SOCIOLO0GY UNIT 4 SOCIETY PART : 6 social agencies

SOCIAL AND OTHER AGENCIES FOR REMEDIAL MEASURES ( ઉપચારાત્મક પગલાં માટે સામાજિક અને અન્ય એજન્સીઓ ) :

  • 1950 માં ભારત સરકારે દેશના સંસાધનના સૌથી અસરકારક અને સંતુલિત ઉપયોગ દ્વારા દેશમાં સામાજિક કલ્યાણના કાર્યક્રમની રચના કરવા માટે આયોજન પંચની સ્થાપના કરી.
  • 1953માં કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ ફંડ નું વિતરણ કરવા માટે સુયોજિત કરવામાં આવ્યું હતું.
  • સ્વેચ્છક સેવા સંસ્થાઓ અને સામાજિક કલ્યાણના દોરામાં પ્રવર્તમાન પ્રવૃત્તિઓને મજબૂત કરવા સુધારવા અને વિસ્તારવા અને નવા કાર્યક્રમો વિકસાવવા અને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા માટે ભંડોળ આપવામાં આવ્યું.
  • આ બોર્ડ એક સ્વાયત સંસ્થા છે. અને તેમાં મહિલાઓ અને સામાજિક રાજ્ય સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
  • 1964 માં સામાન્ય સમાજ કલ્યાણ માટે સમાજ કલ્યાણ વિભાગની રચના કરવામાં આવી.
  • 1985 માં સામાન્ય સમાજ કલ્યાણ માટે સમાજ કાર્યક્રમ અને સમન્વયિત કલ્યાણ સેવાઓનું આયોજન કર્યું.
  • તેની જાળવણી ભારત સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

UNDER THE WELFARE PROGRAMS ( કલ્યાણ કાર્યક્રમો હેઠળ ):

મહિલા અને બાળ વિકાસ વિભાગે કલ્યાણ માટે નીતિઓ અને કાર્યક્રમો ઘડવા અને તેને અમલમાં લાવ્યા.

  • Woman
  • Children

Woman welfare (મહિલા કલ્યાણ):

મહિલા કલ્યાણ કે જેમા મહિલાઓના કલ્યાણ માટેના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ કરવામાં આવે છે…

  • Legislation: કાયદો
  • Education: શિક્ષણ
  • Employment: રોજગાર
  • Residence :રહેવાશ

અન્ય મહિલાઓના કલ્યાણ ને લગતા કાર્યક્રમો

Legislation (કાયદો):

ભારતના નવા બંધારણ મુજબ ૧૯૫૦માં આ કાયદો અપનાવવામાં આવ્યો.

મહિલાઓ અને પુરુષોને સમાન અધિકારો આપવામાં આવ્યા.

નવા બંધારણ મુજબ મહિલાઓના અધિકાર છે કે જે નીચે મુજબ છે…

  • To vote
  • To be elected
  • To hold public office

પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતા ખરડાઓમાં સુધારામાં ચૂંટાયેલ અને બનાવેલ સંસ્થાઓમાં મહિલાઓ માટે ૩૦ ટકા અનામત છે.

મહિલા તરીકે ઘણી વિકલાંગતાઓથી પીડિત એમને પણ વિવિધ કાયદાઓ દ્વારા પીડા દૂર કરવામાં આવ્યા હતા તે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેવા કે..

  • To Hindu marriage act and divorce it 1995
  • The Hindu guardianship act 1956
  • Dowry prohibition act 1961
  • Marriage low amendment act 1976
  • The equal remuneration act 1976
  • The child marriage restraints amendment act 1978.

EDUCATION (એજ્યુકેશન):

  • Central Government એ એજ્યુકેશન માટે ગ્રાન્ટ પ્રોવાઇડ કરે છે આ કાર્યક્રમ હેઠળ ફક્ત છોકરીઓ માટે જ શાળાઓને કોલેજની સ્થાપના કરી કારણકે શિક્ષણનો અભાવ મહિલાઓની પ્રગતિમાં મોટો અવરોધ હતો.
  •  શાળા અને કોલેજોની છોકરીઓને શિષ્યવૃતિ અને અન્ય પ્રોત્સાહનો જેમકે કપડાં અને ટ્યુશન આપવામાં આવ્યા હતા પુખ્ત શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.
  • જ્યાં મહિલાઓને પોષણ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ આપવામાં આવતું .
  • મહિલાઓને શિક્ષણ ગૂંથણ કામ વગેરેમાં કૌશલ્ય પ્રદાન કરવામાં આવે છે.
  • કલ્યાણ મંત્રાલય હેઠળ મહિલાઓ માટે સાક્ષરતા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યો.

Education program for women

  • શાળાઓ અને કોલેજો માટે નાણાકીય સહાય.
  • છોકરીઓ માટે શિષ્યવૃતિ અને અન્ય પ્રોત્સાહન.
  • સ્ત્રીઓના એજ્યુકેશન માટે કેન્દ્ર બનાવાયા.

Employment (રોજગાર):

  • મહિલાઓને તાલીમ આપવા માટે મહિલા પોલિટેકનિક સ્થપાયેલ જ્યાં મહિલાઓને સંબંધિત તાલીમ આપવામાં આવે છે.
  • ઇલેક્ટ્રોનિક્સ સાધનોની મરામત અને તેની જાળવણી
  • સ્ટિચિંગ અને કટીંગ
  • હેન્ડલુમ વેવિંગ
  • ટાઈપિંગ અને સ્ટેનોગ્રાફી
  • વેરીયસ એન્જિનિયરિંગ ડિપ્લોમા
  • સમાજના નબળા વર્ગોને તાલીમ આપવા અને સતત રોજગાર આપવાના ઉદ્દેશ્ય સાથે આવક પેદા કરવાના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
  • પીડિત મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વ્યવસાયિક તાલીમ અને રોજગાર આપવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી.
  • હસ્તકલા હેન્ડલુમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારમાં મહિલાઓને સહાય પૂરી પાડવા માટે STEP તરીકે ઓળખાતી યોજના ઘડવામાં આવી.
  • મહિલા વિકાસ નિગમ જેવા નિગમોની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવે છે.
  • કોર્પોરેશન નો મહિલાઓમાં વ્યવસાયને સહાય અને પ્રોત્સાહન આપવા માટે વ્યાજના સબસીડી વાળા દરે લોન આપવામાં આવે છે કોર્પોરેશનની નાણાકીય સહાયનો યોગ્ય ઉપયોગ કરવા માટે મહિલાઓ માટે તાલીમ અને ઓરિએન્ટેશન કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
  • પરંપરાગત અને બીન પરંપરાગત કળા શીખવવા માટે હસ્તકલા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી.
  • તમામ મહિલાઓ સ્વતંત્ર આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકે છે.
  • કોર્પોરેશન નો એ આ મહિલાઓ માટે સંખ્યાબંધ ખાત્રીપૂર્વક અને ગેરેન્ટેડ રોજગાર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા.
  • તાલીમ દરમિયાન તેમને સ્ટાઈફંડ આપવામાં આવે છે કોર્પોરેશન મહિલાઓને માર્કેટિંગ સહાય પૂરી પાડે છે જેથી તેઓ તેમની ઉત્પાદિત વસ્તુઓ વહેંચી શકે છે.

EMPLOYMENT FOR WOMEN (મહિલાઓ માટે રોજગાર):

  • મહિલાઓ માટે વ્યવસાયિક અભ્યાસક્રમો
  • પોલીટેકનો ઉદ્ઘાટન
  • પીડિત મહિલાઓ માટે વ્યવસાયિક તાલીમ રોજગાર અને રહેણાંક ની સંભાળ
  • મહિલાઓને રોજગારમાં ટેકો આપવા માટે STEP સ્કીમ
  • સબસીડી વાળા દરે તાલીમ ,લોન આપવા માટે કોર્પોરેશનની સ્થાપના

RESIDENCE (આવાસ):

  • એવું જોવામાં આવ્યું હતું કે કામ કરતી મહિલાઓને આવાસના અભાવનો સામનો કરવો પડે છે.
  • આ મુશ્કેલીને દૂર કરવા માટે 1972માં હોસ્ટેલ બિલ્ડીંગ ના નિર્માણ માટે સહાયની કેન્દ્રીય યોજના શરૂ કરવામાં આવી.
  • સ્વેચ્છિક સંસ્થાને આવી ઇમારતો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી આ નાણાકીય સહાય જમીનની કિંમતના ૫૦ ટકા અને છાત્રાલયના બાંધકામના ખર્ચના 75% હતી.
  • દસ લાખની વસ્તી માટે એક છાત્રાલયની સ્થાપના કરવી તેનો અર્થ એ છે કે નાના શહેરો અને ગામડાઓના નગરો જેમાં 10 થી ઓછી છોકરીઓ હોય અને એ લાખોની વસ્તીને ફાયદો થયો ન હતો. માત્ર મોટા શહેરો અને નગરોને જ ફાયદો થયો હતો.
  • એને જોતા માપદંડમાં સુધારો કરવામાં આવ્યો અને અને કામ કરતી મહિલાઓને આ સુવિધા ની જરૂર હોય તેવા સ્થળે હોસ્ટેલ મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • મહિલા અને વિકાસ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં તાણ શોષણ વગેરેનો સામનો કરી રહી હોય તેવી મહિલાઓ અને છોકરીઓ માટે ટૂંકા રોકાણા ખરો ચલાવવા માટે સ્વૈચ્છિક એજન્સીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
  • પ્રોગ્રામની કામગીરીમાં સમીક્ષા કરવા અને તેના સુધારણા અને વિસ્તરણ માટેના પગલા સૂચવવા માટે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી.

OTHER PROGRAMS FOR WOMEN WELFARE:

Establishment of mahila mandal in 1961:

  • 1961માં મહિલા મંડળોની સ્થાપના કરવામાં આવી.
  • તેમાં પ્રસુતિ અને આરોગ્ય સેવાઓ શૈક્ષણિક તાલીમ પૂરી પાડવામાં આવે છે.

Family life institutes (કૌટુંબીક જીવન સંસ્થાઓ):

  • આમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ પરામર્શ સેવાઓ ,કુટુંબીક અસત્ય શિક્ષણ, નૈતિક ધોરણે ઉન્નતી,વગેરે છે.

Voluntary organisation for women betterment (મહિલાઓની સુધારણા માટે સ્વેચ્છિક સંસ્થાઓ):

  • આમાં મહિલાઓ સામે અત્યાચાર અટકાવવા માટે તાલીમ શિબિર છે ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિ ઊભી કરીને તેના પર થતો અત્યાચાર અટકાવી શકાય છે.

Voluntary organisations working for welfare and development of women in India:

  • Council for women welfare
  • Mahila mandal
  • Kasturba Gandhi trust
  • Bhartiya gramin mahila Sangh
  • Young women Christian association
  • National federation of Indian women
  • Indian Red cross
  • Indian prostitute’s welfare society
  • Indira Gandhi trust
  • Family planning association of India

CHILD WELFARE (બાળ કલ્યાણ):

  • Legislative measures (કાયદાકીય પગલા)
  • ભારત સરકારે બાળકોના કલ્યાણ માટે કાયદાઓ ઘડિયા છે.
  • કલમ 25 મુજબ; 14 વર્ષથી ઓછી ઉંમરનો કોઈપણ બાળક કોઈ જોખમી ફેક્ટરી અથવા ફીણોમાં કામ કરી શકશે નહીં.
  • કલમ 39 મુજબ; બાળકોને તેમની ઉંમર અને શક્તિને અનુરૂપ ન હોય તેવા વ્યવસાયમાં કામ કરવા માટે કહેવું નહીં.
  • કલમ 45 મુજબ; 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ બાળકોના કલ્યાણ માટે રાજ્ય દ્વારા વિવિધ કાયદા ઉખડવામાં આવ્યા.
  • The Hindu adoption and maintenance act 1956
  • Women’s in children’s institutions (licensing) act, 1960
  • Juvenile justice act, 1986

CHILD WELFARE PROGRAMMS (બાળ કલ્યાણ કાર્યક્રમો):

ICDS: INTEGRATED CHILD DEVELOPMENT SCHEME (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ) :

  • ભારત સરકાર અને રાજ્ય સરકારે બાળકો માટેની રાષ્ટ્રીય નીતિના અમલીકરણ માટેના પગલાં અપનાવ્યા છે.
  • આ નીતિ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવાઓ કાર્યક્રમ 1975 માં આના ઉદ્દેશ્ય માટે અમલમાં મૂકવામાં આવ્યા હતા… છે નીચે મુજબ છે..
  • છ વર્ષની age થી અંદરની ઉંમર વાળા બાળકોના પોષણ અને સ્થિતિમાં સુધારો કરો.
  • એકંદરે બાળકોના શારીરિક મનોવૈજ્ઞાનિક અને બાળકોનો સામાજિક વિકાસ કરવો.
  • બાળકોના બીમારી અને મૃત્યુદરમાં ઘટાડો કરવો.
  • બાળકોને સ્કૂલ છોડવાની સંખ્યા ઓછી કરવી.
  • બાળ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નીતિઓને અમલમાં લાવવી.

 ICDS પ્રોગ્રામ કોના કોના માટે હોય છે:

  • છ વર્ષથી નીચેના બાળકો માટે
  • Expectant mother માટે
  • નર્સિંગ mother માટે
  • Woman in reproductive age (15-44 year)
  • આ પ્રોગ્રામ અંતર્ગત આંગણવાડીમાં પ્રોવાઇડ કરવામાં આવતી સર્વિસ….
  • પૂરક પોષણ
  • રસીકરણ
  • રેફરલ સર્વિસીસ
  • Non-formal preschool education
  • Health education

Health structure of ICDS:

When the number of anganwadi

  • In rural: less than 150
  • In urban: less than 100

In charge of ICDS program- child development project officer

Anganwadi workers

Mukhiyasevika(ms)

When the anganwadi are.

  • In rural: 150 or more than 150
  • In hilly/tribal: 100 or more than 100

Incharge of ICDS project: child development project officer (CDPO)

Assistant CDPO

Anganwadi worke

Mukhiyasevika

આંગણવાડી વર્કર એ સ્થાનિક સમુદાય ની સ્વેચ્છિક મહિલા કાર્યકર છે આ આંગણવાડી વર્કરને દેખરેખ મુખ્ય સેવિકા દ્વારા કરવામાં આવે છે.

મેડિકલ કોલેજ ICDSમાં તબીબી અને પેરામેડિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવે છે અને બાળકો અને માતા-પિતાની પોષણ સ્થિતિ જાણવા માટે સર્વેક્ષણો હાથ ધરવામાં આવે છે.

Day Care centre for working women (કામકાજ મહિલાઓ માટે ડે કેર સેન્ટર):

ડે કેર સેન્ટર ની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં કામ કરતી મહિલાઓના બાળકોને રાખવામાં આવે છે અને શિક્ષણ આરોગ્ય તપાસ મનોરંજન અને પોષણ દ્વારા સંભાળ પૂરી પાડવામાં આવે છે

Other programs related to child welfare are (બાળ કલ્યાણ સંબંધિત અન્ય કાર્યક્રમો છે) :

  • મધ્યાહન ભોજન કાર્યક્રમ
  • ચિલ્ડ્રન પાર્ક ની સ્થાપના
  • અરલી ચાઇલ્ડહૂડ એજ્યુકેશન સેન્ટર
  • બાળકોને સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ જેમ કે રમતો રમતગમત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

WELFARE FOR THE OLD PEOPLE (વૃદ્ધ લોકોનું કલ્યાણ):

  • શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને પશ્ચિમી સંસ્કૃતિની અસરને કારણે બાળકો દ્વારા વૃદ્ધિની ઉપેક્ષા કરવામાં આવે છે.
  • જેના કારણે વૃદ્ધો અનેક આર્થિક સામાજિક અને માનસિક સમસ્યાઓથી પીડાય છે.
  • આનાથી વૃદ્ધાવસ્થાના લોકો માટે કલ્યાણકારી સેવાઓ ની જરૂરિયાત ઊભી થાય છે.

વૃદ્ધાવસ્થાના લોકો માટે આપવામાં આવતી કલ્યાણકારી સેવાઓ:

PENSION:

  • સરકારી સેવાઓ માંથી નિવૃત્ત થયેલા લોકો માટે પેન્શન યોજના શરૂ કરવામાં આવી.
  • નિયત ફોર્મ્યુલા મુજબ પેન્શન આપવામાં આવે છે.
  • પેન્શનની સાથે અન્ય સુવિધાઓ જેમકે તબીબી સારવારની ભરપાઈ અને ઉપારથી રજાના રોકડીકરણ ના લાભો મળે છે.
  • સરકારી સેવામાં ન હોય તેવા વૃદ્ધો માટે પેન્શન આપવામાં આવે છે જે નિશ્ચિત રકમ રૂપિયા 300 દર મહિને રકમ આપવામાં આવે છે.

MEDICAL CARE AT CONCESSIONAL RATE (શરતો દરે તબીબી સંભાળ):

  • સરકારી અને ખાનગી સંસ્થાઓમાં આ યોજનાઓ ચલાવવામાં આવે છે જ્યાં વૃદ્ધાવસ્થાના લોકોને સરળતાથી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

OLDAGE HOME (વૃદ્ધાશ્રમ):

  • ભારત સરકારે વૃદ્ધાવસ્થા માટેની કલ્યાણ યોજના હેઠળ રહેણાંક સુવિધાઓ અને મનોરંજનની જરૂરિયાતો જેવી અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વૃદ્ધાશ્રમોની સ્થાપના કરી વૃદ્ધાવસ્થાના લોકોનું અહીં શારીરિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા મનોરંજન કરવામાં આવે છે.

VOLUNTARY ORGANISATION (સ્વેચ્છિક સંસ્થાઓ):

સ્વેચ્છિક સંસ્થાઓ અને વૃદ્ધોના કલ્યાણ માટે આ બનાવવામાં આવ્યું છે.

help age India

age care India

help age India (હેલ્પ એજ ઇન્ડિયા):

  • હેલ્પ એજ ઇન્ડિયા એ એક સ્વેચ્છિક સંસ્થા છે જેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં આવેલું છે અને મુખ્ય શહેરોમાં તેના 22 કેન્દ્રો આવેલા છે.
  • આ સંસ્થામાં મુખ્ય પ્રવૃત્તિઓ જે નીચે મુજબ છે…
  • સમાજમાં વૃદ્ધોની જરૂરિયાતો વિશે જાગૃતિ ઉભી કરવી
  • વિવિધ ઇવેન્ટ્સ નું આયોજન કરવું જેમ કે ડિબેટ પેઇન્ટિંગ વગેરે
  • જુના કાર્યક્રમમાં રોકાયેલા વ્યક્તિઓનો ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી
  • મોબાઈલ મેડીકેર યુનિટ નું સંચાલન કરવું
  • વર્તમાન અને બદલાતા સંદર્ભમાં વૃદ્ધાવસ્થા અને વયની સંભાળને લગતી સમસ્યાઓ અને સમસ્યાઓના અભ્યાસ કરવા માટે તાલીમ સંશોધન અને વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવી.

age care India (એજ કેર ઇન્ડિયા):

  • એજ કેર ઇન્ડિયા એ 50 વર્ષથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓને સેવાઓ પૂરી પાડવા માટે એક સ્વૈચ્છિક સંસ્થા છે.
  • નિવાસ રહેણાંક અને સંસ્થાકીય સેવાઓ
  • શૈક્ષણિક મનોરંજન સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેવાઓ
  • તબીબી સેવાઓ
  • પાર્ટ ટાઈમ નોકરી
  • વૃદ્ધાવસ્થા માટે પ્રવાસો
  • કરવેરા ફરજો પેન્શન વગેરે માટે વ્યવસાયિક કન્સલ્ટન્ટ ની સેવાઓ
  • વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ પર સંશોધન અને અભ્યાસ
  • સમજણ નું નિર્માણ અને વૃદ્ધાવસ્થા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડું

Age care India માં ચાર પ્રકારના સભ્યો હોય છે.

  • Founder member(સ્થાપક સભ્ય)
  • Life member(આજીવન સભ્ય)
  • Associate member(સહયોગી સભ્ય)
  • Temporary member(કામ ચલાવ સભ્ય)
  • Age care India માટે આવકના સ્ત્રોત અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે..
  • લોકોના એડમિશન વખતે
  • Fee of membership
  • Donation (દાન આપવું )
  • Grants(અનુદાન)

એજ કેર ઇન્ડિયા એ વૃદ્ધ લોકોના કલ્યાણ માટે 18 નવેમ્બર 1980 થી 1981 સુધી તેને બનાવવામાં આવ્યું.

18 નવેમ્બર ના દિવસને દર વર્ષે elder’s day તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.

Other benefit for old age:

  • રેલવેમાં મુસાફરી વખતે ફાયદો.
  • તબીબી સેવાઓ માટે હોસ્પિટલોમાં પ્રેફરન્સ મળે.
  • બીજા શબ્દોમાં કહીએ તો opd માં નોંધણી માટે અલગ વિભાગો અથવા કાઉન્ટર હોય છે અને પ્રદાન કરવા માટે વૃદ્ધાવસ્થા ને પ્રાધાન્ય સેવાઓ આપવામાં આવે છે.
  • ટેક્સ ભરવા રેલ્વે અને બસ પ્રવાસ માટે ટિકિટ મેળવવા માટે અલગ કાઉન્ટર હોય છે.

WELFARE FOR DISABLED (વિકલાંગો માટે કલ્યાણ):

  • 2001 ની વસ્તી ગણતરીના અહેવાલો અનુસાર દેશની કુલ વસ્તીના 2.1 કરોડ લોકો વિકલાંગ છે.
  • ઝીરો થી 19 વર્ષની વચ્ચેની કુલ વસ્તીના 1.67 ટકા વિકલાંગતા ના મુખ્ય છે.
  • વિકલાંગતામાં સાંભળવા હલનચલન અને માનસિક લોકોનો સમાવેશ કરવામાં આવે છે.
  • વિકલાંગ વ્યક્તિઓને સેલ્ફ સફિશિયલ અને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે ઘણી સંસ્થાઓ કાર્ય કરે છે.

Establishment of national institutes (રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના):

વિકલાંગો માટેની ઘણી બધી રાષ્ટ્રીય સંસ્થાઓ છે જેમ કે વ્યવસાયિકોની તાલીમ શૈક્ષણિક માતૃત્વનું ઉત્પાદન અને પુનવાર વસવાટમાં સંશોધન કરવા અને વિકલાંગો માટે યોગ્ય મેડિકલ સેવાઓના વિકાસ માટે કલ્યાણ મંત્રાલય હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

વિકલાંગોના કલ્યાણ માટે સ્થાપિત રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે…

  • National institute for the orthopedically handicapped at Kolkata.
  • National institute for visually handicapped at Dehradun.
  • National institute for the mentally handicapped at secundarabad
  • Ali yavar Jung National institute for hearing handicapped at Bombay.

ESTABLISHMENT OF REHABILITATION COUNCIL (પુનર્વસન પરિષદની સ્થાપના) :

  • આરોગ્ય મંત્રાલય હેઠળ પુનર્વશન પરિષદોની સ્થાપના કરવામાં આવી .
  • જ્યાં વિકલાંગ વ્યક્તિઓના પુનર્વસન માટે તાલીમ કાર્યક્રમ આપવામાં આવે છે .
  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિકલાંગ વ્યક્તિઓ માટે જિલ્લા પુનર્વસન કેન્દ્ર યોજના શરૂ કરવામાં આવી .
  • આ યોજના વિકલાંગ વ્યક્તિની વ્યાપક ઓળખની કલ્પના કરે છે.
  • આ કેન્દ્રમાં વિકલાંગ વ્યક્તિઓ માટે તબીબી પુનર્વશન શૈક્ષણિક વ્યવસાયિક અને પ્લેસમેન્ટ જેવી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી.

CORPORATIONS (કોર્પોરેશન):

ભારત સરકારે વિકલાંગોને તાલીમ પૂરી પાડવા માટે વિકલાંગ તાલીમ સંસ્થાઓ માટે aids અને ઉપકરણો (સાધનો) ના ઉત્પાદન કર્યા.

TRAINING (ટ્રેઇનિંગ):

તાલીમ માટે કૃત્રિમ તબીબી ઉત્પાદન નીગમોની સ્થાપના કરી હતી.

સરકાર દ્વારા સ્વેચ્છિક ક્ષેત્રો સ્થાપવામાં આવ્યા હતા.

RESERVATION FOR DISABLED PERSONS (વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષણ):

સરકારી અને જાહેર ક્ષેત્રમાં વિકલાંગ વ્યક્તિઓ માટે ત્રણ ટકા અનામત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.

LOCAL FACILITIES (લોકલ ફેસીલીટી):

વિકલાંગ વ્યક્તિઓ માટે શરત દળેલું આપવામાં આવે છે.

SPECIAL CONCESSION (સ્પેશિયલ કન્સેસન):

વિકલાંગ વ્યક્તિઓ માટે બસ ટ્રેન અને હવાઈ મુસાફરી વગેરે માટે વિશેષ છુટ આપવામાં આવે છે.

RUNNING STD/ISD BOOTHS ( રનિન્ગ STD ) :

વિકલાંગને STD/ISD ચલાવવા માટેના કોન્ટ્રાક્ટ માં પ્રાધાન્ય આપવામાં આવે છે.

AIDS (એઇડ્સ):

આમાં વિકલાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ સહાય પૂરી પાડવામાં આવે છે અથવા સબસીડી આપવામાં આવે છે.

OTHERS (અધર્સ):

Braille લાયબ્રેરી જેવી લાઇબ્રેરી માનસિક વિકલાંગ લોકો માટે ઘર શિષ્યવૃત્તિ વગેરે ની સહાય પૂરી પાડે છે આ સરકાર પણ વિકલાંગોના કલ્યાણ માટે લોકોની સેવા કરવા બદલ સામાજિક કાર્યકરોને પુરસ્કાર આપે છે.

WELFARE PROGRAMMS FOR DRUG ADDICTS (ડ્રગ્સ એડિટ્સ માટે કલ્યાણ પ્રોગ્રામ):

  • માદકદ્રવ્યોનું વ્યસન એ એક મોટી સામાજિક સમસ્યા છે.
  • જે દેશના બાળકો અને યુવાનોને અસર કરી રહી છે.
  • મોટા ભાગના ડ્રગ્સ નો દુરુપયોગ કરનારાઓ અભણ છે.
  • માદક દ્રવ્યોના દુરુપયોગથી સમસ્યાનો સામનો કરવા માટે આ સમસ્યાને નિયંત્રિત કરવાની જરૂર છે.
  • તેના માટે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જે નીચે મુજબ છે.

MINISTRY OF FINANCE ( મિનીસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ) :

નાર્કોટિક ડ્રગ અને સાઇકોટ્રોફિક સબસ્ટન્સ એક્ટ 1985 માં લાગુ કરવામાં આવ્યો.

MINISTRY OF HEALTH AND FAMILY WELFARE ( મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલફેર ) :

આમાં વ્યસનનીઓ માટે તબીબી સારવાર આપવામાં આવે છે.

MINISTRY OF INFORMATION AND BROADCASTING ( મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીન્ગ ) :

આમાં, સંબંધીત પ્રચાર માટે માદક દ્રવ્યોના વ્યસનના ગેરફાયદા અને તેનાથી થતી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેની બધી માહિતીઓ સુધી પહોંચાડવામાં આવે છે જેથી તેઓ પાછા તેની નોર્મલ લાઈફ જીવી શકે.

MINISTRY OF HUMAN RESOURCES DEVELOPMENT ( મિનીસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલોપમેન્ટ ) :

HRD હેઠળ શિક્ષણ યુવા બાબતો અને રમતગમત વિભાગ જેવી બાબતો આ ડ્રગ addiction થી થતી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેમાં મદદરૂપ થાય છે.

MINISTRY OF WELFARE (મિનીસ્ટ્રી ઓફ વેલફેર):

  • મિનિસ્ટ્રી ઓફ વેલ્ફેર એ બધા સ્ટેપ લે છે જે વ્યક્તિને ડ્રગનું એડિશન હોય છે. અને લોકોની મદદ કરે છે.
  • તેમા નીચે મુજબનો સમાવેશ થાય છે..
  • વ્યક્તિ અને પબ્લિકમાં અવેરનેસ લાવવામાં આવે.
  • જે વ્યક્તિ ડ્રગ એડિકટેડ હોય તેનો આઈડેન્ટિફિકેશન કરવામાં આવે.
  • જે વ્યક્તિ ડ્રગ એડિકટેડ હોય તેમને સારવાર આપવામાં આવે.
  • જે વ્યક્તિ ડ્રગ એડિકટેડ હોય તેને રીહેબિલિટેશન કઈ રીતે કરવું તે જણાવવામાં આવે છે.
  • આ બધા પરથી એવું તારણ કાઢી શકાય છે કે કલ્યાણ મંત્રાલય શૈક્ષણિક અને સામાજિક કલ્યાણના પાસાઓ સાથે સંકળાયેલું છે.
  • માદક દ્રવ્યોના વ્યસનના કલ્યાણ માટે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેમાં ….
  • કાઉન્સેલિંગ કેન્દ્ર
  • સ્વેચ્છિક સંસ્થાઓ આ બે દ્વારા લોકોનું કલ્યાણ કરવામાં આવે છે.

OTHER ACTIVITIES (અધર એક્ટીવિટીસ):

  • લોકોમાં જાગૃતિ અને શિક્ષણ આપવામાં આવે છે.
  • વ્યસન મુક્તિ કેન્દ્રો બનાવવામાં આવે છે.
  • ડ્રગના દુરુપયોગ ને રોકવાના હેતુ માટે સંકલિત અને સંકલિત પ્રયાસો કરવામાં આવે છે.
  • ગેરકાયદેસર ડ્રગ ની અદલા બદલી પર નિયંત્રણ લાવવામાં આવે છે.
  • ડ્રગ ના વ્યસનીઓની ઓળખ સારવાર અને તેનો પુનર્વસન કરવામાં આવે છે.
  • ભારત સરકારે નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાઇકોટ્રોફીક સબસેન્સ એક્ટ 1985 માં અને 1988 માં ગેરકાયદેસર ટ્રાફિક અટકાવવા જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા.
Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised