skip to main content

Respiratory disorder-juhi-part-02

Assessment of respiratory function

Health history (subjective data) :

હેલ્થ હિસ્ટ્રીમાં પ્રેઝન્ટ હેલ્થ હિસ્ટ્રી, પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી, પાસ્ટ સર્જીકલ હિસ્ટ્રી, પર્સનલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી અને ઓક્યુપેશનલ હિસ્ટ્રીનો સમાવેશ થાય છે.

Present health history / chief complaint (પ્રેઝન્ટ હેલ્થ હિસ્ટ્રી / ચીફ કમ્પ્લેન)

  • પેશન્ટને અત્યારે હાલમાં શું કમ્પ્લેન છે તેના વિશે પૂછવું.
  • પેશન્ટને બ્રિથિંગ ડિફીકલ્ટી, ચેસ્ટ પેઇન, કફીંગ પ્રેઝન્ટ છે કે નહીં તે જાણવું.
  • જો આ સીમટમ્સ પેઝન્ટ હોય તો તેના ડ્યુરેશન, સિવિયારીટી, ઇન્ટેન્સિટી અને એસોસિએટેડ ફેક્ટર વિશે જાણવું.
  • જેમકે બ્રિથિંગ ડીફીકલ્ટી ક્યારે જોવા મળે છે અને કઈ પોઝિશનમાં જોવા મળે છે.
  • શ્વાસ લેતી વખતે કોઈપણ પ્રકારના અવાજ સંભળાય છે કે નહીં તે પૂછવું.
  • ચેસ્ટમાં કઈ બાજુ પેઇન થાય છે અને આ પેઇન રેડીએટ થાય છે કે નહીં તે પૂછવું.(જો કાર્ડિયાક રીલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો તે પેઇન રેડીએટ થાય છે. જ્યારે રેસપાયરેટરી રીલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો પેઇન એ રેડીએટ થતું નથી.)
  • સ્ફુટમ પ્રોડક્શન જોવા મળે છે કે નહીં તે પૂછવું.
  • પ્રોડક્શન જોવા મળતું હોય તો તેની કવોલીટી અને ક્વોન્ટિટી જાણવી.
  • સ્ફુટમનો કલર કેવો છે તે જાણવું.
  • ગળફામાં બ્લડ આવે છે કે નહીં તે જાણવું.
  • કફ કેટલા સમયથી જોવા મળે છે તે પૂછવું. Past health history (પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી) :
  • પેશન્ટને અગાઉના વર્ષોમાં આવા કોઈ સિમટમ્સ જોવા મળ્યા હતા કે નહીં તેના વિશે પૂછ્વું.
  • અગાઉના વર્ષોમાં પેશન્ટની ટીબી, વૂફિંગ કફ, ડીપ્થેરિયા, કોવિડ 19 જેવી કન્ડિશન થયેલ છે કે નહીં તેના વિશે જાણવું.
  • અગાઉ પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા કે નહીં તેના વિશે જાણવું.
  • ચાઇલ્ડહૂડ ડીઝિસ અને ઇમ્યુનાઈઝેશન વિશે માહિતી કલેક્ટ કરવી. Past surgical history (પાસ્ટ સર્જીકલ હિસ્ટ્રી) :

અગાઉના વર્ષોમાં પેશન્ટે કોઈપણ પ્રકારની સર્જરી કરાવેલ છે કે નહીં તે જાણવું.

Personal history (પર્સનલ હિસ્ટ્રી) :

  • પેશન્ટની કોઈપણ પ્રકારની એલર્જી છે કે નહીં તે પૂછવું.
  • પેશન્ટ એ સ્મોક કરે છે કે નહીં તે જાણવું.
  • જો સ્મોકિંગ હિસ્ટ્રી હોય તો કેટલા સમયથી સ્મોકિંગ કરે છે અને આખા દિવસમાં કેટલી વાર સ્મોકિંગ કરે છે તે જાણવું.
  • કોઈપણ પ્રકારની મેડિસિન ચાલુ છે કે નહીં તે જાણવું.
  • આલ્કોહોલની હિસ્ટ્રી છે કે નહીં તે જાણવું. Family history (ફેમિલી હિસ્ટ્રી) :
  • પેશન્ટની ફેમિલી હિસ્ટ્રી કલેક્ટ કરવી.
  • ફેમિલીમાં કોઈને રેસપાયરેટરી ડીસીઝ કે એલર્જી છે કે નહીં તે જાણવું. જેમકે અસ્થમા, એમ્ફાયસેમા, સિસ્ટિક ફાઇબ્રોસિસ
  • આ ઉપરાંત બીજા કોઈ અન્ય ડીસીઝ છે કે નહીં તે જાણવું.
  • ફેમિલીમાં કોઈ સ્મોકિંગ કરે છે કે નહીં તે જાણવું. Occupational history (ઓકયુપેશનલ હિસ્ટ્રી) :
  • પેશન્ટની ઓક્યુપેશનલ હિસ્ટ્રી કલેક્ટ કરવી.
  • જેમકે પેશન્ટ શું વર્ક કરે છે તે જાણવું.
  • જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ અથવા ફેક્ટરીમાં કામ કરતા હોય તો પ્રોટેક્ટીવ ઈક્વીમેન્ટનો ઉપયોગ કરે છે કે નહીં તે જાણવું.
  • માઈનિંગ, રિફાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, સ્ટોન મેકિંગ, કોટન અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરતા લોકોમાં રેસપાયરેટરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમ કે સીલીકોસીસ, અસ્થમા , એસબેસટોસીસ

Physical examination (ફિઝિકલ એક્ઝામિનેશન) / objective data (ઓબજેક્ટીવ ડેટા)

  • રેસપાયરેટરી અસેસમેન્ટમાં મુખ્યત્વે હેડ, ચેસ્ટ, એક્સ્ટ્રીમિટીસ, ફિંગર અને ટોઝનો સમાવેશ થાય છે.
  • રેસપાયરેટરી એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્શન, પાલ્પેસન, પરકશન અને અસકલટેશન મેથડનો ઉપયોગ થાય છે.
  • એક્ઝામિનેશન કરતી વખતે એડીકવેટ લાઇટિંગનો ઉપયોગ કરવો તેમજ કલામ એન્ડ કૂલ એન્વાયરમેન્ટ રાખવું.
  • એક્ઝામિનેશન કરતી વખતે સ્ફુટમ મગ સાથે રાખવો. આથી પેશન્ટના સ્ફુટમને પણ એક્ઝામિન કરી શકાય. ◼️Inspection (ઇન્સ્પેક્શન) Skin inspection (સ્કીન ઇન્સ્પેક્શન)
  • સ્કીન અને મ્યુકસ મેમ્બ્રેનનો કલર ચેક કરવો.
  • કન્જક્ટાયવા, લીપ્સ, ટંગમાં સાઇનોસિસ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
  • સાઇનોસિસ એ મુખ્યત્વે હાયપોક્ષીયાની કન્ડીશનને કારણે જોવા મળે છે એટલે કે ડીઓકિસજનેટેડ હિમોગ્લોબિનની કન્ડીશન પ્રેઝન્ટ હોય છે.
  • લીપ્સ, ગમ્સ અને ટંગમાં જોવા મળતા સાયનોસિસને ‘સેન્ટ્રલ સાયનોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • ફિંગર અને ટોઝમાં જોવા મળતા સાયનોસિસને ‘પેરિફરલ સાયનોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.

Thoracic inspection (થોરાસિક ઇન્સ્પેક્શન)

  • પેશન્ટની બ્રિથીંગ પેટર્ન અને રીધમ એક્ઝામિનેશન કરવી. તેમજ બ્રિથીંગ માટેના એફોર્ટ ચેક કરવા.
  • બ્રિથીંગ કરતી વખતે રીસ્ટ્રેક્શન જોવા મળે છે કે નહીં તે ચેક કરવું. આ ઉપરાંત બ્રિથીંગ કરતી વખતે એસેસરી મસલ્સનો ઉપયોગ કરે છે કે નહિ તે ચેક કરવું.(ઇન્સ્પીરેશન કરતી વખતે રીસ્ટ્રેક્શન જોવા મળે અને તે એસિમ્મેટ્રીકલ હોય તો તે રેસ્પાયરેટરી ટ્રી ની બ્રાન્ચમાં બ્લોક છે તેવું ઈન્ડિકેટ કરે છે)
  • બ્રિથીંગ વખતે એસિમ્મેટ્રીકલ બલ્જિંગ જોવા મળે છે કે નહિ તે એક્ઝામિન કરવું.
  • એક્સપીરેશન કરતી વખતે ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં બલ્જિંગ જોવા મળે છે કે નહિ તે ચેક કરવું. (જો જોવા મળે તો તે એક્સપાયરેટરી ફ્લોનું ઓબ્સ્ટ્રકશન દર્શાવે છે)
  • ચેસ્ટને સિમ્મેટ્રી, શેપ તેમજ ડીફોરમીટી માટે એક્ઝામિન કરવી.
  • ચેસ્ટ એ નોર્મલ શેપ ધરાવે છે કે બેરેલ, પીજન અથવા ફનેલ શેપ ધરાવે છે કે નહિ તે ચેક કરવું.

👉🏻 For your knowledge

  • નોર્મલ હેલ્ધી પર્સનમાં ચેસ્ટનો શેપ ઈલેપટીકલ (લંબગોળ) હોય છે.
  • નોર્મલ હેલ્ધી પર્સનમાં એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર 1 હોય છે જ્યારે લેટરલ ડાયામીટર 2 હોય છે.
  • નોર્મલ હેલ્ધી પર્સનમાં એન્ટેરિયર પોસ્ટેરિયર અને ટ્રાન્સવર્સ ડાયામીટરનો રેશિયો 1:2 હોય છે.

Barrel chest (બેરલ ચેસ્ટ)

  • બેરલ ચેસ્ટ એ લંગના ઓવર ઇન્ફલેશનને કારણે જોવા મળે છે. એલ્વીઓલાયની ઇલાસ્ટિકસીટી ઘટી જવાને કારણે તે ફુલાયેલા જોવા મળે છે.જેના કારણે તે રાઉન્ડ બલ્જિંગ ચેસ્ટ દેખાય છે અને તે બેરલ શેપ જેવી લાગે છે.
  • બેરલ ચેસ્ટમાં એન્ટેરિયર પોસ્ટેરીયર ડાયામીટર વધીને 2 થઈ જાય છે. આથી એન્ટેરિયર પોસ્ટેરીયર ડાયામીટર અને લેટરલ ડાયામીટરનો રેશિયો 1:1 જોવા મળે છે.
  • COPD અને એમ્ફાયસેમા વાળા પેશન્ટમાં બેરલ ચેસ્ટ જોવા મળે છે. Pigeon chest (પિજન ચેસ્ટ)
  • પિજન ચેસ્ટને ‘પેક્ટસ કેરીનેટમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • જેમાં પેક્ટસનો અર્થ ચેસ્ટ થાય છે અને કેરીનેટમ નો અર્થ કીલ ઓફ બોટ થાય છે.
  • પેક્ટસ કેરીનેટમ એ ચેસ્ટ વોલની ડીફોર્મિટી છે જેમાં સ્ટરનમ અને રીબ્સ વચ્ચે આવેલ કાર્ટીલેજમાં ઓવર ગ્રોથ જોવા મળે છે જેને કારણે સ્ટરનમ અને રીબ્સ એ આઉટવર્ડ જોવા મળે છે એટલે કે પ્રોટ્રૂડ થયેલ જોવા મળે છે.
  • આથી એન્ટેરિયર પોસ્ટેરીયર ડાયામીટરમાં વધારો જોવા મળે છે.

Funnel chest (ફનેલ ચેસ્ટ)

  • ફનેલ ચેસ્ટને ‘પેક્ટસ એક્સકેવેટમ’ ‘સંકન ચેસ્ટ’ અને ‘કોબ્લર્સ ચેસ્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
    જેમાં પેક્ટસનો અર્થ ચેસ્ટ, અને એક્સકેવેટમનો અર્થ ખાડો થાય છે.
  • પેક્ટસ એક્સકેવેટમ એ એબનોર્મલ કન્જાયનેટલ કન્ડિશન છે. જેમાં સ્ટરનમ એ અંદરની બાજુ ખેંચાયેલ હોય છે એટલે કે સ્ટરનમ ડીપ્રેશેડ થયેલ જોવા મળે છે અને અંદરની બાજુ ગ્રો થાય છે.
  • ફનેલ ચેસ્ટમાં એન્ટેરિયર પોસ્ટેરીયર ડાયામીટરમાં ઘટાડો જોવા મળે છે.

Inspection of finger & toes (ઇન્સ્પેક્શન ઓફ ફિંગર એન્ડ ટોઝ)

  • ફિંગર અને ટોઝમાં ક્લબિંગ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
  • ફિંગર અને ટોઝમાં સાઇનોસીસ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું. 👉🏻 For your knowledge Clubbing of finger (ક્લબિંગ ઓફ ફિંગર)
  • ક્લબિંગ ઓફ ફિંગરમાં નેઇલ એ એબનોર્મલ અને રાઉન્ડ શેપના (સ્પૂન જેવા)જોવા મળે છે.
  • ક્લબિંગ ઓફ ફિંગર એ હાર્ટ અને લંગ ડિઝીસ માટેનું એક સાઇન છે જે ક્રોનિક હાયપોસિક કન્ડિશન ઇન્ડિકેટ કરે છે એટલે કે બ્લડમાં ઓક્સિજનનું લો લેવલ દર્શાવે છે જેમ કે ક્રોનિક લંગ ઇન્ફેક્શન, ક્રોનિક લંગ મેલીગનન્સી
  • ફિંગરમાં ક્લબિંગ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવા માટે સ્કાર્મરોથ વિન્ડો ટેસ્ટ કરવામાં આવે છે.
    • Scharmroth window test (સ્કાર્મરોથ વિન્ડો ટેસ્ટ)
  • સ્કાર્મરોથ વિન્ડો ટેસ્ટ એ ફિંગર માં ક્લબિંગ પ્રેઝન્ટ છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે વપરાય છે.
  • સ્કાર્મરોથ વિન્ડો ટેસ્ટમાં પિક્ચરમાં દર્શાવ્યા મુજબ બંને હાથની એક એક આંગળીના નેઇલ બેડને સાથે રાખવામાં આવે છે અને નેઇલ બોર્ડની વચ્ચે ડાયમંડ શેપ જોવા મળે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.
  • જો નેઇલ બેડની વચ્ચે ડાયમંડ શેપ જોવા મળે તો તે નોર્મલ છે જ્યારે નેઇલબેડની વચ્ચે સ્પેસ જોવા ન મળે તો તે ક્લબિંગ ઇન્ડિકેટ કરે છે.

Palpation (પાલપેશન)

  • થોરાસિક પાલપેશનમાં થોરાસિક એરિયાને પાલપેટ કરવામાં આવે છે.
  • જેમાં ચેસ્ટના ફ્રન્ટ અને બેકના ભાગને ટેન્ડરનેસ, ડિફોરમિટી અને એબનોર્મલ મુવમેન્ટ માટે પાલપેટ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત તે એરિયાને પેઇન, લીઝન, રેસ્પાયરેટરી એક્સપાનસન અને ફ્રેમીટસ માટે પાલપેટ કરવામાં આવે છે.

for your knowledge

Tactile fremitus (ટેક્ટાઇલ ફ્રેમિટસ)

  • ટેક્ટાઇલ ફ્રેમિટસ એ પાલપેશનની એક ટેકનિક છે જેનો ઉપયોગ સ્પીચને કારણે ચેસ્ટમાં ટ્રાન્સમિટ થતાં વાઇબ્રેશન અને અસેસ કરવામાં આવે છે. જેમાં હેલ્થ કેર પર્સનલ પોતાના હેન્ડને ઈમેજમાં દર્શાવ્યા મુજબ તે એરિયામાં પ્લેસ કરે છે અને પેશન્ટને બોલવા માટે કહે છે અને ચેસ્ટના ભાગે વાઇબ્રેશન ફિલ કરે છે.
  • જો ફ્રેમિટસમાં વધારો જોવા મળે તો તે ન્યુમોનિયા જેવી કન્ડિશન ઇન્ડિકેટ કરે છે પરંતુ ફ્રેમિટસમાં ઘટાડો જોવા મળે તો તે પ્લુરલ ઇફયુઝન જેવી કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.

Percussion (પરકશન)

  • રેસ્પાયરેટરી પરકશનમાં ચેસ્ટનું ટેપિંગ કરીને અન્ડર લાઇંગ સ્ટ્રકચરને અસેસ કરવામાં આવે છે જેથી ત્યાં એર, ફ્લુઇડ અથવા સોલીડ પ્રેઝન્ટ છે કે નહિ ચેક કરી શકાય.
  • જેમાં એન્ટેરીઅર અને પોસ્ટેરીઅર ચેસ્ટને સાઇડ ટુ સાઇડ અને ટોપ ટુ બોટ્ટમ ટેપિંગ કરવામાં આવે છે અને તેના દ્વારા સાંભળવાં મળતા સાઉન્ડને નોટ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત રેસ્પાયરેટરી પરકશનમાં રેસ્પાયરેટરી એક્સકરસન નોટ કરવામાં આવે છે.
  • રેસ્પાયરેટરી પરકશન એ લંગ ડેન્સિટીમાં જોવા મળતા ચેન્જીસને આઇડેન્ટીફાય કરવા તેમજ ન્યુમોનિયા, પ્લુરલ ઇફ્યુઝન જેવી કન્ડીશનને ડાયગ્નોસીસ કરવા માટે ઉપયોગી છે.

for your knowledge

• Resonance sound (રેઝોનન્સ સાઉન્ડ) :

રેઝોનન્સ એ લો પીચ સાઉન્ડ છે. જે મુખ્યત્વે એરવાળા એરિયામાં સાંભળવાં મળે છે. જેમકે થોરાસિક કેવિટીમાં (લંગસ)

• Dull sound (ડલ સાઉન્ડ)

ફ્લુઇડવાળા એરિયામાં ડલ સાઉન્ડ સાંભળવાં મળે છે. જેમકે
હાર્ટ, લીવર, સ્પલીન

• Flat sound (ફ્લેટ સાઉન્ડ)

સોલિડ એરિયામાં ફ્લેટ સાઉન્ડ સાંભળવા મળે છે.જેમકે બોન, મસલ્સ

Tympanic સાઉન્ડ (ટિમ્પેનીક સાઉન્ડ)

ટિમ્પેનીક સાઉન્ડ એ હોલો, ડ્રમ લાઇક સાઉન્ડ છે. જે બ્લોટેડ સ્ટોમક વાળા એરિયામાં સાંભળવા મળે છે એટલેકે એર પ્રેસર ધરાવતા એરિયામાં સાંભળવા મળે છે.

Hyper resonance sound (હાઇપરરેઝોનન્સ સાઉન્ડ)

જ્યારે થોરાસિક કેવિટીમાં વધારે માત્રામાં એર ભરાયેલ હોય ત્યારે હાઇપરરેઝોનન્સ સાઉન્ડ સાંભળવા મળે છે. જેમકે ન્યુમોથોરેક્સની કન્ડીશન

•• જ્યારે થોરાસિક કેવિટીમાં ડલ સાઉન્ડ સાંભળવા મળે તો તે થોરાસિક કેવિટીમાં ફ્લુઇડ એકયુમ્યુલેટ થયેલ છે તે ઇન્ડીકેટ કરે છે.

Auscultation (અસ્કલટેશન)

  • અસ્કલટેશનમાં સ્ટેથોસ્કોપની મદદથી લંગ સાઉન્ડ સાંભળવામાં આવે છે.
  • અસ્કલટેશન એક્સપર્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
  • સ્ટેથોસ્કોપની મદદથી નોર્મલ લંગ સાઉન્ડની કેરેક્ટરિસ્ટિક નોટ કરવી જેમ કે લોકેશન, ક્વોલિટી, ઇન્ટેન્સિટી
  • આ ઉપરાંત કોઈપણ પ્રકારના એબનોર્મલ લંગ સાઉન્ડ સાંભળવા મળે છે કે નહીં તે અસ્કલટેટ કરવું.
  • અસ્કલટેશનમાં ચેસ્ટની એન્ટેરિયર અને પોસ્ટેરીયર બાજુ ડાયાફ્રામની મદદથી લંગ સાઉન્ડ અસ્કલટેટ કરવામાં આવે છે. નીચે આપેલા પિક્ચરમાં દર્શાવ્યા મુજબ ચેસ્ટને અસ્કલટેટ કરવામાં આવે છે.
  • ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન બંને સમયે સાઉન્ડ નોટ કરવામાં આવે છે. વચ્ચે પેશન્ટને રેસ્ટ આપવામાં આવે છે જેથી હાઇપરવેન્ટિલેશનની કન્ડિશનની પ્રિવેન્ટ કરી શકાય.
  • આમ અસ્કલટેશનની મદદથી એબનોર્મલ સાઉન્ડને ડિટેક્ટ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત અસ્કલટેશનમાં વોઇસ સાઉન્ડ (બ્રોન્કોફોની, ઇગોફોની) પણ નોટ કરવામાં આવે છે.

Normal lung sound (નોર્મલ લંગ સાઉન્ડ)

બ્રોન્કીઅલ સાઉન્ડ, વેસિક્યુલર સાઉન્ડ અને બ્રોન્કો-વેસિક્યુલર સાઉન્ડ એ નોર્મલ લંગ સાઉન્ડ છે.

Bronchial sound (બ્રોન્કીઅલ સાઉન્ડ)

  • બ્રોન્કીઅલ એ નોર્મલ હાઇપીચ હોલો અથવા ટ્યુબ્યુલર સાઉન્ડ છે.
  • ટ્રકિયાના ભાગમાં સાંભળવા મળે છે.
  • જેમાં ઇન્સ્પાયરેટરી ટાઇમ કરતા એક્સપાયરેટરી ટાઇમ વધારે હોય છે. Vesicular sound (વેસિક્યુલર સાઉન્ડ)
  • વેસેક્યુલર એ નોર્મલ લોપીચ સોફ્ટ સાઉન્ડ છે. જે એન્ટાઇર લંગમાં સાંભળવા મળે છે.
  • જેમાં એક્સપાયરેટરી કરતાં ઇન્સ્પાયરેટરી ટાઇમ વધારે જોવા મળે છે. Bronchovesicular sound (બ્રોન્કો-વેસિક્યુલર સાઉન્ડ)
  • બ્રોન્કો-વેસિક્યુલર એ નોર્મલ મીડીયમ પીચ સાઉન્ડ છે જેમાં ઇન્સ્પાયરેટરી અને એક્સપાયરી ટાઈમ સરખો જોવા મળે છે.

Abnormal lung sound (એબનોર્મલ લંગ સાઉન્ડ)

Wheezing sound (વ્હીઝીંગ સાઉન્ડ)

વ્હીઝ એ લો પીચડ મ્યુઝિકલ સાઉન્ડ છે. જે લોવર રેસ્પાયરેટરી ટ્રેકમાં ઓબસ્ટ્રક્શન થવાને કારણે જોવા મળે છે. વ્હીઝ સાઉન્ડ એ એક્સપીરેશન દરમિયાન જ સંભળાય છે.

Stridor (સ્ટાઇડર)

સ્ટાઇડર એ એબનોર્મલ હાઇ પીચ સાઉન્ડ છે. જે અપર રેસ્પાયરેટરી ટ્રેકમાં ઓબ્સ્ટ્રક્શન થવાને કારણે જોવા મળે છે. આ સાઉન્ડ ઈન્સ્પીરેશન અને એક્સપીરેશન દરમિયાન સાંભળવા મળે છે.

Pleural friction rub (પ્લુરલ ફ્રિકશન રબ)

પરાઇટલ અને વિસેરલ પ્લુરા ઇન્ફલેમડ અને રફ થવાને કારણે એકબીજા સાથે ઘસડાય છે અને ગ્રીટિંગ અને ક્રેકિંગ સાઉન્ડ સંભાળાય છે.

Rhonchi (રહોન્કાય) :

રહોન્કાય એ એબનોર્મલ કંટીન્યુઅસ લો પીચ બ્રિથ સાઉન્ડ છે. જે ઈન્સ્પીરેશન અને એક્સપીરેશન દરમિયાન સાંભળવા મળે છે.

Fine crackles (ફાઇન ક્રેકલ્સ)

આ એક શોર્ટ હાઇ પીચ બબ્લિંગ સાઉન્ડ છે. લેટ ક્રોનિક બ્રોન્કાયટીસ, અર્લી ન્યુમોનિયા, કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલર, એટેલેક્ટેસિસ દરમિયાન સાંભળવા મળે છે. ફાઇન ક્રેકલ્સ એ ઇન્સ્પિરેશન વખતે લાસ્ટમાં સાંભળવા મળે છે.

Coarse crackles (કોર્સે ક્રેકલ્સ)

આ એક લો પીચ પોપિંગ બબ્લિંગ સાઉન્ડ છે. જે ઈન્સ્પીરેશન અને એક્સપીરેશન દરમિયાન સાંભળવા મળે છે. ક્રોનિક બ્રોન્કાયટીસ, ન્યુમોનિયા અને બ્રોન્કાઇક્ટેસિસ વખતે સાંભળવા મળે છે

Diagnostic evaluation

Pulse oximetry (પલ્સ ઓક્સિમેટ્રી)

  • પલ્સ ઓક્સિમેટ્રીને ‘ઓક્સિજન સેચ્યુરેશન ટેસ્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પલ્સ ઓક્સિમેટ્રી એ ક્વિક, નોન ઇન્વેસીવ ટેકનીક છે જે હિમોગ્લોબીન સાથે જોડાયેલ ઓક્સિજન સેચ્યુરેશનને મોનીટરીંગ કરે છે.
  • પલ્સ ઓક્સિમેટ્રીમાં પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે.
  • આ ડિવાઇસમાં લાઇટ ઇમિટિંગ ડીઓડ લગાવેલ હોય છે જે સ્પેસિફિક બે જુદી જુદી વેવલેન્થ (ઇન્ફ્રારેડ લાઇટ અને રેડ લાઇટ) ધરાવતી લાઈટને મોટાભાગે ફિંગર ટીપ પર પસાર કરે છે આમાંથી એક લાઈટ એ ઓક્સિજીનેટેડ હિમોગ્લોબીનની સંખ્યા મેઝર કરે છે જ્યારે બીજી લાઇટ ડીઓક્સિજીનેટેડ હિમોગ્લોબીનની સંખ્યા મેઝર કરે છે અને છેવટે ઓક્સિજીનેટેડ હિમોગ્લોબીનની સંખ્યા દર્શાવે છે.
  • પલ્સ ઓક્સિમીટરને ફિંગર, ટોસ, ફૂટ, ઇયર અને નોઝમાં પ્લેસ કરવામાં આવે છે અને spo2 લેવલ ચેક કરવામાં આવે છે.
  • નોર્મલ spo2 લેવલ 95-100% ની વચ્ચે હોય છે. જો spo2 લેવલ 85% કરતા ઓછું જોવા મળે તો તે દર્શાવે છે કે સેલ અને ટિસ્યુ સુધી પૂરતા પ્રમણમાં ઓક્સિજન પહોચતું નથી.

Spirometry (સ્પાઈરોમેટ્રી)

  • સ્પાઈરોમેટ્રી એ એક પ્રકારનું લંગ ફંક્શન ટેસ્ટ છે જે આપણે કેટલી અમાઉન્ટમાં એર ઇન્હેલ અને એક્સેલ કરીએ છીએ તે મેઝર કરે છે આ ઉપરાંત કેટલા રેટથી (ફ્લો થી) ઇન્હેલ અને એક્સેલ કરીએ છીએ તે મેઝર કરે છે.
  • સ્પાઈરોમેટ્રી ટેસ્ટમાં સ્પાઈરોમીટર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ટ્યુબ દ્વારા માઉથ પીસ કનેક્ટેડ હોય છે અને આ માઉથ પીસ દ્વારા પેશન્ટની એર ઇન્હેલ અને એક્સેલ કરવાનું કહેવામાં આવે છે અને સ્પાઇરોમીટરમાં થતા ચેન્જીસને ઓબ્ઝર્વ કરવામાં આવે છે.
  • આ ટેસ્ટ કરતી વખતે નોઝને ક્લિપ કરી દેવામાં આવે છે.
  • સ્પાઈરોમેટ્રીની મદદથી રેસ્પાયરેટરી કંડીશન કેવી કે અસ્થમા અને COPD ને અસેસ કરી શકાય છે.

Pulmonary function test (પલ્મોનરી ફંકશન ટેસ્ટ)

  • પલ્મોનરી ફંકશન ટેસ્ટ એ ગ્રુપ ટેસ્ટ છે.જે લંગ કેટલી સારી રીતે વર્ક કરે છે તે મેઝર કરે છે.
  • જેમાં સ્પાયરોમેટ્રી, લંગ ડીફ્યુઝન ટેસ્ટ, લંગ વોલ્યુમ ટેસ્ટ અને એક્સરસાઇઝ ટેસ્ટનો સમાવેશ થાય છે.
  • પલ્મોનરી ફંકશન ટેસ્ટ એ લંગ વોલ્યુમ, કેપેસિટી, ફલો રેટ અને ગેસ એક્સચેન્જ મેઝર કરે છે.
  • પલ્મોનરી ફંકશન ટેસ્ટનો ઉપયોગ અમુક પ્રકારના લંગ ડીઝીસને ડાયગ્નોસ કરવા માટે થાય છે. જેમકે અસ્થમા, એમ્ફાયસેમા

Arterial blood gas analysis (ABGs) (આર્ટીરિયલ બ્લડ ગેસ એનાલાયસીસ)

  • આર્ટીરિયલ બ્લડ ગેસ એનાલાયસીસ એ એક ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસ્ટિક મેથડ છે. જે બ્લડમાં રહેલ ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ મેઝર કરવામાં આવે છે તેમજ બ્લડ PH અને બ્લડ બાયકાર્બોનેટનું લેવલ પણ મેઝર કરવા માટે ઉપયોગી છે.
  • જેમાં મુખ્યત્વે એક્સપર્ટ હેલ્થ કેર પર્સનલ દ્વારા રેડિયલ આર્ટરીમાંથી બ્લડ કલેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત ઘણીવાર બ્રેકીઅલ અથવા ફીમોલર આર્ટરીમાંથી પણ બ્લડ કલેક્ટ કરવામાં આવે છે.(વેઇનમાંથી બ્લડ કલેક્ટ કરવામાં આવતું નથી)
  • આ ટેસ્ટ દ્વારા લંગની બ્લડમાં ઓક્સિજન ડીઝોલ્વ કરવાની અને બ્લડમાંથી કાર્બન ડાયોક્સાઇડને રીમુવ કરવાની કેપેસિટી કેટલી છે તે જાણી શકાય છે.
  • આ ટેસ્ટ કરતા પહેલા એલેન ટેસ્ટ કરવામાં આવે છે જે હેન્ડમાં બ્લડ સપ્લાય કરતી આર્ટરીની (રેડીયલ અને અલ્નાર આર્ટરી) પેટેન્સી ચેક કરવા માટે વપરાય છે. Normal value of ABGs (નોર્મલ વેલ્યુ ઓફ ABGs)

✓ partial pressure of oxygen – Pao2
• 75 – 100 mmHg

✓ partial pressure of carbon dioxide – Paco2
• 35 – 45 mmHg

✓ PH : 7.35 – 7.45

✓ Bicarbonate – Hco3-
• 22 – 26 mEq/L

✓ Oxygen content – O2CT
• 15 – 23% per 100 ml of blood

✓ Oxygen saturation
• 95 – 100%

  • એબ્નોર્મલ ABGs વેલ્યુ એ રેસપાયરેટરી અને મેટાબોલિક ડીસઓર્ડર સૂચવે છે.

Culture (કલ્ચર)

કલ્ચરલ ટેસ્ટમાં બ્લડ કલ્ચર અને સ્ફુટમ કલ્ચર કરવામાં આવે છે. જેથી તેમાં ક્યાં પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ રહેલ છે તે આઇડેન્ટિફાય કરી શકાય છે

Sputum studies (સ્ફુટમ સ્ટડી)

સ્ફુટમ સ્ટડીમાં સ્ફુટમ (મ્યુકસ કફ) ની સ્ટડી કરવામાં આવે છે. જેથી સ્ફુટમમાં રહેલ બેક્ટેરીયા, વાયરસ અને એબનોર્મલ સેલને આઇડેન્ટીફાય કરી શકાય. સ્ફુટમ સ્ટડીની મદદથી ન્યુમોનિયા, ટયૂબરક્યુલોસિસ જેવી કન્ડીશનને આઇડેન્ટીફાય કરી શકાય.

Imaging studies (ઇમેજિંગ સ્ટડીસ)

  • ઇમેજિંગ સ્ટડી એ એનાટોમિક સ્ટ્રક્ચરને ઇવાલ્યુએટ કરવા માટે કરવામાં આવે છે.
  • જેમાં એક્સરે, સીટી સ્કેન, એમ. આર. આઇ, એન્જિયોગ્રાફી અને વેન્ટિલેશન પરફ્યુઝન લંગ સ્કેનનો સમાવેશ થાય છે. Chest x-ray (ચેસ્ટ એક્સરે)
  • ચેસ્ટ એક્સરે માં સ્મોલ અમાઉન્ટ એકસ રેનો ઉપયોગ કરીને તે એરિયાનો 2D ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે અને તેમાં બોન અને ટ્યુમરને વિઝયુલાઈઝ કરી શકાય છે.
  • તેમાં મુખ્યત્વે એન્ટેરિયર-પોસ્ટેરીયર અને લેટરલ સાઈડનો વ્યુ લેવામાં આવે છે.
  • એક્સ રે કરતા પહેલા પેશન્ટને ફૂલી ઇન્સ્પિરેશન કરવાનું કહેવામાં આવે છે તેથી લંગને સારી રીતે વિઝયુલાઇઝ કરી શકાય.
  • એક્સ રેની મદદથી ન્યુમોનિયા, લંગ કેન્સર, ટ્યુમર, ફોરેન બોડી તેમજ રિબ્સ ફેક્ચરને આઇડેન્ટીફાય કરી શકાય છે. CT-scan (સીટી સ્કેન)
  • સીટી સ્કેન એ એકસ રે કરતા વધારે ડિટેલમાં માહિતી આપતું અને થ્રીડી ઇમેજ પૂરું પાડતું ઈમેજિંગ સ્ટડી છે.
  • સીટી સ્કેનમાં બોડીના જુદા જુદા એન્ગલ થી એક્સ રે લેવામાં આવે છે અને કોમ્પ્યુટરની મદદથી બોડીના ક્રોસસેક્શન પિક્ચરને ક્રિએટ કરવામાં આવે છે.
  • સીટી સ્કેનની મદદથી ઓર્ગન અને સોફ્ટ ટીસ્યુની કન્ડિશન જાણી શકાય છે.
  • સીટી સ્કેનથી લંગ કૅન્સર, પલ્મોનરી ઈમ્બોલિઝમ અને ઇન્ફેક્શન આઈડેન્ટીફાઇ કરી શકાય છે. MRI (એમ. આર. આઇ)
  • MRI – મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ
  • MRI માં પાવરફુલ મેગ્નેટ અને રેડિયો વેવ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આપેલ એરિયાનો ક્રોસસેક્શન ઈમેજ ક્રિએટ કરવામાં આવે છે.
  • MRI એ હાર્ટ, લંગ અને બ્લડ વેસેલ્સની ડિટેલમાં ઇન્ફોર્મેશન પૂરી પાડે છે.
  • MRI ની મદદથી પલ્મોનરી નોડયુલ્સ, ફાયબ્રોસિસ, પ્લુરલ ડીઝીસ અને વાસ્કયુલર એબનોર્મલીટીને ડિટેક્ટ કરી શકાય છે.

Pulmonary angiography (પલ્મોનરી એનજીઓગ્રાફી)

  • આ એક ઇન્વેસીવ ફ્લુરોસ્કોપીક પ્રોસીઝર છે જેની મદદથી પલ્મોનરી વેઇન અને પલ્મોનરી આર્ટરીને વિઝયુલાઇઝ કરી શકાય છે.
  • જેમાં ફિમોરલ આર્ટરી અથવા પલ્મોનરી આર્ટરીમાં કેથેટરની મદદથી કોન્ટ્રાસ્ટ ડાય ઇન્જેકટ કરવામાં આવે છે અને પલ્મોનરી વેસલ્સને વિસયુલાઈઝ કરવામાં આવે છે અને તેની સ્ટડી કરવામાં આવે છે.
  • પલ્મોનરી એનજીઓગ્રાફીની મદદથી પલ્મોનરી એમ્બોલીઝમ, પલ્મોનરી વાસ્ક્યુલેચર, પલ્મોનરી હાઇપરટેન્શન તેમજ પલ્મોનરી વસ્કયુલર ટ્રી ની એબનોર્મલીટી ડિટેકટ કરી શકાય છે તેમજ પલ્મોનરી બ્લડ ફલો, બ્લોકેજ, પ્રેશર અને એબનોર્મલીટીને ઇવાલ્યુટ કરવામાં આવે છે.

Ventilation perfusion lung scan (વેન્ટિલેશન પરફ્યુઝન લંગ સ્કેન)

  • વેન્ટિલેશન પરફ્યુઝન લંગ સ્કેન એ ન્યુક્લિયર મેડીસિન ટેસ્ટ છે જેની મદદથી લંગના એર ફલો અને બ્લડ ફલોને ઇવાલ્યુટ કરવામાં આવે છે.
  • જેમાં રેડિયોએક્ટિવ સબટન્સને ઇન્હાલ કરવામાં આવે છે અને તેની મદદથી એર ફલો જાણવામાં આવે છે. તેવીજ રીતે ઇન્ટ્રાવેન્સ્લી રેડિયોએક્ટિવ સબટન્સ એડમિન્સ્ટર કરવામાં આવે છે જેથી બ્લડ ફલો જાણી શકાય.

Endoscopic procedure (એન્ડોસ્કોપીક પ્રોસીઝર)

  • એન્ડોસ્કોપીક પ્રોસીઝરમાં એન્ડોસ્કોપ ની મદદથી ઓર્ગનનું ડાયરેક્ટ ઇન્સ્પેક્શન અને એક્ઝામિનેશન કરવામાં આવે છે.
  • એન્ડોસ્કોપીક પ્રોસીઝરમાં બ્રોન્કોસ્કોપી અને થોરાકોસ્કોપી નો સમાવેશ થાય છે. Bronchoscopy (બ્રોન્કોસ્કોપી)
  • બ્રોન્કોસ્કોપીમાં બ્રોન્કોસ્કોપની મદદથી લેરીંગ્સ, ટ્રકિયા, બ્રોન્કાય અને બ્રોન્કીઓલ્સનું ડાયરેક્ટ ઇન્સ્પેક્શન અને એક્ઝામિનેશન કરવામાં આવે છે.
  • જેમાં નોઝ અથવા ક્યારેક માઉથ દ્વારા બ્રોન્કોસ્કોપને એરવેની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને બ્રોન્કોસ્કોપમાં રહેલ લાઈટ અને સ્મોલ કેમેરા દ્વારા ઓર્ગનને વીઝ્યુલાયઝ કરવામાં આવે છે અને તેમાં રહેલ સિક્રીશન અને ટ્યુમરને આઈડેન્ટીફાય કરવામાં આવે છે.
  • આ ઉપરાંત ટ્રકીયો-બ્રોન્કિયલ ટ્રીમાં રહેલ સિક્રીશન અને ફોરેન બોડીને રીમુવ કરી શકાય છે. Thoracoscopy (થોરાકોસ્કોપી) • થોરાકોસ્કોપી એ એક ડાયગ્નોસ્ટિક પ્રોસિઝર છે જેમાં એન્ડોસ્કોપની મદદથી પ્લુરલ કેવીટીની એક્ઝામીન કરવામાં આવે છે.
  • આ પ્રોસિજરમાં ચેસ્ટ વોલમાં નાનામાં નાનું ઇનસિઝન મુકવામાં આવે છે અને આ ઇનસિઝન મારફતે એન્ડોસ્કોપને પ્લુર કેવીટીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અને તે એરિયાનું ડાયરેક્ટ એક્ઝામિનેશન કરવામાં આવે છે.
  • આ સ્પેશિયલાઇઝ એન્ડોસ્કોપમાં નેરોઇંગ ટ્યુબ આવેલ હોય છે અને તેમાં આવેલ કેમેરા અને લાઇટ દ્વારા થોરાસિક એરિયાને વિઝયુલાઇઝ કરવામાં આવે છે.
  • થોરાકોસ્કોપીની મદદથી પ્લુરલ ઇફ્યુઝન, પ્લુરલ ડીઝીસ અને ટીમરના સ્ટેજિંગ ને ડાયગ્નોસ કરી શકાય છે આ ઉપરાંત થોરાકોસ્કોપીની મદદથી બાયોપ્સી પણ કલેક્ટ કરવામાં આવે છે.

Thoracocentesis (થોરાકોસેન્ટેસીસ)

  • થોરાકોસેન્ટેસીસ એ એક ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક પ્રોસિઝર છે.
  • જેમાં લંગ અને ચેસ્ટ વોલની વચ્ચે આવેલ પ્લુરલ સ્પેસમાંથી નીડલ અથવા પ્લાસ્ટિક કેથેટરની મદદથી ફ્લૂઇડ એસ્પીરેટ કરવામાં આવે છે અને આ પ્લુરલ ફલુઇડનું એનાલાયસીસ કરવામાં આવે છે.
  • નોર્મલી પ્લુરલ સ્પેસમાં થોડી માત્રામાં પ્લુરલ ફ્લૂઇડ આવેલું હોય છે. જો વધારે માત્રામાં આવેલ હોય તો તે કોઈ ડીઝીસ કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
  • આ પ્લુરલ ફ્લુઇડને ગ્રામ સ્ટેઇન કલ્ચર અને સેન્સિટીવિટી, એસિડ ફાસ્ટ સેન્સિટીવિટી અને કલ્ચર, ડિફરન્ટ સેલ કાઉન્ટ, સાઇટોલોજી PH, સ્પેસિફિક ગ્રેવિટી અને ટોટલ પ્રોટીન માટે સ્ટડી કરવામાં આવે છે.
  • આ પ્રોસિજર અલ્ટ્રાસાઉન્ડના ગાઇડન્સ હેઠળ કરવામાં આવે છે.

Biopsy (બાયોપ્સી)

બાયોપ્સીમાં સસ્પેક્ટેડ એરિયામાંથી ટીશ્યુનું સ્મોલ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને તેનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે છે. જેથી તેમાં મેલીગનન્સી પ્રેઝન્ટ છે કે નહીં તે આઇડેન્ટીફાય કરી શકાય.

Pleural biopsy (પ્લુરલ બાયોપ્સી)

  • પ્લુરલ બાયોપ્સીમાં પ્લુરામાંથી ટીસ્યુનું સ્મોલ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે.
    (લંગ અને ચેસ્ટ કેવીટીની આજુબાજુ આવેલ થીન મેમ્બ્રેનને પ્લુરા તરીકે ઓળખવામાં આવે છે)
  • પ્લુરલ બાયોપ્સી એ નીડલ બાયોપ્સી અથવા થોરાકોસ્કોપીની મદદથી કલેક્ટ કરવામાં આવે છે. Lung biopsy (લંગ બાયોપ્સી)
  • લંગ બાયોપ્સીમાં લંગ્સમાંથી લંગ ટીસ્યુનું સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને તેનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. જેથી લંગ કેન્સર, લંગ ઇન્ફેક્શન અને ડીઝીસને આઇડેન્ટીફાય કરી શકાય છે.
  • લંગ બાયોપ્સી કલેક્ટ કરવા માટે જુદી જુદી મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • બ્રોન્કોસ્કોપિક બાયોપ્સી
  • ઓપન લંગ બાયોપ્સી
  • મેડિયાસ્ટીનોસ્કોપી
  • નીડલ બાયોપ્સી

Common nursing diagnosis & care for respiratory disorders

Impaired gas exchange related to bronchospasm, pulmonary obstruction, altered oxygen supply as evidence by hypoxia, hypercapnia, cynosis, abnormal ABG

ઇમ્પ્રૂવ ગેસ એક્સચેન્જ
(ગેસ એક્સચેન્જ ઇમ્પ્રૂવ કરવું)

  • વાઈટલ સાઇન મોનિટર કરવા.
  • રેસપાયરેટરી રેટ, રીધમ અને બ્રિથીંગ પેટર્ન અસેસ કરવી.
  • બ્રિથ સાઉન્ડ અને ચેસ્ટ મુવમેન્ટ અસેસ કરવી.
  • પલ્સ ઓક્સીમેટરી અને આરટીરીયલ બ્લડ ગેસીસ ની વેલ્યુ મોનિટર કરવી.
  • પેશન્ટને ફાઉલર પોઝીશન પ્રોવાઇડ કરવી અને તેની એક્ટિવિટીને રિસ્ટ્રિક્ટ કરવી.
  • પેશન્ટને ડીપબ્રિથીંગ અને કફિંગ એક્સરસાઇઝ વિશે સમજાવવું અને એન્કરેજ કરવું.
  • પેશન્ટને પર્સડ લીપ બ્રિથીંગ અને ડાયાફ્રેગ્મેટીક બ્રિથીંગ વિશે નોલેજ પ્રોવાઈડ કરવું.
  • જો સીક્રીશન પ્રેઝન્ટ હોય તો પેશન્ટને કફ એક્સપેકટોરેટ માટે એન્કરેજ કરવું.
  • જો spo2 લેવલ ઓછું આવતું હોય તો ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને નેબ્યુલાઈઝેશન પ્રોવાઇડ કરવું.
  • ડોક્ટરે ફ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન (બ્રોન્કોડાયલેટર) એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા. Ineffective airway clearance related to bronchoconstriction, increase mucus production as evidence by hypoxia, hypercapnia, abnormal ABG

મેન્ટેન પેટન્ટ એરવે
(એરવે પેટન્ટ મેન્ટેન કરવી)

  • વાઈટલ સાઇન મોનિટર કરવા.
  • રેસપાયરેટરી રેટ, રીધમ અને બ્રિથીંગ પેટર્ન અસેસ કરવી.
  • બ્રિથ સાઉન્ડ અને ચેસ્ટ મુવમેન્ટ અસેસ કરવી.
  • પલ્સ ઓક્સીમેટરી અને આરટીરીયલ બ્લડ ગેસીસ ની વેલ્યુ મોનિટર કરવી.
  • પેશન્ટને ફાઉલર પોઝીશન પ્રોવાઇડ કરવી અને તેની એક્ટિવિટીને રિસ્ટ્રિક્ટ કરવી.
  • પેશન્ટને ડીપબ્રિથીંગ અને કફિંગ એક્સરસાઇઝ વિશે સમજાવવું અને એન્કરેજ કરવું.
  • પેશન્ટને પર્સડ લીપ બ્રિથીંગ અને ડાયાફ્રેગ્મેટીક બ્રિથીંગ વિશે નોલેજ પ્રોવાઈડ કરવું.
  • જો સીક્રીશન પ્રેઝન્ટ હોય તો પેશન્ટને કફ એક્સપેકટોરેટ માટે એન્કરેજ કરવું.
  • જો spo2 લેવલ ઓછું આવતું હોય તો ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને નેબ્યુલાઈઝેશન પ્રોવાઇડ કરવું.
  • ડોક્ટરે ફ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન (બ્રોન્કોડાયલેટર) એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા. Ineffective breathing patterns related to shortness of breath, mucous production, bronchospasm ઇમ્પ્રુવ બ્રિથીંગ પેટર્ન
    (બ્રિથીંગ પેટર્ન ઇમ્પ્રુવ કરવી)
  • વાઈટલ સાઇન મોનિટર કરવા.
  • રેસપાયરેટરી રેટ, રીધમ અને બ્રિથીંગ પેટર્ન અસેસ કરવી.
  • બ્રિથ સાઉન્ડ અને ચેસ્ટ મુવમેન્ટ અસેસ કરવી.
  • પલ્સ ઓક્સીમેટરી અને આરટીરીયલ બ્લડ ગેસીસ ની વેલ્યુ મોનિટર કરવી.
  • પેશન્ટને ફાઉલર પોઝીશન પ્રોવાઇડ કરવી અને તેની એક્ટિવિટીને રિસ્ટ્રિક્ટ કરવી.
  • પેશન્ટને ડીપબ્રિથીંગ અને કફિંગ એક્સરસાઇઝ વિશે સમજાવવું અને એન્કરેજ કરવું.
  • પેશન્ટને પર્સડ લીપ બ્રિથીંગ અને ડાયાફ્રેગ્મેટીક બ્રિથીંગ વિશે નોલેજ પ્રોવાઈડ કરવું.
  • જો સીક્રીશન પ્રેઝન્ટ હોય તો પેશન્ટને કફ એક્સપેકટોરેટ માટે એન્કરેજ કરવું.
  • જો spo2 લેવલ ઓછું આવતું હોય તો ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવી.
  • પેશન્ટને નેબ્યુલાઈઝેશન પ્રોવાઇડ કરવું.
  • ડોક્ટરે ફ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન (બ્રોન્કોડાયલેટર) એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા. Acute pain related to inflammatory condition of lung

રીલીવ પેઈન
(પેઈન રીલીવ કરવું)

  • પેઈન લેવલ અસેસ કરવું.
  • પેઈનનું લોકેશન, ડ્યુરેસન અને ઇન્ટેન્સિટી અસેસ કરવા.
  • પેઈનને ટ્રીગર કરતા ફેક્ટર અસેસ કરવા.
  • પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને માઈન્ડ ડાઈવર્સનલ થેરાપી પ્રોવાઈડ કરવી. જેથી પેશન્ટનું ધ્યાન પેઈન પરથી દૂર થાય.
  • પેશન્ટને રિલેક્સેશન થેરાપી વિશે એડવાઇઝ આપવી.
  • પ્રિસ્ક્રાઈબ કરેલ એનાલજેસિક મેડિસિન એડમિનિસ્ટર કરવી. Knowledge deficit related to disease condition and it’s prognosis

ઇમ્પ્રુવ નોલેજ લેવલ
(નોલેજ લેવલ ઇમ્પ્રુવ કરવું)

  • પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
  • પેસન્ટનું ડીસીઝ કન્ડિશન અને તેની ટ્રીટમેન્ટ પ્રત્યેનું નોલેજ અસેસ કરવું.
  • પેશન્ટને ડીસીઝ કન્ડિશન અને તેના પ્રોગનોસીસ વિશે નોલેજ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ સમજી શકે તેવી લેંગ્વેજમાં નોલેજ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટના ડાઉટ અને કવેરીને સોલ્વ કરવા. Anxiety related to disease condition, hospitilization

રીડયુસ એન્ઝાઈટી
(એન્ઝાઈટી દૂર કરવી)

  • પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
  • પેશન્ટની સાઇકોલોજીકલ નીડ પર ધ્યાન આપવું અને પેશન્ટની વાત ધ્યાનથી સાંભળવી.
  • પેશન્ટને તેની ફીલિંગ, ડીસકંફર્ટ અને એન્ઝાઈટી એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરવું.
  • પેશન્ટના બધા ડાઉટ અને ક્વેરી સોલ્વ કરવા.
  • પેશન્ટને તેની કન્ડિશન અને ટ્રીટમેન્ટ વિશે નોલેજ પ્રોવાઇડ કરવું જેથી તેની એન્ઝાઈટી દૂર થાય અને પેશન્ટ કોન્ફિડન્ટ બને.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • પેશન્ટને માઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી અને રીક્રીએશનલ થેરાપી પ્રોવાઇડ કરવી. Activity intolerance related to fatigue, dyspnea

ઇન્હાસ એક્ટિવિટી લેવલ
(એક્ટિવિટી લેવલ વધારવું)

  • પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
  • પેશન્ટની એક્ટિવિટી લેવલ ચેક કરવી.
  • પેશન્ટને શરૂઆતમાં બેડ રેસ્ટ પ્રોવાઇડ કરવો.
  • ત્યારબાદ ધીરે ધીરે પેશન્ટને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવું.
  • પેશન્ટને તેની એક્ટિવિટી માટે આસિસ્ટ કરવું.
  • 2 એક્ટિવિટીની વચ્ચે પેશન્ટને રેસ્ટ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટને એક્ટિવિટી દરમિયાન કોઈપણ પ્રકારની બ્રિથિંગ ડીફીકલ્ટી જોવા મળે છે કે નહીં તે ચેક કરવું.
  • જો બ્રિથીંગ ડીફીકલ્ટી જણાય તો પેશન્ટની એક્ટિવિટીને સ્ટોપ કરવી અને રેસ્ટ પ્રોવાઇડ કરવો.
Published
Categorized as GNM SY MSN 1 FULL COURSE, Uncategorised