skip to main content

FON-GNM UNIT-5 PART-1 PHYSICAL ASSESSMENT

Physical assessment (ફિઝિકલ અસેસમેન્ટ)

• ફિઝિકલ અસેસમેન્ટ એ એક પ્રકારની સિસ્ટેમેટિક પ્રોસેસ છે જેમાં પેશન્ટને ડાયરેક્ટલી ઓબસર્વ કરીને અથવા તો એક્ઝામિનેશન ટેકનીક થ્રુ ઓબ્જેકટીવ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે.

• ફિઝિકલ અસેસમેન્ટ એ એક સિસ્ટેમેટિક પ્રોસેસ છે જેનો ઉપયોગ હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા બોડી તેમજ તેના ફંક્શનને ઇવાલ્યુએટ કરવામાં માટે કરવામાં આવે છે.

• જેમાં ઇન્સ્પેકશન, પાલપેશન, પર્કશન અને અસ્કલ્ટેશન મેથડનો ઉપયોગ કરીને પેશન્ટની ફિઝિકલ કન્ડીશન વિશે ડેટા કલેકટ કરવામાં આવે છે.

Write down purpose of physical assessment (રાઇટ ડાઉન પર્પઝ ઓફ ફિઝિકલ અસેસમેન્ટ)

• બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા.

• પેશન્ટના ફિઝિકલ અને મેન્ટલ ડેટા કલેક્ટ કરવા.

• સિસ્ટેમેટિકલી ડેટા કલેક્ટ કરવા.

• કરંટ હેલ્થ પ્રોબ્લેમને આઇડેન્ટિફાઈ કરવા.

• ડીઝીસને અર્લી સ્ટેજમાં ડિટેકટ કરવા.

• ડીઝીસના કોસને આઇડેન્ટિફાઈ કરવા.

• પેશન્ટના હેલ્થ સ્ટેટસમાં જોવા મળતા ચેન્જીસને મોનીટર કરવા.

• કેર પ્લાન ડેવલપ કરવા.

• મેડિકલ રિસર્ચમાં કન્ટ્રીબ્યુટ કરવા.

Health history (હેલ્થ હિસ્ટ્રી)

• હેલ્થ હિસ્ટ્રી મિન્સ સિસ્ટેમિક કલેકશન ઓફ સબજેકટિવ ડેટા

• હેલ્થ હિસ્ટ્રીમાં પેશન્ટની હેલ્થ રિલેટેડ સબજેક્ટિવ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. આ ડેટા ક્રોનોલોજીકલ ઓર્ડર મુજબ ફોલો કરવામાં આવે છે.

Write down purpose of health history (રાઇટ ડાઉન પર્પઝ ઓફ હેલ્થ હિસ્ટ્રી)

• પેશન્ટના સબજેકટિવ ડેટા કલેક્ટ કરવા

• પેશન્ટના કરંટ અને પાસ્ટ મેડિકલ ઇસ્યૂ સમજવા

• નર્સિંગ ડિગ્નોસિસ ડેવલપ કરવા

• બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા

• કોમ્યુનિકેશનને ઇમ્પ્રુવ કરવા

Write down components or format of health history (રાઇટ ડાઉન કમ્પોનન્ટ ઓર ફોર્મેટ ઓફ હેલ્થ હિસ્ટ્રી)

1) બાયોગ્રાફિક ડેટા

2) ચીફ કમ્પ્લેઇન્ટ

3) હિસ્ટ્રી ઓફ પ્રેસેન્ટ ઇલનેસ

4) પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી

5) ફેમિલી હિસ્ટ્રી

6) એન્વાયરનમેન્ટલ હિસ્ટ્રી

7) કરંટ હેલ્થ ઇન્ફોર્મેશન

8) સાયકોસોશિયલ હિસ્ટ્રી

9) રિવ્યુ ઓફ સિસ્ટમ

1) Biographic data (બાયોગ્રાફિક ડેટા)

• સૌ પ્રથમ પેશન્ટનો બાયોગ્રાફિક ડેટા કલેક્ટ કરવામાં આવે છે.

• જેમાં પેશન્ટની બેઝિક પર્સનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે.

• આ ડેટા એ ઇનીશિયલ અસેસમેન્ટ દરમિયાન કલેકટ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે :

Name

Age

Gender

IPD number

Education

Occupation

Marital status

Religion

Address

Ward

Date of addmission

Diagnosis

Doctor name

2) Cheif complaint (ચીફ કમ્પ્લેઇન્ટ)

• ચીફ કમ્પ્લેન્ટ એ એક પ્રકારનું બ્રીફ સ્ટેટમેન્ટ છે જે પેશન્ટનું હોસ્પિટલાઇઝ થવા માટેનું પ્રાઇમરી રિસન દર્શાવે છે.

• જે પેશન્ટ પોતાના વર્ડમાં ડિસ્ક્રાઈબ કરે છે. આ ચીફ કમ્પ્લેન્ટને ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવામાં આવે છે.

• જેમાં પેશન્ટનું નેમ લખ્યા બાદ તે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને તેની ચીફ કમ્પ્લેન્ટ નીચે મુજબ છે તેમ લખવામાં આવે છે.

ઉદાહરણ તરીકે,

Rameshbhai came to civil hospital, rajkot on with the chief complaints of :

Fever × 3 days

Headache × 3 days

Cough × 5 days

Weakness × 10 days

3) History of present illness (હિસ્ટ્રી ઓફ પ્રેસેન્ટ ઇલનેસ)

• પ્રેસેન્ટ ઇલનેસમાં પેશન્ટની ચીફ કમ્પલેન્ટ થોડી ડીપ ક્લેકટ કરવામાં આવે છે. જેમાં ચીફ કમ્પલેન્ટને રિલેવન્ટ અને એસેનસિયલ ડેટા કલેકટ કરવામાં આવે છે.

• જેમાં ઓનસેટ, ડ્યુરેશન, ફ્રિકવન્સી, લોકેશન, કવોલીટી, કવોન્ટિટી, એલિવિયેટિંગ ફેક્ટર, એગ્રેસિવ ફેક્ટર વગેરે ફેક્ટર વિશે માહિતી કલેકટ કરવામાં આવે છે.

4) Past health history (પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી)

• પાસ્ટ હેલ્થ હિસ્ટ્રીમાં પેશન્ટની પ્રિવયસ હેલ્થ કન્ડીશન, સર્જરી વિશેની માહિતી કલેક્ટ કરવામાં આવે છે.

• જેથી તેને પ્રેસેન્ટ હિસ્ટ્રી સાથે કોરિલેટ કરી શકાય. પાસ્ટ હેલ્થ હિસ્ટ્રીમાં નીચે મુજબના આસ્પેક્ટનો સમાવેશ કરવામાં આવે છે :

• મેડિકલ કંડીશન

• સર્જરી

• એલર્જી

• ચાઇલ્ડહૂડ ઇલનેસ

• ઇમ્યુનાઇઝેશન

• હોસ્પીટલાઇઝેશન

• ટ્રોમા-ઇન્જરી-એક્સિડન્ટ

• મેડિકેશન

• ઓબ્સટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ હિસ્ટ્રી (ફોર ફિમેલ)

5) Family history (ફેમિલી હિસ્ટ્રી)

• ફેમિલી હિસ્ટ્રીમાં પેશન્ટના ફેમિલી મેમ્બર વિશેની માહિતી ક્લેકટ કરવામાં આવે છે.

• જેમાં ફેમિલી ટાઇપ, નંબર ઓફ ફેમિલી મેમ્બર, ઈનકમ, હેરીડેટરી ઈલનેસ વગેરે જેવી માહિતી કલેકટ કરવામાં આવે છે.

• કારણ કે અમુક કન્ડીશન એ જીનેટિક્સ અથવા એન્વાયરમેન્ટલ ફેકટરને કારણે જોવા મળતી હોઈ છે. જેમ કે ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, થેલેસેમિયા, કેન્સર વગેરે.

• ફેમિલી હિસ્ટ્રીમાં ફેમિલી ટ્રી ડ્રો કરવામાં આવે છે જેમાં પેશન્ટના ઘરના બધા ફેમિલી મેમ્બરને મેન્શન કરવામાં આવે છે અને ફેમિલી કોષ્ટક પણ ડ્રો કરવામાં આવે છે.

6) Environmental and occupational history (એન્વાયરનમેન્ટલ એન્ડ ઓક્યુપેશનલ હિસ્ટ્રી)

• એન્વાયરનમેન્ટલ હિસ્ટ્રીમાં પેશન્ટની આજુબાજુના એન્વાયરનમેન્ટ, હાયજીન, હેઝાર્ડ વિશેની માહિતી કલેકટ કરવામાં આવે છે.

• ઓક્યુપેશનલ હિસ્ટ્રીમાં પેશન્ટ એ ક્યાં વર્ક કરે છે જોબ ટાઇમ, વર્કિંગ એન્વાયરનમેન્ટ, પ્રેસન્સ હેઝાર્ડ, પોલ્યુટન્ટ, સેફટી મેઝર વગેરે વિશેની માહિતી કલેક્ટ કરવામાં આવે છે.

7) Current health information (કરંટ હેલ્થ ઇન્ફોર્મેશન)

• કરંટ હેલ્થ ઇન્ફોર્મેશનમાં પેશન્ટની કરંટ લાઇફ સ્ટાઇલ વિશે જાણવામાં આવે છે.

• જેમાં એલર્જી, કોઈ હેબિટ જેવી કે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ, કેફેઇન વગેરે, મેડિકેશન, એક્સરસાઇઝ, સ્લીપ પેટર્ન, ડાયટરી પેટર્ન વગેરે વિશે માહિતી કલેકટ કરવામાં આવે છે.

8) Psychosocial history (સાયકોસોશિયલ હિસ્ટ્રી)

• સાયકોસોશિયલ હિસ્ટ્રીમાં પેશન્ટની સાયકોલોજીકલ તેમજ સોશિયલ લાઈફ વિશેની માહિતી કલેકટ કરવામાં આવે છે.

• જેમાં પેશન્ટના ફેમિલી રિલેશનશિપ, પર્સનલ રિલેશનશિપ, સોશિયલ રિલેશનશિપ, વર્કિંગ રિલેશન, કોપઅપ સ્ટ્રેટેજી, મેન્ટલ સ્ટેટસ, ઇમોશનલ સ્ટેટસ, પર્સનાલિટી, લાઈફ સ્ટાઈલ, જોબ, મેરેજ લાઇફ વગેરે વિશેની માહિતી કલેક્ટ કરવામાં આવે છે.

9) Review of system (રિવ્યુ ઓફ સિસ્ટમ)

રિવ્યુ ઓફ સિસ્ટમમાં પેશન્ટની સિસ્ટમ વાઇસ ડેટા કલેકટ કરવામાં આવે છે જેમાં બોડીની બધી સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે છે જેથી રિયલ પ્રોબ્લેમને આઇડેન્ટીફાય કરી શકાય.

Write down techniques of physical examination (રાઇટ ડાઉન ટેકનિક ઓફ ફિઝિકલ એક્સામિનેશન)

ફિઝિકલ એક્સામિનેશન માટે મુખ્યત્વે ચાર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે

1) Inspection (ઇન્સ્પેકશન)

2) Palpation (પાલપેશન)

3) Percussion (પરકશન)

4) Auscultation (અસ્કલ્ટેશન)

1) Inspection (ઇન્સ્પેકશન)

• ઇન્સ્પેકશન એટલે નિરીક્ષણ કરવું, ઓબ્સર્વેશન કરવું.

• એટલે કે ઇન્સ્પેકશનમાં બોડીના દરેક એરિયાનું ઓબ્સર્વેશન કરવામાં આવે છે.

• ઇન્સ્પેકશનમાં બોડીનું વિસ્યુલ એક્સામીનેશન કરવામાં આવે છે. એટલે કે વિસનનો ઉપયોગ કરીને નોર્મલ તેમજ એબ્નોર્મલને ફાઇન્ડ કરવામાં આવે છે.

• ઇન્સ્પેકશનમાં બોડીનું જનરલ અપિયરન્સ, કલર, સાઇઝ, શેપ, સ્ટેચર, ગેઇટ, પોસ્ચર અને સિમેટ્રી વગેરેનું નીન ઓબ્સર્વેશન કરવામાં આવે છે.

• જેમાં નીચે મુજબ ઓબ્સર્વેશન કરવામાં આવે છે :

• ઓવરઓલ અપિયરન્સ (કલર, સાઇઝ, શેપ, સ્ટેચર, ગેઇટ, પોસ્ચર અને સિમેટ્રી)

• સ્ટેટ ઓફ કોન્સિયસનેસ

• ગ્રૂમિંગ એન્ડ પર્સનલ હાયજીન

• બોડી સાઇઝ ઓર બોડી બિલ્ટ

• એક્સપ્રેશન

General instructions (જનરલ ઈન્સ્ટ્રક્શન)

• ઇન્સ્પેકશન કરતી વખતે રૂમમાં એડીકવેટ લાઈટ હોવી જોઇએ.

• બોડીની એક સાઇડને બોડીની બીજી સાઇડ સાથે સરખી રીતે કંપેર કરવી.

• બોડી કેવિટી એમ જ બોડીના બીજા ઓર્ગનને ઇન્સ્પેક્ટ કરતી વખતે એડિશનલ લાઈટ તેમજ વિવિધ સ્કોપનો ઉપયોગ કરવો.

• બોડીના દરેક એરિયાને કલર, સાઇઝ, શેપ, સિમેટ્રી, પોઝિશન અને એબ્નોર્માલીટી વિશે ઇન્સ્પેક્ટ કરવા.

2) Palpation (પાલપેશન)

• પાલપેશન મેથડમાં બોડીના દરેક એરિયા તેમજ ઓર્ગનને પાલપેટ કરવામાં આવે છે.

• આ મેથડમાં ટેકટાઇલ સેન્સેશન એટલે કે ટચનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તેમાં હેન્ડ તેમજ ફિંગરનો ઉપયોગ કરીને બોડીના પાર્ટને પાલપેટ કરવામાં છે.

• જેમાં ફિંગરટીપ તેમજ પાલ્મનો ઉપયોગ કરીને બોડી તેમજ ઓર્ગનના ટેક્સચર, સાઇઝ, શેપ, કંસિસ્ટન્સી તેમજ લોકેશન જાણવામાં આવે છે.

• આ ઉપરાંત પાલપેશનની મદદથી બોડી ટેમ્પરેચર, પલ્સ, ટર્ગર, ટેકસચર, મોઇસચર, ટેન્ડરનેસ, થીકનેસ અને ડિસ્ટેનશન પણ ચેક કરવામાં આવે છે.

• પાલપેશન મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે. જેન્ટલ પાલપેશન અને ડીપ પાલપેશન

• જેન્ટલ પાલપેશનમાં 1cm ડીપ પ્રેસ કરવામાં આવે છે. જેન્ટલ પાલપેશનનો ઉપયોગ સ્કીન અને સુપરફિસીયલ ટિસ્યુની કેરેકટેરીસ્ટીક જાણવા તેમજ પલ્સ ચેક કરવા અને ટેન્ડરનેસ અસેસ કરવા માટે થાય છે.

• ડીપ પાલપેશનમાં 4-5 cm ડીપ સુધી પ્રેસ કરવામાં આવે છે. જેનો ઉપયોગ ડીપ ઓર્ગનને અસેસ કરવા માટે થાય છે જેમ કે લિવર

General instructions (જનરલ ઈન્સ્ટ્રક્શન)

• પાલપેશન કરતા પહેલા એટલે કે પેશન્ટને ટચ કરતા પહેલા તેને પુરી પ્રોસિજર એક્સપ્લેન કરવી તેમજ તેની પરમીશન લેવી.

• નખ બરાબર કપાયેલા તેમજ શોર્ટ હોવા જોઈએ.

• પેશન્ટને પાલપેટ કરતા પહેલા હેન્ડને જેન્ટલી રબ કરવા.

• હંમેશા પહેલા જેન્ટલ પાલપેશન કરવું ત્યારબાદ ડીપ પાલપેશન કરવું.

• ઓર્ગનની સાઇઝ અને શેપ અસેસ કરવા માટે બને હેન્ડનો ઉપયોગ કરવો. બને હેન્ડની વચ્ચે ઓર્ગનને એનટ્રેપ કરવું.

• ટેમ્પરેચર ચેક કરવા માટે ડોર્સલ સરફેસનો ઉપયોગ કરવો.

• વાઇબ્રેશન ચેક કરવા માટે અલ્નાર સરફેસનો ઉપયોગ કરવો.

3) Percussion (પરકશન)

• પરકશન એટલે કે ટેપિંગ.

• આ મેથડમાં હેન્ડનો ઉપયોગ કરીને બોડી સરફેસની અગેઇન્સ્ટ ફિંગર વડે સ્ટ્રાઇક કરવામાં આવે છે અને સાઉન્ડ પ્રોડયુસ કરવામાં આવે છે અને તેની કવોલિટી ચેક કરવામાં આવે છે.

• આ મેથડનો ઉપયોગ ઇન્ટર્નલ ઓર્ગનની ડેનસીટી રિફ્લેક્ટ કરવા માટે થાય છે.

• આ ઉપરાંત પરકશન મેથડની મદદથી ઇન્ટરનલ ઓર્ગનની પોઝિશન, સાઇઝ, શેપ, એર તેમજ ફ્લુઇડ ડિટેક્ટ કરવા માટે થાય છે.

• પરકશનમાં પ્લેક્સીમીટર ફિંગર પર પ્લેકસર ફિંગર વડે ટેપ કરવામાં આવે છે અને પ્રોડયુસ થતા સાઉન્ડની કવોલીટી ચેક કરવામાં આવે છે.

• એર વાળા એરિયામાં રેસોનન્સ સાઉન્ડ સાંભળવા મળે છે. જેમ કે લંગસ વાળા એરિયામાં રેસોનન્સ સાઉન્ડ સાંભળવા મળે છે.

• ફ્લુઇડ વાળા એરિયામાં ડલ સાઉન્ડ સાંભળવા મળે છે. જેમ કે એબ્ડોમેનવાળા એરિયામાં ડલ સાઉન્ડ સાંભળવા મળે છે.

4) Auscultation (અસ્કલ્ટેશન)

• આ મેથડમાં બોડી સાઉન્ડ સાંભળવામાં આવે છે. જે મોટા ભાગે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને સંભાળવામાં આવે છે.

• અસ્કલ્ટેશનમાં સ્ટેથોસ્કોપના ઉપયોગ દ્વારા બોડીના ઇન્ટરનલ સાઉન્ડ સાંભળવામાં આવે છે. જેમ કે હાર્ટ સાઉન્ડ, બ્રીથ સાઉન્ડ

• સ્ટેથોસ્કોપના ડાયાફ્રામનો ઉપયોગ હાઇપિચ સાઉન્ડ સાંભળવા માટે થાય છે. જેમ કે હાર્ટ સાઉન્ડ, રેસ્પાયરેટરી સાઉન્ડ , બોવેલ સાઉન્ડ

• સ્ટેથોસ્કોપના બેલનો ઉપયોગ લો પિચ સાઉન્ડ સાંભળવા માટે થાય છે. જેમ કે મરમર સાઉન્ડ

Published
Categorized as Uncategorised