skip to main content

PEDIATRIC UNIT 6 NERVOUS SYSTEM

Neurological system

  • Explain/ Define Meningitis(મેનિન્જાઇટિસ ને વ્યાખ્યાયિત કરો).

મેનેન્જીસ:= મેનેન્જીસ એ બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્ટીક મેમ્બરેન છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરે છે.

આ મેનેન્જીસ માં ત્રણ અધર 3 લેયર આવેલા હોય છે.

1) ડ્યુરામેટર
( આઉટર મોસ્ટ લેયર),

2) એરાકનોઇડ મેટર
( ઇન્ટરમીડીએટ લેયર),

3)પિયા મેટર
(ઇનરમોસ્ટ લેયર)

આમ, મેનેન્જિસ ના આ ત્રણ લેયર હોય છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરી તેને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.

મેનિંન્જાઇટીસ:= બ્રેઇન તથા સ્પાઇનલ કોડ ની સરાઉન્ડીંગ માં આવેલા મેનેન્જિસ લેયર માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કન્ડિશન ને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. આ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા વાઇરસ , તથા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે થઈ શકે છે.

Explain the Etiology/ cause of the meningitis .( મેનેન્જાઇટીસ ના કારણે જણાવો).

બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે.
Ex:=
Mycobacterium Tuberculosis ,
Streptococcus pneumoniae,
Neisseria Meningitidis,
Haemophilus influenzae,
Listeria monocytogenes.

વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે.
Mumps,
Herpis simplex virous,
Epstain barr virous,
Varicella-zoster virous ,
Measles,
Influenza.

ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે.
Candida,
સિસ્ટેમિક લ્યુપસ એરીધમાટોસિસ ( SLE )ના કારણે,
અમુક પ્રકારની મેડિકેશન ના કારણે.
હેડ ઇંજરી થવાના કારણે.
હેડ અને સ્પાઇનલ કોર્ડ માં ટ્રોમાં થવાના કારણે.
કેન્સર.
ટોબેકો યુઝ કરવાના કારણે.
ઇમ્યુન સિસ્ટમ ઇમ્પેઇરડ થવાના કારણે.
ઓવર ક્રાઉડિંગ ના કારણે.
બ્રેઇન સર્જરી થવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Meningitis. (મેનિન્જાઇટિસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

હેડએક,
ખૂબ હાઇ ફીવર,
મેન્ટેન સ્ટેટસ અલ્ટર થવી. કન્ફ્યુઝન થવું.
કંસિયસનેસ અલ્ટર્ડ થવું.
વોમીટિંગ.
ફોટોફોબિયા (એન ઇનએબીલિટી ટુ ટોલરેટ લાઇટ).
ઇરીટેબિલિટી થવી .
ડ્રાઉઝીનેસ થવી.
કન્ફ્યુઝન થવુ.
અલ્ટર્ડ કંન્શીયસનેસ થવી.
વોમીટિંગ.
સાઇન ઓફ મેનીન્જીયલ ઇરીટેશન.
નકલ રિજીડીટી (નેક સ્ટીફનેસ).
માથું દુખવું.
મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ થવી.
આચકી આવવી.
જોઈન્ટ પેઇન થવુ.
મસલ્સ એક થવુ.

પોઝીટીવ બ્રુડઝિન્સકી સાઇન
બ્રુડઝિન્સકી સાઇન માં ચાઇલ્ડ ને જ્યારે સુપાઇન પોઝીશન પ્રોવાઇડ કરાવીએ અને તેના નેક ને ચેસ્ટ તરફ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે તેની હિપ અને એંકલ એ ઓટોમેટીકલી ફ્લેક્સ થાય છે તેને બ્રુડઝિન્સકી સાઇન કહેવામાં આવે છે.

કર્નિંગ સાઇન
કર્નીંગ સાઇન માં જ્યારે પેશન્ટને સુપાઇન પોઝીશન પ્રોવાઇડ કરવા માં આવે ત્યાર બાદ પેસન્ટ નું ની અને હિપ એ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે પેશન્ટનું ની એ ફરી એક્સટેન્ડેન્ટ કરતા તેને પેઇન થાય તો તેને કર્નિંગ સાઇન કહેવામાં આવે છે.

K:= Knee,
E:= Extention
R:= Resistense

એટલે કે knee ને સીધા એક્સટેન્ડેડ કરવાથી પેશન્ટને પેઇન થાય છે.

Explain the Diagnostic evaluation of the Child with the Meningitis. (મેનેન્જાઇટીસ વાડા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination.
બ્લડ કલ્ચર.
લંબર પંકચર.
ચેસ્ટ એક્સરે.
CSF એક્ઝામિનેશન.
સીટી સ્કેન.
ગ્રામ સ્ટેઇન.
CSF કલ્ચર.
MRI ટેસ્ટ.

Explain the Management of the Children with the Meningitis.
( મેનેન્જાઇટીસ વાડા ચાઇલ્ડ નું મેનેજમેન્ટ જણાવો.)

જો ચાઇલ્ડ ને કોઇપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:=
Rifampicin ,
Cefotaxime,
Vancomycin.

જો ચાઇલ્ડ ને કોઇપણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિવાયરલ મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:= Acetaminophen,
NSAID ( Non steroidal anti inflammatory drug).

ચાઇલ્ડ ને ઇન્ટરાવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને ફીવર આવતો હોય તો એન્ટિપાયરેટીક મેડિસિન કરવી.

જો ચાઇલ્ડ ને ફીવર આવતી હોય તો એન્ટિકન્વલર્ઝન્ટ મેડિકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કંટીન્યુઅસ ક્લોઝ મોનેટરીંગ કરવુ.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન કંટીન્યુઅસલી ક્લોઝ મોનિટર કરવા.

જો ચાઇલ્ડ ને ઇન્ફલાર્મેશન થતું હોય તો કોર્ટીકોસ્ટીરોઈડ મેડિસિન પ્રોવાઈડ કરવી.

જો ચાઇલ્ડ ને મેનિન્જાઇટીસ ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી આઇસોલેશન રાખવું.

ચાઇલ્ડ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઈડ કરવુ.

Explain the Nursing management of Children with the Meningitis.(મેનેન્જાઈટીસ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.

ચાઇલ્ડ ના વાયટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટર કરવા.

ચાઇલ્ડ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી અસેસ કરવું.

ચાઇલ્ડ નુ પ્રોપરલી ફલ્યુડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેઇન્ટેન રાખવુ.

જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નું પ્રોપરલી ન્યુરોલોજિકલ સ્ટેટસ અસેસ કરવું.

જો ચાઇલ્ડ ને સીઝર આવતી હોય તો એન્ટી કન્વલ્ઝન મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને તેની ડીઝિઝ, તેને થવા માટેના કારણ,તથા તેના લક્ષણો તથા ચિન્હો વિશે પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ નું ઇન્ટેક આઉટપુટ કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન તથા ન્યુરોલેજીકલ સ્ટેટસ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના કન્સીયસનેસ લેવલ ને કંટીન્યુઅસ મોનિટર કરવું.

ચાઇલ્ડ ને રેગ્યુલરલી મેડિસિન લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

  • Define/ Explain Encephalitis.(એનસેફેલાઇટીસ ને વ્યાખ્યાયિત કરો).

બ્રેઇન માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કંડીશન ને એનસેફેલાઇટીસ કહેવામાં આવે છે. એનસેફેલાઇટીસ એ એવી કન્ડિશન છે કે જે બ્રેઇન મા રહેલા વ્હાઇટ અને ગ્રે મેટર માં ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે અને તે મુખ્યત્વે બ્રેઇન માં સરેબ્રમ , બ્રેઇન સ્ટેમ તથા સેરેબેલમ ને અફેક્ટ કરે છે.

એનસેફેલાઇટિસ એ કોઇપણ વાયરલ ઇન્ફેક્શન,બેક્ટેરિયલ ઇન્ફેક્શન તથા એલર્જીક કન્ડિશન ના કારણે જોવા મળે છે.

એનસેફેલાઇટિસ ની કન્ડિશન કે મુખ્યત્વે યંગ એજ તથા ઓલ્ડ એજ પીપલ્સ માં બધું પડતું જોવા મળે છે.

Explain the Etiology/ cause of the children with the Encephalitis.(એનસેફેલાઇટિસ થવા માટેના કારણ જણાવો) .

બેક્ટેરિયાના કારણે.
Ex:=

Mycobacterium Tuberculosis ,Streptococcus, વાયરલ ઇન્ફેક્શનના કારણે.
Ex:=
હર્પીસ સીમ્પલેક્સ વાયરસ ના કારણે,
એપ્સ્ટેઇન બાર વાયરસ ના કારણે,
વેરીસેલાઝોસ્ટર
વાઇરસ ના કારણે,
એન્ટેરો વાઇરસ ના કારણે
( પોલિયો વાઇરસ અને કોક્સસેકી વાયરસ),
અરબો વાયરસ ના કારણે,
આર્થ્રોપોડ – બોનૅ વાયરસ,
ટિક-બોર્ન વાયરસ,
મમ્પસ,મિઝલ્સ એન્ડ રુબેલા ( MMR )
રેબીસ વાયરસ .

પેરાસાઇટીક ઇન્ફેક્શન થવાના કારણે.
Ex:=
રાઉન્ડવોર્મ,
સિસ્ટીસર્કોસિસ,
ટોક્સોપ્લાઝ્મોસીસ. ઇમ્યુન સિસ્ટમ વીક થવાના કારણે.

ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે.
Ex:=
એસ્પરગિલસ સ્પીસીઝ, ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સ,
ઓટોઇમ્યુન ડીસીઝ થવાના કારણે,
કોઈપણ એલર્જી કંડિશનસ થવાના કારણે.

Explain the types of the Encephalitis(એનસેફેલાઇટિસ ના ટાઇપ જણાવો).

એનસેટેલાઇટિસ ના ટોટલ છ ટાઈપ પડે છે.

1) ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ,

2)પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ,

3) ઓટોઇમ્યુન એનસેટેલાઇટિસ,

4) જાપાનીઝ એનસેફેલાઇટિસ,

5) એલર્જીક એનસેફેલાઇટિસ,

6) ક્રોનિક એનસેફેલાઇટિસ

A) સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ B) પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML )

•••>

1) ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ,

ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ એ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થવાના કારણે થાય છે. જેમકે બેક્ટેરિયા, વાયરસ ,ફંગી પેરાસાઈટ વગેરે જેવા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.

2) પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ,

પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ એ ઇનીશીયલ ઇન્ફેક્શન થયા પછીના બે થી ત્રણ વીકના સમયગાળા પછી ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ ની કન્ડિશન થાય અરાઇસ થાય છે.પોસ્ટ ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ એ કોઈપણ વાયરલ ઇન્ફેક્શન ની વેક્સિનેશન આપ્યા ના કોમ્પ્લિકેશન તરીકે પણ જોવા મળે છે.

3) ઓટોઇમ્યુન એનસેટેલાઇટિસ,

ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ માં આપણા બોડી ની ઇમ્યુન સિસ્ટમ એ જ આપણા બ્રેઇન ને નુકસાન પહોંચાડે તો તેને ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ કહેવામાં આવે છે. આ કન્ડિશન માં આપણા બોડી ના એન્ટીબોડી એ બ્લડ બ્રેઇન બેરિયર ને ક્રોસ કરે અને ત્યારબાદ બ્રેઈન ના ટીશ્યુસ માં નુકસાન પહોંચાડે અને એનસેફેલાઇટિસ ની કન્ડિશન કરે તો તેને ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ કહેવામાં આવે છે.

4) જાપાનીઝ એનસેફેલાઇટિસ,

જાપાનીઝ એનસેફેલાઇટિસ એ મુખ્યત્વે મસ્કીટોસ ના કારણે સ્પ્રેડ થાય છે. આ કન્ડિશન એ મુખ્યત્વે south, East, Asia, the far east and the Pacific island માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જે લોકો એ ફાર્મિંગ કરતા હોય તેવા લોકોમાં આ કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

5) એલર્જીક એનસેફેલાઇટિસ

એલર્જીક એનસેફેલાઇટિસ એ મુખ્યત્વે કોઇપણ એલર્જીક્ર રિએક્શન ના કારણે જોવા મળે છે.

6) ક્રોનિક એનસેફેલાઇટિસ

ક્રોનિક એનસેફેલાઇટિસ સ્લોલી અને ગ્રેજ્યુઅલી અમુક મંથ સુધીમાં ડેવલોપ થાય છે. જો લાંબા સમયગાળા થી એનસેફેલાઇટિસ ની કન્ડિશન હોય તો તેને ક્રોનિક એનસેટેલાઇટિસ કહેવામાં આવે છે.

ક્રોનિક એનસેફેલાઇટિસ ની કન્ડિશન એ મુખ્યત્વે એચ.આઈ.વી ( HIV ) વાળા પેશન્ટ ની જ્યારે ઇમ્યુનિટી ડાઉન થતી હોય ત્યારે તેવા પેશન્ટમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ક્રોનિક એનસેટેલાઇટિસ ના અધર બે ટાઈપ પડે છે.

A) સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ

સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ ઇન્ફ્લામેશન એ મિઝલ્સ ઇન્ફેક્શનના કોમ્પ્લિકેશન તરીકે જોવા મળે છે.

B) પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML )

પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML ) એ મુખ્યત્વે john Cunningham virous ( JC virous ) ( જ્હોન કનિંગહામ વાઇરસ ) ના ઇન્ફ્લામેશન થવાના કારણે જોવા મળે છે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Children with the Encephalitis.( એનસેફેલાઇટિસ વાડા ચાઇલ્ડ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો).

તાવ આવવો,
માથું દુખવું,
કન્ફ્યુઝન તથા મેન્ટલ સ્ટેટસ અલ્ટર થવું,
આચકી આવવી,
ન્યુરોલોજીકલ ડેફીશીટ થવું.
બિહેવિયર ચેન્જીસ થવું.
નોઝીયા એન્ડ વોમીટિંગ.
સ્ટીફ નેક .
ફોટોફોબિયા ( સેન્સીટીવીટી ટુ ધ બ્રાઇટ લાઇટ્સ).
હેલ્યુઝિનેશન (ફોલ્સ સેન્સરી પરસેપ્સન ).
સ્પીચ તથા લેંગ્વેજ માં ડિફિકલ્ટી થવી.
મોટર ડિસ્ટર્બન્સ થવું.
બોડી પેઇન થવું.
સીઝર આવવી.
એફેસિયા (ઇનએબીલિટી ઇન સ્પિકીંગ).
એફેજીયા
( ઇનએબીલિટી ઇન સ્વેલોવિંગ).
ડીસઓરિએન્ટેશન થવું.
જોઈન્ટ પેઇન થવું.
બોડી ના અમુક ભાગમાં સેન્સેશન લોસ થવું.
વ્યક્તિના પર્સનાલિટી તથા બિહેવિયર માં
ચેન્જીસ થવા.
મસલ્સ વિકનેસ થવી.
વિઝન એ પાર્શિયલ તથા ટોટલી લોસ થવુ.
આઇ મુવમેન્ટ લોસ થવુ.
Face, Arm, and Legs ની ઇનવોલ્યુન્ટરી લોસ થવી.
એન્ઝાઇટી.
અનયુઝવલ બિહેવિયર થવુ.

Explain the Diagnostic evaluation of the Children with the Encephalitis. (એનસેટેલાઇટિસ વાડા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination.
બ્રેઇન MRI.
Ct scan.
બ્રેઇન બાયોપ્સી.
કલ્ચર ઓફ ધ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ( CSF ).
સેરોલોજી ટેસ્ટ.
લમ્બર પંક્ચર.
CSF એક્ઝામિનેશન.
પોલીમરેઝ ચેઇન રિએક્શન.

Explain the medical management of the Children with the Encephalitis. (એનસેફેલાઇટિસ વાળા ચાઇલ્ડ નુ મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

ચાઇલ્ડ ને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશન લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ફ્લુઇડ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિવાયરલ મેડિસિન કરવી.

Ex:=
Acyclovir
( Zovirax) ,
Foscavir
(foscarnet).

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટીઇન્ફલામેટ્રી ડ્રગ પ્રોવાઈડ કરવી.

Ex:= Acetaminophen,
Ibuprofen,
Naproxen.

ચાઇલ્ડ ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો ચાઇલ્ડ ને એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કોઇપણ પેરાસાઈટીક ઇન્ફેક્શન હોય તો એન્ટીપેરાસાઈટીક મેડિસિન કરવી.

ચાઇલ્ડ ને સીઝર ની કન્ડિશન હોય તો એન્ટીકન્વલર્ઝિવ મેડિસિન પ્રોવાઈડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કોઈપણ પેઇન ની કન્ડિશન હોય તો એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નું ન્યુરોલોજીકલ સ્ટેટસ મોનિટર કરવુ.

ચાઇલ્ડ નું મેન્ટલ સ્ટેટસ તથા તથા કંસિયસનેસ લેવલ મોનિટર કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી રીહેબિલિટેશન સર્વિસીસ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઇન્ટરવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

Explain the Nursing management of Children with the Encephalitis (એનસેફેલાઇટિસ વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ ને પ્રોપરલી કોમ્પરાહેન્સીવ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.

ચાઇલ્ડ નું ન્યુરોલોજીકલ સ્ટેટસ , મેન્ટલ સ્ટેટસ તથા તેના કંસિયસનેસ લેવલ ને પ્રોપરલી અસેસ કરવુ.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી અસેસ કરવા.

ચાઇલ્ડ નું ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ના ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને સીઝર ની કન્ડિશન હોય તો એન્ટીકન્વલર્ઝિવ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને વાયરલ ઇન્ફેક્શન હોય તો એન્ટિવાયરલ મેડિસિન પ્રોવાઈડ કરવી .

ચાઇલ્ડ ને કોઇપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કોઇપણ ફંગલ ઇન્ફેક્શન હોય તો એન્ટિફંગલ મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કોઇપણ પેરાસાઈટીક ઇન્ફેક્શન હોય તો એન્ટિપેરાસાઈટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી રેસ્પિરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નુ પ્રોપરલી હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન કરવું.

ચાઇલ્ડ ને જો કોઇપણ પ્રકાર નું કોમ્પ્લીકેશન થયું હોય તો તેને પ્રોપરલી અસેસ કરવું.

ચાઇલ્ડ ને તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ફ્રિકવન્સલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને પ્રોપરલી મોનિટર કરવો.

ચાઇલ્ડ ને ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

ચાઇલ્ડ નું ન્યુરોલોજિકલ સ્ટેટ્સ ક્લોઝલી મોનીટર કરવું.

ચાઇલ્ડ ના એરવે ને પ્રોપરલી પેટન્ટ રાખવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટએબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને નોઇસીઅસ એન્વાયરમેન્ટ હોય તેનાથી દૂર રાખવું.

ચાઇલ્ડ ની સ્કીન ઇન્ટીગ્રિટી પ્રોપરલી મોનિટર કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સ્ટાન્ડર્ડ પ્રીકોશન તથા આઇસોલેશન પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિપાઇરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.

ચાઇલ્ડ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.

  • Explain/Define seizures.(સીઝર્સ ને વ્યાખ્યાયિત કરો).

સીઝર્સ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન ની ઇલેક્ટ્રીકલ એક્ટિવિટી એ અનકંટ્રોલ થાય છે.

સીઝર્સ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન મા અનકંટ્રોલ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થાય તો બ્રેઇન માં એક કન્ડિશન અરાઇસ થાય છે તેને સીઝર્સ કહેવામાં આવે છે.

જો બ્રેઇનમાં અનકન્ટ્રોલ ઈલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થાય તો બ્રેઇનનું નોર્મલ ફંક્શન ઇમ્પેઇરડ થાય છે અને આના કારણે પર્ટીક્યુલર સિચ્યુએશન અરાઇસ થાય તેમા બોડી મા ઇનવોલ્યુન્ટરી મસલ્સ નુ કોન્ટ્રાકશન તથા રિલેક્સેશન થાય તો તેને સીઝર્સ કહેવામાં આવે છે.

Explain/ Define the epilepsy . (એપીલેપ્સી ને વ્યાખ્યાયિત કરો).

જો ચાઇલ્ડ ને વારંવાર સીઝર્સ ના એપિસોડ આવે તો તે કન્ડિશન એ એપીલેપ્સી માં કન્વર્ટ થાય છે.

એપીલેપ્સી એ મેન્ટલ એબનોર્માલીટી છે કે જેમા ચાઇલ્ડ ના બ્રેઇન માં ન્યુરોનના ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ એ ખૂબ જ ડિસ્ટર્બ થાય છે જેના કારણે ન્યુરોન મા એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવા મળે છે અને એપીલેપ્સી ની કન્ડિશન થાય છે જેના કારણે બોડીમાં જર્કિંગ મુમેન્ટ અરાઇસ થાય છે.

Explain the Etiology/ cause of the seizures (સીઝર્સ થવા માટેના કારણ જણાવો).

જીનેટીક ફેક્ટરના કારણે.
હેડ ટ્રોમા થવાના કારણે.
બ્રેઇન ટ્યુમર થવાના કારણે.
સ્ટ્રોક .
બ્રેઇન ઇન્ફેક્શન થવાના કારણે.ex:= મેનેન્જાઇટિસ.
ડ્રગ એબ્યુસ તથા વિડ્રોઅલ ના કારણે.
હાઇપોગ્લાઇસેમિયા થવાના કારણે. હાયપોક્ઝીયા થવાના કારણે.
ડિહાઇડ્રેશન થવાના કારણે.
ફીવર આવવાના કારણે.
હાઇ બ્લડપ્રેશર ના કારણે.
સેપ્ટીસેમીયા થવાના કારણે.
ડાયાબિટીસ મલાઇટર્સ થવાના કારણે.
ઈલેક્ટ્રિક શોક લાગવાના કારણે.
બર્થ ઈન્જરી થવાના કારણે.
ડેવલોપમેન્ટલ ડીસઓર્ડર ના કારણે.
ટ્ર્રોમેટિક બ્રેઇન ઇંજરી થવાના કારણે.
બ્રેઇન ટ્યુમર થવાના કારણે.
કોઇપણ પોઇઝનિયસ વસ્તુના એક્સપોઝર માં આવવાના કારણે.
Ex:= lead,carbone monoxide.

Explain the Classification of the seizures. (સીઝર્સ ના ક્લાસિફિકેશન ને વર્ણવો).

સીઝર્સ ના મુખ્યત્વે ત્રણ પ્રકારે એક ક્લાસિફિકેશન થાય છે.

1)જનરલ સીઝર્સ

2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.

3) સાયકોજેનિક સીઝર

••••>

1) જનરલ સીઝર્સ

જનરલ સીઝર્સ ના ફરી છ ટાઈપ પડે છે.

1) ટોનિક – ક્લોનીક સીઝર.

2) એપ્સન્ટ સીઝર.

3) માયોક્લોનીક સીઝર.

4) ટોનિક સીઝર.

5) એટોનિક સીઝર.

6) ક્લોનીક સીઝર.

2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.

પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઈપ પડે છે.

1) સિમ્પલ ફોકલ સીઝર.

2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.

3) સાયકોજેનિક સીઝર

•••>

1) જનરલ સીઝર્સ

જનરલ સીઝર્સ ના ફરી છ ટાઈપ પડે છે.

જનરલાઈઝ સીઝર્સ માં બ્રેઇન ના બંને હેમિસફિયર એટલે કે રાઈટ અને લેફ્ટ હેમીસ્ફીયર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

એટલે કે અનકંટ્રોલ્ડ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ એ બ્રેઇન ના બંને બાજુના હેમિસ્ફિયર માં થાય છે.

આ પ્રકાર ના સીઝર માં પેશન્ટ એ અનકંન્સીયસ થઈ જાય છે.

આ સીઝર એ અમુક સેકન્ડ થી લઈ અને અમુક મિનિટ સુધી જોવા મળે છે.

1) ટોનિક – ક્લોનીક સીઝર.

ટોનિક ક્લોનિક સીઝર ને ગ્રાન્ડમાલ સીઝર ( Grandmal seizures) પણ કહેવામાં આવે છે.

આ સીઝર માં પેશન્ટની કંસિયસનેસ એ ફુલ્લી લોસ થાય છે. અને પેશન્ટ એ જમીન પર પણ પડી જાય છે.
ટોનિક સ્ટેજ માં પેશન્ટના મસલ્સ એ સ્ટીફ થાય છે અને મસલ્સ ટોન એ ઇન્ક્રીઝ થાય છે.
ક્લોનીક ફેઝ મા પેશન્ટ ના મસલ્સ ટોન એ લોસ થાય છે.

2) એબ્સન્ટ સીઝર.

એબ્સન્સ સીઝર ને petitmal ( પેટીટમાલ) સીઝર પણ કહેવામાં આવે છે.
આ પ્રકારનું સીઝર એ મુખ્યત્વે ચિલ્ડ્રન માં જોવા મળે છે.
આ સીઝર એ અમુક સેકન્ડ માટે જ જોવા મળે છે.
આ સીઝર માં પેશન્ટને અમુક સેકન્ડ પૂરતા જ એપિસોડ્સ જોવા મળે છે અને પેશન્ટને ખબર પણ પડતી નથી કે તેને કોઈપણ પ્રકારની ઇશ્યુ થાઈ છે.

3) માયોક્લોનીક સીઝર.

માયોક્લોનિક સીઝર માં મસલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.અને બોડીની એક્સેસિવ્લી ઝરકિંગ મુમેન્ટ થાય છે.

તેથી માયોક્લોનીક સીઝર માં બોડીમાં એક્સેસિવલી jerk જોવા મળે છે.

4) ટોનિક સીઝર.

આ સીઝર માં મસલ્સ ટોન એ સડન્લી ઇન્ક્રીઝ થાય છે અને બોડી એ સ્ટીફ થઈ જાય છે તથા મસલ્સ ટોન એ ખૂબ જ ઈન્ક્રીઝ થાય છે.

5) એટોનિક સીઝર.

આ સીઝરમાં મસલ્સ ટોન એ લોસ થાય છે તેથી આમાં ડ્રોપ અટેક ( Drop attack)જોવા મળે છે એટલે કે પેશન્ટ એ ઉભા ઉભા પડી જાય છે કારણકે આ સીઝર માં પેશન્ટના મસલ્સ ટોન એ ઓચિંતી રીતે સ્ટોપ થઈ જાય છે.

આ સીઝર માં પેશન્ટ ને ડ્રોપ અટેક થયા બાદ ઓચિંતી રીતે તેની કંસિયસનેસ પાછી આવી જાય છે આ સીઝરમાં પેશન્ટને હેડ એંજરી થવા માટેના હાઈરિસ્ક રહે છે.

6) ક્લોનીક સીઝર.

આ સીઝર માં પેશન્ટના મસલ્સ્ટોન એ સડ્નલી લોસ થાય છે.
આમાં વ્યક્તિએ અનકંશીયસ જોવા મળે છે અને તેનું મસલ્સ સ્ટોન પણ લોસ થાય છે.
આ સીઝરમાં લીંબ ની જર્કિંગ મુમેન્ટ તથા એક્સ્ટ્રીમિટીસ ની જર્કિંગ મુમેન્ટ જોવા મળે છે.

2) પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.

આ સીઝરને પાર્શિયલ રસીયલ ફોકલ સીઝર તથા પાર્શિયલ સીઝર પણ કહેવામાં આવે છે.

આ સીઝરમાં વન સાઈડના હેમિસ્ફિયર નું ઇન્વોલ્વમેન્ટ હોય છે.

તેથી તે ઇન્વોલ્વ થયેલા હેમીમિસફિયર દ્વારા જે કંઈ પણ બોડીની એક્ટિવિટી રેગ્યુલેટ થતી હોય તેના પર Affection જોવા મળે છે.

પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઈપ પડે છે.

1) સિમ્પલ ફોકલ સીઝર.

આ પ્રકારના સીઝર માં પેશન્ટ એ કંસિયસ લાગે પણ તેને અનયુઝવલફીલિંગ તથા સેન્સેશન જોવા મળે છે.

આમાં યુઝ્વલ ફીલિંગ મા વ્યક્તિ એ ખૂબ ખુશ થાય , ખુબ વધુ ગુસ્સો આવે , અથવા વ્યક્તિ એ અચાનક ઉદાસ થાય અથવા નોઝિયા ની ફીલિંગ્સ એ સડ્નલી અને કોઈપણ પ્રકારના Reasion વગર જોવા મળે છે.

આ સીઝરમાં એક જ હેમિસ ફિયર નું ઇનવોલ્વમેન્ટ હોય છે તેથી વ્યક્તિને જે વસ્તુ એ રિયાલિટીમાં હોતી નથી તેવી વસ્તુઓની ફીલિંગ્સ આવે છે.

2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.

આ સીઝર માં પેશન્ટનું કંસિયસનેસ લેવલ એ અલ્ટર થાય છે અથવા લોસ થાય છે.
આ સીઝરમાં વ્યક્તિ ને dream લાઇક એક્સપિરિયન્સ જોવા મળે છે.
આ પ્રકારના સીઝરમાં વ્યક્તિ એ જે કામ કરે તે તેને પ્રોપરલી યાદ પણ રહેતું નથી.

તેને કોમ્પ્લેક્સ ફોકલ સીઝર કહે છે.

3)સાયકોજેનિક સીઝર

આ સીઝરને pseudo seizures પણ કહેવામાં આવે છે.

આ સીઝર એ મુખ્યત્વે સાઇકિએટ્રીક કન્ડિશન ના કારણે જોવા મળે છે.

આ સીઝર માં વ્યક્તિને એવું લાગે કે તેને સીઝર આવે પરંતુ તે એક્ચ્યુલી માં હોતી નથી.

Explain the Clinical manifestation/ sign and symptoms of seizure. ( સીઝર થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

ટેમ્પરરી કન્ફ્યુઝન.
હાથ તથા પગ ની અનકન્ટ્રોલ જર્કિંગ મુમેન્ટ થવી.
કન્સીયસનેસ લોસ થવી.
અવેરનેસ લોસ થવી.
ટેમ્પરરી કન્ફ્યુઝન જોવા મળવું.
બોડી ના પાટૅ મા નંબનેસ થવી.
લોસ ઓફ મેમરી થવુ.
વિઝ્યુઅલ ચેન્જીસ થવુ.
ચક્કર આવવા.
ચેસ્ટ મા ટીંગલીંગ સેન્સેશન થવુ.

Explain the Diagnostic evaluation of the Children with the seizures. (સીઝરવાડા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટીક ઈવાલ્યુએશન જણાવો).

History tacking and physical examination.
બ્લડ ટેસ્ટ.
લંબર પંક્ચર .
ઇલેક્ટ્રો એનસેફેલોગ્રામ.
કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી ( CT scan).
મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ ( MRI ).
પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી ( PET test).
સિંગલ ફોટો એમિશન કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી ( SPECT ).
ન્યુરોસાઇકોલોજીકલ ટેસ્ટ.
બ્રેઇન મેપીંગ.

Explain the medical management of the Children with the seizures. ( સીઝર વાડા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

જો ચાઇલ્ડ ને સીઝર્સ ની કન્ડિશન હોય તો એન્ટીકન્વલર્ઝિવ મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ફિનાઇટોઇનસોડિયમ ( Phenytoin sodium) મેડીકેશન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને પાર્સિયલ તથા જનરલાઇઝ સીઝર હોય તો ફિનાઇટોઇન મેડીકેશન પ્રોવાઇડ કરવી.

આ મેડીટેશન એ મુખ્યત્વે કાર્ડિયાક ડીશરીધેમીયા ની ની કન્ડિશન અથવા તો અમુક પ્રકારના nerve પેઇન હોય ત્યારે યુઝ થાય છે.

ચાઇલ્ડ ને carbamazepine મેડીટેશન પ્રોવાઇડ કરવી.

કારબામાઝેપાઇન એ મુખ્યત્વે પાર્શિયલ તથા જનરલાઈઝ સિઝર માટે યુઝ થાય છે.

કારબામાઝેપાઈન એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં સાઈનેપ્ટિક ટ્રાન્સમિશન ને decrease કરે છે.

ચાઇલ્ડ ને valporic Acid મેડીકેશન પ્રોવાઇડ કરવી.

વાલ્પોરીક એસિડ એ પાર્શિયલ તથા જનરલાઈઝ સીઝર માટે યુઝ થાય છે.

વાલ્પોરીકએસિડ એ GABA ને ઇન્ક્રીઝ કરે છે.

Ethosuxamide :=

આ મેડીટેશન એ મુખ્યત્વે Absense સીઝર માટે યુઝ થાય છે.

Diazepam

ડાઇઝેપામ મેડિકેશન એ મુખ્યત્વે સીડેટીવ તરીકે વર્ક કરે છે જે મુખ્યત્વે જનરલાઇઝ સિઝર ( Absence, Atonic, Myoclonic) મા યુઝ થાય છે.

Explain the Surgical management of patients with seizures. ( સીઝર વાડા ચાઇલ્ડ નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો.)

સર્જરી એ મુખ્યત્વે જે ચાઇલ્ડ ને કોઈપણ ઇન્ટરાક્રેનીઅલ ટ્યુમર,સિસ્ટ,એબ્સેસ તથા વાસ્કયુલર એબનોર્માલીટીસ ના કારણે થયું હોય તો તેના માટે સર્જરી કરવામાં આવે છે.

1) Resective and palliative operations:=

જો બ્રેઇન ની અંદર ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ હોય અને તેના સાઈન અને સીમટોમ્સ ને ટ્રીટ કરવા માટે જે બ્રેઇન પાર્ટ ના કારણે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો તે બ્રેઇન પાટૅ નુ રિસેકશન કરવામાં આવે છે.

2) ટેમ્પોરલ લોબેક્ટોમી.

જો સીઝર એ મુખ્યત્વે ટેમ્પોરલ લોબ્સ ના કારણે થયુ તો તે ટેમ્પોરલ લોબ ને રીમુવ કરવામાં આવે છે.

3) કોર્પસ કોલોઝમ.

જો સિઝર એ કોપૅસ કોલોઝમ ના કારણે હોય તો તે અફેક્ટ પાર્ટીને રીમુવ કરવામાં આવે છે.

4) એક્સટ્રા ટેમ્પોરલ રિસેકશન

આમાં મુખ્યત્વે સીઝર એ જો ટેમ્પોરલ લોબ ના કારણે થાય તો તે ટેમ્પોરલ લોબ નુ રિસેક્શન કરવામાં આવે છે.

5) Hemispherectomy :=

જો સીઝર એ મુખ્યત્વે કોઈપણ હેમિસ્ફિયર ના કારણે હોય તો તેને નો પાર્ટ રીમુવ કરવામાં આવે છે.

Explain the Nursing management of Children with the seizures. (સીઝર્સ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ ને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ રાખવું.

ચાઇલ્ડ ને ઇન્જરી માંથી પ્રિવેન્ટ કરવા માટે સાઇડ રેઇલ્સને અપ રાખવી.

ચાઇલ્ડ ના માઉથમાં કોઈપણ પ્રકારની વસ્તુ ન આપવી.

ચાઇલ્ડ એ જો ગળામાં કોઈપણ વસ્તુ પહેરેલી હોય તો તેને લુઝ કરી નાખવી.

ચાઇલ્ડ ને રિસ્ટ્રેઇન પ્રોવાઇડ ન કરવુ જેના કારણે ઇન્જરીમાંથી પ્રિવેન્ટ ન કરી શકાય.

ચાઇલ્ડ ના હેડની નીચે સ્મોલ પિલ્લો પ્રોવાઇડ કરવો.

જો ચાઇલ્ડ ને વોમિટિંગ થતી હોય તો તે એસ્પિરેટ ન કરી જાય તે માટે પ્રોપરલી ધ્યાન રાખવું.

સક્શન એ રેડીલી અવેલેબલ રાખવુ.

ચાઇલ્ડ નું એરવે પેટન્ટ રાખવુ જેના કારણે પ્રોપરલી બ્રિધિંગ કરી શકે.

ચાઇલ્ડ ને પ્રોપરલી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ની સ્પેશ્યલી કીટોજેનીક ડાયટ લેવા માટે એડવાઈઝ આપવી તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે અને ફાઇબર, મિનરલ , પ્રોટીન ની માત્રા વધુ પ્રમાણમાં આપવામાં આવે છે.

ચાઇલ્ડ ને ઇન્ટરા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઈઝ આપવી.

  • Explain/ Define the Brain injury.(બ્રેઇન ઇન્જરી ને વ્યાખ્યાયિત કરો).

બ્રેઇન ઇન્જરી એ એવી કન્ડિશન છે કે જેમા બ્રેઇન ની ટીશ્યુસ ને હામૅ થાય છે.તે મુખ્યત્વે બ્રેઇન ટ્રોમા,સ્ટ્રોક અને બીજી જુદી જુદી મેડિકલ કન્ડિશન ના કારણે થાય છે.

બ્રેઇન ઇન્જરી એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન મા કોઇ પણ એક્સટરનલ મિકેનિકલ ફોર્સ લાગે ત્યારે તે કન્ડિશન માં બ્રેઇન નું ફંક્શન એ ટેમ્પરરી અથવા પરમેન્ટ ઇમ્પેઇરડ થાય છે.

સાથે-સાથે બ્રેઇન ના ફંક્શન માં પણ ડિશએબિલિટી જોવા મળી છે તેને બ્રેઇન ઇન્જરી કહેવામાં આવે છે.

Explain the Etiology/ cause of the brain injury .(બ્રેઇન ઇન્જરી થવા માટેના કારણ જણાવો).

હેડ ઇન્જરીં થવાના કારણે.
હેડ્ર ટ્રોમાં થવાના કારણે.
ફોલ ડાઉન થવાના કારણે.
પેનેટ્રેટીંગ ઇન્જરી થવાના કારણે.
સ્ટ્રોક થવાના કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
ટ્યુમર થવાના કારણે.
ન્યુરોલોજીકલ ડીસીઝ થવાના કારણે.
ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ થવાના કારણે.
હાઇપોક્ઝીયા ના કારણે.
સ્કલ ફ્રેક્ચર થવાના કારણે.
ન્યુરોલોજીકલ ડિસીસ ના કારણે.
અલ્ઝાયમર ડીઝિઝના કારણે.
મલ્ટીપલ સ્ક્લેરોસીસ ના કારણે.
ડીજનરેટિવ ડીસીઝ ના કારણે.
ટોક્સિક ઇફેક્ટના કારણે.

Explain the types of Brain injury. (બ્રેઇન ઇન્જરી ના ટાઇપ જણાવો).

બ્રેઇન ઇન્જરીના મુખ્યત્વે ત્રણ ટાઈપ પડે છે.

1)કન્ટ્યુશન્સ ,

2) કન્કયુશન્સ ,

3) હેમેટોમા

•>સબડ્યુરલ હેમેટોમા ,

•>એપિડ્યુરલ હેમેટોમા

•••>

1) કન્ટ્યુશન્સ,

કન્ટ્યુશન્સ એ મેઝર ટાઇપ ની હેડ ઇંજરી છે આમાં મોસ્ટ કોમનલી જે મુવેબલ ઓબ્જેક્ટ હોય તે હેડમાં લાગવાના કારણે બ્રેઇન ઇન્જરી જોવા મળે છે,આમા બ્રેઇન ટીશ્યુસ એ ડેમેજ થાય છે જેના કારણે બ્રેઇન ટ્રોમાં તથા ઇન્ટરનલ બ્લીડિંગ પણ જોવા મળે છે એટલે કે ઇન્ટરનલ હેમરેજ થાય છે અને બ્લડ એ સરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ની ( CSF ) અંદર એબ્સોર્બ થાય છે જેના કારણે પરમેનેન્ટલી બ્રેઇન ડેમેજ થાય છે. અને વ્યક્તિ એ અનકન્સિયસ થઈ જાય છે.

2) કન્કયુશન્સ,

કન્ટ્યુશન્સ એ માઇલ્ડ ટાઈપ ની બ્રેઇન ઇન્જરી છે આમાં કોઇપણ સ્ટ્રકચર ડેમેજ જોવા મળતું નથી આમાં કોઈપણ બ્રેઇન ટીશ્યુસ એ ઇન્જરડ થતા નથી માઈલ્ડ બ્રેઇન ડેમેજ થવાના કારણે આમાં ટેમ્પરરી ન્યુરોલોજીકલ ફંક્શન લોસ થાય છે અને આ ઇન્જરી માં વ્યક્તિએ માત્ર પાંચ મિનિટ સુધી જ અન્કંશિયસ થાય છે.

3) હેમેટોમા.

હેમેટોમાં એ ઇન્ટ્રા ક્રેનીઅલ હેમરેજ થવાના કારણે થાય છે તેમાં ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળે છે અને બ્લડ એ ક્લોટ થઈ જાય છે આ ક્લોટ થયેલા બ્લડ ને હેમેટોમાં કહેવામાં આવે છે હેમેટોમાના બે અધર ટાઈપ જોવા મળે છે.

•>સબડ્યુરલ હેમેટોમા,

જો બ્રેઇનના સબ ડ્યુરલ સ્પેસમાં બ્લડ ક્લોટ થાય તો તેને સબડ્યુરલ હેમેટોમાં કહેવામાં આવે છે.

•>એપિડ્યુરલ હેમેટોમા

જો બ્લડ એ એપિડ્યુરલ સ્પેસ માં ક્લોટ થાય તો તેને એપીડ્યુરલ હેમેટોમાં કહેવામાં આવે છે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Children with the head injury .(હેડ ઇન્જરી વાડા ચિલ્ડ્રન ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

ચાઇલ્ડ ની કંસિયસનેસ ડીસ્ટર્બ થવી.
ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેસર ઇન્ક્રીઝ થવું.
માથું દુખવું.
ચક્કર આવવા.
આચકી આવવી.
નોઝીયા એન્ડ વોમીટિંગ થવી.
પ્યુપીલરી એબનર્માલિટી થવી.
વાઇટલ સાઇન માં ચેન્જીસ થવા.
ટેકીકાર્ડિયા,
ટેકીપ્નીયા.
ગેગ રીફ્લક્ષ અલ્ટર થવી.
સેન્સરી, વિઝ્યુઅલ, તથા હીયરીંગ ઇમ્પેઇરમેન્ટ થવી.
મેન્ટલ ફંકશન ડિસ્ટર્બ થવું.
પેરાલાયસીસ થવું.
સ્લીપ ડીસ્ટર્બન્સ થવી.
પર્સનાલિટી ચેન્જ થવી.
હેમીપ્લેજીયા થવુ.
કોન્સન્ટ્રેશન માં ડીફીકલ્ટી થવી.
ઇન્ક્રીઝ મુડ સ્વિંગ્સ.
થાક લાગવો.
સ્લિપ પેટર્ન ડીસ્ટર્બન્સ થવી.
ઇન્ટર્નલ બ્લીડિંગ થવી.
ઇયર તથા નોઝ માંથી બ્લીડિંગ થવું.

” હલો સાઇન ( લિનન મા સરેબ્રો સ્પાઇનલ ફલુઇડ નું લીકેજ થવું અને તેની આજુબાજુ બ્લડ જોવા મળવું ) ” જોવા મળવી.

Explain the Diagnostic evaluation of the Children with the brain injury. (બ્રેઇન ઇંજરી થવા માટેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination.
એક્સ રે,
સીટીસ્કેન
એમ.આર.આઇ.
PET ( પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી).
એન્જીઓગ્રાફી .
ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ.
લેબઇન્વેસ્ટિગેશન.

Explain the management of the Children with the head injury . (હેડ ઇંજરી વાળા ચાઇલ્ડ નું મેનેજમેન્ટ જણાવો).

ચાઇલ્ડ નું એરવે પ્રોપરલી પેટન્ટ રાખવી.

ચાઇલ્ડ ને એડીક્યુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નું હેડ એ 30° એંગલ એ એલીવેટેડ રાખવુ.

ચાઇલ્ડ નું હેડ તથા નેક એ ન્યુટ્રલ પોઝિશન માં રાખવુ.

ચાઇલ્ડ નુ બોડી ટેમ્પરેચર પ્રોપરલી મેન્ટેન રાખવુ.

ચાઇલ્ડ ને એડીકયુએટ અમાઉન્ટ માં ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને જો એજીટેશન થતું હોય તો તેને સીડેસન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ઓસ્મોટીક ડાયયુરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:=
Inj.mannitol,
Syrup glycerol and glucocorticoid.

જો ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થતું હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને સીઝર આવતી હોય તો એન્ટીએપીલેપ્ટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડીસીન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ને કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

જો પેશન્ટને બ્રેઇન માં ઇન્ફ્લામેશન થયું હોય તો કોર્ટીકોસ્ટીરોઇડ મેડિસિન પ્રોવાઈડ કરવી.

ચાઇલ્ડ નું આર્ટીરીયલ બ્લડ ગેસ પ્રોપરલી એનાલાઇસીસ ( ABG Analysis ) કરવું.

ચાઇલ્ડ ને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ કરવું.

ચાઇલ્ડ નું સીરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી સ્કીન કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નુ કોગ્નિટિવ લેવલ અસેસ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised