ANM-S.Y-PAPER SOLUTION-HCM-10/06/2025-UPLOAD PAPER NO.6

GNC – 10/06/2025-પેપર સોલ્યુશન નંબર – 06

તારીખ 10/06/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) નર્સિંગ એજયુકેશનનાં હેતુઓ જણાવો.(03 માર્ક્સ)

નર્સિંગ એજ્યુકેશનના હેતુઓ ખૂબ જ વ્યાપક અને મહત્વપૂર્ણ છે, અને તે આરોગ્ય સેવા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. અહીં નર્સિંગ એજ્યુકેશનના મુખ્ય હેતુઓને યાદગાર રીતે રજૂ કરવામાં આવ્યા છે:

1. વ્યાવસાયિક ક્ષમતા વિકાસ

  • નર્સિંગ કુશળતાઓ: નર્સિંગ કાર્યક્ષેત્રમાં જરૂરી આદર્શ કુશળતાઓ અને પ્રયોગી કુશળતાઓ વિકસાવવી.
  • અભ્યાસ અને તાલીમ: આધુનિક નર્સિંગ તંત્ર અને પ્રક્રિયાઓ વિશે વિદ્યા પ્રદાન કરી વ્યક્તિગત વિકાસ કરવો.

2. ઉચ્ચ સ્તરીય વિજ્ઞાન અને જ્ઞાન

  • આરોગ્યના સિદ્ધાંતો: મેડિકલ વિજ્ઞાન, નર્સિંગ તત્વશાસ્ત્ર, અને બીમારીઓની સમજણ વધારવી.
  • અદ્યતન ટેક્નોલોજી: આરોગ્યમાં નવીનતમ ટેક્નોલોજી અને ટ્રીટમેન્ટમાં ટેકનોલોજી વિશે શિક્ષણ આપવું.

3. સઘન સંભાળ અને સારવાર

  • ક્લિનિકલ અનુભવ: રોગીઓ અને દર્દીઓ સાથે સારી રીતે વર્તન અને સંભાળ આપવી.
  • એમરજન્સી અને તાત્કાલિક પરિસ્થિતિઓ: કુશળતાપૂર્વક તાત્કાલિક પરિસ્થિતિઓમાં નિકાસ કરવું.

5. આરોગ્ય પ્રમોશન

  • જાગૃતિ અભિયાન: આરોગ્યને લગતી શિક્ષણ અને જાગૃતિ અભિયાન ચલાવવું.
  • સમાજના સ્વાસ્થ્યને સુધારવું: સમાજમાં આરોગ્ય સુધારણા માટે નિષ્ણાતની ભૂમિકા ભજવવી.

6. વ્યવસાયિક અને નૈતિક માન્યતા

  • વ્યાવસાયિક વર્તન: વ્યાવસાયિક નૈતિકતા અને ધારણા જેવા કે સરકારી અને આરોગ્ય માન્યતાઓને અનુસરવું.
  • સન્માન અને નમ્રતા: દર્દીઓ સાથે માન્ય અને સન્માનભેર વર્તવું.

(૨) નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં એ.એન.એમ ની ભુમિકા જણાવો.(04 માર્ક્સ)

નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (National Anemia Control Programme) અંતર્ગત ANMની મુખ્ય ભૂમિકાઓ

1. એનિમિયાનું ઝડપી ઓળખાણ અને સ્ક્રીનિંગ (Early Detection & Screening)

  • એ.એન.એમ. ગામસ્તરીય જાગૃતિ કાર્યક્રમો દરમ્યાન હેમોગ્લોબિન (Hb) તપાસ કરે છે.
  • ગર્ભવતી સ્ત્રીઓ, કિશોરીઓ, બાળકો, અને સ્તનપાન આપતી માતાઓમાં એનિમિયાનાં લક્ષણો ઓળખે છે.
  • જો હેમોગ્લોબિન લેવલ ઓછું હોય તો રિફર કરે છે.

2. આઇર્ન અને ફોલિક એસિડ (IFA) વિતરણ અને નિયંત્રણ

  • IFA ટેબ્લેટ્સ અને સિરપ ગર્ભવતી સ્ત્રીઓ, કિશોરીઓ અને બાળકો માટે નિયમિત રીતે વિતરણ કરે છે.
  • પ્રોગ્રામ મુજબ:
  • 6 મહિનાથી 5 વર્ષ: IFA બાય વીકલી syrup
  • 5 થી 10 વર્ષના બાળકો: સપ્તાહમાં એકવાર IFA ટેબ્લેટ
  • 10 થી 19 વર્ષના કિશોર/કિશોરીઓ: સપ્તાહમાં એક IFA ટેબ્લેટ
  • ગર્ભવતી અને સ્તનપાન આપતી સ્ત્રીઓ: દૈનિક IFA ટેબ્લેટ

3. દર્દીઓના રેકોર્ડ અને રિપોર્ટ રાખવા

  • નિયમિત રીતે IFA લેવી છે કે નહિ, તેની નોંધણી રાખે છે.
  • Monthly and quarterly reporting formats ભરે છે અને PHC સુધી પહોંચાડે છે.
  • Anemia screening register ચલાવે છે.

4. ડાયટરી કાઉન્સેલિંગ અને પોષણ માર્ગદર્શન

  • લોહી વધારતા આહારો (જેમ કે લીલા શાકભાજી, ગુળ, શક્કરકંદ, બીટ, કઠોળ) માટે કાઉન્સેલિંગ કરે છે.
  • Vitamin C યુક્ત આહાર સાથે લોહી વધારવાનું મહત્વ સમજાવે છે.
  • આઈ.એફ.એ. દવા ખાવાના નિયમો સમજાવે છે – ખાલી પેટે નહીં અને દુધ સાથે નહીં.

5. શાળા આરોગ્ય અને કિશોરી આરોગ્ય કાર્યક્રમ સાથે સંકલન

  • WIFS (Weekly Iron Folic Acid Supplementation Programme) અંતર્ગત કિશોરીઓને IFA આપવાનું સુનિશ્ચિત કરે છે.
  • RKSK (Rashtriya Kishor Swasthya Karyakram) હેઠળ ગામના કિશોર/કિશોરીઓનું આરોગ્ય ચકાસે છે.
  • શાળાઓ અને આશા સાથે મળીને anemia week ઉજવે છે.

7. જાગૃતિ અને IEC (Information Education Communication)

  • ગ્રામજનને anemia વિશે માહિતી આપે છે: લક્ષણો, જોખમ, સારવાર.
  • માતા-મંડળ મીટિંગ અને Outreach કાર્યક્રમોમાં જાગૃતિ ફેલાવે છે.
  • થોડી માત્રામાં લોહી ઓછું હોય તો જ તેની અસર કેવી હોય છે તેનું સમજાવટ આપે છે.

(૩) નર્સિસને ઈન્ટરવ્યુ આપવા જતાં પહેલા શું શું તૈયારી કરશો?(05 માર્ક્સ)

1. અંગત દસ્તાવેજો (Documents) તૈયાર રાખવા

  • મૂળ તથા નકલ પ્રમાણપત્રો (Original & Xerox of ANM Mark Sheets)
  • રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (State Nursing Council)
  • Internship Completion Certificate
  • Experience Certificate (જો હોય તો)
  • Aadhaar Card / PAN Card / Photo ID
  • Passport-size Photos (3–4)
  • Biodata / Resume (Updated and neat)
  • NOC (No Objection Certificate) – જો તમારી પાસે અગાઉની નોકરી હોય તો

2. વ્યવસાયિક જ્ઞાનનું પુનરાવર્તન

  • Nursing Fundamentals (Sterilization, Vital Signs, Nursing Process)
  • Medical-Surgical Topics (Shock, Fracture, Hypertension, Diabetes)
  • Community Health (Immunization Schedule, NHPs like NLEP, RCH, NACP)
  • Mental Health Nursing (Schizophrenia, Depression, Communication skills)
  • Pediatric and Maternity Topics (APGAR Score, PPH, Growth Chart)
  • Infection control & biomedical waste segregation
  • Drugs & Injection safety – Names, doses, side effects

3. વર્તન અને શિસ્ત

  • સ્વચ્છ, વ્યવસાયિક અને સોંપણયુક્ત ડ્રેસ પહેરો. (preferably light-colored cotton kurti/salwar or formal shirt-trousers)
  • વાળ બંધાયેલા અને સારી રીતે પોશાક પહેરવો.
  • નખ કાપેલા અને કોઈ flashy makeup નહીં.
  • Mask, sanitizer સાથે રાખો.

4. હોસ્પિટલ / સંસ્થાની માહિતી જાણી લેવી

  • હોસ્પિટલનું નામ, સ્થાન, પ્રકાર (Public/Private/Specialty)
  • તેનો વિઝન/મિશન, બેડની સંખ્યા, ICU કે trauma care છે કે નહિ
  • કેવી જાતના દર્દીઓ માટે પ્રસિદ્ધ છે.
  • Website જોઈને માહિતી મેળવી શકાય છે.

5. તૈયારીના અંતિમ મુદ્દા

  • ઈન્ટરવ્યુના 1 દિવસ પહેલાં બધા દસ્તાવેજ ચેક કરો.
  • યોગ્ય સમયે પહોંચી જાઓ. (Interview time કરતા ઓછામાં ઓછું 30 મિનિટ પહેલા)
  • Confidence + Calmness maintain કરો.
  • પેન અને નોટપેડ પણ સાથે રાખો.
  • Mobile phone Silent modeમાં રાખો.

અથવા

(૧) પી.એચ.સીનો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ દોરો.(03 માર્ક્સ)

(૨) રસીકરણ સેશનમાં સુક્ષ્મ આયોજનમાં કયા-કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો?(04 માર્ક્સ)

રસીકરણ સેશન માટેનું સૂક્ષ્મ આયોજન

1. રસીકરણ અંગેની માહિતી

  • રસીકરણના અનુસંધાનમાં સબ સેન્ટર માટેનું સૂક્ષ્મ આયોજન જેમાં કામગીરીનું આયોજન અને રસી તથા જરૂરી સામગ્રીનો અંદાજ માટેનું આયોજન હોય છે.
  • કામગીરીનું આયોજન સબ સેન્ટરમાં ગોઠવવું જેમાં…
  • લાભાર્થીઓ કોણ છે?
  • કઈ સેવા આપવામાં આવશે?
  • કોણ સેવાઓ આપશે?
  • ક્યાં અને કેવી સેવાઓ આપવામાં આવશે?
  • ક્યારે સેવાઓ આપવામાં આવશે?

2. રસીકરણ માટેની જગ્યાની પસંદગી

  • રસીકરણ સેશન માટે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ
  • આંગણવાડી કાર્યકર, આશા ટીબીએ ,અન્ય સેવાઓ આપનારા તથા પંચાયતના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સેશન માટેની જગ્યા નક્કી કરવી.
  • રસીકરણ સેસન માટેની જગ્યા સરકારી ઇમારત,આંગણવાડી, સામાજિક કેન્દ્ર કે સ્કૂલની પસંદગી કરવી.
  • રસીકરણ સેશનની જગ્યા નજીક ગોઠવવી.
  • રસીકરણ સેસનની જગ્યા અને સમય શક્ય હોય ત્યાં સુધી બદલવો નહીં.

3. દરેક સબસેન્ટર માટેના સેશનની સંખ્યાના અંદાજ માટેનું માર્ગદર્શન

  • સેશનની સંખ્યાનો આધાર ઇન્જેક્શનના કાર્યભાર પર રહેલો છે.
  • દર 25 થી 50 ઇન્જેક્શન માટે એક સેશનનું આયોજન કરી શકાય.
  • જો 50 થી વધુ ઇન્જેક્શન હોય તો બે સેશનનું આયોજન કરી શકાય.
  • જો 25 થી ઓછા ઇન્જેક્શન હોય તો બે જગ્યાની સેશનનું સાથે આયોજન કરી શકાય.

4. સબ સેન્ટરના સુક્ષ્મ આયોજન

  • પગલું-૧: સબસેન્ટર વિસ્તારમાં આવતા તમામ ગામની યાદી બનાવો.
  • પગલું-૨: દરેક ગામની વસ્તી લખો.
  • પગલું-૩: અંદાજિત લાભાર્થીઓની સંખ્યા ગણવી. (બાળકો અને સગર્ભા માતાઓ)

(૩) સબ સેન્ટર ખાતે એ.એન.એમ ની જવાબદારીઓ જણાવો.(05 માર્ક્સ)

વિવિધ આરોગ્ય લક્ષી યોજના હેઠળ એક સ્ત્રી આરોગ્ય કાર્યકર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર પેટા કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને તેમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજો નીચે મુજબ છે.

૧) માતાને બાળકનું આરોગ્ય

  • સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી સગર્ભાવસ્થા દરમિયાનની તમામ સંભાળ.
  • સગર્ભા માતાની ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવી જેમાં યુરેન સુગર,આલબ્યુમીન, બ્લડપ્રેશર અને હિમોગ્લોબિન માટેની તપાસ કરવી.
  • દરેક સગર્ભા માતાની ગુપ્ત રોગો માટેની તથા બ્લડ ગ્રુપની તપાસ કરવી.
  • અસામાન્ય સુવાવડ માટે નજીકના રેફરલ યુનિટના ખાતે રીફર કરશે.
  • આરોગ્ય શિક્ષણ આપશે.
  • હોસ્પિટલ સુવાવડ માટેની પૂર્વ તૈયારી માટે સલાહ સૂચન આપશે.
  • રસીકરણ કાર્યક્રમને ધ્યાનમાં લઇ માતા તથા બાળકને રક્ષિત કરશે.
  • જન્મ અને માતા મરણની નોંધણી કરાવશે.
  • એન્ટિનેટલ અને પોસ્ટનેટલ માતાને ફોલિક એસિડ અને આર્યનની ગોળી આપશે.
  • ફેમિલી પ્લાનિંગ વિશે કાઉન્સેલિંગ કરશે.
  • રીફર કરેલા કેસોને રજા મળ્યા બાદ તેની મુલાકાત કરશે.

૨) કુટુંબ કલ્યાણ સેવા

  • લાયક દંપતી તથા બાળકોની સંખ્યાનું રજીસ્ટ્રેશન કરવું.
  • કુટુંબ કલ્યાણ માટે લોકોમાં વ્યક્તિગત તથા જૂથમાં આરોગ્ય સંદેશા આપશે.
  • કુટુંબ કલ્યાણના કાર્યક્રમોના પ્રોત્સાહન માટે તમામ પ્રયત્નો કરશે.
  • કુટુંબ કલ્યાણને લગતી તમામ માહિતી અને ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશેની સમજણ અને માહિતી પૂરી પાડે.
  • કુટુંબ કલ્યાણ સ્વીકારનાર લાભાર્થીને ફોલો અપ કરશે. કુટુંબ કલ્યાણ પદ્ધતિની આડ અસરો અને બધી જ સાચી માહિતી પૂરી પાડશે.

૩) આંગણવાડી મુલાકાત

  • દરેક ગામની મુલાકાત વખતે આંગણવાડીની મુલાકાત ખૂબ જરૂરી છે, આ દરમિયાન બાળકો તથા માતાની મુલાકાત લેવી.
  • બાળકો અને માતાના આરોગ્યની જરૂરિયાતને અનુલક્ષીને સેવાઓ આપી અને તેમને શાંતિપૂર્વક સાંભળવા અને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવું.

૪) ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી.
  • એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરેની માહિતી આપવી.
  • રોગોના અટકાયતી પગલાઓની સમજણ આપવી.

૫) બિનચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ

  • બિનચેપી રોગો જેવા કે કેન્સર, ડેફનેસ,ડાયાબિટીસ,કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ, મેન્ટલ ઈલનેસ, ઓક્યુપેશનલ ડીસીઝ એન્ડ સ્ટ્રોક અટકાવવા અને નિયંત્રણ માટે નીચે મુજબના પ્રોગ્રામ ચાલે છે જેની ફિમેલ હેલ્થ વર્કરને જાણ હોવી જોઈએ જેથી તે લોકોને માર્ગદર્શન પૂરું પાડી શકે.

✓નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ
✓નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયો વાસક્યુલર ડીસીઝ એન્ડ સ્ટ્રોક
✓નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઓક્યુપેશનલ ડીસીઝ
✓નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ
✓નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ
✓નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ(રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ)
✓પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ
✓નેશનલ પ્રોગ્રામ ફોર ધ હેલ્થ કેર ઓફ એલ્ડરલી (રાષ્ટ્રીય વૃદ્ધજન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ)
✓નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ

૬) જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રિપોર્ટિંગ

  • નિયમિત આંકડાઓ ભેગા કરવા.
  • બરાબર રિપોર્ટિંગ કરવું.
  • જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર અને માતા મરણદરની માહિતી લેવી.
  • મૃત્યુના કારણો જાણી નોંધ કરવી.

૭) આરોગ્ય શિક્ષણ

  • ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું.
  • બેનર,ભીત સૂત્રો, ટીવી,પેમ્પલેટ, પોસ્ટર જેવા એવી એડ્સ વડે માહિતી આપવી.

૮) શાળા આરોગ્ય કાર્યક્રમ

  • આરોગ્ય શિક્ષણ આપવું.
  • શાળાના બાળકોની તપાસ કરવી.
  • જરૂર હોય તેવા બાળકોને તરત સંદર્ભ સેવાઓ આપવી.
  • આંખની ખામી, કૃમિ અને નાની તકલીફોની સારવાર સ્થળ પર જ આપવી.

૯) તાલીમ અને શિક્ષણ

  • પેરા મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
  • આશા અને આંગણવાડી કાર્યકરને તાલીમ અને જરૂરી શિક્ષણ આપવું.

૧૦) રેફરલ સેવાઓ

  • પાયાની સારવાર આપ્યા બાદ નજીકના એફ.આર.યુ મા રીફર કરવું.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) એ.એન.એમ તરીકે તમે એક સબ સેન્ટર ખાતે ફરજ બજાવો છો તો સબ સેન્ટરની જાળવણી કેવી રીતે કરશો?(08 માર્ક્સ)

એ.એન.એમ તરીકે સબ સેન્ટરની જાળવણી

1. મકાન

  • મકાનની મરમ્મદ કરવાની જરૂર હોય તો જે તે અધિકારીને આ અંગે જાણ કરવી જોઈએ.
  • આ ઉપરાંત નાના મોટા રીપેરીંગ લોકલ લીડરને વિશ્વાસમાં લઈને કરવા જોઈએ.

2. દવાઓ

  • તમામ પ્રકારની દવાઓ હોવી જોઈએ.
  • દવાના કબાટને લોક એન્ડ કી રાખવો જોઈએ.

3. ઈલેક્ટ્રીક સાધનો

  • તમામ સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ.
  • જરૂર પડે તો રીપેર કરવા જોઈએ અને ન વપરાતા સોકેટને પ્લગ કરવા જોઈએ.

4. સ્ટરીલાઇઝ ડ્રમ

  • તમામ વસ્તુઓ ઓટોક્લેવ વાપરવી જોઈએ.

5. રેકોર્ડ અને રિપોર્ટ

  • તમામ પ્રકારના રજીસ્ટર તથા રેકોર્ડ વ્યવસ્થિત રાખવા જોઈએ.
  • ક.ખ.ગ.ઘ. મુજબ રેકોર્ડ ગોઠવવા જોઈએ.
  • બિનજરૂરી રેકોર્ડ અધિકારીની પરવાનગી લઈને નાશ કરવા જોઈએ.

6. સ્વચ્છતા

  • સબ સેન્ટરની સફાઈ નમુના રૂપ હોવી જોઈએ.
  • તો જ આપણે ગામના લોકોને સ્વચ્છતા અંગેની સમજણ આપી શકીએ.
  • ભોંય તળિયાની દરરોજ સફાઈ કરવી જોઈએ.

7. બાયો મેડિકલ વેસ્ટ

  • કચરો હંમેશા કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • બાયો મેડિકલ વેસ્ટના નિયમોનું પાલન કરવું જોઈએ.

8. ટોયલેટ બાથરૂમ

  • ટોયલેટ બાથરૂમની સફાઈ નિયમિત કરવી જોઈએ.
  • પૂરતા પાણીની સગવડ હોવી જોઈએ.

9. પીવાના પાણીની વ્યવસ્થા

  • પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ હોવી જોઈએ.

10. કિચન ગાર્ડન

  • વધારાના પાણીનો ઉપયોગ કિચન ગાર્ડનમાં કરવો જોઈએ.

11. બાગ બગીચા

  • વધારાની જગ્યામાં ફૂલ છોડ વાવવા જોઈએ.

12. આઈ.ઈ.સી

  • સબ સેન્ટરમાં પોસ્ટર લગાવવા જોઈએ. જરૂરી સાહિત્ય હોવું જોઈએ.

13. સાધનોની જાળવણી

  • સાધનોની જાળવણી બરાબર કરવી જોઈએ.
  • જરૂર પડે તેટલા જ સાધનો મંગાવવા જોઈએ.
  • બંધ હાલતમાં પડેલા સાધનો રીપેર કરાવવા જોઈએ.
  • ઓ.ટી.સી.(ઓરીએન્ટેશન ટ્રેનિંગ કેમ્પ) કે ઓ.જી.ટી(ઓન જોબ ટ્રેનિંગ) નું આયોજન.

આ પ્રકારના કાર્યક્રમમાં લોક ભાગીદારી ખૂબ જ મહત્વની છે. તેથી જન સમુદાયનો સહયોગ મેળવવા માટે…

  • ગામના લોકો પર પ્રભાવ પડી શકે તેવી સેવાભાવી વ્યક્તિઓને શોધી કાઢો.
  • લોકોની નામાવલી તૈયાર કરો.
  • સતત સંપર્કમાં રહેવું અને પ્રોત્સાહિત કરવા.
  • ગામના સક્રિય જૂથો, સ્વેચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓની યાદી તૈયાર કરો.
  • વધુ નામાંકિત વ્યક્તિના નામ લખવા.
  • સરકારી કર્મચારી અને માનદ કર્મચારીઓની યાદી તૈયાર કરો.
  • ગ્રામ્ય કક્ષાએ બેઠક બોલાવવી.
  • બે દિવસ અગાઉ જ તૈયારી કરવી.

ગ્રામ્ય કક્ષાએ બેઠકનું સંચાલન:

  • બેઠકના નિયમિત સમય કરતા પહેલા બેઠકના સ્થળે હાજર થવું.
  • બેઠકની તમામ વ્યવસ્થા બરાબર ચકાસી લેવી.
  • અવારનવાર મહાનુભાવોના નામ લેવા.
  • કયા સ્થળે કોની પાસેથી શું સહકાર મળશે તે અંગેની જાણકારી લેવી.
  • લક્ષિત લાભાર્થીની માહિતી મેળવવી.
  • ફળિયાવાર માહિતી ભેગી કરી કોઈ એક વ્યક્તિને જવાબદારી આપો.
  • આરોગ્યની સ્વીકૃતિ વધારવા માટે લોકોના મંતવ્ય મેળવો.
  • કાર્ય શિબિરનું આયોજન કરો.
  • કાર્ય શિબિરના બેઠકનું સ્થળ નક્કી કરવું તેના માટેની સંમતિ લેવી.

આરોગ્ય કેન્દ્ર પર પ્રચાર અને પ્રસાર માટે એ.એન.એમ. તરીકેની પ્રવૃત્તિ

  • આગેવાનોની શિબિર
  • નવપરીણિતાઓની શિબિર
  • પરિવર્તન લાવનારની શિબિર
  • રસીકરણ સેશનમાં માર્ગદર્શન
  • ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક
  • ફળિયા બેઠક
  • ફિલ્મ શો અને વિડિયો શો
  • ભવાઈ
  • પપેટ શો
  • લોકગીત
  • કુટુંબ કલ્યાણ પ્રદર્શન
  • ભુવાઓની શિબિર
  • ગુરુ શિબિર
  • પંડિત મહારાજ અને મુલ્લાઓની શિબિર
  • લક્ષિત મહિલા શિબિર
  • સાસુ સંમેલન
  • યુવા સંમેલન
  • ચેતના સંમેલન
  • સેવાભાવી કાર્યકર શિબિર
  • નસબંધી શિબિર
  • પરીસંવાદ

(૨) IEC પ્રોગ્રામ માટે કઈ કઈ પ્રવૃતિઓ કરશો?(04 માર્ક્સ)

IEC પ્રોગ્રામ માટે કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિઓ

1. જનજાગૃતિ અભિયાન

  • ગામડાઓમાં પોસ્ટરો દ્વારા માહિતી આપવી
  • સ્થાનિક ભાષામાં નારા અને માહિતી ફેલાવવી
  • વિશિષ્ટ દિવસો પર IEC કાર્યક્રમ (World AIDS Day, Breastfeeding Week) યોજવો

2. માઈકિંગ અને જાહેર જાહેરાત

  • મોબાઇલ માઈક અથવા ગ્રામ પંચાયતના લાઉડસ્પીકર દ્વારા માહિતી આપવી
  • રોગચાળાના સમયે ખાસ મેસેજ આપવો (ડેંગ્યુ, મલેરિયા, કોલેરા)

3. સમૂહ ચર્ચા

  • મહીલા મંડળો, યુવા મંડળો, વૃદ્ધ ગૃહ, શાળાઓમાં ચર્ચા
  • ટાર્ગેટ ગ્રુપ મુજબ વિષય પસંદ કરવો (જેમ કે માતૃત્વ, પોષણ, જંતુનાશક ઉપયોગ)

4. નાટક, પપેટ શો અને લોકગીતો

  • લોકભાષા અને લોકગીત દ્વારા IEC સંદેશો આપવો
  • બાળકો અને યુવાઓમાં ખૂબ અસરકારક
  • Puppet show, નાટકો દ્વારા આરોગ્ય વિષયક સંદેશ

5. હેલ્થ શિબિર અને ચકાસણી કેમ્પ

  • વિવિધ રોગો માટે નિ:શુલ્ક ચકાસણી કેમ્પ
  • કેમ્પ દરમિયાન પોસ્ટર, ફોલ્ડર દ્વારા માહિતી આપવી
  • દર્દીઓ સાથે IEC પત્રક વિતરણ

6. શાળા આરોગ્ય કાર્યક્રમ

  • બાળકોએ મૌલિક આરોગ્ય જ્ઞાન (સ્વચ્છતા, પોષણ) આપવામાં આવે
  • સ્કિટ, ટેબલ પેઇન્ટિંગ, નિબંધ સ્પર્ધા યોજવી
  • શાળાઓમાં ન્યુટ્રિશન ડેમો

7. પ્રદર્શન અને પોસ્ટર સ્પર્ધાઓ

  • આરોગ્ય વિષયક વોલ પેઇન્ટિંગ, ચિત્રકલા સ્પર્ધા
  • પોસ્ટર પ્રદર્શનો – જેવી કે TB, HIV, જળજનિત રોગો વિશે
  • શાળાઓ અને ગ્રામીણ આરોગ્ય મંચો પર યોજાય

8. ફોલ્ડર્સ, લિફ્લેટ અને બુકલેટ વિતરણ

  • દરેક IEC વિષય માટે સરળ ભાષામાં લખાયેલ લિફ્લેટ
  • ગર્ભાવસ્થા, કુટુંબનિયોજન, રસીકરણ, પોષણ વગેરે વિષયો પર વિતરણ
  • સ્કૂલો, પેટા આરોગ્ય કેન્દ્રો અને ચકાસણી કેમ્પમાં વિતરણ

અથવા

(૧) કોમ્યુનીટી એસેસમેન્ટનાં પગથિયાં સવિસ્તાર લખો.(08 માર્ક્સ)

કોમ્યુનિટી એસેસમેન્ટના પગથિયા

પગથિયું-૧

કાર્યકારી જૂથ તૈયાર કરો:

  • એ.એન.એમ/એમ.પી.એચ. ડબલ્યુ.
  • આંગણવાડી વર્કર.
  • તાલીમ પામેલ કાર્યકર.
  • મહિલા સ્વાસ્થ્ય સંઘ.
  • આશા વર્કર અને અન્ય કડીરૂપ યુવતીઓ અને યુવક મંડળના હોદ્દેદાર.

પગથિયું-૨

સલાહકાર જૂથ તૈયાર કરો:

  • પંચાયતના સભ્યો.
  • શિક્ષકો.
  • પાદરી ધર્મગુરુ.
  • ઓપિનિયન આગેવાનો વગેરેનું સલાહકાર જૂથ બનાવો.

પગથિયું-૩

કાર્યકારી જૂથની મદદથી ગૃહલક્ષી સર્વે કરો:

  • સર્વે કરવા માટે નિયત નમૂનો બનાવો.
  • કેવી રીતે માહિતી મેળવશો તેની ચર્ચા કરો.
  • વિસ્તાર મુજબ કામગીરીની સોપણી કરો.
  • કેવા પ્રશ્નો પૂછવા તેની યાદી તૈયાર કરો.
  • સમય મર્યાદા નક્કી કરો.

પગથિયું-૪

સલાહકાર જૂથની મદદથી ગૃહલક્ષી મોજણીનું મૂલ્યાંકન કરો:

  • વધુ માહિતી એકઠી કરવા માટે સલાહકાર જૂથનો સંપર્ક કરો.
  • મોજણી દ્વારા એકઠી કરાયેલી માહિતીની સચ્ચાઈ નક્કી કરો. જરૂર જણાય તો સલાહકાર જૂથની મદદ લો.

પગથિયું-૫

સેવાઓનો તાગ મેળવો:

  • સર્વેની માહિતીના એનાલિસિસના આધારે દરેક આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓનો તાગ મેળવો.
  • કેટલા ૦ થી ૧ વર્ષના બાળકો છે?
    કેટલા ૧ થી ૩ વર્ષના બાળકો છે?
    કેટલા ૩ થી ૫ વર્ષના બાળકો છે?
    કેટલી સગર્ભા માતા છે?
    જોખમી માતાને અલગ તારવવી.

પગથિયું-૬

સાધન સામગ્રીનું લિસ્ટ તૈયાર કરો:

  • અપેક્ષિત સેવોઓના વિસ્તારને અનુરૂપ ખાસ જરૂરિયાતો નક્કી કરો.
  • પુરવઠો મેળવવા માટે રજૂઆત કરો.
  • કેટલી વેક્સિનની જરૂરિયાત રહેશે?
  • કેટલા ઓ.આર.એસ. પેકેટ જરૂરી છે?
  • કેટલી કોન્ટ્રામેક્ષાઝોલ ટેબલેટ જરૂરી છે?
  • સીરીઝ,નીડલ,સ્પિરિટ,આઈ.એફ.એ., કેલ્શિયમ, ફોલિક એસિડ વગેરેની જરૂરિયાત ધ્યાનમાં લેવી.

પગથિયું-૭

જરૂરિયાત મુજબની સાધન સામગ્રી મેળવો:

  • જરૂરિયાતનો પુરવઠો મેળવો.
  • તમારા વિસ્તાર પ્રમાણે ઇન્ડેટ તૈયાર કરો.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સાધન સામગ્રીનું ઇન્ડેટ તૈયાર કરી મોકલો.
  • જો જરૂર જણાય તો સમુદાયમાંથી ફંડ મેળવો.

પગથિયું -૮

જરૂરિયાત અને સાધન સામગ્રીને સરખાવો:

  • સર્વેની માહિતીની ગણતરીના આધારે તૈયાર કરેલ અંદાજો સાથે જરૂરિયાતની સરખામણી કરો.
  • આપણે મંગાવેલ જથ્થો અને જરૂરિયાતો બંને સરખાવો.

પગથિયું-૯

અગાઉ કરેલ કામગીરીના મૂલ્યાંકન સાથે સરખાવો:

  • ચાલુ વર્ષની જરૂરિયાતોને અગાઉના વર્ષની ખરેખર થયેલ કામગીરી સાથે સરખાવો.
  • જે અગાઉના વર્ષ કરતાં 5%થી ઓછી અને 25% થી વધુ નથી ને તેની ખાતરી કરો.
  • 5% કરતા નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે, 25% કરતાં વધુ વધારો વધુ અંદાજ સૂચવે છે, જો આવું બને તો ચાલુ વર્ષનું ખોટું મૂલ્યાંકન સૂચવે છે.

(૨) કાર્ય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ જણાવો.(04 માર્ક્સ)

કાર્ય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  • કાર્ય આયોજન ચોક્કસ તારીખે કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવું જોઈએ.
  • સરકાર શ્રી દ્વારા નક્કી થયેલ કોઈ પણ દિવસમાં ફેરફાર ન કરવો જોઈએ.
  • જો તમે રજા પર હોય કે રજા પર જવાના હોય તો તે મુજબ અગાઉથી જાણ કરવી જોઈએ.
  • કોઈપણ સંજોગોમાં ન પહોંચી શકાય તેમ હોય તો લાભાર્થીને જાણ કરવી.
  • જાહેર રજા આવતી હોય તો સેશનનું આયોજન મેડિકલ ઓફિસરને જાણ કરીને બદલવું જોઈએ.
  • કોઈપણ કારણસર કાર્ય આયોજનમાં ફેરફાર થાય તો ક્લિનિક પર નોટિસ મૂકવી.
  • અગાઉથી રજા લીધા વગર ગેરહાજર રહેવું નહીં.
  • તમે રજા પર હોય તો તમારો ચાર્જ કોઈ વ્યક્તિને આપીને જવું.
  • સેન્ટર પર દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે.
  • મહિનામાં 28 દિવસ સુધી વધારાના દિવસોનો ઉપયોગ રહી ગયેલ કે છૂટી ગયેલ પ્રવૃત્તિ માટે કરવો.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)(6×2=12 માર્ક્સ)

(૧) રામપુરા ગામમાં ૫૦૦૦ ની વસ્તીવાળા અને જેનો જન્મદર ૨૦ છે. તેવા ગામનાં સંગર્ભામાતાની જરૂરીયાતનો અંદાજ કાઢો.

સગર્ભામાતાની સંખ્યાની ગણતરી:

=૫૦૦૦×૨૦/૧૦૦૦+૧૦%(બગાડ)

સગર્ભા માતાની સંખ્યા=વસ્તી×જન્મદર/૧૦૦૦+૧૦%(બગાડ)

=૧૦૦+૧૦%(બગાડ)

=૧૧૦

લાભાર્થીની સંખ્યા=૧૧૦

(અ) મમતા કાર્ડની ગણતરી

મમતા કાર્ડ ની ગણતરી:

મમતા કાર્ડની સંખ્યા =સગર્ભા માતાની સંખ્યા×૧

=૧૧૦×૧

=૧૧૦

મમતા કાર્ડની સંખ્યા=૧૧૦

(બ) ઈન્જેક્શન ટી.ડી

ઇન્જેક્શન ટી.ડી.(ટીટેનસ ડીપ્થેરિયા) ના ડોઝની ગણતરી:

ઇન્જેક્શન ટીડીના ડોઝની સંખ્યા=સગર્ભા માતાની સંખ્યા×૨×૧.૩૩

=૧૧૦×૨×૧.૩૩

=૨૯૨.૬ એટલે કે ૨૯૩

ઇન્જેક્શન ટીડીના ડોઝની સંખ્યા=૨૯૩ ડોઝ

(ક) ટેબલેટ આર્યન ફોલીક એસિડ

ટેબલેટ આયર્ન ફોલિક એસિડની સંખ્યાની ગણતરી:

ટેબલેટ આર્યન ફોલિક એસિડની સંખ્યા=સગર્ભા માતાની સંખ્યા×૩૬૫

=૧૧૦×૩૬૫

=૪૦૧૫૦

ટેબલેટ આર્યન ફોલિક એસિડની સંખ્યા=૪૦૧૫૦ ગોળી

(૨) દવા અને અન્ય સાધનોની વ્યવસ્થા બાબતે એ.એન.એમની જવાબદારી જણાવો.

(૧) દવાઓનો સ્ટોરરૂમ નર્સિસ સ્ટેશનથી બીલકુલ નજીક હોવો જોઈએ.

૨) દવાઓ હમેંશા કપબોર્ડમાં રાખવી જોઈએ.

૩) દવાનો કપબોર્ડ ભેજવાળી જગ્યાથી દુર રાખવો જોઈએ.

૪) પુરતી લાઈટની સગવડતા હોવી જોઈએ.

૫) બાજુમાં હાથ ધોવા માટેની સગવડતા હોવી જોઈએ.

6)ઝેરી દવાઓ માટે અલગ કપબોર્ડ અલગ રાખવો જોઈએ. તેની પર ઝેરી દવાઓ એવ લાલ અક્ષરે લખવુ.

૭) કપબોર્ડમાં દવાઓ આલ્ફાબેટીકલી ગોઠવેલી હોવી જોઈએ.

૮) દરેક દવાઓની બોટલ પર સારૂ સુવાચ્ય લેબલ હોવુ જોઈએ.

૯) ટેબ્લેટસ, કેપ્સુલ અને લીકવીડ દવાઓ અલગ અલગ રાખવી જોઈએ.

૧૦) વધારાની હોય તો તે અંગેની જાણ સ્ટોરમાં કરવી જોઈએ.

૧૧) સ્પીરીટ, ડેટોલ, સાવલોન જેવી દવાઓ બહાર રાખવી જોઈએ.

૧૨) દરેક દવાઓના ઢાંકણ ચુસ્ત રીતે બંધ હોવા જોઈએ.

૧૩) દવાઓની બનાવટ તારીખ(Manufacture date) તથા વા૫૨વાની છેલ્લી તારીખ (Expiry date)ખાસ જોવી જોઈએ.

૧૪) દવાઓ હંમેશા પહેલા આવેલી પહેલા વાપરવી તથા પછી આવેલી ત્યારબાદ વાપરવી (FIFO- First In & First Out)

૧૫) જો દવાનો રંગ બદલાય ગયેલ હોય તો અથવા કાઈ ફેરફાર જોવા મળે તો વાપરવી નહી અને જે તે આરોગ્ય કેન્દ્રને જાણ કરવી કે પરત મોકલવી.

૧૬) મેળવેલ તમામ દવાઓનું આવક રજીસ્ટર તથા વપરાશ ૨જીસ્ટર બરાબર નિભાવવું અને દર ત્રણ મહીને તેને વેરીફાય કરવુ.

(૧૭) વપરાયેલ કે ના વપરાયેલ દવાઓની ઓન લાઈન એન્ટ્રી થવી જોઈએ.

(૩) રેકોર્ડ રાખવાનાં હેતુઓ જણાવો.

રેકોર્ડ રાખવાના હેતુઓ

આયોજન કરવા માટે

  • વિકાસના અને પ્રગતિના કાર્યો માટે ખૂબ જ અનિવાર્ય છે અને મહત્વનું છે.
  • દાખલા તરીકે આપણી વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે આ વસ્તી કેટલી છે? ક્યારે અને કેવી રીતે વધે છે? તેના આંકડા ઉપલબ્ધ હોય તો તેની નાગરિકની જરૂરિયાત, સાધનો, અનાજ, દવાખાના વગેરેની સંખ્યાનું આયોજન સારી રીતે થઈ શકે છે.
  • સબ સેન્ટર પર રસીના જથ્થાની જરૂરિયાત તથા સાધનોની અને લાભાર્થીઓની યાદી કરવાની હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે.

તાલીમ કાર્યક્રમ અન્વયે

  • કોને તાલીમ આપેલ છે? કોને તાલીમ બાકી છે? કેવા પ્રકારની તાલીમની જરૂરિયાત છે? તાલીમ કઈ જગ્યાએ બાકી છે? આ બધા રેકોર્ડ પરથી આપણે સારી રીતે તાલીમ ગોઠવી શકીએ છીએ અથવા નજીકના વિસ્તારમાં તાલીમ ગોઠવી શકીએ છીએ.

કાર્યક્રમના અમલીકરણ અને સુપરવિઝન માટે જરૂરી છે.

  • કોઈપણ કાર્યક્રમના અમલીકરણ માટે અને કરેલ કાર્યક્રમના સુપરવિઝન માટે પણ રેકોર્ડ રાખો ખૂબ જ જરૂરી છે.

મૂલ્યાંકન અને સુધારા વધારા માટે

  • રેકોર્ડ પરથી આપણે કાર્યક્રમની સફળતા અને તેમાં રહેલી ક્ષતિઓ વિશે જાણી શકીએ છીએ.
  • આ કાર્યક્રમમાં જરૂરી એવા સુધારા વધારા પણ સૂચવી શકાય છે અને નવા ફેરફારોને અવકાશ રહે છે.
  • કર્મચારીએ કરેલા કામની ગુણવત્તા તથા તેની સફળતા માટે પ્રોત્સાહન પણ કરી શકાય છે.

દૈનિક કામગીરીનું મૂલ્યાંકન

  • રેકોર્ડ દ્વારા દરરોજની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય તથા બાકી કામગીરીનું આયોજન સરળતાથી કરી શકાય છે.
  • આના પરથી કર્મચારીને પોતે કેટલું કામ કરવાનું થાય છે તથા કેટલું બાકી રહે છે તે અંગે જાણી શકે છે અને કરેલ સારવાર અને તેની અસરનો ખ્યાલ આવી શકે છે.

સંશોધનના હેતુથી (રિસર્ચ પર્પઝ)

  • આંકડાકીય બાબતો પરથી સંશોધન પણ જાણી શકાય છે ઉદાહરણ તરીકે મલેરિયાના કેસો કયા માસમાં વધુ જોવા મળે છે?

તંદુરસ્તીના ધોરણો જાણવા માટે

  • રેકોર્ડ પરથી બાળ મૃત્યુ પ્રમાણ તથા માતા મૃત્યુ પ્રમાણ જેવા અગત્યના સંકેતો રેકોર્ડ પરથી મેળવી શકાય છે.
  • માંદગી અને મૃત્યુના કારણો જાણવા માટે
  • આંકડાકીય માહિતી ઉપલી કક્ષાએ પહોંચતી કરવા માટે
  • પરિવારની મુલાકાત એટલે કે ફોલોઅપ વિઝીટ માટે.
  • વાહન,માનવશક્તિ કે નાણાકીય બાબતની સરેરાશ કાઢવા માટે
  • વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થાય છે.
  • કોઈપણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે છે.

પ્રશ્ન-૪ ટંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)(12 માર્ક્સ)

(૧) મમતા કાર્ડ

Definition : મમતા કાર્ડ એ એક આરોગ્ય નોંધપોથી (Health Card) છે, જે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (National Health Mission – NHM) અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ અને 0-6 વર્ષની ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે, જેમાં તેમની આરોગ્ય સંબંધિત માહિતી વિગતવાર નોંધાયેલી હોય છે.

મુખ્ય હેતુ

  • માતા અને બાળકના આરોગ્યની સતત દેખરેખ રાખવી.
  • ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને બાળકના વિકાસ સંબંધિત સેવાઓનો રેકોર્ડ જાળવવો.
  • એમ્યુનાઈઝેશન (ટિકાકરણ) અને પોષણ સેવાઓ સુનિશ્ચિત કરવી.
  • આરોગ્ય સેવા અને પરિવાર વચ્ચે સંવાદ જાળવવો.

મમતા કાર્ડની અંદર સમાવિષ્ટ માહિતી

માતાનું વિભાગ

  • માતાનું નામ, ઉંમર, સરનામું
  • લગ્ન અને ગર્ભવતિતાની વિગતો
  • HB (હેમોગ્લોબિન) સ્તર, વજન, બ્લડ પ્રેશર
  • ANC ચકાસણીઓનો રેકોર્ડ
  • TT ટિકા તારીખ
  • આયર્ન ફોલિક એસિડ લેવાનું રેકોર્ડ
  • પ્રસૂતિની તારીખ અને સ્થળ

બાળકનું વિભાગ

  • બાળકની જન્મ તારીખ, વજન, લિંગ
  • જન્મ સમયે આપેલી આરોગ્ય સેવાઓ
  • ટિકાકરણ રેકોર્ડ (BCG, OPV, Pentavalent, MR, etc.)
  • પોષણ સ્થિતિનું મૂલ્યાંકન (Growth Chart)
  • વિટામિન A સિરપની તારીખ
  • ઉન્નત સેવા અને નિદાન માટેનો રિફરલ

મમતા કાર્ડની ઉપયોગીતા

  • બાળકના સંપૂર્ણ ટિકાકરણને સુનિશ્ચિત કરવું
  • માતાનું પોષણ અને આરોગ્ય જાળવવું
  • આરોગ્ય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ
  • સરકારી યોજના (જેમ કે જનની સુરક્ષા યોજના)ના લાભ મેળવવા આધારરૂપ

મમતા કાર્ડ કોણ આપે છે?

  • ANM (Auxiliary Nurse Midwife)
  • ASHA વર્કર
  • આંગણવાડી કાર્યકર (ICDS)
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)

(२) ILR

આઈ.એલ.આર.(આઈસ લેન્ડ રેફ્રિજરેટર)

  • તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ હોય છે.
  • તેમાં મોટા જથ્થામાં રસીઓની જાળવણી કરવામાં આવે છે.
  • તેમાં તાપમાન ૨° સેલ્સિયસ થી ૮° સેલ્સિયસની વચ્ચે જાળવી શકાય છે.
  • ગુણવત્તા સભર રસીઓ જાળવવા માટેનું ઉત્તમ સાધન છે.
  • આકસ્મિક સંજોગોમાં ઈલેક્ટ્રીક પાવર જાય તો 24 કલાક કામ કરે છે.
  • તેમાં તાપમાન માપવા માટે ડાયલ થર્મોમીટર હોય છે.
  • તેમાં રસીઓ રાખવા માટે કેબિનેટ હોય છે.
  • રસીઓ ઓગાળવા માટે વપરાતા પ્રવાહીઓ સેશનના 24 કલાક પહેલા મૂકવામાં આવે છે.
  • રસીઓના બે બોક્સની વચ્ચે જગ્યા રાખવી જોઈએ.
  • વપરાશની અંતિમ તારીખ જતી રહી હોય તેવી, થીજી ગયેલી તેમજ જેનું વીવીએમ વાંચન અંતિમ બિંદુ દર્શાવતું હોય તેવી રસીઓને લાલ રંગની બેગમાં નિયમો પ્રમાણે નિકાલ કરવા માટે આઈ.એલ.આર.ની બહાર અલગ રાખો. જેથી કરીને તે પોટેન્ટ રસીઓ સાથે ગૂંચવણ ન પેદા કરે.
  • એક્સપાયર્ડ, ઉપયોગમાં ન લઈ શકાય તેવી રસીઓનો નિકાલ કરતા પહેલા સંગ્રહ કરવા માટે અલગ સૂકી જગ્યા શોધો.

(૩) કાઉન્સેલીંગ

Definition : લાભાર્થીને પોતાની લાગણીઓને રજૂ કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવાનો આત્મવિશ્વાસ કેળવી વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને સમપરામર્શ (કાઉન્સેલિંગ) કહેવામાં આવે છે.

કાઉન્સેલિંગના હેતુઓ

  • A – Assistance(આસિસ્ટન્ટ)- સહાયતા, મદદ
  • D – Development(ડેવલોપમેન્ટ) – વિકાસ
  • V – Vast information(વાસ્ટ ઇન્ફોર્મેશન) – વધુ માહિતી આપવી
  • I – Inspiration(ઇન્સ્પિરેશન) – પ્રેરણા આપવી
  • S – Solution (સોલ્યુશન) – નિરાકરણ
  • E – Encouragement (એન્કરેજમેન્ટ) – પ્રોત્સાહન આપવું

સારા કાઉન્સેલરના ગુણો

સારા કાઉન્સેલર બનવા માટે નીચે મુજબના ગુણો કેળવવા જોઈએ.

  • મિત્ર જેવું વર્તન કરવું જોઈએ.
  • સારા શ્રોતા બનવું જોઈએ.
  • સહાય કર્તા અને મદદરૂપ થવા જોઈએ.
  • સારું નોલેજ ધરાવતા હોવા જોઈએ.
  • ભરોસાપાત્ર હોવા જોઈએ.
  • યોગ્ય રીતે વિચાર વિનિમય કરતા હોવા જોઈએ.
  • સાચી અને પૂર્ણ માહિતી આપનાર હોવા જોઈએ.
  • જાગૃતિ લાવે તેવા હોવા જોઈએ.
  • માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે લાગણીશીલ હોવા જોઈએ.

પ્રિન્સિપાલ ઓફ કાઉન્સેલિંગ

  • કાઉન્સેલિંગ દરેક વ્યક્તિને સંબંધિત હોવું જોઈએ.
  • વ્યક્તિની બુદ્ધિ અને પ્રતિભા પર આધારિત હોવું જોઈએ.
  • કોમ્યુનિટીએ ડિમાન્ડ કરેલ છે એ ડિમાન્ડ ઉપરાંત કાઉન્સિલરએ સ્પેશિયલ એડવાન્સ નોલેજ તેમ જ પ્રવૃત્તિ કરનારો હોવો જોઈએ. જેથી કાઉન્સિલરે ચોક્કસ વ્યક્તિ નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કાઉન્સિલિંગ કરવું.
  • તે વ્યક્તિને પોતાની જાતની સમજ હોવી જોઈએ.
  • વ્યક્તિગત તફાવત બતાવે તેવું હોવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ અને તેની મર્યાદાઓ અલગ અલગ હોય છે.
  • લોકો કાઉન્સેલિંગ સ્વીકાર કરે તેવું હોવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિને ઘણા જ કારણો હોય છે.તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે જેથી દરેક પ્રોબ્લેમનું એડવાન્સ નોલેજ હોવું જોઈએ.
  • કાઉન્સેલિંગ એ સતત ધીમી પ્રક્રિયા છે.

(૪) કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના

  • આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.
  • ગુજરાત સરકારમાં પણ ચાલે છે.
  • આ યોજના અંતર્ગત તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી રૂ.૬૦૦૦/ની રકમ ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે.

યોજનાના લાભાર્થી

  • તમામ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને ત્રણ બાળકો સુધી.

યોજનાના હેતુઓ

  • માનસિક ટેકો આપવા માટે.
  • સારી સારવાર મળી રહે તે માટે
  • સંપૂર્ણ રસીકરણ થઈ શકે તે માટે
  • કુપોષણ અટકાવવા માટે
  • બાળક અને માતાની સલામતી માટે

યોજનાના લાભ

  • સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધણી કરાવતી વખતે રૂ.૨૦૦૦/-
  • ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે રૂ.૨૦૦૦/-
  • ઓરીની રસી તથા વિટામીન એ નો ડોઝ આપ્યા બાદ રૂ.૨૦૦૦/-

યોજનાના લાભ કોણ આપે

  • સરકારી હોસ્પિટલમાં સરકારી અધિકારી શ્રી મારફતે ચેકથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

(૫) નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામમાં ANM નો રોલ

નેશનલ લેપ્રસી ઈડીરાકેશન પ્રોગ્રામ હેઠળ ANM ની મુખ્ય ભૂમિકા

1. શરૂઆતની તપાસ અને કેસ શોધ (Early Detection & Case Finding)

  • એ.એન.એમ. ઘરભેટ, ઓરલ કેમ્પો અને આરોગ્ય મેળા દરમિયાન લોકોને ચેપી દાદ / ચામડીના ઘા માટે તપાસે છે.
  • લક્ષણો દેખાય તો તરત જ PHC કે લેબ માટે રિફર કરે છે.
  • નવા કેસોનું રજિસ્ટ્રેશન કરે છે.

2. અંગભંગ અટકાવવા અને પુનઃસ્થાપન (Disability Prevention and Rehabilitation – DPMR)

  • દર્દીઓને પગની સારસંભાળ, ઘા પર ડ્રેસિંગ, અને ચામડીના સેન્સ ન જાય તેવી કાળજી લેવી શીખવે છે.
  • દર્દીને માઈક્રોસેલ્યુલર રબર ચંપલ આપવા માટે પ્રોત્સાહન આપે છે.
  • જો ઉલઝણવાળા કેસ હોય (જેમ કે દાદનું ફરી થવું, નસનું દુઃખવું) તો આગળના કેન્દ્રમાં મોકલે છે.

4. રેકોર્ડીંગ અને રિપોર્ટીંગ (Recording & Reporting)

  • દર માસે Monthly Progress Report (MPR) તૈયાર કરે છે.
  • રોગીઓના પત્રકો, સારવાર માહિતી અને ડિસેબિલિટી સ્ટેટસની નોંધણી કરે છે.
  • ડેટા PHC કે બ્લોક હેલ્થ ઓફિસર સુધી પહોંચાડે છે.

5. આશા વર્કરોનું માર્ગદર્શન (Supervision of ASHAs)

  • ASHAs ને શંકાસ્પદ દાદના કેસ શોધવા માટે તાલીમ આપે છે.
  • જરૂર પડે ત્યારે તેમને મદદ કરે છે કે દર્દીઓ સુધી MDT પહોંચે.
  • Outreach Health Sessions માટે સંકલન કરે છે.

6. જાગૃતિ અને કલંક ઘટાડવો (IEC & Stigma Removal)

  • લોકોમાં દાદ વિશે જાગૃતિ ફેલાવે છે કે તે રોગ સંભવિત રીતે પૂરી રીતે સાજો થઇ શકે છે.
  • દાદગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને સમજૂતી આપે છે કે તેમની સાથે ભેદભાવ ન થાય.
  • ગામડીયાઓને ભયમુક્ત રહેવા પ્રેરણા આપે છે.

7. રિફરલ અને આગળની સારવાર (Referral and Follow-up)

  • જો દર્દીને વિશિષ્ટ સારવાર (જેમ કે રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી, નસની સારવાર)ની જરૂર હોય તો તેને CHC કે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરે છે.
  • તેની સારવાર પછી ફરી ફોલો અપ રાખે છે.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12 માર્ક્સ)

(૧) વાઈટલ સ્ટેટીસ્ટીક : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ એ એવી આંકડાકીય માહિતી છે જે માનવ જનસંખ્યા સાથે જોડાયેલા જીવનની મહત્વની ઘટનાઓ વિશે માહિતી આપે છે – જેમ કે જન્મ દર, મરણ દર, વધારો કે ઘટાડો, જીવનકાલ વગેરે.

મહત્વ : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ જાહેર આરોગ્ય નીતિ ઘડવામાં, આરોગ્ય સેવાઓની યોજના બનાવવા, અને સામાજિક વિકાસના સ્તરનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી બને છે.

(૨) ફેમીલી પ્લાનીંગ : ફેમીલી પ્લાનિંગ એ એવી પ્રક્રિયા છે, જેમાં દંપતિઓ જાતે નક્કી કરે છે કે તેઓ કેટલા બાળકો જન્મ આપવા ઇચ્છે છે, ક્યારે અને કેટલા સમયગાળાની વચ્ચે. આ માટે તેઓએ જાતીય સમ્પર્ક દરમિયાન અવરોધક ઉપાયો (contraceptive methods) અને અન્ય પ્રજનન નિયંત્રણ પદ્ધતિઓ (birth control methods) અપનાવવી પડે છે.

  • ફેમીલી પ્લાનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દંપતિઓને તેમના પરિવારના આકાર, સમયગાળો અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નક્કી કરવાની તક અને આરોગ્ય સેવા અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તે માતા અને બાળ આરોગ્યમાં સુધારો લાવવાનું એક સુદ્રઢ સાધન છે. જાગૃતિ અભિયાન, સુલભ સેવાઓ અને સમાનતા દ્વારા ફેમિલી પ્લાનિંગના લાભોને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

(૩) મોનીટરીંગ : મોનિટરિંગ એ પ્રવૃત્તિઓના રેકોર્ડ રાખવાની અને સમયાંતરે ચકાસણી કરવાની પ્રક્રિયા છે, જેથી જાણ થઈ શકે કે કાર્ય યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં.

મોનિટરિંગના મુખ્ય તત્વો

  • નિયમિત માહિતી એકત્ર કરવી.
  • આ માહિતીનું વિશ્લેષણ કરવું.
  • કામગીરી સાથે સરખામણી કરવી.
  • ક્ષતિઓ ઓળખવી અને સુધારવાની ભલામણ કરવી.

(4) IPR : ઇન્ટરપર્સનલ રિલેશનશીપ (Interpersonal Relationship) એ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ઊભી થતી એવી સામાજિક, ભાવનાત્મક, વ્યવહારૂક અને વ્યવસાયિક જોડાણ છે, જે વિશ્વાસ, પરસ્પર સમજ, સહકાર અને લાગણીશીલતાના આધારે વિકસે છે.

અથવા

જ્યારે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે સમજ, લાગણીઓ અને સંવાદના આધારે જોડાણ બને છે, તેને ઇન્ટરપર્સનલ રિલેશનશીપ કહે છે.

(5) લક્ષિત દંપતિ : “લક્ષિત દંપતી” (Target Couple) એ પબ્લિક હેલ્થ અને પરિવાર યોજનામાં ઉપયોગ થતો એક વિશેષ સંપર્ક વર્ગ છે.

લક્ષિત દંપતી એ એવા કપલ હોય છે કે:

  • બંને પતિ–પત્ની અથવા દંપતી (15–45 વર્ષ)ની પ્રજનનક્ષમ ઉમરમાં હોય,
  • તેમને બે થી ત્રણ જીવિત બાળકો હોય,
  • અને પરિવાર યોજના / પ્રજનન-અધિકારી સેવાઓની જરૂરિયાત હોય.

(૭) કો-ઓર્ડીનેશન : કો-ઓડીનેશન એ વિવિધ તત્વો, લોકો, અથવા કાર્યોને કાર્યક્ષમ રીતે એકસાથે લાવવાની પ્રક્રિયા છે. હેતુ એ છે કે દરેક ઘટક સંવાદિતા, સહયોગ, અને સુસંગત રીતે કાર્ય કરે, જેથી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને લક્ષ્ય મેળવવું સરળ બને.

(૬) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ : એક નિયમિત અને પદ્ધતિસર પ્રક્રિયા છે જેમાં કોઈ ચોક્કસ સમુદાયની આરોગ્ય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જરૂરિયાતોની ઓળખ, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં આવે છે – જેથી યોગ્ય હસ્તક્ષેપ અને સેવાઓની યોજના બનાવી શકાય.

મુખ્ય હેતુઓ

  • સમુદાયની સમસ્યાઓ અને જરૂરિયાતોની ઓળખ કરવી.
  • સર્વે દ્વારા માહિતી એકત્ર કરવી.
  • સમાજમાં રહેલા સંસાધનોની ગણતરી કરવી.
  • નીતિ-નિર્માણ અને યોજના માટે આધાર પૂરો પાડી આપવો.

(૮) ટોટલ ફર્ટિલીટી રેટ : ટોટલ ફર્ટિલિટી રેટ એટલે એક સ્ત્રી તેના સંપૂર્ણ પ્રજનન જીવનકાળ (સામાન્ય રીતે 15 થી 49 વર્ષના વય દરમિયાન) દરમિયાન સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તેની ગણતરી.

ટોટલ ફર્ટિલિટી રેટનો ઉપયોગ

  • જનસંખ્યા વૃદ્ધિનો દર માપવા.
  • કુટુંબનિયોજન અને આરોગ્ય નીતિ ઘડવામાં.
  • ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સનો અભ્યાસ કરવા.

પ્રશ્ન-૬ (અ) નીચેના માંથી સાચો જવાબ લખો.(05 માર્ક્સ)

(૧) આ માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે.

(અ) જૂન

(બ) જુલાઈ

(ક) ડિસેમ્બર

(ડ) નવેમ્બર

(૨) પેટાકેન્દ્રનો માસિક પ્રગતિ અહેવાલ કયા ફોર્મમાં ભરવામાં આવે છે?

(અ) ફોર્મ-૪

(બ) ફોર્મ-૨

(ક) ફોર્મ-6

(ડ) ફોર્મ-૮

(૩) ખ-વર્ગનો રેકોર્ડ સાચવવામાં આવે છે.

(અ) ૧૦ વર્ષ

(બ) ૨૦ વર્ષ

(ક) ૩૦ વર્ષ

(ડ) ૦૫ વર્ષ

(૪) તાલુકા કક્ષાએ હોય છે.

(અ) CDHO

(બ) BHO

(ક) CDMO

(ડ) CHO

(૫) પેટા કેન્દ્રનું કાર્ય આયોજન કરી મોકલી આપવામાં આવે છે.

(અ) CHC પર

(બ) બ્લોક પર

(ક) PHC પર

(ડ) જિલ્લા પર

(બ) ખાલી જગ્યા પુરો. (05 માર્ક્સ)

(૧) વર્લ્ડ ટીબી દિવસ ……..દિવસે ઉજવાય છે. 24.MARCH

(२) ……..પ્રોગ્રામ અંતર્ગત ASHA નો ઉદભવ થયેલ છે. NRHM (National Rural Health Mission)(નેશનલ રૂરલ હેલ્થ મિશન)

(૩) પર્વતીય વિસ્તારમાં સબસેન્ટરની વસ્તી ………હોય છે. 3000

(૪) રસીકરણને ……….સારવાર ગણવામાં આવે છે. પ્રિવેન્ટીવ

(૫) સબ સેન્ટર પર …………દિવસે મમતા દિવસ ઉજવાય છે. બુધવાર (Wednesday)

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)

(૧) બાળકને વિટામીન A સોલ્યુશન આપવું એ પ્રમોટીવ કેર કહેવાય છે.✅

(૨) આરોગ્ય સેવા આપવા માટે ગૃહ મુલાકાત અગત્યનું પાસું છે.✅

(૩) જોખમી સગર્ભામાતાની સંખ્યા અંદાજે ૧૫% હોય છે.✅

(૪) સબ સેન્ટર કક્ષાએ રસીઓનો સંગ્રહ કરવો જોઈએ.✅

(૫) ખાનગી રેકોર્ડને લોક એન્ડ કી માં રાખવો જોઈએ.✅

Published
Categorized as ANM-HCM-PAPER SOLUTIONS, Uncategorised