Comprehensive nursing care to the children having Congenital defects/ malformation.
કંજીનાઇટલ એનામોલિસ ને બર્થ ડિફેક્ટ પણ કહેવામા આવે છે.
કંજીનાઇટલ એનામોલિસ:= એટલે કે ચાઇલ્ડ ને બર્થ સમયે જ કોઇ પણ મેટાબોલિક, બાયોકેમિકલ, સ્ટ્રકચરલ, તથા ફંકશનલ ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય તેને કહેવામાં આવે છે.
કંજીનાઇટલ માલફોર્મેશન := જ્યારે બર્થ સમયે ચાઇલ્ડ ને માત્ર સ્ટ્રકચરલ ડિફેક્ટ પ્રેઝન્ટ હોય તેને “કંજીનાઇટલ માલફોર્મેશન” કહેવામાં આવે છે.
કંજીનાઇટલ એનામોલિસ એ બોડીમાં ગમે તે પાર્ટને અફેક્ટ કરે છે તથા તેમા ફિઝિકલ અને ડેવલોપમેન્ટલ ડિસએબીલીટી જોવા મળે છે.
આ કંજીનાઇટલ એનામોલિસ એ સામાન્ય રીતે ચાઇલ્ડ ના ડેવલોપમેન્ટ સમયે એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ સમયે કોઇપણ જીનેટીક ફેક્ટર , એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુએન્સીસ તથા બન્ને ના કોમ્બિનેશન ના કારણે જીનેટીક ફેક્ટર મા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ, જીનમ્યુટેશન, એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુએન્સીસ મા મેટરનલ ઇન્ફેક્શન , પ્રેગ્નેન્સિ સમય દરમિયાન હામૅફુલ સબસ્ટન્સ ના એક્સપોઝર મા આવવા ના કારણે (આલ્કોહોલ તથા અમુક પ્રકારની મેડીકેશન), મેટરનલ હેલ્થ કન્ડિશન જેમ કે ડાયાબિટીસ,તથા ઓબેસિટી વગેરે તથા બન્ને ના કોમ્બિનેશન ના કારણે જોવા મળે છે.
કંજીનાઇટલ એનામોલિસ મા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની એનોમાલીસ, ક્લેફટ લીપ, ક્લેફટ પેલેટ, હાટૅ ડિસીઝ, ક્લબ ફુટ, ડાઉન સિન્ડ્રોમ તથા જીનેટીક સિન્ડ્રોમ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Explain the Etiology/ cause of the congenital Anomalies in children (ચિલ્ડ્રન્સ મા કનજીનાઇટલ એનામોલિસ થવા માટેના કારણ જણાવો)
જીનેટીક ફેક્ટરના કારણે
જીનેટીક ફેક્ટર મા ઇન હેરિટેડ જીનેટીક મ્યુટેશન તથા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ કે જેમાં પેરેન્ટ્સ માંથી તેના ચાઇલ્ડ માં પાસ્ડ ડાઉન થાય છે.
Ex:=
ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર( મારફાન સિન્ડ્રોમ),
ઓટોઝોમલ રિસેસીવ ડિસઓર્ડર( સિસ્ટીક ફાઇબ્રોસીસ),
X – linked જીનેટીક ડીશ ઓર્ડર( હિમોફિલીયા),
તથા ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ (ડાઉન સિન્ડ્રોમ).
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે
પ્રેગ્નેન્સિ સમયે દરમિયાન અમુક પ્રકારના એન્વાયરમેન્ટલ એક્સપોઝર માં આવવાના કારણે કંજીનાઇટલ એનામોલિસ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઇ શકે છે.જેમ કે,
ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન મેટરનલ ઇન્ફેક્શન સ્પેસિયલી STORCH ( સિફિલસ ટોકઝોપ્લાસ્મોસીસ, રુબેલા,સાયટોમેગાલો વાઇરસ,હર્પીસ વાઇરસ),
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર નું ટેરાટોજેનીક સબસ્ટન્સ ના એક્સપોઝર માં આવવાના કારણે જેમ કે આલ્કોહોલ,ટોબેકો, સ્મોકિંગ સરટેઇન મેડીસીન્સ,વગેરે.
મધર નું પ્રેગનેન્સી સમય દરમિયાન એક્સરે એક્સપોઝર થવાના.
મધર દ્વારા પ્રેગ્નન્સી સમયે અમુક પ્રકારની ડ્રગ્સ લેવાના કારણે જેમ કે સ્ટીરોઇડહોર્મોન,
સ્ટીલબેસ્ટ્રોરલ,
એન્ટીકન્વલ્સન્ટ, ફોલેટ એન્ટાગોનીસ્ટ, કોકેઇન, લિથીયમ તથા થેલીડોમાઇડ.
મેટરનલ ડીઝીઝ ના કારણે જેમ કે ડાયાબિટીસ,ઓબેસિટી
કાર્ડિયાક ફેઇલ્યોર, માલન્યુટ્રીશન, આયોડિન ડેફીશીયન્સી, ફોલિક એસિડ ડેફિસીયન્સી વગેરે.
એબનોર્મલ ઇન્વાયરમેન્ટલ એન્વાયરમેન્ટ ના કારણે જેમ કે બાયકોરનુંએટેડ યુટ્રસ, સેપટેડ યુટ્રર્સ , પોલી હાઇડ્રોએમનિઓસ , ઓલીગોહાઇડ્રો એમનીઓસ, ફિટલ હાયપોક્ઝીયા વગેરે.
એન્વાયરમેન્ટલ પોલ્યુશનના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the congenital Anomalies in children (ચિલ્ડ્રન્સ મા કનજીનાઇટલ એનામોલિસ થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો)
1) ફિઝિકલ એબનોર્માલીટીસ
ઘણા પ્રકારની કંજીનાઇટલ એનોમાલિશ વિઝીબલ હોય છે જેમ કે,
ક્લેફટ લીપ,
ક્લેફટ પેલેટ,
લિંબ ડિફોરમિટીઝ
(ક્લબ ફુટ),
ફેશિયલ ફીચર્સ એબનોર્મલ હોવા,
ગ્રોથ પેટનૅ એબનોર્મલ હોવી(માઇક્રોસેફલી તથા મેક્રોસેફેલી) વગેરે.
2) ડેવલોપમેન્ટલ ડીલે થવું
અમુક ચિલ્ડ્રન કે જેને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચિલ્ડ્રન માં ડેવલોપમેન્ટલ માઇલ્ડસ્ટોન ના એચીવીંગ મા ડીલે જોવા મળે છે.તેમા સામાન્ય રીતે
મોટર સ્કિલ્સ,
લેંગ્વેજ,
સ્પિચ ડેવલોપમેન્ટલ, કોગ્નિટિવ એબિલિટીસ, સોશિયલ તથા ઇમોશનલ ડેવલોપમેન્ટ વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
3) ઓર્ગન ડીશફંક્શન
અમુક પ્રકારની કંજીનાઇટલ એનોમાલિશ ના કારણે ઇન્ટર્નલ ઓર્ગન માં ડીસફંક્શન તથા તેના સાઇન અને સિમ્ટોમ્સ જોવા મળે છે જેમ કે,
કંચનાઇટલ હાર્ટ ડિસીઝ( સાઇનોસિસ, રેપીડ બ્રિધિંગ,
પુઅર ફીડિંગ,
ફેલ્યોર ટુ થ્રાઇવ વગેરે).
ગેસ્ટરો ઇન્ટરસ્ટાઇલ ટ્રેક ની એનામોલીસ( તેમાં
ફીડિંગ ડિફીકલ્ટી ,
નોઝીયા,
વોમિટિંગ,
એબડોમીનલ પેઇન, તથા મીકોનીયમ પાસ થવામા ફેઇલ્યોર થવુ વગેરે).
4) ન્યુરોલોજીકલ સીમટોમ્સ
અમુક પ્રકારની કંજીનાઇટલ એનામોલિસ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને અફેક્ટ કરે છે તેના કારણે સિઝર,
એબનોર્મલ રિફ્લેક્સ, મસલ્સ વિકનેસ,
પેરાલાઇસીસ, ડેવલોપમેન્ટલ રીગ્રેશન, ઇન્ટેલેક્યુલ ડિસએબિલિટીઝ વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
5) રેસ્પિરેટ્રી સિમ્ટોમ્સ
અમુક પ્રકારની કનજીનાઇટલ એનામોલિસ રેસ્પીરેટરીસિસ્ટમ ને અફેક્ટ કરે છે જેમ કે
કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિયા,
કોએનાલ એટ્રેશિયા(નેરોવિંગ ઓફ ધ નેઝલ એઇરવે ઓર ટીસ્યુસ) હોવાના કારણે રેસ્પીરેટરી સિમટોમ્સ જેમ કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ,
બ્રિધિંગ ડિફિકલ્ટી,
રેપિડ બ્રિધિંગ તથા સાયનોસીસ જોવા મડવુ.
6) જીનાઇટોયુરીનરી એબનોર્માલીટીસ
યુરીનરી ટ્રેક એબનોર્માલીટીસ જેમકે
જીનાઇટલ એબનોર્માલીટીસ,
પ્રોબ્લેમ વીથ કિડની ફંક્શન, તેના સિમ્ટોમ્સ મા યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન,
યુરિનેટિંગ માં ડીફીકલ્ટી થવી,
એબનોર્મલ જીનાઇટેલીયા વગેરે જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
7) સેન્સરી ઇમ્પેઇરમેન્ટ જોવા મળવી
કંજીનાઇટલ ડેફનેસ હોવી,
બ્લાઇંડનેસ.
Enlist the common congenital Anomalies of the children ( ચિલ્ડ્રન ની કોમન કંજીનાઇટલ એનામોલિસ નુ લિસ્ટ આપો)
કોમન કંજીનાઇટલ એનામોલિસ મા
1)સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ,
2) કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,
3) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ,
4) રેસ્પીરેટરી સિસ્ટમ,
5) જીનાઇટો યુરીનરી સિસ્ટમ,
6)મશ્ક્યુલોસ્કેલેટલ એબનોર્માલીટીસ,
7)બ્લડ ડિસઓર્ડર,
8)મેટાબોલિક ડિસઓર્ડર
9)એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ,
10)ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ
વગેરે સિસ્ટમ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1)સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ,
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મા એનેનસેફેલી, સ્પાઇના બાઇફીડા ઓકલ્ટા, સ્પાઇના બાઇફીડા સિસ્ટીકા ( મેનેંગોસીલ, મેનેંગોમાયેલોસીલ ),
હાઈડ્રોસેફેલસ ,
માઇક્રોસેફલી , મેક્રોસેફલી,
પોરેંસેફેલી વગેરેનો સમાવેશ થાય છે.
2) કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ,
કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ મા એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ( ASD ), વેન્ટરીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ(VSD),
ટેટ્રાલોજી ઓફ ફેલોટ( TOF),
કોઆર્કટેશન ઓફ એઓર્ટા( COA),
પેટન્ટ ડક્ટર્સ આર્ટીરીઓસીસ( PDA),
ટ્રાન્સ પોઝિશન ઓફ ગ્રેટ આર્ટરી.
એઓરટીક સ્ટેનોસિસ,
પલ્મોનરી સ્ટેનોસીસ,
માઇટ્રલ અથવા એઓરટીક રીગરજીટેશન
વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
3) ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ,
ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ મા ક્લેફ લીપ, ક્લેફટ પેલેટ, ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા, ઈસોફેજીયલ એટ્રેસિયા, કંજીનાઇટલ પાયલોરીક સ્ટેનોસિસ, ડુઓડેનલ એટ્રેસિયા, કંજીનાઇટલ મેગાકોલોન ( હિસ્પ્રુંગ્સ ડિસીઝ),એક્ઝોમ્ફેલસ, અંબેલીકલ હર્નીયા, એનોરેક્ટલ માલફોર્મેશન, ડાયાફ્રેગ્મેટિક હર્નિયા, ફિમોરલ હર્નિયા, ગેર્ટેરચચીસીસ, કંજીનાઇટલ ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
4) રેસ્પીરેટરી સિસ્ટમ,
રેસ્પીરેટરી સિસ્ટમ મા કોએનાલ એટ્રેસિયા, ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા, કંજીનાઇટલ એટલેક્ટેસીસ, પલ્મોનરી એજીનેસીસ, કંજીનાઇટલ સ્ટ્રાઇડર, કંજીનાઇટલ સાયનોસીસ વગેરે નો સમાવેશ થાય છે.
5) જીનાઇટો યુરીનરી સિસ્ટમ,
જીનાઇટો યુરીનરી સિસ્ટમ મા કંજીનાઇટલ હાઇડ્રોનેફ્રોસીસ,
કંજીનાઇટલ પોલીસિસ્ટીક કિડની,
હોસૅ સુ કિડની,
હાઇપોસ્પાડિયાસિસ,
એપીસ્પાડિયાસિસ, કંજીનાઇટલ ફીમોસીસ, કંજીનાઇટલ હ્ઇડ્રોસિલ, અનડિસેન્ડેડ ટેસ્ટીસ, કંજીનાઇટલ ઇન્ગ્વાઇનલ હર્નિયા, એમ્બીગીયસ જીનાઇટેલીયા વગેરે નો સમાવેશ થાય છે.
6)મશ્ક્યુલોસ્કેલેટલ એબનોર્માલીટીસ,
મશ્ક્યુલોસ્કેલેટલ મા ક્લબ ફુટ,કંજીનાઇટલ ડિસલોકેશન ઓફ હિપ, ડેવલોપમેન્ટલ ડિસ્પ્લેસિયા ઓફ હિપ( DDH), ઓસ્ટીઓજીનેસિસ ઇમપરફેક્ટા, પોલીડેક્ટીલ, સિન્ડેક્ટાઇલી, મારફાન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વગેરે.
7)બ્લડ ડિસઓર્ડર,
થેલેસેમીયા, હિમોફીલિયા, સિકલ સેલ એનિમીયા,G6PD ડેફિસ્યન્સી વગેરે.
8)મેટાબોલિક ડિસઓર્ડર
મેટાબોલિક ડિસઓર્ડર મા સિસ્ટિક ફાઇબ્રોસીસ ફીનાઇલકિટોન્યુરિયા, G6PD ડેફિશિયન્સી, કંજીનાઇટલ લેકટોઝ ઇન્ટોલરન્સ, ગેલેક્ટોસેમીયા, વિલ્સન ડિસીઝ, વગેરે.
9)એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ,
એન્ડોક્રાઇનલ એબનોર્માલીટીસ મા કંજીનાઇટલ હાઇપોપિટ્યુટરીઝમ ( ડ્વારફિઝમ),
કંજીનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ ( ક્રીટીનીઝમ ),
કંજીનાઇટલ એડ્રીનલ હાઇપરપ્લેસિયા, કંજીનાઇટલ ગોઇટર, ડાયાબિટીસ મલાઇટસ વગરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
10)ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ
ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ મા
ડાઉન સિન્ડ્રોમ
(ટ્રાઇસોમી 21) ,
એડવર્ડ્સ સિન્ડ્રોમ (ટ્રાઇસોમી 18),
પટાઉ સિન્ડ્રોમ
(ટ્રાઇસોમી 13) ,
ટર્નર સિન્ડ્રોમ
( Xo),
ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ( XXY ,XXXY).
11) other Anomalies
કંજીનાઇટલ કેટ્રેક ,કંજીનાઇટલ ગ્લુકોમા,રટાઇનો બ્લાસ્ટોમાં ,કલર બ્લાઇંડનેસ, કંજીનાઇટલ ડેફનેસ,ડેફ એન્ડ ડંબ, મેન્ટલ રિટારર્ડેશન, આલ્બીનીઝમ, હીમેન્જીઓમા, પેડર વિલી સિન્ડ્રોમ, એપરટ સિન્ડ્રોમ.
વગેરે કંજીનાઇટલ એનામોલિસ છે.
Explain the Diagnostic evaluation of the child with the congenital Anomalies
(કંજીનાઇટલ એનોમાલિશ વાળા ચાઇલ્ડ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).
History taking and physical examination,
ઈમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ ડ્યુરિંગપ્રેગ્નેન્સી,
એક્સ રે,
મેગ્નેટિક રેસોરન્સ ઈમેજિંગ,
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી,
જીનેટીક ટેસ્ટિંગ,
લેબોરેટરી ટેસ્ટિંગ,
બ્લડ ટેસ્ટ,
એમનીઓસીન્ટેસીસ ઇન અર્લી પ્રેગ્નેન્સી ( 14 to 16 weeks),
અસેસ ધી મેટરનલ સીરમ આલ્ફા ફિટો પ્રોટીન( AFP ),
એન્ટિનેટલ સ્ક્રીનિંગ,
કાર્ડીયાક ઇવાલ્યુએશન ,
ન્યુરોલોજીકલ અસેસમેન્ટ,
Explain the complication of the child with the congenital Anomalies (કંજીનાઇટલ એનોમાલિશ ના કોમ્પ્લીકેશન જણાવો)
ફિઝિકલ ડિસએબિલિટી થવી,
લીંબ ડીફોરમીટી થવી,
હેલ્થ પ્રોબ્લેમ જોવા મળવા જેમકે કંજી નાઈટર હાર્ટ ડિફેક્ટ ના કારણે એરીધેમીઆસ ,
હાર્ટ ફેલ્યોર થવુ,
ડેવલોપ મેન્ટલ ડીલે થવું,
જેમકે મોટર સ્કિલ , લેંગ્વેજ તથા કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ જોવા મળવી.
સાઇકોલોજીકલ ચેલેન્જ જોવા મળવા.
સાઇકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળવી,
ડેવલોપમેન્ટલ ડીલે થવાના કારણે એજ્યુકેશન ચેલેન્જીસ જોવા મળવા.
Explain the management of the child with the congenital Anomalies (કંજીનાઇટલ એનોમાલિશ વાળા ચાઇલ્ડ નું મેનેજમેન્ટ જણાવો)
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનામોલીસ હોય તેવા ચાઇલ્ડ ને તેનો ગ્રોથ
ડેવલપમેન્ટ, તથા ઓવરઓલ હેલ્થસ્ટેટ્સ મોનિટર કરવા માટે રેગ્યુલર મેડિકલ મોનિટરિંગ તથા ફોલોઅપ લેવાની જરૂરિયાત રહે છે. જેમાં રેગ્યુલર ફિઝિકલ એસેસમેન્ટ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન, ઇમેજીંગ સ્ટડીઝ વગેરેની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકારની એનોમાલિશ માં તેને ટ્રીટ કરવા માટે તથા સિસ્પટોમ્સ ને એલિવીએટ કરવા માટે એપ્રોપ્રિએટ સર્જીકલ ઇન્ટરવેશનની જરૂરિયાત રહે છે. આ સર્જીકલ ઇન્ટરવેન્શન એ સામાન્ય રીતે કોઈ કાર્ડિયાક એનોમાલિશ હોય, લીંબડીફોર્મિટી હોય, ક્લેફ્ટ લીપ તથા ક્લેફટ પેલેટ હોય, કોઇપણ એનાટોમીકલ સ્ટ્રક્ચરસૅ ના રીકન્સ્ટ્રકશન માટે સર્જીકલ ઇન્ટરવેશન ની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકારની કંજીનાઇટલ એનોમાલિશ ને રિલીવ કરવા માટે મેડીકેશન ટ્રીટમેન્ટ ની જરૂરિયાત રહે છે જેમ કે કંજીનાઇટલ હાર્ટ ઇફેક્ટ હોય તેના સિમ્ટોમ્સ મા એરીધેમીઆસ, હાર્ટ ફેઇલ્યોર , બ્લડ ક્લોટિંગ ને પ્રિવેન્ટ કરવા માટે મેડિકેશન ની જરૂરિયાત રહે છે.
અમુક પ્રકારની કંજી નાઈટલ એનો માલિશને ટ્રીટ કરવા માટે ફ્રી હેબ્લીકેશન થેરાપી જેમાં ફિઝિકલ થેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, વગેરે ની જરૂરિયાત રહે છે.
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનોમાલિશ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડના પ્રોપરલી ગ્રોથ તથા ડેવલોપમેન્ટ માટે ન્યુટ્રિશિયસ ડાયટ તથા ફીડિંગ પ્રોવાઇડ કરવાની જરૂરિયાત રહે છે.
જે ચાઇલ્ડ ને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને તે કન્ડિશનથી કોપઅપ કરવા માટે એડીક્યુએટ કાઉન્સેલિંગ તથા સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની ડીસીઝ, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો, તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના ફેમેલીમેમ્બર્સ તથા તેના પેરેન્ટ્સ ને પ્રોપર્લી જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
અમુક પ્રકારની કંજીનાઇટલ એનોમાલિસ માં લાઇફ લોંગ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહે છે તેથી બધા જ હેલ્થ કેર પ્રોવાઇડર્સ તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી કોલાબોરેટિવ તથા કોઓપરેશન રાખી ચાઇલ્ડને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
જે ચાઇલ્ડને કંજીનાઇટલ એનોમાલિશ હોય તેવા ચાઇલ્ડ ને એડીક્યુએટ કોમ્પ્રાહેંસીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડીક્યુએટ સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
Explain the preventive measures of the congenital Anomalies ( કંજીનાઇટલ એનોમાલિશ ના પ્રિવેન્ટીવ મેઝર્સ જણાવો)
1) પ્રિકન્સેપશન કેર
પ્રિકન્સેપ્શન કેરમાં જે વુમન એ ચાઇલ્ડ બીયરિંગ એજ માં હોય તે વુમન ને કાઉન્સેલિંગ તથા પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે જેના કારણે પ્રેગનેન્સી સમયે વુમન એ તેની પ્રોપરલી હેલ્થ કેર રાખી શકે.
તેમાં સામાન્ય રીતે હેલ્થી લાઇફ સ્ટાઇલ, બેલેન્સ ડાયટ લેવો, એડીક્યુએટ વેઇટ મેઇન્ટેન રાખવો, રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી, હામૅફુલ સબસ્ટન્સ જેમકે આલ્કોહોલ તથા સ્મોકિંગ ને અવોઇડ કરવું,
તથા કોઇપણ મેડિકલ હેલ્થ પ્રોબ્લેમ હોય તો તેની પ્રોપરલી ટ્રીટમેન્ટ લેવી વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે.
2) પ્રીનેટલ કેર
મેટરનલ તથા ચાઇલ્ડ ના હેલ્થને પ્રોપરલી અસેસ કરવા માટે અર્લી તથા કોમ્પ્રાએંસીવ પ્રિનેટલ કેર ની જરૂરિયાત રહે છે. પ્રીનેટલ સ્ક્રીનિંગ કરવાના કારણે ચાઇલ્ડ ને કોઇ કનજીનાઇટલ એનોમાલિશ હોય તો તેનું અર્લી ડિટેકશન થઇ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે. જેમાં એપ્રોપ્રિએટ સ્ક્રીનીંગ ટેસ્ટ જેમકે અલ્ટ્રાસાઉન્ડ તથા જીનેટીક ટેસ્ટિંગ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે . તથા વુમનને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ લેવા માટે , એડિકયુટેડ ફ્લુઇડ લેવા માટે ,ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને પ્રિવેન્ટ કરવા ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લેવા માટે, એડીક્યુએટ સ્લીપ લેવા માટે , સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે તથા કોઇપણ હામૅફુલ સબસ્ટન્સ ના કોન્ટેકમાં ન આવવા માટે એડવાઇઝ આપવી.
3) જીનેટીક કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટીંગ
જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવાના કારણે વુમન તથા કપલ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ થાય છે કે ચાઇલ્ડ ને કોઇપણ પ્રકારની કંજીનાઇટલ અને એનામોલીસ થવાના રિસ્ક છે કે નહીં જેમાં ફેમિલી હિસ્ટ્રી , જીનેટીક ફેક્ટર, તથા પ્રિવિયસ પ્રેગ્નેન્સી વિશે એસેસમેન્ટ કરી પ્રોપરલી કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે. વુમન તથા કપલ્સને જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરી ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય છે.
4) અવોઇડિંગ ઓફ ટેરેટોજનીક એક્સપોઝર
પ્રેગનેન્ટ વુમન હોય તેને પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે કે જે ટેરેટોજનીક સબસ્ટન્સ તથા હામૅફુલ સબસ્ટન્સ તથા કોઇપણ પ્રકારના રેડીએશન એક્સપોઝર મા આવવુ નહી હામૅફુલ ડ્રગ્સ લેવી નહીં જેના કારણે ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય.જેમ કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ, હર્બલ સપ્લીમેન્ટસ, આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ, રેડીએશન, એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ વગેરેનું ઇનવોલ્વમેન્ટ થાય છે જેના કારણે એનોમાલિસ થવાના રિસ્ક રહે છે.
5) ઓપ્ટિમાઇઝિંગ મધર હેલ્થ
પ્રેગનેન્સી પહેલા અને પ્રેગનેન્સી સમય દરમિયાન એપ્રોપ્રિએટ હેલ્થ કેર પ્રોવાઇડ કરવાના કારણે ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ના રિસ્ક ને પ્રિવેન્ટ કરી શકાય છે.જેમા,
મધરને કોઈપણ લોંગ ટર્મ ડીસીઝ હોય તો તેની પ્રોપરલી ટ્રીટમેન્ટ કરવી જેમ કે ડાયાબિટીસ મલાઈટર્સ, હાઇપર ટેન્શન, તથા થાઇરોઇડ ડીસીઝ.
જો મધરને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હોય તો તેને ઇમિડિયેટ ટ્રીટ કરવું .
ચાઇલ્ડ ને જો કોઇ ન્યુટ્રિશિયસ ડેફીસીયન્સી હોય તો તેને એડીક્યુએટ ફૂડ તથા વિટામિન્સ સપ્લીમેન્ટસ પ્રોવાઇડ કરવી.
6) ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ
પ્રેગનેન્સી પહેલા તથા અર્લી પ્રેગ્નન્સી સમય દરમિયાન એડીક્યુએટ ફોલિક એસિડ સપ્લીમેન્ટ લેવાથી ચાઇલ્ડ માં થતી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને પ્રિવેન્ટ કરી શકાય છે. જેમકે સ્પાઇનાબાયફિડા, એનેનસેફેલી વગેરે.
જે વુમન એ ચાઇલ્ડ બીયરિંગ એજ ની વુમન હોય તેને ડેઇલી સપ્લીમેન્ટસ 400 થી 800 માઇક્રોગ્રામ ફોલિક એસિડ એ આઇડલી કન્સેપશન પહેલાના એક મહિના થી સ્ટાર્ટ કરવી અને કન્સેપશન કર્યા પછી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સુધી કન્ટીન્યુ કરવા માટે એડવાઇઝ આપવી.
7) એન્વાયરમેન્ટલ તથા ઓક્યુપેશનલ સેફ્ટી
પ્રેગનેન્ટ વુમન હોય તેને કોઇપણ પ્રકારના હેઝારડીયસ કેમિકલ્સ તથા પોલ્યુશનના એક્સપોઝરમાં ન આવવુ જોઇએ જેના કારણે એનોમાલિસ ને થતુ પ્રિવેન્ટ કરી શકાય.
ઓક્યુપેશનલ સેફ્ટી, ગાઇડલાઇન્સ તથા રેગ્યુલેશન્સ ને રેગ્યુલરલી ફોલો કરવું જોઇએ .
8) સ્ક્રિનિંગ તથા પ્રિનેટલ ડિટેકશન
પ્રિનેટલ સ્ક્રીનીંગ જેમકે અલ્ટ્રા સાઉન્ડ,મેટરનલ સિરમ સ્ક્રીનિંગ, તથા નોન ઇન્વેસિવ પ્રિનેટલ ટેસ્ટિંગ ( NIPT) આ બધા ટેસ્ટ એ ચાઇલ્ડ માં કોઇપણ કંજીનાઇટલ એનોમાલિસ હોય તથા જીનેટિક એબનોર્માલીટીસ હોય તો તેનું ડીટેક્શન કરવામાં હેલ્પ કરે છે. જો અર્લી ડિસેક્શન થાય તો એડીક્યુએટ મેડિકલ ટ્રીટમેન્ટ કરી કંજીનાઇટલ ડિફેક્ટ થતી પ્રિવેન્ટ કરી શકાય છે.
આ બધા પ્રિવેન્ટીવ મેઝર્સ નો યુઝ કરી ચાઇલ્ડ માં થતી કંજીનાઇટલ એનોમાલિસ ને પ્રિવેન્ટ કરી શકાય છે.