હ્યુમન બોડી ને જીવંત રહેવા માટે, બોડી ના દરેક સેલ ને તેના નોર્મલ ફંકશન કરવા માટે ન્યુટ્રીયંટ મટીરીયલ અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તેના વિના હ્યુમન બોડી સર્વાઇવ થઈ શકતુ નથી.
Respiration and its types (રેસ્પીરેશનના મુખ્ય બે ટાઈપ):
રેસ્પિરેશન એટલે કે કોઈપણ બે સરફેસ વચ્ચે જોવા મળતી ગેસ એક્સચેન્જ. રેસ્પીરેશન મા વાતાવરણ માંથી inspiration સાથે ઓક્સિજન બોડી મા દાખલ થાય છે અને બોડીમા વેસ્ટ સ્વરૂપે જમા થયેલો કાર્બન ડાયોક્સાઇડ expiration મારફતે બહાર નીકળે છે. આમ રેસ્પિરેશનની ક્રિયા જોવા મળે છે.
રેસ્પીરેશનના મુખ્ય બે ટાઈપ બોડીમા જોવા મળે છે (Two main types of respiration are found in the body):
1.ઇન્ટર્નલ રેસ્પિરેશન (Internal Respiration)
2.એક્સટર્નલ રેસ્પીરેશન (External Respiration)
1.ઇન્ટર્નલ રેસ્પિરેશન (Internal Respiration):
શરીરના દરેક સેલ, ટીશ્યુ અને તેની આજુબાજુએ આવેલ બ્લડ કેપેલરી વચ્ચે થતી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની એક્સચેન્જ ને ઇન્ટર્નલ રેસ્પિરેશન(Internal Respiration) કહેવામા આવે છે. આ રેસ્પીરેશન પૂરા બોડી મા બધી જ જગ્યા એ જોવા મળે છે.
2.એક્સટર્નલ રેસ્પીરેશન (External Respiration):
લંગ ના ટીશ્યુ એટલે કે એલ્વીઓલાઈ અને તેની આજુબાજુએ આવેલી બ્લડ કેપેલરી વચ્ચે જોવા મળતી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની ગેસ એક્સચેન્જ ને એક્સટર્નલ રેસ્પીરેશન (External Respiration) કહેવામા આવે છે. આ રેસ્પીરેશન એ લંગ મા જોવા મળે છે.
List out the organs of the respiratory system ( રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો ની યાદી ):
રેસ્પીરેટરી સિસ્ટમના અવયવોની યાદી નીચે મુજબની છે.
થોરાસીક કેવીટીની બહાર રેસ્પીરેટરી ટ્રેક ની ઉપરની બાજુએ આવેલા અવયવોને અપર રેસ્પીરેટરી ટ્રેક (Upper Respiratory Track) ના અવયવો કહેવામા આવે છે. જેમા નીચે મુજબના અવયવોનો સમાવેશ થાય છે.
Nose (નોઝ)
Pharynx (ફેરિન્ગ્સ)
Larynx (લેરિન્ગ્સ)
થોરાસિક કેવિટી ની અંદર આવેલા રેસ્પીરેટરી ટ્રેક ના અવયવોને લોવર રેસ્પીરેટરી ટ્રેક (Lower Respiratory Track) ના અવયવો કહેવામા આવે છે. જે અવયવો નીચે મુજબના છે.
Trachea (ટ્રેકીયા)
Bronchi (Right and left) બ્રોન્કાઇ ( રાઇટ એન્ડ લેફ્ટ )
Bronchioles (બ્રોન્કીઓલ્સ)
Terminal Bronchioles (ટર્મિનલ બ્રોન્કીઓલ્સ)
Alveoli (એલ્વીઓલાઇ)
Lungs (Right and left) લંગ્સ ( રાઇટ એન્ડ લેફ્ટ ).
Structure of Nose and it’s function (નોઝની રચના અને તેનું કાર્ય):
નોઝ એ રેસ્પીરેટરી સિસ્ટમના શરૂઆતના ભાગે આવેલુ એક ઓર્ગન છે. જે ફેસ ના આગળ ના ભાગે આવેલ હોય છે.
નોઝ ને બહારથી જોતા તેના બે ઓપનિંગ જોવા મળે છે. જેને એક્સટર્નલ નેર્સ અથવા તો નોઝસ્ટ્રીલ કહેવામા આવે છે. આ બંને ઓપનિંગ ની વચ્ચે એક પાર્ટીશન હોય છે, જેમા આગળની બાજુએ કાર્ટિલેજ નો બનેલો સેફટર્મ હોય છે અને પાછળની બાજુએ વોમર બોન એ બંને ઓપનિંગને સેપરેટ કરતુ સ્ટ્રક્ચર હોય છે.
એક્સટર્નલ નોઝ એ બહારની બાજુએ સ્કીનથી કવર થયેલુ હોય છે અને અંદરની લાઇનિંગ મ્યુકસ મેમ્બ્રેન ની બનેલી હોય છે.
તેમા pseudo stratified ciliated epithelium cells આવેલા હોય છે. અહી goblet cells આવેલા હોય છે, જે મયુકસ સિક્રીટ કરે છે. જેને લીધે અંદરની લાઇનિંગ મોઇસ્ટ રહે છે.
નેઝલ કેવીટી એ ફેસના ભાગે આવેલી એક કેવિટી છે, જે ઓરલ કેવિટી ની ઉપર ગોઠવાયેલી હોય છે અને નેઝલ કેવીટીની ઉપરની બાજુએ ક્રેનીયમ કેવીટી ના ઇથેમોઇડ બોનની ક્રીબ્રીફોર્મ પ્લેટ આવેલી હોય છે. આ ઉપરાંત આ ભાગે ફ્રન્ટલ બોન અને સ્ફીનોઇડ બોન પણ જોવા મળે છે.
નેઝલ કેવીટી ની મીડિયલ વોલ એ કાર્ટીલેજ તેમજ વોમર બોન દ્વારા તૈયાર થાય છે. આ વોલ એ નેઝલ સેફટમ તરીકે ઓળખાય છે.
નોઝ ના ફ્લોર ના ભાગે સોફ્ટ અને હાર્ડ પેલેટ આવેલા હોય છે.
નોઝ ની લેટરલ વોલ મા નેઝલ બોન્સ આવેલા હોય છે. આ ઉપરાંત ઇન્ફીરીયર કોંકાઈ નામના બોન નુ સ્ટ્રક્ચર પણ લેટરલ વોલ બનાવે છે.
નેઝલ કેવીટીની પાછળની બાજુના ઓપનિંગ જેને પોસ્ટીરીયર નેર્સ કહે છે તે ફેરિંગ્સ સાથે જોડાયેલા હોય છે.
નેઝલ કેવીટીની અંદરના ભાગે તથા એન્ટિરિયર સાઈડે હેર આવેલા હોય છે, જે એઇર ને વાર્મ કરે, ફિલ્ટર કરે અને નાના ફોરેન પાર્ટીકલ્સ ને અંદર જતા રોકે છે.
Openings into the Nasal cavity (નેઝલ કેવીટી ના ઓપનિંગ ):
નેઝલ કેવીટી ની આગળના ભાગે 2 ઓપનિંગ આવેલા હોય છે, જેને એન્ટિરિયર નેર્સ કહેવામા આવે છે. આવા જ 2 ઓપનિંગ નેઝલ કેવીટી ની પોસ્ટીરીયર સાઇડે આવેલા હોય છે, જે ફેરિંગ્સના ભાગે ખુલે છે. તેને પોસ્ટિરીયર નેર્સ કહેવામા આવે છે.
આ ઉપરાંત નેઝલ કેવીટી ના ભાગે તેની આજુ-બાજુ આવેલ બોન ના સાઇનસ ના ઓપનિંગ ખૂલે છે. તેને પેરાનેઝલ સાઇનસ કહે છે.
Functions of the Nose (નોઝ ના ફંકશન્સ):
નોઝ એ રેસ્પીરેટરી સિસ્ટમ નુ એક્સટર્નલ ઓર્ગન છે. તેના ફંકશન્સ નીચે મુજબ જોવા મળે છે.
તે રેશ્પીરેશનની ક્રિયા કરાવે છે. જેમા એક્સટર્નલ એન્વાયરમેન્ટ ની ઑક્સિજન વાડી એઇર નોઝ દ્વારા લંગ સુધી દાખલ થાય છે અને બોડીની કાર્બન ડાયોક્સાઈડ વાળી વેસ્ટ સાથેની એઇર એ નોઝ મારફતે બહાર નીકળે છે.
નોઝ ની અંદર ની લાઇનિંગમા આવેલા હેર એ એઇરને ક્લીન કરે છે. જેથી કોઈપણ ફોરેન પાર્ટીકલ્સ એ રેસ્પીરેટરી ટ્રેક મા દાખલ થતા નથી.
નેઝલ કેવીટીની અંદરની લાઇનિંગમા આવેલા હેર તથા વાસકયુલર મ્યુકસ મેમ્બરેન ના કારણે અંદર દાખલ થતી એર વાર્મ બને છે અને બોડી ટેમ્પરેચર જેટલી જ હુંફાળી બની લંગ સુધી પહોંચે છે જેથી લંગ ના ટીશ્યુને ઈરીટેશન કે ડેમેજ થતુ નથી.
નોઝ ની અંદરની મેમ્બરેન મા goblet એપીથેલીયમ સેલ્સ આવેલા હોવાના કારણે તે મોઇસ્ટ મેમ્બરેન હોય છે. તેમાંથી એર પસાર થવાના કારણે તે ભેજવાળી બને છે. જેથી અંદરની મ્યુકસ મેમ્બરેન ની લાઇનિંગ ને ડેમેજ કે ઇરીટેશન થતુ નથી. આમ તે હ્યુમીડીફિકેશન નુ કાર્ય પણ કરે છે.
નોઝ ના શરૂઆતના ભાગે આવેલુ વેસ્ટીબ્યુલ સ્ટ્રક્ચર કે જે ઉપસેલુ હોય છે અને તેના ભાગે હેર પ્રોસેસ પણ જોવા મળે છે. તે અંદર દાખલ થતી એઈર ને ફિલ્ટર કરવાનુ કાર્ય કરે છે. ડસ્ટ પાર્ટીકલ્સ અને ફોરેન મટીરીયલ્સ ને રેસ્પીરેટરી ટ્રેકમા દાખલ થતા રોકે છે.
નોઝ એ સ્મેલ ને સેન્સેશન કરે છે એટલે કે તે ગંધ પારખવાનુ કાર્ય પણ કરે છે. નોઝ ની મયુકસ મેમ્બ્રેઇન મા ઓલફેક્ટરી નર્વ ના રિસેપ્ટર્સ આવેલા હોય છે. તે એર જ્યારે નેઝલ કેવીટીમા એન્ટર થાય છે, ત્યારે તેમા રહેલા વાસવાળા કે ગંધ વાડા કેમિકલ ના સંપર્કમા આવવાથી તે રિસેપ્ટર્સ સ્ટીમ્યુલેટ થાય છે, અને તેના ઈમ્પલસિસ ઓલફેક્ટરી નર્વ મારફતે બ્રેઇન સુધી જાય છે અને સ્મેલ નુ સેન્સેશન થાય છે. આમ તે ગંધ પારખવાનુ કાર્ય પણ કરે છે.
Paranasal sinuses and it’s functions (પેરાનેઝલ સાઇનસ અને તેના કાર્યો):
સાઇનસ એટલે કે બોન મા આવેલા નાના ફોરમેન. નેઝલ કેવીટીની આજુબાજુએ આવેલા બોન મા અમુક છિદ્રો આવેલા છે, જે નેઝલ કેવીટીમા ઓપન થાય છે. આ તમામ સાઇનસ ને પેરાનેઝલ સાઇનસ કહેવામા આવે છે.
આ સાઇનસ એર થી ભરેલી કેવીટીઓ હોય છે અને તેના ફરતે મ્યુકસ મેમ્બરેન કવર થયેલી હોય છે. નેઝલ કેવીટી સાથે જોડાયેલા સાઇનસ નીચે મુજબના છે.
Maxillary sinuses (મેક્સિલરી સાઇનસ)
Frontal sinuses (ફ્રન્ટલ સાઇનસ)
Ethmoidal sinuses (એથમોઇડલ સાઇનસ).
Sphenoid sinuses (સ્ફેનોઇડ સાઇનસ)
ઉપરોક્ત તમામ બોન મા બે બે સાઇનસ આવેલા હોય છે. આ દરેક સાઇનસ મેજર કેવીટીમા ઓપન થાય છે.
Functions of Sinuses (સાઇનસના કાર્યો):
આ સાઇનસીસ બોન મા એર ફિલ્ડ કેવીટી બનાવે છે જેના કારણે બોન વજન મા હળવા બને છે. સ્કલ અને ફેસ ના ભાગ ને હળવુ બનાવે છે.
ઇન્સ્પિરેશન મા અંદર દાખલ થતી એર ને મોઇસ્ટ અને હ્યુમીડીફાઈ કરે છે. નેઝલ કેવીટી નુ એઇર પ્રેસર મેન્ટેન કરે છે.
આજુબાજુના અવાજની ઓળખાણ કરાવે છે. સ્મેલ ના સેન્સશન માટે પણ ઉપયોગી છે.
Structure and function of Pharynx (સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ ફેરિન્ગ્સ):
ફેરિંગ્સ એ એક ટ્યુબ જેવુ સ્ટ્રક્ચર છે. જે અપર રેસ્પીરેટરી ટ્રેક ના ભાગે આવેલું છે. તે 12 cm લાંબુ અને 3.5 cm પહોળુ હોય છે.
તે નોઝ, ઓરલ કેવીટી અને લેરિંગ્સ ની પાછળના ભાગે ગોઠવાયેલુ હોય છે. તે ઓક્સિપીટલ બોન ના બેઝ થી 6Th સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ સુધી આવેલુ હોય છે.
ફેરિંગ્સ ને તેની આજુબાજુએ આવેલા સ્ટ્રક્ચર ના આધારે નીચે મુજબના ભાગમા વહેંચવામા આવે છે.
1.Nasopharynx (નેઝૉ ફેરિંગ્સ)
2.Oropharynx (ઑરો ફેરિંગ્સ)
3.Laryngopharynx (લેરીંગોફેરિંગ્સ)
1.Nasopharynx (નેઝૉ ફેરિંગ્સ):
નેઝૉફેરિંગ્સ એટલે કે નેઝલ કેવીટી ની પાછળ નો ફેરિંગ્સ નો ભાગ. નેઝલ કેવીટી ની પાછળના પોસ્ટીરીયર નેર્સ ના 2 ઓપનિંગ નેઝૉફેરિંગ્સ ના ભાગે ખુલે છે. અહીં અન્ય બીજા ઓપનિંગ પણ ખુલે છે, જેમા મિડલ ઇયરના ભાગેથી બંને બાજુએ થી આવેલી ઈસ્ટેચીયન ટ્યુબના 2 ઓપનિંગ પણ અહીં ખુલે છે. આ ઉપરાંત ઓરોફેરીંગ્સ નુ 1 ઓપનિંગ પણ આ ભાગે જોવા મળે છે. જેથી નેઝૉ ફેરિંગ્સના ભાગે ટોટલ 5 ઓપનિંગ જોવા મળતા હોય છે.
મિડલ ઈયર સાથે આ ભાગ નુ કનેક્શન હોવાના કારણે ફેરીંગ્સ અને મિડલ ઇયર વચ્ચે એઇર પ્રેસર જળવાઈ રહે છે.
નેઝૉ ફેરિંગ્સ ના ભાગે આવેલી wall રીજીડ અને થિક હોય છે. આથી તે સંકોચાતી નથી. જેથી તે પેટન્ટ એરવે મેન્ટેન કરવામા મદદ કરે છે.
નેઝો ફેરિંગ્સ ની ઉપરની દીવાલ ના ભાગે લીંફોઇડ ટીસ્યુ નો માસ આવેલો હોય છે. જેને ફેરીન્જીયલ ટોન્સિલ કહેવામા આવે છે.
આ ભાગની લાઇનિંગમાં સિલિએટેડ કોલ્યુમનર એપીથેલીયમ ટીસ્યુ જોવા મળે છે.
2.Oropharynx (ઑરોફેરિંગ્સ):
ઓરલ કેવિટી ના પાછળના ભાગના ફેરિંગ્સને ઑરોફેરિંગ્સ કહેવામા આવે છે. તે ઉપરની બાજુએ નેઝૉ ફેરિંગ્સ સાથે જોડાયેલુ હોય છે અને માઉથનો પાછળનો ભાગ બનાવે છે. તેની નીચેથી લેરિગો ફેરિંગ્સ ની શરૂઆત થાય છે.
ઑરો ફેરિંગ્સનો ભાગ એ સોફ્ટ પેલેટ ના લેવલથી 3 સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ સુધી જોવા મળે છે, જ્યા હાયોડ બોન રહેલુ હોય છે.
ઓરો ફેરીંગ્સમા તેની વોલની બંને બાજુએ લિમ્ફોઈડ ટીશ્યુના માસ આવેલા હોય છે. તેને પેલેટાઈન ટોન્સિલ કહેવામા આવે છે. આ લોકલ પ્રોટેક્શન આપવામા મદદ કરે છે.
ઑરો ફેરીંગ્સ નો ભાગ એ નોન કેરેટેનાઇઝડ સ્ટ્રેટીફાઇડ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ થી બનેલ હોય છે.
3.Laryngopharynx (લેરીંગોફેરિંગ્સ):
લેરીંગ્સની બાજુમા આવેલા ફેરિંગ્સના ભાગને લેરીંગોફેરિંગ્સ તરીકે ઓળખવામા આવે છે. તે હાયોડ બોન ના લેવલથી શરૂ થતો ભાગ છે એટલે કે 3 થી 6 સર્વાઇકલ વર્ટીબ્રા સુધી આ ભાગ જોવા મળે છે.
ઉપરની બાજુએ તે ઑરો ફેરિંગ્સ સાથે જોડાયેલુ હોય છે અને તેની નીચેની બાજુએ ઈસોફેગસ નુ ઓપનિંગ જોવા મળે છે.
ઓરો ફેરિંગ્સ અને લેરિંગો ફેરિંગ્સ બંને રેસ્પિરેટરી તેમજ ડાયજેસ્ટિવ બંને ટ્રેક ના પાથ વે તરીકે કાર્ય કરે છે.
Structural Layers of Pharynx (ફેરિંગ્સ ના સ્ટ્રક્ચરલ લેયર):
ફેરિંગ્સ એ મસલ્સ અને ટીશ્યુ નુ બનેલુ એક સ્ટ્રક્ચર છે. જે રેસ્પીરેટરી અને ડાયજેસ્ટિવ બંને સિસ્ટમના ફંકશન સાથે જોડાયેલુ છે.
ફેરિંગ્સ ના સ્ટ્રક્ચરમા બહારની બાજુએથી અંદરની બાજુએ તરફ ત્રણ ટીસ્યુ લેયર ગોઠવાયેલા હોય છે. જે નીચે મુજબ છે.
Muscular tissue Layer.
તે ફેરિંગ્સ ના સૌથી બહારની બાજુએ આવેલુ મસલ્સ નુ બનેલુ ટીશ્યુ લેયર છે. તે ઇન્વોલન્ટરી તેમજ અમુક વોલન્ટરી મસલ્સ થી બનેલ લેયર છે. મોટા ભાગના મસલ્સ ઇનવોલન્ટરી પ્રકારના છે. આ મસલ્સ સોલોવીંગ પ્રોસેસમા મદદ કરે છે.
Fibrous tissue layer.
ફેરિંગ્સમા આવેલ આ વચ્ચેનુ લેયર છે. જે ઘણા કોલેજન ફાઇબર્સ અને કનેક્ટિવ ટીશ્યુ થી બનેલુ લેયર છે. આ લેયર એ નેઝૉફેરિંગ્સ ના ભાગે જાડુ આવેલુ હોય છે અને આગળ ઓરોફેરીંગ્સ અને લેરિંગો ફેરિંગ્સ ના ભાગ તરફ જતા જતા તેની જાડાઈ ઘટતી જાય છે. આથી નેઝૉ ફેરીન્ગ્સ ની આર્ચ ના ભાગ નો એઇર વે પેટન્ટ રહે છે, કોલેપ્સ થતો નથી.
Mucous membrane layer.
ફેરિંગ્સ ની સૌથી અંદરની લાઇનિંગ મ્યુકસ મેમ્બરેન ના લેયર દ્વારા બનેલી હોય છે. નેઝો ફેરીંગ્સ ના ભાગે સીલીએટેડ કોલ્યુમનર એપીથેલીયમ ટીશ્યુ તેમજ ઓરો ફેરીંગ્સ અને લેરિંગો ફેરિંગ્સ ના ભાગે સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ ટીસ્યૂ જોવા મળે છે.
આ લેયર એ માઉથ, ફેરિંગ્સ, લેરિંગસ તેમજ ઈસોફેગસ ની કંટીન્યુઅસ અંદરની લાઇનિંગ બનાવે છે.
Functions of Pharynx (ફેરીંક્સના કાર્યો):
તે નેઝૉફેરીંગ્સ ના ભાગે ઇસ્ટેચીયન ટ્યુબ સાથે જોડાયેલુ હોવાના કારણે ફેરિંગ્સ અને મિડલ ઇયર વચ્ચે એઇર પ્રેસર બેલેન્સ થવાના લીધે હિયરિંગ પ્રોસેસમા મદદ કરે છે.
ઇન્સ્પિરેશન મા લેવાતી એઇર ને વાર્મ કરવામા મદદ કરે છે. તેમજ તેને હયુમિડીફાઇંગ કરે છે. જેથી અંદર લંગ મા દાખલ થતી હવા મોઇસ્ટ બને છે અને બોડી ટેમ્પરેચર જેટલી હૂંફાળી બને છે. જેથી અંદરની લાઇનિંગ ના ટીશ્યુને ડેમેજ કરતી નથી.
ફેરિંગ્સના ભાગે લીમ્ફેટીક ટીશ્યુ ના સેલ એટલે કે ટોન્સિલ આવેલા હોવાના લીધે તે માઇક્રોઓર્ગેનિઝમ્સ સામે સ્પેસિફિક ડિફેન્સ આપવામા મદદ કરે છે. આમ તે પ્રોટેકશન નુ ફંક્શન પણ કરે છે.
ફેરિંગ્સ ના ભાગે ઓલફેક્ટરી નર્વ ના એન્ડિંગ્સ આવેલા હોવાના લીધે તે ટેસ્ટ નુ ભાન કરવામા પણ અગત્યનું છે.
ફેરિંગ્સની ઇલાસ્ટીસીટીના કારણે તે અવાજ ની ક્વોલિટી ઉત્પન્ન કરવામા પણ મદદ કરે છે. સ્પીચ માટે પણ તે કાર્ય કરે છે.
ફેરિંગ્સ એ રેસ્પિરેટરી તેમજ ડાયજેસ્ટિવ બંને ટ્રેક ના પાથવે તરીકે કાર્ય કરે છે. જેથી તે એઇર પેસેજ અને ફૂડ પેસેજ બંને કાર્ય મા અગત્યનુ છે.
Structure and function of Larynx (સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ લેરિંગ્સ):
લેરિંગ્સ એ કાર્ટીલેજ નુ બનેલુ સ્ટ્રકચર છે. જે ફેરિંગ્સ ની નીચેના ભાગે ગોઠવાયેલુ હોય છે અને તેની નીચે ટ્રકિયા સાથે જોડાયેલુ હોય છે.
લેરિંગ્સને બીજા વોઇસ બોક્સ તરીકે પણ ઓળખવામા આવે છે, કારણ કે તે સાઉન્ડ પ્રોડ્યુસ કરતુ ઓર્ગન છે.
તે હાયોડ બોન ના ભાગેથી એટલે કે 3rd સર્વાઇકલ વર્ટીબ્રા થી 6th સર્વાઇકલ વર્ટીબ્રા ના લેવલ સુધી આવેલુ હોય છે.
લેરિંગ્સ ના સ્ટ્રક્ચર મા મુખ્યત્વે કાર્ટીલેજ આવેલા હોય છે. આ કાર્ટીલેજ એ કોનડ્રૉસાઇટસ સેલ્સ દ્વારા બનેલ હોય છે.
લેરિંગ્સ ના સ્ટ્રક્ચર મા નીચે મુજબના કાર્ટીલેજ જોવા મળે છે ( The following cartilages are found in the structure of the larynx) :
Unpaired cartilages (અનપેયર્ડ કાર્ટીલેજ):
લેરીંગ્સ ના સ્ટ્રક્ચર મા સિંગલ સ્ટ્રક્ચર ધરાવતા અમુક કાર્ટિલેજ આવેલા હોય છે, જે નીચે મુજબ ના છે.
Thyroid Cartilage (થાઇરોઈડ કાર્ટીલેજ):
લેરીન્ગ્સ ના સ્ટ્રક્ચર મા આવેલો સૌથી મોટો કાર્ટિલેજ એ થાઇરોઈડ કાર્ટીલેજ છે, જે લેરિંગ્સ નુ V સેપ નુ સ્ટ્રક્ચર બનાવે છે. આ ભાગ હાઈલાઈન કાર્ટીલેજ થી બનેલો હોય છે.
આ કાર્ટીલેજ મા બંને બાજુના થાઈરોઈડ ના ઉપસેલ કાર્ટિલેજ ના ભાગને થાઈરોઈડ લેમીના તરીકે ઓળખવામા આવે છે અને વચ્ચે ખાંચ વાળા ભાગને થાઈરોઈડ નોચ તરીકે ઓળખવામા આવે છે.
થાઇરોઈડ કાર્ટીલેજ લેમીના થી ઉપર ની અને નીચેની બાજુએ લંબાયેલા પ્રોસેસ ને સુપિરિયર એન્ડ ઇન્ફીરીયર કોર્નું ઓફ થાઇરોઈડ કાર્ટીલેજ તરીકે ઓળખવામા આવે છે.
આ થાઇરોઇડ કાર્ટીલેજ ના ઉપસેલા ભાગને એડમ્સ એપલ તરીકે પણ ઓળખવામા આવે છે.
Cricoid cartilage (ક્રીકોઈડ કાર્ટીલેજ):
આ કાર્ટીલેજ એ થાઈરોઈડ કાર્ટીલેજ ની નીચેની બાજુએ સિગ્નેટ રિંગ ની જેમ ગોઠવાયેલો હોય છે. તેનો શેપ એ કપાયેલી રિંગ શેપ નો જોવા મળે છે. આ કાર્ટીલેજ પણ હાઈલાઈન કાર્ટીલેજ નો બનેલો હોય છે.
ક્રીકોઈડ કાર્ટીલેજ એ લીગામેન્ટ દ્વારા ટ્રકિયા અને થાઇરોઈડ કાર્ટિલેજ સાથે જોડાયેલો હોય છે.
જ્યારે ટ્રકીઓસ્ટોમી પ્રોસિઝર કરવામા આવે છે, ત્યારે ક્રીકોઇડ કાર્ટીલેજ ને લેન્ડમાર્ક તરીકે ગણવામા આવે છે.
Epiglottis cartilage (એપિગ્લોટિસ કાર્ટીલેજ) :
આ પાંદડા (leaf) આકારનુ સ્ટ્રક્ચર છે. જે કાર્ટીલેજ નુ બનેલ હોય છે. જે થાઈરોઈડ કાર્ટીલેજ ની ઉપરની બાજુએ આવેલ છે. જેનો ઉપરનો પાર્ટ પહોળો અને નીચેનો પાર્ટ સાંકડો હોય છે.
સોલોવીંગ પ્રોસેસ દરમિયાન તે લેરિંગ્સ અને ઈસોફેગસ પર મુવ થાય છે. તેના લીધે ખોરાક અને લિક્વિડ એ લેરિંગ્સ અને ટ્રકિયામા જતુ અટકે છે. તેના બંધારણમા ઈલાસ્ટિક કાર્ટીલેજ આવેલા હોય છે.
Paired cartilages (પેયર્ડ કાર્ટીલેજ ):
લેરીંગ્સ ના સ્ટ્રક્ચર મા અમુક કાર્ટિલેજ એ પેયર્ડ એટલે કે જોડીમા આવેલા હોય છે. આ પ્રકારના કાર્ટીલેજ નીચે મુજબના છે.
Arytenoid cartilage (એરીટેનોઇડ કાર્ટિલેજ):
આ હાઇલાઇન કાર્ટિલેજનો બનેલો હોય છે. તે ટ્રાયએન્ગ્યુલર શેપનો ભાગ બનાવે છે. જે વોકલકોર્ડ સાથે જોડાયેલો હોય છે અને તેના બેઇઝ નો ભાગ એ ક્રીકોઇડ કાર્ટીલેજ સાથે જોડાયેલો હોય છે.
Corniculate cartilage (કોર્નિક્યુલેટ કાર્ટીલેજ):
તે ઇલાસ્ટિક ટીસ્યુ નો બનેલો હોર્ન શેપ નો કાર્ટીલેજ છે. તે એરીટનોઈડ કાર્ટીલેજ ના અપેક્ષ ના ભાગ સાથે જોડાયેલો હોય છે. બધા કાર્ટીલેજ ની સરખામણીમા આ સૌથી નાનો કાર્ટીલેજ છે.
Cuneiform cartilage (ક્યુનિફોર્મકાર્ટીલેજ):
તે ઇલાસ્ટિક ટીસ્યુ નો બનેલો રોડ શેપ નો એપીગ્લોટીસ ના બેઝ ની નજીક આવેલો કાર્ટીલેજ છે. તે એપીગ્લોટીસ ને સપોર્ટ કરતુ સ્ટ્રક્ચર છે.
તે કોર્નીક્યુલેટ કાર્ટીલેજ ની આગળની બાજુએ આવેલો હોય છે અને તે વોકલ કોર્ડ ને સપોર્ટ કરે છે.
લેરિંગ્સ ને બ્લડ સપ્લાય લેરીન્જીયલ આર્ટરી દ્વારા થાય છે અને લેરીન્જિયલ વેસલ્સ દ્વારા વિનસ રિટર્ન થાય છે. લેરીન્જીયલ નર્વ દ્વારા નર્વ સપ્લાય થાય છે.
Production of voice (પ્રોડક્શન ઓફ વોઇસ):
લેરીંગ્સ ની અંદર મ્યુકસ મેમ્બ્રેન ના લેયર એ બે ફોલ્ડ ની પેર બનાવે છે. જેમા સુપિરિયર પેર ને ફોલ્સ વોકલ કોર્ડ અથવા તો વેન્ટ્રીકયુલર ફોલ્ડ કહેવામા આવે છે અને ઇન્ફીરીયર પેર ને ટ્રુ વોકલ કોર્ડ અથવા તો વોકલ ફોલ્ડ કહેવામા આવે છે.
બંને વેન્ટ્રીકયુંલર ફોલ્ડ વચ્ચેની જગ્યા ને રીમા વેસ્ટીબ્યુલી કહેવામા આવે છે અને બંને વોકલ ફોલ્ડ વચ્ચેની જગ્યા ને રીમા ગ્લોટીડીસ કહેવામા આવે છે.
જ્યારે થોરાશીક કેવીટી માંથી એઇર ના પ્રેશરને બહાર કાઢવામા આવે ત્યારે બંને વોકલ ફોલ્ડ સ્ટ્રેટ થાય છે અને વાઇબ્રેટ થાય છે. જેના કારણે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે. વધારે પ્રેશર અને ટેન્શન આપવાના કારણે હાઈ પિચ સાઉન્ડ ઉત્પન્ન થાય છે. જ્યારે ઓછું ટેન્શન અને પ્રેશર આપવાના કારણે લો પિચ સાઉન્ડ પ્રોડ્યુસ કરી શકાય છે.
ઓરલ કેવીટી નુ સ્ટ્રક્ચર ટીથ, નેઝલ કેવીટી, ફેરિંગ્સ, સાઇનસ, વોકલ કોર્ડ ની વાઈબ્રેટિંગ કેપેસિટી વગેરે બાબતો પર સાઉન્ડની ક્વોલિટી નો આધાર રહેલો છે.
Functions of Larynx (લેરિંગ્સ નુ મુખ્ય ફંકશન ):
લેરિંગ્સ નુ મુખ્ય ફંકશન એ અવાજ ઉત્પન્ન કરવાનુ છે.
સાઉન્ડ ની કેરેક્ટેરાઇસ્ટીક મા પીચ, રેઝોનન્સ, વોલ્યુમ વગેરે બાબતોનો સમાવેશ કરવામા આવે છે. આ દરેક બાબતો નો આધાર એ ઓરલ કેવિટી, ફેરિંગ્સ, લેરિંગ્સ, નેઝલ કેવીટી, સાઇનસ, ટંગ અને ટીથ તેમજ લિપ વગેરેના સ્ટ્રક્ચર પર રહેલો છે.
લેરિંગ્સ એ એરપેસેજ તરીકે કાર્ય કરે છે.
લેરિંગ્સની અંદરની લાઇનિંગ મા mucus મેમ્બરેન અને સીલીયા આવેલા હોવાના કારણે તે એઇર ને ફિલ્ટર કરવાનુ કાર્ય કરે છે તથા એઇર ને બોડી ટેમ્પરેચર જેટલી વાર્મ બનાવે છે અને એઇર ને હયુમીડીફાઇંગ કરવાની અંદર પણ કાર્ય કરે છે. તેના લીધે અંદરની mucus મેમ્બરે ને ડેમેજ થતી અટકે છે.
ઉપરોક્ત તમામ ઓર્ગન્સ એ અપર રેસ્પીરેટરી ટ્રેકના ઓર્ગન્સ તરીકે ગણવામા આવે છે, કારણ કે તે થોરાસીક કેવીટીની બહારના સ્ટ્રક્ચર છે.
થોરાસીક કેવીટી ની અંદર ના અવયવો ને લોવર રેસ્પીરેટરી ટ્રેકટ ના ઓર્ગન્સ તરીકે ગણવામા આવે છે. જેમા આવતા ઓર્ગન્સ નીચે મુજબના છે.
Structure and Function of Trachea ( સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ટ્રકીયા ):
ટ્રકિયા એ એક પાઇપ જેવુ સ્ટ્રક્ચર છે. જે લેરિંગ્સ પછીના ભાગે થી શરૂ થાય છે અને બ્રોંકાઇ સુધી હોય આવેલુ હોય છે.
તેને વિન્ડ પાઇપ તરીકે પણ ઓળખવામા આવે છે. આ પ્રિન્સિપલ એઇર પેસેજ તરીકે કાર્ય કરે છે. તેની લંબાઈ 12 cm અને તેનો ડાયામીટર 2.5 cm જેટલો જોવા મળે છે.
ટ્રકિયા ની લાઇનિંગ એ C શેપ ના રિંગ જેવા કાર્ટીલેજ થી બનેલ હોય છે. આ કાર્ટીલેજ ટ્રકિયા ની એન્ટિરિયર વોલ મા આવેલા હોય છે. પોસ્ટીરીયર વોલ મા આવા કાર્ટીલેજ આવેલા હોતા નથી.
ટ્રકિયા ની એન્ટિરિયર વોલ આ પ્રકારના 16 થી 20 ઇનકમ્પલિટ C શેપ ના કાર્ટિલેજ થી બનેલી હોય છે. આ કાર્ટીલેજ ના લીધે એન્ટિરિયર વૉલ ની મજબૂતાઈ વધે છે. જેથી આગળની બાજુએથી પ્રેશર આવવાના કારણે ટ્રકીયા કોલેપ્સ થતી નથી અને તેને આગળની બાજુએથી પ્રોટેક્શન આપવા માટે આ કાર્ટીલેજ કાર્ય કરે છે. આ કાર્ટીલેજ હાઈલાઈન પ્રકારના હોય છે.
ટ્રકિયાની આજુબાજુએ 4 ટીસ્યુ લેયર ગોઠવાયેલા હોય છે જે નીચે મુજબ આવેલા હોય છે.
Adventitia (એડવેન્ટેશિયા):
ટ્રકિયા ની સૌથી બહારની બાજુએ આ ટીસ્યુ લેયર આવેલુ હોય છે. તે એરીઓલર કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે.
Hyaline cartilage (હાઈલાઈન કાર્ટીલેજ):
એડવેન્ટેશિયા લેયર ની નીચેની બાજુએ આ હાઈલાઈન કાર્ટીલેજ આવેલા હોય છે. આ લેયર મા fibro ઇલાસ્ટિક ટીસ્યુ આવેલા હોય છે અને ટ્રકિયા ની એન્ટિરિયર વોલ મા C શેપના હાઈલાઈન કાર્ટીલેજ ગોઠવાયેલા હોય છે.
Submucosa (સબમ્યુકોસા):
હાઇલાઇન કાર્ટીલેજ ની નીચેની બાજુએ આ લેયર આવેલુ હોય છે. જે સબમ્યુકોસા લેયર ની ઉપરની બાજુએ ગોઠવાયેલુ લેયર છે. આ લેયરમા મ્યુકસ ગ્લેંડસ અને તેની ડકટ આવેલી હોય છે. આ ઉપરાંત આ લેયર મા બ્લડ વેસલ્સ, લિમ્ફ વેસલ્સ અને નર્વસ ગોઠવાયેલી હોય છે.
Mucosa (મ્યુકોસા):
ટ્રકિયા ની સૌથી અંદરની દીવાલ નુ આ લેયર હોય છે. જે સીલીએટેડ કોલ્યુમનર એપીથેલીયમ ટીસ્યુ થી બનેલુ હોય છે. આ લેયર મા ગોબ્લેટ સેલ પણ આવેલા હોય છે. જે મ્યુકસ સિક્રીટ કરે છે. આ લેયર મોઇસ્ટ હોય છે.
લંગ મા અંદર દાખલ થતી એઇર ને આ લેયર હ્યુમીડીફાઇંગ, ફિલ્ટર અને વોર્મ કરવામા મદદ કરે છે.
Functions of Trachea (ટ્રકીયા ના ફંક્શન્સ):
તે પ્રિન્સિપલ એઇર પેસેજ તરીકે કાર્ય કરે છે.
લંગ મા અંદર દાખલ થતી હવા ને વાર્મ, ફિલ્ટર તેમજ હ્યુમીડીફાઇંગ કરવામા મદદરૂપ થાય છે.
ટ્રકિયા ની આગળ ની દીવાલ મા આવેલા કાર્ટીલેજ ની મદદ થી ટ્રકિયા ની અંદર નુ ઓપનિંગ ખુલ્લુ રહે છે, તે કોલેપ્સ થતી નથી અને એરવે ની પેટન્સી મેન્ટેઇન રહે છે.
ટ્રકિયા ની અંદર ની લાઇનિંગ મા આવેલા સિલિયા રિવર્સ ડાયરેકશન મા ગોઠવાયેલા હોવાના કારણે ટ્રકિયા ની અંદર જમા થયેલુ કન્ટેન્ટ, મ્યુકસ કે ડસ્ટ પાર્ટીકલ્સ વગેરેને બહારની તરફ move કરવામા મદદ કરે છે. જેથી એર વે ક્લિયર રાખી શકાય છે.
ટ્રકિયા ની અંદર ની દિવાલ મા નર્વ એન્ડિંગ્સ આવેલા હોય છે. જે કોઈપણ ઇરિટેશન પ્રત્યે સંવેદનશીલ હોય છે. ટ્રકિયા ની અંદર ની લાઇનિંગ મા કંઈ પણ ઇરીટેશન થવાના લીધે તે રેસ્પિરેટરી સેન્ટર ને સ્ટીમ્યુલેટ કરે છે. જેથી કફ રિફ્લેક્સ પ્રોડ્યુસ થાય છે અને અંદર જમા થયેલ મ્યુકસ તથા ફોરેન મટીરીયલ કફિંગ દ્વારા બહાર કાઢી શકાય છે.
Structure of Bronchi and Bronchioles (સ્ટ્રક્ચર ઓફ બ્રોન્કાઇ એન્ડ બ્રોન્કીઓલ્સ):
5 મા થોરાસીક વર્ટીબ્રા ના લેવલ થી ટ્રકિયા એ બે બ્રાન્ચમા ડિવાઇડ થાય છે. જે બ્રાન્ચ ને બ્રોન્કાઇ કહેવામા આવે છે. રાઈટ અને લેફ્ટ બ્રોંકાઇ કે જેને પ્રાઇમરી બ્રોંકાઈ કહેવામા આવે છે. અહીંથી બ્રોન્કીયલ ટ્રી ની બ્રાન્ચીસ શરૂ થાય છે.
Right Bronchi (રાઈટ બ્રોંકાઈ):
રાઈટ બ્રોંકાઈ એ લેફ્ટ બ્રોંકાઈ કરતા ટૂંકી અને વધારે પહોળી હોય છે અને તે વધારે વર્ટીકલ શેપ મા ગોઠવાયેલી હોય છે. જેથી ફોરેન બોડી એ રાઈટ બ્રોન્કાઇ મા વધારે પ્લગ થવાની શક્યતાઓ રહેલી છે.
તે અંદાજિત એક ઇંચ જેટલી લાંબી જોવા મળે છે. તેની દીવાલમા સીલીએટેડ કોલ્યૂમનર એપીથેલીયમ ટીસ્યુ ગોઠવાયેલા હોય છે. તેની દીવાલ ઇન્કમપ્લીટ કાર્ટીલેજ ની બનેલી હોય છે.
રાઈટ બ્રોંકાઈ આગળ જતા લંગ ના ત્રણ લોબ મા અલગ અલગ ત્રણ બ્રાન્ચ મા ડિવાઇડ થઈ અને લંગ ના દરેક લોબ મા એક એક બ્રાન્ચ દાખલ થાય છે. ત્યારબાદ લંગ ના લોબ મા તે દાખલ થઈ નાની નાની અલગ અલગ બ્રાન્ચીસ મા ડિવાઇડ થાય છે. તે સેકન્ડરી અને ટર્શરી બ્રોન્કાઇ અને બ્રોન્કીયોલ્સ મા ડિવાઇડ થાય છે.
ટર્શરી બ્રૉંકાઈ એ આગળના ભાગે દ્રાક્ષના જુમખા જેવી એલવીઓલાઈ મા રૂપાંતરિત થઈ જાય છે. લંગ ના સ્ટ્રક્ચરમા મિલિયન્સ ની સંખ્યામા એલ્વીઑલાઇ આવેલા હોય છે. બ્રોન્કીયલ ટ્રી મા જેમ જેમ એલ્વીઑલાય તરફ જતા જઈએ તેમ તેમ કાર્ટિલેજ ડીસઅપીયર થતા જાય છે.
Left Bronchi (લેફ્ટ બ્રોંકાઇ):
લેફ્ટ બ્રોંકાઇ એ રાઈટ બ્રોંકાઈ કરતા સાંકળી અને વધારે લાંબી હોય છે. તેની લંબાઈ અંદાજીત 2 ઇંચ જેટલી જોવા મળે છે. તેનુ સ્ટ્રક્ચર પણ રાઈટ બ્રૉંકાઈ જેવુ જ હોય છે. તે આગળ જતા લેફ્ટ લંગ ના બે લોબ મા 2 બ્રાન્ચ બની અને દાખલ થાય છે અને આગળ ઘણી બ્રાંચીસ મા તેનું વિભાજન લંગ ના દરેક લોબ મા જોવા મળે છે.
બ્રોન્કીયલ આર્ટરી દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થાય છે અને બ્રોન્કીયલ વેઇન્સ દ્વારા ડીઑક્સીજીનેટેડ બ્લડ રિટર્ન થાય છે. ઓટોનોમીક નર્વસ સિસ્ટમ દ્વારા તેને નર્વ સપ્લાય થાય છે.
Functions of Bronchi and Bronchioles (સ્ટ્રક્ચર ઓફ બ્રોન્કાઇ એન્ડ બ્રોન્કીઓલ્સ):
તે એઇર ને Warm and humidifying કરવાનુ કાર્ય કરે છે.
તે Cough reflex સ્ટીમ્યુલેટ કરે છે જેથી રેસ્પીરેટરી ટ્રેક નુ પ્રોટેક્શન થાય છે.
તે ટ્રેક ને Patent રાખે છે જેથી રેસ્પીરેશન શરડતા થી લઇ શકાય છે.
તે બ્રૉંકાઈ ના ભાગે જમા થયેલ મયુકસ ને કફ રિફલેક્સ દ્વારા Removal કરવાનુ કાર્ય કરે છે.
બ્રીધીંગ મા લેવાતી એઇર નો entry control કરી બધે ઇકવલ ડિસ્ટ્રીબ્યૂશન કરે છે.
Structure of Alveoli (એલ્વીઓલાઈ સ્ટ્રક્ચર):
ટર્મિનલ બ્રોંન્કીઓલ્સ ના છેડા ના ભાગે દ્રાક્ષના જુમખાની જેમ નાના – નાના ટાઈની એર સેક આવેલી હોય છે. જેને એલ્વીઓલાઈ કહેવામા આવે છે. ગેસ એક્સચેન્જ લંગ મા થવા માટેનુ આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે.
એલ્વીઓલાઈ ની દિવાલ એ ખૂબ જ પાતળી અને સિંગલ સ્કવેમસ એપીથેલીયમ ટીસ્યુ ની બનેલી હોય છે. જેથી તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની ગેસ એક્સચેન્જ ડિફ્યુઝન ની મેથડ દ્વારા સરળતાથી કરી શકાય છે.
આ એલ્વીઓલાઈ ની આજુબાજુ એ પલ્મોનરી બ્લડ કેપેલરી નુ નેટવર્ક આવેલુ હોય છે. બ્લડ અને એલ્વીઓલાઈ ની વચ્ચે થતા આ ગેસ એક્સચેન્જને એક્સટર્નલ રેસ્પિરેશન પણ કહેવામા આવે છે.
એલ્વીઓલાઈ ની સરફેસના ભાગે ફ્લૂઈડ આવેલુ હોય છે. જેને સર્ફેકટન્ટ કહેવામા આવે છે. આ સર્ફકટંટ એ સરફેસ ટેન્શન રીડયુઝ કરે છે. એલવીઓલાઈ ને કોલેપ્સ થતી અટકાવે છે. એલ્વીઓલાઈ ની મેમ્બરેન ને ડ્રાય થતી અટકાવે છે અને ગેસ એક્સચેન્જમા પણ મદદરૂપ થાય છે.
Functions of Alveoli (એલ્વીઓલઈ નુ કાર્ય):
એલ્વીઓલઈ નુ મુખ્ય કાર્ય એ ગેસ એક્સચેન્જનુ છે. તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની ગેસ એક્સચેન્જ કરે છે.
તે એર ને હ્યુમીડીફાઇડ કરે છે અને વાર્મ કરે છે કેમકે તેની આજુબાજુ એ પલ્મોનરી કેપેલરી આવેલી હોય છે. તેના કારણે એઈર વાર્મ અને મોઇસ્ટ બને છે.
એલ્વીઓલાઈ ની મેમ્બરેન વેટ હોવાના કારણે ત્યા ડસ્ટ પાર્ટીકલ્સ અને ફોરેન મટીરીયલ્સ પ્લગ થઈ જાય છે અને તેને કફિંગ અને સ્નીઝિંગ મારફતે ત્યાંથી રીમુવ કરી બહાર કાઢવાનુ કાર્ય પણ કરે છે.
એલ્વીઓલાઈ ની દિવાલ મા કનેક્ટિવ ટીસ્યુ આવેલા હોય છે. જેથી તે લીમ્ફોસાઈટ અને પ્લાઝમા સેલ પણ ધરાવે છે અને તે અમુક એન્ટીબોડી નુ સિન્થેસિસ પણ કરે છે, જે લોકલ ફોરેન બોડી તરફનો પ્રતિકાર આપે છે અને પ્રોટેક્શન નુ કાર્ય કરે છે.
Structure of the Lung (લંગ નુ સ્ટ્રક્ચર):
લંગ એ રેસ્પાયરેટરી સિસ્ટમનુ એક અગત્યનુ અવયવ છે. તે થોરાસીક કેવીટીમા મીડિયાસ્ટીનમ સ્પેસ ની બંને બાજુએ એક એક એમ કુલ 2 ની સંખ્યામા આવેલ હોય છે.
લંગ એ વાતાવરણમાથી હવા દ્વારા ઓક્સિજન બોડી મા દાખલ કરે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરમાથી બહાર કાઢવાનુ કાર્ય કરે છે.
લંગ એ 2 ની સંખ્યામાં થોરાસીક કેવીટી મા આવેલા હોય છે. તે શંકુ આકારના હોય છે.
લંગ એ હાર્ટ અને મીડિયાસ્ટીનમ સ્પેસ દ્વારા થોરાસીક કેવીટીમા સેપરેટ થાય છે.
લંગ એ સ્પંજી ટીસ્યુના બનેલા હોય છે જેની અંદર ઘણી એઇર ફિલ્ડ કેવીટી આવેલી હોય છે. તેનો કલર બ્રાઉન અથવા ગ્રે જોવા મળે છે.
રાઈટ લંગ નો વજન અંદાજિત 625 ગ્રામ તથા લેફ્ટ લંગ નો વજન અંદાજિત 575 ગ્રામ જેટલો હોય છે. રાઈટ લંગ એ લેફ્ટ લંગ કરતા વજનમા વધારે ભારે તથા સ્ટ્રક્ચરમા વધારે મોટુ જોવા મળે છે.
લંગ એ લોબ મા ડિવાઇડ થયેલા હોય છે. રાઈટ લંગમા 3 લોબ આવેલા હોય છે, જેમા સુપીરિયર લોબ, મિડલ લોબ અને ઇન્ફીરીયર લોબ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા 2 લોબ આવેલા હોય છે સુપીરિયર લોબ અને ઇન્ફીરીયર લોબ. આ લોબ એ ફીશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. રાઈટ લંગ મા બે ફિશર આવેલી હોય છે. લેફ્ટ લંગ મા એક ફીશર જોવા મળે છે.
લંગ ને નીચે મુજબના ભાગમા વર્ગીકૃત કરવામા આવે છે.
1. અપેક્સ (Apex):
લંગના ઉપરના ટ્રાએન્ગ્યુલર અને રાઉન્ડ ભાગને અપેક્ષ કહેવામા આવે છે. જે કલેવીકલ બોન ના લેવલ સુધી જોવા મળે છે.
2. બેઇઝ (Base):
લંગના નીચેના પહોળા ભાગને બેઇઝ કહેવામા આવે છે. આ બેઇઝ નો ભાગ એ ડાયાફાર્મ ની સાથે નીચેની બાજુએ એટેચ હોય છે. આ ભાગ એ કોનકેવ શેપનો હોય છે.
3. એન્ટિરિયર બોર્ડર (Anterior Border):
તે પાતળી હોય છે. તે પોસ્ટીરીયર બોર્ડર કરતા ટૂંકી હોય છે. તેમા એક કાર્ડીયાક નોચ આવેલી હોય છે. જેમા હાર્ટનો ભાગ ગોઠવાયેલો હોય છે.
4. પોસ્ટીરીયર બોર્ડર (Posterior Border):
તે જાડી હોય છે. તે 7 મા સર્વાઇકલ વર્ટીબ્રા થી 10 મા થોરાસીક વર્ટીબ્રા સુધી જોવા મળે છે.
5. ઇન્ફીરીયર બોર્ડર (Inferior Border):
તે લંગ ના નીચે ના ભાગે આવેલ હોય છે. તે કોસ્ટલ સરફેસ અને મીડીયલ સરફેસને અલગ કરે છે. કોસ્ટલ સરફેસ લાર્જ હોય છે અને કોનવેક્સ હોય છે. તે કોસ્ટલ પ્લુરાના સંપર્કમા હોય છે. તે કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સાથે જોડાયેલી હોય છે.
6. મીડિયલ સરફેસ (Medial Surface):
તે કોનકેવ હોય છે. તેના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામા આવે છે. તે પાંચમા, છઠ્ઠા અને સાતમા થોરાસિક વર્ટીબ્રાના લેવલે આ હાઇલમ આવેલ હોય છે. આ હાઇલમના ભાગેથી બ્રોંકાય, પલ્મોનરી બ્લડ વેસલ્સ, લીમ્ફેટિક વેસલ્સ અને નર્વસ લંગ ના દરેક લોબ મા અંદર દાખલ થાય છે અને બહાર નીકળે છે.
મીડીયલ સરફેસના વચ્ચેના ભાગે મીડિયાસ્ટીનમ સ્પેસ આવેલી હોય છે. જે બંને લંગને સેપરેટ કરે છે. આ સ્પેસમા હાર્ટ, ગ્રેટ વેસલ્સ, ટ્રકીયા, બ્રોંકાય, ઈસોફેગસ વગેરે સ્ટ્રક્ચર આવેલું હોય છે જે બંને લંગ ને સેપરેટ કરે છે.
સ્ટ્રકચર ઓફ ધ લોબ ઓફ ધ લંગ (Structure of the Lob of the Lung):
લંગના લોબ એ ઘણી બધી લોબ્યુલ્સ દ્વારા બનેલા હોય છે. એક લોબ એ બીજા લોબ થી ફિશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. લંગ ના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામાં આવે છે. આ હાઇલમ થી અંદર દરેક લોબ મા નીચે મુજબનુ સ્ટ્રક્ચર જોવા મળે છે.
લંગના દરેક લોબ માથી બ્રોન્કાઇ અંદર દાખલ થાય છે. અંદર દાખલ થયા પછી તે ડિવાઇડ થઈ સેકન્ડરી બ્રોંકસ, ટર્સરી બ્રૉંકસ, ટર્મિનલ બ્રોંકિયોલ્સ,એલ્વીઓલર શેક તથા નાની નાની દ્રાક્ષના જુમખા જેવી એલ્વીઓલાઇ મા રૂપાંતર થાય છે. આમ લંગ ના લોબ મા એક ટ્રી જેવી રચનામા આ સ્ટ્રકચર જોવા મળે છે જેને બ્રૉન્કીયલ ટ્રી કે રેસ્પાઇરેટરી ટ્રી કહેવામા આવે છે.
આ એલ્વીઓલાઈ ની આજુબાજુએ પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન ની કેપેલેરી નુ નેટવર્ક પથરાયેલુ હોય છે. ઇન્સ્પિરેશન દ્વારા એલવીઑલાઇ મા રહેલો ઓક્સિજન અને બ્લડ કેપેલરી મા રહેલ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે અહી ગેસ એક્સચેન્જ થાય છે. જેને એક્સટર્નલ રેસ્પિરેશન તરીકે ઓળખવામા આવે છે.
આમ દરેક લંગ ના લોબ મા બ્રૉન્કીયલ ટ્રી, પાલ્મોનરી વેસલ્સ ની કેપેલરીઝ, લીમ્ફ કેપેલરીઝ, નર્વસ તથા લંગ ના પેરેનકાઈમલ ટિસ્યૂ નુ નેટવર્ક આવેલ હોય છે.
Pleura (પ્લુરા):
પ્લુરા એ બંને લંગ ની ફરતે આવેલ સિરસ મેમ્બ્રેન છે. જે ડબલ લેયરમા જોવા મળે છે. બહારના લેયરને પરાઈટલ પ્લુરા તથા અંદરના લેયર ને વિસેરલ પ્લુરા તરીકે ઓળખવામા આવે છે.
પરાઈટલ પ્લુરા અને વિસરલ પ્લુરા વચ્ચે એક કેવીટી આવેલી છે જેને પ્લુરલ કેવીટી કહેવામા આવે છે. અહી સિરસ ફ્લુઇડ રહેલુ હોય છે જેને પ્લુરલ ફ્લુઇડ પણ કહેવામા આવે છે.
પ્લુરલ કેવીટીમા રહેલા પ્લુરલ ફ્લુઇડના કારણે બંને લેયર નુ એકબીજા ઘર્ષણ થતુ નથી અને તેના લીધે લંગ ને એક્સપાન્શન થવા માટે પુરી સ્પેસ મળે છે. આ કેવીટીમા રહેલુ પ્લુરલ ફ્લુઇડ એ ચીકણુ હોવાથી લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે.
વિસેરલ પ્લુરા એ લંગના સાથે ચોટેલુ અને એકદમ નજીક રહેલુ લેયર છે. જ્યારે પરાઇટલ પ્લુરા એ રિબ્સ તથા મસલ્સ સાથે જોડાયેલુ લેયર હોય છે.
Difference between right lung and left lung (રાઈટ લંગ અને લેફ્ટ લંગ વચ્ચેનો તફાવત):
રાઈટ લંગમાં બે ફિશર લોબ ને સેપરેટ કરવા માટે આવેલી હોય છે જ્યારે લેફ્ટ લંગ મા લોબ ને સેપરેટ કરવા માટે ફક્ત એક જ ફીશર આવેલી હોય છે.
રાઈટ લંગ મા ત્રણ લોબ જોવા મળે છે સુપિરિયર, મિડલ અને ઈન્ફીરીયર જ્યારે લેફ્ટ લંગ મા બે લોબ જોવા મળે છે સુપિરિયર અને ઇન્ફીરીયર.
રાઈટ લંગ મા એન્ટિરિયર બોર્ડર એ સ્ટ્રેટ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા એન્ટિરિયર બોર્ડર એ ઇન્ટરપટેડ જોવા મળે છે કારણ કે લેફ્ટ લંગ ની બાજુએ કાર્ડીયાક નોચ આવેલી હોય છે જ્યા હાર્ટ રહેલ હોય છે.
રાઈટ લંગ એ વજનમા ભારે અને મોટો હોય છે . તેનો વજન અંદાજીત 625 ગ્રામ જેટલો હોય છે . જ્યારે લેફ્ટ લંગ એ વજનમા હળવો તથા નાનો હોય છે. અંદાજિત તેનુ વજન 575 ગ્રામ હોય છે.
રાઈટ લંગ એ ટૂંકો અને પહોળો હોય છે જ્યારે લેફ્ટ લંગ એ લાંબો અને સાંકડો હોય છે.
Function of lung (ફંકશન્શ ઓફ લંગ):
તે રેસ્પીરેશન માટેનુ એક અગત્યનુ ઓર્ગન છે.
ઇન્સ્પિરેશન દ્વારા ઓક્સિજન ફેફસા સુધી પહોંચી બ્લડ સાથે ભળી પૂરા બોડીને ઓક્સિજન પહોચાડવાનુ કાર્ય કરે છે.
બોડી ની વેસ્ટ પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ ને એક્સપીરેશનની ક્રિયા દ્વારા બોડી માથી બહાર કાઢે છે.
પલ્મોનરી સર્ક્યુલેશન દ્વારા હાર્ટમા ઓક્સિજનેટેડ બ્લડ પહોચાડે છે.
રેસ્પીરેશનની ક્રિયા દ્વારા બોડીનુ વધારાનુ વોટર એકસક્રીટ કરે છે.
બોડીમા ઉત્પન્ન થતી અન્ય ગેસિયસ વેસ્ટ ને એક્સપિરેશનની ક્રિયા દ્વારા બોડી માથી બહાર કાઢે છે.
Respiratory muscles (રેસ્પિરેશન ના મસલ્સ):
રેસ્પીરેશન એટલે કે બહારની હવા ઇન્સ્પિરેશન ની ક્રિયા દ્વારા લંગ સુધી પહોંચાડવી અને લંગ ની અંદર જમા થયેલી હવા એક્સપિરેશન ની ક્રિયા દ્વારા બહારના વાતાવરણમા ફેંકવી.
આ ક્રિયા દરમિયાન થોરાસિક કેવિટી ની સાઈઝ મા વધારો અને ઘટાડો જોવા મળે છે જે મુખ્યત્વે રેસ્પીરેશનની ક્રિયા સાથે જોડાયેલા મસલ્સ દ્વારા આ કાર્ય થાય છે.
રેસ્પિરેશન ના મસલ્સ મુખ્યત્વે ઇનવોલન્ટરી કાર્ય કરે છે. આ ક્રિયા સાથે જોડાયેલા મસલ્સ નીચે મુજબના છે.
Diaphragm (ડાયાફાર્મ):
થોરાસિક કેવીટી અને એબડોમિનલ કેવીટી ની વચ્ચે આવેલો આ મસલ્સ ડોમ શેપનુ સ્ટ્રક્ચર ધરાવે છે.
ડાયાફાર્મ ને ફ્રેનિક નર્વ દ્વારા કોન્ટ્રાકશન ના ઈમ્પલ્સીસ મળે છે. જેથી તેની મુવમેન્ટ અપ એન્ડ ડાઉન જોવા મળે છે.
ડાયાફાર્મ એ સેન્ટ્રલ ટેન્ડન દ્વારા થોરાસિક વર્ટીબ્રા સાથે જોડાયેલો હોય છે. તે ઉપર ની બાજુ એ સિફોઈડ પ્રોસેસ, પ્લુરા તથા સાઈડ ની રીબ્સ સાથે પણ જોડાયેલો હોય છે. આથી ડાયાફાર્મ ની મુવમેન્ટ ના લીધે ચેસ્ટ કેવીટી ની મુવમેન્ટમા વધ-ઘટ જોવા મળે છે.
ઇન્સ્પિરેશન ની ક્રિયા દરમિયાન ડાયાફાર્મ એ નીચેની બાજુએ જાય છે અને થોરસિક કેવીટી ની સાઈઝ મા વધારો થવાથી ઇન્સ્પીરેશનની ક્રિયા જોવા મળે છે જ્યારે ડાયાફાર્મ ફરી પોતાની મૂળ પોઝિશન મા જાય અને રિલેક્સ થાય ત્યારે થોરાસીક કેવીટી નો ડાયામીટર ઘટે છે અને એક્સપિરેશન ની ક્રિયા જોવા મળે છે.
Intercostal muscles (ઇન્ટરકોસ્ટલ મસલ્સ):
બે રીબ ની વચ્ચે આવેલી જગ્યાને ઇન્ટર કોસ્ટલ સ્પેસ કહેવામા આવે છે. આ ભાગે જોડાયેલા મસલ્સ ને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કહેવામા આવે છે. ઇન્ટરકોસ્ટલ મસલ્સની ટોટલ 11 પેઇર જોવા મળે છે. તે બે લેયર મા ગોઠવાયેલા હોય છે. બહારની બાજુ એ એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ્સ અને અંદરની બાજુએ ઇન્ટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ્સ આવેલા હોય છે.
આ ઇન્ટરકોસ્ટલ મસલ્સને ઇન્ટર કોસ્ટલ નર્વ દ્વારા ઈમ્પલસીસ સપ્લાય થાય છે. ફર્સ્ટ રીબ ફિક્સ હોય છે અને બાકીની ribs એ ઇન્ટર કોસ્ટલ મસલ્સ ની મુવમેન્ટ થવાથી ફર્સ્ટ રીબ તરફ જાય છે.
જ્યારે ઇન્ટરકોસ્ટલ મસલ્સ કોન્ટ્રાક્ટ થાય ત્યારે તે કેવીટી ના ડાયામીટરમા વધારો કરે છે અને રિલેક્સ થાય ત્યારે થોરાસીક કેવીટી ની સાઈઝમા ઘટાડો જોવા મળે છે.
ઉપરોક્ત બંને મસલ્સ ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સના કોન્ટ્રાકશન અને રિલેક્સેશન થી ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનની ક્રિયા જોવા મળે છે.
Cycle of respiration (Mechanism of respiration):
રેસ્પિરેશન એટલે બે સરફેસ વચ્ચે થતુ ગેસ એક્સચેન્જ. જેમા એટમોસ્ફિયર ની એઇર એ લંગ મા દાખલ થાય છે. લંગ ના ટીસ્યુ અને બ્લડ વચ્ચે ગેસ એક્સચેન્જ થાય છે જેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે. બોડીના દરેક સેલ ટીસ્યુ અને બ્લડ વચ્ચે થતી ગેસ એક્સચેન્જને ઇન્ટર્નલ રેસ્પિરેશન કહેવામા આવે છે.
રેસ્પિરેશનની ક્રિયા દરમિયાન ઓક્સિજન એ શ્વાસ દ્વારા લંગમા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ દ્વારા બોડી માંથી બહાર નીકળે છે.
સામાન્ય રીતે એક મિનિટમાં રેસ્પિરેશનની ક્રિયા 16 થી 18 વખત જોવા મળે છે.
રેસ્પેનેશન ની સાઇકલમા નીચે મુજબની ક્રિયાઓ જોવા મળે છે.
Inspiration (ઇન્સ્પિરેશન)
Expiration (એક્સપિરેશન)
Pause (પોઝ)
Inspiration (ઇન્સ્પિરેશન):
વાતાવરણની હવા શ્વાસ દ્વારા અંદર લંગ મા દાખલ થવાની ક્રિયાને ઇન્સ્પીરેશન કહેવામાં આવે છે.
જ્યારે બ્રેઇન દ્વારા ડ્રાયફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ને કોન્ટ્રેક્શન માટેના નર્વ ઇમ્પલસીસ મળે છે ત્યારે ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સંકોચાવાના લીધે થોરાસિક કેવીટી ની સાઈઝમા વધારો થાય છે . થોરાસીક કેવિટી ની અંદર એઇર પ્રેસર મા ઘટાડો થાય છે જેથી બહારના વાતાવરણમાથી હવા ઇન્સ્પિરેશનની ક્રિયા દ્વારા લંગ મા અંદર દાખલ થઈ શકે છે. આ ક્રિયાને ઇન્સ્પિરેશન કહેવામાં આવે છે.
ડાયાફાર્મ ને કોન્ટ્રાકશનના ઇમ્પલ્સીસ મળવાથી ડાયાફાર્મ એ ફ્લેટ બની નીચેની બાજુએ જાય છે અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કોન્ટ્રાકશન થવાથી રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ ઉપરની અને બહારની બાજુએ જાય છે. જેથી થોરાશિક કેવિટી ની સાઈઝમા વધારો થાય છે અને કેવીટી ની અંદર નેગેટિવ પ્રેસર ક્રિએટ થાય છે. બહાર ના વાતાવરણ માં એઇર પ્રેસર વધારે હોય અને થોરાસિક કેવીટી મા એઇર પ્રેસર ઑછુ હોવાથી ઇન્સ્પીરેશનની ક્રિયા થઈ શકે છે. ઇન્સ્પિરેશનની ક્રિયા એ એક્ટિવ પ્રોસેસ છે.
Expiration (એક્સપિરેશન):
લંગ માથી એઇર વાતાવરણમા બહાર કાઢવાના પ્રોસેસ ને એક્સપિરેશન કહેવામા આવે છે. એક્સપિરેશનની ક્રિયા એ પેસિવ પ્રોસેસ છે કે જે ઇન્સ્પિરેશનની ક્રિયા પૂરી થયા પછી શરૂ થાય છે.
એક્સપિરેશનની ક્રિયામા કોન્ટ્રાકશન થયેલા ડાયાફાર્મ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ રિલેક્સ થાય છે. જેથી ડાયાફાર્મ ફરી પોતાની મૂળ સ્થિતિમા આવે છે અને રીબ્સ એ નીચેની અને અંદરની બાજુએ આવવાથી થરાસિક કેવિટી ની સાઈઝમા ઘટાડો થાય છે અને એક્સપિરેશનની ક્રિયા થાય છે. જેમા લંગ માથી એઇર એ વાતાવરણમા બહાર ફેંકાય છે.
એક્સપિરેશનની ક્રિયામા લંગ મા એઇર પ્રેશર એ વાતાવરણના પ્રેસર કરતા વધારે હોય છે જેથી એક્સપિરેશનની ક્રિયા થાય છે.
Pause (પોઝ):
આ લંગ નુ રિલેક્સ સ્ટેજ છે. જેમા કોઈ પણ ઇન્સ્પિરેશન કે એક્સપિરેશનની ક્રિયા થતી નથી. આ પિરિયડને પોઝ પિરિયડ કહેવામા આવે છે.
Terminologies related lung volume and vital capacities of the lung( ટર્મીનોલોજી રિલેટેડ લંગ વોલ્યુમ એન્ડ વાઇટલ કેપેસીટી ઓફ ધ લંગ):
ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનની ક્રિયા ને રેસ્પિરેશન કહેવામા આવે છે. 1 મિનિટ મા નોર્મલી 12 થી 18 રેસ્પિરેશન જોવા મળે છે. રેસ્પિરેશન દરમિયાન એઇર વોલ્યુમ મેજર કરવા માટે સ્પાયરોમીટર કે રેસ્પીરોમીટર ઉપયોગી ડિવાઇસ છે. આ નોર્મલ રેસ્પીરેશન અને લંગની કેપેસિટી ને લગતી ટર્મિનોલોજીસ નીચે મુજબની છે.
Tidal volume (ટાઈડલ વોલ્યુમ ):
એક રેસ્પિરેશન દરમિયાન લંગ ની અંદર નોર્મલ ઇન્સ્પિરેશન દરમિયાન જતો હવાનો જથ્થો અને નોર્મલ એક્સપિરેશન દરમિયાન લંગ ની બહાર નીકળતો હવા નો જથ્થો તેને ટાઈડલ વોલ્યુમ કહેવામા આવે છે.નોર્મલી તે 500 ml જેટલુ હોય છે.
લંગ મા નોર્મલ ઇન્સ્પિરેશન મા લીધેલી એઇર ઉપરાંત ઇનસ્પીરેશન કરી શકાતા વધારાના હવાના જથ્થાને ઇનસ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવામા આવે છે. તેનો નોર્મલી પ્રમાણ 3100ml જેટલુ હોય છે.
Total inspiratory capacity (ટોટલ ઇનસ્પીરેટરી કેપેસિટી ):
લંગ મા ટોટલ ઇન્સ્પિરેશન કેપેસિટી એટલે કે ટાઈટલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ ના ટોટલ ને ટોટલ ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવામાં આવે છે. 500 + 3100 = 3600 આ લંગ ની ટોટલ ઇનસ્પીરેટરી કેપેસિટી છે.
નોર્મલ એક્સપિરેશન દરમિયાન બહાર નીકળતી હવા ઉપરાંત ફોર્સફૂલી એક્સપિરેશન દરમિયાન મેક્સિમમ બહાર કાઢી શકાતા હવા ના જથ્થા ને એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ કહેવામા આવે છે. તે અંદાજિત 1200ml જેટલુ હોય છે.
Residual volume (રેસીડ્યુઅલ વોલ્યુમ):
એક્સપીરેટરી રિઝર્વ વોલ્યુમ દરમિયાન હજુ પણ વધારાની હવાનો જથ્થો એલ્વીઓલાઈ મા બાકી રહે છે, જે ફોર્સફૂલી એક્સપિરેશન દરમિયાન પણ બહાર નીકળેલો નથી તેને રેસીડ્યુઅલ વોલ્યુમ કહેવામા આવે છે.
તે હવા નો જથ્થો સ્પાયરોમીટર દ્વારા પણ મેજર કરી શકાતો નથી અને આ રેસીડ્યુઅલ વોલ્યુમ ના કારણે અલ્વીઓલાઇ કોલેપ્સ થતી નથી. તેનુ નોર્મલ પ્રમાણ 1200ml જેટલુ હોય છે.
Vital capacity of lung (વાઇટલ કેપેસીટી ઓફ લંગ):
ટાઈડલ વોલ્યુમ, ઇનસ્પીરેટરી રિઝર્વ વોલ્યુમ અને એક્સપિરેટરી રિઝર્વ વોલ્યુમ ના સમ ટોટલ ને લંગની વાઈટલ કેપેસિટી કહેવામા આવે છે. તે અંદાજિત 4800 ml જેટલી હોય છે.
Anatomical dead space (એનાટોમીકલ ડેડ સ્પેસ):
લોવર રેસ્પીરેટરી ટ્રેક મા આવેલી એરનો જથ્થો કે જે ગેસ એક્સચેન્જ મા ઇન્વોલ્વ થતો નથી. તે તમામ સ્પેસ ને એનાટોમીકલ ડેડ સ્પેસ કહે છે. આ સ્પેસ મા રહેલી એઇર માત્ર કંડકશન (અવાર જવર) નુ કાર્ય કરે છે. ગેસ એક્સચેન્જનુ કાર્ય કરતુ નથી.
Total lung capacity (ટોટલ લંગ કેપેસિટી):
આમા લંગ ની વાઈટલ કેપેસિટી ઉપરાંત રેસીડ્યુઅલ વોલ્યુમ નો સમાવેશ કરવામા આવે છે.
ટોટલ લંગ કેપેસિટી અંદાજિત 6000ml જેટલી જોવા મળે છે.
Composition of inspired air and expired air.
Control of Respiration (કંટ્રોલ ઓફ રેસ્પીરેશન):
રેસ્પીરેશન એ એક ઇન્વોલન્ટરી પ્રોસેસ છે. જે વ્યક્તિ ના પોતાના કંટ્રોલમાં હોતી નથી.
રિધમિક રેસ્પિરેશન ની પ્રોસેસ એ બ્રેઇન ના કંટ્રોલમા હોય છે. આ કંટ્રોલ નીચે મુજબનુ સ્ટ્રક્ચર કરે છે.
બ્રેઇન ના મેડ્યુલા ઓબલંટા ના ભાગે આવેલુ રેસ્પાઇરેટરી સેન્ટર એ રેસ્પિરેશનના રેટ અને ડેફથ ને કંટ્રોલ કરે છે.
ન્યુમોટેક્સિક એરીયા અને એપનીયુસ્ટીક એરીયા એ પોન્સ વેરોલી ના ભાગે આવેલા હોય છે. તેના દ્વારા પણ રેસ્પિરેશનનુ કો-ઓર્ડિનેશન મેન્ટેન થાય છે.
બ્રેઇન ના મેડયુલા ઓબલંગટા ના ભાગે કીમો રિસેપ્ટર્સ આવેલા હોય છે. આ કીમો રિસેપ્ટર્સ એ ત્યા રહેલા બ્લડ મા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના પ્રમાણને મોનિટર કરે છે. બ્લડ મા કાર્બન ડાયોક્સાઇડ ના પ્રમાણ મા જ્યારે વધારો જોવા મળે ત્યારે આ કીમો રિસેપ્ટર્સ સ્ટીમ્યુલેટ થાય છે એટલે કે હાઈપર કેપનીયા ની પરિસ્થિતિમા આ કીમો રિસેપ્ટર સ્ટીમ્યુલેટ થઈ અને રેસ્પિરેશનના રેટ મા વધારો કરાવે છે.
આમ, ઉપરોક્ત તમામ સ્ટ્રક્ચર રેસ્પિરેશન નો કંટ્રોલ કરે છે. જેથી બોડી મા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નુ પ્રમાણ મેન્ટેઇન રહે છે.
નોર્મલ રેસ્પીરેશન ની કેરેક્ટેરાઇસ્ટીક અને ડેવિએશન (Characteristics of Normal Respiration And Deviation ):
નોર્મલ રેસ્પીરેશન ની કેરેક્ટેરાઇસ્ટીક (Characteristics of Normal Respiration):
નોર્મલ રેસ્પીરેશન એટલે શ્વાસ લેવાનો અને છોડી આપવાનો નેચરલ પ્રોસેસ, જેને Eupnea (યૂપ્નિયા) કહેવામાં આવે છે. સામાન્ય રીતે, આ પ્રક્રિયા શરીરમાં પૂરતો ઓક્સિજન (Oxygen – ઑક્સિજન) પૂરો પાડે છે અને કાર્બન ડાય ઑક્સાઇડ (Carbon dioxide – કાર્બન ડાય ઑક્સાઈડ) દૂર કરે છે.
મેઇન સિમ્પટોમ્સ (Main Symptoms):
1.Respiratory Rate (રેસ્પિરેટરી રેટ):
એડલ્ટ એજ માં સામાન્ય શ્વાસ લેવાની ઝડપ: 12 થી 20 બ્રીધ પ્રતિ મિનિટ.
બાળકોએ આ રેટ વધુ હોય છે (30-60 બ્રીધ/મિનિટ).
2.Rhythm (રિધમ):
શ્વાસ લેવાની અને છોડી દેવાની ક્રિયા નિયમિત અને સંતુલિત હોય છે.
3.Depth (ડેપ્થ):
શ્વાસ neither ઘણો ઊંડો (Deep) હોય છે કે નહીતો ઘણો સેલો (Shallow), balanced હોય છે.
4.Effortless (એફટ્ર્લેસ):
શ્વાસ લેતી વખતે કોઈ તકલીફ કે ડિફીકલ્ટી થતી નથી.
5.Soundless (સાઉન્ડલેસ):
શ્વાસ લેતી વખતે અવાજ વગર, સાફ અને શાંતિથી થાય છે.
રેસ્પીરેશન માં ડેવિએશન (Deviations in Respiration):
જ્યારે રેસ્પીરેશન લેવામાં પ્રોબ્લેમ થાય છે, ત્યારે આ નીચે મુજબના તબીબી અવસ્થાઓ જોવા મળે છે:
બ્રીધીન્ગ ની ગતિ ધીમે ધીમે વધે છે અને પછી ઘટે છે, ત્યારબાદ થોડી ક્ષણો માટે શ્વાસ બંધ થાય છે.
કારણ ( Cause ) : ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર્સ, હાર્ટ ફેઇલ્યોર, ટર્મિનલ સ્ટેજિસ.
7.Kussmaul Breathing (કુસ્માઉલ બ્રિધિંગ):
ઊંડો અને ઝડપી શ્વાસ લેવો.
કારણ (Cause): મેટાબોલિક એસિડોસિસ (Metabolic acidosis), ખાસ કરીને ડાયાબેટીક કીટોએસિડોસિસ (Diabetic ketoacidosis).
8.Hyperventilation (હાયપરવેંટિલેશન):
ખૂબ ઝડપથી અને ઊંડો શ્વાસ લેવો.
પરિણામે કાર્બન ડાયઑક્સાઈડનું લેવલ ઘટે છે.
કારણ (Cause): એન્ઝાઇટી (Anxiety), પેનિક એટેક (Panic attack).
9.Hypoventilation (હાઇપોવેંટિલેશન):
શ્વાસ લેવાનો દર અને ઊંડાઈ બંને ઘટે છે.
પરિણામે ઓક્સિજન ઘટે છે અને કાર્બન ડાયઑક્સાઈડ વધે છે.
કારણ (Cause) : ડ્રગ ઓવરડોઝ, ન્યુરોલોજીકલ ઇન્જરી.
નોર્મલ રેસ્પિરેશન માટે યોગ્ય રેટ, રિધમ, ડેપ્થ અને સરળતા જરૂરી છે. જ્યારે પણ શ્વાસ લેવાની મેથડ માં કોઇપણ પ્રકારનો બદલાવ આવે, તો તે હેલ્થ ની સિવ્યર કન્ડિશન તરફ ઇશારો કરી શકે છે. પ્રત્યેક ડેવીએશનનું યોગ્ય ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે મેડીકલ સલાહ લેવી અત્યંત જરૂરી છે.