MIDWIFERY AND GYNECOLOGICAL NURSING (PAPER SOLTION : 07/07/2025)-Upload no.12

GNM-T.Y MIDWIFERY AND GYNECOLOGICAL NURSING (PAPER SOLTION : No.12 07/07/2025)

Q – 1 a. What is cesarean Section ? સિઝેરિયન સેક્શન એટલે શું? 03

સિઝેરિયન સેક્શન એક એવી સર્જીકલ પ્રોસિજર છે કે જેમાં બેબીને યુટ્રસ માંથી ડિલિવર કરવા માટે એબડોમન ઉપર ઇન્સીઝન મૂકવામાં આવે છે અને તેના દ્વારા બેબી ને ડિલિવર કરાવવામાં આવે છે.
સિઝેરિયન સેક્શન ના ટાઈપ નીચે મુજબ છે.

1.Based on the timing of delivery (ડીલેવરી ના સમય મુજબ):-

  • ઇલેક્ટીવ સિઝેરિયન સેક્શન :- આ ટાઈપમાં સિઝેરિયન એ પહેલેથી પ્લાન કરેલું હોય છે.
    Indication – પ્રિવિયસ સિઝેરિયન સેક્સન, બ્રિચ પ્રેઝન્ટેશન , પ્લાસંટા પ્રિવિયા વગેરે…
  • ઈમરજન્સી સિઝેરિયન સેક્શન :-તે Unplanned હોય છે. જ્યારે વજાઈનલ ડિલિવરી શક્ય હોતી નથી ત્યારે ઈમરજન્સી સિઝેરિયન સેક્શન કરવામાં આવે છે.
    Indication – ફીટલ ડીસ્ટ્રેસ ,પ્રોલોંગ લેબર, યુટેરાઇન રપચર…

2.Based on the uterine incision (યુટેરાઈન ઇન્સિજન):-

  • લોવર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન :- તે મોસ્ટ કોમન ટાઈપ છે. કે જેમાં લોવર સેગમેન્ટ મા હોરીજોન્ટલ ઇન્સીઝન મૂકવામાં આવે છે.
    Advantages – તેમાં બ્લડ લોસ ઓછો થાય છે ,યુટર્સ Rupture થવાના ચાન્સીસ ઓછા છે અને હીલિંગ પણ વહેલું આવે છે.
  • ક્લાસિકલ સિઝેરિયન સેક્શન :- તેમાં અપર સેગમેન્ટમાં વર્ટીકલ ઇનસીઝન મૂકવામાં આવે છે.
    Disadvantages – યુટરસ Rupture થવાના ચાન્સીસ વધારે છે.

3.Based on the approch of surgery (સર્જરી નાં એપ્રોચ મુજબ)

open cesarean section :- તેમાં એબડોમન ઉપર વાઈડ ઇંસીઝન મૂકવામાં આવે છે.
ઇમર્જન્સી પ્રેગનેન્સી અથવા તો મલ્ટીપલ પ્રિવિયસ સર્જરી હોય તેવા પેશન્ટમાં કરવામાં આવે છે.
Minimal-invasive cesarean section :- તેમાં એબડોમન ઉપર મીનીમલી ઇન્વેસિવ ટેકનીક થ્રુ બેબી બર્થ કરાવવામાં આવે છે.

b. Write Down indications of cesarean Section . સિઝેરિયન સેક્શન ના ઇન્ડિકેશન લખો. 04

સીઝેરીયન સેક્શન ના ઇન્ડીકેશન્સ:

સીઝેરીયન સેક્શનના ઇન્ડીકેશન્સ ને બે કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવેલા છે:

  • 1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય)
  • 2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય)

1)એબસોલ્યુટ,(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ ના હોય):

  • સેન્ટ્રલ પ્લેસેન્ટા પ્રિવ્યા,
  • સીવ્યર ડીગ્રી કોન્ટ્રાક્ટ પેલ્વિસ,
  • સર્વાઇકલ અથવા બ્રોડ લીગામેન્ટ ફાઇબ્રોઇડ,
  • વજાઇનલ એટ્રેસિયા/ ઓબ્સટ્રક્સન,
  • એડવાન્સ સર્વાઇકલ કાર્સીનોમાં,
  • સેફેલોપેલ્વિકશ ડિસપ્રપોર્શન,
  • પેલ્વિક માસ ના કારણે ઓબ્સટ્રક્સન હોય,
  • ફિટસ એ ડેથ થયેલુ હોય.

2)રિલેટીવ(જેમાં વજાઇનલ ડીલેવરી પોસિબલ હોય પરંતુ મધર અને બેબી ને રિસ્ક હોય):

  • સફેલોપેલ્વિક ડીસપ્રપોર્શન,
  • કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ,
  • પ્રિવ્યસ સિઝેરિયન ડિલિવરી,
  • ફિટલ ડિસ્ટ્રેસ,
  • એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રાકશ,
  • લાર્જ ફીટસ,
  • સ્મોલ પેલ્વિસ,
  • ફેઇલ ઇન્ડક્શન,
  • એન્ટિપાર્ટમ હેમરેજ જેમ કે, પ્લેસાન્ટા પ્રિવીયા, એબ્રપ્સીઓ પ્લેસેન્ટા.
  • માલપ્રેઝન્ટેશન અથવા એમનોર્મલ લાઇ ( ટ્રાન્સવર્સ લાઇ).
  • બેડ ઓબસ્ટ્રેટીક હિસ્ટ્રી,
  • હાઇપરટેન્સિવ ડિસઓર્ડર જેમ કે પ્રિએક્લેમ્પસિયા,
  • પ્રોલેપ્સ ઓફ અંબેલીકલ કોર્ડ,
  • એલ્ડરલી પ્રાઇમીગ્રેવીડા ,
  • મેડિકો- ગાઇનેકોલોજીકલ ડિસઓર્ડર:
  • ક્રોનિક હાયપરટેન્શન,
  • ક્રોનિક નેફ્રાઇટીસ,
  • ડાયાબિટીસ,
  • હાર્ટ ડિસીઝ,
  • પેલ્વિક ટ્યુમર,
  • વજાઇનલ એટ્રેસિયા,
  • કાર્સિનોમા ઓફ સર્વિક્સ,
  • સર્વાઇકલ ડિસ્ટોસિયા.

કોમન ઇન્ડીકેશન્સ ઓફ સિઝેરિયન સેક્શન

1) ફેઇલ્યોર ટુ પ્રોગ્રેસ ઇન લેબર: પ્રોલોંગ લેબર કે જેમાં સર્વિક્સ એ પ્રોપરલી ડાયલેટ થતું નથી તથા ફિટસ એ બર્થ કેનાલ મા પ્રોપરલી ડિસેન્ડ ડાઉન થતું નથી જેના કારણે સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.

2) ફીટલ ડિસ્ટ્રેસ: એવી સાઇન કે જેમા ફીટસ એ લેબરને પ્રોપરલી ટોલરેટ કરી શકે તેમ હોય નહીં જેમકે એબનોર્મલ ફિટલ હાર્ટ રેટ હોય તો તે ફિટસ ને રીડ્યુસ ઓક્સિજન સપ્લાય ઇન્ડિકેટ કરે છે જેના કારણે સિઝેરિયન કરવાની જરૂરિયાત પડે છે.

3) માલપ્રેઝન્ટેશન ઓફ બેબી: જ્યારે બેબી એ બ્રીચ પ્રેઝન્ટેશનમાં( પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે બટક્સ)હોય, ટ્રાન્સવર્સ પોઝીશન હોય, તેના કારણે વજાયનલ ડીલેવરી ઇમ્પોસિબલ થાય છે અને સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.

4) પ્લેસેન્ટલ એબનોર્માલીટી:
પ્લેસેન્ટા પ્રિવ્યા:
કે જેમાં પ્લેસેન્ટા એ પાર્શિયલી તથા કંપ્લીટ્લી લોવર યુટરાઇન સેગ્મેન્ટ પર ઇમ્પ્લાન્ટ થયેલી હોય એટલે કે પ્રેઝેન્ટિંગ પાર્ટ તરીકે પ્લેસેન્ટા પ્રેઝન્ટ હોય ત્યારે.
એબ્રપ્સીઓ પ્લેસેન્ટા
કે જેમાં પેશન્ટા એ યુટેરાઇન વોલ માંથી પ્રીમેચ્યોરલી સેપરેટ થાય તો તેના લીધે પણ સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત રહે છે.

5) મેટરનલ હેલ્થ કન્ડિશન
જેમ કે,જીનાઇટલ હર્પીસ,
હાર્ટ ડીસીઝ,
સીવ્યર હાઇપરટેન્શન,
જેવી કન્ડિશન .

6) પ્રિવિયસ સિઝેરિયન સેક્શન: જો પહેલા સિઝેરિયન સેક્શન થયેલું હોય તો ત્યારબાદ રીપીટ સિઝેરિયન સેક્શન એ પ્રિવ્યસ cs ના સ્કાર તથા પ્રેગ્નેનસિ ના ટાઇમ ડ્યુરેશન પર આધાર રાખે છે.

7) મલ્ટીપલ પ્રેગ્નન્સી: જ્યારે મલ્ટીપલ પ્રેગ્નન્સી જેમ કે ટ્વીન,ટ્રીપ્લેટ્સ હોય ત્યારે તથા ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટ તથા પોઝિશન ના આધારે સિઝેરિયન કરવાની જરૂરિયાત રહે છે.

8) અંબેલીકલ કોર્ડ પ્રોલેપ્સ: જેમાં અંબેલીકલ કોર્ડ એ સર્વિક્સ થ્રુ સ્લીપ ડાઉન થાય છે જેના કારણે ફિટસ ને બ્લડ સપ્લાય કટ ઓફ થવાની શક્યતાઓ રહે છે.

9) મેટરનલ રિક્વેસ્ટ: અમુક કેસીસમાં કોઇપણ પર્સનલ તથા સાયકોલોજીકલ રીઝન ના કારણે મધર એ ખુદ સિઝેરિયન સેક્શન ને સિલેક્ટ કરે છે.

10) ઇમરજન્સીસ ડ્યુરીંગ લેબર:
લેબર સમય દરમિયાન થતી કોમ્પ્લિકેશન જેમ કે યુટેરાઇન રપ્ચર થવું , સિવ્યર બ્લિડીંગ, તથા મેટરનલ ઇલનેશ ના કારણે મધર તથા બેબી ના હેલ્થ ને પ્રોટેક્ટ કરવા માટે તથા તેમની સેફ્ટી માટે ઇમિડિએટલી સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.
આમ આ બધી કન્ડિશનમાં સિઝેરિયન સેક્શન કરવાની જરૂરિયાત પડે છે.

c. Describe the First 24 Hours Post – operative nursing care of cesarian section.   સિઝેરિયન સેક્શન થયા પછીની પ્રથમ 24 કલાક માટેની પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર વર્ણવો. 05

પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર:

ફર્સ્ટ 24 અવર્સ(0 ડે):

ફર્સ્ટ છ- આઠ અવર્સ ના ઓબ્ઝર્વેશન માં પેશન્ટ ના વાઇટલ સાઇન જેમકે પલ્સ, બ્લડ પ્રેશર નું પ્રોપર્લી એસેસમેન્ટ કરવું.

વજાઇનલ‌ બ્લિડિંગ નું અમાઉન્ટ અને યુટ્ર્સ નું બિહેવ્યર રેકોર્ડ કરવું.

પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મેન્ટેન કરવું જેમાં, સોડિયમ ક્લોરાઇડ ( 0.9%)/રીંગર લેક્ટેડ ડ્રિપ 2-2.5 લીટર સોલ્યુશન સુધી કંટીન્યુ આપવું.

એનેમિક મધર માં બ્લડ ટ્રાન્સફયુઝન આપવું પડે તો તેની પ્રિપેરેશન કરવી.

પેશન્ટ નો ઇન્ટેક-આઉટપુટ ચાર્ટ પ્રોપર્લી મેઇન્ટેઇન કરવો.

ડ્રગ્સ જેમ કે, inj. Oxytocin 5 યુનિટ Im/ IV( સ્લો ) કે મીથાર્જીન 0.2 mg IM, ત્યારબાદ પ્રોફાઇલેક્ટીક એન્ટિબાયોટિક તથા એનાલજેસીક ઓર્ડર મુજબ પ્રોવાઇડ કરવું.

એમ્બ્યુલેશન: જો પેશન્ટ ની જનરલ કન્ડિશન સારી હોય તો તે બેડ માં બેસી શકે અને બ્લાડર એમ્પટી કરવા માટે જય શકે છે.

પેશન્ટ ને લેગ અને એંકલ મુવ કરવા તથા ડીપ બ્રિધીન્ગ માટે એન્કરેજ કરવું.

ત્રણ થી ચાર અવર્સ માં મધર સ્ટેબલ થાય અને તેનું પેઇન ઓછું થાય ત્યારે બેસ્ટ ફીડિન્ગ સ્ટાર્ટ કરાવવા માટે એડવાઇઝ આપવી.

આ સાથે બેબી ના વાઇટલ સાઇન તથા જનરલ કન્ડિશન ને મોનિટરિંગ કરતા રહેવું કોઇ પણ એબનોર્માલિટીસ જણાય તો ઇમીડીયટલી રીફર કરવું.
OR

a. What is Fertilization ? ફર્ટિલાઈઝેશન એટલે શું ? 03

ફર્ટિલાઈઝેશન (Fertilization) એ સ્પર્મ (Sperm) અને ઓવમ (Ovum) ની ફ્યુઝન પ્રક્રિયા છે, જેનાથી ઝાયગોટ (Zygote) રચાય છે. આ પ્રક્રિયા મુખ્યત્વે ફેલોપિયન ટ્યુબ (Fallopian Tube) ના એમ્પ્યુલા (Ampulla) ભાગમાં થાય છે.

Main stages of fertilization:

  1. Sperm Transport (સ્પર્મ ટ્રાન્સપોર્ટ):
  • કોપ્યુલેશન (Copulation) દરમિયાન સ્પર્મ વેજિના (Vagina) માં ડિપોઝિટ થાય છે અને યૂટેરસ (Uterus) થકી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચે છે.
  1. Capacitation of Sperm (સ્પર્મ કેપેસિટેશન):
  • સ્પર્મ યૂટેરિન અને ટ્યુબલ ફ્લૂઈડમાં રહેલા એનઝાઇમ્સથી કેપેસિટેશન પ્રક્રિયા પૂર્ણ કરે છે, જેનાથી સ્પર્મ ઓવમની ઝોના પેલ્યુસિડા (Zona Pellucida) પાર કરવા સક્ષમ બને છે.
  1. Acrosome Reaction (એક્રોસોમ રિએક્શન):
  • એક્રોસોમ (Acrosome) માં રહેલા હાયલ્યુરોનિડેઝ (Hyaluronidase) અને અન્ય એન્ઝાઇમ્સથી ઓવમની ઝોના પેલ્યુસિડા તૂટે છે.
  1. Penetration and Fusion (પેનિટ્રેશન અને ફ્યુઝન):
  • સ્પર્મ ઓવમના પ્લાઝ્મા મેમ્બ્રેન (Plasma Membrane) સાથે ભેળવી જાય છે.
  • સ્પર્મનો ન્યુક્લિયસ ઓવમના ન્યુક્લિયસ સાથે fusion કરે છે અને ડિપ્લોઇડ ઝાયગોટ (Diploid Zygote) રચાય છે.

b. Write down name of female internal and External Reproductive organs. ઇન્ટરનલ અને એક્સટર્નલ ફિમેલ રીપ્રોડક્ટિવ ઓર્ગન ના નામ લખો. 04

1. External genitalia of female / VULVA / PUEDENDAM

  • Mons pubis (મોન્સ પ્યુબિસ)
  • Labia majora (લેબીયા મેજોરા)
  • Labia minora (લેબીયા માયનોરા)
  • Clitoris (ક્લાઈટોરીસ)
  • Perineum (પેરીનિયમ)
  • Vestibule (વેસ્ટીબ્યુલ)
  • Mammary gland (મેમરી ગ્લેન્ડ)

MONS PUBIS (મોન્સ પ્યુબિસ):

  • મોન્સ પ્યુબીસ એ કુશન જેવુ સ્ટ્રકચર છે. જે ફેટ અને સ્કિન થી બનેલુ હોય છે. જે symphysis pubis ની આગળ આવેલુ હોય છે.
  • Puberty દરમિયાન તે hair થી કવર થાય છે અને એક હોરીઝોન્ટલ(આડી) મર્જીન બનાવે છે.

LABIA MAJORA (લેબીયા મેજોરા):

  • આ આગળ ની બાજુ બે thick fold હોય છે. જે vulva ની બ્રીમ (brim) બનાવે છે. (vulva એટલે કે external reproductive organ તેને vulva પણ કેહવાય છે).
  • Labia Majora સ્કિન, ફેટ, areolar ટિસ્યુ, અને smooth muscle નું બનેલુ હોય છે. જેની ઉપર ની surface પર hairs આવેલા હોય છે. તેના અંદર ની બાજુ શિબેસિયસ ગ્લેન્ડ આવેલા હોય છે.
    રાઉન્ડ લિગામેંટ એ labia majora એ એન્ડ થાય છે.
  • લેબીયા મેજોરા આગળ ની બાજુથી (anteriorly) મોન્સ પયુબિસ પાસે મળે છે અને posteriorly તે perineum (પેરીનીયમ) ની સ્કિન પાસે મળે છે. જેમ મેલ માં scrotum હોય છે, તેમ ફીમેલ મા labia majora હોય છે.

LABIA MINORA (લેબીયા માઇનોરા):

  • Labia minora એ બે નાના સ્કિન ફોલ્ડ્સ (જેની અંદર ફેટ, hairs હોતા નથી પણ ઘણી શિબેસિયસ ગ્લેન્ડ હોય છે) જે લિબિયા મેજોરા ની અંદર હોય છે.
  • તેનુ ઉપર નો ભાગ તે ક્લાયટોરિસ પાસે મળી ને prepuce (પ્રીપયુસ- જેમ મેલ મા પેનિસ મા ફોર સ્કિન આવેલી હોય એમ ફિમેલ મા ક્લાઈટોરીસનુ કવર) બનાવે છે, અને નીચે નો ભાગ ક્લાઈટોરીસ નુ ફ્લોર (frenulum )બનાવે છે.

CLITORIS (કલાઇટોરિસ):

  • આ cylindrical (નળાકાર) shape અને triangular shape નુ હોય છે. તે erectile tissue (ઉતેજના કરે તેવી) થી બનેલુ હોય છે.
  • આ જેમ મેલ મા પેનિસ હોય તેમ આ ફિમેલ મા ક્લાઇટોરિસ હોય છે.
    તેની અંદર સેંસરી નર્વ ending આવેલા હોય છે. જાતિય સંબંધ (સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ) દરમિયાન ઉતેજના નુ કામ કરે છે.

PERINEUM (પેરીનીયમ):

  • આ એક એવો area છે, જે લિબિયા મેજોરા ના બેસ (base) થી લઇ ને એનલ (anal) કેનાલ સુધી લંબાયેલો હોય છે. અંદાજે આ ત્રિકોણ આકાર નો હોય છે.
  • તે connective tissue, ફેટ, અને muscle નુ બનેલું હોય છે. તે પેલ્વિક ફ્લોર ના મસલ્સ ને attachment આપે છે.

VESTIBULE (વેસ્ટીબ્યુલ):

  • Vestibular ગ્લેન્ડ એટલે કે (Bartholin gland) તે 2 હોય છે અને vaginal opening ની બન્ને બાજુ આવેલ હોય છે. તેની સાઈઝ વટાણા જેવડી હોય છે. તેમા ducts આવેલી હોઈ તે vagina મા ખૂલે છે અને તે mucous સિક્રિટ કરે છે. જેનાથી vulva મા moisture રહે છે અને વજાઈનલ કેવીટી wet રહે છે.

2. INTERNAL REPRODUCTIVE ORGANS (ઇન્ટર્નલ રીપ્રોડક્ટીવ ઓર્ગન્સ):

આ ઓર્ગન્સ પેલ્વિક કેવિટી ની અંદર રહે છે. જેમા નીચે મુજબ ના ઓર્ગન્સ નો સમાવેશ થાય છે.

Internal reproductive organ નીચે મુજબ છે.

  • Vagina (વજાઈના)
  • Uterus (યુટ્રસ)
  • Uterine tube or Fallopian tube or Salpinges (યુટેરાઈન ટ્યુબ / ફેલોપિયન ટ્યુબ /સલ્ફિંજસ)
  • Ovaries (ઓવરીઝ).

c. Explain internal reproductive organs in Detail.ઇન્ટર્નલ રીપ્રોડક્ટિવ ઓર્ગન્સ વિસ્તારથી સમજાવો.05

INTERNAL REPRODUCTIVE ORGANS (ઇન્ટર્નલ રીપ્રોડક્ટીવ ઓર્ગન્સ):

આ ઓર્ગન્સ પેલ્વિક કેવિટી ની અંદર રહે છે. જેમા નીચે મુજબ ના ઓર્ગન્સ નો સમાવેશ થાય છે.

Internal reproductive organ નીચે મુજબ છે.

  • Vagina (વજાઈના)
  • Uterus (યુટ્રસ)
  • Uterine tube or Fallopian tube or Salpinges (યુટેરાઈન ટ્યુબ / ફેલોપિયન ટ્યુબ /સલ્ફિંજસ)
  • Ovaries (ઓવરીઝ).

VAGINA (વજાઈના):

  • Vagina એ ફાયબ્રો મસ્ક્યુલર ટ્યુબ છે. જેની લાયનિંગ સ્ટ્રેટીફાઇડ સ્કેવેમ્સ એપીથેલિમ સેલ થી બનેલી છે. જે અંદરના અને બહારના (internal અને external) reproductive ઓર્ગન્સ ને જોડી રાખતુ સ્ટ્રકચર છે.
  • તેની આગળ યુરીનરી બ્લેડર અને રેક્ટમ પાછળ આવેલ હોય છે. તેની આગળ ની વોલ 7.5 cm ની હોય છે અને પાછળ ની વોલ 9cm હોય છે.

Structure of Vagina (વજાઇના નુ સ્ટ્રકચર)

વજાયના ના ત્રણ લેયર આવેલા હોય છે

1.Outer Layer (આઉટર લેયર)

2.Middle Layer (મિડલ લેયર)

3.Inner Layer (ઇનર લેયર)

1.Outer Layer (આઉટર લેયર) :- આઉટર લેયર એરીઓલર ટિસ્યુ નુ બનેલુ હોય છે

2.Middle Layer (મિડલ લેયર) :- મિડલ લેયર સ્મૂથ મસલ્સ નુ બનેલુ હોય છે.

3.Inner Layer (ઇનર લેયર) :- stratified squamous એપીથેલીયમ ટીસ્યુ નુ બનેલું હોય છે. જે rugae (રુગા – પ્રોજેક્સન જેવુ) બનાવે છે.

તેમા કોઈ સિક્રીશન હોતા નથી. સર્વાઇકલ (cervical) ના સિક્રીશન ના કારણે તે moist રહે છે.
puberty અને મેનોપોઝ ની વચ્ચે lactobacillus acidophilus નામના બેક્ટેરિયા vagina ની pH ને એસિડિક બનાવે છે. જે 4.9 થી 3.5 જેટલી હોય છે. એસિડિક pH ના કારણે ઇન્ફેક્શન કરતા microorganism vagina મા એન્ટર થતા નથી.

Blood Supply (બ્લડ સપ્લાય) :

યુટેરાઇન આર્ટરી અને વજાઈનલ આર્ટરી દ્વારા કે જે ઇન્ટર્નલ ઈલિયાક આર્ટરી ની શાખા છે.
વિનસ પલેક્સસ એ મસલ્સ ના વોલ મા આવેલી હોઈ છે અને ઇન્ટર્નલ ઇલિયાક વેઈન મા ડ્રેઈન થાય છે.

NERVE SUPPLY (નર્વ સપ્લાય):

Parasympathetic nerves, sympathetic nerves અને somatic nerve supply હોય છે

FUNCTIONS (ફંકશન્સ):

  • ઇન્ટરકોર્સ વખતે વજાઈના એ પેનિસ ની એન્ટ્રી ને allow કરે છે.
  • સ્પર્મ યુટ્રસ માં દાખલ થવા માંટે મૂવ ન થાય ત્યા સુધી સ્પર્મ ને હોલ્ડ કરી રાખે છે.
  • એક elastic સ્ટ્રકચરલ પાર્ટ છે જે બર્થ સમય એ બેબી ને બહાર આવવામા મદદ કરે છે.
  • વજાઈના માં આવેલા સેન્સરી નર્વ એન્ડીંગસ એ સેક્સુઅલ પ્લેઝર ની ફિલિંગ આપે છે.
  • યુરીનરી ટ્રેક ના આઉટર ઓપનિંગ તરીકે કાર્ય કરે છે.
  • Women મા monthly મેનસટ્રુઅલ બ્લીડિંગ થાય જેથી યુટ્રસ નું બ્લડ વજાઈના દ્વારા બહાર આવે છે.
  • વજાઈનલ કેવીટી ની એસીડીક PH માઇક્રોઓર્ગેનીઝમ ના ગ્રોથ ને અટકાવે છે.

UTERUS (યુટ્રસ):

  • યુટ્રસ એ હોલો (પોલુ) અને મસ્ક્યુલર ઊંધા પીયર (પેરુ) આકાર નુ ઓર્ગન છે. તે પેલ્વિક કેવીટી ની અંદર આવેલું ઓર્ગન છે. જે યુરીનરી બ્લેડર અને રેક્ટમ ની વચ્ચે આવેલુ છે.
  • મોસ્ટ ઓફ વુમન ની અંદર યુટ્રસ આગળ ની બાજુ વળેલું હોય છે (anteflexion) અને ફોરવર્ડ હોય છે (anteversion) અને વજાઈના કાટખૂણે (90°- right angle) એ હોય છે.
  • તેની anterior વોલ બ્લેડર ઉપર જુકેલી હોય છે અને વેસિકોયુટેરાઈન પાઉચ બનાવે છે બ્લેડર અને યુટ્રસ વચ્ચે જે પેરીટોનિયમ નુ પાઉચ બને છે તેને વેસિકોયુટેરાઈન પાઉચ કેહવાય છે).
  • જ્યારે બોડી upright position માં હોય છે ત્યારે યુટ્રસ ની લંબાઈ 3 ઇંચ, પોહડાય 2 ઇંચ અને જાડાઈ 1 ઇંચ હોય છે. તેનુ વજન 30 થી 40 ગ્રામ હોય છે.

The parts of the uterus are as follows (યુટ્રસ ના પાર્ટ નીચે મુજબ હોય છે):

  1. ફંડસ (fundus ):- તે dome (ઘુંમટ) આકાર નુ હોય છે. તેના ઉપરના ભાગે થી યુંટેરાઈન ટ્યુબ ખૂલે છે.
  2. બોડી (body):- બોડી એ મેઇન પાર્ટ છે. યુટ્રસ નીચે જતા નેરો (સાંકડુ ) બને છે. ઇન્ટર્નલ ઓસ (મુખ ) બનાવે છે. જે કંટીન્યુ આગળ જઇ સર્વિક્સ બનાવે છે.
  3. સર્વિક્સ (cervix):- તેને નેક ઓફ યુટરસ કહેવામાં આવે છે. વજાયના ની એંટીરિયર પાર્ટ મા ખૂલે છે અથવા બહાર પડે છે (protrude) થાય છે. તેનુ ઓપનિંગ external os (ઓસ) કહેવાય છે.

STRUCTURE (સ્ટ્રકચર):

યુટ્રસ ને 3 લેયર હોય છે (The uterus has 3 layers):

પેરીમેટ્રીયમ (perimetrium)
માયોમેટ્રિયમ (myometrium)
એંન્ડોમેટ્રિયમ (endometrium)

Perimetrium (પેરીમેટ્રીયમ):

  • આ એક પેરિટોનિયમ નુ લેયર છે. જે યુટ્રસ ની આજુ બાજુ ફેલાયેલુ હોય છે. આગળ ની બાજુ ફન્ડ્સ અને બોડી અને ઉપર ની બાજુ યુરીનરી બ્લેડર પર પેરિટોનિયમ નો ફોલ્ડ હોય છે.
  • આગળ ની બાજુ યુટ્રસ અને બ્લેડર વચ્ચે જે પેરિટોનિયમ નુ પાઉચ બને તેને વેસિકો યુટેરાઈન પાઉચ કેહવાય છે જ્યારે પાછળ ની બાજુ પેરિટોનિયમ ફંડસ થી સર્વિક્સ સુધી પોહચેલુ હોય છે. પાછડ રેકટમ અને યૂટ્રસ ની વચ્ચે જે પાઉચ બને તેને પાઉચ ઓફ ડગલસ (pouch of Douglas) કેહવાય છે અથવા તેને રેક્ટોયુટેરાઈન પાઉચ કેહવાય છે.
  • લેટરલી (બાજુ મા) તે double fold થાય છે. પેરિટોનિયમ નુ લેયર સાઈડ મા બ્રોડ લીગામેન્ટ અને રાઉન્ડ લીગામેન્ટ બનાવે છે, તે યુટ્રસ ને pelvis સાથ join રાખે છે.

MYOMETRIUM (માયોમેટ્રિયમ):

  • આ યુટ્રસ નુ સૌથી જાડુ લેયર છે. આમા smooth muscle નો જથ્થો હોય છે અને તેની સાથે એરીઓલાર ટિસ્યુ ,બ્લડ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે.

ENDOMETRIUM (એન્ડોમેટ્રીયમ):

તે કોલ્યુમેનર એપીથેલિયમ ટીસ્યુ થી બનેલું હોય છે અને મ્યુકસ સિક્રિટ કરે તેવા ટ્યુબુલર સેલ ગ્લેન્ડ્સ મા આવેલા હોય છે

તેના કુલ બે લેયર હોય છે.

  1. Functional layer (ફંકશનલ લેયર)
  2. Basal layer (બેઝલ લેયર)

1.Functional layer (ફંકશનલ લેયર)

  • તે ઉપર નુ લેયર છે. તે પ્રથમ 15 દિવસ અથવા તો અડધી સાઇકલ એ રકતવાહિનીઓ થી ભરપુર થાય છે અને જો ઓવમ (એગ) fertilize ના થાય તો આ લેયર ખરી (પડી) જાય છે અને માસિક ચક્ર (મેન્સટ્રુએશન) શરૂ થાય છે.
  • જો fertilize થાય તો આ 9 મહિના સુધી (પ્રેગ્નન્સી) તેમજ રહે છે અને પછી ખરે છે અને 9 મહિના દરમિયાન તેને ડેસિડ્યુઆ (decidua) કેહવાય છે.

2.Basal layer (બેઝલ લેયર)

આ માયોમેટ્રીયમ ની આગળ આવેલુ હોય છે. જે માસિક ચક્ર દરમિયાન બહાર આવતુ નથી. આ એ લેયર છે, જેમાથી નવુ અને ફ્રેશ લેયર બને છે.

એન્ડોમેટ્રિયમ નો 2/3 લેયર તે મ્યુકસ મેમ્બ્રેન થી બનેલુ હોય છે અને નીચેનો ભાગ વજાઈના સુધી stratified squamous epithelium નો બનેલો હોય છે.

BLOOD SUPPLY (બ્લડ સપ્લાય):

આર્ટિરિયલ સપ્લાય :- યુટેરાઈન આર્ટરી દ્વારા બ્લડ પોહોચે છે અને તે ઈન્ટર્નલ ઇલિયાક આર્ટરી ની શાખાઓ હોય છે.

વિનસ ડ્રેનેજ :- વેઇન મા આર્ટરી ની જેમ જ હોય છે પણ blood ડ્રેઇન ઈલિયાક વેઇન મા થાય છે.

Nerve Supply (નર્વ સપ્લાય):

પેરા સિમ્પથેટિક નર્વ સપ્લાય સેક્રમ માંથી થાય છે અને સિમ્પથેટીક નર્વ સપ્લાય લંબર રિજીયન માથી થાય છે.

Supporting Structure (સપોર્ટિંગ સ્ટ્રકચર):

યુટ્રસ આજુ-બાજુ ના ઓર્ગન થી સપોર્ટેડ હોય છે. જે પેલ્વિક કેવિટિ મા હોય છે અને ત્યા લીગામેન્ટ્સ આવેલા હોય છે. જે યુટ્રસ ને સપોર્ટ કરે છે. જેવા કે :-

  1. બ્રોડ ligaments
  2. રાઉન્ડ ligaments
  3. યુટરોસેક્રલ ligaments
  4. ટ્રાન્સવર્સ સર્વાઇકલ ligaments
  5. પ્યુબો સર્વાઇકલ ફેસિયા

ઉપરોક્ત સ્ટ્રકચર ના લીધે યુટ્રસ પોતાનો શેપ જડવે છે અને તેને સ્ટ્રકચરલ સપોર્ટ મડે છે.

FUNCTIONS OF UTERUS (યુટ્રસ ના કાર્યો):

  • યુટ્રસ એ ઓવમ અને સ્પર્મ ના ફર્ટિલાઈઝેશન માટે હેલ્પ કરે છે.
  • ફર્ટિલાઈઝેશન થઈ ગયા બાદ ઝાઈગોટ ને યુટ્રસ ની અંદર ની દિવાલમા ઈમ્પ્લાન્ટેશન થવામા મદદ કરે છે અને પ્રેગ્નન્સી જાળવી રાખે છે.
  • પ્રેગ્નન્સીમા યુટ્રસ ની અંદર ના કન્ટેન્ટમા વધારો થતા યુટ્રસ ની સાઈઝમા પણ વધારો જોવા મળે છે જેથી પ્રેગ્નન્સી કંટીન્યુ રહી શકે છે.
  • પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા રહેલા ફિટસ ને ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવાનુ કાર્ય કરે છે.
  • યુટ્રસ ના મસલ્સ કોન્ટ્રેક્ટ થવાના કારણે ડિલિવરી દરમિયાન બેબીને બહાર આવવા માટે હેલ્પ કરે છે.
  • યુટ્રસ ની અંદર ની દિવાલ એન્ડોમેટ્રિયમ એ મેન્સટ્રુએશન સાયકલ દરમિયાન તૂટે છે. દર 26 થી 30 દિવસે આ સાયકલ કંટીન્યુ રહે છે ત્યા wbc ધસી આવવાના લીધે ઇનફેક્શન લાગવાની શક્યતા ઓછી થાય છે. 

FALLOPIAN TUBE/ SALPHINGES / MULERIAN DUCT / UTERINE TUBE (ફેલોપિયન ટ્યુબ, સાલ્ફિંજીસ, મુલેરીયન ડક્ટ, યુટેરાઇન ટ્યુબ):

તે 2 ની સંખ્યા મા હોય છે. તે ફંડસ અને બોડી સાથે ચોંટેલી હોય છે અને ફંડસ ની બન્ને બાજુ એક એક હોય છે. તે 10cm લાંબી હોય છે.

તેના મેઇન પાર્ટસ નીચે મુજબ હોય છે.

  1. Interstitial (ઇન્ટરસ્ટીસીયલ):- આ ભાગ યુટ્રસ સાથે એટેચ હોય છે. તે યુટ્રસ ના ફંડસ પછી નો શરૂઆત નો ભાગ છે.
  2. Isthmus (ઇસ્થમસ):- આ સાંકડો હોય છે અને અંદાજે 2.5 cm નો હોય છે.
  3. Ampulla (એમપ્યુલા):- Ampulla એ ટ્યુબ નો સૌથી પોહોડો ભાગ હોય છે. અહી ઓવમ અને સ્પર્મ ફર્ટિલાઈઝ થાય છે.
  4. Infundibulum (ઇન્ફનડીબ્યુલમ):- આ ફેલોપિયન ટ્યુબ નો છેલ્લો પાર્ટ છે અને જેનો આકાર ગરણી જેવો હોય છે.
    આના અંતે આંગળીયો (finger like projection) જેવું સ્ટ્રકચર બને છે. તેને fimbriae (ફિમ્બ્રિયા) કહે છે. ફિમ્બ્રીયા એગ સેલ્સ ને રીસિવ કરે છે. તેના ત્રણ લેયર હોય છે
  • Outer Layer (આઉટર લેયર) જે પેરિટોનિયમ નુ બનેલુ હોય છે.
  • Middle Layer (મિડલ લેયર) જે મસલ્સ થી બનેલુ હોય છે.
  • Inner Layer (ઇનર લેયર) એ મ્યુકસ મેમ્બ્રેન અને સિલિયેટેડ એપિથેલિયમ ટીસ્યુ થી બનેલુ હોય છે.

Functions of FALLOPIAN TUBE (ફેલોપીયન ટ્યુબ ના ફંક્શન્સ):

  • તે એગ (ઓવમ) ને પેરિસ્ટાલસિસ મૂવમેન્ટ કરાવે છે અને એમપ્યુલ્લા સુધી પહોચાડે છે.
  • તેમાંથી જે મ્યૂકસ સિક્રિટ થાય છે તે ઓવા અને સ્પર્મ ને આઇડિયલ વાતાવરણ આપે છે.
  • એગ અને sperm ફર્ટિલાઇઝ અહી થાય છે અને ઝાયગોટ બને છે.
  • ફર્ટીલાઇઝ ઝાયગોટ ને યુટ્રસ સુધી પહોચાડે છે.

Ovaries (ઓવરીઝ):

  • ઓવરી એ ફિમેલ ગોનાડ છે. તે ઓવેરિયન ફોસા મા યુટ્રસ ની બંને બાજુ આવેલી હોય છે. તે બ્રોડ લીગામેંટ ની પાછડ આવેલી હોય છે.
  • તે 2 ની સંખ્યા મા હોય છે (પેર ઓફ ઓવરીસ). તે ટેસ્ટીસ થી હોમોલોગસ હોય છે.
  • તે ઓવેરિયન વોલ લીગામેંટ્સ દ્વારા પેલવિક વોલ થી અટેચ થયેલી હોય છે.

Location (લોકેશન) :

તે ઓવેરિયન ફોસા ની આજુબાજુ (ફોસા એટલે કે એક ખાડા જેવુ સ્ટ્રક્ચર જેની અંદર કોઈ પણ ઓર્ગન હોય છે ) નુ સ્ટ્રકચર જેમા તે યુરેટર્સ ની પાછડ (મૂત્ર વહીનીઓ ની પાછડ), ઓબ્લિટરેટેડ અંબલિકલ આર્ટરી (એવિ આર્ટરી જે જન્મ ના થોડા સમય બાદ જ નાબૂદ થાય છે) તેની આગડ
અને નીચે ઓબ્ટુરેટેડ ઈંટરસ મસલ્સ ,વેસલ્સ અને નર્વ દ્વારા સપોર્ટેડ હોય છે.

Shape and Size (શેપ અને સાઈઝ) :

ઓવરી ઓવેલ શેપ ની હોય છે. તે 3 સેમી લાંબી, 1.5 સેમી પહોડી અને 1 સેમી જાડી હોય છે.

Surface And colour (સપાટી અને કલર) :

યંગ એડલ્ટસ ની અંદર ઓવરી નો કલર પિન્ક હોય છે અને તે સ્મૂથ હોય છે. ઓલ્ડર વુમન મા તે રફ, ઇરેગ્યુલર અને ગ્રે કલર ની હોય છે કેમ કે તેમા ઓવ્યુલેશન વારંવાર થયુ હોય છે.

Attachment (અટેચમેન્ટ) :

બંને ઓવરી યુટ્રસ સાથે ઉપર ના ભાગે ઓવેરીયન લીગામેંટ થી અટેચ થયેલ હોય છે અને પાછડ ની બાજુ બ્રોડ લીગામેંટ થી અટેચ થયેલી હોય છે. તેને મેસોવેરિયમ કહેવાય છે, બ્લડ વેસલ અને નર્વ મેસોવેરિયમ થી પાસ થાય છે.

Blood Supply (બ્લડ સપ્લાય) :

તે ઓવેરિયન આર્ટરી દ્વારા થાય છે અને તે એબ્ડોમિનલ એઓર્ટા ની એક બ્રાન્ચ છે.
વેઇન ને પેમ્પિનિફોર્મ પ્લેક્ષસ કહેવાય છે. તે ઓવરી માથી જ ઇમર્જ થાય છે .
રાઇટ વેઇન ઇન્ફિરિયર વેના કાવા માં ડ્રેંઇન થાય છે અને લેફ્ટ વેઇન લેફ્ટ રિનલ વેઇન માં ડ્રેંન થાય છે.

Nerve Supply (નર્વ સપ્લાય):

સિમ્પથેટીક ફાઇબર્સ જે T10 અને T11 સ્પાઇનલ લીગામેંટ માથી નિકડે છે.
પેરાસિમ્પથેટીક નર્વ વેગસ નર્વ માથી નિકડે છે.

Histology Of Ovary (હિસ્ટોલોજી(ટીસ્યું ની સ્ટડી ને હિસ્ટોલોજી કહેવાય છે) ઓફ ઓવરી):

  • ઓવરી ઓવલ (અંડાકાર ) શેપ ની હોય છે.
    તેની અંદર ક્યુબોડિયલ એપીથેલિયમ સેલ્સ થી બનેલુ એક સિંગલ લેયર આવેલુ હોય છે. તેને જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે.
  • તેમા ડેન્સ ટીસ્યુ આવેલ હોય છે. તેને ટ્યુનિકા અલબીનીયા કહેવાય છે અને તે જર્મિનલ એપીથેલિયમ ની અંદર ના ભાગે આવેલ હોય છે .

તેના કુલ 2 ભાગ હોય છે.

Medula (મેડ્યૂલા):- કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે અને બ્લડ વેસલ્સ ના નેટવર્ક થી કનેકટેડ હોય છે અને ઇલાસ્ટિક ફાઈબર થી બનેલુ હોય છે.

Cortex (કોર્ટેક્સ):- તે સ્ટોમા અને ઓવેરી ના ફોલિકલ્સ થી બનેલુ હોય છે.

Q -2 a) Write the management of Second Stage of Labour.  સેકન્ડ સ્ટેજ ઓફ લેબર નું મેનેજમેન્ટ લખો. 08

સેકન્ડ સ્ટેજ ઓફ લેબર મેનેજમેન્ટ:

લેબરના ફર્સ્ટ સ્ટેજમાંથી સેકન્ડ સ્ટેજ માં નીચેના ફીચર્સ ના કારણે ટ્રાન્ઝિશન થાય છે.

યુટીરાઇન કોન્ટ્રાકશનની ઇન્ટેન્સિટી તથા ફ્રિક્વન્સી ઇન્ક્રીઝ થવાના કારણે.

મધર ના બીયરિંગ ડાઉન એફોટ્ર્સ ઇન્ક્રીઝ થવાના કારણે.

ફીટર્સના પ્રેઝન્ટિંગ પાર્ટ નું ડિસેન્ટ થવાના સાથે ડિફિકેશન ની અર્જ થાય છે.

સર્વિક્સ નું કમ્પ્લીટ ડાયલેટેશન થાય છે.

પ્રિન્સિપલ્સ ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર

ફીટસ નું સ્લોલી તથા   નેચરલી રીતે એક્સપલ્ઝન થવામાં આશિષ્ટ કરવું.

પેરિનિયલ ઇંજરી ને પ્રિવેન્ટ કરવી.

જનરલ મેઝર્સ:

પેશન્ટને પ્રોપરલી બેડ પર લાઇ ડાઉન થવા માટે એડવાઇઝ આપવી.

પેશન્ટ ને નીચેના સાઇન વિશે કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વ કરવા જેમ કે,

દર પાંચ મિનિટ ના ઇન્ટરવલ પર ફિટલ હાર્ટ રેટ ( FHR ) ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.

મધરના વાઇટલ સાઇન મેઇન્લી પલ્સ તથા બ્લડ પ્રેશર એ 15 મિનિટ ના ઇન્ટરવલ પર પ્રોપરલી નોટ કરવા.

મધરને પ્રોપરલી રિએઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવો જેના કારણે મધર નો મોરલ સપોર્ટ પ્રોપર્લી મેઇન્ટેઇન રહી શકે.

વજાઇનલ એરિયા નું સેકન્ડ સ્ટેજ ની શરૂઆતમાં પ્રોપરલી એક્ઝામિનેશન કરવું જેમાં લેબર નું ઓનસેટ કન્ફોર્મ કરવા માટે તથા એક્સિડેન્ટલ કોડૅ પ્રોલેપ્સ થતું પ્રિવેન્ટ કરી શકાય.

ફિટલ હેડની પોઝિશન તથા સ્ટેશન ને પ્રોપરલી એસેસ કરવું.

પ્રિપેરેશન ફોર ડીલેવરી:

જ્યારે “OS” એ ડાયલિટેશન થવાના સાઇન જોવા મળે ત્યારે પેશન્ટ ને ડીલેવરી માટે પ્રિપેર કરવા જેમ કે,

યુટેરાઇન કોન્સ્ટ્રક્શન એ સ્ટ્રોંગ તથા ફ્રિકવન્ટ થવા,

વલ્વલ ગેપિંગ,

એનસ પાઉટીંગ,

પેરીનિયમ એ થીન તથા બલ્જીંગ થવું.

જ્યારે પ્રાઇમી ગ્રેવિડા મા ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ વલ્વા માં 4 થી 5 cm જેટલો આવે ત્યાં સુધી વેઇટ કરવું જોઇએ.

ત્યારબાદ વુમન ને પ્રોપરલી લીધો તમે પોઝીશન પ્રોવાઇડ કરવી.

પ્રોપરલી એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન રાખવા માટે ગ્લોઝ, ગાઉન તથા માસ્ક ને વિયરીંગ કરવું અને ત્યારબાદ પેશન્ટ ના રાઇટ સાઇડ પર સ્ટેન્ડિંગ થવું.

હવે એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ ને પ્રોપરલી કોટનસ્વોબ તથા ડેટોલ દ્વારા પેઇન્ટિંગ કરવું ત્યારબાદ એક સ્ટરાઇલ શીટ ને પેશન્ટ ના બટક્સ નીચે રાખવી અને એક શીટ ને એબડોમન ઉપર રાખવી.

ત્યારબાદ એસેપ્ટીક ટેકનીક ને મેઇન્ટેન રાખવા માટે ત્રણ “c” ને પ્રોપર્લીમેન્ટ રાખવા જોઇએ જેમકે,

ક્લીન હેન્ડસ,

ક્લીન સરફેસ,

ક્લીન કટીંગ એન્ડ લાઇગેચર ઓફ કોડૅ.

જો બ્લેડર એ ફૂલ થયેલું હોય તો તેને કેથેટરાઇઝ કરી પ્રોપરલી એમ્પટી કરવું.

ત્યારબાદ મેમ્બરેન એ રપ્ચર થયેલી છે કે કેમ તે ખાતરી કરવી જો ન થયેલી હોય તો તેને આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બરેન ( ARM ) કરવું.

ત્યારબાદ પ્રોપરલી ડિલેવરી કંડક્ટ કરવી જેમાં મેઇન્લી ડિલેવરી ને ત્રણ ફેઝ માં કંડક્ટ કરવામાં આવે છે:

1) ડિલેવરી ઓફ ધ હેડ,

2) ડિલેવરી ઓફ ધ શોલ્ડર,

3) ડિલેવરી ઓફ ધ ટ્રંક

1) ડિલેવરી ઓફ ધ હેડ:

જ્યારે હેડની ડીલેવરી કરાવવી હોય ત્યારે નીચે પ્રમાણેના પ્રિન્સિપલ્સ ને ફોલો કરવા જોઇએ જેમકે,

હેડ નું પ્રોપરલી ફ્લેક્સન મેઇન્ટેન રાખવુ.

હેડ નું અર્લી એક્સટેન્શન થતું પ્રિવેન્ટ કરવું.

વલ્વલ આઉટલેટ માંથી હેડ એ સ્લોલી એસ્કેપ આઉટ થવું જોઇએ .

જો મધરના યુટેરાઇન કોન્ટ્રાકશન એ પુઅર હોય તો પ્રોપરલી વિનસ લાઇન ફીટ કરી ત્યારબાદ 5% ડેક્સટ્રોસ  માં ઓક્સિટોસિન એ 5 યુનિટ જેટલું એડ કરી તેના ડ્રિપ્સ ને સ્ટાર્ટ કરવા.

ત્યારબાદ દરેક કોન્ટ્રાકશન સાથે વુમન ને બીયરિંગ ડાઉન એફોટ્સ લગાડવા માટે એડવાઇઝ આપવી અને વચ્ચે-વચ્ચે તેમને થોડા થોડા અમાઉન્ટમાં વોટર ઇન્ટેક કરવા માટે પ્રોવાઇડ કરવું.

ક્રાઉનિંગ થાય તે પહેલા ફીટસ હેડ ને સ્લોલી ડીસેન્ટ ડાઉન થવા દેવું.

પેરિનિયલ ઇનફિલ્ટરેશન એન્ડ એપીઝીયોટોમી

જ્યારે પેરિનિયમ એ બ્રોડ, ટફ તથા સ્ટ્રેચિંગ થાય ત્યારે પેરિનિઅલ ટેર થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એપીઝીયોટોમી મૂકવી.

જ્યારે યુટેરાઇન થાય ત્યારે પેરીનિયમ મા  5 થી 10 ml જેટલું 1% ઝાયલોકેન ને એડમિનિસ્ટ્રેશન કરવું.

ક્રાઉનિંગ ના સ્ટેજ પહેલા એપિઝિયોટોમી એ સિઝર  દ્વારા ફોરચેટ ના મીડ પોઇન્ટ થી સ્ટાર્ટ કરી ત્યારબાદ મિડીયોલેટરલ એપીઝીયોટોમી એ 7:30 clock ( રાઇટ સાઈડ પર) અથવા 4:30 clock એ (લેફ્ટ સાઇડ માં મૂકવી).

એપીઝીયોટોમી મૂક્યા બાદ હેડ નું સડનલી એસ્કેપ થતું પ્રિવેન્ટ કરવું.

કોન્ટ્રાકશન ની વચ્ચે વચ્ચે હેડની સ્લો ડિલિવરી થાય તેને પ્રોપરલી મોનિટરિંગ કરવું તે સામાન્ય રીતે ફિટસ ના ચીન ને સ્ટરાઇલ ગોઝ પિસ દ્વારા કવર થયેલા રાઇટ હેન્ડ વડે ફિટસ ને ચીન ને પ્રોપરલી પુશિંગ કરવું અને રાઇટ હેન્ડ ને એનોકોક્સિજીયલ રિજીયન પર મુકવો અને લેફ્ટ હેન્ડ દ્વારા ઑક્સિપુટ પર પ્રેશર કરવું.

ત્યારબાદ ફોર હેડ ,નોઝ, માઉથ અને ચીન એ સ્ટ્રેચ થયેલા પેરીનીયમ માંથી બોર્ન થાય છે.

હેડ ની ડીલેવરી થયા બાદ કેર :

હેડની ડિલેવરી થયા બાદ ઇમિડિએટલી ફિટસનું હેડ, માઉથ તથા ફેરિંગ્સ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોસપીઝ દ્વારા કવર થયેલી લીટર ફિંગર દ્વારા ક્લીન કરવુ.

ત્યારબાદ આઇલિડ્સ ને પ્રોપરલી સ્ટરાઇલ તથા ડ્રાય કોટન સ્વોબ નો યુઝ કરી પ્રોપરલી ક્લીન કરવી જેમાં કંજક્ટાઇવલ સેક ને કંટામીનેશન થતી પ્રિવેન્ટ કરવા માટે આઇસ ને મીડીયલ કેન્થસ થી સ્ટાર્ટ કરી લેટરલ કેન્થસ સુધી ક્લીન કરવી.

ત્યારબાદ ફીટસ ના નેક ને પાલ્પેટ કરવું તથા અસેસ કરવું કે કોઇપણ કોડ ની લૂપ પ્રેઝન્ટ છે કે કેમ તે ચેક કરવું. ત્યારબાદ જો લુપ પ્રેઝન્ટ હોય અને તે લુઝ હોય તો તેને શોલ્ડર પરથી સ્લિપ્ડ કરાવવી અને જો ટાઇટ હોય તો તેને બે કોચર ફોર્સેપ લગાડી ત્યારબાદ વચ્ચેથી કટ કરવી.

ડિલેવરી ઓફ શોલ્ડર:

સોલ્ડર ની ડિલેવરી કરાવતી સમયે ઉતાવળ કરવી નહીં.

યુટેરાઇન કોન્ટ્રાકશન તથા રેસ્ટિટ્યૂશન અને એક્સટર્નલ રોટેશન થાય ત્યાં સુધી રાહ જોવી.

હવે , એન્ટિરિયર શોલ્ડર એ પ્યુબીસ ની નીચે જોવા મળે છે ત્યારબાદ ફિટસ ના હેડ ને પ્રોપરલી બે પેઇર ની વચ્ચે રાખવામાં આવે છે અને તેને માતાના એબડોમન તરફ ઉચકવામાં આવે છે જેનાથી પહેલા પાછળના શોલ્ડર ની ડિલેવરી થાય છે અને ત્યારબાદ એન્ટિરિયર શોલ્ડર ની ડિલેવરી થાય છે.

જો એન્ટિરિયર શોલ્ડર એ પ્યુબીસ ની નીચે ફ્રી ન હોય તો એન્ટિરિયર શોલ્ડર ને પ્યુબીસ ની નીચે લાવવા માટે હેડ એ ડિપ્રેસ્ડ થાય છે.

ડિલેવરી ઓફ ટ્રંક:

શોલ્ડર ની ડિલેવરી થયા બાદ બન્ને હેન્ડ ના ફોર ફિંગર્સ ને એક્ઝીલા ની અંદર ઇન્સર્ટ કરી ત્યારબાદ ટ્રક ને લેટરલ ફ્લેક્સન દ્વારા ડીલેવરી કરાવવી.

ઇમિડીયેટ કેર ઓફ ન્યુબોર્ન આફ્ટર ડીલેવરી

ઇમિડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.

ઇમિડીયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં  સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.

ગોલ ઓફ ઇમિડીયેટ ન્યુબોર્નકેર

1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.

2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.

3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.

4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.

5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.

ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

ઇમિડીયેટ ન્યુબોર્ન કેર

1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન

જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવે ને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.

ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા  માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.

2)ઇનીસીયેસન ઓફ ક્રાય

નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.

જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:

a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.

b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.

C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,

હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,

વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,

હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર

3)કેર ઓફ કોડૅ

કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.

ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.

ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.

ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.

પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.

ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.

કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.

કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.

કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.

જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.

જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી

રિપોર્ટ કરાવવા જેમ કે,

કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,

કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,

કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,

કોર્ડ એ વેટ હોવી,

કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,

ઇન્ફ્લામેશન,

ફિવર આવવી વગેરે.

4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન

ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ  સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.

જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.

5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ

બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ  જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.

6) આઇકેર

ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.

જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.

7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ)

બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.

8)APGAR સ્કોર

APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.

APGAR સ્કોર મા,

A:= અપીરીયન્સ  (સ્કિન કલર),

P:=પલ્સ (હાટૅરેટ),

G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),

A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),

R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)

ને અસેસ કરવામા આવે છે.

APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:

જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.

જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.

જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:

APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.

9) vitamin K:

ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન  માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં બિલ્ડિંગ થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.

Dose:=

ઇન પ્રિ ટર્મ:=0.5 ml,

ફુલ ટર્મ:= 1 mg.

Intra muscularly ( IM ) વાસ્ટુસ લેટરાલીસ( લેટરલ એન્ટીરિયર થાય)પર પ્રોવાઇડ કરવા મા આવે છે.

બર્થ પછીની  ઇમિડીયેટ ન્યુબોર્ન કેર આ મુજબ પ્રોવાઇડ કરવામાં આવે છે.

ત્યારબાદ બેબી ને હાઇપોથરમિયા ની કન્ડિશન થતી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી ક્લોથ દ્વારા કવર કરવુ અને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવું ત્યારબાદ બેબી ને ફરધર કેર અને ઓબ્ઝર્વેશન માટે નર્સરી માં ટ્રાન્સફર કરવુ.

2) ડિલેવરી ઓફ ધ શોલ્ડર,

3) ડિલેવરી ઓફ ધ ટ્રંક

b) Write the causes of Onset of Labour. લેબર પેન શરૂ થવાના કારણો જણાવો. 04

લેબર શરૂ થવા માટેના કારણ:

લેબર માટે કોઇ ચોક્કસ કારણ એ જાણીતું નથી પરંતુ એવું કહેવાય છે કે લેબર ની શરૂઆત માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે જેમ કે,

1)મીકેનીકેલ કોઝ,
2)હોર્મોનલ કોઝ,
3)ન્યુરોલોજીકલ કોઝ

1)મીકેનીકેલ કોઝ,
આમા,
યુટ્રસ ની હાઇટેન્ડ રીફ્લેક્સ ઇરિટેબિલિટી થવી,
યુટેરાઇન ડિસ્ટેન્સન,
મેન્સટ્રુઅલ પિરીયડ સપ્રેસન,
પ્રોલોન્ગ પ્રેસર ઓફ ફિટસ.

2) હોર્મોનલ કોઝ:

1) ફિટો-પ્લેસેન્ટલ કન્ટ્રીબ્યુસન
રિલીઝિંગ ફેક્ટર્સ ને પ્રોડ્યુસ કરવા ફીટલ હાયપોથેલેમસ ટ્રીગર થાય છે.
આ રિલીઝિંગ ફેક્ટર્સ ના લીધે એન્ટિરિયર પિટ્યુટરીગ્લેન્ડ એ એડ્રીનોટ્રોફીકહોર્મોન
( ACTH) પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ થાય છે.

એડ્રીનોટ્રોફીક હોર્મોન
( ACTH) એ ફીટલ એડ્રીનલ ગ્લેન્ડને કોર્ટીસોલ ને સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.

કોર્ટિસોલ ના લીધે પ્લેસેન્ટલ હોર્મોન્સમાં ચેન્જીસ થાય છે.
Ex:=
ઇસ્ટ્રોજન લેવલ વધે છે,
પ્રોજેસ્ટેરોન લેવલ ઘટે છે.

2) ઇસ્ટ્રોજન હોર્મોન: ઇસ્ટ્રોજનના કારણે નીચે પ્રમાણે મિકેનિઝમની શક્યતાઓ વધે છે:

1) મેટરનલ પિટ્યુટરી માંથી ઓક્સીટોસીન નું રિલીઝ એ વધે છે.

2) માયોમેટ્રીયલ રિસેપ્ટર ને ઓક્સિટોસિન , પ્રોસ્ટાગ્લેન્ડીન્સ નું સિન્થેસીસ કરવા સ્ટીમ્યુલેટ કરે છે.

3) ડેસિડ્યુઅલ અને એમનીઓન સેલ્સ દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડિન નું સિન્થેસીસ વધે છે.

4) માયોમેટ્રીયલ કોન્ટ્રાકશન એ પ્રોટીન એક્ટોમાયોસિન ના સિન્થેસીસને સ્ટીમ્યુલેટ કરે છે.

3) પ્રોજેસ્ટેરોન
યુટ્રસ ઉપર પ્રોજેસ્ટેરોનની રિલેક્સટન્ટ ઇફેક્ટ છે.
પ્રોજેસ્ટેરોન પહેલા કોર્પસ લ્યુટીયમ દ્વારા અને પછી પ્લેસન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તે યુટેરાઇન કોન્ટ્રાક્ટિલિટીને ઇન્હિબીટ કરે છે.
ફિટલ પ્રોડક્શન ડિહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોન સલ્ફેટ( DHEA -S) અને કોર્ટિસોલ વધવાને લીધે ફિટસ પ્રેગ્નેનોલોન માંથી પ્રોજેસ્ટેરોનનું કન્વર્ઝન અટકી જાય છે.
આથી લેબર પહેલા પ્રોજેસ્ટેરોનનું લેવલ ફોલડાઉન થાય છે જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે.
ત્યારે પ્રોજેસ્ટેરોનનું લેવલ એ ફોલડાઉન થાય છે જે પ્રોસ્ટાગ્લેન્ડીન ના સિન્થેસીસ સાથે સંકળાયેલું હોય છે.

4) ઓક્સિટોસિન:
મધરની પોસ્ટીરીયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે.
ઇસ્ટ્રોજન નુ લેવલ ઇન્ક્રીઝ થવાના કારણે તે ઓક્સિટોસિન ના લેવલ ને ઇન્ક્રીઝ થવામાં હેલ્પ કરે છે.
પ્રેગનેન્સી ના એન્ડ માં ડેસીડ્યુઅસ વેરામાં ઓક્સિટોસિન રિસેપ્ટર ઇન્ક્રીઝ થાય છે. ઓક્સિટોસિન એ માયોમેટ્રિયમ પર ડાયરેક્ટલી એક્ટ કરે છે અને યુટ્રસ નું કોન્ટ્રાકશન થાય છે.
આ ઉપરાંત એન્ડોમેટ્રીઅલ ટીશ્યુસ પર પણ એક્ટ કરે છે જેથી પ્રોસ્ટાગ્લેન્ડિન એ રિલીઝ થાય છે.

5) પ્રોસ્ટાગ્લેન્ડિન
પ્રોસ્ટાગ્લેન્ડિન બનવાની મેજર સાઇટ્સ એ પ્લેસેન્ટા, ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઅલ સેલ્સ અને માયોમેટ્રિયમ છે.
એવું કહેવાય છે કે ઇસ્ટ્રોજન રિલીઝ થવાના કારણે એટ ટમૅ ડેસીડ્યુઆ એ પ્રોસ્ટાગ્લેન્ડિન ને રિલીઝ કરે છે તેની એક્ટ એ યુટરાઇન મસલ્સ પર થવાથી યુટેરાઇન મસલ્સ એ કોન્ટ્રાક્ટ થાય છે.

3) ન્યુરોલોજીકલ કોઝ
લેબરની શરૂઆત એ નર્વ પથવે દ્વારા થઈ શકે છે.
બંને  ‘α’ અને ‘β’ એડરેનેરજીક રિસેપ્ટર્સ એ માયોમેટ્રીયલ મા પ્રઝેન્ટ હોય છે.
ઇસ્ટ્રોજન ની ‘α’ રિસેપ્ટર ઉપર અને પ્રોજેસ્ટેરોન એ ‘β’ રિસેપ્ટર પર ઇફેક્ટ કરે છે.

1)’α’:=’α’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘α’ રિસેપ્ટર.

2)’β’:=’β’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘β’ રિસેપ્ટર.

સર્વિસ ની અંદર અને આસપાસ આવેલા તથા યુટર્સના લોવર પાર્ટમાં આવેલા પ્રોસ્ટાગ્લિઓનીક નર્વ ફાઇબર્સ નુ ‘α’ રિસેપ્ટર્સ માંથી કોન્ટ્રાક્ટાઇલ રિસ્પોન્સ એ સ્ટાર્ટ થાય છે જ્યારે પ્રોજેસ્ટેરોન રીડયુઝ થાય ત્યારે લેબરની શરૂઆત થાય છે.

આમ આ લેબરને સ્ટાર્ટ થવા માટેના કારણો આ પ્રમાણે છે.

OR

a) Write the Management of Puerperial Sepsis. પ્યુપેરીયલ સેપ્સિસ નું મેનેજમેન્ટ લખો. 08

પ્યુપેરીયલ સેપ્સિસ (Puerperal Sepsis) નું મેનેજમેન્ટ:

ઇન્ટ્રોડક્શન (Introduction):

પ્યુપેરીયલ સેપ્સિસ એ એવું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે જે ફિમેલમાં ડિલિવરી  પછી જોવા મળે છે, ખાસ કરીને ડિલિવરી બાદના પ્રથમ 10 દિવસમાં. આ ઇન્ફેક્શન ગર્ભાશયમાંથી શરૂ થઈ સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે અને જો સમયસર સારવાર ન થાય તો જીવન જોખમમાં મૂકી શકે છે.

લક્ષણો (Signs & Symptoms):

  • 100.4°F (38°C) કરતા વધુ તાવ ≥ 2 દિવસ
  • દુર્ગંધયુક્ત લોચિયા
  • પેટમાં દુખાવો (lower abdomen tenderness)
  • યૂટરાઇન વધારાની નરમાશ (boggy uterus)
  • ટાકીકાર્ડિયા, કંપ, થાક
  • ભૂખમાં ઘટાડો
  • બ્લડ પ્રેશર ઘટવું (સેપ્ટિક શૉક)

મેનેજમેન્ટ (Management):

1.હૉસ્પિટલમાં દાખલ કરવું (Hospitalization):

  • ગંભીર કે સંકુલ લક્ષણો હોય ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી.
  • સામાન્ય રીતે Obstetric ICU કે મેટરનિટી વોર્ડમાં દાખલ કરી દર્દીની સતત નજર રાખવી.
  • Life-threatening લક્ષણો (hypotension, respiratory distress) હોય તો તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપવી.

2. એન્ટીબાયોટિક થેરાપી (Antibiotic Therapy):

  • તાત્કાલિક બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક શરૂ કરવી:
    • Inj. Ceftriaxone 1–2 gm IV OD
    • Inj. Metronidazole 500 mg IV TDS
  • ઇન્ફેક્શનના સોર્સને આઈડેન્ટિફાય કરવા  માટે Blood culture, Urine culture, Cervical swab culture લવાવવી.
  • રિપોર્ટ આધારે એન્ટીબાયોટિક બદલી શકાય (targeted therapy).
  • Antibiotics ઓછામાં ઓછા 7–10 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે.

3. ફ્લુઈડ અને ઈલેક્ટ્રોલાઈટ મેનેજમેન્ટ (IV Fluids & Electrolyte Correction):

  • Dehydration & hypotension માટે Ringer Lactate અથવા NS આપવી.
  • Shok ના કેસમાં IV fluids aggressive રીતે આપવી.
  • કિડનીનું કાર્ય જાળવવા માટે યુરિન આઉટપુટ ≥ 30 ml/hr રહે તે ઓબ્ઝર્વેશન કરવું.
  • Serum electrolytes (Na⁺, K⁺, Cl⁻) ની મોનિટરિંગ જરૂરી.

4. યુરિનરી કેટેથરાઈઝેશન (Urinary Catheterization):

  • યુરિન આઉટપુટ assess કરવા માટે Foleys Catheter મૂકી Monitoring  કરવું.
  • Urinary tract infection રોકવા માટે ક્લીન ટેકનિક અપનાવવી.

5. યૂટરાઇન ઇવાક્યુએશન (Uterine Evacuation):

  • જો ગર્ભાશયમાં placental tissue/clots રહેલા હોય તો તે D&C (Dilatation & Curettage) દ્વારા દૂર કરવું.
  • Manual Removal of Placenta (MRP) જો જરૂરી હોય તો કરવી.
  • Ultrasonography (USG) દ્વારા અંદર અવશેષ છે કે નહીં તે ચકાસવું.

6. યૂટરોટોનિક દવાઓ (Uterotonics):

  • Uterine atony (ટોનના અભાવ) નિવારવા માટે નીચેની દવાઓ આપી શકાય:
    • Inj. Oxytocin drip
    • Inj. Methylergometrine IM
    • Inj. Carboprost (Prostaglandin analog)

7. લક્ષણ આધારિત સારવાર (Symptomatic Management):

  • Antipyretics: Inj./Tab. Paracetamol – તાવ માટે
  • Analgesics: Inj. Diclofenac – દુખાવા માટે
  • Oxygen therapy – શ્વાસસંકટ હોય તો
  • ICU shift: શૉક અથવા સેપ્ટિસેમિયા હોય તો

8. પેરીનિયલ હાઈજિન જાળવવું (Perineal Hygiene):

  • પેરીનિયમ વિસ્તારને povidone iodine વડે ધોઈ ને સાફ કરવો.
  • સેપ્ટિક લોચિયા હોય તો absorbent sterile pads વારંવાર બદલવા.
  • દરેક elimination બાદ perineum સાફ કરાવવો.
  • સેપ્ટિક લોચિયાની દુરગંધ, રંગ, પ્રમાણનું ઓબ્ઝર્વેશન કરવું.

9.લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક તપાસો (Investigations):

  • CBC (↑ WBC count)
  • ESR/CRP – સંક્રમણ સ્તર માટે
  • Blood culture, urine culture, vaginal swab culture
  • USG Pelvis – uterine contents માટે
  • Serum Electrolytes
  • Renal Function Tests

નર્સિંગ રિસ્પોન્સિલિટી (Nursing Responsibilities):

  1. વાઈટલ સાઇન્સનું મોનિટરિંગ:
    • દર 4 કલાકે BP, Temp, Pulse, Respiration ચેક કરવું.
    • Shock ના લક્ષણો જણાય તો તરત માહિતી આપવી.
  2. ફ્લુઈડ મેનેજમેન્ટ:
    • IV fluids અને urine output (I/O Chart) નોંધવી.
    • કેથેટરની દેખરેખ રાખવી.
  3. દવાઓ આપવી:
    • Correct dose, correct route, correct timing મુજબ antibiotics અને supportive medicines આપવી.
    • ડોક્ટરની prescription પ્રમાણે જ દવા આપવી.
  4. સ્વચ્છતા જાળવવી:
    • પેરીનિયમ, બેડ અને આસપાસનો વિસ્તાર સાફ રાખવો.
    • દર્દીને બાથિંગ માટે સહાયરૂપ થવું.
  5. પેરેન્ટલ એજ્યુકેશન:
    • પરિવારમાંના સભ્યોને લક્ષણો, ચિંતાજનક સંકેતો અને ફરજિયાત સારવાર અંગે સમજ આપવી.
    • બીજું બાળક ન થાય ત્યાં સુધી ગર્ભનિયંત્રણ વિશે માર્ગદર્શન આપવું.

પ્યુપેરીયલ સેપ્સિસ એ સીવિયર ઇન્ફેક્શન છે જે સારવાર વગર  લાઇફ થ્રીએટનિંગ બની શકે છે. સમયસર સારવાર, યોગ્ય એન્ટીબાયોટિક, હાઈજિન જાળવણી અને નિષ્ણાતની દેખરેખમાં મેનેજમેન્ટ કરવાથી દર્દીની સ્થિતિ સુધારી શકાય છે. નર્સિંગ કાળજીનો પણ મુખ્ય ભાગ છે – જેના થકી યોગ્ય દેખરેખ અને દવા અપાય છે.

b) Explain The difference between true labour pain and False Labour pain. ટ્રુ લેબર પેઇન અને ફોલ્સ લેબર પેઇન વચ્ચેનો તફાવત સમજાવો.04

ટ્રુ લેબર અને ફોલ્સ લેબર વચ્ચો નો તફાવત:

1)યુટેરાઇન કોન્ટ્રાકશન:

ટ્રુ લેબર:

  • તેમાં કોન્ટ્રાકશન હંમેશા પ્રેઝન્ટ હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન રેગ્યુલર હોય તથા તેમા ફ્રિકવન્સી ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન ઇન્ક્રીઝ થાય છે.
  • તેનુ ડ્યુરેશન એ 60 સેકન્ડ સુધી હોય છે.
  • તેમાં એબડોમીનલ ટાઇટનિંગ(હાર્ડનિંગ ઓફ યુટ્રસ)ડિસ્કકમ્ફર્ટ અથવા પેઇન થાય છે.
  • ડિસ્કમ્ફર્ટ એ બેક થી સ્ટાર્ટ થય એબડોમનમાં આવે છે.
  • વોકિંગ થી કોન્ટ્રાક્ટ્સન ની ઇન્ટેન્સિટી(તીવ્રતા)વધે છે.
  • તેમાં થતુ પેઇન એનીમા કે સીડેટીવ થી રિલીવ થતું નથી.

ફોલ્સ લેબર:

  • ફોલ્સ લેબર માં યુટેરાઇન કોન્ટ્રાકશન હંમેશા હાજર હોતા નથી.
  • તેમાં ઇરરેગ્યુલર અને ઇનએફિશિયન્ટ યુટેરાઇન કોન્ટ્રાકશન હોય છે.
  • તેનો ટાઇમ ડ્યુરેશન ત્રણ થી ચાર મિનિટ માટે હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન એ દરરોજ માટે પેઇનફૂલ હોતા નથી અને યુટ્રસ એ હાર્ડ થતું નથી.
  • તેમાં ડિસ્કમ્ફર્ટ એ પ્રાઇમરી રીતે એબડોમન મા હોય છે.
  • તેમાં કોન્ટ્રાકશન વોકિંગ કરવાથી દૂર થય શકે છે.
  • પેઇન એ એનીમાં તથા સીડેટીવ્સ પ્રોવાઇડ કરવાથી રિલીવ થાય છે.

2) સર્વિક્સ

ટ્રુ લેબર:

  • સર્વિક્સ નું એફેસમેન્ટ તથા ડાયલેટેશન થાય છે.
  • ફોલ્સ લેબર
  • તેમાં સર્વાઇકલ ચેન્જીસ જોવા મળતા નથી.

3) મેમ્બરેન:

ટ્રુ લેબર: કોન્ટ્રાકશન દરમિયાન ટેન્સ ફિલ થાય છે અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થાય છે.

ફોલ્સ લેબર: ટેન્સ ફિલ થતું નથી અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થતું નથી.

4)show(શો):

ટ્રુ લેબર: ટ્રુ લેબર મા શો એ મોટે ભાગે પ્રેઝન્ટ હોય છે.

ફોલ્સ લેબર: ફોલ્સ લેબર મા શો જોવા મડતો નથી.

5) ફિટસ:

ટ્રુ લેબર: તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થાય છે.

ફોલ્સ લેબર: તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થતું નથી.

Q- 3 Write Short Answer (Any two) ટૂંકમાં જવાબ લખો ( કોઈપણ બે ) 6+6=12

a) Describe management of infertility.- ઈન્ફર્ટિલિટી નું મેનેજમેન્ટ વર્ણવો.

ઇનફર્ટીલીટી ની ટ્રીટમેન્ટ મોડાલિટીસ: ઇનફર્ટીલીટી ની ટ્રીટમેન્ટ મોડાલિટીસ એ જુદી જુદી હોય છે અને સામાન્ય રીતે તે ઇન્ફર્ટિલિટી ના કોઝ પર આધાર રાખે છે.

1) લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન્સ:

  • વેઇટ મેનેજમેન્ટ એડીક્યુએટ ડાયટ દ્વારા હેલ્ધી બોડી માસ્ક ઇન્ડેક્સ( BMI ) એચીવ કરવાથી તથા રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાથી ફર્ટિલિટી ઇમ્પ્રુવ થય શકે છે.
  • સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ સેસેસન: સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ એ બંને નું એક્સેસીવ અમાઉન્ટમાં કોન્ઝપ્શન કરવાના કારણે તે ફર્ટિલિટી પર નેગેટીવ્લી ઇમ્પેક્ટ કરે છે. તેથી તેને એવોઇડ કરવા જોઇએ.
  • સ્ટ્રેસ રિડક્શન: યોગા,મેડીટેશન, તથા કાઉન્સેલિંગ ટેકનીક એ સ્ટ્રેસ ને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે અને તે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે.

2) મેડિકલ ટ્રીટમેન્ટ:

  • ઓવ્યુલેશન ઇન્ડક્શન એવી વુમન કે જેને ઓવ્યુલેટરી ડીસઓર્ડર(પોલિસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ) હોય તેવી વુમનને મેડીકેશન જેમ કે, ક્લોમીફેન સાઇટ્રેટ, લેટરોઝોલ, ઓર ગોનાડોટ્રોફીન્સ કે જે ઓવ્યુલેશન ને સ્ટીમ્યુલેટ કરે છે.
  • હોર્મોનલ થેરાપી હોર્મોનલ ઇમ્બેલન્સ ને કરેક્ટ કરવું કે જે ફર્ટીલિટી ને અફેક્ટ કરે છે જેમ કે થાઇરોઇડ ડિસઓર્ડર તથા હાઇપરપ્રોલેક્ટેનેમીયા.
  • ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન જો પેલ્વિક ઇન્ફ્લાયમેન્ટરી ડિસીઝ જેવી ( PID )ઇન્ફેક્સન ની કન્ડિશન હોય તો તે ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે પેશન્ટ ને એડીક્યુએટ એન્ટીબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી કે જે ફર્ટિલિટી ને અફેક્ટ કરે છે.

3) સર્જીકલ ઇન્ટરવેશન:

  • લેપ્રોસ્કોપીક સર્જરી એન્ડોમેટ્રીઓસીસ, પેલ્વિક એધેસન,તથા ફાઇબ્રોઇડ્સ જેવી કન્ડિશન કે જે ફર્ટીલિટી પર અફેક્ટ કરે છે તેને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
  • ટ્યુબલ સર્જરી ટ્યુબલ સર્જરી માં બ્લોકેજ અથવા ડેમેજ થયેલી ફેલોપિયન ટ્યુબ કે જે સ્પમૅ ને ઓવમ સુધી પહોંચતા પ્રિવેન્ટ કરે તેને રીપેર કરવા મા આવે છે.

4) આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજીસ( ART ):

  • ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન( IUI ): ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમીનેશન એ ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટેની પ્રોસેસ છે કે જેમાં ઓવ્યુલેશન સમયે સ્પર્મ ને ડાયરેક્ટલી યુટેરાઇન કેવીટી માં ઇન્સર્ટ કરવામાં આવે છે.
  • ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન( IVF ) ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રોસેસ માં ઓવમ તથા સ્પર્મ ને બોડીની આઉટ સાઇડમાં એટલે કે લેબોરેટરી માં ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે છે.
    જેના સ્ટેપ મા,
  • ઓવેરિયન સ્ટીમ્યુલેશન એવી મેડિકેશન નો યુઝ કરવામાં આવે છે કે જે ઓવરી ને મલ્ટિપલ એગ્સ પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
  • એગ રીટ્રાઇવલ ઓવરીસ માંથી એગ્સ ને કલેક્ટ કરવા માટેની સર્જીકલ પ્રોસિજર.
  • ફર્ટિલાઇઝેશન લેબોરેટરી ડિસ માં એગ્સ તથા સ્પર્મ ને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એમ્બ્રિયો નું કલ્ચર કરવામાં આવે છે.
  • એમ્બ્રિયોટ્રાન્સફર હવે યુટેરાઇન કેવીટીમાં એક કરતાં વધારે એમ્બ્રિઓ ને ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • ઇન્ટ્રા સાઇટોપ્લાઝસમિક ઇન્જેક્શન આ પ્રોસિઝરમાં ફર્ટિલાઇઝેશન ને ઇમ્પ્રુવ કરવા માટે સ્પર્મ ને ડાયરેક્ટલી એગ માં એન્ટર કરાવવામાં આવે છે.

5) ડોનર ગેમેટ્સ:

  • એવા કપલ્સ કે જેમાં ફર્ટિલિટી માટેના સિવ્યર ઇસ્યુઝ હોય છે તથા ઇન્ફર્ટિલિટી એ જીનેટીક હોય છે તેવા કપલ્સ એ ફર્ટીલિટી મા ડોનર એગ અથવા ડોનર સ્પર્મ નો યુઝ કરી શકે છે.
  • ડોનર એગ ડોનર એગ ને IVF દ્વારા પાર્ટનર અથવા ડોનર ના સ્પર્મ સાથે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે.
  • ડોનર સ્પર્મ જ્યારે મેલ માં સીવ્યર ઇન્ફર્ટિલિટી હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. તથા મેલ દ્વારા જીનેટીક રીસ્ક હોવાના કારણે પણ ડોનર સ્પર્મ નો યુઝ કરવામાં આવે છે.

6) સરોગસી:

  • સરોગસીમાં અન્ય ફિમેલ (સરોગેટ) એ એવા વ્યક્તિઓ અથવા કપલ્સ કે જેઓ કન્સિવ કરવામાં અથવા પ્રેગ્નેન્સી ને ટર્મ સુધી કેરી આઉટ કરી શકતા ન હોય તેમના માટે ચાઇલ્ડ નું કેરીંગ અને બર્થ કરાવે છે:
  • જેસ્ટેશનલ સરોગસી જેસ્ટેશનલ સરોગેસી માં જે વુમન નું એગ જોઇતું હોય એ અને જે મેલનું સ્પર્મ જોઇતું હોય( સરોગેટ ગેમેટ્સ) એ બંને ને કલેક્ટ કરી લેબોરેટરીમાં ઇન વિટ્રો ફર્ટીલાઇઝેસન કરી તેને સરોગેટ મધર માં ટ્રાન્સમીટ કરવામાં આવે છે.
  • 7) સાયકોલોજીકલ સપોર્ટ
    ઇનફર્ટિલિટી એ ઇમોશનલી ચેલેન્જીંગ હોય છે. જેમા, કાઉન્સેલિંગ, સપોર્ટ ગ્રુપ, તથા થેરાપી એ વ્યક્તિઓ તથા કપલ્સ ને ઇનફેર્ટીલીટી ની કન્ડિશન સામે કોપ અપ કરવા માટે અગત્યની રહે છે.
  • આમ,ઇનફર્ટિલિટી માટેની ટ્રીટમેન્ટ એ દરેક વ્યક્તિઓમાં તેમના ડીફરન્ટ કોઝ પર આધાર રાખે છે. જેમાં રિપ્રોડક્ટિવ એન્ડોક્રિનોલોજિસ્ટ્સ, યુરોલોજિસ્ટ્સ, સર્જનો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ એ દરેક ઇન્ફર્ટિલિટી વાળા કપલ્સ ને તેમના કોઝ પ્રમાણે એડીક્યુએટ તથા તેમની નીડ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે.

b) Describe Essential new born Care. – એસેન્સીયલ ન્યુબોન કેર વર્ણવો.

એસેન્સિયલ ન્યુબોર્ન કેર:

એસેન્સિયલ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
એસેન્સિયલ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.

ગોલ ઓફ એસેન્સિયલ ન્યુબોર્નકેર

  • 1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
  • 2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
  • 4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
  • ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

>એસેન્સિયલ ન્યુબોર્ન કેર

1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન
જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવેને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.

2)ઇનીસીયેસન ઓફ ક્રાય :નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.

જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:

  • a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
  • b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
  • C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,

•>હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર

3)કેર ઓફ કોડૅ

  • કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
  • ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.
  • ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
  • ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
  • પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
  • ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.
  • કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
  • કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
  • કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
  • જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.
  • જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી
  • રિપોર્ટ કરાવવા જેમ કે,
  • કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,
  • કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,
  • કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,
  • કોર્ડ એ વેટ હોવી,
  • કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,
  • ઇન્ફ્લામેશન,
  • ફિવર આવવી વગેરે.

4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન
ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.
જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.

5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ
બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.

6)આઇકેર
ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.

7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ)
બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.

8)APGAR સ્કોર
APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
APGAR સ્કોર મા,

A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)
ને અસેસ કરવામા આવે છે.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:

  • જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
  • જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.
  • APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:
  • APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.

9) vitamin K:
ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં બિલ્ડિંગ થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.

Dose:=
ઇન પ્રિ ટર્મ:=0.5 ml,
ફુલ ટર્મ:= 1 mg.
Intra muscularly ( IM ) વાસ્ટુસ લેટરાલીસ( લેટરલ એન્ટીરિયર થાય)પર પ્રોવાઇડ કરવા મા આવે છે.
આમ બર્થ પછીની એસેન્સિયલ ન્યુબોર્ન કેર આ મુજબ પ્રોવાઇડ કરવામાં આવે છે.

C) Write Down Physiological Changes During Puperium – પ્યુરપેરિયમ પિરિયડ દરમિયાનના ફિઝિયોલોજીકલ ચેન્જીસ લખો.

પરપેરિયમ પિરીયડ દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ચેન્જીસ:

  • પરપેરિયમ:
    પરપેરીયમ એટલે ચાઇલ્ડ બર્થ પછી નો 6 વીક (42 દિવસ) નો પિરિયડ કે જેમાં બોડી ના ટીશ્યુ સ્પેશ્યલી પેલ્વિક ઓર્ગન્સ એ એનાટોમીકલી અને ફિઝિયોલોજીકલી બંને રીતે પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેજ માં પાછા આવે છે તેને પરમેરીયમ કહેવામાં આવે છે.
  • ડ્યુરેશન:
    પરપેરીયમ ની શરૂઆત પ્લેસેન્ટા એક્સપેલ આઉટ થાય ત્યારથી આશરે 6 વિક સુધીનો છે તેમાં યુટ્રસ એ ઓલમોસ્ટ નોનપ્રેગ્નેન્ટ સાઇઝનું થઇ જાય છે.
    તેમાં સમયગાળો આશરે નીચે પ્રમાણે ડિવાઇડ થયેલો છે:

• ઇમીડીયેટ : વિધીન 24 અવર્સ,

•અર્લી: અપ ટૂ 7 ડે,

• રિમોટ : અપ ટૂ 6 વિક

1) ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન પરપેરીયમ પિરિયડ:

  • ( a )ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ: ઇનવોલ્યુશન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમ્યાન નું બલ્કીયુટ્રસ એ ડીલેવરી પછી પ્રોગ્રેસિવલી તેના નોર્મલ પ્રિ-પ્રેગ્નેન્ટ સ્ટેટ સુધી રીટર્ન થાય છે તેને ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કહેવામાં આવે છે.
  • એનાટોમિકલી કન્સીડરેસન્સ પ્લેસેન્ટા ની ડીલેવરી થયા બાદ તે પ્લેસેન્ટલ સાઇટ ના એન્ડોમેટ્રીયમ માં હીલિંગ થાય છે ડિલિવરી પછી યુટર્સ એ અલ્ટરનેટ હાર્ડનિંગ અને સોફ્ટનિંગ સાથે ફિર્મ અને રિસ્ટ્રેક્ટેડ થાય છે.

યુટ્રસ નો માપ એ પ્રેગ્નન્સી સમય દરમિયાન આશરે,
લેન્થ (લંબાઇ) : 20 cm, બ્રીથ (પહોડાઇ):12 cm ,
થીકનેસ(જાડાઇ):7.5 cm જેટલો હોય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 900-1000 gm જેટલો હોય છે.
જે,
પરપેરીયમ પિરિયડ એટલે કે ચાઇલ્ડ બર્થ ના 6 વિક્સ ના એન્ડ મા યુટ્રસ એ પ્રિ- પ્રેગનેન્ટ સ્ટેટ મા રિટર્ન થાય છે જેમ કે, યુટ્રસ નો માપ પરપેરીયમ પિરિયડ દરમિયાન
લેન્થ (લંબાઇ) : 7.5 cm, બ્રીથ (પહોડાઇ):5 cm ,
થીકનેસ(જાડાઇ):2.5 cm જેટલો થાય છે.
તથા યુટ્રસ નો વેઇટ એ 60 gm જેટલો થાય છે.

રિડક્શન ઓફ ધ સાઇઝ એન્ડ પોઝીશન ઓફ ધ યુટ્રસ:

  • લેબર પછી ફંડસ એ અંબેલીકસ થી 5 cm નીચે અને સિમ્ફાયસીસ પ્યુબીસ થી 12 સેન્ટીમીટર ઉપર હોય છે.
  • 24 કલાક પછી અંબેલિકસ ના લેવલે હોય છે. યુટ્રસ એ પેલ્વિક કેવીટીમાં 1.25 cm/ hr ના રેટ પ્રમાણે ડિસેન્ટ થાય છે અને 10 દિવસ પછી સિમ્ફાઇસીસ પાયુબીસ ની ઉપર એબડોમીનલી પાલ્પેટ થતું નથી.

કંસિસ્ટનસી ઓફ ધ યુટ્રસ: વારંવાર થતાં સ્ટ્રોંગ માયોમેટ્રીયલ કોન્ટ્રાકસન્સ ના કારણે યુટ્રસ તરફવનો બ્લડ ફ્લો કંટ્રોલ થવાથી તે હાર્ડ બને છે તેની કન્સીસ્ટન્સી પાલ્પેટ કરવાથી ખ્યાલ આવે છે તે ફિર્મ અને રાઉન્ડ ફીલ થવું જોઈએ જો ફંડ્સ સોફ્ટ હોય તો તેને બોગી યુટ્રસ કહેવાય છે તે કોન્ટ્રાક્ટન્સ ઇનએડીક્યુએટ અને બ્લડ લોસ ચાલુ છે એવું સૂચવે છે.

( b )ઇનવોલ્યુશન ઓફ સર્વિક્સ:

  • ડીલેવરી પછી લોવર યુટેરાઇન સેગ્મેન્ટ અને સર્વીક્સ લુઝ, થીન અને સ્ટ્રેચ્ડ રહે છે
  • તે ઇડીમાટોસ, બ્રુઇઝ્ડ તથા તેમાં સ્મોલ ટેર્સ અને લેસરેશન્સ હોય શકે છે. તેને ઇસ્થમસ ના નોર્મલ શેપ અને સાઇઝમાં આવતા થોડા વીક્સ લાગે છે.
  • ફર્સ્ટ પોસ્ટ પાર્ટમ ડે સર્વિસ ની કન્સીસ્ટન્સી એ ટુ ફિંગર્સ એડમિટ થાય તેટલી નોર્મલ રહે છે. ત્યારબાદ ફર્સ્ટ વીક ના એન્ડ માં ફિંગર્સ ની ટીપ એડમિટ થાય તેટલી રહે છે. સર્વિક્સનું ઇવોલ્યુશન એ સતત 3-4 મંથ સુધી રહે છે. પરંતુ પેરસ સર્વિક્સ એ ક્યારેય નોન પેરસ સર્વિક્સ નો લુક મેળવતું નથી એક્સટર્નલ OS પ્રથમ જે ડિમ્પલ જેવો દેખાતો હતો તે સ્લીટ જેવો દેખાય છે.

(C) વજાઇનાલ કેનાલ: ડિસ્ટન્સીબલ વજાઇના ને ઇન્વોલ્યુટ થતા લગભગ 4 થી 8 વીક જેટલો સમય લાગે છે. ડીલેવરી પછી વજાઇનલ કેનાલ સ્વોલેન અને સ્મુથ દેખાય છે ધીમે ધીમે સ્મોલ અને ફિર્મ બને છે પરંતુ ક્યારેય પ્રિ પ્રેગ્નેન્ટ સાઇઝ ની થતી નથી ઇન્ટ્રોઇટસ એ પરમેનન્ટ લાર્જ રહે છે અને હાઇમેન એ લેસરેટેડ હોય છે. નોડ્યુલર ટેગ્સ ના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ થાય છે.

(d) પેરીનીયમ: પેરીનિયમ ફ્લોર ના મસલ્સ સ્ટ્રેચ્ડ,સ્વોલેન અને બ્રુઇઝ્ડ થાય છે એપીઝીયોટોમી આપી હોય તેવો સ્કાર દેખાય છે.

( e ) બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ: બ્રોડ લીગામેન્ટ્સ એન્ડ રાઉન્ડ લીગામેન્ટસ એ સ્ટ્રેચિંગ માંથી રિકવર થવામાં થોડો સમય લ્યે છે. શરૂઆતમાં લીગામેન્ટ્સ એ સ્ટ્રેચિંગ થયેલા હોય છે પરંતુ પરપેરીયમ પિરિયડ ના એન્ડ માં લિગામેન્ટ્સ એ તેના નોન પ્રેગ્નેન્ટ લેન્થ માં આવી જાય છે.

( f ) પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા: પેલ્વિક ફ્લોર એન્ડ પેલ્વિક ફેશિયા એ સ્ટ્રેચિંગ ઇફેક્ટ માંથી ઇન્વોલ્યુટ થતાં લોંગ ટાઇમ લાગે છે.

(f) લોકિયા:

  • પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકીઆ કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
  • તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
  • ઓડૅર ઓફ લોકિયા
  • લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.

ટાઇપ ઓફ લોકિયા:

લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.

  • 1) લોકિયા રુબરા ,
  • 2) લોકિયા સિરોસા,
  • 3) લોકિયા આલ્બા

1) લોકિયા રુબરા :

  • લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
  • લોકિયા રૂબરા માં
    બ્લડ,
    ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
    વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.

2) લોકિયા સિરોસા:

  • લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે. જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
  • લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
    તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
    વુંડ એક્ઝ્યુડેટ,
    સર્વાઇવ મ્યુકસ,
    તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

3) લોકિયા આલ્બા:

  • લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
  • લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
  • તેમા,
  • વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
  • લ્યુકોસાઇટ્સ,
  • મ્યુકસ,
  • કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
  • ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ,
  • તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

અમાઉન્ટ: લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.

નોર્મલ ડ્યુરેશન: લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ: લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.

ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.

ઓડૅર: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

અમાઉન્ટ: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

કલર: કંટીન્યુઅસ રેડ કલર નોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.

ડ્યુરેશન:જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

  • (2) બ્રેસ્ટ એન્ડ લેક્ટેસન:

બ્રેસ્ટ

  • હોર્મોનલ સ્ટીમ્યુલસ ના કારણે બ્રેસ્ટ એ પ્રેગનેન્સીમાં ડેવલોપ થયેલી હોય છે. ડીલેવરી પછીના થોડા દિવસો સુધી બેસ્ટ ફીડિંગ અને નોન ફીડિંગ બ્રેસ્ટ કોલેસ્ટ્રોમ સિક્રેટ કરે છે. કોલેસ્ટ્રોમ એ મિલ્કનું ક્રીમી યેલો પ્રિકર્સર છે. જેમાં બ્રેસ્ટ એ સોફ્ટ અને નોન ટેન્ડર હોય છે.
  • ત્રણ દિવસ પછી પ્રોલેક્ટીન લેવલ વધે છે બ્રેસ્ટ ફિર્મ અને ટેન્ડર બને છે. ત્યારે મિલ્ક સિક્રિટ થવાનું સ્ટાર્ટ થાય છે બ્લડ ફ્લો વધવાથી, વિનસ અને લિમ્ફેટિક કન્ઝેશન ના કારણે બ્રેસ્ટ એ ડિસ્ટેન્ડેડ, હાર્ડ અને વાર્મ બને છે તેને ફિઝિયોલોજીકલ એંગોર્જમેન્ટ કહે છે.
  • તે 24 થી 48 અવર્સ રહે છે પછી પોતાની મેળે જ રિઝોલ્વ થય જાય છે બેબીના શકિંગ થી મિલ્ક પ્રોડક્શન સ્ટીમ્યુલેટ થાય છે બ્રેસ્ટ જ્યાં સુધી એમ્પટી ન થાય હોય ત્યાં સુધી ફિર્મ, ફૂલ તથા ટેન્ડર લાગે છે.

લેક્ટેશન:

  • લેક્ટેશન એ બ્રેસ્ટ ફિડીંગ ની પ્રોસેસ છે જે હોર્મોન્સ ના ઇન્ટરપ્લે ,ઇન્સ્ટિક્ટીવ રિફ્લેક્સીસ, મધર અને ન્યુબોર્ન ના લર્ન બિહેવ્યર પર આધારિત છે .
  • લેટેસ્ટેશન પર્ટિક્યુલરલી હોર્મોન્સ પ્રોલેક્ટીન અને ઓક્સિટોસીન ના કંટ્રોલમાં હોય છે અને મેઇન્ટેનન્સ ત્રણ ફેક્ટર દ્વારા થાય છે:
  • 1)મેમરીગ્લેન્ડ નું એનાટોમીકલ સ્ટ્રક્ચર, એલ્વીઓલાઇ, ડક્ટ અને નિપલનું ડેવલોપમેન્ટ.
  • 2) મિલ્ક સિકરીસન ની શરૂઆત અને મેઇન્ટેનન્સ.
  • 3) એલ્વીઓલાઇ થી નિપલ તરફ મિલ્ક ઇજેક્શન અથવા પ્રપલ્ઝન ઓફ મિલ્ક.

મિલ્ક પ્રોડક્શન: હેલ્થી મધર એ 500 થી 800 ml મિલ્ક તેના બાળક ને આપવા માટે પ્રોડ્યુસ કરે છે.

  • (3) કાર્ડીઓવાસ્ક્યુલર ચેન્જીસ:

બ્લડ વોલ્યુમ પ્રેગનેન્સી સમયે ઇન્ક્રીઝ થયેલું બ્લડ વોલ્યુમ એ ડીક્રીઝ થાય છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ એ તેના પ્રિપ્રેગ્નેન્ટ સ્ટેટ માં આવે છે.

કાર્ડિયાક આઉટપુટ બોડી માંથી ડાયયુરેસીસ તથા ડાયાફોરેસીસ ના કારણે બોડી મા રહેલું એક્સેસ વોટર એ રીમુવ થાય છે અને કાર્ડિયાક આઉટપુટ એ તેના નોર્મલ રેન્જમાં આવે છે.

હિમોગ્લોબીન એન્ડ હિમાટોક્રીટલેવલ: પ્રેગનેન્સી સમય દરમિયાન બ્લડ લોસ થવાના કારણે શરૂઆતમાં હિમોગ્લોબીન અને હિમાટોક્રિટ લેવલ ઓછું થાય છે પરંતુ થોડા વીકમાં બ્લડ એ તેની નોર્મલ રેન્જમાં સ્ટેબિલાઇઝ થઇ જાય છે.

4) રેસ્પીરેટરી ફંક્શન: ડીલેવરી પછી એબડોમીનલ પ્રેશર ઘટતા ડાયાફ્રેમ નીચે આવે છે તેથી લંન્ગસ એક્સપાન્શન અને વેન્ટિલેશન સારું થાય છે પરંતુ રિસ્પિરેટરી રેટ માં નોટિસેબલ ચેન્જીસ થતા નથી.

  • (5) એન્ડોક્રાઇન ચેન્જીસ:

હોર્મોન સિફ્ટ: પ્રેગનેન્સી રિલેટેડ હોર્મોન્સ એ રીડયુઝ થાય છે જેમકે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન( HCG) હોર્મોન.

પ્રોલેક્ટીન હોર્મોન નું લેવલ એ બ્રેસ્ટ ફીડિંગ ને મેઇન્ટેન કરવા માટે એલિવેટ થાય છે.

  • (6) રીનલ ચેન્જીસ

ડાયયુરેસીસ યુરીન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે જેના કારણે પ્રેગ્નેન્સી સમય દરમિયાન બોડીમાં એક્યુમ્યુલેટ થયેલું ફ્લુઇડ એ બોડી માંથી એક્સક્રીટ થાય છે.

બ્લાડર ફંક્શન બ્લાડર એ તેનો ટોન તથા ફંકશન ને રીગેઇન કરે છે ,છતાં પણ અમુક ટેમ્પરરી ઇસ્યુઝ જોવા મળે છે જેમ કે યુરીનરી રિટેન્શન અથવા યુરીનરી ઇનકન્ટીનન્સી.

  • (7) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ચેન્જીસ:

બોવેલ ફંકશન
બોવેલ ફંકશનને નોર્મલ થતા થોડો સમય લાગે છે પરંતુ તેની મોટીલિટી એ રીડ્યુઝ થવાના કારણે કોન્સ્ટીપેશન ની કન્ડિશન જોવા મળે છે.
વુમન માં એપેટાઇટ એ થોડા સમયમાં નોર્મલ થઇ જાય છે પરંતુ અમુક વુમન માં થોડા સમય માટે બોવેલ ચેન્જીસ જોવા મળે છે.

  • (8) મસક્યુલો સ્કેલેટલ ચેન્જીસ:

એબડોમિનલ મસલ્સ એબડોમિનલ મસલ્સ નો ટોન એ થોડા સમયમાં રીગેઇન થઈ જાય છે જ્યારે પેલ્વિક ફ્લોર મસલ્સ એ પણ થોડા સમયમાં નોર્મલ થાય છે પરંતુ પેલ્વિક ફ્લોર મસલ્સ ને સ્ટ્રેન્થેન કરવામાં કિગલ એક્સરસાઇઝ એ અગત્યની રહે છે.

(9) સાયકોલોજીકલ ચેન્જીસ હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ફિઝિકલ રિકવરી, તથા ન્યુબોર્ન કેર ની ડિમાન્ડ એ ઇમોશનલ વેલ્બિંગ ઇમ્પેક્ટ કરે છે. તેમાં કોમન એક્સપિરિયન્સ મુડ સ્વિંગ પણ થાય છે જેમ કે “બેબી બ્લુ”. તથા અમુક વુમનમાં પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પણ જોવા મળે છે.

આમ પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન આ પ્રકારના ફિઝિયોલોજીકલ ચેન્જીસ એ વુમનમાં જોવા મળે છે.

Q- 4 Write Short notes.  લખો ટૂંક નોંધ લખો (કોઈપણ ત્રણ) 12

a) Antenatal care – એન્ટિનેટલ કેર

એન્ટિનેટલ કેર ને પ્રિનેટલ કેર પણ કહેવામાં આવે છે કે જેમાં પ્રેગ્નેન્ટ વુમન ને કન્સેપશન થી લય ચાઇલ્ડ બર્થ સુધી કોમ્પ્રાહેંસીવ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ પિરિયડ એ મધર તથા ડેવલોપિંગ ફિટસ ના મોનિટરિંગ માટેનો ક્રુશિયલ ટાઇમ છે. કારણકે તેમાં મધર ને તથા ડેવલોપિંગ ફિટસ ને કોઇપણ પોટેન્સિયલ હેલ્થ કોમ્પ્લીકેશન્સ હોય તો તેનુ અર્લી આઇડેન્ટિફિકેશન કરી મેનેજ કરી શકાય છે. તથા મધર ને ફિઝિકલી તથા ઇમોશનલી ચાઇલ્ડબર્થ તથા પોસ્ટપાર્ટમ પિરિયડ માટે પ્રીપેર કરી શકાય.
પ્રેગનેન્સીમાં વુમન ના સિસ્ટેમીક સુપરવિઝન (એક્ઝામિનેશન કે એડવાઇસ)જે રેગ્યુલર તથા પિરીયોડીક હોય છે તેને “એન્ટિનેટલ અથવા પ્રિનેટલ કેર” કહેવામાં આવે છે એન્ટીનેટલ કેર એ પ્રેગનેન્સીના પહેલાથી સ્ટાર્ટ થઇને બેબી ની ડીલેવરી થાય ત્યારે એન્ડ થાય છે.

•> એઇમ એન્ડ ઓબ્જેકટીવ્સ ઓફ એન્ટિનેટલ કેર:

એન્ટિનેટલ કેર એઇમ:

એન્ટિનેટલ કેરનો એઇમ એ ફીટસ તથા મધરની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરવુ તથા મધર તથા ફિટસ ના વેલ્બિંગ ને ઇમ્પ્રુવ કરવુ તથા કોમ્પ્લિકેશન થતુ પ્રિવેન્ટ કરવું એ એક મેઇન એઇમ છે.

1) મોનિટરિંગ મેટરનલ હેલ્થ
રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી મધરની ઓવરઓલ હેલ્થ ને મોનિટર કરી શકાય, જેમ કે બ્લડપ્રેશર,વેઇટ ગેઇન,તથા ઓવરઓલ વેલ્બિંગ વગેરે ને પ્રોપરલી અશેસ કરવું જેના કારણે મધર ને કોઇ પણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય. તથા તેને અર્લી ટ્રીટ કરી તેને ફરધર વઝૅ થતું પ્રિવેન્ટ કરી શકાય.

2) મોનિટરિંગ ફીટલ હેલ્થ
એન્ટિનેટલ કેરમા ફીટસ નુ અસેસમેન્ટ કરવુ જેમા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન,ફિટલ હાર્ટબીટ મોનીટરીંગ, તથા અધર ટેસ્ટ ને પ્રોપરલી કરવા જેના કારણે ફિટસ નુ ગ્રોથ તથા ડેવલપમેન્ટ પ્રોપરલી થય શકે. જો ચાઇલ્ડ ને કોઇપણ એમનોર્માલિટી હોય તો તેનું અર્લી ડિટેક્શન થય શકે તથા તેનું પ્રોપરલી મેનેજમેન્ટ થય શકે.

3) હેલ્થ એજ્યુકેશન

એન્ટિનેટલ કેર એ એક્સપેક્ટન્ટ મધર્સ ને એપ્રોપ્રિએટ એજ્યુકેશન ની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.જેમા પ્રગ્નેન્સી, ચાઇલ્ડ બર્થ,બ્રેસ્ટ ફિડીંગ,ન્યુટ્રીશન તથા પેરેનટીંગ વિશેના એજ્યુકેશનની ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે. આ એજ્યુકેશન એ એન્ટીનેટલ મધર ને પ્રોપરલી ડિસિઝન લેવામા હેલ્પફુલ થય શકે છે.

4)પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી તેનુ પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે

એન્ટિનેટલ કેર વિઝીટ કરવાથી પ્રેગ્નેન્સિ રિલેટેડ કોમ્પ્લીકેશન નુ અર્લી ડિટેક્શન કરી કરી શકાય છે તથા તેનું ટાઇમલી મેનેજમેન્ટ કરી શકાય છે. જેમ કે,

જેસ્ટેશનલ ડાયાબિટીસ,
પ્રિએક્લેમ્પસીયા, ઇન્ફેક્શન તથા બીજા પ્રેગનેન્સી રિલેટેડ રિસ્ક કે જે પ્રેગનેન્સીને અફેક્ટ કરી શકે છે.

5) પ્રિપેરેશન ફોર ચાઇલ્ડબર્થ

એન્ટિનેટલ કેર સેસન માં બર્થ પ્લાનિંગ, પ્રિપ્રેશન ફોર લેબર, તથા ડીલેવરી ના ઓપ્શન્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે. આ ડિસ્કશન કરવાથી મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ એ મેન્ટલી તથા પ્રેક્ટીકલી ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થય શકે.

6) સાયકોલોજીકલ સપોર્ટ

પ્રેગ્નેન્સી ના કારણે ઇમોશનલ તથા સાઇકોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. એન્ટિનેટલ કેર માં સપોર્ટીવ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેમાં એક્સપેક્ટન્ટ મધર એ તેની એન્ઝાઇટી ,ફિયર તથા ડાઉટ્સ વિશે ડિસ્કશન કરી તેને ક્લિયર કરી શકે છે તથા તેની એન્ઝાઇટી અને ફિયર ને રીડ્યુસ કરી શકે છે અને ઇમોશનલી વેલ્બિંગ ફીલ કરી શકે છે.

7) પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ મેટરનલ એન્ડ ઇન્ફન્ટ કોમ્પ્લિકેશન

એન્ટીનેટલ કેર ઇન્ટરવેન્શન માં ઇમ્યુનાઇઝેશન, આયર્ન તથા ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, એન્ડ પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે પ્રેગનેન્સી અને ચાઇલ્ડબર્થ રિલેટેડ રિસ્ક તથા કોમ્પ્લિકેશન એ પ્રિવેન્ટ કરી શકાય.

8) પ્રમોશન ઓફ હેલ્ધી બીહેવ્યર

એન્ટિનેટલ કેરમાં બિહેવ્યર ને પ્રમોટ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં સ્મોકિંગ સેસેસન, આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અવોઇડિંગ, મેન્ટેનીંગ બેલેન્સ ડાયટ, તથા ફિઝિકલી એક્ટિવ રહેવું આ બિહેવ્યર એ હેલ્ધી પ્રેગનેન્સી આઉટકમ માટે અગત્યનું હોય છે.

9) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ

એન્ટિનેટલ કેરમાં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ ડિસ્કશન કરવામાં આવે છે જેમાં,પોસ્ટ પાર્ટમ કેર,
બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ તથા ફેમિલી પ્લાનિંગ ના ઓપ્શન્સ વિશે ડિસ્કસન કરવામાં આવી છે.
ઓવરઓલ એન્ટિનેટલ કેર નો ઓબ્જેકટીવ્સ એ હેલ્ધિ પ્રેગ્નેન્સી હોવી, કોઇપણ રિસ્ક તથા કોમ્પ્લિકેશન હોય તો તેનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવું, ચાઇલ્ડ બર્થ માટે મધર ને પ્રીપેર કરવી, તથા થ્રોઆઉટ પ્રેગ્નન્સી સમય દરમિયાન મધર તથા ફિટસ ની હેલ્થને પ્રોપરલી મેઇન્ટેન રાખવી એ હોય છે.

ઓબ્જેકટીવ્સ:

મેઇન ઓબ્જેક્ટીવ એ નોર્મલ પ્રેગ્નેન્સી સાથે હેલ્થી મધર દ્વારા હેલ્ધી બેબી ની ડીલેવરી કરવી.

ફસ્ટ વિઝીટ સેકન્ડ મિસ્ડ પિરિયડ પહેલાં હોવી જોઈએ.

મધર તથા ફિટસ ના હેલ્થ સ્ટેટસને અસેસ કરવા માટે.
હાઇરિસ્ક પ્રેગનેન્સી ના કેસિસ હોય તો તેનું અર્લી સ્ક્રીનીંગ માટે.

આગળ ના મેનેજમેન્ટ માટેના પ્લાન ને ફોર્મ્યુલેટ કરવા માટે.

મધરની પ્રેગ્નન્સી સમય દરમિયાન ગુડ ફિઝીકલ તથા મેન્ટલ હેલ્થ ને પ્રમોટ પ્રોટેક્ટ તથા મેઇન્ટેન કરવા માટે.

•> કમ્પોનન્ટ ઓફ એન્ટિનેટલ કેર:

1) ઇનીશીયલ અસેસમેન્ટ:
ફર્સ્ટ એન્ટિનેટલ વિઝીટ એ પ્રેગ્નન્સીમાં અર્લી કરવી જોઇએ.આઇડિયલી રિતે લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ ના પહેલા 8 થી 12 વિક દરમિયાન કરવી જોઇએ.
આ અસેસમેન્ટ દરમિયાન હેલ્થ કેર પ્રોવાઇડર્સ એ વુમન નું પ્રોપરલી અસેસમેન્ટ કરે છે જેમાં વુમનની
મેડિકલ હિસ્ટ્રી,જેમાં
પ્રિવિયસ પ્રેગ્નન્સી,
મેડિકલ કન્ડિશન, મેડીકેશન, તથા તેને રિલેવન્ટ ફેમિલી હિસ્ટ્રી નુ કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવામાં આવે છે.
આ ઇન્ફોર્મેશન એ મધર ના પોટેન્શીયલ રિસ્ક ફેક્ટર ને આઇડેન્ટીફાય કરી શકાય તથા એપ્રોપ્રિએટ કેર મધર ને પ્રોવાઇડ કરી શકાય તે માટે કલેક્ટ કરવામા આવે છે.

2) ફિઝિકલ એક્ઝામિનેશન: થ્રો આઉટ પ્રેગનેન્સી સમય દરમિયાન મધર તથા ફીટસ ના હેલ્થ સ્ટેટસ ને એસેસ કરવા માટે મધર નું ફિઝિકલ એસેસમેન્ટ કરવામાં આવે છે.
આ એક્ઝામિનેશન માં મધર નું બ્લડપ્રેશર,
વેઇટ, તથા તથા યુરિન ટેસ્ટ કરવા મા આવે છે જેના કારણે મધર ને જેસ્ટેશનલ ડાયાબિટીસ તથા પ્રિએક્લેમ્પસીયા ની કન્ડિશન હોય તો તેને અર્લી આઇડેન્ટીફાય કરી શકાય.
મધર ની બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે જેના કારણે મધર નુ હિમોગ્લોબીન લેવલ,બ્લડ ગ્રૂપ,કરવામા આવે છે.
મધર નુ હેપેટાઇટિસ, તથા HIV ઇન્ફેક્શન માટે પણ સ્ક્રીનીંગ કરવામા આવે છે.

3) ફિટલ મોનિટરિંગ: એન્ટિનેટલ કેરમાં ફિટસ ના ગ્રોથ તથા ડેવલપમેન્ટ ને મોનિટર પણ કરવામાં આવે છે.
તેમા જુદી જુદી મેથડ દ્વારા ફીટસનું એસેસમેન્ટ કરવામાં આવે છે જેમ કે, અલ્ટ્રાસાઉન્ડ: અલ્ટ્રાસાઉન્ડ એ પ્રેગ્નેન્સી ને કન્ફોર્મ કરવા માટે, જેસ્ટેશનલ એજ ને અસેસ કરવા માટે, ફિટલ ગ્રોથ ને અસેસ કરવા માટે તથા ફિટસ ને કોઇપણ સ્ટ્રકચરલ પ્રોબ્લેમ હોય એટલે કે માલફોર્મેશન હોય તો તેનું પણ આઇડેન્ટીફાય થય શકે તે માટે કરવામા આવે છે. ફિટલ ડોપ્લર: ફીટલ ડોપ્લર દ્વારા ફિટલ હાર્ટ રેટ ને મોનિટર કરવામાં આવે છે. કિક કાઉન્ટિંગ:
મધરને એડવાઇઝ આપવી કે ફિટલ મુવમેન્ટ ને ફીલ કરવી તથા ફીટસ ની કિક એ આખા દિવસમાં કેટલી થઈ તેને કાઉન્ટિંગ કરવી જેના કારણે ફીટલ વેલ્બીંગ ને મોનીટર કરી શકાય.

4) ન્યુટ્રીશનલ ગાઇડન્સ: પ્રોપર ન્યુટ્રીશન એ મેટરનલ હેલ્થ ને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે તથા ફિટસ ડેવલોપમેન્ટ માટે અગત્યનું હોય છે.
એન્ટીનેટલ હેલ્થ કેર પ્રોવાઇડર્સ એ મધર ને બેલેન્સ ડાયટ વિશે ગાઇડન્સ પ્રોવાઇડ કરે છે સાથે સાથે વેઇટ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવો તથા એડિક્યુએટ અમાઉન્ટ માં વિટામિન્સ અને મિનરલ્સ
( Ex: આયર્ન એન્ડ ફોલિકએસિડ)લેવાના ઇમ્પોરટન્સ વિસે પ્રેગ્નેન્ટ વુમન ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. તથા વુમન ને એજ્યુકેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે કે એડીક્યુએટ ડાયટ લેવાના કારણે ફીટસ માં થતા કંજીનાઇટલ બર્થ ડિફેક્ટ તથા પ્રેગ્નેન્ટ વુમન મા થતી એનિમિયાની કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય છે.

5) હેલ્થ એજ્યુકેશન એન્ડ કાઉન્સેલિંગ: એન્ટિનેટલ કેર માં પ્રેગ્નેન્ટ વુમન ને પ્રેગનેન્સી રિલેટેડ ટોપીક વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.જેમ કે,
એક્સરસાઇઝ:
સેફ ફિઝિકલ એક્ટિવિટી તથા એક્સરસાઇઝ એ મધર તથા ફિટસ ના હેલ્થ ને મેઇન્ટેન કરવા માટે અગત્યની હોય છે.

લેબર એન્ડ બર્થ પ્રિપેરેશન:
મધરને લેબર ના સ્ટેજીસ વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે સાથે પેઇન રીલીફ સ્ટ્રેટેજીસ, તથા બર્થ પ્લાન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

બ્રેસ્ટ ફિડીંગ:
મધરને બ્રેસ્ટ ફીડિંગ ની ટેકનીક,બેનિફિટ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ઇમોશનલ એન્ડ મેન્ટલ હેલ્થ:
મધર ની ઇમોશનલ તથા મેન્ટલ હેલ્થ ને પ્રોપરલી અસેસ કરવું તથા મધર ના ફિયર ને તથા એન્ઝાઇટી ને રીલીવ કરવા માટે મધર ને એડીક્યુએટ એજ્યુકેશન તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો તથા મધર ના બધા જ ડાઉટ્સ ક્લિયર કરવા.

6) સ્ક્રિનિંગ એન્ડ ટેસ્ટ:
મધર ની એન્ટિનેટલ પિરિયડ દરમિયાન પ્રોપરલી જિનેટિક ટેસ્ટિંગ કરાવવું જેના કારણે કોઇપણ જીનેટીક કોમ્પ્લીકેશન હોય તો તેનું આઇડેન્ટિફિકેશન કરી શકાય. જીનેટીક સ્ક્રીનીંગ:
આમાં મધર નું અલ્ટ્રાસાઉન્ડ તથા બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેના કારણે જીનેટીક ડીશઓર્ડર નો રિસ્ક હોય તો તેનું આઇડેન્ટિફિકેશન કરી શકાય.( Ex: અલ્ટ્રાસાઉન્ડ). સ્ક્રીનીંગ ફોર ઇન્ફેક્શન:
મધર ને કોઇપણ પ્રકારના સેક્સ્યુઅલી ટ્રાન્સમિમીટેડ ડિસીઝ તથા બીજા કોઇ પણ ઇન્ફેક્શન કે જે પ્રેગ્નેન્સી ને અફેક્ટ કરે તેનું આઇડેન્ટિફિકેશન કરવા માટે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ:
મધરને કોઇપણ જેસ્ટેસનલ ડાયાબિટીસ ની કન્ડીશન છે કે નહીં તેનું આઇડેન્ટિફિકેશન કરવા માટે ગ્લુકોઝ ટેસ્ટ કરવામાં આવે છે.

7) પ્રિપેરેશન ફોર લેબર એન્ડ બર્થ: એન્ટિનેટલ કેર માં બર્થ પ્રેફરન્સ,લેબર પેઇન ના મેનેજમેન્ટ માટેના ઓપ્શન્સ, તથા પોટેન્શિયલ કોમ્પ્લિકેશન ના પ્રિપેરેશન વિશે ડિસ્કશન કરવામાં આવે છે.

8) પોસ્ટપાર્ટમ પ્લાનિંગ: એન્ટિનેટલ કેર માં પોસ્ટ પાર્ટમ કેર વિશે પણ પ્લાનિંગ કરવામાં આવે છે જેમાં બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ, ન્યુબોર્ન કેર વિશે મધર ને તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે. આમ એન્ટિનેટલ કેર એ મધર ની હેલ્થ કન્ડિસન ને મેઇન્ટેન કરવા માટે , ફીટસના પ્રોપરલી ગ્રોથ તથા ડેવલપમેન્ટ માટે તથા પોટેન્સિઅલ રિસ્ક ફેક્ટર હોય તો તેને અર્લી આઇડેન્ટિફિકેશન કરી તેનું મેનેજ કરવા માટે અગત્યની હોય છે.

b) Hormonal Replacement Therapy – એચ આર ટી

હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી (Hormonal Replacement Therapy – HRT)

ઇન્ટ્રોડક્શન (Introduction):

Hormonal Replacement Therapy (હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી) એ એવી મેડિકલ થેરાપી છે જેમાં પેશન્ટના બોડી માં હોર્મોનના લેવલ માં ઊણપ હોય ત્યારે તે ઊણપ માટે બાહ્ય સ્ત્રોતમાંથી હોર્મોન આપવામાં આવે છે. ખાસ કરીને ફીમેલ માં મેનોપોઝ (Menopause) પછી કે હિસ્ટરેેક્ટોમિ (Hysterectomy) પછી જયારે ફીમેલ હોર્મોન્સ જેમ કે Estrogen (એસ્ટ્રોજન) અને Progesterone (પ્રોજેસ્ટેરોન) ની કમી થાય છે ત્યારે HRT અપાય છે.

હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી ક્યારે આપવામાં આવે છે? (Indications for HRT):

1.Menopause (મેનોપોઝ) – જયારે ફીમેલ માં મેન્ટ્સ્ટ્રુઅલ સાયકલ કમ્પ્લીટ્લી બંધ થાય છે અને શરીરમાં એસ્ટ્રોજનનો સ્તર ઘટાડે છે.

2.Premature Ovarian Insufficiency (પ્રીમેચ્યોર ઓવેરિયન ઇન્સફિશિયન્સી) – 40 વર્ષની ઉંમર પહેલાં એસ્ટ્રોજનના લેવલ ઘટી જાય તેવા કેસમાં.

3.Post-hysterectomy (પોસ્ટ હિસ્ટરેેક્ટોમિ) – જયારે પેશન્ટના યૂટ્રસ અને ક્યારેક ઓવરીઝ કાઢી લેવામાં આવે છે.

4.Hypogonadism (હાઇપોગોનેડિઝમ) – પેશન્ટના શરીરમાં જૈવિક રીતે હોર્મોનનું ઉત્પાદન ઓછું હોય ત્યારે.

5.Transgender Hormone Therapy (ટ્રાન્સજેન્ડર હોર્મોન થેરાપી) – ટ્રાન્સજેન્ડર પેશન્ટ માટે લિંગ પરિવર્તન માટે હોર્મોન થેરાપી.

થેરાપીના પ્રકારો (Types of HRT):

1.Estrogen-only Therapy (એસ્ટ્રોજન ઓનલી થેરાપી) – માત્ર એસ્ટ્રોજન આપવામાં આવે છે, જે માત્ર યૂટ્રસ ન હોય તેવા પેશન્ટ માટે સલામત ગણાય છે.

2.Combined Estrogen and Progesterone Therapy (કોમ્બાઇન્ડ એસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન થેરાપી) – જો યૂટ્રસ હજૂ હોય તો એસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટેરોન પણ આપવો જરૂરી છે જેથી એન્ડોમેટ્રીયલ હાયપરપ્લેસીયા (Endometrial Hyperplasia) થવાની શક્યતા ઘટે.

3.Local (Vaginal) Estrogen Therapy (લોકલ એસ્ટ્રોજન થેરાપી) – મુખ્યત્વે વજાઇના ડ્રાય થય જવું, ઈંચિંગ કે પેઇન જેવા લોકલ સિમ્પ્ટમ્સ માટે ઉપયોગી.

મેડીકેશન આપવાની પદ્ધતિઓ (Routes of Administration):

1.Oral Tablets (ઓરલ ટેબ્લેટ્સ)

2.Transdermal Patches (ટ્રાન્સડર્મલ પેચેસ)

3.Gels and Creams (જેલ્સ એન્ડ ક્રીમ્સ)

4.Vaginal Rings or Tablets (વજાઇનલ રિંગ્સ ઓર ટેબ્લેટ્સ)

5.Injectables (ઇન્જેક્ટેબલ્સ)

બેનીફીટ્સ (Benefits of HRT):

  • Vasomotor Symptoms (વેસોમોટર સિમ્પ્ટમ્સ) જેમ કે હોટ ફ્લેશિસ, નાઇટ સ્વેટ્સમાં રાહત આપે છે.
  • વજાઇન પર અસર થતી સમસ્યાઓ જેમ કે ડ્રાયનેસ અને પેઇન દૂર કરે છે.
  • ઓસ્ટિયોપોરોસિસ (Osteoporosis) નો રિસ્ક ઘટાડે છે.
  • મૂડ સ્વિંગ્સ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓમાં મદદ કરે છે.

જોખમો અને સાવચેતીઓ (Risks and Precautions):

  • લાંબા સમય સુધી HRT નો ઉપયોગ Breast Cancer (બ્રેસ્ટ કેન્સર), Deep Vein Thrombosis (ડીપ વેઇન થ્રોમ્બોસિસ), Stroke (સ્ટ્રોક), અને Heart Disease (હાર્ટ ડિસીઝ) નો જોખમ વધારી શકે છે.
  • HRT શરૂ કરતા પહેલા સંપૂર્ણ મેડિકલ ઇવેલ્યુએશન જરૂરી છે.
  • પેશન્ટનો રેગ્યુલર ફોલો અપ, Mammography (મેમોગ્રાફી), અને Pelvic Examination (પેલ્વિક એક્ઝામિનેશન) ફરજીયાત છે.

કોને અપાય નહીં (Contraindications):

બ્રેસ્ટ કેન્સર અથવા એન્ડોમેટ્રીયલ કેન્સરનો ઇતિહાસ હોય તેવા પેશન્ટ.

લિવર ડિસીઝ, અનિયમિત યૂટિરાઇન બ્લિડિંગ.

થ્રોમ્બોસીસ અથવા સ્ટ્રોકનો ઇતિહાસ.

Hormonal Replacement Therapy (હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી) એ એવી સાધનશક્તિ છે જે યોગ્ય રીતે અને યોગ્ય પેશન્ટમાં ઉપયોગ થાય તો ખૂબ લાભદાયક સાબિત થાય છે. તે પેશન્ટના જીવનની ગુણવત્તા સુધારે છે, પરંતુ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ અને નિરીક્ષણ હેઠળ જ થવો જોઈએ. દરેક પેશન્ટ માટે HRT પર્સનલાઇઝ્ડ હોવી જોઈએ જેથી તે સલામત અને અસરકારક બનેજનમાં વધારો, પેટનું ફૂલવું, breast tenderness‌ નુ જોખમ.
ટેસ્ટોસ્ટેરોન-સંબંધિત:-
Acne, oily skin . સ્લીપ એપનિયાનું જોખમ. પ્રજનન ક્ષમતા પર સંભવિત અસરો.
Contraindications absolute:
સક્રિય અથવા સ્તન અથવા એન્ડોમેટ્રાયલ કેન્સરનો ઇતિહાસ.

નિદાન ન થયેલ vaginal bleeding. active થ્રોમ્બોએમ્બોલિક disorders.ગંભીર liver disease .
કાર્ડિયોવેસ્ક્યુલર રોગની history,નિયંત્રિત હાયપરટેન્શન.મોનિટરિંગ અને ફોલો-અપ હોર્મોન level , side effects અને therapeutics efficiencyનું નિરીક્ષણ કરવા માટે નિયમિત ફોલો-અપ્સ. breast અને એન્ડોમેટ્રાયલ સ્વાસ્થ્ય માટે નિયમિત તપાસ.ઓસ્ટીયોપોરોસિસ માટે bone density મોનીટરીંગ.

c) AMTSL – એ. એમ. ટી. એસ. એલ.

AMTSL – Full Form: Active Management of Third Stage of Labour

The third stage of labour એ બેબી ના જન્મ પછીનો સમયગાળો છે, જ્યાં પ્લેસેન્ટા અને મેમ્બરેનસ (placenta and membranes) ના સંપૂર્ણ નિષ્કાસન સુધીનો તબક્કો આવે છે. આ તબક્કો માતાના આરોગ્ય માટે અત્યંત મહત્વનો છે અને સામાન્ય રીતે 5 થી 30 મિનિટ સુધી ચાલે છે.

થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:

અત્યારે હાલમાં થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં બે મેથડ નો યુઝ થાય છે.

1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

2) એક્ટિવ મેનેજમેન્ટ

1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

આ મેનેજમેન્ટમાં પ્લેસેન્ટાનુ સેપ્રેશન અને તેનું વજાયનામાં ડિસેન્ડ એ સ્પોન્ટાનિયસલી થવા દેવામાં આવે છે.

આ મેનેજમેન્ટ માટે પ્લેસેન્ટલ એક્સપલ્ઝન માટે ઓછામાં ઓછી મદદ કરવામાં આવે છે.

આ સ્ટેજમાં મધર પર કોન્સ્ટન્ટલી વોચ રાખવામાં આવે છે એટલે કે મધરને થોડા સમય માટે પણ એકલું મૂકવું નહીં.

જો મધર એ લેટરલ પોઝિશનમાં હોય તો તેને ડોરસલ પોઝિશન આપવી જેના કારણે પ્લેસેન્ટલ સેપરેસન ના સાઇન અને કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયો છે તેનો પ્રોપરલી ખ્યાલ આવી શકે.

આ મેનેજમેન્ટમાં ઓન્લી પ્લેસેન્ટા નું સેપરેશન, ડિસેન્ડડાઉન તથા એક્સપેલ આઉટ નું પ્રોપરલી વોચ કરવામાં આવે છે.

એક હેન્ડ ને ફંડસ ઉપર મુકવામાં આવે છે જેથી,

a) પ્લેસેન્ટાના સેપરેશન નો ખ્યાલ આવી શકે.

b) યુટેરાઇન એક્ટિવિટીની સ્થિતિ એટલે કે કોન્ટ્રાકશન અને રિલેક્સેશન નો ખ્યાલ આવી શકે.

સેપરેશન ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટા એ બેબીના બર્થ થયા પછી અમુક મિનિટ્સમાં જ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવા લાગે છે આથી પ્લેસેન્ટા ને પોતાની રીતે જ સેપરેટ થવા માટે 15 થી 20 મિનિટ જેટલી રાહ જોવી.

આમાં નો ટચ ટેકનીક No touch technique નો યુઝ કરવામાં આવે છે.

આમા, “નો ટચ પોલિસી ” હોય છે એટલે કે પ્લેસેન્ટા એ 15-20 મિનિટમાં ગ્રેવિટીના કારણે એક્સ્પલઝન થાય છે એટલે કે ફન્ડસ પર મસાજ કરવી નહીં.

કોઇપણ પ્રકાર ના યુટેરોટોનીક નો યુઝ કરવો નહી તથા પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન માટે કોઇપણ મેન્યુઅલ મેથડ નો પણ યુઝ કરવો નહી.

એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા

જ્યારે પ્લેસેન્ટા એ એક્સ્પલઝન થાય ત્યારે નીચેના પોઇન્ટ્સને ફોલો કરવા:

પેશન્ટને એડવાઇઝ આપવી કે જ્યારે યુટ્રસ એ હાર્ડ થાય ત્યારે બીયર ડાઉન એફોટ્ર્સ લગાડવા.

રેઇઝ થયેલું ઇન્ટ્રા એબડોમીનલ પ્રેશર એ પ્લેસેન્ટા ને એક્સ્પેલ આઉટ થવા માટે અગત્યનું રહે છે.

અને પ્લેસેન્ટા એ જાતે જ એક્સપલ્ઝન થય શકે છે.

2) એક્ટીવ મેનેજમેન્ટ

1) યુઝ ઓફ યુટેરોટોનીક

લેબર ના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં ઑક્સીટોસી ન એ ડ્રગ ઓફ ચોઇસ છે.

થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં 10 યુનિટ ઓક્સીટોસીન એ IM(ઇન્ટ્રાસ્લ્યુલર) પ્રોવાઇડ કરવું.

ઓક્સિટોસિન એ યુટેઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરી પ્લેસેન્ટા ને એક્સપેલ આઉટ કરવામાં હેલ્પ કરે છે.

2) CCT(કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન)

કંટ્રોલ કોલ્ડ ટ્રેકશનમાં મેન્યુઅલ મેથડ નો યુઝ કરવામાં આવે છે જેમાં અંબેલીકલ કોડૅ ને ટ્રેક કરી તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ જેન્ટલી રીતે પુલ કરવામાં આવે છે જેના કારણે પ્લેસેન્ટા એ યુટરાઇન વોલમાંથી સેપરેટ થય ત્યારબાદ એક્સપેલ આઉટ થય શકે પરંતુ કંટ્રોલ કોડૅ ટ્રેક્સન એ જ્યારે યુટરાઇન કોન્ટ્રાકશન પ્રેઝન્ટ હોય ત્યારે હેન્ડ ને સુપરાપ્યુબિક એરિયા પર પ્લેસ કરી ત્યારબાદ પરફોર્મ કરવામા આવે છે.

3) ફંડલ પ્રેશર:

ફંડસ ની પાછળ ફોર ફિંગર્સ મૂકીને તથા થમ્બ ની સામે રાખીને યુટ્રસ નો પિસ્ટોન તરીકે યુઝ કરી ફંડસ ને ડાઉન વર્ડ અને બેકવર્ડ પુશ કરવું જ્યારે યુટ્રસ એ હાર્ડ હોય ત્યારે પ્રેશર આપવું હાર્ડ ના હોય ત્યારે ધીમેથી રબ કરી ને હાર્ડ કરવું જ્યારે પ્લેસેન્ટા ઇન્ટ્રોઇટસ માંથી પસાર થાય ત્યારે તરત જ પ્રેશર બંધ કરવું જ્યારે બેબી એ મેસરેટેડ અથવા પ્રીમેચ્યોર  હોય ત્યારે કોડૅ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી આ મેથડ વધારે યુઝફૂલ થાય છે જો કોઇ ક્લોટસ અંદર રહી ગયા હોય તો યુટ્રસ ને મસાજ કરવાથી તેના એક્સપલ્ઝન માં હેલ્પ થાય છે.

4)ડિલે કોડૅ કટીંગ

ફિટસ ના ડિલિવરી બાદ એક થી ત્રણ મિનિટ માટે વેઇટ કરવું ત્યારબાદ અંબેલીકલ કોડૅ ને કટ કરવી આ ટેકનીક એ ટર્મ ન્યુબોર્ન માં વધારે યુઝફૂલ હોય છે. કારણ કે ન્યુબોર્ન એ પ્લેસેન્ટા માંથી એડિક્યુએટ અમાઉન્ટ  મા બ્લડ ને રિસીવ કરી શકે જેના કારણે એનિમીયા ની કન્ડિશન એ પ્રિવેન્ટ થય શકે.

પરંતુ પ્રી ટર્મ બેબી માં લીવર એ ઇમમેચ્યોર હોય છે અને રેડ બ્લડ સેલ્સ નુ વધારે પ્રમાણ મા બ્રેકડાઉન થાય અને જો ડીલે કોડૅ કટીંગ કરવામાં આવે તો તેના કારણે ન્યુબોર્ન માં હાઇપર બીલીરૂબીનેમિયા (જોન્ડિસ)ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.

5) પોસ્ટ પાર્ટમ વિજિલન્સ

પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ પ્લેસેન્ટાને પ્રોપરલી ઇન્સપેક્સન કરવું જેમાં કોટીલોડોન,લોબ તથા મેટરનલ અને ફીટલ સાઇટ ને તથા મેમ્બરેન ને  પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પ્લેસેન્ટા ની ડિલિવરી થયા બાદ ફંડલ મસાજ કરવુ જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન ની કન્ટીન્યુટી રહી શકે અને જો રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તે પ્રોપરલી એક્સપેલ આઉટ થય શકે. અને મધર માં થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH ) ની કન્ડિશન પ્રિવેન્ટ થય શકે.

d) Anemia in Pregnancy – એનિમિયા ઈન પ્રેગનેન્સી

એનીમિયાએ પ્રેગ્નેન્સી દરમિયાન વુમન માં જોવા મળતો મોસ્ટ કોમન બ્લડ ડિસઓર્ડર છે. તે સામાન્ય રીતે પુઅર સોસીયોઇકોનોમિક કન્ડિશનવાળા વિસ્તાર માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનિમિયા એ એવી કન્ડિશન છે જેમાં સર્ક્યુલેટિંગ રેડ બ્લડ સેલ તથા હિમોગ્લોબીન લેવલ એ તેના નોર્મલ લેવલ કરતા ઓછા પ્રમાણ (રિડ્યુસ નંબર )માં હોય છે. તેના કારણે રેડ બ્લડ સેલ ની ઓક્સિજન કેરિંગ કેપેસીટી એ ડીક્રીઝ થાય છે. તે સામાન્ય રીતે જુદા જુદા કારણોના લીધે જોવા મળે છે જેમ કે ન્યુટ્રીશનલ ડેફિશીયન્સી( આયૅન,વિટામીન B12 , ઓર ફોલેટ. ), ક્રોનિક ડિસીઝ, જીનેટીક કન્ડિશન,તથા બ્લડ લોસ.

ફિમેલ મા‌ નોર્મલ Hb : 12-16 gm/ dl.

જો ફિમેલ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 10 gm/ dl – 11.9 gm/ dl ની વચ્ચે હોય તો તેને માઇલ્ડ એનિમિયા કહેવામાં આવે છે.

જો ફિમેલ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 7 gm/ dl – 9.9 gm/ dl ની વચ્ચે હોય તો તેને મોડરેટ એનિમિયા કહેવામાં આવે છે.

જો ફિમેલ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 7 gm/ dl થી ઓછુ હોય તો તેને સિવ્યર એનિમિયા કહેવામાં આવે છે.

ક્લાસિફિકેશન:

1.ફિઝિયોલોજિકલ એનિમિયા.
2.પેથોલોજીકલ એનિમિયા.

1.ફિઝિયોલોજિકલ એનિમિયા: પ્રેગ્નન્સી મા પ્લાઝમા વોલ્યુમ રેડ બ્લેડ સેલ્સ (RBC)વોલ્યુમ અને હિમોગ્લોબિન માસ વધે છે આથી પ્રેગ્નેન્સી ડિમાન્ડ સ્પેશ્યલી સેકંડ હાફ ટ્રાઇમેસ્ટર માં ઇન્ક્રીઝ થાય છે સાથે એડિક્યુએટ અમાઉન્ટ માં ડાયટ થી પણ આયર્ન ની એક્સ્ટ્રા ડિમાન્ડ એ ફૂલફીલ થતી નથી તેથી પ્રેગ્નન્સી સમય દરમિયાન ફિઝીયોલોજીકલ આયર્ન ડેફિસીયન્સિ જોવા મળે છે. તેથી હિમોગ્લોબીન કોન્સનટ્રેશન પ્રી પ્રેગ્નેન્સી માં હિમોડાયલ્યુશન અને નેગેટિવ આયર્ન બેલેન્સ ની ઇફેક્ટ ના કારણે ફોલ ડાઉન થાય છે.

2.પેથોલોજીકલ એનિમિયા:
ડેફિસીયન્સી એનિમિયા: આયર્ન ડેફિશિયનસી, ફોલિક એસિડ ડેફિશિયન્સી, વિટામિન B 12 ડેફિશિયન્સી, પ્રોટીન ડેફિશિયન્સી વગેરે ના કારણે.

હેમરેજીક:
એક્યુટ: શરૂઆત ના મહિનાઓ માં બ્લિડિંગ અથવા એન્ટિ પાર્ટમ હેમરેજ( APH) ના કારણે.
ક્રોનિક: હુકવોર્મ ઇન્ફેસ્ટેશન, બ્લિડિંગ પાઇલ્સ વગેરે.

હેરેડીટરી: થેલેસેમીયા,સિકલ સેલ હિમોગ્લોબિનોપથી,અધર, હિમોગ્લોબીનોપથી,હેરેડીટરી હિમોલાઇટીક.

બોનમેરો ઇનસફીશીયન્સી: રેડીએશન ના કારણે હાઇપોપ્લેશિયા અથવા એ પ્લેસિયા, ડ્રગ્સ (એસ્પીરિન, ઇન્ડોમેથાસિન.
એનીમિયા ઓફ‌ ઇન્ફેક્શન (મેલેરિયા, ટ્યુબરક્યુલોસીસ).
ક્રોનિક ડીસીઝ (રિનલ)અથવા નીયોપ્લાઝમ.

ઇટિયોલોજી:

ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ના કારણે.
ક્રોનિક ડીસીઝ ના કારણે.
જીનેટીક ફેક્ટરના કારણે.
બ્લડ લોસ થવાના કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
બોનમેરો ડીસઓર્ડર ના કારણે.
વિટામીન ડેફીશીયન્સી ના કારણે.
રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન ઇમેર્ડ થવાના કારણે.
એકસેસિવ અમાઉન્ટ માં બ્લડ લોસ થવાના કારણે.
રેડ બ્લડ સેલ્સ નું પ્રોડક્શન ડીક્રીઝ થવાના કારણે.

લક્ષણો તથા ચિન્હો:

થાક લાગવો,
નબળાઈ આવવી,
સ્કિન,કંજક્ટાઇવા તથા મ્યુકસ મેમ્બરેન એ પેલ થવી,
શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવું,
ચક્કર આવવા,
માથું દુખવું,
રેપિડ તથા ઇરરેગ્યુલર હાર્ટબીટ થવા,
હાથ તથા પગ એ કોલ્ડ થવા.
નેઇલ્સ એ બ્રિટલ થવા.
કોન્સન્ટ્રેશન પુઅર થવું.
કોગ્નિટિવ ડીફીકલ્ટીઝ થવી.
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ ડીલે થવા.
ભૂખ ન લાગવી.
ચક્કર આવવા.
ટેકીપ્નીયા.
ટેકીકાર્ડીયા.
પાલ્પીટેશન.
ડાયરિયા એન્ડ વોમીટીંગ થવી.
કાર્ડીયાક એમ્લાર્જમેન્ટ વીથ મરમર સાઉન્ડ.
અમુક કેસીસ માં જોન્ડીશ, પેટેચાઇ તથા ઇકાઇમોસીસ પણ પ્રેઝન્ટ હોવું.
હિપેટોમેગાલી થવું.

ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન

હિસ્ટ્રી ટેકિંગ,
ફિઝીકલ એક્ઝામીનેશન,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
પેરીફેરલબ્લડસ્મીયર.
એડિશનલ બ્લડ ટેસ્ટ.
બોનમેરો એસ્પીરેશન એન્ડ બાયોપ્સી.
ઇમેજિંગ ટેસ્ટ.
એક્સ રે.
સીટી સ્કેન.
એમ .આર .આઇ.
જીનેટીક ટેસ્ટીંગ.
સ્ટૂલ એક્ઝામિનેશન

મેનેજમેન્ટ:

વુમન ને એનીમિયા થવા માટેના કારણ ને અસેસ કરવું.

જો વુમન ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.

વુમન ને પ્રોપર્લી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.

વુમન ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.

જો વુમન ને એનીમિયા ની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો વુમન ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.

જો વુમન ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપર્લી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.

વુમન ને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

જો વુમન ને એનિમિયા ની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.

વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સ ને તેની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

વુમન ના બધા જ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

વુમન ને એનિમીયા ની કન્ડિશન માંથી પ્રિવેન્ટ કરવા માટે તેનું રેગ્યુલર્લી સ્ક્રિનિંગ કરવું.

Q – 5 Define Followings (Any Six) નીચેની વ્યાખ્યા લખો (કોઈપણ છ) 12

a) Grand Multipara – ગ્રાન્ડ મલ્ટીપારા

ગ્રાન્ડ મલ્ટિપારા એટલે જ્યારે વુમન ને પહેલા ચાર અથવા ચાર કરતાં વધારે વાયેબલ ચાઇલ્ડ નો બર્થ થયેલો હોય તેને ગ્રાન્ડ મલ્ટીપારા કહેવામાં આવે છે.

b) Placenta previa – પ્લેસેન્ટા પ્રિવિયા

જ્યારે પ્લેસેન્ટા પાર્શિયલી અથવા કમ્પ્લીટલી યુટ્રસ ના લોવર સેગમેન્ટ ના ઇન્ટર્નલ OS ની નજીક અથવા ઉપર ઇમ્પ્લાન્ટ થાય છે તેને “પ્લેસેન્ટા પ્રિવ્યા” કહેવામાં આવે છે. એન્ટી પાર્ટમ હેમરેજના 1/3 કેસીસ એ પ્લેસેન્ટા પ્રિવ્યા ને કારણે હોય છે.

ટાઇપ્સ ઓફ પ્લેસેન્ટા પ્રિવ્યા:
પ્લેસેન્ટા ના યુટેરાઇન કેવીટી ના લોવર સેગમેન્ટમાં એક્સટેન્શન ની ડિગ્રીના આધારે પ્લેસેન્ટા પ્રિવ્યા ના ચાર ટાઇપ પડે છે.

  • 1) Type I (લેટરલ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 2) Type II (માર્જીનલ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 3) Type III(ઇન્કમ્પ્લિટ પ્લેસેન્ટા પ્રિવ્યા),
  • 4) Type IV( કમ્પ્લીટ પ્લેસેન્ટા પ્રિવ્યા)

1) Type I (લેટરલ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આ ટાઇપમાં પ્લેસન્ટા નો મેજર પાર્ટ એ અપર સેગમેન્ટ માં અટેચ થયેલો હોય છે પરંતુ માત્ર લોવર માર્જિન એ લોવર સેગમેન્ટ માં એન્ટર થાય છે પરંતુ OS સુધી પહોંચતી નથી.

2) Type II (માર્જીનલ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આ ટાઇપમાં પ્લેસેન્ટા એ માત્ર ઇન્ટર્નલ ઓસ ની માર્જિન સુધી પહોંચે છે પરંતુ તેને કવર કરતી નથી.
જો પ્લેસેન્ટા એ એન્ટિરિયર હોય તો વજાઇનલ બર્થ પોસીબલ છે બ્લડ લોસ એવરેજ હોય છે મેટરના શોક કરતાં ફિટલ હાઇપોક્ઝીયા નુ રિસ્ક વધારે હોય છે.

3) Type III(ઇન્કમ્પ્લિટ પ્લેસેન્ટા પ્રિવ્યા):
પ્લેસેન્ટા એ ઇન્ટર્નલ ઓસ ને સેન્ટ્રલી નહીં પરંતુ પાર્શીયલી કવર કરે છે જ્યારે લેટ પ્રેગ્નન્સીમાં સર્વિક્સ એફેસ અને ડાયલેટ થવાનું ચાલુ થાય છે ત્યારે લોવર્સ સ્ટ્રેચ થવાના કારણે બ્લિડિંગ થાય છે.

4) Type IV( કમ્પ્લીટ પ્લેસેન્ટા પ્રિવ્યા ):
આમાં પ્લેસેન્ટા એ ઇન્ટર્નલ ઓસ ને કરે છે કવર કરે છે એ જ્યારે ફુલ્લી ડાયલેટેડ હોય ત્યારે પણ કવર કરે છે. સિવ્યર હેમરેજ થાય છે મધર અને બેબી ની લાઇફ ને સેવ કરવા માટે સિઝેરિયન સેક્શન ની જરૂરિયાત પડે છે.

c) Lochia – લોકિયા

  • પરપેરીયમ પિરિયડ દરમિયાન પ્રથમ 15 દિવસમાં થતા વજાઇનલ ડિસ્ચાર્જ ને લોકીઆ કહે છે તે યુટેરાઇન બોડી, સર્વીક્સ અને વજાયના માંથી આવે છે.
  • તેમાં બ્લડ વેસેલ્સ,ડેસિડ્યુઅલ ટીસ્યુસ, વજાઇનલ મ્યુકસ ના એપીથિલિયલ સેલ્સ, બેક્ટેરિયા,મેમ્બરેન્સ ના ટુકડા અને સ્મોલ ક્લોટ્સ હોય છે.
  • ઓડૅર ઓફ લોકિયા
  • લોકિયા નો ઓડૅર (સ્મેલ) એ ફિસી (fishy)જેવો હોય છે.

ટાઇપ ઓફ લોકિયા:

લોકિયા ના ત્રણ ટાઇપ પડે છે.

  • 1) લોકિયા રુબરા ,
  • 2) લોકિયા સિરોસા,
  • 3) લોકિયા આલ્બા

1) લોકિયા રુબરા :

  • લોકિયા રુબરા એ લોકિયા નો ફર્સ્ટ ફેઝ છે. જેમાં ડિસ્ચાર્જ રેડ અને બ્લડી હોય છે ચાઇલ્ડ બર્થ પછીના 1 થી 4 દિવસ સુધી રહે છે.
  • લોકિયા રૂબરા માં
    બ્લડ,
    ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઆ,
    વર્નિક્સ કેસીઓસા તથા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે.

2) લોકિયા સિરોસા:

  • લોકિયા સિરોસા એ લોકીયાનો સેકન્ડ ફેઝ છે. જે યેલોવીશ પેલ અથવા પેલ બ્રાઉનીસ કલર નો જોવા મળે છે.
  • લોકિયા સિરોસા એ 5 થી 9 દિવસ સુધી રહે છે.
    તેમા ઓછા પ્રમાણમાં રેડ બ્લડ સેલ્સ પરંતુ લ્યુકોસાઇટ્સ નું અમાઉન્ટ વધારે હોય છે,
    વુંડ એક્ઝ્યુડેટ,
    સર્વાઇવ મ્યુકસ,
    તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

3) લોકિયા આલ્બા:

  • લોકિયા આલ્બા એ લોકીયાનો થર્ડ ફેઝ છે. તે સામાન્ય રીતે પેલ વાઇટ કલર નું જોવા મળે છે.
  • લોકિયા આલ્બા એ 10-14 દિવસ સુધી જોવા મડે છે.
  • તેમા,
  • વધારે પ્રમાણમાં ડેસિડ્યુઅલ સેલ્સ,
  • લ્યુકોસાઇટ્સ,
  • મ્યુકસ,
  • કોલેસ્ટ્રીન ક્રિસ્ટલ્સ,
  • ફેટી એન્ડ ગ્લેંડયુલર એપીથેલિયલ સેલ્સ,
  • તથા માઇક્રોઓર્ગેનિઝમ તેમાં જોવા મળે છે.

અમાઉન્ટ: લોકિયા નું એવરેજ અમાઉન્ટ એ પહેલા 5 થી 6 દિવસ દરમિયાન આશરે 250 ml જેટલું રહે છે.

નોર્મલ ડ્યુરેશન: લોકિયા નો નોર્મલ ડ્યુરેશન એ ત્રણ વિક સુધીનું હોય છે જો ત્રણ વીક પછી પણ રહે તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ ઓફ લોકિયલ ડિસ્ચાર્જ: લોકિયા એ મધરના પરપેરિયલ સ્ટેટની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે તેથી લોકીયાનું અસેસમેન્ટ કરવું અગત્યનું રહે છે.

ઓડૅર(સ્મેલ): ઓફેન્સિવ ઇન્ફેક્શન ના કારણે હોઇ શકે છે.

ઓડૅર: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

અમાઉન્ટ: સ્કેન્ટી ઓર એબ્સન્ટ ઇન્ફેક્શન ના કારણે હોય શકે છે.

કલર: કંટીન્યુઅસ રેડ કલર નોકિયા એ સબઇન્વોલ્યુશન ના કારણે હોય શકે છે.

ડ્યુરેશન:જો લોકિયા એ ત્રણ વિક સુધી અથવા તેના કરતાં પછી પણ વધારે સમય સુધી હોય તો લોકલ લિઝન્સ હોઇ શકે છે.

d) Abortion – એબોર્શન

એબોર્શન એ એવી પ્રોસેસ છે કે જેમાં પ્રેગ્નેન્સી એ ટર્મિનેશન થાય છે એબોર્શન માં કન્સેપ્સન ની પ્રોડક્ટ એ વાયેબિલીટી ની એજ ( 28 વીક ) પહેલા જ યુટેરાઇન વોલ માંથી પાર્શીયલી તથા કમ્પ્લીટલી સેપરેસન તથા એક્સપલ્ર્ઝન થાય છે આ કન્ડિશનને “એબોર્શન” કહેવામાં આવે છે.

એબોર્શન એ જો સ્પોન્ટાનિયસલી થાય તો તેને “મીસ્કેરેજ” કહેવામા આવે છે.અને જો પરપઝફૂલી કરાવવા મા આવે તો તેને “ઇન્ડ્યુઝ્ડ એબોર્શન” કહેવામા આવે છે.

મેજોરીટી એબોર્શન અથવા મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમ્યાન એટલે કે પ્રેગ્નેન્સી ના ફર્સ્ટ 12 વીક દરમિયાન થાય તો તેને “અર્લી મિસ્કેરેજ” કહેવામાં આવે છે. તથા જે મિસ્કેરેજ એ પ્રેગ્નેન્સી ના 13 વીક પછી થાય તો તેને “લેટ મિસ્કેરેજ” કહેવામા આવે છે.

એબોર્શન ના ટાઇપ એ નીચે પ્રમાણે છે.

1)સ્પોન્ટાનિયસ એબોર્શન

A)થ્રેટેન્ડ એબોર્શન,

B)ઇનઇવાઇટેબલ એબોર્શન,

C) કમ્પ્લીટ એબોર્શન,

D)ઇનકમ્પ્લિટ એબોર્શન,

E)સાઇલેન્ટ અથવા મિસ્ડ એબોર્શન,

D) સેપ્ટીક એબોર્શન,

E) રીકરંટ અબોર્શન અથવા હેબિચ્યુઅલ એબોર્શન,

2)ઇન્ડ્યુઝ્ડ એબોર્શન

e) Precipitate Labour – પ્રેસીપીટે લેબર

પ્રેસીપીટેટ લેબર ને “રેપીડ લેબર” તથા “રેપીડ ચાઇલ્ડબર્થ ” કહેવામા આવે છે. પ્રેસીપીટેટ લેબર તેને કહેવામા આવે છે કે જેમાં લેબર ના ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનું ટોટલ ડ્યુરેશન બે અવર્સ કરતા ઓછું હોય છે. તેના કારણે રેપિડ્લી તથા સ્પોંટેનિયસલી ઇન્ફન્ટ નું એક્સપલ્ઝન થાય છે. તે કોમન્લી મલ્ટીપારા વુમન માં જોવા મળે છે.મલ્ટીપારા સાથે રિલેક્સડ પેલ્વિક કે પેરીનીયલ ફ્લોર હોય, મલ્ટીપારા સાથે સાથે યુઝવલી સ્ટ્રોંગ, ફોર્સફૂલ કોન્ટ્રાકશન હોય તથા લેબર દરમિયાન પેઇનફૂલ સેન્સેસન ફિલ ના થાય તેના કારણે ઇમિડીયેટ બર્થ ની જાણ થતી નથી જેના કારણે પ્રેસિપ્રીટેડ લેબર જોવા મળે છે.

f) Denominator – ડીનોમીનેટર

ડિનોમીનેટર એટલે ફીટસ નો જે બોની પાર્ટ એ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે મેટરનલ પેલ્વિસ ના વિવિધ ક્વાડ્રન્ટ્સ ના રિલેશન માં આવે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે.

જેમ કે,

  • વર્ટેક્સ/ સેફેલિક પ્રેઝન્ટેશન માં ડિનોમીનેટર તરીકે ઓક્સિપુટ હોય છે.
  • ફેસ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે મેન્ટમ ( ચિન ) હોય છે.
  • બ્રો પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે ફ્રન્ટલ એમિનન્સ હોય છે.
  • બ્રીચ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે સેકરમ હોય છે.
  • સોલ્ડર પ્રેઝન્ટેશન માં ડિનોમીનેટર તરીકે સોલ્ડર ના સ્કેપ્યુલા નો એક્રોમિયન પ્રોસેસ હોય છે.

g) Asphyxia – આસપેક્ષીયા

અસફિક્ષિયા (Asphyxia) એ એવી condition છે જેમાં શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી, જેના કારણે શ્વાસ લેવામાં અવરોધ થાય છે અને જો તરત સારવાર ન મળે તો unconsciousness or death પણ થઈ શકે છે.

h) Pre – Eclampsia – પ્રિ એક્લેમ્પસિયા

પ્રિક્લેમ્પસિયા એ પ્રેગનેન્સી ની એક કોમ્પ્લિકેશન છે. જેમાં તેની ઇટિયોલોજી એ અનનોન છે પરંતુ તે મલ્ટીસિસ્ટમ ડિસઓર્ડર છે. જેમાં બ્લડપ્રેશર એ હાઇ જોવા મળે છે સાથે સાથે બીજા ઓર્ગન પણ ડેમેજ થાય છે અને મોસ્ટ કોમન્લી લીવર તથા કિડની એ અફેક્ટ થાય છે.
પ્રિક્લેમ્પસિયા તે પ્રેગનેન્સીના 20th વીક પછી મુખ્યત્વે જોવા મળે છે તથા તે સિવ્યારિટી મા પણ ડિફરન્ટ હોય છે.

પ્રિક્લેમ્પસિયા ના મેઇન સિમ્ટોમ્સ માં,

  • 1) હાઇપરટેન્શન જે 140/90 mmHg કરતા પણ ઇન્ક્રીઝ થાય છે( હોલમાર્ક સાઇન ઓફ પ્રિએક્લેમ્પસિયા),
  • 2)ઇડિમા( મેઇન્લી હેન્ડ,ફેસ,તથા લેગ મા ) તથા એક્સેસિવ વેઇટ ગેઇન થવો ,
  • 3) પ્રોટીનયુરિયા(યુરિન મા એક્સેસ અમાઉન્ટ મા પ્રોટીન જોવા મળવુ),
  • 4)આલ્બ્યુમિન્યુરિયા ( યુરિન મા આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોવુ).

આ પ્રિક્લેમ્પસિયા ના સિમ્પટોમ્સ એ 20th વીક પછી જોવા મળે છે.

Q – 6 Fill in the Blanks –  ખાલી  જગ્યા પૂરો. 05

1. At term preportion of the placenta and fetal weight is…….એટ ટર્મ પ્લેસેન્ટા અને ફિટલ વેઇટ વચ્ચેનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે: 1:6.🔸 એટ ટર્મ પ્લેસેન્ટા અને ફિટલ વેઇટ વચ્ચેનો ગુણોત્તર 1:6 હોય છે.

2.At 24 weeks of pregnancy fundal height reaches at the level of …… 24 અઠવાડિયે ફંડલ હાઇટ …… લેવલે પહોંચે છે : umbilicus.🔸 24 અઠવાડિયે ફંડલ હાઇટ અંબેલીકસ (umbilicus) લેવલે પહોંચે છે.

3……. is a Welcom sign of labour. …… એ લેબરનું વેલકમ સાઈન છે : Show 🔸 શો (Show) એ લેબરનું વેલકમ સાઈન છે.

4.Excessive nausea and Vomiting during pregnancy are termed as …… સગર્ભાવસ્થા દરમિયાન થતા વધારે ઉલટી અને ઉબકા …… તરીકે ઓળખાય છે : Hyperemesis Gravidarum.
🔸 સગર્ભાવસ્થા દરમિયાન થતા વધારે ઉલટી અને ઉબકા હાયપરેમેસિસ ગ્રેવીડેરમ (Hyperemesis Gravidarum) તરીકે ઓળખાય છે.

5. Inflammation of Breast is Known as ……  બ્રેસ્ટ નું ઇન્ફ્લામેશન …… તરીકે ઓળખાય છે : Mastitis.🔸 બ્રેસ્ટનું ઇન્ફ્લામેશન માસ્ટાઈટિસ (Mastitis) તરીકે ઓળખાય છે.

(B) True or False –  ખરા ખોટા જણાવો. 05

1.Pap test is done to detect ca. cervix. પેપટેસ્ટ એ સર્વિક્સનું કેન્સર ડિટેક્ટ કરવા માટે થાય છે : ✅ True / સાચું
Explanation: Pap smear is used to screen for cervical cancer (Ca. cervix).

2.Life Span of Sperm is 24 hours. શુક્રાણુનું આયુષ્ય 24 કલાકનું હોય છે : ❌ False / ખોટું
Explanation: Sperm can live up to 3–5 days in female reproductive tract, not just 24 hours.

3. Umbelical vein Carries deoxygenated blood. અંબેલીકલ વેઇનમાં અશુદ્ધ લોહીનું વહન થાય છે : ❌ False / ખોટું
Explanation: Umbilical vein carries oxygenated blood from the placenta to the fetus.

4. Painful Menstruation is Known as Dysmenorrhea.વધારે પડતા દુખાવો સાથે આવતા માસિકને ડિસમેનોરિયા કહે છે : ✅ True / સાચું
Explanation: Dysmenorrhea refers to painful menstruation.

5.Episiotomy is Performed during first stage of Labour. લેબરના પ્રથમ સ્ટેજમાં એપિસિઓટોમી આપવામાં આવે છે : ❌ False / ખોટું
Explanation: Episiotomy is usually done during the second stage of labour to assist delivery.

(c) Match the Followings – જોડકા જોડો. 05

A B

(1) Cleft palate (1) Softening of Cervix
 કલેફ્ટ પેલેટ સોફ્ટનીંગ ઓફ સર્વિકસ

(2) Dystocia (2) Premature Sepration of placenta
ડીસ્ટોસિયા   પ્લેસેન્ટાનું પ્રિમેચ્યોર સેપરેશન

(3)Tocolytic agent (3) Congenital Anomalies
ટોકોલિટીક એજન્ટ કંજીનાઈટલ એનોમાલિશ

(4)Goodell’s Sign ગુડેલ સાઇન (4) Inhibit Uterine Contraction યુટેરાઇન કોન્ટ્રાકશનને અવરોધે

(5)Abruptio Placenta (5) Abnormal Labour
એબ્રપ્ટિઓ પ્લેસેન્ટા એબનોર્મલ લેબર

(6) Placenta in lower uterine Segment
પ્લેસેન્ટા યુટરસ લોવર સેગમેન્ટમાં હોય

(c) Correct Match – સાચો જોડકા :

A (જોડકું A)B (જોડકું B)Correct Match (સાચો જોડકોઃ A → B)
(1) Cleft palate (કલેફ્ટ પેલેટ)(3) Congenital Anomalies (કંજીનાઈટલ એનોમાલિશ)(1) → (3)
(2) Dystocia (ડીસ્ટોસિયા)(5) Abnormal Labour (એબનોર્મલ લેબર)(2) → (5)
(3) Tocolytic agent (ટોકોલિટીક એજન્ટ)(4) Inhibit Uterine Contraction (યુટેરાઇન કોન્ટ્રાકશન અવરોધે)(3) → (4)
(4) Goodell’s Sign (ગુડેલ સાઇન)(1) Softening of Cervix (સોફ્ટનીંગ ઓફ સર્વિકસ)(4) → (1)
(5) Abruptio Placenta (એબ્રપ્ટિઓ પ્લેસેન્ટા)(2) Premature Separation of Placenta (પ્લેસેન્ટાનું સમય પૂર્વે અલગાવ)(5) → (2)
Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU., Uncategorised