The sick child.
Selected key terms.
1) Apathic ( એપથીક) : ફીલિંગ તથા ઈમોશન્સ કે ઓછા પ્રમાણમાં હોય તેને Apathic ( એપથીક) કહે. Apathic વ્યક્તિ કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે ભાવનાત્મક પ્રતિક્રિયા આપતી નથી — એટલે કે “કોઈ લાગણી કે ઉત્સાહ ન દર્શાવવો”.
2) Define/ Explain Trends: (ટ્રેન્ડસ ને વ્યાખ્યાયિત કરો)
કોઈપણ ચોક્કસ દિશામા આગળ વધવાની વૄતિ ને ટ્રેન્ડસ કહેવાય છે. પીડીયાટ્રિક નર્સિંગ મા નવા ચેન્જીસ કે ફેરફાર ને ન્યુ ટ્રેન્ડ્સ તરીકે ઓડખવામા આવે છે.
3) Explain/ Define Concept (કોન્સેપ્ટ ને વ્યાખ્યાયિત કરો)
કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતા નવા આઈડિયા અથવા થોટ્સને કોન્સેપ્ટ કહેવામાં આવે છે. કોન્સેપ્ટ એ કોઈ પણ વિષયની મૂળભૂત “ધારણા” છે, જે આપણે સમજવા, સમજાવવા અને શીખવવા માટે આધારરૂપ બને છે.
ઉદાહરણ તરીકે:
“નર્સિંગ કેર” નો કોન્સેપ્ટ એટલે દર્દીની સંભાળ કેવી રીતે અને શા માટે આપવી તેની વિચારધારા.
“હેલ્થ” નો કોન્સેપ્ટ એટલે આરોગ્ય વિશેની મૂળભૂત સમજ કે વિચાર.
4) Explain/ Define Rooming in (રુમીંગ ઇન ને વ્યાખ્યાયિત કરો)
રુમીંગ ઇન નો અર્થ આરોગ્ય ની સંભાળ છે. ખાસ કરીને mother અને newborn ની સંભાળમાં, જ્યાં બાળક ને અલગ નર્સરી માં સંભાળ માટે રાખવાને બદલે માતા સાથે એક જ રૂમમાં રાખવામા આવે છે. રૂમિંગ ઇનના કારણે ન્યુબોર્ન નુ બોડી ટેમ્પરેચર મેઇન્ટેન રહે છે. તથા બાળકને એડીક્યુએટ અમાઉન્ટમાં બ્રેસ્ટ ફીડિંગ પણ મળી રહે છે અને માતા અને બાળક વચ્ચે નુ બોન્ડ રિલેશનશિપ પણ સારુ થાય છે.
આમ hospitalised થયા પછી ચાઇલ્ડ ના કેર માટે હોસ્પિટલ માં માતા અને બાળકને એક જ રૂમમાં રાખવાના કોન્સેપ્ટને રૂમિંગ ઇન કહેવામાં આવે છે.
5) Explain/ define Prevalence rate (પ્રિવેલેન્સ રેટ ને વ્યાખ્યાયિત કરો)
કોઈપણ ચોક્કસ પોપ્યુલેશન માં કોઈપણ ચોક્કસ સમય ગાળા મા કોઈપણ પર્ટીક્યુલર ડીસીઝ ના નવા અને જુના કેસ ને પ્રવેલન્સ રેટ કહેવામાં આવે છે. પ્રેવેલન્સ રેટ એટલે — એક સમયગાળામાં કે ચોક્કસ સમયે કોઈ રોગના તમામ કેસોનો કુલ દર. પ્રેવેલન્સ રેટ બતાવે છે કે કોઈ ચોક્કસ સમયે અથવા સમયગાળામાં કુલ વસ્તીમાંથી કેટલા લોકો તે રોગથી અસરગ્રસ્ત થયા છે.
Prevalence Rate=Total number of existing cases of disease/Total population×1000
6) Explain/ Define Mortality rate (મોર્ટાલિટી રેટ ને વ્યાખ્યાયિત કરો)
મોર્ટાલીટી રેટ એટલે કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ વસ્તી માં મૃત્યુની સંખ્યાને માપવા માટે ઉપયોગ માં લેવાતો માપ છે. Mortality Rate એટલે કોઈ નિર્ધારિત સમયગાળામાં ચોક્કસ વસ્તીમાં થયેલા મૃત્યુઓની સંખ્યા બતાવતો દર.
7) Explain/ Define Morbidity rate (મોર્બીડીટી રેટ ને વ્યાખ્યાયિત કરો)
મોર્બીડીટી રેટ એટલે કોઈપણ ચોક્કસ વસ્તીમાં કોઈપણ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઇપણ ડિસીઝ ને માપવા માટે કે કોઈ પણ માંદગી ના દર ને મેઝર કરવા માંટે ઉપયોગમાં લેવાતો માપ છે. Morbidity Rate એટલે કોઈ નિર્ધારિત સમયગાળામાં ચોક્કસ વસ્તીમાં કોઈ રોગથી પીડિત લોકોની સંખ્યા બતાવતો દર.
8) Regression : The return to a former state its called (પેહલા ની સ્થિતિ એ પાછા જવા ની ક્રિયા) ને Regression કહે છે. Regression શબ્દનો અર્થ થાય છે — “પાછું જવું” અથવા “પાછળ વળવું”.
મેડિકલ અથવા સાઇકોલોજીકલ ભાષામાં તેનો અર્થ છે — પહેલાંના સ્તર અથવા પૂર્વાવસ્થામાં પાછું ફરવું. કોઈ વ્યક્તિ તાણ, ભય, અથવા સંઘર્ષની પરિસ્થિતિમાં બાળક જેવી વર્તણૂક (earlier behavior stage) તરફ પાછી વળે. તે એક પ્રકારની defense mechanism (રક્ષણાત્મક પ્રતિક્રિયા) છે.
9) Irritability. impatience , Excitability.
Irritability શબ્દનો અર્થ થાય છે — “ચીડચીડાપણું” અથવા “ઝલદી ગુસ્સે થવું”. તે એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ અથવા શરીરનું અંગ બાહ્ય પ્રેરણા (stimulus) સામે વધુ સંવેદનશીલ (sensitive) બની જાય છે.
10) Phobia ( ફોબિયા) : An intense(તીવ્ર), irrational fear (કારણ વિના નો) of Specific objects, Situation, Activity or stimulus it’s called Phobia ( ફોબિયા). Phobia એટલે કોઈ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ, અથવા પ્રાણી પ્રત્યેનો અતિશય અને અયોગ્ય ભય (unrealistic fear). એવો ભય જેનું તાર્કિક કારણ ન હોય છતાં વ્યક્તિને ભારે ડર, ચિંતા અથવા ગભરાટ થાય, તેને “Phobia” કહેવાય છે.
11) Fantasy ( કાલ્પનિક ) : the mechanism of creating in one’s mind its called (પોતાના જ માઇન્ડ માં ચાલતી ક્રિયા ને) Fantasy ( કાલ્પનિક ) કહે છે.
1) Explain the Child reaction to hospital. (ચાઈલ્ડ રિએક્શન ટુ હોસ્પિટલ નુ વણૅન કરો).
બાળકનું ઈમોશનલ રિએક્શન ટુ હોસ્પિટલ એ બાળક ની ઇલનેસ તથા હોસ્પિટલાઇઝેશન દ્વારા પ્રોડ્યુસ થતા સ્ટ્રેસ અને ટેન્શન ના ટાઇપ પર આધાર રાખે છે.
બીમારીઓ કે બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને જોખમમાં મૂકે છે.
Sickness ના કારણે બાળકની મુવમેન્ટ એ રીસ્ટ્રેઇન થાય,બાળકને પ્રોપરલી ઊંઘ આવતી નથી, બાળક એ પ્રોપરલી ફૂડ ખાઈ શકતું નથી, તથા પેરેન્ટ્સ અને home એન્વાયરમેન્ટ થી સેપરેટ થાય તેના કારણે બાળકમાં ઈમોશનલ ટ્રોમા થાય છે.
હોસ્પિટલાઈઝેશન અને પ્રો લોંગ ઇલનેસ ના કારણે બાળકનું ગ્રોથ અને ડેવલોપમેન્ટ પણ અટકી જાય છે અને બાળકમાં એડવર્સ રિએક્શન જોવા મળે છે.
ચાઇલ્ડ રિએક્શન ટુ હોસ્પિટલ એ ચાઈલ્ડ ના Age પર આધાર રાખે છે.
1) Reaction of Neonate ( જન્મથી 28 દિવસ સુધીનો સમય)
બાળકના જન્મ પછી બાળક અને માતા વચ્ચે એક અલગ રિલેશનશિપ નું ફોર્મેશન થાય છે. પરંતુ જ્યારે બાળક એ નીયોનેટ સમયમાં જ હોસ્પિટલાઇસ્ડ થાય તો બાળક અને માતા વચ્ચેનું રિલેશનશિપ એ ઇમ્પેઇરડ થાય છે.
જો નિયોનેટ સમયમાં જ બાળક એ હોસ્પિટલાઈઝડ થાય તો બાળક નુ તેના ફેમિલી મેમ્બર્સ સાથે પણ તેનો પ્રોપરલી બોન્ડિંગ રહેતું નથી .
નીયોનેટ સમયમાં જ બાળક એ તેના આજુબાજુના વ્યક્તિ સાથે બોન્ડિંગ બનાવવાનું શરૂ કરે છે અને જો આ જ સમયમાં બાળક એ હોસ્પિટલાઈઝડ થઈ જાય તો બોન્ર્ડિંગ અને ટ્રસ્ટીંગ રિલેશનશિપ માં પણ ઈમ્પરમેન્ટ આવે છે.
જો બાળક એ હોસ્પિટલમાં હોય તો તે તેના માતા પિતા થી દૂર રહે છે અને દૂર રહેવાના કારણે પેરેન્ટ્સ એ તેના ચાઇલ્ડ ને લવ તથા કેર પ્રોવાઇડ કરી શકતા નથી .
2) Reaction on infants ( 28 દિવસ થી લઈ એક વર્ષ સુધીનુ બાળક)
ઇન્ફન્ટ એ હોસ્પિટલાઈઝડ થવાના કારણે ઇન્ફન્ટ માં સેપ્રેશન એન્ઝાઈટી ( Separation Anxiety) જોવા મળે છે.
જો ઇન્ફન્ટ એ હોસ્પિટલાઈઝ થાય તો ઇન્ફન્ટમાં જે બેઝિક ટ્રસ્ટ ડેવલોપ થવો જોઈએ તે ડિસ્ટર્બ થાય છે.
ઇન્ફન્ટ કે જે હોસ્પિટલાઈઝડ હોય તો તેવા ઇન્ફન્ર્ટમાં ઇમોશનલ વિડ્રોવલ તથા ડિપ્રેશન જોવા મળે છે.
બાળક માં ગ્રોથ તથા ડેવલપમેન્ટ એ ડીલે થાય છે. ઇન્ફન્ટ એ સ્ટ્રેન્જર્સ ને જોઈને ડરી જાય છે.
બાળક એ હોસ્પિટલાઇઝડ થવાના કારણે એક્સેસીવ ક્રાઇન્ગ્સ કરે છે.
જો ઇન્ફન્સી સમયે જ બાળક એ હોસ્પિટલાઈઝડ થાય તો તેના કારણે બાળક એ મધર પર ઓવર ડિપેન્ડેન્ટ થઈ જાય છે.
3) Reaction to Toddler ( એક વર્ષથી લઈ ત્રણ વર્ષ સુધીનું બાળક)
જો ટોડલર એ હોસ્પિટલાઈઝડ થાય તો તે કોઈપણ વસ્તુ અથવા પ્રોસિજર હોય તો તેના વિરુદ્ધમાં વિરોધ કરે છે.
ટોડલેરનો હોપ એ ઇમ્પેઇરડ થાય છે અને તે કોઈપણ વસ્તુથી ભાગવાની કોશિશ કરે છે.
જો ટોડલર ને હોસ્પિટલાઈઝ સમયમાં જો કોઈ નર્સ એ પસંદ ન હોય તો તે નર્સ ને જોઈને એટલું રડે છે કે તે નર્સને તેને પાસે કોઈ પ્રોસીજર કરવા માટે આવે તો તે બાળક એ રડવા લાગે છે.
આ સમયે બાળક એ કોઈપણ કિંમતમાં તેની માતાને શોધતું રહે છે. ટોડલર હોય અને તે હોસ્પિટલાઈઝડ હોય તો બાળક એ એંગર તથા ફિયર બતાવે છે.
4) Reaction of Pre- school child ( ત્રણ વર્ષથી છ વર્ષ સુધીનું બાળક )
પ્રી – સ્કૂલ ચાઇલ્ડ નું ઈમોશનલ રિએક્શન એ ટોડલર ના ઇમોશનલ રિએક્શન સાથે મેચ કરતુ હોય છે.
પ્રી સ્કૂલ ચાઈલ્ડ એ Regression કરે, Regression કરે, projection, Displacement, Aggression, Denial, Withdrawal તથા Fantacy જોવા મળે છે.
5) Reaction of School aged children ( 6 થી 12 વર્ષનું બાળક)
સ્કૂલ એજ માં બાળક માં ડર , ચિંતા તથા જુદા જુદા પ્રકારનું ઇમેજીનેશન અને બાળકને પ્રાઇવસી નો ડર લાગે છે.
સ્કૂલ એજ ચાઈલ્ડ એ તેના ડિફેન્સ મિકેનિઝમ નો યુઝ કરી અને હોસ્પિટલાઈઝેશન પ્રત્યે રિએક્શન બતાવે છે. જેમકે રીપ્રેશન, રીગ્રેશન જેવા ડીફેન્સ મીકેનીઝમ નો યુઝ કરે છે.
બાળકમાં સેપ્રેશન એન્ઝાઈટી ,નેગેટિવિઝમ, ડિપ્રેશન,તથા ફોબિયા જોવા મળે છે.
6) Reaction of Adolescence ( 12 થી 18 વર્ષ સુધીનો સમય)
એડોલેશન્સ સમયમાં પ્રાઇવસી ની કમી તથા ફેમિલી અને સ્કૂલથી સેપરેટ થવાનો ડર હોય છે.
આ સમય માં એડોલેશન્સ એ ઇનસિક્યુરિટી ના ટેન્શનમાં રહે છે.
એડોલેશન્સ સમયમાં કોઈપણ પ્રકારના વસ્તુથી એંગર થાય, કોઈપણ અનવોન્ટેડ વસ્તુઓની ડિમાન્ડ કરે, તથા ટ્રીટમેન્ટને રિજેક્ટ કરી ને અથવા ઘણા લોકો એ ડિપ્રેશનનો શિકાર બને છે અથવા કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટનો ઇનકાર કરે છે.
આમ ,હોસ્પિટલાઈઝડ થવાના કારણે બાળકમાં જુદા જુદા પ્રકારનું રિએક્શન જોવા મળે છે.
2) Explain the effects of hospitalization on the Family of the child. (બાળક એ હોસ્પિટલાઈઝ થવાના કારણે તેના ફેમિલી તથા પેરેન્ટ્સ પર થતી અસરને જણાવો)
જે માતા-પિતાના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેઓ માત્ર તેમના બાળકોથી અલગતા અનુભવતા નથી પણ અન્ય લોકો એ તેમની જગ્યા લઈ રહ્યા છે તેવું તેઓને લાગે છે.
વધુમાં તેઓ inadequacy ની લાગણી અનુભવે છે કારણ કે અન્ય લોકો તેમના બાળકોની care કરતા હોય છે.
ચાઇલ્ડ ના હોસ્પિટલાઈઝડ થવાના કારણે ફેમિલીની યુનિટી પણ બ્રેક થાય છે અને ચાઈલ્ડ એ તેમના પેરેન્ટ્સ થી સેપરેટ રહે તેનું પેરેન્ટ્સ મા એન્ઝાઇટી તથા ગીલ્ટ જોવા મળે છે.
જો હોસ્પિટલાઈઝડ ચાઇલ્ડ હોય તો તેમના પેરેન્ટ્સ તથા ફેમિલી મેમ્બર્સ નું સ્ટ્રેસ લેવલ ઇન્ક્રીઝ થાય છે.
1 ) તેમાં મુખ્યત્વે ઘણા ફેક્ટર્સ ના કારણે પેરેન્ટ્સનું સ્ટ્રેસ લેવલ એ ઇન્ક્રીઝ થાય છે.જેમ કે ,
A) પેરેન્ટ્સને પ્રોપરલી ઇન્ફોર્મેશન કે નોલેજ હોતું નથી કે તેના ચાઈલ્ડ ને કેવા પ્રકારની ઇલનેસ થઈ છે.
B) પેરેન્ટ્સ ને એ પણ ડર હોય છે કે તેમના બાળક સાથે હોસ્પિટલમાં કયા- કયા તથા કેવા પ્રકારની પ્રોસીજર થતી હોય છે.
C) પેરેન્ટ્સને એ પણ ડર હોય છે કે તેના બાળકને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવતી હશે.
D) પેરેન્ટ્સને તે પણ fear હોય છે કે ફ્યુચર માં તેના ચાઇલ્ડ સાથે શું થવાનું છે તેના કારણે પણ પેરેન્ટ્સનું સ્ટ્રેસ લેવલ ઇન્ક્રીઝ થાય છે.
E) જ્યારે ચાઇલ્ડ એ હોસ્પિટલાઇઝડ હોય ત્યારે તેની ટ્રીટમેન્ટ માટેનો ખર્ચો પણ ખૂબ વધારે થઈ શકે છે તેના કારણે પેરેન્ટ્સ પર ફાઇનાન્સિયલ બર્ડન આવે છે પણ પેરેન્સમાં સ્ટ્રેસ એ ઇન્ક્રીઝ થાય છે.
2) ઘણી વખત પેરેન્ટ્સ એ ગિલ્ટી ફીલ કરે છે કે તેના બાળકને ઇલનેસ એ પેરેન્ટ્સ ના પ્રોપરલી કેર ન કરવાના કારણે તથા ચાઇલ્ડ ની કેર મા કોઈપણ પ્રકારની ખામી રહેવાના કારણે થઈ છે.
3) જે ચાઈલ્ડ એ હોસ્પિટલાઈઝડ હોય તે ચાઈલ્ડ ના પેરેન્ટ્સ એ એન્ઝાઇટી, ફીયર, ડીસઅપોન્ટમેન્ટ ( નિરાશા ), તથા પેરેન્ટ્સ એ પોતાની જાતને બ્લેમ કરે છે.
4) જ્યારે બાળકની ટ્રીટમેન્ટ કરવામાં આવે ત્યારે તેના પેરેન્ટ્સ થી સેપરેટ કરવામાં આવે છે જેના કારણે પેરેન્ટ્સ એ હેલ્પલેસ ફીલ કરે છે કારણ કે તે બાળકને કેર પ્રોવાઇડ કરી શકતા નથી.
5) ઘણી વખત હોસ્પિટલાઈઝડ ચાઈલ્ડ ના પેરેન્ટ્સ એ હેલ્થ કેર પર્સનલ પર એંગર ( ગુસ્સે ) પણ થઈ જાય છે.
6) પેરેન્ટ્સમાં અમુક પ્રકારના કારણના (causes of anxiety) લીધે એન્ઝાઈટી પણ જોવા મળે છે જેમ કે,
હોસ્પિટલ ના strange એન્વાયરમેન્ટના કારણે.
પેરેન્ટ્સ તથા ચાઇલ્ડ ના સેપરેશન થવાના કારણે.
ચાઈલ્ડ ની ઇલનેસ ના કારણે.
હોસ્પિટલમાં થતી જુદા જુદા પ્રકારની પ્રોસિજરના કારણે.
unknown events તથા આઉટ કમ ના કારણે.
ચાઈલ્ડ એ કોઈપણ ઈલેશમાંથી સફરિંગ થવાના કારણે.
પેરેન્ટ્સ એ તેના ચાઇલ્ડ ની કેર ન કરી શકવાના કારણે.
1) Explain the Role of the Nurse in helping child and family in coping with stress of Hospitalization and illness. (હોસ્પિટલાઈઝેશન અને માંદગીના સ્ટ્રેસ નો સામનો કરવામાં બાળક અને પરિવારને મદદ કરવામાં નર્સનો રોલ સમજાવો).
જ્યારે પણ ચાઇલ્ડ એ હોસ્પિટલાઈઝડ થાય ત્યારે ચાઇલ્ડ તથા તેના ફેમિલી નુ સ્ટ્રેસ લેવલ ઇન્ક્રીઝ થાય છે. તેથી નર્સ એ ચાઇલ્ડ તથા તેના પેરેન્ટ્સ નો સ્ટ્રેસ રિલીવ કરવા માટે એક અગત્યનો રોલ પ્લે કરે છે.
પેરેન્ટ્સ તથા તેના ચિલ્ડ્રન માટે નર્સ એ એક હેલ્પીંગ પીપલ તરીકે વર્ક કરે છે
કારણ કે , નર્સ એ કમ્ફર્ટ , સ્ટ્રેન્થ તથા નોલેજ ના સોર્સ
તરીકે વર્ક કરે છે.
નર્સ એ ચિલ્ડ્રન તથા તેના પેરેન્સ સાથે પોઝિટિવ રિલેશનશિપ ને ફોમૅ કરવા માટે પૂરતા પ્રમાણમાં કોન્ફિડન્ટ ડેવલોપ કરવો પડે છે.
એક પીડીઆટ્રિક નર્સ તરીકે ચિલ્ડ્રન તથા તેના પેરેન્ટ્સ ની પ્રોબ્લેમ્સ ને હેન્ડલ કરવા માટે નર્સ એ તેની ફીલિંગ્સ વિશે Aware હોય છે. નર્સ એ ચાઇલ્ડ તથા તેના પેરેન્ટ્સ ની એન્ઝાઇટી માટેનું કારણ જાણવા માટે તેની complaints એ patiently સાંભળે છે.
એવા પેરેન્ટ્સ કે જે ચાઇલ્ડ ની કેર કરતા હોય છે તેવા પેરેન્ટ્સ ને નર્સ એ સિમ્પથી તથા ગાઇડેન્સ પ્રોવાઇડ કરે છે.
નર્સ એ ચિલ્ડ્રન તથા તેના પેરેન્ટ્સને હોસ્પિટલમાં લેસ Anxious તથા more secure અને calm ફીલ થાય તેવા પ્રકારે હેલ્પ કરે છે.
નર્સ એ નીચે પ્રમાણેની કેર પ્રોવાઇડ કરે છે :=
1) In Neonate ( birth થી 28 દિવસનું ચાઈલ્ડ)
નવજાત શિશુ (Neonate) માટે Hospitalization એ અત્યંત Stressful અનુભવ બની શકે છે, ખાસ કરીને કારણ કે Neonate પોતાના પરિસ્થિતિ વિશે સમજ ન રાખતો હોય છે અને માતા-પિતા માટે પણ આ સમય Anxiety, Fear અને Emotional Distress નો સમય હોય છે. આવી સ્થિતિમાં Nurse એક મુખ્ય Health Team Member તરીકે બાળક તથા તેના કુટુંબને Physical, Emotional, અને Psychological Support આપવાની ભૂમિકા ભજવે છે.
નીયોનેટ ની કેર કરતી સમયે નર્સ એ રૂમિંગ-ઇન કોન્સેપ્ટ ને અપ્લાય કરીને ચાઇલ્ડ ની care મા તેના પેરેન્ટ્સ નુ પણ Active ઇન્વોલ્વમેન્ટ કરે છે. તથા ચાઇલ્ડ નુ તેના પેરેન્ટ્સ સાથે કંટીન્યુઅલ કોન્ટેક્ટ પ્રોવાઇડ કરે છે.
નવજાત શિશુ માટે Hospitalization એ એક Sensitive Phase છે જ્યાં Nurse બાળક અને તેના કુટુંબ વચ્ચે એક Bridge of Trust બને છે. તે માત્ર Medical Care પૂરતી નથી પરંતુ Holistic Care — Physical, Emotional, Social અને Educational સપોર્ટ પૂરો પાડે છે. Nurse ની સંવેદનશીલતા (Sensitivity) અને યોગ્ય Counseling Approach દ્વારા Hospitalization ના Stress ને ઓછો કરી શકાય છે અને Family Coping Mechanism મજબૂત બને છે.
2) in infants ( 28 દિવસથી લઈ એક વર્ષનું ચાઇલ્ડ)
Infant માટે Hospitalization એ અત્યંત તણાવપૂર્ણ (Stressful) પરિસ્થિતિ છે, કારણ કે તે પોતાના અનુભવો વ્યક્ત કરી શકતું નથી અને પોતાના માતા-પિતા થી અલગ થવાથી Separation Anxiety, Fear, તથા Insecurity અનુભવે છે.
માતા-પિતા માટે પણ આ સમય ચિંતા, ભય અને અસહાયતા નો સમય બની શકે છે. આવી સ્થિતિમાં Nurse એ બાળક તથા તેના કુટુંબને આ તણાવમાંથી બહાર આવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે — Physical, Emotional, Educational અને Psychological Support આપીને.
માતાને તેની responsibility ને balance કરવા અને confident અને competence સાથે સેપરેશન ને રિડયુસ માટે એન્કરેજ કરે છે.
ઇન્ફન્ટ ને પ્રોપરલી અટેન્શન પ્રોવાઇડ કરી તથા લિમિટેડ પર્સન દ્વારા ઇન્ફન્ટ ને પ્રોપરલી હેન્ડલ કરી તેની બેઝિક નીડ ને ફુલફીલ કરવા માટેની કોશિશ કરવામાં આવે છે.
જ્યારે પણ નર્સ એ ચાઇલ્ડ પર કોઇપણ મેડિકલ પ્રોસિઝર કરતી હોય ત્યારે ચાઈલ્ડ ની કેરમાં તેના પેરેન્ટ્સને Allow કરે છે જેથી ચાઇલ્ડ એ સેપ્રેશન એન્ઝાઈટીગ ફીલ ના કરે.
Infants નુ ટેન્શન તથા loneliness ને રિલીવ કરવા માટે નર્સ એ તેને Toys પ્રોવાઇડ કરે છે.
Infant ની Hospitalization દરમિયાન Nurse એ માત્ર સારવાર આપનારી વ્યક્તિ નથી, પરંતુ એક Supportive Guide છે જે બાળક અને તેના કુટુંબને તણાવ, ભય અને અનિશ્ચિતતા વચ્ચે Emotional Stability આપવા મદદ કરે છે.
યોગ્ય Parent Education, Therapeutic Communication, Environmental Control, અને Family Participation દ્વારા Nurse Hospitalization નો Stress ઘટાડે છે અને Holistic Healing (સમગ્ર આરોગ્યપ્રાપ્તિ) સુનિશ્ચિત કરે છે.
3) in toddler ( એક થી ત્રણ વર્ષનું ચાઇલ્ડ)
ટોડલર (Toddler – 1 થી 3 વર્ષનું બાળક) માટે Hospitalization એક ખૂબ જ મુશ્કેલ અને ભયજનક અનુભવ હોય છે. આ વયના બાળકમાં Separation Anxiety, Fear of Strangers, તથા Loss of Routine થી ગંભીર Stress ઉભો થઈ શકે છે.
માતા-પિતા માટે પણ બાળકના રડવા, ખાવા ન ખાવા, તથા Behavioral Changes જોઈને ભાવનાત્મક તણાવ વધે છે. આ પરિસ્થિતિમાં Nurse એ બંને — બાળક અને કુટુંબ — માટે સહાયરૂપ ભૂમિકા ભજવે છે, જેમાં Physical, Emotional, Social અને Developmental Careનો સમાવેશ થાય છે.
ટોડલર માટે નર્સ એ રૂમિંગ ઇન પ્રોવાઇડ કરે છે.
નર્સ એ ચાઈલ્ડ ની ફીલિંગ્સ ને વ્યક્ત કરવા માટે અનલિમિટેડ વીઝીટીંગ અવર્સ પ્રોવાઇડ કરે છે.
જો હોસ્પિટલાઈઝ્ડ સમયે ચાઈલ્ડ એ નર્સ સામે એંગર થાય તો નર્સ એ ચાઇલ્ડ ને કોઈપણ પ્રકારની પનિશમેન્ટ પ્રોવાઇડ કરતી નથી .
નર્સ એ ચાઇલ્ડ ના હોમ રૂટિન ને કંટીન્યુ કરી શકે તે માટેની કોશિશ કરતી હોય છે જેમ કે સ્લીપિંગ, ઈટીંગ, બાથિંગ etc.
નર્સ એ જ્યારે પણ પોસિબલ હોય ત્યારે તેની child ની ચોઇસ પ્રોવાઇડ કરે છે તથા ચાઇલ્ડ ના ફેમિલીયર toys પણ પ્રોવાઇડ કરે છે.
ચાઇલ્ડ ને રિક્રિએશન તથા play કરવા માટે એડીક્યુએટ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.
નર્સ એ ચાઈલ્ડ ના પેરેન્ટ્સ તરફ નું અન્ડરસ્ટેન્ડિંગ તથા રિલેશનશિપ જાળવી રાખે છે.
ચાઇલ્ડ ની કન્ડિશનના આધારે નર્સ એ child ને પ્લે માટે તથા ફિઝિકલ એક્ટિવિટી માટે Allow કરે છે.
ટોડલર Hospitalization દરમિયાન સૌથી વધુ Sensitive અને Emotional વય જૂથ ધરાવે છે. આવી સ્થિતિમાં Nurse એ બાળક માટે એક Security Figure અને માતા-પિતાના માટે Support System બને છે.
તેની Sensitivity, Empathy અને Communication દ્વારા Nurse બાળકનો Hospital નો ભય ઘટાડે છે, Trust, Emotional Stability અને Coping Ability વધારી શકે છે.
આ રીતે Nurse નું મુખ્ય ધ્યેય એ છે કે બાળક અને પરિવાર બંને Holistic Healing અનુભવે — શારીરિક તથા ભાવનાત્મક રીતે સ્વસ્થ બને.
4) for preschool child ( ત્રણ થી છ વર્ષનું ચાઇલ્ડ )
પ્રિ-સ્કૂલ વયનું બાળક (3 થી 6 વર્ષ) Imaginative Thinking ધરાવતું હોય છે અને તેનું મન ખૂબ સંવેદનશીલ (Sensitive) હોય છે. Hospitalization દરમિયાન તે Fear of Bodily Injury, Loss of Control, અને Separation Anxiety અનુભવે છે.
તેને Hospital Procedures (Injection, IV Line, Operation Room વગેરે) થી ભય લાગે છે કારણ કે તે “Pain” ને Punishment તરીકે સમજતું હોય છે. આવી પરિસ્થિતિમાં Nurse એ બાળક તથા તેના કુટુંબને શારીરિક, ભાવનાત્મક અને માનસિક રીતે સહાય કરવી એ અત્યંત મહત્વપૂર્ણ બને છે.
પ્રી સ્કૂલ ચાઈલ્ડ માં નર્સ એ ચાઈલ્ડ ના કોઈપણ મેડિકલ પ્રોસિઝર સમયે તેના પેરેન્ટ્સ ને Allow કરીને ચિલ્ડ્રન માં સેપરેશન એન્ઝાઇટી મીનીમાઇઝ કરે છે.
નર્સ એ રૂમિંગ-ઇન એપ્રોચ ને મેઇન્ટેન કરે છે.
નર્સ એ ચાઇલ્ડ નું possible હોય તેટલું હોસ્પિટલ Stay એ short થાય તે માટેના પ્રયાસ કરે છે.
નર્સ એ ચાઈલ્ડ ને લવ તથા કેર પ્રોવાઇડ કરીને સ્ટ્રેસ ફુલ સિચ્યુએશન માંથી રીલીવ કરવાની કોશિશ કરે છે.
નર્સ એ ચાઇલ્ડ ના લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ પ્રોસિજર ને પ્રોપર્લી એક્સપ્લેઇન કરે છે તથા તેની પ્રાઇવસી ને પણ મેઇન્ટેન રાખે છે.
ચાઇલ્ડ ને તેની ફીલિંગ્સ ને verbalize કરવા માટે ઓપોરર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.
નર્સ કે ચાઇલ્ડ ને લવ પ્રોવાઇડ કરે છે જેના કારણે ચાઇલ્ડ એ હોસ્પિટલાઈઝેશનના કારણે થતું Separation એક્સેપ્ટ કરી શકે.
નર્સ એ ચાઇલ્ડને સેલ્ફ કેર તથા પર્સનલ હાઈજીન માટે એન્કરેજ કરે છે.
નર્સ એ ચાઇલ્ડ ને એડીક્યુએટ એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરી તેનો ફિઅર દૂર કરવા માટેની કોશિશ કરે છે.
નર્સ એ ચાઇલ્ડ માં નેગેટીવ રીએનફોર્સમેન્ટ કરતી નથી .
પ્રિ-સ્કૂલ વયના બાળકો Hospitalization દરમ્યાન પોતાના ભય અને કલ્પનાશક્તિ વચ્ચે ફસાય છે.
આ સ્થિતિમાં Nurse માત્ર સારવાર આપનારી વ્યક્તિ નથી, પણ એક Therapeutic Communicator, Educator, અને Emotional Supporter છે.
તે પોતાની સંવેદનશીલતા, રમકડા દ્વારા સંવાદ, અને માતા-પિતાની ભાગીદારી દ્વારા બાળકના Fear, Anxiety અને Stress ઘટાડે છે.
આ રીતે Nurse નું ધ્યેય છે — બાળકને “Hospital Experience” ને સુરક્ષિત, મિત્રતાપૂર્ણ અને શૈક્ષણિક બનાવવું જેથી Holistic Healing થાય.
5) For School children ( છ થી 12 વર્ષનું ચાઈલ્ડ. )
સ્કૂલ વયના બાળકો (6 થી 12 વર્ષ) માટે Hospitalization એ એક ગંભીર અને ભાવનાત્મક અનુભવ હોઈ શકે છે.
આ વયના બાળકને Fear of Loss of Control, Fear of Pain or Disability, અને Fear of Separation from School Friends નો અનુભવ થાય છે.
તેને તેના શરીર અને સ્વતંત્રતા વિશે જાગૃતિ વધી ગઈ હોય છે, તેથી Hospitalization દરમ્યાન Emotional Insecurity વધે છે.
આ પરિસ્થિતિમાં Nurse એ બાળક અને તેના કુટુંબને શારીરિક, માનસિક અને સામાજિક રીતે Support આપવાની મુખ્ય ભૂમિકા ભજવે છે.
નર્સ એ ચાઇલ્ડ ના ઇલેક્ટીવ હોસ્પિટલાઈઝેશન માટે પેરેન્ટ્સ ની હેલ્પ કરે છે.
નર્સ એ કોઈપણ મેડિકલ પ્રોસિજર સમયે ચાઇલ્ડ ના રાઇટ ઓફ પ્રાઇવસી ની રિસ્પેક્ટ કરે છે.
નર્સ એ ચાઇલ્ડ ની પ્રોબ્લમને સોલ્વ કરવા માટે હેલ્પ કરે છે.
નર્સ એ જ્યારે કોઈપણ પેઇનફૂલ તથા ઇન્વેસિવ પ્રોસિજર કરે ત્યારે ટ્રીટમેન્ટ rooms નો યુઝ કરે છે.
નર્સ એ ચાઈલ્ડ ની ઉપર કરવામાં આવતી પ્રોસિજર અને તેના બેનિફિટ ને એક્સપ્લેઇન કરે છે જેથી ચાઇલ્ડ એ પ્રોસિઝર સમયે પ્રોપરલી કોઓપરેટ કરી શકે.
નર્સ એ જ્યારે ચાઇલ્ડ ની કન્ડિશન સારી થાય ત્યારે તેને self કેર માટે, પ્લે માટે તથા સ્કૂલવર્ક ને કંટીન્યુ કરવા માટે encourage કરે છે.
નર્સ એ ચાઇલ્ડ ને તેની પર્સનલ હાઇજીન મેઇન્ટેન કરવા માટે એન્કરેજ કરે છે.
નર્સ કે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એન્ઝાઇટી વાળા સિચ્યુએશન માં કોપઅપ કરવા માટે કહે છે.
નર્સ એ ચાઇલ્ડ ની કેરમાં તેના પેરેન્ટ્સ એ પ્રોપરલી પાર્ટીશીપેટ થાય તે માટે એન્કરેજ કરે કરે છે.
નર્સ એ ચાઇલ્ડ ને તેના સીબલીંગ્સ તથા ફ્રેન્ડ્સ સાથે મળવા માટે Allow કરે છે.
સ્કૂલ વયના બાળકો Hospitalization દરમ્યાન પોતાનો શારીરિક, માનસિક અને સામાજિક Stress અનુભવે છે.
Nurse એ બાળક માટે Educator, Communicator, Counselor અને Motivator ની ભૂમિકા ભજવે છે.
તેની સહાનુભૂતિ, સંવાદ કૌશલ્ય અને શિક્ષણાત્મક અભિગમ દ્વારા બાળકના Fear, Anxiety અને Insecurity ઘટાડે છે.
આ રીતે Nurse નું મુખ્ય ધ્યેય એ છે કે બાળક Hospital માં પણ શીખી શકે, માની શકે અને આત્મવિશ્વાસ સાથે બીમારીને હરાવી શકે — જે સાચા અર્થમાં Holistic Care છે..
6) for Adolescence ( 12 થી 18 વર્ષ )
કિશોરાવસ્થા (Adolescence – 13 થી 18 વર્ષ) એ વ્યક્તિના જીવનનો સૌથી પરિવર્તનશીલ સમય છે જેમાં શારીરિક, ભાવનાત્મક, માનસિક, અને સામાજિક વિકાસ ઝડપથી થાય છે.
આ વયના યુવાનો માટે Hospitalization એ એક ગંભીર તણાવપૂર્ણ અનુભવ બની શકે છે કારણ કે તેઓ પોતાના Body Image, Independence, અને Peer Relationships વિશે ખૂબ જ સંવેદનશીલ હોય છે.
આ સમયે Nurse એ માત્ર સારવાર આપનારી વ્યક્તિ નહીં, પરંતુ Counselor, Friend અને Educator તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
નર્સ એ એડોલ્ર્સન્ટ ને પ્લાન્ડ હોસ્પિટલાઈઝેશન માટે પ્રિપેર કરવા માટે પેરેન્ટ્સ ની હેલ્પ કરે છે.
નર્સ એ ઇલનેશ ની તથા હોસ્પિટલાઇઝેશન ની અસર અને કયા પ્રકારનું મિસકન્સેપશન પ્રેઝન્ટ છે તે ઍસેસ કરે છે.
નર્સ એ એડલ્ટ ની હોસ્પિટલમાં એડમિશન થાય ત્યારે હોસ્પિટલના સ્ટાફ ,હોસ્પિટલ રૂટિન, તથા હોસ્પિટલમાં કયા પ્રકારની ફેસિલિટી અવેઇલેબલ છે તે ઓરિએન્ટેશન કરાવે છે.
નર્સિંસ એ એડલ્ટની ઇલનેસ વિશેની કમ્પ્લીટ હિસ્ટ્રી જેમકે તેની હેબિટ, રિક્રેશન, તથા હોબીસ વગેરે વિશે હિસ્ટ્રી લેવામાં આવે છે.
નર્સ એ એડોલ્ર્સન્ટ ની પ્રાઇવસી ની રિસ્પેક્ટ કરે છે. તથા જે ફૂડ પ્રેફરન્સ હોય તેને ડાયટ પ્લાનમાં ઇન્વોલ્વ કરાવે છે.
નર્સ એ કોઈપણ મેડિકલ પ્રોસિજર કરતા પહેલા પ્રોપરલી પ્રોસીજર એક્સપ્લેઇન કરે છે તથા એડોલ્ર્સન્ટ અને તેના પેરેન્ટ્સનું કોર્પોરેશન ગેઇન કરે છે.
નર્સ એ એડલ્ટને પ્રોપરલી રિક્રેશન માટે તથા તેના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરેક્શન કરવા માટે ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરે છે.
નર્સ એ એડોલ્સન્ટ ને ગાઈડ કરે છે કે તે તેના હેલ્થનું પ્રમોશન કરે તથા તે તેની ડેઇલી રૂટીન એક્ટિવિટી ને રીસ્ટોર કરી શકે.
આમ નર્સ એ હોસ્પિટલાઈઝડ ચાઇલ્ડ ની હેલ્થ પ્રમોશન માં તથા તેની એક્ટિવિટી ની રીસ્ટોર કરી શકે તે માટે ગાઈડ કરે છે. આમ,નર્સ માટે એ અગત્યનું છે કે હોસ્પિટલ મા એડમીટ થયેલા ચાઇલ્ડ, તેના પેરેન્ટ્સ ,અને તેના ફેમિલી મેમ્બર્સની જરૂરિયાતને ઓળખી અને તેને પ્રોપરલી રિસ્પોન્સ પ્રોવાઇડ કરે છે.
કિશોર Hospitalization દરમિયાન પોતાના શરીર, આત્મવિશ્વાસ અને સંબંધોને લઈને અતિ સંવેદનશીલ હોય છે.
આ સ્થિતિમાં Nurse એ એક Therapeutic Guide, Counselor, અને Supportive Mentor તરીકે વર્તે છે.
તેની સંવેદનશીલતા, સમજૂતી અને શિક્ષણાત્મક અભિગમ દ્વારા કિશોરને પોતાના ભય, તણાવ અને એકલતા પરથી બહાર આવવામાં મદદ કરે છે.
આ રીતે Nurse નું મુખ્ય ધ્યેય એ છે કે કિશોર Emotionally Stable, Psychologically Confident અને Socially Reintegrated બને — જે સાચા અર્થમાં Holistic Nursing Care નું પ્રતિબિંબ છે..