skip to main content

1) ભાષા,લિપી અને બોલી 

માનવીના વિચારો તથા તેમની લાગણીઓ ને આદાન પ્રદાન કરવાની ધ્વનિના રૂપે વ્યવસ્થા એટલે ભાષા કહેવાય છે. 

ભાષા એ ભાષ નામના સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે.

જેનો અર્થ બોલવું થાય છે ભાષા માનવીની શોધ છે અને ભાષા વગર મનુષ્ય પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકતો નથી જેવી તે અનિવાર્ય સંપત્તિ છે.

ભાષાની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે પાંચ લાખ વર્ષ થઈ હોવાનું મનાઈ છે ભાષા મુખ્યત્વે ધ્વનિઘટકોની બનેલી છે ભાષાની ધ્વનિ વ્યવસ્થા એ મનુષ્યની દેન છે ના કે કુદરત ભાષામાં ચોક્કસ પ્રકારની યવસ્થા રહેલી છે.

ભાષાને બોલી શકાય છે ભાષા એ સતત પરિવર્તનશીલ છે એમાં હંમેશા દરરોજ પરિવર્તન આવે છે ભાષાનો ઉપયોગ સામાજિક એકતા માટે થાય છે જેથી તે સામાજિક દેન છે જ્ઞાન પ્રાપ્તિના સાધનો માટે ભાષા ખૂબ મહત્વની છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાબતો અને વારસાની જાળવણી અને જતનમાં ભાષા ઉપયોગી છે શ્રવણ (કાન દ્વારા સાંભળવું), કથન (મુખ દ્વારા બોલવું), વાંચન (વાંચવું), અને લેખન હાથ દ્વારા લખાણ કરવું ભાષાના. આદાનનોમાં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે એના વગર ભાષાનું મહત્વ અથવા અસ્તિત્વ ટકી શકતું નથી.

ભાષા વાણી અને  લેખન દ્વારા વ્યક્ત થાય છે જેમાં વાણી એટલે ભાષા બોલવાની આખીય ઘટના જ્યારે લેખન એટલે ભાષાનું લેખિત સ્વરૂપ વાણી દરેક માણસની જુદી પાડે છે જ્યારે ભાષાનું સ્વરૂપ હંમેશા એકરૂપતા જોવા મળે છે વાણી માણસ પોતે બાળપણ ના સમયમાં પોતાના સગા સંબંધીઓ શિક્ષકો અને તેમના મિત્રો તેમના પાસેથી જોઈને શીખે છે વાણી ઉપર વ્યક્તિની માનસિક સ્થિતિ રજૂ થાય છે.

Published
Categorized as Uncategorised