1.Common manifestation of heart disease
હાર્ટ રોગના પેશન્ટમાં જોવા મળતા એક અથવા એક કરતાં વધારે સાઇન અને સિમ્પtums જેવા કે,
2.History collection
1. History of Present illness
2.Past medical history
3.Review of allergies
4.medication history
પેશન્ટની પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન ની તપાસ કરવી (જો હોય તો ),ખાસ કરીને કાર્ડિયાક પ્રિસ્ક્રિપ્શન વિશે પૂછવું જેમા,
કાર્ડિઓટોનિક ,જે કાર્ડીયો વાસક્યુલર સિસ્ટમની ઓવરઓલ કામગીરી ને અસર કરે છે.
પેશન્ટ ઓટીસી (ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ) નો યુઝ કરે છે તેની તપાસ કરવી ,જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર માં વધારો કરે છે.
હર્બલ પ્રિપેરેશન, વિટામીન ,મિનરલ્સ અને અન્ય અલ્ટરનેટિવનો ઉપયોગ કરે છે કે નહીં તેની તપાસ કરવી.
family history
પેશન્ટના ફેમિલી મેમ્બરની એજ અને હેલ્થ સ્ટેટસની તપાસ કરવી.
કોરોનરી આર્ટરી ડીસીઝ , માયોકાર્ડિયલ ઇન્ફાર્કશન, હાયપરટેન્શન, ડાયાબિટીસ ,
હાયપરલીપીડેમિયા, હાઇપરકોલેસ્ટેરોલ,સડન ડેથ જેવી ફેમિલી હિસ્ટ્રીને કારણે પેશન્ટને હાર્ટ ડિસીઝ થવાની શક્યતા વધી શકે છે.
પેશન્ટને કમ્યુનિકેબલ ડીસીઝના સંપર્કમાં લાંબો સમય રહ્યા હોય તેના વિશે પૂછવુ અથવા બીજા ફેમિલી મેમ્બર ની બીમારી ની અસર પેશન્ટ પર થઈ છે કે નહીં તે પૂછવું.
6.personal history
3.Physical examination
1. General appearance and cognition (જનરલ દેખાવ અને સમજશક્તિ )
2.inspection of skin
A. Pallor
B. Peripheral cyanosis
C. Central cyanosis
D. Xanthelesma (જેન્થેલેસમા)
E.
F.
Diagnostic test’s of cardiac diseases
A.laboratory tests
1.CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
2.coagulation studies( કો એગ્યુલેશન સ્ટડી)
3.blood chemistry (બ્લડ કેમેસ્ટ્રી)
(a) લિપિડ પ્રોફાઈલ
(b) કોલેસ્ટેરોલ લેવલ
1.LDL (લો ડેનસીટી લાઈપો પ્રોટીન)
2.HDL( હાઈ ડેન્સિટી લાઇપો પ્રોટીન)
3. ટ્રાય ગ્લીસરાઈડ
C. શિરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ
(1). સીરમ સોડિયમ
(2) સીરમ પોટેશિયમ
(3) કેલ્શિયમ
(4) મેગનેસીયમ
D. BUN( બ્લડ યુરિયા નાઇટ્રોજન)
E. સીરમ ગ્લુકોઝ લેવલ
4. કાર્ડીયાક એન્જાઈમ ટેસ્ટ
આ પ્રકારના કાર્ડિયાક એન્ઝાઈમ ટેસ્ટ કરવામાં આવે છે.
કાર્ડિયાક એન્ઝાઈમ
Continue….
ક).ક્રિએટિનીન કાઈનેઝ
ખ). કારડીયાક ટ્રોપોનિન
ગ). લેક્ટીટ ડીહાઈડ્રોજીનેજ એલ.ડી.એચ(LDH)
ઘ). માયોગ્લોબિન
Chest X-ray
પલ્સ ઓક્ઝિમેટ્રિ
ઇલેક્ટ્રોકાર્ડીયોગ્રામ
ઇકોકાર્ડિઓગ્રાફી(EKG)
આ મેથડ નોન ઇન્વેસિવ તથા ટ્રાન્સ થોરાસિક કાર્ડિયોગ્રામ છે.
ઇકોકાર્ડિયોગ્રામ એ
અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ છે ,તે હાર્ટના સ્ટ્રક્ચરની ગતિનું રેકોર્ડ કરે છે.
જેમાં વાલ્વ તેમજ હાર્ટની સાઈઝ, શેપ ,પોઝિશન વગેરેની માહિતી આપે છે.
કારડીયાક અલ્ટ્રાસાઉન્ડ માટે કોઈપણ પ્રિપેરેશનની જરૂરિયાત હોતી નથી.
આ ટેસ્ટ અલ્ટ્રાસોનિક સાઉન્ડના તરંગોને હાર્ટમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે, જેથી પાછા આવતા પડઘાને ઓડિયો તરીકે વિડિયો ટેપ પર રેકોર્ડ કરી શકાય છે અને વિઝ્યુઅલ માહિતી મેળવી શકાય છે.
એ સમય દરમિયાન ઇસીજી(ECG)ને પણ કમ્પેરીઝન માટે રેકોર્ડ કરવામાં આવે છે.
એબનોર્માલિટી કે જે
ઇકોકાર્ડિયોગ્રામમાં જોઈ શકાય છે જેવી કે, હાર્ટ ઈનલાર્જમેંટ, વલ્લવુલર એબનોર્માલિટી, કાર્ડિયાક વોલ અથવા સેપ્ટનની જાડાઈ જાણવા માટે એન્ડ પેરી કાર્ડિયલ ઇફયુઝનને ડાયગનોસીસ કરવા માટે પર્ટિક્યુલર સાધન છે તથા હાર્ટના મરમર સાઉન્ડનું કારણ પણ જાણી શકાય છે.
EKG( ઇકો કારડિઓ ગ્રાફીમાં) પેશન્ટને ટ્રેડમિલ પર ચલાવવામાં આવે છે, તે પહેલા ઇલેક્ટ્રોડસને પેશન્ટની છાતી પર અટેચ કરાવવામાં આવે છે.
અને આ ઇલેક્ટ્રોડસને મશીન સાથે કનેક્ટ કરવું તથા બ્લડપ્રેશર કફને પેશન્ટના હાથમાં બાંધવો અને નર્શે બીપી ચેક કરતા રહેવું.
પછી ઇકોકાર્ડિયોગ્રામમા પેશન્ટની કન્ડિશન રેકોર્ડ થાય છે.
ઇકો કાર્ડિયોગ્રાફી એ આરામ વખતે તથા એક્સરસાઇઝ પહેલા અને પછી કરાવવામાં આવે છે.
તેના દ્વારા શોધી શકાય કે હાર્ટ એ ફિઝિકલ એક્ટિવિટી અથવા સ્ટ્રેસને કેવી રીતે રિસ્પોન્સ આપે છે .
આ ટેસ્ટ દ્વારા CAD( કોરોનરી આર્ટરી ડિસિઝના ) ના ડાયગનોસીસ કરી શકાય છે.
ટ્રાન્સઈસોફેજીઅલ ઇકો કાર્ડિયોગ્રાફી
ટ્રાન્સઈસોફેજીયલ ઈકોકાર્ડિયોગ્રામ એ ટ્રાન્સ થોરાસીક ઇકોકાર્ડિયોગ્રામ કરતા ક્લીઅર પિક્ચર આપે છે.
ટ્રાન્સ થોરેશીક ઇકોકાર્ડિયોગ્રામ માં વપરાતું અલ્ટ્રા સાઉન્ડ એ તેની ક્લીયારીટી ગુમાવે છે કારણ કે તે ટીસ્યુ ,ફેફસા અને બોનમાંથી પસાર થાય છે.
જ્યારે ટ્રાન્સઈસો ફેજિયલ ઇકો કાર્ડિયોગ્રામમા અલ્ટ્રાસાઉન્ડ તરંગો એ ઓછી માત્રામાં ફેફસા અને રીબ ટીસ્યુ માંથી પસાર થાય છે.
પેશન્ટને ટેસ્ટના છ કલાક પહેલા NPO(નીલ પર ઓરલ) રાખવામાં આવે છે.
તે અન્નનળીમાં મૂકવામાં આવેલા પ્રોબ ઉપર ટ્રાન્સડયુસર નો ઉપયોગ કરીને ઈમેજ બનાવે છે.
ફિઝિશિયન એ પ્રોબની સ્થિતિને નિયંત્રિત કરે છે અને ઈસોફેગસમાં મુસાફરી કરતી વખતે પિક્ચર લે છે.
પ્રોસિજર પહેલા સેડિટિવ અને ગળામા લોકલ એનેસ્થેશીયા પણ આપવામાં આવે છે.
પ્રોસિજર પછી પણ પેશન્ટને NPO(નીલ પર ઓરલ)માં જ રાખવું કે જ્યાં સુધી તેના ગેગરીફ્લેક્સ એ પાછા ન આવી જાય .
TEE(ટ્રાન્સઈસોફેજીયલઇકો કાર્ડિયોગ્રામ) પહેલા પેશન્ટને ડિસફેજિયા અથવા છાતીની રેડીએશન થેરાપીની હિસ્ટ્રીની તપાસ કરવી કે જેના કારણે કોમ્પ્લિકેશનની શક્યતા માં વધારો થાય છે.
TEE( ટ્રાન્સઈસોફેજીયલ ઇકો કાર્ડિયોગ્રાફી ) દરમિયાન કોમ્પ્લિકેશન વધારે જોવા મળતા નથી, પણ જો થાય તો તે જોખમી હોય છે.
કોમ્પ્લિકેશન એ શીડેશન અને લોકલ એનેસ્થેશીયા ને કારણે સ્વેલોવિંગમાં તકલીફ થાય છે, રેસ્પાયરેટરી ડીસટ્રેસ અને એસપિરેશન વગેરે થાય છે.
કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ
આ ટેસ્ટ દ્વારા ઓટોનોમોસ નર્વસ સિસ્ટમ ઉત્તેજિત થાય છે.
તે ઓક્સિજનની માંગણી વધતા હાર્ટની તેની સામેનો રિસ્પોન્સ દર્શાવે છે.
ટેસ્ટ પહેલા વાઇટલ સાઈન લેવામાં આવે છે.
પછી પેશન્ટ જ્યારે ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરે કે સ્ટેશનરી સાયકલ પર અથવા સીડી ચડવા દરમિયાન વાઈટલ સાઇન, ઓક્સિજન સેચ્યુરેશન ,બોડી તાપમાન ,ફિઝિકલ દેખાવ, છાતીમાં દુખાવો અને ઇસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ )વગેરેનું મોનિટર કરવામા આવે છે, જે પેશન્ટની સેફટી માટે મદદરૂપ થાય છે.
જ્યારે હાર્ટ રેટ પીક લેવલ પર પહોંચે ત્યારે છાતીમાં દુખાવો અનુભવાય છે.
વાઇટલ સાઇન અને ઇસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ)નું કંટીન્યુ એક્સરસાઇઝ પછી પણ મોનિટર કરવું કે જ્યાં સુધી તે બેઝલાઈન સુધી ન પહોંચે.
વધુ કસરત કરવામાં અસમર્થ હોય અથવા વાઈટલ સાઇન અને ઇસીજી માં ચેન્જીસ આવે ત્યારે ટેસ્ટ પૂર્ણ કરવામાં આવે છે.
સામાન્ય રીતે કોરોનરી આર્ટરી એ પોતાના નોર્મલ એક ડાયામીટર કરતા ચાર ગણી વધુ થાય છે કે જ્યારે ઓક્સિજન અને ન્યુટ્રીશન વગેરેની માગણીમાં વધારો થાય છે ત્યારે.
પરંતુ જ્યારે કોરોનરી આર્ટરી એ એથેરોસ્ક્લેરોસીસથી યુક્ત હોય છે ત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં ડાયલેટ થાય છે.
જેથી માયો કાર્ડિયમના બ્લડ ફ્લોમા ઘટાડો આવે છે અને તેથી ઇસચેમિયા થાય છે,
તેથી કારડીયાો વાસ્ક્યુલર ફંક્શનની એબનોર્માલિટી એ જ્યારે માંગણી અથવા ટ્રેસમા વધારો થાય છે ત્યારે વધારે ઝડપથી ઓળખાય છે.
કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ પ્રોસિજર જેવીકે, એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ, ફાર્મેકોલોજીકલ સ્ટ્રેસ ટેસ્ટ અને હાલમાં જ મેન્ટલ અથવા ઈમોશનલ સ્ટ્રેસ ટેસ્ટ આ બધી નોન ઇન્વેસિવ મેથડ છે કે જેના દ્વારા સ્ટ્રેસ પ્રત્યે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના રિસ્પોન્સ ને જોવામાં આવે છે.
કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ કરવા માટેના સંકેતો Or ઇન્ડિકેશન
CAD (કોરોનરી અાર્ટરી ડીસીઝ),
ચેસ્ટ પેઈન (છાતીમાં દુખાવાનું )નું કારણ જાણવા,
માયો કાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ સર્જરી પછી હાર્ટની ફંક્શન કેપેસિટી જાણવા,
એન્ટીએન્જાઈમ અથવા એન્ટી એરીધમિક મેડીકેશનની અસરકારકતા જાણવા,
ફિઝિકલ એક્સરસાઇઝ દરમિયાન ડીસરીધેમિયા થાય છે કે નહીં તે જાણવા.
કોન્ટ્રાઇન્ડિકેશન Or કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ ક્યારે ન કરવી
સિવીયર એઓર્ટીક સ્ટેનોસિસ અથવા પેરિકારડાઈટીસ,
સીવીયર હાઇપર ટેન્શન,
શંકાસ્પદ લેફ્ટ કોરોનરી આર્ટરી ડિસીઝ હોય તે બાબતમાં,
હાર્ટ ફેલિયર અને અનસ્ટેબલ અંજાઈના.
કેમકે ,સ્ટ્રેસ ટેસ્ટની સાથેના કોમ્પ્લિકેશન એ જીવન જોખમી હોય છે જેમાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન,કારડીયાક અરેસ્ટ, હાર્ટ ફેલિયર ,સિવિયર
ડીશરીધમિયા વગેરે જેવા થઈ શકે છે.
CT SCAN (સીટી સ્કેન) (કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી)
તેને CAT (કોમ્પ્યુટેડ એક્સીયલ ટોમોગ્રાફિક) અથવા EBCT (ઇલેક્ટ્રોન બીમ કોમ્પ્યુટર ટોમોગ્રાફી) તરીકે પણ ઓળખવામાં આવે છે.
હાર્ટ તેમજ ગ્રેટ વેસલ્ર્સ સહિત છાતીની ક્રોસ સેક્શનલ ઈમેજ આપવા માટે એક્સ રે નો યુઝ કરે છે.
આ ટેકનિક નો ઉપયોગ એ
એઓરટા અને પેરી કાર્ડિયમના રોગો તથા કાર્ડિયાક માસ જોવામાં થાય છે.
આ પ્રોસિજર નોન ઇન્વેસીવ અને પેઈન વગરની છે.
EBCT( ઇલેક્ટ્રોન બીમ કોમ્યુટેડ ટોમોગ્રાફી) તે ખાસ કરીને ઝડપી એક્સરે સ્કેનિંગ ટેકનીક છે.
તેનો ઉપયોગ એ,
બાયપાસ ગ્રાફ્ટની પેટનસી જોવા,
જન્મજાત હાર્ટ લીસનમા,
લેફ્ટ અને રાઈટ વેન્ટ્રીકયુલર માસ,
ચેમ્બર વોલ્યુમ એન્ડ કાર્ડિયાક આઉટપુટ,
અગાઉના મયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ,CABS (કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી) વગેરેના લોકો માટે આ ટેસ્ટનો ઉપયોગ એ કોરોનરી આર્ટરીમાં કેલ્શિયમ ડિપોઝિટની માત્રા અને એથેરોસ્કલેરોસીસ નક્કી કરવા માટે થાય છે.
આ ટેસ્ટ થી કેલ્શિયમનો સ્કોર નક્કી કરીને હાર્ટ ડિસિઝની ઘટનાનો અંદાજ લગાવી શકાય છે.
જેમ કે EBCT એ MI( માયો કાર્ડિયલ ઇન ફાર્કશન) ને ઝડપથી શોધવામાં ઉપયોગી છે.
હોલ્ટર મોનીટર
હોલ્ટર મોનિટર કે જેનું વજન બે પાઉન્ડ છે તે 48 કલાકથી વધુ સતત એક લીડ રેકોર્ડ કરે છે.
પેશન્ટે લુઝ ફિટિંગ કપડા પહેરવા અને જ્યારે મોનિટર પહેરે છે ત્યારે માત્ર સ્પંજ બાથ જ કરાવવું.
પેશન્ટે એક્ટિવિટી અને સિમ્ટમસ ની ડાયરી રેકોર્ડ કરવી અને જ્યારે સીમટમ્સ આવે ત્યારે ઇવેન્ટ બટનને સિમ્ટમસ રેકોર્ડ કરવા દબાવવું.
જેથી પછીથી ECG(ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રાફી) રેકોર્ડિંગ સાથે સરખાવી શકાય અને માયો કાર્ડિયલ ઇન્ફેક્શન જે શોધી શકાય.
રેકોર્ડિંગ કોમ્પ્યુટર દ્વારા સ્કેન થાય અને ફિઝિશિયન એ તેનું ઇન્ટરપ્રિટેશન કરે છે.
રેડિયો આઇસોટોપ ઇમેજિંગ
આ પ્રકારની ઈમેજિંગ માટે રેડિયો આઇસોટોપની થોડી માત્રા ઈન્ટ્રાવિનસ આપવામાં આવે છે.
પછી પેશન્ટને ગામા કેમેરાથી સ્કેન કરવામાં આવે છે અને રેડિયો ન્યુક્લાઇડ ઈમેજ બનાવવામાં આવે છે .
રેડીએશન એક્સપોઝર એ અન્ય એક્સરેની જેમજ હોય છે.
આ ટેસ્ટ માયો કાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને ગતિની માહિતી આપે છે.
ડોપલર અલ્ટ્રા સાઉન્ડ
આ ટેસ્ટમાં સાઉન્ડના તરંગોને આર્ટરી અથવા વેઈન તરફ ટ્રાન્સમીટ કરવામાં આવે છે, જેથી બ્લડ ફ્લોના પ્રોબ્લેમ ની તપાસ કરી શકાય છે.
ડોપલર અલ્ટ્રાસાઉન્ડ એ અલ્ટ્રા સાઉન્ડનો જ પ્રકાર છે કે જેના દ્વારા બ્લડ ફ્લોને શોધી તથા માપી શકાય છે.
આ ટેસ્ટ દ્વારા ઘૂંટણની પાછળ તથા પગની ઘૂંટીના સ્થાને બ્લડપ્રેશર માપી શકાય છે.
પગમાં પેરિફેરલ આર્ટરી ડિઝીઝ ધરાવતા દર્દીઓમાં પગની ઘૂંટીઓમાં બ્લડપ્રેશર એ હાથના બ્લડ પ્રેશર કરતા ઓછું હોય છે.
એંકલ બ્રેકીયલ ઈન્ડેકસ એ નંબર છે જે એન્કલ બ્લડપ્રેશરને બ્રેકીયલ બ્લડપ્રેશર દ્વારા વિભાજીત કરીને મેળવવામાં આવેલ નંબર છે.
નોર્મલ ABI એ 0.9 – 1.3 છે.
ABI એ 0.9 કરતા ઓછું હોય તો પગની આર્ટરીમાં પેરિસફેરલ ડીસીઝ છે એવું દર્શાવે છે.
અને ABI એ 0.5 કરતા પણ ઓછું હોય તો તે સિવિયર આર્ટરી અવરોધ સૂચવે છે.
મેગનેટિક રેઝોનેન્શ ઈમેજીંગ(MRI)
આ નોન ઇન્વેસિવ અને પેઈનલેસ ટેસ્ટ છે.
MRI દ્વારા હાર્ટની ફિઝિયોલોજીક અને એનાટોમિકલ પ્રોપર્ટીની તપાસ કરી શકાય છે.
MRIમાં (મેગનેટિક રેઝોનેન્સ ઇમેજિંગમાં) પાવરફુલ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે અને કમ્પ્યુટર એ હાર્ટ અને ગ્રેટ વેસેલ્સની ઈમેજ લે છે.
MRI દ્વારા હાર્ટની 3d ઈમેજ બનાવવામાં આવે છે.
પેશન્ટ એ મજબૂત અને મેગનેટિક ચુંબકીય ક્ષેત્ર વાળા લાંબા ,નાના ડાયામીટરના સિલિન્ડરમાં સ્થિર રહેવું જોઈએ.
નાના સિલિન્ડરની દર્દીની નજીક હોવાને કારણે ઘણા લોકો ક્લસ્ટ્રોફોબિયા એટલે કે બંધ જગ્યાથી ડર અનુભવે.
તેથી દર્દીઓને ટેસ્ટ પહેલા પૂછવામાં આવે છે કે શું તેઓને ક્લોસ્ટ્રોફોબિક છે જો હોય તો તેને સર્જરી પહેલા માઇલ્ડ સેડેટીવ આપવામાં આવે છે.
ઓર્ડર મુજબ MRI ના એક કલાક પહેલા એન્ટીએન્જાયટી મેડિસિન આપવામાં આવે છે.
મ્યુઝિક એ દર્દીની એન્જાયટી (ચિંતા) ને ઓછી કરવામાં મદદ કરે છે.
મશીનમાં કોઈપણ ધાતુની વસ્તુઓની પરમિશન નથી તેથી કેટલાક દર્દીઓ જેવા કે પેસમેકર યુક્ત, મેટલ ઈમ્પ્લાન્ટ કરેલ, સેવિંગ્સ અથવા શ્રાપનેલ, પ્રોસ્થેટીક જોઈન્ટ ધરાવતા વ્યક્તિઓમા આ ટેસ્ટ કરવામાં આવતી નથી.
આ ટેસ્ટના ઇન્ડિકેશન OR આ ટેસ્ટ ક્યારે કરી શકાય,
એઓર્ટા , હાર્ટ મસલ્સ અને પેરી કાર્ડીયમ ડિસિઝ,
જન્મજાત હાર્ટ લીસન.
આ ટેસ્ટનો ઉપયોગ કોરોનરી આર્ટરીની એનાટોમી અને કાર્ડિયાક બ્લડ ફ્લો જાણવા થાય છે.
ફ્લોરોસ્કોપી
તે એક્સરે સ્ક્રીન પર હાર્ટના વિઝયુલાઈઝેશન ને મંજૂરી આપે છે.
તે કરડીયાકના ધબકારા અને અસામાન્ય કાર્ડિયાકની રૂપરેખા દર્શાવે છે.
ફ્લોરોસ્કોપી એ ઇન્ટ્રાવિનસ પેસિંગ ઇલેક્ટ્રોડની સ્થિતિ નક્કી કરવા અને કરડીયાક કેથેટરાઇઝેશન દરમિયાન કેથેટર દાખલ કરવા માટે ઉપયોગી છે.
કારડીઓ વાસ્ક્યુલર સિસ્ટમ માટે ડાયગનોસીસ
Continue…
પેરિફેરલ વાસ્ક્યુલર સ્ટ્રેસ ટેસ્ટ આ ટેસ્ટમાં પેશન્ટને પર 1.5 માઈલ પ્રતિ કલાક પાંચ મિનિટ સુધી ચલાવવામાં આવે છે.
અમુક સમયાંતરે પલ્સ વોલ્યુમ માપવામાં આવે છે.
જેમાં બેઝલાઈન રેસ્ટીંગ ટેસ્ટ દરમિયાન અને ટેસ્ટ પછી અંતિમ આરામનો સમાવેશ થાય છે.
આ ટેસ્ટ એ એક્ટિવિટી પ્રત્યેના રિસ્પોન્સની તપાસ કરવા માટે વપરાય છે.
જો ક્લાવડીકેશન એટલે કે ચડતા હોય ત્યારે દુખાવો થાય તો ટેસ્ટ બંધ કરવામાં આવે છે.
એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ અથવા એક્સરસાઇઝ ટોલરન્સ ટેસ્ટ
આ ટેસ્ટ દરમિયાન નક્કી કરેલી કસરતના પ્રોટોકોલ પ્રમાણે કારડીયાક ફંકશન અથવા પેરિફેરલ ડીસીઝ નું માપન કરવામાં આવે છે.
આ ટેસ્ટમાં પેશન્ટને ટ્રેડમિલ અથવા પેડલ યુક્ત સ્ટેશનરી સાયકલ પર ચાલવા કહેવામાં આવે છે.
ટેસ્ટ પહેલા પેશન્ટને ટેસ્ટ વિશે સમજાવવું તથા ટેસ્ટ પહેલા કાર્ડીયાક મેડિસિન લેવાની પણ ના પાડવામાં આવે છે.
ફિઝિશિયન દ્વારા આ ઉપરાંત પેશન્ટને ધુમ્રપાન, જમવાની તથા પીવાની ના પાડવી,ટેસ્ટની બે થી ચાર કલાક પહેલા.
પેશન્ટને કમ્ફર્ટેબલ ચાલવા માટે રબર શૂઝ લુઝ ટોપ અને સ્ત્રીઓ માટે સપાર્ટીવ બ્રા પહેરવાની સલાહ આપવી.
ટેસ્ટ પછી પેશન્ટને રેસ્ટ કરવા કહેવુ અને તરત જ જમવાની ના પાડવી તથા તેમને કેફીન પદાર્થો લેવાની ના પાડવી.
એક્સરસાઇઝના પ્રોટોકોલ પ્રમાણે ટ્રેડમિલની સ્પીડ એ ત્રણ મિનિટે ને ત્રણ મિનિટે વધારવી.
આ ટેસ્ટનો મેન હેતુ એ ટાર્ગેટ હાર્ટ રેટ પ્રમાણે હાર્ટ રેટ વધારવાનું છે.
ટેસ્ટ દરમિયાન બે અથવા વધારે ઇસીજી (ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ) લીડ હાર્ટના રેટ, રીધમ અને ઈસ્ચેમિક સ્થિતિને જાણવા માટે લગાવવી.
બ્લડ પ્રેશર , તાપમાન ,સીમટમ્સ જેવા કે છાતીમાં દુખાવો, ડિસેપનીયા, ડીજીનેસ, પગમાં દુખાવો તથા થાક લાગે આ બધી જ બાબતોને મોનિટર કરવી.
ટેસ્ટનો અંત એ જ્યારે ટાર્ગેટ હાર્ટ રેટ મેળવી લીધા હોય અથવા છાતીમાં દુખાવો થાય, બીપી ઓછું થાય, પલ્સ ઓછા થાય , ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના ST સેગમેન્ટમાં બદલાવ આવે ત્યારે પૂર્ણ કરવી.
ટેસ્ટ દરમિયાન જ્યારે ઇસીજીમાં ચોક્કસ એબનોર્માલિટી થાય છે, ત્યારે ટેસ્ટ એ પોઝિટિવ હોય છે.
એન્જીયોગ્રાફી
તે એક ઇન્વેસિવ પ્રોસિજર છે, જે કોરોનરી ડીસીઝ ના ડાયગનોસીસ કરવા માટે થાય છે.
આર્ટેરિયોગ્રાફી અને વિનોગ્રાફી એ બે ટાઈપ એન્જિયોગ્રાફીના છે.
તેમાં આર્ટેરિયોગ્રાફીમા એ આરટરીની તપાસ અને વિનોગ્રાફીમા વેઈનની તપાસ કરવામાં આવે છે.
એન્જિયોગ્રાફીમાં રેડિયો ગ્રાફ પર વેસલ્સને અને હાર્ટને બતાવવા અથવા જોવા માટે વાસકયુલર સિસ્ટમમાં ઇન્જેકટેબલ ડાયનો અથવા કોન્ટ્રાસ્ટ એજન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
કારડીયાક કેથેટરાઇઝેશન એ એનજીઓગ્રાફી સાથે કરવામાં આવે છે.
જ્યારે કોઈ ચોક્કસ હાર્ટની ચેમ્બર અથવા બ્લડ વેસલ્સ નો અભ્યાસ કરવા માટે પસંદ કરવામાં આવે ત્યારે તેને સિલેક્ટિવ એન્જિયોગ્રાફી કહે છે.
એન્જ્યોગ્રાફી એ સીને એન્જ્યોગ્રામનો ઉપયોગ કરે છે, જે તીવ્ર ફ્લોરોસ્કોપી સ્ક્રીન પર ઝડપથી બદલાતી ફિલ્મોની શ્રેણી છે અથવા સાઇટ્સ દ્વારા કોન્ટ્રાસટ એજન્ટના માર્ગને રેકોર્ડ કરે છે.
રેકોર્ડ કરેલી માહિતી એ સમયાંતરે ડેટાની સરખામણી કરવા માટે મદદરૂપ થાય છે.
સિલેક્ટિવ એન્જીયોગ્રાફીની કોમન સાઈટ જેવી કે એઓર્ટા, કોરોનરી આર્ટરી અને હાર્ટની ડાબી અથવા જમણી બાજુ છે.
આ ટેસ્ટનો ઉપયોગ બ્લડ કલોટ બન્યાની તપાસ કરવા, પેરીફેરલ વાસ્ક્યુલર ડીસીઝની તપાસ કરવા માટે થાય છે.
પેશન્ટને એલર્જી માટે ટેસ્ટ દરમિયાન મૂલ્યાંકન કરતું રહેવું તથા ટેસ્ટના ચાર કલાક પહેલા NPO(નીલ પર ઓરલ )રહેવાની સલાહ આપવી અને પેશન્ટને માહિતી આપવી કે ડાય એ દાખલ કરતી વખતે ગરમ તથા બળતરા જેવી ફીલિંગ ઉત્પન કરશે.
પ્રોસિજર પછી પેશન્ટનું કેટલાક કલાકો સુધી મૂલ્યાંકન કરવું. વાઈટલ સાઇન ,એલર્જી, ઇન્જેક્શન સાઇટ હેમરેજ અને પલ્સને મોનિટર કરવા.
એઓર્ટોગ્રાફી
એઓર્ટાગ્રામ એ એનજીયોગ્રાફી નું એક સ્વરૂપ છે, જે એઓર્ટાના લ્યુમેન અને તેમાંથી ઉત્પન્ન થતી મુખ્ય આર્ટરીઓની રૂપરેખા દર્શાવે છે.
થોરાસિક એઓર્ટાગ્રાફીમાં કોન્ટ્રાસટ એજન્ટનો ઉપયોગ એઓર્ટીક આર્ક અને તેની મુખ્ય શાખાઓનો અભ્યાસ કરવા માટે થાય છે .
કેથેટરને એઓરટામાં દાખલ એ ટ્રાન્સલમ્બર આર્ટરીનો ઉપયોગ કરીને દાખલ કરી શકાય છે.
કોરોનરી આર્ટેરીયોગ્રાફી
આ ટેસ્ટમાં કેથેટર ને રાઈટ અથવા લેફ્ટ બ્રેકીયલ અથવા ફિમોરલ આર્ટરીમાં દાખલ કરવામાં આવે છે.
પછી તેને એસેન્ડીંગ એઓર્ટામાં પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને યોગ્ય કોરોનરી આરટરીમાં હેરફેર કરવામાં આવે છે .
આ ટેસ્ટનો ઉપયોગ એ એથેરો સ્લેરોસીસની ડિગ્રીનું તપાસ કરવા અને સારવારને ચુસ કરવામાં થાય છે.
આ ઉપરાંત તેનો ઉપયોગ એ સંભવિત જન્મજાત કોરોનરીની ખામીનો અભ્યાસ કરવામાં થાય છે.
હિમોડાયનેમિક મોનિટરિંગ
ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમની જટિલ મેડિકલ કન્ડિશનનું ડાયાગનોસીસ અને મેનેજમેન્ટ કરવા માટે તેમની કારડીર્યો વાસકયુલર સિસ્ટમના સતત મૂલ્યાંકન અથવા તપાસની જરૂર પડે છે.
આ સામાન્ય રીતે ડાયરેક્ટ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમના ઉપયોગ દ્વારા પ્રાપ્ત થાય છે જેને ઘણીવાર હિમોડાયનેમિક મોનિટરિંગ તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે ,સેન્ટ્રલ વિનસ પ્રેશર, પલ્મોનરી અાટર્રી પ્રેસર ,
ઇન્ટ્રા આર્ટેરિયલ બ્લડપ્રેશર મોનિટરિંગ,
આ હિમોડાયનેમિક મોનિટરના સામાન્ય સ્વરૂપો છે.
બેડ સાઈડ મોનિટરિંગ એ હાર્ટ અને બ્લડ વેસલ્સના પ્રેશરનું મોનિટરિંગ કરીને થઈ શકે છે.
ટ્રાન્સડયુસર અને મોનિટર સાથે જોડાયેલ કેથેટર જેને આરટીરિયલ લાઈન કહેવાય છે તેને રેડિયલ અથવા ફીમોરલ આર્ટરીમા સતત બ્લડપ્રેશરને માપવા માટે દાખલ કરી શકાય છે.
કારડીયાક પ્રેસર ,કાર્ડિયાક આઉટપુટ અને સેન્ટ્રલ વિનસ પ્રેશર ની સતત દેખરેખ એ સેન્ટ્રલ કેથેટર અથવા પલમોનરી કેથેટર વડે કરી શકાય છે.
સેન્ટ્રલ વિનસ પ્રેશર મોનિટરિંગ
સેન્ટ્રલ વિનસ પ્રેશર એ બ્રેકયલ, ફીમોરલ અથવા જુગ્યુલર વેઈન દ્વારા વેના કાવામા દાખલ કરાયેલ સેન્ટ્રલ કેથેટર દ્વારા ડાયરેક્ટ માપવામાં આવે છે.
સેન્ટ્રલ વિનસ પ્રેસર પ્રિલોડ અથવા ફ્લઇડ વોલ્યુમ ની સ્થિતિને માપે છે.
cvp (સેન્ટ્રલ વિનસ પ્રેશર) વેના કાવા અથવા રાઈટ એટ્રીયમ પ્રેસર રાઈટ વેન્ટ્રીકયૂલર કાર્ય અને હાર્ટની રાઈટ સાઈડ વિનસ બ્લડના રિટર્નનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે.
cvp માં વધારો એ હાઇપર વોલેમિયા અથવા હાર્ટ ફેલિયરની કન્ડિશનના કારણે થાય છે તેના પરિણામે હાર્ટની સંકોચાવવાની પ્રક્રિયામાં ઘટાડો થાય છે .
cvp (સેન્ટ્રલ વિનસ પ્રેસરમાં) ઘટાડો એ રાઈટ વેન્ટ્રીક્યુલર ના પ્રિલોડમાં ઘટાડો જે હાયપો વોલેમિયાને કારણે થાય છે .
જ્યારે ઝડપી ઇન્ટરાવિનસ ઈન્ફ્યુઝન સીવીપી માં વધારો કરે છે ત્યારે આ નિદાન હોઈ શકે છે.
સીવીપી (સેન્ટ્રલ વિનસ પ્રેસર) એ કેથેટર દાખલ કરતા પહેલા જો જરૂરી હોય તો સેવિંગ કરીને અને એન્ટિસેપ્ટિક સોલ્યુશન થી સાફ કરીને તે જગ્યાને તૈયાર કરવામાં આવે છે અને લોકલ એનેસ્થેસીયા ઉપયોગ કરી શકાય છે.
ફિઝિશિયન એ બાહ્ય જુગ્યુલર ,એન્ટીક્યુબીટલ અથવા ફીમોરલ વેઇન દ્વારા સિંગલ લ્યુમેન અથવા મલ્ટીલ્યુમેન કેથેટરને રાઈટ એટ્રીયમ ની ઉપર અથવા અંદર વેના કાવામાં દાખલ કરવામાં આવે છે.
કાર્ડિયો વાસક્યુલર સિસ્ટમ ડાયાગનોસીસ માટે કોમન ટેસ્ટ
પોઝીટ્રોન ઇમેસીન ટોમોગ્રાફી (PET )એટલે શું
પી.ઇ. ટી નોન ઇન્વેસિવ છે એટલે કે બોડીની અંદર કોઈપણ જાતનો પેનિટ્રેશન કરવામાં આવતું નથી .
તેનો ઉપયોગ કારડીયાક અયોગ્ય ફંકશન નું ડાયાગોસીસ જાણવા માટે થાય છે.
પી.ઇ.ટી એ 3D ઇમેજ સાથે માયોકાર્ડિયલ પરફ્યુઝન દર્શાવે છે.
નાઇટ્રોજન 13 એમોનિયા એ આઈ.વી (ઇન્ટરા વિનસ) પહેલા દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી માયોકાર્ડીયલ પરફ્યુઝન બતાવવા માટે સ્કેન કરવામાં આવે છે અને તેના પછી ફ્લોરો 18 ડીઓક્સીગ્લુકોઝ એ ઇન્ટ્રા વિનસ આપવામાં આવે છે.
પછી માયોકાર્ડિયલ મેટાબોલિક કાર્ય બતાવવા માટે ફરી સ્કેન કરવામાં આવે છે.
જો ઈસચેમિયા અથવા હાર્ટ ડેમેજ થયું હોય તો તેમાં બે સ્કેન અલગ અલગ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, વાયાબલ (એટલે શકશેશફુલી રીતે કાર્ય કરી શકતા હોય તેવા) સેલના
ઇસચેમીયામાં /બ્લડ ફ્લોમા ઘટાડો થાય છે પરંતુ મેટાબોલીસમ વધે છે.
બ્લડ ફ્લો વધારવાની ટ્રીટમેન્ટ આ કિસ્સામાં કારડીયાક કાર્યને સુધારે છે.
નર્શે ટેસ્ટ પહેલા પેશન્ટને ટોબેકો અને કેફીન પદાર્થનું સેવન કરવાની ના પાડવી જોઈએ.
કારડીયા કેથેટરાઇઝેશન ની પ્રોસિજર અને તેના બે ટાઈપ
હાર્ટની એનાટોમી અને ફિઝિયોલોજી ની સ્ટડી આ ટેસ્ટ દ્વારા કરી શકાય છે.
તે એક ડાયગનોસ્ટિક ટેસ્ટ છે જે હાર્ટના ચેમ્બર ,ગ્રેટ વેસલ ,કોરોનરી આરટીઓમાં પ્રેશરને માપે છે.
કાર્ડિયાક આઉટપુટ અને ઓક્સિજનની સ્ટેચ્યુરેશનની માહિતી આપે છે.
આ ટેસ્ટમા ફ્લોરોસ્કોપી નાો ઉપયોગ કરવામાં આવે છે અને હાર્ટના ચેમ્બર અને વેસલને જોવા માટે.
કેથેટર તેના યોગ્ય સ્થાને દાખલ કરાયા પછી ડાયને (રંગ)ઇન્જેકટ કરી શકાય છે.
આ પ્રોસિજર હાર્ટની સર્જરી પહેલા કરવામાં આવે છે.
કાર્ડીયાક કેથેટરાઇઝેશન ટેસ્ટના ઉપયોગો:-
કોરોનરી આર્ટરીની
પેટનસીનું મૂલ્યાંકન,
એથેરોસક્લેરોસસીસની ડીગ્રી નું મૂલ્યાંકન.
આ ટેસ્ટ દરમિયાન પેશન્ટને સેડે ટીવ મેડિસિન ફ્લુઇડ હીપેરીંન અને અન્ય મેડિસિન ઇન્ટ્રાવિનસ આપવામાં આવે છે.
બધા જ ઇમરજન્સી સાધનો એ સર્જરી રૂમમાં હાજર હોવા જોઈએ, જેથી કોઈ ઇમરજન્સી કન્ડિશન થાય તો તેને ઝડપથી મેનેજ કરી શકાય.
કાર્ડીયાક કેથેટરાઈઝેશનના પ્રકારો
1.રાઈટ સાઈડનું કેથેટરાઇઝેશન
રાઈટ સાઈડના કેટરાઇઝેશનમાં ફાઇબર ઓપ્ટિક ટીપ સાથેની કેથેટર અથવા તેના વગરની કેથેટરને બેસિલિક અથવા સેફાલીક અથવા ફીમોરલ વેઇનમા દાખલ કરવામાં આવે છે અને વેના કાવામાં આગળ વધે છે.
તે પછી હાર્ટના રાઈટ ચેમ્બરમાંથી અને પલમોનરી આરટીમાં ખસેડવામાં આવે છે.
કેથેટરને કેથેટરની ટોચ પરના બલૂનને ફુલાવીને આર્ટરીમાં થોડા સમયમાં જ મોકલી શકાય છે.
આ સ્થિતિ એ PAWP (પલમોનરી આર્ટરી વેજ પ્રેશર) આપે છે જે હાર્ટની લેફ્ટ સાઈડના પ્રેશરને દર્શાવે છે.
આ કેથેટર માટે નો પેસેજ અથવા માર્ગ :-
તેમાં એન્ટીક્યુbital અથવા ફીમોરલ વેનમાંથી, રાઇટ એટ્રીયમમાં ,પછી રાઈટ વેન્ટ્રિકલ, પલમોનરી આર્ટરી પછી, પલ્મોનરી આર્ટરીઓલ્સમા કેથેટર પસાર થાય છે.
આ દરેક વિસ્તારમાંથી પ્રેસર અને ઓક્સિજન સેચ્યુએશન મેળવવામાં આવે છે અને રેકોર્ડ કરવામાં આવે છે.
રાઈટ સાઈડ કેટરાઇઝેશન સાથે લેવાતા બીજા પ્રેશર એ રાઈટ એટ્રીયલ પ્રેસરમાં આવે છે જેમાં,
સેન્ટ્રલ વિનસ પ્રેસર,
પલ્મોનરી આર્ટરી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેસર ,
કારડીયાક આઉટપુટ અને ઓક્સિજન સેચ્ચયુરેશન .
જો ફાઇબર ઓપ્ટિક કેથેટર નો ઉપયોગ કરેલ હોય તો આ પ્રેશર મેળવી શકાય છે.
રાઈટ હાર્ટ કેથેટરાઈઝેશન સામાન્ય રીતે લેફ્ટ હાર્ટ કેથેટેરાઈઝેશન પહેલા કરવામાં આવે છે અને રાઈટ હાર્ટ કેથેટરાઈઝેશનને સેફ પ્રક્રિયા માનવામાં આવે છે.
તેના કોમ્પ્લિકેશન
ડીસ રીધેમિયા ,વિનસ સ્પાઝ્મ, દાખલ કરેલ સાઇટ ઇન્ફેક્શન અને કાર્ડિયાક અરેસ્ટ પણ જોવા મળે છે.
2.લેફ્ટ સાઈડ નું કેથેટરાઈઝેશન
કોરોનરી આરટીઓની પેટેન્સી અને લેફ્ટ વેન્ટ્રિકલ અને મીટ્રલ અને એઓર્ટીક વાલ્વના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે લેફ્ટ સાઈડ નું કેથેટરાઈઝેશન કરવામાં આવે છે .
ફિઝિશિયન રાઈટ બ્રેકિઅલ આર્ટરી અથવા phimoral આર ટરીમાં કેથેટર દાખલ કરે છે.
અને તેને એઓરટામાં અને લેફ્ટ વેન્ટ્રીકલ માં આગળ વધારે છે.
કેથેટર લેફ્ટ વેન્ટ્રિકલમાંથી
એઅોર્ટામાં એઓર્ટીક વાલ્વ દ્વારા બ્લડ ફલો સામે આગળ વધે છે.
કેથેટર ને કોરોનરી આરટરીના ઓપનિંગમા દાખલ કરવામાં આવે છે અને પછી ડીપ દાખલ કરવામાં આવે છે.પછી એક્સ રે ફિલ્મો લેવામાં આવે છે.
પેશન્ટની આયોડિન, સીફૂડ અને સેલફિશ પ્રત્યે એલર્જીની તપાસ કરવી અને પહેલા તેને એનપીઓ (કંઈ પણ માઉથ દ્વારા ન આપવું )રાખવું.
પેશન્ટને જણાવવું કે ટેસ્ટ દરમિયાન તેઓ જાગ્રત રહે અને જ્યારે ડાય (રંગ) દાખલ કરવામાં આવે ત્યારે ગરમ ફલસીગ સંવેદના અનુભવાશે.
પ્રોસિજર એ બે થી ત્રણ કલાકની હોય છે આ દરમિયાન વાઇટલ સાઇન અને ઇસીજી (ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ) સતત મોનિટર કરવું
આ ઉપરાંત પ્રોસિજર રૂમએ સાધનોથી ભરપૂર હોવો જોઈએ.
Disease of cardiovascular system
1.pericarditis (પેરી કાર ડાઈટીસ)
Definition
પેરિકારડાઇટીસ એટલે કે હાર્ટની સૌથી બહારની બાજુએ આવેલા લેયરનું ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન.
પેરી કારડિયમ એ હાર્ટની આજુબાજુ આવેલું સેક (કોથળી) જેવું લેયર છે.
પેરીકારડાયટીસનું ક્લાસિફિકેશન એ હાર્ટના લેયર એકબીજા સાથે કેટલા ચોંટી ગયેલા છે અથવા પેરી કારડીયમ લેયરમાં કેનો ભરાવો થયો છે તેના આધારે કરી શકીએ છીએ જેમાં પસ ,સીરમ ,કેલ્શિયમ ડિપોઝિટ, કલોટીંગ પ્રોટીન અને બ્લડ વગેરેના ભરાવાના આધારે ક્લાસિફિકેશન થાય છે.
પેરીકારડાયટીસને કારણે ફ્લૂઈડ પેરીકાર્ડિયમ લેયરમાં ભરાવો થાય છે અને તેને કારણે જાડું થઈ જાય છે, જેથી હાર્ટને નોર્મલી ભરાવવામાં પણ અસર થાય છે.
Cause
પેરીકાર્ડિયોટોમી એટલે કે પેરી કાર્ડીયમમાં ઓપનિંગ કરવાને કારણે પણ પેરીકારડાયટીસ થઈ શકે છે.
એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્કશનના 10 થી બે મહિના સુધીમાં પણ પેરીકારડાયટીસ થઈ શકે છે.
ઈડિયો પેથીક એટલે કે તેનું કારણ એ મળેલું નથી.
ઇન્ફેક્શન : બેક્ટેરિયા ,વાયરસ અને ફંગી અને એચ.આઈ.વી.
કિડની ફેલીયોર
હાયપોથાઇરોડીઝમ, રેડીએશન થેરાપી.
કેન્સરને કારણે જેમાં બ્રેસ્ટ કેન્સર, અને લ્યુકેમિયા.
કનેક્ટિવ ટીશ્યુના ડિસઓર્ડર જેવા કે સિસ્ટેમિક લ્યુપસ ઈરથ મેટીસ,સારકોઈડોસીસ ,સ્કલેરોડરમાં.
ઇન્જ્યુરી અથવા ટ્રોમાં અથવા ભૂતકાળની સર્જરી.
કેટલીક મેડીકેશનના રિએક્શનને કારણે ઇમ્યુન સિસ્ટમની એબનોર્માલિટીને કારણે મેડીકેશન જેવી કે ફેનીટોઇન ,
આઇસોનીયાજાઈડ ,પેનિસિલિન,પ્રોકેનામાઇડ.
Clinical manifestation
શાર્પ છાતીમાં દુખાવો આ મોસ્ટ કોમન છે.
છાતીની ડાબી બાજુ છરી લાગે તેવો દુખાવો થાય છે.
લો ગ્રેડ ફીવર.
ડિસેપનીયા, કફ.
મસલ પેઈન ,ફિલિંગ ઓફ વિકનેસ અથવા ફટીક.
રેસ્ટલેસનેસ અને ચિંતા.
ESR (ઇરિથ્રોસાઇટ સેડમેન ટેશન રેટ ) અને WBC(વાઈટ બ્લડ સેલ )માં વધારો થાય છે.
આ ઉપરાંત ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ તથા બ્લુઇસ સ્કીન થઈ જાય છે.
Diagnostic evaluation
મેડિકલ હિસ્ટ્રી,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ,
ઇકોકાર્ડિયોગ્રામ,
ચેસ્ટ એક્સરે,
સીટી સ્કેન(કોમ્પ્યુટર ટોમોગ્રાફી) ,
MRI (મેગ્નેટિક રેજોનેન્સ ઈમેજીંગ),
કાર્ડિયોસેન્ટેસિસ,
બ્લડ ટેસ્ટ જેવા કે વાઈટ બ્લડ સેલ અને કાર્ડિયાક એનજાયમ.
Management
Medical Management
પેશન્ટને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવી.
આ ઉપરાંત મેડિકેશન જેવી કે એનાલજેશીક, એન.એસ.એ.આઇ.ડી (NSAID) જેવી કે એસ્પિરિન વગેરે આપવી કે જે પેઈન દૂર કરવા માટે આપવામાં આવે છે.
જે એક ક્યુટ ફેઝ દરમિયાન આપી શકાય છે .આ ઉપરાંત ઇન્ફલામેસનને પણ દૂર કરી શકાય છે.
એન્ટિબાયોટિક મેડિકેશન પણ પેશન્ટને આપવામાં આવે છે.
આ ઉપરાંત કોર્ટીકોસ્ટીરોઈડ જેમકે ,પ્રેડનીસોન આપવી જ્યારે સીનીયર કન્ડિશન હોય ત્યારે પેશન્ટને આપવું અથવા જ્યારે પેશન્ટને એન .એસ .એ .આઈ.ડી થી સારું ન થાય ત્યારે કોર્ટિકોસ્ટીરોઈડ આપવી.
કોલચીસીન મેડિસિન પેશન્ટને આપવી જેનાથી બોડીમાં ઇન્ફ્લામેશન ને દૂર કરવામાં મદદ કરે છે.
પેરી કાર્ડિયો સેન્ટેસિસ :- આ પ્રોસિજરમાં પેરિકાર્ડિયમમાંથી વધારાના ફ્લઈડને દૂર કરવામાં આવે છે.
તેમાં પાતળી સ્ટરાઈલ નીડર છાતીની વોલ દ્વારા પેરી કારડિયમ શેક માં દાખલ કરવામાં આવે છે અને પછી વધારાના ફ્લુડીને બહાર ખેંચવામાં આવે છે અને દૂર કરવામાં આવે છે.
પેરી કાર્ડિયોટોમી :-
ઘણી ઘણી વાર પેરીકાર્યટીસ થાય ત્યારે પેરીકાર્ડિયોટોમી અથવા પેરી કાર્યોએકટોમી કરવામાં આવે છે.
જ્યાં પેરીકાર્ડિયોટોમી એટલે પેરી કાર્ડીયમ સેકમાં ઓપનિંગ અને પેરીકાર્ડીઓએકટોમી એટલે કે પેરિકાર્ડીયમ શેકને કંપલીટ દૂર કરવામાં આવે છે.
આ ઉપરાંત ડાયયુરેટિક્સ મેડિકેશન ને આપવામા આવે છે તથા પેશન્ટને મીઠા વગરના ખોરાકની સલાહ આપવામાં આવે છે.
Nursing Management
પેશન્ટને જેનાથી ડિસ્કમ્ફર્ટ થતું હોય તેને દૂર કરવૂ.
પેશન્ટને કોમ્ફર્ટેબલ પોઝિશન આપવામાં મદદ કરવી જેમાં અપરાઈટ પોઝિશન આપવામાં મદદ કરવી.
પેશન્ટને બેડરેસ્ટ ની સલાહ આપવી કે જ્યારે તેને છાતીમાં દુખાવો આવે તથા તાવ વગેરે આવે ત્યારે.
આ ઉપરાંત પેશન્ટને સેચ્યુરેટેડ ફેટ, આલ્કોહોલ, સુગર વગેરેને કારણે ઇન્ફલામેસનમાં વધારો થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થઈ શકે છે. તેથી તેને ન લેવું જોઈએ એવી સલાહ આપવી.
મેડિકેશનને ટાઈમ ટુ ટાઈમ પેશન્ટમાં એડમિનિસ્ટ્રેશન કરવી જેવી કે એનાલજેસીક, સ્ટીરોઈડ,NSAID જેથી પેઈન અને ઇન્ફ્લામેશનમાં ઘટાડો થાય.
આ ઉપરાંત નરશે પેશન્ટના હાર્ટ રેટ ,રીધમ ,બ્લડપ્રેશર તથા રેસ્પી રેશનને યોગ્ય સમયાંતરે તપાસ કરવી.
પેશન્ટને કાર્ડિયાક ટેમ્પોનેઙના સાઈન માટે મોનિટર કરવું જેવી કે હાઇપોટેન્શન અને મફલ્ડ સાઉન્ડ એટલે કે હાર્ટ સાઉન્ડ પ્રોપર નો સંભળાય.
આ ઉપરાંત નરશે પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
પેશન્ટને પેઈન અને ફીવર એ દૂર ન થાય ત્યાં સુધી એક્ટિવિટી કરવાની ના પાડવી જેથી કોમ્પ્લિકેશનમાં વધારો ન થાય.
નરશે પેશન્ટને બીજા કોમ્પ્લિકેશન ન થાય એ માટે મોનિટર કરવું તથા પેશન્ટને એજ્યુકેશન આપવું.