skip to main content

MODELS AND BONES GNM FIRST

MODELS

  • HEART

હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે.

હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો પુરુષમા વજન અંદાજિત 310 ગ્રામ છે અને સ્ત્રીમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે.

લોકેશન ઓફ ધ હાર્ટ..

હાર્ટ એ થોરાસીક કેવીટીમા બે લંગ ની વચ્ચે મીડિયાસ્ટીનમ સ્પેસમા ડાયાફાર્મ ની ઉપર રહેલુ હોય છે.

હાર્ટ એ રફલી કોન શેપ એટલે કે શંકુ આકારનું હોય છે. તેમા તેનો ઉપરનો પોહળો ભાગ બેઇઝ તરીકે ઓળખાય છે અને નીચેનો એંગલ વાળો ભાગ એ અપેક્ષ તરીકે ઓળખાય છે.

હાર્ટની સાઈઝ એ માણસની બંધ મુઠ્ઠી જેટલી હોય છે. તેની લંબાઈ 12 cm,  પહોળાઈ 9 cm અને જાડાઈ 6 cm જેટલી હોય છે.

હાર્ટ એ થોરાસિક કેવીટીમા બે લંગ ની વચ્ચે ડાબી બાજુએ સહેજ ત્રાસુ ગોઠવાયેલુ હોય છે.

હાર્ટ ની આજુબાજુએ આવેલા અવયવો..

હાર્ટ થોરાસીક કેવીટીમા આવેલુ હોય છે. તેની બંને ડાબી અને જમણી બાજુએ એક એક લંગ આવેલા હોય છે.

નીચેની બાજુએ ડાયાફાર્મ અને સેન્ટ્રલ ટેન્ડન આવેલ હોય છે.

હાર્ટની ઉપરની બાજુએ વેનાકેવા તથા એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન આવેલા હોય છે.

હાર્ટની પાછળની બાજુએ ઇસોફેગસ, ટ્રકિયા, બ્રોંકાય અને બ્રોન્કીયોલ્સ  તથા ડિસેન્ડીંગ એઑર્ટા અને થોરાસિક વર્ટીબ્રા આવેલા હોય છે.

હાર્ટની આગળની બાજુએ સ્ટરનમ બોન અને રીબ્ઝ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ આવેલા હોય છે

લેયર્સ ઓફ ધ હાર્ટ..

હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.

હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.

એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ.

તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે.

માયોકાર્ડીયમ..

માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.

એન્ડોકાર્ડિયમ..

તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે.

ચેમ્બર્સ ઓફ ધ હાર્ટ.

હાર્ટ મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ થાય છે. જમણી બાજુ અને ડાબી બાજુ .

આ જમણી અને ડાબી બાજુની વચ્ચે હાર્ટનો સેફટમ આવેલો હોય છે. આ હાર્ટ ની જમણી બાજુ અને ડાબી બાજુ ને વચ્ચે આવેલા વાલ્વ દ્વારા ફરીથી વાલ્વ ની ઉપર અને વાલ્વ ની નીચેની એમ કુલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.

વાલ્વ ની ઉપરની બંને ચેમ્બરને એટ્રીયમ અથવા ઓરિકલ અથવા એટ્રીયમ કહેવામા આવે છે. વાલ્વ  ની નીચેની બંને ચેમ્બરને વેન્ટ્રિકલ કહેવામા આવે છે. આમ હાર્ટ એ ટોટલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.

વાલ્વ ઓફ ધ હાર્ટ..

Four-chamber view of heart showing conduction system. SOURCE: Original art based on ACardio_20121009_v0_001. Used in 4A12154, versions in 6B11972, 5B12142, 7A12154

હાર્ટની અંદર આવેલા ટીશ્યુના ફ્લેપ ને વાલ્વ કહેવામા આવે છે. હાર્ટમા કુલ બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે.

  1. એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ.
  2. સેમીલ્યુનર વાલ્વ.

એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ…

આ વાલ્વ એ હાર્ટમા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા હોય છે.  

જમણી બાજુના એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને ટ્રાયકસપીડ વાલ્વ કહેવામાં આવે છે. આ વાલ્વ એ ત્રણ ટીસ્યુ ફ્લેપ થી બનેલો હોય છે.

હાર્ટના ડાબી બાજુએ આવેલા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને બાઇકસ્પીડ વાલ્વ અથવા તો માઇટ્રલ વાલ્વ કહેવામા આવે છે.  આ વાલ્વ એ બે ટીસ્યુ ફ્લેપથી બનેલો હોય છે.

સેમિલ્યુનર વાલ્વ…

આ વાલ્વ એ C શેપના અથવા અર્ધચંદ્રાકાર હોવાથી તેને સેમિલયુનર વાલ્વ કહેવામા આવે છે.

એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા આ વાલ્વ  આવેલા હોય છે. એઑર્ટા મા આવેલા વાલ્વ ને એઑર્ટીક વાલ્વ અને પલ્મોનરી આર્ટરી મા આવેલા વાલ્વ ને પલ્મોનરીક વાલ્વ કહેવામા આવે છે. જે તેના વેસલ્સના ઓપનિંગ પર જ આવેલા હોય છે. આ વાલ્વ પણ એક જ દિશા માં ખૂલે છે.

ગ્રેઇટ વેસલ્સ એસોસીએટેડ વિથ હાર્ટ..અથવા ઓપનિંગ્સ ઓફ ધ હાર્ટ..

હાર્ટ સાથે મુખ્યત્વે મોટી બ્લડ વેસલ્સ જોડાયેલી હોય છે. જેના દ્વારા બોડી માથી હાર્ટ તરફ બ્લડ આવે છે અને હાર્ટ માથી પંપ થઈ અને બ્લડ બહાર બોડી તરફ જાય છે. જે વેસલ્સ અને તેના ઓપનિંગ નીચે મુજબ છે.

સુપિરિયર વેનાકેવા..

આ થોરાસીક કેવીટી ના ઉપરના ભાગ, હેડ તથા નેક ની બાજુએથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટના રાઈટ એટ્રીયમ મા લઈ આવે છે. તે એકની સંખ્યામા હોય છે.

ઇન્ફીરિયર વેનાકેવા..

આ બ્લડ વેસલ્સ બોડીના ઇન્ફીરીયર અને થોરાસિક કેવીટી ના લોવર ભાગમાથી ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ આવી હાર્ટના રાઈટ એટ્રીયમ મા ખુલે છે. તે એકની સંખ્યામાં હોય છે.

પલ્મોનરી આર્ટરી..

તે હાર્ટના રાઈટ વેન્ટ્રિકલ માથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ માથી બહાર લઈ લંગ તરફ લઈ જાય છે. તેની સંખ્યા એક હોય છે.

પલ્મોનરી વેઇન..

બંને લંગ્સ તરફથી બે બે પલ્મોનરી વેઇન્સ એ ઓક્સિજનેટેડ બ્લડ  હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા લઈ આવે છે. તેની સંખ્યા ચાર હોય છે.

એઑર્ટા..

હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ પૂરા બોડી ની અંદર સર્ક્યુલેટ કરે છે. તેની સંખ્યા એક હોય છે.

આમ હાર્ટ સાથે ટોટલ આઠ બ્લડ વેસલ્સ અને તેના ઓપનિંગ સીધા જોડાયેલા હોય છે. જે હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલ હોય છે.

બ્લડ સપ્લાય ઓફ ધ હાર્ટ..

હાર્ટને કાર્ય કરવા માટે ઓક્સિજનનેટેડ બ્લડ સપ્લાય એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી નીકળતી એઑર્ટા જ્યારે હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળે છે કે તરત જ તેમાથી બંને બાજુ એક એક શાખાઓ રાઈટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી નિકડે છે જે હાર્ટને ઓક્સિજન બ્લડ સપ્લાય પૂરુ પાડે છે. આ કોરોનરી આર્ટ્રીઝ એ એસેન્ડિંગ એઑર્ટા ની બ્રાન્ચીસ છે.

ફંકશન્સ ઓફ ધ હાર્ટ…

હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.

હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના  માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.

હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.

હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.

હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.

હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.

હાર્ટ બોડીના એક્ષક્રીટરી ઓર્ગન્સ સુધી બ્લડને પહોંચાડતુ હોવાથી બ્લડ ફિલ્ટર થઈ શકે છે અને બ્લડ માથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શકે છે.

  • Gross Structure Of Kidney (ગ્રોસ સ્ટ્રકચર ઓફ કિડની)

કિડનીએ હ્યુમન બોડીમા 2 ની સંખ્યામા આવેલી હોય છે. તે એબડોમીનલ કેવીટીમા જમણી અને ડાબી બાજુએ બોડીની પોસ્ટીરીયર સાઇડે વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુ એક એક આવેલી હોય છે.

કિડનીએ બિન (Bean) શેપ નુ અવયવ છે. તે 12 મા થોરસિક વર્ટીબ્રાના લેવલથી 3 લંબર વર્ટીબાના લેવલ સુધી આવેલ હોય છે.

કિડની એ 11 સેન્ટિમીટર લાંબી 5 થી 6 સેન્ટીમીટર પહોળી હોય છે. તેનુ વજન અંદાજિત 150 ગ્રામ જેટલુ હોય છે. જમણી કીડની એ ડાબી કિડની કરતા થોડી નીચે ગોઠવાયેલી હોય છે કારણ કે જમણી બાજુએ લીવર એ મોટો ભાગ રોકે છે.

કિડની ની આજુબાજુએ આવેલા આવયવો.

કિડની એ એબડોમીનલ કેવીટીમા આવેલુ અવયવ છે. જમણી અને ડાબી બંને બાજુએ એક એક આવેલી હોય છે. બંને કિડની ની આજુબાજુએ એબડોમિનલ કેવિટીના અવયવો જેવા કે લીવર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન,  એડ્રીનલ ગ્લેન્ડસ, સ્ટમક, સપ્લિન, પેનક્રિયાઝ વગેરે અવયવો બંને કિડનીની આજુબાજુએ આવેલા હોય છે.

સ્ટ્રકચર ઓફ ધ કિડની..

કિડની એ બિન શેપ નુ અવયવ છે. જેની વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે તેને હાઈલમ અથવા તો રીનલ હાઇલમ કહેવામા આવે છે. જે ખાચ માથી રીનલ આર્ટરી, રિનલ વેઈન, નર્વસ, લિમફ વેસલ્સ અને યુરેટર નુ સ્ટ્રક્ચર અંદર દાખલ થાય છે તથા  બહાર નિકડે છે.

કિડનીને લોનજીટ્યુડીનલ સેક્શનમા જોવામા આવે ત્યારે  કિડનીના ત્રણ સ્ટ્રક્ચર મા ડિસ્ટ્રીબ્યુટ થયેલ જોવા મળે છે.

1. ફાઇબ્રસ કેપ્શયુલ.

તે કિડનીની ફરતે આવેલુ ફાઇબ્રસ ટિસ્યુ નો  બનેલ એક ભાગ છે. આ મેમ્બ્રેન  એ કિડનીની ફરતે ગોઠવાયેલી હોય છે. જે કિડની નો શેપ જાળવવા માટે તથા તેને રક્ષણ આપવા માટે ના પડ તરીકે કાર્ય કરે છે.

2. કોર્ટેક્સ.

તે રેડીસ બ્રાઉન કલરનો ટીસ્યુનો બનેલો ભાગ છે. જે કિડનીની કેપ્શયુલ ની નીચે આવેલો હોય છે.

3.મેડ્યુલા.

કિડનીમા કોર્ટેક્સ થી અંદરના ભાગને મેડયુલા કહેવામા આવે છે. તે પણ રેડીસ બ્રાઉન કલર ધરાવે છે. જેમા ત્રિકોણ આકાર ના પિરામિડ જેવા સ્ટ્રક્ચર આવેલા હોય છે તેને રીનલ પિરામિડ કહેવામા આવે છે. આ રીનલ પિરામિડના બેઝ નો ભાગ એ કોર્ટેક્સ તરફ હોય છે અને પિરામિડ નો પોઇન્ટેડ ભાગ એટલે કે રીનલ પેપીલા નો ભાગ એ અંદર ની બાજુએ હાઈલમ તરફ ગોઠવાયેલો હોય છે.

આ રીનલ પેપીલા એ આગળની બાજુએ કપ જેવુ સ્ટ્રક્ચર તૈયાર કરે છે જેને કેલિક્સ કહેવામા આવે છે. મોટી સ્પેસ ધરાવતા ભાગને મેજર કેલિક્સ અને નાની સ્પેસ ધરાવતા ભાગને માઈનર કેલિક્સ કહેવામા આવે છે. માઇનર કેલીક્સ એ મેજર કેલિકસ મા ઓપન થાય છે. આ કેલિક્સ થી આગળ ફનેલ શેપ ના  પહોળા ભાગને રીનલ પેલ્વિસ કહેવામા આવે છે.

કિડની દ્વારા ફિલ્ટર થયેલ યુરિન આ કેલિક્સના ભાગે થઈ ફનેલ શેપના પહોળા ભાગે એટલે કે રીનલ પેલવીસ ના ભાગે આવે છે. અહી યુરીન કલેક્ટ થાય છે અને ત્યારબાદ આગળની બાજુએ રીનલ પેલવીઝથી સાંકડુ કિડની માથી બહાર નીકળતુ સ્ટ્રક્ચર કે જેને યુરેટર કહેવામા આવે છે તેના દ્વારા યુરિન કિડની માથી બહાર નીકળે છે અને યુરીનરી બ્લેડર મા પોહચે છે.

ફંકશન્સ ઓફ ધ કિડની..

કિડની એ મુખ્યત્વે યુરીન ફોર્મેશન કરવાનુ કાર્ય કરે છે.

કિડની એ બ્લડને ફિલ્ટર કરી વેસ્ટ પ્રોડક્ટ યુરીન મારફતે બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

કિડની એ ઇલેક્ટ્રોલાઇટ નુ નોર્મલ બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

તે બ્લડની પી એચ જાળવવાનુ કાર્ય કરે છે.

બોડીમા મેટાબોલિઝમના અંતે જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટને બોડીમાંથી દૂર કરવાનુ કાર્ય કરે છે.

કિડની એરિથ્રોપોએટીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે આરબીસીના પ્રોડક્શન માટે ખૂબ જ અગત્ય નુ કાર્ય કરે છે.

કિડની રેનીન નામનો હોર્મોન સિક્રીટ કરે છે જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માટે ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે.

કિડની એ બોડીમા વોટર બેલેન્સ જાળવવાનુ કાર્ય કરે છે.

  • Lung

લંગ એ રેસ્પાયરેટરી સિસ્ટમનુ એક અગત્યનુ અવયવ છે. તે થોરાસીક કેવીટી  મા મીડિયાસ્ટીનમ સ્પેસ ની બંને બાજુએ એક એક એમ કુલ 2 ની સંખ્યામા આવેલ હોય છે.

લંગ એ વાતાવરણમાથી હવા દ્વારા ઓક્સિજન  બોડી મા દાખલ કરે અને  કાર્બન ડાયોક્સાઇડ શરીરમાથી બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

લંગ એ 2 ની સંખ્યામાં થોરાસીક કેવીટી મા આવેલા હોય છે. તે શંકુ આકારના હોય છે.

લંગ એ હાર્ટ અને મીડિયાસ્ટીનમ સ્પેસ દ્વારા થરાસીક કેવીટીમા સેપરેટ થાય છે.

લંગ એ સ્પંજી ટીસ્યુના બનેલા હોય છે જેની અંદર ઘણી એઇર ફિલ્ડ કેવીટી આવેલી હોય છે. તેનો કલર બ્રાઉન અથવા ગ્રે જોવા મળે છે.

રાઈટ લંગ નો વજન અંદાજિત 625 ગ્રામ તથા લેફ્ટ લંગ નો વજન અંદાજિત 575 ગ્રામ જેટલો હોય છે. રાઈટ લંગ એ લેફ્ટ લંગ કરતા વજનમા વધારે ભારે તથા સ્ટ્રક્ચરમા વધારે મોટુ જોવા મળે છે.

લંગ એ લોબ મા ડિવાઇડ થયેલા હોય છે. રાઈટ લંગમા 3 લોબ આવેલા હોય છે, જેમા સુપીરિયર લોબ, મિડલ લોબ અને ઇન્ફીરીયર લોબ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા 2 લોબ  આવેલા હોય છે સુપીરિયર લોબ અને ઇન્ફીરીયર લોબ. આ લોબ એ ફીશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. રાઈટ લંગ મા બે ફિશર આવેલી હોય છે. લેફ્ટ લંગ મા એક ફીશર જોવા મળે છે.

લંગ ને નીચે મુજબના ભાગમા વર્ગીકૃત કરવામા આવે છે.

1. અપેક્સ..

લંગના ઉપરના ટ્રાએન્ગ્યુલર અને રાઉન્ડ ભાગને અપેક્ષ કહેવામા આવે છે.  જે કલેવીકલ બોન ના લેવલ સુધી જોવા મળે છે.

2. બેઇઝ.

લંગના નીચેના પહોળા ભાગને બેઇઝ કહેવામા આવે છે. આ બેઇઝ નો ભાગ એ ડાયાફાર્મ ની સાથે નીચેની બાજુએ એટેચ હોય છે. આ ભાગ એ કોનકેવ શેપનો હોય છે.

3. એન્ટિરિયર બોર્ડર..

તે પાતળી હોય છે. તે પોસ્ટીરીયર  બોર્ડર કરતા ટૂંકી હોય છે. તેમા એક કાર્ડીયાક નોચ આવેલી હોય છે. જેમા હાર્ટનો ભાગ ગોઠવાયેલો હોય છે.

4. પોસ્ટીરીયર બોર્ડર..

તે જાડી હોય છે. તે 7 મા સર્વાઇકલ વર્ટીબ્રા થી 10 મા થોરાસીક વર્ટીબ્રા સુધી જોવા મળે છે.

5. ઇન્ફીરીયર બોર્ડર..  

તે લંગ ના નીચે ના ભાગે આવેલ હોય છે. તે કોસ્ટલ સરફેસ અને મીડીયલ  સરફેસને અલગ કરે છે. કોસ્ટલ સરફેસ લાર્જ હોય છે અને કોનવેક્સ હોય છે. તે કોસ્ટલ પ્લુરાના સંપર્કમા હોય છે. તે કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સાથે જોડાયેલી હોય છે.

6. મીડિયલ સરફેસ

તે કોનકેવ હોય છે. તેના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામા આવે છે. તે પાંચમા, છઠ્ઠા અને સાતમા થોરાસિક વર્ટીબ્રા  ના લેવલે આ હાઇલમ આવેલ હોય છે. આ હાઇલમના ભાગેથી બ્રોંકાય, પલ્મોનરી બ્લડ વેસલ્સ, લીમ્ફેટિક વેસલ્સ અને નર્વસ લંગ ના દરેક  લોબ મા અંદર દાખલ થાય છે અને બહાર નીકળે છે.

પ્લુરા..

પ્લુરા એ બંને લંગ ની ફરતે આવેલ સિરસ મેમ્બ્રેન છે. જે ડબલ લેયરમા જોવા મળે છે. બહારના લેયરને પરાઈટલ પ્લુરા તથા અંદરના લેયર ને વિસેરલ પ્લુરા તરીકે ઓળખવામા આવે છે.

પરાઈટલ પ્લુરા અને વિસરલ પ્લુરા વચ્ચે એક કેવીટી આવેલી છે જેને પ્લુરલ કેવીટી કહેવામા આવે છે. અહી સિરસ ફ્લુઇડ રહેલુ હોય છે જેને પ્લુરલ ફ્લુઇડ પણ કહેવામા આવે છે.

પ્લુરલ કેવીટીમા રહેલા પ્લુરલ ફ્લુઇડના કારણે બંને લેયર નુ એકબીજા ઘર્ષણ થતુ નથી અને તેના લીધે લંગ ને એક્સપાન્શન થવા માટે પુરી સ્પેસ મળે છે.

રાઈટ લંગ અને લેફ્ટ લંગ વચ્ચેનો તફાવત..

રાઈટ લંગમાં બે ફિશર લોબ ને સેપરેટ કરવા માટે આવેલી હોય છે જ્યારે લેફ્ટ લંગ મા લોબ ને સેપરેટ કરવા માટે ફક્ત એક જ ફીશર આવેલી હોય છે.

રાઈટ લંગ મા ત્રણ લોબ જોવા મળે છે સુપિરિયર, મિડલ અને ઈન્ફીરીયર જ્યારે લેફ્ટ લંગ મા બે લોબ જોવા મળે છે સુપિરિયર અને ઇન્ફીરીયર.

રાઈટ લંગ મા એન્ટિરિયર બોર્ડર એ સ્ટ્રેટ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા એન્ટિરિયર બોર્ડર એ ઇન્ટરપટેડ જોવા મળે છે કારણ કે લેફ્ટ લંગ ની બાજુએ કાર્ડીયાક નોચ આવેલી હોય છે જ્યા હાર્ટ રહેલ હોય છે.

રાઈટ લંગ એ વજનમા ભારે અને મોટો હોય છે . તેનો વજન અંદાજીત 625 ગ્રામ જેટલો હોય છે . જ્યારે લેફ્ટ લંગ એ વજનમા હળવો તથા નાનો હોય છે. અંદાજિત તેનુ વજન 575 ગ્રામ હોય છે.

રાઈટ લંગ એ ટૂંકો અને પહોળો હોય છે જ્યારે લેફ્ટ લંગ એ લાંબો અને સાંકડો હોય છે.

ફંકશન્શ ઓફ લંગ..

તે રેસ્પીરેશન માટેનુ એક અગત્યનુ ઓર્ગન છે.

ઇન્સ્પિરેશન દ્વારા ઓક્સિજન ફેફસા સુધી પહોંચી બ્લડ સાથે ભળી પૂરા બોડીને ઓક્સિજન પહોચાડવાનુ કાર્ય કરે છે.

બોડી ની વેસ્ટ પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ ને એક્સપીરેશનની ક્રિયા દ્વારા બોડી માથી બહાર કાઢે છે.

પલ્મોનરી સર્ક્યુલેશન દ્વારા હાર્ટમા ઓક્સિજનેટેડ બ્લડ પહોચાડે છે.

રેસ્પીરેશનની ક્રિયા દ્વારા બોડીનુ વધારાનુ વોટર એકસક્રીટ કરે છે.

બોડીમા ઉત્પન્ન થતી અન્ય ગેસિયસ વેસ્ટ ને એક્સપિરેશનની ક્રિયા દ્વારા બોડી માથી બહાર કાઢે છે.

  • BRAIN.

બ્રેઇન નું સામાન્ય વજન 1200 થી 1400 ગ્રામ હોય છે

તે ક્રેનિયમ કેવીટી માં આવેલું હોય છે

તેના ભાગ નીચે મુજબ છે

સેરેબ્રમ

મીડ બ્રેઇન

પોન્સ વેરોલી

મેડ્યુલા ઓબલંગટા 

સેરેબેલમ

બ્રેઇનને બ્લડ સપ્લાય સર્કલ ઓફ વિલ્સ ના ઘણી આર્ટરી ઑના એનાસ્ટોમોસીસ થી થાય છે.

  • CEREBRUM.

સેરેબ્રમ એ રાઈટ અને લેફ્ટ સેલેબ્રલ હેમિશફેરથી બનેલું હોય છે.

બે સેરેબ્રલ હેમિસફેર એ વચ્ચે કોરપસ કેલોઝમથી જોડાયેલા હોય છે. દરેક હેમિસફેર માં એક એક કેવિટી આવેલી હોય છે જેને લેટરલ વેંટ્રિકલ કહે છે.

સેરેબ્રમ ના સુપર ફિશિયલ ભાગના સ્ટ્રકચર માં ગ્રે મેટર આવેલું હોય છે જેને સેરેબ્રલ કોર્ટેક્સ કહે છે. સેરેબ્રમ ના ડીપ ભાગમાં વાઈટ મેટર આવેલ હોય છે.

સેરેબ્રલ કોર્ટેક્સ માં ઊંચાઈવાળા ભાગ આવેલા હોય છે જેને ગાયરાઈ અથવા કોનવોલ્યુશનસ કહે છે અને તે ખાચ દ્વારા સેપરેટ થાય છે આ ખાચને ફીશર અથવા સલકાઈ કહેવામાં આવે છે.

આ ફિશરમાંથી સૌથી ઊંડી લોન્જીટ્યુનલ ફીશર હોય છે જે રાઈટ અને લેફ્ટ હેમિસ ફેરને અલગ પાડે છે.

સેરેબ્રમ ના હેમિસફેર એ અલગ અલગ લોબ માં ડિવાઇડ થાય છે જે નીચે મુજબ છે.

•ફ્રેન્ટલ લોબ

•પરાઈટલ લોબ

•ટેમ્પોરલ લોબ

•ઓક્સીપીટલ લોબ..

•સેરેબ્રમ ના ભાગે આવેલી અગત્યની ફીસર;

•લોન્જીટ્યુનલ સલકસ અથવા ફીસર જે સૌથી ઊંડી છે અને સેરેબ્રમને બે હેમિસફેર મા ડિવાઇડ કરે છે

•સેન્ટ્રલ સલ્કસ જે ફ્રન્ટલ અને પરાઈટલ લોબ વચ્ચે આવેલ છે.

•લેટરલ સલકસ જે ડીપ ગ્રુવ છે અને તે ટેમ્પોરલ લોબ ને ફ્રન્ટ અને પરાઈટલ લોબ થી અલગ કરે છે .

•પરાઈટો ઓક્સીપીટલ સલકસ જે ઓક્સિપીટલ લોબ ને બે પરાઇટલ લોબ થી અલગ પાડે છે….

•સેરેબ્રમ ની અંદર ના ભાગે નર્વ ફાઇબરના ટ્રેક આવેલા હોય છે જેવા કે

•એસોસિએશન ફાઇબર્સ

•કોમીસ્યૂરલ ફાઇબર્સ

•પ્રોજેક્શન ફાઇબર્સ

  આ ફાઈબર્સ એક બીજા સાથે જોડાયેલા હોય છે તથા એક અરિયા ને બીજા એરિયા સાથે જોડે છે અને ઇમ્પલસીસ ના ટ્રાન્સમિશન માં મદદ કરે છે.

FUNCTIONS OF THE CEREBRUM.

1.સેરેબ્રમ માં ઇન્ટેલિજન્સી, મેમરી, રીઝનીંગ, થીંકીંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટીંગ વગેરે નો કંટ્રોલ જોવા મળે છે.

2.સેન્સરી પરસેપ્શન જેવા કે પેઇન, ટેમ્પરેચર, ટચ, સાઈટ, હિયરિંગ, ટેસ્ટ, સ્મેલ વગેરે ના પરસેપ્શન માટે નો કંટ્રોલ જોવા મળે છે.

3.સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રાકશન માટેના કંટ્રોલ આ એરિયામાથી જોવા મળે છે.

  • Functional areas of the Cerebrum.

  સેરેબ્રમ ના હેમિસફેર મા ઘણા અરિયા આવેલા હોય છે જે નીચે મુજબ ના છે.

Brain Functional Areas

મોટર એરીયા

  જે મુખ્યત્વે સેરેબ્રલ હેમિશફેરના આગળના ભાગે આવેલ હોય છે. જેમાં નીચે મુજબના એરીયા જોવા મળે છે.

1.પ્રાઇમરી મોટર એરીયા જે ફ્રન્ટલ લોબ માં આવેલ હોય છે અને મસલ્સના કોન્ટ્રેક્શન નો વોલન્ટરી કંટ્રોલ કરે છે.

2.મોટર સ્પીચ એરીયા જેને બ્રોકાસ એરિયા પણ કહે છે જે ફ્રન્ટલ લોબ માં આવેલ હોય છે..

સેન્સરી એરીયાઝ ઓફ સેરેબ્રમ

•પ્રાયમરી સોમેટોસેન્સરી એરીયા અથવા જનરલ એરીયા જે સેન્ટ્રલ સલકસ ની પાછળ પરાઈટલ લોબ માં આવેલ હોય છે જે ટચ પેઇન અને ટેમ્પરેચર માટેનો સેન્સરી એરીયા છે.

•પ્રાઇમરી વિઝ્યુઅલ એરિયા જે ઓકસી પિટ લ લોબમાં આવેલ છે જે વિઝન નું ઇન્ટરપ્રિટેશન કરે છે.

•પ્રાઇમરી ઓડિટરી એરીયા જે ટેમ્પોરલ લોબ માં આવેલ છે અને સાંભળવાની ક્રિયા સાથે જોડાયેલ છે.

•પ્રાઇમરી જેસ્ટેટરી એરીયા જે સેન્ટ્રલ સલકસ ની પાછળ પરાઈટલ કોર્ટેકસ માં આવેલ હોય છે જે ટેસ્ટ સાથે જોડાયેલ છે.

•પ્રાઇમરી ઓલફેક્ટરી એરીયા જે ટેમ્પોરલ લોબ માં  આવેલ હોય છે. સ્મેલ સાથે જોડાયેલ એરિયા છે..

  • OTHER AREAS OF CEREBRUM.

  સેરેબ્રમ મા અમુક સ્પેસિયલ અરિયા આવેલા હોય છે જે ઇમ્પલસીસ ના ટ્રાન્સમીશન તથા બીજા અગત્યના કર્યો સાથે જોડાયેલા હોય છે જે નીચે મુજબ છે.

1.બેઝલ ગેંગલીયા..તે દરેક સેરેબ્રલ હેમીસ ફેર માં આવેલો એરીયા છે જે મસલસ ટોન, પોસચર અને વોલેન્ટરી મસલ્સ મુવમેન્ટનું કો-ઓર્ડીનેશન કરવાનું કામ કરે છે..

2. થેલેમસ..તે બ્રેઇન સ્ટેમ ના ઉપરના ભાગે બ્રેઇનની મધ્યમાં આવેલ હોય છે.તે સેરેબ્રલ કોર્ટેક્સ ના સેન્સરી એરીયા તરફ આવતા સેનસરી ઈમ્પલ્સીસ ના રીલે સ્ટેશન જેવું કાર્ય કરે છે જેનાથી પ્રોપર સેનસેશન નુ ઇનટરપ્રિટેશન થાય છે તથા અમુક મુવમેન્ટ કંટ્રોલ થાય છે.

3. હાયપોથેલેમસ…હાયપોથેલેમસ એ ઘણા નર્વ સેલના ગ્રુપથી બનેલ હોય છે જે થેલામાંસની નીચે આવેલ હોય છે જેના કાર્યો નીચે મુજબ છે..

•હાયપોથેલેમસ એ નીચે મુજબના કાર્યો ને કંટ્રોલ કરે છે..

•બોડી ટેમ્પરેચર

•ભૂખ અને તરસ

•ઈમોશનલ રિએક્શન

•ઓટોનોમિક નર્વસ સિસ્ટમ

•સેક્સ્યુઅલ બિહેવિયર

•બાયોલોજીકલ ક્લોક અથવા સરકાડીયન રીધમ…

•અમુક હોર્મોન્સ નુ સિક્રીશન

  ઉપરોક્ત તમામ કર્યો હાઇપોથેલામસ દ્વારા કરવામાં આવે છે.

  • MENINGIES.

•ડ્યુરા મેટર

  ડયૂરા મેટર એ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની બહાર ની બાજુ આવેલ લેયર છે. ડયુરા મેટર એ ડેન્સ અને ટફ  હોય છે તે ડબલ લેયરમાં આવેલું હોય છે બહારનું લેયર બહારની લાઇનિંગ બનાવે છે અંદરનું લેયર તેની સાથે જોડાયેલું હોય છે સિવાય કે ડ્યુરા મેટર અમુક જગ્યાએ પાર્ટીશન બનાવે છે.

•એરેકનોઈડ મેટર

  જે ડેલિકેટ સીરસ મેમ્બરેન છે જે ડયૂરા મેટર અને પાયા મેટર ની વચ્ચે આવેલ હોય છે જે કોલાજન ફાઇબર્સ અને ઇલાસ્ટિક ફાઇબર ધરાવે છે. સ્કલબોન અને ડ્યુરામેટર વચ્ચેની જગ્યા ને એપી ડ્યુરલ સ્પેસ કહેવામાં આવે છે

  ડ્યુરા મેટર ની નીચેની સ્પેસને સબ ડ્યૂરલ સ્પેસ કહે છે.

  એરેકનોઇડ મેટર અને પાયા મેટર વચ્ચે ની જગ્યા ને સબ એરેકનોઇડ સ્પેસ કહે છે જ્યાં સેરેબ્રો સ્પાઇનલ રહેલું હોય છે.

•પાયા મેટર

  તે સૌથી અંદર નું લેયર છે. જે પાતળી અને વાસક્યુલર મેમ્બરેન છે જે સ્પાઇનલ કોર્ડ સાથે ચોટેલી હોય છે જે ઘણી સંખ્યામાં કોલાજન ફાઇબર અને ફાઈન ઈલાસ્ટિક ફાઇબર ધરાવે છે તે ઘણી બ્લડ વેસલ્સ પણ ધરાવે છે જે સ્પાઇનલ કોર્ડ ને ન્યુટ્રીશન અને ઓક્સિજન પૂરો પાડે છે તેના છેડાના ભાગને ફાઈલમ ટર્મિનલ કહેવામાં આવે છે.

  • VENTRICLES OF THE BRAIN.

  બ્રેઇન ની અંદર આવેલ કેવીટી ને વેન્ટરીકલ્સ કહેવામાં આવે છે જેમાં ફ્લૂઇડ ઉત્પન્ન થાય છે અને બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની આસપાસ સર્ક્યુલેટ થાય છે આ વેન્ટ્રીકલ્સ નીચે મુજબના છે

1.રાઈટ એન્ડ લેફ્ટ (લેટરલ વેન્ટ્રિકલસ) 

2.થર્ડ વેન્ટ્રિકલ

3.ફોર્થ વેન્ટ્રિકલ

1.લેટરલ વેન્ટ્રીકલ

  આ કેવીટી બંને સેરેબ્રલ હેમિસફેરના કોર્પસ કેલોઝમ ની નીચે એક એક આવેલ હોય છે સેફટમ લીયુસીડમ તેને સેપરેટ કરે છે. તેની લાઇનિંગ એપીથેલીયમ ટિસ્યૂ થી બનેલી હોય છે તેની દીવાલમાં કેપેલેરીનું નેટવર્ક આવેલું હોય છે જેને કોરોઈડ પ્લેક્સેસ કહેવાય છે જ્યાંથી સેરેબ્રોસ ફાઇનલ ફ્લુઇડ નુ પ્રોડક્શન થાય છે. તે ઇન્ટરવેન્ટરીક્યુલર ફોરમેન દ્વારા થર્ડ વેન્ટ્રીકલ સાથે જોડાય છે.

1.થર્ડ વેન્ટ્રીકલ

  રાઈટ અને લેફ્ટ લેટરલ વેન્ટિકલ ની નીચે આવેલી નેરો કેવીટી ને થર્ડ વેન્ટ્રીકલ કહેવામાં આવે છે. તે સેરેબ્રલ એકવીડટ દ્વારા ફોર્થ વેન્ટ્રીકલ સાથે જોડાય છે

2. ફોર્થ વેન્ટ્રીકલ

  તે ડાયમંડ શેપ નું હોય છે તે થર્ડ વેન્ટ્રિકલ ની નીચે આવેલ હોય છે અને તે સ્પાઇનલ કોર્ડ ની સેન્ટ્રલ કેનાલ સાથે કંટીન્યુઅસ હોય છે તેના રૂફ પર આવેલા ફોરામેન (લશકા અને મેગેનડી) એ સબ એરેકનોઇડ સ્પેસ સાથે જોડાયેલા હોય છે..

  • BRAIN STEM.

  બ્રેઇન સ્ટેમ માં નીચે મુજબના ભાગોનો સમાવેશ કરવામાં આવે છે

1.મિડ બ્રેઇન

2.પોન્સ વેરોલી

3.મેડ્યુલા ઓબ્લાંગટા

•મીડ બ્રેઇન

તે બ્રેઇન સ્ટેમનું ઉપરનો ભાગ બનાવે છે. તેની બાજુ મા સેરેબ્રલ એકવીડક્ટ એ થર્ડ અને ફોર્થ વેન્ટ્રીકલ ને જોડે છે.

મીડ બ્રેઇન ના ઉપરના ભાગે વીઝયુલ અને હિયરિંગના ઈમ્પોર્ટન્ટ સેન્ટર આવેલા હોય છે.

મીડ બ્રેઇનના નીચેના ભાગે મોટર પાથવે પસાર થાય છે જે પોન્સ વેરોલી અને મેડ્યુલા ઓબલગટા થી થઈ સ્પાઇનલ કોડ સુધી જાય છે.

મીડ બ્રેઇનમાં બેલેન્સ અને આઈ મુવમેન્ટ માટે કંટ્રોલના સેન્ટર આવેલા હોય છે.

•પોન્સ વેરોલી

તે બ્રેઇન સ્ટેમ નો વચ્ચેનો ભાગ બનાવે છે.

તેમાં પણ મીડ બ્રેઇન ની જેમ જ એસેન્ડીંગ અને ડીસેન્ડીંગ નર્વ ના પાથ વે આવેલા હોય છે અને ઘણાના નર્વ ટ્રેક એ સેરેબેલમ અને સેરેબલ કોર્ટેક્સ સાથે જોડાયેલા હોય છે

તે ઇમ્પલસીસના ટ્રાન્સમિશનમાં મદદ કરે છે.

•મેડ્યુલા ઓબલંગટા

તે બ્રેઇન સ્ટેમ નો સૌથી નીચેનો ભાગ બનાવે છે અને પોન્સ વેરોલીને સ્પાઈનલ કોડ સાથે જોડે છે

તે અંદાજિત 2.5 cm લાંબુ હોય છે તેમાં નીચે મુજબના સેન્ટર  આવેલા હોય છે.

1.રેસ્પિરેટરી સેન્ટર

2.કાર્ડિયો વાસક્યુલર સેન્ટર

3.વાઝો મોટર સેન્ટર

4.વોમિટીંગ, કફિંગ અને સોલોવીંગ માટેના રિફ્લેક્સ સેન્ટર..

મેડુયુલા ઓબલંગટા મા અમુક સ્પેશિયલ કર્યો જોવા મળે છે જે નીચે મુજબ છે

1. મેડ્યુલા માથી ડીસેન્ડીંગ મોટર પાથવે ક્રોસ થઈ અને સ્પાઇનલ કોર્ડ મા પસાર થાય છે જે મુખ્યત્વે સ્કેલેટલ મસલ્સને ઈમ્પલસીસ આપે છે.

2. મોટર પાથવે ની જેમ જ સેન્સરી પાથવે પણ મેડુલામાંથી ક્રોસ થય ને બ્રેઇન તરફ પસાર થાય છે.

3. મેડુલામાં કાર્ડીયો વાસ્ક્યુલર સેન્ટર આવેલ હોય છે જે હાર્ટના રેટ અને ફોર્સને કંટ્રોલ કરે છે સિમ્પથેટીક સ્ટીમ્યુલેશન એ હાર્ટ રેટ અને ફોર્સ વધારે છે જ્યારે પેરાસીમ્પથેટીક સ્ટીમ્યુલેશન એ હાર્ટ રેટ અને ફોર્સ ઘટાડે છે.

4. મેડ્યુલામા રેસ્પીરેટરી  સેન્ટર આવેલ હોય છે જે રેસ્પીરેશન ના રેટ અને ડેપથ ને કંટ્રોલ કરે છે જેમાં ઇન્ટર કોસ્ટલ મસલ્સ અને ડાયા ફાર્મ ને નર્વ ઇમ્પલસીસ  મળવાથી ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન જોવા મળે છે.

5. મેડુલામા વાઝૉમોટર સેન્ટર આવેલ હોય છે જે બ્લડ વેસલ્સ ના ડાયામીટરને કંટ્રોલ કરે છે જેનાથી વાઝૉકોન્સ્ટ્રક્શન અને વાઝૉડાયલિટેશન જોવા મળે છે.

6. મેડુલામા આવેલ રિફ્લેક્સ સેન્ટર એ વોમિટિંગ, કફીંગ તેમજ હિકપ્સ ને કંટ્રોલ કરે છે આ એક પ્રોટેક્ટિવ રિસ્પોન્સ પણ છે.

  • CEREBELLUM.

  તે બ્રેઇન નો બીજા નંબરનો સૌથી મોટો એરીયા છે જે મેડ્યુલા અને પોન્સ વેરોલીની પાછળની બાજુએ આવેલ હોય છે

  તે ટ્રાન્સવર્સ ફિશર દ્વારા સેરેબ્રમ થી સેપરેટ થાય છે જ્યા ડ્યુરા મેટર નું અંદરનું લેયર અંદર દાખલ થઈ ટેંટોરિયમ સેરેબેલી બનાવે છે..

•સેરેબેલમ નીચેના કાર્યો કરે છે

1.તે પોસચર અને પોસચરલ એક્ટિવિટી ને રેગ્યુલેટ કરે છે

2.તે મસલ્સ ના કોઓર્ડીનેશનમાં અગત્યનો રોલ પ્લે કરે છે

3.બોડી બેલેન્સ જાળવવા માટે અગત્યનું કાર્ય કરે છે.

IMPORTANT BONES

  • 1.SKULL:

Skull એ body ના upper part મા vertebral column ની ઉપર ના ભાગે જોવા મળે છે.
જેમા નીચે મુજબ ના 2 part છે.

1. cranium
2. face

1.cranium:

Skull bone ના upper part ને cranium તરીકે ઓળખવામાં આવે છે.
8 irregular Cranial bones સાથે મળીને cranial cavity બનાવે છે.
Cranial cavity મા human brain આવેલ હોય છે.
Cranium ના lower part ને base તરિકે અને upper Part ને vault તરીકે ઓળખવામા આવે છે. તેનો આકર dome shape જેવો હોય છે.
Cranial bones એકબીજા સાથે join થઇ immoveable joint બનાવે છે જેને sutures તરીકે ઓળખવામાં આવે છે.

Sutures of the cranium bone.

ક્રેનિયમ કેવીટી ઇરેગ્યુલર બોન્સ દ્વારા બનેલ છે. આ ફ્લેટ બોન્સ જોડાઈને ઇમમુવેબલ જોઈન્ટ બનાવે છે. આ જોઈન્ટ ને સુચર તરીકે ઓળખવામા આવે છે. ક્રેનિયમ કેવીટીમા આવેલા સૂચર નીચે મુજબના છે.

Coronal suture

ફ્રેન્ટલ બોન અને 2 પરાઇટલ બોન વચ્ચે આવેલા સુચર ને કોરોનલ સુચર કહેવાય છે.

Sagittal suture.

2 પરાઈટલ બોન વચ્ચે આવેલા સચર ને સજાઈટલ સુચર કહે છે.

Lambdoidal suture.

2 પરાઇટલ બોન અને ઓક્ષીપીટલ બોન વચ્ચે આવેલા સૂચર ને લેમ્બડોઇડલ સૂચર કહે છે.

Squamous suture.

પરાઈટલ બોન અને ટેમ્પોરલ બોન વચ્ચે આવેલા સુચરને સ્કવેમસ સુચર કહેવામા આવે છે.

ઉપરોક્ત suture જોડાઈ વચ્ચે ડિપ્રેસન જેવુ સ્ટ્રકચર બનાવે છે જેને fontanelles કહે છે. આ fontanelles infant skull મા 2 ની સંખ્યા મા આવેલ હોય છે.

Skull ના આગળ ના ભાગે જ્યા કોરોનલ અને સજાઈટલ સૂચર જોડાય ત્યા જંકશન પાસે Anterior Fontanelle આવેલ હોય છે. તેને bregma તરીકે પણ ઓળખી શકાય છે. તે સાઇઝ મા મોટુ હોય છે. બાળક 1.5 year નુ થાય ત્યા સુધી મા સ્કેલેટલ મેચ્યોરિટી (Growth) થવાથી તે close થઈ જાય છે. તે ડાયમંડ શેપ નુ હોય છે.

Skull ના પાછડ ના ભાગે જ્યા સજાઈટલ અને લેમ્ડોઇડલ સૂચર જોડાય ત્યા જંકશન પાસે Posterior Fontanelle આવેલ હોય છે. તેને lemda તરીકે પણ ઓળખી શકાય છે. તે સાઇઝ મા નાનુ હોય છે. બાળક 6 થી 8 weeks નુ થાય ત્યા સુધી મા સ્કેલેટલ મેચ્યોરિટી (Growth) થવાથી તે close થઈ જાય છે. તે ટ્રાય એંગયુલર શેપ નુ હોય છે.

Skull મા ક્રેનિયમ એ ઘણા અલગ અલગ flat અને irregular bones ના બનેલા હોય છે. Cranium મા ટોટલ 8 બોન આવેલ હોય છે, જે નીચે મુજબ છે:


1. Frontal bone 1
2. Parietal bone 2
3. Temporal bone 2
4. Occipital bone 1
5. Sphenoid bone 1
6. Ethmoid bone 1

Frontal bone.

આ બોન ક્રેનિયમ કેવીટીના સૌથી આગળના ભાગે 1 ની સંખ્યા મા આવેલુ હોય છે. તેને ફોર હેડ બોન પણ કહેવામા આવે છે. તે ઓર્બિટલ કેવીટી અને નેઝલ કેવીટી ની ઉપરના ભાગે આવેલુ હોય છે. ઓર્બિટલ કેવીટી ની ઉપરના ભાગે ફ્રન્ટલ બોન મા બંને બાજુએ ઉપસેલી માર્જિન આવેલી હોય છે, જેને સુપ્રા ઓર્બીટલ માર્જિન કહેવામા આવે છે. આ માર્જિન ના ભાગે ફોરામેન પણ આવેલા હોય છે. જેને સુપ્રા ઓર્બીટલ ફોરામેન કહે છે. બંને ઓર્બિટલ માર્જિનની વચ્ચેના ભાગને ગ્લેબેલા તરીકે ઓળખવામા આવે છે.

Parietal bone.

ક્રેનિયમ કેવીટીમા આ બોન 2 ની સંખ્યામાં આવેલા હોય છે અને તે ક્રેનિયમ કેવીટી ની રૂફ બનાવે છે. તે ક્રેનિયમ કેવિટીના બધા જ સુચર સાથે જોડાયેલ બોન છે.

Temporal bone.

તે 2 ની સંખ્યામા આવેલ હોય છે. ક્રેનીયમ કેવીટી ની બંને બાજુએ એક એક ear ના ભાગ પાસે આવેલા બોન છે. ટેમ્પોરલ બોન એ જાયગોમેટિક પ્રોસેસ દ્વારા ઝાઈગોમેટિક બોન સાથે જોડાય છે. તેમજ તે મેન્ડીબલ બોન સાથે જોડાય સ્કલનો એકમાત્ર મુવેબલ જોઈન્ટ ટેમ્પેરોમેન્ડીબ્યુલર જોઈન્ટ બનાવે છે. ટેમ્પોરલ બોન મા આવેલ માસ્ટરોઈડ પોર્શન એ મિડલ ઇયર સાથે એર સેલ દ્વારા કનેક્ટ હોય છે.

Occipital bone.

તે ક્રેનીયમ કેવીટીમા 1 ની સંખ્યામા આવેલુ બોન હોય છે. તે સ્કલ ના પાછળનો ભાગ અને બેઇઝ નો ભાગ બનાવે છે. આ બોન ના નીચેના ભાગે એક મોટુ ફોરામેન આવેલુ હોય છે, તેને ફોરામેન મેગ્નમ તરીકે ઓળખવામા આવે છે. જેમાંથી બ્રેઇન માંથી નીકળતી સ્પાઈનલ કોર્ડ પસાર થાય છે.

આ ફોરામેન ની બંને બાજુએ એક એક ઉપસેલા ભાગ આવેલા હોય છે. જેને કોંડાઇલ કહેવામા આવે છે. આ વર્ટીબ્રલ કોલમના પહેલા વર્ટીબ્રા એટલાસ સાથે જોડાય હીંજ જોઈન્ટ બનાવે છે. ઑક્સીપીટલ બોન ના પાછડ ના સૌથી ઉપસેલા ભાગને ઓક્સીપીટલ પ્રોટયુબ્રન્સ કહે છે.

Ethmoid bone.

તે ક્રેનિયમ કેવીટીના બેઝમા આગળની બાજુએ આવેલું બોન છે. તે 1 ની સંખ્યામા આવેલુ હોય છે. તે ક્યુબિકલ શેપનુ બોન છે. તેના path માંથી ઓલફેક્ટરી નર્વ નોઝ તરફથી બ્રેઇન તરફ પસાર થાય છે.

Sphenoid bone.

તે 1 ની સંખ્યામા આવેલુ હોય છે. તે ક્રેનીયમ કેવીટીના બેઝમા ઓકસીપિટલ બોન થી આગળ આવેલુ હોય છે. તે પતંગિયા આકારનુ બોન હોય છે. તેના વચ્ચેના ભાગમા એક ડિપ્રેશન આવેલ હોય છે. તેને હાઇપો ફિશિયલ ફોસા અથવા તો સેલા તરસીકા તરીકે ઓળખવામા આવે છે. આ ભાગમા પીચ્યુટરી ગ્લેન્ડ રહેલી હોય છે. આ બોન ક્રેનિયમ કેવિટીના બધા જ બોન સાથે જોડાયેલુ હોય છે.

  • Facial bones.

ફેસ ના ભાગે આવેલા બોન ને ફેશિયલ બોન્સ કહેવામા આવે છે. તે ટોટલ 14 ની સંખ્યામા હોય છે. આ બોન્સ નીચે મુજબ જોવા મળે છે.

Maxilla bone.

તેને અપર જો બોન તરીકે પણ ઓળખવામા આવે અને તે 2 ની સંખ્યા મા આવેલ હોય છે. તેની માર્જિન મા અપર ટીથ આવે છે. આ બોન એ માઉથની રૂફ બનાવે છે અને નેઝલ કેવીટી અને ઓર્બીટલ કેવીટીની ફ્લોર બનાવે છે. આ બોન નો અમુક ભાગ હાર્ડ પેલેટ પણ બનાવે છે.

Zygomatic bone.

તેને ચીક બોન તરીકે ઓળખવામા આવે છે. તે 2 ની સંખ્યામા આવેલા હોય છે. તે ગાલ નો ઉપસેલો ભાગ બનાવે છે. આ બોન આગળની બાજુએ મેકઝીલા બોન સાથે અને ટેમ્પોરલ બોન સાથે જોડાય છે.

Mandible bone.

તે ફેસ ના સૌથી નીચેના ભાગે આવેલુ બોન છે. તે સ્કલ નુ એકમાત્ર મુવેબલ અને મજબૂત બોન છે. જે ચાવવાની ક્રિયામા ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે. તે 1 ની સંખ્યા મા આવેલ હોય છે.

આ બોન ની ઉપરની કિનારી ને એલવીઓલર રીજ તરીકે ઓળખવામા આવે છે. આ રિજ ના ભાગે ટીથ ગોઠવાયેલા હોય છે.

આ બોનના આગળના ભાગને બોડી કહેવામા આવે છે. વળાંક વળતા ભાગને એન્ગલ કહે છે. ત્યાંથી ઉપરની બાજુએ ચપટા ભાગને રેમસ કહેવામા આવે છે. આગળનો ભાગ બે પ્રોસેસમા ડિવાઇડ થાય છે. જેમા કોરોનોઈડ પ્રોસેસ અને કોંડાઈલર પ્રોસેસ જોવા મળે છે.
કોરોનોઈડ પ્રોસેસ સાથે મસલ્સ જોડાય છે જ્યારે કોંડાઈલર પ્રોસેસ સાથે ટેમ્પોરલ બોન જોડાઈને ટેમ્પો મેન્ડબ્યુલર જોઈન્ટ બનાવે છે.

Nasal bone.

તે 2 ની સંખ્યામા આવેલા ચપટા બોન છે. તે નોઝ ની બ્રિજ બનાવે છે. તે નેઝલ કેવીટી ની સુપીરીયર અને લેટરલ wall બનાવે છે.

Lacrimal bones.

તે 2 ની સંખ્યામા આવેલા બોન છે. તે ઓર્બીટલ કેવિટી ની મીડિયલ વોલ બનાવે છે અને નેઝૉલેકરિમલ ડક્ટ દ્વારા આંખના સિક્રેશનને નોઝ સુધી લાવે છે. આ બોન નો શેપ ફિંગર નેલ જેવો હોય છે.

Vomer bone.

તે 1 ની સંખ્યામા આવેલુ બોન છે. નેઝલ કેવીટીના વચ્ચેના ભાગે આવેલુ બોન છે તે આગળના ભાગે કાર્ટીલેજ ના સેફટમ સાથે જોડાયેલુ હોય છે. તે નેઝલ કેવીટી ને 2 ભાગ મા સેપરેટ કરે છે. ઉપરની બાજુ તે ઇથમોઈડ બોન સાથે જોડાયેલુ હોય છે.

Palatine bones.

તે 2 ની સંખ્યામા આવેલા બોન છે. તે હાર્ડ પેલેટ બનાવે છે. તેમા 2 L શેપ ના બોન એક બીજા સાથે જોડાઈ પેલેટ નો ભાગ બનાવે છે.

Inferior conchae.

તે 2 ની સંખ્યામા આવેલા હોય છે. તે નેઝલ કેવીટીની લેટરલ wall મા આવેલા પટ્ટી આકારના બોન છે. તે અંદર જતી એર ને ફિલ્ટર કરી અને વોર્મ કરવાનુ કાર્ય કરે છે.

  • Common Characteristics of Vertebrae.

વર્ટીબ્રલ કોલમના બધા જ વર્ટીબ્રા મા નીચે મુજબની કોમન કેરેક્ટરીસ્ટીક્સ જોવા મળે છે.

Body

વર્ટીબ્રા મા આગળના ભાગે એક ચપટી બોડી નો ભાગ આવેલો હોય છે. દરેક રિજીયન ના વર્ટીબ્રા મુજબ તેની સાઈઝ અલગ અલગ હોય છે. જેમકે બોડી નો ભાગ એ સર્વાઇકલ વર્ટીબ્રા મા સૌથી નાનો જોવા મળે છે અને થોરાસીક અને લંબર વર્ટીબ્રા તરફ જતા જતા બોડી ની સાઈઝમા વધારો જોવા મળે છે. લંબર વર્ટીબ્રામાં બોડી એ સૌથી મોટી અને જાડી જોવા મળે છે.

Process of Vertebrae

વર્ટીબ્રા ની બોડી થી પાછળની બાજુએ લંબાયેલા બે પ્રોસેસ ને પેડિકલ કહેવામા આવે છે. આ પેડિકલ પાછળની બાજુએ જઈ અને એક V સેપનો પોર્શન બનાવે છે, જે ભાગને લેમીના તરીકે ઓળખવામા આવે છે. આ લેમીનાના જંક્શન ના ભાગેથી પાછળની બાજુ એક સીધો પ્રોસેસ નીકળે છે જેને સ્પાઇનસ પ્રોસેસ કહેવામા આવે છે.

વર્ટીબ્રામા પેડિકલ અને લેમીના જ્યા જોડાય તેના જંકશન પાસે બંને બાજુએ એક એક આડા પ્રોસેસ નીકળે છે જેને ટ્રાન્સવર્સ પ્રોસેસ કહેવામા આવે છે.

આ તમામ પ્રોસેસની વચ્ચે એક ફોરામેન તૈયાર થાય છે, જેને વર્ટીબ્રલ આર્ચ અથવા ન્યુરલ આર્ચ કહેવામા આવે છે. આ આર્ચ માંથી સ્પાઇનલ કોર્ડ પસાર થાય છે. આ આર્ચ એ સર્વાઇકલ વર્ટીબ્રામા સૌથી મોટી જોવા મળે છે. થરાસિક અને લંબર વર્ટીબ્રા તરફ જતા આ આર્ચ નુ ઓપનિંગ નાનુ થતુ જાય છે.

આ ઉપરાંત દરેક વર્ટીબ્રા ની સુપીરીયર સરફેસ અને ઇન્ફીરીયર સરફેસ મા વર્ટીબ્રા ને જોડાવા માંટે ના આર્ટિકયુંલેટિંગ પ્રોસેસ આવેલ હોય છે.

  • Sternum Bone  સ્ટર્નમ બોન.

સ્ટર્નમ બોન એ એક્ઝીયલ સ્કેલેટનનુ બોન છે. તે થોરાસિક કેવીટીમા આગળની બાજુએ વચ્ચે આવેલુ બોન છે.

તે સ્કીનની તરત જ નીચે આવેલુ બોન છે. સ્ટર્નમ બોનને બ્રેસ્ટ બોન તરીકે પણ ઓળખવામા આવે છે. સ્ટર્નમ એ ફ્લેટ પ્રકારનુ બોન છે.

સ્ટર્નમ બોન સાથે કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી રીબ્સ જોડાયેલી હોય છે.  આથી થોરાસીક કેજ બનાવવા માટે ખૂબ જ અગત્યનુ બોન છે.

સ્ટર્નમ બોનના નીચે મુજબ ત્રણ ભાગ પાડવામા આવે છે.

1. મેન્યુબ્રીયમ.

સ્ટર્નમ બોન ના સૌથી ઉપરના ભાગને મેન્યુબ્રીયમ કહેવામા આવે છે. તે સ્ટર્નમ નો ઉપરનો પહોળો ભાગ બનાવે છે. તે રફલી ત્રિકોણાકાર ભાગ હોય છે.

મેન્યુબ્રીયમ ના સૌથી ઉપરના ભાગે મધ્યમા આવેલી ખાચ ને સુપ્રાસ્ટર્નલ નોચ કહેવાય છે. સુપ્રાસ્ટર્નલ નોચ  ને બીજા જગ્યુલર નોચ તરીકે પણ ઓળખવામા આવે છે.

મેન્યુબ્રીયમના સુપ્રાસ્ટર્નલ નોચ થી નીચે સાઇડ મા બંને ભાગે એક એક નાની ખાંચ આવેલી હોય છે જેને ક્લેવીક્યુલર નોચ કહેવામા આવે છે. આ ખાચ ના ભાગે કલેવીક્યુલર બોન જોડાય અને સ્ટર્નોકલેવીક્યુલર જોઈન્ટ બનાવે છે.

મેન્યુરીયમ ના ભાગે ફર્સ્ટ પેઈર ઓફ રીબ કોસ્ટલ કર્ટીલેજ ની મદદ થી જોડાય છે.

રીબ્સ ની બીજી પેઇર એ મેન્યુબ્રીયમ અને બોડી વચ્ચેના એન્ગલ પાસે  કોસ્ટલ કાર્ટીલેજ ની મદદ થી જોડાય છે.

2. બોડી…

બોડી એ સ્ટર્નમ બોન નો વચ્ચેનો સૌથી લાંબો ભાગ બનાવે છે. તેની ઉપરની બાજુએ મેન્યુબ્રીયમ આવેલુ હોય છે અને તેની નીચેની બાજુએ ઝીફોઇડ પ્રોસેસ આવેલો હોય છે. આ બંનેની વચ્ચેનો ભાગ એ સ્ટર્નમ બોડી તરીકે ઓળખાય છે.

બોડીની બંને બાજુએ ઘણી નાની નાની ખાંચ આવેલી હોય છે. આ ખાંચના ભાગે બંને બાજુએ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી રીબ્સ ની પેઇર એ કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી જોડાઈ છે.

3. ઝીફોઈડ પ્રોસેસ..

સ્ટર્નમ બોન ના સૌથી નીચેના ભાગ ને ઝીફોઈડ પ્રોસેસ કહેવામા આવે છે. આ ભાગ એબડોમિનલ વોલના મસલ્સ તેમજ ડાયાફાર્મ સાથે જોડાયેલો હોય છે.

  • Characteristics of Rib.

રીબ એ ફ્લેટ બોન છે. આ બોન મા બે એક્સ્ટ્રીમિટી અને એક સાફટ નો ભાગ જોવા મળે છે.

રીબના વર્ટિબ્રલ એન્ડ તરફના પોસ્ટીરીયર ભાગે એક ચપટો ભાગ આવેલો હોય છે, તેને રીબ નુ હેડ કહેવામા આવે છે. આ હેડ નો ભાગ એ થોરાસિક વર્ટિબ્રા ની બોડી સાથે જોડાઈ છે.

હેડ પછીના સાંકડા ભાગને નેક કહેવામા આવે છે. ત્યારબાદ એક ઉપસેલો ભાગ જોવા મળે છે જેને ટ્યુબર્કલ કહેવામા આવે છે. આ ટ્યુબર્કલનો ભાગ એ થોરાસીક વર્ટીબ્રાના ટ્રાન્સવર્સ પ્રોસેસના ફેસેટ સાથે જોડાઈ છે.

ટ્યુબર્કલ પછીના રીબના વળાંક વળતા ભાગને એંગલ ઓફ રીબ તરીકે ઓળખવામા આવે છે.

રીબની વચ્ચેના ભાગને સાફટ નો ભાગ કહેવામા આવે છે. આ ભાગ ની સુપીરીયર બોર્ડર સ્મુધ હોય છે. તેમજ તેની ઇન્ફીરીયર બોર્ડર એ કિનારી વાળી હોય છે. તેમાં એક ખાંચ આવેલી હોય છે, જેને કોસ્ટલ ગ્રુવ કહેવામા આવે છે. આ ગ્રુવ ના ભાગેથી કોસ્ટલ નર્વ અને બ્લડ વેસલ્સ પસાર થાય છે.

રીબ ની સાફટ ના આગળના ભાગને એન્ટિરિયર સરફેસ કહેવામા આવે છે. તેમા ઇન્ટર કોસ્ટલ મસલ્સ અટેચ થાય છે. જ્યારે રીબ ની પોસ્ટીરીયર સરફેસ એ લંગ ના પ્લુરાના કોન્ટેક મા હોય છે.

રીબ ની એન્ટિરિયર સાઈડના એન્ડ તરફ એટલે કે આ એન્ડ ને સ્ટરર્નમ એન્ડ પણ કહેવાય છે. જ્યા રીબ ના એન્ટિરિયર સાઇડનો ભાગ એ કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી સ્ટરર્નમ બોન સાથે જોડાય છે.

બે રીબ વચ્ચેની જગ્યા ને ઇન્ટર કોસ્ટલ સ્પેસ કહેવામા આવે છે. આ ભાગે ઇન્ટર કોસ્ટલ મસલ્સ અટેચ થયેલા હોય છે. આ ઇન્ટર કોસ્ટલ મસલ્સ ના કોન્ટ્રાકશન અને રિલેક્સેશનના કારણે રેસ્પિરેશનની ક્રિયા થાય છે અને થોરાસીક કેવીટીના ડાયામીટરમા વધઘટ જોવા મળે છે.

  • Pelvis.

પેલ્વીસ એ બેઝિન શેપની એક કેવીટી છે. જે બે ઇનોમિનેટ બોન, એક સેક્રમ અને કોકસિક બોન દ્વારા તૈયાર થાય છે.

આ પેલ્વીસ વચ્ચેના ભાગે એક ગોળાકાર ભાગ તૈયાર કરે છે, જેને પેલવીસ બ્રિમ કહેવામા આવે છે. આ પેલ્વીસ બરીમ થી નીચેના ભાગને ટ્રુ પેલ્વિસ કહે છે કારણકે ઓબસ્ટ્રેટિકલ દ્રષ્ટિએ તેનુ ઈમ્પોર્ટન્સ રહેલુ હોય છે. પેલ્વીક બ્રીમ ની ઉપરના ભાગને ફોલ્સ પેલ્વીસ કહેવામા આવે છે.

ઇનોમીનેટ બોન..

ઇનોમીનેટ બોન એ પેલ્વિક ગિર્ડલ નુ બોન છે. તેને હીપ બોન તરીકે પણ ઓળખવામા આવે છે.
તે બોડીમા બે ની સંખ્યામા હોય છે. તે પેલ્વીક કેવીટી ની રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને બાજુ એક એક આવેલ હોય છે. બંને ઇનોમીનેટ બોન એ પાછળ સેક્રમ બોન સાથે જોડાય છે અને પેલ્વિક કેવીટી બનાવે છે.

ઇનોમિનેટ બોન એ મોટુ બોન હોય છે. તે ફ્લેટ અને ઇરેગ્યુલર પ્રકારનુ બોન હોય છે.
દરેક ઇનોમીનેટ બોન મા ત્રણ બોન નો સમાવેશ કરવામા આવે છે.

  1. ઇલિયમ
  2. બે ઇસ્ચીયમ
  3. પ્યુબીસ.
    ઇલિયમ
    ઇનોમિનેટ બોન મા ઈલિયમ બોન એ ઉપરની બાજુએ આવેલુ ફ્લેટ બોન છે. તેના સૌથી ઉપરના ભાગે એક કિનારી આવેલી હોય છે જેને ઇલિયાક ક્રેસ્ટ કહેવામા આવે છે. આ ઇલિયાક ક્રેસ્ટ ના નીચે મુજબના ભાગ પડે છે.
    એન્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (આગળ ના ઉપર ના ભાગે)
    એન્ટિરિયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (આગળ ના નિચે ના ભાગે)
    પોસ્ટીરીયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના ઉપર ના ભાગે)
    પોસ્ટીરીયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના નીચે ના ભાગે)
    ઇલિયમ બોન એ પાછળની બાજુએ સેક્રમ બોન સાથે જોડાય ત્યા સેક્રોઇલિયાક જોઈન્ટ બનાવે છે.
    આ જોઈન્ટ ની નીચેના ભાગે એક મોટી ખાંચ આવેલી હોય છે. જે ખાંચ ને ગ્રેટર સાયેટીક નોચ કહેવામા આવે છે. જ્યાંથી સાયેટીક નર્વ અને બ્લડ વેસલ્સ એ નીચે એક્સ્ટ્રીમિટીમા પસાર થાય છે.
    ઇલીયમ બોન ની પાછળની સરફેસ પર ગ્લુટીયલ મસલ્સ એટેચ થાય છે. અને ત્યા ગ્લુટિયલ રીજિયન બનાવે છે.
    ઇલિયમ બોન ની આગળની સરફેસ ને ઇલિયાક ફોસા તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ મા ડીપ્રેસ્ડ પાર્ટ આવેલ છે ત્યા મસલ્સ એટેચ થયેલા હોય છે.
    ઇસ્ચીયમ
    ઇલીયમ બોન ની નીચે અને પાછળની બાજુએ ઇસ્ચીયમ બોન આવેલુ હોય છે.
    ઇલિયમ બોન અને ઈસ્ચીયમ બોન ની વચ્ચે પાછળની સાઈડ એ એક ઉપસેલ પોઇન્ટેડ ભાગ આવેલો હોય છે. આ ભાગને ઇસ્ચીયલ સ્પાઇન કહેવામા આવે છે.
    તેની નીચે એક નાની ખાંચ આવેલી હોય છે જેને લેઝર સાયેટીક નોચ કહેવામા આવે છે.
    આ લેઝર સાયેટીક નોચ ની નીચેના ભાગે એક મજબૂત જાડો પ્રોસેસ આવેલો હોય છે. જેને ઈસ્ચીયલ ટ્યુબ્રોસિટી કહેવામા આવે છે. સીટીંગ પોઝીશન પર બેસીએ ત્યારે બોડી નો વેઇટ એ આ ભાગ પર આવે છે. આ વેઇટ બીયર કરતુ એક મજબૂત સ્ટ્રક્ચર છે.
    પ્યુબીસ
    પ્યુબીસ બોન એ ઇનોમિનેટ બોન નો સૌથી આગળનો ભાગ બનાવે છે. બંને ઇનોમીનેટ બોન ના પ્યુબીસ બોન એ આગળની બાજુએ જોડાય ત્યા સીમ્ફેસીસ પ્યુબીસ જોઈન્ટ બનાવે છે.

આ પ્યુબીસ બોન ની નીચેના ભાગે એક મોટુ ફોરામેન આવેલુ હોય છે. તેને ઓબચ્યુરેટર ફોરામેન કહેવામા આવે છે. જેમાથી નર્વ અને બ્લડ વેસલ્સ નીચે ની બાજુ એ એક્ષટ્રીમિટી તરફ પસાર થાય છે.
હીપ બોન મા આવેલા ત્રણેય બોન ઇલિયમ, ઇસ્ચીયમ અને પ્યુબિસ તે બધા હારે મળી એક કેવીટી જેવુ સ્ટ્રક્ચર બનાવે છે આ કેવીટી ને એસિટાબ્યુલમ કેવીટી કહે છે. આ કેવીટીના ભાગે ફીમર બોન નુ હેડ જોડાય અને ત્યા હિપ જોઈન્ટ બને છે.

  • Femur Bone (ફીમર બોન).

ફીમર બોન એ લોવર એક્સ્ટ્રીમિટી મા આવેલુ બોન છે. તે શરીરમા આવેલા તમામ બોન મા સૌથી લાંબામા લાંબુ અને મજબૂત બોન છે.

આ બોન ને બે એક્સ્ટ્રીમિટી તથા એક સાફટ નો ભાગ આવેલો હોય છે. જે નીચે મુજબ છે.

અપર એક્સ્ટ્રીમીટી.

ફીમર બોન ના સૌથી ઉપરના વન થર્ડ ભાગને અપર એક્સ્ટ્રીમીટી કહેવામા આવે છે. જેમાં નીચે મુજબનુ સ્ટ્રક્ચર રહેલુ હોય છે.

હેડ..

ફીમર બોન ના સૌથી આગળના ભાગે ગોળાકાર બોન નો ભાગ હોય છે.  જે ભાગને ફીમર નુ હેડ કહેવામા આવે છે.

આ ગોળાકાર ભાગ એ ઇનોમિનેટ બોનના એસિટાબ્યુલમ કેવિટી સાથે જોડાય અહી હિપ જોઈન્ટ બનાવે છે.

હિપ જોઈન્ટ એ સાઈનોવીયલ જોઈન્ટ છે જેથી સાઈનોવિયલ જોઈન્ટ ની બધી જ કેરેક્ટરિસ્ટિકસ અહી જોઈ શકાય છે.

નેક..

હેડ પછી આવતા સાંકડા ભાગને નેક કહેવામા આવે છે. જે ચાર થી પાંચ સેન્ટિમીટર લાંબો અને રાઉન્ડ શેપમા જોવા મળે છે.

ગ્રેટર ટ્રોકેન્ટર અને લેઝર ટ્રોકેન્ટર..

નેક નો ભાગ પૂરો થાય ત્યા બોનના બે રફ અને ઉપસેલા મોટા ભાગ જોવા મળે છે. જેને ટ્રોકેન્ટર કહેવામા આવે છે.

બહારની બાજુએ ઉપસેલા મોટા ભાગ ને ગ્રેટર ટ્રોકેન્ટર કહેવામા આવે છે.  જ્યારે અંદરની બાજુએ ઉપસેલા નાના ભાગને લેઝર ટ્રોકેન્ટર કહેવામા આવે છે. આ ટ્રોકેન્ટરના ભાગને કનેક્ટ કરતી લાઈનને ઇન્ટરટ્રોકેન્ટરિક  લાઈન કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે.

અપર એક્ષટ્રીમીટી પૂરી થાય પછીના બોન ના વચ્ચેના ભાગને એટલે કે બોનના મિડલના ભાગને સાફટ તરીકે ઓળખવામા આવે છે. જેનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે.

લીનીયા આસ્પેરા..

સાફટના ભાગે પોસ્ટીરીયર સાઈડે એક બોનની કિનારી ઉપસેલી હોય છે.  જેને લિનિયા આસ્પેરા કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે. ફીમર બોન ના સાફટ નો ભાગ એ સીલીન્ડ્રીકલ અને ગોળાકાર શેપ હોય છે.

લોવર એક્સ્ટ્રીમિટી..

ફીમર બોન ના નીચેના વન થર્ડ ભાગ ને લોવર એક્ટિવિટી કહેવામા આવે છે. જેમા નીચેની બાજુ એ બે ગોળાકાર ઉપસેલા બોનના ભાગ જોવા મળે છે. જેને કોંડાઇલ કહેવામા આવે છે. મીડિયલ સાઇડે આવેલા કોંડાઇલ ને મીડિયલ કોંડાઇલ તથા લેટરલ બાજુએ લેટરલ કોન્ડાઇલ હોય છે. આ બંને કોંડાઇલ ની વચ્ચેના ભાગે સેપરેટ કરતા ભાગને ઇન્ટરકોડાઈલર નોચ કહેવામા આવે છે.

આ  કોંડાઇલ ની આગળની સરફેસ એ સ્મુધ સરફેસ હોય છે જેને પટેલર સરફેસ કહે છે ત્યા પટેલા બોન જોડાય છે.

ફીમર બોન ની લોવર એક્સ્ટ્રીમિટીના પાછળના ભાગે એક ટ્રાયએન્ગ્યુલર સરફેસ તૈયાર થાય છે. જેને પોપલીટીયલ સરફેસ કહેવામા આવે છે. આ ભાગે પોપલીટીયલ વેસલ્સ અને નર્વ જોવા મળે છે.

  • Tibia Bone.

તેને shin bone તરીકે પણ ઓળખવામા આવે છે. ટીબીયા એ લોવર એક્સ્ટ્રીમિટી મા આવેલુ લોંગ બોન છે. તેને બે એક્સ્ટ્રીમિટી અને સાફટ આવેલા હોય છે. આ બોન એ મજબૂત અને વેઇટ બિયર કરતુ બોન છે.

ટીબીયા બોનની અપર એક્સ્ટ્રીમિટીમા સુપિરિયર સરફેસના ભાગે બે કોંડાઇલર સરફેસ આવેલ હોય છે. ફીમર બોન ના લેટરલ અને મીડિયલ કોન્ડાઇલ આ સરફેસ સાથે જોડાય ની (Knee) જોઈન્ટ બનાવે છે.

ટીબીયા બોન ની એન્ટીરીયર સરફેસ મા એક રફ ઉપસેલો ભાગ જોવા મળે છે જેને ટ્યુબ્રોસીટી ઓફ ટીબીયા કહેવામા આવે છે.

ટીબીયા બોન ના લેટરલ સાઈડે ફિબ્યુલા બોન જોડાઈ પ્રોક્ઝીમલ ટીબીઓફીબ્યુલર જોઈન્ટ બનાવે છે.

ટીબીયા બોન ની સાફટ નો ભાગ ઇરેગ્યુલર ત્રિકોણાકાર નો હોય છે. તેની એન્ટિરિયર સરફેસમા એક ધારદાર ક્રેસ્ટ આવેલી હોય છે, જેને ક્રેસ્ટ ઓફ ટીબીયા તરીકે ઓળખવામા આવે છે. આ ક્રેસ્ટ નો ભાગ એ ચામડીની નીચે તરત જ આવેલો હોય જે હાથ થી ટચ કરી ફીલ કરી શકાય છે.

ટીબીયા બોન ની લોવર એક્સ્ટ્રીમિટીમા મિડીયલ સાઇડે એક સ્મૂથ લંબાયેલો પ્રોસેસ આવેલો હોય છે. તેને મીડીયલ મેલીઓલસ કહેવામા આવે છે. આ ભાગ ટાર્સલ બોન સાથે જોડાય એંકલ જોઈન્ટ બનાવે છે.

લોવર એક્સ્ટ્રીમિટીમા ટીબીયા અને ફિબ્યુલા જોડાઈ ડિસ્ટલ ટીબીઓફીબ્યુલર જોઈન્ટ બનાવે છે.

Published
Categorized as Uncategorised