10/12/2024-ANM-SY-HCM-પેપર સોલ્યુશન નંબર -11

પેપર સોલ્યુશન નંબર – 11 (10/12/2024)

10/12/2024

પ્રશ્ન – ૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પી.એચ.સી એટલે શું? તેનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ લખો. 03

પી.એચ.સી. (PHC)

  • પી.એચ.સી. (PHC) એટલે Primary Health Centre — જેને ગુજરાતીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે.
  • ગ્રામ્ય તથા અર્ધશહેરી વિસ્તારોમાં પ્રાથમિક સ્તરે આરોગ્ય સેવાઓ આપવા માટે સરકાર દ્વારા સ્થાપિત આરોગ્ય કેન્દ્ર.
  • આરોગ્ય સેવા વ્યવસ્થામાં પ્રાથમિક સ્તર પરની સૌથી મહત્વની એકમ.

પી.એચ.સીનો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ

(૨) પી.એચ.સીના કાર્યો લખો. 04

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો

મેડિકલ કેર

  • પ્રિવેન્ટિવ કેર
  • પ્રમોટીવ કેર
  • કયુરેટીવ કેર

મેટર્નલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર

  • સગર્ભાવસ્થાની સારવાર
  • પ્રસૃતિ દરમ્યાનની સારવાર
  • પોસ્ટનેટલ કેર
  • એડોલેશન કેર
  • ૦ થી ૫ વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ આઈ.એમ.એન.સી.આઈ.મુજબ બાળકોની સારવાર

સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન

  • સલામત પાણીની સગવડતા
  • કુવાના પાણીનું કલોરીનેશન કરવુ.
  • પર્યાવરણની સ્વચ્છતા જાળવવી
  • આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું
  • સ્વછતા અભિયાન ચલાવવું

ફેમીલી પ્લાનીંગની કાયમી પધ્ધતીની સમજણ આપવી(ફેમિલી પ્લાનિંગ એન્ડ ફેમિલી વેલ્ફેર)

  • ફેમીલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિની સમજણ આપવી
  • બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી
  • એમ.ટી.પી. અંગેની સમજણ આપવી
  • વંધત્વ વાળી માતાઓને સમજણ આપવી
  • કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગેની સમજણ આપવી

ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ (કંટ્રોલ ઓફ કોમ્યુનીકેબલ ડીજીસ)

  • લોકોને ચેપી રોગો અંગેની માહીતી આપવી
  • સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો
  • એઈડસ, હીપેટાઈટીસ-બી વગેરેની માહીતી આપવી
  • રસીકરણ કરવુ.
  • અટકાયતી પગલાઓની સમજણ આપવી

જીવંત આકડાઓનું એકત્રીકરણ અને રીપોર્ટીગ(વાઈટલ સ્ટેટીસટીક એન્ડ રિપોર્ટિંગ)

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા
  • બરાબર રીપોર્ટીંગ કરવુ.
  • ડેથ રેઈટ, બર્થ રેઈટ, આઈ.એમ.આર. અને એમ.એમ.આર.ની માહીતી લેવી.
  • માંદગી તથા મરણના કારણો જાણવા.

આરોગ્ય શિક્ષણ (હેલ્થ એજ્યુકેશન)

  • ફોર્મલ અને ઈમ્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું
  • બેનર, ભીંત સુત્રો, ટી.વી. પેમ્પલેટ પોસ્ટર વડે માહિતી આપવી
  • પ્રા.આ.કે. ખાતે પોસ્ટર દ્વારા માહીતી આપવી

શાળા આરોગ્ય કાર્યક્રમ (સ્કુલ હેલ્થ પ્રોગ્રામ)

  • શાળાના બાળકોની તપાસ કરવી
  • જરૂર હોય તેવા બાળકોને સંદર્ભ સેવાઓ આપવી
  • નાના રોગની સારવાર કરવી
  • આંખની ખામી, કૃમી અને નાના રોગોની તુરત સારવાર કરવી
  • વહેલાસરનું નિદાન કરી રીફર કરવા

તાલીમ અને શિક્ષણ (Training)

  • દાયણ,એફ.એચ.ડબલ્યુ,એમ.પી.ડબલ્યુ વગેરેને તાલીમ આપવી.
  • પ્રા.આ.કે.પર આવતા એ.એન.એમ. જી.એન.એમ.તથા બી.એસ.સી.કે મેડીકલ
    ના તાલીમાર્થી ઓને તાલીમ આપવી
  • આશા, આંગણવાડી વર્કર તથા દાયણને તાલીમ આપવી રેફરલ સેવાઓ (Referral Services)
  • પાયાની સારવાર આપ્યાબાદ નજીકના એફ.આર.યુ.માં રીફર કરવુ.

સંશોધન કાર્ય (રિસર્ચ વર્ક)

  • ડેથ રેઈટ,બર્થ રેઈટ,આઈ.એમ.આર.,એમ.એમ.આર.વગેરની માહીતી મેળવી
  • કેવા પ્રકારના રોગો કયારે થાય છે તે જાણી શકાય છે.
  • માંદગી તથા મરણના કારણો જાણી શકાય

તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવવા (ઓલ નેશનલ હેલ્થ પ્રોગ્રામ)

  • તમામ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ભજવવો
  • આર.એન.ટી.સી.પી., મેલેરીયા, પોલીયો વગેરે કાર્યક્રમો કરવા
  • મહિલા સશિકતકરણ કાર્યક્રમ, બેટીબચાવો, બેટી પઢાવો કાર્યક્રમ ચલાવવા

પાયાની લેબોરેટરી સેવાઓ (Basic Lab.Services )

  • મેલેરીયાની સ્લાઈડ,પ્રેગન્નસી ટેસ્ટ,યુરીન સુગર અને આબ્લ્યુમીન વગેરે તપાસ કરવી

(૩) પી.એચ.સી માં એફ.એચ.એસ ની જવાબદારીઓ લખો. 05

પી.એચ.સી માં એફ.એચ.એસ. ની જવાબદારીઓ

1. ANM તથા મહિલા આરોગ્યકર્મીઓની દેખરેખ (Supervision):

  • સબ-સેન્ટર સ્તરે કાર્યરત ANMનું કાર્ય ચકાસવું.
  • તેઓ દ્વારા રાખવામાં આવતા રજીસ્ટરો અને રિપોર્ટની તપાસ કરવી.

2. માતા અને બાળ આરોગ્ય (MCH) કાર્યક્રમ:

  • ગર્ભવતી સ્ત્રીઓની ANC તપાસોની દેખરેખ.
  • પ્રસૂતિ સેવાઓ, રસીકરણ તથા PNC સેવાઓની દેખરેખ.
  • કુપોષિત બાળકોના કેસોની ઓળખ અને રેફરલ.

3. કુટુંબ આયોજન કાર્યક્રમ:

  • વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો પ્રચાર અને ઉપયોગ વધારવો.
  • ANM દ્વારા આપવામાં આવતી કુટુંબ યોજના સેવાઓની દેખરેખ.

4. રસીકરણ કાર્યક્રમ (Immunization):

  • Universal Immunization Programme (UIP) ની અસરકારક અમલવારી.
  • કોલ્ડ-ચેઈન જાળવણીની દેખરેખ.

5. સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ:

  • ગ્રામ્ય સ્તરે મહિલાઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અંગે શિક્ષણ આપવું.
  • મહિલાઓમાં રોગપ્રતિકારક આરોગ્ય વર્તન વિકસાવવું.

6. રેકોર્ડ અને રિપોર્ટિંગ:

  • માતા-બાળ આરોગ્ય, કુટુંબ આયોજન અને રસીકરણ સંબંધિત રિપોર્ટ PHC ને પાઠવવા.
  • ANM ના રેકોર્ડ તપાસીને સુધારણા કરવી.

7. ટ્રેનિંગ અને માર્ગદર્શન:

  • નવા આરોગ્યકર્મીઓને માર્ગદર્શન આપવું.
  • મહિલાઓના આરોગ્ય કાર્યક્રમોમાં તાલીમ આયોજન.

અથવા

(૧) કોમ્પ્રિહેન્સિવ કેર એટલે શું? 03

કોમ્પ્રિહેન્સિવ કેર

કોમ્પ્રિહેન્સિવ કેર એટલે વ્યક્તિને આરોગ્યની સંપૂર્ણ, સતત અને સંકલિત કાળજી આપવી, જેમાં ચારેય પાસાંનો સમાવેશ થાય છે:

  1. પ્રિવેન્ટીવ (Preventive) – રોગ ન થાય તે માટેની કાળજી (રસીકરણ, સફાઈ, પોષણ).
  2. પ્રોમોટીવ (Promotive) – સારું આરોગ્ય જળવાય તે માટેની કાળજી (સ્વસ્થ જીવનશૈલી, આરોગ્ય શિક્ષણ).
  3. ક્યુરેટીવ (Curative) – રોગ થઈ જાય ત્યારે તેની સારવાર (દવા, સર્જરી).
  4. રિહેબિલિટેટીવ (Rehabilitative) – રોગ પછી ફરી સામાન્ય જીવન જીવવામાં સહાય (ફિઝિયોથેરાપી, કાઉન્સેલિંગ).
  • કોમ્પ્રિહેન્સિવ કેર = આરોગ્યની જન્મથી વૃદ્ધાવસ્થા સુધીની સંપૂર્ણ કાળજી
  • ફક્ત બીમારીની સારવાર નહીં, પરંતુ રોગથી બચાવ + આરોગ્ય પ્રોત્સાહન + સારવાર + પુનઃસ્થાપન બધું આવરી લે છે.

(૨) સબ સેન્ટરમાં આરોગ્યની સેવાઓ કોણ-કોણ બજાવે છે તે લખો. 04

સબ-સેન્ટર (Sub Centre) એ પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ છે, જે સામાન્ય રીતે ૫,૦૦૦ની વસ્તી માટે (પહાડી/જંગલ વિસ્તારમાં ૩,૦૦૦) સ્થાપવામાં આવે છે. અહીં મુખ્યત્વે નીચેના આરોગ્યકર્મીઓ સેવા બજાવે છે:

સબ-સેન્ટર સ્તરના આરોગ્ય કર્મચારીઓ

1. ANM (Auxiliary Nurse Midwife) સ્ત્રી આરોગ્યકર્મી

  • ગર્ભવતી સ્ત્રીઓની તપાસ (ANC), પ્રસૂતિ સેવા, પ્રસૂતિ પછીની સંભાળ (PNC)
  • રસીકરણ કાર્યક્રમ
  • કુટુંબ યોજના અને ગર્ભનિરોધક સલાહ
  • પોષણ અને સ્વચ્છતા વિષે માર્ગદર્શન
  • ઘર મુલાકાત અને આરોગ્ય શિક્ષણ

2. Male Health Worker (MPW – Male)

  • મલેરિયા, TB, ફીલેરિયા, લેપ્રસી જેવી ચેપજન્ય બીમારીઓનું નિયંત્રણ
  • સ્વચ્છતા અને પાણી પુરવઠાની દેખરેખ
  • પર્યાવરણ સ્વચ્છતા સંબંધિત કામગીરી
  • સર્વેલન્સ અને રિપોર્ટિંગ

3. ASHA (Accredited Social Health Activist) – ગ્રામ્ય આરોગ્ય દૂત

  • ગામમાં આરોગ્ય સેવાઓ સુધી લોકોની પહોંચ સુનિશ્ચિત કરે છે
  • ગર્ભવતી સ્ત્રીઓને હોસ્પિટલ સુધી પહોંચાડે છે
  • રસીકરણ, પોષણ, અને સ્વચ્છતા વિષે જાગૃતિ લાવે છે

સબ-સેન્ટરમાં મુખ્યત્વે

  • ANM (સ્ત્રી આરોગ્યકર્મી)
  • Male Health Worker (પુરુષ આરોગ્યકર્મી)
  • ASHA કાર્યકર

મળીને આરોગ્યની સેવાઓ બજાવે છે.

(૩) સબ સેન્ટરમાં એ.એન.એમ ની જવાબદારીઓ લખો. 05

વિવિધ આરોગ્ય લક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.

૧) માતાને બાળકનું આરોગ્ય

  • સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમિયાનની તમામ સંભાળ.
  • સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવી જેમાં યુરેન સુગર,આલબ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબિન માટેની તપાસ કરવી.
  • દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી.
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વ તૈયારી માટે સલાહ સૂચન આપશે.
  • રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
  • જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે.
  • એન્ટિનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલિક એસિડ અને આર્યનની ગોળી આપશે.
  • ફેમિલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
  • રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ તેની મુલાકાત કરશે.

૨) કુટુંબ કલ્યાણ સેવા

  • લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનું રજીસ્ટ્રેશન કરવું.
  • કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જૂથમાં આરોગ્ય સંદેશા આપશે.
  • કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પૂરી પાડે.
  • કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડ અસરો અને બધી જ સાચી માહિતી પૂરી પાડશે.

૩) આંગણવાડી મુલાકાત

  • દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખૂબ જરૂરી છે, આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
  • બાળકો અને માતાના આરોગ્યની જરૂરિયાતને અનુલક્ષીને સેવાઓ આપી અને તેમને શાંતિપૂર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.

૪) ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
  • એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરેની માહિતી આપવી.
  • રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી.

૫) બિનચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • બિનચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ,ડાયાબિટીસ,કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડીસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેની ફિમેલ હેલ્થ વર્કરને જાણ હોવી જોઈએ જેથી તે લોકોને માર્ગદર્શન પૂરું પાડી શકે.

૬) જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રિપોર્ટિંગ

  • જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર અને માતા મરણદરની માહિતી લેવી.
  • મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.

૭) આરોગ્ય શિક્ષણ

  • ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
  • બેનર,ભીત સૂત્રો, ટીવી,પેમ્પલેટ, પોસ્ટર જેવા એવી એડ્સ વડે માહિતી આપવી.

૮) શાળા આરોગ્ય કાર્યક્રમ

  • આરોગ્ય શિક્ષણ આપવું.
  • શાળાના બાળકોની તપાસ કરવી
  • આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી.

૯) તાલીમ અને શિક્ષણ

  • પેરા મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
  • આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.

૧૦) રેફરલ સેવાઓ

  • પાયાની સારવાર આપ્યા બાદ નજીકના એફ.આર.યુ મા રીફર કરવું.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) ગામની વસ્તી ૬૦૦૦ છે અને જન્મદર ૨૫ છે, તેવા ગામની સગર્ભામાતાની જરૂરિયાતોનો અંદાજો નક્કી કરી એક વર્ષનો ઈન્ડેન્ટ તૈયાર કરો. 08

સગર્ભામાતાની જરૂરીયાતો નીચે મુજબ હોય છે.

1) મમતા કાર્ડ

2) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા)

3) ટેબલેટ આર્યન ફોલિક એસીડ

4) ટેબલેટ આલ્બેન્ડાઝોલ

5) ટેબલેટ કેલ્શીયમ

6) સીરીજ નીડલ

સગર્ભામાતાની સંખ્યાની ગણતરી:

  • સગર્ભામાતાની સંખ્યા = વસ્તી × જન્મદર/૧૦૦૦ +૧૦ % (બગાડ)
  • = ૬૦૦૦ × ૨૫ /૧૦૦૦ + ૧૦ % (બગાડ)
  • = ૧૫૦ + ૧૦ % (બગાડ)
  • = ૧૬૦
  • લાભાર્થી ની સંખ્યા = ૧૬૦

1) મમતા કાર્ડની ગણતરી:

  • મમતા કાર્ડની સંખ્યા= સગર્ભામાતાનીસંખ્યા × ૧
  • = ૧૬૦ × ૧
  • મમતા કાર્ડની સંખ્યા = ૧૬૦

2) ઈન્જેક્શન ટી.ડી(ટીટેનસ ડીપ્થેરીયા) ના ડોઝની ગણતરી:

  • ઈન્જેક્શન ટી.ડી ના ડોઝની સંખ્યા = સગર્ભામાતાની સંખ્યા ×૨ ×૧.૩૩
  • = ૧૬૦ × ૨ × ૧.૩૩
  • = ૪૨૫.૬ એટલે ૪૨૬
  • ઈન્જેકશન ટી.ડી ના ડોઝની સંખ્યા = ૪૨૬ ડોઝ

૩) ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા ની ગણતરી:

  • ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા:- સગર્ભામાતાની સંખ્યા × ૩૬૫
  • = ૧૬૦ × ૩૬૫
  • = ૫૮,૪૦૦
  • ટેબલેટ આર્યન ફોલિક એસીડની સંખ્યા = ૫૮,૪૦૦ ગોળી

4) ટેબલેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા ની ગણતરી:

  • ટેબલેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા:- સગભીમાતાની સંખ્યા × ૧
  • = ૧૬૦ × ૧
  • = ૧૬૦
  • ટેબલેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા = ૧૬૦ ગોળી

5) ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા ની ગણતરી:

  • ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા:- સગર્ભામાતાની સંખ્યા × ૧૦૦
  • = ૧૬૦ × ૧૦૦
  • = ૧૬,૦૦૦
  • ટેબલેટ કેલ્શીયમ ની સંખ્યા = ૧૬,૦૦૦ ગોળી

6) સીરીંજ નીડલની સંખ્યાની ગણતરી:

  • સીરીજ નીડલ ની સંખ્યા:- સગામાતાની સંખ્યા × ૨ ×૧.૩૩
  • = ૧૬૦ × ૨ × ૧.૩૩
  • = ૪૨૫.૬ એટલે ૪૨૬
  • સીરીજ નીડલ ની સંખ્યા = ૪૨૬ નંગ

(૨) કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એટલે શું? કોમ્યુનિટી નીડ અસેસમેન્ટના પગથિયાઓ (પ્રક્રિયા) જણાવો. 04

કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ

Definition : સમુદાયની જરૂરિયાતોનું મૂલ્યાંકન એટલે સમુદાયના આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અને સમસ્યાઓ ઓળખવા, તેનું વિશ્લેષણ કરવા અને તે આધારિત આરોગ્ય સેવાઓનું આયોજન, અમલ અને મૂલ્યાંકન કરવાની એક સુવ્યવસ્થિત પ્રક્રિયા.

કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયા

પગથિયું-૧

  • કાર્યકારી જૂથ તૈયાર કરો.

પગથિયું-૨

  • સલાહકાર જૂથ તૈયાર કરો.

પગથિયું-૩

  • કાર્યકારી જૂથની મદદથી ગૃહલક્ષી સર્વે કરો.

પગથિયું-૪

  • સલાહકાર જૂથની મદદથી ગૃહલક્ષી મોજણીનું મૂલ્યાંકન કરો.

પગથિયું-૫

  • સેવાઓનો તાગ મેળવો.

પગથિયું-૬

  • સાધન સામગ્રીનું લિસ્ટ તૈયાર કરો.

પગથિયું-૭

  • જરૂરિયાત મુજબની સાધન સામગ્રી મેળવો.

પગથિયું -૮

  • જરૂરિયાત અને સાધન સામગ્રીને સરખાવો.

પગથિયું-૯

  • અગાઉ કરેલ કામગીરીના મૂલ્યાંકન સાથે સરખાવો.

અથવા

(૧) કમ્યુનિકેશનના પ્રકારો જણાવી તેના અવરોધક પરિબળો વિશે લખો. 08

કમ્યુનિકેશનના પ્રકારો

1. વન વે કોમ્યુનિકેશન (એક માર્ગીય )

  • આમાં કોમ્યુનિકેશનનો ફ્લો (પ્રવાહ) એ એકમાર્ગીય હોય છે.
  • આમાં ફીડબેક હોતું નથી.
  • લર્નિંગ એ પેસીવ હોય છે. આમાં લર્નિંગ પ્રોસેસમાં રીસીવર ભાગ લેતા નથી.જે તેનો ગેરફાયદો છે.
  • સૌથી વધુ વપરાતું વન વે કોમ્યુનિકેશનનું ઉદાહરણ ક્લાસરૂમ છે.

2. ટુ વે કોમ્યુનિકેશન

  • આ મેથેડમાં લીસનર (સાંભળનાર) એ મેસેજને સાંભળે છે. આમાં લીસનર (સાંભળનાર) પોતાનો પ્રશ્ન રજુ કરે છે.
  • પોતાની માહિતી, વિચાર અને મંતવ્ય રજૂ કરે છે, જેને ફીડબેક (પ્રતિભાવ) કહે છે.
  • ટુ વે કોમ્યુનિકેશનમાં શ્રોતાએ એ પણ ભાગ લેવાનો હોય છે.
  • વન-વે કોમ્યુનિકેશન કરતા આ વધુ ઈફેક્ટીવ (અસરકારક) છે.
  • ટૂંકમાં આમાં લીસનર સ્વતંત્ર હોય છે અને સ્વતંત્રતા અનુભવે છે.
  • મેસેજ મીડિયા વડે ટુ વે કોમ્યુનિકેશન પુરૂ પાડી શકાતું નથી. પરંતુ ગુપ ડિસ્કશન વડે પુરૂ પાડી શકાય છે.

3. વર્બલ કોમ્યુનીકેશન

  • વર્બલ કોમ્યુનીકેશનની આ રીતમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લેખિતમાં કે બોલીને હોય છે.
  • જો કે રીટન કોમ્યુનીકેશનમાં સ્પોકન જેટલું ખાતરીપૂર્વક સમજાવી શકાતું નથી.

4. નોન વર્બલ કોમ્યુનીકેશન

  • તેમાં પોસ્ટર એન્ડ ફેસિયલ એક્સપ્રેશન જેમ કે હસવું, આઈ બ્રો ઉંચી ચડાવવી, આંખો પટપટાવવી, તાકી તાકી ને એકીટશે જોયા કરવું, પોસ્ચર, બોડી મુવમેન્ટ તેમજ સાઈલન્સ નો પણ સમાવેશ કરવામાં આવે છે . દા.ત. સાયલન્સ એ નોન વર્બલ કોમ્યુનીકેશન છે. જેની અસર ક્યારેક મોઢેથી બોલેલા શબ્દો કરતા પણ વધુ ઈફેક્ટીવ હોય છે. અને સંદેશો બરાબર ઝીલી શકાય છે.
  • કોમ્યુનીકેશન મેથેડને હજી બે ભાગમાં વહેચવામાં આવે છે.
  • a) ડાયરેક્ટ કોમ્યુનીકેશન
  • b) ઇનડાયરેકટ કોમ્યુનીકેશન

a) ડાયરેક્ટ કોમ્યુનીકેશન

  • એક વ્યક્તિ, બીજી વ્યક્તિ .જૂથ કે સમુદાયની ડાયરેક્ટ એટલે કે સીધી રીતે વાતચીત કરે છે. અને સંબંધ બાંધે છે. તેને ડાયરેક્ટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.દા.ત. કોઈપણ કંપની નાં સેલ્સમેન.

b) ઇનડાયરેકટ કોમ્યુનીકેશન

  • એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં ન આવતા પરોક્ષ (અપ્રત્યક્ષ )રીતે સંબંધમાં આવે છે દા.ત.બુક,રેડિયો,ટી.વી અને ટેપ વગેરે દ્વારા મેળવેલ માહિતી કે સંદેશા ની પ્રક્રિયા ઇનડાયરેકટ કોમ્યુનીકેશન કહેવામાં આવે છે.

અન્ય બીજા પ્રકારો નીચે મુજબ છે.

  • ફોર્મલ એટલે કે આયોજન કરેલું.
  • ઈન્ફોર્મલ એટલે કે આયોજન વગરનું દા.ત. જરૂરિયાત પ્રમાણે હેલ્થ ટોક આપવો.
  • ઈન્ટર પર્સનલ કોમ્યુનીકેશન : આ રીતમાં એક કરતા વધુ વ્યક્તિઓ પરસ્પર હોય છે અને તેમની વચ્ચે વાતચીત કરવાની હોય છે.
  • ગ્રુપ અને ઈન્ટર ગ્રુપ કોમ્યુનીકેશન:એક ગ્રુપ નું બીજા ગ્રુપ સાથે કોમ્યુનીકેશન થવું.
  • ઓર્ગેનાઈઝેશન એન્ડ કલ્ચરલ કોમ્યુનીકેશન: સંસ્થા દ્વારા સાંસ્કૃતિક રીતે સંદેશો આવે છે.
  • અપવર્ડ-ડાઉનવર્ડ-હોરીઝોન્ટલ કોમ્યુનીકેશન: આમાં વાતચીત નો પ્રવાહ ઉપરથી નીચે આગળ હોય છે.જેમ કે ઉપરી અધિકારી સાથેની વાતચીત નીચેના કર્મચારી સાથેની વાતચીત અને સહ કર્મચારી સાથેની વાતચીત

બેરીયર્સ (અવરોધક પરિબળો) ઓફ કોમ્યુનિકેશન

કોમ્યુનિકેશન પર કેટલાક અવરોધક પરિબળો અસર કરે છે. તેથી મેસેજ મોકલતી વખતે કે વિચાર વીનીમય કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

1. ફીજીકલ બેરીયર્સ

  • હિયરીંગ ડીફીકલ્ટી (સાંભળવામાં તકલીફ)
  • વિઝન ડીફીકલ્ટી(જોવામાં તકલીફ )
  • ડીફીકલ્ટી ઓફ એક્સપ્રેશન (દર્શાવવામાં પણ તક્લીફ)

2. સાયકોલોજીકલ બેરીયર્સ

  • નર્વસનેસ (હતાશા,નિરાશા)
  • ફીયર (બીક)
  • એજ્યાઈટિ (ચિંતા)
  • ઈમોશનલ ડીસ્ટર્બન્સ (લાગણી શૂન્યતા)

3. એન્વાયરમેન્ટલ બેરીયર

  • નોઈઝ (ઘોંઘાટ)
  • ધુમ્મસ,ધુમાડો,કે ઓછો પ્રકાશ
  • વધુ પડતી ગરમી
  • ઠંડી અને વરસાદ

4. કલ્ચર બેરીયર્સ

  • રીત રીવાજ
  • બીલીફ્સ (માન્યતાઓ)
  • રીલીજીયન(ધર્મ )
  • ઈગ્નોરન્સ

5. એટીટ્યુડ લેવલ ઓફ નોલેજ

  • વ્યક્તિને મેસેજ કન્વે કરવાનો ઈન્ટરેસ્ટ ન હોય તો પણ કોમ્યુનીકેશન ઈફેક્ટીવ થતું નથી.
  • જેથી કોઈપણ કોમ્યુનીકેશન વખતે મેસેજ રીસીવ કરનારનો ઈન્ટરેસ્ટ હોય ત્યારે જ કોમ્યુનીકેશન કરો.

6.લોંગ મેસેજ (લાંબો સંદેશો)

  • એક સાથે લાંબો મેસેજ કે લેકચર ન આપવા મેસેજ ટૂંકો અને મુદ્દાસર હોય તો વિચાર વિનિમય વધુ અસરકારક રહે છે.

7. લોકોની જરૂરીયાત

  • લોકોની જે પ્રમાણેની જરૂરીયાત હોય તે સમજી ને મેસેજ ફલો કરો જેથી ઈફેક્ટીવ રહે .દા.ત પ્રેગ્નન્ટ વુમન સાથે એન્ટીનેટલ કેરની ચર્ચા.

8. શોર્ટ મેસેજ

  • મેસેજ હંમેશા હેતુલક્ષી અને ડાયરેક્ટ રીઝલ્ટ પ્રાપ્ત થાય અને આપણું કાર્ય અસરકારક રીતે સિધ્ધ થાય તે રીતે સંક્ષીપ્તમાં આપવો જોઈએ.

(૨) કોમ્યુનિકેશન પ્રોસેસ જણાવો. 04

કોમ્યુનિકેશન પ્રોસેસ

કમ્યુનિકેશનની પ્રોસેસમાં નીચે મુજબના પાંચ ઘટકોનો સમાવેશ થાય છે.

  1. સેન્ડર
  2. મેસેજ
  3. ચેનલ
  4. રીસીવર
  5. ફીડબેક

1.સેન્ડર (સંદેશો મોકલનાર)

  • સારા કોમ્યુનિકેશન માટે માહિતી મોકલનાર નો રોડ ખૂબ જ અગત્યનો છે.
  • સેન્ડર એટલે કે એક વ્યક્તિ કે જે સંદેશાને પ્રોપર ચેનલ દ્વારા પહોંચાડે છે.
  • તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
  • ✓સંદેશો મોકલવા પાછળ ચોક્કસ હેતુ હોવો જોઈએ.
  • ✓મેસેજ રિસીવ કરનારને તેની જરૂરિયાત હોવી જોઈએ.
  • ✓છે તે બાબત અંગેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે કેમ તેની પૂરેપૂરી ખાતરી સેન્ડરને હોવી જોઈએ.
  • ✓જે સંદેશો મોકલવાનો છે તે રિસીવ કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ તેનામાં હોવી જોઈએ.

2.મેસેજ (સંદેશો)

  • મેસેજ એટલે કે માહિતી છે રીસીવર ને પહોંચાડવાની હોય, જે હંમેશા વસ્તુ લક્ષી અને અર્થસભર હોવી જોઈએ.
  • વ્યક્તિની જરૂરિયાતોને આધારિત હોવી જોઈએ.
  • તે ચોક્કસ અને લોકોના રીતરિવાજને સમજો અને લોકોને આકર્ષિત કરે તેવો હોવો જોઈએ.
  • તે સરળ રીતે ઉપલબ્ધ તેમજ ઓછી કિંમતે એટલે કે પોસાઈ શકે તેવો હોવો જોઈએ.
  • જેથી લોકોને ગમ્મત સાથે જ્ઞાન મળે.

3.ચેનલ(સંદેશો પહોંચાડવાનું માધ્યમ)

  • ચેનલ એટલે કે સેન્ડર અને રીસીવર વચ્ચે અસરકારક કમ્યુનિકેશન થઈ શકે તે માટે વાપરવામાં આવતું મીડિયા.
  • અસરકારક કોમ્યુનિકેશન માટે મીડિયાની પસંદગી ખૂબ જ અગત્યની છે, તેથી તેને કાળજે પૂર્વ પસંદ કરવું જોઈએ.
  • તે મેસેજ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
  • આર્થિક રીતે પોસાઈ શકે તેવું અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવું હોવું જોઈએ.
  • તેની પસંદગીમાં વિવિધતા હોવી જોઈએ જેથી લોકો નો ટીચિંગ માં રસ જળવાઈ રહે અને મનોરંજન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.

4.રીસીવર(સંદેશો મેળવનાર)

  • સંદેશો જીલનાર ઓડીયન્સ ને રીસીવર તરીકે ઓળખવામાં આવે છે, તે સંદેશો મેળવીને તેને અમલમાં મૂકે છે અથવા તેની અવગણના કરે છે.
  • અને તેનો મેસેજ મળી ગયો છે તેના જવાબમાં ચોક્કસ પ્રતિસાદ આપે છે.
  • તેમાં ટોટલ પોપ્યુલેશન અને કોઈ ચોક્કસ ગ્રુપ હોઈ શકે છે.

5.ફીડબેક (પ્રતિભાવ)

  • મેસેજ મળી ગયા બાદ સંદેશો જેલનાર વ્યક્તિ સંદેશા નો અર્થઘટન કરી જે રિસ્પોન્સ આપે છે,તે લોકો માહિતી મેળવ્યા બાદ અલગ અલગ રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરે છે.
  • જો માન્ય હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકારે છે, અને જો માન્ય ના હોય તો રિજેક્ટ કરે છે.
  • આમ પ્રતિભાવ પોઝિટિવ અને નેગેટીવ બંનેમાંથી કોઈ એક હોઈ શકે.
  • વ્યક્તિગત કોમ્યુનિકેશનમાં તરત જ ફીડબેક મળે છે.
  • જ્યારે મીડિયા દ્વારા ફીડબેક મળતા વાર લાગે છે.

પ્રશ્ન-3 નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)(6×2=12)

(૧) ક્લિનિક એટલે શું? ક્લિનિક શરૂ કરતાં પહેલાં શું શું તૈયારીઓ કરશો?

ક્લિનીક

Definition : ક્લિનિક એ આરોગ્ય સેવા આપતું નાનું તબીબી કેન્દ્ર છે, જ્યાં દર્દીઓને મુખ્યત્વે બહારથી આવનારા (outpatients) માટે સલાહ, તપાસ અને સારવાર આપવામાં આવે છે.

ક્લિનીક શરૂ કરતા પહેલા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

1) સ્વચ્છતા.

  • ક્લિનિકની સ્વચ્છતા ખૂબ જ અગત્યની હોય છે.
  • ક્લિનિકમાં કચરાપેટી રાખવી જોઈએ.
  • બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ કચરાનો નિકાલ કરવો જોઈએ.

2) જરૂરી સાધનસામગ્રી

  • મમતા કાર્ડ.
  • વજન કાંટો.
  • જરૂરી રજીસ્ટર.
  • બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ.
  • જરૂરી વેક્સિન
  • દવાઓ.
  • આઈ.એમ.એન.સી.આઈ મટીરીયલ.
  • ગ્રોથ મોનીટરીંગ ચાર્ટ.
  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.

3) લીનન

  • લીનન હંમેશા ચોખ્ખું હોવું જોઈએ.
  • જરૂરી તમામ લીનન હોવું જોઈએ.

4) સર્જીકલ ડ્રમ

  • ડ્રમમાં સ્ટરાઈલ ડ્રેસિંગ હોવું જોઈએ.
  • તપાસ માટેના તમામ સાધનો ઓટોકલેવ હોવા જોઈએ.

5) બેસવાની વ્યવસ્થા

  • બાળકોને બેસવાની અલગ વ્યવસ્થા હોવી જોઈએ.
  • રમકડાં હોવા જોઈએ.
  • બેસવા માટે બેંચની સગવડતા હોવી જોઈએ.

6) પાણીની સગવડતા

  • પીવાના પાણીની સગવડતા હોવી જોઈએ.
  • આર.ઓ. સીસ્ટમ હોવી જોઈએ.

7) નોટીસ બોર્ડ

  • નોટીસ બોર્ડ ની સગવડતા હોવી જોઈએ

8) ટીમ વર્ક

  • દરેકે ટીમ વર્કથી કામ કરવું જોઈએ
  • દરેકે પોતાના કામમાં પરફેક્ટ રહેવું જોઈએ.

(૨) સબ સેન્ટરમાં મીટીંગ નું આયોજન કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો તે જણાવો.

સબ સેન્ટરમાં મીટીંગ નું આયોજન

  • મીટીંગ સબ સેન્ટર પર મોટા ભાગે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર એ ANM/MPHW અને તથા આંગણવાડી વર્કરો દ્વારા કામ લેવામાં આવે છે.
  • આ બધાના કામના મુલ્યાંકન માટે સમયાંતરે મિટિંગનું આયોજન કરવામાં આવે છે.
  • મીટિંગમાં મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રના આરોગ્યલક્ષી સુધારા માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે.
  • મિટિંગમાં જન-સંપર્ક સાથે આરોગ્યના કર્મચારીઓના કામનું અવલોકન તથા મૂલ્યાંકન કરી તેના લક્ષ્યાંકને ધ્યાનમાં લઇ કાર્ય સફળ બનાવવાના સુઝાવો આપવામાં આવે છે.
  • મીટિંગમાં ધ્યાનમાં લેવાતા મુદ્દાઓમાં રસીકરણ, વહેલું રજીસ્ટ્રેશન, સર્વાંગી સારવાર, કુટુંબ નિયોજનની સેવાઓ અને તેના ફાયદા, આરોગ્ય શિક્ષણ, બાળકોનું ન્યુટ્રીશન અને એડૉલેશન્ટના સ્વાસ્થ્ય શિક્ષણની માહિતી આપવામાં આવે છે.
  • મીટીંગ માટેની જરૂરિયાતોમાં બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સગવડ તથા નોટિસબોર્ડ, પુરતા પ્રમાણમાં લાઈટ, વૅન્ટિલેશન અને મીટીંગના રેકોર્ડ રિપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • મિટિંગમાં આગળ થયેલ મીટીંગ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે જેથી ચુકી ગયેલ કામ તથા મુદ્દાને ધ્યાનમાં લઇ કામમાં રહી ગયેલ ખાલી જગ્યાને ભરવામાં આવે છે.
  • મીટિંગના અંતે મીટીંગ નું મૂલ્યાંકન કરી તેના પણ સુધારા-વધારા ધ્યાનમાં લેવામાં આવે છે.
  • મીટિંગમાં ટુ-વે કોમ્યુનીકેશન ને પ્રોત્સાહન આપવામાં આવી છે.

(૩) આરોગ્ય કાર્યક્રમમાં લોકોનો સહયોગ મેળવવા એ.એન.એમ તરીકે તમે શું કરશો?

1.આંગણવાડી સેન્ટરની મુલાકાત:

  • સબ સેન્ટર દ્વારા આવરીત વિસ્તારમાં આવેલ દરેક કામની મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્ય કરે આંગણવાડી સેન્ટર આંગણવાડી વર્કર અને રીપ્રોડક્ટિવ એજ ની મધર સાથે મીટીંગ જરૂરથી કરવી જોઈએ કે જેનાથી ANM તેને સાંભળવાની તેમજ મંતવ્ય રજૂ કરવાની અને કોન્ટ્રાસેપશન વિશેની માહિતી મેળવવાની તક મેળવે છે.
  • કામગીરી તેણીએ કોન્ટ્રાસેપ્ટિંવ વિશે જાગૃત કરવા મદદ કરે છે.
  • જ્યારે આંગણવાડી વર્કર દ્વારા અન્ય માહિતી જેવી કે ગામમાં પૂરતા ટ્યુબવેલ છે કે નહીં રોડ કાચા છે કે પાકા વગેરે.

2. મહિલા સ્વાસ્થ્ય સંઘ મહિલા મંડળ સાથે મીટીંગ યોજના:

  • આરોગ્ય કાર્ય કરે મહિલા સ્વાસ્થ્ય સંઘના સદસ્યો સાથે મીટીંગ યોજી સ્ત્રીઓ યોગ્ય આરોગ્ય સંભાળ અને કોન્ટ્રાસેપશન વિશે કાઉન્સિલિંગ કરવું જોઈએ.

3. હોમ વિઝીટ:

  • સબ સેન્ટરના ગ્રામ્ય માં આવે આવેલ શક્ય હોય તેટલા વધુ પરિવારની મુલાકાત લેવી જોઈએ.
  • તેમજ અગાઉ કરેલ વિઝીટનું ઓગ્ય ફોલોઅપ કરવું જરૂરી છે.
  • હોમ વિઝીટ દરમિયાન કોમ્યુનિટીના સભ્યોને સબ સેન્ટર લેવલ પર ઉપસ્થિત હેલ્થ સેવાઓ ગ્રહણ કરવા સમજાવવું જોઈએ.

4. વિઝીટ ટુ સ્કુલ:

  • આરોગ્ય કાર્યક્રમ દ્વારા નિયમિત સમયે ગ્રામ્ય ની શાળાઓની મુલાકાત લેવી તપાસ કરવી જોઈએ.
  • તેમજ કે બાળકનું રસીકરણ કુપોષણથી પીડાતા બાળકોની તપાસ અને આવા બાળકને PHC પર સારવાર માટે રીફર કરવું.
  • તેમજ શાળાના શિક્ષકોની મદદથી બાળકને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.

5. પંચાયતોના સભ્યો સાથે મુલાકાત:

  • પંચાયતના સભ્ય સાથે મુલાકાત હંમેશા ફાયદાકારક હોય છે.
  • તેમ જ પરિવાર કલ્યાણના કાર્ય માટે કોમ્યુનિટીના પુરુષોની મદદ મેળવી શકાય છે.

પ્રશ્ન – ૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12)

(૧) કાઉન્સેલિંગ

Definition : લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને સમપરામર્શ (કાઉન્સેલિંગ) કહેવામાં આવે છે.

કાઉન્સેલિંગના હેતુઓ

  • A – Assistance(આસિસ્ટન્ટ)- સહાયતા, મદદ
  • D – Development(ડેવલોપમેન્ટ) – વિકાસ
  • V – Vast information(વાસ્ટ ઇન્ફોર્મેશન) – વધુ માહિતી આપવી
  • I – Inspiration(ઇન્સ્પિરેશન) – પ્રેરણા આપવી
  • S – Solution (સોલ્યુશન) – નિરાકરણ
  • E – Encouragement (એન્કરેજમેન્ટ) – પ્રોત્સાહન આપવું

સારા કાઉન્સેલરના ગુણો

સારા કાઉન્સેલર બનવા માટે નીચે મુજબના ગુણો કેળવવા જોઈએ.

  • મિત્ર જેવું વર્તન કરવું જોઈએ.
  • સારા શ્રોતા બનવું જોઈએ.
  • સહાય કર્તા અને મદદરૂપ થવા જોઈએ.
  • સારું નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • યોગ્ય રીતે વિચાર વિનિમય કરતા હોવા જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈએ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણીશીલ હોવા જોઈએ.

પ્રિન્સિપાલ ઓફ કાઉન્સેલિંગ

  • કાઉન્સેલિંગ દરેક વ્યક્તિને સંબંધિત હોવું જોઈએ.
  • વ્યક્તિની બુદ્ધિ અને પ્રતિભા પર આધારિત હોવું જોઈએ.
  • કોમ્યુનિટીએ ડિમાન્ડ કરેલ છે એ ડિમાન્ડ ઉપરાંત કાઉન્સિલરએ સ્પેશિયલ એડવાન્સ નોલેજ તેમ જ પ્રવૃત્તિ કરનારો હોવો જોઈએ. જેથી કાઉન્સિલરે ચોક્કસ વ્યક્તિ નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કાઉન્સિલિંગ કરવું.
  • તે વ્યક્તિને પોતાની જાતની સમજ હોવી જોઈએ.
  • વ્યક્તિગત તફાવત બતાવે તેવું હોવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ અને તેની મર્યાદાઓ અલગ અલગ હોય છે.
  • લોકો કાઉન્સેલિંગ સ્વીકાર કરે તેવું હોવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિને ઘણા જ કારણો હોય છે.તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે જેથી દરેક પ્રોબ્લેમનું એડવાન્સ નોલેજ હોવું જોઈએ.
  • કાઉન્સેલિંગ એ સતત ધીમી પ્રક્રિયા છે.

(૨) આયુષ્યમાન ભારત

આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત એ ભારત સરકાર દ્વારા 2018 માં શરૂ કરાયેલું એક રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ (National Health Protection Scheme) છે, જેનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા વર્ગના પરિવારોને મફત આરોગ્ય સેવા પ્રદાન કરવાનો છે.

મુખ્ય લક્ષ્યો:

1. સર્વ માટે આરોગ્ય સેવા (Universal Health Coverage)

  • દરેક વ્યક્તિને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવા પહોંચાડવી.

2. આરોગ્ય સુરક્ષા

  • ગરીબ અને પછાત પરિવારોને મફત સારવાર સુવિધા.

3. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWCs)

  • પ્રાથમિક આરોગ્ય સેવાઓ મજબૂત કરવી.

4. ફાઇનાન્શિયલ પ્રોટેક્શન

  • ખર્ચાળ સારવારથી પરિવારોને આર્થિક બોજમાંથી બચાવવું.

યોજનાના બે મુખ્ય ઘટકો

1. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWCs)

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સબ સેન્ટરોને સુધારીને HWC બનાવવામાં આવ્યા.
  • અહીં Non-communicable diseases, માતા-બાળ આરોગ્ય, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ સેવાઓ ઉપલબ્ધ છે.

2. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)

  • દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય વીમા કવરેજ.
  • આશરે 10.74 કરોડ ગરીબ અને નબળા વર્ગના પરિવારોને લાભ.
  • સરકારી અને પેનલ પરની ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર.

ફાયદા

  • ગરીબ પરિવારોને મફત અને ગુણવત્તાવાળી સારવાર.
  • મોટી બીમારીઓ (હૃદયરોગ, કેન્સર, કિડની, સર્જરી)નું બોજ ઓછું.
  • હેલ્થ સિસ્ટમ મજબૂત થાય છે.
  • આરોગ્ય સેવાઓનો સમાન લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારને મળે છે.

(૩) શાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા આરોગ્ય કાર્યક્રમ

આ કેંદ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે.આ યોજના અંતર્ગત નવજાત શીશુથી અઢાર વર્ષ સુધીના, તમામ પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીકમાં ભણતા તથા શાળાએ ન જતા બાળકોની પણ તપાસ કરી સંદર્ભ સેવાઓની જરૂર હોય તો સંદર્ભ સેવા આપવામાં આવે છે.

યોજના ક્યારે શરૂ કરવામાં આવી

  • વર્ષ – ૧૯૯૭ થી શરુ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦,૨૦૧૧ માં સુધારો વધારો કરવા માં આવ્યો.

યોજનાના હેતુઓ

  • શાળામાં ભણતા બાળકોમાં કુપોષણ થતું અટકાવવું.
  • કુપોષીત બાળકોને પોષણ સંબંધી સારવાર આપવી.
  • કુપોષીત બાળકોને તબીબી સારવાર આપવી
  • આઇ.એમ.આર ઘટાડવો.
  • વહેલાસર નિદાન કરવું.
  • સારી અને ઝડપથી સંદર્ભ સેવા આપવા માટે.
  • ગંભીર બીમારીમાં મફત સારવાર આપવા માટે.

યોજનાના લાભાર્થી

  • નવજાત શીશુથી અઢાર વર્ષ સુધીના
  • તમામ પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક માં ભણતા
  • તથા તમામ શાળાએ ન જતા બાળકો.

યોજનાનો લાભ

  • આરોગ્યની તપાસ કરવી.
  • સ્થળ પર જ સામાન્ય કેસોની સારવાર આપવી
  • સારી અને ઝડપથી સંદર્ભ સેવાઓ આપવી
  • વિના મુલ્યે ચશ્મા આપવા.
  • હૃદય, કીડની, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની તેમજ કીડની પ્રત્યારોપણ સહીતની સારવાર આપવી.

યોજનાનો લાભ કોણ આપે

  • શાળા આરોગ્ય કાર્યક્રમમાં તબીબી તપાસ બાદ સંદર્ભ કાર્ડ ભરી સામુહીક આરોગ્ય કેંદ્ર કે સીવીલ હોસ્પિટલના મેડીકલ ઓફીસર તથા અધીકારીશ્રી દ્વારા મફત સારવાર આપવામાં આવી છે.

(૪) R. N. T. C. P

RNTCP (Revised National Tuberculosis Control Program) એ ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) પર નિયંત્રણ મેળવવા માટે ભારત સરકારે 1997માં શરૂ કરેલો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાંથી ટી.બી. રોગના પ્રસારને રોકવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો છે.

RNTCP ની મહત્વપૂર્ણ વિગતો

1. ઉદ્દેશ્ય:

  • ટ્યુબરક્યુલોસિસને નિયંત્રિત કરવો અને તેના મૃત્યુદર અને બીમારીતર ઘટાડવો.
  • દરેક દર્દીને ગુણવત્તાવાળી નિદાન અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવી.
  • ટી.બી.ના દર્દીઓનો સંપૂર્ણ ઉપચાર સુનિશ્ચિત કરવો અને રોગના પુનરાવર્તનને અટકાવવો.

2. DOTS (Directly Observed Treatment, Short-course) આધારિત સારવાર:

  • RNTCP માં DOTS પદ્ધતિ અમલમાં છે, જેનું મુખ્ય લક્ષણ એ છે કે ટ્યુબરક્યુલોસિસના દર્દીને આરોગ્ય કર્મચારીઓની દેખરેખ હેઠળ દવાઓ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં નીચેના તત્વોનો સમાવેશ થાય છે:
  • આરંભમાં મજબૂત રાજકીય અને આરોગ્યસંભાળ પ્રણાલી: TB નિયંત્રણ માટે આરોગ્ય ક્ષેત્રે સંસ્થાઓ અને નીતિઓ મજબૂત બનાવવી.
  • આણ્વીક્ષિક રીતે સ્થાપિત દવાઓ: TBના દર્દીઓને ચોક્કસ અને અસરકારક ઔષધો આપવામાં આવે છે.
  • નિરીક્ષણ હેઠળની સારવાર: દર્દીઓની સારવાર આરોગ્યકર્મીઓની દેખરેખ હેઠળ થાય છે, જેથી તેઓ દવાઓ યોગ્ય સમયે અને પૂરતી માત્રામાં લે.

3. કાર્યક્રમના ઘટકો:

  • નિદાન અને સારવાર: TBના દર્દીઓનું વહેલું નિદાન અને મફત અને સરળ ઉપચાર સુનિશ્ચિત કરવો.
  • મુલ્યાંકન અને નિરીક્ષણ: TB કેસોનું મોનિટરિંગ અને પ્રગતિ પર નજર રાખવી. તે અંતર્ગત બાય-મહિનો રિપોર્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
  • લેબોરેટરી સપોર્ટ: આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં TBના પરીક્ષણ માટે માઈક્રોસ્કોપિક સેવા ઉપલબ્ધ કરવી.
  • મફત ઔષધપ્રદાન: RNTCP હેઠળ TBના દર્દીઓને મફત દવાઓ અને સારવાર પ્રદાન થાય છે.

4. જાગૃતિ અને માહિતીનું વિતરણ:

  • TB વિશે લોકોમાં જાગૃતિ લાવવી, લોકોને TBના લક્ષણો અને સારવારની માહિતી આપવી.
  • TBના પીડિત દર્દીઓ માટે સમાજમાં કુપોષણ, ગરીબી અને બીજા ચિંતાનો નિવારણ કરવો.

5. મલ્ટીડ્રગ રેસિસ્ટન્ટ TB (MDR-TB) અને XDR-TBના ઉપચાર:

  • RNTCP MDR-TB (જે TBની ઔષધોને પ્રતિરોધક છે) અને XDR-TB (અત્યંત પ્રતિરોધક TB) ના દર્દીઓ માટે વિશિષ્ટ સારવાર પ્રદાન કરે છે. તેના માટે અલગથી ડાયગ્નોસ્ટિક સેવાઓ અને વિસ્તૃત દવાઓ ઉપલબ્ધ કરાવી છે.

6. જાહેર આરોગ્ય વિભાગ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહકાર:

  • RNTCPના અમલમાં ખાનગી આરોગ્ય પ્રદાતાઓની પણ ભાગીદારી છે, જેથી વધુ દર્દીઓ સુધી સારવાર પહોંચાડી શકાય.

7. વર્તમાન પરિણામો અને સફળતાઓ:

  • RNTCPથી TBના દર્દીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
  • TB નિયંત્રણ અને સારવારને વધુ અસરકારક બનાવતા ઘણા સુધારા કરવામાં આવ્યા છે.
  • MDR-TB અને XDR-TB ના રોગચાળો નિયંત્રિત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

પ્રશ્ન – ૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)

(૧) કોમ્યુનિકેશન : આ એક એવી પ્રક્રિયા છે કે જેમા બે કે તેથી વધુ વ્યક્તિઓ માહિતી,વિચારો, આઈડિયા અને ફીલિંગ્સ ને બોલીને, લખીને કે વર્તન દ્વારા આપ-લે કે વહેંચણી કરે છે. જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે.

કોમ્યુનિકેશનના હેતુઓ

  • લોકોને આરોગ્યવિષયક બાબતો નો પ્રસાર કરવાનો છે.
  • લોકોમાં જાગૃતતા લાવવા માટે.
  • લોકોને સારું આરોગ્ય શિક્ષણ આપવાનો છે. જેથી લોકોના વલણ અને વર્તણુંકમાં સુધારો કરી તેના આરોગ્યને પ્રમોટ કરી શકાય છે.
  • કોમ્યુનિકેશન દ્વારા લોકોમાં વિવિધ માધ્યમ વડે રસ જાગૃત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવા માટે તૈયાર કરવાનો હેતુ છે.
  • લોકોને આરોગ્ય ને લગતી વિવિધ માહિતીએ જુદા-જુદા માધ્યમ દ્વારા પૂરી પાડવાનો છે.

(૨) ડેઇલી ડાયરી : આરોગ્ય કાર્યકર દ્વારા દ૨૨ોજની કરવાની થતી કાર્યવાહી તથા કરેલ કામગીરીની નોંધપોથીને ડેઈલી ડાયરી કહેવાય છે. આ પ્રકારની ડાયરીમાં કર્મચારી દ્વારા રોંજીદી કરેલ કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવે છે.જે કામગીરીના આયોજનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.

  • લેખીત અને કાયદેસર ના પુરાવા તરીકે
  • નાણાકીય બાબતની ચકાસણી માટે
  • રોજીંદી કામગીરીના રેકોર્ડ માટે
  • રોજીંદી અગત્યની બાબતોની નોંધ કરવા માટે
  • જરૂરી તમામ માહીતી એક જ જગ્યાએથી મેળવવા માટે
  • બાકી રહેલી કામગીરીની વિગત જાણવા માટે
  • કરેલ કામગીરીની વિગત જાણવા માટે
  • કાર્યનું આયોજન કરવા માટે
  • કામગીરીનું મુલ્યાંકન કરવા માટે

(૩) ઇનફન્ટ મોર્ટાલિટી રેટ : શિશુ મૃત્યુ દર (Infant Mortality Rate) એ જન્મથી એક વર્ષની ઉંમર સુધીનાં બાળકના મૃત્યુની સંખ્યા છે, જે દર 1,000 જીવંત જન્મ પર ગણવામાં આવે છે.IMR એ સ્વાસ્થ્ય સેવાનો અને સમાજના વિકાસનો મહત્વપૂર્ણ સૂચક (indicator) છે.

  • ઊંચો IMR દર્શાવે છે કે દેશમાં આરોગ્ય સેવાઓ, પોષણ, સ્વચ્છતા અને માતા-બાળ સંભાળમાં ખામી છે.
  • ભારતના આરોગ્ય કાર્યક્રમોમાં (જેમ કે ICDS, Janani Suraksha Yojana, Anemia Mukt Bharat) IMR ઘટાડવા પર ખાસ ભાર મુકવામાં આવે છે.

(૪) શીત શૃંખલા : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે ૨ સે. થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથક થી લાભાર્થી સુધી ગુણવતા સભર સ્થિતીમાં પહોચાડવાની પધ્ધતીને શીત શૃંખલા કહેવાય છે.

(૫) કંટીન્યુઇંગ એજ્યુકેશન : કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એટલે કે મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી વ્યાવસાયિક જ્ઞાન, કૌશલ્ય અને વલણને સતત સુધારવાની પ્રક્રિયા, જેથી પોતાની કાર્યક્ષમતા જળવાઈ રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપી શકાય.

હેતુ

  • પ્રમોશન અને કરિયર ગ્રોથ માટે તૈયાર થવું.
  • નવીન જ્ઞાન મેળવવું – ક્ષેત્રમાં નવા વિકાસ અને શોધ વિશે જાણકારી મેળવવી.
  • કૌશલ્ય સુધારવું – પ્રેક્ટિકલ સ્કિલ્સમાં સુધારો કરવો.
  • વ્યાવસાયિક વિકાસ – કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવો.
  • સેવાની ગુણવત્તા જાળવવી – દર્દીઓને સારી સેવા મળી રહે.

(૬) રેકોર્ડ : રેકોર્ડ એટલે કોઈ પણ માહિતી, ઘટના, આંકડા અથવા તથ્યને લખાણ, છાપેલ દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રૂપે સાચવી રાખેલું દસ્તાવેજ, જેનો ઉપયોગ ભવિષ્યમાં સંદર્ભ (reference) માટે કરી શકાય.

રેકોર્ડના પ્રકાર

  • વ્યક્તિગત રેકોર્ડ – જન્મ પ્રમાણપત્ર, માર્કશીટ, તબીબી રિપોર્ટ.
  • સંસ્થાગત રેકોર્ડ – શાળા, હોસ્પિટલ કે ઓફિસના દસ્તાવેજો.
  • સરકારી રેકોર્ડ – જનગણના, જમીનનાં દસ્તાવેજો, કાયદાકીય નોંધણીઓ.
  • ઇલેક્ટ્રોનિક રેકોર્ડ – કમ્પ્યુટર ફાઇલ્સ, ડેટાબેઝ, ઑડિયો-વિડિયો ફાઇલો.

(૭) ઇ-મમતા : ઇ-મમતા એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક માતા અને બાળક આરોગ્ય ટ્રેકિંગ સિસ્ટમ (Mother & Child Health Tracking System – MCHTS) છે. આ એક વેબ-બેઝડ / ઑનલાઇન સોફ્ટવેર પ્લેટફોર્મ છે, જેમાં માતા, ગર્ભવતી સ્ત્રીઓ અને 0 થી 6 વર્ષના બાળકોની આરોગ્ય સંબંધિત તમામ માહિતી નોંધવામાં આવે છે. ઇ-મમતા એ ગુજરાતમાં માતા અને બાળકની આરોગ્ય સેવાઓને ડિજિટલ રીતે ટ્રેક અને મેનેજ કરવા માટેની ઑનલાઇન આરોગ્ય વ્યવસ્થા છે.

(૮) CPR : સી.પી.આર. (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) એ એક તાત્કાલિક જીવનરક્ષક પ્રક્રિયા છે, જે ત્યારે કરવામાં આવે છે જ્યારે દર્દીનું હૃદય ધબકવું બંધ થઈ જાય. તેમાં છાતી પર દબાણ (Chest Compressions) અને શ્વાસ આપવો (Rescue Breaths) સામેલ હોય છે, જેથી રક્તપ્રવાહ અને ઓક્સિજન પુરવઠો ચાલુ રહી શકે.

  • Cardio = હૃદય (Heart)
  • Pulmonary = ફેફસા (Lungs)
  • Resuscitation = જીવન પરત લાવવું

અર્થાત્ CPR = હૃદય અને ફેફસાનું કાર્ય અટકી જાય ત્યારે જીવંત રાખવાની પ્રક્રિયા.

પ્રશ્ન – ૬ (અ) ખાલી જગ્યા પુરો.05

(૧) રજીસ્ટર નંબર – ૬ માં …………માહિતી ભરવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓ અને પ્રસૂતા સ્ત્રીઓની માહિતી

(૨) વિશ્વ એઇડ્સ દિવસ ………….. ના રોજ ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બર

(૩) તાલુકા હેલ્થ કચેરીના વડાને …………… કહેવામાં આવે છે. તાલુકા હેલ્થ ઓફિસર (THO)

(૪) એનિમિયા વાળી માતાની સંખ્યા અંદાજે …………. હોય છે. લગભગ ૫૦%

(૫) ટેકો કાર્યક્રમની શરૂઆત …………. માં થઈ હતી.1972

(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

(૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય વિસ્તારમાં ૨૦,૦૦૦ ની વસ્તીએ હોય છે. ❌

(૨) પ્રાણ ઘાતક રોગો થતા અટકાવવા માટે પ્રિવેન્ટીવ કેર કરવામાં આવે છે. ✅

(૩) ટી – સીરીજની રસીઓ થીજી જવાથી ગુણવત્તા ગુમાવે છે. ✅

(૪) સબ સેન્ટર કક્ષાએ ૯ પ્રકારના રજીસ્ટરો નિભાવવામાં આવે છે. ✅

(૫) ગોઈટરને કંટ્રોલ કરવા માટે આયોડીન યુક્ત મીઠું વાપરવું જોઈએ. ✅

(ક) નીચેનાના પૂર્ણ રૂપ લખો. 05

(૧) O.R.S – Oral Rehydration Solution (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન)

(૨) IMNCI – Integrated Management of Neonatal and Childhood Illnesses (ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીઓનેટલ એન્ડ ચાઈલ્ડ હુડ ઇલનેસ)

(૩) RCH – Reproductive and Child Health (રિપ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ)

‌(૪) ICDS – Integrated Child Development Services (ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ)

(૫) TeCHO – Technology for Enhancing Community Health Operations (ટેકનોલોજી ફોર એનહાન્સિંગ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ)

Published
Categorized as ANM-HCM-PAPER SOLUTIONS, Uncategorised