JOINTS
બોડીમા બે કે બે કરતા વધારે બોન એકબીજા સાથે જોડાઈ જોઈન્ટ બનાવે છે. જોઈન્ટ ના ભાગે અલગ અલગ મુવમેન્ટ જોવા મળે છે. જોઈન્ટમા જોવા મળતી મુવમેન્ટનો આધાર જોઈન્ટ બનાવતા ભાગે આવેલા બોન, કાર્ટિલેજ, કનેક્ટિવ ટીશ્યુ અને મસ્ક્યુલર સ્ટ્રક્ચર પર આધાર રાખે છે.
આ જોઈન્ટમા તેની મોબિલિટી ના આધારે અલગ અલગ ટાઈપ મા તેની વહેંચણી કરવામા આવે છે. જોઈન્ટ ના ભાગે જોવા મળતી મુવમેન્ટ ના આધારે જોઈન્ટ નુ ક્લાસિફિકેશન નીચે મુજબ આપવામા આવે છે.
1.Freely movable joint.
આ જોઈન્ટ ને સાઈનોવીયલ જોઈન્ટ પણ કહેવામા આવે છે. જેમા બે કે બે કરતા વધારે બોન એકબીજા સાથે આર્ટિક્યુલર કાર્ટીલેજની મદદથી જોડાઈ આ પ્રકારના જોઈન્ટ બનાવે છે. આ જોઈન્ટમા જોઈન્ટ ની આજુબાજુએ કેવીટી કે સ્પેસ બને છે, તેને સાઈનોવીયલ કેવીટી કહેવામા આવે છે. આ પ્રકારના જોઈન્ટ મા મેક્સિમમ મુવમેન્ટ જોવા મળે છે. આથી અને ફ્રીલી મુવેબલ જોઈન્ટ કહેવામા આવે છે. સાઈનોવિયલ જોઈન્ટ એ બીજા Diarthroses ના નામે પણ ઓળખાય છે.
સાઇનોવીયલ જોઈન્ટ એટલે કે બે બોન જ્યા જોઈન્ટ બનાવે છે ત્યા મેક્સિમમ મુવમેન્ટ થતી હોય. તે પ્રકારના જોઈન્ટને સાઈનોવીયલ જોઈન્ટ અથવા ફ્રી લી મુવેબલ જોઇન્ટ કહેવામા આવે છે. સાઈનોવીયલ જોઈન્ટ એ નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવે છે.
HYLIENE CARTILAGE (હાઈલાઈન કાર્ટિલેજ)..
આ કાર્ટીલેજ ને આર્ટિક્યુલર કાર્ટીલેજ પણ કહેવામા આવે છે. તે બોન ના છેડા ના ભાગે આવેલો હોય છે. બે બોન જ્યા એકબીજા સાથે જોડાય છે તેની વચ્ચે ના ભાગે આ કાર્ટીલેજ જોવા મળે છે.
આ કાર્ટીલેજ એ બોન ના છેડાઑને ઘર્ષણ થતા અટકાવે છે. તે દબાણ સહન કરવાની ક્ષમતા આપે છે. આ કાર્ટીલેજ ના કારણે બે બોન વચ્ચે ની મુવમેન્ટ સ્મૂધ અને પેઇનલેસ બને છે.
INTRA CAPSULAR STRUCTURE (કેપ્સ્યુલર સ્ટ્રક્ચર).
સાઈનોવીયલ જોઈન્ટ ના બે બોન જ્યા જોડાય છે ત્યા જોઈન્ટની કેવિટી ની આજુબાજુએ એક સ્ટ્રક્ચર તૈયાર થાય છે. આ કેપ્સુલ ની અંદર ના સ્ટ્રક્ચર ને કેપ્સ્યુલર સ્ટ્રક્ચર તરીકે અથવા ઇન્ટ્રા કેપ્સુલર સ્ટ્રક્ચર તરીકે ઓળખવામા આવે છે. આ કેપ્સ્યુલ એ ડબલ લેયર ની મેમ્બ્રેન છે. જેમા આઉટર લેયર એ ફાઇબ્રસ ટીસ્યુનુ બનેલુ છે અને ઇનર લેયર એ સાયનોવીયલ મેમ્બ્રેન નુ બનેલુ હોય છે. આ કેપ્સુલ ની અંદર ના સ્ટ્રક્ચરને ઇન્ટ્રા કેપ્સુલર સ્ટ્રક્ચર કહેવામા આવે છે. જેમા નીચે મુજબના સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામા આવે છે.
આ મેમ્બ્રેન એ કેપ્સુલ ની અંદર ની લાઇનિંગ મા જોઈન્ટ ની આજુબાજુ ની તમામ મેમ્બ્રેન ની લાઇનિંગ ને કવર કરે છે. આ મેમ્બ્રેન હાઈલાઈન કર્ટિલેજ ના ભાગે આવેલી હોતી નથી. આ સિવાયના તમામ કેપ્સુલ ની અંદર ના સ્ટ્રકચરને કવર કરતી એક મેમ્બ્રેન છે જેને સાયનોવીયલ મેમ્બ્રેન કહેવામા આવે છે. તે લુઝ કનેક્ટિવ ટીશ્યુની બનેલી મેમ્બ્રેન છે.
આ મેમ્બ્રેન એ એક ફ્લુઇડ સિક્રીટ કરે છે જે ફ્લૂઈડને સાઈનોવીયલ કહેવામા આવે છે.
સાઈનોવીયલ ફ્લુઇડ એ ચીકણુ પ્રવાહી છે. જે જોઈન્ટ ના ભાગે લ્યુબ્રિકન્ટ તરીકે કાર્ય કરે છે. સાઈનોવિયલ ફ્લૂઇડ જ્યા રહેલુ હોય તે કેવીટી ને સાયનોવીયલ કેવિટી કહેવામા આવે છે.
આ સાઈનોવીયલ ફલૂડમા હાયાલ્યુરોનિક એસિડ રહેલુ હોય છે. આ ફ્લૂઇડ એ અમુક ફેગોસાયટીક સેલ ધરાવે છે જે સેલ એ જોઈન્ટ ની કેવીટીમા રહેલા માઈક્રો ઓર્ગેનિઝમ્સ તથા અમુક સેલ્યુલર ડેબરીઝને રીમુવ કરી જોઈન્ટને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય પણ કરે છે.
આ ફ્લુઇડ એ જોઈન્ટ ની અંદરના ભાગના સ્ટ્રક્ચર ને ન્યુટ્રીયન્ટ મટીરીયલ સપ્લાય કરી નરીશમેન્ટ આપવાનુ કાર્ય કરે છે. આ ફ્લુઈડ એ જોઈન્ટ ના ભાગે વેર એન્ડ ટેર પ્રકારનુ ફંક્શન પણ કરે છે. તે જોઈન્ટ ની સ્ટેબિલિટી મેન્ટેઇન કરવા માટે પણ અગત્યનુ છે.
કેપ્સુલ ની અંદર ના ભાગે તથા જોઈન્ટ ના બે બોન ને કવર કરતા છેડાઓના ભાગે કનેક્ટિવ ટીશ્યુના બેન્ડ આવેલા હોય છે. જેને ઇન્ટ્રાકેપ્સ્યુલર લીગામેન્ટ તરીકે ઓળખવામા આવે છે. કેપ્સુલ ની અંદર રહેલા લીગામેન્ટ એ જોઈન્ટને સ્ટેબિલિટી આપે છે અને તે તેના બોન ના બે છેડાઓને એકબીજા સાથે જકડી રાખવામા મદદ કરે છે.
આ નાની નાની શેક એ સાઈનોવીયલ ફ્લૂઇડ થી ભરેલી હોય છે. જેને બર્સે કહેવામા આવે છે. અમુક જોઈન્ટ જેમ કે knee જોઈન્ટ ની આજુબાજુએ આ સેક આવેલી હોય છે. તે દબાણ સહન કરતા ભાગ પાસે આવેલી હોતી નથી પરંતુ તેની આજુબાજુએ કુશન જેવુ કાર્ય કરતી શેક આવેલી હોય છે. જે ફ્રિકશન અટકાવવા માટે પણ અગત્યનુ કાર્ય કરે છે.
અમુક સાઈનોવીયલ જોઈન્ટ મા આર્ટિક્યુલેટિંગ સરફેસ પાસે ફાઇબ્રસ કાર્ટીલેજ ની બનેલી એક ડિસ્ક આવેલી હોય છે. આ ડિસ્ક જોઈન્ટ ના ભાગે શોક એબ્સોર્બર તરીકે કાર્ય કરે છે. જે જોઈન્ટને વધારાના દબાણ સહન કરવાની ક્ષમતા તથા સ્ટેબિલિટી આપે છે.
EXTRA CAPSULAR STRUCTURE (એક્સ્ટ્રા કેપસ્યુલર સ્ટ્રક્ચર).
કેપ્સુલ ની બહાર ના ભાગે બોનના બંને છેડાઓની નજીક જે સ્ટ્રક્ચર આવેલુ હોય છે તેને એક્સ્ટ્રા કેપ્સુલર સ્ટ્રક્ચર કહેવામા આવે છે. જેમા નીચે મુજબના સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામા આવે છે.
જોઈન્ટ ના ભાગે આવેલા બંને બોન ના છેડાના ભાગે ફાઇબ્રસ કનેક્ટિવ ટીશ્યુના સ્ટ્રક્ચર આવેલા હોય છે. જેને લીગામેન્ટ તરીકે ઓળખવામા આવે છે. જે બંને બોન ના એકબીજા છેડાના ભાગેથી પસાર થાય છે અને ત્યા મજબૂતાઈ તથા મૂવમેન્ટ સાથે જોડાયેલા હોય છે. આ લીગામેન્ટના કારણે જોઈન્ટની સ્ટેબિલિટી તથા પોઝીશન મેન્ટેન થાય છે.
જોઈન્ટના આજુબાજુના સ્ટ્રક્ચર પાસેથી મસલ્સ પસાર થાય છે. જે સ્કેલેટલ મસલ્સ હોય છે. આ મસલ્સ એ જોઈન્ટને આધાર અને સપોર્ટ આપવા સંબંધિત જોડાયેલા હોય છે. જોઈન્ટ ના ભાગે અલગ અલગ પ્રકારની મુવમેન્ટ કરવા માટે પણ આ મસલ્સ ઉપયોગી હોય છે.
જોઈન્ટ ના ભાગે મસલ્સના છેડાના ભાગ એ બોન સાથે ટેન્ડન દ્વારા જોડાય છે. આ ટેન્ડન એ કનેક્ટિવ ટીશ્યુના બેન્ડ હોય છે. જે મસલ્સને બોન સાથે એટેચ કરે છે અને જોઇન્ટ ની મુવમેન્ટ થઇ શકે છે.
Types of Synovial joint
Important Synovial joints of the body.
2.Slightly movable joints.
આ જોઈન્ટ ને બીજા કાર્ટીલેજીનિયસ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમા બોન એકબીજા સાથે કાર્ટિલેજ ની મદદ થી જોડાયેલા હોય છે. આથી આ જોઈન્ટ ના ભાગે થોડી મોમેન્ટ જોવા મળે છે. તેને બીજા Amphiarthroses તરીકે પણ ઓળખી શકાય છે.
બે વર્ટીબ્રા ની બોડી વચ્ચે બનતો જોઈન્ટ, સ્ટર્નમ બોન અને રીબ વચ્ચે બનતા જોઈન્ટ આ પ્રકારના જોઈન્ટ છે. જ્યા થોડી મૂવમેન્ટ જોઈન્ટ ના ભાગે જોવા મળે છે.
3.Fixed joint.
આ પ્રકારના જોઈન્ટને બીજા ફાઇબ્રસ જોઈન્ટ તરીકે પણ ઓળખવામા આવે છે. જેમા બોન્સ એકબીજા સાથે ક્લોઝલી જોડાયેલા હોય છે અને જોઈન્ટ ના ભાગે કોઈપણ મુવમેન્ટ જોવા મળતી નથી. તેને બીજા Synarthrosis નામે પણ ઓળખવામાં આવે છે.
સ્કલ ના ક્રેનીયમ બોન વચ્ચે બનતા જોઈન્ટ આ પ્રકારના છે. આ જોઈન્ટ સુચર બનાવે છે જેમકે કોરોનલ સૂચર.