09/07/2014-ANM-PRIMARY HEALTH CARE-FY-પેપર સોલ્યુશન નંબર – 07
પેપર સોલ્યુશન નંબર – 07 (09/07/2014)
09/07/2014
પ્ર-૧ અ. વેકસીનના પ્રકાર લખો તથા વેક્સીનનું સ્ટોરેજ અને કેર વિષે સમજાવો. 08
🔸રસીઓના પ્રકારો નીચે મુજબ છે
1) મૃત: રસીઓ (કિલ્ડ વેક્સિન)
આમાં નીચે મુજબની રસીઓના સામાવેશ થાય છે.
પરટુસીસ વેક્સીન
ઈનએક્ટીવેટેડ પોલિયો વેક્સીન
રેબીસ વેક્સીન
ઇન્ફલુએન્ઝા વેક્સીન
પ્લેગ વેક્સીન
મેનિન્જાઈટીસ વેક્સીન
2) જીવંત રસીઓ (લાઈવ વેક્સિન)
બી.સી.જી ની રસી (બેસીલસ કાલ્મેટ ગ્યુરિન)
ઓરલ પોલિયો રસી (ઓ.પી.ડી)
ઓરી-રૂબેલાની રસી (એમ.આર. વેક્સીન)
રોટા વાયરસ વેક્સીન
યલોફિવર વેક્સીન
3) મુત: અને જીવંત સાથે (કમ્બાઇન્ડ વેક્સિન)
ડી.ટી. (ડિપ્થેરીયા ટીટેનશ)
પેન્ટાવેલેન્ટ
ટી.એ.બી. (ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ એ અને બી)
એમ. એમ. આર ( મમ્પસ, મીઝલ્સ, રૂબેલા)
4) ટોક્સોઇડ
એ.ડી.એસ.( એન્ટી ડિપ્થેરીય સીરમ)
એ.ટી.એસ.(એન્ટી ટીટેનશ સીરમ)
એ.જી.જી.એસ. (એન્ટી ગેશ ગેન્ગ્રીન સીરમ)
🔸વેક્સીનનું સ્ટોરેજ અને કેર
Definition : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદનના સ્થળેથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે +૨°સે. થી +૮°સે. તાપમાને જાળવવામાં આવે છે જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. આવી રસીઓને ઉત્પાદન મથકથી લાભાર્થી સુધી પ્રભાવક સ્થિતિમાં પહોંચાડવાની પદ્ધતિને શીત શૃંખલા કહેવાય છે.
🔸શીત શૃંખલાની જાળવણી માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
રસીઓ ઉત્પાદન સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટથી વિભાગીય, જિલ્લા તથા આરોગ્ય કેન્દ્ર એ મોકલતી વખતે તેનું તાપમાન ૨°સે. થી ૮° સે. જળવાઈ રહેવું જોઈએ.
આઈ. એલ. આર. માં થર્મોમીટર હોવું જોઈએ અને દિવસમાં બે વખત તાપમાન માપીને રેકોર્ડ કરવું જોઈએ.
આરોગ્ય કેન્દ્રમાં હંમેશા જરૂરિયાત મુજબનો જથ્થો જ મંગાવવો, એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો નહીં.
રસીઓનું પરિવહન જ્યારે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનું ખાસ ધ્યાન રાખવું.
રસીઓને જરૂરિયાત મુજબ જ બહાર કાઢવી, એક સેસન દરમિયાન જ વધુને વધુ બાળકો આવરી લેવાની કોશિશ કરવી.
રસીકરણ બેઠક દરમિયાન રસીઓનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢ્યા બાદ આઈસ પેક પર મૂકો, વારંવાર વેકસીન કેરિયરને ખોલ બંધ કરવું નહીં.
જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગાળેલી રસીઓનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેના થીજવા પર રહેલો હોય છે ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની રસીઓ જો થીજી જાય તો બગડી જાય છે જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાય છે.
ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સેટિવ રસીઓ:
બી.સી.જી
ઓ.પી.વી
મિઝલ્સ-રુબેલા
ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સેટીવ રસીઓ
પેન્ટાવેલેન્ટ
હિપેટાઇટિસ બી
ડી.ટી
ડી.પી.ટી.
બ. નીચેનામાંથી કોઇપણ બેના અર્થ સમજાવો.04
૧. એન્ટીસેપ્ટીક
આ એક એવો પદાર્થ છે કે જે જીવાણુઓનો નાશ કરતો નથી. પરંતુ તેનો વૃધ્ધિ અને વિકાસ અટકાવે છે દા.ત. ડેટોલ, સેવલોન, સ્પિરિટ
એન્ટીસેપ્ટિકના ઉપયોગ
ઘા, દાઝ, કે સ્કિન ઈન્ફેક્શનની સારવાર.
ઇન્જેક્શન આપતા પહેલાં સ્કિન disinfect કરવી.
ઓપરેશનના પહેલાં ત્વચા સાફ કરવી.
હાથ ધોવા માટે (surgical scrub).
૨. આઇસોલેશન
આઇસોલેશન એ સંક્રમણ રોગ ધરાવતા વ્યક્તિને બીજા સ્વસ્થ લોકોથી અલગ રાખવાની ક્રિયા છે, જેથી રોગના ફેલાવાને અટકાવી શકાય.
આઇસોલેશનનો મુખ્ય ઉદ્દેશ
સંક્રામક રોગોના ફેલાવાને નિયંત્રણમાં લાવવો.
અન્ય દર્દીઓ, આરોગ્ય કર્મીઓ અને સમાજને રક્ષણ આપવું.
આરોગ્ય સંસ્થા અને કોમ્યુનિટીમાં second infection અટકાવવી.
૩. સ્ટરીલાઇઝેશન
Definition
કોઈપણ વસ્તુ કે એવો વિસ્તાર કે કે જેની સાથે જોડાયેલ બધા જ જીવાણુઓ બેકટેરીયા કે વાયરસ દુર કરવાની કે મારી નાખવાની પધ્ધિતીને સ્ટરીલાઈઝેશન કહેવાય છે.
પ્ર-૨અ. ચીકનપોક્ષ અને સ્મોલપોક્ષ વચ્ચેનો તફાવત લખો. 04
ચીકનપોક્સ અને સ્મોલપોક્સ વચ્ચે તફાવત
ક્રમ
તફાવતના આધારો
ચીકનપોક્સ (Chickenpox)
સ્મોલપોક્સ (Smallpox)
1
કારણે થતો વાયરસ
વેરીસેલા જોસ્ટર વાયરસ
વેરિઓલા વાયરસ
2
ઘાવના તબક્કા
જુદી જુદી પદ્ધતિના તબક્કાઓ
બધા એક સમાન તબક્કામાં
3
ઘાવના સ્થાનો
મુખ, છાતી, પીઠ – ઘીરે ઊતરતા
મુખ, હાથ, પગ – વધુ ઘનત્વથી
4
ખંજવાળ
બહુ વધુ હોય છે.
ઓછી ખંજવાળ હોય છે.
5
તાવ (fever)
સામાન્ય/માઠો તાવ
ઊંચો તાવ, ટકી રહે છે.
6
ઘાવ પછી નિશાન
સામાન્ય રીતે ડાઘ નથી પડતા
ગાબા/કાળા ડાઘ રહે છે.
7
રોગની તીવ્રતા
સામાન્ય રીતે હલકો
ખૂબ ગંભીર અને ઘાતક
8
વેક્સિન ઉપલબ્ધતા
હાં, વેરીસેલા વેક્સિન
સ્મોલપોક્સ વેક્સિન – હવે બંધ
9
હાલની સ્થિતિ
હજી પણ જોવા મળે છે
WHO દ્વારા ઈરાડિકેટ (1980)
10
જીવલેણતા
ઘણું ઓછું (નાદાન બાળકોમાં જો તીવ્ર)
ઊંચી હતી (30% સુધી મૃત્યુદર)
બ. વમ્સ (કરમિયા) ઇન્ફેક્શનના ચિન્હો અને લક્ષણો વિશે સમજાવી અને તેના અટકાયતી પગલાંમાં એ.એન.એમ.નો રોલ લખો. 08
વમ્સ (કરમિયા) ઇન્ફેક્શનના ચિન્હો અને લક્ષણો
થ્રેડ વર્મ
શરીરના તાજા પાસ કરેલા સ્ટૂલમાં વમ્સનું હાલનચલન જોઈ શકાય છે.
જયારે એનસ પાસે આવે ત્યારે તેની આજુબાજું ખંજવાળ પેદા કરે છે.
ફિમેલમાં વલ્વોવજાચનાઇટીસ જોવા મળે છે .
હુક વર્મ
શરૂઆતમાં પગમાં ખંજવાળ આવે છે. અને પગમાં બ્લીસ્ટર થાય છે જે પપ્સ્યૂલ થઈ એકાદ વીકમાં સારૂ થઈ જાય છે પેરેસાઇટ્સના લીધે નાના આંતરડામાં અલ્સર થવાથી કોનીક બ્લડ લોસ થાય છે અને એનીમીયા થાય છે જેના પણ ચિન્હોલક્ષણો જોવા મળે છે.
લોકલ ભાગમાં ખંજવાળ આવે છે.
થાકી જાય છે.
શ્વાસમાં તકલીફ થાય છે.
પાલ્પીટેશન થાય છે.
કબજીયાત કે ડાયરીયા થઈ જાય છે.
ઘણી વખત તાવ આવી જાય છે.
એનીમીયા થઈ જાય છે. -વ્યકતી ફીકકી દેખાય.
જીભ સફેદ થઈ જાય છે.અને મો આવી જાય છે .
પગમાં તેમજ ચહેરા પર સોજા આવે છે.
ટેપ વર્મ
પેટમાં દુ:ખાવો થાય છે. અને પાચન થતું નથી.
ભુખ લાગતી નથી અને ખાય તો ઉલ્ટી થઈ જાય છે.
વ્યકિત બેચેન /ઉદાસીન થઈ જાય છે. માથુ દુ: ખે છે. અને ઘણી વખત ચકકર આવે છે.
(૫) શાકભાજી બરાબર ધોઈને જ ખાવા જોઈએ. આ ઉપરાંત ફળો પણ ધોઈને જ ખાવા જોઈએ.
(6) પીવાના પાણી માટે પાણીના ગોળામાં સીધો હાથ ન બોળતા ડોયાનો ઉપયોગ કરવો જોઈએ.
(7) માંસાહારી લોકોને કાચું માંસ ન ખાવા સલાહ આપવી જોઈએ.
(8) નાના બાળકોને ધુળમાં પડેલી વસ્તુ ન ખાવા સમજાવવું જોઈએ.માટી ન ખાવા સમજાવવું.
(9) મોઢામાં આંગળા ન નાખવા સમજાવવું.
(10) ખુલ્લા પગે લેટ્રીન ન જવુ કે બહાર ન જવું
(11) નખ નાના અને ટુંકા રાખવા.
(12) ઘરની આજુ બાજુ સ્વચ્છતા રાખવી.
(13) પાણી ઉકાળીને પીવું જોઈએ.દુધને ગરમ કરીને ઉપયોગ કરો.
(14) લોકોને નદી કે તળાવ અને ખૂલલામાં સંડાસ ન જવા સમજાવવું.
(15) હેલ્થ ઓથોરીટી દ્વારા માસ-માછલીનું બરાબર તપાસીને વેચાણ કરવું.
(16) જનસંપર્ક અભિયાન માટે-સ્વછતા ઝુંબેશનો અમલ કરવો તેમજ – રેડીયો ટી.વી. અને આરોગ્ય
શિક્ષણના સાધનો વડે લોક શિક્ષણ આપવું.
ચેપ લાગેલ બાળકને રાત્રે હાથના મોજા પહેરાવવા.
એનસની આજુબાજુ વેસેલીન કે રાયનું તેલ લગાવવું જેથી ખંજવાળ ન આવે નખ એકદમ ટુંકા રાખવા.
(17) નિર્મળ ગ્રામ પુરસ્કાર યોજનાનો લાભ લેવા સમજાવવું જે ભારત સરકાર દવારા 2003 થી આ યોજના શરૂ કરવામાં આવી જેમાં ગ્રામ્ય વિસ્તાર 100% લેટ્રીનનો ઉપયોગ થાય તે માટે લેટ્રીન બનાવવાની ગ્રાન્ટ આપવામાં આવે છે.
,પ્ર-૩ અ. ક્ષયના દર્દીના ચિન્હો અને લક્ષણો લખો અને ડોટ આપવા માટે એ. એન.એમ.નો રોલ લખો. ? 08
🔸ક્ષય (Tuberculosis – TB)ના ચિન્હો અને લક્ષણો:
ક્ષય એ Mycobacterium tuberculosis નામના બેક્ટેરિયા દ્વારા થતો ચેપજન્ય રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ શરીરના અન્ય અંગોને પણ અસર કરી શકે છે.
તેના મુખ્ય ચિન્હો અને લક્ષણો નીચે મુજબ છે:
🔸ક્ષયના ચિન્હો અને લક્ષણો:
1)ખાંસી (Cough):
2 થી વધુ સપ્તાહ સુધી ખાંસી રહેવી.
ક્યારેક ખાંસીમાં લોહી આવવું.
2)ભૂખમાં ઘટાડો (Loss of Appetite):
દર્દીને સામાન્ય રીતે ભૂખમાં ઘટાડો થાય છે, જેના કારણે વજનમાં ઘટાડો થાય છે.
3)અસાધારણ તાવ (Fever):
ખાસ કરીને સાંજે ઓછા તાપમાન સાથે તાવ રહેવો .
રાત્રે તાવ સાથે આંસુ નીકળવા (Night Sweats).
4) થકાવટ (Fatigue):
શ્રમ વિના અથવા સામાન્ય પ્રવૃત્તિઓ કર્યા પછી વધુ થાક અનુભવવો.
5)વજન ઘટવું (Weight Loss):
છાતીમાં સતત દુખાવો કે શ્વાસ લેતી વખતે તીવ્ર પીડા અનુભવવી.
6) શ્વાસમાં તકલીફ (Breathlessness):
ઘણા સમયમાં શ્વાસ લેવામાં તકલીફ, ખાસ કરીને જ્યારે ક્ષય ફેફસાંને અસર કરે છે.
🔸ANM માટે DOTS (Directly Observed Treatment, Short-course) માટેની ભૂમિકા:
DOTS એ TBની સારવાર માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભલામણ કરાયેલ અભિગમ છે, જેમાં દર્દીને રોગની લંબિત સારવાર કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે છે. ANMની ભૂમિકા DOTS કાર્યક્રમના અમલીકરણમાં અત્યંત મહત્વપૂર્ણ છે.
🔸ANMની ભૂમિકા DOTS માટે:
1)દર્દીની ઓળખ (Identification of Patients):
ANM તરીકે, તમે તમારી આસપાસ TBના સંભવિત દર્દીઓને ઓળખીને તેમના લક્ષણોનું મૂલ્યાંકન કરી શકો છો.
TBના લક્ષણો ધરાવતા લોકોની ખંખેરાની તપાસ અને એક્સ-રે દ્વારા TBની પૃષ્ઠભૂમિ ચકાસવા માટે ડોક્ટર પાસે રિફર કરી શકો છો.
2)તબીબી માર્ગદર્શન અને સારવાર (Treatment Guidance):
TBના પોઝિટિવ દર્દીઓની DOTS હેઠળ દવા લેવામાં મદદ કરો અને નિયમિત સમયમર્યાદા સુધી દવા લેવા સુનિશ્ચિત કરો.
દરરોજ દર્દીઓને TBની દવાઓ આપવાની દેખરેખ કરવી, જેથી તેઓ નિયમિત રીતે દવા લેતા રહે.
3) જાગૃતિ અને શિક્ષણ (Awareness and Education):
TBના ચિન્હો અને લક્ષણો વિશે લોકોને જાગૃત કરો અને આ રોગના ફેલાવા વિશે સમજાવવું.
દર્દીઓ અને તેમના પરિવારને TBના ચેપથી બચવા માટેની કાળજી લેવી, જેવી કે ખાંસી કરતાં વખતે મોઢું ઢાંકવું, દવામાં વિલંબ ન કરવો અને આરોગ્ય જાળવી રાખવું.
4) નિરીક્ષણ અને ફોલો-અપ (Monitoring and Follow-up):
દવા ચાલી રહી છે તેની દરરોજ નજર રાખવી અને ખાતરી કરવી કે દર્દી સમયસર પોતાની દવા લે છે.
TB સારવાર દરમ્યાન ફોલો-અપ અને રોગની પ્રગતિને સતત નિરીક્ષણમાં રાખવું.
5)ફેલાવા રોકવા માટે કાળજી (Infection Control):
TBના સંક્રમણને રોકવા માટે બાળકો, વૃદ્ધો અને નબળા વ્યક્તિઓને TBના ચેપથી દૂર રાખવા માટે માર્ગદર્શન આપવું.
TBના દર્દીઓને ઘરના અન્ય સભ્યો સાથે ખાવા પીવા, સૂવાની જગ્યા, વગેરે ન વહેંચવા જણાવવું.
6)સામાજિક અને માનસિક સહાયતા (Social and Emotional Support):
TB દર્દીઓને માનસિક પ્રોત્સાહન આપવું અને તેમને TBની સંપૂર્ણ સારવાર કરવાનું મહત્વ સમજાવવું.
TBનું સ્ટિગ્મા દૂર કરવા સમુદાય સાથે કામ કરવું અને TB દર્દીઓના પરિવારને સહાનુભૂતિ સાથે રહેવા પ્રોત્સાહિત કરવું.
7)મફત સેવાઓ અંગે જાણકારી (Free Services):
TBના દર્દીઓને સરકારી મફત જાંચ અને દવાઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપવી.
બ. ડાયાબીટીસની બીમારીનું નિદાન કરવા માટે કયા કયા ઇન્વેસ્ટીગેશન (તપાસ) કરશો ? 04
ડાયાબિટીસના નિદાન માટે નીચે આપેલી તપાસો કરવી જરૂરી બને છે
1. ફાસ્ટિંગ બ્લડ શૂગર (Fasting Blood Sugar – FBS)
દર્દી ને 8 કલાક ભૂખ્યા પછી રક્તમાં શુગરનું પ્રમાણ ચકાસવામાં આવે છે.
છેલ્લાં 2-3 મહિના દરમ્યાન સરેરાશ બ્લડ શુગર કેટલુ રહ્યું તે દર્શાવે છે.
Normal: < 5.7%
Prediabetes: 5.7–6.4%
Diabetes: ≥ 6.5%
6. યુરિન શુગર ટેસ્ટ (Urine Sugar Test)
પેશાબમાં શુગરની હાજરી દર્શાવવા.
પ્ર-૪ અ. એપીડેમીક મેનેજમેન્ટમાં એ.એન. એમ. નો રોલ. 08
એપિડેમિક મેનેજમેન્ટમાંવખતે એ.એન.એમ.નો રોલ
1) વહેલું નિદાન
યોગ્ય તપાસ વડે ખરેખર ક્યો રોગ ફેલાયેલો છે તે નક્કિ કરો.
જો ચિન્હો – લક્ષણો પરથી નિદાન કરેલ હોય તો લેબ તપાસ કરી નિદાનની ખાત્રી કરો દા.ત. ભાતના ઓસામણ જેવા ઝાડા હોય તો કોલેરા હોઇ શકે છે પરંતુ નિદાનની ખરાઇ કરવા માટે સ્ટુલ સેમ્પલ લઇ તપાસ કરાવો.
2) નોટીફીકેશન
તમારા સુપરવાઇઝર અને એમ.ઓ ને તાત્કાલીક ટેલીફોનીક તેમજ લેખીતમાં જાણ કરો.
તમારા જીલ્લાના એપીડેમીયોલોજીસ્ટને જાણ કરો તેમજ તેને તપાસ કરવામાં મદદરૂપ થાવ.
નોટીફિકેશનમાં નામ, ઉંમર, જાતી, સરનામું, રોગનું નામ, રોગ શરૂ થયાની તારીખ અને સમય લિધેલા પગલાઓ વગેરે બાબતોનો ઉલ્લેખ કરવો.
3) આઇસોલેશન
ચેપી રોગોના બધાને અલગ રાખવા.
બધીજ વ્યક્તીઓને સંપર્કમાં આવતા અટકાવવા.
ચેપી વાપરેલ દરેકે દરેક વસ્તુઓ અલગ રાખવી જોઇએ.
વાપરેલ તમામ વસ્તુઓ યોગ્ય રીતે જંતુમુક્ત કરવી.
ચેપીના સંપકમાં આવેલા તમામ લોકોને તે રોગના ઇન્ક્યુબેશન પીરીયડ સુધીદેખરેખ હેઠળ રાખવા.
4) સારવાર
ચેપગ્રસ્ત દરેકને ડોક્ટરની સુચના મુજબ બધી જ સારવાર આપવી.
સારવાર દરમ્યાન હેલ્થ ટીમ સાથે મળીને કામગીરી કરવી
જરૂરી દવાઓ દરેકને સમયસર આપો.
સગાઓને સારવાર વિશે સાચી સમજણ આપો.
સારવાર માટે જરૂરી દવાઓનો જથ્થો જાળવી રાખો.
5) ડીસઇન્ફેક્શન
ચેપીના મળમુત્રનો યોગ્ય રીતે નિકાલ કરવો.
ગળફા,નાકના સીકીશન વગેરેનો જંતુરહીત કરીને નિકાલ કરવો.
વાપરેલા તમામ સાધનોને યોગ્ય રીતે જંતુમુક્ત કરવા.
6) વેક્શીનેશન
એપીડેમીક મુજબ જો તે રોગની વેક્સીન ઉપલબ્ધ હોય તો તે ડોઝ મુજબ લોકોને આપવી. દા.ત. કોલેરા વેક્સિન
એપીડેમીક દરમ્યાન તમામ રેકોર્ડ સારી રીતે સાચવીને રાખવો.
એપીડેમિક દરમ્યાન વપરાયેલ તમામ વસ્તુઓ, દવાઓ વગેરેનો યોગ્ય રેકોર્ડ રાખવો.
10) રીપોર્ટિગ
એપીડેમીક દરમ્યાનનો યોગ્ય અને ચોક્કસાઇપૂર્વક રીપોર્ટ તૈયાર કરવો.
ઉપલી કચેરીને સમયસર તમામ રીપોર્ટ્સ મોકલી આપવા.
ઉપલી કચેરીને મોકલેલ તમામ રીપોર્ટ્સની એક એક નકલ પોતાની પાસે રાખવી
11) પૂરવઠો
જરૂરી પુરવઠો સમયસર મંગાવવો.
દરેક જગ્યાએ જરૂરી પુરવઠો સમયસર પહોંચાડવો.
વપરાયેલ પુરવઠાનો રેકોર્ડ ચોક્કસાઇયુક્ત રાખવો.
બ. વેસ્ટડીસ્પોઝલ માટેની પધ્ધતિઓ લખો. 04
વેસ્ટ ડિસ્પોઝલ માટેની પદ્ધતિઓ
1. કચરો પેદા કરતા અટકાવવું અથવા ઘટાડવું
નવા અથવા બિનજરૂરી ઉત્પાદનોનો વ્યાપક ઉપયોગ મૂળ કારણ છે. સેકન્ડ હેન્ડ ઉત્પાદનોનો ઉપયોગ કરવો અથવા હાલના ઉત્પાદનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો હિતાવહ છે. નહીં તો ઝેરી કચરાના દુષ પ્રભાવોના ભોગથી લોકોનું સ્વાસ્થ્ય બગડશે. કચરાનો નિકાલ કરવો એ આકરૂ સ્વરૂપ પણ ધારણ કરશે.
2. રિસાયક્લિંગ
રિસાયક્લિંગ એ ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા કચરાને તેમની પોતાની શૈલીના ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. કાગળ, ગ્લાસ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક સામાન્ય રીતે રિસાયકલ કરવામાં આવે છે. તે કચરાને પ્રકૃતિમાં ઉમેરવાને બદલે ફરીથી ઉપયોગ કરવો તે પર્યાવરણને અનુકૂળ છે. જો કે, પ્રોસેસિંગ તકનીકીઓ ખૂબ ખર્ચાળ છે.
3. ભસ્મીકરણ
ભસ્મીકરણમાં કચરાને તેમના મૂળ ઘટકોમાં રૂપાંતરિત કરવાની સુવિધા છે, કચરો સળગાવવું તે વધુ સસ્તું છે અને કચરાના જથ્થામાં લગભગ 90% ઘટાડો થયો છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને જોખમી અને ઝેરી કચરો સરળતાથી દૂર કરી શકાય છે. કચરો બાળવાથી મળેલી ઊર્જાનો ઉપયોગ રસોઈ, ગરમી અને ટર્બાઇનને પાવર સપ્લાય કરવા માટે થઈ શકે છે. જો કે, સૂક્ષ્મ સ્તરના દૂષકોના આકસ્મિક લિકેજ, જેમ કે ઇન્સિનેરેટર લાઇન્સમાંથી ડાયોક્સિનની આકસ્મિક લિકેજને તપાસવા માટે કડક તકેદારી હોવી જરૂરી છે.
4. કમ્પોસ્ટિંગ
તેમાં સુક્ષ્મજીવાણુઓ દ્વારા જૈવિક કચરાના વિઘટનનો સમાવેશ થાય છે, જેથી લાંબા ગાળા સુધી કચરો એક ખાડામાં જ રહેવા દે. પોષકતત્વોથી સમૃદ્ધ આ ખાતરનો ઉપયોગ છોડના ખાતર તરીકે કરી શકાય છે. જો કે, પ્રક્રિયા ધીમી છે અને નોંધપાત્ર પ્રમાણમાં જમીનનો વપરાશ કરે છે. જૈવિક પ્રક્રિયાઓ જમીનના ફળદ્રુપતામાં ભારે સુધારો કરે છે.
5. સેનિટરી લેન્ડફિલ
આમાં લેન્ડફિલમાં કચરો નાખવાનો સમાવેશ થાય છે. આ એક રક્ષણાત્મક સ્તરથી તૈયાર કરવામાં આવે છે, જે કચરા અને ભૂગર્ભ જળ વચ્ચેના અવરોધનું કામ કરે છે, અને ઝેરી રસાયણોને પાણીના ક્ષેત્રમાં ભેગા થવાથી અટકાવે છે. કચરાના સ્તરો કોમ્પેક્શનને આધિન હોય છે.
પ્ર-૫ નીચેનામાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપો :-12
અ. ઊંચાઈ અને વજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા કયા કયા છે ?
🔸ઉંચાઈ માપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
બાળકનો ગ્રોથ અને ડેવલમેન્ટ જાણવા માટે તેની હાઈટ માપવામાં આવે છે એક વર્ષની ઉમર સુધી દર મહિને અને પછી પાંચ વર્ષે સુધી દર છ મહીને ઉચાઈ માપવી જોઈએ.
ટ્રે બનાવીને બાળક પાસે લઈ જવી લોકર પર જમણી બાજુએ મુકવી.
માતાને પ્રોસીઝર અંગે જાણ કરવી.
પ્રથમ ડ્રો સીટ અને ન્યુઝ પેપર સપાટ સપાટી પર પાથરવું.
ત્યારબાદ બાળકને તેના પર સુવડાવવું.
લંબાઈ હંમેશા પગ તરફથી માપવી.
પગ અને માથાની સાઈડ પર પેન્સીલ વડે માર્ક કરવું ત્યારબાદ બાળકને ત્યાંથી લઈ લેવુ અને તેની નોંધ કરવી લંબાઈ માપ્યા બાદ તેની નોંધ કરવી.
જો મોટુ બાળક કે એડલ્ટ વ્યક્તિ હોય તો તેને સપાટ જમીન પર દિવાલ પાસે સીધા ઉભા રાખીને ફુટ પટીને માથા પર રાખી ત્યાં દીવાલ પર આવતા અંકની નોંધ કરવામાં આવે છે.
આ દિવાલ પર હાઈટ દર્શાવતા અંકો લખેલા હોય છે. આ અંકો નીચેથી ઉપર તરફ ચડતા ક્રમમાં હોય છે.
આ અંકો સેમી કે ઈંચ માં દર્શાવેલા હોય છે.
જો દિવાલ પર અંકો દર્શાવેલ ન હોય તો માથા પર ફુટપટી આડી રાખી ત્યાં પેન્સીલ વડે લીટી કરી ત્યારબાદ મેજરટેપ વડે હાઈટ માપવામાં આવે છે.
જો ઈન્ફન્ટ હોય તો તેને સપાટી પર કોર કાગળ પાથરી તેના માથા અને પગને સીધા રાખી પકડી રાખવા.માથા તેમજ પગ પાસે ફુટપટી ઉભી રાખી પેન્સીલ વડે નીશાની કરો.
આ બે લીટી વચ્ચેનુ માપ મેજર ટેપ વડે માપો જે બાળકની હાઈટ છે.
🔸યાદ રાખવાના મુદાઓ :-
પગમાં બુટ મોજા પહેરવા નહિ.
બાળકને ટટાર ઉભુ રાખવું.
માથુ અને શરીર સીધા હોવા જોઈએ
જમીન એકદમ સપાટ હોવી જોઈએ
બાળક સ્થિર હોવુ જોઈએ
🔸વજન માપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ :
બાળકનો ગ્રોથ અને ડેવલપ્લેન્ટ જાણવા માટે તેનુ વજન નિયમીત કરવામાં આવે છે એક વર્ષની ઉમર સુધી દર મહિને અને પછી પાંચ વર્ષ સુધી દર છ મહિને વજન કરવુ જોઈએ.
ટ્રે બનાવીને બાળક પાસે લઈ જવી લોકર પર જમણી બાજુએ મુકવી.
માતાને પ્રોસીઝર અંગે જાણ કરવી.
બાળકને બરાબર સાફ કરવું.
વજન કાંટો ચાલુ હાલતમાં છે તે ચેક કરવું.
વજન કાંટો શુન્ય પર છે તે ચેક કરો.
બેબીના કપડા દુર કરવા.
બેબીને વજનકાંટા પર સુવડાવવુ અને પગ તરફ રાખવા.
જો જોલી કે ખોયાનો ઉપયોગ કરવાનો હોય તો ખાસ ધ્યાન રાખવુ કે તે તુટી ન જાય તેનો ઉપયોગ કરતા પહેલા તેની બરાબર ચકાસણી કરવી.
વજનકાંટા ને આંખના લેવલે રાખી સ્થિર થવા દો અને વજનની નોંધ કરવી.
સબ સેન્ટર પર વજન કરવા માટે સ્પ્રિંગ બેલેન્સ વેઈટ મશીન હોય છે. તેમાં જુદા જુદા વજનની કેટેગરી માટે કોડ આપવામાં આવેલ હોય છે.
બ. બ્લડ પ્રેશરને અસર કરતા પરીબળો કયા કયા છે ?
બ્લડ પ્રેશર પર અસર કરતા પરિબળો ઘણા પ્રકારના હોઈ શકે છે. અહીં કેટલાક મુખ્ય પરિબળોની ચર્ચા કરવામાં આવી છે:
1. જનસાંખ્યિક પરિબળો (Demographic Factors)
ઉમર: ઉમર વધવા સાથે બ્લડ પ્રેશર વધવાની સંભાવના વધારે છે.
જાતિ: પુરુષોમાં સામાન્ય રીતે મધ્ય ઉંમર સુધી સ્ત્રીઓ કરતાં ઊંચું બ્લડ પ્રેશર હોય છે, જ્યારે પછી સ્ત્રીઓમાં ઉચ્ચ બ્લડ પ્રેશર વધે છે.
જાતિ/વંશ: કેટલીક જાતિ/વંશવર્ગમાં ઉચ્ચ બ્લડ પ્રેશર થવાની સંભાવના વધુ હોય છે, જેમ કે આફ્રિકન,અમેરિકન્સમાં.
2. પર્યાવરણ અને જીવનશૈલી (Environmental and Lifestyle Factors)
આહાર: સોડિયમ (ઉપડાણા) આયોજિત આહાર, વધુ કેલરીવાળો આહાર, અને ફળ, શાકભાજી, અને દૂધ-ઉત્પાદનોનો અભાવ બ્લડ પ્રેશરને વધારી શકે છે.
વ્યાયામ: નિયમિત શારીરિક કસરત ન કરવાથી બ્લડ પ્રેશર વધવાની સંભાવના વધારે છે.
વજન: વધુ વજન અથવા ઓબેસિટી ધરાવતી વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર ઊંચું હોય છે.
તંબાકુ અને આલ્કોહોલ: તંબાકુનો સેવન અને વધુ માત્રામાં આલ્કોહોલના સેવનથી બ્લડ પ્રેશર વધે છે.
3. માનસિક પરિબળો (Psychological Factors)
સ્ટ્રેસ: તીવ્ર અને લાંબા ગાળાનો સ્ટ્રેસ બ્લડ પ્રેશર વધારવા માટે મહત્વપૂર્ણ પરિબળ છે.
નિદ્રા: સારી ગુણવત્તાની નિદ્રાનો અભાવ બ્લડ પ્રેશર ઉપર અસર કરી શકે છે.
4. જૈવિક પરિબળો (Biological Factors)
જૈવિક આહાર: બ્લડ પ્રેશરના નિયંત્રણમાં વિવિધ જૈવિક પરિબળો, જેમ કે રેનિન-એન્જિયો ટેન્સિન સિસ્ટમ (RAS) અને જૈવિક રીતે સક્રિય પદાર્થો, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જનનજાત (Genetics): બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરનારા ઘણા જૈવિક કારણો છે, જેમ કે કુટુંબમાં ઉચ્ચ બ્લડ પ્રેશરનો ઇતિહાસ.
5. ચિકિત્સા પરિબળો (Medical Factors)
અન્ય રોગો: ડાયાબીટીસ, કિડની બીમારી, અને હોર્મોનલ ડિસઓર્ડર્સ (જેમ કે હાઇપરથાયરોડિઝમ) બ્લડ પ્રેશર ઉપર અસર કરી શકે છે.
દવાઓ: કેટલીક દવાઓ (જેમ કે કોર્ટિકોસ્ટેરોઈડ્સ, નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ) બ્લડ પ્રેશરને વધારી શકે છે.
6. પર્યાવરણીય પરિબળો (Environmental Factors)
તાપમાન: ઠંડા મૌસમમાં બ્લડ પ્રેશર વધવાની ધારણા છે, જ્યારે ગરમ મૌસમમાં તે ઘટે છે.
ઉચ્ચતાવાળા વિસ્તારો: ઉંચાઈમાં રહેવું અથવા કામ કરવું બ્લડ પ્રેશર ઉપર અસર કરી શકે છે.
ક. પાટા બાંધતી વખતે કયા કયા મુદાઓ ધ્યાનમાં રાખશો ?
બેન્ડેજ બાંધતી વખતે દર્દીને આરામદાયક સ્થિતિ આપવી.
શરીરના જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે મુજબ જ યોગ્ય સાઈઝનો બેન્ડેજ લેવો.
બેન્ડેજ બાંધનાર વ્યક્તિએ પણ યોગ્ય પોઝીશનમાં ઊભું રહેવું.
બેન્ડેજ બાંધતી વખતે દર્દીની સામે ઊભું રહેવું પરંતુ માથાના ભાગે બેન્ડેજ બાંધતી વખતે દર્દીની પાછળ ઉભા રહેવું.
ઇજા પામેલ ભાગને સાફ કરવો.
ઇજા પામેલ ભાગને ટેકો આપવો જરૂર પડે તો બીજી વ્યક્તિની મદદ લેવી.
જે ભાગ પર બેન્ડેજ બાંધવાનો હોય તે ભાગ પર ડ્રેસિંગ મૂકી અંદરથી બહાર અને ઉપરથી નીચે તરફ બેન્ડેજ બાંધવાની શરૂઆત કરો.
બેન્ડેજના શરૂઆતમાં બે ગોળાકાર સર્ક્યુલર ટન લેવા.
બેન્ડેજ બાંધતી વખતે દરેક વળાંક ૧/૩ ભાગ ખુલ્લો અને ૨/૩ ભાગ કવર કરવો. બેન્ડેજ બાંધતી વખતે તે હાથમાંથી પડી ના જાય તેનો ખ્યાલ રાખો.
આંગળી ઉપર બેન્ડેજ બાંધતી વખતે નખનો ભાગ ખુલ્લો રાખવો જેથી સાઈનોસિસ માટે જોઈ શકાય.
બેન્ડેજના તમામ સ્પાઇકા એક સરખા હોવા જોઈએ.
તમામ જગ્યા પર સરખા પ્રેશર વડે બેન્ડેજ બાંધવો.
બેન્ડેજ બાંધતી વખતે શરીરની ચામડીની બે સરફેસ એકબીજાના સીધા સંપર્કમાં આવવી ન જોઈએ.
બેન્ડેજ ને પૂરો કરી ઘા ની વિરુદ્ધ સાઈડમાં ગાંઠ વાળવી અથવા માઈક્રોટેપ લગાડવી.
મલેરિયાનું નિદાન લક્ષણો અને ચિન્હોને આધારે ખાતરી પૂર્વક કરી શકાતું નથી તેથી સ્લાઈડ લઈને તેમાં મલેરિયાના જંતુ જોઈ શકાય છે.
માઈક્રોસ્કોપી તપાસ માટે ઘટ્ટ અને પાતળી સ્લાઈડ લેવાની હોય છે. મલેરિયા સ્ત્રી, પુરુષ અને બાળકો ગમે તેને થઈ શકે છે. તેથી કોઈ પણ જાતના બદલાવ વગર છેલ્લા બે ત્રણ દિવસથી તાવ આવતો હોય તે બધાને બ્લડ સેમ્પલ લેવા. કોઈપણ માંદગીના લીધે જો દર્દી ને તાવ આવતો હોઈ તો પણ મલેરિયાની તપાસ માટે નું બ્લડ સેમ્પલ લેવું.
આર્ટિકલ્સ
ગ્લાસ સ્લાઈડ, બે નંગ.
ઓટોકલેવ નીડલ અથવા લેનસેટ નીડલ
કોટન સોબ/ સ્પીરીટ સોબ
સ્લાઈડ બોક્સ
લીડ પેન્સિલ
રેડ પેન્સિલ
મલેરિયા રજીસ્ટર
સારવારમાં માટે જરૂરી દવાઓ.
હૅડવોશિંગના આર્ટિકલ્સ
સ્લાઇડ કેવી હોવી જોઈએ.
સ્લાઈડ સાફ હોવી જોએ તેના પર ચિકાસ કે ધૂળ ન હોવી જોએ.
અગાઉ લીધેલ સ્લાઈડ પર સ્ટેનના દાગ ન હોવા જોઈએ.
સ્લાઈડ પર ઉજરડા ન હોવા જોઈએ.
સ્લાઈડના ખૂણા તૂટેલા ના હોવા જોઈએ.
પ્રોસીઝર
સૌપ્રથમ હૅડવોશ કરવા.
દર્દીને પ્રોસીઝર વિશે જાણ કરો.
જે આંગળીમાંથી લોહી લેવાનું હોય તે પકડો.
ડાબા હાથની ત્રીજી આંગળી પરથી પહેલા આગળ લોહી લેનારે એના હાથના અંગૂઠાને પહેલી આંગળી વચ્ચે પકડવી.
આ આંગળીના ટેરવાને સ્પિરિટ સોબ વડે સાફ કરવું અને તેના પરથી સ્પીરીટ ઊડી જવા દેવું.
ઓટોકલિવ નીડલ જમણા હાથમાં પકડો અને આંગળીના ટોચના ભાગ પર પ્રિક કરો.
લોહીને મુક્તપણે વહેવા દો અને પેલું ટીપું કાઢવું.
ચોખ્ખી કાચની સ્લાઈડો અને સ્લાઈડના બે ડ્રોપ લેવા. બંને ડ્રોપની વચ્ચે એક સેમી અંતર રાખવું.
લોહી લીધેલ સ્લાઈડને લોહીવાળો ભાગ ઉપરની તરફ રહે તે રીતે મૂકી સુકવવા દો.
સ્પિરિટની બોટલ કે સ્પિરિટ સોબ કોઈ પણ સંજોગોમાં સ્લાઈડની પેટીમાં ના રાખવા.
ત્યારબાદ રજીસ્ટર પર દર્દીનું નામ, સરનામું અને રજીસ્ટર નંબર નોંધ કરવા.
પ્ર-૬ અ.ખાલી જગ્યા પુરો :-06
૧ એવીલ એ …………………..ડ્રગ્સ છે. એન્ટીહિસ્ટામિન
२ ……………………ધમની પરથી પલ્સ સારી રીતે માપી શકાય છે. રેડીયલ (Radial)
૩. પોલીયોના વાયલને વાપરવો કે નહિ તે દશાર્વતી નિશાનીને……………………. કહે છે. વી.વી.એમ. (VVM – Vaccine Vial Monitor)
૪. ઇન્હેલેશનના પ્રકાર ………………અને …………………..છે. સ્ટીમ ઇન્હેલેશન અને ઓક્સીજન ઇન્હેલેશન
૫ અસ્થમાવાળા દર્દીને …………………….બેડ આપવામાં આવે છે. ફાઉલર બેડ (Fowler’s bed)
બ ) નીચેનાના અર્થ લખો :- 05
1. HS એચ.એસ. – ઊંઘતી વખતે / રાત્રે સુતાં પહેલાં દવા આપવી
2. SOS એસ.ઓ.એસ – જરૂરી પડે ત્યારે જ દવા આપવી (જેમ કે પેઈનકિલર)
3. TDS ટી.ડી.એસ. – દિવસમાં ત્રણ વખત દવા આપવી (સવારે, બપોરે, સાંજે)
4. BD – બી.ડી. – દિવસમાં બે વખત દવા આપવી (સવારે અને રાત્રે)
5. PC. પી.સી. – જમ્યા પછી દવા આપવી
ક. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો. 05
૧. સામાન્ય પરિસ્થિતીમાં પહોચ્યા વગર ચડ ઉતર થતા તાવને ઇન્ટરમીટન્ટ ફીવર કહે છે. ✔️