skip to main content

Respiratory disorder juhi(PART-1)

MOST IMPORTANT TERMS-

1) Acute respiratory distress syndrome (એકયુટ રેસ્પાયરેટરી ડીસટ્રેસ સિન્ડ્રોમ) : આ એક સિરિયસ કન્ડિશન છે જેમાં એર સેક અને લંગમાં ફ્લુઇડ બિલ્ડ અપ થાય છે. આથી ઓક્સિજનની હેરફેર થઈ શકતી નથી અને બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઘટે છે.

2) Air trapping (એર ટ્રેપિંગ) : એર ટ્રેપિંગમાં લંગની અંદર એરનું રીટેનશન થાય છે. એક્સપિરેશન વખતે બધી એર બહાર એક્સેલ થતી નથી અને લંગમાં તેનો ભરાવો થાય છે.

3) Alpha1 antitrypsin (આલ્ફા 1 એન્ટીટ્રીપ્સીન) : આલ્ફા વન એન્ટીટ્રીપ્સીન એ પ્રોટીએસ ઇનહીબીટર છે. જે લીવર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે. આલ્ફા વન એન્ટીટ્રીપ્સીન એ ઈનહાલીંગ ઇરીટન્ટને કારણે થતા લંગ ડેમેજને પ્રિવેન્ટ કરે છે અને લંગ ને પ્રોટેક્ટ કરે છે.

4) Aphonia (એફોનિયા) : એફોનિયા એટલે કે No Sound (સાઉન્ડ ન ઉત્પન થવો). લેરિંગ્સમાં ડેમેજ અથવા ઇન્ફેક્શન થવાને કારણે વોઇશ પ્રોડ્યુસ કરી શકાતો નથી.

5) Apnea (એપનિયા) : સેશન ઓફ બ્રિથીંગ (શ્વાસ બંધ થવા)

6) Asthma (અસ્થમા) : અસ્થમા એ રેસપાયરેટરી ટ્રેકનો ક્રોનિક ઈન્ફ્લામેન્ટરી ડિસઓર્ડર છે. જેમાં એરવે હાઇપરરિસ્પોન્સીવનેસ જોવા મળે છે જેને કારણે એરવે નેરોવીંગ બને છે અને મયુકોસલ ઇડીમા અને મ્યુકસ પ્રોડક્શન જોવા મળે છે.

7) Atelectasis (એટલેકટેસીસ) : એટલેકટેસીસમાં એલવીઓલાય, લોબ અને લંગ એ પારસીયલ અથવા કમ્પ્લીટ કોલેપ્સ થયેલા જોવા મળે છે.

8) Bradypnea (બ્રેડીપનિયા) : સ્લો બ્રિથીંગ રેટ

9) Bronchoscopy (બ્રોન્કોસ્કોપી) : બ્રોન્કોસ્કોપીમાં એન્ડોસ્કોપ દ્વારા લેરિંગ્સ, ટ્રકીયા અને બ્રોન્કાઇનું ડાયરેક્ટ એક્ઝામિનેશન કરવામાં આવે છે.

10) Bronchitis (બ્રોન્કાઇટિસ) : બ્રોન્કાઇના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશનને બ્રોન્કાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

11) Bronchiectasis (બ્રોન્કાઇક્ટેસિસ) : બ્રોન્કાઇક્ટેસિસમાં બ્રોન્કાઇ અને તેની બ્રાન્ચીસનું ક્રોનિક ડાયલેશન જોવા મળે છે અને તેમાં પાઉચીશ ડેવલોપ થાય છે.

12) Broncospasm (બ્રોન્કોસ્પાઝમ) : બ્રોન્કાઇની લાઇનિંગમાં આવેલ મસલ કોન્ટ્રાક્ટ અને ટાઇટ થવા. જેને કારણે એરવે નેરોવિંગ બને છે.

13) Bronco dilator (બ્રોન્કોડાયલેટર) : બ્રોન્કોડાયલેટર એ મેડિસિનનો એક ટાઈપ છે જે લંગમાં આવેલ મસલ્સને રિલેક્સ કરે છે અને એરવેને વાઈડ(પહોળો) કરે છે.

14) Choking (ચોકિંગ) : થ્રોટ અને વાઈન્ડ પાઇપમાં કોઈ ઓબ્જેક્ટ (મુખ્યત્વે ફૂડ પીસ) ફસાઈ જવાને કારણે એરફ્લો બ્લોક થાય છે જેને ચોકિંગ તરીકે ઓળખવામાં આવે છે.

15) Chronic obstructive pulmonary disease (ક્રોનિક ઓબસ્ટ્રક્ટીવ પલ્મોનરી ડીઝીસ) : આ એક પ્રકારનો રિસ્પાઇરેટરી ડિસઓર્ડર છે. જેમાં ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એમ્ફાયસેમાને કારણે એરફ્લો ઓબસ્ટ્રક્ટ થાય છે.

16) Clubbing (ક્લબિંગ) : નેઇલબેડ વાઇડર અને રાઉન્ડ શેપના થવા.

17) Cynosis (સાઈનોસિસ) :બ્લુઇસ ડીસકલરેશન ઓફ સ્કીન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન (સ્કીન અને મ્યુકસ મેમ્બ્રેન બ્લુ કલરના થવા)

18) Dyspnea (ડીપ્સનીયા) : ડીપ્સનીયા એટલે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ અથવા લેબરડ બ્રીથિંગ

19) Dysphagia (ડીસફેજીયા) : ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ

20) Emphysema (એમ્ફાયસેમા) : એલવિયોલાય તેની ઇલાસ્ટિકસીટી ગુમાવે છે જેને કારણે એર સેકમાં ઓવર ડિસ્ટેનસન જોવા મળે છે અને એલવીઓલ વોલમાં ડિસ્ટ્રક્શન જોવા મળે છે.

21) Empyema (એમ્પાયમા) : પ્લુરલ કેવીટીમાં જોવા મળતા એબનોર્મલ પસ કલેક્શનને એમ્પાયમા તરીકે ઓળખવામાં આવે છે.

22) Epistaxis (એપિસ્ટેક્સિસ) : નોઝમાંથી બ્લીડિંગ થવું.

23) Hemoptysis (હિમોપ્ટીસીસ) : સ્ફુટમમાં બ્લડ પ્રેઝન્ટ હોવું.

24) Hemothorax (હેમોથોરેક્સ) : પ્લુરલ સ્પેસમાં બ્લડ એક્યુમિલેટ થવું.

25) Hoarseness (હોર્સનેસ) : હોર્સનેસને ડિસ્ફોનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હોર્સનેસ એ એબનોર્મલ વોઇસ છે જેમાં બોલતી વખતે રફ અને બ્રિથી વોઇસ સાંભળવા મળે છે.

26) Hypercapnia (હાયપરકેપનિયા) : બ્લડમાં CO2 નું લેવલ વધારે હોવું. CO2ના પાર્સીયલ પ્રેસરમાં વધારો થવો.

27) Hypoxia (હાયપોક્સિયા) : ટીશ્યુ અને સેલમાં ઓક્સિજન લેવલ ઓછું હોવું.

28) Hypoxemia (હાયપોક્સેમિયા) : બ્લડમાં ઓક્સિજન લેવલ ઓછું હોવું.

29) Induration (ઈન્ડયુરેશન) : બોડીમાં એબનોર્મલી હાર્ડ લીઝન જોવા મળવા. તેમજ સ્કિન ટીસ્યુ થીક અને હાર્ડ થવા. ટ્યુબરક્યુલીન ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે તેમાં આવું રિએક્શન જોવા મળે છે.

30) Laryngitis (લેરીન્જાઇટિસ) : લેરીન્ગસના ઇન્ફેક્શન અને ઈનફ્લામેસનને લેરીન્જાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

31) Logenges (લોજેનજીસ) : લોજીનજીસ એ સ્મોલ મેડીકેટેડ ટેબ્લેટ છે. જેને માઉથમાં સ્લોલી ડીઝોલ કરવામાં આવે છે જે કફને સ્ટોપ કરે છે અને થ્રોટ ઈરિટેશનને દૂર કરે છે.

32) Mechanical ventilator (મેકેનિકલ વેન્ટિલેટર) : મેકેનિકલ વેન્ટિલેટર એ પોઝિટિવ અને નેગેટિવ પ્રેસર આપતું બ્રિથીંગ ડિવાઇસ છે જે વેન્ટિલેશન અને ઓક્સિજીનેસનને મદદ કરે છે.

33) Metered dose inhaler (મીટરડ ડોઝ ઇન્હેલર) : મીટરડ ડોઝ ઇન્હેલર એ એક સ્મોલ હેન્ડ હેલ્ડ ડિવાઇસ છે. જેમાં અમુક ટાઈપ ની મેડિસિન હોય છે જે મેડિસિનને ઇનહાલેશન દ્વારા બોડીમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે.

34) Nasal flaring (નેસલ ફ્લેરિંગ) : બ્રિથીંગ કરતી વખતે નોસ્ટ્રીલ વાઇડ થવા.

35) Obstructive sleep apnea (ઓબસ્ટ્રેકટીવ સ્લીપ એપ્નીયા) : સુતી વખતે થોડા સમય માટે બ્રિથીંગ એબ્સન્ટ હોવું.

36) Orthopnea (ઓર્થોપનિયા) : ફ્લેટ લાઇંગ ડાઉન પોઝીશન(ફ્લેટ સરફેસ પર સુતી વખતે) વખતે બ્રિથીંગ ડિફીકલ્ટી જોવા મળે છે જ્યારે અપરાઇટ અથવા સ્ટેન્ડિંગ પોઝીશનમાં બ્રિથીંગ ડીફીકલ્ટી જોવા મળતી નથી.

37) Pallor (પેલર) : સ્કીન પેલ કલરની થવી.

38) Pharyngitis (ફેરીન્જાઇટિસ) : ફેરીન્કસના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશનને ફેરીન્જાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

39) Pneumothorax (ન્યુમોથોરેક્સ): ન્યુમોથોરેક્સમાં લંગ અને ચેસ્ટ વોલ વચ્ચે આવેલ પ્લુરલ પેસમાં એર ટ્રેપ થઈ જાય છે અને લંગ કોલેપ્સ થાય છે.

40) Pneumonia (ન્યુમોનિયા) : લંગ પેરેન્કાઇમાના ઇન્ફેક્શન અને ઇન્ફલામેસનને ન્યુમોનિયા તરીકે ઓળખવામાં આવે છે.

41) Pleural effusion (પ્લુરલ ઇફ્યુઝન) : પ્લુરલ સ્પેસમાં એબનોર્મલ ફ્લુઇડ એક્યુમિલેશન થવું.

42) Pleural friction rub (પ્લુરલ ફ્રિકશન રબ) : ઇન્ફલેમડ અને રફ થયેલી પરાઇટલ અને વિસેરલ પ્લુરા એકબીજા સાથે રબ થવાને કારણે ગ્રીટિંગ અને ક્રેકિંગ સાઉન્ડ સાંભળવા મળે છે જેને પ્લુરલ ફ્રિકશન રબ તરીકે ઓળખવામાં આવે છે.

43) Pleural space (પ્લુરલ સ્પેસ) : પરાઈટલ અને વિસેરલ પ્લુરા વચ્ચે આવેલ સ્પેસને પ્લુરલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે.

44) Postural drainage (પોસ્ચરલ ડ્રેનેજ) : પોસ્ચરલ ડ્રેનેજ એ એક ટેકનીક છે જેમાં પેશન્ટને અમુક પોઝીશન આપવામાં આવે છે જેથી ગ્રેવિટીની મદદથી એરવેમાં રહેલું સીક્રીસન ડ્રેન થાય.

45) Pulmonary edema (પલ્મોનરી ઇડીમા) : લંગમા ફ્લુઇડ એકયુમ્યુલેટ થવાને કારણે ત્યાં એડીમાં જોવા મળે છે. જેને પલ્મોનરી ઇડીમા તરીકે ઓળખવામાં આવે છે.

46) Pulmonary embolism (પલ્મોનરી એમ્બોલીઝમ) : લંગમાં આવેલ એક અથવા એકથી વધારે વેસલ્સમાં ઓબસ્ટ્રકશન જોવા મળે છે જે બ્લડ ક્લોટ, એર બબલ અથવા ફેટ ડ્રોપલેટને કારણે જોવા મળે છે.

47) Purulent (પુરુલન્ટ) : પુરુલન્ટ એટલે પસનું બનેલું, પસ ડિસ્ચાર્જ થતુ હોય તેવું.

48) Retraction (રીટ્રેક્શન) : જ્યારે વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે રીબ્સ અને નેક સિંક વચ્ચેના મસલ્સ અંદરની તરફ ખેંચાય છે તેને રિટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. રીટ્રેક્શન એ હાર્ડ બ્રિથીંગ દર્શાવે છે.

49) Respiratory weaning (રેસપાયરેટરી વિનિંગ) : ગ્રેજ્યુઅલી અને સિસ્ટેમેટિક રીતે વેન્ટિલેસનના સપોર્ટ ને ઘટાડવું જેથી પેશન્ટ પોતાની રીતે વેન્ટિલેશનની પ્રોસેસ કરી શકે.

50) Rhinitis (રાઈનાઇટિસ) : નોઝમાં આવેલ મ્યુકસ મેમ્બ્રેનના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશનને રહાનાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

51) Rhinorrhea (રાઇનોરિયા) : રહાઇનોરિયા એટલે રની નોઝ. જેમાં નોઝ અને નેસલ પેસેજમાંથી લાર્જ અમાઉન્ટમાં ફ્લુઇડ ડ્રેનેજ થાય છે.

52) Rhonchi (રોન્કી) : રહોનકાય એ એબનોર્મલ, કંટીન્યુસ બ્રિથ સાઉન્ડ છે. જે ઇન્સ્પીરેશન અને એક્સપિરેશન વખતે સાંભળવા મળે છે. રહોનકાય એ વીઝ સાઉન્ડ કરતા લો પીચ ધરાવે છે.

53) SARS (સાર્સ) : સાર્સ એટલે સિવ્યર એક્યુટ રેસપાયરેટરી સિન્ડ્રોમ. સાર્સ એ વાયરલ રેસપાયરેટરી ડીઝીસ છે જે સાર્સ સાથે સંકળાયેલ કોરોના વાયરસને કારણે જોવા મળે છે.

54) Sinusitis (સાઇનુસાઇટિસ) : સાઇનસના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેસનને સાઇનુસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

55) Spirometry (સ્પાઈરોમેટ્રી) : સ્પાઈરોમેટ્રી એ પલ્મોનરી ફંકશન ટેસ્ટનો એક ટાઈપ છે. જેમાં સ્પેસિફિક લંગ વોલ્યુમ અને રેટ મેઝર કરવામાં આવે છે.

56) Stridor (સ્ટાઇડર) : સ્ટાઇડર એ એબનોર્મલ, હાઈ પીચ વિઝલિંગ સાઉન્ડ છે જે અપર એરવેમાં ઓબસ્ટ્રકશન થવાને કારણે સંભળાય છે. આ સાઉન્ડ ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન દરમિયાન સાંભળવા મળે છે.

57) Tachypnea (ટેકીપ્નીઆ) : ટેકીપ્નીઆ એટલે રેપીડ અને સેલો બ્રિથિંગ

58) Trismus (ટ્રિસમસ) : જો (jaw) માં આવેલ મસલ્સ સ્પાસમ થવાને કારણે માઉથ ઓપનિંગ કરવા માટે ડીફીકલ્ટી જોવા મળે છે.

59) Tension pnumothorax (ટેન્શન ન્યુમોથોરેક્સ) : ટેન્શન ન્યુમોથોરેક્સ એ લાઈફ થેટનિંગ કન્ડિશન છે જેમાં પ્લુરલ સ્પેસની અંદર એર ટ્રેપ થઈ જાય છે અને લંગ્સની અગેઇન્સ્ટ પ્રેશર ક્રિએટ કરે છે.

60) Thoracocentesis (થોરાકોસેન્ટેસીસ) : થોરાકોસેન્ટેસીસ એ એક ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટીક પ્રોસિજર છે જેમાં નીડલને પ્લુરલ સ્પેસમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અને નીડલ ની મદદથી પ્લુરલ સ્પેસમાં રહેલ ફ્લુઇડને એસ્પિરેટ કરવામાં આવે છે.

61) Thoracotomy (થોરાકોટોમી) : થોરાસીક કેવીટીમાં સર્જીકલ ઓપનિંગ કરવું.

62) Tonsillitis (ટોનસીલાઈટીસ) : ટોનસીલના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેસનને ટોનસીલાઈટીસ તરીકે ઓળખવામાં આવે છે.

63) Tracheotomy (ટ્રેકીઓટોમી) : ટ્રકિયામાં સર્જીકલ ઓપનિંગ કરવું.

64) Vibration (વાઇબ્રેશન) : વાઇબ્રેશન એ એક ટેકનિક છે જેમાં બંને હાથની મદદથી લોવર ચેસ્ટના પાર્ટને મસાજ અને વાઇબ્રેટ કરવામાં આવે છે આથી ત્યાં રહેલ સીક્રીશન લુઝ થાય છે અને ફરતું થાય છે જેથી તે કફ મારફતે બહાર આવી જાય.

65) Ventilation (વેન્ટિલેશન) : વેન્ટિલેશન એટલે એરની મુવમેન્ટ થવી. એરવેમાં એરની અંદર અને બહાર મુવમેન્ટ થવી જેને વેન્ટિલેશન તરીકે ઓળખવામાં આવે છે.

66) Ventilator (વેન્ટિલેટર) : વેન્ટિલેટર એ એક ટાઈપનું મશીન છે જે પોતાની રીતે બ્રિથિંગ ન કરી શકતા લોકોને બ્રિથીંગ કરવામાં માટે ડિઝાઇન કરેલું છે.

67) Wheeze (વીઝ) : વીઝ એ લો પીચડ મ્યુઝિકલ સાઉન્ડ છે. જે લોવર રેસપાઇરેટરી ટ્રેકમાં ઓબસ્ટ્રક્શન થવાને કારણે સાંભળવા મળે છે. વીઝ સાઉન્ડ એ એક્સપીરેશન દરમિયાન જ સંભળાય છે.

68) Xerostomia (ઝેરોસ્ટોમિયા) : ડ્રાઈનેસ ઓફ માઉથ (માઉથ ડ્રાય થવું)

Published
Categorized as GNM SY MSN 1 FULL COURSE, Uncategorised