skip to main content

12) વિભક્તિઓ

વિભક્તિઓ

સામાન્ય રીતે ગુજરાતી વ્યાકરણમાં કે ભાષામાં વાક્યમાં કર્તા , કર્મ અને ક્રિયાપદ જોવા મળે છે. ઉપરના ત્રણેય પદો દ્વારા વાક્યની રચના થાય છે જેમાં કર્તા, કર્મ અને અને ક્રિયાપદ સાથે વિભક્તિઓ નો સંબંધ જોવા મળે છે. આ પદો સાથેના સંબંધને વિભક્તિ કહેવાય છે જ્યારે વાક્યમાં કર્તા , કર્મ ક્રિયાપદ વગેરેની સાથે જે સંબંધ દર્શાવતા/ દર્શાવનાર અક્ષરો કે વ્યંજનોના સમૂહને વિભક્તિના પ્રત્યયો કહે છે.

-> વિભક્તિના પ્રત્યયોમાં મુખ્યત્વે બે વસ્તુનો સમાવેશ થાય છે.

  • 1) નામયોગી શબ્દો અને
  • 2) અનુગો

1) નામયોગી શબ્દો:=

નામયોગી શબ્દની વાત કરવામાં આવે તો તે હંમેશા શબ્દની સાથે નહીં પરંતુ છૂટી રીતે લખાય છે તેવા શબ્દો ને નામયોગી શબ્દો કહેવાય છે નામયોગી શબ્દો અનેક અક્ષરી શબ્દો હોય છે જેમ કે -> થકી,વડે,મારફતે,માટે, વાસ્તે,હાટે,કાજે,સારુ, માથી,ઉપરથી,અંદર થી, ખાતર, કેરુ, તણુ, ઉપર,બહાર, હંમેશા, અત્યારે, કેવળ, વગેરે શબ્દોનો સમાવેશ થાય છે.

2) અનુગો:=

અનુગો ની વાત કરવામાં આવે તો તે હંમેશા શબ્દોની સાથે અથવા કર્તા , કર્મની સાથે લખાતા શબ્દોને અનુગો કહેવાય છે અનુગો ની વાત કરવામાં આવે તો તેની સંખ્યા માત્ર આઠ જ છે જેમ કે -> એ,ને,થી,મા ,નો, ની, નુ, ના છે.

અનુગો એ એકાશરી શબ્દો છે જે કરતા અને કર્મની સાથે જ જોવા મળે છે.

-> વિભક્તિની સમજૂતી:=

ગુજરાતી ભાષામાં આઠ ( 8 ) વિભક્તિ છે.

1) પ્રથમા/ કર્તા વિભક્તિ:=

જ્યારે કોઈ ક્રિયા  કરનાર ને કર્તા કહેવાય છે કર્તા વિભક્તિમાં નામયોગી શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમની સાથે હંમેશા અનુગો નો જ ઉપયોગ થાય છે કર્તા ને લગતા પ્રત્યયો ને , એ, થી ,શુન્ય પ્રત્યયો.

ઉદા ->
1) કૌશલ્યા ગીત ગાવે છે.

ઉપરના વાક્યમાં કૌશલ્યા ની સાથે કોઈપણ પ્રત્યેય લાગ્યો નથી અને કૌશલ્યા વાક્યમાં કર્તા તરીકે ઉપયોગ થયો હોવાથી વિભક્તિ કરતા માં શૂન્ય પ્રત્યય જોવા મળે છે.

ઉદા:= 2) રામએ રાવણને માર્યો.

ઉપરના ઉદાહરણમાં રામની સાથે એ પ્રત્યે જોવા મળે છે જે વાક્યમાં રામ કર્તા તરીકે ઉપયોગ થયો હોવાથી વિભક્તિ કર્તા માં એ પ્રત્યય જોવા મળે છે.

2) દ્વિતીયા/ કર્મ વિભક્તિ:=

કોઈપણ ક્રિયામાં ક્રિયાનું ફળ કે લક્ષ્ય દર્શાવતા શબ્દને કર્મ કહેવાય છે જેમાં કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા કર્યા પછી તેમનું ફળ પ્રાપ્ત થાય જેને કર્મ કહેવાય છે.
કર્મ વિભક્તિના પ્રત્યયો-> ને, શૂન્ય પ્રત્યય.

  કર્મ વિભક્તિમાં નામયોગી નો ઉપયોગ કરવામાં આવતો નથી તેમાં માત્ર અનુગો નો જ ઉપયોગ કરવામાં આવે છે જેમાં માત્ર ને માત્ર ને પ્રત્યયનો ઉપયોગ થાય છે.

ઉદા:= કૌશલ્યા એ રેતી નો મહેલ બનાવ્યો.

ઉપરના વાક્યમાં પહેલની સાથે કોઈપણ પ્રત્યયો લાગ્યો નથી મહેલ વાક્યમાં કર્મ તરીકે ઉપયોગ થયો હોવાથી ક્રમમાં શૂન્ય પ્રત્યયો જોવા મળે છે.

ઉદ:-> દાદા બાળકોને વાર્તા કહેતા હતા.

ઉપરના વાક્યમાં બાળકોને માં બાળકોની સાથે ને પ્રત્યય લાગ્યો છે વાક્યમાં બાળકોએ કર્મ (ગૈણ)છે જેમનો ઉપયોગ કર્મ તરીકે થયો હોવાથી કર્મમાં ને પ્રત્યય જોવા મળે છે.

3) તૃતીયા/ કરણ વિભક્તિ:=

-> જ્યારે ક્રિયા કરવામાં આવે ત્યારે ક્રિયા કરવામાં જેમનો ઉપયોગ કરવામાં આવે તેને સાધન કહેવાય છે જેમાં કરણ નો અર્થ સાધન થાય છે.

-> જ્યારે કોઈપણ ક્રિયા સાધન વડે કે દ્વારા તેમની રીત દર્શાવવામાં આવે ત્યારે તેને તૃતીયા કરણ વિભક્તિ કહેવાય છે.

-> આ વિભક્તિની અંદર નામયોગી અને અનુભવો એમ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે .
જેમાં વિવિધ પ્રત્યેયો -> થી ,એ, થકી, વડે ,મારફતે દ્વારા વગેરે.

ઉદા-> સાપ આંખ થી સાંભળે છે.

ઉપરના ઉદાહરણ માં આંખ એ સાધન છે જેના દ્વારા ક્રિયા થાય છે જેમાં થી પ્રત્યય નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી કરણ તૃતીયા વિભક્તિ બને છે.

ઉદ:= કુતરાએ પોતાના દાંત વડે ભટકું ભર્યું.

ઉપરના ઉદાહરણમાં દાંત એ સાધન છે જેના દ્વારા ક્રિયા કરવામાં આવી હોવાથી તે કરણ/ તૃતીયા વિભક્તિનો પ્રત્યય વડે જોવા મળે છે તેથી તૃતીયા/ કરણ વિભક્તિ બને છે.

ઉદા:= મયંક ટ્રેઇન મારફતે રાજકોટ ગયો.

ઉપરના ઉદાહરણમાં ટ્રેન એ સાધન છે જેના દ્વારા ક્રિયા કરવામાં આવી હોવાથી તે કરણ/તૃતીય વિભક્તિનો પ્રત્યેય મારફતે જોવા મળે છે તેથી તૃતીયા કરણ વિભક્તિ બને છે.

4) ચતુર્થી / સંપ્રદાન વિભક્તિ:=

જે ક્રિયામાં કોઈપણ ફળ પ્રાપ્ત થતું હોય છે અથવા જ્યારે ક્રિયા કરવામાં આવી હોય છે ત્યારે આપવાની ક્રિયા અને લેવાની ક્રિયા થતી હોય છે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે તેને સંપ્રદાન કહેવાય છે ત્યારે સંપ્રદાન વિભક્તિ બને છે જેમાં ફળ આપનાર અને લેનાર બંને જોવા મળે છે.

આ વિભક્તિમાં નામયોગી અને અનુગો બંનેનો ઉપયોગ કરવામાં આવે છે .
જેમાં વિવિધ પ્રત્યયો := માટે , વાસ્તે, કાજે, સારું, ને, નો ઉપયોગ કરવામાં આવે છે.

ઉદા:= રામે લવને ઘોડો આપ્યો.

ઉપરના ઉદાહરણમાં લવની સાથે ને પ્રત્યય લાગે જોવા મળે છે જેમા રામ દ્વારા ક્રિયા કરવામાં આવે છે જેમાં રામ દ્વારા ઘોડો આપવામાં આવે છે અને લવ દ્વારા લેવામાં આવે છે જ્યારે આપવાનું અને લેવાનો માટેની ક્રિયા બને છે ત્યારે ચતુર્થી/ સંપ્રદાન વિભક્તિ બને છે.

ઉદા:= સમીર માટે રાહુલે બેડ ખરીદ્યું.

ઉપરના ઉદાહરણમાં સમીર પછી માટે પ્રત્યય જોવા મળે છે જેમાં જોવામાં આવે તો રાહુલ દ્વારા બેટ ખરીદવામાં આવ્યું હતું જે રાહુલે સમીરને આપવા માટે ખરીદ્યું છે જેમાં આપવાની અને લેવાની ક્રિયા થતી હોવાથી ચતુર્થી/ સંપ્રદાન વિભક્તિ બને છે.

5) પંચમી/ અપાદાન વિભક્તિ:=

જ્યારે કોઈ ક્રિયા દ્વારા છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે અપાદાન વિભક્તિ બને છે અપાદાન એટલે અપ્+દાન થી બને છે અપ એટલે પોતા દ્વારા અને દાન એટલે દાન જેમાં પોતા દ્વારા આપવામાં આવતું દાન એટલે છુટા પડવાના ભાવ જોવા મળે છે.

અપાદાન વિભક્તિમાં નામયોગી પ્રત્યયો જોવા મળે છે અને અનુગો જોવા મળતા નથી જેમાં વિવિધ પ્રત્યેયો:= માંથી પાસેથી ,ઉપરથી, અંદરથી.

ઉદા:= ટ્રેન ટનલમાંથી પસાર થાય છે.

ઉપરના ઉદાહરણ માં ટનલ ની પાછળ માંથી પ્રત્યય લાગ્યો જેમાં ટ્રેન એક બાજુથી ટનલમાં આવે છે અને બીજી બાજુથી નીકળી જાય છે જેમાં એક બાજુથી બીજી બાજુ જતા છૂટા પડવાની ઘટના બને છે.

ઉદા:=
બસ વડોદરા સીટી ની અંદરથી જવાની છે.

ઉપરના ઉદાહરણ માં બસ વડોદરા સીટી ની અંદરથી છૂટી પડવાની હોવાથી પ્રત્યય અંદરથી નો ઉપયોગ થયો હોવાથી પાંચમી / અપાદાન વિભક્તિ બને છે.

6) ષસ્ઠી /સબંધ વિભક્તિ. :=

જ્યારે બે નામો આપેલા હોય અને તે બંને નામોની વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે ત્યારે સબંધ વિભક્તિ બને છે.

સબંધ વિભક્તિમાં બે વ્યક્તિ કે વસ્તુ અથવા વસ્તુ કે વ્યક્તિ વચ્ચે સંબંધ દર્શાવવા અનુગો નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સંબંધ વિભક્તિમાં અનુગોનો ઉપયોગ કરવામાં આવે છે નામયોગી નો ઉપયોગ થતો નથી તેમાં જોવામાં આવે તો વિવિધ પ્રત્યયો:= નો, ની, નુ, ના.

ઉદા:= કૌશલ્યા ની મમ્મી નો સ્વભાવ ખૂબ સારો છે.

ઉપરના ઉદાહરણમાં ની, નો પ્રત્યયો જોવા મળે છે જે કૌશલ્યાનો તેની મમ્મી સાથે સંબંધ દર્શાવે છે જ્યારે બીજી બાજુ મમ્મીનો સ્વભાવ જેમાં મમ્મીનો પોતાનો સ્વભાવ કેવો છે તેમનો સંબંધ દર્શાવવામાં આવે છે જેના કારણે સંબંધ વિભક્તિ બને છે.

ઉદા:= હંમેશા માતા-પિતા નું સન્માન કરવું જોઈએ.

ઉપરના ઉદાહરણમાં નું પ્રત્યે જોવા મળે છે જેમાં માતા-પિતાનું તેમના સન્માન સાથે સંબંધ જોવા મળે છે જેના કારણે સંબંધ વિભક્તિ બને છે.

7) સપ્તમી/ અધિકરણ વિભક્તિ:=

જ્યારે ક્રિયા બનતી હોય ત્યારે ક્રિયાનું સ્થાન , સમય કે સ્થળ દર્શાવવામાં આવતા નામ ( શબ્દ) ને અધિકરણ વિભક્તિ કહેવાય છે અથવા સપ્તમી વિભક્તિ કહેવાય છે.

આ વિભક્તિના અનુગો તથા નામયોગી પ્રત્યયોનો ઉપયોગ થાય છે જેમાં વિવિધ પ્રકારના પ્રત્યયો:= માં,એ,ઉપર, નીચે, પાસે, સામે, બાદ, બાજુમાં, આગળ, પાછળ, સુધી, અંદર, બહાર.

ઉદા:= ભારતમાં ઘણા લોકો ગામડા માં વસે છે.

ઉપરના ઉદાહરણમાં ગામડાની પાછળ મા પ્રત્યયો લાગેલ છે જેમાં ગામડા એ ભારતમાં આવેલા એક પ્રકારનું સ્થળ/ સ્થાન છે જેની પાછળ મા પ્રત્યય લાગ્યો હોવાથી સપ્તમી અધિકરણ વિભક્તિ બને છે.

ઉદા:= પીપળાના વૃક્ષની નીચે બિલાડી ઊભી છે.

ઉપરના ઉદાહરણમાં વૃક્ષની નીચે પ્રત્યય લાગેલો છે જેમાં બિલાડી ક્યાં ઊભી છે તેનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે જે સપ્તમી અધિકરણ/ વિભક્તિ બને છે.

8) અષ્ટમી /સંબોધન વિભક્તિ:=

જ્યારે વાક્યમાં કોઈને સંબોધીને લખવામાં આવ્યું હોય જેમાં કર્તા ને મુખ્ય રીતે માનથી દર્શાવવામાં આવ્યુ હોય ત્યારે સંબોધન/ અષ્ટમી વિભક્તિ બને છે જ્યારે સંબોધન માટે વપરાયેલા શબ્દો વાક્યથી સ્વતંત્ર હોય છે અને તેવા શબ્દોની પાછળ હંમેશા ઉદગાર, અલ્પવિરામ જેવા ચિન્હોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
આ વિભક્તિમાં અનુભવો કે નામયોગી પ્રત્યેયોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમાં વિવિધ પ્રકારના પ્રત્યયો-> હે,જી,વિવિધ, નામ…

ઉદા:= હે ઈશ્વર આ શું થઈ રહ્યું છે.

ઉપરના ઉદાહરણમાં હે ઈશ્વર જેવા પ્રત્યયો લાગેલા છે જેમાં હે ઈશ્વરને સંબોધીને વાક્ય દર્શાવવામાં આવ્યું છે અને એ જેવા અથવા ઈશ્વર જેવા પ્રત્યયોના લીધે અષ્ટમી વિભક્તિ અથવા સંબોધન વિભક્તિ બને છે.

Published
Categorized as Uncategorised