નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે.
જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે.
જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાશથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધું ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે.
(૨) નોર્મલ લેબરના તમકકાઓ વર્ણવો.04
નોર્મલ લેબરનાં તબક્કાઓ
(૧) પહેલો તબક્કો :
ટુ લેબર પેઈન સ્ટાર્ટ થાય ત્યારથી સર્વિક્સનું ફુલ ડાયલેટેશન (૧૦ સે.મી) થાય તે વચ્ચેના ગાળાને પ્રથમ તબક્કો કહેવામાં આવે છે. પ્રથમ વખતની ગર્ભાવસ્થા વખતે આ તબક્કામાં લગભગ 12 કલાક જેટલો સમય લાગે છે, જ્યારે અગાઉ ગર્ભાવસ્થા રહેલ હોય તો તેમાં 6-9 કલાક જેટલો વહેચી શકાય છે.
a) સુસુપ્ત તબક્કો (પ્રસુતિ અનુભવાતી નથી)
ગર્ભાશયનું મુખ ૪ સેમી કરતા ઓછું ખુલે છે.
સંકોચન ઓછું થાય છે. (10 મીનીટીમાં બે કરતા ઓછાં સંકોચન)
b) ક્રીયાશીલ તબક્કો
ગર્ભાશયનું મુખ ૪ સે.મી. કે તેથી વધારે ખુલે છે.
(૨) બીજો તબક્કો :
સર્વિક્સનુ ફુલ ડાયલેટેશનથી લઇને બેબી આઉટ થાય ત્યા સુધીના ગાળાને બીજો તબક્કો કહે છે. આ તબક્કો ગર્ભાશયનું મુખ સંપૂર્ણ ખૂલવાથી લઇને બાળકના જન્મ સુધી ચાલે છે. પ્રથમ વખતની પ્રસૂતા મહીલાને આ તબક્કામાં લગભગ બે કલાક લાગે છે .જ્યારે અગાઉ પ્રસૂતીઓ થાય હોય તેવી મહીલાઓને આ તબક્કામાં અડધાથી એક કલાક જેટલો સમય લાગે છે.
(૩) ત્રીજો તબક્કો :
બેબી આઉટ થયા પછી પ્લેસેંટા આઉટ થાય ત્યાં સુધીના ગાળાને ત્રીજો તબક્કો કહે છે. ૧૫ મીનીટથી અડધા કલાક જેટલો સમય લાગે છે. આ તબક્કાના સમયમાં અગાઉ થયેલ પ્રસૂતીની સંખ્યાનો કોઈ ફરક પડતો નથી.
(૪) ચોથો તબક્કો :
પ્લેસંટા આઉટ થયા પછીના પ્રથમ બે કલાકને ચોથો તબક્કો કહે છે
આ એક મુશ્કિલ જટીલ સમય હોય છે કેમકે પી.પી.એચ.. સંભવિત જીવલેણ સમસ્યા આ તબક્કા દરમ્યાન થાય શકે છે.
સમય(સ્ટેજ): પ્રાઈમપારા, મલટીપારા
પ્રથમ તબક્કા: સાડા ૧૨ કલાક, ૭ કલાક
બીજો તબક્કો: ૧ થી ૨ કલાક, અડધો કલાક
ત્રીજો તબક્કો: અડધો કલાક, અડધો કલાક
આ ગાળાનો આધાર ફીટસની સાઈઝ યુટરાઈન કોન્ટ્રાકશન અને પ્રેજેન્ટેશન પર આધાર રાખે છે.
(૩) એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ લેબરનું વર્ણન કરો.05
ACTIVE MANAGEMENT OF THIRD STAGE OF LABOUR (AMTSL) – એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
(1) યુટેરોટોનીક ડ્રગ્સ:
સેકંડ બેબી નથી તેની ખાતરી કર્યા બાદ ઇન્જેક્શન ઓક્સીટોસીન ૧૦ યુનીટ આઇ. એમ. આપવું.
ઇન્જેક્શન ઓક્સીટોસીન ઉપલબ્ધ ન હોય તો મિઝોપ્રોસ્ટોલ ટેબલેટ (૬૦૦ માઇક્રોગ્રામ) ઓરલી આપવી.
(2) કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી):
કંટ્રોલ કોર્ડ ટ્રેકશન (સી.સી.ટી) પ્રક્રિયા કરવાની રીત :
ફોરસેપ્સ લગાળેલા આ છેડા તથા ફોર્સેપ્સ અને એક હાથ વડે પકડો.
બીજા હાથ સ્ત્રીના પેઠુંના અસ્થિના બરાબર ઉપરના ભાગ ઉપર મુકો.
આ હાથ નિયંત્રિત નાળ તણાવ દરમ્યાન ગર્ભાશયના ઉપરના ભાગ ઉપર પ્રતિ તણાવ ( વિરુધ્ધ દિશામાં /ઉપર તરફ દબાણ) લગાવીને ગર્ભાશયને સ્થિર રાખવા માટે છે.
નાળ ઉપર થોડોક તણાવ રાખો અને ગર્ભાશયનું પ્રબળ સંકોચન થવાની રાહ જોવો.
જ્યારે ગર્ભાશય સંકોચાય જેનો ખ્યાલ ગર્ભાશયના સખત અને ગોળાકાર થવાથી આવે છે.
અથવા જ્યારે નાળનો યોની દ્વારા બહારનો ભાગ લાબો થાય ત્યારે ઓરની પ્રસુતિ કરાવવા માટે નાળને હળવેથી નીચે તરફ ખેર્ચો બીજા હાથ વળે ગર્ભાશય ઉપર પ્રતિ તણાવ આપવાનું ચાલુ રાખો.
જો સી.સી.ટી શરૂ કર્યા બાદ ૩૦ થી ૪૦ સેકંડમા ઓર (પ્લેસંટા) નીચે આવતી ન લાગે એટલે કે ઓર (પ્લેસંટા) છુટી પડવાના કોઇ પ્રકારના લક્ષણો ન જણાય તો નાળ ઉપર તણાવ લગાવવાનું ચાલુ ન રાખો.
પ્લેસેન્ટા છુટું પડવાના લક્ષણો નીચે મુજબ છે:
ગર્ભાશય સખત અને ગોળાકાર (ગર્ભાશય નું સંકોચન) બને છે.
નાળનો યોની દ્વારની બહાર તરફનો ભાગ લાંબો થાય છે.
જ્યારે ઓર (પ્લેસંટા) છુટી પડે છે ત્યારે લોહી અચાનક ઉછળીને બહાર ધસી નીકળે છે.
જો ગર્ભાશયના ઉપરના ભાગને ધીમેથી ઉપર નાભી તરફ ઠેલવામાં આવશે તો નાળ યોની માર્ગમા પાછી નહી જાય.
ગર્ભાશયના બીજા સંકોચન માટે રાહ જુવો. અને ફરીથી પ્રતિતણાવ આપતા રહી કંટ્રોલ કોર્ડ ટ્રેકશન(સી.સી.ટી)નું પુનરાવર્તન કરો.
જેવી પ્લેસંટા બહાર આવે છે કે તરત જ તેના પડ ફાટી ન જાય તે માટે તેને બન્ને હાથ વડે પકડી લો.
જો પડ આપોઆપ બહાર ન આવે તો ઓરને ધીમે ધીમે ફેરવો. જેથી વળ ચઢવાથી પળ દોરડી જેવું બની જાય અને ત્યારબાદ તેમને છુટા પાડવામાં સહાય કરવા તેમને ઉપર નીચે કરો જો તેમને ખેચવામાં આવે તો પળ પાતળુ હોવાથી તે ફાટી જવાની અને ગર્ભાશયમા રહી જવાની શક્યતા રહે છે.
જો પડ ફાટી જાય તો યોનીમાર્ગનો ઉપરનો ભાગ તથા ગર્ભાશયનું મુખ કાળજીપુર્વક તપાસો. અને જો પળનો કોઇ ટુકડા હોય તો તમારી આંગળીઓ કે સ્પંજ ફોરસેપ્સનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢો.
હથેળીને વાળીને યુટરસના ફંડસ પર રાખવી અને સીધા કોન્ટ્રાકશનને અનુભવવા.
યુટરસના ફંડસને સરક્યુલર મોશનમાં હથેળીને વાળીને જ્યાં સુધી સારા કોન્ટ્રાક્શન ન આવે ત્યાં સુધી મસાજ કરવું જો યુટરસ ફુલી કોન્ટ્રેકટેક હશે તો કિકેટના દડા જેવું હાર્ડ અનુભવાશે.
જ્યારે યુટરસ કોન્ટ્રેકટેડ હોય ત્યારે તમારી આગળીઓને ફડસના પાછળના ભાગે રાખીને નીચેની બાજુએ ધક્કો મારવો જેથી સ્મુથ રીતે ક્લોટસ બહાર આવશે.
બ્લડને કન્ટેઇનરમાં ભેગું કરવું અથવા વલ્વાની નજીક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ રાખી ભેગું કરવું કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયુ તેના તારણ કાઢીને રેકોર્ડ કરવું.
(4) પ્લેસન્ટા ,મેમ્બ્રેન અને અંબીલીકલ કોર્ડની તપાસ કરવાની રીત :
પ્લેસંટાની માતા તરફની સપાટી:
તમારી હથેળીઓ સીધી રાખીને પ્લેસંટાની માતા તરફની સપાટી તમારી તરફ રહે તે રીતે પ્લેસંટાને બે હથેળીઓમા પકડો.
નીચે મુજબ તપાસ કરો
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) હોવા જોઇએ.
તમામ નાના ભાગો (લોબ્યુલ્સ) એક્બીજા સાથે બંધબેસતા અને એકત્રીત હોવા જોઇએ.
માતા તરફની સપાટીને પાણી વડે કાળજીપૂર્વક સાફ કર્યા બાદ તે ચળકતી છે કે નહીં તે જોવું.
જો કોઇ ભાગ ખુટતો હોય અથવા નાના ભાગો (લોબ્યુલ્સ) એકબીજા સાથે બંધબેસતા ન આવતા હોય તો ગર્ભાશયમાં પ્લેસંટાના ટુકડા રહી ગયા હોવાની શંકા કરો.
પ્લેસંટાની શિશુ તરફની સપાટી:
એક હાથમાં નાળ પકડો અને પ્લેસંટા તથા મેમ્બ્રેનને ઉંધી વળી ગયેલી છત્રીની જેમ લટકતી રાખો.
નાળની રક્તવાહીનીઓ નાળમાથી પસાર થતી જોઇ શકાશે.
મુક્ત છેડા વાળી રક્તવાહીનીઓ અને કાણાં માટે તપાસ કરો જે ગર્ભાશયમાં કોઇ ભાગ રહી ગયાનું દર્શાવી શકે છે.
નાળના પ્રવેશની તપાસ કરો. ખાસ કરીને તે ભાગની તપાસ કરો જ્યાં નાળ પડમાં દાખલ થાય છે અને પછી જયાંથી પ્લેસંટા તરફ આગળ વધે છે.
મેમ્બ્રેન (પડ) :
કોરીયોન ગર્ભાશયના સંપર્કમાં રહેતુ પડ છે. તે ખરબચડુ અને જાડું હોય છે.
એમ્નિઓન અંદરનું પડ છે જે પાતળું અને ચળકતું હોય છે.
એમ્નિઓન નાળાના પ્રવેશવાના ભાગ સુધી છુટુ પાડી શકાય છે.
જે ભાગમાંથી પડ તુટ્યા હોય અને બાળક બહાર આવ્યુ હોય તે તુટેલા ભાગની કિનારમાં બન્ને મેમ્બ્રેસ જોઇ શકાય છે.
જો મેમ્બ્રેસના ટુકડા થયા ગયા હોય તેમને ભેગા ગોઠવો અને ખાતરી કરી કે તે પુરેપુરા છે.
કોર્ડ (નાળ) :
નાળની તપાસ કરવી જોઇએ તેમા બે ધમનીઓ અને એક શિરા હોય છે જો એક જ ધમની જોવા મળે તો બાળકને જન્મજાત વિકૃતિ છે કે કેમ તેની તપાસ કરો.
લોઅર વજાયના અને પેરીનીયમનું નિરીક્ષણ:
ધ્યાન રાખવું કે પુરતા પ્રમાણમાં લાઇટ પેરીનીયમ પર પડે.
ગ્લોઝ પહેરીને હળવેથી લેબીયાને અલગ કરવા અને પેરીનીયમ અને વજાઇનાને બ્લીડીંગ તેમજ ટેર માટે તપાસવાં.
જો તિરાડ હોય તો તેને શોધીને તેનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું.
વલ્વા અને પેરીનીયમને વોર્મ પાણીથી હળવેથી સાફ કરવા અથવા એન્ટીસેપ્ટીક સોલ્યુશન વાપરવું અને ચોખ્ખા અને સોફ્ટ કપડાથી સુકવવું.
ચોખ્ખા/તડકામાં સુકવેલાં કપડાં અથવા પેડને પેરીનીયમ પર રાખવું
ભીની ગંદી પથારીને દૂર કરીને મધરને કમ્ફરટેબલ પોઝીશીન આપવી.
થ્રેટેન્ડ એબોર્શન (Threatened Abortion) એ એબોર્શનનો એક પ્રકાર છે જેમાં ગર્ભપાતની શક્યતા હોય છે, પણ ગર્ભ પીડુમાં હજી જીવન હોય છે અને ગર્ભાશયનું મુખ બંધ હોય છે.
માતાને આપવાની સારવારની સલાહ
1. શારીરિક આરામ (Bed Rest):
ખાસ કરીને આરંભિક તબક્કામાં સંપૂર્ણ આરામની ભલામણ થાય છે.
થાકદાયક કામ, ઉતાવળ, ભાર ઊંચકવાનું ટાળવું.
2. આવશ્યક દવાઓ (Medications):
Progesterone supplements (e.g. dydrogesterone, micronized progesterone) – જો પ્રોજેસ્ટેરોનની ખામી હોય તો.
Folic acid supplementation – ભવિષ્યના વિકાસ માટે જરૂરી.
3. તણાવથી દૂર રહેવું (Avoid stress):
માતાને માનસિક આરામ રહે તે જરૂરી છે.
તણાવ અને ગભરાટ ન રાખે.
4. સંભોગ ટાળવું (Avoid intercourse):
સંભોગ ટાળવો જ્યાં સુધી ડૉક્ટર સલાહ ન આપે.
5. હેમોગ્લોબિન તથા બ્લડ ગ્રુપ ચકાસણી:
જો વધારે રક્તસ્રાવ થયો હોય તો Hb કમી થવાની શક્યતા રહે છે.
Rh negative સ્ત્રી હોય તો Anti-D Ig આપવામાં આવે.
(૨) પેરીનીયલ ટેર એટલે શું? ટાઈપ્સ અને ડીગ્રી ઓફ પેરીનીયલ ટેર વિશે લખો.04
પેરીનીયલટેર
Definition : પેરીનીયલની સ્કીન ટાઈટ હોય અથવા પ્રેઝન્ટીંગ પાર્ટની સાઈઝ નોર્મલ કરતા મોટી હોય અથવા એબનોર્મલ પ્રેઝન્ટેશન હોય તો ડીલેવરી દરમ્યાન પેરીનીયલ સ્કીન ફાટી જાય છે તેને પેરીનીયલ ટેર કહે છે.
ટાઈપ્સ અને ડીગ્રી ઓફ પેરિનિયલ ટેર :
1. ફર્સ્ટ ડિગ્રી ટેર
જેમાં પેરીનીયમની ઉપરના ભાગની સ્કીન ટીયર થાય છે.
તેમાં સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી ફક્ત સ્યુચરીંગ લેવામાં આવે છે.
ટ્રીટમેન્ટ તરીકે સ્કીનને ક્લીન અને ડ્રાય રાખવામાં આવે છે.
2. સેકન્ડ ડિગ્રી ટેર
સ્કીન અને મસલ્સ બન્ને ટેર થાય છે તેને માઈલ્ડ સેકનડ ડીગ્રી ટેર અને ફોરચીટ, સુપરફીશીયલ પેરીનીયલ મસલ્સ ટેર થાય છે.
3. થર્ડ ડિગ્રી ટેર
આમા એનસ અને એનલ સ્ફીંકટરના મસલ્સ ઈનવોલ્વ થાય છે.
4. ફોર્થ ડિગ્રી ટેર
બધી જ રેકટમ સુધીની પ્રીમીયમ મસલ્સ ટેર થાય છે.
(૩) ફેમિલી પ્લાનીંગની બિનકાયમી પધ્ધતિઓનું લીસ્ટ કરી PPIUCD સમજાવો.05
PPIUCD એ IUCD નું એવું રૂપ છે જે ડિલિવરી પછી તરત અથવા 48 કલાકની અંદર ગર્ભાશયમાં મૂકે છે. ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી થયેલા માતાઓ માટે આ પદ્ધતિ અત્યંત અસરકારક અને સલામત છે.
PPIUCD ના ફાયદા:
લાંબા સમય સુધી ગર્ભ નિવારણ. (અટલિસ્ત 5–10 વર્ષ સુધી અસરકારક)
તુરંત ડિલિવરી પછી મૂકવાથી વધુ અનુકૂળ.
રિવિર્સિબલ પદ્ધતિ (જ્યારે ઈચ્છો ત્યારે કાઢી શકાય).
સ્તનપાન કરતી માતાઓ માટે સલામત.
કોઈ હોર્મોનલ સાઇડ ઇફેક્ટ નથી.
ગવર્મેન્ટ હેલ્થ ફેસીલીટી પર મફતમાં ઉપલબ્ધ.
સાઈડ ઈફેક્ટ :
થોડું અણસાર, બ્લીડિંગ અથવા પેલ્વિક પેઇન.
IUCDનું બહાર નીકળી જવું.
ઇન્ફેક્શન (જૉ એસેપ્ટિક ટેકનીક ન અપનાવાય).
નર્સિંગના મુદ્દા:
માતાને PPIUCD વિશે ગર્ભાવસ્થા દરમિયાન જ જ્ઞાન આપવું.
યોગ્ય એસેપ્ટિક ટેકનીકનો ઉપયોગ.
ઇન્સરશન પછી કાઉન્સેલિંગ આપવી.
ફોલો અપ વિઝીટ માટે સમજાવવું.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) પરપ્યુરીઅલ સેપ્સીસ એટલે શું? તેને અટકાવવામાં એ.એન.એમ ની ભૂમિકા વર્ણવો.08
Definition : ડીલીવરીના કોમ્લીકેશન તરીકે જનાઇટલ ટ્રેક્મા થતા ઇન્ફેક્શને પરપ્યુંરલ સેપ્સીસ કહે છે.
પરપ્યુરમના સમય ગાળા દરમ્યાન શરીરનું તાપમાન વધે છે. આ એક સામાન્ય બાબત છે. ચેપ લાગવાની જગ્યાનો ભાગ એબડોમેનનો ભાગ તથા એન્ડોમેટ્રીઅમ, બ્રેસ્ટ, પેરીનિયમનો સમાવેશ થાય છે.
લક્ષણો:
યુરીનરી ટ્રેકનો ચેપ તથા ન્યુમોનીયા
સ્ટ્રેપ્ટોકોકેલ તથા ટ્રાન્સફ્યુઝનનું રીએકશન હોય તો- ૭૨ કલાક.
ધા નો ચેપ સ્તનનો ભરાવો અને ફેટી અને થાઇરોઇડ ક્રાઈસીસ- 6 કલાક
મેસ્ટાઈટીસ અને સેપ્ટીક થ્રોમ્બો ફ્લેબાઇટીસ ટીસ્યુને કોસીસ-૫ કલાક
એબશેસ -૭ થી ૧૪ કલાક
મેસ્ટાઈટીસ અને પલ્મોનરી એમ્બોલીઝમ એક મીડવાઈફ તરીકે તમારે ૨ – વીક પછી લાગવાનું પ્રાપ્તિસ્થાન અને સ્થળ શોધી કાઢવા ધરે કે સંસ્થાની પ્રસુતિમા ચેપદરમ્યાન પ્રસુતિનો પ્રકાર તથા પ્રસુતિને જોઈએ.
તમારે પોસ્ટનેટલ વીઝીટ સંબંધીત માહિતી મેળવવી જોઈએ. જે ચેપ ઉત્પન્ન કરી શકે.
પરપ્યુરલ ઇન્ફેક્શન માઈક્રો ઓર્ગેનિઝમ શરીરમાં પ્રવેશવાથી થાય છે. એન્ડ્રોમેટ્રીયમ સીઝરીયનનો ચેપ.
પરપ્યુરીઅલ સેપ્સીસને અટકાવવામાં એ.એન.એમ ની ભૂમિકા
નિદાન :
વજાયનલ સ્વોબ લઇને તપાસ કરવી
યુરીન અને બ્લડની માઇક્રોસ્કોપિક એક્સામીનેશન કરવી.
સારવાર અને મેનેજમેન્ટ :
એનેમિયા હોય તો તેનો પ્રથમ ઉપચાર કરવો.
મેડીકલ સારવાર આપવી જેમાં ડોક્ટરના ઓર્ડર પ્રમાણે એન્ટીબાયોટિક જેમાં એમ્પીસીલીન ૫૦૦ mg ૬-૬ કલાકે અથવા ૮ કલાકે આપવી.
જો માતાને કબજિયાત હોય તો ડલકોલેક્ષ સુતી વખતે આપવી.
અટકાવવાના પગલા :
પ્રેગ્નન્ટ માતાને વ્યક્તિગત સ્વચ્છતા વિશે સમજવું અને તેના કપડા તથા પ્રાઇવેટ પાર્ટ સ્વચ્છ રાખવા સમજવું.
પ્રેગનન્સીમાં કોઈ ઇન્ફેક્સન હોય તો ઉપચાર કરાવવાની સલાહ આપવી.
ડીલેવરી વખતે પણ લેબર રૂમમાં ઇન્ફેક્સન વાળી વ્યક્તિને પ્રવેશ કરવા દેવો નહિ.
ડીલેવરી વખતે જો ટેર થયા હોય તો ટાંકા લેવા જોઇએ જેનાથી ઇન્ફેક્સન લાગે નહિ.
સગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક આપવો અને ડીલેવરી વખતે સ્વચ્છ પંચકનો ઉપયોગ કરવો જેમાં
-સ્વચ્છ હાથ
-સ્વચ્છ જગ્યા
-સ્વચ્છ નાળનો દોરો
-સ્વચ્છ બ્લેડ
-સ્વચ્છ નાળ કાપવાના સાધનો
-સ્વચ્છ નાળ
-સ્વચ્છ કપડા
હાઈ પ્રોટીન ડાયટ આપવો.
પેરીનીયલ વોશ દીવસમા બે વખત કરવો.
(૨) એકલેમ્પસીયાના ચિહ્નો અને લક્ષણો લખો.04
એકલેમ્પસીયા
એકલેમ્પસીયા એ ગ્રીક શબ્દ (એનો અર્થ પ્રકાશના ઝબકારા થાય છે) પરથી આવેલ છે પ્રિ-એકલેમ્પસીયા નાં કોમ્લીકેશન તરીકે સામાન્ય રીતે ટોનિક-ક્લોનિક અને કોમા જેવા કોમ્પલીકેશન જોવા મળે તેને એકલેમ્પસીયા કહેવાય છે.
લક્ષણો :
1) બધા જ લક્ષણો પ્રિએકલેમસીયા જેવા હોય છે પરંતુ સાથે કન્વલ્ઝન આવે છે.
2) આમાં કોમાના ચાર સ્ટેજ પણ જોવા મળેછે.
પ્રિમોનીટરી સ્ટેજ :
માતા બેભાન બને છે.
ટોનિક સ્ટેજ :
આંચકી આવે છે.
કલોનીક સ્ટેજ :
બધા જ મસલ્સમાં આચકી જોવા મળે છે.
કોમા સ્ટેજ:
માતા થોડી વાર કોમામાં જતી રહે છે.
અથવા
(1) માતા મરણ દર ઘટાડવા એ. એન.એમની ભૂમિકા વર્ણવો.08
માતા મૃત્યુ દર ઘટાડવામાં માતા મૃત્યુ દર ઘટાડવા માટે એ.એન.એમ. (ANM – Auxiliary Nurse Midwife) તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડે છે.
ANM એ ગ્રામીણ અને પ્રાથમિક આરોગ્ય કક્ષાએ કાર્ય કરતી એક મહત્વપૂર્ણ સ્વાસ્થ્યકર્મી છે, જે માતા અને બાળ આરોગ્ય સંભાળમાં મહત્ત્વનો ફાળો આપે છે.
માતા મૃત્યુ દર ઘટાડવા માટે ANMની ભૂમિકા નીચે પ્રમાણે છે:
1.એન્ટીનેટલ કાળજી (Antenatal Care – ANC) પૂરી પાડવી:
ANM ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે ગર્ભવતી મહિલાઓની તપાસ કરે છે, જેમાં વજન માપવું, બ્લડ પ્રેશર ચકાસવું, હેમોગ્લોબિનનું સ્તર નિરીક્ષણ કરવું, અને જરૂરી લેબોરેટરી તપાસો માટે માર્ગદર્શન આપવું.
ANM ગર્ભવતી મહિલાને પુરક પોષણ (આયર્ન, ફોલિક એસિડ), રસીકરણ (ટેટનસ) અને પોષણ સંબંધિત સલાહ પૂરી પાડે છે.
ખતરનાક સંકેતો (જેમ કે હાઈપરટેન્શન, એવમ રક્તસ્ત્રાવ) ઓળખીને સમયસર હાઇ રિસ્ક ગર્ભાવસ્થાનું નિદાન કરવા માટે રેફરલ સુવિધા પ્રદાન કરે છે.
2.સુરક્ષિત પ્રસૂતિ માટે માર્ગદર્શન (Safe Delivery Practices):
ANM ગર્ભવતી મહિલાને સવલતભરી ડિલિવરી સુવિધા તરફ મોકલવાની ભૂમિકા નિભાવે છે.
ટ્રેઇન્ડ બર્થ એટેન્ડન્ટ (TBA) તરીકે ANM પ્રસૂતિના સમયે સુરક્ષિત ડિલિવરી અને ત્રીજી સ્ટેજમાં રક્તસ્ત્રાવ રોકવા માટે ઓક્સિટોસિન આપીને હેમોરેજ અટકાવે છે.
ગર્ભાશયનું મસાજ કરીને અથવા અન્ય પ્રમાણભૂત પદ્ધતિઓ અપનાવીને પછીની તબક્કાની જટિલતાઓ અટકાવે છે.
3. પોસ્ટનેટલ કાળજી (Postnatal Care – PNC):
પ્રસૂતિ પછી માતાને અને તેના નવજાત શિશુને દેખરેખ હેઠળ રાખી તેમની આરોગ્યની સ્થિતિ ચકાસે છે.
ANM હેમોરેજ અને ઈન્ફેક્શન જેવા ખતરનાક લક્ષણો નિહાળી ને સમયસર સારવારની વ્યવસ્થા કરે છે.
માતાને સ્તનપાનના ફાયદા, પુષ્ટિકર આહાર અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન આપે છે.
4.કટોકટીમાં હાઇ રિસ્ક કેસને રેફરલ (Emergency and High-risk Referrals):
ગર્ભાવસ્થાના ખતરનાક સંકેતો જેવા કે પ્લેસેંટા પ્રીવિઆ, હાઈપરટેન્શન, ઓલીગોહાઇડ્રામનીઓસ જેવા હાઇ રિસ્ક કેસો ત્યારે ANM તાત્કાલિક રેફરલની વ્યવસ્થા કરે છે, જેથી સમયસર હાઇ રિસ્ક હોસ્પિટલની સુવિધા મળી શકે.
5. જાહેર આરોગ્ય શિક્ષણ અને જાગૃતિ (Public Health Education and Awareness):
ANM મહિલાઓ અને સમુદાયને મા અને બાળ આરોગ્ય વિશે જાગૃત કરે છે, જેમાં પરિવારની યોજના (Family Planning), પોષણ, સંક્રમણ અને રસીકરણનો મહત્ત્વ જણાવીને આરોગ્ય સુધારવા માટે અવસર પૂરો પાડે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ખોરાક, વ્યાયામ અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીના મહત્વ અંગે ગર્ભવતી મહિલાઓને શિક્ષિત કરે છે.
ANM હાઈ રિસ્ક મહિલાઓનું સરળ નિદાન કરી શકે છે જેમ કે અનિમિયા, હાઈ બ્લડ પ્રેશર, પ્રિ-એક્લેમ્પસિયા, પ્લેસેંટલ સમસ્યાઓ અને આ ધરાવતી મહિલાઓને અનુકૂળ સારવાર અથવા રેફરલ સુવિધા પૂરી પાડે છે.
7.ફેમિલી પ્લાનિંગ અને જન્મ વચ્ચેનો અંતર (Family Planning and Birth Spacing):
ANM સ્ત્રીઓને ફેમિલી પ્લાનિંગ પદ્ધતિઓ વિશે જાગૃતિ આપે છે અને તેમને કંડોમ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ, આઈ.યુ.ડી. વગેરે જેવી પરિવાર આયોજન પદ્ધતિઓ આપીને મહત્ત્વના ઉપાયોની જાણકારી આપે છે, જેથી વધારાના રક્તસ્ત્રાવ અને જટિલતાઓ ટાળી શકાય.
8.પોષણ અને આરોગ્ય સેવાઓ (Nutrition and Health Services):
ANM સ્ત્રીઓને સંતુલિત પોષણની મહત્વની માહિતી આપે છે, જે અનિમિયા અને અન્ય પોષણ સંબંધિત સમસ્યાઓથી બચાવે છે, જે ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન માતા મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ થાય છે.
(૨) પ્રિ-એકલેમ્પસીયાના ચિહ્નો અને લક્ષણો વર્ણવો.04
પ્રિ-એકલેમ્પસીયા :
અગાઉ નોર્મલ બ્લડપ્રેસરવાળી સ્ત્રીના પ્રેગ્નન્સીના ૨૦ વીક બાદ બ્લડપ્રેશર 140/90 mm of Hg અથવા તેનાથી વધારે બ્લડપ્રેશર સાથે પ્રોટીનુરીયા જોવા મળે તેને પ્રિએકલેમ્પસીયા કહેવાય છે.
લક્ષણો :
૧) એન્કલ પર સોજા આવે છે.
૨) આંગળીની વીટી ટાઈટ જણાય છે.
૩) ફેશ, એબ્ડોમીન અને વલ્વા અને આખા શરીરમાં સોજા જોવા મળે છે.
(૧) સીઝેરીયન સેકશન એટલે શું? તે કરવાના ઈન્ડીકેશન્સ લખો.
સીઝેરીયન સેક્શન
Definition : 28 વિકની પ્રેગનન્સી પછી એબ્ડૉમન અને યુટેરાઇન વોલ પર ઇન્સીસન (કટ) મુકીને ફીટસની એબડોમીનલ ડીલીવરી કરાવવામાં આવે તેને સીઝરીયન સેક્શન કહે છે.
સીઝેરિયન સેક્શન એ બાળકને જન્મ આપવાનો સર્જિકલ (શસ્ત્રક્રિયાત્મક) ઉપાય છે, જેમાં માતાના પેટ અને ગર્ભાશય પર ચીરા કરીને બાળકને બહાર કાઢવામાં આવે છે.
જ્યારે કુદરતી રીતે બાળકનો જન્મ શક્ય ન હોય, ત્યારે સીઝેરિયન ઓપરેશન દ્વારા બાળક જન્મે છે.
પ્રકાર
1.લોઅર સેગમેન્ટ સિઝેરીયન સેક્શન (LSCS):
સૌથી સામાન્ય પ્રકાર, ગર્ભાશયના નીચેના ભાગમાં ચીરો પાડવામાં આવે છે.
2.ક્લાસિક સિઝેરિયન સેક્શન:
ઊભો ચીરો ગર્ભાશયના ઉપરના ભાગમાં પાડવામાં આવે છે. હવે વધુ ઉપયોગમાં આવતો નથી.
ઇન્ડીકેશન
મેડીકલ ડીસઓર્ડર ડાયાબીટીસ, હાયપરટેન્સન વજાયનલ ડીલીવરી પોસિબલ નથી
એબ્રપ્ટિયો પ્લેસેન્ટા
માલ પ્રેઝન્ટેશન
પ્રીવિયસ સીઝેરીયન
કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ
એન્ટીપાટર્મ હેમરેજ
કાર્સીનોમા ઓફ સર્વિક્સ
ફીટલ ડીસ્ટ્રેસ
ડીસ્ટોસીયા
લાર્જ ફીટસ
ઇનઇફેક્ટીવ કોન્ટ્રાકશન
પીઆઇ એચ.
ગ્રોથ રીટાર્ડ ફીટસ
(૨) પી.પી.એચ એટલે શું? તેની સારવાર લખો.
પોસ્ટ પાર્ટમ હેમરેજ
Definition : બાળક ના જન્મ થાય ત્યારથી 6 વિક સુધી જનાયલ ટ્રેક દ્વારા ૫૦૦ ml કરતા વધારે પડતું બ્લીડીંગ થાય તેવી સ્થિતિ ને પોસ્ટ પાર્ટુમ હેમરેજ કહેવામાં આવે છે.
પ્રકાર (Types of PPH):
1.Primary PPH:
ડિલિવરી પછીના 24 કલાકમાં થતો રક્તસ્રાવ
2. Secondary (Late) PPH:
ડિલિવરી પછીના 24 કલાકથી લઈ 6 અઠવાડિયાંની વચ્ચે થતો રક્તસ્રાવ
ઇન્જેક્શન મિથાઈલ અર્ગોમેટ્રાઇન (0.2 mg IM) – જો કોન્ટ્રાઇન્ડિકેશન ન હોય
ટેબલેટ મેઝોપ્રોસ્ટોલ (800 mcg per rectal)
ઇન્જેક્શન કાર્બોપ્રોસ્ટ(15-મિથાઈલ PGF2α) – જો અન્ય દવાઓ અસફળ થાય
3. મેન્યુઅલ રિમૂવલ અથવા સર્જીકલ ઇન્ટરનેશન
પ્લેસેન્ટા હોય તો મેન્યુઅલ રિમૂવલ ઓફ પ્લેસેન્ટા.
બાય મેન્યુઅલ યુટેરાઇન મસાજ – ગર્ભાશય સંકોચન માટે.
ટેર હોય તો જનાઈટલ ટ્રેક ઇન્જરીને રીપેર કરવી.
જો બધું નિષ્ફળ જાય તો સર્જીકલ પ્રોસિજર.
4. મોનિટરિંગ એન્ડ સપોર્ટીવ કેર
વાઈટલ સાઇનનું સતત નિરીક્ષણ.
બ્લડ ટ્રાન્સફયુઝન જો જરૂરી હોય.
એન્ટીબાયોટિક આપવી – સેકન્ડરી ઇન્ફેક્શનથી બચવા.
કાઉન્સિલિંગ અને ઓબ્ઝર્વ કરી ડિસ્ચાર્જ કરવું.
(૩) એન્ટીનેટલ કેરનાં હેતુઓ જણાવો.
એન્ટીનેટલ કેર એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની નિયમિત તપાસ અને દેખરેખ, જેનાથી માતા અને ભ્રુણ બંનેનું આરોગ્ય સારું રહી શકે છે.
એન્ટીનેટલ કેર (ANC) ના મુખ્ય હેતુઓ
1.ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અભિગમનું મૂલ્યાંકન કરવું
ગર્ભાવસ્થાનું નિયમાનુસાર વિકાસ થઈ રહ્યું છે કે નહીં તે નિશ્ચિત કરવું.
2.માતા અને ભ્રુણના આરોગ્યની જાળવણી કરવી
માતાની તંદુરસ્તી અને ભ્રુણના વિકાસ માટે નિયમિત ચકાસણીઓ કરવી.
3. જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન
હાઈ રીસ્ક પ્રેગ્નન્સી ઓળખવી, જેમ કે – ઉંચો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા વગેરે.
4.પોસ્ટ નેટલ અને ડિલિવરી માટે તૈયારી કરવી
પ્રસૂતિ માટે યોગ્ય સ્થળ, રીત (Normal/ C-section) અને સમય નક્કી કરવો.
5. ટેટનસ ટોક્સોઇડ (TT) અને આયર્ન-ફોલિક એસિડ (IFA) પૂરવઠો
તંદુરસ્ત માતૃત્વ માટે જરૂરી રસીકરણ અને દવાઓ આપવી.
6. ઉપચાર અને પોષણ અંગે માર્ગદર્શન આપવું
યોગ્ય આહાર, આરામ, કસરત અને જીવનશૈલી અંગે સલાહ આપવી.
7. જન્મ પૂર્વશિક્ષણ (Antenatal Education)
માતાને સ્તનપાન, શિશુની દેખભાળ, કુટુંબ યોજના અંગે માહિતી આપવી.
8. સામાજિક અને માનસિક ટેકો આપવો
ગર્ભવતી સ્ત્રીને આત્મવિશ્વાસ, સમજીગીરી અને ટેકો આપવો.
9. જન્મ પહેલાની બીમારીઓની તપાસ
Syphilis, HIV, Hepatitis B જેવી બીમારીઓ માટે સ્ક્રીનિંગ કરવું.
10.અસ્થિર ગર્ભાવસ્થા અને વિલંબિત લક્ષણોની ઓળખ
જેમ કે વજન ન વધવું, ગર્ભના હલનચલનમાં ફેરફાર વગેરે.
પ્રશ્ન.4. ટૂંક નોંધ લખો.( કોઈ પણ ત્રણ)12
(૧) લોકીયા
લોકીયા
પરપ્યુરીયમ પિરીયડ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા કહે છે.
તેના પ્રકાર ત્રણ પ્રકાર છે.
(૧) લોકીયા રુબ્રા
(૨) લોકીયા સીરોઝા
(૩) લોકીયા આલ્બા
1. લોકીયા રુબ્રા
ડીલેવરી બાદના ૧ થી ૪ દિવસ દરમ્યાન થતા વજીનલ ડીસ્ચાર્જને લોકીયા રુબ્રા કહેવામા આવે છે.
જે નોર્મલી લાલ કલરનો હોય છે.
આમા એમ્નીઓટીક ફ્લ્યુઈડ વરનીક્સ કેસીયોસા વગેરે હોય છે.
2. લોકીયા સીરોઝા
ડીલેવરી પછીના ૫ થી ૯ દિવસ દરમ્યાન થતા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા સીરોઝા કહેવામાં આવે છે.
આ ગુલાબી કલરનો હોય છે અને ધીમે ધીમે બ્રાઉન કલરનો બને છે.
આમા બ્લડ પ્રામાણ ઓછુ અને સીરમ નું પ્રમાણ વધારે હોય છે.
3. લોકીયા આલ્બા
ડીલેવરી બાદના ૧૦ થી ૧૫ દિવસ દરમ્યાન તથા વજાઇનલ ડીસ્ચાર્જને લોકીયા આલ્બા કહેવામાં આવે છે.
જે વાઈટ કલરનો હોય છે.
આમા સરવાઈકલ મ્યુક્સ બહાર આવે છે ઘણી વખત સાધારણ બ્લીડીંગ પણ જોવા મળે છે આ નોર્મલ કંડીશન છે.
જો લાલ કલરનો લોકીયા ઘણા દિવસ સુધી જોવા મળે તો સમજવું કે યુટરસ કઈક પ્રોડક્ટસ જેવી કે પ્લેસેન્ટાના પીસ કે મેમ્બ્રેનનો પીસ રહી ગયેલ છે.
તેથી યુટરસ ઈરીટેડ થઈ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.
(૨) ફીટલ ડીસ્ટ્રેસ
ફિટલ ડીસ્ટ્રેસ
Definition : ફીટલ સરક્યુલેનશ મા અવરોધ ઉભો થાય ત્યારે યુટ્રસ ની અંદર ફીટ્સ નુ ઓક્સિજન નુ પ્રમાણ ઓછુ થવાને કારણે તેને તકલીફ ઉભી થાય છે જેમા તેને ટેકીકાર્ડીયા અથવા બ્રેડીકાર્ડિયા થઇ શકે છે જેને કારણે ફિટ્સ સર્વાઇવ કરવામાં જોખમ રહે છે.
કારણો :
પ્રોલેપ્સકોર્ડ
એબ્રિલ્શયો પ્લેસન્ટન્ય
પ્રોલોંગ લેબર
ઓન્સ્ટ્રેક્ટેડ લેબર
ક્રોનિકયુટેરા ઇનકંડીશન
ચિન્હો અને લક્ષણો :
બેડીકાર્ડીયા
ટેકીકાર્ડીયા.
એમ્નીયોટીક ફ્લુઇડમા મ્યુકોનિયમ જોવા મળે છે.
કોમ્પલિકેશન :
ફીટલ એસ્ફેક્સીયા.
ન્યુમોનાઇટીસ.
એ.એન.એમ. નો રોલ :
સૌ પ્રથમ ફીટ્સ ના એફ.એચ.એસ સાંભળવા જેમાં એક મિનિટ્યા ફીટ્સ હાર્ટ રેટ ૧૬૦ કરતા વધારે અથવા ૧૨૦ કરતા ઓછા જોવા મળે તો દર પંદર મિનિટે એફ.એચ.એસ સાંભળવા અને રેકોર્ડ કરવા.
કયા કારણોસર ફીટલ ડિસ્ટ્રેસ છે તે કારણ જાણવું અને તે પ્રમાણે સારવાર આપવી
કેટલા સમયથી તેને લેબર પેઈન ચાલુ છે. તે જોવુ. જો પ્રોલોન્ગ લેબર હોય તો ફીટસ ડિસ્ટ્રેસજોવ મળે છે.
જો મેમ્બ્રેન રપ્ચર થયેલ હોય ત્યારે વલ્વાનો ભાગ પહોળો કરી નાળ બહાર આવી છે કે કેમ તે જોવુ. જો નાળ બહાર આવી હોય તો બ્લડ સરક્યુલેશન અવરોધ થવાથી ફિટસ ડિસટ્રેસ થઈ શકે છે. તરત જ માતા ને આરોગ્ય શિક્ષણ આપી મોકલવી.
બહાર નિકળેલી કોર્ડ હળવેથી તપાસો અને જો ધબકારા ન સંભળાય તો બાળક મરી ગયુ છે તેવુ માતા ને અને તેના સગા સંબંધી ને સમજાવવુ કે બાળક ની હાલત સારી નથી અને તેણીને નજીક ના FRU પર મોકલી આપવી
30 મિનિટ બાદ પણ જો FHS પ્રતિ મિનિટ ના ૧૬૦ કરતા વધારે અને ૧૨૦ કરતા ઓછા રહે અને નાળ બહાર ન આવી હોય અને સ્ત્રી પ્રસુતી ના પ્રારંભ ના તબક્કામા હોય તો નીચે મુજબ ની કાર્યવાહી ANM એ કરવી જોઇએ.
જેમા પ્રસુતા ને કહો કે બાળક ની હાલત ગંભીર હોવાથી એફ.આર.યુ પર મોકલવાની જરૂર છે જેથી એફ.આર.યુ મા જવાની તૈયારી કરવી તથા સગા વહાલાને જાણ કરવી.
પ્રસુતા ને સંદર્ભ સેવા કેન્દ્ર ઉપર લઇ જતી વખતે તેણી ને સતત ડાબા પડખે સુવાડી રાખો.
(૩) સગર્ભાવસ્થાનો ખોરાક
સગર્ભાવસ્થાનો ખોરાક
દરેક વ્યક્તિનાં જીવનમાં ખોરાકનું મહત્વ ખુબજ છે તથા પ્રેગનન્ટ સ્ત્રીના માટે તો તે ખુબજ અગત્યનું છે.
દરેક વ્યક્તિને જીવવા માટે ખોરાક જરૂરી છે તથા સંપુર્ણ ખોરાક લેવાથી આપણે આપણી જીંદગી સારી જીવી શકીએ છીએ.
સગર્ભા સ્ત્રીમાં પુરતા ન્યુટ્રીશન દ્વારા એબોર્શન, સ્ટીલબર્થ, પ્રીમેચ્યોર લેબર, તથા નીયોનેટલ ડેથ વગેરે અટકાવી શકીએ છીએ જો તેનાંમાં પુરતા પ્રમાણમાં ન્યુટ્રીશન ન મળે તો ઉપરની દરેક સ્થિતી થવાના ચાન્સ વધી જાય છે.
આમ સગર્ભા માતામાં નીચે પ્રમાણેનાં ખોરાકની જરૂર છે. જેના દ્રારા ફીટસની વૃધ્ધિ થાય છે.
માતાની તંદુરસ્તિ જાળવી શકાય છે.
માતાની લેબર દરમ્યાન ફીઝીકલ ફીટનેસ જળવાઈ રહે છે.
માતા તેના બાળકને સારી રીતે ધાવણ આપી શકે છે.
સગર્ભા માતાને કોઈ સ્પેશીયલ ખોરાકની જરૂર નથી પરતું તેને સંપુર્ણ અને પુરતો ખોરાક લેવાની જરૂર છે. જે માટે નર્સે તેને સલાહ આપવી જોઈએ કે તેણે કયો કયો ખોરાક લેવો જોઈએ અને તે શામાંથી મળે
માતાને નીચે મુજબના ખોરાકમાં રહેલ તત્વો જરૂરી છે.
પ્રોટીન
કાર્બોહાઈડ્રેટ
ફેટ
મીનરલ સોલ્ટ
વીટામીન્સ
પાણી
(૪) APH – એન્ટી પાર્ટમ હેમરેજ
એન્ટી પાર્ટમ હેમરેજ
પ્રેગન્સીના ૨૮ વીક બાદ જનાઈટલ ટ્રેકટ માથી થતા બિલ્ડીંગ ને એન્ટી પાર્ટમ હેમરેજ કહેવાય છે.
૩ થી ૫% કેશોમાં એ.પી.એચ. જોવા મળે છે.
એ.પી.એચ. નું પ્રમાણ પ્રાઈમીપારા કરતાં મલ્ટીપારામાં ત્રણ ગણું વધારે હોય છે.
(1) મોલ્ડીંગ: મોલ્ડીંગ એ પ્રસવ પ્રક્રિયા દરમિયાન ભ્રૂણના ખોપડીના હાડકાંઓના એકબીજા પર સરકી જવાથી થતો આકારનો ફેરફાર છે, જે બાળકના માથાને જન્મ માર્ગમાંથી પસાર થવામાં મદદરૂપ થાય છે. આ કુદરતી અને તાત્કાલિક ફેરફાર છે, જે માત્ર ફેટલ સ્કલના હાડકાંઓ વચ્ચેની સ્યુચર્સ અને ફૉન્ટાનેલ્સના કારણે શક્ય બને છે.
(૨) મેનોરેજીયા: મેનોરેજીઆ એટલે હેવી અને પ્રોલોન્ડ મેનસ્ટુઅલ બ્લીડીંગ, ઘણી વખત બ્લીડીંગ એટલુ વધુ હોય છે કે જેના કારણે રોજિંદા કાર્યો મા વિક્ષેપ પડે છે.
(૩) ડીનોમીનેટર: ડીનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીનેટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝીશન નક્કી થાય છે પોઝીશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.
વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય તો તેનો ડીનોમીટર ઓક્સીપીટલ બોન હોય છે.
બ્રીચ પ્રેઝન્ટેશનનું ડીનોમીનેટર સેક્રમ હોય છે.
ફેસ પ્રેઝન્ટેશન ડીનોમીનેટર મેન્ટમ હોય છે.
(4) હોમન સાઈન : હોમનનું સાઇન (Homan’s Sign) એ પગના પાછળના ભાગ (કાફ મસલ)માં દુખાવો અનુભવાતો હોય ત્યારે જોવા મળતું લક્ષણ છે, જ્યારે ડૉક્ટર કે પરિક્ષક વ્યક્તિના પગને સીધું રાખીને પગની અંગૂળી તરફ પગ વાળે (dorsiflexion) છે. જો આ ક્રિયાથી કાફમાં દુખાવો થાય, તો તે DVT (ડીપ વેઇન થ્રોમ્બોસિસ) નું સંકેત હોઈ શકે છે.
(5) હાઈપર ઈમેસીસ ગ્રેવીકેરમ : પ્રેગન્સીમા વધારે પ્રમાણમા થતી નોસીઆ અને વોમેટીંગ કે જેમાં માતાના આરોગ્ય પર ખરાબ રીતે અસર થાય છે, અને માતાની દૈનીક ક્રિયામાં અવરોદ આવે છે તેને હાઈપરએમેસીસ ગ્રેવીડમ કહે છે.
કારણો
હોર્મોનલ ફેરફાર
hCG (Human Chorionic Gonadotropin) સ્તર વધવું
Estrogen વધવું
માનસિક પરિબળો — તણાવ, ચિંતા
પ્રથમ ગર્ભાવસ્થા
મલ્ટિપલ પ્રેગ્નન્સી (જેમ કે જુડવા બાળકો)
મોલાર પ્રેગ્નન્સી (Hydatidiform mole)
(6) ફીટલ ડીસ્ટ્રેસ: ફીટલ સરક્યુલેનશ મા અવરોધ ઉભો થાય ત્યારે યુટ્રસ ની અંદર ફીટ્સ નુ ઓક્સિજન નુ પ્રમાણ ઓછુ થવાને કારણે તેને તકલીફ ઉભી થાય છે જેમા તેને ટેકીકાર્ડીયા અથવા બ્રેડીકાર્ડિયા થઇ શકે છે જેને કારણે ફિટ્સ સર્વાઇવ કરવામાં જોખમ રહે છે.
(7) એસ્ફેકશીયા: બર્થ એસ્ફેકશીયા આ એક મેડિકલ કન્ડિશન છે. જેમાં નવજાત બાળકના શ્વશન માર્ગમા મ્યુકસ ડિપોઝિટ થવાથી તેને રેસપાયરેટરી પ્રોસેસ માં અવરોધ આવે છે. જેનાથી શિશુના શરિરમાં ઓક્સીજન ઓછો થવાથી બ્લડમાં અનિયમિત રીતે એસીડનું પ્રમાણ હોવાથી શ્વાસોશ્વાસ સબંધીત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. બાળકને ગુગળામણ થાય તેને નીઓનેટલ એસ્ફાક્સીયા કહે છે.
(8) વેસીકયુલર મોલ : વેસીક્યુલર મોલ એ ગર્ભાવસ્થાની એક અસામાન્ય સ્થિતિ છે, જેમાં ગર્ભસ્થ કોષોનો વિકાસ સામાન્ય રીતે થતો નથી અને તે દ્રાક્ષ જેવી દ્રવથી ભરેલી થેલી (vesicles)ના રૂપમાં વિકસે છે. તેમાં ભ્રુણનો વિકાસ થતો નથી અથવા અધૂરો રહે છે. આ સ્થિતિને હાઇડેટિડિફોર્મ મોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગર્ભસંબંધિત ટ્રોફોબ્લાસ્ટિક રોગ નો એક પ્રકાર છે.