24/04/2024-PRIMARY HEALTH CARE-ANM-FY-પેપર સોલ્યુશન નંબર – 09

પેપર સોલ્યુશન નંબર – 09 (24/04/2024)

24/04/2024

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પ્રાયમરી મેડીકલ કેર એટલે શું? 03

પ્રાયમરી મેડિકલ કેર એટલે આરોગ્ય સેવાઓનું પ્રથમ સ્તર, જ્યાં વ્યક્તિને સહેલાઈથી, સસ્તું, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ મળે છે.

પ્રાયમરી મેડિકલ કેરની સેવાઓ

  • રોગોની અટકાવ અને નિવારણ: રસીકરણ, આરોગ્ય શિક્ષણ.
  • નાની બીમારીઓની સારવાર: તાવ, ઉધરસ, ડાયેરિયા, ઈજા વગેરે.
  • માતા અને બાળક આરોગ્ય સેવા: ANC, PNC, પ્રસૂતિ સેવા, પરિવાર નિયોજન.
  • પોષણ સેવા: કુપોષણ નિવારણ, પુરક આહાર.
  • સ્વચ્છતા અને પાણી વ્યવસ્થા: સફાઈ, પીવાનું પાણી, સેનિટેશન.
  • કંટ્રોલ પ્રોગ્રામ્સ: TB, મેલેરિયા, કુષ્ઠરોગ, HIV/AIDS વગેરે.

    (૨) દવાનાં જુદા-જુદા સ્વરૂપો વિશે વર્ણવો. 04

    દવાના જુદા- જુદા સ્વરૂપ

    • ઘન સ્વરૂપ ( SOLID )
    • પ્રવાહી સ્વરૂપ ( LIQIUD )
    • વાયુ સ્વરૂપ ( GASES )
    • ઇન્જેક્શન (INJECTION)

    ઘન સ્વરૂપ

    ટેબલેટ:

    • દવાના તત્વોને જુદા-જુદા આકારમાં ઉંચા દબાણે કમ્પ્રેસ કરવામાં આવે છે. ટેબલેટ ગોળ અને ઓવલ સેપમાં પણ જોવા મળે છે. ટેબલેટ ઘણી વખત ડિસપર્સેબલ અને નોન ડિસપર્સેબલ પણ હોય છે.
    • આમાં પણ દવાને ઉંચુ દબાણ આપીને આકાર આપવામાં આવે છે. આનો આકાર એકદમ ગોળ હોય છે. અને તેના પર સુગરનું પડ હોય છે. તેથી તેને સુગર કોટેડ પણ કહેવાય છે.

    પાવડર:

    • ઘણી દવા પાવડર ફોર્મમાં જ હોય છે. અને તેમાં પાણી ઉમેરીને લિક્વિડ બનાવ્યા બાદ દવાઉપયોગમાં લેવામાં આવે છે દા.ત. ORS

    કેપ્સ્યુલ:

    • આમાં દવાના પાવડર ઉપર જીલેટીનનું પડ હોય છે.સ્ટમકમાં જઇને ઓગળી જાય છે. દા.ત.CAP. TETRACYCLINE

    સપોસીટરી

    • આની ઉપર પણ જીલેટીનનું એકદમ પાતળુ પડ હોય છે. તે ગ્લિસરીન કે પેરાફીનની બનેલી હોય છે. તેને ફ્રીજ કોલ્ડ રાખવામાં આવે છે. તે સપોસીટરી રેકટમમાં મુકવાથી તે રેકટમમાં સહેલાઇથી ઓગળી જાય છે.

    લિક્વિડ

    સોલ્યુશન

    • આને લોશન પણ કહેવાય છે. તેમાં સોલિડ, લિક્વિડ અને ગેસ નું મિશ્રણ હોય છે. દા.ત. પી.પી. લોશન બધા જ એન્ટિસેપ્ટિક અને ડીશઇન્ફેકટન્ટ આ પ્રકારની દવાઓ હોય છે.

    મિક્સર

    • આમાં બે દવાઓનું કોમ્બિનેશન હોય છે.
    • દા.ત. મીસ્ટ. કાર્મિનેટિવ

    ઇમલશન

    • આ પણ એક પ્રકારનું હોય છે. પણ તે પાણીમાં ઓગળતું નથી. તે ફેટ કે ઓઇલ માં ઓગળે છે.
    • દા.ત. વિટામીન એ સોલ્યુશન

    ટિક્ચર

    • આ પણ એક પ્રકારનું મિક્સર જ હોય છે. તે આલ્કોહોલ માં તૈયાર કરેલ છે. દા.ત. ટીંક. આયોડિન, સ્પિરિટ

    લિન્ક્ટસ

    • આ પણ એક પ્રકારનું મિક્સર છે. જેમાં સુગર અને વોટરનું પ્રમાણ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગે કફ સીરપ બનાવવામાં થાય છે.
    • દા.ત. લિંક્ટસ કોટલાઈન 4 રિયા-રેક્સ લીનીમેન્સ
    • આ પ્રકારની દવાઓનો ચામડી પર મસાજ કરીને ઉપયોગ કરવામાં આવે છે.દા.ત. નીલગીરીનું તેલ

    એલિક્સિર

    • આ પણ એક પ્રકારનું પ્રવાહી જ છે. તેને પાણીનાં ડાયલ્યૂટ કર્યા બાદ ઉપયોગ કરવામાં આવે છે.
    • દા.ત. સીટજબાથ

    ઇન્જેક્શન

    એમ્પ્યુલ

    • આમાં દવા સીલ્ડ ગ્લાસમાં ભરેલી હોય છે. તેને ફાઇલ વડે કાપી સીરીઝમાં દવા લેવામાં આવે છે.

    વાયલ

    • આ ગ્લાસ કન્ટેનરમાં ઉપર રબર કેપ આવેલી છે. જેમાં સીરીંઝઅને નીડલ વડે દવા લઈ શકાય છે.

    પાઇન્ટ

    • આ પોલીયન કન્ટેઇનરમાં કે ગ્લાસ કન્ટેઈનરમાં પણ હોય છે. જ્યારે પ્રવાહી દવાનો વધુ જથ્થો આપવાનો હોય ત્યારે પાઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

    (૩) દવાનાં પ્રાપ્તીસ્થાનો જણાવો. 05

    દવાના પ્રાપ્તિસ્થાનો નીચે મુજબ છે :

    1. પ્લાન્ટ પ્રોડક્ટ
    2. એનિમલ પ્રોડક્ટ
    3. કેમિકલ પ્રોડક્ટ
    4. સિન્થેટિક પ્રોડક્ટ
    5. ગેસીસ પ્રોડક્ટ
    6. મિનરલ પ્રોડક્ટ

    1. પ્લાન્ટ પ્રોડક્ટ

    • અમુક જાતની દવાઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. વનસ્પતિનાપાન, ફળ કે મૂળનો ઉપયોગ કરીને દવાઓ બનાવવામાં આવે છે.
    • દા.ત. યુકેલીપ્ટસ (નિલગીરીનું તેલ), LIV 52. ઓપીયમ

    2. એનિમલ પ્રોડક્ટ

    • અમુક દવાઓ પ્રાણીઓની ચરબીમાંથી સીરમમાંથી બનાવવામાં આવે છે.
    • દા.ત. ઇન્સ્યુલિન, હોર્મોન્સ, એઆરવી

    3. કેમિકલ પ્રોડક્ટ

    • અમુક દવાઓ રાસાયાણીક પ્રક્રીયાથી બનાવવામાં આવે છે. જ્યારે અમુક દવાઓ શુદ્ધ સ્વરૂપમાં પણ મળે છે.
    • દા.ત સોડા બાય કાર્બ, મેગ્નેશિયમ સલ્ફેટ

    4. સિન્થેટિક પ્રોડક્ટ

    • અમુક દવાઓ રસાયણો અને પ્રાણીજન્ય પદાર્થના રાસાયણીક સંયોજનથી બનાવવામાં આવે છે.
    • દા.ત. હોર્મોન્સ

    5. ગેસીસ પ્રોડક્ટ

    • અમુક દવાઓ વાયુ સ્વરૂપે મળે છે. દા.ત. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ નાઇટ્રસ ને લાફિંગ ગેસ પણ કહેવાય છે.

    6. મીનરલ પ્રોડક્ટ

    • અમુક દવાઓ ખનીજ તત્વો અને તેની બના વટમાંથી બનાવવામાં આવે છે. દા.ત. આયર્ન, કેલ્શિયમ

    અથવા

    (૧) ફસ્ટ એઈડ એટલે શું?03

    કોઇ પણ જાત ના અકસ્માત કે ઓચિંતી બિમારી વખતે તબીબી અને હોસ્પિટલ સારવાર મેળવતા પહેલા વ્યકતિ અથવા દર્દીની જિંદગીને બચાવવા, સાજા થવામાં મદદ રૂપ થવા કે ઇજા કે માંદગીને વધુ ખરાબ થતી અટકાવવા જે સારવાર આપવામાં આવે છે તેને ફર્સ્ટ એઈડ કહે છે

    અથવા

    કોઇ પણ બીમાર કે વાગેલ કે જખ્મી થયેલ વ્યક્તિ નેકોઈ પણ સ્કીલ પામેલ અથવા ફર્સ્ટએડ ની તાલીમ પામેલ વ્યક્તિારા હોસ્પિટલ લઇ જતા પહેલા એની પીડા ને ઓછી કરવા માટે તથા તેના જીવ જોખમમાં ના મુક્ય જાય તે પહેલા આપવામાં આવતી સારવારને ફર્સ્ટ એઇડ કહે છે

    (૨) ફસ્ટ એઈડના હેતુઓ જણાવો.04

    ફસ્ટ એઈડના હેતુઓ

    1 ટુ પ્રિઝર્વ લાઈફ :-જિંદગી બચાવવી

    • વ્યક્તિને જીંદગીને ઝોખમ રૂપ પરિસ્થિતીમા શકય તેટલી મદદ કરી તેને જીંદગી ને બચાવવાનો હેતુ છે. દા.ત.લોહીચાલુ હોય તો પાટો બાંધી રકત સ્ત્રાવ બંધ કરવુ.

    2 ટુ પ્રિવેન્ટ ફર્ધર ઇંજરી:- ઇજા ને આગળ વધતી અટકાવવા

    • એટલે કે ઈજા પામેલ વ્યક્તિ ને સલામત રીતે હોસ્પિટલ ખસેડવો. જેથી વધુ ઈજા થતી અટકાવી શકાય. દા.ત. ફ્રેકચર વખતે સલીટ આપી વધુ ઇજા થતી અટકાવી શકાય છે. અને પરિસ્થિતીને વધુ બગડતી અટકાવી શકાય છે.

    3 ટુ પુટ ધ ઇન્જર્ડ અંડર મેડિકલ કેર એટ ધ અર્લીએસ્ટ:-દર્દીને શક્ય તેટલો વહેલો ડોકટરની સારવાર નીચે પહોંચાડવા

    • દર્દીને શક્ય તેટલી ઝડપ થી સારવાર આપી જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોંચાડવા માટે વ્યવસ્થા કરવી જરૂરી છે.

    (૩) ફસ્ટ એઈડ આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.05

    ફર્સ્ટ એઇડ આપતી વખતે ધ્યાન મા રાખવાના મુદ્દાઓ :-

    • હાથ સાબુપાણીથી અથવા સ્ટરીલિયમથી સાફ કરીને જ સારવાર આપવી.
    • સૌથી પહેલા ઘા ના બ્લીડીંગને અટકાવવુ.
    • બે ભાગને કવર કરી સાફ કરીને ચોખ્ખુ કરી ડ્રેસીંગથી કવર કરવું.
    • સીધુ ઘા ને અડવુ નહી.
    • કયારેય છીંક કે ઉધરસ ખાતી વખતે મો ઉપર રૂમાલ રાખવો.
    • ઘા ઉપર સીધી સ્ટીકીંગ પ્લાસ્ટરની પટ્ટી લગાડવી નહી.
    • ઘા ની ઉપર ડ્રેસીંગ મુક્યા બાદ ધ્યાન રાખવુ કે તે મુળ જગ્યાએથી ખસી ના જાય એના માટે એને ફિક્સ કરવું.
    • ઇજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી અથવા ચોખ્ખી જગ્યાએ સુવડાવીને એ ભાગને સપોર્ટ આપીને બેંડેઝ બાંધવુ.
    • આપણો પાટો ચોખ્ખો હોવો જોઇએ.
    • આખા ઘા ને કવર કરે તેવુ તથા એટલુ ઢીલુ ના હોવુ જોઇએ કે તે ખસી જાય અને એટલુ ફીટ પણ ના હોવુ જોઇએ કે ત્યાં સોજો ચઢી જાય.
    • ઘા ની ઉપર ક્યારેય ગાંઠ મારવી નહી હમેશા. તેની વિરુધ્ધ અથવા એક બાજુએ ગાંઠ મારવી જેથી એને પીડા ના થાય.
    • પાટો હંમેશા અંદરથી બહારની બાજુએ બાંધવુ જોઇએ.
    • જ્યારે ડાબી બાજુની બગલ ઉપર બાંધવાનુ હોય તો પાટો જમણા હાથમાં હોવો જોઇએ.
    • પાટો એટલે નીચેથી ઉપર આખા ભાગને કવર કરે તેવુ બાંધવો જોઇએ.
    • પાટો પુર્ણ થવા આવે ત્યારે પેડ ઉપર બે વાર કવર કરીને ફર્મ કરીને ગાંઠ અથવા ટેપ મારવી.
    • સ્પાઇરલ બેંડેઝમા નીચેથી વીંટેલા પાટાનો દરેક ભાગ કવર થયેલો હોવો જોઇએ.

    પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

    (૧) માઈક્રોસ્કોપ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.08

    સૂક્ષ્મદર્શક યંત્રને વાપરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:

    1. યંત્રને યોગ્ય રીતે પકડીને હલાવવું

    • સૂક્ષ્મદર્શક યંત્ર હંમેશાં બે હાથથી પકડવું જોઈએ – એક હાથથી આરમ (Arm) અને બીજા હાથથી તળિયું (Base).
    • ક્યારેય યંત્રને માત્ર એક હાથથી કે ખભા પર લટકાવીને ન લઈ જવું – પડવા અને તૂટી જવાની સંભાવના રહે છે.

    2. લેન્સની સફાઈ અને જાળવણી

    • ઓક્યુલર અને ઓબ્જેક્ટિવ લેન્સને લેન્સ પેપર અથવા સોફ્ટ કોટન કાપડ વડે હળવી રીતે સાફ કરવી.
    • ધૂળ અથવા બળજબરીથી ઘસવાથી લેન્સ ખરાબ થઈ શકે છે.
    • ઇમર્સન ઓઈલ વાપર્યા બાદ તરત જ લેન્સ સાફ કરવું જરૂરી છે.

    3. સ્લાઈડની હેન્ડલિંગ (Slide Handling)

    • સ્લાઈડ સ્ટેજ પર હળવી હાથે મૂકી ક્લિપ વડે સ્થિર કરો.
    • સ્લાઈડ મૂકતી વખતે લેન્સ અને સ્લાઈડ વચ્ચે મહત્તમ અંતર રાખો જેથી તૂટી ન જાય.
    • કવર સ્લિપ વગર ક્યારેય નમૂનાની તપાસ ન કરવી.

    2. ફોકસ કરતી વખતે ખાસ કાળજી

    • હંમેશા લોઅર પાવર ઓબ્જેક્ટિવ (10X) થી તપાસની શરૂઆત કરવી.
    • પછી કોર્સ એડજસ્ટમેન્ટ નોબ વડે રૂફ દૃશ્ય મેળવવું.
    • વધુ સ્પષ્ટતા માટે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ વાપરવી.
    • હાઈ પાવર લેન્સ (40X/100X) વાપરતી વખતે સ્ટેજને વધારે ઊંચું લાવવાનું ટાળવું.

    5. પ્રકાશ વ્યવસ્થાપન (Light Adjustment):

    • મિરર અથવા લેમ્પથી મળતા પ્રકાશને ડાયાફ્રાગમ અને કંડેન્સર વડે નિયંત્રિત કરો.
    • નમૂનાને સ્પષ્ટ રીતે જોવાય એ માટે પ્રકાશની માત્રા યોગ્ય હોવી જોઈએ – ન વધુ, ન ઓછી.
    • રોજના પ્રકાશમાં કામ કરતી વખતે મિરરને યોગ્ય દિશામાં ફેરવો.

    6. ઇમર્સન ઓઈલ વાપરતી વખતે કાળજી

    • ફક્ત 100X ઓબ્જેક્ટિવ લેન્સ માટે જ ઇમર્સન ઓઈલ વાપરવો.
    • ઓઈલ લગાવ્યા બાદ સ્લાઈડ અને લેન્સ બંને તાત્કાલિક સાફ કરવો.
    • બાકી લેન્સ માટે ક્યારેય ઓઈલ વાપરવો નહીં.

    7. ઉપયોગ પછી સાચવણી (Storage after Use)

    • દરેક ઉપયોગ પછી:
      • સ્લાઈડ દૂર કરો અને સ્ટેજ સાફ કરો.
      • લેન્સ ક્લીન કરો.
      • ઓબ્જેક્ટિવ લેન્સને Low Power (10X) પર મૂકો.
      • લાઈટ બંધ કરો અને વાયર/neatly wind up કરો.
      • આખા યંત્રને ડસ્ટ કવરથી ઢાંકીને છાયાવાળી ઠંડી જગ્યામાં મૂકો.

    8. પ્રયોગશાળાની નૈતિકતા અને સુરક્ષા

    • અન્ય વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીના સાધનને સહમતિ વગર ન વાપરવું.
    • કોઈ ભાગ ખરાબ હોય તો તે તરત લેબ ટેક્નિશિયનને જાણ કરો.
    • ક્યારેય લેન્સને સ્પર્શ ન કરવો.

    (૨) બેકટેરીયા અને વાઈરસનો તફાવત લખો.04

    બેક્ટેરિયા અને વાયરસનો તફાવત

    વાયરસ

    • તેમને જોવા માટે સંયુક્ત માઇક્રોસ્કોપની જરૂર પડે છે.
    • કોષીય દેહરચના ધરાવતા નથી.
    • DNA કે RNA માંથી એકજ પ્રકારનું ન્યુકલીક એસીડ હોય છે.
    • દેડધાર્મીક ક્રિયાઓ માટે ઉત્સેચકો ધરાવતા નથી.
    • તેમને જીવવા માટે બીજા સજીવો પર આધાર રાખવો.
    • તેઓ અતિ સૂક્ષ્મ ત્વચામાંથી પસાર થઇ શકે છે.
    • વાયરસથી થતા રોગો સામેની દવા શોધાઈ નથી.
    • વાયરસ પદ્મો ધરાવતા નથી.

    બેક્ટેરિયા

    • તેમને જોવા માટે સાદા માઇકોસ્કોપની જરૂર પડે.
    • કોષીય દેહરચના ધરાવે છે.
    • DNA અને RNA બંને પ્રકારનું ન્યુકલીક એસીડ હોય છે.
    • દેહધાર્મીક ક્રિયાઓ માટે ઉત્સેચકો ધરાવે છે
    • તેમને જીવવા માટે બીજા સજીવો પર આધાર રાખવો પડતો નથી.
    • તેઓ અતિ સૂક્ષ્મ ત્વચામાંથી પસાર થઈ શકતા નથી
    • બેકટેરીયાથી થતા રોગો સામેની દવા શોધાઇ છે.
    • બેકટેરીયા પદ્મો ધરાવે છે.

    અથવા

    (૧) શીત શૃંખલાની જાળવણી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.08

    Definition : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદનના સ્થળેથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે +૨°સે. થી +૮°સે. તાપમાને જાળવવામાં આવે છે જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. આવી રસીઓને ઉત્પાદન મથકથી લાભાર્થી સુધી પ્રભાવક સ્થિતિમાં પહોંચાડવાની પદ્ધતિને શીત શૃંખલા કહેવાય છે.

    🔸શીત શૃંખલાની જાળવણી માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

    • રસીઓ ઉત્પાદન સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટ થી વિભાગીય, જિલ્લા તથા આરોગ્ય કેન્દ્ર એ મોકલતી વખતે તેનું તાપમાન ૨°સે. થી ૮° સે. જળવાઈ રહેવું જોઈએ.
    • આઈ. એલ. આર. માં થર્મોમીટર હોવું જોઈએ અને દિવસમાં બે વખત તાપમાન માપીને રેકોર્ડ કરવું જોઈએ.
    • આરોગ્ય કેન્દ્રમાં હંમેશા જરૂરિયાત મુજબનો જથ્થો જ મંગાવવો, એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો નહીં.
    • રસીઓનું પરિવહન જ્યારે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનું ખાસ ધ્યાન રાખવું.
    • રસીઓને જરૂરિયાત મુજબ જ બહાર કાઢવી, એક સેસન દરમિયાન જ વધુને વધુ બાળકો આવરી લેવાની કોશિશ કરવી.
    • રસીકરણ બેઠક દરમિયાન રસીઓનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢ્યા બાદ આઈસ પેક પર મૂકો, વારંવાર વેકસીન કેરિયરને ખોલ બંધ કરવું નહીં.
    • જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગાળેલી રસીઓનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
    • રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેના થીજવા પર રહેલો હોય છે ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની રસીઓ જો થીજી જાય તો બગડી જાય છે જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાય છે.
    • ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સેટિવ રસીઓ:
    • બી.સી.જી
    • ઓ.પી.વી
    • મિઝલ્સ-રુબેલા
    • ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સેટીવ રસીઓ
    • પેન્ટાવેલેન્ટ
    • હિપેટાઇટિસ બી
    • ડી.ટી
    • ડી.પી.ટી.

    (૨) રસીઓ બગડવામાં કયાં કયાં પરિબળ ભાગ ભજવે છે?04

    • હિટ ડેમેજ (ગરમી લીધે), આમાં જો તાપમાન ૮ સે.થી વધી જાય તો રસીઓ બગડી જાય છે.
    • સીધા સુર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી.
    • ડીઝોલ્વ (ઓગાળેલી) રસીઓ ચાર કલાક બાદ બગડી જાય છે. દા.ત બી.સી.જી. મીઝલ્સ
    • વારંવાર આઈ.એલ.આર. ખોલ બંધ કરવાથી.
    • ફીઝ ડેમેજ થવાના લીધે.
    • કોલ્ડ ચેઈનના સાધનો બરાબર કામ ન કરતા હોય ત્યારે.
    • રસીઓની જાળવણીનું અપૂરતું જ્ઞાન હોય ત્યારે.

    પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) 6X2=12

    (૧) એપીડેમીક વખતે એ.એન.એમનો રોલ વર્ણવો.

    એપિડેમિક વખતે એ.એન.એમ.નો રોલ

    1) વહેલું નિદાન

    • યોગ્ય તપાસ વડે ખરેખર ક્યો રોગ ફેલાયેલો છે તે નક્કિ કરો.
    • જો ચિન્હો – લક્ષણો પરથી નિદાન કરેલ હોય તો લેબ તપાસ કરી નિદાનની ખાત્રી કરો દા.ત. ભાતના ઓસામણ જેવા ઝાડા હોય તો કોલેરા હોઇ શકે છે પરંતુ નિદાનની ખરાઇ કરવા માટે સ્ટુલ સેમ્પલ લઇ તપાસ કરાવો.

    2) નોટીફીકેશન

    • તમારા સુપરવાઇઝર અને એમ.ઓ ને તાત્કાલીક ટેલીફોનીક તેમજ લેખીતમાં જાણ કરો.
    • તમારા જીલ્લાના એપીડેમીયોલોજીસ્ટને જાણ કરો તેમજ તેને તપાસ કરવામાં મદદરૂપ થાવ
    • નોટીફિકેશનમાં નું નામ, ઉંમર, જાતી, સરનામું, રોગનુંનામ, રોગ શરૂ થયાની તારીખ અને સમય લિધેલા પગલાઓ વગેરે બાબતોનો ઉલ્લેખ કરવો.

    3) આઇસોલેશન

    • ચેપી રોગોના બધાને અલગ રાખવા.
    • બધીજ વ્યક્તીઓને સંપર્કમાં આવતા અટકાવવા.
    • ચેપી વાપરેલ દરેકે દરેક વસ્તુઓ અલગ રાખવી જોઇએ.
    • વાપરેલ તમામ વસ્તુઓ યોગ્ય રીતે જંતુમુક્ત કરવી.
    • ચેપીના સંપકમાં આવેલા તમામ લોકોને તે રોગના ઇન્ક્યુબેશન પીરીયડ સુધીદેખરેખ હેઠળ રાખવા‌.

    4) સારવાર

    • ચેપગ્રસ્ત દરેકને ડોક્ટરની સુચના મુજબ બધી જ સારવાર આપવી.
    • સારવાર દરમ્યાન હેલ્થ ટીમ સાથે મળીને કામગીરી કરવી
    • જરૂરી દવાઓ દરેકને સમયસર આપો.
    • સગાઓને સારવાર વિશે સાચી સમજણ આપો.
    • સારવાર માટે જરૂરી દવાઓનો જથ્થો જાળવી રાખો.

    5) ડીસઇન્ફેક્શન

    • ચેપીના મળમુત્ર નો યોગ્ય રીતે નિકાલ કરવો.
    • ગળફા,નાકના સીકીશન વગેરે નો જંતુરહીત કરીને નિકાલ કરવો.
    • વાપરેલા તમામ સાધનોને યોગ્ય રીતે જંતુમુક્ત કરવા.

    6) વેક્શીનેશન

    • એપીડેમીક મુજબ જો તે રોગની વેક્સીન ઉપલબ્ધ હોય તો તે ડોઝ મુજબ લોકોને આપવી. દા.ત. કોલેરા વેક્સિન

    7) આરોગ્ય શિક્ષણ

    • લોકોને ચેપી રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપવું.
    • લોકોને રોગના અટકાયતી પગલાઓ વિશે સમજણ આપી, તેમનો સહકાર લેવો.
    • આરોગ્ય શિક્ષણને અસરકારક બનાવવા માટે આધુનીક માધ્યમો વાપરવા

    8) જ્ઞાન

    • આરોગ્ય કાર્યકરચેપી રોગોના ચિહ્નો લક્ષણોનું જ્ઞાન હંમેશા તાજુ રાખવું.
    • પોતે ચેપી રોગોના અટકાવ અને અંકુશની યોગ્ય જાણકારી રાખવી.
    • નર્સિંગ સ્ટાફે વાંચનની ટેવ રાખી નવું અને આધુનીક જ્ઞાન જાળવી રાખવું.

    9) રેકોર્ડ

    • તમામ રેકોર્ડ સચ્ચોટ રાખવો.
    • એપીડેમીક દરમ્યાન તમામ રેકોર્ડ સારી રીતે સાચવીને રાખવો.
    • એપીડેમિક દરમ્યાન વપરાયેલ તમામ વસ્તુઓ, દવાઓ વગેરેનો યોગ્ય રેકોર્ડ રાખવો.

    10) રીપોર્ટિગ

    • એપીડેમીક દરમ્યાનનો યોગ્ય અને ચોક્કસાઇપૂર્વક રીપોર્ટ તૈયાર કરવો.
    • ઉપલી કચેરીને સમયસર તમામ રીપોર્ટ્સ મોકલી આપવા.
    • ઉપલી કચેરીને મોકલેલ તમામ રીપોર્ટ્સની એક એક નકલ પોતાની પાસે રાખવી

    11) પૂરવઠો

    • જરૂરી પુરવઠો સમયસર મંગાવવો.
    • દરેક જગ્યાએ જરૂરી પુરવઠો સમયસર પહોંચાડવો.
    • વપરાયેલ પુરવઠાનો રેકોર્ડ ચોક્કસાઇયુક્ત રાખવો.

    (૨) નોટીફીકેશનની અગત્યતા વર્ણવો.

    નોટિફિકેશનની અગત્યતા

    • નોટિફિકેશનથી રોગ કયા વિસ્તારમાં ફેલાયલ છે.તે તરત જ જાણી શકાય છે.
    • નોટિફિકેશનના કારણે કેટલી વ્યક્તિઓને અસર થઇ છે તેની જાણ થઇ શકે.
    • નોટિફિકેશનથી રોગ શરુ થયાનો સમય અને તારીખની જાણ થાય છે.
    • નોટિફિકેશનના લીધે જરૂરી વસ્તુઓનું પ્રમાણ નક્કી કરવામાં મદદ મળે છે.
    • નોટિફિકેશનથી જાણી શકાય છે કે ક્યા કેટલા મેન પાવરની જરૂર છે.
    • સમયસર નોટિફિકેશનના કારણે જરૂરી પગલા તાત્કાલીક લેવાથી રોગને સમયસર કાબુમાં લઇ શકાય છે.
    • નોટિફિકેશનથી રોગગ્રસ્ત પેશન્ટની ઉમર અને જાતિ વિશેની માહિતિ મળે છે. તેથી જરુર મુજબ તજગ્નોની સેવા માટે વ્યવસ્થા કરી શકાય છે.
    • દા.ત. બાળકોમાં રોગચાળો ફેલાયો હોય તો બાળ સેગ નિષ્ણાતની સેવા માટે વ્યવસ્થા કરવામાં મદદરૂપ થાય છે.

    (૩) સર્વેલન્સની પધ્ધતીઓ વર્ણવો.

    સર્વેલન્સની પધ્ધતિઓ

    • ડેટા કલેક્શન માટે સર્વેલન્સની જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે કોઇ એક પધ્ધતિ પર બધા ડિસીઝ કે બનાવોનો સરખો વિશ્વાસ મુકી શકાય નહી.

    1) પેસીવ સર્વેલન્સ

    • આમાં હોસ્પિટલ, ડીસ્પેંસરી કે સંસ્થામાં સારવાર લેવા આવતા કેસોના રૂટીન રીપોટીંગનો સમાવેશ થાય છે.દા.ત. મેલેરીયાની સારવાર લેવા આવતાઓ,ઝાડા ઉલ્ટીની સારવાર લેવા આવતા વગેરે

    2) એક્ટીવ સર્વેલન્સ

    • આમાં કોમ્યુનીટીમાં ઘરે ઘરે જઈને ખાસ પ્રકારના કેશો શોધવામાં આવે છે.દા.ત મેલેરીયા સર્વેલન્સ

    3) સેન્ટિનલ સર્વેલન્સ

    • આમાં પસંદ કરેલ સંસ્થા કે વ્યક્તિ પર આધારીત રીપોટિંગ સીસ્ટીમનો ઉપયોગ થાય છે.
    • તેઓ નિયમીત રીતે ચોક્કસ જગ્યાએ જોવા મળતા એક કે વધુ રોગોનો સંપુર્ણ રીપોર્ટ આપે છે.
    • તેઓ કેસોનો વધારોનો ડેટા પણ પુરો પાડે છે.

    4) કેસ ઇન્વેસ્ટિગેશન

    • આમાં એપીડેમીક વખતે એપીડેમીયોલોજીકલ તપાસ કરી રોગ વિશે માહીતી મેળવાય છે.
    • ઉડાણપુર્વકની તપાસથી રોગ થવાનું કારણ જાણી શકાય છે અને અટકાવ તેમજ અંકુશ માટેના પગલા લઇ શકાય છે.

    5) ઇવેન્ટ ઇન્વેસ્ટિગેશન

    • આમાં ચોક્કસ બનાવની ઉડાણપુર્વક તપાસ કરવામાં આવે છે. દા.ત. માતા મૃત્યુની તપાસ,બાળ મૃત્યુની તપાસ, એક્યુટ ફેસીડ પેરાલાયસીસની તપાસ વગેરે

    6) સર્વે એન્ડ સ્પેશીયલ સ્ટડી

    • આમાં ચોક્કસ રોગો માટે ખાસ સર્વે કરવામાં આવે છે.
    • ત્યારબાદ સમયાંતરે નિયમીત અંતરે કરી કરીને સર્વે કરવામાં આવે છે જેથી રોગની માહીતી મળી રહે છે.

    7) વાઇટલ રજીસ્ટ્રેશન સિસ્ટમ

    • આ રીત વડે અગત્યના બનાવોની નોંધણી કરવામાં આવે છે.
    • જન્મ, મરણ,લગ્ન, ડાયવોર્સ, દત્તક વગેરે જેવા અગત્યના બનાવોની નોંધણી આ રીતે.

    પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

    (૧) ઈમ્યુનિટી માટે જવાબદાર પરિબળો લખો.

    ઈમ્યુનીટી માટે જવાબદાર પરિબળો

    • વ્યક્તિની સારી તંદુરસ્તી
    • સારો ખોરાક સારી ટેવો
    • તાજી હવા અને નિયમીત કસરત, જરૂરી ઉંઘ અને આરામ
    • મીકેનીકલ કે જેમાં ચામડી અને મ્યુકસ મેમ્બ્રેન જે સૂક્ષ્મજીવાણુંઓને શરીર પ્રવેશતા અટકાવે છે.
    • કોઇપણ સામાન્ય ચેપ લાગવાથી કુદરતી કિયાથી પણ રોગપ્રતિકારક શકિતમા વધારો થાય.
    • શરીરની માસ-પેશીમાં (ટીસ્યું અને મસલ્સ) મા એક પ્રકારનો પદાર્થ ઉત્પન્ન થાય છે જે ચેપ સામે લડાઈ કરેછે તેને એન્ટીબોડી કહેવાય છે.

    (૨) વેકસીનના પ્રકારો

    રસીઓના પ્રકારો નીચે મુજબ છે

    1) મૃત: રસીઓ (કિલ્ડ વેક્સિન)

    • આમાં નીચે મુજબની રસીઓના સામાવેશ થાય છે.
    • પરટુસીસ વેક્સીન
    • ઈનએક્ટીવેટેડ પોલિયો વેક્સીન
    • રેબીસ વેક્સીન
    • ઇન્ફલુએન્ઝા વેક્સીન
    • પ્લેગ વેક્સીન
    • મેનિન્જાઈટીસ વેક્સીન

    2) જીવંત રસીઓ (લાઈવ વેક્સિન)

    • બી.સી.જી ની રસી (બેસીલસ કાલ્મેટ ગ્યુરિન)
    • ઓરલ પોલિયો રસી (ઓ.પી.ડી)
    • ઓરી-રૂબેલાની રસી (એમ.આર. વેક્સીન)
    • રોટા વાયરસ વેક્સીન
    • યલોફિવર વેક્સીન

    3) મુત: અને જીવંત સાથે (કમ્બાઇન્ડ વેક્સિન)

    • ડી.ટી. (ડિપ્થેરીયા ટીટેનશ)
    • પેન્ટાવેલેન્ટ
    • ટી.એ.બી. (ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ એ અને બી)
    • એમ એમ આર ( મમ્પસ, મીઝલ્સ, રૂબેલા)

    4) ઝેરી ઉત્સેચકો (ટોક્સોઇડ)

    • એ.ડી.એસ.( એન્ટી ડિપ્થેરીય સીરમ)
    • એ.ટી.એસ.(એન્ટી ટીટેનશ સીરમ)
    • એ.જી.જી.એસ. (એન્ટી ગેશ ગેન્ગ્રીન સીરમ)

    (૩) ઈનહાલેશનના પ્રકારો

    નાક અને મો દ્વારા શ્વાસ લેવાની ક્રિયાને ઈનહાલેશન કહેવાય છે.

    આમાં જ્યારે દવાઓ ભેળવીને આપવામાં આવે ત્યારે શરીરના ભાગ કે આખા શરીરમાં ખુબ જ જલ્દીથી અસર થાય છે.

    ઇનહાલેશનના મુખ્ય બે પ્રકાર છે

    1. ડ્રાય ઈનહાલેશન

    2. મોઈસ્ટ ઈનહાલેશન

    1) ડ્રાય ઈનહાલેસન

    • આમાં વરાળ થઈને ઉડી જતી દવાઓ અથવા ધુમાડાનો સમાવેશ થાય છે. દા.ત. ઈથર

    2) મોઈસ્ટ ઈનહાલેશન

    • આમા વરાળનો સમાવેશ થાય છે. જેમાં સાદી વરાળ અને દવાયુક્ત વરાળનો સમાવેશથાય છે. દા.ત. નિલગીરીનુ તેલ

    હેતુઓ

    • શરદી કે સાયનોસાયટીસ ઓછુ કરવા
    • ઉપરનો સોજો ઓછો કરવા માટે
    • ઉધરસ ઓછી કરવા માટે

    કઈ કઈ દવાઓ ઇનહાલેશન માં વપરાય છે

    • સાદુ પાણી
    • નીલગીરીનું તેલ
    • કપૂર

    (૪) બ્લડ પ્રેશર

    હાર્ટના વેન્ટ્રીકલના સંકોચનથી બ્લ્ડ દ્વારા આર્ટરીની દિવાલ પર ઉત્પન્ન થતા પ્રેશરને બ્લડ પ્રેશર કહે છે.

    ટાઈપ્સ:- તેના મુખ્ય બે પ્રકાર છે.

    1) સિસ્ટોલિક બી.પી.

    2) ડાયાસ્ટોક બી.પી.

    1) સિસ્ટોલિક બીપી

    • જ્યારે હાર્ટના લેફ્ટ વેટ્રીકલનું સંકોચન થાય અને બ્લડનો ફોર્સ આર્ટી પર જોવા મળે તેને સીસ્ટોલીક બી.પી. કહેવામાં આવે છે. તે એડલ્ટમાં સામાન્ય રીતે ૧૦૦ થી ૧૩૦ હોય છે.

    2) ડાયાસ્ટોલીક બી.પી.

    • જ્યારે હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલનું પ્રસરણ થાય અને આર્ટીની દિવાલ પર જે ફોર્સ ઉત્પન્ન થાય તેને ડાયસ્ટોલીક બી.પી.કહેવામાં આવે છે. સામાન્ય રીતે નોર્મલ એડલ્ટમાં ડાયસ્ટોલીક બી.પી. ૭૦ થી ૯૦ હોય છે.

    નોર્મલ વેરીએશન

    1. એજ

    • નાના બાળકોમાં એડલ્ટ કરતા બી.પી.ઘણું નીચું હોય છે
    • નોર્મલ એડલ્ટમાં એવરેજ બી.પી. 120/80 હોય છે.
    • વધારે ઉંમરવાળા લોકોમાં બી.પી. 140/80 પણ નોર્મલ ગણાય છે.

    2. સેક્સ

    • મેલ કરતા ફિમેલમાં બી.પી.વધારે હોય છે.

    3. પોઝીશન

    • ઉભેલી અથવા બેઠેલી સ્થિતિ કરતા સુતેલી સ્થિતિમાં બી.પી. ઓછું હોય છે.

    4. એક્સરસાઇઝ એન્ડ વર્ક

    • આનાથી બી.પી.માં વધારો થાય છે.

    5. ઈમોશન એન્ડ એક્સાઈમેન્ટ

    • ઈમોશન અને એક્સાઈમેન્ટથી બી.પી.માં વધારો થાય છે.

    6. બોડી બિલ્ડ

    • એવી વ્યક્તિ કે જે બોડીમાં જાડો હોય તેનું બી.પી. એવરેજ બી.પી. કરતા વધારે હોય છે.

    7. રેશ

    • કેટલીક જાતિઓ, નીગ્રોમાં બી.પી. બીજી જાતિ કરતા વધારે હોય છે.

    બી.પી.લેતી વખતે ધ્યાન માં રાખવા ના મુદ્દા

    • દરેક વખતે એકજ પોઝીશનમાં બી.પી.લેવું.
    • દરેક વખતે એકજ હાથનો ઉપયોગ કરવો.
    • બી.પી.શાંત ચિત્તે અને આરામ દાયક પોઝીશનમાં લેવું.
    • બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ હાર્ટના લેવલે રાખવું.

    પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12

    (૧) કોલ્ડ ચેઈન : શીત શૃંખલા (કોલ્ડ ચેઈન) એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદનના સ્થળેથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે +૨°સે. થી +૮°સે. તાપમાને જાળવવામાં આવે છે જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. આવી રસીઓને ઉત્પાદન મથકથી લાભાર્થી સુધી પ્રભાવક સ્થિતિમાં પહોંચાડવાની પદ્ધતિને શીત શૃંખલા કહેવાય છે.

    (૨) આઈએલઆર : ILR એટલે Ice Lined Refrigerator (આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર)
    ILR એ એક વિશેષ રેફ્રિજરેટર છે, જે રસીકરણ કાર્યક્રમમાં રસીઓ +2°C થી +8°C તાપમાન પર સાચવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આ રેફ્રિજરેટરના અંદરના ભાગમાં આઈસ પેક્સ (ice packs) મૂકેલા હોય છે, જેથી વિજળી જતી રહે ત્યારે પણ તેમાં રહેલું તાપમાન સ્થિર રહે છે, અને રસી બગડે નહીં.

    (૩) કેરીયર : કેરીયર એટલે કે વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુઓ હોય છે, અને વ્યકિત રોગના લક્ષણો પણ ધરાવતું નથી. અને સંપૂર્ણ સાજો લાગે છે છતા પણ તેના શરીર વડે બીજાને ચેપ લગાવી શકે છે.

    (૪) ઈન્ફલુએન્ઝા : ઈન્ફલુએન્ઝા એ શ્વસનતંત્રનો તીવ્ર અને સંક્રમિત વાયરસજન્ય રોગ છે, જે ઇન્ફલુએન્ઝા વાયરસ (Type A, B, C) થી થાય છે, અને જેમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરીરમાં દુખાવો અને થાક જોવા મળે છે.

    (૫) એસ.ટી.આઈ : જાતીય સંક્રમિત ચેપ (STI) તે ચેપો છે જે મુખ્યત્વે જાતીય સંબંધો દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ ચેપ શરીરનાં પ્રવાહી, જેમ કે લોહી, વીર્ય, યોનિ પ્રવાહિ દ્વારા પણ સંક્રમિત થાય છે.

    આ ચેપ બેક્ટેરિયા, વાયરસ કે પરોપજીવી જીવાણુઓથી થતા હોય છે. કેટલાક STIનાં ચેપ પ્રસૂતી દરમિયાન માતાથી નવજાત બાળકમાં પણ ફેલાઈ શકે છે.

    (૬) ન્યુમોનીયા : ન્યુમોનિયા એ શ્વસનતંત્રનો એક ગંભીર અને તીવ્ર ચેપ છે, જેમાં ફેફસાંના એલ્વિયોલી (alveoli) એટલે કે હવામાં ભરાયેલા નાનાં કોથળાંઓમાં પસ, પ્રવાહી કે સોજો ભરાઈ જાય છે, જેના કારણે સામાન્ય શ્વસન પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે.

    આ રોગ સામાન્ય રીતે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા અન્ય પેરાસાઈટ્સના સંક્રમણ કારણે થાય છે. જ્યારે આ રોગાણુ ફેફસાંની અંદર પ્રવેશે છે, ત્યારે શરીર તેની સામે પ્રતિરક્ષા ઉપજાવે છે, જે કારણે એલ્વિયોલીની બહાર મ્યુકસ, પસ અથવા પ્રવાહી ભરી જાય છે. પરિણામે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને ઓક્સિજન લેવલ ઘટી જાય છે.

    પ્રશ્ન-૬ (અ) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.05

    (૧) ઓપીવીનો બુસ્ટર ડોઝ આ મહિને અપાય છે.

    (અ) ૧૬ મહિને

    (બ) ૧૬-૨૪ મહિને

    (ક) ૨૪ મહિને

    (ડ) ઉપરના તમામ

    (૨) નીચેનામાંથી આ વોટર બોર્ન ડિસીઝ છે.

    (અ) ટાઈફોઈડ

    (બ) ઝાડા

    (ક) અ અને બ બંને

    (ડ) એકપણ નહિ

    (૩) આ રોગમાં દર્દીને ડાર્ક રૂમમાં રાખવામાં આવે છે.

    (અ) ટીટેનસ

    (બ) મિસલ્સ

    (ક) ડિપ્થેરિયા

    (ડ) મમ્પ

    (૪) નીચેનામાંથી કઈ પલ્સ માથાના ભાગ પર લેવામાં આવે છે

    (અ) ટેમ્પોરલ

    (બ) કેરોટીડ

    (ક) રેડીઅલ

    (ડ) ફીમોરલ

    (૫) ડેટોલના સોલ્યુશનની સ્ટ્રેન્થ હોય છે

    (અ) ૧ : ૨૦

    (બ) ૧ : ૧૦

    (ક) ૧ : ૪૦

    (ડ) ૧:૫૦

    (બ) ખાલી જગ્યા પુરો.05

    (1) નરી આંખે ન જોઈ શકાય તેવા સુક્ષ્મજીવાણુઓ જોવા માટે ……………નો ઉપયોગ થાય છે. માઇક્રોસ્કોપ

    (2) પરટુસીસને ………………પણ કહેવાય છે. ઉટાંટિયુ (વુપિંગ કફ)

    (3) એઈડ્સ…………………વાયરસથી થાય છે. HIV (Human Immunodeficiency Virus)

    (4)……………………રોગમાં દર્દીની પીઠ કમાનની જેમ વળી જાય છે. ટીટેનસ

    (5) ……………………રોગમાં ભાતનાં ઓસાયણ જેવા ઝાડા જોવા મળે છે. કોલેરા

    (ક) નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

    (૧) ઓપીવી એ કીલ્ડ વેકસીન છે. ❌

    (૨) માયોટીક પ્રકારની દવા પ્યુપીલને ડાયલેટ કરે છે. ❌

    (૩) કોઈ ચોકકસ રોગ વસ્તી કે ભૌગોલિક વિસ્તારમાં વારંવાર ઉદ્ભવે અથવા સતત ચાલુ રહે તેને એન્ડેમીક કહેવાય છે. ✅

    (૪) ડાયુરેટીક પ્રકારની દવાઓ સ્ટુલને ઢીલો કરે છે. ❌

    (૫) ટી.બી એ માયકોબેકટેરીયમ ટયુબરક્યુલોસીસ નામના બેકટેરીયાથી થાય છે. ✅

    Published
    Categorized as ANM-PHCN-PAPER SOLU, Uncategorised