15) ક્રિયાપદના કાળ ( કાળ વ્યવસ્થા )
કાળ એટલે સમય થાય છે જેના વાક્યમાં તેમના સમયને આધારે નક્કી કરવામાં આવે તેવી વ્યવસ્થા ને કાળ વ્યવસ્થા કહેવાય છે.
ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો મુખ્ય ત્રણ પ્રકારના કાળ જોવા મળે છે અને તે ઉપરાંત ત્રણ કાળના પણ ત્રણ પ્રકારો જોવા મળે છે.
1) વર્તમાન કાળ :=
જ્યારે જે ક્રિયાપદ માં જે ક્રિયા હાલ પૂરતી ચાલુ હોય તેનો વર્તમાન સમય દર્શાવવામાં આવે ત્યારે તે ક્રિયાપદને વર્તમાનકાળ છે તેમ કહી શકાય.
ઉદા := આજે અમદાવાદ મેટ્રોમાં રજા છે.
વર્તમાનકાળ ના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.જેમ કે,
1) સાદો વર્તમાનકાળ:=
જે ક્રિયાપદમાં ક્રિયા વર્તમાન ની દર્શાવવામાં આવે તેને સાદો વર્તમાનકાળ કહેવાય છે.
2) ચાલુ વર્તમાનકાળ:=
જે ક્રિયાપદની ક્રિયા એ હાલ સમયમાં ચાલુ હોય તેવી ક્રિયા દર્શાવવામાં આવે તેને ચાલુ વર્તમાન કાળ કહેવાય છે.
ઉદા:= કૌશલ્યા રસોડામાં કામ કરી રહ્યા છે.
3) પૂર્ણ વર્તમાનકાળ:=
જે ક્રિયાપદ માં ક્રિયા વર્તમાન સમયની હોય અને હાલ જ પૂર્ણ થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે.
2) ભૂતકાળ :=
જે ક્રિયા પદમાં જે ક્રિયાનો સમય પસાર થઇ ગયો હોય અથવા ચાલ્યો ગયો હોય તે ક્રિયાપદ ને ભૂતકાળ કહેવાય છે.
ઉદા := ગઇકાલની બેટ માં વિરાટે સુંદર બેટિંગ કરી હતી.
ભૂતકાળના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે જેમ કે,
1) સાદો ભૂતકાળ :=
જે ક્રિયાપદ માં વીતી ગયેલો સમય દર્શાવવામાં આવે તે ક્રિયાપદને સાદો ભૂતકાળ કહેવાય છે.
2) ચાલુ ભૂતકાળ :=
જે ક્રિયા પદમાં ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઇ ગય હોય છતાં તેની અસર વર્તમાનમાં દર્શાવતી હોય તે ક્રિયાપદ ને ચાલુ ભૂતકાળ કહેવાય છે.
ઉદા := તમે મેદાનમાં ક્રિકેટ રમતા હતા.
3) પૂર્ણ ભૂતકાળ :=
જે ક્રિયા પદમાં ક્રિયા ભૂતકાળમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હોય તેની અસર વર્તમાનમાં જોવા મળતી નથી તેની પૂર્ણ ભૂતકાળ કહેવાય છે.
ઉદા := મેં ગુજરાતી વ્યાકરણનું પુસ્તક 2020 માં વાંચેલું છે.
3) ભવિષ્યકાળ :=
જે ક્રિયા પદમાં ક્રિયાનું રૂપ આવનાર સમય કે હવે પછીનો સમય / કાળ દર્શાવે છે તેને ભવિષ્યકાળ કહેવાય છે.
ઉદા := આવતીકાલે મારા મોટાભાઈ આવવાના છે.
ભવિષ્યકાળના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
1) સાદો ભવિષ્યકાળ :=
જેમાં આવનાર સમય દર્શાવાય છે તેની સાદો ભવિષ્યકાળ કહેવાય છે.
2) ચાલુ ભવિષ્ય કાળ :=
જ્યારે કોઈપણ ક્રિયા આગળ કે ભવિષ્યમાં જે થવાનું છે તે ક્રિયા શરૂ હશે એમ દર્શાવે ત્યારે ચાલુ ભવિષ્યકાળ બને છે.
ઉદા := તેવો ક્રિકેટ રમતા હશે.
3) પૂર્ણ ભવિષ્યકાળ :=
જ્યારે કોઈપણ ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થયેલી બાબત કે ક્રિયા દર્શાવે ત્યારે તે પૂર્ણ ભવિષ્યકાળ બને છે.
ઉદા := મે ગુજરાતી વ્યાકરણનું પુસ્તક વાંચ્યું હશે.