવી.
  • પેશન્ટને ફેસ વોશ કરવા માટે કહેવું અને આઇલેસીશ કટ કરવા માટે કહેવું.
  • પેશન્ટની ઓપરેશન કર્યા પહેલાં છ થી આઠ કલાક નીલ પર ઓરલ રહેવા કહેવું.
  • ઓપરેશન કર્યાના થોડાક સમય પહેલા માયડ્રિયાટિક અને સાઇકલોપ્લેજીક આઇડ્રોપ એડમિનિસ્ટ્રર કરવા. જે પ્યુપિલને ડાયલેટ અને પેરાલાઇઝ કરે છે.
  • પેશન્ટને એન્ટીબાયોટિક અને એન્ટીઇમેટિક ડ્રગ એડમિનિસ્ટર કરવી. પોસ્ટ ઓપરેટિવ કેર :

કેટરેકટમાં સર્જરી પૂર્ણ થયા બાદ પેશન્ટની થોડીક જ કલાકમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે.

  • સર્જરી પૂર્ણ થયા બાદ પેશન્ટના વાઇટલ સાઇન મોનિટર કરવા.
  • પેશન્ટને ઓપરેટિંગ કોઈપણ પ્રકારના સીમ્પ્ટમ્સ જોવા મળે છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટને ઓપરેટિંગ આઇ પર પ્રેશર લગાવવાનું અવોઇડ કરવા કહેવું.
  • પેશન્ટને ઓપરેટીંગ આઇને વારંવાર ટચ કરવા અને રબિંગ કરવાનું અવોઇડ કરવા કહેવું.
  • પેશન્ટને ઓપરેટીંગ આઇની ઓપોઝિટ સાઇડ પર સુવા માટે કહેવું.
  • પેશન્ટની આઇ ડ્રોપ ઇન્સ્ટીલેશન માટેની ટેકનીક ડેમોસ્ટ્રેટ કરીને બતાવવી.
  • પેશન્ટને આઇસિલ્ડ વિયર કરવા માટે કહેવું. જેથી આઇને ઇન્જરી થતી પ્રિવેન્ટ કરી શકાય.
  • પેશન્ટને સ્નીઝીંગ, કફિંગ અને સ્ટેઇને કરવાનું અવોઈડ કરવા કહેવું કારણકે તેનાથી ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશરમાં વધારો થઇ શકે છે.
  • પેશન્ટની ક્લોઝ વર્ક કરવાનું અવોઇડ કરવા કહેવું.

Q: 5 Define Following (Any Six) – નીચેના અર્થ સમજાવો (કોઇ પણ છ) 12

1) Cardiomyopathy (કાર્ડીયોમાયોપથી)

Cardiomyopathy (કાર્ડિયોમાયોપથી) એ હાર્ટ મસલ્સ (Heart Muscle) નો એવો ડિસીઝ (Disease) છે જેમાં હાર્ટ (Heart) ના સ્ટ્રક્ચર (Structure) અને ફંક્શન (Function) એબનોર્મલ (Abnormal) બની જાય છે. આ કન્ડિશનમાં માયોકાર્ડીયમ (Myocardium) વિક (Weak), એન્લાર્જ (Enlarged), રિજીડ (Rigid) અથવા થીકેન્ડ (Thickened) બની જાય છે જેના કારણે હાર્ટ એ બ્લડ (Blood) ને પ્રોપર્લી રીતે પંપ (Pump) કરી શકતું નથી. Cardiomyopathy (કાર્ડિયોમાયોપથી) નો મુખ્ય પરિણામ હાર્ટની ફંક્શનલ એબીલીટીમા ઘટાડો (Decreased Cardiac Function) થવાનો હોય છે જે એન્ડ માં Heart Failure (હાર્ટ ફેઇલ્યુર), Arrhythmia (અરિથ્મિયા) અને Sudden Cardiac Arrest (સડન કાર્ડિયાક અરેસ્ટ) જેવા સિવ્યર રિઝલ્ટ તરફ દોરી શકે છે.

2) Papule & Macule (પેપ્યુલ એન્ડ મેક્યુલ)

Papule (પેપ્યુલ ):

પેપ્યુલ (Papule) એ સ્કીન પર એલીવેટેડ, સોલીડ (Solid), અને ક્લિયર લીમીટેડ લીઝન (Lesion) છે, જે સામાન્ય રીતે 1 સે.મી. કરતાં નાની હોય છે. તે કોઈ ફ્લુઇડ ધરાવતી નથી અને ઘણી વખત એકને (Acne), ચિકનપોક્સ (Chickenpox), કે ડર્મટિટિસ (Dermatitis) જેવી સ્કીન ડીસીઝમાં જોવા મળે છે.

Macule (મેક્યુલ):

મેક્યુલ (Macule) એ સ્કીનની સર્ફેસ સાથે સમાન, ફ્લેટ (Flat) અને ઓન્લી કલરમાં ચેન્જીસ દર્શાવતી લિઝન (Lesion) છે, જે 1 સે.મી. કરતાં નાની હોય છે. તેમાં કોઈ એલીવેશન કે ટેક્સ્ચર નહીં હોય અને મીઝલ્સ (Measles), વીટિલિગો (Vitiligo) વગેરેમાં જોવા મળે છે.

3) Palliative Care ( પેલીએટીવ કેર )

Palliative care પેશન્ટના symptom ને ઓછા કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.આ patient ના cure માટે નહીં પરંતુ જે પેશન્ટ ડેથ થતા હોય અથવા તો ટર્મિનલ ઈલ( terminally ill )પેશન્ટ હોય તેને પેલીએટીવ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. આમ પેલેટીવ (palliative care )કેર એ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ during death time improve કરે છે.Palliative care એ ટ્રેઇન નર્સ ડોક્ટર અને સાથે સાથે ફેમિલી મેમ્બર્સ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે.

  • Palliative care મા ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ ને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે.
  • Psychiatric,
  • ( સાઈકેટરીક)
  • Councillor
  • ( કાઉન્સેલર),
  • Social worker
  • ( સોશિયલ વર્કર),
  • Spiritual worker
  • ( સ્ટેચ્યુઅલ વર્કર ),
  • And
  • Doctor પણ ઇનવોલ્વ હોય છે.

Palliative care માં હેલ્થ કેર પર્સનલ સાથે સાથે ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ નું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે પેશન્ટની કેરમાં ઇનવોલમેન્ટ હોય છે.

Goal of palliative care (ગોલ ઓફ પેલીયેટીવ કેર):

  • પેશન્ટના પેઈન અને symptoms ને દૂર કરવા માટે.
  • પેશન્ટનું ઈમોશનલ સ્ટેટસ, મેન્ટલ સ્ટેટસ, અને spiritual સ્ટેટસ ને ઈમ્પ્રુવ કરવા માટે.
  • પેશન્ટ અને તેના family members બંને ને સપોર્ટ કરવા માટે.
  • પેશન્ટને સાઇકોલોજિકલ સપોર્ટ પૂરો પાડવા માટે.

Services provided:

  • પેશન્ટ જ્યારે પોતાના જીવનના છેલ્લા અવસ્થામાં હોય ત્યારે સાયકોલોજીકલ, Spiritual અને કોપિંગ એબિલિટીને ઇમ્પ્રુવ કરવા માટે.
  • પેશન્ટના pain અને symptoms Relive કરવા માટે.
  • પેશન્ટ અને તેના ફેમિલી members ને શીખવાડવા માટે કે જે દર્દી હોય તેની સારવાર કેવી રીતે કરવી.
  • પેશન્ટને જરૂરી હોય તેવા drugs અને ઇક્વિપમેન્ટ પ્રોવાઇડ કરવા માટે care provide કરવામાં આવે છે.
  • આમ, palliative care એ જે પેશન્ટ પોતાની જીવનની છેલ્લા અવસ્થામાં હોય તેવા પેશન્ટને તેની ડિસિઝ ના symptoms ને દૂર કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.

4) Disaster ( ડીઝાસ્ટર )

ડિઝાસ્ટર એટલે એવી ઘટના કે જેમાં ઘણું બધું ડેમેજ થાય છે આર્થિક રીતે અસ્તવ્યસ્ત થાય છે માનવ જીવન ઓછું થાય છે અને તે હેલ્થ પર પણ ખૂબ જ મોટી અસર કરે છે અને તે ખૂબ જ નુકસાની કરે છે કુદરતી વસ્તુને પણ ખૂબ જ નુકસાન કરે છે એટલે કે ડિઝાસ્ટર એટલે આપત્તિ.

ડિઝાસ્ટર (Disaster) એ એક સિવ્યર અને અનએક્સપેક્ટેડ સિચ્યુએશન છે જે હ્યુમન લાઇફ, હેલ્થ (Health), સોસાયટી (Society), ઇકોનોમી (Economy), અને એન્વાયરમેન્ટ (Environment) પર મોટો નેગેટીવ ઇફેક્ટ કરે છે. તે નેચરલ (Natural) કે મેનમેડ (Manmade) હોઇ શકે છે. મેડિકલ દૃષ્ટિએ, ડિઝાસ્ટર એ એવી કન્ડિશન છે જેમાં ઇમરજન્સી મેડીકલ સર્વિસીસ (Emergency Medical Services) ની જરૂર પડે છે અને લોકલ હેલ્થ સિસ્ટમ (Local Health Systems) અસમર્થ (Incompetent) થઇ જાય છે. જીવ બચાવવા માટે ટાઇમ્લી એક્શન્સ (Timely Actions) ઇમ્પોર્ટન્ટ બને છે.

type (ટાઈપ) :

ડિઝાસ્ટર ના બે ટાઈપ પડે છે.
1)NATURAL (નેચરલ),
2)MANMADE (મેનમેડ).

1) NATURAL (નેચરલ):

  • નેચરલ ડિઝાસ્ટર માં નેચરલ આફત નું સમાવેશ થાય છે.
  • Like:
  • floor,( પુર)
  • cyclone,( ચક્રવાત)
  • drought, (દુકાળ)
  • Earthqueck,( ધરતીકંપ)
  • Cold wave ,(ઠંડી લહેર)
  • thunderstrom,( વાવાઝોડું)
  • heat waves,( ગરમીની લહેર)
  • mud slides,( ટેકરી પરથી પથ્થરો પડવા)
  • Strome.( તોફાન).

2) MANMADE (મેનમેડ) :

આમાં ડિઝાસ્ટર એ લોકોની ખરાબ એક્શન ના કારણે થાય છે જેમ કે negligency, કામમાં ખામી અને વ્યક્તિઓની ભૂલ દ્વારા મેનમેડ ડિઝાસ્ટર થાય છે.
તેને પાછા ડિવાઇડ કરીને technological and sociological ભાગ પાડવામાં આવેલા છે.
technologicalમાં ટેકનોલોજીનું ફેલ્યોર હોય જેમકે એન્જિનિયરિંગ failure, ટ્રાન્સપોર્ટ ડિઝાસ્ટર અને એન્વાયરમેન્ટ ડિઝાસ્ટર નું સમાવેસ થાય છે.
Sociological ડિઝાસ્ટરમાં કોઈપણ ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવે જેમકે યુદ્ધ, રમખાણો નું સમાવેશ થાય છે.
આવી રીતે મેનમેડ ડિઝાસ્ટર ઉદભવે છે જેમ કે નીચે પ્રમાણેના ડિઝાસ્ટર નું સમાવેશ થાય છે.

  • fire (આગ),
  • Epidemic ( મહા મારી),
  • Deforestation ( વન નાબૂદી),
  • Pollution due to prawan cultivation ( પ્રોન ખેતીના કારણે પ્રદૂષણ),
  • Chemical pollution ( કેમિકલ પોલ્યુશન),
  • Wars (યુદ્ધ),
  • Road /train accidents ( રોડ ટ્રેન નું એક્સિડન્ટ),
  • Food poisoning ( ફૂડ પોઇસ્નીંગ),
  • Industrial disaster ( ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર),
  • Environmental pollution (એન્વાયરમેન્ટ પોલ્યુશન)

આ બધા માનવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા બીજા ડિઝાસ્ટર છે.
આમ આ પ્રમાણે ડિઝાસ્ટર ના કુદરતી અને માનવ દ્વારા બે પ્રકાર પાડવામાં આવે છે.

5) Colour Blindness ( કલર બ્લાઇન્ડનેસ )

કલર બ્લાઇન્ડનેસ ને ‘કલર વિઝન ડેફિશિયન્સી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કલર બ્લાઇન્ડનેસ માં અમુક કલર ને પારખવામાં ડિફિકલ્ટી જોવા મળે છે. કલર બ્લાઇન્ડનેસ ધરાવતા વ્યક્તિને અમુક રંગો, ખાસ કરીને રેડ અને ગ્રીન અથવા બ્લુ અને યેલો રંગો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી પડે છે. જેમ કે ટ્રાફિક લાઇટ ને વાંચવામાં, પાકેલા ફળોને ઓળખવા વગેરે.

6) Phantom limb pain ( ફેન્ટમ લિમ્બ પેઇન )

ફેન્ટમ લીમ્બ પેઇન (Phantom Limb Pain) એ એક ન્યુરોલોજિકલ (Neurological) કન્ડિશન છે જેમાં કોઇ વ્યક્તિને તેની એમ્પ્યુટેડ થયેલા ઓર્ગન્સ ની (જેમ કે હાથ કે પગ) જગ્યાએ પેઇનનો અનુભવ થાય છે, જ્યારે તે ઓર્ગન એ બોડીમાં હકીકતમાં હાજર ન હોય. આ પેઇન શરીરની ખરેખર એમ્પ્યુટેડ થયેલા ઓર્ગન્સ ની જગ્યાએ થાય છે અને વ્યક્તિને એવું લાગતું રહે છે કે તે અંગ હજુ ત્યાં જ છે – જેને ફેન્ટમ લિમ્બ (Phantom Limb) કહેવાય છે. આ પેઇન સામાન્ય રીતે શાર્પ (Sharp), શૂટિંગ (Shooting), બર્નિંગ (Burning), ક્રેમ્પિંગ (Cramping) અથવા થ્રોબિંગ (Throbbing) ફોર્મ માં ફીલ થય શકે છે. ફેન્ટમ લીમ્બ પેઇનનું મુખ્ય કારણ નર્વસ સિસ્ટમ (Nervous System) અને બ્રેઇન (Brain) તરફથી મળતા ફોલ્સ ઇમ્પલ્સિસ હોય છે, જે હકીકત માં ન હોય તેવા ઓર્ગન્સ ની હાજરી અને પેઇનની જાણકારી આપે છે. ખાસ કરીને એમ્પ્યુટેશન (Amputation) પછી આ પેઇન દેખાય છે અને તે ટૂંકા ગાળાથી લઈ લાંબા ગાળાના પેઇન સુધી રહી શકે છે. આ પેઇનના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે મેડિકલ ઇન્ટર્વેન્શન (Medical Intervention), ફિઝિકલ થેરાપી (Physical Therapy), મિરર થેરાપી (Mirror Therapy), મેડિકેશન (Medication) વગેરે વિકલ્પો અવેઇલેબલ હોય છે.

OR

ફેન્ટમ લિંબ પેઈન એ એક પ્રકાર નુ પેઈન કે ડીસકંફર્ટ્ છે. જે ખાસ કરીને એક્સ્ટ્રીમિટી ના એમ્યુટેશન પછી જોવા મળે છે. આ એક્ષટ્રીમીટી રીમુવ થઈ ગયા પછી વ્યક્તિને તે જગ્યાએ પેઇન ના સેન્સેશન પર્સીવ થાય છે.આ પ્રકારનુ પેઇન એ એમપ્યુટેશન થયાના થોડા દિવસો સુધી જોવા મળે છે. આ પ્રકારના પેઇન નુ મિકેનિઝમ હજી સુધી સ્પષ્ટ સમજાઈ શક્યું નથી કે વ્યક્તિ દ્વારા આ પ્રકારના સેન્સેશન માત્ર પર્સિવ થાય છે કે અમુક થિયરી મુજબ આ પ્રકારનુ પેઇન એ એક્સ્ટ્રીમિટી કે લીબ ના એમપ્યુટેશન પછી બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ના સેંસેશન દ્વારા વ્યક્તિ મા હકીકતમા અનુભવાય છે.

7) Epistaxis ( એપીસ્ટેક્સીશ).

એપિસ્ટેક્સિસ મિન્સ નોઝ બ્લીડ અથવા નેઝલ હેમરેજ નોઝમાં આવેલ મ્યુકસ મેમ્બ્રેન ના કોઇપણ એરિયામાં વેસલ્સ રપ્ચર થવાને કારણે નોસ્ટ્રિલ અથવા નેઝલ કેવીટીમાંથી બ્લિડિંગ જોવા મળે છે જેને એપિસ્ટેક્સિસ (epistaxis) તરીકે ઓળખવામાં આવે છે.
એપીસ્ટેક્સીસ ને નોઝ બ્લીડ પણ કહેવામાં આવે છે.આ એવી કન્ડિશન છે કે જેમાં એક્ટિવ બ્લીડિંગ એ નોસ્ટ્રીલ માંથી,નેઝલ કેવિટી અથવા તો નેઝોફેરીંગ્સ માંથી થાય છે.આ ત્યારે થાય છે જ્યારે નોઝ ની અંદર રહેલી બ્લડ વેસેલ્સ એ ડેમેજ અથવા તો ઇન્જર્ડ થાય છે. નોઝ ના આગળના ભાગમાંથી અથવા તો પાછળના ભાગમાંથી બ્લીડિંગ થવાની પ્રક્રિયા ને નોઝ બ્લિડ અથવા તો એપિસ્ટેક્સીસ કહેવામાં આવે છે.

8) Tonsillitis ( ટોન્સીલાઇટીસ )

ટોન્સિલ્સ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને ટોન્સિલાયટિસ (Tonsillitis) તરીકે ઓળખવામાં આવે છે.જે બેક્ટેરીયલ અને વાયરલ ઇન્ફેક્શન ના કારણે જોવા મળે છે.(ટોન્સિલ એ ટિસ્યુના સ્મોલ માસ છે જે થ્રોટ ની સાઇડમાં આવેલ હોય છે જે નોઝ અને માઉથ દ્વારા એન્ટર થતા ફોરેઇન બોડીને ફિલ્ટર કરે છે અને તેને કીલ કરે છે).

Q-6 (A) Fill in the blanks, ખાલી જગ્યાઓ પૂરો( 05 )

1) Normal WBC count in human body is …… માનવ શરીરમાં નોર્મલ ડબલ્યુ.બી.સી. કાઉન્ટ ….. Answer: 4,000 – 11,000 / mm³
માનવ શરીરમાં નોર્મલ WBC કાઉન્ટ 4,000 – 11,000 / mm³ છે.

2) Intraocular pressure measured by ….. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ….. ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપી શકાય છે. Answer: Tonometer
ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર Tonometer ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપી શકાય છે.

3) Rheumatic Heart Disease is a complication of ….. રુમેટીક હાર્ટ ડિસીઝ એ ….. નુ કોમ્પ્લીકેશન છે. Answer: Rheumatic Fever
રૂમેટીક હાર્ટ ડિસીઝ એ રૂમેટીક ફીવરનું કોમ્પ્લીકેશન છે.

4) Enlargement of breast in male is called ….. પુરૂષમાં બેસ્ટની સાઇઝ માં વધારો થાય તેને ….. કહે છે. Answer: Gynecomastia
પુરૂષમાં બેસ્ટની સાઇઝ માં વધારો થાય તેને ગાયનેકોમાસ્ટિયા કહે છે.

5) Peritonsilar Abscess is called ….. પેરીટોન્સીલર એબ્સેસને …… કહે છે. Answer: Quinsy
પેરીટોન્સીલર એબ્સેસને ક્વિન્સી કહે છે.

(B) State whether following statement is true or false. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 05

1) Alopecia is a side effect of chemotherapy. એલોપેસીયા એ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ છે. True
એલોપેસીયા એ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ છે. → સાચું

2) Large red blood cells are seen in Megaloblastic Anemia. મેગાલોબ્લાસ્ટીક એનેમિયામાં મોટા રેડ બ્લડ સેલ જોવા મળે છે. True
મેગાલોબ્લાસ્ટીક એનેમિયામાં મોટા રેડ બ્લડ સેલ જોવા મળે છે. → સાચું

3) Keratoplasty is a modern treatment of cataract કેરેટોપ્લાસ્ટી એ કેટરેટની મોર્ડન ટ્રીટમેન્ટ છે. False
(Keratoplasty = corneal transplantation, not for cataract; cataract treatment is lens extraction with IOL implantation)
કેરેટોપ્લાસ્ટી એ કેટરેક્ટની મોર્ડન ટ્રીટમેન્ટ નથી. → ખોટું

4) Thalassemia is a hereditary disease. થેલેસેમીયા એ વારસાગત રોગ છે.True
થેલેસેમીયા એ વારસાગત રોગ છે. → સાચું

5) Herpes simplex is spread by droplet infection હર્પીસ સીમ્પ્લેક્સએ ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા સ્પ્રેડ થાય છે. False
(Herpes simplex spreads mainly by direct contact, not droplet infection)
હર્પીસ સીમ્પ્લેક્સ ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા નથી ફેલાતો. → ખોટું

(C) Match the following. જોડકા જોડો. (05)

A B

1) Mumps (મમ્પ્સ) 1) Lock Jaw (લોક જો)

2) Tetanus ( ટીટેનસ ) 2) Salmonella Typhi (સાલમોનેલા ટાઇફી)

3) Enteric Fever (એન્ટ્રીક કીવર) 3) Schick test (સીક ટેસ્ટ)

4) Diptheria ( ડિપ્થેરિયા ) 4) Syndromic case management (સીન્ડ્રોમીક કેસ મેનેજમેન્ટ)

5) Plague (પ્લેગ) 5) Infertility (ઇનફર્ટીલિટી)

6) Rat Origin (રેટ ઑરિજિન)

A → B (ANSWER)

1.Mumps (મમ્પ્સ) → 5) Infertility (ઇનફર્ટીલિટી)
(Complication of mumps = orchitis → infertility in males)

2.Tetanus (ટીટેનસ) → 1) Lock Jaw (લોક જો)
(Classical symptom of tetanus is trismus/lock jaw)

3.Enteric Fever (એન્ટ્રીક ફીવર) → 2) Salmonella Typhi (સાલમોનેલા ટાઇફી)
(Causative organism of enteric/typhoid fever is Salmonella Typhi)

4.Diptheria (ડિપ્થેરિયા) → 3) Schick test (સીક ટેસ્ટ)
(Schick test is used to detect susceptibility to diphtheria toxin)

5.Plague (પ્લેગ) → 6) Rat Origin (રેટ ઑરિજિન)
(Plague is a zoonotic disease transmitted via rats and fleas)

✅ Final Answer:
1 → 5
2 → 1
3 → 2
4 → 3
5 → 6

Published
Categorized as GNM-S.Y.-MSN-2 PAPER, Uncategorised