10/08/2023 ANM-CHILD HEALTH NURSING -FY-પેપર સોલ્યુશન નંબર – 08

પેપર સોલ્યુશન નંબર-08 -10/08/2023

10/08/2023

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) વૃધ્ધિ અને વિકાસ એટલે શું?03

વૃદ્ધિ

  • વૃદ્ધિ એટલે બાળકના કદ અથવા શરીરના ભાગોમાં ક્રમિક વધારો.
  • તે સૂચક છે એટલે કે શરીર, કદ, વજન વગેરેમાં વધારો.
  • તે માત્રાત્મક પ્રગતિ છે.
  • તે શારીરિક પરિવર્તન છે.
  • તે પ્રકૃતિમાં બાહ્ય છે ચોક્કસ તબક્કે અટકે છે.
  • તે શારીરિક પ્રગતિ છે.

વિકાસ

  • વિકાસ એટલે વિવિધ કુશળતા (ક્ષમતાઓ) નું પ્રગતિશીલ સંપાદન છે જેમ કે બોલવું, શીખવું, લાગણીઓને વ્યક્ત કરવું અને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા.
  • ટૂંકમાં બાળકોમાં થતા કૌશલ્ય અને કાર્યશક્તિના વધારાને વિકાસ કહે છે.
  • તે સૂચક નથી.
  • તે ગુણાત્મક પ્રગતિ છે.
  • તે માનસિક પરિવર્તન છે.
  • તે આંતરિક પ્રકૃતિ છે.
  • તે સતત પ્રક્રિયા છે.
  • તેમાં સમજશક્તિમાં વધારો થાય છે.

(૨) બાળકનાં વૃધ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો લખો.04

બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો
( Factor affecting growth and development )

પ્રકૃતિ અને પોષણ બંને બાળકોના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. તેમ છતાં જે પ્રકૃતિ દ્વારા સંપન્ન છે તે સ્થિર છે, તેમ છતાં પોષણથી પણ મોટો ફરક પડે છે. અહીં બાળકોના વૃદ્ધિ અને વિકાસને અસર કરતા કેટલાક પરિબળો છે.

1. આનુવંશિકતા ( hereditary )

  • આનુવંશિકતા એ માતા પિતા પાસેથી તેમના જનીનો દ્વારા બાળકોમાં શારીરિક લાક્ષણિકતાઓનું પ્રસારણ છે.
  • તે ઊંચાઈ, વજન, શરીરની રચના, આંખનો રંગ, વાળનો રંગ, બુદ્ધિ અને યોગ્યતા જેવા શારીરિક દેખાવના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે.

2. પર્યાવરણ ( environment )

  • વાતાવરણ બાળકોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે બાળકને પ્રાપ્ત થતી શારીરિક અને માનસિક ઉત્તેજના રજૂ કરે છે.
  • જેમાં ઘર અને શાળાનું વાતાવરણ, ચોખ્ખાઈ, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, સ્વચ્છતા, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
  • એક સારી શાળા અને પ્રેમાળ કુટુંબ- બાળકોને કુશળ બનાવે છે.
  • તેવી જ રીતે તણાવ પૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકો માટે આ ખરેખર અલગ હશે.

3. પોષણ ( Nutrition )

  • પોષણ એ બુદ્ધિમાં એક નિર્ણાયક પરિબળ છે કારણ કે શરીરને નિર્માણ અને સમારકામ માટે જે બધું જરૂરી છે તે આપણે ખાધેલા ખોરાકમાંથી આવે છે.
  • કુપોષણ એ રોગોનું કારણ બની શકે છે જે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે.
  • બીજી બાજુ, અતિશય આહારથી ડાયાબિટીઝ અને હૃદય રોગ જેવા રોગ અને લાંબાગાળે મેદસ્વીપણા અને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
  • મગજ અને શરીરના વિકાસ માટે વિટામીન, ખનીજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીવાળા સમતોલ આહાર જરૂરી છે.

4. જાતિ ( sex )

  • બાળકની જાતિ એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતી મુખ્ય બીજી બાબત છે.
  • છોકરાઓ અને છોકરીઓ જુદી જુદી રીતે વધે છે, ખાસ કરીને તરુણાવસ્થાની નજીક છોકરાઓ છોકરીઓ કરતા ઊંચા અને શારીરિક રીતે મજબૂત હોય છે.
  • જોકે, કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ ઝડપથી પુખ્ત વલણ ધરાવે છે.
  • તેમના શરીરની શારીરિક રચનામાં પણ તફાવત છે જે છોકરાઓને વધુ એથલેટીક બનાવે છે અને તે પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે.
  • તેમનો સ્વભાવ પણ બદલાય છે, જેનાથી તેઓ જુદી જુદી વસ્તુઓમાં રસ બતાવે છે.

5. હોર્મોન્સ ( Hormones )

  • અંતસ્ત્રાવ પ્રણાલીથી સંબંધિત છે અને આપણા શરીરના વિવિધ કાર્યોને પ્રભાવિત કરે છે.
  • તેઓ શરીરના કાર્યોને નિયંત્રિત કરતા હોર્મોન્સ સ્ત્રાવ કરવા માટે શરીરના ચોક્કસ ભાગોમાં સ્થિત વિવિધ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • બાળકોમાં સામાન્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે તેમની સમયસર કામગીરી મહત્વપૂર્ણ છે.
  • હોર્મોન સ્ત્રાવ ગ્રંથિઓની કામગીરીમાં અસંતુલનના પરિણામે વૃદ્ધિની ખામી, જાડાપણું, વર્તણુકની સમસ્યાઓ અને અન્ય રોગો થઈ શકે છે.
  • તરુણાવસ્થા દરમિયાન ગોનાડ્સ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.
  • જે લિંગીક અંગોના વિકાસ અને છોકરાઓ અને છોકરીઓમાં જાતીય લાક્ષણિકતાઓના દેખાવને નિયંત્રિત કરે છે.

6. સામાજિક – આર્થિક સ્થિતિ ( socio – economic status )

  • કુટુંબની સામાજિક – આર્થિક સ્થિતિ બાળકને મળેલી તકની ગુણવત્તા નક્કી કરે છે.
  • વધુ સારી શાળાઓમાં અભ્યાસ કરવાથી ચોક્કસપણે લાંબા ગાળે લાભ થાય છે.
  • કુટુંબીઓ તેમના બાળકો માટે વધુ સારા શિક્ષણ સંસાધનો પણ પ્રદાન કરી શકે છે અને જો બાળકોને જરૂર હોય તો તેઓ વિશેષ સહાય લે છે.
  • ગરીબ પરિવારોના બાળકોને તેમની સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવા માટે શૈક્ષણિક સંસાધનો અને સારા પોષણની જરૂરિયાતો સંતોષાતી નથી.
  • તેમની પાસે કાર્યકારી માતા-પિતા પણ હોઈ શકે છે જેઓ ઘણા કલાકો કામ કરે છે અને તેમના વિકાસમાં ગુણવત્તાવાળા સમયનું રોકાણ કરી શકતા નથી.

7. અધ્યયન અને મજબૂતીકરણ (learning and reinforcement)

  • ભણતરમાં માત્ર ભણતર કરતા ઘણું બધું સામેલ છે.
  • તે માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે બાળકના નિર્માણ સાથે પણ સંબંધિત છે જેથી તેઓ સમાજમાં સ્વસ્થ કાર્યાત્મક વ્યક્તિઓ તરીકે કાર્ય કરે.
  • આથી મગજનો વિકાસ થાય છે અને બાળક પરિપક્વતા મેળવી શકે છે.
  • મજબૂતીકરણ એ શીખવાનું એક ઘટક છે જ્યાં પ્રવૃત્તિ અથવા કસરતનું પુનરાવર્તન કરવામાં આવે છે અને શીખ્યા પાઠોને મજબૂત કરવામાં આવે છે.
  • તેથી જે પાઠ શીખવામાં આવે છે તે યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધી પુનરાવર્તિત કરવું પડે છે.

(૩) બ્રેસ્ટ ફીડીંગ એટલે શું? તેના ફાયદાઓ જણાવો.05

  • બાળક માટે બ્રેસ્ટ ફીડિંગએ બેસ્ટ નેચરલ ફીડિંગ છે.
  • બ્રેસ્ટ ફીડિંગ બાળક માટે ઉત્તમ ખોરાક છે, તેના પરથી બાળકના ઉછેર એટલે કે વૃદ્ધિ અને વિકાસનો આધાર છે.
  • બ્રેસ્ટ ફીડિંગએ બાળકની ન્યુટ્રીશનલ નીડ, સાયકોલોજિકલ નીડ અને ઈમોશનલ નીડ પૂરી પાડે છે.
  • યુનિસેફ દ્વારા બ્રેસ્ટ ફીડિંગને બાળકની પાયાની જરૂરિયાત ગણી જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં બ્રેસ્ટ ફીડિંગ વીક (૧-૭ ઓગસ્ટ) ઉજવવામાં આવે છે.

Definition :

એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ: બાળકને જન્મથી છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ આપવામાં આવે છે, પાણી પણ નહીં જરૂરિયાત જણાય તો ડોક્ટરની સલાહ મુજબ દવાઓ આપી શકાય છે. છ મહિના બાદ ઊપરી આહાર ચાલુ કરવામાં આવે છે.

બ્રેસ્ટ ફીડિંગના ફાયદા

🔸બ્રેસ્ટ ફીડિંગથી બાળકને થતા ફાયદા

  • બ્રેસ્ટ મિલ્કમાં પ્રમાણમાં અને યોગ્ય માત્રામાં બાળકને જરૂરી એવા તમામ પોષક તત્વો હોય છે, જે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
  • બ્રેસ્ટ મિલ્ક જંતુમુક્ત ચોખ્ખો ખોરાક છે, જેમાં કોઈ પ્રિપેરેશનની જરૂરિયાત હોતી નથી તે બાળકની જરૂરિયાત મુજબ કોઈપણ સમયે મળી રહે છે. બ્રેસ્ટ મિલ્કનું તાપમાન થોડું હુંફાળું હોય છે, જે બાળકમાં હાઇપોથર્મિયાને પ્રિવેન્ટ કરે છે.
  • તે સહેલાઈથી પચી જાય તેવું છે.
  • બ્રીસ્ટ મિલ્ક પ્રોટેક્ટિવ વેલ્યુ ધરાવે છે, જે બાળકમાં થતા જી. આઈ ટ્રેકના ઇન્ફેક્શન, રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શન, એલર્જી, અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે.
  • એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના લીધે માતા અને બાળક વચ્ચેનું ઈમોશનલ બોર્ડિંગ સારું રહે છે.

🔸બ્રેસ્ટ ફીડિંગથી માતાને થતા ફાયદા

  • બ્રેસ્ટ ફીડિંગથી પી.પી.એચ(પ્રસુતિ પછી રક્તસ્ત્રાવ) ની શક્યતા ઘટે છે, અને યુટરસ ઇનવોલ્યુશન સારી રીતે થાય છે. જેથી માતામાં થતા એનીમિયાને નિવારી શકાય છે.
  • માતાને ઈમોશનલ સેટીસફેક્શન મળે છે.
  • માતાને બ્રેસ્ટ અને ઑવેરિયન કેન્સર થવાની સંભાવના ઘટે છે.
  • માતા બાળકને ટૂંક સમયમાં તાજો અને તૈયાર ખોરાક આપી શકે છે.
  • તે ગર્ભ નિરોધક તરીકે પણ કામ કરે છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના કારણે માતા પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરી શકે છે.

અથવા

(૧) ગ્રોથ ચાર્ટનું મહત્વ જણાવો.03

  • વૃદ્ધિ અને વિકાસનો સાચો અંદાજ નક્કી કરવા માટે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ એક અગત્યનું સાધન છે.
  • જેના દ્વારા સરળતાથી બાળકનો વિકાસ જાણી શકાય છે.
  • અને તે મુજબ કેટેગરીમાં મૂકી અને સારવાર નક્કી કરી શકાય છે.
  • જેમાં આલેખ પરથી બાળકની ઉંમર મુજબ વૃદ્ધિ અને તેનો વિકાસ બરાબર છે કે નહીં તે નક્કી કરી શકાય છે.
  • આલેખની ઉભી લીટીમાં વજન દર્શાવવામાં આવે છે અને આડી લાઈનમાં બાળકની ઉંમર બતાવવામાં આવે છે.
  • વજન કાર્ડ પર ઉંમરની સરખામણીમાં વજન કેવી રીતે નોંધવો અને કેવી રીતે માલન્યુટ્રીશન પારખવું તે નક્કી કરવું.
  • બાળકની ઉંમર મુજબ તેમાં સામાન્ય રીતે ગ્રેડ-1,ગ્રેડ-2, ગ્રેડ-3,ગ્રેડ-4દર્શાવેલ છે. તે મુજબ તે ગ્રેડમાં આવતું હોય તે જણાવી તેની સારવાર અને જરૂર જણાય તો બાળ રોગ નિષ્ણાંતને રિફર કરવું જોઈએ.
  • જો બાળક બીજા,ત્રીજા કે ચોથા ગ્રેડમાં હોય તો તેનો મતલબ એ છે કે તેનું વજન ઓછું છે આવા બાળકને અપૂરતા પોષણ માટેની સારવાર કરવી જોઈએ.
  • જો બાળક સામાન્ય કે પહેલા ગ્રેડમાં હોય તો તેનો મતલબ એ છે કે તેનું વજન બરાબર છે આવા બાળકને પોષણ માટેની યોગ્ય સલાહ આપવી જોઈએ.
  • દર મહિને આ પ્રકારનો ચાર્ટ ભરી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.

(૨) હાઈટ વેઈટ કરવાના હેતુઓ જણાવો.04

હાઈટ અને વેઈટ માપવાના હેતુઓ

શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું

  • બાળક કે વ્યક્તિના ઉંચાઈ અને વજનના માપથી તેમના શારીરિક વિકાસનું પ્રમાણપત્ર તૈયાર કરવું.

પોષણની સ્થિતિનું નિદર્શન

  • પોષણ સંબંધિત સમસ્યાઓ જેમ કે અપોષણ (Undernutrition) કે વધુ પોષણ (Overnutrition) હોવાની ઓળખ કરવા.

સ્વાસ્થ્ય સંભવિત સમસ્યાઓની ઓળખ

  • ઉંચાઈ અને વજનના તફાવત પરથી જેમ કે ઓબેસિટી, ગ્રોથ રીર્ટાડેશન વગેરે જેવી સ્થિતિઓનું નિદાન શક્ય બને છે.

બોડી માસ ઇન્ડેક્સ (BMI) ની ગણતરી માટે

  • ઊંચાઈ અને વજનના આધારે બીએમઆઈ કાઢી શકાય છે, જે વ્યક્તિનું આરોગ્ય સ્તર દર્શાવે છે.

હેલ્થ ચેકઅપ અથવા દર્દીનું પ્રારંભિક મૂલ્યાંકન

  • હોસ્પિટલે દાખલ દર્દી માટે શરૂઆતમાં બેઝલાઇન હાઈટ અને વેઈટ માપવું આવશ્યક છે.

ડોઝ ગણતરી માટે

  • બાળ દર્દી કે કોઈ દર્દી માટે દવા આપતી વખતે દવાના પ્રમાણ માટે વજન આવશ્યક હોય છે.

શૈક્ષણિક કે રમતગમત પ્રોગ્રામ માટે પસંદગીના ધોરણ તરીકે

  • કેળવણી કે રમતની પ્રવૃત્તિમાં ઉમર અનુસાર યોગ્ય શરીર માપનું મૂલ્યાંકન થાય છે.

(૩) બ્રેસ્ટ ફીડીંગ દરમ્યાન માતા તથા બાળકને થતી તકલીફો વિશે જણાવો. 05

બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન માતા અને બાળક બંનેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમાંની કેટલીક સામાન્ય મુશ્કેલીઓ નીચે વર્ણવવામાં આવી છે:

બાળકમાં જોવા મળતી તકલીફો

  • પ્રી ટર્મ બેબી ઓછા વજનવાળા બાળક માં ઘણી વખત સકીંગ રિફ્લેક્સ ડેવલોપ ન થવાને કારણે બ્રેસ્ટ મિલ્ક સક કરી શકતું નથી.
  • આવી પરિસ્થિતિમાં બાળકને માતાનું બહાર કાઢેલું દૂધ ચમચી અથવા તો રાઇલ ટ્યુબ થી આપવું.

માતામાં જોવા મળતી તકલીફો

Inverted nipple (અંદર ખુપેલી ડિંડી)

  • આવી કન્ડિશનમાં માતાના બ્રેસ્ટ નીપલ અંદરની બાજુ એ દબાયેલી હોવાથી બાળક બ્રેસ્ટ મિલ્ક ચુસી(suck) શકતું નથી.
  • આવી કન્ડિશનમાં બાળકને મેન્યુઅલી કાઢેલું દૂધ આપો.
  • બાળકના જન્મ બાદ નીપલને હાથથી બહારની બાજુએ ખેંચવાની પ્રેક્ટિસ કરવી. નીપલ બહારની બાજુએ કાઢવા માટે બ્રેસ્ટ પમ્પ અથવા સીરીંજનો ઉપયોગ કરવો જોઈએ.

Breast engorgement (સ્તનમાં ભરાવો)

  • માતાના સ્તનમાં થતો ભરાવો ઓછો કરવા બાળકને પૂરતા પ્રમાણમાં સમયાંતરે બ્રેસ્ટ-ફીડિંગ જરૂરી છે.
  • માતાને સ્તનપાનનાં સિધ્ધાંતો વિશે શીખવાડો .આ ઉપરાંત વાર્મ એપ્લિકેશન આપવી.

Breast abscess/ mastitis (બ્રેસ્ટમાં ચેપ)

  • વારંવાર સ્તનમાં દુધનો ભરાવો થાય અને સમયસર સારવાર કરવામાં ન આવે તો બ્રેસ્ટમાં ચેપ લાગે છે અને રસી થઈ જાય છે જેને બ્રેસ્ટ એબ્સેસ કહે છે.
  • આવી કન્ડિશનમાં એબ્સેસ વાળા બેસ્ટમાંથી બ્રેસ્ટ-ફીડિંગ કરાવાવું નહીં.
  • આવી કન્ડિશનમાં ચેકો મૂકી રસી બહાર કાઢવામાં આવે છે.
  • ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટિબાયોટિક્સ અને એનાલજેસિક આપવામાં આવે છે.

નીપલમા ચીરા પડવા(CRACKED NIPPLE)

  • બાળક ને બરાબર વળગેલું ન હોય, સાબુ અને પાણીથી વારંવાર સ્તન સાફ કરવા અને નિપ્પલ પર ફુગનો ચેપ લાગવાથી નિપ્પલમાં ચીરા પડે છે અને સોજો આવે છે.
  • તેના ઉપચારમાં, માતા ને વડગાડવાની રીત યોગ્ય રીતે શીખવાડવી, સ્તનપાન બાદ ડીટંડી પર મિલ્ક લગાવવું, સ્તનને ખુલ્લા રહેવા દેવા અને પર્સનલ હાયજીન જાડવવા સલાહ આપવી.
  • માતાને કહો કે ડીંટડીમાં ચિરા પડવાનું મુખ્ય કારણ સ્તનપાનની ખોટી રીતો છે.
  • જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેમાં ચેપ લાગી શકે છે. માતાને સ્તનપાનની સાચી રીતો વિશે સમજાવો.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) રસીકરણ એટલે શું? રસીકરણથી અટકાવી શકાય તેવા રોગોના નામ લખી મીઝલ્સ વિશે સવિસ્તાર લખો.08

રસીકરણ

  • રસીકરણ એ બાળપણમાં રસીથી નિવારી શકાતા રોગો માટેની એક સૌથી સુરક્ષિત અને અસરકારક પદ્ધતિ છે.
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) હેઠળ, રસીઓથી નિવારી શકાતા રોગો (VPDs) થતા અટકાવવા અને તેના પર નિયંત્રણ મેળવવામાં ઘણી સફળતા મળી છે.
  • તમામ પ્રકારના VPDs માં હજુ પણ ઘટાડો કરવા અને અંકુશ મેળવવા ધનુર અને પોલિયો નાબૂદ કરવા માટે રસીકરણ કાર્યક્રમને ઉચ્ચ અગ્રતા આપી સુદ્રઢ બનાવવો જરૂરી છે.
  • રોગ થાય તે પહેલા જ તેને નિવારવા માટેના પગલાં લેવાથી નાણા, શક્તિ અને જીવન ત્રણેય બચે છે.
  • બાળકના જીવન માટે રસીકરણ ખૂબ જ મહત્વનું છે.
  • નવજાત શિશુઓને VPDs થી બચાવીને રસીઓ નવજાત શિશુઓને થતી બીમારીઓ અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
  • રસીકરણથી કુટુંબોને પૂરી પાડવામાં આવતી બાળ સુરક્ષાને કારણે જન્મદર પણ નીચો લાવી શકાય છે.

રસીકરણથી અટકાવી શકાય તેવા રોગોના નામ

  • ટ્યુબરક્યુલોસિસ (ક્ષયરોગ)
  • પોલિયો માયેલાઇટીસ
  • ડીપ્થેરીયા
  • પરટુસીસ (ઉટાટીયુ)
  • ધનુર
  • હેપેટાઇટિસ – બી
  • મિઝલ્સ
  • જાપાનીઝ એનસેફેલાઇટિસ

મીઝલ્સ

તે વાયરસથી ફેલાતો ખૂબ જ ચેપી રોગ છે. ઓરીનાં વાયરસ તે દર્દીના નાક, મોં અને ગળામાં જમા થયેલા હોય છે. ઓરીનો ચેપ લાગ્યો હોવાનો ખ્યાલ તાવ, ઉધરસ, શરીર પર થતી ઝીણી લાલ ફોલ્લીઓ જેવાં લક્ષણો આવે છે. આ ઉપરાંત ઓરીના દર્દીને ઝાળા અને ન્યુમોનિયા જેવા વધારાના ચેપો લાગે તો તેનું મોત પણ થઇ શકે છે.

લક્ષણો

  • પહેલે થી તાવ આવતો હોય.
  • સાથે સાથે શરીર પર ઝીણી લાલ ફોલ્લીઓ થાય.
  • ઉધરસ આવે, નાક નીતરે અને આંખો લાલ થઈ જાય.
  • સ્નાયુમાં અને માથામાં દુખાવો થાય.
  • કોપ્લિક સ્પોટ (KOPLIK SPOT), કંજેક્ટીવાયટીસ અને ગળામાં સોજો જોવા મળે.

કારણો

  • ચેપયુકત વ્યકિત ખાંસી અથવા છીંક ખાય ત્યારે તેના મોંમાંથી રોગનાં જીવાણુંનો સૂક્ષ્મ ટીપાં હવામાં ફેલાય છે અને તે અન્ય વ્યકિતના શ્વાસમાં જતાં તેને આ રોગ થાય છે.

પ્રિવેન્શન

  • ઓરીની રસી મૂકવાથી ઓરી થતા નિવારી શકાય છે.
  • આ રસી સમયપત્રક મુજબ આપવી.

સારવાર

  • આ રોગની કોઇ સારવાર નથી.
  • તેમાં લક્ષણોને ઓછા કરવા માટે દવા આપી શકાય છે.
  • તાવની સારવાર કરવી.
  • વિટામીન એ આપવામાં આવે છે.

(૨) બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડ ખાંપણ વિશે લખો.04

બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડખાંપણ

  • હાયડ્રોસેફેલસ
  • માઈક્રોસેફાલી
  • એનસેફાલી
  • સ્પાઇના બાઈફીડા
  • હેમેનજીઓમા
  • ટોસીસ
  • કંજેનાઈટલ કેટરેક્ટ
  • માઈક્રોટીયા
  • ક્લેફ્ટ લિપ
  • ક્લેફ્ટ પેલેટ
  • ક્લેફ્ટ લિપ વિથ ક્લેફ્ટ પેલેટ
  • કંજેનાઈટલ ડાયેફામેટીક હર્નીયા
  • કંજેનાઈટલ ઇનગ્વાઇનલ હર્નીયા
  • કંજેનાઈટલ અમ્બીલીકલ હર્નીયા
  • ઇનપર્ફોરેટેડ એનસ
  • ઈસોફેજીઅલ અટ્રેશિયા એન્ડ ટ્રેક્યોઈસોફેજીઅલ ફિસચુલા
  • હાઇડ્રોસીલી
  • એમબીજીયસ જેનીટાલિયા
  • હાઈપોસ્પાડીએસીસ
  • એપીસ્પાડીએસીસ
  • વજાઈનલ એજીનેસીસ
  • ક્લબ ફુટ
  • કંજેનાઈટલ હાર્ટ ડીસીઝ
  • એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ
  • વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ
  • ટેટ્રોલોજી ઓફ ફેલોટ

અથવા

(1) તરૂણાવસ્થામાં જોવા મળતા ફેરફારો જણાવી, પ્રિ-મેરાઈટલ કાઉન્સિલીંગમાં એ.એન.એમ ની ભૂમિકા જણાવો.08

🔸તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક વિકાસ

  • શારીરિક વિકાસ ઝડપી અને આશ્ચર્યજનક થાય તે તરુણાવસ્થાની લાક્ષણિકતા છે.
  • જેમાં જાતિય ફેરફારોનો સમાવેશ પણ થાય છે.
  • આ અવસ્થામાં શરીરમાં જનનાંગો સહિત લગભગ તમામ અંગોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા ફેરફારો થવા લાગે છે.
  • તેથી શારીરિક દેખાવ અને આકાર પણ ઝડપથી બદલાય છે.

🔸તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતો શારીરિક વિકાસ :

  • શરીરના દરેક અંગમાં વિકાસ થાય છે.
  • સ્નાયુઓ વધારે મજબૂત બને.
  • ચામડી તૈલી બને.
  • ખભા પહોળા થાય.
  • અવાજ ઘાટો થાય.
  • છાતી, બગલ, પ્યુબિક એરિયામાં વાળ આવે અને દાઢી મુછ આવવાની શરૂઆત થાય.
  • પેનીશ અને ટેસ્ટીસ મોટા થાય છે.
  • વિર્યનુ ઉત્પાદન શરૂ થાય અને વીર્યાસ્ખલનની શરૂઆત થાય.

🔸તરુણાવસ્થા દરમિયાન છોકરીઓના શરીરમાં થતો વિકાસ :

  • શરીરના દરેક અંગમાં વિકાસ થાય.
  • સ્તનનો વિકાસ થાય.
  • ચામડી તૈલી બને.
  • સાથળ અને હિપનો ભાગ પહોળો થાય.
  • અવાજ તીણો થાય.
  • બગલ અને પ્યુબીક એરિયામાં વાળ આવે.
  • બહારના જાતીય અવયવો મોટા થતા જણાય.
  • ઓવ્યુલેસનની શરૂઆત થાય અને માસિક સ્ત્રાવની શરૂઆત થાય.

પ્રિ-મેરાઈટલ કાઉન્સિલીંગમાં એ.એન.એમ ની ભૂમિકા

  • તરુણાવસ્થા એ એક એવો સમાયગાળો છે કે ત્યારે છોકરીઓમાં ઘણા બધા માનસિક અને શારીરિક ફેરફારો જોવા મળે છે.
  • આ સમયગાળા દરમીયાન મોટા બદલાવોના કારણે તેઓમાં ઘણા બધા પ્રકારની દ્રિધ્ધા અને પ્રશ્નો ઉદભવે છે.
  • તેમાં ખાસ કરીને ભવીષ્યનું આયોજન, ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરેનો સમાવેશ થાય છે.
  • સમાન્ય રીતે મોટી ઉંમર (18 થી 20 વર્ષ) ની તરૂણીઓમાં લગ્ન ને સંબંધીત દ્વિધ્ધા અને પ્રશ્નો હોય છે. આથી આ ઉંમરની તરૂણીઓ સાથે લગ્ન વિષયક સંપરામર્સ કરવું જરૂરી છે.
  • જેમા આરોગ્ય કાર્યકર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ ચર્ચી શકાય છે.
  • તરુણીઓને કાયદાઓ મુજબ 21 વર્ષની ઉંમર બાદ લગ્ન કરવાની સલાહ આપો.
  • તરૂણીઓને અને તેના પરીવારને નાની ઉંમરે લગ્ન કરવાનાં નુકશાન અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાનાં ફાયદાઓ જણાવો અને સમાજને બાળકીઓ ના યોગ્ય ઉંમરે લગ્ન કરાવવા માટે પ્રેરણા આપો.
  • લગ્નની ઉંમરની સ્ત્રીઓની માનસિક સ્થિતિ જાણો અને તેની મુંઝવણોનુ સમાધાન કરો.
  • તેઓને જાતિય સમાગમ, ગર્ભની રોધક પધ્ધતિઓ, સગર્ભાવસ્થા અને આરોગ્ય લક્ષી સલાહ સુચન આપો.
  • પરીવારને સલાહ આપો કે બાળકીના અભ્યાસ અને તેના અધિકારોનું ખંડન થતું અટકાવે અને તેના લગ્ન તરુણી માનસિક અને શારીરિક રીતે પરીપક્વ થાય ત્યાર બાદ જ કરે.

(૨) નવજાત શિશુંની સંભાળના આવશ્યક મુદ્રાઓ લખો 04

નવજાત શિશુંની સંભાળના આવશ્યક મુદ્રાઓ

  • જન્મનો સમય મોટેથી બોલો.
  • બાળકના જન્મ પછી તરત જ તેને હૂંફાળા, ચોખા અને કોરા ટુવાલ અથવા કપડા માં વીટોડીને માતાની છાતી અને પેટ પર મૂકો. (બે સ્તનની વચ્ચે)
  • યાદ રાખો કે શક્ય હોય ત્યાં સુધી બાળકને માતાથી અલગ કરવાનું નથી.
  • નાળ બાંધીને કાપતા પહેલા કોડના ધબકારા બંધ થવાની રાહ જુઓ.
  • તરત જ બાળકને હુંફાળા,ચોખા, કોરા કપડાથી કોરું કરો, બંને આંખ લુછો.
  • કોરું કરતી વખતે બાળકના શ્વાસોશ્વાસની ચકાસણી કરો.
  • જંતુમુક્ત કરેલ ગોઝના ટુકડાથી બંને આંખો લુછી લો.
  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે મૂકીને ચામડીથી સ્પર્શની સંભાળ શરૂ કરો.
  • બાળક પર ઓળખ પત્ર લગાડો.
  • ટોપી વડે બાળકનું માથું ઢાંકી દો, માતા અને બાળકની હુંફાળા કપડા વડે વીંટાળી દો.
  • જો હજુ સુધી નવજાત બાળકે સ્તનપાન લેવાનું શરૂ ન કર્યું હોય તો માતાને પ્રોત્સાહિત કરો અને યોગ્ય પદ્ધતિથી પ્રયત્ન કરાવો.
  • જો બાળક બરાબર શ્વાસ ન લેતું હોય અથવા રડતું ન હોય તો પછી પુનર્વસન માટેની ક્રિયા શરૂ કરો.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)6X2=12

(૧) બાળકોમાં જોવા મળતા શ્વસનતંત્રનાં રોગોના નામ લખી ન્યુમોનીયાનાં પ્રકાર અને સારવાર વિશે લખો.

બાળકોમાં શ્વસનતંત્રના રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે. આમાંના કેટલાક સામાન્ય રોગો નીચે પ્રમાણે છે:

  1. ન્યુમોનિયા (Pneumonia)
  2. અસ્થમા (Asthma)
  3. બ્રોન્કાઇટિસ (Bronchitis)
  4. ફલૂ (Flu)
  5. કફ (Cough)
  6. સાઈનસાઈટિસ (Sinusitis)
  7. હાય ટાઈટિસ (Rhinitis)
  8. ટન્સિલાઈટિસ (Tonsillitis)

ન્યુમોનિયાના પ્રકાર:

  1. બેક્ટેરિયલ ન્યુમોનિયા: આ પ્રકારનો ન્યુમોનિયા બેક્ટેરિયા કારણે થાય છે. સૌથી સામાન્ય બેક્ટેરિયા Streptococcus pneumoniae છે.
  2. વાયરસલ ન્યુમોનિયા: આ પ્રકારનો ન્યુમોનિયા વાઈરસ કારણે થાય છે, જેમ કે ઇન્ફ્લુએન્ઝા (flu) વાયરસ અથવા SARS-CoV-2 (COVID-19).
  3. માયકોપ્લાઝમ ન્યુમોનિયા: આ માઇક્રોઅર્ગેનિઝમ Mycoplasma pneumoniae કારણે થાય છે. આ પ્રકાર સામાન્ય રીતે સાવડી અને પુખ્ત વયના લોકોને અસર કરે છે.
  4. ફંગલ ન્યુમોનિયા: આ પ્રકારનો ન્યુમોનિયા ફૂગ (fungi) કારણે થાય છે. ખાસ કરીને તે લોકોમાં વધુ જોવા મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.

ન્યુમોનિયા ની સારવાર:

બેક્ટેરિયલ ન્યુમોનિયા:

  • એન્ટિબાયોટિક્સ: ડૉકટર એન્ટિબાયોટિક્સ લખે છે, જેમ કે એમોક્સિસિલિન અથવા મૅક્રોલાઇડ્સ (macrolides).
  • ઉપશામક સારવાર: તાવ અને પીડા માટે પેરાસીટામોલ (Paracetamol) અથવા આઇબુપ્રોફેન (Ibuprofen) જેવા દવાઓ લેવી.

વાયરલ ન્યુમોનિયા:

  • આરામ અને દ્રવ્ય સેવન: પૂરતો આરામ અને પૂરતું પાણી પીવું.
  • એન્ટિવાયરલ દવાઓ: કેટલાક કિસ્સાઓમાં ડૉકટર એન્ટિવાયરલ દવાઓ આપી શકે છે.
  • ઉપશામક સારવાર: તાવ અને પીડા માટે પેરાસીટામોલ અથવા આઇબુપ્રોફેન લેવી.

માયકોપ્લાઝમ ન્યુમોનિયા:

  • એન્ટિબાયોટિક્સ: મેક્રોલાઇડ્સ (macrolides) અથવા ટેટ્રાસાયક્લાઇન (tetracycline) જેવી એન્ટિબાયોટિક્સ.
  • ઉપશામક સારવાર: તાવ અને પીડા માટે પેરાસીટામોલ અથવા આઇબુપ્રોફેન.

ફંગલ ન્યુમોનિયા:

  • એન્ટિફંગલ દવાઓ: ફંગલ ઈન્ફેકશન માટે એન્ટિફંગલ દવાઓ, જેમ કે Amphotericin B અથવા Fluconazole.
  • ઉપશામક સારવાર: જરુરિયાત મુજબ તાવ અને પીડા માટેની દવાઓ.

(૨) શાળા આરોગ્ય કાર્યક્રમનાં હેતુઓ લખી, શાળા આરોગ્ય કાર્યક્રમમાં એ.એન.એમ તરીકે ની ભૂમિકા લખો.

શાળા આરોગ્ય હેતુઓ

  • શાળાના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓની તપાસ અને સ્થળ પર સારવાર
  • જરૂરી સંદર્ભ સેવાઓ માટે બાળકોની તપાસણી અને અલગ તારવણી.
  • જરૂરીયાતવાળા બાળકોની સંદર્ભ સેવા કેન્દ્રોમાં વિગતવાર તપાસણી, સારવાર તથા ફેલોઅપની વ્યવસ્થા.
  • સુપર સ્પેશીયાલીટી સારવાર.
  • શાળાના બાળકો દ્વારા સમાજમાં આરોગ્ય અંગે સમજદારી ઉભી કરવી.
  • ગામ તથા શાળામાં આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું કરવું.

શાળા આરોગ્ય કાર્યક્રમમાં એ.એન.એમ તરીકે ની ભૂમિકા

સ્વાસ્થ્ય ચકાસણીઓ:

  • વિદ્યાર્થીઓની નિયમિત આરોગ્ય ચકાસણીઓ અને તેમનાં આરોગ્ય રેકોર્ડ જાળવવી.

પ્રાથમિક સારવાર:

  • નાના આકસ્મિક ઈજાઓ અને સામાન્ય બીમારીઓ માટે તાત્કાલિક સારવાર પૂરી પાડવી.

રસીકરણ:

  • વિદ્યાર્થીઓને જરૂરી રસી આપવાનો આયોજન અને અમલ કરવો.

આરોગ્ય શિક્ષણ:

  • બાળકોને આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ વિશે જાગૃત કરવા માટે શૈક્ષણિક સત્રોનું આયોજન અને વ્યવસ્થાપન કરવું.

રોગ નિયંત્રણ:

  • રોગચાળાઓ રોકવા માટે નીતિ-નિયમો ઘડવા અને તેના અમલમાં સહયોગ આપવો.

પર્યાવરણ સ્વચ્છતા:

  • શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવી અને શાળાના શૌચાલયોની નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવી.

ફોલોઅપ કેર:

  • કોઈ ખાસ આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોની સતત મોનિટરિંગ અને તેઓને યોગ્ય સારવાર માટે સુલભ બનાવી.

રિપોર્ટિંગ:

  • શાળા આરોગ્ય કાર્યક્રમનાં કાર્ય અને પરિણામોના રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ આપવો.

(૩) બાળ મરણના કારણો લખો.

બાળ મરણના મુખ્ય કારણો

1. નવજાત શિશુના મૃત્યુના કારણો

  • પ્રસૂતિકાળ દરમિયાન જટિલતાઓ (Birth asphyxia)
  • પ્રિ-મેચ્યોરિટી (Prematurity and Low Birth Weight)
  • નવજાતમાં ચેપ (Neonatal infections – sepsis, pneumonia, meningitis)
  • જન્મજાત ખોડખાંપણ (Congenital anomalies)
  • માતામાં રહેલા સંક્રમણો (TORCH infections)

2. પોસ્ટ નીઓનેટલ અને ઈન્ફન્ટ મરણના કારણો

  • ઝાડા અને પાણીની ખામી (Diarrheal diseases)
  • શ્વાસતંત્રના ચેપો (Acute Respiratory Infections – ARI, pneumonia)
  • કુપોષણ (Malnutrition)
  • જન્મજાત વિકારો (Congenital disorders)
  • SIDS (Sudden Infant Death Syndrome)

3. નાના બાળકના મૃત્યુના કારણો (1 to 5 years)

  • મેલેરિયા, ટ્યુબરક્યુલોસીસ, HIV/AIDS
  • કુપોષણ દ્વારા ઓછી ઈમ્યુનિટી
  • દુર્ઘટનાઓ (accidents), ઝેરી વસ્તુઓનું સેવન
  • રસીકરણનો અભાવ અને સંક્રમણ

અન્ય સામાજિક અને આરોગ્ય સંબંધિત ફેક્ટર્સ:

  • માતાની પોષણની હાલત નબળી હોવી
  • સ્વચ્છતા અને હાઇજિનનો અભાવ
  • આરોગ્ય સેવા સુધી ઉપલબ્ધતા ઓછી
  • માતા-પિતામાં આરોગ્ય શિક્ષણનો અભાવ
  • પરંપરાગત સારવાર પદ્ધતિઓમાં અંધવિશ્વાસ

જાતે રોકી શકાય તેવા મુખ્ય કારણો (Preventable Causes):

  • Birth asphyxia
  • Diarrhea
  • Pneumonia
  • Non-immunization
  • Malnutrition

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

(૧) બેબી ફેન્ડલી હોસ્પિટલ

  • સ્તનપાન ને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ અને WHO એ ૧૨ દેશોની આગેવાનીમાં બાળ મિત્ર હોસ્પિટલ ( BFHI – baby friendly hospital initiative) ની પહેલ કરી.
  • 1992 માં આ પ્રોગ્રામ ચાલુ થયો અને 1993માં સુધીમાં તે 171 દેશોમાં ફેલાયો.
  • 1995 માં ભારતે આ કાર્યક્રમનો સ્વીકાર કર્યો અને 1998 માં આવા દવાખાનાની સંખ્યા 1372 જેટલી થઈ.
  • કોઈપણ દવાખાનાને બાળ મિત્ર દવાખાનું જાહેર કરવા માટે બી.એફ.એચની નીતિના 10 પગલાં અનુસરવા જરૂરી છે.
  • આ 10 પગલાની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.

🔸આ પગલાં નીચે મુજબ છે:

  • સ્તનપાનની લેખિત માહિતી હોવી જોઈએ, જેના વિશે બધા જ કર્મચારીઓ માહિતગાર હોવા જોઈએ.
  • અને તેના અમલ માટે બધા જ આરોગ્ય કર્મચારીઓને જરૂરી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ.
  • બધી જ સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનના ફાયદા અને તે કેવી રીતે સફળ બનાવી શકાય તે જણાવો.
  • જન્મ પછી એક કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવામાં માતાને મદદ કરો.
  • સ્તનપાન કેવી રીતે કરાવવું અને શિશુથી અલગ રહેવું પડે ત્યારે ધાવણ કેવી રીતે આપવું તે માતાને જણાવો.
  • તબીબી સુચના સિવાય નવજાત શિશુને ધાવણ સિવાય અન્ય પ્રવાહી ખોરાક આપવા નહીં.
  • માતાને બાળક સાથે 24 કલાક રહેવા દેવા.
  • બાળક માંગે તેમ ધવડાવવા માટે માતાને પ્રોત્સાહિત કરો.
  • સ્તનપાન કરતા શિશુને કોઈપણ જાતની કૃત્રિમ ટોટી, ધવણી કે ચુસણી આપવી નહીં.
  • દવાખાનેથી રજા આપ્યા બાદ માતાને મદદરૂપ થવા માટે સ્તનપાનને સમર્થન આપતા ગ્રુપની રચના કરો.

(૨) મેસ્ટ્રએશન હાઈજીન

  • માસિક આવવું એક સામાન્ય પ્રકીયા છે.
  • સામાન્ય રીતે કિશોરીઓ અને સ્ત્રીઓમાં તે દર મહીને આવે છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખાઈ રાખવી અત્યંત આવશ્યક છે.

માસિકસાવ દરમિયાન ચોખ્ખાઇ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા:

  • માસિકસ્ત્રાવના સમયગાળા દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું એક વખત નહાવું.
  • કુફાળા પાણીથી નહાવાથી શરીર હળવું થાય છે.
  • માસિકસ્ત્રાવ દરમિયાન પ્રજનનતંત્રની બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. જેથી નહાતી વખતે અને પેડ બદલતી વખતે જનનંગોની યોગ્ય રીતે સફાઇ કરવી.
  • માસિકસ્ત્રાવનું લોહી શોષવા માટે ચોખ્ખા સુતરાઉ કાપડને ગડી વાડીને પેડ બનાવવું અથવા સેનિટરી નેપ્લિન કે બજારમાં મળતા તૈયાર પેડનો ઉપયોગ કરવો.
  • આવા કપડા, પેડ કે સેનીટરી નેપ્લિનને શરૂઆતનાં દીવસો માં ત્રણ થી પાંચ વખત અને પછી બે થી ત્રણ વખત બદલવા.
  • કપડાને સાબુથી ધોયા બાદ તડકામાં વધારે સમથ સુધી સુકવો. આવા કપડાનો ઉપયોગ પાંચ થી સાત વખત કરી ફેકી દો.
  • કાપડ, સેનિટરી નેપ્કિન કે પેડનાં વપરાશ પછી તેનો યોગ્ય નીકાલ કરો તેને જમીનમાં દાંટી દો અથવા ઇન્સીનરેટરમાં સળગાવી શકાય છે.

(૩) બાળકો પર થતા અત્યાચાર

બાળકોને તેના માતા પિતા, સંભાળ રાખનારા, નોકરીએ રાખનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા બાળક સાથે ખરાબ વર્તન કરવામાં કે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવે કે જેનાથી બાળકનો શારીરિક, માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા ખોડખાંપણ આવી જાય, આવી સ્થિતિને બાળકો પર થતા અત્યાચાર કહે છે.

ચાઈલ્ડ એબ્યુઝના પરિણામો

  • શારીરિક ઈજાઓ
  • આત્મહત્યા કે ડિપ્રેશન જેવા માનસિક રોગ
  • ભય
  • શૈક્ષણિક પ્રદર્શન ઘટવું

ચાઈલ્ડ એબ્યુસના પ્રકારો

  • ભારતમાં અલગ અલગ સંપ્રદાય અને જગ્યાએ અલગ અલગ રીતે બાળકોનું શોષણ અને અત્યાચાર થાય છે.
  • જેના પ્રકારો નીચે મુજબ છે.

સોશિયલ એબ્યુઝ

  • ઇનફન્ટીસાઈડ
  • ચાઈલ્ડ મેરેજ
  • ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યુશન
  • ચાઈલ્ડ બેગરી
  • ચાઈલ્ડ લેબર

ફિઝિકલ માલ ટ્રીટમેન્ટ

  • ફિઝિકલ એબ્યુસ
  • ફિઝિકલ નીગલેટ
  • બેગનીગ નીગલેટ
  • સેક્સ્યુઅલ એબ્યુસ

નોન ફિઝિકલ માલ ટ્રીટમેન્ટ

  • ઈમોશનલ એબ્યુસ/નીગલેટ
  • વર્બલ એબ્યુસ
  • એજ્યુકેશનલ નીગલેટ
  • ફોસ્ટરીંગ ડેલિક્વન્સી
  • આલ્કોહોલ/ડ્રગ એબ્યુઝ

(૪) બાળકોમાં રમકડાનું મહત્વ

બાળકોમાં રમકડાનું મહત્વ

1. શારીરિક વિકાસ માટે

  • રમકડાં જેવી કે બોલ, ટ્રાઇસિકલ, પઝલ પ્લેંગથી મોટર સ્કિલ્સ વિકાસ પામે છે.
  • આંખ અને હાથ વચ્ચેના સમન્વય (eye-hand coordination)માં સુધારો થાય છે.
  • રમતી વખતે બાળક ઊભું રહેવું, ચાલવું, દોડવું શીખે છે – જેને કારણે કોષ્ટકો મજબૂત બને છે.

2. માનસિક વિકાસ માટે

  • પઝલ, બ્લોક્સ, એબેકસ જેવા રમકડાં વિચારીને રમવા પ્રેરણા આપે છે.
  • રમત દરમિયાન બાળક સંખ્યા, આકાર, રંગ વગેરે ઓળખે છે.
  • રમકડાં દ્વારા સમસ્યા હલ કરવાની ક્ષમતા (problem-solving ability) વિકસે છે.

3. ભાષા વિકાસ માટે

  • રોલ-પ્લે ટોય્સ (જેમ કે ડૉક્ટર કિટ, કિચન સેટ) દ્વારા બાળકે વાર્તાલાપ અને ભાવ ભાવનાઓ વ્યક્ત કરવી શીખે છે.
  • રમતી વખતે બાળક અન્ય બાળકો સાથે સંવાદ કરે છે, જેનાથી શબ્દભંડોળ વધે છે.

4. સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે

  • જૂથમાં રમવાથી સહકાર, શિસ્ત અને શ્રદ્ધાની ભાવના વિકસે છે.
  • રોલ પ્લે રમકડાંમાં બાળક વિવિધ ભૂમિકા ભજવે છે – જેને કારણે ઈમ્પેથી અને ભાવનાત્મક બુદ્ધિ વિકસે છે.
  • હાર-જીત સ્વીકારવી શીખે છે – જેનાથી સંયમ અને ધીરજ વિકસે છે.

5. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ માટે

  • મોડેલિંગ, પેઇન્ટિંગ કીટ્સ, કન્સ્ટ્રક્શન ટોઈઝથી બાળકની કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.
  • પોતે નવું બનાવવાનું અને શોધવાનું શીખે છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12

(1) હાઈપોથર્મિયા :Hypothermia એ એવી સ્થિતિ છે જ્યારે બાળકના શરીરનું આંતરિક તાપમાન 35°C (95°F) કરતા ઓછી થાય છે, જે ખતરનાક છે અને તાત્કાલિક સારવાર જરૂરી છે.

  • બાળકની ત્વચા પાતળી હોય છે અને તાપમાન નિયંત્રણની ક્ષમતા ઓછી હોવાથી તેમને Hypothermia થવાની શક્યતા વધુ હોય છે.

(૨) વિનિંગ ડાયટ :વીનિંગ (Weaning) એ એક પ્રક્રિયા છે જેમાં બાળકને માતાના દુધ સિવાય અન્ય અર્ધઘણાં કે ઘણાં આહાર તરફ ધીમે ધીમે પરિવર્તિત કરવામાં આવે છે.

  • સામાન્ય રીતે 6 મહિના પછી શરૂ કરવામાં આવે છે અને તે બાળકના માત્રા, જથ્થા અને પોષકતત્ત્વ મુજબ વધારતો જાય છે.

(૩) આસ્ફેક્સીયા : બાળકના જન્મની પ્રકીયા દરમીયાન વધુ સમય લાગવાથી ઘણી વખત બાળકને પુરતા પૂમાણમાં અને સમયસર ઓકસીજન ન મળવાને કારણે થાય છે. બાળક ને લાંબા સમય સુધી ઓકિસજન ન મળવાના કારણે તે Cynosis થઈ જાય છે. ઓક્સિજનની ઘટના કારણે બાળકને ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ અને ઘણી વખત મ્રુત્યુ પણ થઇ શકે છે. આ પરીસ્થીતી મા તાત્કાલીક સારવાર ની જરૂર પડે છે.

(૪) ટોન્સીલાઈટીસ : ટોન્સિલાઈટિસ એ એક વાયરસ અથવા બેક્ટેરિયાના સંક્રમણને લીધે થતું ટોન્સિલ્સનું સોજોવાળું ઈન્ફેક્શન છે. ટોન્સિલ્સ (Tonsils) એ ગળાની પાછળ બંને બાજુએ આવેલા લિમ્ફોઇડ ટિશ્યૂના નાના ગુલ્લા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

(૫) ન્યુબોર્ન : નવજાત શિશુ એટલે એવો શિશુ જેનું જન્મ થતી ક્ષણથી લઈ 28 દિવસ સુધીનું જીવનકાલ હોય છે. આ અવધિમાં બાળકને “નવજાત શિશુ” અથવા “નિયોનેટ” (Neonate) કહેવામાં આવે છે.

અથવા

જન્મથી લઈને 28 પૂર્ણ થયેલા દિવસો સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે, ભલે તે સમયપૂર્વ જન્મેલું હોય (Preterm), સમયસર (Term) કે મોડું (Post-term).

(૬) ટર્શરી કેર :ટર્શરી કેર એ આરોગ્ય સેવા પ્રદાનનો ત્રીજો અને સૌથી વિશિષ્ટ સ્તર છે, જેમાં અત્યંત જટિલ અને ઉચ્ચતમ સારવાર અને વિશિષ્ટતાપૂર્વકની સારવાર સેવાઓ આપવામાં આવે છે.

  • સામાન્ય રીતે તે મેડિકલ કોલેજ, મોટી હોસ્પિટલો, સુપર સ્પેશિયલિટી સેન્ટર્સ માં આપવામાં આવે છે.

(૭) ઓટાઈટીસ મીડીયા : સમસ્યા કાનનું વહેવુ એ કાનના પોલાણના ચેપથી પેદા થતી નાનાં બાળકોની સર્વ સામાન્ય સમસ્યા છે. આ તક્લીફની સારવાર તાત્કાલિક કરાવવી જોઇએ, નહીં તો ઓછું સંભાળાવું કે કાયમી બહેરાશ જેવી તક્લીફ થઈ શકે.

ચીન્હો અને લક્ષણો

  • કાનનું વહેવું એ કાનના ચેપથી ઉદભવતી બીમારી છે.
  • દુખાવો એ સામાન્ય ચિહ્ન છે. ખંજવાળ આવે,શરદી અને ઉધરસ
  • બાળકને તાવ પણ હોઇ શકે અને કાનમાં દુખાવો થાય.
  • કાનમાંથી રસી વહેવાનો પૂર્વ ઇતિહાસ હોય છે.

(૮) ઝાડા : ઝાડાના બંધારણમાં અને ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય, વધુ વખત થાય કે પાતળા પાણી જેવા થાય તેને ઝાડા કહેવાય છે.

  • સામાન્ય સારવાર ઘરે જ અને વધુ જરૂરિયાતવાળા બાળકોને તાત્કાલિક અને સમયસર વધુ સારવાર માટે રીફર કરવામાં આવે તો આવા બાળકોને આપણે સંપૂર્ણપણે બચાવી શકાય અને બાળ મૃત્યુદર નીચો લાવી શકાય.
  • ઝાડાના કારણે બાળકોના મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધારે છે.
  • લગભગ ચાર બાળકોને લાંબા સમય સુધી જાડા હોય તો તેમાંથી એક બાળક આ કારણોસર મરણ પામે છે.
  • પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું સૌથી મોટું કારણ ઝાડા છે.
  • પરંતુ હવે ઝાડાની સારવાર ઘેર બેઠા પણ શક્ય બની છે અને બાળકોની સર્વાંગી સારવારની સ્ટ્રેટેજી મુજબ આવા બાળકોને વહેલાસર ઓળખવા પણ શક્ય બન્યા છે.

પ્રશ્ન-6 (અ) નીચેના પૂર્ણ રૂપ લખો. 05

(1) MTP – Medical Termination of Pregnancy (મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી)

(2) PEM – Protein Energy Malnutrition (પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન)

(3) ORS – Oral Rehydration Solution (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન)

(4) IMR – Infant Mortality Rate (ઇનફન્ટ મોર્ટાલિટી રેટ)

(5) IMNCI – Integrated Management of Neonatal and Childhood Illness (ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ એન્ડ ચાઈલ્ડહુડ ઈલનેસ)

(બ) ખાલી જગ્યા પુરો.05

(1) IMNCI પ્રમાણે ૦ થી ૫ વર્ષના બાળકને સારવાર માટે………….. એન્ટીબાયોટીક વપરાય. કોટ્રીમોક્સાઝોલ (Cotrimoxazole)

(૨) સ્કીન ઈન્ફેકશનમાં ………..નામની દવા લગાડવામાં આવે છે. જીલેટીન વાયોલેટ (Gentian Violet)

(૩) વર્ટીબ્રામાંથી મેનેન્જીસ બહાર આવી જાય તે કંડીશન ને…………. કહેવાય. મેનિંગોસિલ

(૪) બાળકને કરમીયાના ચેપ માટે ……….દવા અપાય છે. એલ્બેન્ડાઝોલ

(૫) પોસ્ટીરીયર ફોન્ટાનેલ. ………માસે પુરાય છે. 1.5 થી 2 માસે

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05

(1) B.C.G ની રસી જન્મ પછી તરતજ આપવામાં આવે છે. ✅

(૨) ઝાડા એ બાળ મરણનું કારણ છે. ✅

(૩) બાળકનો ચેસ્ટ સર્કમકરન્સ અને હેડ સર્કમકરન્સ એક વર્ષે સરખા થાય છે. ✅

(૪) ૦ થી ૨ માસનાં તમામ બાળકોની તપાસ કરવી જોઈએ. ✅

(૫) આંગણવાડીમાં ફક્ત બાળકોને સેવા આપવામાં આવે છે. ❌

Published
Categorized as ANM-CHILD-F.Y-PAPER SOLU, Uncategorised